Book Title: Updeshpad Granth Part 02
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૫૨૩
ઉપદેશપદ : ભાગ-૨ 'कुशीलसंसर्गिः' असदाचारजनालापसंवासादिलक्षणा । यतः पठ्यते-"अम्बस्स य નિષ્કસ ' ત્યાદ્રિ વયિતવ્યા. જોધાયઃ' વષાયા: ક્ષત્તિર્વિવાર્નવसन्तोषावलम्बनेन । तथा, 'सततं' निरन्तरं प्रमादश्चाज्ञानसंशयमिथ्याज्ञानादिरष्टप्रकारो वर्जयितव्यः, तस्यैव सर्वानर्थमूलत्वात् । यथोक्तम्-"यन्न प्रयान्ति पुरुषाः, स्वर्गे यच्च प्रयान्ति विनिपातम् । तत्र निमित्तमनार्यः प्रमाद इति निश्चितमिदं मे" ॥१०३७॥
ઉપાયોને જ ચાર ગાથાઓથી કહે છે
ગાથાર્થ–ટીકાર્થ-(૧) અતિશય પ્રમોદથી પરિપૂર્ણ મનવાળા બનીને શાસ્ત્રજ્ઞાતાઓની (=સર્વપ્રણીત આગમના રહસ્યોને જાણનારાઓની) સેવા કરવી. (૨) શાસ્ત્રજ્ઞાતાઓનો આત્મહિતકર ધર્મોપદેશ દરરોજ સાંભળવો. (૧૦૩૪)
ગાથાર્થ-(૩) યથાશક્તિ દાન આપવું. ૪) પરપીડા ન કરવી. (૫) અસંકલ્પ કરવો. (૬) ભવસ્વરૂપનું ચિંતન કરવું.
ટીકાર્થ–યથાશક્તિ દાન આપવું–શાનદાન, અભયદાન, ધર્મોપગ્રહદાન અને અનુંકપાદાન પોતાની શક્તિ પ્રમાણે આપવું.
પરપીડાનકરવી–મનથી વચનથી અને કાયાથી બીજાઓને સંતાપ પમાડવા રૂપ પીડા ન કરવી.
અસંલ્પ કરવો–સંકલ્પ એટલે પુરુષો માટે સ્ત્રી સંબંધી રાગનો પરિણામ અને સ્ત્રીઓ માટે પુરુષસંબંધી રાગનો પરિણામ. કહ્યું છે કે-“હે કામ! તારું મૂળ (=ઉત્પત્તિ સ્થાન) હું જાણું છું. તું સંકલ્પમાંથી ઉત્પન્ન થાય છે. આથી હું સંકલ્પ જ નહિ કરું. તેથી તું મને શું કરશે?” સંકલ્પથી વિપરીત અસંકલ્પ છે. અસંકલ્પ એટલે વિષય વિરાગ. અસંકલ્પ કરવો એટલે વિષય વિરાગ કરવો. વિષયોનો અનુરાગ જ સર્વ અનર્થોનું અને વિષયો પ્રત્યે વિરાગ જ સર્વ શુભફળનું મૂળ છે. કહ્યું છે કે–“હે રાજેન્દ્રા બાહુબલિનો જય થયો અને રાવણનું પતન થયું એમાં જિતાયેલી અને નહિ જિતાયેલી ઇંદ્રિયો કારણ છે.” અથવા સંકલ્પ એટલે યોગ્ય પદાર્થ સંબંધી પ્રબળ ભાવ. (જેમકે કોઇપણ સંયોગોમાં એકાસણાથી ઓછું પચ્ચકખાણ ન કરવું, કોઈપણ સંયોગોમાં જિનપૂજા કર્યા વિના ન રહેવું ઇત્યાદિ.)
૧. બીજા અર્થમાં બ્રિોડસંવો એવા અવગ્રહવાળા પાઠના સ્થાને વાયવ્યો સંપો એવો અવગ્રહ વિનાનો
પાઠ સમજવો.

Page Navigation
1 ... 528 529 530 531 532 533 534 535 536 537 538