________________
પત્રસુધા
પs સ્વપ્નદશા નિવૃત્ત થાય? તેને વિચાર મુમુક્ષુ જીવ કરે છે. કારણ કે આ પ્રશ્નનો ઉકેલ આવ્યા વિના જીવની અનાદિની ભૂલ મટવી મુશ્કેલ છે. પાંચ ઇન્દ્રિયના વિષયમાં લુપતા જીવને વર્તે છે, તેની પ્રિયતા ચિત્તમાં ઘર કરીને બેઠી છે. તે એવી જબરી છે કે કેટલાક કાળ અમુક ઇન્દ્રિયના વિષયોને ત્યાગ કરવામાં આવે તો પણ તેની રુચિને ત્યાગ થતું નથી. એ સંસાર વાસનાનું મૂળ શાથી છેદાય ? વતનિયમથી પણ તે નિર્મળ થતી નથી; તે તેને માટે કઈ બીજો જ ઉપાય હોવો જોઈએ. મોટા પુરુષોએ વારંવાર વિચારીને તેનાં કારણ શોધ્યાં છે અને તેના ઉપાય જાણી આદરી તેથી મુક્ત થઈ મોક્ષે ગયા છે. આપણને પણ મુક્તિની ઈચ્છા હોય તે તે સિવાય બીજો માર્ગ નથી. મિથ્યાત્વ, અજ્ઞાન, વિપરીત માન્યતા – એ જ સર્વ દુઃખનું કારણું પુરુએ કહ્યું છે અને વિચારવાનને તે કારણે સિવાય બીજા કશાને ભય હોતું નથી. લોકલજજા, પરિશ્રમ, નિંદા, કીર્તિ આદિને નહીં ગણતાં, માત્ર અજ્ઞાનને નાશ કરવા મુમુક્ષુ જીવ કેડ બાંધી તૈયાર થાય છે, અને તે કેમ દૂર થાય તેને વિચાર કરતાં તેને જણાશે કે જેને આત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, સમ્યકત્વ જેને પ્રગટ થયું છે એવા સપુરુષના વચન વિના કોઈ કાળે મિથ્યાત્વ-અજ્ઞાનરૂપી અનાદિ ભૂલ મટવાની નથી.
“જીવની ઉત્પત્તિ અને રેગ, શોક, દુઃખ, મૃત્યુ,
દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે; એ જે અનાદિ એકરૂપને મિથ્યાત્વ ભાવ,
જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે.” પુરુષને બેધ એ દર્શન મોહિનીય કર્મરૂપ વિપરીતપણું ટાળી સમ્યક્ શ્રદ્ધા પ્રગટાવે છે, અને સમ્યક્દર્શન કે શ્રદ્ધા પ્રગટવાથી મોક્ષને માર્ગ મોકળો થાય છે. તેને મોક્ષ વિશેષ દૂર નથી, પણ સ્વસ્વભાવરૂપ મોક્ષને તે જીવ પામે છે. આવી ઉત્તમ કમાણ આ મનુષ્યભવમાં પ્રાપ્ત થઈ શકે છે. તેની તરફ દષ્ટિ નહીં રાખતાં જીવ સ્ત્રી, પુત્ર, કુટુંબ, ધન આદિમાં જ વૃત્તિ રેકી રાખે છે. તેથી આ ભવમાં કરવા ગ્ય કાર્ય રહી જશે અને મરણ તે આવીને ઊભું રહે છે, અથવા આયુષ્ય ક્ષણે ક્ષણે એછું થાય છે તે મરણ જ છે. તેને વિચાર કરી સમજવા યોગ્ય આત્મસ્વરૂપ માટે વિશેષ કાળજી રાખવી ઘટે છે. કાળ ગટકાં ખાઈ રહ્યો છે, લીધે કે લેશે થઈ રહ્યું છે, તે આ જીવ કયા કાળને લજે છે? મેક્ષની સરખામણીમાં મોટા ચક્રવર્તીનું સુખ પણ વિઝાના કીડા જેટલું પણ નથી તો આ જીવ સંસારમાં શું સુખ દેખી રહ્યો છે કે જેને લઈને અનેક પ્રકારના પ્રતિબંધ કરી પરિભ્રમણનાં કારણે એકઠાં કર્યા કરે છે? હે જીવ! આ ફ્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. કંઈક વિચાર પ્રમાદ છોડી જાગ્રત થા, જાગ્રત થા. નહીં તે રત્નચિંતામણિ જે આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે પુરુષની આજ્ઞા નિશ્ચયે ઉપાસવા યોગ્ય છે.” (૫૦૫) આમ પરમકૃપાળુદેવે પરમ ઉપકાર કરી જીવને જાગ્રત કરવા પિકાર કર્યો છે. પુરુષોએ પરમાર્થે કહેવામાં કંઈ બાકી રાખી નથી, પણ જીવે તેમની આજ્ઞા ઉઠાવવામાં, તે પ્રમાણે કરવામાં ખામી રાખી છે. મનુષ્યભવ, યુવાન અવસ્થા, પાંચ ઇન્દ્રિયનું બળ, આરોગ્ય આદિ સામગ્રી છે ત્યાં સુધી ધર્મ આરાધી લેવા ભગવંતે કહ્યું છે. પછીથી વૃદ્ધા