________________
પત્રસુધા તેમાં જણાવ્યા પ્રમાણે આચરણ નથી થતું ત્યાં સુધી આત્માનું કલ્યાણ થતું નથી. આટલી સૂચના લક્ષમાં રાખી કાળજીપૂર્વક અભ્યાસ કરશે તે અમૃત કરતાં પણ વિશેષ હિતકારી એ વચનનો સંગ્રહ છે. તે જીવને આત્મા ઓળખવા માટે યોગ્યતા અર્ધી સદ્ગુરુને યોગ થતાં આત્મહિત થાય તેવી દશા પ્રાપ્ત કરાવવા સમર્થ છે. પુસ્તકમાં વિષયો ગહન છે તેમાંથી સમજાય તેટલું વાંચજે. મોટા પંડિતોને પણ સમજવું મુશ્કેલ થાય તેવી વાતો પણ છે તે હાલ ન સમજાય તે પડી મૂકવી. “આત્મસિદ્ધિનો વિચાર કરશે, વીશ દેહરા વગેરેથી ભક્તિભજનમાં રહેશે. સહનશીલતા, સંતોષ ધારણ કરશે. જિજ્ઞાસાની તથા વૈરાગ્યની વૃદ્ધિ કરી પ્રમાદ તજવાયોગ્ય છેજી.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, કાર્તિક સુદ ૧૧, રવિ, ૧૯૮૭ કહાં જાયે કહાં ઊપને, કહાં લડાયે લાડ;
ક્યા જાણે કિસ ખાડમે, જાય પડેગે હાડ! સેવાથી સદ્ગુરુકૃપા, સદ્ગુરુકૃપાથી જ્ઞાન;
જ્ઞાન-હિમાલય સબ ગળે, શેષ સ્વરૂપ નિર્વાણ. આપે પુસ્તકમાંથી વાંચવા સંબંધી પુછાવ્યું તેના ઉત્તરમાં જણાવવાનું કે ડું વંચાય તેની હરકત નહીં, પણ વારંવાર વાંચી તેમાં કહેલે અર્થ વિચારવામાં વિશેષ કાળ જાય તેમ કર્તવ્ય છે. જે અવકાશ હોય તે યથાશક્તિ તેમાંથી નિયમિત રીતે વંચાય તે હિતકારી છે. “અમૃતની નાળિયેરી” જેવાં પુરુષનાં વચનમાં જેટલો કાળ જશે તેટલો લાભકારક છે. અપૂર્વ અવસર, છ પદને પત્ર, ભક્તિના વીસ દુહા, ક્ષમાપનાનો પાઠ વગેરે જે મુખપાઠે કર્યું હોય તે રોજ બેલાય, વિચારાય તો સારું. જેમ જેમ સત્સંગ-સમાગમને પ્રસંગ વિશેષ થાય, ઉપશમ-વૈરાગ્યની વૃદ્ધિ થાય તેમ તેમ જ્ઞાનને આવરણ કરનાર કર્મ ઘટવાથી સમજણ વિશેષ પડતી જાય. હાલ જેટલું સમજાય તેટલું સમજી; ન સમજાય તે આગળ ઉપર સત્સમાગમે સમજવાની ભાવના રાખવી કર્તવ્ય છે. પ્રથમ કાર્ય મનુષ્યભવમાં કરવાગ્ય એ છે કે “સત્' વસ્તુની જિજ્ઞાસાની વૃદ્ધિ કરવી અને તે પ્રાપ્ત કરાવે તેવા પુરુષને શોધી તેનાં વચનમાં વિશ્વાસ રાખવો એગ્ય છે. ભગવાને શ્રદ્ધાને પરમ દુર્લભ કહી છે. જેને એ શ્રદ્ધા આવી તેને પછી મોક્ષ દૂર નથી. પણ તે પ્રાપ્ત થવા માટે પુરુષના બોધની જરૂર છે, અને જીવને તે બધા ગ્રહણ કરી તેને વિચારી પ્રતીત કરવા જેટલી યેગ્યતાની પણ જરૂર છે. તેથી હાલ લેગ્યતા વધે તેવા પુરુષાર્થમાં રહેવું ઘટે છે. (૧) સર્વ પ્રાણી પ્રત્યે નિવૅરબુદ્ધિ તે મૈત્રીભાવના, (૨) જેનામાં સદ્દગુણ હોય તે દેખીને પ્રદ-ઉલ્લાસ થવો તે પ્રમોદભાવના, (૩) દુઃખી પ્રાણીઓ પ્રત્યે દયાભાવ તે કરુણાભાવના અને (૪) અનિષ્ટ વર્તનવાળા પ્રત્યે પણ દ્વેષભાવ ન રાખતાં મધ્યસ્થ રહેવું તે મધ્યસ્થ કે ઉદાસીન ભાવના છે. તેને ઉપેક્ષાભાવના પણ કહે છે. આ ચાર ભાવનાઓ રેજ ભાવવાથી યેગ્યતા પ્રાપ્ત થાય છે, એમ પરમકૃપાળુદેવે જણાવેલું છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ