________________
૧૧૨
ઉપદેશપદ : ભાગ-૨ ___'गुणस्थानकपरिणामे' सम्यग्दर्शनादिगुणविशेषपरिणतिलक्षणे सति, उपदेशं तीर्थकरगणधरादिप्रज्ञापनारूपमन्तरेणापि 'नो' नैव 'तद्व्याघातपरः' स्वयमेव स्वगतगुणस्थानकपरिणतिव्याहतिप्रधानो नियमेन भवति जीव इति, प्रस्तुतगुणस्थानकात्यन्ताराधनावशेन तद्बाधकसङ्क्लेशानां हानिभावादिति ॥५०३॥
વળી
ગાથાર્થ–ગુણસ્થાનકનો પરિણામ વિદ્યમાન હોય ત્યારે જીવ ઉપદેશ વિના પણ નિયમા પોતાનામાં રહેલ ગુણસ્થાનક પરિણામનો નાશ કરવામાં તત્પર બનતો નથી.
ટીકાર્ચ–ગુણસ્થાનકનો પરિણામ= સમ્યગ્દર્શનાદિગુણ વિશેષનો પરિણામ. ઉપદેશ=તીર્થકર અને ગણધર આદિની પ્રરૂપણા.
ગુણસ્થાનકનો પરિણામ વિદ્યમાન હોય ત્યારે જીવ ઉપદેશ વિના પણ નિયમો પોતાનામાં રહેલ ગુણસ્થાન પરિણામનો જાતે જ નાશ કરવામાં તત્પર બનતો નથી. કારણ કે પ્રસ્તુત ગુણસ્થાનકની અતિશય આરાધનાના કારણે ગુણસ્થાનકના બાધક સંક્લેશોની હાનિ થઈ જાય છે. (૫૦૩)
एत्थवि आहरणाई, णेयाइंऽणुव्वएवि अहिगिच्च । इठ्ठत्थसाहगाई, इमाइं समयम्मि सिद्धाइं ॥५०४॥
મન્નર'પૂર્વાર્થ માદરનિ દષ્ટાન્નક્ષપનિ વિદ્યાનિ' વોનિ, “સव्रतानि' स्थूलप्राणातिपातविरमणादीनि रात्रिभोजनविरतिं च, न केवलं प्रागुक्तेष्वथेष्वित्यपिशब्दार्थः, अधिकृत्याश्रित्य । कीदृशानीत्याह-'इष्टार्थसाधकानि' वक्तुमिष्टार्थसंसिद्धिकारणानि । 'इमानि' वक्ष्यमाणानि 'समये' जिनप्रवचने 'सिद्धानि' प्रतिष्ठितानि ॥५०४॥
ગાથાર્થ—અહીં અણુવ્રતોને આશ્રયીને પણ શાસ્ત્રમાં રહેલાં ઇષ્ટાર્થસાધક આ દૃષ્ટાંતો જાણવાં.
ટીકાર્ય–અહીં=પૂર્વે જે અર્થ કહ્યો છે તે અર્થમાં (ગુણસ્થાનકનો પરિણામ હોય ત્યારે જીવ પોતાનામાં રહેલા ગુણસ્થાનક પરિણામનો નાશ કરવામાં તત્પર બનતો નથી એ અર્થમાં).
અણુવ્રતો-સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વગેરે પાંચ અને છઠું રાત્રિ ભોજન વિરમણ વ્રત.
“અણુવ્રતોને આશ્રયીને પણ” એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે-કેવળ પૂર્વોક્ત અર્થોમાં જ દૃષ્ટાંતો જાણવા એમ નહિ, કિંતુ અણુવ્રતોને આશ્રયીને પણ દષ્ટાંતો જાણવાં. ઈષ્ટાર્થસાધક કહેવાને માટે ઇચ્છેલા અર્થની સિદ્ધિ કરનારાં. આ=હવે પછીની ગાથાઓમાં કહેવાશે તે. (૫૦૪)