________________
योगलक्षणद्वात्रिंशिका १० - ५
२७२
संसारः सारवानिव लक्ष्यते । दधि- दुग्धाऽम्बु-ताम्बूल-पण्य-पण्याङ्गनादिभिः ।।” इत्यादिवचनैः
પુદ્ગલપ્રધાન દૃષ્ટિ હોવાથી ન મળ્યું હોય ત્યારે તો દીનતા હોય છે, પણ મળવા પર પણ ચોરાઈ જવા વગેરેના ભય -ચિંતાના કા૨ણે આનંદ માણી શકતો નથી. તેથી સદૈવ અદૃષ્ટકલ્યાણ છે. પ્રસન્નતારૂપ કલ્યાણ સંતોષથી પ્રગટે છે. સંતોષ પૂર્ણ દૃષ્ટિ આવે ત્યારે અથવા અપ્રધાન દ્રષ્ટિ આવે ત્યારે આવે છે. જે ભવાભિનંદીને સંભવિત નથી.
(૪) મત્સરી : પ૨કલ્યાણ દુઃસ્થિત. એટલે કે બીજાનું સુખ જોઈને દુઃખી થનારો અને બીજાના સુખમાં વિઘ્ન કરનારો, માનમોહનીયકર્મના ઉદયે સ્વનો ઉત્કર્ષ જ સુખપ્રદ લાગતો હોવાથી બીજાનું સારું ખમવાની ત્રેવડ હોતી નથી.
(૫) ભયભીત : નિત્યભીત.. ચોરાઈ જશે-છીનવાઈ જશે.. આવો ભય લાગ્યા જ કરે. ગમે તેવી સુખીઊંચી ઉપકારી વ્યક્તિ પ્રત્યે પણ ‘આ મારું લઈ લેશે' એવા જ ભયથી પીડાયા કરતો હોય. આમાં ભયમોહનીયકર્મનો ઉદય હોય છે.
(૭) શઠ : પોતાના જ ઉત્કર્ષ-અનુકૂળતા વગેરેને સાચવવા માટે ગમે તેવી માયા આચરવામાં એને છોછ હોતો નથી. કોઈના પ્રત્યે એ સરળ બની શકતો નથી. આ માયા મોહનીયના ઉદયથી થયેલો દોષ છે.
(૭) અન્ન : અજ્ઞ એટલે મૂર્ખ... પરિણામનો વિચાર કરવાની ન તૈયારી હોય, ન ક્ષમતા હોય. પુદ્ગલનો આનંદ મળી ગયો.. ભયો ભયો.. પછી એના પરિણામને જાણવાની, અંશમાત્ર પણ જિજ્ઞાસા-આતુરતા હોતી નથી. એટલે જ્ઞાનાવરણનો ક્ષયોપશમ પણ ન થવાથી એની ક્ષમતા પણ હોતી નથી. પરિણામ પ્રત્યેની ઘોર ઉપેક્ષા રાગાન્ધતા-દ્વેષાન્ધતાજન્ય હોવાથી આ દોષ અનંતાનુબંધીના ઉદયે થયેલો જાણવો.
(૮) નિષ્ફળારંભસંગત : એટલે કે વંધ્યક્રિયાવાળો. એની કોઈપણ ક્રિયાનું એને પુણ્યાનુબંધી પુણ્ય, ગુણપ્રાપ્તિ, મોક્ષ (નિર્જરા) વગેરેરૂપ વિશિષ્ટશુભફળ ક્યારેય મળતું નથી, માટે એ વજ્ન્મ ક્રિયાવાળો હોય છે.
દુઃખ આવે તો એ નિર્જરાફલક બનતું નથી. સુખ આવે તો એમાં ત્યાગ, સદુપયોગ કે અનાસક્તિરૂપ શુભફળ હોતું નથી. અનુકૂળ સંયોગ-સામગ્રી મળે તો પણ આત્મસાધનારૂપ ફળ મળતું નથી. તથા એના બધા વાણી-વિચાર-વર્તન અતત્ત્વના અભિનિવેશવાળા જ હોય છે. આવી બધી પરિસ્થિતિનું મૂળ છે અતત્ત્વદૃષ્ટિ. પુદ્ગલષ્ટિ એ અતત્ત્વદૃષ્ટિ છે. સિદ્ધસ્વરૂપની માન્યતાવાળી શુદ્ધ આત્મદૃષ્ટિ કે ગુણદૃષ્ટિ એ તત્ત્વદૃષ્ટિ છે. નિર્મળ સમ્યગ્દર્શનવાળા જીવની કે તીવ્ર ક્ષયોપશમ ધરાવતા દેશવિરતિધર-સર્વવિરતિધર જીવની સારીક્રિયા તો નિર્જરાફલક ને ગુણપ્રાપક હોય જ છે. પણ એની નરસી ક્રિયા પણ પશ્ચાત્તાપ સહકૃત થઈને નિશ્ચયનયે નિર્જરાફલક બનતી હોય છે. અપુનર્બન્ધક તથા મંદક્ષયોપશમ ધરાવતા સમ્યક્ત્વી, દેશવિરત કે સર્વવિરત જીવની સારી પ્રવૃત્તિ નિર્જરાફલક ને ગુણપ્રાપક હોય છે=ક્ષયોપશમને નિર્મળ કરનારી હોય છે. પણ નરસી પ્રવૃત્તિ મુખ્યતયા એવી હોતી નથી. અપેક્ષાએ બંધકારક ને દોષકારક=ક્ષયોપશમને મલિન કરનારી હોય છે. જ્યારે અચ૨માવર્તવર્તી જીવની તો સારી કે નરસી.. બધી જ પ્રવૃત્તિ નિષ્ફળ હોય છે, કારણ કે અતત્ત્વના અભિનિવેશવાળી હોય છે. આ અતત્ત્વનો અભિનિવેશ મિથ્યાત્વ મોહનીયના ઉદયના કારણે હોય છે.
ભવાભિનંદી જીવના કહેલા આ આઠે દોષો અચરમાવર્તમાં હોય જ છે. ને આનાથી વૈપરીત્ય=અક્ષુદ્રતા વગેરે ગુણો ક્યારેય હોતા નથી. ક્યારેક એ જોવા મળે તો એ સ્વાર્થ સાધી લેવાના નિમિત્તે જ હોય. ‘લાલો