________________
ઉપદેશપદ : ભાગ-૨
ભારેકર્મી—જેને દૃઢ ચારિત્રમોહનો ઉદય થયો છે તેવો જીવ.
બીજો—જેને જિનવચનનો સાર પરિણમ્યો છે તેવો બીજો.
૪૩૩
સંશય, વિપર્યય અને અનધ્યવસાયથી હીનતાને પમાડાયેલું જિનવચન અંગાંગી ભાવે (=અભેદ ભાવે) પરિણમ્યું ન હોવાથી અભવ્યજીવ જિનોપદેશને કરતો નથી, પ્રવૃત્તિથી તો કરતો નથી, કિંતુ માત્ર ઇચ્છાથી પણ કરતો નથી, અર્થાત્ તેને જિનવચન કરવાની માત્ર ઇચ્છા પણ થતી નથી. તેવી રીતે જેને જિનવચનનો સાર પરિણમ્યો છે તેવો અન્યજીવ પણ ભારેકર્મી હોવાના કારણે અપ્રમાદ રૂપ પ્રવ્રજ્યાનો સ્વીકાર કરતો નથી. આથી જ કહેવાય છે કે—“સમ્યગ્દષ્ટિ પણ અને શાસ્ત્રનો શાતા પણ જીવ અત્યંત વિષયસુખના રાગને વશ થઇને સત્યકી વિદ્યાધરની જેમ મોહથી વિહ્વલ બનીને ભવસંકટમાં પડે છે.” (ઉપ. મા. ગા. ૧૬૪) (૯૩૨)
अथ प्रस्तुतं निगमयन्नाह
एवं जिणोवएसो, उचियाविक्खाए चित्तरूवोत्ति । अपमायसारयाएवि, तो सविसय मो मुणेयव्वो ॥९३३॥
' एवं ' गुरुकर्मणां प्रव्रज्याप्रतिपत्त्यसहिष्णुत्वे सति 'जिनोपदेश: ' सर्वज्ञप्रज्ञापनारूपः 'उचितापेक्षया' यो यत्प्रमाणस्योपदेशस्य योग्यस्तदपेक्षया 'चित्ररूपो' नानारूपतया प्रवर्त्तते । इति प्राग्वत् । 'अप्रमादसारतायामपि' अप्रमादः सारः करणीयतया यत्र जिनोपदेशे स तथा तस्य भावस्तत्ता तस्यामपि, तत्तस्मात् 'सविषय: ' सगोचरो, 'मो' इति पूर्ववत्, मुणितव्यः । यदा हि जिनोपदेशश्चित्ररूपतया व्यवस्थितोऽप्रमादसारोऽपि, तदाऽपुनर्बन्धकादीन्निर्वाणमार्गप्रज्ञापनायोग्यानधिकृत्य केचित्सामान्यदेशनायाः, केचित् सम्यग्दृष्टिगुणयोग्यप्रज्ञापनायाः, केचिद्देशविरतिगुणस्थानकार्ह-प्ररूपणायाः, केचिन्निधूतचारित्रमोहमालिन्या अप्रमत्ततारूपप्रव्रज्यादेशनाया योग्या इति नाविषयाऽप्रमत्तताપ્રજ્ઞાપના કૃતિ ભુરૂરૂા
પ્રસ્તુત વિષયનો ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ-આ પ્રમાણે જિનોપદેશ ઉચિતજીવની અપેક્ષાએ વિવિધ પ્રકારનો છે. જિનોપદેશમાં કર્તવ્ય તરીકે અપ્રમાદની પ્રધાનતા હોવા છતાં જિનોપદેશ સવિષય જાણવો. ટીકાર્થ—આ પ્રમાણે—ભારેકર્મી જીવો પ્રવ્રજ્યાનો સ્વીકાર કરવામાં અસમર્થ હોવાના કારણે. ઉચિતજીવની અપેક્ષાએ—જે જીવ જે કક્ષાના ઉપદેશને યોગ્ય હોય તે જીવની અપેક્ષાએ.