________________
कथाद्वात्रिंशिका ९ - २५, २६, २७
२६४
સ 1 વિહીં પવય પુનત્તા થીરપુરિદ્ધિ II” (વૈ.નિ. રૂર99) कर्तृश्रोत्राशये तु भेदमञ्चति सति भजना स्यात्, तं प्रति कथान्तरापत्तेः ।।२४ ।। सन्धुक्षयन्ती मदनं शृङ्गारोक्तैरुदर्चिषम् । कथनीया कथा नैव साधुना सिद्धिमिच्छता ।। २५।। तपोनियमसारा तु कथनीया विपश्चिता । संवेगं वापि निर्वेदं यां श्रुत्वा मनुजो व्रजेत् ।। २६ ।। महार्थापि कथाऽकथ्या परिक्लेशेन धीमता । अर्थं हन्ति प्रपञ्चो हि पीठक्ष्मामिव पादपः ।। २७ ।।
એવો ધમધમાટ કરી નાખે તો શ્રોતાને “ક્ષમાની ખાલી વાતો છે. બાકી મહારાજ સાહેબ આટલો ગુસ્સો કરે છે તો આપણે કરવામાં શું વાંધો ?” આવી વિપરીત અસર થવાથી એ વિકથા રૂપ બને છે. એમ વિષયવૈરાગ્યનું વ્યાખ્યાન આપતી વેળા વક્તા વારંવાર બહેનો તરફ જોયા કરતા હોય તો પણ શ્રોતા “આપણે પણ બહેનોના રૂપ જોઈ શકાય” આવી વિપરીત અસર પકડી શકે છે. અને તો પછી એ વિકથા બને છે. આવા અવસરે શ્રોતા જો વિશિષ્ટભૂમિકાવાળો હોય અથવા વક્તાના વિપરીત આચરણને પકડવાની ક્ષમતાવાળો ન હોય તો માત્ર શબ્દો પરથી યોગ્ય પ્રેરણા મેળવી શકે છે. એટલે એના માટે એ “કથા” બને છે. વક્તાના શબ્દો અને આચરણ... બંનેની વિરોધી અસરો પરસ્પર ટકરાઈને એકબીજાની અસરને નાબુદ કરી દે તો “અકથા બને છે. આમ વક્તા-શ્રોતાના આશયભેદે ભજના થાય છે. //રજા (સાધુએ કેવી કથા ન કરવી અને કેવી કથા કરવી એ બે ગાથા વડે જણાવે છે )
ગાથાર્થ : શૃંગારરસ ભરેલા વચનો વડે કામરૂપી અગ્નિને પ્રજવલિત કરે એવી કથા સિદ્ધિને ઇચ્છતા સાધુએ ન જ કરવી જોઈએ.
વિવેચન : આજકાલ કથનની જેમ લખાણ પણ ખૂબ વ્યાપક બન્યું છે. એટલે એને પણ આ બધી વાતો લાગુ પડે જ છે. તેથી કથા ભલે ને હોય “કામવિજેતા સ્થૂલિભદ્ર'. પણ જો એમાં કોશાવેશ્યાનું કે એમની ક્રીડાનું શૃંગારિક વર્ણન હોય તો આત્મહિતેચ્છુએ એ વાંચવું ન જોઈએ. તે ૨૫ /
ગાથાર્થ : પંડિત પુરુષે તપ અને નિયમની મહત્તા ગાનાર કથા કરવી જોઈએ, જે સાંભળીને માનવી સંવેગ કે નિર્વેદ પામે. // ||
ગાથાર્થ મહાનું અને ગંભીર અર્થવાળી એવી પણ કથા બહુ લંબાણપૂર્વક ન કરવી જોઈએ, કારણ કે વધારે પડતો વિસ્તાર કથાના અર્થને હણી નાખે છે, જેમકે મહાકાય વૃક્ષ પોતાની પીઠ-ભૂમિને તોડીફોડી નાખે છે. કથાનો વધારે પડતો વિસ્તાર થવા પર શ્રોતા ક્યારે કથા પૂરી થશે એ જ વિચાર્યા કરે છે, ને તેથી કથાના રહસ્યાર્થમાં એનું ધ્યાન જતું નથી. હા, જો શ્રોતા શિષ્ય એવી વિસ્તારથી જાણવાની જિજ્ઞાસા અને ક્ષમતા ધરાવતો હોય તો એવા વિસ્તારથી પણ કથા કરી શકાય. માટે જ અનુયોગ ત્રિવિધ કહેવાયો છે. એટલે કે એવો