________________
બોધામૃત વસ્થા, વ્યાધિ, પીડા, ઇંદ્રિની હાનિ, મરણ આદિ અશુભ ઉદયના પ્રસંગે ધર્મ કરવો હશે તે પણ નહીં બને. માટે જ્યાં સુધી જોગવાઈ છે ત્યાં સુધી ફરજ બજાવી લેવી એગ્ય છે. આપણું ધાર્યું કંઈ થતું નથી અને બનનાર બન્યું જાય છે ત્યાં આત્મહિતાર્થે પુરુષાર્થ કર્તવ્ય છે, એમ ગણી સંસાર-ચિંતાઓ ઓછી કરી ધર્મને લહાવો લઈ લેવા કેમ્પ છે, સત્સંગ, સપુરુષને બોધ, તેનાં વચન-આજ્ઞા ઉપાસવાની ભાવના નિરંતર કર્તવ્ય છે. 8 શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૯
અગાસ આસો સુદ ૧૪, સોમ, ૧૯૮૬ આપે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ વાંચવાની ઈચ્છા જણાવી તેના ઉત્તરમાં જણાવવાનું કે એ ગ્રંથ સર્વ શાસ્ત્રના સારરૂપ છે. તેને નિયમિત અભ્યાસ શ્રદ્ધાપૂર્વક યથાશક્તિ થાય તે લાભનું કારણ છે તથા સત્પરુષના વિયેગમાં પરમ અવલંબન તથા માર્ગદર્શક રૂપ છે. તેનાથી પાંચ ઇંદ્રિયેના વિષે પ્રત્યે રુચિ ઘટી પરમપદ પામવાની રુચિ જાગ્રત થાય તેવું ઉત્તમ નિમિત્ત છે, અને તે વાંચન મુમુક્ષુજને અવશ્ય કર્તવ્ય છે. તે સદ્બોધના શ્રવણ, મનન, નિદિધ્યાસનથી મોક્ષમાર્ગ પ્રાપ્ત થવા ગ્ય છે. ઉત્તમ તે એ છે કે સત્સમાગમમાં તેનું શ્રવણ, મનન કરવા ગ્ય છે, પણ પુરુષને વેગ ન હોય તે પિતાના જેવી યેગ્યતાવાળા સત્સંગીઓને આત્માર્થે સત્સંગ કરવાગ્ય છે. તે પણ જોગ ન હોય તે પિતાનાથી બને તેટલા ઉત્સાહથી પવિત્રતાપૂર્વક તે પુરુષના બહુમાનપણા સહિત સંયમપૂર્વક યથાગ્ય સદુવાંચન, મનન કર્તવ્ય છેજી. સામાન્ય જાતનાં છાપાં, પુસ્તકો વાંચવાની હાલની ઢબ પ્રમાણે સૂતાં સૂતાં કે મુસાફરીમાં વખત ગાળવા ખાતર અવ્યવસ્થિતપણે કે નિરાદરપણે તે વાંચવા ગ્ય નથી, પણ જેમ સદ્ગુરુ પાસે જઈએ ત્યારે વંદન સ્તુતિ વગેરે કરીએ છીએ તેમ જ્યારે અવકાશ હોય ત્યારે તે પુસ્તક વાંચતાં પહેલાં નમસ્કાર કરવા અને વિચારવું કે હે ભગવાન! આ કળિકાળમાં આ મનુષ્યભવને લૂંટી લેનાર અનેક સાધને છે તેમાંથી મુક્ત થઈ, જાણે બે ઘડી મરી જ ગયે હતું એમ વિચારી, બે ઘડી આ આત્માના કલ્યાણને અર્થે આપનાં વચનનું શ્રવણું કરવાને, વાંચન-મનન કરવાનો મને જે અવકાશ મળે છે તે મારું મહાભાગ્ય માનું છું અને બધા વિચારે તજી, આપને જણાવેલ બધ જ મને શ્રેયસ્કારી છે એમ વિચારી, આપના પ્રત્યક્ષ સમાગમતુલ્ય આપના પ્રત્યક્ષ વચનનાં શ્રવણ-મનનને આનંદ મને પ્રાપ્ત થાઓ અને મારા દોષ દૂર થઈમેક્ષનું કારણ જે સમ્યફદર્શન તેનું નિમિત્ત આપને બાધ નીવડે, એવી ભાવના વડે દરરોજ નાહીને કે જ્યારે બે ઘડી અવકાશ મળે અને બીજા વિચાર દૂર કરી એકાંતમાં બેસવાને વખત મળે ત્યારે શ્રદ્ધાપૂર્વક “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ વાંચવાથી ઘણું લાભનું કારણ છે. પણ કોઈ પણ પ્રકારના આ લેકના સુખની અ૯પ પણ ઈચ્છા એમાં રાખવી ઘટતી નથી. મેક્ષ સિવાય બધી ઈચ્છાઓ તજી, માત્ર મોક્ષ માટે જે જે ઉપાય તેમાં દર્શાવ્યા છે તેને સમજવાની અને તે પ્રમાણે યથાશક્તિ વર્તવાની ભાવના રાખી ન્યાયનીતિપૂર્વક વર્તી નિરભિમાની અને વિનયી બનવાની જરૂર છે, કારણ કે ધર્મનું મૂળ વિનય છે.
જ્યાં ડોળ, દેખાવ અને અભિમાન હોય ત્યાં ધર્મનાં વચન હૃદયમાં ઊતરવાને બદલે જીભ સુધી જ જઈને અટકી જાય છે, વાંચીને કેઈને કહેવામાં, ડાહ્યો ગણાવામાં આનંદ માની લે છે, પણ