________________
પત્રસુધા સંસાર ઊભે કરાવનાર મરણ સમાન છે, તે જ ખરું મરણ છે. આયુષ્યને અંતે મરણ છે તે તે સમજુ છવને મહોત્સવ સમાન છે. જીવતાં પુરુષ કે તેને વિશ્વાસ કરનાર જીવતાં છે. સમયે સમયે મરણું સંભારી સંસાર પરથી આસક્તિ ઓછી કરી પરમાત્મભાવ માટે પરમપુરુષને શરણે પુરુષાર્થ કર્તવ્ય છે. “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.”
૩૬
અગાસ, ચૈત્ર વદ ૭, ૧૯૮૬ દેહા – સંત-શિરોમણિ સદ્ગુરુ, કૃપાળુદેવ દયાળ;
વંદું વળી વળી આપને, કર અંજલિ નિજભાલ, ન્યાય-નીતિના તત્ત્વ શું, પ્રમાણિકતા સાર;
પ્રમાણિક પ્રવૃત્તિથી, પામે દુખને પાર. પાઘડીને છેડે કસબ” એવી કહેવત છે તેમ અનાદિકાળના પરિભ્રમણમાં આ મનુષ્યભવ પ્રાપ્ત થયા છે તે મહા દુર્લભ વસ્તુ છે. તેની કિંમત જીવને સમજાઈ નથી તેથી ગમે તેમ આ જિંદગીની અમૂલ્ય પળે જીવ વેડફી ઉરાડી દે છે. તેમ ન બને માટે પરમકૃપાળુદેવે પ્રથમ જ પુષ્પમાળા-૬૫માં જણાવ્યું છે કે “વખત અમૂલ્ય છે, એ વાત વિચારી આજના દિવસની ૨,૧૬,૦૦૦ વિપળને ઉપયોગ કરજે.” વળી એક પત્રમાં પણ જણાવ્યું છે કે ચક્રવર્તીની સમસ્ત સંપદા કરતાં મનુષ્યભવને એક સમય વિશેષ મૂલ્યવાન છે, પણ જો તે દેહાથે ગાળવામાં આવે તે ફેટી બદામની કિંમતનો પણ નથી. આટલે બધો ભાર દઈને તે પરમકૃપાળુ પ્રભુએ આપણને ચેતાવ્યા છે કે પૈસા પાછળ ચિત્ત દોડાવી પશુ સમાન જીવન ગાળવું સમજુ માણસને પાલવે તેમ નથી. ઉપર જણાવ્યું છે તેમ રત્નચિંતામણિ જેવી ૨,૧૬,૦૦૦ વિપળને વેપાર દરરેજ આ ભવમાં મનુષ્યને કરવાનું છે, તે તેની આગળ લક્ષાધિપતિને પણ હિસાબ નથી. મોક્ષનું સાધન કરવા અર્થે આ મનુષ્યભવ છે એમ જેને સમજાયું હોય તેને નકામે વહી જતે કાળ કેટલે વસમું લાગે ? લાખો રૂપિયા વેપારમાં જેને ખેટ આવી હોય અને જેમ ખાવું, પીવું, ગમ્મત કરવી તેને ન ગમે તેમ જેના દિલમાં વૈરાગ્યની જાગૃતિ હોય તેને આ મનુષ્યભવ કેવા પ્રકારે ગાળ જોઈએ અને કેવી રીતે આજ સુધી કાળ વહ્યો ગયે અને હવે કેમ તેનો દુરુપયેગ ઘટાડવો તેની ચિંતવનામાં તેને તુચ્છ ઇક્રિયાધીન સુખમાં કેમ ગોઠે? કેમ આ ઇંદ્રજાલ જેવા ઠગારા જગતમાં ગમ્મત લાગે?
વ્યસનને વશ થયેલે કેઈ નગરશેઠને દીકરે જુગાર આદિ ગુનામાં પકડાયેલ હોય અને પિલીસના હાથમાંથી છૂટી શકે તેમ ન હોય તે પણ તેને બાંધીને કચેરીમાં લઈ જતાં જેવી શરમ આવે અને પિતાના બાપનું નામ વગેવાય છે એમ જેમ લાગે છે તથા વિચાર કરે છે કે અહ, મારે ત્યાં લાખો રૂપિયા છતાં આવી ભિખારી જેવી મારી દશા મને છાજતી નથી, તેમ વિચારણું જેને જાગી છે, પિતાનું ભાન જેને થયું છે તે સદ્ગુરુને કૃપાપાત્ર શિષ્ય એ જ વિમાસણમાં રહે છે કે અહે, મારું શુદ્ધ સ્વરૂપ તે પરમકૃપાળુ પરમાત્માએ જણાવ્યું છે તેવું કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયક સમ્યકત્વ આદિ અક્ષય અનંત ગુણવાળું છતાં મારી કેવી મૂર્ખાઈ કે ભિખારીની પેઠે પાંચ ઇંદ્રિયને વશ થઈ અનેક જન્મમરણનાં