________________
૪૭
ઉપદેશપદ : ભાગ-૨ ___'परिणामविशेषेण' मृदुमध्याधिमात्ररूपतया परिणामानां भेदेन, इत एषु प्रत्येकबुद्धादिषु मध्येऽन्यतरभावं प्रत्येकबुद्धादिलक्षणमधिगम्य प्राप्य 'सुरमनुजासुरमहितो' देवमानवदानवाभ्यर्चितः 'सिध्यति' निष्ठितार्थो भवति जीवो धुतक्लेशः सन् ॥४२०॥
દેવદ્રવ્ય રક્ષા આદિનો પરિણામ એકસ્વરૂપ હોવાથી આ પ્રત્યેકબુદ્ધાદિ રૂપ ફલભેદ કેવી રીતે થાય? (બધાનો દેવદ્રવ્યની રક્ષા કરવા રૂપ પરિણામ એક સ્વરૂપ હોવા છતાં એક પ્રત્યેકબુદ્ધ થાય, એક ગણધર થાય અને એક તીર્થંકર થાય એવા ભેદનું શું કારણ?) આવા પ્રશ્નના ઉત્તરમાં ગ્રંથકાર કહે છે
ગાથાર્થ–પરિણામવિશેષથી પ્રત્યેકબુદ્ધાદિમાંથી કોઈ એક ભવને પામીને દેવ-મનુષ્યદાનવોથી પૂજાયેલો તે ક્લેશોનો ત્યાગ કરીને સિદ્ધ થાય છે.
ટીકાર્થ–પરિણામવિશેષથી=પરિણામોના મૃદુપ્રમાણ, મધ્યપ્રમાણ અને અધિક પ્રમાણ એવા ભેદથી.
તાત્પર્યાર્થ–પરિણામના સ્વરૂપમાં ભેદ નથી, કિંતુ પરિણામના પ્રમાણમાં ભેદ છે. દેવદ્રવ્યની રક્ષાનો પરિણામ કોઇને મૃદુ(ત્રજઘન્ય) હોય છે, કોઈને મધ્યમ હોય છે અને કોઈને અધિક(=ઉત્કૃષ્ટ) હોય છે. આથી કોઈ પ્રત્યેકબુદ્ધને યોગ્ય પરિણામથી પ્રત્યેકબુદ્ધ થાય છે, કોઈ ગણધરને યોગ્ય પરિણામથી ગણધર થાય છે, અને કોઈ તીર્થકરને યોગ્ય પરિણામથી તીર્થંકર થાય છે. સિદ્ધ થાય છે=જેને હવે કશું કરવાનું રહેતું નથી તેવો થાય છે. (૪૨૦) अथ शीतलविहारी देव इत्येतद् गाथाष्टकेन व्याख्यातुमाहदेवो नामणगारो, कम्मगुरू सीयलो विहारेण । निद्धंधसो त्ति मरिउं, भमिओ संसारकंतारे ४२१॥ सीयलविहारओ खलु, भगवंतासायणाणिओगेण । तत्तो भवो अणंतो, किलेसबहुलो जओ भणियं ।।४२२॥ तित्थयरपवयणसुयं, आयरियं गणहरं महिड्डीयं । आसायंतो बहुसो, अणंतसंसारिओ होति ॥४२३॥ सो तम्मि तविवागा, हीणो दुहिओ य पेसणयकारी । विहलकिरियाइभावो, पायं होत्तूण मंदमती ॥४२४॥
खविऊण तयं कम्मं, जाओ कोसंबिमाहणसुओ त्ति । विजामंतोऽगुरुगो, चिंता ओसरण निक्खमणं ॥४२५॥