Book Title: Updeshpad Granth Part 02
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust
Catalog link: https://jainqq.org/explore/022108/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃસ્મરણીય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત શ્રુતહેમનિકષ શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજ વિરચિત ટીકા સહિત ઉપદેશપદ ગ્રંથ ગુજરાતી ભાવાનુવાદ ભાગ-૨ ભાવાનુવાદકાર પૂ. આ. શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજ Page #2 -------------------------------------------------------------------------- ________________ Sજ ધરણેન્દ્ર પદ્માવતી સંપૂજિતાય હ્રીં શ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરીશ્વરેભ્યો નમઃ હું નમ: પ્રાતઃસ્મરણીય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત શ્રુતમનિકષ શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજ વિરચિત ટીકા સહિત ઉપદેશપદ ગ્રંથનો ગુજરાતી ભાવાનુવાદ (ભાગ-૨) : ભાવાનુવાદકાર : પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રદ્યોતક પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરિ મહારાજ : બૃહત્કથાનુવાદકાર : પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય વીરશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ.પૂ. મુનિરાજ શ્રી સુમતિશેખરવિજયજી : સંપાદક : પ.પૂ. મુનિરાજ શ્રી ધર્મશેખરવિજયજી : સહયોગ : શ્રી દિવ્યશેખરવિરૂજી |ઃ પ્રકાશક : શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ C/o. હિન્દુસ્તાન મિલ સ્ટોર્સ, ૪૮૧, ગની એપાર્ટમેન્ટ, રતન ટોકીઝ સામે, આગ્રા રોડ, ભિવંડી-૪૨૧૩૦૫ | મૂલ્ય : રૂ. ૪૦૦ (ભાગ - ૧+૧) | વીર સંવત્ ઃ ૨૫૩૨ વિક્રમ સંવત્ : ૨૦૬૨ 4 - Page #3 -------------------------------------------------------------------------- ________________ પરિશુદ્ધ જિનાજ્ઞાનો પ્રભાવ પાથરતા ઉપદેશપદોયુક્ત ઉપદેશપદ ગ્રંથ'નું સુકૃત પ્રાતઃસ્મરણીય યાકિની મહત્તરાધર્મસુનુ ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા સુગૃહિત નામધેય પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલા અને પ્રકાંડ વિદ્વદ્વરેણ્ય સહસાવધાની પૂજ્યપાદ મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત ટીકાસહિતનો ઉપદેશપદ' ગ્રંથ ભાવાનુવાદકારકુલશૃંગાર જિનાજ્ઞામર્મજ્ઞ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજા દ્વારા ભાવાનુવાદ પામેલા આ ગ્રંથનું નિજજ્ઞાનનિધિ દ્વારા પ્રકાશન કરીને રાજકોટ (સૌ.) સ્થિત શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ ટ્રસ્ટ-રાજકોટ વર્ધમાનનગર સંઘે વિક્રમના આઠ-આઠ દાયકા સુધી નિર્ભેળ જિન સિદ્ધાંતની નિર્ભિકપણે પ્રરૂપણા કરી જનારા અને અમારો શ્રી સંઘ પણ જેઓશ્રીના સિદ્ધાંતોને વરેલો છે એવા વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી, મહારાજાના ભાવોપકાર તથા પૂજ્યપાદશ્રીના આજીવન અંતેવાસી બની સૂરિરામ' સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિપદે અધિષ્ઠિત પૂ.આ.શ્રી હેમભૂષણ સૂ. મ. ના શુભ આશિષથી તથા વર્ધમાનતપોનિધિ પૂ. મુ. શ્રી નયભદ્ર વિ. મ. ની પ્રેરણાથી મહાન સુકૃત કર્યું છે. પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા માર્ગસ્થપ્રજ્ઞાસંપન્ન મહાપુરુષોના રચાયેલા ગ્રંથોમાં અવગાહન કરવું અલ્પમતિ સાધુ-સાધ્વીજી ભગવંતો માટે કપરું છે. આજ સુધીમાં મોટા ૧૭ ગ્રંથોના વિશિષ્ટ ભાવાનુવાદ કરનારા પૂજ્યશ્રી ચતુર્વિધ શ્રી સંઘ ઉપર અનહદ ઉપકાર કરી રહ્યા છે. સહેજ પણ રસખંડિત ન થાય તે રીતે અન્વય ગોઠવીને અને ક્યાંક ગ્રંથકાર પરમર્થીના અંતઃસ્થલમાં રમતા ભાવને પ્રગટ કરીને પદાર્થની ગરિમા વધારવી એ પૂજ્યશ્રીની વિશિષ્ટતા છે. આ સંપૂર્ણ ગ્રંથ કદાચ કોઈ પુણ્યાત્મા અધ્યયન ન કરી શકે તો તેના માટે પણ ગ્રંથ વાંચવા આકર્ષણ ઉભું કરે તે રીતના મહત્ત્વના પદાર્થોને “સંક્ષિપ્ત સાર રૂપે સંગ્રહિત કરીને કરેલો ઉપકાર એ પરોપકારિતાના પ્રકર્ષને સૂચવનારો છે. પ્રસ્તુત ગ્રંથમાં પરિશુદ્ધ જિનાજ્ઞાનું મહત્ત્વ બતાવતાં ગાથા ૩૨૭ માં જણાવ્યું છે કે પરિશુદ્ધ આજ્ઞા અને અશુભ કર્મ એ બન્નેનો પાણી અને અગ્નિની જેમ વિરોધ છે. આથી પરિશુદ્ધ આજ્ઞા જ્યાં હોય ત્યાં અશુભ કર્મો ન રહે. આથી પરિશુદ્ધ આજ્ઞાથી અશુભ કર્મોનો ક્ષય થાય છે અને પરિણામે ભાવ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. ચતુર્વિધ શ્રી સંઘ પરિશુદ્ધ આજ્ઞાના બહુમાનવાળો થશે તો ગ્રંથકારશ્રી, ટીકાકાર મહર્ષી તથા ભાવાનુવાદકારશ્રીનો ભાવોપકાર ખરેખર સાર્થક થશે. પૂજ્યશ્રીના સાહિત્યને ચતુર્વિધ શ્રી સંઘના કરકમલોમાં સ્થાપિત કરવાનું સદ્ભાગ્ય શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટને પ્રાપ્ત થાય છે. પૂજ્યશ્રીની નવી નવી કૃતિઓ અનેક ભવ્યાત્માઓના આર્થિક સહકારથી, અનેક શ્રી સંઘોની જ્ઞાનનિધિ દ્વારા પ્રકાશિત કરીને જિનશાસનનો શ્રુતવારસો વિસ્તૃત રહે એવા પ્રયત્નમાં અમે રત રહીએ એવી અભ્યર્થના. લિ. શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ Page #4 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ ભાગ-૨ ની અનુક્રમણિકા વિષય પૃષ્ઠ પૃષ્ઠ :: ૭૮ તાવ ........... 1 ... ૮૩ ......... . વિષય શુદ્ધાજ્ઞાયોગનું માહાત્મ ..... વૈદ્યશાસ્ત્રનીતિથી ઔષધનો કાળ .. વિમલ અને પ્રભાકર ચિત્રકારની કથા ...૪ નૈવેયકાદિનું સુખ પણ પારમાર્થિક નથી............. અધ્યાત્મરહિત અનુષ્ઠાન તુચ્છ મલસમાન .............. | મિથ્યાદૃષ્ટિ શા કારણે સુખ પામતો નથી ...... શુદ્ધાશાયોગથી અધ્યાત્મની પ્રાપ્તિ ........................૮ મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન અજ્ઞાન કેમ ?........ ગ્રંથિભેદ વિના શુદ્ધાજ્ઞાયોગનો અભાવ. ................૯ | મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન સંસારનું કારણ છે .... ...... વિષય પ્રતિભાસ જેવું દ્રવ્યશ્રુત અજ્ઞાન છે.......... ૧૧]મિથ્યાત્વરૂપી ગ્રહ મહાઅનર્થ કરે છે................ ભિન્નગ્રંથિ જીવનું જ્ઞાન અસત્યવૃત્તિથી | ક્ષેત્ર-કાળને જાણીને અભિગ્રહો લેવા................. યુક્ત હોવા છતાં સમ્યગૂ કેમ છે ?............. ૧૩ | અભિગ્રહો લેવા માત્રથી ફળ ન આપે.. .............. અશુભ અનુબંધ સંસારનું મૂળ છે ........ ૧૪ | અભિગ્રહનો વિષય પ્રાપ્ત ન થવા છતાં અશુભ અનુબંધના વિચ્છેદમાં આંગિરસ ઘણી નિર્જરા થાય .. અને ગાલવનું દૃષ્ટાંત | કર્મની નિર્જરા અભિગ્રહ પૂર્ણ કરવાના સાધુ-શ્રાવકોએ નિંદા-ગોંથી પરિણામથી થાય... અશુભાનુબંધનો ત્યાગ કરવો જોઈએ................... ૧૮ જીર્ણશેઠન દૃષ્ટાંત.... ચૌદ પૂર્વધરો પણ અનંત સંસારી થયા તેનું અભિગ્રહના ચાર પ્રકાર........ કારણ અશુભાનુબંધ છે.... અભિગ્રહના પ્રભાવમાં યમુન રાજાનું દૃષ્ટાંત ......... શુદ્ધાજ્ઞાયોગથી અશુભભાનુબંધનો ઉચ્છેદ પ્રતિકાર કરાયેલો દોષ ફળતો નથી .................... કેમ ન થયો ? શંકા-સમાધાન............................. ૨૨ દ્રવ્યવિષ-ભાવવિષનો પ્રતિકાર ... અપ્રમાદ અશુભાનુબંધનો વિચ્છેદક ..... | ભાવરૂપ અગ્નિને ઉત્તેજિત કરનાર અલના પામેલાઓનો ફરી આજ્ઞાયોગથી આજ્ઞારૂપ પવન છે............... ઉદ્ધાર થાય... જન્માંધ, અંધ, સજ્જાક્ષ ................................... ૯૫ ન્દ્રક્ષુલ્લકનું દૃષ્ટાંત... સજ્જાક્ષ સમાન સમ્યગ્દષ્ટિ જે કરે તેનું વર્ણન... ૯૬ દેવદ્રવ્યભક્ષણમાં સંકાશ શ્રાવકનું દૃષ્ટાંત શુદ્ધ દીક્ષાના મનોરથ વિષે દેવદ્રવ્યનો ઉપયોગ અનર્થ ફળવાળો છે.. બે બંધુઓનું દૃષ્ટાંત .............. . .... ૯૮ દેવદ્રવ્યની વૃદ્ધિથી, તીર્થંકર પદ મળે ............... સંક્લિષ્ટ ધર્માનુષ્ઠાનમાં આદર ન કરવો ..... ૧૦૧ શીતલવિહારી દેવ નામના સાધુનું દષ્ટાંત............. ૪૯ ક્ષપકનું દૃષ્ટાંત .. ...... ૧૦૨ ઔષધ પણ અકાળે લેવાથી રોગવૃદ્ધિ ................... આગમિકનું દષ્ટાંત ................. ૧૦૩ જિનવચનરૂપ ઔષધનો અકાળ અને કાળ......... વિનયરત(રત્ન)નું દૃષ્ટાંત ........... ૧૦૪ અપુનબંધક-માર્ગાભિમુખ-માર્ગપતિત..... કુંતલારાણીનું દૃષ્ટાંત ................... ... ૧૦૫ ગ્રંથભેદ કાળ... ..................... ..................... પ્રસ્તુત ઉપદેશ કોને સફલ બને? .............. ગ્રંથી ભેદનારની પરિમિત સંસાર. સૂત્રાર્થ પોરિસીનું નિત્ય વિધાન શા માટે ?........... ૧૧૦ પુદ્ગલ પરાવર્ત.. મંદબુદ્ધિવાળા સાધુઓ બન્ને પરિસીમાં મિથ્યાદૃષ્ટિની માન્યતા .. સમ્યગ્દષ્ટિની માન્યતા.......... સૂત્ર ભણે .......... ................. ૧૧૦ ' ૩૨. ૩૭ ૩૯૨ાત = = ૫૫ .. ૧૦૮ *..... Page #5 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ...... .............. ૨૩૦ ............ ૨૩૧ વિષય પૃષ્ઠ વિષય અણુવ્રતોને આશ્રયીને દૃષ્ટાંતો ૨. ધર્મરુચિ અણગારનું ઉદાહરણ .... ..... ૨૦૩ પહેલા વ્રત ઉપર મનોગુપ્તિનું ઉદાહરણ .... ૨૨૦ શ્રાવકપુત્ર જિનધર્મનું ઉદાહરણ... ૧૧૩ વચનગુપ્તિનું ઉદાહરણ .. ............ ૨૨૦ બીજા વ્રત ઉપર સત્યવણિકનું દૃષ્ટાંત............ ૧૧૮ | | કાયગુપ્તિનું ઉદાહરણ ............ ............. ૨૨૨ ત્રીજા વ્રત ઉપર શ્રાવકપુત્રનું દૃષ્ટાંત ............ ૧૧૯ શુભભાવવાળા ચારિત્રીને દ્રવ્યાદિ પ્રાયઃ ચોથા વ્રત ઉપર વિઘ્ન ન કરે..... ........ ૨૨૫ પહેલા સુદર્શન શેઠનું દૃષ્ટાંત ...................... ૧૨૧ પ્રતિકૂળ દ્રવ્ય સંબંધિ દૃષ્ટાંત. .......................... ચોથા વ્રત ઉપર પ્રતિકૂળ ક્ષેત્ર સંબંધિ દૃષ્ટાંત. ....... ૨૨૮ બીજા સુદર્શન શેઠનું દૃષ્ટાંત .............. ૧૨૫) પ્રતિકૂળ કાળ સંબંધિ દૃષ્ટાંત............................ .. ૨૨૯ પાંચમા વ્રત ઉપર બે નંદવણિકનું દૃષ્ટાંત..... ૧૩૫ ચારિત્રીને શુભ સામાચારી અત્યંત રોગ-અરોગ ઉપર બ્રાહ્મણશ્રાવકનું દૃષ્ટાંત ..... ૧૩૭ [પ્રિય હોય છે.. વ્રતપરિણામની હાજરીમાં ઘણી નિર્જરા થાય... ૧૩૯ નિરસ ભોજન કરનારનો પક્ષપાત સ્વાદુ આર્તધ્યાન ન થાય તો રોગને સહન કરે ભોજનમાં હોય છે............... અન્યથા વિધિથી ચિકિત્સા કરાવે ....................૧૪ર દ્રિવ્યાદિની પ્રતિકૂળતામાં પણ ચારિત્રીનો અજ્ઞાન લોકોના વચનની અવગણના કરનાર પક્ષપાત સ્વાધ્યાય-ધ્યાન-વિનયાદિમાં જ ધર્મ કરી શકે એ વિષે હોય છે .૨૩૧ શ્રીમતી અને સોમા શ્રાવિકાનું દૃષ્ટાંત.. ૧૫૨| પાંચમાં આરામાં પણ ચારિત્રની સત્તા છે....... ૨૩૨ ઝુંટણ વણિકનું કથાનક .... સ્વાધ્યાયાદિમાં યથાશક્તિ પ્રયત્ન ગોબર વણિકનું કથાનક.. .. ૧૫૫ | ચારિત્ર્યની વિશુદ્ધિ માટે છે.. ૨૩૪ પહેલું વ્રત-સ્થાવર અને સંપદાની કથા ............ ૧૫૯ | પિશાચની વાર્તા ..................... ••••••••• • ૨૩૫ બીજું વ્રત-સોદાગર(વહાણવટી)ની કથા .......... ૧૬૧/કુલવધૂમાં સંરક્ષણનો પ્રસંગ ...... .... ત્રીજું વ્રત-તલચોરની કથા............ ........... ૧૬૨ અસગ્રહનું ફળ ............... ................ ૨૩૭ ચોથું વ્રત-પતિમારિકાની કથા .............................. ૧૬૩] ગુરુકુલવાસના ત્યાગથી ઘણી હાનિ થાય........ ૨૩૮ પાંચમું વ્રત-લોભાસક્ત મનુષ્યની કથા ............. ૧૬૪ | ગુરુનાં લક્ષણો..... .................. ૨૩૯ રાત્રિભોજન-રાત્રિભોજન પ્રથમના ત્રણ ભાંગાથી આહારનું ગ્રહણ .......... ૨૪૧ કરતા માણસની કથા .. . ૧૬૪ | મોરપિચ્છ માટે શૈવસાધુનો ઘાત કરનાર પાંચ સમિતિઓ અને તેનું સ્વરૂપ................ ૧૮૦ | શબર (ભિલ્લ)નું દૃષ્ટાંત ..... ૨૪૨ ત્રણ ગુપ્તિઓ અને તેનું સ્વરૂપ ........... જિનાજ્ઞા મહાન ગુણને ઉત્પન્ન કરે છે ............. ૨૪૩ ઈર્યાસમિતિ ઉપર વરદત્ત સાધુની કથા . .... ૧૮૮ | જિનાજ્ઞા ધર્મનું મૂળ છે..................................... ૨૪૪ ભાષા સમિતિ ઉપર-સંગત સાધુની કથા ..........૧૯) ગુરુકુલવાસ ધર્મનું પ્રથમ અંગ છે ..................૨૪૫ એષણાસમિતિ ઉપર-નંદિષેણ મુનિની કથા ...... ૧૯૧| ગુરુકુલવાસ સાધુધર્મમાં મુખ્ય ઉપકારક છે ....... ૨૪૬ આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ ઉપર એકાસણું નિત્ય છે, ઉપવાસ નૈમિત્તિક છે......... ૨૪૮ સોમિલ મુનિનું ઉદાહરણ..... ......... આહાર વાપરવાનાં છ કારણો.................... ૨૪૮ પારિષ્ઠાપનિકા સમિતિ ઉપર ગુરુ-લાઘવની વિચારણાપૂર્વક કરેલી સાવધ ૧. ધર્મરુચિ ક્ષુલ્લકનું ઉદાહરણ . ............. ૨૦૨ |પણ પ્રવૃત્તિ ગુણ કરનારી થાય...... .... ૨૫૦ જે Page #6 -------------------------------------------------------------------------- ________________ * .. ૨૬૪ ........... ૨૭૨ ૩૫૪ ૨૮૧ ' વિષય પૃષ્ઠ |. વિષય પૃષ્ઠ અજ્ઞાત ગુણવાળા રત્ન કરતા જ્ઞાતગુણવાળા ઉત્સર્ગ-અપવાદની સંખ્યા તુલ્ય છે .................... ૩૪૦ રત્નમાં અનંતગુણી શ્રદ્ધા હોય ........................ ૨૫૨ | ઉત્સર્ગ-અપવાદનું લક્ષણ .... ૩૪૧ સ્વાધ્યાયાદિથી થતા લાભો ......................૨ ૪ પુષ્ટ આલંબન વિના દોષોનું સેવન નિકાચિત અશુભ કર્મવાળાને દુર્ગતિમાં ચારિત્રનો વિનાશ કરે ... ૩૪૭ જવું પડે........ ................ ૨૫૫ પુષ્ટ આલંબનથી થતું દોષોનું સેવન અન્ય તીર્થિકોએ વિશિષ્ટ કર્મયોપશમને પરમાર્થથી અસેવન જાણવું ૩૪૭ પાપ-અકરણનિયમ' કહ્યો છે ........ ............ ૨૫૬ | ભોગો ઝાંઝવાના જળ સમાન . . ૩૪૮ દ્વાદશાંગી સર્વદર્શનનું મૂળ છે ૨૫૮ શુદ્ધભાવ(=પશ્ચાત્તાપ) પાપક્ષયનું કારણઅર્થથી તુલ્ય પરદર્શનના વાક્યોને ન માનવા ચોરનું દૃષ્ટાંત - • ૩૪૯ એ મૂઢતા છે .............................................. ૨૫૯ સાધારણ ક્રિયાથી પણ જીવો મોક્ષ સાધી અકરણ નિયમનું લક્ષણ ................... ......... ૨૬૦ શકે છે. .............. ૩૫૧ પાપ-અકરણ નિયમમાં દૃષ્ટાંતો.... ૨૬૧ ચારિત્ર પાંચમા આરાના અંત સુધી રહેશે.....૩૫૧ રતિસુંદરીનું દૃષ્ટાંત.......... ........ આજ્ઞાબાહ્યને જિનસમયમાં પણ ચારિત્ર બુદ્ધિસુંદરીનું દૃષ્ટાંત .... ન હોય....... ............... ૩૫૧ ઋદ્ધિસુંદરીનું દષ્ટાંત... .............. ૨૭૫ આચરણાનું લક્ષણ ............ .... ગુણસુંદરીનું દષ્ટાંત........ ............ પાંચમા આરાના ફળસ્વરૂપ હાથી આદિ રતિસુંદરી આદિ ચારેયના પછીના ભાવો ૨૮૮ આઠ સ્વપ્નનના ફળાદેશ ૩૫૫ સર્વવિરતિમાં અકરણ નિયમની મહત્તા ............. ૨૯૫ હાથીના સ્વપ્નનો ફળાદેશ............. ૩પ૭ ક્ષપકશ્રેણિમાં બધાંય કર્મોમાં વાનર સ્વપ્નનો ફળાદેશ......... ... ૩પ૭ અકરણનિયમ હોય......... . ૨૯૬ ક્ષીરવૃક્ષ સ્વપ્નનો ફળાદેશ ૩૫૮ અકરણ નિયમથી જ વીતરાગ હિંસાદિ | કાગસ્વપ્નનો ફળાદેશ.. ૩૫૮ પાપ કરતા નથી . .......... ૨૯૭ |સિંહ સ્વપ્નનો ફળાદેશ... ૩૫૯ સુખની પરંપરા પણ અકરણ નિયમને પદ્માકર સ્વપ્નનો ફળાદેશ.. ૩પ૯ ... ૨૯૮ આધીન .............. બીજ સ્વપ્નનો ફળાદેશ .................. ૩૬૦ ભાવસાધુઓનું કાળને અનુરૂપ બાહ્ય અનુષ્ઠાન મોક્ષ ફળવાળું જાણવું | કળશ સ્વપ્નનો ફળાદેશ.. ............ ૩૬૦ શંખ-કલાવતીનું દૃષ્ટાંત..................................... ૩૦૩ કલિયુગને આશ્રયીને લૌકિક દષ્ટાંતો.......... યતના ધર્મની જનની છે . ૩૨૮ પાંચ પાંડવો અને કલિયુગ... .... યતનાનું લક્ષણ ... .............. | આજ્ઞાથી શુદ્ધ હોય તેવા સ ધુઓ અને * દ્રવ્યાદિની આપત્તિમાં કરવામાં આવતી શ્રાવકો ઉપર બહુમાન કરવું...... ૩૬૫ યતના સમ્યગ્દર્શનાદિની સિદ્ધિ કરનારી છે ..... ૩૩૧ | જિનવચનથી વિરુદ્ધ વર્તનારાઓ ઉપર ગીતાર્થ યતનાને જાણી શકે છે ...................... ૩૩૩ ૩૩૩ દ્વિષ ન કરવો ......... ૩૬૬ અશઠ(=સરળ) બનવું એવી જિનાજ્ઞા .......... ૩૩૭ વિધિપૂર્વક તેમનો સદા ત્યાગ કરવો. ભાવથી રહિત બાહ્યક્રિયા નિરર્થક છે .............. ૩૩૮ |અનુવર્તનાથી રહેવું........... જેનાથી દોષોનો નિરોધ થાય તે મોક્ષનો અનુવર્તનાનું સ્વરૂપ ....... ઉપાય છે. ...... ૩૩૯ |અનુવર્તના વિના રહેવામાં થતા દોષો ................ - ૩૦૦ ....... ૩૬૧ ૩૬૪ ૩૩૦ ઝ mmmmm 66 m જ Page #7 -------------------------------------------------------------------------- ________________ 6 ..૩૮૪|સતતાભ્યાસ વિષય પૃષ્ઠ વિષય પૃષ્ઠ કુવૃષ્ટિ-જળ રાજા અને બુદ્ધિ મંત્રીનું દૃષ્ટાંત... ૩૭૩ પ્રમાદ ત્યાગ ઉપર તૈલપાત્ર ધારકનું દૃષ્ટાંત ....૪૨૯ પરિશુદ્ધ આજ્ઞાયોગના ઉપાયો..... ૩૭૫| પાત્રને અનુસાર જિનોપદેશની વિવિધતા.......૪૩૩ ગુરુનું સ્વરૂપ અને લક્ષણ ............. ૩૭૬ અપ્રમાદથી કાર્યની સિદ્ધિ..... ૪૩૫ હેતુવાદમાં હેતુથી આગમવાદમાં આગમથી | રાધાવેધનું દૃષ્ટાંત.. ૪૩૬ પ્રરૂપણા ... • ૩૭૭ વધતો અપ્રમાદનો અભ્યાસ જ મુક્તિનો ગુરુના આશ્રયથી મળતું ફળ........... .................. ૩૭૯ [ઉપાય છે. - ૪૩૭ સૂત્રથી અર્થમાં અધિક પ્રયત્ન કરવો જોઈએ ..... ૩૭૯ | કાળ પણ કંઈક પ્રતિબંધક છે ...૪૩૮ વાચનાવિધિ........... .................. ૩૮૦ કલિયુગના અવતરણ ઉપર બ્રાહ્મણ-વણિકપદાર્થ-વાક્યાર્થ-મહાવાક્યાર્થ-ઐદંપર્યાર્થ......... રાજાનું દૃષ્ટાંત ... ...૪૪૦ પદાર્થ વગેરેની સિદ્ધિ માટે માર્ગભ્રષ્ટ સતતાભ્યાસ-વિષયાભ્યાસ-ભાવાભ્યાસ ................. ૪૪૧ મુસાફરનું દૃષ્ટાંત............ | સતતાભ્યાસ ઉપર કુચંદ્ર રાજાનું દૃષ્ટાંત ..........૪૪૫ પદાર્થ ૩૮૬ વિષયાભ્યાસ ઉપર મેના-પોપટનું ઉદાહરણ.... ૪૫૦ વાક્યર્થ. ૩૮૭ ચૌદ રત્નો તથા નવનિધિઓ. ............ ૪૭૩ મહાવાક્યર્થ..... ..................................... ૩૮૭ ભાવાભ્યાસ ઉપર નંદસુંદર રાજાનું ઉદાહરણ.૪૭૮ ઐદંપથાર્થ ................... ૩૮૮ તથાભવ્યત્વની વિસ્તારથી ચર્ચા.......................................૪૮૨ સાધુને દાન કરવાનો વિધિ અને દાનનું ફળ. ૩૯૬ નાનો પણ અતિચાર ઘણા અનિષ્ટ ફળવાળો ૪૯૨ શ્રુતજ્ઞાન-ચિંતાજ્ઞાન-ભાવનાજ્ઞાનનું લક્ષણ ...૪૦૪ નિંદા-ગર્તાથી અનુબંધરહિત કરાયેલ સંહિતા-પદ-પદાર્થ-પદવિગ્રહ-ચાલના અતિચાર અનિષ્ટ ફળવાળો ન થાય................ ૪૯૨ પ્રત્યવસ્થાન... ... .... ૪૦૬ | સૂરતેજ રાજાનું દૃષ્ટાંત જ્ઞાની ઈચ્છિત કાર્યને અવશ્ય સાધે............... ....૪૯૩ જ્ઞાની યોગ્ય જીવોમાં બીજાધાન કરે. શુદ્ધ આચારમાં તત્પર બનવું............................૪૯૪ બીજાધાન ઉપર રાજા-રાણીનું દૃષ્ટાંત............. પુષ્પપૂજાની માત્ર ભાવનાથી પણ અરિહંતનું ધ્યાન............ ................ દુર્ગતનારીને દેવલોકની પ્રાપ્તિ ............... ૪૧૪ ૪૯૬ સિદ્ધનું ધ્યાન......... વિશુદ્ધયોગથી મોક્ષની પ્રાપ્તિ......................... ૪૧૫ બીજાધાન ઉપર-રાજાનું બીજું દૃષ્ટાંત....... ૪૧૭ રત્નશિખનું ઉદાહરણ............................. ૪૯૯ ચારિસંજીવની ચારનું દેત . ૪૧૮ આક્ષેપણી આદિચાર કથા .......................... ૪૯૯ મોક્ષના અભિલાષી જીવો ઘણા હોતા નથી....... ૪૨૦, વિરાંગદ અને સુમિત્રનું ઉદાહરણ .... ૫૦૧ રત્નના લેનાર-વેચનાર અલ્પ હોય છે............ ૪૨૧ / રતિસેના ગણિકા ..... ૫૦૪ વૈભવરહિત જીવને રત્ન લેવાની ઈચ્છા કુટ્ટણીની કપટજાળ ... ................ ૫૦૪ સ્વપ્નમાં પણ ન થાય તેમ ગુણરહિત જીવને રતિસેનાને ઊંટડી કરી. ... ૫૧૧ ધર્મની સ્પૃહા સ્વપ્નમાં પણ ન થાય ............... ૪૨૧ ફરી મૂળ સ્વરૂપવાળી કરી ... ............. ૫૧૨ ધાર્મિક જીવનો ગુણ વૈભવ.......... ........... ૪ર૪|વિશુદ્ધયોગમાં પ્રયત્ન કરવાના ઉપાયો ............ પ૨૧ આચાર્ય રાજાને રત્નપારનાં સ્થાનો ટીકાકારની પ્રશસ્તિ ............... ૫૨૮ બતાવીને ધર્મમાં સ્થિર કર્યો. ભાવાનુવાદકારની પ્રશસ્તિ............. પ૨૯ મોક્ષની તીવ્ર સ્પ્રહાવાળાને અપ્રમાદ પુદગલ પરાવતનું સ્વરૂપ .............................. પ૩૦ દુષ્કર નથી ... ...................... ૪૨૭ ૪/૯ ૪૮૯ .......... ......... ........ ૪૨૬ Page #8 -------------------------------------------------------------------------- ________________ // ધરણેન્દ્ર પદ્માવતી સંપૂજિતાય ૐ હ્રીં શ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | || શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરીશ્વરેભ્યો નમઃ || || શું નમ: | પ્રાતઃસ્મરણીય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત શ્રુતહેમનિકષ શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજ વિરચિત ટીકાસહિત ઉપદેશપદગ્રન્થનો ગુજરાતી ભાવાનુવાદ ભાગ-૨ શુદ્ધાજ્ઞાયોગ अथ शुद्धाज्ञायोगस्यैव माहात्म्यमुपचिन्वन्नाहएत्तो दिट्ठिसुद्धी, गंभीरा जोगसंगहेसुंति । भणिया लोइयदिटुंतओ तहा पुव्वसूरीहिं ॥३६०॥ इतस्त्वित एव शुद्धाज्ञायोगपूर्वकानुष्ठानस्य सानुबन्धत्वाद्धेतोदृष्टिशुद्धिः सम्यग्दर्शननिर्मलता गंभीरानुद्घाटमहानिधानमिव मध्याविर्भूताद्भुतविशेषा योगसंग्रहेषु योगस्य साधुजनानुष्ठानस्य संग्रहाः संग्राहकाः सिद्धान्तालापकास्तेषु द्वात्रिंशत्संख्येषु "आलोयणा निरवलावे आवईसु दढधम्मया" इत्यादिलोकपञ्चकोक्तेषु, इतिः पदपरिसमाप्तौ, भणिता लौकिकदृष्टान्ततः, तथेति तत्प्रकारात् 'पूर्वसूरिभिः' सुधर्मस्वामिप्रभृतिभिः ॥३६०॥ હવે શુદ્ધાશાયોગના જ માહાસ્યની વૃદ્ધિ (કપુષ્ટિ) કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ–આથી જ પૂર્વસૂરિઓએ તેવા પ્રકારના લૌકિક દાંતથી ગંભીર એવી સમ્યગ્દર્શનની નિર્મલતાનો યોગસંગ્રહમાં ઉલ્લેખ કર્યો છે. ટીકાર્થ–આથી જ= શુદ્ધાજ્ઞાપાલન પૂર્વકનું અનુષ્ઠાન અનુબંધવાળું હોવાથી જ. Page #9 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ પૂર્વસૂરિઓએ-સુધર્માસ્વામી વગેરેએ. ગંભીર–ઢંકાયેલા મહાનિધાનની જેમ અંદરના ભાગમાં પ્રગટેલી વિશેષતાવાળી. (ઢંકાયેલા મહાનિધાનની બહારથી કોઈ વિશેષતા દેખાતી નથી. પણ અંદર ઘણી વિશેષતાઓ હોય છે તેમ સમ્યગ્દર્શનની નિર્મલતા અંદર ઘણી વિશેષતાઓથી ભરેલી છે.) યોગસંગ્રહો= સાધુલોકના અનુષ્ઠાનનો સંગ્રહ કરનારા સિદ્ધાંતના આલાવા. આ આલાવા બત્રીશ છે. સાધુપ્રતિક્રમણ સૂત્રમાં “વલા નો સંદેદિ' એ પદની વ્યાખ્યામાં માનોય નિરવતાવે માત્ર ત્રથમ' ઇત્યાદિ પાંચ શ્લોકોમાં આ બત્રીસ આલાવા કહ્યા છે. તેમાં બારમા આલાવામાં (સમ્યત્વની શુદ્ધિનું રક્ષણ કરવું એમ કહીને) સમ્યગ્દર્શનની નિર્મલતાનો ઉલ્લેખ કર્યો છે. (૩૬૦). तमेव दृष्टान्तं संगृह्णन्नाहसाएयम्मि महबलो, विमल पहा चेव चित्तपरिकम्मे । णिप्फत्ति छट्टमासे, भूमीकम्मस्स करणं च ॥३६१॥ साकेते नगरे 'महबल'त्ति महाबलो नाम राजाऽजनि । 'विमल'त्ति विमलनामा 'पहा चेव'त्ति प्रभाकरश्चैव चित्रकरावभूताम् । ताभ्यां च चित्रपरिकर्मणि प्रारब्धे निष्पत्तिरेकेन षष्ठमासे दर्शिता द्वितीयेन तु भूमीकर्मणः करणं चेति ॥३६१॥ તે જ દૃષ્ટાંતનો સંગ્રહ કરતા ગ્રંથકાર કહે છે સાકેત નગરમાં મહાબલ નામનો રાજા થયો અને વિમલ અને પ્રભાકર નામના ચિત્રકારો થયા અને તે બંનેએ ચિત્રકર્મ આવ્યું અને તેમાંના એકે છ મહિનામાં કાર્ય પૂર્ણ કર્યું અને બીજાએ માત્ર ભૂમિશુદ્ધિ કરી છે એમ જણાવ્યું. (૩૬૧) આ જ ગાથાને કહીને ગ્રંથકાર એ પ્રમાણે પાંચ ગાથાથી કથાના વિસ્તારને બતાવતા કહે છેइमामेव गाथां व्याचक्षाणो दूयेत्यादिगाथापञ्चकं किञ्चिदधिकमाहदूयापुच्छण रण्णो, किं मज्झं णत्थि देव! चित्तसभा । आदेसो निम्मवणा, पहाणचित्तगरबहुमाणो ॥३६२॥ ૧. આથી જ અભવ્ય વગેરે અને સમ્યગ્દષ્ટિ વગેરે જીવોની બાહ્ય ક્રિયા દેખાવમાં એક સરખી હોવા છતાં આંતરિક વિશુદ્ધિમાં ઘણો તફાવત હોય છે. નિર્મલ સમ્યગ્દષ્ટિ જીવ સંસારનાં કામો કરે છતાં કર્મનિર્જરા કરે એવું પણ બને. આવી અનેક વિશેષતાઓ સમ્યગ્દર્શનની નિર્મલતામાં હોય છે. ૨. ગ્રંથના અંશ વિશેષને આલાવો કહેવામાં આવે છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ उपदेशप: : भाग-२ अण्णोण्णभित्तिजवणिगकिरिया छम्मासओ उ एगेण । णिम्मवणं अन्नेणं, भूमीकम्मं सुपरिसुद्धं ॥ ३६३॥ रायापुच्छणमेगो, णिम्मवियं बीय भूमिकरणम्मि । आहुस्सुगणिवदंसण, चित्ते तोसो उचियपूजा ॥३६४॥ जवणीविक्खेवेणं, तस्संकम रम्म रायपासणया । किं वेयारसि ण हु देव ! संकमो जवणिगा णो उ ॥ ३६५॥ रणो विम्हय तोसो, पुच्छा एवं तु चित्तविहि सम्मं । भावण वण्णगसुद्धी, थिर वूड्डि विवज्जओ इहरा ॥ ३६६ ॥ अथोल्लिङ्गितगाथाक्षरार्थः - 3 'दूयापुच्छण 'त्ति दूतस्य पृच्छा समभूद् 'राज्ञो' महाबलस्य, यथा किं वस्तु मम नास्ति ? स आह- देव चित्रसभा नास्ति । तदनन्तरमेव द्वयोश्चित्रकरयोरादेशो दत्तः 'णिम्मवण 'त्ति निर्मापनाविषयः । तदन्वेव प्रधानचित्रकरबहुमानः प्रवृत्तः ॥३६२॥ ‘अन्नोन्नभित्तिजवणिगकिरिया' इति अन्योऽन्यं परस्परभित्त्योश्चित्रयितुमारब्धयोर्जवनिकाक्रिया विहिता मध्ये काण्डपटस्थापनेनादर्शनं कृतमित्यर्थः । ततः षण्मासतस्तु' षण्णां मासानां पर्यन्ते एवैकेन विमलनाम्ना चित्रकारेण निर्मापणं चित्रस्य कृतम् । 'अन्येन' प्रभाकरनाम्ना 'भूमीकर्म' चित्रभूमिकानिष्पत्तिरूपं सुपरिशुद्धमिति ॥३६३॥ राजप्रच्छनमभूत् । एको विमलनामा निर्मापितं चित्रमिति, द्वितीयस्तु भूमिकर्मेति 'आह' ब्रूते । तत उत्सुकस्य नृपस्य दर्शनं समजनि । चित्रे भित्तिगते तोषो राज्ञः । उचितपूजा कृता विमलस्येति ॥ ३६४ ॥ ततो ' 'जवनिकाविक्षेपेण' काण्डपटापसारेण 'तत्संक्रमेण' द्वितीयभित्तिगतचित्रसंक्रमेण रम्यस्यातिशायिनश्चित्रस्य राज्ञो दर्शनमकारि । जातवैलक्ष्यश्च नृपतिराहकिमस्मान् विप्रतारयसि वञ्चयसि ? प्रभाकरः 'न हु' नैव देव ! विप्रतारयामि । यतः 'संक्रमो' द्वितीयभित्तिगत एषः । ततो जवनिका दत्ता । 'नो तु' नैव संक्रमो वृत्तः ॥३६५॥ राज्ञो विस्मयतोषौ सम्पन्नौ । तथा, पृच्छा कृता, किमेवं भवता भूमिकाशुद्धिरारब्धेति । भणितं च तेनैवं त्वनेनैव 'विधिना' भूमिकाशुद्धिलक्षणेन Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ત્રિવિધ: સખ્ય સમ્પરતા હતઃ ? યત, ‘ભાવના' સંગીવર્તનક્ષTI, 'वर्णकशुद्धिः' कृष्णनीलादिवर्णकानां स्वरूपोत्कर्षरूपा तथा 'थिरवुड्डि'त्ति स्थिरत्वं वृद्धिश्च स्फारीभवनरूपा सम्पद्यत इति । 'विपर्ययो' व्यत्यासो भावनादीनां 'इतरथा' भूमिकामालिन्ये सति सम्पद्यत इति । ततः साधुरिति कृत्वा महापूजा कृता भणितं चास्तां भित्तिरियमित्थमेव भवति ॥३६६॥ વિમલ અને પ્રભાકર ચિત્રકારની કથા વિષાદ–માયા–મદ આદિથી મુક્ત થયેલા લોક જેમાં વસે છે એવું સાકેત નામનું નગર છે. તેમાં ચતુરંગબળથી યુક્ત મહાબલ નામનો રાજા છે. મંથન કરાતા સુમદ્રના પાણીમાં ઉત્પન્ન થયેલા ફીણ જેવી નિર્મળ અને વિસ્તૃત, સ્નેહીજનને નિર્મળ ફળનો લાભ કરાવાયો છે એવી કીર્તિથી જગતને ઉજ્જવલિત કર્યું. રાજ્ય કાર્ય સમાપ્ત થઈ ગયા પછી સભામાં બેઠેલા રાજાએ કોઈક વખત દૂતને પૂછ્યું: જે બીજા રાજાઓની પાસે છે તે મારી પાસે નથી એવું શું છે? દૂતે કહ્યું: હે દેવ તમારી પાસે સર્વથી કંઈક અધિક રાજ્યચિહ્નો છે પરંતુ બીજા રાજાઓને જેવી ચિત્રસભા છે તેવી તમારે નથી. મોટા જુસ્સાને ધારણ કરતા રાજાએ ચિત્રકારોની શ્રેણિ(સમૂહ)માં મુખ્ય વિમલ અને પ્રભાકર નામના બે ચિત્રકારોને બોલાવ્યા. અને કહ્યું: આ સભામાં ચિત્ર જલદીથી સારી રીતે નિર્માણ થાય તેમ કરો, જેથી તમો સર્વ આદરના સારવાળા અર્થાત્ સર્વસ્થાને આદરને પામતા લોકોના મનને હરનારા થાઓ. “એમ જ થાઓ’ એ પ્રમાણે માન્ય કરે છતે મોટા રાજસન્માનના ભાજન થયા. તત્કાળ જ ઉપસ્થિત કરી છે સર્વ ચિત્રો દોરવા યોગ્ય ઉત્તમસામગ્રી જેમાં એવી તે સભાને બે ભાગમાં વહેંચી અને વચ્ચે જાડો પડદો રાખ્યો. કેમકે એકબીજાની કુશળતા જોઈને અનુકરણ ન કરે. જેઓએ પ્રતિજ્ઞા કરી છે, અર્થાત્ ચિત્ર દોરવાનો નિશ્ચય કર્યો છે એવા તે બંને પરિવાર સહિત તે સભાને ચિતરવા લાગ્યા. વિમલે છ મહિને સભા વિચિત્ર ચિત્રવાળી બનાવી. પછી કૌતુકને પામેલા રાજાએ બંનેને પણ એકી સાથે પૂછ્યું: અરે! તમારા ચિત્રોનું કાર્ય કયાં સુધી થયું? વિમલે કહ્યું. મારું ચિત્ર સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે. પોતાની દૃષ્ટિના પ્રદાનથી ક્ષણ માત્ર અનુગ્રહ કરો, અર્થાત્ આપ ચિત્ર જુઓ. પણ બીજા પ્રભાકરે કહ્યું: હે રાજન! મેં એક લીટી પણ દોરી નથી. ફક્ત ચિત્ર પરિકર્મને યોગ્ય ભૂમિ જ તૈયાર કરી છે. રાજાએ વિમલે ચિતરેલા સભાવિભાગનું નિરીક્ષણ કર્યું. ચિત્ર જોઈને રાજાને સંતોષ થયો. તેની સમુચિત પૂજા કરી. પડદાને દૂર કરીને પ્રભાકરની સભાના ભાગને રાજા જેટલામાં જુએ છે તેટલામાં વિમલે ચિત્રરેલી દિવાલના વિભાગનું સંક્રમણ થવાથી રાજાએ તરત તે ભીંતને રમ્ય સ્વરૂપવાળી જોઈ. ચિત્રકારના વચનની અસત્યતાની ૧. રાજ્યચિતો-રાજ્યની પ્રતિષ્ઠાને સૂચવનારી વસ્તુઓ. Page #12 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ શંકા કરતો રાજા જલદી વિલખો થયો. રાજાએ કહ્યું: તેં અમને આવી રીતે કેમ ઠગ્યા? પ્રભાકરે કહ્યું: હે દેવ! મેં જૂઠું નથી કહ્યું. સામેની દિવાલ પરના ચિત્રના સંક્રમણથી આ થયું છે. શંકાથી ચકડોળે ચઢેલા મનવાળો રાજા પણ તે પડદાને કરીને જેટલામાં દિવાલને જુએ છે તેટલામાં ચંદ્ર જેવી નિર્મળ દિવાલને જુએ છે. વિસ્ફરિત અને વિસ્મિત થયું છે મુખ જેનું એવો રાજા પૂછે છે કે તે ચિત્ર કેમ ન દોર્યું અને આટલો બધો કાળ માત્ર ભૂમિ સાફ કરવા કેમ પસાર કર્યો? પ્રભાકર કહે છે કે- હે દેવ! ભૂમિની વિશુદ્ધિ વિના દોરેલું પણ ચિત્ર રમણીયતાને પામતું નથી અને વર્ણો (રંગો) સ્થિરતા અને શુદ્ધતાને પામતા નથી. અહો! આ આવા પ્રકારનો ચિત્રકાર ચિત્રકારોમાં શિરોમણિ છે. બીજો ચિત્રકાર(=પ્રભાકર) કહેવાયો કે આ સભા આમ જ રહેવા દે. આ ચિત્ર પણ સંક્રમણના વશથી અધિક જોવા યોગ્ય છે, કારણ કે કુરૂપવાળું પણ મુખ અરીસાના તળમાં અધિક શોભાને પામે છે. રાજાએ તેનો તે પ્રમાણે ઘણો સત્કાર કર્યો કે જેથી તે વાવજીવસુધી પોતાના બંધુવર્ગની સાથે પરમ સુખને પામ્યો. હવે કહેલી ગાથાનો અક્ષરાર્થ કહે છે મહાબલ રાજાએ દૂતને પૃચ્છા કરી કે મારી સભામાં કઈ વસ્તુ નથી? તે કહે છે– હે દેવી! ચિત્રસભા નથી. ત્યારપછી બંને ચિત્રકારોને ચિત્રસભા નિર્માણ કરવાની આજ્ઞા કરી. ત્યારપછી તુરત જ મુખ્ય ચિત્રકારોનું બહુમાન કરવામાં આવ્યું. (૩૬૨)/૧ પછી તે બંને પોતપોતાના વિભાગની દિવાલને ચિતરવા લાગ્યા. તે બેની વચ્ચે પડદો રાખીને પરસ્પરના વિભાગના નિરીક્ષણને અટકાવ્યું. પછી છ મહિનાના અંતે વિમલ ચિત્રકારે ચિત્રનું નિર્માણ પૂર્ણ કર્યું. બીજા પ્રભાકર નામના ચિત્રકારે ચિત્ર આલેખવાની ભૂમિની જ સારી રીતે શુદ્ધિ કરી. (૩૬૩) રાજાએ પૃચ્છા કરી. એક વિમલચિત્રકારે ચિત્રપૂર્ણ કર્યું બીજાએ માત્ર ભૂમિકર્મ કર્યું. પછી ઉત્સુક થયેલા રાજાએ નિરીક્ષણ કર્યું. ભીંતમાં આલેખાયેલ ચિત્ર સંબંધી રાજાને સંતોષ થયો અને વિમલની ઉચિત પૂજા કરી. (૩૬૪) પછી પડદો હટાવીને તેમાં સામેની ભીંતના સંક્રમણ થયેલા અતિશય સુંદર ચિત્રનું રાજાએ દર્શન કર્યું અને વિલખો થયો. રાજાએ ક્યું: તું અમને કેમ ઠગે છે? પ્રભાકરે કહ્યું. હે દેવ! ના, હું છેતરતો નથી. કારણ કે આ ચિત્ર સામેની દિવાલમાંથી સંક્રમિત થયેલું છે. ફરી પડદો કરવામાં આવ્યો. સંક્રમણ થતું બંધ થયું. (૩૬૫) Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ રાજાને વિસ્મય અને સંતોષ થયો તથા પૃચ્છા કરી કે તેં આ પ્રમાણે ભૂમિની શુદ્ધિ કેમ કરી? તેણે કહ્યું: ભૂમિકાની શુદ્ધિ સ્વરૂપ જ વિધિથી ચિત્રવિધિ સારી રીતે થાય છે. કારણ કે ભાવના સચેતનતા સ્વરૂપ છે, કૃષ્ણ-નીલાદિ વર્ણનોનું સ્વરૂપ જેમાં અત્યંત ઉપસે તે વર્ણકશુદ્ધિ છે. તથા ચિત્રની સ્થિરતા અને વૃદ્ધિ વિસ્તૃત થાય છે. જો ભૂમિ મલિન હોય તો અર્થાત્ ભૂમિની શુદ્ધતા ન ક૨વામાં આવે તો ભાવનાદિની હાનિ થાય છે. પછી તું ઉત્તમ છે એમ કહી તેની પૂજા કરી અને કહ્યું: આ ભીંતને આમ જ રહેવા દે. (૩૬૬) इत्थं दृष्टान्तमभिधाय दाष्टन्तिकयोजनामाह - ૬ ( તુન્નાર્ જિરિયાળુ, અમવ-તૂમમાનીવાળું | ધમ્મટ્ઠાળવિસુદ્ધી, મેવ વેફ ફેંકુના ૬૭૫) 'तुल्यायामेव क्रियायां' चैत्यवन्दनास्वाध्यायसाधूपासनादिरूपायामभव्यदूरभव्यासन्नभव्यादिभेदभाजां जीवानां धर्मस्थानविशुद्धिर्विधीयमानधर्मविशेषनिर्मलता 'एवमेव' चित्रकर्मवत्, भूमिकाशुद्धौ शुद्धबोधिलाभलक्षणायां सत्यामित्यर्थः, 'भवतीष्टफला' निष्कलङ्ककल्याणलाभप्रयोजना, अन्यथा तद्विपर्यय एवेति ॥ ३६७॥ આ પ્રમાણે દૃષ્ટાંતને કહીને દૃષ્ટાંતની યોજનાને કહે છે– ગાથાર્થ-અભવ્ય-દૂરભવ્ય આદિ જીવોની સમાન ક્રિયામાં ધર્મસ્થાનની વિશુદ્ધિ ચિત્રકર્મની જેમ ઇષ્ટફળવાળી થાય છે. ટીકાર્થ—અભવ્ય, દૂરભવ્ય, આસન્નભવ્ય (અપુનર્બંધક અને સમ્યગ્દષ્ટિ) વગેરે જીવો ચૈત્યવંદન, સ્વાધ્યાય અને સાધુસેવા વગેરે ક્રિયા એક સરખી કરે છે. (પણ બધા જીવોની ક્રિયા ઇષ્ટલવાળી થતી નથી,) કરાતા ધર્માનુષ્ઠાનોમાં રહેલી નિર્મલતા ચિત્રકર્મની જેમ ઇષ્ટફલવાળી થાય છે, અર્થાત્ શુદ્ધબોધિલાભરૂપ ભૂમિકા શુદ્ધ હોય તો ધર્મક્રિયા ઇષ્ટફલવાળી થાય. જેનાથી નિષ્કલંક કલ્યાણનો લાભ થાય તે ધર્મક્રિયા ઇષ્ટફલવાળી કહેવાય. (અભવ્ય આદિ જીવોની ધર્મક્રિયાથી મિથ્યાત્વના કારણે નિષ્કલંક કલ્યાણનો લાભ થતો નથી. કારણ કે પાપાનુબંધી પુણ્યનો બંધ થવાના કારણે તેમના સુખની પાછળ દુઃખ રહેલું હોય છે. સુખ પૂર્ણ થતાં જ દુઃખ આવીને ઊભું રહે છે.) (૩૬૭) एतदेव परमतसंवादेनाह अज्झप्पमूलबद्धं, इत्तोमो सयं बंति । तुच्छमलतुल्लमएणं, अण्णेवज्झप्प सत्थण्णू ॥३६८ ॥ १. इयं मूलगाथाऽस्मत्समीपस्थे चतुर्ष्वप्यादर्शपुस्तकेषु नास्ति, टीकाग्रन्थानुसारेण तु पदानि विविच्यात्र गाथारूपेणानुमाय संदृब्धेयं गाथा, अत एव कोष्टके दत्ता । Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ 44 इहाध्यात्मलक्षणमित्थमवसेयं – “ औचित्याद् वृत्तयुक्तस्य वचनात् तत्त्वचिन्तनम् । मैत्र्यादिभावसंयुक्तमध्यात्मं तद्विदो विदुः ॥ १ ॥ " इति ततोऽध्यात्ममेव मूलं तेन बद्धमायत्तीकृतमध्यात्ममूलबद्धम्, अतो भूमिकाशुद्धावेवानुष्ठानस्येष्टफलत्वाद्धेतोर्यदनुष्ठानं परमार्थतस्तदनुष्ठानं ब्रुवते तुच्छमलतुल्यमसारशरीरलग्नमलसदृशमन्यदध्यात्ममूलबन्धविकलमन्येऽपि तीर्थान्तरीया अध्यात्मशास्त्रज्ञा ब्रुवन्तीति यदेवाध्यात्मबन्धप्रधानमनुष्ठानं तदेव भवव्याधिक्षयकरणतया तत्त्वतोऽनुष्ठानम् । तद्विलक्षणं च शरीररूढरजोराशिवद् मालिन्यकारितयाऽत्यन्ततुच्छमन्येऽपि योगशास्त्रविदो विदुरिति ॥३६८ ॥ આ જ વિષયને પરમતના સંવાદથી જણાવે છે— ગાથાર્થ-આથી જ અધ્યાત્મ શાસ્ત્રના જ્ઞાતા બીજાઓ પણ અધ્યાત્મમૂલથી બદ્ધ અનુષ્ઠાનને અનુષ્ઠાન કહે છે, અન્ય અનુષ્ઠાનને તુચ્છ મલ સમાન જાતે જ કહે છે. ટીકાર્થ-આથી=ભૂમિકા શુદ્ધ હોય તો જ અનુષ્ઠાન ઇષ્ટફલવાળું બનતું હોવાથી. અધ્યાત્મનું લક્ષણ આ પ્રમાણે છે—“ઉચિતપ્રવૃત્તિપૂર્વક વ્રતથી યુક્ત જીવના મૈત્રી આદિ ભાવનાથી અતિશય ગર્ભિત હૃદયથી શાસ્ત્રના આધારે જીવાદિ પદાર્થોના ચિંતનને અધ્યાત્મને જાણનારાઓ અધ્યાત્મ જાણે છે=કહે છે.” (યોગબિંદુ-૩૫૮) બીજાઓ=અન્યદર્શનીઓ. અનુષ્ઠાનના અધ્યાત્મમૂલથી બદ્ધ=અધ્યાત્મરૂપ મૂળથી આધીન કરાયેલું, અર્થાત્ મૂળમાં (=પાયામાં) અધ્યાત્મ રહેલું હોય તે અનુષ્ઠાન અધ્યાત્મ મૂલથી બદ્ધ છે. અન્ય=અધ્યાત્મમૂલના બંધનથી રહિત. તુચ્છમલ સમાન=અસાર શરીરે લાગેલા મેલ સમાન. યોગશાસ્ત્રના જાણકાર અન્યદર્શનીઓ પણ જે અનુષ્ઠાન અધ્યાત્મના બંધનવાળું હોય, એથી જ મુખ્ય હોય, તે જ અનુષ્ઠાન ભવરૂપ વ્યાધિનો ક્ષય કરનારું હોવાથી તત્ત્વથી અનુષ્ઠાન છે, એનાથી વિરુદ્ધ લક્ષણવાળું અનુષ્ઠાન શરીરે લાગેલા ધૂળસમૂહની જેમ મલિનતા કરનારું હોવાથી અત્યંત તુચ્છ છે, એમ જાણે છે=કહે છે. (૩૬૮) इदं चाध्यात्मं यतो भवति, यच्चातः प्रवर्त्तते, तद् दर्शयतिसुद्धाणाजोगाओ, अज्झप्पं सति इओ समालोचो । हंदि अणुट्ठाणगओ, ततो य तं नियमतो होति ॥ ३६९ ॥ शुद्धाज्ञायोगादध्यात्ममुक्तरूपं 'सदा' सर्व्वकालं सञ्जायते न पुनरन्यथापि, ૧. જાતે જ કહે છે એનો અર્થ એ છે કે બીજાઓના કહેવાથી કહેતા નથી કિંતુ તેમને પોતાને આવું જણાય છે તેથી કહે છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ८ तस्य तदेककारणत्वात् । तदनु 'इतो'ऽध्यात्मात् 'समालोचो' विमर्शश्चिकीर्षासारो 'हंदि' इत्युपप्रदर्शने, अनुष्ठानगतस्तच्चित्रक्रियाकाण्डविषयः प्रवर्त्तते । 'ततश्च' तस्मादेवालोचात् तदनुष्ठानं नियमतो भवति, तस्य तदवन्ध्यहेतुत्वादिति ॥ ३६९ ॥ આ અધ્યાત્મ જેનાથી થાય છે અને અધ્યાત્મથી જે પ્રવર્તે છે=થાય છે તેને જણાવે છે— ગાથાર્થ- સદા શુદ્ધાજ્ઞાયોગથી આ અધ્યાત્મ થાય છે. એ અધ્યાત્મથી અનુષ્ઠાનસંબંધી વિચાર થાય છે. એ વિચારથી તે અનુષ્ઠાન નિયમા થાય છે. ટીકાર્થ—સર્વકાળે અધ્યાત્મ શુદ્ધાજ્ઞાયોગથી જ થાય છે, બીજા કોઇપણ પ્રકારથી થતું નથી. કારણ કે અધ્યાત્મનું એક શુદ્ધાશાયોગ જ કારણ છે. એ અધ્યાત્મથી વિવિધ પ્રકારના ક્રિયાસમૂહ અંગેનો વિચાર થાય છે, તે વિચારમાં કરવાની ઇચ્છાની પ્રધાનતા હોય છે, અર્થાત્ અમુક અમુક અનુષ્ઠાન હું કરું એમ અનુષ્ઠાન કરવાની જે ઇચ્છા તે ઇચ્છાની પ્રધાનતા હોય છે. એ વિચારથી તે અનુષ્ઠાન નિયમા થાય છે. કારણ કે જેમાં ક૨વાની ઇચ્છા પ્રધાન છે તેવો વિચાર અનુષ્ઠાનનું અવંધ્ય (=નિષ્ફળ ન જાય તેવું) કારણ છે. અધ્યાત્મનું સ્વરૂપ પૂર્વની ગાથામાં જણાવી દીધું છે. (૩૬૯) अयं च शुद्धाज्ञायोगो यथा भवति, तद् दर्शयति एसो उ तहाभव्वत्तयाए संजोगतो निओगेण । जायति भन्ने गठिम्मि अन्नहा णो जतो भणियं ॥ ३७० ॥ 'एष' शुद्धाज्ञायोगः पुनस्तथाभव्यतया उक्तरूपतया 'संयोगात्' सम्पृक्तभावाद् 'नियोगेन' नियमेन जायते जीवानाम् । कीदृशे कस्मिन्नित्याह- 'भिन्ने'ऽपूर्वकरणवज्रसूच्या सम्पन्नच्छिद्रे कृते 'ग्रन्थौ' घनरागद्वेषपरिणामरूपे । अन्यथा ग्रन्थिभेदाभावे सति 'नो' શૈવ, મહામોહસન્નિપાતોષહતત્વાન્ । યતો મળતમામે રૂ૭૦૫ આ શુદ્ધાશાયોગ જે રીતે થાય છે તે વિગતને જણાવે છે– ગાથાર્થ—તથાભવ્યત્વના સંયોગથી ગ્રંથિભેદ થતાં નિયમા શુદ્ધાશાયોગ થાય છે. ગ્રંથિભેદ વિના શુદ્ધાશાયોગ થતો નથી. કારણ કે આગમમાં આ (=હવે પછીની ગાથામાં કહેવાશે તે) કહ્યું છે. ટીકાર્થ—તથાભવ્યત્વનું સ્વરૂપ પૂર્વે (૧૬૩મી ગાથામાં) કહ્યું છે. તથાભવ્યત્વના સંયોગથી અપૂર્વકરણરૂપ વજ્રની સોયથી ઘનરાગ-દ્વેષના પરિણામ રૂપ ગ્રંથિમાં છિદ્ર કરાયે છતે જીવોને નિયમા શુદ્ધાશાયોગની પ્રાપ્તિ થાય છે. ગ્રંથિનો ભેદ થયા વિના શુદ્ધાજ્ઞાયોગની પ્રાપ્તિ થતી નથી. કારણ કે મહામોહરૂપ સન્નિપાતથી શુદ્ધાજ્ઞાયોગ હણાયેલો છે. આ વિષે આગમમાં નીચેની ગાથામાં જે કહેવાશે તે કહ્યું છે. (૩૭૦) Page #16 -------------------------------------------------------------------------- ________________ 6पहेशप : भाग-२ वेहपरिणामरहिते, ण गुणाहाणमिह होति रयणम्मि । जह तह सुत्ताहाणं, न भावतोऽभिन्नगंठिम्मि ॥३७१॥ 'वेधपरिणामरहिते'ऽपातितमध्यच्छिद्रेतथाविधप्रयोगाद्'न'नैव गुणाधानं सूत्रतन्तुप्रवेशइह भवति रत्ने'पद्मरागादौ, यथेति दृष्टान्तार्थः, तथासूत्राधानं'पारगतगदितागमन्यासः 'न' नैव भावतस्तत्त्ववृत्त्याऽभिन्नग्रन्थौ जीवे, तत्राद्यापि सूत्राधानस्य सद्बोधसम्पादकसामर्थ्याभावात्, तत्सम्पादनेनचतस्याविकलस्वरूपलाभसम्भवादिति ॥३७१॥ (भागममां मुह्यु छ त छे-) ગાથાર્થ–જેવી રીતે મધ્યમાં પાડેલા છિદ્રથી રહિત રત્નમાં સૂતરના તંતુનો પ્રવેશ થઈ શકતો નથી, તેવી રીતે અભિન્નગ્રંથિ જીવમાં જૈનાગમનો વિન્યાસ (=સ્થાપના) પરમાર્થથી થઈ શકતો નથી. ટીકાર્ય–તેવા પ્રકારના પ્રયોગથી પધરાગ વગેરે રત્નની મધ્યમાં છિદ્ર ન પાડ્યું હોય તો એ રત્નમાં સૂતરના તંતુનો પ્રવેશ થઈ શકતો નથી. તે જ રીતે જે જીવમાં ગ્રંથિનો ભેદ થયો નથી તે જીવમાં જિનેશ્વરે કહેલા આગમોની સ્થાપના (=જૈનાગમનો અભ્યાસ) તાત્ત્વિક થઈ શકતી નથી. કારણ કે તે જીવમાં હજી (તેવી યોગ્યતા પ્રગટી ન હોવાથી) જૈનાગમનો અભ્યાસ તેને સબોધની પ્રાપ્તિ કરાવવા સમર્થ નથી. જૈનાગમોનો અભ્યાસ સબોધની પ્રાપ્તિ કરાવવા દ્વારા જ પોતાના સંપૂર્ણ સ્વરૂપનો લાભ પામી શકે છે. આનો અર્થ એ થયો કે જે જૈનાગમનો અભ્યાસ સમ્બોધની પ્રાપ્તિ ન કરાવી શકે તેને પરમાર્થથી જૈનાગમોનો અભ્યાસ જ ન કહેવાય. નિશ્ચય નયના અભિપ્રાયે જે વસ્તુ પોતાનું કામ ન કરે તે અવસ્તુ છે=વસ્તુ જ નથી.) (૩૭૧) अमुमेवार्थ भावयतिजह तम्मि तेण जोगा, बज्झा संतोवि तत्तओ जेए । तह दव्वसुत्तजोगा, पायं जीवाण विण्णेया ॥३७२॥ यथा तस्मिन्नेव वेधपरिणामरहिते 'तेन' गुणेन 'योगाः' सम्बन्धाः 'बाह्याः' मध्यप्रवेशविरहाद् बहीरूपास्तत्प्रयोजनार्थभिः पुंभिः सम्पद्यमानाः सन्तोऽपि 'तत्त्वतः' परमार्थरूपतया 'न' नैव 'एते' सूत्रयोगा वर्तन्ते, जतुप्रभृतिना श्लेषद्रव्येण गुणसंयोजने रत्नस्य छायाविनाशात्, तदन्तरेण च तस्य तत्रावस्थानस्थैर्याभावादिति। तथा द्रव्यसूत्रयोगाः प्रायो बाहुल्येन जीवानां विज्ञेयाः । इह द्रव्यशब्दः कारणपर्यायोऽप्रधानपर्यायश्च शास्त्रेषु प्रयुज्यते । तत्र योऽसन्निहितग्रन्थिभेदानां दूरभव्यादीनामप्रधानः सूत्रयोगः स एकान्तत एव सद्बोधानाधायकतया तत्त्वपर्यालोचने न किञ्चिदेव । यस्त्वपुनर्बन्धकमाग्र्गाभिमुखमार्गपतितानाम् , स शुद्धबोधलाभावन्ध्यहेतुत्वाद् व्यवहारेण Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ तात्त्विकः । यथोक्तं योगबिन्दौ - " अपुनर्बन्धकस्यायं व्यवहारेण तात्त्विकः" इत्यादि । इति हृदि समाधाय सूत्रकारेणोक्तं प्राय इति । ततो ये प्रधानाः सूत्रयोगा अविरतादीनां ते निश्चयतो व्यवहारतश्च तत्त्वरूपा एव । ये तु सद्बोधहेतुभूतास्ते व्यवहारेण तात्त्विका કૃત્તિારૂ૭૨॥ ૧૦ આ જ અર્થને વિચારે છે– ગાથાર્થ-જેવી રીતે છિદ્રરહિત રત્નમાં સૂતરની સાથે બાહ્યસંબંધો હોવા છતાં તત્ત્વથી સંબંધો નથી, તે રીતે જીવોના દ્રવ્ય સૂત્રસંબંધો પણ પ્રાયઃ તેવા જાણવા. ટીકાર્થ—જેવી રીતે રત્નમાં છિદ્ર ન હોય ત્યારે તેવા કોઇ ખાસ પુરુષો માટે લાખ વગેરે ચોંટાડવાના દ્રવ્યથી દોરાને બહારથી રત્નમાં ચોટાડી દે. આ વખતે સૂતરનો રત્નની અંદર પ્રવેશ થયો ન હોવાથી સૂતરનો રત્નની સાથે થયેલો સંબંધ બાહ્ય સંબંધ છે. આ રીતે થયેલો બાહ્ય સંબંધ હોવા છતાં પરમાર્થથી નથી. કારણ કે તે સંબંધ રત્નની શોભાનો વિનાશ કરે છે. તથા અંદર પ્રવેશ કર્યા વિના દોરો રત્નમાં સ્થિર રહી શકે નહિ. તે પ્રમાણે જીવોનો દ્રવ્યથી સૂત્રસંબંધ પણ પ્રાયઃ તેના જેવો જાણવો, અર્થાત્ સૂત્ર સંબંધ હોવા છતાં પરમાર્થથી નથી. અહીં શાસ્ત્રોમાં દ્રવ્યશબ્દનો પ્રયોગ પ્રધાનદ્રવ્ય અને અપ્રધાનદ્રવ્ય એ બે અર્થમાં કરવામાં આવે છે. જે દ્રવ્યવસ્તુ ભવિષ્યમાં ભાવરૂપ બને તે પ્રધાન દ્રવ્ય કહેવાય. અને જે દ્રવ્યવસ્તુ ભવિષ્યમાં ભાવરૂપ ન બને તે અપ્રધાનદ્રવ્ય કહેવાય. (આ જ વિગત ટીંકામાં રૂદ દ્રવ્યશન્દ્ર: જારળપર્યાયોઽપ્રધાનપર્યાયશ્ચ શાસ્ત્રપુ પ્રવુતે એ વાક્યથી કહેવામાં આવી છે.) તેમાં જેઓ નજીકના કાળમાં ગ્રંથિભેદ કરવાના નથી તેવા દૂરભવ્ય વગેરેને અપ્રધાન દ્રવ્યસૂત્રયોગ હોય છે. કારણ કે તે સૂત્રયોગ એકાંતે જ સદ્બોધની સ્થાપના (=સદ્બોધનો પ્રાદુર્ભાવ) ક૨ના૨ ન હોવાથી તત્ત્વવિચારણામાં જરાય ઉપયોગી નથી. અપુનર્બંધક, માર્ગાભિમુખ અને માર્ગપતિત જીવોનો સૂત્રયોગ વ્યવહારથી તાત્ત્વિક છે. (એટલે કે પ્રધાનદ્રવ્ય છે). કારણ કે તે સૂત્રયોગ શુદ્ધબોધના લાભનું અવંધ્ય કારણ છે. (તે જીવો ભવિષ્યમાં અવશ્ય શુદ્ધબોધને પામશે. આથી તેમનો દ્રવ્યસૂત્રયોગ પ્રધાનદ્રવ્ય સૂત્રયોગ છે). યોગબિંદુ ગ્રન્થમાં કહ્યું છે કે “અપુનર્બંધકને અધ્યાત્મ અને ભાવના એ બે યોગ વ્યવહારથી તાત્ત્વિક હોય છે. (વ્યવહા૨થી એટલે કારણમાં કાર્યના ઉપચારથી. કારણ પણ કથંચિત્ કાર્યસ્વરૂપ હોવાથી ઉપચારથી પણ વસ્તુ તાત્ત્વિક ગણાય.) આ પ્રમાણે હૃદયમાં ધારણ કરીને ગ્રંથકારે ‘જીવોના દ્રવ્યસૂત્ર સંબંધો પણ ‘પ્રાયઃ’ તેવા જાણવા” એમ ‘પ્રાયઃ' કહ્યું છે. (અપુનર્બંધક આદિના દ્રવ્યસૂત્ર સંબંધો તેવા નથી.) ૧. દ્રવ્યશબ્દના પ્રધાનદ્રવ્ય અને અપ્રધાનદ્રવ્ય એ બે અર્થની વિશેષ સ્પષ્ટતા માટે આ જ ગ્રંથમાં ૨૫૩થી ૨૫૮ ગાથાઓનો અનુવાદ જુઓ. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ઉપદેશપદ : ભાગ-૨ - તેથી અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેના જે પ્રધાને (=ભાવ) સૂત્રયોગો છે તે નિશ્ચયથી અને વ્યવહારથી પણ તાત્ત્વિક જ છે. પણ જે સૂત્રયોગો સદ્ધોધનું કારણ બને છે તે સૂત્રયોગો વ્યવહારથી જ તાત્વિક છે. (૩૭૨) कुत एतदेवमिति चेदुच्यतेविसयपडिहासमित्तं, बालस्सेवक्खरयणविसयंति । वयणा इमेसु णाणं, सव्वत्थण्णाणमो णेयं ॥३७३॥ 'विषयप्रतिभासमात्रम्'-इह स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राणीन्द्रियाणि, स्पर्शरसगन्धरूपशब्दास्तेषामर्थाः, ततो विषयस्येन्द्रियगोचरस्य प्रतिभासोऽवबोधः स एव केवलस्तद्गतगुणदोषविमर्शविकलो विषयप्रतिभासमात्रं 'बालस्येव' शिशोरिव । 'अक्षरत्नविषयं' अक्षश्चन्दनको रत्नं पद्मरागादि, अक्षरत्ने, ते विषयो यस्य तत्तथाविधज्ञानमित्युत्तरेण योगः। इतिः पूरणार्थः । वचनाद' द्रव्यश्रुतयोगरूपात् । एष्वभिन्नग्रन्थिषु जनेषु ज्ञानमवबोधः शब्दार्थमात्रगोचरमेव तद्गतोहापोहशून्यं 'सर्वत्र' जीवादी विषये; किमित्याह- अज्ञानमेव ज्ञानफलस्य हेयोपादेयविभागस्य तात्त्विकस्याમાવાયામતિ રૂ૭રૂા આ આ પ્રમાણે કેમ છે એમ તમે પૂછતા હો તો તેનો ઉત્તર કહેવામાં આવે છે– ગાથાર્થ–અભિન્નગ્રંથિ જીવોમાં દ્રવ્યશ્રતયોગથી જીવાદિ સર્વ પદાર્થો વિષે થતું જ્ઞાન બાળકને અક્ષ અને રત્નના વિષયમાં થતા જ્ઞાનની જેમ માત્ર વિષયપ્રતિભાસ છે (આથી જ) તે જ્ઞાન અજ્ઞાન જાણવું. 1 ટીકાર્થ–માત્ર વિષયપ્રતિભાસ- સ્પર્શન, જીભ, નાક, આંખ અને કાન એ (પાંચ) ઇંદ્રિયો છે. તેમના વિષયો અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ છે. પ્રતિભાસ એટલે બોધ. ઈદ્રિયોના વિષયોનો બોધ તે વિષયપ્રતિભાસ. વિષયોમાં રહેલ ગુણ-દોષના વિચાર વિના કેવળ વિષયોનો બોધ તે માત્ર વિષયપ્રતિભાસ. આ વિષે બાળકનું દૃષ્ટાંત છે. બાળકને થતો અક્ષ અને રત્નનો બોધ માત્ર વિષય પ્રતિભાસ હોય છે. બાળક અક્ષ અને રત્નને સમાનરૂપે જુએ છે. અક્ષનું વિશેષ મૂલ્ય નથી, રત્ન મૂલ્યવાન છે, એવા ભેદનું તેને જ્ઞાન હોતું નથી. બાળક તે તે વસ્તુને જુએ છે એથી તેને તે તે વસ્તુનો બોધ થાય છે. પણ આ વસ્તુ હિતકર છે અને આ વસ્તુ અહિતકર છે એવો બોધ હોતો નથી. આથી તે સર્પને જુએ તો સર્પથી દૂર ભાગવાના બદલે સંભવ છે કે સર્પને પકડવા દોડે.) ૧. અહીં પ્રધાન શબ્દનો ભાવ અર્થ છે. અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેને ભાવથી સૂત્રયોગો હોય છે. ૨. અક્ષ સમુદ્રમાં ઉત્પન્ન થતા હીન્દ્રિય જીવનું ક્લેવર છે. વર્તમાનમાં તેમાંથી સ્થાપનાચાર્ય બનાવવામાં આવે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉપદેશપદ : ભાગ-૨ તે જ પ્રમાણે જે જીવોનો ગ્રંથિભેદ થયો નથી તે જીવોમાં દ્રવ્યશ્રુતયોગથી થતો જીવાદિ પદાર્થોનો બોધ માત્રવિષયપ્રતિભાસ રૂપ હોય છે—તર્ક-વિતર્કથી રહતિ માત્ર શબ્દાર્થનો બોધ હોય છે. આથી તે જ્ઞાન પરમાર્થથી અજ્ઞાન જ છે. કારણ કે હેયોપાદેયનો વિભાગ કરવો એ જ્ઞાનનું તાત્ત્વિક ફલ છે. દ્રવ્યશ્રુતયોગથી થતા બોધથી આ ફલ મળતું નથી. (૩૭૩) अत्रैव व्यतिरेकमाहभिन्ने तु इतो णाणं, जक्खरयणेसु तग्गयं चेव । पडिबंधम्मिवि सद्धादिभावतो सम्मरूवं तु ॥३७४॥ મિત્તે તુ' વિતે તુપુન તો જીિમેલીવનન્તરવજ્ઞાન' વિશવિમfवशोपलब्धविशुद्धतत्त्वतया शुद्धबोधरूपं विजृम्भते । दृष्टान्तमाह- यथाक्षरत्नयोर्विषये तस्यैव शिशोरशिशुभावप्राप्तौ 'तद्गतं' चैवाक्षरत्नविभागगोचरमेव । ननु भिन्नग्रन्थीनां केषांचिद् माषतुषादिसदृशानां न किञ्चिद् ज्ञानविजृम्भणमुपलभ्यत इत्याशक्याह'प्रतिबन्धेऽपि' तथाविधज्ञानावरणोदयाद् विघातेऽपि 'श्रद्धादिभावतः' "तमेव सच्चं नीसंकं जं जिणेहिं पवेइयं" इत्यादेः श्रद्धानस्य, आदिशब्दाद् गीतार्थप्रज्ञापनीयत्वस्य च भावात् तुच्छमपि ज्ञानं सम्यग्रूपमेव, परिपूर्णलाभहेतुत्वात् । तथा हि शुक्लपक्षक्षपापतेरतितुच्छोऽपि प्रतिपत्तिथावुज्वलतालाभः सम्यगेव, परिपूर्णतदुज्वलभावलाभस्याचिरादेव सम्पत्तिनिमित्तत्वात् , तथा प्रकृतज्ञानमपि क्रमेण केवलज्ञानाविकलकारणभावापन्नमेव वर्त्तत इति ॥३७४॥ આ જ વિષયને ઊલટી રીતે કહે છે ગાથાર્થ–જેવી રીતે બાળકની બાલ્યાવસ્થા દૂર થતાં અક્ષ અને રત્નમાં અક્ષ-રત્નના વિભાગ સંબંધી બોધ થાય છે તે રીતે ગ્રંથિનો ભેદ થતાં તુરત જ જ્ઞાન પ્રગટે છે. પ્રતિબંધ હોવા છતાં શ્રદ્ધા વગેરે ભાવથી જ્ઞાન સમ્યરૂપ જ છે. ટીકાર્થ- બાળકની બાલ્યાવસ્થા દૂર થતાં અક્ષનું વિશેષ મૂલ્ય નથી રત્ન જ મૂલ્યવાન છે એ પ્રમાણે અક્ષ અને રત્નના વિભાગનું જ્ઞાન થાય છે. તે પ્રમાણે ગ્રંથિનો ભેદ થતાં તુરત જ નિર્મલ વિચારણાથી વિશુદ્ધતત્ત્વની પ્રાપ્તિ થવાના કારણે જ્ઞાન પ્રગટે છે. ગ્રંથિભેદ થવા છતાં માપતુષ મુનિ જેવા કેટલાક જીવોમાં જ્ઞાનનો જરાપણ ઉઘાડ (=વિકાસ) જોવામાં આવતો નથી. આવી આશંકા કરીને ગ્રંથકાર ગાથાના ઉત્તરાર્ધમાં તેનું સ્પષ્ટીકરણ કરતાં કહે છે કે, તેવા પ્રકારના જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી વિશેષજ્ઞાનની પ્રાપ્તિમાં પ્રતિબંધ(=રુકાવટ) હોવા છતાં તે જ નિઃશંકપણે સાચું છે કે જે જિનેશ્વરોએ કહ્યું છે આવી શ્રદ્ધા વગેરે હોવાના કારણે અલ્પ પણ જ્ઞાન સમ્યરૂપ જ (=સમ્યજ્ઞાન જ) છે. કારણ કે એ અલ્પજ્ઞાન પરિપૂર્ણ જ્ઞાનના લાભનું કારણ છે. શુક્લપક્ષમાં એકમના ચંદ્રનો Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ઉપદેશપદ : ભાગ-૨ પ્રકાશલાભ (=પ્રકાશની પ્રાપ્તિ) અતિઅલ્પ હોવા છતાં સમ્યગૂ જ છે. કારણ કે તે પ્રકાશલાભ જલદી જ ચંદ્રના પરિપૂર્ણ પ્રકાશલાભનું કારણ છે. તે રીતે માપતુષ વગેરેનું જ્ઞાન પણ ક્રમ કરીને કેવલજ્ઞાનનું અવશ્ય પરિપૂર્ણ કારણ છે. “શ્રદ્ધા વગેરે’ એ સ્થળે વગેરે શબ્દથી ગીતાર્થ પ્રજ્ઞાપનીયત્વ ગુણ સમજવો. (ગીતાર્થ પ્રજ્ઞાપનીયત્વ એટલે ગીતાર્થ સમજાવી શકે તેવી યોગ્યતા. આ ગુણ જેનામાં હોય તે અનાભોગ આદિના કારણે વિપરીત પ્રવૃત્તિ કરે ત્યારે ગીતાર્થ તેની ભૂલ સમજાવે તો સમજી જાય, તુરત પોતાની ભૂલનો સ્વીકાર કરી લે, અને વિપરીત પ્રવૃત્તિનો ત્યાગ કરે.) (૩૭૪) अथास्य सम्यग्रूपतामेव भावयतिजमिणं असप्पवित्तीए दव्वओ संगयंपि नियमेण । होति फलंगं असुहाणुबंधवोच्छेयभावाओ ॥३७५॥ यस्मादिदं सम्यग्ज्ञानमसत्प्रवृत्त्या प्रबलावश्यवेद्यचारित्रमोहोदयादिन्द्रियानुकूलाचरणरूपया 'द्रव्यतो' मनोरुचिविकलत्वेनाप्रधानभावात् 'सङ्गतमपि' संयोगभागपि नियमेनैकान्तत एव भवति 'फलाङ्गं' मोक्षलक्षणफलनिमित्तम् । कुत इत्याहअशुभानां ज्ञानावरणादिपापप्रकृतीनामनुबन्ध उत्तरोत्तरवृद्धिरूपस्तस्य व्यवच्छेदस्त्रुटितતાથ માવાન્ રૂ૭પ હવે ભિન્નગ્રંથિ જીવનું જ્ઞાન સમ્યરૂપ છે એ વિષયને જ વિચારે છે ગાથાર્થ-કારણ કે સમ્યજ્ઞાન દ્રવ્યથી અસવૃત્તિથી યુક્ત હોય તો પણ નિયમો (મોક્ષરૂ૫) ફલનું કારણ બને છે. કારણ કે અશુભ અનુબંધનો વિચ્છેદ થાય છે. ટીકાર્થ-ભિન્નગ્રંથિ કોઈ જીવ અવશ્ય ભોગવવું પડે તેવા પ્રબળ ચારિત્રમોહના ઉદયથી ઇંદ્રિયોને અનુકૂળ હોય તેવું આચરણ (=વિષયોપભોગ વગેરે) કરે. એથી એનું જ્ઞાન અસ–વૃત્તિથી યુક્ત બને. અસ–વૃત્તિથી યુક્ત પણ એનું જ્ઞાન સમ્યગ છે=સમ્યજ્ઞાન છે. કારણકે તે જ્ઞાન નિયમા મોક્ષરૂપ ફળનું કારણ બને છે. તે જ્ઞાન મોક્ષનું કારણ બને છે એનું કારણ એ છે કે તે જ્ઞાનથી જ્ઞાનાવરણીય વગેરે પાપકર્મોના અનુબંધનો વિચ્છેદ થાય છે.=પાપકર્મો અનુબંધવાળાં બંધાતા નથી. તે જ્ઞાનથી જ્ઞાનાવરણીય વગેરે પાપકર્મોના અનુબંધનો વિચ્છેદ થાય છે તેનું કારણ એ છે કે સમ્યજ્ઞાનથી યુક્ત (=સમ્યગ્દષ્ટિ) જીવ અસ–વૃત્તિ માનસિકરુચિ વિના (=ભાવ વિના) દ્રવ્યથી કરે છે. (ભાવથી કરાતી જ અસત્યવૃત્તિ પાપકર્મના અનુબંધનું કારણ બને છે. દ્રવ્યથી કરાતી અસત્યવૃત્તિ પાપકર્મના અનુબંધનું કારણ બનતી નથી. અનુબંધ એટલે ઉત્તરોત્તર વૃદ્ધિ થવી. (૩૭૫) अशुभानुबन्धमेवाश्रित्याहएसो य एत्थ पावो, मूलं भवपायवस्स विन्नेओ । एयम्मि य वोच्छिन्ने, वोच्छिन्नो चेव एसो त्ति ॥३७६॥ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉપદેશપદ : ભાગ-૨ ___एष चाशुभानुबन्धः पुनरत्र सम्यग्रूपज्ञानादशुभानुबन्धव्यवच्छेदे प्रस्तुते पापोऽत्यन्ताधमो मूलमादिकारणं 'भवपादपस्य' संसारविषवृक्षस्य नरकादिदुःखफलाकुलस्य विज्ञेयः । एतस्मिंश्चाशुभानुबन्धे व्यवच्छिन्ने सम्यग्ज्ञानतो व्यवच्छिन्नश्चैवोपरत एवैष भवपादप इति । विपर्यासजलसिच्यमानमूला एव हि क्लेशपादपा दुःखलक्षणाय फलाय कल्पन्ते। सम्यग्ज्ञानदहनदह्यमानमूलास्तु त्रुटितसकलफलदानशक्तयो वन्ध्यभावापना असत्कल्पा एव जायन्त इति ॥३७६॥ અશુભ અનુબંધને જ આશ્રયીને કહે છે– ગાથાર્થ—અહીં અશુભ અનુબંધને અતિશય અધમ અને ભવરૂપ વૃક્ષનું મૂળ જાણવો. અશુભ અનુબંધનો વિચ્છેદ થતાં ભવરૂપ વૃક્ષનો વિચ્છેદ થઈ જ ગયો. ટીકાર્ય–અહીં અહીં એટલે સમ્યજ્ઞાનથી અશુભાનુબંધનો વિચ્છેદ થાય એ પ્રસ્તુત વિષયમાં. भूख १२९(=भुण्य. १२९). અશુભાનુબંધ નરકાદિના દુઃખરૂપ ફલથી ભરપૂર સંસારરૂપ વિષવૃક્ષનું મુખ્ય કારણ છે. એથી સમ્યજ્ઞાનથી અશુભ અનુબંધનો વિચ્છેદ થતાં ભવરૂપ વૃક્ષ છેદાઈ ગયેલો જ જાણવો. ક્લિષ્ટ કર્મરૂપ વૃક્ષો મિથ્યાજ્ઞાન રૂપ જલથી સિંચાઈ રહ્યા હોય તો જ દુઃખ રૂપ ફલ આપવા સમર્થ થાય છે. સમ્યજ્ઞાન રૂપ અગ્નિથી એમના મૂળિયાં બળી રહ્યાં હોય તો તેમનામાં રહેલ ફલ આપવાની બધી શક્તિઓ નષ્ટ થઈ જાય છે. એથી નિષ્ફળ ભાવને પામેલા ક્લિષ્ટકર્મરૂપ વૃક્ષો નથી જેવાં જ થઈ જાય છે. (૩૭૬) एवं सति यत्सिद्धं तद् दर्शयति- . एत्तो च्चिय एयम्मी, जत्तोऽतिसएण सेसगाणं पि । एत्थ दुवे सज्झिलगा, वाणप्पत्था उदाहरणं ॥३७७॥ इत एवाशुभानुबन्धस्य भवपादपमूलत्वाद् एतद्व्यवच्छेदे च भवस्य व्यवच्छिन्नत्वाद् हेतोः, एतस्मिन्नशुभानुबन्धव्यवच्छेदे 'यत्नो' निन्दागर्हादिना प्रयत्नोऽतिशयेन शेषानुष्ठानमपेक्ष्य 'शेषकाणामपि' तीर्थान्तरीयाणां वर्तते, किंपुनरस्माकं जैनानामित्यपिशब्दार्थः । अत्रानुबन्धव्यवच्छेदे द्वौ सज्झिलको भ्रातरौ वानप्रस्थौ "ब्रह्मचारी गृहस्थश्च वानप्रस्थस्ततो यतिः ।" इत्याश्रमक्रमापेक्षया तृतीयाश्रमवर्तिनौ वानप्रस्थापनवन्तावुदाहरणम् ॥३७७॥ આનાથી જે સિદ્ધ થયું તે જણાવે છે ગાથાર્થ–આથી જ અન્યદર્શનીઓનો પણ અશુભાનુબંધનો વિચ્છેદ કરવામાં અતિશય પ્રયત્ન હોય છે. અશુભાનુબંધના વિચ્છેદમાં વાનપ્રસ્થ આશ્રમમાં રહેલા બે બંધુઓનું દૃષ્ટાંત છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ उपद्वेशपE : भाग-२ ૧૫ ટીકાર્થ—ભવરૂપ વૃક્ષનું મૂળ અશુભાનુબંધ છે, અને અશુભાનુબંધનો વિચ્છેદ થતાં ભવનો નાશ થઇ ગયો હોવાથી અન્યદર્શનીઓ પણ નિંદા-ગર્હ આદિ દ્વારા અશુભાનુબંધનો વિચ્છેદ કરવામાં અન્ય અનુષ્ઠાનની અપેક્ષાએ અધિક પ્રયત્ન કરે છે, અર્થાત્ અન્ય અનુષ્ઠાનમાં જેટલો પ્રત્ન કરે છે તેના કરતાં અશુભાનુબંધનો વિચ્છેદ કરવામાં અધિક પ્રયત્ન કરે છે. જો અન્યદર્શનીઓ પણ અશુભાનુબંધનો વિચ્છેદ કરવામાં અધિક પ્રયત્ન કરે છે તો આપણે જૈનોએ અધિક પ્રયત્ન કરવો જોઇએ તેમાં તો કહેવું જ શું ? અશુભાનુબંધના વિચ્છેદ વિષે વાનપ્રસ્થ આશ્રમમાં રહેલા બે બંધુઓનું દૃષ્ટાંત છે. પહેલાં બ્રહ્મચારી રહે, પછી ગૃહસ્થ થાય, પછી વાનપ્રસ્થ થાય, પછી સાધુ થાય. આશ્રમના આ ક્રમની અપેક્ષાએ વાનપ્રસ્થ આશ્રમમાં રહેલા એટલે ત્રીજા આશ્રમમાં રહેલા. (૩૭૭) अंगिरसगालवा वाणपत्थ लहुगस्स जेट्ठवणगमणं । निग्गम कुसादिहेउं, तस्सियरपडिच्छणं चेव ॥ ३७८ ॥ कालातिक्कम भुक्खा, दाडिमगह आगमो उ इतरस्स । वंदण पासण पुच्छा, एत्तो पच्छित्ति णो वंदे ॥३७९ ॥ देह इमं गच्छ निवं मग्गाहि स दूर पादलेवो ति । गमणं निवमग्गण धम्मसत्थि च्छेओ उ हत्थाणं ॥ ३८० ॥ तत्तो आगम चिण्णव्वतोसि वंदण णतीए ण्हाणं तु । हत्थुल्लुब्भण साहण पाणायामे तहा भावो ॥३८१ ॥ पुच्छा किं णो पढमं असुद्धितो तं वतित्ति गुरुदोसो । किरियापत्थाहरणा ण अन्नाऽवेति अणुबंधो ॥३८२ ॥ इह क्वचिद् मागधादौ मण्डले आङ्गिरसगालवौ ब्राह्मणसुतौ परिपालिताद्याश्रमद्वयौ सन्तौ वानप्रस्थावभूताम् । अन्यदा लघुकस्य भ्रातुर्गालवनाम्नः कुतोऽपि प्रयोजनात् स्ववनषण्डाज्येष्ठवनगमनमाङ्गिरसवनावतरणं समजायत । तस्मिंश्च समये निर्गमः स्वकीयवनात् 'कुशादिहेतु' कुशादयो दर्भकन्दमूलफलजलेन्धनादयस्तापसजनयोग्यसमाहरणीयत्वेन हेतवो यत्र तत्तथा क्रियाविशेषणमेतत् । तस्य ज्येष्ठभ्रातुः इतरप्रतीक्षणमेवेतरेण तत्रस्थेनैव विलम्बनमकारीति ॥ ३७८ ॥ 'कालाइक्कम 'त्ति आगमनकालातिवाहने सम्पन्ने सति बुभुक्षा गालवस्य समजायत । ततस्तेन ज्येष्ठवनाद् दाडिमग्रहः कृतः भुक्तानि च तानि । मुहूर्त्तान्तरादागमस्तु प्रत्यावृत्त्य स्ववने ज्येष्ठस्य इतरस्य लघोस्तं प्रति वन्दना बभूव । 'पासण 'त्ति दृष्टं च लुप्तदाडिमफलं स्ववनम् । पृच्छा च कृता तेन केनेदमित्थं विहितमिति । कथितं चानेन यथा मयेति । ततः आङ्गिरसेनोचे । इतः स्वयमेव दाडिमग्रहणा Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૬ Gपहेशप : भाग-२ दत्तादानाद् , यद्यपि “पावं छिंदइ जम्हा पायच्छित्तं तु भण्णई तम्हा। पाएण वावि चित्तं विसोहए तेण पच्छित्तं" ॥१॥ इति वचनाद् अपराधशुद्धुपायभूतमनुष्ठानं प्रायश्चित्तमुच्यते, तथाप्युपचारात् प्रायश्चित्तशोध्योऽपराधोऽपि प्रायश्चित्तशब्दवाच्यः, ततः प्रायश्चित्तमस्यास्तीति प्रायश्चित्ती भवानिति कृत्वा 'नो' नैव 'वन्दे' प्रतिवन्दे प्रतिवन्दनं करोमि ते । निशीथेऽप्युक्तम्-"मूलगुणउत्तरगुणे संथरमाणावि जे विसीयंति । ते नहु हुंत वंदणिजा ।" इति ॥३७९॥ गालव उवाच-दत्त यूयमेवेदं मे प्रायश्चित्तम् । आङ्गिरसः-गच्छ एतन्मण्डलाधिपतिनगरे नृपं राजानं 'मग्गाहित्ति याचस्व शुद्धिम् , दुष्टनिग्रहशिष्टपरिपालनयोस्तस्यैव सर्वाश्रमगुरुत्वेनाधिकारित्वात् । गालवः-स राजा दूरे महता व्यवधानेन वर्तत इति न शक्यते तस्य समीपे गन्तुम् । तत आङ्गिरसेन पादलेपः समर्पितो यत्सामर्थ्याद् राजान्तिके गन्तुं शक्यत इत्यस्मात् पादलेपाद् गमनमभूत् । 'नृपमार्गणं' राज्ञः समीपात् प्रायश्चित्तस्य याञ्चा कृता। ततो राजादिष्टैः 'धम्मसत्थि 'त्ति धर्मशास्त्रिभिर्मनुप्रभृतिमुनिप्रणीतधर्मशास्त्रपाठकैः छेदस्तु छेद एव हस्तयोः प्रायश्चित्तमादिष्टम्, न पुनरुपवासादि। लौकिकशास्त्रेषु हि येनाङ्गेन योऽपराधो विहितस्तच्छुद्धौ तदेवाङ्गं निगृह्यत इति ॥३८०॥ ततो हस्तच्छेदानन्तरमागमः प्रत्यावृत्तिराङ्गिरससमीपे । तेनोक्तम्-चीर्णव्रतोऽसि समाचरितप्रायश्चित्तस्त्वमिति विहिता वन्दना, भणितश्च नद्यां स्नानमाचरेति । तुः पादपूरणार्थः । तत्र च स्नातस्य 'हत्थुल्लुज्झण'त्ति हस्तयोरुद्रोहणं-पुनरुद्गमः सम्पनः । तेन च 'साहण'त्ति ज्येष्ठाय साधितं निवेदितं, यथा हस्तौ मम पुनरुद्भूतौ । तेनाप्युक्तं प्राणावुच्छासनिःश्वासौ तयोरायामः सामस्त्येन निरोधः प्राणयामश्चित्तवृत्तिनिरोध इत्यर्थः, तस्मिन् मया कृते सति तथाभावो हस्तयोस्ते सम्पन्नः ॥३८१॥ 'पच्छत्ति पृच्छा कता तेन किं न प्रथमं नदीस्नानात् तथाभावो विहितः? स प्राह-अशुद्धितोऽद्यापि तवाशुद्धित्वात् । यतस्त्वं व्रती इत्यस्मात् स्तोकस्खलनायामपि गुरुदोषो वर्त्तते, "क्रियापथ्याहरणात्' चिकित्साप्रवृत्तावपथ्यासेवनदृष्टान्तात् , न नैवान्यथा हस्तकर्त्तनमपि (? नेनापि) नदीस्नानमन्तरेणापैति त्रुट्यत्यनुबन्धोऽपराधलव इति त्वं मया तदनुष्ठापित इति ॥३८२॥ આંગિરસ અને ગાલવ ગાથાર્થ–મગધ વગેરે કોઈક દેશમાં આંગિરસ અને ગાલવ નામના બે બ્રાહ્મણપુત્રો હતા. પ્રારંભના બે આશ્રમોનું પાલન કર્યા પછી તે બંને વાનપ્રસ્થ થયા. એકવાર કોઈક १. क. 'यद्यपीत्याह पावं छिंदत्ति पावं छिंदइ' ख. ग. घ. 'यदीत्याह पावं छिंदत्ति पावं छिंदइ' । Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૭ કારણથી ગાલવ નામના નાનાબંધુને પોતાના વનખંડથી મોટા ભાઈ આંગિરસના વનમાં જવાનું થયું. તે વખતે મોટો ભાઈ કુશે વગેરે લાવવા માટે પોતાના વનથી બહાર ગયો હતો. આથી ગાલવે ત્યાં રહીને જ આંગિરસના આગમનની રાહ જોઈ. આવવાનો કાળ થઈ જવા છતાં આંગિરસ ન આવ્યો. હવે ગાલવને ભૂખ લાગી. તેથી તેણે મોટાભાઈના વનમાંથી દાડમ લીધાં અને ખાધાં. એક મુહૂર્તમાં મોટોભાઈ પોતાના વનમાં આવ્યો. નાનાભાઈએ તેને વંદન કર્યું. મોટાભાઈએ પોતાના વનને દાડમના ફલ વિનાનું જોયું. તેણે નાનાભાઈને પૂછ્યું. આ આ પ્રમાણે કોણે કર્યું છે? તેણે કહ્યું: દાડમનાં ફળો મેં ખાધાં છે. પછી આંગિરસે તેને કહ્યું. તે અહીંથી જાતે જ દાડમ લીધાં, તેથી અદત્તાદાનના કારણે તું પ્રાયશ્ચિત્તી (=અપરાધી) થયો છે. જો કે “પાપને છેદે છે તેથી પ્રાયશ્ચિત્ત કહેવાય છે, અથવા પ્રાયઃ ચિત્તને=મનને નિર્મલ કરે છે તેથી પ્રાયશ્ચિત્ત કહેવાય છે.” આ વચનથી અપરાધશુદ્ધિના ઉપાયભૂત અનુષ્ઠાનને પ્રાયશ્ચિત્ત કહેવાય, (અપરાધને પ્રાયશ્ચિત્ત ન કહેવાય) તો પણ ઉપચારથી પ્રાયશ્ચિત્તથી શુદ્ધ કરવા યોગ્ય અપરાધને પણ પ્રાયશ્ચિત્ત કહેવાય. તેથી પ્રાયશ્ચિત્ત જેને આવ્યું હોય તે પ્રાયશ્ચિત્તી (=અપરાધી) કહેવાય. તું પ્રાયશ્ચિત્તી (=અપરાધી) થયો હોવાથી હું તને પ્રતિવંદન (=સામુ વંદન) નહિ કરું. નિશીથમાં પણ કહ્યું છે કે-“દોષોનું સેવન કર્યા વિના સંયમનો નિર્વાહ થઈ શકતો હોવા છતાં જેઓ મૂલગુણ-ઉત્તરગુણમાં સીદાય છે. (=દોષો લગાડે છે) તે વિંદન કરવા યોગ્ય નથી.” (ગાથા-૪૩૬૬). ગાલવે કહ્યું: તમે જ મને પ્રાયશ્ચિત્ત આપો. આંગિરસે કહ્યું: આ અધિપતિના નગરમાં જા અને રાજાની પાસે શુદ્ધિની માગણી કર. કારણ કે રાજા સર્વ આશ્રમોનો ગુરુ હોવાથી દુષ્ટનો નિગ્રહ કરવામાં અને શિષ્ટનું પાલન કરવામાં તે જ અધિકારી છે. ગાલવે કહ્યું. તે રાજા દૂર ઘણાં અંતરથી રહે છે. તેથી તેની પાસે જવાનું શક્ય નથી. તેથી આંગિરસે જેના સમર્થ્યથી રાજાની પાસે જઈ શકાય તેવો પારલેપ તેને આપ્યો. પાદલેપથી ગાલવ રાજાની પાસે ગયો. રાજાની પાસે પ્રાયશ્ચિત્તની માગણી કરી. તેથી રાજાના આદેશથી મનુ વગેરે મુનિઓએ રચેલા ધર્મશાસ્ત્રોના પાઠકોએ બે હાથોને છેદવાનું જ પ્રાયશ્ચિત્ત કહ્યું, પણ ઉપવાસ વગેરે પ્રાયશ્ચિત્ત ન કહ્યું. લૌકિક શાસ્ત્રોમાં જે અંગથી જે અપરાધ કર્યો હોય તે અપરાધની શુદ્ધિ માટે તે જ અંગ કાપવામાં આવે છે. ૧. કુશ એટલે ડાભ નામનું ઘાસ. વગેરે શબ્દથી કંદમૂળ, ફળ, પાણી અને કાષ્ઠ વગેરે તાપસ લોકને યોગ્ય વસ્તુઓ સમજવી. Page #25 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ હાથો છેદાયા પછી ગાલવ આંગિરસની પાસે પાછો આવ્યો. આંગિરસે કહ્યું તે પ્રાયશ્ચિત્ત કર્યું છે. આમ કહીને તેને વંદન કર્યું. પછી કહ્યું. તે નદીમાં સ્નાન કર. નદીમાં સ્નાન કર્યા પછી તેના બે હાથ ફરી થઈ ગયા. તેણે મોટાભાઈને આ હકીકત કહી. મોટાભાઇએ કહ્યું. મેં પ્રાણાયામ (=ચિત્તવૃત્તિનો નિરોધ) કર્યો તેથી તને ફરી બે હાથ થયા છે. ગાલવે પૂછ્યું: મેં નદીમાં સ્નાન કર્યું એ પહેલાં પ્રાણાયમથી બે હાથ કેમ ન કર્યા? આંગિરસે કહ્યું હજી પણ તારામાં અશુદ્ધિ રહેલી હોવાથી મેં તેમ ન કર્યું. કારણ કે તું વ્રતી છે. તું વ્રતી હોવાથી અલ્પ અલનાથી પણ મોટો દોષ લાગે. આ અંગે ક્રિયાપથ્યનું દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે- કોઈ રોગી ચિકિત્સા કરાવે, પણ તેમાં થોડું પણ અપથ્યનું સેવન કરે તો મોટો દોષ થાય. તેમ તું વ્રતી હોવાથી તને અલ્પઅલનાથી પણ મોટો દોષ થાય. હાથ કાપવા છતાં નદીમાં સ્નાન કર્યા વિના અલ્પ પણ અપરાધનો અનુબંધ તૂટે નહિ. આથી મેં તારી પાસે આ પ્રમાણે કરાવ્યું. (૩૭૮થી૩૮૨) अनुबन्धमेवाश्रित्याहरुद्दो य इमो एत्थं, चइयव्वो धम्ममग्गजुत्तेहिं । एयम्मि अपरिचत्ते, धम्मोवि हु सबलओ होति ॥३८३॥ 'रौद्रश्च' दारुण एवायमशुभानुबन्धो ऽत्र' जगति 'त्यक्तव्यः' परिहरणीयो निन्दागर्दीदिनोपायेन । कैरित्याह-'धर्ममार्गयुक्तैः' धर्ममार्गा धाराधनोपायाः साधुश्रावकसमाचारास्तत्समन्वितैः । एतस्मिन्ननुबन्धेऽपरिहते धर्मः, प्रागुक्तोऽधर्मस्तावतत्त्वतो भवत्येवेत्यपिशब्दार्थः, हुर्यस्मात् 'शबलको'ऽतिचारपङ्कमालिन्यकल्मषरूपतामापन्नो भवति । अयमभिप्रायो-महति दोषानुबन्धे मूलगुणादिभङ्गरूपे विधीयमानोऽपि धर्मो न स्वरूपं लभते, अल्पातिचारानुबन्धे च भवन्नपि धर्मः शबलस्वरूप एव। अत एव पठ्यते-'पायडियसव्वसल्लो' इत्यादि ॥३८३॥ અનુબંધને આશ્રયને કહે છે ગાથાર્થ–સંસારમાં ધર્મમાર્ગોથી યુક્ત જીવોએ ભયંકર આ અશુભાનુબંધનો ત્યાગ કરવો જોઇએ. એનો ત્યાગ ન કરવામાં આવે તો ધર્મ પણ સબલ થાય. ટીકાર્થ–ધર્મમાર્ગોથી યુક્ત–ધર્મમાર્ગો એટલે ધર્મની આરાધનાના ઉપાય એવા સાધુશ્રાવકના આચારો. સાધુ-શ્રાવકના આચારોથી યુક્ત જીવોએ નિંદા-ગર્તા-આદિ ઉપાયથી અશુભાનુબંધનો ત્યાગ કરવો જોઈએ. જો અશુભાનુબંધનો ત્યાગ ન કરવામાં આવે તો ધર્મ સબલ થાય. સબલ એટલે અતિચાર રૂપ કાદવની મલિનતાથી મલિન. - અહીં અભિપ્રાય આ પ્રમાણે છે–મૂલગુણ આદિના ભંગરૂપ મહાન દોષાનુબંધમાં કરાતો પણ ધર્મ સ્વરૂપને પામતો નથી, અર્થાત્ દોષનો અનુબંધ પ્રબળ હોય તો મૂલગુણ આદિનો Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ઉપદેશપદ : ભાગ-૨ ભંગ થાય છે, અને એથી ધર્મનો નાશ થાય છે. મૂલગુણ આદિના ભંગમાં બાહ્ય ક્રિયાઓ દ્વારા ધર્મ કરાતો હોય તો પણ પરમાર્થથી એ ધર્મ જ નથી. અતિચાર રૂપ અલ્પ અનુબંધમાં ધર્મ હોવા છતાં મલિન જ હોય છે, અર્થાત્ દોષનો અનુબંધ મંદ હોય તો ધર્મનો સર્વથા નાશ ન થાય, ધર્મ હોય, પણ અતિચારોથી મલિન થયેલો ધર્મ હોય. આથી જ “પ્રગટ કર્યા છે સર્વશલ્યો જેણે એવો” ઈત્યાદિ” કહેવાય છે. ધર્મ પણ સબલ થાય એ સ્થળે “પણ” નો અર્થ આ પ્રમાણે છે–તેનાથી પરમાર્થથી અધર્મ તો થાય જ છે, કિંતુ ધર્મ પણ સબલ થાય છે. ધર્મનો અર્થ પૂર્વે (૩૨૨મી ગાથામાં) કહ્યો છે. (૩૮૩) इत्थं लौकिकमुदाहरणमभिधाय लोकोत्तरमभिधित्सुराहलोउत्तरंपि एत्थं, निदरिसणं पत्तदंसणाईवि । असुहाणुबंधतो खलु, अणंतसंसारिया बहवे ॥३८४॥ 'लोकोत्तरमपि' न केवलं लौकिकमित्यपिशब्दार्थः, अत्राशुभानुबन्धे निदर्शनमुदाहरणम् । क इत्याह-'प्राप्तदर्शनादयोऽपि' लब्धविशुद्धसम्यक्त्वज्ञानचारित्रसम्पदोऽपि, किं पुनस्तविकलजीवा इत्यपिशब्दार्थः, अशुभानुबन्धत उक्तरूपात्, खलुरवधारणे, 'अनन्तसंसारिका' अनन्तोत्सर्पिण्यवसर्पिणीप्रमाणः संसारो येषामस्तीति ते તથા વદવો' મૂયાં રતિ રૂ૮૪ આ પ્રમાણે લૌકિક દૃષ્ટતને કહીને લોકોત્તર દખંતને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે– ગાથાર્થ અહીં લોકોત્તર પણ દગંત છે. સમ્યગ્દર્શન વગેરેને પામેલા પણ ઘણા જીવો અશુભાનુબંધથી જ અનંતસંસારી થયા છે. ટીકાર્થ—અહીં અશુભાનુબંધમાં. સમ્યગ્દર્શન વગેરેને પામેલા પણ=વિશુદ્ધ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સંપત્તિને પામેલા પણ. અનંતસંસારી=અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ સંસારમાં પરિભ્રમણ કરનારા. લોકોત્તર પણ”એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે–કેવળ લૌકિક દૃષ્યત છે એમ નહિ, કિંતુ લોકોત્તર પણ દષ્ટાંત છે. ' “સમ્યગ્દર્શન વગેરેને પામેલા પણ” એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે–સમ્યગ્દર્શન વગેરેને પામેલા પણ ઘણા જીવો અશુભાનુબંધથી અનંતસંસારી થયા તો, સમ્યગ્દર્શન વગેરેને નહિ પામેલા જીવો અશુભાનુબંધથી અનંતસંસારી થાય તેમાં તો શું કહેવું? (૩૮૪) Page #27 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ एतदेव भावयतिचउदसपुव्वधराणं, अपमत्ताणं वि अंतरं समए । भणियमणंतो कालो, सो पुण उववजए एवं ॥३८५॥ 'चतुर्दशपूर्वधराणां' समस्तश्रुतजलधिपरपारप्राप्तानाम् ऋषिविशेषाणाम् , 'अप्रमत्तानामपि च पुलाकबकुशप्रतिसेवनाकुशीलसाधुयोग्यप्रमादस्थानपरिहारवतामपि, किंपुनः सम्यग्दर्शनादिशेषगुणभाजामित्यपिशब्दार्थः, 'अन्तरं' प्रतिपतितप्रस्तुतगुणानां पुनर्लाभव्यवधानं 'समये' जिनागमे 'भणितं' निरूपितम्। कीदृशमित्याह-अनन्तकालः, यथोक्तं-"कालमणंतं च सुए, अद्धा परियट्टओ य देसूणो। आसायणबहुलाणं उक्कोसं अंतरं होई ॥१॥" स पुनरनन्तकाल उपपद्यते, एवमशुभानुबन्धस्य रौद्रतायां सत्यामिति। नावश्यवेद्यमशुभानुबन्धमन्तरेण प्रकृतगुणभङ्गे पुनर्लब्ध्या कियत्कालव्यवधाने શ્ચિચો હેતુરતીતિ રૂટકા આ જ વિષયને વિચારે છે– ગાથાર્થ –અપ્રમત્ત પણ ચૌદપૂર્વધરોનો અંતરકાળ અનંત કહ્યો છે, તે અનંતકાળ આ પ્રમાણે ઘટે છે. ટીકાર્ય–અપ્રમત્ત પણ=પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ સાધુઓને યોગ્ય જે પ્રમાદસ્થાનો છે, તે પ્રમાદસ્થાનોનો ત્યાગ કરનારા પણ. જો આવા પણ જીવોનો અંતરકાળ અનંત થાય તો સમ્યગ્દર્શન વગેરે બીજાગુણોને નહિ પામેલા જીવોનો અંતરકાળ અનંત થાય તેમાં શું કહેવું? ચૌદપૂર્વધરો સર્વશ્રત રૂપ સમદ્રના પારને પામેલા વિશિષ્ટ મુનિઓ. અંતર=પડેલા ગુણો ફરી પ્રાપ્ત થાય તે વચ્ચેનો કાળ, અર્થાત્ ગુણોનું પતન અને પુનઃ પ્રાપ્તિ એ બે વચ્ચેનો જે કાળ તેને અંતર કહેવામાં આવે છે. આ પ્રમાણે ઘટે છે–અશુભાનુબંધ રૌદ્ર હોય તો જ ઘટે છે. પ્રસ્તુત ગુણોનો ભંગ થાય અને ફરી પ્રાપ્ત થવામાં કેટલોક કાળ જે અંતર પડે છે તેમાં અવશ્ય ભોગવવા લાયક અશુભ અનુબંધ વિના બીજો કોઈ હેતુ નથી. ગુણોનો ભંગ થયા પછી ગુણોની ફરી પ્રાપ્તિમાં અનંતકાળ જેટલું અંતર પડે એ વિષે કહ્યું છે કે “ઘણી આશાતના કરનારા જીવોને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધ પુદ્ગલપરાવર્તન જેટલા અનંત કાળનું અંતર હોય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે.” (આ.નિ.૮૫૩) તાત્પર્યાર્થપ્રમાદસ્થાનોનો ત્યાગ કરનારા પણ ચૌદપૂર્વધરો અશુભાનુબંધના કારણે અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. આથી જ જ્ઞાનસાર અષ્ટકમાં કહ્યું છે કે“ઉપશમશ્રેણિમાં અગિયારમાં ગુણસ્થાનક સુધી પહોંચેલાઓને અને ચૌદપૂર્વધરોને પણ દુષ્ટ કર્મ અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરાવે છે.” (૨૧/૫) (૩૮૫) Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૧ एतदेव भावयति गंठीओ आरओवि हु, असई बंधो ण अण्णहा होइ । ता एसो वि हु एवं, णेओ असुहाणुबंधोति ॥ ३८६ ॥ ग्रन्थेरुक्तरूपादारतोऽपि तस्मिन्नभिन्नेऽपि सति, किं पुनर्भिन्नग्रन्थौ, अशुभानुबन्धतोऽनन्तसंसार इत्यपिशब्दार्थः, 'असकृद्' अनन्तवारान् 'बन्धो' ज्ञानावरणादीनां कर्मणां स्वीकारः, 'न' नैवान्यथाऽशुभानुबन्धं विना भवति, अनुरूपकारणप्रभवत्वात् सर्वकार्याणाम्। 'तत्' तस्मादेषोऽप्यसकृद्बन्धो, न केवलं यतोऽसौ प्रवृत्त इत्यपिशब्दार्थः, हुः स्फुटम्, एवमशुभानुबन्धमूलत्वेन ज्ञेयोऽशुभानुबन्ध इति, कार्यकारणयोर्मृद्घटयोरिव कथञ्चिदभेदात् । तस्मात् कारणकृतस्य कार्यभूतस्य चाशुभानुबन्धस्य त्रोटने यत्नो વિધેય કૃતિ ૮૬ ॥ આ જ વિષયને વિચારે છે– ગાથાર્થ—ગ્રંથિભેદ પૂર્વે પણ થયેલો અનંતવાર કર્મનો બંધ અશુભાનુબંધ વિના થયો નથી. આ અનંતવાર કર્મબંધ પણ અશુભાનુબંધ મૂલક હોવાથી અશુભાનુબંધ જાણવો. ટીકાર્થ-ગ્રન્થિભેદ પૂર્વે પણ’” એ સ્થળે ‘પણ' શબ્દનો અર્થ આ પ્રમાણે છે—ગ્રંથિભેદ થયા પછી તો અશુભાનુબંધથી અનંતસંસાર થાય છે, કિંતુ ગ્રંથિ ભેદ થયા પહેલાં પણ જ્ઞાનાવરણ વગેરે કર્મોનો જે અનંતવાર બંધ થયો છે તે પણ અશુભાનુબંધથી થયો છે. અશુભાનુબંધ વિના થયો નથી. કારણ કે સર્વકાર્યો અનુરૂપ કારણોથી થાય છે, અર્થાત્ જેવું કારણ હોય તેવું કાર્ય થાય છે. (પ્રસ્તુતમાં કર્મબંધ રૂપ કાર્ય અશુભ છે તો એનું કારણ પણ અશુભ જ હોવું જોઇએ. અશુભકર્મના ઉદયથી અશુભ કર્મબંધ, ફરી તે અશુભકર્મના ઉદયથી અશુભકર્મબંધ, ફરી તે અશુભકર્મના ઉદયથી અશુભકર્મબંધ, આમ અશુભાનુબંધથી અનંતવાર કર્મબંધ થયો છે.) ગ્રંથિભેદ પૂર્વે થયેલ અનંતવાર કર્મબંધનું મૂળ અશુભાનુબંધ છે. આથી ગ્રંથિભેદ પૂર્વે થયેલ અનંતવા૨ કર્મબંધને પણ અશુભાનુબંધ સ્વરૂપ જાણવો. કારણ કે માટી અને ઘટની જેમ કાર્ય અને કારણ કથંચિત્ અભિન્ન(=સમાન) હોય છે. (પ્રસ્તુતમાં અશુભાનુબંધ કારણ છે અને અનંતવાર થયેલ અશુભકર્મબંધ કાર્ય છે. તેથી અનંતવા૨ થયેલ અશુભકર્મબંધ પણ અશુભાનુબંધ સ્વરૂપ છે.) આથી કારણથી કરાયેલઅને કાર્યરૂપ થયેલ અશુભાનુબંધને તોડવામાં પ્રયત્ન કરવો જોઇએ. ૧. અહીં ટીકામાં જારળતસ્ય પ્રયોગના સ્થાને વાળરૂપસ્ય એવો પ્રયોગ વધારે સંગત બને છે. રળરૂપસ્ય પ્રયોગ હોય તો અર્થ આ પ્રમાણે થાય—“આથી કારણરૂપ અને કાર્યરૂપ અશુભાનુબંધને તોડવામાં પ્રયત્ન કરવો જોઇએ. (અશુભાનુબંધથી અશુભાનુબંધ થતો હોવાથી અશુભાનુબંધ કારણ રૂપ પણ છે અને કાર્યરૂપ પણ છે.) Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઉપદેશપદ : ભાગ-૨ આ અનંતવાર કર્મબંધ પણ” એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે–જ્યાંથી આ કર્મબંધ શરૂ થયો છે કેવલ તે જ કર્મબંધ અશુભાનુબંધ સ્વરૂપ છે એમ નહિ, અનંતવાર થયેલ કર્મબંધ પણ અશુભાનુબંધ સ્વરૂપ છે. (૩૮૬) अथ परमतमाशङ्कमानमाहनणु सुद्धाणाजोगो, आसि चिय पत्तदंसणाईणं । तेसिमसुहाणुबंधो, णावगओ कह णु एत्तो उ ॥३८७॥ नन्विति परपक्षाक्षमायां, 'शद्धाज्ञायोगो' निरवकरपारगतवचनाराधनारूप आसीदेव वृत्त एव । केषामित्याह-प्राप्तदर्शनादीनामुपलब्धसम्यग्दर्शनादीनामिदानीं तत्प्रतिपातवतामपि । ततः किमित्याह-'तेषां' प्राप्तदर्शनानामशुभानुबन्धो 'नापगतो' न त्रुटितः, कथं नुः परिप्रश्ने, ‘इतस्तु' शुद्धाज्ञायोगादपि अशुभानुबन्धव्यवच्छेदकत्वेन भवद्भिः परिकल्पितादपि ॥३८७॥ હવે પરમતની આશંકા કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ–સમ્યગ્દર્શનાદિને પામેલા જીવોમાં શુદ્ધાશાયોગ હતો જ. તો પછી શુદ્ધાજ્ઞાયોગથી તેમના અશુભાનુબંધનો વિચ્છેદ કેમ ન થયો? ટીકાર્થ-શુદ્ધાશાયોગ–અરિહંત વચનની નિરતિચાર આરાધના. હમણાં સમ્યગ્દર્શન વગેરે ગુણોથી પતિત બનેલા પણ જીવોને પૂર્વે સમ્યગ્દર્શન આદિ ગુણોની પ્રાપ્તિ થઈ ન હતી. એથી તેમને શુદ્ધાજ્ઞાયોગ પ્રાપ્ત થયો જ હતો. તમોએ જેને અશુભાનુબંધનો વિચ્છેદ કરનાર તરીકે કલ્પેલો છે તે શુદ્ધાજ્ઞાયોગથી પણ તેમના અશુભાનુબંધીનો વિચ્છેદ કેમ ન થયો? (૩૮૭) एवं च सतिएयापगमणिमित्तं, कहं व एसो उ हंत केसिंचि । एयं मिहो विरुद्धं, पडिहासइ जुजए कह णु?॥३८८॥ एतदपगमननिमित्तमशुभानुबन्धव्यवच्छेदकारणं, कथं वेत्यथवा, एष त्वेष एव शुद्धाज्ञायोगः, हन्तेति कोमलामन्त्रणे, केषाञ्चिज्जीवानाम् । तत एतच्छुद्धाज्ञायोगादशुभानुबन्धव्यवच्छेदभणनं मिथः परस्परं विरुद्धं प्रतिभासते । न हि ये यत्कार्यकारिणो भावास्ते तदकारिणोऽपि भवन्ति, वृक्ष इव च्छायायाः । अन्यथा कार्यकारणव्यवस्थाविलोपप्रसङ्गः। ततो युज्यते घटते कथं केन प्रकारेण भवदुक्तं, नुरिति वितळयामि। Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ઉપદેશપદ : ભાગ-૨ આ પ્રમાણે થયે છતે ગાથાર્થ—અથવા આ જ શુદ્ધાજ્ઞાયોગ કેટલાક જીવોના અશુભાનુબંધના વિચ્છેદનું કારણ કેમ થાય છે? તેથી શુદ્ધાજ્ઞાયોગથી અશુભાનુબંધનો વિચ્છેદ થાય છે એમ કહેવું તે પરસ્પર વિરુદ્ધ જણાય છે. તેથી તમારું કહેલું કેવી રીતે ઘટે એમ હું વિચારું છું. ટીકાર્ય–આ જ શુદ્ધાશાયોગ કેટલાક જીવોના અશુભાનુબંધના વિચ્છેદનું કારણ કેમ થાય છે? (બધા જીવોના અશુભાનુબંધના વિચ્છેદનું કારણ કેમ થતું નથી?) બધા જીવોના અશુભાનુબંધના વિચ્છેદનું કારણ બનતું ન હોવાથી શુદ્ધાજ્ઞાયોગથી અશુભાનુબંધનો વિચ્છેદ થાય છે એમ કહેવું તે પરસ્પર વિરુદ્ધ જણાય છે. કારણ કે જે વસ્તુઓ જે કાર્ય કરનારી હોય તે વસ્તુઓ તે કાર્યને ન પણ કરે એવું બનતું નથી. જેમકે વૃક્ષ છાયા રૂપ કાર્યને કરે છે તો વૃક્ષ છાયાને ન પણ કરે એવું બનતું નથી. જો એવું બને તો કાર્ય-કારણની જે વ્યવસ્થા થયેલી છે તે વ્યવસ્થાના વિલોપનો પ્રસંગ આવે. (૩૮૮). अत्र समाधिमाहभण्णइ जहोसहं खलु, जत्तेण सया विहाणओ जुत्तं । तह वोच्छिंदइ वाहिं, ण अण्णहा एवमेसोवि ॥३८९॥ . भण्यते उत्तरमत्र यथौषधं त्रिफलादि, खलुरवधारणे, यत्नेनादरेण 'सदा' सर्वावस्थासु 'विधानतः' तदुचितान्नपानादिसेवनरूपाद् ‘युक्तं' हीनाधिकमात्रापरिहारेण समुचितं, तथेति विशेषसमुच्चये, ततो यत्नेन सदा विधानतो युक्तं च समुपजीव्यमानं सद् रोगिणा व्यवच्छिनत्ति 'व्याधिं' कण्डूप्रभृतिकम्, 'न' नैवान्यथोक्तक्रमव्यतिक्रमे। एवमौषधवद् एषोऽशुद्धाज्ञायोगोऽशुभानुबन्धव्याधिमिति ॥३८९॥ અહીં સમાધાનને કહે છે ગાથાર્થ–અહીં ઉત્તર કહેવામાં આવે છે–જેવી રીતે ત્રિફળા વગેરે ઔષધ સદા, આદરથી, વિધિપૂર્વક અને યુક્ત લેવામાં આવે તો જ કંડું વગેરે રોગનો નાશ કરે છે, અન્યથા રોગનો નાશ ન કરે. તેવી રીતે શુદ્ધ આજ્ઞાયોગ પણ (સદા, આદરથી, વિધિપૂર્વક અને યુક્ત હોય તો) અશુભાનુબંધ રૂપ રોગનો નાશ કરે છે. ટીકાર્થ–સદા એટલે સર્વ અવસ્થામાં. આદરથી એટલે હાર્દિક પ્રેમથી. (=શ્રદ્ધાથી). ૧. જેમાં સદા શરીરે ખણવાની ઇચ્છા રહ્યા કરે તેવો રોગ. Page #31 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ વિધિપૂર્વક એટલે વૈધે જે રીતે ઔષધ લેવાનું કહ્યું હોય તે રીતે ઔષધ લેવું, અપથ્ય આહારનો ત્યાગ, પથ્ય આહારનું સેવન, જે સમયે લેવાનું હોય તે સમયે લેવું, જેટલી વખત લેવાનું કહ્યું હોય તેટલી વખત ઔષધ લેવું વગેરે વિધિપૂર્વક. ૨૪ યુક્ત એટલે યોગ્ય. યોગ્ય એટલે વધારે–ઓછું ન લેવું. શુદ્ધ આજ્ઞાયોગમાં આની ઘટના આ પ્રમાણે છે સદા એટલે સર્વ અવસ્થામાં, અર્થાત્ તે તે દ્રવ્ય ક્ષેત્ર, કાળ, આદિ સર્વ અવસ્થામાં. આદરથી એટલે હાર્દિક શ્રદ્ધાથી, અર્થાત્ આ આજ્ઞાયોગથી મારા આત્માનું અવશ્ય હિત થશે એવી હાર્દિક શ્રદ્ધાથી. વિધિપૂર્વક એટલે જે ક્રિયા જ્યારે અને જે રીતે કરવાની કહી હોય, તે ક્રિયા ત્યારે અને તે રીતે કરવી વિગેરે વિધિપૂર્વક. યુક્ત એટલે યોગ્ય. જેને જે ક્રિયા યોગ્ય હોય તેણે તે ક્રિયા કરવી એ યુક્ત કહેવાય. જેમકે—સાધુ હોય તે સાધુને યોગ્ય ક્રિયા કરે. સાધુઓમાં પણ સ્થવિર કલ્પિક અને જિનકલ્પિક વગેરે અનેક ભેદો છે. તેમાં જેને જે ક્રિયા કરવાની આજ્ઞા હોય તેણે તે ક્રિયા કરવી જોઇએ. શ્રાવકોમાં પણ દેશવિરતિ શ્રાવક અને સમ્યગ્દષ્ટિ શ્રાવક વગેરે ભેદો છે. તેમાં જેને જે ક્રિયા ક૨વાનું વિધાન હોય તેણે તે ક્રિયા કરવી જોઇએ. (૩૮૯) एत्तो उ अप्पमाओ, भणिओ सव्वत्थ भयवया एवं । इहरा ण सम्मजोगो, तस्साहय सोवि लूहोत्ति ॥ ३९० ॥ ‘इतः' शुद्धाज्ञायोगस्यौषधज्ञातेनाशुभानुबन्धव्यवच्छेदकत्वादेव हेतोरप्रमाद्द उपयुक्तभावरूपो ' भणितः सर्वत्र' साधु श्रावकप्रयोगे चैत्यवन्दनादावनुष्ठाने 'भगवता' तीर्थकृता एवमशुभानुबन्धव्यवच्छेदकत्वेन । 'इतरथा' ऽशुभानुबन्धव्यवच्छेदाभावे 'न' नैव 'सम्यग् योगः' शुद्धाज्ञालाभलक्षणोऽप्रमाद एव न भवतीति भावः । नहि कारणं स्वकार्यमनुत्पादयत् सत् कारणभावं लभते, इत्यशुभानुबन्धेऽव्यवच्छिद्यमाने तत्साधकत्वेन शुद्धाज्ञालाभलक्षणोऽप्रमादो निरूप्यमाणः स्वं स्वभावं न लब्धुमलम् । एवं तर्हि बहवः शुद्धाज्ञायोगवन्तोऽशुभानुबन्धाव्यवच्छेदेऽपि व्यावर्ण्यमाना उपलभ्यन्ते, तत्कथं न दोष? इत्याह-' तस्साहय'त्ति विभक्तिलोपात् तत्साधकः पारम्पर्येणाशुभानुबन्धव्यवच्छेदहेतुशुद्धाज्ञायोगसाधकः सन् सोऽप्यानन्तर्येणाशुभानुबन्धाव्यवच्छेदहेतुराज्ञायोगो लब्धोऽभिमत इति । यदा हि अद्याप्यतिनिबिडोऽशुभानुबन्धोऽतीव्रश्चाज्ञायोगः, तदाऽसौ तं सर्वथा व्यवच्छेद्यमपारयन्नपि सर्वथा तदुच्छेदकतीव्राज्ञायोगकारणभावापन्नतया सुन्दर एवेति ॥ ૧. આ ઘટના ટીકામાં નથી. સ્વયં વિચારીને લખી છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ઉપદેશપદ : ભાગ-૨ ગાથાર્થ –આથી જ ભગવાને સર્વત્ર અપ્રમાદને અશુભાનુબંધનો વિચ્છેદ કરનાર કહ્યો છે. જો અશુભાનુબંધનો વિચ્છેદ ન થયો હોય તો સમ્યગ્યોગ થયો નથી જ. (અપ્રમાદપૂર્વક શુદ્ધાજ્ઞાયોગની પ્રાપ્તિ થઈ નથી.) તેનો (=અશુભાનુબંધના વિચ્છેદનો) સાધક તે આજ્ઞાયોગ પણ ઈષ્ટ છે. ટીકાર્ય–આથી જ=શુદ્ધાજ્ઞાયોગ ઔષધના દૃષ્ટાંતથી અશુભાનુબંધનો વિચ્છેદ કરનાર હોવાથી જ. સર્વત્ર-સાધુ-શ્રાવકને યોગ્ય ચૈત્યવંદન વગેરે અનુષ્ઠાનોમાં. અપ્રમાદઃઉપયોગ. શુદ્ધાજ્ઞાયોગ ઔષધના દૃષ્ટાંતથી અશુભાનુબંધનો વિચ્છેદ કરતો હોવાથી જ ભગવાને સાધુ-શ્રાવકને યોગ્ય ચૈત્યવંદન વગેરે અનુષ્ઠાનોમાં અપ્રમાદને અશુભાનુબંધનો વિચ્છેદ કરનાર કહ્યો છે, અર્થાત્ અપ્રમાદપૂર્વક જ આશા યોગ અશુભાનુબંધનો વિચ્છેદ કરે છે એમ કહ્યું છે. અહીં તાત્પર્ય એ છે કે જેમ ઔષધ લેવા માત્રથી રોગનો નાશ થઈ જતો નથી, કિંતુ પૂર્વે કહ્યું તે પ્રમાણે લેવાથી રોગનો નાશ થાય છે. એમ કેવલ આજ્ઞાયોગથી અશુભાનુબંધનો વિચ્છેદ થતો નથી, કિંતુ અપ્રમાદ સહિત જ આજ્ઞાયોગ અશુભાનુબંધનો વિચ્છેદ કરે છે. એથી જ (હરા જ સમ્પનોનt=) જો અશુભાનુબંધનો વિચ્છેદ ન થયો હોય તો સમજવું જોઇએ કે શુદ્ધાજ્ઞાલાભ રૂપ અપ્રમાદ જ નથી, અર્થાત્ શુદ્ધાજ્ઞાયોગનો લાભ થયો છે, પણ અપ્રમાદ સહિત શુદ્ધાજ્ઞાયોગનો લાભ થયો નથી એમ સમજવું જોઇએ. કારણ કે (નિશ્ચયનયની દૃષ્ટિએ) જે કારણ પોતાના કાર્યને ઉત્પન્ન ન કરે તે કારણ કારણભાવને પામતું નથી, અર્થાત્ તે કારણ કારણ જ ન કહેવાય. આથી અશુભાનુબંધનો વિચ્છેદ ન થયો હોય તો અશુભાનુબંધનો વિચ્છેદ કરનાર તરીકે જેનું નિરૂપણ કરાઈ રહ્યું છે તે શુદ્ધાન્નાલાલરૂપ અપ્રમાદ પોતાના સ્વરૂપને પામવા સમર્થ બનતો નથી, અર્થાત્ શુદ્ધાશાલારૂપ અપ્રમાદનો અભાવ છે, એમ સમજવું જોઇએ. પૂર્વપક્ષ= (તસદિય સોવિ નૂહરિ ) જો એમ છે તો અશુભાનુબંધનો વિચ્છેદ ન થવાં છતાં ઘણા શુદ્ધાજ્ઞાયોગવાળા વર્ણવતા જોવામાં આવે છે. તેથી દોષ કેમ ન થાય? અહીં તાત્પર્યાર્થ આ છે- શાસ્ત્રમાં એવા ઘણા જીવોનું વર્ણન આવે છે કે તે જીવોના અશુભાનુબંધનો વિચ્છેદ થયો ન હતો. છતાં તેમને શુદ્ધાશાયોગની પ્રાપ્તિ થઈ હતી. તેથી અહીં વિરોધ રૂપ દોષ કેમ ન આવે? ૧.જે પદાર્થ જે કાર્યના કારણરૂપે માનવામાં આવ્યો હોય તેનાથી જો તે કાર્ય પ્રગટ ન થાય તો તે તેનું કારણ જ નથી. નિશ્ચયનયની દૃષ્ટિએ તો કારણ તે જ છે કે જે કાર્યોત્પત્તિ માટે સક્રિય હોય. [ઉપ. રહ. ૬૩] Page #33 -------------------------------------------------------------------------- ________________ m ઉપદેશપદ : ભાગ-૨ ઉત્તરપક્ષ–જે શુદ્ધાજ્ઞાયોગ અનંતરપણે અશુભાનુબંધના વિચ્છેદનો હેતુ ન બને તે શુદ્ધાજ્ઞાયોગ પણ પરંપરાએ અશુભાનુબંધના વિચ્છેદનો હેતુ બને તેવા શુદ્ધાજ્ઞાયોગનો સાધક હોવાથી ઈષ્ટ છે. જ્યારે હજી પણ અશુભાનુબંધ અતિગાઢ હોય અને આજ્ઞાયોગ મંદ હોય ત્યારે આજ્ઞાયોગ અશુભાનુબંધનો સર્વથા વિચ્છેદ કરવા માટે સમર્થ બનતો નથી. આમ છતાં તે આજ્ઞાયોગ અશુભાનુબંધનો સર્વથા વિચ્છેદ કરે તેવા તીવ્ર આજ્ઞાયોગનું કારણ બને છે. આથી તે આજ્ઞાયોગ પણ સુંદર જ છે. અહીં તાત્પર્ય આ પ્રમાણે છે- જો અપ્રમાદસહિત આજ્ઞાયોગ જ અશુભાનુબંધનો વિચ્છેદ કરે છે તો પ્રાથમિક પ્રમાદસહિત આજ્ઞાયોગને નિષ્ફળ જ માનવો રહ્યો. આવા પૂર્વપક્ષનું સમાધાન કરવા માટે અહીં ઉત્તર પક્ષમાં કહ્યું કે–પ્રાથમિક પ્રમાદ સહિત આજ્ઞાયોગ નિષ્ફળ જતો નથી. કારણ કે તે આજ્ઞાયોગ અશુભાનુબંધનો સર્વથા વિચ્છેદ કરે તેવા તીવ્ર આજ્ઞાયોગનું કારણ બને છે. (૩૯૦) अत्र हेतुमाहअवयार वियारम्मी, अणुभूए जं पुणो तदब्भासो । होइ अहिलसियहेऊ, सदोसहं जह तहेसोवि ॥३९१॥ 'अपचारे' कर्मव्याधिचिकित्सारूपस्य प्रागादेयतया परिपालितस्य सम्यग्दर्शनादेर्गणस्य साधुप्रद्वेषादिना पश्चाद् विनाशने सति, यो विकारो दुर्गतिपातरूपस्तत्रानुभूते तत्तद्विडम्बनासहनेन यद् यस्मात् कारणात् पुनर्जन्मान्तरे तदभ्यासस्तस्य पूर्वभवाराधितस्य सम्यग्दर्शनादेः, तस्य "खाओवसमिगभावे, दढजत्तकयं सुभं अणुट्ठाणं । परिवडियं पिहु जायइ, पुणोवि तब्भाववुड्डिकरं ॥१॥"इति वचनप्रामाण्यात् कथञ्चिद् लब्धस्य पुनरनुशीलनमभ्यासो भवत्यभिलषितहेतुरशुभानुबन्धव्यवच्छेदकारणम् । दृष्टान्तं तदुपनयं चाह-सत् प्रस्तुतव्याधिनिग्राहकत्वेनास्खलितसामर्थ्यमौषधमुक्तरूपं यथा तथा एषोऽपि' तदभ्यासः । तथाहि-यथाऽऽतुरस्य कुतोऽपि प्रमादात् क्रियापचारे सञ्जाते, अनुभूते च तत्फले, पुनस्तक्रियाभ्यास एव व्याधिव्यवच्छेदाय जायते, तथा प्रस्तुतक्रियापि तथाविधप्रमादासेवनादपचारमानीता सत्यपचारविपाकानुभवानन्तरमभ्यस्यमानाशुभानुबन्धव्यवच्छेदफला जायत इति ॥३९१॥ અહીં હેતુને કહે છે– ગાથાર્થ-કારણ કે ગુણનો વિનાશ થતાં વિકારનો અનુભવ કર્યા પછી તે ગુણનો અભ્યાસ થાય છે. તે અભ્યાસ અભિલષિતનો હેતુ બને છે. જેવી રીતે સઔષધ રોગનો નાશ કરે છે તેવી રીતે ગુણોનો અભ્યાસ અશુભાનુબંધનો નાશ કરે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ઉપદેશપદ : ભાગ-૨ ટીકાર્થ–પહેલાં કર્મરૂપ વ્યાધિની ચિકિત્સા કરવા માટે સમ્યગ્દર્શનાદિ ગુણનો સ્વીકાર કરવો જોઈએ એમ માનીને સમ્યગ્દર્શનાદિ ગુણનું પાલન કર્યું. પણ પછી સાધુ,દ્વેષ આદિ કારણથી સમ્યગ્દર્શનાદિ ગુણનો નાશ થયો. એથી દુર્ગતિપાત રૂપ વિકાર થયો. દુર્ગતિમાં તે તે વિડંબનાને સહન કરવા પડે તે વિકારનો અનુભવ કર્યો. પછી જન્માંતરમાં પૂર્વભવે આરાધેલા સમ્યગ્દર્શનાદિ ગુણની કોઈપણ રીતે પ્રાપ્તિ થઈ. આથી ફરી સમ્યગ્દર્શનાદિ ગુણનો અભ્યાસ થાય છે. આ અભ્યાસ અભિલષિત અશુભાનુબંધના વિચ્છેદનું કારણ બને છે. કોઈપણ રીતે ફરી પ્રાપ્ત થયેલ ગુણનું પાલન કરવું તેને અભ્યાસ કહેવામાં આવે છે. પ્રશ્ન- નાશ પામેલા સમ્યગ્દર્શનાદિ ગુણોની ફરી પ્રાપ્તિ થાય એ વિષે કોઈ પ્રમાણભૂત વચન છે? ઉત્તર–વાગોમાભાવે ઢગયે સુN અનુકૂળ | પરિડર્યાપિ ટુ નાયડુ પુણોવિ તલ્માવવુટ્ટિ (પચાશક ૩/૨૪) એ પ્રમાણભૂત વચન છે. તેનો અર્થ આ છે “ક્ષાયોપથમિક ભાવમાં દઢ આદરપૂર્વક કરાયેલું શુભ અનુષ્ઠાન અશુભકર્મના ઉદયથી મૂકાઈ જાયછૂટી જાય તો પણ ભવિષ્યમાં ફરી શુભ અધ્યવસાયની વૃદ્ધિને કરનારું બને છે.” પ્રસ્તુતમાં દૃષ્ટાંત અને તેનો ઉપનય આ પ્રમાણે છે–કોઈ રોગી સઔષધનું સેવન કરે. જે ઔષધ પ્રસ્તુત વ્યાધિનો નિગ્રહ કરનારું હોવાથી અમ્મલિત સામર્થ્યવાળું હોય તે ઔષધ સદ્ છે. સદ્ ઔષધનું સેવન શરૂ કર્યા પછી કોઈપણ પ્રમાદથી ઔષધ જેટલા પ્રમાણમાં લેવું જોઈએ તેનાથી અતિશય અલ્પપ્રમાણમાં ઔષધ લેવાય, અપથ્યનું સેવન થાય ઇત્યાદિ રીતે ક્રિયાનો અપચાર (=વિનાશ) થાય. આથી તેના અસહ્યવેદના વગેરે કટુ ફલનો અનુભવ થાય. આથી રોગી પૂર્ણ સાવધાની રાખીને ફરી તે જ ઔષધનું સેવન કરે. ફરી તે જ ઔષધનું સેવન વ્યાધિનો નાશ કરે. તે રીતે પ્રસ્તુતમાં પણ તેવા પ્રકારના પ્રમાદના આસેવનથી ધર્મક્રિયાનો વિનાશ થાય. પછી દુર્ગતિમાં કટુ વિપાકોનો અનુભવ કરે (=અસહ્ય દુઃખોને સહન કરે). પછી જન્માંતરમાં ફરી ધર્મક્રિયાની પ્રાપ્તિ થાય. ફરી ધર્મક્રિયાનો અભ્યાસ અશુભાનુબંધના વિચ્છેદરૂપ ફલવાળો થાય છે. (૩૯૧) अयं चार्थः कथञ्चित् प्रागेव उक्त एवास्ते, इति तं प्रस्तुते योजयन्नाहपडिबन्धविचारम्मि य, निदंसिओ चेव एस अत्थोत्ति । ओसहणाएण पुणो, एसो च्चिय होइ विण्णेओ॥३९२॥ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઉપદેશપદ : ભાગ-૨ ___ प्रतिबन्धविचारे च "पडिबन्धोवि य एत्थं सोहणपंथम्मि संपयट्टस्स" इत्यादिग्रन्थेन प्रागभिहिते पुनर्निदर्शितश्चैव प्रकाशित एव एषोऽर्थो यो "अवयारवियारम्मी" इत्यादिना ग्रन्थेनोक्तः । इति वाक्यपरिसमाप्तौ । यद्येवं, पुनर्भणनमपार्थकमापद्यत इत्याशङ्क्याह-औषधज्ञातेन मेघकुमारादिदृष्टान्तेभ्यो दृष्टान्तान्तरभूतेन पुनर्द्वितीयवारमेष एवान्यूनाधिको भवतीति ज्ञेयम् । न चैवं कश्चिद् दोषः, उपदेश्यत्वादस्य । यथोक्तम्"सज्झायझाणतवओसहेसु उवएसथुइपयाणेसु । संतगुणकित्तणेसु य न हुंति पुणरुत्तदोसा उ ॥१॥ इति" ॥३९२॥ આ અર્થ પૂર્વે જ કોઈક રીતે કહ્યો જ છે. આથી તે અર્થને પ્રસ્તુતમાં જોડતા ગ્રંથકાર કહે છે– ગાથાર્થ–પ્રતિબંધની વિચારણમાં આ અર્થ બતાવ્યો જ છે. ફરી ઔષધના દૃષ્ટાંતથી આ જ અર્થ જાણવો. आर्थ-पडिबंधो विय एत्थं सोहणपंथम्मि संपयट्टस्स (01-२६१) त्या ग्रंथथी પૂર્વે કહેલી પ્રતિબંધની વિચારણામાં આ અર્થ બતાવ્યો જ છે. પૂર્વપક્ષ-જો આ અર્થ પૂર્વે કહ્યો છે તો પુનઃ કથન નિરર્થક બને છે. ઉત્તરપક્ષ-પૂર્વે આ અર્થ મેઘકુમાર વગેરે દૃષ્ટાંતથી કહ્યો છે. અહી બીજીવાર એ દતોથી અન્ય ઔષધના દૃષ્યતથી ન્યૂનતા–અધિકતાથી રહિત આ જ અર્થ કહ્યો છે. આ પ્રમાણે કહેવામાં કોઈ દોષ નથી. કારણ કે આ અર્થ ઉપદેશ કરવા યોગ્ય છે. ઉપદેશમાં पुनरुतिनो घोषuntो नथी. छ -"स्वाध्याय, ध्यान, तप, औषध, उपहेश, સ્તુતિ, દાન અને સદ્ભૂત ગુણોનું કીર્તન કરવામાં પુનરુક્તિ દોષો થતા નથી. (૩૯૨) एतदेव समर्थयन्नाहएत्तो उ इओ वीरा, कहिंचि खलिएवि अवगमे तस्स । तह एयजोगउ च्चिय, हंदि सकज्जे पयट्टिसु ॥३९३॥ अत एव तदभ्यासस्याभिलषितहेतुत्वाद्हेतोरितोऽशुभानुबन्धाद्'वीराः'शिवशर्मस्पृहावन्तो रुद्रक्षुल्लकादयः, 'कथञ्चित् तथाविधभव्यत्वपरिपाकाभावात् 'स्खलितेऽपि' निर्वाणपुरप्रापकसमाचारस्य खण्डनेऽपि जाते, 'अपगमे' व्यवच्छेदे तस्य' स्खलितस्य सति, तथा प्रागिव एतद्योगादेव' शुद्धाज्ञायोगरूपात्, 'हंदी ति पूर्ववत् , 'स्वकार्ये' निर्वाणपुरपथप्रवृत्तिरूपे 'प्रावर्तिषत' प्रवृत्तवन्त इति ॥३९३॥ Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ આ જ વિષયનું સમર્થન કરતા ગ્રંથકાર કહે છે- ગાથાર્થ–આથી જ વીર પુરુષો કોઇપણ રીતે અશુભાનુબંધના કારણે અલના થવા છતાં અલના દૂર થતાં પૂર્વની જેમ શુદ્ધાજ્ઞાયોગથી જ સ્વકાર્યમાં પ્રવૃત્ત બન્યા હતા. ટીકાર્થ–આથી જ=શુદ્ધાશાયોગનો અભ્યાસ અભિલષિત અશુભાનુબંધના વિચ્છેદનું કારણ હોવાથી જ. વીર=મોક્ષસુખની સ્પૃહાવાળા દ્રશુલ્લક વગેરે વીરપુરુષો. કોઈપણ રીતે તેવા પ્રકારના ભવ્યત્વનો પરિપાક ન થયો હોવાથી. અલના થવા છતાં=મોક્ષનગરને પ્રાપ્ત કરાવનાર આચારનું ખંડન થવા છતાં. સ્વકાર્ય=મોક્ષનગરના માર્ગમાં પ્રવૃત્તિ કરવી એ સ્વીકાર્ય છે. તેવા પ્રકારના ભવ્યત્વનો પરિપાક ન થવાના કારણે મોક્ષસુખની સ્પૃહાવાળા રુદ્રક્ષુલ્લક વગેરે વીરપુરુષોના મોક્ષનગરને પ્રાપ્ત કરાવનાર આચારનો સર્વથા ભંગ થયો. સમય જતાં ફરી તેવા આચારની પ્રાપ્તિ થઈ. શુદ્ધાજ્ઞાયોગથી જ ફરી પૂર્વની જેમ મોક્ષનગરના માર્ગે ચાલનારા થયા. શુદ્ધાજ્ઞાયોગનો અભ્યાસ અભિલષિત અશુભાનુબંધના વિચ્છેદનું કારણ હોવાથી જ આ ઘટી શકે છે. (૩૯૩) तानेव दर्शयतिसाहुपदोसी खुद्दो, चेतियदव्वोवओगि संकासो । सीयलविहारिदेवो, एमाई एत्युदाहरणा ॥३९४॥ साधुप्रद्वेषी 'क्षुल्लको' लघुसाधुरूपः चैत्यद्रव्योपयोगी संकाशः शीतलविहारी देवः । एवमादीन्यत्र प्रस्तुते उदाहरणानि ज्ञातव्यानि । आदिशब्दाद् मरीचि-कृष्णब्रह्मदत्तादिजीवा आज्ञाविघटनानन्तरघटितघटिष्यमाणशुद्धाज्ञायोगा गृह्यन्ते ॥३९४॥ પૂર્વની જેમ સ્વીકાર્યમાં પ્રવૃત્ત થયેલા વીરપુરુષોને જ જણાવે છે ટીકાર્થ–પ્રસ્તુતમાં સાધુઓ ઉપર પ્રદ્વેષ કરનાર શુલ્લક, દેવદ્રવ્યનો ઉપયોગ કરનાર સંકાશ, શીતલ વિહારી દેવ(=સાધુના આચારોમાં શિથિલ દેવ નામના સાધુ) વગેરે દૃષ્ટાંતો છે. ટીકાર્થ-શુલ્લક એટલે બાળ સાધુ આદિ શબ્દથી મરીચિ, કૃષ્ણ, બ્રહ્મદર વગેરે જીવો સમજવા. આ જીવોમાં કોઈક જીવને આજ્ઞાયોગનો અભાવ થયા પછી ફરી શુદ્ધ આજ્ઞાયોગ થયો છે, તો કોઈક જીવને ભવિષ્યમાં શુદ્ધાજ્ઞાયોગ થશે. (૩૯૪). Page #37 -------------------------------------------------------------------------- ________________ उपहेशप : भाग-२ उदाहरणान्येवानुक्रमेण भावयन् रुद्रोदाहरणमेवाश्रित्य गाथाष्टकेनाहरुद्दो सिक्खवणाए, साहुपओसी विसम्मि सादेव्वं । आलुगहत्थे साहण, देवयकहणाए निच्छूढो ॥३९५॥ उन्निक्खमणं वाही, मरणं नरगेसु सत्तसुववातो । कुच्छियतिरिएहितो, तहा तहा दुक्खपउरेहिं ॥३९६॥ एगिदिएसु पायं, कायठिती तह ततो उ उव्वट्टे । सव्वस्स चेव पेसो, ठाणेसु इमेसु उववन्नो ॥३९७॥ बब्बरपुलिंदचंडाल-चम्मगररयगदासभियगेसु । चुन्नउरे सेट्ठिसुओ, एत्तो तक्कम्मनिट्ठवणं ॥३९८॥ तित्थयर जोगपृच्छा, कहणे संबोहि किमिह पच्छित्तं । तब्बहुमाणो पंचसयवंदणाभिग्गहो विणए ॥३९९॥ कहवि असंपत्तीए, अभुंज छम्मास काल बंभसुरो । तित्थयरभत्ति चवणं, चंपाए चंदरायसुओ ॥४००॥ बालस्स साहुदंसण, पीती सरणमधिती य तव्विरहे । पियसाहु नाम वद्धण, पवजाभिग्गहग्गहणं ॥४०१॥ (परिवालण आराहण, सुक्काई जहक्कमेण उववाओ । सव्वत्थागम पव्वजसेवणा सिद्धिगमणं ति ॥४०२॥) इह क्वचिद् गच्छे स्वस्थसलिलोज्वलातुच्छसाधुसमाचारे, अत एव समुच्छिन्नस्वपक्षपरपक्षगतसर्वक्लेशे नभस्तल इव स्फुरितविमलमङ्गले महीमण्डलमध्योपलब्धशुद्धप्रसिद्धिबुधे देवमानवमान्यगुरौ प्रपञ्चितकाव्ये पूर्वविशुद्धानुष्ठानोऽपि पर्यायेण राहुरिव स्वभावादेव मलिनप्रकृतिरेको रुद्रनामा क्षुल्लकः समभूत् । स च तेषु तेषु साधुसमाचारेषु प्रमाद्यन् स्मारणवारणनोदनप्रतिनोदनादिभिरनवरतमपरसाधुभिः शिक्षापणायां क्रियमाणायां साधुप्रद्वेषी' शिक्षापकसाधुविषये तीव्रमत्सरः समजायत । अन्यदा च तेन सर्वमपि तं गच्छमुपहन्तुमिच्छता पापेन पानभोजने विषं निक्षिप्तम्। तस्मिंश्च निक्षिप्ते सति सह देवेन हिताहितचिन्तकेन वर्त्तते यो गच्छः स सहदेवस्तद्भावस्तत्त्वं तत् समभूत् । कथम् ? 'आलुका हस्ते' आलुकायां भाजनविशेष साधुभिर्जलादानार्थं हस्ते प्रसारिते सति 'साधना' निवेदना कृता आकाशान्वितया वाचा, यथा मा १. इयमपि गाथा सर्वेष्वस्मत्समीपस्थेष्वादर्शपुस्तकेषु नास्ति, टीकाव्याख्यानानुरोधेन तु संदृभ्यात्र लिखिता । Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૧ Gपहेश५६ : (भाग-२ गृह्णीतैतज्जलं, विषदोषदूषितत्वादस्य केनेदमसमञ्जसमाचरितमिति विमर्शव्याकुलेषु साधुषु देवताकथना च संजाता, यथा, रुद्रक्षुल्लकेनैतदनुष्ठितमिति। ततो 'निच्छूढो 'त्ति गच्छान्निष्काशितः स्थूलापराधत्वात् तस्य । तदुक्तम्-"तंबोलपत्तनाएण मा हु सेसावि ऊ विणासेज्जा । निजूहंती तं तू, मा अन्नोवी तहा कुज्जा" इति ॥ ३९५॥ गच्छान्निष्काशितस्य च तस्योन्निष्क्रमणं दीक्षात्यागः । ततो व्याधिर्जलोदरादिरूपः, 'मरणं' प्राणत्यागलक्षणं सम्पन्नम् । मृतस्य च नरकेषु सप्तसु रत्नप्रभापृथिवीप्रभृतिषु उपपातोजन्मचबभूव ।कुत्सिततिर्यग्भ्यः "अस्सण्णी पढमं"इत्यादिग्रन्थोक्तेभ्यःसकाशात् , कीदृशेभ्यः? तथा तथादाहवाहबन्धनोत्कर्तनादिभिःप्रकारैर्दुःखप्रचुरेभ्यः ॥३९६ ॥ 'एकेन्द्रियेषु' पृथिवीकायिकादिषु 'प्रायो' बहून् वारान् कायस्थितिरसङ्ख्योत्सर्पिण्यवसर्पिण्यादिरूपा तस्य समभूत् ॥३९७॥ बर्बरा बर्बरकुलवासिनो म्लेच्छाः, पुलिन्दा नाहलाः पर्वताश्रयवासिनः तरुपत्रप्रावरणा म्लेच्छा एव, चण्डालचर्मकाररजकदासभृतकास्तु प्रतीतरूपा एव, ततस्तेषु। तदनन्तरं चूर्णपुरे श्रेष्ठिसुतः समुत्पन्नः। तरुपत्रप्रावरणम्लेच्छादिजन्मसु तत्कर्मनिष्ठापनं साधुप्रद्वेषप्रत्ययोपार्जितं लाभान्तरायदौर्भाग्यादिकानुबन्धव्यवच्छेदः संजात इति।३९८ ___ तत्र च जन्मनि तीर्थकरस्य भगवतः कस्यचिद् योगे पृच्छा पूर्वजन्मवृत्तान्तविषया तेन कृता । तदनु कथने भगवता, 'सम्बोधिः' पुनर्बोधिलाभरूपः समुद्घटितः । जातवैराग्यश्च पप्रच्छ-किमिह साधुप्रद्वेषापराधे प्रायश्चित्तमुक्तरूपं विधेयम् । भगवानाहतबहुमानस्तेषां साधूनामत्मापेक्षया बहुत्वेन मननं प्रायश्चित्तमिति । ततः 'पञ्चशतवन्दनाभिग्रहः' पञ्चानां साधुशतानां प्रतिदिवसं वन्दनार्थोऽभिग्रहो गृहीतो विनयेन साधुविषये कर्त्तव्य इति ॥३९९॥ कथमप्यसम्प्राप्तावभिग्रहस्य 'अभुंज त्ति तहिनेऽन्नपानपरित्यागस्तस्य जायते । एवं चासौ स्थिरप्रतिज्ञः प्रायेणानुपजीवितभोजनः 'छम्मास'त्ति बोधिलाभकालात् षण्मासान् यावजीवित्वा ‘काल 'त्ति कालं कृत्वा ब्रह्मसुरो ब्रह्मलोके देवतया उत्पन्न इति। तत्रापि तीर्थकरभक्तिर्महाविदेहादिषु नन्दीश्वरादिचैत्येषु च सततमेव भगवतामहतां सर्वजगज्जीववत्सलानामपारकरुणारसक्षीरनीरधीनां स्मरणमात्रोपनीतप्रणतजनमनोवाच्छितानां भक्ति-वन्दनपूजनधर्मश्रवणादिरूपा समासीत् । कालेन ततश्च्यवनम् । चम्पायां पुरि चन्द्रराज-सुतः समुत्पन्न इति ॥४००॥ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ઉપદેશપદઃ ભાગ-૨ समुत्पन्नस्य च तस्य बालस्य सतः साधुदर्शनमभूत् । दृष्टेषु च तेषु भवान्तरसंस्कारात् प्रीतिः प्रतिबन्धः, स्मरणं पूर्वभवस्य, अधृतिश्चरणरक्षणरूपा तद्विरहे साधुदर्शनाभावे समजनि । ततः पितृभ्यां प्रियसाधुरेष इति नाम कृतम्। वर्द्धने बालभावपरित्यागरूपे प्रव्रज्या दीक्षा साधुप्रव्रज्या तस्यां सम्पन्नायां सत्यामभिग्रहग्रहणं यथा सर्वाङ्गैर्मया साधुविनयः कर्त्तव्य इति ॥४०१॥ . ___ परिपालनमभिग्रहस्याराधना पर्यन्ते । 'सुक्काइ' इति शुक्रादिषु देवलोकेषु यथाक्रमेण परिपाट्याधिकाधिकसंयमशुद्धिवशादुपपातोऽभूत् । पर्यन्तभवे सर्वार्थागमप्रव्रज्यासेवना चैव विज्ञेया सर्वार्थाद् विमानात् सर्वविमानमालामौलिमाणिक्यकल्पाद् इहागमनम् । तत्र च प्रव्रज्या, तस्यामपि च समुपलब्धकेवलालोकस्यास्य सिद्धिगमनमभूदिति । व्याख्यातं साधुप्रद्वेषी क्षुल्लक इति ॥४०२॥ રુદ્રક્ષુલ્લકનું દૃષ્ટાંતક્રમશઃ ઉદાહરણોને જ વિચારતા ગ્રંથકાર આઠ ગાથાઓથી રુદ્રનામના ક્ષુલ્લકને આશ્રયીને કહે છે અહીં કોઈક ગચ્છ હતો. તે ગચ્છમાં સ્વચ્છ પાણીના જેવા નિર્મલ અને ઉત્તમ આચારોનું પાલન થતું હતું. આથી જ તે ગચ્છમાં સ્વપક્ષ પરપક્ષ સંબંધી સર્વક્લેશોનો નાશ થયો હતો. તે ગચ્છ જેમાં નિર્મલ મંગલે ગ્રહ શોભી રહ્યો છે તેવા આકાશતલ જેવો હતો. તે ગચ્છમાં જેમણે પૃથ્વી મંડલમાં શુદ્ધ પ્રસિદ્ધિને પ્રાપ્ત કરી છે તેવા વિદ્વાન સાધુઓ હતા. તે ગચ્છના ગુરુ દેવો અને માનવોને માન્ય હતા. તે ગચ્છમાં કાવ્યોનો વિસ્તાર થયો હતો, અર્થાત્ તે ગચ્છમાં અનેક સાધુઓએ વિવિધ કાવ્યોની રચના કરી હતી. તે ગચ્છમાં જેવી રીતે રાહુ પરિભ્રમણ કરવા દ્વારા સ્વભાવથી જ મલિન સ્વભાવવાળો છે, તેવી રીતે સ્વભાવથી જ મલિન સ્વભાવવાળો એક રુદ્ર નામનો બાળ સાધુ હતો. તે પૂર્વે વિશુદ્ધ અનુષ્ઠાનવાળો હતો. પણ પછી ક્રમશઃ મલિન અનુષ્ઠાનવાળો થયો. સાધુઓના તે તે આચારોમાં પ્રમાદ કરતા તેને બીજા સાધુઓ સારણા-વારણાચોયણા-પડિચોયણા વગેરે દ્વારા સતત શિખામણ આપતા હતા. સાધુઓ પ્રત્યે દ્વેષવાળો થયેલો તે શિખામણ આપનારા સાધુઓ ઉપર તીવ્ર દ્વેષવાળો થયો. એકવાર સઘળાય તે ગચ્છને મારી નાખવાને ઇચ્છતા તે પાપીએ પાણીના ભાજનમાં વિષ નાખ્યું. સાધુઓએ પાણી લેવા માટે હાથને પાણીના ભાજન તરફ પસાર્યો ત્યારે તે ગચ્છના હિતાહિતની ચિંતા કરનારા કોઈ દેવે આકાશમાં રહીને વાણીથી જણાવ્યું કે, આ ૧. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દશમા ભાવમાં રહેલો મંગળ પરાક્રમ રૂપ શુભ ફળ આપે છે. આથી અહીં ગચ્છમાં રહેલા સાધુઓ મોક્ષને મેળવવા માટે પરાક્રમ કરી રહ્યા હતા એમ સૂચન કર્યું છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૩ પાણીને તમે ન લો. કારણ કે આ પાણી વિષના દોષથી દૂષિત થયેલું છે. કોણે આ અયોગ્ય કર્યું? એવા વિચારથી સાધુઓ વ્યાકુલ થયા ત્યારે દેવે કહ્યું કે રુદ્રક્ષુલ્લકે આ કર્યું છે. તેથી તેને ગચ્છમાંથી બહાર કાઢી મૂક્યો. કારણ કે તે મહાન અપરાધવાળો છે. આ વિષે કહ્યું છે કે–“તાંબૂલ પાનનાં દૃષ્યતથી બીજાઓનો પણ વિનાશ ન કરે એ માટે તથા બીજો સાધુ પણ તેવો અપરાધ ન કરે એ માટે મોટા અપરાધીને ગચ્છમાંથી બહાર કાઢે છે.” (૩૯૫) ગચ્છમાંથી બહાર કાઢી મૂકાયેલા તેણે દીક્ષા છોડી દીધી. પછી જલોદર વગેરે રોગો થયા. પછી તેનું મૃત્યુ થયું. દાહ, ભારવહન બંધન અને કાપવું વગેરે પ્રકારોથી ઘણા દુઃખવાળા કુત્સિત તિર્યંચોના ભવો કરીને રત્નપ્રભા વગેરે સાત નરકોમાં તે ઉત્પન્ન થયો. ક્યા જીવો નરકમાં ક્યાં સુધી ઉત્પન્ન થાય એ વિષે “મરૂની વસ્તુ પN" ઇત્યાદિ ગ્રંથમાં કહેલ છે. (૩૯૬) પૃથ્વીકાય વગેરે એકેન્દ્રિયોમાં પ્રાયઃ ઘણીવાર અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી રૂપ કાયસ્થિતિ તેની થઈ. (૩૯૭) બર્બર ભિલ, ચંડાલ, ચમાર, રજક, દાસ અને નોકરના ભવોમાં ઉત્પન્ન થયો. ત્યાં તે બધાનો નોકર થયો. પછી ચૂર્ણપુર નગરમાં શ્રેષ્ઠિપુત્ર રૂપે ઉત્પન્ન થયો. સાધુઓ પ્રત્યે દ્વેષ કરવાના કારણે ઉપાર્જિત કરેલા લાભાંતરાય અને દૌર્ભાગ્ય વગેરે કર્મોના અનુબંધનો વૃક્ષપત્રોને પહેરનારા પ્લેચ્છો આદિના ભવોમાં વિચ્છેદ થયો. (૩૯૮) તે ભવમાં તેને કોઈક તીર્થકરનો યોગ થયો. તેણે તીર્થકરને પોતાના પૂર્વજન્મોનો વૃત્તાન્ત પૂક્યો. ભગવાને તેને તેના પૂર્વભવોનો વૃત્તાંત કહ્યો. (આ સાંભળીને) તેનામાં ફરી સમ્યગ્દર્શન પ્રગટ થયું. સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો. તેણે તીર્થંકરને પૂછ્યું: સાધુઓ પ્રત્યે પ્રસ્વેષ રૂપ અપરાધનું પ્રાયશ્ચિત્ત શું કરવું? ભગવાને કહ્યુંઃ સાધુઓનું બહુમાન કરવું=સાધુઓને પોતાનાથી મહાન માનવા એ પ્રાયશ્ચિત્ત છે. પછી તેણે “દરરોજ વિનયપૂર્વક પાંચસો સાધુઓને વંદન કરવું એવો અભિગ્રહ લીધો. (૩૯૯) ૧. બગડી ગયેલા એકપાનને કાઢી નાખવામાં ન આવે તો બગડેલું એ પાન બીજા ઘણાં પાનને બગાડી નાખે. ૨. અસંજ્ઞી પંચેંદ્રિય પહેલી નરક સુધી જ જાય. ઘો વગેરે ભુજ પરિસર્પ બીજી, પક્ષીઓ ત્રીજી, સિંહ વગેરે ચતુષ્પદ ચોથી, સર્પ વગેરે ઉરપરિસર્પ પાંચમી, સ્ત્રીઓ છઠ્ઠી, મત્સ્ય અને મનુષ્યો સાતમી નરક સુધી જાય છે. (પ્રવ. સારો. ગા-૧૦૯૩) ૩. બર્બર એટલે બર્જરદેશમાં રહેનારા પ્લેચ્છો. ભિલો પણ પર્વતના આશ્રયે રહેનારા અને વૃક્ષપત્રોને શરીર ઉપર પહેરનારા પ્લેચ્છો જ છે. રજક એટલે રંગારો કે ધોબી. ૪. પ્રાયશ્ચિત્ત શબ્દનો અર્થ ૩૭૯મી ગાથાની ટીકામાં કહ્યો છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ઉપદેશપદ : ભાગ-૨ જે દિવસે પાંચસો સાધુઓને વંદન ન થાય તે દિવસે તે આહાર-પાણીનો ત્યાગ કરે છે. આ પ્રમાણે સ્થિર પ્રતિજ્ઞાવાળા તેને પ્રાયઃ ભોજનનો આધાર મળતો નથી, અર્થાત્ લગભગ ઉપવાસો થાય છે. આથી સમ્યકત્વની પ્રપ્તિ થયા પછી તે છ માસ સુધી જીવ્યો. છ માસ પછી કાળ કરીને બ્રહ્મલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં પણ તેણે મહાવિદેહ આદિમાં અને નંદીશ્વર આદિમાં જગતના સર્વજીવો પ્રત્યે વત્સલ, અપાર કરુણા રસના સાગર, સ્મરણ માત્રથી નમેલા લોકોના મનોવાંછિતોને સમીપમાં મૂકનારા એવા તીર્થકરોની વંદન-પૂજા-ધર્મશ્રવણાદિ રૂપ ભક્તિ સતત જ કરી. આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી તેનું અવન થયું. ચંપાપુરીમાં ચંદ્રરાજાનો પુત્ર થયો. (૪00) ત્યાં તેને બાલ્યાવસ્થામાં સાધુઓનાં દર્શન થયાં. સાધુઓના દર્શન થતાં ભવાંતરના સંસ્કારથી સાધુઓ પ્રત્યે પ્રેમ થયો. પૂર્વભવનું સ્મરણ થયું. સાધુદર્શનના અભાવમાં ચારિત્રનું રક્ષણ કેવી રીતે થાય? એવી અધીરતા થઈ. તેથી માતા-પિતાએ તેનું પ્રિય સાધુ” એવું નામ કર્યું. બાલ્યાવસ્થા પૂર્ણ થતાં તેણે દીક્ષા લીધી. દીક્ષા થયા પછી “મારે સર્વ ઉપાયોથી સાધુઓનો વિનય કરવો” એવો અભિગ્રહ લીધો. (૪૦૧) અભિગ્રહનું પાલન કર્યું, અંતસમયે આરાધના કરી. અધિક-અધિક સંયમવિશુદ્ધિથી ક્રમશઃ શુક્ર વગેરે દેવલોકમાં ઉત્પત્તિ થઈ. છેલ્લા ભવમાં સર્વવિમાનશ્રેણિના મુગટમણિ સમાન સર્વાર્થસિદ્ધ વિમાનથી મનુષ્યભવમાં આગમન થયું. તે ભવમાં દીક્ષા લીધી. ત્યાં કેવલજ્ઞાનને પામેલા તેનું સિદ્ધિમાં ગમન થયું. આ પ્રમાણે સાધુઓ ઉપર વેષ ધારણ કરનાર દ્રશુલ્લકનું વ્યાખ્યાન કર્યું. (૪૦૨) अथ चैत्यद्रव्योपयोगी संकाश इति व्याख्यायते । तत्रसंकासु गंधिलावइ, सक्कवयारम्मि चेतिए कहवि । चेतियदव्वुवओगी, पमायओ मरण संसारो ॥४०३॥ तण्हाछुहाभिभूओ, संखेजे हिंडिऊण भवगहणे । घायण-वहण-चुन्नग-वियणाओ पाविडं बहुसो ॥४०४॥ दारिहकुलुप्पत्तिं, दरिदभावं च पाविउं बहुसो । बहुजणधिक्कारं तह, मणुएसुवि गरहणिजं तु ॥४०५॥ तगराए इब्भसुओ जाओ तक्कम्मसेसयाए उ । दारिहमसंपत्ती, पुणो पुणो चित्तनिव्वेओ ॥४०६॥ Page #42 -------------------------------------------------------------------------- ________________ 6पहेशपह: भाग-२ ૩૫ केवलिजोगे पुच्छा, कहणे बोही तहेव संवेगो । किं एत्थमुचियमिथिंह, चेइयदव्वस्स वुड्डित्ति ॥४०७॥ गासच्छादणमेत्तं, मोत्तं जं किंचि मज्झ तं सव्वं । चेतियदव्वं णेयं, अभिग्गहो जावजीवंति ॥४०८॥ सुहभावपवित्तीओ, संपत्तीभिग्गहम्मि निच्चलया । चेतीहरकारावण, तत्थ सया भोगपरिसुद्धी ॥४०९॥ निट्ठीवणाइकरणं, असक्कहा अणुचियासणादी य । आयतणम्मि अभोगो, एत्थं देवा उयाहरणं ॥४१०॥ देवहरयम्मि देवा, विसयविसविमोहियावि न कयाइ । अच्छरसाहिपि समं, हासक्खेडाइवि करेंति ॥४११॥ इय सो महाणुभावो, सव्वत्थवि अविहिभावचागेण । चरियं विसुद्धधम्मं, अक्खलियाराहगो जाओ ॥४१२॥ इह संकाशो नाम श्रावकः स्वभावादेव भववैराग्यवान् यथोदितश्रावकसमाचारसारव्यवहारः 'गंधिलावइ 'त्ति गन्धिलावत्यां पुरि समस्ति स्म । स च शक्रावतारे चैत्ये प्रशस्तचित्तः संश्चिन्तां चकार । अन्यदा च कथमपि गृहव्याक्षेपादिकारणैश्चैत्यद्रव्योपयोगी देवद्रव्योपजीवकः प्रमादतोऽज्ञानसंशयविपर्यासादिरूपात् संजातः सन्ननालोचिताप्रतिक्रान्तो मरणमाप ततः संसारे ॥४०३॥ ... तृष्णाक्षुधाभिभूतः सन् सङ्ख्यातानि हिण्डित्वा भवग्रहणानि । तेषु च 'घातनेन' शस्त्रादिभिः, 'वाहनेन' पृष्ठकण्ठभारारोपणपूर्वकदेशान्तरसञ्चारणस्वरूपेण,चूर्णनेन च या वेदनास्ताः प्राप्य बहुशोऽनेकशः ॥४०४॥ तथा, 'दारिदकुलुप्पत्तिं' इति दरिद्रकुलोत्पत्तिं यावजन्म दरिद्रभावं च तत्र प्राप्य, बहुशो बहुजनधिक्कारं यतः कुतोऽपि निमित्ताद् अनिमित्ताच्च बहोर्जनाद् धिक्कारमवर्णवादं, तथेति समुच्चये, मनुष्येष्वपि समुत्पन्नः, गर्हणीयमन्यदपि पुत्रकलत्रादिकं निन्द्यमेव प्राप्य ॥४०५॥ पश्चात्तगरायां पुरि इभ्यसुतः सञ्जातः । कस्यां सत्यामित्याह-'तत्कर्मशेषतायां तु' तस्य चैत्यद्रव्योपयोगकालोपार्जितस्य कर्मणो लाभान्तरायादेः शेषोऽवशिष्टोंऽशः, तस्य भावस्तत्ता, तस्यां सत्यामेव, परं तत्रापि दारिद्र्यं निर्द्धनत्वम्, असम्प्राप्तिर्वाञ्छितस्य। पुनः पुनरनेकश इत्यर्थः । चित्तनिवेदो हृदयोद्वेगरूपः समभूत् ।।४०६॥ Page #43 -------------------------------------------------------------------------- ________________ 38 Gपहेशप : भाग-२ ___अन्यदा च केवलियोगे जाते सति पृच्छा तेन कृता। यथा भगवन्! मया भवान्तरे किं कर्म कृतं, येनेत्थमसम्पद्यमानमनोरथोऽहं सम्भूतः? 'कथने' संकाशादिभवग्रहणवृत्तान्तस्य केवलिना कृते, बोधिरुक्तरूपस्तथैव क्षुल्लकजीववत् संवेगस्तस्य समपद्यत। प्रपच्छ च किमित्यत्र चैत्यद्रव्योपयोगापराधे मम कर्तुमुचितमिदानीं साम्प्रतम्? भणितं च केवलिना, यथा-चैत्यद्रव्यस्य जिनभवनबिम्बयात्रास्नानादिप्रवृत्तिहेतोहिरण्यादिरूपस्य वृद्धिरुपचयरूपोचिता कर्तुमिति ॥४०७॥ ततोऽस्य ग्रासाच्छादनमात्रं प्रतीतरूपमेव मुक्त्वा यत् किंचिद् मम व्यवहरतः सम्पत्स्यते, तत् सर्वं चैत्यद्रव्यं ज्ञेयमिति इत्यभिग्रहो यावजीवमभूदिति ॥४०८॥ ततः 'शुभभावप्रवृत्तितो' लाभान्तरायापायहेतोः शुभस्य पूर्वोक्ताभिग्रहलक्षणस्य भावस्य प्रवृत्तेरुद्भवात् प्रक्षीयमाणक्लिष्टकर्मणः सम्प्राप्तिर्धनधान्यादिलाभरूपा जज्ञे। त्यक्तमूर्छस्य चाभिग्रहे प्रागुक्ते 'निश्चलता' स्थैर्यलक्षणा सम्पन्ना । कालेन च भूयसो द्रव्यस्योपचये सम्पन्ने सति परद्रव्यसाहाय्यनिरपेक्षत्वेन 'चेईहरकारावण'त्ति तस्यामेव तगरायां चैत्यगृहकारापणं विहितं । तत्र चैत्यगृहे सदा सर्वकालं भोगपरिशुद्धिः चैत्यगृहासेवननिर्मलता कृता अभोगपरिहारेण ॥४०९॥ ___ अभोगमेव दर्शयति-निष्ठीवनादिकरणमिह. निष्ठीवनं मुखश्लेष्मपरित्यागः, आदिशब्दाद् मूत्रपुरीषताम्बूलकर्णनासिकादिमलप्रोज्झनग्रहः । 'असत्कथा' 'स्त्रीभक्तचोरजनपदादिवृत्तान्तनिवेदनलक्षणा । 'अनुचितासनादि' चानुचितमासनं गुरुजनासनापेक्षयोच्चं समं वा, आदिशब्दात् पर्यस्तिकादिबन्धग्रहः। एतत्सर्वं, किमित्याह-आयतने जिनगृहेऽभोगो वर्त्तते । इह नञ् कुत्सार्थः, यथाऽत्र-"जह दुव्वयणमवयणं, कुच्छियसीलं असीलमसईए । भण्णइ तह णाणंपि हु, मिच्छद्दिहिस्स अण्णाणं ॥१॥" इति । ततः कुत्सितो भोगश्चैत्यगृहोपजीवनभोगः, चैत्याशातनाफलत्वेन तस्य दुर्गतिहेतुत्वात् । अत्र भोगपरिशुद्धौ 'देवा' भवनपत्यादय उदाहरणम् ॥४१०॥ एतदेव भावयति-देवेत्यादि । देवगृहके नन्दीश्वरादिगतचैत्यभवनरूपे देवा जिनजन्ममहिमादिषु सन्तः 'विषयविषमोहिता अपि'दुष्टचारित्रमोहोदयाद्'न' नैव कदाचित् कस्यामपि वेलायामप्सरोभिरपि स्वप्राणाधिकप्रेमपदप्राप्ताभिः 'समं' सहासखेलाद्यपि, इह हासः प्रतीत एव, 'खेला' क्रीडा, आदिशब्दाच्चित्रसूचीवचनग्रहः, अपिशब्दाच्च संभोगादिस्थूलशेषापराधावरोधो दृश्यः, कुर्वन्ति विदधति । यदत्राप्सरोग्रहणं तत् तासां हासक्रीडादिस्थानत्वेन ताभिः सह तेषां हासादिपरिहारस्य दुष्करत्वख्यापनार्थमिति ॥४११॥ Page #44 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ इत्येवमुक्तनीत्या संकाशजीवो 'महानुभाव: ' समुद्घटितप्रशस्तसामर्थ्यः सर्वत्रापीहलोकफलेषु परलोकफलेषु च कृत्येष्वविधिभावपरित्यागेनानुचितप्रवृत्तिनिरोधरूपेण चरित्वा निषेव्य 'विशुद्धधर्म्म' श्रुतचारित्रलक्षणमस्खलिताराधको निर्वाणस्य सञ्जातः । यदत्र साधुप्रद्वेषिणः क्षुल्लकजीवस्य नरकप्रवेशेनैकेन्द्रियेषु कायस्थितिवासवशेन चानन्तभवभ्रमणरूपः संसार उक्तः, संकाश श्रावकजीवस्य तु "संखेज्जे हिंडिऊण भवगहणे" इतिवचनात् सङ्ख्यातभवग्रहणरूप एव । तत्रायमभिप्रायः - प्रमाददोषादेव चैत्यद्रव्योपयोगः संकाशस्य संवृत्तः, इति नासौ नरकप्रवेशेन तद्दोषवशोद्भवं कर्म्मानुभूतवान्, किन्तु कुमानुषत्वतिर्यक्त्वभवेषु तृष्णाबुभुक्षाघातनवाहनाद्यधिसहनद्वारेण । इतरस्त्वाकुट्टिकया सर्वमपि हन्तुमुपस्थित इत्यत्यन्तदारुणपरिणामाद् नरकादिप्रवेशफलमनन्तसंसारावहं कर्म समुपार्जितवान् । इत्यनयोरयं संसारभ्रमणविशेषः ॥४१२ ॥ ॥ समाप्तं संकाशश्रावकज्ञातम् ॥ ૩૭ સંકાશ શ્રાવકનું દૃષ્ટાંત હવે દેવદ્રવ્યનો ઉપયોગ કરનાર સંકાશ શ્રાવકનું વ્યાખ્યાન કરવામાં આવે છે. ગંધિલાવતી નગરીમાં સ્વભાવથી જ સંસાર પ્રત્યે વૈરાગ્યવાળો અને શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યા છે તે પ્રમાણે શ્રાવકાચારોના પાલનથી યોગ્ય વ્યવહારવાળો સંકાશ નામનો શ્રાવક હતો. તે પ્રશસ્ત ચિત્તવાળો થઇને શક્રાવતાર જિનમંદિરની ચિંતા (સાર-સંભાળ) કરતો હતો. કોઇવાર ગૃહવ્યાક્ષેપ આદિ કારણોથી પ્રમાદ થવાથી તે દેવદ્રવ્યનો ઉપયોગ કરનારો થયો. તે દોષની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના તે મૃત્યુ પામ્યો. (૪૦૩) પછી તેણે તિર્યંચગતિમાં સંખ્યાતા ભવો સુધી સંસારમાં પરિભ્રમણ કર્યું. ત્યાં તે ભૂખ-તરસથી હેરાન થયો. શસ્ત્ર આદિથી ઘાતની વેદના સહન કરી. પીઠ અને ગળામાં ભાર રાખીને અન્યદેશમાં જવાનું થતું હતું. આ રીતે ભારવહનથી વેદના થઈ. ક્યારેક તે પીસાયો–દળાયો. આ રીતે તે અનેકવાર વેદનાને પામ્યો. (૪૦૪) મનુષ્યોમાં પણ ઉત્પન્ન થયેલો તે દરિદ્રકુલમાં જન્મીને અને દદ્રિતાને પામીને જે તે નિમિત્તથી કે નિમિત્ત વિના પણ ઘણા લોકથી અનેકવાર ધિક્કારને પામ્યો. અન્ય પણ પુત્ર-પત્ની વગેરે નિંદ્યનેજ પામીને ઘણા લોકથી અનેકવાર ધિક્કારને પામ્યો. (૪૦૫) પછી દેવદ્રવ્યનો ઉપયોગ કરતી વખતે ઉપાર્જિત કરેલા લાભાન્તરાય વગેરે કર્મનો અંશ બાકી રહ્યો ત્યારે તે તગરાનગરીમાં શ્રેષ્ઠિપુત્ર થયો. ત્યાં પણ દરિદ્રતાને પામ્યો. વાંછિતની પ્રાપ્તિ ન થઇ. અનેકવાર હૃદયમાં ઉદ્વેગ થયો. (૪૦૬) ૧. અજ્ઞાન-સંશય-વિપર્યાસાદિરૂપ પ્રમાદના આઠ ભેદો ૩૨૨મી ગાથામાં જણાવ્યા છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઉપદેશપદ : ભાગ-૨ એકવાર કેવળી ભગવંતનો યોગ થતાં તેણે પૂછ્યું: હે ભગવન્! ભવાંતરમાં મેં કયું કર્મ કર્યું કે જેથી આ પ્રમાણે મારા મનોરથો પૂર્ણ થતા નથી. કેવળી ભગવંતે સંકાશ વગેરે ભવોનો વૃત્તાંત કહ્યો. સુલ્લક સાધુની જેમ તેને બોધિની પ્રાપ્તિ થઈ. હવે તેને સંવેગ થયો. તેણે કેવળી ભગવંતને પૂછ્યું: દેવદ્રવ્યનો ઉપયોગ કરવા રૂપ અપરાધમાં હમણાં મારે શું કરવા યોગ્ય છે? કેવળીએ કહ્યું: જિનમંદિર, જિનબિંબ, યાત્રા(=અષ્ટાહ્નિકા મહોત્સવ અને રથયાત્રા વગેરે) અને સ્નાત્ર વગેરે પ્રવૃત્તિનું કારણ એવા સુવર્ણ વગેરે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી એ તમારા માટે ઉચિત છે. (૪૦૭) પછી તેણે “વેપાર વગેરે ધંધો કરતાં જે કંઈ ધન મળે તેમાંથી માત્ર આહાર-પાણી માટે અને પહેરવા-ઓઢવા માટે જરૂરી ધનને છોડીને બાકીનું બધુંય ધન દેવદ્રવ્ય જાણવું.” એવો અભિગ્રહ યાવજીવ સુધી લીધો. (૪૦૮). પછી લાંભાતરાય કર્મના ક્ષયનું કારણ એવા પૂર્વોક્ત અભિગ્રહ રૂપ શુભ ભાવ પ્રગટવાથી તેનું ક્લિષ્ટ કર્મ ક્ષય પામવા લાગ્યું અને તેને ધન-ધાન્યાદિનો લાભ થયો. મૂછનો ત્યાગ કરીને તે પૂર્વોક્ત અભિગ્રહમાં નિશ્ચલ બન્યો. કાળે કરીને ધનની વૃદ્ધિ થતાં તે જ તગરાનગરીમાં પરધનની સહાય વિના જિનમંદિર કરાવ્યું. જિનમંદિરમાં સદા ભોગપરિશુદ્ધિ કરી. ભોગપરિશુદ્ધિ એટલે અભોગનો(=આશાતનાનો) ત્યાગ કરવા વડે જિનમંદિરના આસેવનની (=જિનમંદિરનો જ ઉપયોગ કર્યો તેની) નિર્મલતા કરી, અર્થાત્ આશાતનાનો ત્યાગ કરવા વડે, જિનમંદિરને પવિત્ર રાખ્યું. (૪૦૯). ગ્રંથકાર અભોગને'(=આશાતનાને) જ જણાવે છે–જિનમંદિરમાં ઘૂંકવું વગેરે, અસત્કથા, અનુચિત આસન વગેરે અભોગ(=અશાતના) છે. ઘૂંકવું વગેરે એ સ્થળે વગેરે શબ્દથી મલમૂત્રનું વિસર્જન કરવું, તાબૂલનું પાન ચાવવું, કાન અને નાક વગેરેની અશુચિનો ત્યાગ કરવો વગેરે સમજવું. અસત્કથા એટલે સ્ત્રી, ભોજન, ચોર અને દેશ આદિનો વૃત્તાંત જણાવવો. અનુચિત આસન એટલે ગુરુજનની અપેક્ષાએ સમાન કે ઊંચા આસને બેસવું. વગેરે શબ્દથી પલાઠી વાળવી વગેરે સમજવું. અહીં અભોગનો અર્થ ભોગનો અભાવ એવો ૧. અહીં અભોગમાં જે “અ” છે તે નકારને જણાવનારો છે. તેનો પ્રયોગ જુદીજુદી છ રીતે થાય છે. (૧) સાદૃશ્ય એટલે સમાનતા. જેમકે અબ્રાહ્મણ એટલે બ્રાહ્મણ સિવાય અન્યવર્ણનો બ્રાહ્મણ જેવો જનોઈવાળો માણસ. (૨) અભાવ : જેમકે અફલ એટલે ફળથી રહિત. (૩) અન્યત્વ એટલે ભિન્નતા. જેમકે અઘટ એટલે ઘટથી ભિન્ન પટ વગેરે. (૪) અલ્પતા એટલે ઓછપ. દા.ત.- અનુદરી કન્યા= કૃશોદરી કન્યા. (૫) અપ્રાશસ્ય એટલે નિંદિતપણું. દા.ત- અધન= ખરાબ ધન. (૬) વિરોધ અર્થમાં, જેમકે અધર્મ એટલે ધર્મથી વિરુદ્ધ આચરણ. અહીં અભોગમાં “અ” અપ્રાશસ્ય અર્થમાં છે. (ભગવદ્ ગોમંડલ શબ્દકોષ) Page #46 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૯ અર્થ નથી, કિંતુ કુત્સિત (=ખરાબ) ભોગ એવો અર્થ છે. જેમકે એક સ્થળે કહ્યું છે કે“જેમ અવચન એટલે દુર્વચન અને અસતીનું અશીલ એટલે કુત્સિત (=ખરાબ) શીલ એમ કહેવાય છે તેમ મિથ્યાદૃષ્ટિ જીવનું જ્ઞાન પણ અજ્ઞાન કહેવાય છે.” (વિશેષાપર૦) તેથી અહીં જિનમંદિરનો કુત્સિત (Fખરાબ) ભોગ (=ઉપયોગ કરવો.) તે અભોગ છે. અભોગથી જિનમંદિરની આશાતના થતી હોવાથી અભોગ દુર્ગતિનું કારણ છે. અહીં ભોગની પરિશુદ્ધિમાં (આશાતનાના ત્યાગમાં) ભવનપતિ વગેરે દેવો દૃષ્ટાંત રૂપ છે. (૪૧૦) દેવો આશાતનનો ત્યાગ કરે છે એ વિષયને જ ગ્રંથકાર વિચારે છે–દેવો દુષ્ટ ચારિત્રમોહના ઉદયના કારણે વિષયરૂપ વિષથી મોહિત થયેલા હોવા છતાં નંદીશ્વર આદિ સ્થળે રહેલા જિનમંદિરમાં પોતાના પ્રાણથી પણ અધિક પ્રેમસ્થાનને પામેલી અપ્સરાઓની સાથે કોઈપણ સમયે હાસ્ય સહિત ક્રીડા વગેરે પણ કરતા નથી. અહીં ક્રીડા વગેરે એ સ્થળે રહેલા વગેરે શબ્દથી વિવિધ પ્રકારના વિકારી વચનો સમજવાં. “વગેરે પણ” એ સ્થળે રહેલા પણ શબ્દથી અન્ય સંભોગ વગેરે મોટા અપરાધનો અભાવ જાણવો. અહીં અપ્સરાઓનો જે ઉલ્લેખ કર્યો તે અપ્સરાઓ સહાસ્ય ક્રીડા આદિનું સ્થાન હોવાથી તેમની સાથે હાસ્યાદિનો ત્યાગ કરવો એ દેવા માટે દુષ્કર છે એ જણાવવા માટે છે. (૪૧૧). આ પ્રમાણે જેનું પ્રશસ્ત સામર્થ્ય પ્રગટ થયું છે એવો તે સંકાશ શ્રાવક આ લોકના ફળવાળાં અને પરલોકનાં ફળવાળાં કાર્યોમાં અનુચિત્તપ્રવૃત્તિનો ત્યાગ કરવા પૂર્વક શ્રુત-ચારિત્રરૂપ વિશુદ્ધ ધર્મને સેવીને મોક્ષનો આરાધક થયો. - અહીં સાધુપ્રષી ક્ષુલ્લક જીવનો નરકોમાં પ્રવેશથી અને એકેન્દ્રિયોમાં કાયસ્થિતિ જેટલો વાસ કરવાથી અનંત ભવભ્રમણ રૂપ સંસાર કહ્યો, અને સંકાશ શ્રાવક જીવનો સંવેને fëડિઝા મવા (=સંખ્યાતા ભવો સુધી ભમીને) એવા વચનથી સંખ્યાત ભવના સ્વીકાર રૂપ જ સંસાર કહ્યો, તેમાં આ અભિપ્રાય છે– સંકાશે દેવદ્રવ્યનો ઉપયોગ પ્રમાદ દોષથી જ કર્યો હતો. આથી તેણે તે દોષના કારણે ઉત્પન્ન થયેલા કર્મને નરકમાં પ્રવેશ કરીને ન અનુભવ્યું, કિંતુ કુમનુષ્યપણાના અને કુતિયંચપણાના ભવોમાં તૃષા, સુધા, ઘાતન અને વાહન વગેરેને સહન કરવા દ્વારા અનુભવ્યું. બીજો તો ઈરાદાપૂર્વક બધાય સાધુઓને મારી નાખવા તૈયાર થયો હતો. આથી તેણે અતિશય દારુણ પરિણામથી નરકાશિમાં પ્રવેશરૂપ ફલવાળા અને અનંતસંસારને લાવનારા કર્મનું ઉપાર્જન કર્યું. આ પ્રમાણે આ બેના સંસાર પરિભ્રમણમાં આ ભેદ છે. (૪૧૨) સંકાશ શ્રાવકનું દષ્ટાંત પૂર્ણ થયું. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ઉપદેશપદ : ભાગ-૨ एतच्चिय भणियमिणं, पुव्वायरिएहिं एत्थ वत्थुम्मि । अन्नयवतिरेगगयं, परिसुद्धं सुद्धभावेहिं ॥४१३ ॥ 'यत एव' चैत्यद्रव्योपयोगोऽनर्थफलोत एव हेतोर्भणितमिदं वक्ष्यमाणं पूर्वाचार्यैरत्र चैत्यद्रव्योपयोगानर्थचिन्तालक्षणवस्तुनि चिन्तयितुमधिकृतेऽन्वयव्यतिरेकगतमन्वयेनास्मिन् विहिते इदं स्यादेवंलक्षणेन व्यतिरेकेण चैतद्विपरीतेन युतं परिशुद्धं स्फुटरूपमेव शुद्धभावैरज्ञानादिदोषोपघातरहितमनोभिः ॥४१३ ॥ ગાથાર્થ—આથી જ શુદ્ધભાવવાળા પૂર્વાચાર્યોએ આ વિષયમાં અન્વયવ્યતિરેકથી પરિશુદ્ધ આ કહ્યું છે. ટીકાર્થ—આથી જ દેવદ્રવ્યનો ઉપયોગ અનર્થ ફળવાળો હોવાથી જ. શુભભાવવાળા=અજ્ઞાનાદિદોષોના ઉપદ્રવથી રહિત મનવાળા, અર્થાત્ જેમનું ચિત્ત અજ્ઞાનતા વગેરે દોષોથી હણાયું નથી તેવા. આ વિષયમાં દેવદ્રવ્યના ઉપયોગથી અનર્થ થાય છે એવું વિચારવા માટે શરૂ કરેલા વિષયમાં. અન્વય-વ્યતિરેકથી=આ કરવાથી આ થાય એ અન્વય છે. તેનાથી વિપરીત વ્યતિરેક છે. (જેમકે જ્યાં જ્યાં ધૂમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય આ અન્વય છે. જ્યાં જ્યાં અગ્નિ ન હોય ત્યાં ત્યાં ધૂમાડો ન હોય એ વ્યતિરેક છે. પ્રસ્તુતમાં દેવદ્રવ્યનું રક્ષણ કરવાથી લાભ થાય એમ જણાવવું તે અન્વય છે. દેવદ્રવ્યનું રક્ષણ ન કરવાથી (=ભક્ષણ કરવાથી) અનર્થ થાય એમ જણાવવું તે વ્યતિરેક છે. અહીં અન્વય અને વ્યતિરેક એ ઉભયથી જણાવવામાં આવશે.) પરિશુદ્ધ=સ્પષ્ટ. આ=હવે પછીની ગાથાઓમાં કહેવામાં આવશે તે. દેવદ્રવ્યનો ઉપયોગ અનર્થફલવાળો હોવાથી જ જેમનું ચિત્ત અજ્ઞાનતા વગેરે દોષોથી હણાયું નથી તેવા પૂર્વાચાર્યોએ દેવદ્રવ્યના ઉપયોગથી અનર્થ થાય એ વિષયમાં અન્વય વ્યતિરેકથી સ્પષ્ટ જ હવે પછીની ગાથાઓમાં જે કહેવાશે તે કહ્યું છે. (૪૧૩) भणितमेव दर्शयति चेइयदव्वं साहारणं च जो दुहति मोहियमतीओ । धम्मं व सोन याणति, अहवा बद्धाउओ पुव्विं ॥ ४१४ ॥ Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદઃ ભાગ-૨ 'चैत्यद्रव्यं चैत्यभवनोपयोगि धनधान्यादि काष्ठपाषाणादि च, तथा 'साधारणं च द्रव्यं', तथाविधव्यसनप्राप्तौ शेषद्रव्यान्तराभावे जिनभवनजिनबिम्बचतुर्विधश्रमणसंघजिनागमलेखनादिषु धर्मकृत्येषु सीदत्सु सत्सु यदुपष्टम्भकत्वमानीयते, तत्र यो 'द्रुह्यति' विनाशयति । कीदृशः सन्नित्याह-'मोहितमतिको लोभातिरेकेण मोहमानीता मोहिता मतिरस्येति समासः । धर्म वा जिनप्रणीतं स न जानाति । अनेन च तस्य मिथ्यादृष्टित्वमुक्तम् । अथवा, जानन्नपि किञ्चिद् धर्म बद्धायुष्को नरकादिदुर्गतौ पूर्वं चैत्यद्रव्यादिचिन्ताकालात् प्राग् इति ॥४१४॥ પૂવાચાર્યોએ જે કહ્યું છે તેને જ બતાવે છે– ગાથાર્થ–મોહિતમતિ જે જીવ દેવદ્રવ્યનો અને સાધારણ દ્રવ્યનો વિનાશ કરે છે તે ધર્મને જાણતો નથી, અથવા તેણે પૂર્વે (નરકાદિ દુર્ગતિનું) આયુષ્ય બાંધી દીધું છે. ટીકાર્થ–મોહિત મતિ–અતિશય લોભવડે જેની મતિ મોહ પમાડાયેલી છે તે મોહિત મતિ છે. દેવદ્રવ્ય-જિનમંદિરમાં ઉપયોગી તેવા ધન-ધાન્યાદિ અને કાષ્ઠ-પથ્થર વગેરે દેવદ્રવ્ય છે. સાધારણ દ્રવ્ય–તેવા પ્રકારનું સંકટ ઉપસ્થિત થાય ત્યારે બીજું દ્રવ્ય ન રહ્યું હોય તો જિનમંદિર જિનપ્રતિમા, શ્રમણની પ્રધાનતાવાળો ચતુર્વિધ સંઘ અને જિનાગમનું લેખન વગેરે ધર્મ કાર્યો સીદાતા હોય ત્યારે જે દ્રવ્યની મદદથી સીદાતા ધર્મકૃત્યો કરી શકાય તે સાધારણ દ્રવ્ય. ધર્મને જાણતો નથી-જિનપ્રણીત ધર્મને જાણતો નથી. આનાથી તેનું મિશ્રાદષ્ટિપણે કહ્યું, અર્થાત્ તે મિથ્યાદૃષ્ટિ છે. - પૂર્વે આયુષ્ય બાંધી દીધું છે–અથવા તે જીવ ધર્મને કંઈક જાણતો હોવા છતાં દેવદ્રવ્ય વગેરેની સાર-સંભાળ રાખવાના કાળ પહેલાં તેણે નરક વગેરે દુર્ગતિનું આયુષ્ય બાંધી દીધું છે. (જેવી ગતિ એવી મતિ એ નિયમના અનુસારે તેણે દુર્ગતિનું આયુષ્ય બાંધી દીધું હોવાથી તેને આવી મતિ સુઝે છે.) (૪૧૪) તથા– चेइयदव्वविणासे, तहव्वविणासणे दुविहभेए । साहू उवेक्खमाणो, अणंतसंसारिओ भणिओ ॥४१५॥ - इह चैत्यद्रव्यं क्षेत्रहिरण्यग्रामवनवास्त्वादिरूपं तत्तत्समयवशेन चैत्योपयोगितया सम्पन्नं तस्य विनाशे चिन्तानियुक्तैः पुरुषः सम्यगप्रतिजागर्यमाणस्य स्वत एव परिभ्रंशे सम्पद्यमाने, तथा 'तद्रव्यविनाशने' चैत्यद्रव्यविलुण्टने परैः क्रियमाणे । कीदृशे इत्याह Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ઉપદેશપદ : ભાગ-૨ 'द्विविधभेदे' वक्ष्यमाणविनाशनीयद्विविधवस्तुविषयत्वेन द्विप्रकारे । 'साधुः' सर्वसावद्यव्यापारपराङ्मुखोऽपि यतिरुपेक्षमाणो माध्यस्थमवलम्बमानोऽनन्तसंसारिकोऽपरिणामभवभ्रमणो भवति, सर्वज्ञाज्ञोल्लङ्घनात् । उक्तं च पञ्चकल्पभाष्ये, यथा-"चोएइ चेइयाणं, खेत्तहिरण्णाइं गामगावाइं । मग्गंतस्स हु जइणो, तिगरणसुद्धी कहं नु भवे? ॥१॥भण्णइ एत्थ विभासा, जो एयाई सयं विमग्गेजा । न हु तस्स होइ सुद्धी, अह कोई हरेज एयाइं ॥२॥सव्वत्थामेण तहिं, संघेणं होइ लग्गियव्वं तु ।सचरित्ताचरित्तीणं પર્વ અહિં સામર્જ રૂ" રૂતિ ૪૨ તથા ગાથાર્થ–દેવદ્રવ્ય વિનાશ પામી રહ્યું હોય કે બીજાઓ દ્વારા વિનાશ પમાડાઈ રહ્યું હોય ત્યારે બે પ્રકારના વિનાશમાં ઉપેક્ષા કરનાર સાધુને અનંતસંસારી કહ્યો છે. ટીકાર્થ–દેવદ્રવ્ય=જિનમંદિરમાં ઉપયોગ કરવા માટે તે તે સમયે પ્રાપ્ત થયેલું ખેતર, સુવર્ણ, ગામ, ઉદ્યાન, ઘર વગેરે દેવદ્રવ્ય છે. વિનાશ પામી રહ્યું હોય સાર સંભાળ કરવા માટે નીમેલા પુરુષો બરોબર સારસંભાળ ન કરે એથી પોતાની મેળે જ વિનાશ પામી રહ્યું હોય. બીજાઓ દ્વારા વિનાશ પમાડાઈ રહ્યું હોય=બીજાઓ લૂંટીને વિનાશ કરી રહ્યા હોય. બે પ્રકારના વિનાશમાં–વિનાશ પામવા યોગ્ય વસ્તુઓ બે પ્રકારની હોવાથી અહીં વિનાશના બે પ્રકાર કહ્યા છે. આ બે પ્રકાર ૪૧૬મી ગાથામાં કહેશે. ઉપેક્ષા કરનાર માધ્યથ્યનું આલંબન લેનાર. અનંત સંસારી=અપરિમાણભવોમાં ભ્રમણ કરનાર. સાધુ સર્વ સાવધ વ્યાપારોથી પરાભુખ સાધુ. દેવદ્રવ્ય વિનાશ પામી રહ્યું હોય કે બીજાઓ દ્વારા વિનાશ પમાડાઈ રહ્યું હોય ત્યારે સાધુ સર્વ સાવદ્ય વ્યાપારોથી પરાભુખ હોવા છતાં જો ઉપેક્ષા કરે તો તેને અનંતસંસારી કહ્યો છે. કારણ કે તેણે સર્વજ્ઞની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. આ અંગે પંચકલ્પભાષ્યમાં નીચે પ્રમાણે કહ્યું છે પૂર્વપક્ષ-“જિનમંદિરનાં ખેતર, સુવર્ણ વગેરે, ગામ અને પહાડ વગેરેની સાર-સંભાળ રાખનારા સાધુને મન-વચન-કાયાની શુદ્ધિ કેવી રીતે હોય?” ઉત્તરપક્ષ-શિષ્ય કરેલા આ પ્રશ્નનો ઉત્તર કહેવાય છે–જિનમંદિરના ખેતર વગેરેની સાર-સંભાળ રાખનારા સાધુને મન-વચન-કાયાની શુદ્ધિ હોય પણ ખરી અને ન પણ હોય. જો સાધુ સ્વયં જિનમંદિર માટે નવા ખેતર વગેરેની શોધ કરે કે માગણી કરે તો સાધુને Page #50 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૩ મન-વચન-કાયાની શુદ્ધિ ન હોય, પણ જો જિનમંદિરના ખેતર વગેરેને કોઇ પડાવી લે =પોતાનું કરી લે તો સર્વશક્તિથી સંઘે તેની શોધ-રક્ષા કરવી જોઇએ. જિનમંદિરના ખેતર વગેરેને કોઇ પડાવી લે ત્યારે તેની રક્ષા કરવી એ સચારિત્રી અને અચારિત્રી એ બધાનું કર્તવ્ય છે. (શ્રા.ધ.વિ. ગા.૨૭ની ટીકા.) (૪૧૫). अथ यद् द्रव्यद्वैविध्याद् द्विविधं विनाशनमुक्तं, तदेव दर्शयतिजोग्गं अतीयभावं, मूलुत्तरभावओ अहव कहूँ । जाणाहि दुविहभेयं, सपक्खपरपक्खमाइं च ॥४१६॥ 'योग्य' चैत्यगृहनिष्पत्तौ समुचितमेकं, द्वितीयं तु अतीतभावं' चैत्यगृहनिष्पत्तिमपेक्ष्य समुत्तीर्णयोग्यतापर्यायं लग्नोत्पाटितमित्यर्थः । मूलोत्तरभावतो वा काष्ठमुपलक्षणत्वाद् उपलेष्टकादि वा ग्राह्यं जानीहि द्विविधभेदं विनाशनीयम् । इह मूलभावापन्नं स्तम्भकुम्भिकापट्टादियोग्यं काष्ठदलम्, उत्तरभावापन्नं तु पीठप्रभृत्युपर्याच्छादकतया प्रवृत्तम्। इत्थं विनाशनीयद्वैविध्याद् विनाशनं द्विविधमुक्तम् । सम्प्रति विनाशकभेदात्तदाह-'स्वपक्षपरपक्षादि वा'। स्वपक्षः साधुश्रावकादिरूपः, परपक्षस्तु मिथ्यादृष्टिलक्षणो यश्चैत्यद्रव्यविनाशकः, आदिशब्दाद मिथ्याष्टिभेदा एव गृहस्थाः पाखण्डिनश्च चैत्यद्रव्यविनाशका गृह्यन्ते। ततोऽयमभिप्रायः-योग्यातीतभेदात् मूलोत्तरभेदात् स्वपक्षपरपक्षगतयोर्गृहस्थपाखण्डिरूपयोर्वा विनाशकयोर्भेदात् प्रागुक्तं तद् द्रव्यविनाशनं द्विविधभेदमिति ॥४१६॥ વિનાશ પામવા યોગ્ય વસ્તુઓ બે પ્રકારની હોવાથી વિનાશ બે પ્રકારનો છે એમ જે કહ્યું, તેને જ બતાવે છે– ગાથાર્થ –યોગ્ય અને અતીતભાવ અથવા મૂલભાવ અને ઉત્તરભાવ એમ વિનાશ બે પ્રકારનો છે. અથવા સ્વપક્ષ અને પરપક્ષ આદિથી વિનાશ બે પ્રકારે છે. ટીકાર્થ–યોગ્ય=જિનમંદિરના નિર્માણ કરવા માટે જે વસ્તુ યોગ્ય હોય તે યોગ્ય દેવદ્રવ્ય છે. અતીત-ભાવ-જિનમંદિરના નિર્માણમાં જે વસ્તુનો ઉપયોગ કર્યો હોય, પણ પછી જીર્ણ થઈ ગઈ હોય ઇત્યાદિ કારણથી કાઢી લીધી હોય, અર્થાત્ જિનમંદિરમાં લગાડીને પછી જિનમંદિરમાંથી કાઢી નાખી હોય તે કાષ્ઠ વગેરે અતીતભાવ દેવદ્રવ્ય છે. ગાથામાં કરેલો કાષ્ઠ શબ્દનો ઉલ્લેખ ઉપલક્ષણ રૂપ હોવાથી પથ્થર-ઈટો વગેરે પણ સમજવું. મૂલભાવ-સ્તંભ, કુંભિકા અને પટ્ટ આદિને યોગ્ય કાષ્ઠદલ મૂલભાવ દેવદ્રવ્ય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ઉત્તરભાવ–ઉપર ઢાંકવા માટે ઉપયોગમાં આવતું પીઠ વગેરે ઉત્તરભાવ દેવદ્રવ્ય છે. આ પ્રમાણે નાશ પામવા યોગ્ય વસ્તુના ભેદથી વિનાશના બે પ્રકાર કહ્યા. હવે વિનાશ કરનારના ભેદથી વિનાશના બે ભેદોને કહે છે. સ્વપક્ષ અને પરપક્ષ આદિ વિનાશના બે ભેદ છે. ૪૪ અહીં સ્વપક્ષ એટલે દેવદ્રવ્યનો વિનાશ કરનાર સાધુ-શ્રાવક વગેરે. પરપક્ષ એટલે દેવદ્રવ્યનો વિનાશ કરનાર મિથ્યાદૃષ્ટિ. પરપક્ષ આદિ' એ સ્થળે રહેલા આદિ શબ્દથી દેવદ્રવ્યનો વિનાશ કરનારા મિથ્યાસૃષ્ટિના ગૃહસ્થો અને પાખંડી એ (બે) ભેદ સમજવા. સ્વપક્ષ દેવદ્રવ્યનો વિનાશ કરે તે સ્વપક્ષ દેવદ્રવ્ય વિનાશ. પરપક્ષ દેવદ્રવ્યનો વિનાશ કરે તે પરપક્ષદેવદ્રવ્ય વિનાશ. અહીં અભિપ્રાય આ છે—દેવદ્રવ્ય વિનાશના યોગ્ય-અતીતભાવથી કે મૂલ-ઉત્તરભેદથી બે ભેદ છે. અથવા સ્વપક્ષ સંબંધી અને પરપક્ષ સંબંધી એવા વિનાશકના ભેદથી અથવા ગૃહસ્થ-પાખંડિરૂપ વિનાશકના ભેદથી દેવદ્રવ્ય વિનાશના બે ભેદ છે. (૪૧૬) अथ चैत्यद्रव्यरक्षाफलमभिधातुमाह जिणपवयणवुड्डिकरं, पभावगं णाणदंसणगुणाणं । रक्खंतो जिणदव्वं, परित्तसंसारिओ होई ॥४१७॥ ‘બિનપ્રવચનવૃદ્ધિન’ ભાવવધ્રુવું શાસનોન્નતિલમ્બામ્, અત વ (પ્રમાવ) विभावनं विस्तारहेतुः । केषामित्याह – 'ज्ञानदर्शनगुणानाम्' । तत्र ज्ञानगुणा वाचनाप्रच्छना-परावर्त्तना- अनुप्रेक्षा-धर्मकथालक्षणाः, दर्शनगुणाश्च सम्यक्त्वहेतवो जिनयात्रादिमहामहरूपाः रक्षंस्त्रायमाणो 'जिनद्रव्यं' निरूपितरूपं, साधुः श्रावको वा ‘परित्तसंसारिकः' परिमितभवभ्रमणभाग् भवतीति । तथा हि-जिनद्रव्ये रक्षिते सति तद्विनियोगेन चैत्यकार्येषु प्रसभमुत्सर्पत्सु भविनो भव्याः समुद्गतोदग्रहर्षा निर्वाणावन्ध्यकारणबोधिबीजादिगुणभाजो भवन्तीति । तथा, चैत्याश्रयेण संविग्नगीतार्थ - साधुभिरनवरतं सिद्धान्तव्याख्यानादिभिस्तथा तथा प्रपञ्च्यमानैः सम्यग्ज्ञानगुणवृद्धिः सम्यग्दर्शनगुणवृद्धिश्च सम्पद्यते । इति चैत्यद्रव्यरक्षाकारिणो मोक्षमार्गानुकूलस्य प्रतिक्षणं मिथ्यात्वादिदोषोच्छेदस्य युज्यत एव परीत्तसंसारिकत्वमिति ॥४१७॥ હવે દેવદ્રવ્યની રક્ષાના ફલને કહેવા માટે કહે છે— ગાથાર્થ—જિનપ્રવચનની વૃદ્ધિ કરનાર અને જ્ઞાન-દર્શનગુણોના પ્રભાવક એવા દેવદ્રવ્યનું રક્ષણ કરનાર સાધુ કે શ્રાવક પરિત્તસંસારી થાય છે. ટીકાર્થજિનપ્રવચનની વૃદ્ધિ કરનાર એટલે અરિહંત ભગવાને કહેલા શાસ્ત્રની ઉન્નતિ કરનાર. Page #52 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ જ્ઞાન-દર્શનગુણોના પ્રભાવક–વાચના-પૃચ્છના-પરાવર્તના-અનુપ્રેક્ષા-ધર્મકથા એ જ્ઞાનગુણો છે. સમ્યકત્વનું કારણ એવા જિનયાત્રા વગેરે મહોત્સવો દર્શનગુણો છે. પ્રભાવક એટલે વિસ્તારનું કારણ. પરિત્તસંસારી–પરિમિત ભવો સુધી સંસારમાં પરિભ્રમણ કરનાર. દેવદ્રવ્યનું રક્ષણ કર્યું હોય તો તેના ઉપયોગથી જિનમંદિરનાં કાર્યો ઉલ્લાસપૂર્વક વૃદ્ધિ પામે છે. આથી ભવ્ય સંસારીજીવો અતિશય હર્ષ પામે છે, અને એથી મોક્ષનું અવંધ્ય કારણ એવા બોધિબીજ વગેરે ગુણોને પામે છે. તથા (જિનમંદિર હોય તો સાધુઓનું આગમન થાય.) જિનમંદિરના (=જિનમંદિરની નજીકમાં રહેલા નિવાસસ્થાનના) આશ્રયથી સંવિગ્ન ગીતાર્થ સાધુઓ સતત શાસ્ત્રોનું વ્યાખ્યાન વગેરે તે તે રીતે વિસ્તારથી કરે એથી સમ્યજ્ઞાનગુણની અને સમ્યગ્દર્શનગુણની વૃદ્ધિ થાય. આ પ્રમાણે દેવદ્રવ્યની રક્ષા કરનાર, મોક્ષમાર્ગને અનુકૂળ થયેલ અને જેના મિથ્યાત્વાદિ દોષોનો પ્રતિક્ષણ નાશ થઈ રહ્યો છે તે જીવનું પરીરસંસારીપણું ઘટે જ છે. (૪૧૭) अथ चैत्यद्रव्यवृद्धिकरस्य फलमाहजिणपवयणवुड्डिकर, पभावगं णाणदंसणगुणाणं । वडतो जिणदव्वं, तित्थगरत्तं लहइ जीवो ॥१८॥ पूर्वार्द्धव्याख्या पूर्ववत् । 'वर्द्धयन्' अपूर्वापूर्वद्रव्यप्रक्षेपेण वृद्धिं नयन् जिनद्रव्यं, 'तीर्थकरत्वं' चतुर्वर्णश्रीश्रमणसंघकर्तृत्वलक्षणं लभते जीवः ॥४१८॥ હવે દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારને શું ફળ મળે તે કહે છે ગાથાર્થ-જિનપ્રવચનની વૃદ્ધિ કરનારા અને જ્ઞાન-દર્શન ગુણોના પ્રભાવક એવા દેવદ્રવ્યની વૃદ્ધિ કરતો જીવ તીર્થંકરપણાને પામે છે. ટીકાઈ–વૃદ્ધિ કરતો નવું નવું દ્રવ્ય નાખીને(=ઉમેરીને) વૃદ્ધિ કરતો. તીર્થકરપણું-શ્રમણોની પ્રધાનતાવાળાચાર પ્રકારનાસંઘને સ્થાપવોતતીર્થંકરપણું છે. (૪૧૮) चेइयकुलगणसंघे, उवयारं कुणइ जो अणासंसी । पत्तेयबुद्ध गणहर, तित्थयरो वा तओ होइ ॥१९॥ चैत्यं च कुलं च गणश्चेति द्वन्द्वैकत्ववद्भावश्चैत्यकुलगणसंघं तत्र विषये उपकारमुपष्टम्भं करोति 'यः' प्राणी, अनाशंसी ऐहिकपारलौकिकफलाभिलाषविकलः सन् । किमित्याह- 'पत्तेयबुद्ध'त्ति प्रत्येकबुद्धो बाह्यवृषभादिदर्शनसापेक्ष Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ઉપદેશપદ : ભાગ-૨ दीक्षालाभः, 'गणहर'त्ति गणधरस्तीर्थकरशिष्यो मातृकापदत्रयोपलम्भानन्तरं समुद्घाटितसमस्तश्रुतोपयोगः, 'तीर्थकरो' जिनपतिः, वा शब्दो विकल्पार्थः, तकश्चैत्याधुपकारको जीवो भवति । इह चैत्यं प्रतीतरूपमेव, कुलं चान्द्रनागेन्द्रादि, गणस्त्रयाणां कुलानां समानसामाचारीकाणामत एव परस्परसापेक्षाणां समवायः, संघस्तु साधु-साध्वी-श्रावक-श्राविकासमुदाय इति ॥४१९॥ ગાથાર્થ–આશંસાથી રહિત જે જીવ જિનમંદિર, કુલ, ગણ અને સંઘને મદદ કરે છે તે જીવ પ્રત્યેકબુદ્ધ, ગણધર કે તીર્થંકર થાય છે. ટીકાર્થ-આશંસારહિત આ લોક અને પરલોક સંબંધી ફલની અભિલાષાથી રહિત. પ્રત્યેક બુદ્ધ-જેને બાહ્ય વૃષભ આદિના દર્શનથી સાપેક્ષ દીક્ષાનો લાભ થાય, અર્થાત્ જે બાહ્ય વૃષભ આદિને જોઇને વૈરાગ્ય પામીને દીક્ષા લે, તે પ્રત્યેક બુદ્ધ કહેવાય. ગણધર–ત્રણ માતૃકાપદના લાભ પછી તુરત જેમના સમસ્તશ્રુતનો ઉપયોગ ખુલ્લી ગયો છે તે તીર્થંકરના શિષ્યને ગણધર કહેવામાં આવે છે. કુળ=(અનેક ગચ્છોનો સમુદાય તે કુલ.) ચાંદ્રકુલ અને નાગેન્દ્રકુળ વગેરે કુળો છે. ગણ=સમાન સામાચારીવાળા અને એથી જ પરસ્પર સાપેક્ષ એવા ત્રણ કુળોનો સમુદાય તે ગણ કહેવાય છે. સંઘ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનો સમુદાય તે સંઘ કહેવાય છે. (૪૧૯) ननु चैत्यद्रव्यरक्षादिपरिणामस्यैकाकारत्वात् कथमयं प्रत्येकबुद्धादिफलभेदः स्यादित्याहपरिणामविसेसेणं, एत्तो अन्नयरभावमहिगम्म । सुरमणुयासुरमहिओ, सिज्झति जीवो धुयकिलेसो ४२०॥ ૧. વૃષભ આદિના દર્શનની અપેક્ષા રહેતી હોવાથી અહીં દીક્ષાનું સાપેક્ષ એવું વિશેષણ છે. ૨. ૩પડુ વા, વિપામેરુ વા, ધુવે વા એ ત્રણ પદોને માતૃકા પદ કહેવામાં આવે છે. તીર્થકરો તીર્થની સ્થાપના કરવાની હોય ત્યારે પોતાના શિષ્યોને આ ત્રિપદી કહે છે. તેનો અર્થ આ છે સમસ્ત વિશ્વના પદાર્થો ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, અને સ્થિર પણ રહે છે. તીર્થંકરના મુખથી ઉચ્ચરાયેલા આ પદોનું શ્રવણ ગણધરોના શ્રુતજ્ઞાનાવરણ કર્મોનો જબરદસ્ત ક્ષયોપશમ કરાવવામાં નિમિત્ત બને છે. માટે જ અહીં “સમસ્ત શ્રુતનો ઉપયોગ ખુલ્લી ગયો છે.” એમ કહ્યું. એથી ગણધરો ત્યાં ને ત્યાં દ્વાદશાંગીની રચના કરે છે અને તેના યથાર્થપણા ઉપર તીર્થકર ભગવાન મહોર છાપ મારી આપવા માટે કહે છે કે દ્રવ્ય-ગુણપર્યાયથી હું તીર્થની અનુજ્ઞા આપું છું, અર્થાત્ આ આગમો તમે બીજાને આપજો. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ઉપદેશપદ : ભાગ-૨ ___'परिणामविशेषेण' मृदुमध्याधिमात्ररूपतया परिणामानां भेदेन, इत एषु प्रत्येकबुद्धादिषु मध्येऽन्यतरभावं प्रत्येकबुद्धादिलक्षणमधिगम्य प्राप्य 'सुरमनुजासुरमहितो' देवमानवदानवाभ्यर्चितः 'सिध्यति' निष्ठितार्थो भवति जीवो धुतक्लेशः सन् ॥४२०॥ દેવદ્રવ્ય રક્ષા આદિનો પરિણામ એકસ્વરૂપ હોવાથી આ પ્રત્યેકબુદ્ધાદિ રૂપ ફલભેદ કેવી રીતે થાય? (બધાનો દેવદ્રવ્યની રક્ષા કરવા રૂપ પરિણામ એક સ્વરૂપ હોવા છતાં એક પ્રત્યેકબુદ્ધ થાય, એક ગણધર થાય અને એક તીર્થંકર થાય એવા ભેદનું શું કારણ?) આવા પ્રશ્નના ઉત્તરમાં ગ્રંથકાર કહે છે ગાથાર્થ–પરિણામવિશેષથી પ્રત્યેકબુદ્ધાદિમાંથી કોઈ એક ભવને પામીને દેવ-મનુષ્યદાનવોથી પૂજાયેલો તે ક્લેશોનો ત્યાગ કરીને સિદ્ધ થાય છે. ટીકાર્થ–પરિણામવિશેષથી=પરિણામોના મૃદુપ્રમાણ, મધ્યપ્રમાણ અને અધિક પ્રમાણ એવા ભેદથી. તાત્પર્યાર્થ–પરિણામના સ્વરૂપમાં ભેદ નથી, કિંતુ પરિણામના પ્રમાણમાં ભેદ છે. દેવદ્રવ્યની રક્ષાનો પરિણામ કોઇને મૃદુ(ત્રજઘન્ય) હોય છે, કોઈને મધ્યમ હોય છે અને કોઈને અધિક(=ઉત્કૃષ્ટ) હોય છે. આથી કોઈ પ્રત્યેકબુદ્ધને યોગ્ય પરિણામથી પ્રત્યેકબુદ્ધ થાય છે, કોઈ ગણધરને યોગ્ય પરિણામથી ગણધર થાય છે, અને કોઈ તીર્થકરને યોગ્ય પરિણામથી તીર્થંકર થાય છે. સિદ્ધ થાય છે=જેને હવે કશું કરવાનું રહેતું નથી તેવો થાય છે. (૪૨૦) अथ शीतलविहारी देव इत्येतद् गाथाष्टकेन व्याख्यातुमाहदेवो नामणगारो, कम्मगुरू सीयलो विहारेण । निद्धंधसो त्ति मरिउं, भमिओ संसारकंतारे ४२१॥ सीयलविहारओ खलु, भगवंतासायणाणिओगेण । तत्तो भवो अणंतो, किलेसबहुलो जओ भणियं ।।४२२॥ तित्थयरपवयणसुयं, आयरियं गणहरं महिड्डीयं । आसायंतो बहुसो, अणंतसंसारिओ होति ॥४२३॥ सो तम्मि तविवागा, हीणो दुहिओ य पेसणयकारी । विहलकिरियाइभावो, पायं होत्तूण मंदमती ॥४२४॥ खविऊण तयं कम्मं, जाओ कोसंबिमाहणसुओ त्ति । विजामंतोऽगुरुगो, चिंता ओसरण निक्खमणं ॥४२५॥ Page #55 -------------------------------------------------------------------------- ________________ ४८ 64हेशप : भाग-२ लोयावन्नापुच्छा, निमित्तकहणम्मि परमसंवेगा । सव्वत्थुज्जयजोगो, सक्कथुती देवहत्थिरिया ॥४२६॥ मूइंगलियारक्खण-गयचित्तो हत्थिणा समुक्खित्तो । मिच्छादुक्कडसंवेगवुड्डिओ गतिदुगक्खवणं ॥४२७॥ वेमाणियसुहमाणुस-सुद्धाचारपरिपालणाणिरओ । सत्तट्ठजम्ममझे, चक्की होऊण संसिद्धो ॥४२८॥ देवो नामानगारः साधुरेक आसीत् । कीदृश इत्याह-'कर्मगुरुः' प्रबलचारित्रमोहः 'शीतलः'शिथिलो विहारेण'साधुसामाचारीरूपेण ।ततो निद्धंधसो'मूलगुणोत्तरगुणातिचाराभीरुः सन्, इत्यतोऽपराधाद् मृत्वा भ्रान्तः' पर्यटितः संसारकान्तारे इति ॥४२१॥ एतदेव भावयितुमाह-शीतलविहारत उक्तरूपात् , खलुक्यालङ्कारे, 'भगवदाशातना' तीर्थकरलाघवानयनरूपा 'नियोगेन' निश्चयेन सम्पद्यते । शीतलविहारेण हि तेषु तेषु प्रमादस्थानेषु समापद्यमानं साधुमालोक्य तथाविधलोकैनूनमयमसमञ्जसरूपो व्यवहार एतच्छास्त्रकारैरेव निरूपित इति मनसि सम्प्रधार्य परिभावयन् भगवति जिने भृशमवज्ञाकारकस्तानि तान्याशातनापदानि समाचरति, इत्यतः शीतलविहारिणः साधोः स्वयमेवाज्ञोल्लंघनहेतुभावाद् नियतमेव भगवदाशातना जायते । ततो' भगवदाशातनातो 'भवः' संसारो' ऽनन्तो'ऽपरिमाणः 'क्लेशबहुलः' शारीरमानसबाधाभिभूतो भवति यतो भणितमागमे ॥४२२॥ तदेव दर्शयति-तीर्थकरप्रवचनश्रुतं' तत्र तीर्थकरश्चतुर्वर्णश्रीश्रमणसंघप्रसूतिहेतुः पुरुषविशेषोवृषभादिः, प्रवक्तिवस्तुतत्त्वमितिप्रवचनं संघः, श्रुतंद्वादशाङ्गम्, 'आचार्य' 'युगप्रधानं', 'गणधरं' तीर्थकरशिष्यप्रधानशिष्यरूपं, 'महर्द्धिकं' वैक्रियवादादिलब्धिमन्तमाशातयंस्तदुत्प्रेक्षितदोषोद्घोषणेनानुचिताचरणेन वाऽवज्ञास्थानमानयन् 'बहुशो'ऽनेकधाअनन्तसंसारिकोभवति, सम्यक्त्वादिगुणघातकमिथ्यात्वादिकर्मोपार्जनेन दूरं सन्मार्गपराङ्मुखस्य तत्रयोपस्थापनाचारणादिति ॥४२३॥ ___ अथ प्रस्तुतं सम्बन्धयन्नाह-'स' देवनामा साधुस्तस्मिन् संसारे तद्विपाकाच्छीतलविहारोपात्तकर्मोदयाद् 'हीनो' जातिकुलादिभिः, “दुःखितश्च' शारीरदुःखोपनिपातैः, 'प्रेषणककारी' परगृहकर्मकरः सन्, तथा 'विफलो' निष्फलतामागतः 'क्रियादिः' कायक्रियावचनचिन्तारूपो 'भावो' व्यापारो यस्य स तथा, 'प्रायो भूत्वा मन्दमति हिताहितविवेकशून्यमतिः ॥४२४॥ . १. क. ख. ग. 'तत्त्वयोपस्थापना-' २ घ.-नाचरणादिति । Page #56 -------------------------------------------------------------------------- ________________ ४८ ઉપદેશપદ : ભાગ-૨ 'क्षपयित्वा' समुच्छेद्य 'तकं' कुकर्म शीतलविहारोपात्तं जातः 'कौशाम्बीमाहनसुतः' कौशाम्ब्यां पुरि ब्राह्मणसूनुरिति । 'विद्यावान्' चतुर्दशविद्यास्थानपरपारगामी, परं 'अगुरुको' राजभवनादिषु क्वचिदप्यप्राप्तगौरवः समभूत् । ततश्चास्य चिन्ता समजनि निजविषयप्रवृत्तिजनागौरवगोचरा कथमहमनपराधोऽपि जनैरित्थमेवावज्ञातः कृतः । ' ओसरण 'त्ति 'तस्मिंश्च समये कस्यचिदर्हतो भगवतस्तत्र समवसरणं समजनि । श्रुतधर्मस्य चास्य निष्क्रमणं व्रतमभूत्तदन्ते ॥४२५ ॥ तत्र च लोकावज्ञापृच्छा, यथा भगवन्! कुतो निमित्तादहमवज्ञातो जातः । निमित्तकथने च शीतलविहाररूपस्य हेतोः पुनर्निवेदने कृते परमसंवेगः समुदपादि । ततः 'सर्वत्र' साधुसमाचारे उद्यतयोगः 'सोपयोगप्रवृत्तिः ' स बभूव । अन्यदा शक्रस्तुतिरुद्यतयोगविषया जाता । ततः 'देवहत्थिरिय 'त्ति एकेन देवेन शक्रवचनमश्रद्दधता हस्तीभूय ईर्यापथप्रथमसमितिरूपा परीक्षितुमारब्धा ॥४२६ ॥ कथमित्याह-मार्गप्रवृत्तसञ्चरणानां 'मुइंगलिकानां' कीटिकानामित्यर्थः, यद् रक्षणं तत्र गतं चित्तं यस्य स तथा हस्तिना समुत्क्षिप्तोऽसौ । ततो भूमौ निपतितस्य कीटिकारक्षणैकपरिणतेरशक्यरक्षं तदुपद्रवं स्वकायेन पश्यतः स्वजीवितव्यनिरपेक्षस्य यत् पुनः पुनर्मिथ्यादुष्कृतं तेन या संवेगवृद्धिस्तस्याः सकाशाद् 'गतिद्विकस्य' नारकतिर्यग्गतिलक्षणस्य क्षपणं निर्लेपनमस्याभूत् तद्गतिसम्पादककर्म्मानुबन्धव्यवच्छेद इत्यर्थः ॥४२७॥ 'वैमानिकेषु' सौधर्म्मादिस्वग्र्गोद्भवदेवेषु शुभमनुष्येषु च यः 'शुद्धाचारो' निर्मल. स्वावस्थोचितानुष्ठानरूपस्तस्य परिपालनायां निरतः समाहितः सन् 'सप्ताष्टजन्ममध्ये', तत्र सप्त देवभवाः कौशाम्बीब्राह्मणसुतजन्मप्रभृतयश्चाष्टौ मनुष्यभवास्तेषां मध्येऽष्टमे मनुष्यभवे इत्यर्थः, 'चक्री' चक्रवर्ती भूत्वा 'संसद्धिो' निर्वृत इति ॥ ४२८ ॥ હવે આઠ ગાથાઓથી શીતલ વિહારી દેવનું વ્યાખ્યાન કરવા માટે કહે છે દેવ નામનો એક સાધુ હતો. તેનો ચારિત્રમોહ પ્રબળ હતો. આથી તે સાધુના આચારોમાં શિથિલ હતો, મૂલગુણ-ઉત્તરગુણોના અતિચારોના ભયથી રહિત બન્યો. આ અપરાધના કારણે તે મરીને સંસારરૂપ જંગલમાં ભમ્યો. (૪૨૧) આને જ વિચારવા માટે ગ્રંથકાર કહે છે–શિથિલ આચારોના કારણે નિશ્ચયથી ભગવાનની લઘુતા કરવા રૂપ આશાતના થાય છે. શિથિલ આચારના કારણે સાધુને તે તે પ્રમાદસ્થાનોમાં પડતા જોઇને તેવા પ્રકારના લોકો મનમાં નિશ્ચય કરે કે આ અનુચિત વ્યવહાર એમના શાસ્ત્રકારોએ જ જણાવ્યો છે. આ પ્રમાણે વિચારીને ઘણી અવજ્ઞા Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫O ઉપદેશપદ : ભાગ-૨ કરનારો લોક તે તે આશાતના પદોને આચરે છે. આથી શિથિલ આચારવાળા સાધુને નક્કી જ ભગવાનની આશાતનાનું પાપ લાગે છે. કારણ કે તેણે જાતે જ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. ભગવાનની આશાતનાના કારણે ઘણા ફ્લેશવાળો અનંત (=અપરિમાણ) સંસાર થાય છે. કારણ કે આગમમાં નીચે પ્રમાણે કહ્યું છે. (૪૨૨) આગમમાં જે કહ્યું છે તેને જ જણાવે છે– તીર્થંકર, પ્રવચન, શ્રુત, આચાર્ય, ગણધર અને મહર્વિકની અનેકવાર આશાતના કરતો જીવ અનંતસંસારી થાય છે. ટીકાર્થ- તીર્થંકર-શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘની ઉત્પત્તિનું કારણ એવા પુરુષવિશેષ ઋષભ દેવ વગેરે તીર્થકર છે. પ્રવચન–વસ્તુતત્ત્વને (=વસ્તુના સ્વરૂપને) પ્રકૃષ્ટપણે કહે તે પ્રવચન. પ્રવચન એટલે સંઘ. શ્રત દ્વાદશાંગી(=બાર અંગો). આચાર્ય યુગપ્રધાન આચાર્ય. ગણધર=તીર્થંકરના શિષ્યોમાં જે પ્રધાન શિષ્યો હોય તે ગણધર કહેવાય છે. મહર્ધિક વૈક્રિયલબ્ધિ અને વાદલબ્ધિ વગેરે લબ્ધિને પામેલા સાધુઓ. આશાતના કરતો તેમના કલ્પિત દોષોની ઉદ્ઘોષણા દ્વારા કે અનુચિત આચરણ દ્વારા અવજ્ઞાસ્થાનને પમાડતો. તીર્થકર વગેરેની આશાતના કરનારો અનંતસંસારી થાય છે તેનું કારણ એ છે કે તે સમ્યકત્વાદિ ગુણોનો ઘાત કરનાર મિથ્યાત્વાદિકર્મનું ઉપાર્જન કરે છે. આના કારણે સન્માર્ગથી પરા મુખ બનેલા તેને ઘણા કાળ સુધી સન્માર્ગની પ્રાપ્તિ થતી નથી. (૪૨૩). હવે સંબંધને જોડતા ગ્રંથકાર પ્રસ્તુત વિષયને કહે છે તે સાધુ શિથિલ આચારના કારણે ઉપાર્જિત કર્મોના ઉદયથી સંસારમાં જાતિ-કુલ આદિથી હીન થયો, શારીરિક દુઃખો આવવાથી દુઃખી થયો, અને પરઘરના કામ કરનારો થયો. તે શરીરથી જે કોઈ પ્રવૃત્તિ કરે છે, જે કંઈ બોલે છે, જે કંઈ વિચારે છે એ બધું નિષ્ફળ થાય છે. તથા તે હિતાહિતના વિવેકથી રહિત મતિવાળો થયો. (૪૨૪). ૧. અહીં મુદ્રિતપ્રતમાં તત્રયો સ્થાપનાવરણાત્ એ પાઠ અશુદ્ધ જણાય છે. આથી સંબંધને અનુસરીને અટકળથી અર્થ લખ્યો છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ઉપદેશપદ : ભાગ-૨ પછી શિથિલ આચારના કારણે ઉપાર્જિત કુકર્મનો નાશ કરીને કૌશાંબી નગરીમાં બ્રાહ્મણપુત્ર થયો. ત્યાં તે ચૌદ વિદ્યાસ્થાનોનો પારગામી હોવા છતાં રાજભવન વગેરે મહાજન સ્થાનોમાં કયાંય પણ તેને ગૌરવ ન મળ્યું. તેથી તેણે વિચાર્યું કે હું નિરપરાધી હોવા છતાં લોકો વડે આ પ્રમાણે જ તિરસ્કૃત કેમ કરાયો? આ સમય દરમિયાન કોઈ તીર્થકર ભગવંતનું ત્યાં સમવસરણ રચાયું. તેણે ધર્મ સાંભળ્યો. પછી દીક્ષા લીધી. (૪૨૫) દીક્ષા લીધા પછી તેણે તીર્થંકરને પૂછ્યું : હે ભગવન્! કયા કારણે હું તિરસ્કૃત થયો? ભગવાને શિથિલાચાર રૂપ કારણ જણાવ્યું. તેને પરમસંવેગ થયો. તેથી તે સાધુના બધા આચારોમાં ઉપયોગ પૂર્વક પ્રવૃત્તિ કરનારો થયો. એકવાર છે તેની ઉપયોગ પૂર્વક પ્રવૃત્તિની પ્રશંસા કરી. તેથી ઇંદ્રવચનની શ્રદ્ધા ન કરતા એક દેવે હાથીનું રૂપ કરીને તેની ઈર્યાસમિતિની પરીક્ષા કરવાનું શરૂ કર્યું. (૪૨૬). દેવે કેવી રીતે પરીક્ષા કરી તે કહે છે દવે મુનિના જવાના માર્ગમાં કીડીઓ વિકુર્તી) માર્ગમાં ફરી રહેલી કીડીઓનું રક્ષણ કરવામાં ચિત્તવાળા મુનિને હાથીએ ઊંચે ઉછાળીને નીચે ફેંક્યા. તેથી મુનિ ભૂમિ ઉપર પડ્યા. કીડીઓનું રક્ષણ કરવાના જ પરિણામવાળા મુનિએ જોયું કે સ્વકાયાથી કીડીઓનો નાશ થઈ રહ્યો છે. કીડીઓની રક્ષા કરવી અશક્ય છે. આથી સ્વજીવનથી નિરપેક્ષ બનેલા તે મુનિ ફરી ફરી મિચ્છા મિ દુક્કડ આપવા લાગ્યા. આના કારણે તેમનામાં સંવેગની વૃદ્ધિ થઈ. સંવેગના કારણે તેમની નરક-તિર્યંચગતિ રૂપ બે ગતિનો નાશ થયો, અર્થાત્ નરક-તિર્યંચગતિની પ્રાપ્તિ કરાવનારા કર્મના અનુબંધનો વિચ્છેદ થયો. (૪૨૭) સૌધર્મ દેવલોક વગેરેમાં ઉત્પન્ન થયેલા દેવોમાં અને સારા મનુષ્યોમાં જે શુદ્ધ આચારો હોય તે શુદ્ધ આચારોનું (સ્વાવસ્થાને ઉચિત નિર્મલ અનુષ્ઠાનોનું) પાલન કરવામાં તત્પર બનેલો તે સાત-આઠ ભવોમાં ચક્રવર્તી થઇને મોક્ષને પામ્યો. તેમાં સાત ભવો દેવના ભવો ગણવા. કૌશાંબી નગરીમાં બ્રાહ્મણપુત્ર વગેરે આઠ મનુષ્યભવો સમજવા. તેમાં આઠમા ભવે ચક્રવર્તી થઈને મોક્ષને પામ્યો. (૪૨૮) अथ प्रसङ्गादेवेदमाहअन्नेवि महासत्ता, अतियारजुयावि तप्फलं भोत्तुं । संसुद्धमग्गनिरया, कालेणमणंतगा सिद्धा ॥४२९॥ Page #59 -------------------------------------------------------------------------- ________________ પર ઉપદેશપદ : ભાગ-૨ ___'अन्येऽपि' पूर्वोक्तक्षुल्लकादिजीवव्यतिरिक्ता महासत्त्वाः' प्रशस्तपरिणतयोऽतीचारयुता अपि पीठमहापीठादिवत् तत्फलमतिचारकार्यं स्त्रीत्वादि भुक्त्वानुभूय, किमित्याह-संशुद्धमार्गनिरताःसन्तःकालेनभूयसाऽतीतेनानन्तकाजीवाःसिद्धाः ॥४२९॥ હવે પ્રસંગથી જ આ પ્રમાણે કહે છે ગાથાર્થ–બીજા પણ મહાસત્ત્વ જીવો અતિચારથી યુક્ત હોવાં છતાં અતિચારનું ફલ ભોગવ્યા પછી વિશુદ્ધમાર્ગમાં તત્પર બનીને અનંતા ભૂતકાળમાં સિદ્ધ થયા છે. ટીકાર્થ–બીજાપણ=પૂર્વોક્ત શુલ્લક વગેરે જીવોથી અન્ય પણ. મહાસત્ત્વ=પ્રશસ્ત પરિણામવાળા. અતિચારનું ફળ ભોગવીને=પીઠ-મહાપીઠ વગેરેની જેમ અતિચારનું ફલ સ્ત્રીપણું વગેરે ભોગવીને. ભાવાર્થ–પૂર્વોક્ત શુલ્લક વગેરે જીવોથી અન્ય પણ પ્રશસ્તપરિણામવાળા જીવો અતિચારથી યુક્ત હોવા છતાં પીઠ-મહાપીઠ વગેરેની જેમ અતિચારનું ફલ સ્ત્રીનો અવતાર વગેરેને ભોગવીને વિશુદ્ધ માર્ગમાં તત્પર બનીને ભૂતકાળમાં અનંતા જીવો સિદ્ધ થયા છે. (૪૨૯) उपसंहरन्नाह(एवं ओसहणायं, भावेअव्वं निउणबुद्धीए । असमयसमयपओगा, विहिसइपरिवालणाओ य ४३०॥) एवमुक्तवदौषधज्ञातं "भन्नइ जहोसह खलु जत्तेण सया विहाणओ जुत्तं" इत्यादि-ग्रन्थोक्तं 'भावयितव्यं' परिभावनीयमिति निपुणबुद्ध्या, ऊहापोहसारमित्यर्थः। कथमित्याह- 'असमयसमयप्रयोगाद्' असमयप्रयोगं समयप्रयोगं चाश्रित्य 'विधेः सदा પરિપત્તિનત’ વિNિ (? વિશે ) સતા પરિપાનને વાપેઢેત્યર્થ જરૂ૦ ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ–આ પ્રમાણે અસમયપ્રયોગ અને સમયપ્રયોગને આશ્રયીને તથા સદા વિધિના પરિપાલનની અપેક્ષાએ ઔષધનું દષ્ટાંત નિપુણબુદ્ધિથી વિચારવું જોઇએ. ટીકાર્થઆ પ્રમાણે પૂર્વે કહ્યું તે પ્રમાણે. ઔષધનું દૃષ્ણત=ભન્ન નહોર રાજુ ના થા વિહામો ગુત્ત (ગાથા-૩૮૯) ઈત્યાદિ ગ્રંથમાં કહેલું ઔષધનું દૃષ્ટાંત. १. इयमपि मूलगाथा कुत्राप्यादर्शपुस्तके नोपलभ्यते । टीकाक्षराण्युपजीव्य त्वत्र लिखिता । Page #60 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ નિપુણબુદ્ધિથી વિચારવું—તર્ક-વિર્તક કરીને સારી રીતે વિચારવું. (૪૩૦) एतदेव भावयति होंति अकालपयोगो, निरत्थगो तहवगारपरओ य । हंदि हु सदोसहस्सवि, नियमा लोगेवि सिद्धमिणं ॥ ४३१ ॥ ૫૩ भवत्यकालप्रयोगोऽभिनवज्वरादावौषधप्रदानलक्षणो 'निरर्थको' विवक्षितव्याध्युपशमं प्रत्यकिञ्चित्करः । तथेति समुच्चयाक्षेपे ' अपकारपरक ः ' रोगोत्कोपकारितया समधिकबाधाविधायकः । च समुच्चये । हंदीति पूर्ववत् । हुर्यस्मात् 'सदौषधस्यापि ' व्याधिनिवृत्तिं प्रत्यवन्ध्यशक्तितया सतः सुन्दरस्याप्यौषधस्य 'नियमाद्' निश्चयेन लोकेऽपि न केवलमायुर्वेदशास्त्रेषु प्रसिद्धं प्रतीतमिदमनन्तरोक्तमिति ॥४३१॥ આ જ વિષયને વિચારે છે– ગાથાર્થ– સદ્ ઔષધનો પણ અકાળે પ્રયોગ નિયમા નિરર્થક છે તથા અપકાર કરે છે. લોકમાં પણ આ પ્રસિદ્ધ છે. ટીકાર્થ—ઔષધનો પ્રયોગ એટલે ઔષધ આપવું. નવા તાવ વગેરેમાં ઔષધ આપવું એ અકાળ પ્રયોગ છે. સદ્ એટલે સુંદર. જે ઔષધ વ્યાધિનો નાશ ક૨વા માટે અવંધ્ય શક્તિવાળું હોય તે સુંદર ઔષધ છે. સુંદર પણ ઔષધ અકાળે આપવામાં આવે તો એ ઔષધ વિવક્ષિત વ્યાધિની શાંતિ કરવા માટે અસમર્થ બને છે, એટલું જ નહિ, રોગનો પ્રકોપ કરવાના કારણે અધિક પીડા કરે છે, એથી ઉપકાર કરવાના બદલે અપકાર કરે છે. આ બાબત કેવળ આયુર્વેદમાં જ પ્રસિદ્ધ છે એવું નથી, કિંતુ લોકમાં પણ પ્રસિદ્ધ છે. अथ दान्तिकतयोपन्यस्तस्य संसाररोगिषु वचनौषधप्रयोगस्याकालं च निर्द्दिशन् घणेत्यादिगाथाद्वयमाह - घणमिच्छत्तो कालो, एत्थ अकालो उ होति नायव्वो । कालो य अपुणबंधगपभिती धीरेहिं निद्दिट्ठो ॥४३२ ॥ ૧. ગાથામાં રહેલા હૈં અવ્યયનો ટીકામાં ચસ્માત્ અર્થ કર્યો છે. તેનો અન્વય આ પ્રમાણે છે— ઔષધનું દૃષ્ટાંત અસમય પ્રયોગ અને સમયપ્રયોગને આશ્રયીને વિચારવું જોઇએ. કારણ કે સઔષધનો પણ અકાળે પ્રયોગ નિયમા નિરર્થક અને અપકારક બને છે. એટલે જો અકાળ પ્રયોગનો અને કાળ પ્રયોગનો વિચાર કર્યા વિના ઔષધ આપવામાં આવે તો લાભના બદલે નુકશાન થાય. માટે ઔષધના કાળ પ્રયોગનો અને અકાળ પ્રયોગનો વિચાર કરવો જોઇએ. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ઉપદેશપદ : ભાગ-૨ ___'घनं' महामेघावलुप्तसकलनक्षत्रादिप्रभाप्रसरभाद्रपदामावास्याश्यामामध्यभागसमुद्भूतान्धकारवन्निबिडं 'मिथ्यात्वं' तत्त्वविपर्यासलक्षणं यत्र स तथा; कालश्चरमपुद्गलपरावर्त्तव्यतिरिक्तशेषपुद्गलपरावर्त्तलक्षणः । अत्र' च वचनौषधप्रयोगेऽकालस्त्वकाल एव भवति ज्ञातव्यः । चरमपुद्गलपरावर्त्तलक्षणस्तु तथाभव्यत्वपरिपाकतो बीजाधानोद्भेदपोषणादिषु प्रवर्त्तमानेषु स्यादपि काल इति । अत एवाह-कालस्त्ववसरः पुनरपुनर्बन्धकप्रभृतिस्तत्रापुनर्बन्धकः "पावं न तिव्वभावा कुणइ" इत्यादिलक्षणः, आदिशब्दाद् मार्गाभिमुख-मार्गपतितौ गृह्यते । तत्र मार्गो ललितविस्तरायामनेनैव शास्त्रकृतेत्थंलक्षणो निरूपितो 'मग्गदयाणं' इत्याद्यालापकव्याख्यायाम्, यथा "इह मार्गश्चेतसोऽवक्रगमनं भुजङ्गगमननलिकायामतुल्यो विशिष्टगुणस्थानावाप्तिप्रवणः स्वरसवाही क्षयोपशमविशेषो हेतुस्वरूपफलशुद्धा सुखेत्यर्थः" । तत्र पतितः प्रविष्टो भव्यविशेषो मार्गपतित इत्युच्यते, तदादिभावापन्नश्च मार्गाभिमुख इति । एतौ च चरमयथाप्रवृत्तकरणभागभाजावेव विज्ञेयौ । अपुनर्बन्धककालः प्रभृतिर्यस्य स तथा धीरैस्तीर्थकरादिभिर्निर्दिष्टो व्यवहारत इति ॥४३२॥ હવે દાર્શનિક તરીકે મૂકેલા સંસાર રૂપ રોગવાળા જીવોમાં (જિન) વચનરૂપ ઔષધના અકાળનો અને કાળનો નિર્દેશ કરતા ગ્રંથકાર ઇત્યાદિ બે ગાથાઓને કહે છે ગાથાર્થ-(જિન) વચનરૂપ ઔષધના પ્રયોગમાં ઘનમિથ્યાત્વકાળ અકાળ (=અયોગ્ય કાળ) જ જાણવો. તીર્થંકર વગેરે ધીરપુરુષોએ અપુનબંધક વગેરે અવસ્થાના સમયને કાળ ( યોગ્ય કાળો કહ્યો છે. ટીકાર્થઘન એટલે ગાઢ. મિથ્યાત્વ એટલે તત્ત્વોમાં વિપર્યાસ. જે અવસ્થામાં મિથ્યાત્વ ગાઢ હોય તે ઘનમિથ્યાત્વ અવસ્થા છે. જેમ ભાદરવા માસની અમાસની મધ્યરાત્રિએ આકાશમાં મહાન વાદળાં છવાયેલાં હોય, અને એથી સર્વ નક્ષત્ર વગેરેની પ્રજાનો ફેલાવો અટકી ગયો હોય ત્યારે ગાઢ અંધકાર છવાઈ જાય છે. આવા અંધકારની જેમ જે કાળમાં મિથ્યાત્વ ગાઢ હોય તે કાળ ઘનમિથ્યાત્વ છે. ચરમપુગલપરાવર્ત સિવાયના બધા જ પુદ્ગલપરાવર્તોનો કાળ ઘનમિથ્યાત્વ કાળ છે. કારણ કે ત્યાં મિથ્યાત્વ ગાઢ હોય છે. આથી ૧. જેને દષ્ટાન્ત લાગુ પડે તે દાર્શત્તિક કહેવાય. પ્રસ્તુત ઔષધનું દૃષ્ટાંત જિનવચન રૂપ ઔષધને લાગુ પડે છે. માટે જિનવચન રૂપ ઔષધ દાર્દાન્તિક છે. માટે જ અહીં દૃષ્ટાંત તરીકે મૂકેલા એ પદોનો અન્વય (જિન) વચનરૂપ ઔષધના એ પદ સાથે સમજવો. ૨. યથાર્થ વસ્તુના સ્વરૂપથી વિરુદ્ધ હોય તેવું જ્ઞાન તે વિપર્યાસ. જેમકે દોરડામાં આ સર્પ છે એવું જ્ઞાન વિપર્યાસ રૂપ છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૫૫ અચરમપુદ્ગલપરાવર્તોનો (=ચરમપુદ્ગલપરાવર્ત સિવાયના બધા જ પુદ્ગલપરાવર્તોનો) કાળ વચનરૂપ ઔષધના ઉપયોગમાં અકાળ છે. ભાવાર્થ—અચરમાવર્તકાળમાં જીવને જિનવચનની કોઇ અસર ન થાય. અચરમાવર્તકાળમાં રહેલો જીવ ગમે તેટલી વાર જિનવચન સાંભળે તો પણ તેના હૈયામાં તેની અસર ન થાય—જિનવચનને ન માને. આથી અચરમાવર્ત કાળ આજ્ઞાયોગ માટે અયોગ્ય કાળ છે. ચરમાવર્ત(=ચરમપુદ્ગલપરાવર્ત) કાળ જિનવચન રૂપ ઔષધના ઉપયોગ માટે કાળ (=યોગ્ય કાળ) થાય જ એવો નિયમ નહિ, થાય પણ ખરો. ચ૨માવર્તમાં જ્યારે તથાભવ્યત્વના પરિપાકથી બીજાધાન, અંકુરનો ઉદ્ભવ, અંકુરાદિનું પોષણ વગેરે થઇ રહ્યું હોય ત્યારે કાળ થાય, અર્થાત્ ત્યારે યોગ્ય કાળ છે. (જેવી રીતે વૃષ્ટિ સારી થવા છતાં બીજ વાવ્યા વિના ધાન્યની ઉત્પત્તિ થતી નથી, તેવી રીતે આત્મામાં ધર્મબીજ વાવ્યા વિના સારા કાળમાં પણ ધર્મરૂપ ધાન્યની ઉત્પત્તિ થતી નથી, એમ આ જ ગ્રંથમાં ૨૪૪મી ગાથામાં જણાવ્યું છે. ધર્મબીજ વાવ્યા પછી તેમાંથી અંકુરનો ઉદ્ભવ વગેરે થાય છે. ધર્મબીજોનું વર્ણન યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા-૨૩ વગેરેમાં કર્યું છે. અંકુર વગેરેનું વર્ણન અધ્યાત્મસાર (ગાથા-૨૧ વગેરે) અને વિંશતિ વિંશિકા વગેરે ગ્રંથોમાં જણાવ્યું છે. બીજાધાન વગે૨ે તથાભવ્યત્વના પરિપાક વિના થતું નથી. માટે અહીં તથાભવ્યત્વના પરિપાકથી એમ કહ્યું છે. ભવ્યત્વ એટલે મોક્ષ પામવાની લાયંકાત. દરેક જીવની ભિન્ન-ભિન્ન રીતે મોક્ષ પામવાની લાયકાત તે તથાભવ્યત્વ. તથાભવ્યત્વ લોન્મુખ બને એટલે કે કાર્યસિદ્ધિમાં તત્પર બને એ અવસ્થાને તથાભવ્યત્વનો પરિપાક કહેવામાં આવે છે. તથાભવ્યત્વનો પરિપાક ચરમાવર્તમાં જ થાય. તથાભવ્યત્વનો પરિપાક કરવાનાં સાધનો ચાર શરણ સ્વીકાર વગેરે છે. આ સાધનો પંચસૂત્રમાં પહેલા સૂત્રમાં જણાવ્યાં છે.) અપુનર્બંધક-માર્ગાભિમુખ-માર્ગપતિતની વ્યાખ્યા ચરમાવર્તમાં જ્યારે તથાભવ્યત્વના પરિપાકથી બીજાધાન, અંકુરનો ઉદ્ભવ, અંકુર વગેરેનું પોષણ થઇ રહ્યું હોય ત્યારે જિનવચન રૂપ ઔષધના પ્રદાન માટે યોગ્ય કાળ છે. માટે અહીં કહે છે કે—અપુનર્બંધક વગેરે અવસ્થાના સમયને યોગ્ય કાળ કહ્યો છે. અહીં વગેરે શબ્દથી માર્ગાભિમુખ અને માર્ગપતિતને ગ્રહણ કરવા. અપુનર્બંધકનાં લક્ષણો આ પ્રમાણે છે—જે જીવ તીવ્ર ભાવથી (=ગાઢ સંક્લિષ્ટ પરિણામથી) પાપ ન કરે, સંસારનું બહુમાન ન કરે, અને સર્વ સ્થળે ઉચિત સ્થિતિનું પાલન કરે તે અપુનબંધક છે. અપુનર્બંધક જીવ ગ્રંથિ દેશે આવેલો હોય છે અને જ્યાં સુધી સંસારમાં હોય ત્યાં સુધી આયુષ્ય સિવાય સાત Page #63 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ પદ કર્મોની ઉત્કૃષ્ટસ્થિતિનો બંધ ન કરે. ફરી બાંધે તે પુનર્બંધક. ફરી ન બાંધે તે અપુનર્બંધક. ફરી શું ન બાંધે? આયુષ્ય સિવાય સાતકર્મોની ઉત્કૃષ્ટસ્થિતિને ફરી ન બાંધે. માર્ગપતિત અને માર્ગાભિમુખ—લલિતવિસ્તરા ગ્રંથમાં આ જ શાસ્ત્રકારે માયાળ ઇત્યાદિ આલાવાની વ્યાખ્યામાં માર્ગ આ પ્રમાણે જણાવ્યો છે—અહીં માર્ગ એટલે ચિત્તની સરળ ગતિ, અને એ સર્પને પેશવાની નળીની લંબાઇ તુલ્ય, વિશિષ્ટ ગુણસ્થાનની પ્રાપ્તિ કરાવવામાં તત્પર અને સ્વરસથી (સ્વતઃ ઇચ્છાથી) પ્રવર્તતો ક્ષયોપશમ વિશેષ છે, તથા હેતુ, સ્વરૂપ અને ફળથી શુદ્ધ એવું સુખ છે. (અહીં માર્ગ એટલે આધ્યાત્મિક માર્ગ. સામાન્યથી આપણે આગળ જવા માટેના રસ્તાને માર્ગ કહીએ છીએ. પણ અહીં તો ગતિને જ માર્ગ કહ્યો છે. ચિત્તની સરળ ગતિ એ માર્ગ છે. કોઇ ઇષ્ટસ્થાને જલદી પહોંચવું હોય તો સીધા ચાલવું જોઇએ. જેટલું આડુંઅવળું ચલાય તેટલું મોડું પહોંચાય. બે માણસ એક જ ઇષ્ટસ્થાને જતા હોય, તેમાં એક જે માર્ગ હોય તે માર્ગે સીધો ચાલે, અને બીજો એ જ માર્ગે ઘડીકમાં આ તરફ ચાલે, ઘડીકમાં બીજી તરફ ચાલે એમ આડો-અવળો થયા કરે, તો આ બેમાં સીધો ચાલનાર જલદી ઈષ્ટ સ્થાને પહોંચે. તેમ અહીં અધ્યાત્મમાર્ગમાં સીધીગતિએ ચાલનાર જલદી આગળ વધી શકે છે. માટે અહીં કહ્યું કે—“માર્ગ એટલે ચિત્તની સરળ ગતિ. હવે આ ચિત્તની સરળગતિથી શું સમજવું? એના જવાબમાં કહ્યું કે ચિત્તની આ સરળગતિ ક્ષયોપશમવિશેષ છે. કોનો ક્ષયોપશમવિશેષ? મિથ્યાત્વમોહનીયનો ક્ષયોપશમવિશેષ. સરળગતિને દૃષ્ટાંતથી સમજાવવા કહ્યું કે આ ક્ષયોપશમ સર્પને પેશવાની નળીની લંબાઇ તુલ્ય છે. અર્થાત્ સર્પને પેશવાની નળીની લંબાઇ સરળ હોય છે, ક્યાંય વાંકી ચૂકી નથી હોતી, જેથી સર્પનો વક્રગતિ કરવાનો સ્વભાવ હોવા છતાં સર્પને સરળ જ ગતિ કરવી પડે છે. જે રીતે સર્પ સરળગતિથી બિલમાં પ્રવેશે છે તે રીતે પ્રસ્તુતમાં સરળ ગતિ કરનાર જીવ અનેક ગુણોને પામે છે. માટે અહીં ક્ષયોપશવિશેષનું ‘વિશિષ્ટગુણસ્થાનની પ્રાપ્તિ કરાવવામાં તત્પર” એવું વિશેષણ મૂક્યું છે. આ ગુણસ્થાનની પ્રાપ્તિ ત્યારે જ થાય કે જો એ ક્ષયોપશમ કોઇના દબાણથી કે દાક્ષિણ્યતા આદિથી નહિ, કિંતુ જીવને પોતાને જ તેવો રસ હોય, તેના કારણે થયો હોય. માટે અહીં ‘સ્વરસથી (=સ્વતઃ ઇચ્છાથી) પ્રર્વતતો” એમ કહ્યું. જીવ ઉક્ત પ્રકારના માર્ગમાં આવે ત્યારે તેને ઉપશમસુખનો અનુભવ થાય છે. સુખ ભૌતિકસુખ અને ઉપશમસુખ એમ બે પ્રકારનું છે. તેમાં ભૌતિકસુખ કેતુ, સ્વરૂપ અને ફળથી અશુદ્ધ છે. જ્યારે ઉપશમસુખ હેતુ, સ્વરૂપ અને ફળથી શુદ્ધ છે. તે આ પ્રમાણે (૧) ભૌતિકસુખ સાતાવેદનીયાદિ કર્મોદયથી પ્રાપ્ત થાય છે. કર્મોદય અશુદ્ધ ભાવ છે. માટે Page #64 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૫૭ હેતુ અશુદ્ધ હોવાથી ભૌતિક સુખ હેતુથી અશુદ્ધ થાય છે. ઉપશમસુખ મોહનીયકર્મના ક્ષયોપશમાદિથી પ્રાપ્ત થાય છે. ક્ષાયોપથમિક વગેરે ભાવો શુદ્ધ છે. માટે હેતુ શુદ્ધ હોવાથી ઉપશમસુખ હેતુથી શુદ્ધ છે. (૨) ભૌતિકસુખ ચિંતા-સંતાપ વગેરેથી યુક્ત હોય છે. માટે ભૌતિક સુખ સ્વરૂપથી અશુદ્ધ છે. ઉપશમસુખ ચિંતા-સંતાપ આદિથી રહિત હોવાથી સ્વરૂપથી શુદ્ધ છે. ભૌતિક સુખનું ફળ દુઃખ હોવાથી ભૌતિકસુખ ફળથી અશુદ્ધ છે. ઉપશમસુખનું ફળ મુક્તિ હોવાથી ઉપશમસુખ ફળથી શુદ્ધ છે. માટે અહીં કહ્યું કે “હેતુ, સ્વરૂપ અને ફળથી શુદ્ધ એવું સુખ છે.”). આવા માર્ગમાં આવેલો ભવ્યવિશેષ માર્ગપતિત કહેવાય છે. જે આવા માર્ગની દિશામાં આવેલો હોય કે માર્ગની સન્મુખ થયેલો હોય તે માર્ગાભિમુખ કહેવાય છે. આ બંને અંતિમ યથાપ્રવૃત્તિકરણ ભાવમાં રહેલા જ જાણવા. અપુનબંધક વગેરે અવસ્થાના સમયને વચનરૂપ ઔષધના પ્રયોગ માટે યોગ્યકાળ કહ્યો છે એ કથન વ્યવહારનયથી છે. (૪૩૨) निच्छयओ पुण एसो, विन्नेओ गंठिभेयकालो उ । एयम्मी विहिसतिवालणाइ आरोग्गमेयाओ ॥४३३॥ "निश्चयतो' निश्चयनयमतेन 'पुनरेष' वचनौषधप्रयोगकालो विज्ञेयः । क इत्याहग्रन्थिभेदकालस्तु ग्रन्थिभेदकाल एव, यस्मिन् कालेऽपूर्वकरणानिवृत्तिकरणाभ्यां ग्रन्थिभिन्नो भवति तस्मिन्नेवेत्यर्थः । कुतो यत एतस्मिन् 'ग्रन्थिभेदे' सति विधिनावस्थोचितकृत्यकरणलक्षणेन 'सदा' सर्वकालं या पालना वचनौषधस्य तया कृत्वा 'आरोग्यं' संसारव्याधिनिरोधलक्षणमेतस्माद् वचनौषधप्रयोगाद् भवति । अपुनर्बन्धकप्रभृतिषु वचनप्रयोगः क्रियमाणोऽपि न तथा सूक्ष्मबोधविधायकः, अनाभोगबहुलत्वात्तत्कालस्य । भिन्नग्रन्थ्यादयस्तु व्यावृत्तमोहत्वेनातिनिपुणबुद्धितया तेषु तेषु कृत्येषु प्रवर्त्तमानास्तत्तत्कर्मव्याधिसमुच्छेदका जायन्त इति ॥४३३॥ ગાથાર્થ–નિશ્ચયનયના મતે ગ્રંથિભેદ કાળને જ વચન રૂપ ઔષધના પ્રયોગનો કાળ જાણવો. ગ્રંથિભેદ થયે છતે સદા વિધિથી વચન રૂ૫ ઔષધનું પાલન થવાના કારણે વચનરૂપ ઔષધથી આરોગ્ય થાય. ટીકાર્ય-ગ્રંથિભેદકાળ- જે કાળે અપૂર્વકરણ–અનિવૃત્તિકરણથી ગ્રંથિ ભેદાણી હોય તે ગ્રંથિભેદ કાળ છે, અર્થાત્ જે કાળે સમ્યગ્દર્શન વિદ્યમાન હોય તે ગ્રંથિભેદકાળ છે. ગ્રંથિભેદકાળ જિનવચન રૂપ ઔષધને આપવાનો યોગ્ય કાળ છે. કારણ કે સમ્યગ્દર્શન હોય ત્યારે જીવ સર્વકાળે અવસ્થાને ઉચિત કાર્ય કરવા રૂપ વિધિથી વચનરૂપ ઔષધનું પાલન કરે છે. એના કારણે વચનરૂપ ઔષધના પ્રયોગથી સંસારવ્યાધિના નાશ રૂપ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ પટ ઉપદેશપદ : ભાગ-૨ (કોઈપણ ઔષધ તો જ લાભ કરે કે જો વિધિપૂર્વક અને સતત એનું સેવન કરવામાં આવે. વિધિપૂર્વક ઔષધનું સેવન કરે, પણ સતત ન કરે તો ઔષધથી યથાર્થ લાભ ન થાય. ઔષધનું સતત સેવન કરે, પણ વિધિપૂર્વક ન કરે તો પણ યથાર્થલાભ ન થાય. તેમ પ્રસ્તુતમાં જિનવચનનું વિધિપૂર્વક અને સતત પાલન કરે તો જ યથાર્થલાભ થાય. સમ્યગ્દષ્ટિજીવ જિનવચનનું વિધિપૂર્વક અને સતત પાલન કરે છે. આથી જ અહીં કહ્યું કે નિશ્ચયનયના મતે ગ્રંથિભેદ કાળને જ વચનરૂપ ઔષધના પ્રયોગનો કાળ જાણવો.) નિશ્ચયનયના મતે અપુનબંધક વગેરે જીવોમાં વચનપ્રયોગનો અવસર નથી. તેનું કારણ એ છે કે તે જીવમાં વચનપ્રયોગ કરવામાં આવે તો પણ તે વચનપ્રયોગ તેમને સૂક્ષ્મબોધ કરનારો થતો નથી. કારણ કે તે કાળમાં અનાભોગ (=યથાર્થ બોધને અનુકૂલ લયોપશમનો અભાવ) ઘણો હોય છે. ભિન્નગ્રંથિ વગેરે જીવો તો મોહ દૂર થવાના કારણે અતિનિપુણ બુદ્ધિવાળા હોય છે, અને એથી તે તે કાર્યમાં પ્રવૃત્તિ કરતા તે જીવો તે તે કર્મરૂપવ્યાધિનો નાશ કરનારા થાય છે. (૪૩૩). ग्रन्थिभेदमेव पुरस्कुर्खन्नाहइहरावि हंदि एयम्मि एस आरोग्गसाहगो चेव । पोग्गलपरियट्टद्धं, जमूणमेयम्मि संसारो ॥४३४॥ 'इतरथापि' विधिसदापालनामन्तरेणापि । हंदीति पूर्ववत् । 'एतस्मिन्' गन्थिभेदे कृते सत्येष वचनौषधप्रयोगः 'आरोग्यसाधकश्चैव' भावारोग्यनिष्पादक एव सम्पद्यते। तथा च पठ्यते-"लब्वा मुहूर्तमपि ये परिवर्जयन्ते, सम्यक्त्वरलमनवद्यपदप्रदायि । भ्राम्यन्ति तेऽपि न चिरं भववारिराशौ, तद्विभ्रतां चिरतरं किमिहास्ति वाच्यम् ? ॥१॥" अत्र हेतुमाह-पुद्गलानामौदारिक-वैक्रिय-तैजस-भाषा-आनप्राण-मन:कर्मवर्गणापरिणामपरिणतानां विवक्षितकालमादौ कृत्वा यावता सामस्त्येनैकजीवस्य ग्रहनिसग्! सम्पद्येते स कालः पुद्गलपरावर्त इत्युच्यते, पुद्गला ग्रह- निसर्गाभ्यां परिवर्तन्ते परापरपरिणतिं लभन्तेऽस्मिन्निति व्युत्पत्तेः, तस्या? यावत्, 'यद्' यस्मादूनं किञ्चिद् हीनमेतस्मिन् ग्रन्थिभेदे सति संसारो जीवानां तीर्थकराद्याशातनाबहुलानामपि। अत्र च दृष्टान्ताः कूलवालगोशालकादयो वाच्याः ॥४३४॥ ગ્રંથિભેદને જ આગળ કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ-ગ્રંથિ ભેદ થયે છતે વચનરૂપ ઔષધનું વિધિપૂર્વક સદા પાલન ન થાય તો પણ તે વચનરૂપ ઔષધનો પ્રયોગ અવશ્ય ભાવ આરોગ્યને સાધનારો થાય છે. કારણ કે ગ્રંથિભેદ થયે છતે સંસાર કંઈક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત જેટલો જ રહે છે. ૨. તિ, ૨. પત્ત, રૂ. વાસ્થતિ | સરાહચસ્વોત્તવૃત્તી | Page #66 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૫૯ ટીકાર્થ—ગ્રંથિભેદ થયે છતે વચનરૂપ ઔષધનું વિધિપૂર્વક સદા પાલન ન થાય તો પણ તે વચનરૂપ ઔષધનો પ્રયોગ અવશ્ય ભાવ આરોગ્યને સાધનારો થાય છે. કહેવાય પણ છે કે—જે જીવો નિર્દોષ પદ (=મોક્ષપદ) આપનાર સભ્યરત્નને અંતર્મુહૂર્ત કાળ સુધી પણ મેળવીને ગુમાવી દે છે તે જીવો પણ સંસારસમુદ્રમાં દીર્ઘકાળ સુધી ભટકતા નથી, તો પછી જે જીવો દીર્ઘકાળ સુધી સમ્યક્ત્વરત્નને ધારણ કરે છે તેઓની તો વાત જ શી કરવી?” જે જીવોએ તીર્થંકર વગેરેની આશાતના ઘણી કરી હોય તે જીવોનો પણ ગ્રંથિભેદ થયા પછી સંસારકાળ કંઇક ન્યૂન અર્ધપુદ્ગલપરાવર્ત જેટલો જ થાય છે. એનાથી વધારે થતો નથી. આ વિષે સ્કૂલવાલક મુનિ અને ગોશાળો વગેરે દૃષ્ટાંતો કહેવાં. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે—સમ્યક્ત્વ પામ્યા પછી કોઇ જીવને ભૂતકાળમાં બંધાયેલ અશુભકર્મનો ઉદય થાય, અને એથી તે જીવ વચન રૂપ ઔષધને મૂકી દે, તો પણ એકવાર કરેલું વચનરૂપ ઔષધ ભવિષ્યમાં સઅભ્યાસનું કારણ બને છે, અર્થાત્ ભવિષ્યમાં તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. કારણ કે શાસ્ત્રમાં પ્રતિબંધને પણ પરમાર્થથી મોક્ષરૂપ ફળ આપનારા કાળની નજીક લઇ જનારો કહ્યો છે. [ઉપ. રહ. ગા. ૬૫ની ટીકા] પુદ્ગલપરાવર્તશબ્દનો અર્થ—એક જીવ જગતમાં રહેલા સર્વ પુદ્ગલોને જેટલા કાળમાં ઔદારિક, વૈક્રિય, તૈજસ, ભાષા, શ્વાસોચ્છ્વાસ, મન અને કાર્પણ એ સાત વર્ગણારૂપે ગ્રહણ કરીને મૂકે તેટલા કાળને પુદ્ગલપરાવર્ત કહેવામાં આવે છે. જેમાં પુદ્ગલો લેવા-મૂકવા વડે પરાવર્તન પામે છે (=બીજા બીજા પરિણામને પામે છે) તે ‘પુદ્ગલપરાવર્ત’ એવી પુદ્ગલપરાવર્ત શબ્દની વ્યુત્પત્તિ છે. (૪૩૪) एयम्मि एयजोगे, ण विवज्जयमेति पायसो जीवो । समुवत्थियकल्लाणो, णहु तव्विवरीयगो होति ॥ ४३५ ॥ 'एतस्मिन् ' ग्रन्थिभेदे सति 'एतद्योगे' वचनौषधप्रयोगे सम्पन्ने सति 'न' नैव 'विपर्ययं' देवगुरुधर्मतत्त्वगोचरं विपर्यासमेति प्रतिपद्यते 'प्रायशो' बाहुल्येन जीवः । प्रायोग्रहणमवश्यवेद्यमिथ्यात्वादिक्लिष्टकर्म्मणां केषाञ्चिद् विपर्ययसम्भवेन व्यभिचारपरिहारार्थमिति । एतदेव भावयति-'समुपस्थितकल्याणः 'समासन्नीभूताद्भुतप्रभूतकुशलो 'न' नैव हुर्यस्मात् 'तद्विपरीतकः' समुपस्थितकल्याणविरुद्धाचारपरायणो भवति । यथा हि समुपस्थितकल्याणो न तद्विपरीतको भवति, तथा ग्रन्थिभेदे उपयुक्तजिनवचनौषधः सन् न विपर्यस्तमतिर्जन्तुर्जायते ॥ ४३५ ॥ ૧. પુદ્ગલપરાવર્ત શબ્દના વિસ્તૃત અર્થને સમજવા માટે આ પુસ્તકમાં પાછળના ભાગમાં આપેલા પરિશિષ્ટને વાંચો. Page #67 -------------------------------------------------------------------------- ________________ ६० ઉપદેશપદ : ભાગ-૨ ગાથાર્થ-ગ્રંથિભેદ થયે છતે વચનરૂપ ઔષધનો પ્રયોગ પ્રાપ્ત થતાં જીવ પ્રાયઃ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વસંબંધી વિપરીતપણાને પામતો નથી. જેનું અદ્ભુત ઘણું કલ્યાણ નજીકમાં રહેલું છે તે જીવ નજીકમાં રહેલા કલ્યાણથી વિરુદ્ધ આચારોમાં તત્પર બનતા નથી. ટીકાર્ય–જેવી રીતે જેનું કલ્યાણ નજીકમાં રહેલું છે તે જીવ નજીકમાં રહેલા કલ્યાણથી વિરુદ્ધ આચરણ કરતો નથી. તેવી રીતે ગ્રંથિભેદ થયે છતે જેણે જિન વચનરૂપ ઔષધનો ઉપયોગ કર્યો હોય તે જીવ પ્રાયઃ વિપરીત મતિવાળો થતો નથી. प्रश्न- प्राय: २०६नो ५ म. ज्यो? ઉત્તર–અવશ્ય ભોગવવા યોગ્ય મિથ્યાત્વાદિ ક્લિષ્ટકર્મના ઉદયવાળા કેટલાક જીવોમાં વિપરીત ભાવ થવાનો સંભવ હોવાથી નિયમનો (ગ્રંથિભેદ થયે છતે જેણે જિનવચન રૂપ ઔષધનો ઉપયોગ કર્યો હોય તે જીવ વિપરીત મતિવાળો થતો નથી એવા નિયમનો) ભંગ ન થાય એ માટે પ્રાયઃ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. (૪૩૫) एतदेव भावयतिनो परलोओ न जिणा, ण धम्म मो गंडपील सीलं तु । नत्थट्ठमिया य तहा, एमादि न मन्नई एसो ॥४३६॥ 'नो' नैव 'परलोको' वर्तमानभवापेक्षया भवान्तररूपः समस्ति । तस्माद् आगच्छतो गच्छतश्च तत्र कस्यचित् कदाचित् केनचिदनवलोकनात्, किन्तु भूतपञ्चकसमुदायरूपकडेवरमेवेदमुद्भूतचैतन्यं तासु तासु क्रियासु प्रवर्त्तमानं जीवतीति व्यपदेशं प्रतिपद्यते, तदुपरामं च मृतमिति । तथा, न 'जिना' भगवन्तोऽर्हन्तः सर्वथा निवृत्तरागद्वेषमोहमालिन्या मानवविशेषाः सन्ति, तादृशस्य कस्यचिदधुनाऽनुपलम्भात्, दृष्टानुसारेण चादृष्टकल्पनायाः साधीयस्त्वात् । न धर्मो दुर्गतिपतजन्तुजातधारकः, एतेषामेव च सुगतौ धारको जीवपरिणामविशेषः, प्रत्यक्षेण साक्षादनिरीक्षणात् । 'मो' इति पूर्ववत् । 'गण्डस्य' तथाविधव्रणस्य या 'पीडा' तदुपशमं 'शीलं तु' बस्तिनिरोधरूपं पुनः । यथा हि गण्डपीडायां सह्यमानायां न कश्चिद् गुणः, किन्तु तन्निपीडनमेव, एवं बस्तिनिरोधपक्षेऽपि भावना कार्या । 'नास्ति' न विद्यतेऽष्टमिका, च तथा, रत्नप्रभादिभ्यो नरकपृथिवीभ्यः सप्तभ्यः पुरतोऽधस्ताद् अष्टमी पृथिवी उपार्जितप्रचुरतमसामिति । अयमभिप्रायः-सप्तसु तावद् गता गच्छन्ति गमिष्यन्ति च जीवाः, किं ताभ्यो भयमस्ति? अष्टमी च नरकपृथिवी भवद्भिर्न प्रतिपाद्यते, इतीन्द्रियप्रीतिरेव सम्पादयितुं युक्ता, न पुनः पापभयात् तत्परिहार इति । एवमाद्यन्यदपि वचनापौरुषेयत्वजगदीश्वरकर्तृत्वादि नास्तिकमीमांसकनैयायिकादिपरिकल्पितं न मन्यते, Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬૧ Gपहेशप : भाग-२ एष भिन्नग्रन्थिः, सम्यग्बोधप्रदीपप्रभाप्रहतप्रौढमिथ्यात्वान्धकारभावत्वात्तस्य । मन्यते पुनरित्थं-यत् कार्यं तदनुरूपकारणप्रभवं, यथा शालिगोधूमादिधान्यविशेषः, कार्य चेहभविका हर्षविषादादयः, यच्चैतेषामनुरूपं कारणं तत्प्राग्भवचैतन्यमिति परलोकसिद्धिः । तथा सन्ति च जिनाः, तत्साधकप्रमाणस्याबाधितविषयस्य सत्त्वात् । तथा हि-ये यतो हेतोर्देशतः क्षीयमाणा वीक्ष्यन्ते ते ततः प्रकर्षप्राप्तात् सम्भवत्सर्वक्षया अपि, यथा चिकित्सासमीरणादिभ्यो रोगजलधरादयो, दृश्यन्ते च प्रतिपक्षभावनातः क्वचित् प्राणिनि देशतः क्षीयमाणा रागादयः, ततः प्रस्तुतभावनाप्रकर्षात् सम्भवत्येव तेषां कदाचित् सर्वप्रलय इति, ये च सर्वप्रक्षीणदोषास्त एव जिनाः । न चादर्शनमात्रेण तेषामसत्त्वमुद्भावनीयमाग्दर्शिभिरदृश्यमानानामपि पातालतलगतानां मूलकीलादीनां बहूनां भावानां सद्भावात् । धर्मोऽपि समस्ति, सूत्रे धर्मस्योपलक्षणत्वात् पापमपि गृह्यते । ततः पुण्यं पापं समस्तीत्यर्थः । कथमन्यथा तुल्यव्यवसाययोरपि द्वयोः फलसिद्धौ सर्वजनप्रतीतो भेद उपलभ्यते? यथोक्तम्-"तुल्यप्रतापोद्यमसाहसानां, केचिल्लभन्ते निजकार्यसिद्धिम् । परे न तामत्र निगद्यतां मे, कर्मास्ति हित्वा यदि कोऽपि हेतुः? ॥१॥ विचित्रदेहाकृतिवर्णगन्धप्रभावजातिप्रभवस्वभावाः । केन क्रियन्ते भवनेऽङ्गिवर्गाश्चिरन्तनं कर्म निरस्य चित्राः? ॥२॥ विवर्य मासान् नव गर्भमध्ये, बहुप्रकारैः कललादिभावैः । उद्वर्त्य निष्कासयते सवित्र्याः को गर्भतः कर्म विहाय पूर्वम्? ॥३॥" यच्च गण्डपीडाधिसहनतुल्यं शीलमुक्तं तदपि न चारु, गण्डपीडाप्रतीकारस्य तथाविधरागद्वेषयोरभावेन प्रवृत्तत्वात् । बस्तिनिरोधपीडाप्रतीकारस्य च संसारमूलतीव्रकामरागमूलत्वेनात्यन्तदुर्वृत्तत्वाद् न किञ्चित् तत्प्रतीकारयोः साम्यमस्ति। तथा चार्षम्- "मूलमेयमहम्मस्स, महादोससमुस्सयं। तम्हा मेहुणसंसग्गिं, निग्गंथा वजयंति णं ॥१॥" यच्चोक्तं नास्त्यष्टमी पृथिवीति, सापि शठोक्तिरेव, संसारमसारममन्यमान एवेत्थं वक्ति । नहि संसारभीरवोऽन्यतरनरकपृथ्वीदुःखमप्यनुमन्यन्ते, किं पुनः सर्वपृथ्वीप्रभवमिति । यच्च मीमांसकैर्वचनापौरुषेयत्वमु ष्यते, तदपि सुधीभिर्नेष्यत एव । तथा हि-उच्यत इति वचनं पुरुषव्यापारानुगतं रूपमस्य, कथं तक्रियाया अभावे तद् भवितुमर्हति? । न चैतत् केवलं क्वचिद् ध्वनदुपलभ्यते। उपलब्धावपि क्वचिददृष्टवक्त्राशङ्का न निवर्त्तते । यच्चेश्वरकारणिकैरीश्वरकर्तृकं जगदिति प्रोच्यते । तदप्युच्चावचमेव । ईश्वरो हि परैरुत्पत्तिविकलः कल्प्यते । न च तादृशात् किञ्चित् कार्यमुपपद्यते । यथोक्तम्-"नेश्वरो जन्मिनां हेतुरुत्पत्तिविकलत्वतः। गगनाम्भोजवत् सर्वमन्यथा युगपद् भवेत् ॥१॥" इति ॥४३६॥ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ઉપદેશપદ : ભાગ-૨ આ જ વિષયને વિચારે છે ગાથાર્થ–પરલોક નથી, જિનો નથી, ધર્મ નથી, શીલ વ્રણની પીડા સમાન છે, આઠમી પૃથ્વી નથી, ઈત્યાદિ ભિન્નગ્રંથિ જીવ ન માને. મિથ્યાષ્ટિની માન્યતા ટીકાર્થ–(૧) વર્તમાન ભવની અપેક્ષાએ અન્યભવ રૂપ પરલોક નથી. કારણ કે પરલોકમાંથી આવતા અને પરલોકમાં જતા કોઈ જીવને કોઈએ ક્યારેય જોયો નથી. પાંચ ભૂતના સમુદાયરૂપ અને જેમાં ચૈતન્ય ઉત્પન્ન થયું છે એવું આ શરીર જ તે તે ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે જીવે છે એવા વ્યવહારને પામે છે અને તે તે ક્રિયાઓ કરતું અટકી જાય છે ત્યારે મૃત્યુ પામ્યું છે એવા વ્યવહારને પામે છે. (૨) તથા જેમનું રાગ-દ્વેષ-મોહરૂપ માલિન્ય સર્વથા નાશ પામ્યું હોય તેવા વિશિષ્ટ પ્રકારના મનુષ્યો રૂપ અરિહંત ભગવંતો નથી. કારણ કે હમણાં તેવા પ્રકારનો કોઈ મનુષ્ય જોવામાં આવતો નથી. જોવાયેલા પ્રમાણે નહિ જોયેલાની કલ્પના કરવી એ યોગ્ય છે, અર્થાત્ કોઈ એક વસ્તુ પ્રત્યક્ષ જોવામાં આવી હોય તો તેના આધાર નહિ જોવાયેલી તેના જેવી બીજી વસ્તુની કલ્પના કરવામાં આવે તો તે યોગ્ય ગણાય. પણ કોઈ વસ્તુ જોઈ જ ન હોય તો બીજી તેવી વસ્તુની કલ્પના ન કરી શકાય. (૩) દુર્ગતિમાં પડતા જીવસમૂહને ધારી રાખે અને સુગતિમાં સ્થાપે તે ધર્મ. આવો ધર્મ જીવનો પરિણામ વિશેષ છે. આવો ધર્મ આ જગતમાં નથી. કારણ કે પ્રત્યક્ષ જોવામાં આવતો નથી. (૪) બસ્તિનિરોધ રૂ૫ શીલ તેવા પ્રકારના વ્રણની પીડા સમાન છે. જેવી રીતે વણની પીડા સહન કરવામાં કોઈ લાભ નથી, બલ્ક પીડા સહન કરવી પડે છે, તેવી રીતે બસ્તિનિરોધમાં પણ કોઈ લાભ નથી, કેવળ પીડા જ સહન કરવી પડે છે. (૫) આઠમી નરક પૃથ્વી નથી, અર્થાત્ જેમણે ઘણાં પાપોનું ઉપાર્જન કર્યું છે તેવા જીવો માટે રત્નપ્રભા વગેરે સાત નરકપૃથ્વીઓની નીચે આઠમી નરકપૃથ્વી નથી. અહીં અભિપ્રાય આ છે- જીવો (નીચે વધારેમાં વધારે) સાત નરકપૃથ્વીઓમાં ગયા છે, જાય છે અને જશે. આથી નરકોથી શું ભય છે? અર્થાત્ નરકોથી ડરવાનું કોઈ કારણ નથી. તમે આઠમી નરકપૃથ્વી તો કહેતા નથી. આથી ઈદ્રિયોને (મનગમતું આપીને) ખુશ કરવી એ જ યોગ્ય છે, પણ પાપભયથી ઇંદ્રિયોને ખુશ કરવાનું છોડી ન દેવું જોઇએ. આવા પ્રકારનું બીજું પણ વચનાપૌરુષેયત્વ, જગદીશ્વરકતૃત્વ વગેરે કે જેને નાસ્તિક, મીમાંસક અને નૈયાયિક વગેરેએ કલ્પેલું છે, તેને આ ભિન્નગ્રંથિ જીવ ન માને. કેમ કે તેના અંતરમાં સમ્યગ્બોધ રૂપ દીપકની પ્રભાથી ગાઢમિથ્યાત્વરૂપ અંધકારની સત્તા નષ્ટ થઈ ગઈ છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ સમ્યગ્દષ્ટિની માન્યતા સમ્યગ્દષ્ટિ જીવ આ પ્રમાણે માને છે– (૧) જે કાર્ય હોય તે કાર્ય અનુરૂપ કારણથી ઉત્પન્ન થાય. જેમકે તંદુલ, ઘઉં વગેરે ધાન્યવિશેષ. પ્રસ્તુતમાં આ લોકમાં થનારાં હર્ષ-વિષાદ વગેરે કાર્યો છે. એ કાર્યોને અનુરૂપ જે કારણ છે તે પૂર્વભવનું ચૈતન્ય છે. આ પ્રમાણે પરલોકની સિદ્ધિ થાય છે. (૨) તથા જિનો છે. કારણ કે જિનોને સિદ્ધ કરનાર પ્રમાણ છે, અને એ પ્રમાણ બાધદોષથી રહિત છે. તે આ પ્રમાણે–જે પદાર્થો જે કારણથી દેશથી (=અલ્પાંશથી) ક્ષય પામતા જોવામાં આવે છે, તે પદાર્થો પ્રકર્ષને પામેલાં (=પ્રબળ બનેલાં) તે કારણોથી સંપૂર્ણ ક્ષય પામેલા પણ જોવામાં આવે છે. જેમ કે ચિકિત્સાથી દેશથી રોગનો ક્ષય થાય છે તો દીર્ઘકાળ સુધી કરેલી ચિકિત્સાથી સંપૂર્ણ રોગનો ક્ષય થાય છે. પવનથી વાદળાં થોડા હટે છે તો પ્રબળ પવનથી વાદળાં સર્વથા હટી જાય છે. પ્રસ્તુતમાં કોઇક જીવમાં પ્રતિપક્ષ ભાવનાથી રાગાદિદોષો દેશથી ક્ષય પામતા જોવામાં આવે છે. આથી પ્રકૃષ્ટ પ્રતિપક્ષભાવનાથી તે દોષોનો કયારેક સંપૂર્ણ ક્ષય સંભવે જ છે. જેમના સર્વદોષો સંપૂર્ણપણે ક્ષીણ થઈ ગયા છે તે જ જિનો છે. કેવળ વર્તમાન કાળનું જ જોવાની શક્તિવાળા પુરુષોએ જિનો દેખાતા નથી એટલા માત્રથી તેમના અભાવની કલ્પના ન કરવી જોઈએ. કેમકે ન દેખાવા છતાં પાતાળમાં (=પૃથ્વીના પેટાળમાં રહેલા મૂળિયું અને ખીલો વગેરે ઘણા પદાર્થોનો સદ્ભાવ છે. (૩) ધર્મ પણ છે. ગાથામાં રહેલો ધર્મશબ્દ ઉપલક્ષણ હોવાથી પાપનું પણ ગ્રહણ કરવું. એથી પુણ્ય-પાપ છે એવો અર્થ થાય. જો પુણ્ય-પાપ ન હોય તો સમાન પ્રયત્ન કરનારા બે પુરુષોની ફલસિદ્ધિમાં સર્વલોક પ્રસિદ્ધ ભેદ કેવી રીતે દેખાય? અર્થાત્ ન દેખાય. કહ્યું છે કે–તુલ્ય પ્રતાપ-ઉદ્યમ-સાહસવાળા મનુષ્યોમાં કેટલાક પોતાના કાર્યની સિદ્ધિને પામે છે અને બીજાઓ પોતાના કાર્યની સિદ્ધિને પામતા નથી. અહીં કર્મને છોડીને બીજો કોઈપણ હેતુ હોય તો મને કહો.” (૧) જીવોના શરીરનો આકાર-વર્ણ-ગંધ અને તેજ ભિન્ન ભિન્ન હોય છે. જીવો ભિન્ન-ભિન્ન જાતિમાં ઉત્પન્ન થાય છે. આમ વિશ્વમાં જીવો વિવિધ પ્રકારના હોય છે. પૂર્વના કર્મને છોડીને બીજો કોણ જીવોને વિવિધ પ્રકારના કરે છે? ગર્ભમાં કલલ ભાવ વગેરે ઘણા પ્રકારે વિકાસ કરીને અને નવ મહિના સુધી મોટો કરીને જીવને પૂર્વના કર્મ છોડીને બીજો કોણ માતાના ગર્ભમાંથી બહાર કાઢે છે? (૪) શીલ વણપીડાને સહન કરવા સમાન છે એમ જે કહ્યું તે પણ બરોબર નથી. કારણ કે જીવ વ્રણપીડાનો પ્રતિકાર કરવામાં તેવા પ્રકારના રાગ-દ્વેષ વિના પ્રવર્તે છે અને Page #71 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ બસ્તિનિરોધના પ્રતીકારનું મુખ્ય કારણ સંસારનું મૂલ એવો તીવ્ર કામરાગ છે. આથી બસ્તિનિરોધનો પ્રતિકાર અત્યંત દુરાચાર હોવાથી તે બેના પ્રતિકારમાં જરા પણ સમાનતા નથી. ઋષિઓએ કહ્યું છે કે-“અબ્રહ્મચર્ય પાપનું મૂળ છે, (એથી પરલોકમાં વિવિધ કષ્ટોનું કારણ છે, અને આ લોકમાં હિંસા અસત્ય ચોરી વગેરે) મોટા દોષોનો ભંડાર છે. આથી નિન્ય મુનિઓ મૈથુનના સંસર્ગનો (સ્ત્રીઓનો પરિચય કરવો વગેરે સંબંધનો પણ) ત્યાગ કરે છે.” [દશ. વૈ.૬-૧૭] (૫) વળી આઠમી નરકપૃથ્વી નથી એમ જે કહ્યું તે પણ શઠતા ભરેલું વચન જ છે. સંસારને અસાર ન માનનાર જ આ પ્રમાણે કહે. સંસારભીરુ જીવો કોઇપણ એક નરકપૃથ્વીના દુઃખની પણ અનુમતિ આપતા નથી, તો પછી સર્વ પૃથ્વીઓમાં થનારા દુઃખની અનુમતિ કેમ આપે? (૬) વળી–મીમાંસકો જે વચનાપૌરુષેયત્વની ઉદ્ઘોષણા કરે છે તે પણ બુદ્ધિશાળીઓને ઈષ્ટ નથી જ. તે આ પ્રમાણે–જે કહેવાય તે વચન. આથી વચન પુરુષના વ્યાપારને અનુસરનારું છે, અર્થાત્ કહેનાર કોઈ પુરુષ હોય તો જ વચન હોય. આથી કહેનાર પુરુષની ક્રિયાના અભાવમાં વચનની ઉત્પત્તિ કેવી રીતે થાય? અર્થાત્ ન થાય. એકલું ( કહેનાર પુરુષની ક્રિયા વિના) વચન ક્યાંય સાંભળવામાં આવતું નથી. કદાચ કયાંક એકલું વચન સાંભળવામાં આવે તો પણ અદષ્ટ વક્તાની શંકા દૂર થતી નથી, અર્થાત્ અહીં કોઈ વક્તા હોવો જોઈએ એવી શંકા રહે છે. (૭) જગતનું કારણ ઈશ્વર છે એમ માનનારાઓ જગતના કર્તા ઇશ્વર છે એમ જે કહે છે તે પણ અનુચિત જ છે. બીજાઓ ઈશ્વરને જન્મથી રહિત કહ્યું છે. જન્મરહિત પુરુષથી કોઈ કાર્ય ઉત્પન્ન ન થાય. કહ્યું છે કે-“ઇશ્વર જન્મથી રહિત હોવાથી જીવોની ઉત્પત્તિનું કારણ નથી. જો જન્મથી રહિત પણ ઈશ્વર ઉત્પત્તિનું કારણ હોય તો આકાશકમળની જેમ બધુંય એકી સાથે ઉત્પન્ન થાય.” (૪૩૬) इत्थमकालं कालं च वचनौषधप्रयोगस्य प्रतिपाद्य दृष्टान्ततयोपन्यस्तं सदौषधमधिकृत्य कालमुपदिशन्नाह दोसावेक्खा चेवं, सम्म कालो सदोसहगओवि । कुसलेहिं मुणेयव्यो, सइ वेजगसत्थनीईए ॥४३७॥ ૧. વચનો (=વેદ રૂપ વચનો) કોઈ પુરુષ રચ્ય નથી, નિત્ય છે, એમ મીમાંસકો માને છે. તેમનું કહેવું છે કે-“અરક્રિયામાં સાક્ષાત્ કષ્ટા વિદ્યતે | નિત્યેગો વેવાણો યથાર્થવિનિયઃ || “અતીન્દ્રિય પદાર્થોનો કોઈ સાક્ષાત્ દણ નથી. આથી જ નિત્ય વેદવાક્યોથી જ અતીન્દ્રિય પદાર્થોની યથાર્થતાનો નિશ્ચય થાય છે.” Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ઉપદેશપદ : ભાગ-૨ 'दोषापेक्षया' इह दोषा वातपित्तश्लेष्मप्रकोपप्रभवा ज्वरातीसारादयो रोगा मृदुमध्याधिमात्ररूपास्तेषामपेक्षा च तानपेक्ष्येत्यर्थः, एवं वचनौषधप्रयोगवत् सम्यक् कालः प्रयोगयोग्यः 'सदौषधगतः' स्निग्धोष्णादिसुन्दरौषधोपजीवनारूपः, किं पुनः प्रागुक्तो वचनौषधप्रयोगकाल इत्यपिशब्दार्थः, कुशलैर्बुद्धिमद्भिर्मुणितव्यो ज्ञेयः 'सदा' सर्वकालम् । कथमित्याह-वैद्यकशास्त्रनीत्या' आत्रेयचरकसुश्रुतादिचिकित्साग्रन्थानुसारेण । तत्राधिमात्रे रोगे सदौषधस्याप्रयोगावसर एव, औषधस्याद्यापि स्वसामर्थ्यमलभमानस्य रोगस्वरूपं त्वनुवर्तमानस्य तत्पुष्टिकारकत्वमेव, यतो मध्यमावस्थायां तु स्यादपि कश्चिद् गुणस्तत्प्रयोगात्, मृदुभूतावस्थायां तु तथा तथा कुशलैरुपचर्यमाणो रोगः सर्वथोपरमं प्रतिपद्यते एव । सदौषधानि चैवं शास्त्रे पठ्यन्ते"तित्तकडुएहिं सिंभं, जिणाहि पित्तं कसायमहुरेहिं । निद्धण्णेहि य वायं, सेसा વાહી સાસણ ? " જરૂછા આ પ્રમાણે વચનરૂપ ઔષધના પ્રયોગનો અકાળ અને કાળ જણાવીને દૃષ્ટાંત તરીકે મૂકેલા સઔષધને આશ્રયીને કાળનો ઉપદેશ કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ-કુશળપુરુષોએ આ પ્રમાણે સઔષધનો પણ કાળ સદા વૈદ્યશાસ્ત્રનીતિથી દોષોની અપેક્ષાએ (=દોષોના અનુસારે) સમ્યક્ જાણવો. ટીકાર્ય–આ પ્રમાણે=વચનરૂપ ઔષધના પ્રયોગની જેમ. સઔષધનો=સ્નિગ્ધ-ઉષ્ણ વગેરે સુંદર ઔષધના ઉપયોગનો, અર્થાત્ દર્દીને સુંદર ઔષધ આપવાનો કાળ. કાળ=પ્રયોગને યોગ્ય કાળ, અર્થાત્ ઔષધ આપવા માટેનો યોગ્ય કાળ. વૈદ્યશાસ્ત્રનીતિથી= આત્રેય, ચરક અને સુશ્રુત વગેરે ચિકિત્સાના ગ્રંથોના અનુસારે. તેમાં રોગ અધિક પ્રમાણમાં હોય ત્યારે સઔષધના પ્રયોગનો અવસરજ નથી. કારણ કે રોગની તીવ્ર અવસ્થામાં ઔષધના સામર્થ્યની રોગ ઉપર અસર થતી નથી, બલ્ક ઔષધ રોગ સ્વરૂપને અનુસરે છે, અને એથી રોગની પુષ્ટિને જ કરે છે, અર્થાત્ રોગ વધારે છે. રોગની મધ્ય અવસ્થામાં તો સદ્દઔષધના પ્રયોગથી કોઈક લાભ થાય પણ ખરો. રોગની મૃદુ (=અંદ) અવસ્થા થાય ત્યારે તો તે તે રીતે કુશળપુરુષોથી ઉપચાર કરાતો રોગ અવશ્ય સર્વથા દૂર થાય છે. શાસ્ત્રમાં સઔષધો આ પ્રમાણે વાંચવામાં આવે છે-“તીખાં-કડવાં ઔષધોથી કફને જીત, તૂરાં-મધુર દ્રવ્યોથી પિત્તને જીત. સ્નિગ્ધ-ઉષ્ણ દ્રવ્યોથી વાયુને જીત, બીજા રોગોને અનશનથી (આહારનો ત્યાગ કરવાથી) જીત. (૪૩૭) Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ઉપદેશપદ : ભાગ-૨ પર: પ્રकह णु अकालपओगे, एत्तो गेवेजगाइसुहसिद्धी ।। णणु साहिगओसहजोगसोक्खतुल्ला मुणेयव्वा ॥४३८॥ कथं नु प्रश्ने, पृच्छाम्यकालप्रयोगे तथाभव्यत्वापरिपाकलक्षणेऽकाले वचनौषधप्रयोगे जाते सति दूरभव्यानामभव्यानां च केषाञ्चिद् 'इतो' वचनौषधप्रयोगाद् ग्रैवेयकादिसुखसिद्धिः शास्त्रे श्रूयते । उक्तं च-"तित्थंकराइपूयं, दट्ठणन्नेण वावि ખેડા | સુયસામાન્જમો, રોઝાઇમબ્રસ કિમિ શો' તત-“ને સંસवावन्ना, लिंगग्गहणं करेंति सामन्ने। तेसिं चिय उववाओ, उक्कोसो जाव गेवेज्जा ॥२॥" अत्र प्रतिविधीयते, नन्विति परपक्षाक्षमायां, सा ग्रैवेयकादिसुखसिद्धिरधिकृतौषधयोगसौख्यतुल्या मुणितव्या । यथा हि सदौषधं समयप्रयोगात् क्षणमात्रं स्वसम्बन्धसामर्थ्याद असाध्ये व्याधौ सौख्यमुपनयति, तदनु च समधिकव्याधिप्रकोपाय सम्पद्यते । एवमधिकृतवचनौषधप्रयोगोऽप्यपक्वभव्यत्वानां सत्त्वानां ग्रैवेयकादिषु सुखसिद्धिमात्रमाधाय पश्चात् पर्यायेण नरकादिदुर्गतिप्रवेशफलः सम्पद्यते ॥४३८॥ અહીં બીજો કોઈ કહે છે– ગાથાર્થ–પ્રશ્ન-અકાલપ્રયોગમાં વચનૌષધ પ્રયોગથી રૈવેયકાદિ સુખની સિદ્ધિ કેમ સંભળાય છે? ઉત્તર–શૈવેયકાદિ સુખની સિદ્ધિ અધિકૃત ઔષધના યોગથી થનારા સુખ તુલ્ય જાણવી. ટીકાર્થ–પ્રશ્ન-(જો અચરમાવર્ત વચન રૂપ ઔષધના પ્રયોગ માટે અકાળ છે તો) તથાભવ્યત્વના અપરિપાક રૂપ અકાળમાં વચનરૂપ ઔષધના પ્રયોગ થયે છતે કેટલાક દૂરભવ્યોને અને અભવ્યોને વચનરૂપ ઔષધથી રૈવેયક વગેરે દેવલોકના સુખની પ્રાપ્તિ થઈ એમ શાસ્ત્રમાં કેમ સંભળાય છે? કહ્યું છે કે-“તીર્થકર વગેરેની પૂજાને જોઈને (ધર્મથી આવો સત્કાર મળે છે એવી બુદ્ધિ થવાથી) અથવા (દેવપણું, રાજ્ય, સૌભાગ્ય વગેરે) અન્ય નિમિત્તથી ગ્રંથિ દેશે આવેલા અભવ્યને પણ શ્રુતસામાયિકનો લાભ સંભવે છે.” [વિશેષા.૧૨૧૯] “જે નિહવ વગેરે વ્યાપન્નદર્શનજીવો અને અનાદિ મિથ્યાષ્ટિજીવો પણ પ્રતિદિન રજોહરણ વગેરે રાખે છે, રજોહરણ વગેરે રમત માટે નથી રાખતા, કિંતુ તેનાથી સ્વબુદ્ધિ પ્રમાણે સંયમનાં અનુષ્ઠાન કરે છે. તેમની પણ ઉત્કૃષ્ટ ઉત્પત્તિ નવ રૈવેયક સુધી કહી છે.” (પંચવ. ૧૦૩૯) Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૭ ઉપદેશપદ : ભાગ-૨ ઉત્તર–શૈવેયક વગેરેના સુખની પ્રાપ્તિ પ્રસ્તુત ઔષધના યોગથી થનારા સુખ તુલ્ય જાણવી. જેવી રીતે અસાધ્ય વ્યાધિમાં વૈદ્યશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સઔષધનો પ્રયોગ કરવાથી તે સઔષધ પોતાના સંબંધના સામર્થ્યથી ક્ષણમાત્ર સુખને લઈ આવે છે, પણ પછી અધિક વ્યાધિના પ્રકોપ માટે થાય છે, તેવી રીતે પ્રસ્તુત વચનરૂપ ઔષધનો પ્રયોગ પણ જેમના ભવ્યત્વનો પરિપાક થયો નથી તેવા જીવોને રૈવેયક વગેરેમાં માત્ર સુખની પ્રાપ્તિ કરાવીને પછી ક્રમે કરીને નરકાદિ દુર્ગતિમાં પ્રવેશ રૂપ ફળવાળો થાય છે. (૪૩૮) एतत् स्वयमपि भावयतिकुणइ जह सण्णिवाए, सदोसहं जोगसोक्खमेत्तं तु ।। तह एवं विण्णेयं, अणोरपारम्मि संसारे ॥४३९॥ करोति यथा सन्निपाते वातादिदोषत्रययुगपत्प्रकोपरूपे सदौषधं क्रियातिक्तक्वाथादिरूपं योगसौख्यमात्रमेव, न पुनस्तदुच्छेदमपि । तथैतद् ग्रैवेयकादिसुखं समयवचनौषधप्रयोगाद् उत्पन्नं विज्ञेयमनर्वाक्पारे संसारे ॥४३९॥ - આ વિષયને ગ્રંથકાર સ્વયં પણ વિચારે છે ગાથાર્થ–જેવી રીતે સન્નિપાતમાં સઔષધ યોગથી માત્ર સુખને કરે છે, તેવી રીતે અતિવિશાળ સંસારમાં રૈવેયકાદિનું સુખ પણ જાણવું. ટીકાર્થ–સન્નિપાત=વાયુ વગેરે ત્રણે દોષોનો એકી સાથે પ્રકોપ થાય તે સન્નિપાત. જેવી રીતે સન્નિપાત રોગમાં ચિકિત્સા માટે તૈયાર કરેલા કડવો-તિખો ઉકાળો વગેરે સઔષધ આપવામાં આવે તો તે ઔષધ પોતાના યોગથી=સંબંધથી માત્ર (ક્ષણવાર) સુખને કરે છે, પણ રોગનો સર્વથા નાશ કરતું નથી, તેવી રીતે શાસ્ત્રવચનરૂપ ઔષધથી અપાર સંસારમાં અભવ્ય-દૂરભવ્યજીવોને અલ્પ સમય માટે રૈવેયકાદિનું સુખ મળી જાય છે, પણ દુઃખનો સર્વથા ઉચ્છેદ થતો નથી. (૪૩૯). णय तत्तओ तयंपि हु, सोक्खं मिच्छत्तमोहियमइस्स । जह रोहवाहिगहियस्स ओसहाओवि तब्भावे ॥४४०॥ 'न' नैव, चकारो वक्तव्यान्तरसूचकः, तत्त्वतो'निश्चयवृत्त्या तदपि' ग्रैवेयकादिगतं, ૧. માત્ર સુખની પ્રાપ્તિ કરાવીને એ વાક્યનો ભાવ એ છે કે માત્ર ભૌતિક સુખની પ્રાપ્તિ કરાવે છે, તે પણ અલ્પકાળ સુધી જ કરાવે છે. મોક્ષસુખની પ્રાપ્તિ કરાવતો નથી. ૨. ક્રિયાતિવતવવાથષિ એ સ્થળે ક્રિયા એટલે રોગને દૂર કરવાના ઉપાયો, અર્થાત્ ચિકિત્સા. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ઉપદેશપદ : ભાગ-૨ हः स्फुटं, सौख्यं वर्तते ।कस्येत्याह-'मिथ्यात्वमोहितमतेः 'दृढविपर्यासपिशाचाभिभूतचेतसो जीवस्य । दृष्टान्तमाह-यथा रौद्रव्याधिगृहीतस्य'दुःसाधव्याधिबाधाविधुरशरीरस्य कस्यचिद् औषधादपि तद्भावे' सौख्यभावे न तत्त्वतः सुखम् । तथा हि स्वभावतस्तावत् तस्य न सौख्यमस्ति, यदि परमौषधात् । परं तत्राप्यत्यन्तदारुणरोगेणानवरतं तुद्यमानमर्मणो बाह्य एव सुखलाभः । यथा हि शरत्काले कठोरतरतरणिकिरणनिकरण तापितेष्वपि महादेषु बहिरेवोष्णानि जलानि, मध्ये पुनरत्यन्तशीतलभावभाञ्जि भवन्ति, एवं सक्रियायोगाद् बाह्यसौख्ययोगेऽप्यत्यन्तमिथ्यात्वोपप्लुतत्वाद् दुःखमेव ॥४४०॥ ગાથાર્થ–જેવી રીતે રૌદ્રવ્યાધિથી ગ્રહણ કરાયેલા જીવને ઔષધથી પણ સુખ થવા છતાં પરમાર્થથી સુખ નથી, તેમ મિથ્યાત્વથી મોહિતમતિવાળા જીવનું રૈવેયકાદિનું સુખ પણ પરમાર્થથી સુખ નથી. ટીકાર્થ–મિથ્યાત્વથી મોહિતમતિ એટલે દઢ વિપર્યાસરૂપ પિશાચથી જેનું ચિત્ત પરાભવ પામેલું છે તેવો જીવ. કષ્ટ સાધ્ય વ્યાધિની પીડાથી જેનું શરીર વિઠ્ઠલ બની રહ્યું છે તે જીવને કોઈક ઔષધથી પણ સુખ થાય એવું બને. પણ તેવું સુખ તત્ત્વથી સુખ નથી. એ સુખ સ્વભાવથી (=સ્વાભાવિક રીતે) થયેલું નથી, કિંતુ ઔષધથી થયેલું છે. (રોગ દૂર થાય અને જે સુખ થાય તે સ્વાભાવિક સુખ છે.) આવા સુખમાં પણ તેનું અંતર અત્યંત ભયંકર રોગના કારણે સદા પીડાઈ રહ્યું હોય છે. આથી તેને થયેલો સુખલાભ બાહ્ય જ છે. જેવી રીતે શરદઋતુના કાળમાં સૂર્યના અતિશય પ્રચંડ કિરણો મોટા સરોવરોને તપાવી દે છે. આમ છતાં તે સરોવરોમાં પાણી બહારથી જ ઉષ્ણ હોય છે, પણ અંદરમાં તો અત્યંત શીતલ હોય છે. તેવી રીતે પ્રસ્તુતમાં સક્રિયાના યોગથી સુખનો બાહ્ય સંબંધ થવા છતાં તે જીવ ગાઢ મિથ્યાત્વ રૂપ ઉપદ્રવથી યુક્ત હોવાથી તેને દુઃખ જ હોય છે. (૪૪૦) पुनरपि दृष्टान्तोपन्यासेनामुमेवार्थ भावयतिजह चेवोवहयणयणो, सम्म एवं ण पासई पुरिसो । तह चेव मिच्छदिट्ठी, विउलं सोक्खं न पावेइ ॥४४१॥ यथाचैवेति दृष्टान्तार्थः । उपहतनयनः'काचकामलादिदोषोपप्लुतलोचनः सम्यग्' यथावद् रूपं स्त्रीपुरुषादिलक्षणं न पश्यति' न वीक्षते 'पुरुषः' प्रमत्तो जीवः । तथा चैवेति दाष्टान्तिकोऽर्थः। मिथ्यादृष्टिरुपहतसम्यग्बोधो "विपुलं' बहु समुपस्थितमपि सौख्यं न प्राप्नोति ॥४४१॥ Page #76 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૬૯ ફરી પણ દૃષ્ટાંત મૂકવા દ્વારા આ જ અર્થને વિચારે છે– ગાથાર્થ–જેવી રીતે વ્યાધિથી જેની આંખો દૂષિત થયેલી છે તેવો પુરુષ બરોબર જોઈ શક્તો નથી, તે જ પ્રમાણે મિથ્યાદષ્ટિ જીવ ઘણા સુખને પામતો નથી. ટીકાર્થ–મોતીયો અને કમળો વગેરેથી જેની આંખો દૂષિત થયેલી છે તેવો પુરુષ સ્ત્રી-પુરુષ આદિના રૂપને બરોબર જોઈ શકતો નથી. તેવી જ રીતે સમ્યગ્બોધથી રહિત મિથ્યાદષ્ટિ જીવ ઉપસ્થિત થયેલા પણ ઘણા સુખને પામતો નથી. [આંધળો માણસ સર્વશ્રેષ્ઠ રાજમહેલમાં રહેતો હોય, મખમલની પથારી, ગાલીચા, રેશમી વસ્ત્રો અને સ્ત્રી વગેરેનો ઉપભોગ કરે તો પણ નેત્રના અભાવમાં તે બધાના રૂપના દર્શનના અભાવમાં સંપૂર્ણ ઈચ્છાપૂર્તિ ન થતી હોવાથી (એટલે કે રૂપ જોવાની તીવ્ર ઈચ્છા પૂર્ણ ન થવાના કારણે મનમાં આકુળતા રહેતી હોવાથી) ઉપભોગજનિતસુખનો યથાર્થ અનુભવ કરી શકતો નથી. ઉપભોગ પણ એના માટે અનુપભોગ તુલ્ય થઈ જાય છે. એ જ રીતે રાજ્ય વગેરેના સુખનો ઉપભોગ થવા છતાં પણ મિથ્યાષ્ટિજીવને મિથ્યાત્વદોષ રૂપ અંધાપાના કારણે ઇચ્છાપૂર્તિ ન થતી હોવાથી તે બધું જ ભોગવવા છતાં પણ ન ભોગવ્યા જેવું થઈ જાય છે.] (પંન્યાસ શ્રી જયસુંદરગણિકૃત ઉપદેશ રહસ્યના ભાષાંતરમાંથી સાભાર ઉદ્દત). (૪૪૧) कुत इति चेदुत्यतेअसदभिणिवेसवं सो, णिओगओ ता ण तत्तओ भोगो । सव्वत्थ तदुवघाया, विसघारियभोगतुल्लो त्ति ।।४४२॥ 'असदभिनिवेशवान् वितथाभिनिविष्टः 'स'मिथ्यादृष्टिर्नियोगतो नियमेन, तत्तस्माद् न तत्त्वतो 'भोगः' स्त्र्यादिविषयवस्तुगोचरः, 'सर्वत्र' हेये उपादेये च वस्तुनि तदुपघातादसदभिनिवेशोपद्रवात् ।'विषघारितभोगतुल्यः' याशो हि विषविकारविह्वलीभूतचेतसः स्रक्चन्दनाङ्गनादिभोगस्तत्त्वतोऽभोग एव, एवं मिथ्यादृष्टेश्चक्रवर्त्यादिपदवीप्राप्तावपि विपर्यासवशाद् न कश्चिद् भोगः । इतिर्वाक्यपरिसमाप्तौ ॥४४२॥ મિથ્યાષ્ટિ શા કારણથી સુખને પામતો નથી એવું કોઈ પૂછે તો અમે કહીએ છીએ ગાથાર્થ–તે નિયમ અસદ્ આગ્રહવાળો હોય છે. તેથી તેને પરમાર્થથી ભોગ ન હોય. સર્વત્ર અસ આગ્રહના ઉપદ્રવના કારણે તેનો ભોગ વિષવિકારથી વિદ્વલ બનેલા પુરુષના જેવો છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ઉપદેશપદ : ભાગ-૨ ટીકાર્થ-મિથ્યાદૃષ્ટિ જીવ અવશ્ય અસત્ આગ્રહવાળો હોય છે. તેથી તેનો વિષયોનું સાધન એવી સ્ત્રી વગેરે વસ્તુનો ભોગ પરમાર્થથી ભોગ નથી. હેય અને ઉપાદેય સર્વ વસ્તુમાં અસદ્ આગ્રહરૂપ ઉપદ્રવના કારણે તેનો ભોગ વિષવિકારથી વિહ્વલ બનેલા પુરુષના જેવો છે. વિષવિકારથી જેનું ચિત્ત વિદ્વલ બનેલું છે એવો પુરુષ માળા, ચંદન અને સ્ત્રી આદિનો ભોગ કરે તો તેનો એ ભોગ પરમાર્થથી અભોગ જ છે. એ પ્રમાણે મિથ્યાદષ્ટિ જીવને ચક્રવર્તી આદિનું પદ પ્રાપ્ત થવા છતાં વિપર્યાસના કારણે કોઈ ભોગ ન હોય, અર્થાત્ સુખ સુખરૂપે વેદાતું નથી. (૪૪૨)= एतदेव भावयतिकत्थइ ण णाणमेयस्स भावओ तम्मि असइ भोगोवि । अंधलयतुल्लभोगो, पुव्वायरिया तहा चाहु ॥४४३॥ ‘ચિત્નીવાતી વસ્તુનિ “ર” નૈવ જ્ઞાનનેવવોથ ‘ત' મિથ્યાદશો ‘માવત' सम्यग्रूपतया वर्त्तते । ततस्तस्मिन् ज्ञानेऽसति भोगोऽपि स्त्र्यादिवस्तुविषयोऽन्धलकभोगतुल्यो यादृशोऽन्धपुरुषस्य प्रासादशय्यासनवनितादिभोगोऽनुपलब्धरूपतत्त्वस्य न परमार्थतो भोगतां बिभर्ति, मिथ्यादृशोऽपि तथा प्रस्तुतभोग इति । एतदेव दृढयन्नाह-पूर्वाचार्या जिनभद्रगणिक्षमाश्रमणपादास्तथा च तथैव यथैतद्वस्तु सिध्यति તથrsgવન્તઃ ૪જરૂા આ જ વિષયને વિચારે છે– ગાથાર્થ-મિથ્યાષ્ટિને જીવાદિ કોઈપણ વસ્તુનો સમ્યગ્બોધ હોતો જ નથી. તે ન હોવાના કારણે તેના ભોગો પણ અંધ પુરુષના ભોગતુલ્ય છે. પૂર્વાચાયોએ પણ તે પ્રમાણે કહ્યું છે. ટીકાર્થ–જેણે મહેલ, શવ્યા, આસન અને સ્ત્રી વગેરેનું રૂપ જોયું નથી તેવો અંધ પુરુષ મહેલ આદિનો ભોગ કરે તો પણ પરમાર્થથી તેના એ ભોગો ભોગપણાને ધારણ કરતા નથી. તે પ્રમાણે મિથ્યાદૃષ્ટિના પણ પ્રસ્તુત મહેલ આદિના ભોગો પરમાર્થથી ભોગપણાને ધારણ કરતા નથી. પૂર્વાચાર્ય પૂજ્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પણ આ વિષય જે રીતે સિદ્ધ થાય તે રીતે જ કહ્યું છે. (૪૪૩) उक्तमेव दर्शयतिसदसदविसेसणाओ, भवहेउजहिच्छिओवलंभाओ । णाणफलाभावाओ, मिच्छद्दिट्ठिस्स अन्नाणं ॥४४४॥ सदसतोरविशेषणाद् मिथ्यादृष्टेरज्ञानमित्युत्तरेण योगः । मिथ्यादृष्टिर्हि यदस्ति तत् Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ઉપદેશપદ : ભાગ-૨ सर्वथाऽस्त्येवेति निर्विशेषणं वदति । एवं नास्तीत्यपि वाच्यम् । न चैवं वस्तुस्वरूपमस्ति, सर्वभावानां स्वरूपेण सत्त्वात् । असत्त्वमपि विवक्षितपर्यायापेक्षयैव, न पुनः सर्वानपि पर्यायानपेक्ष्य, पर्यायविशेषापेक्षयाऽसत्त्वविवक्षाकालेऽपिघटादेःसत्त्वाभ्युपगमात्।तथा, 'भवहेउ'त्ति भावप्रधानत्वेन निर्देशस्य, भवहेतुत्वात् संसारकारणत्वात् , मिथ्यात्वादीनां कर्मबन्धहेतूनां विपरीतज्ञानरूपत्वेन प्रवृत्तेः । तथा, यदृच्छया स्वेच्छारूपयोपलम्भात् सर्वभावानामवबोधात्, न पुनः सम्यग्दृष्टेरिव सर्वविद्वचनपारतन्त्र्यात् । तथा, ज्ञानफलाभावात् । ज्ञानस्य हि फलं विरतिः।सा च ज्ञानाऽभ्युपगमयतनासु सतीषु सम्पद्यते । मिथ्यादृष्टेस्तु विपर्यस्तबोधोपहतत्वेन ज्ञानस्यैव तावदसम्भवात् कुतोऽभ्युपगमयतना सम्भवः?न चस्वकार्यमकुर्वत् कारणं कारणतया विपश्चितो निश्चिन्वन्ति । पठन्ति चात्र"यदेवार्थक्रियाकारि तदेव परमार्थसत्" इति। ततस्तादृशस्य ज्ञानफलस्याभावाद् मिथ्यादृष्टेरुदीर्णमिथ्यात्वमोहस्य ज्ञानमपि शास्त्राभ्यासादिजन्यमज्ञानं बर्त्तते ॥४४४॥ પૂજ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે જે કહ્યું છે તેને જ જણાવે છે ગાથાર્થ-સત્પદાર્થ અને અસત્પદાર્થની વિશેષતા ન સમજી શકવાથી, ભવનો હેતુ હોવાથી, પોતાની મતિ પ્રમાણે અર્થ કરવાથી, જ્ઞાનના ફલનો અભાવ હોવાથી મિથ્યાદષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન છે. ટીકાર્થ–સત્પદાર્થ-અસત્પદાર્થની વિશેષતા ન સમજી શકવાથી–મિથ્યાદષ્ટિજીવ જે વસ્તુ છે તેને કોઈ વિશેષતા(=કોઈ અપેક્ષા) વિના સર્વથા “સતું જ છે” એમ કહે છે. એ પ્રમાણે જે વસ્તુ નથી તેને પણ કોઈ વિશેષતા વિના સર્વથા “અસત્ જ છે એમ કહે છે. પણ વસ્તુનું સ્વરૂપ એ પ્રમાણે નથી. કારણ કે સર્વપદાર્થો સ્વરૂપથી સત્ છે. વસ્તુનું અસત્પણું (=અભાવ) પણ વિવક્ષિત પર્યાયની અપેક્ષાએ જ છે, નહિ કે બધા પર્યાયોની અપેક્ષાએ. કારણકે પર્યાયવિશેષની અપેક્ષાએ જ્યારે ઘટાદિના અસત્ત્વની વિવક્ષા કરવામાં આવે ત્યારે પણ ઘટાદિનું સત્ત્વ સ્વીકારવામાં આવે છે. | (જેમ ગાંડો માણસ ભાઈને ભાભી કહે, ભાભીને ભાઈ કહે, ભાઇને બહેન કહે, બહેનને ભાઈ કહે, તેમ મિથ્યાદષ્ટિ સને અસત્ કહે અને અસત્ સત્ કહે. કોણ સત્ છે? કોણ અસત્ છે? વગેરે વિશેષતાઓ સમજી શકતો નથી. સર્વજ્ઞ ભગવંતો કહે છે કે દરેક વસ્તુ સત્ પણ છે અને અસત્ પણ છે. પ્રત્યેક વસ્તુ સ્વરૂપે સત્ છે, પરરૂપે અસત્ છે. ઘટ એ ઘટ છે, પટ નથી. આથી ઘટ ઘટરૂપે=સ્વરૂપે સત્ છે, પટ રૂપે=પરરૂપે અસત્ છે. અર્થાત્ ઘટ ઘટની અપેક્ષાએ સત્ છે અને પટ આદિ પર વસ્તુની અપેક્ષાએ અસત્ છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ દરેક વસ્તુ સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ સત્—વિદ્યમાન છે. પર દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવની અપેક્ષાએ અસ=અવિદ્યમાન છે. ઘડાના દષ્ટાંતથી આ વિષયને વિચારીએ. દ્રવ્ય-કૃતિકારૂપ સ્વદ્રવ્યની અપેક્ષાએ સત, સૂતરરૂપ પરદ્રવ્યની અપેક્ષાએ અસત્. ક્ષેત્ર-અમદાવાદ રૂપ સ્વક્ષેત્રની અપેક્ષાએ સત્. (અમદાવાદમાં બન્યો છે અથવા વિદ્યમાન છે એ દૃષ્ટિએ) ક્ષેત્ર-મુંબઈ રૂપ પરક્ષેત્રની અપેક્ષાએ અસત્ . કાળ-શિયાળારૂપ સ્વકાલની અપેક્ષાએ સત્. (શિયાળામાં બન્યો છે અથવા વિદ્યમાન છે એ દૃષ્ટિએ) ઉનાળા રૂપ પરકાલની અપેક્ષાએ અસત્ .. ભાવ-લાલરંગ રૂપ સ્વભાવની-સ્વપર્યાયની અપેક્ષાએ સત્. (લાલ ઘડો છે માટે) કૃષ્ણરંગ રૂપ પરભાવની-પરપર્યાયની અપેક્ષાએ અસત્, એ પ્રમાણે દરેક વસ્તુમાં સત્વ-અસત્ત્વ, નિત્યત્વ-અનિત્યત્વ, સામાન્ય-વિશેષ વગેરે ધર્મો હોવા છતાં મિથ્યાષ્ટિ અમુક વસ્તુ સત્ જ છે, અમુક વસ્તુ અસત્ જ છે, અમુક વસ્તુ નિત્ય જ છે, અમુક વસ્તુ અનિત્ય જ છે, અમુક વસ્તુ સામાન્ય જ છે, અમુક વસ્તુ વિશેષ જ છે, એમ એકાંત રૂપે એક ધર્મનો સ્વીકાર કરી અન્ય ધર્મોનો અસ્વીકાર કરે છે. આથી તેનું જ્ઞાન અજ્ઞાનસ્વરૂપ છે.) ભવનો હેતુ હોવાથી–મિથ્યાષ્ટિનું જ્ઞાન સંસારનું કારણ બને છે. કારણ કે તેનામાં મિથ્યાત્વ વગેરે કર્મબંધ હેતુઓ વિપરીતજ્ઞાન રૂપે પ્રવર્તે છે. (અહીં તાત્પર્યાર્થ આ પ્રમાણે છે- વિપરીત જ્ઞાન એટલે મિથ્યાજ્ઞાન. કર્મબંધ થાય તેવી પ્રવૃત્તિ થાય ત્યારે જો વિપરીત જ્ઞાન હોય તો એ પ્રવૃત્તિ સંસારનું કારણ બને, અને જો સમ્યજ્ઞાન હોય તો એ પ્રવૃત્તિ સંસારનું કારણ ન બને. આ ભેદ બતાવવા અહીં કહ્યું કે તેનામાં મિથ્યાજ્ઞાન વગેરે કર્મબંધ હેતુઓ વિપરીત જ્ઞાનરૂપે પ્રવર્તે છે.) પોતાની મતિ પ્રમાણે અર્થ કરવાથી–મિથ્યાષ્ટિ સર્વપદાર્થોનો અર્થ પોતાની મતિ પ્રમાણે કરે છે. તે સમ્યગ્દષ્ટિની જેમ સર્વજ્ઞવચનને આધીન બનતો નથી, અર્થાત્ સર્વજ્ઞ વચન પ્રમાણે પદાર્થોનો અર્થ કરતો નથી. જ્ઞાનસલનો અભાવ હોવાથી–જ્ઞાનનું ફલ વિરતિ છે. વિરતિ જ્ઞાન-સ્વીકાર-ચતના હોય તો પ્રાપ્ત થાય છે. મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન વિપરીત બોધથી દૂષિત થયેલું હોવાથી પહેલાં તો મિથ્યાષ્ટિને જ્ઞાન જ હોતુ નથી. જો જ્ઞાન જ ન હોય તો સ્વીકાર અને યતના કેવી રીતે હોય? જે કારણ પોતાનું કાર્ય ન કરે તે કારણ પરમાર્થથી કારણ જ નથી એમ વિદ્વાનોનો નિશ્ચય છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ 93 64हेश५६ : माग-२ આ વિષે વિદ્વાનો કહે છે કે-“જે કાર્યને કરે તે જ પરમાર્થથી સત્ છે.” તેથી ઉક્ત પ્રકારનું જ્ઞાન ફળ ન મળવાથી મિથ્યાદૃષ્ટિનું શાસ્ત્રાભ્યાસ આદિથી થયેલું જ્ઞાન પણ અજ્ઞાન છે. (૪૪૪) एनामेव गाथाचतुष्टयेन व्याचष्टेएगंतणिच्चवाए, अणिच्चवाए सदसदविसेसो । पिंडो घडोत्ति पुरिसादन्नो देवोत्ति णातातो ॥४४५॥ 'एकान्तनित्यवादे' एकान्तेन स्याद्वादविपरीतरूपेण नित्यस्याप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावस्यात्मादेरभ्युपगमे क्रियमाणे परैः साङ्ख्यादिभिः, सदसदविशेषः प्राप्नोति, विवक्षितावस्थायाः सत्त्वकाले च द्रव्यस्याविशेषोऽनानात्वमापद्यते । ततो य एव पिण्डो मृदः सम्बन्धी स एव घटः, इत्यायातं मृद्रव्यस्योभयावस्थानुयायित्वम्, तिलतुषत्रिभागमात्रमपि स्वरूपभेदाभावात् । न च वक्तव्यमेकाकारेऽपि द्रव्ये पिण्डो घटश्चेत्यवस्थाभेदाश्रयोऽसौ व्यवहारो लोके न प्रवर्त्यत इति, अवस्थातुरभेदे तन्निबन्धनानामप्यभेदप्राप्तेः, कारणभेदपूर्वकत्वात् कार्यभेदस्य । यथोक्तम्-"अयमेव भेदो भेदहेतुर्वा यद् विरुद्धधर्माध्यासः कारणभेदश्च" इति । 'अनित्यवादे' चैकान्तक्षणक्षयित्वलक्षणे पुरुषाद् विहितदेवभवप्राप्तिप्रायोग्यपुण्यकर्मणः सकाशात् मरणानन्तरं देवभवप्राप्तावन्य एकान्तेनैव विलक्षणो देव इत्यापद्यते । अयमभिप्राय:यथा समुपार्जितसुकृताद् मनुष्याद् नारकतयोत्पन्नो जीवः सर्वथाऽन्य एव, तथा तद्मरणानन्तरं देवतयोत्पत्तावपि, निरन्वयोत्पादस्योभयत्रापि समानत्वात्, न चैतद् युज्यते, अकृताभ्यागमकृतनाशदोषप्रसङ्गात् । एवं च नित्यवादे य एव पिण्डः स एव घटो, य एव च घटः स एव पिण्ड इति न्यायात् सदसतोरवस्थयोरविशेषः। अनित्यवादेऽपि पुरुषादन्यो देवो देवाच्च पुरुष इति। ततो यथा पुरुषस्य विद्यमानताकाले कश्चिद्देवतयोत्पन्न एकान्तेनैवान्यस्तथा तन्मरणानन्तरमुत्पन्नोऽपि देवोऽन्य एव । ततः पुरुषसत्त्वकालेऽसत्त्वकाले च देवतयोत्पन्नो जन्तुरविशिष्ट एवेति यो न्यायस्तस्मात् सदसतोरविशेष इति ।।४४५॥ આ જ ગાથાને (=૪૪૪મી ગાથામાં કહેલા વિષયને) ચાર ગાથાઓથી કહે છે ગાથાર્થ_એકાંત નિત્યવાદમાં અને એકાંત અનિત્યવાદમાં પિંડ એ જ ઘટ જ છે. દેવ પુરુષથી અન્ય છે એ દૃષ્ટાંતથી સત્-અસનો અભેદ થાય છે. ટીકાર્થ–(આ ગાથાનાં અર્થને સમજવા સાંખ્ય આદિ દર્શનની માન્યતાને સમજવી જરૂરી છે. સાંખ્યો અભેદવાદી હોવાથી કારણ અને કાર્ય અભિન્ન છે એમ માને છે. બૌદ્ધ, Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ઉપદેશપદ : ભાગ-૨ અને વૈશેષિક દર્શન ભેદવાદી છે. આથી કારણ અને કાર્ય ભિન્ન-ભિન્ન છે એમ માને છે. હવે ટીકાના અર્થને વિચારીએ.) એકાંતનિત્યવાદ–નાશ ન પામે અને ઉત્પન્ન ન થાય, કિંતુ એક રૂપે સ્થિર રહે એવા આત્મા વગેરેનો સ્વીકાર તે નિત્યવાદ છે. એકાંત નિત્યવાદ સ્યાદ્વાદથી વિપરીત છે. સાંખ્યો વગેરે નિત્યવાદને સ્વીકારે છે. નિત્યવાદમાં સત્ વસ્તુ અને અસત્ વસ્તુમાં અભેદ પ્રાપ્ત થાય છે. અર્થાત્ વિવક્ષિત અવસ્થાના સત્ત્વકાળે અને અસત્ત્વકાળે દ્રવ્યનો અભેદ પ્રાપ્ત થાય છે. તેથી માટીનો જે પિંડ છે તે જ ઘટ છે અને જે ઘટ છે એ જ પિંડ છે એ બંને અવસ્થામાં મૃદ્રવ્ય રહેલું છે. એ બંનેના સ્વરૂપમાં તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલો પણ ભેદ નથી. (સાંખ્ય દર્શન અભેદવાદી હોવાથી તેના મતે પિંડ કારણ અને ઘટ કાર્ય એ બંને અભિન્ન છે. આથી તેના મતે જે પિંડ છે તે જ ઘટ છે અને જે ઘટ છે. તે જ પિંડ છે. ખરેખર તો પિંડ અને ઘટ બંને ભિન્ન છે. આથી પિંડના સત્ત્વકાળે ઘટનું અસત્ત્વ છે અને ઘટના સર્વકાળે પિંડનું અસત્ત્વ છે. સત્ત્વ-અસત્ત્વનો આ ભેદ સાંખ્ય મતે સિદ્ધ થતો નથી.) પૂર્વપક્ષ–એકાકારવાળા (એક સ્વરૂપવાળા) પણ દ્રવ્યમાં આ પિંડ છે અને આ ઘટ છે એમ અવસ્થાભેરવાળો વ્યવહાર લોકમાં પ્રવર્તે છે. ઉત્તરપક્ષ–(લોકમાં અવસ્થાભેરવાળો વ્યવહાર પ્રવર્તતો હોવા છતાં) કાર્યના અભેદમાં તેના કારણોના પણ અભેદની પ્રાપ્તિ થઈ જાય છે. (તમે કાર્ય ઘટને કારણ પિંડથી અભિન્ન માનો છો. એથી તમારા મતે કાર્ય ઘટ અને કારણ પિંડ અભિન્ન છે.) કાર્યભેદ કારણભેદ પૂર્વક જ હોય છે, અર્થાત્ કારણ ભિન્ન હોય તો જ કાર્ય ભિન્ન હોય. કહ્યું છે કે–“વિરુદ્ધ ધર્મોનું રહેવું અને ભિન્ન કારણોનું હોવું એ જ ભેદ છે. એ જ ભેદને કારણે છે. (તાત્યયાર્થ–અહીં લક્ષણ અને કારણના ભેદથી ભેદ બે પ્રકારનો છે. જેમ કે ઘટ પાણી લાવવામાં અને પટ ઠંડીથી રક્ષણ કરવામાં કામમાં આવે છે. આ જ ઘટ અને પટમાં લક્ષણભેદ છે. તથા ઘટ માટીના પિંડથી અને પટ તંતુઓથી ઉત્પન્ન થાય છે. આ જ ઘટ-પટમાં કારણભેદ છે. પ્રસ્તુતમાં કારણ એવા પિંડને ઘટ કાર્યથી ભિન્ન માનવામાં આવે તો જ પિંડ અને ઘટમાં ભેદ સિદ્ધ થાય. સાંખ્યમતમાં કાર્ય-કારણ અભિન્ન છે. આથી તેના મતે જે પિંડ છે એ જ ઘટ છે, જે ઘટ છે એ જ પિંડ છે.) એકાંત અનિત્યવાદ–એકાંતે પ્રતિક્ષણ નાશ પામે તેવા આત્મા વગેરેનો સ્વીકાર તે એકાંતે અનિત્યવાદ છે. (એકાંત અનિત્યવાદમાં કાર્ય-કારણમાં અભેદ ઘટતો નથી.) એકાંત અનિત્યવાદમાં જેણે દેવભવની પ્રાપ્તિને યોગ્ય પુણ્યકર્મ બાંધ્યું છે તેવા પુરુષથી મૃત્યુબાદ દેવભવની પ્રાપ્તિ થયે છતે એકાંતથી જ ભિન્ન અન્ય દેવ છે એમ સિદ્ધ થાય છે. ૧. સ્વાદુવાદમંજરી પાંચમી ગાથાની ટીકા Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૭૫ - અહીં અભિપ્રાય આ છે–જેવી રીતે દેવભવની પ્રાપ્તિને યોગ્ય પુણ્યનું ઉપાર્જન કરનાર મનુષ્યથી નારકપણે ઉત્પન્ન થયેલો જીવ સર્વથા અન્ય જ છે, તેવી રીતે તે મનુષ્યના મૃત્યુ પછી દેવપણે ઉત્પન્ન થયેલો જીવ અને તે મનુષ્ય સર્વથા અન્ય જ છે. કારણ કે નિરન્વય ઉત્પત્તિ બંને સ્થળે સમાન છે. આ ઘટતું નથી. કેમકે એમ સર્વથા ભિન્ન માનવામાં અકૃતાગમ અને કૃતનાશ એ બે દોષોનો પ્રસંગ આવે છે. (તે આ પ્રમાણે–વસ્તુને એકાંતે અનિત્ય માનનારના મતે પ્રથમક્ષણે વિદ્યમાન એવી ઘટ બનાવવા લાયક માટી બીજી જ ક્ષણે સર્વથા નાશ પામે છે. માટી નાશ પામવાથી સ્થાશ-કોશકુશૂલ વગેરે આકારો બની શકે નહિ. માટીમાંથી તૈયાર થયેલા સ્થાશ-કોશ-કુશૂલ વગેરે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. તો એ ક્યાંથી આવ્યા ? કર્યા વિના જ ટપકી પડ્યા એમ જ માનવું પડે ને ? મનુષ્યભવમાં પુણ્યોપાર્જન કરનાર જીવ મરીને દેવગતિમાં ગયો. પુણ્યોપાર્જન કરનાર જીવ અને દેવ એ બંને સર્વથા ભિન્ન છે. દેવ બનેલા જીવે પુણ્યોપાર્જન કર્યું નથી. આથી તેને પુણ્યોપાર્જન કર્યા વિના જ દેવભવની પ્રાપ્તિ થઈ. આમ અકૃતાગમ ( ન કરેલાનું આવવું) દોષ થાય છે. વસ્તુને પ્રતિક્ષણ વિનાશશીલ માનનાર એકાંત અનિત્યવાદમાં પ્રથમક્ષણે વિદ્યમાન ઘટ બીજી ક્ષણે નાશ પામે છે. એટલે કુંભારે કરેલા ઘડાનો નાશ થાય છે. આમ કૃતનો (કરેલાનો) નાશ કૃતનાશ દોષ આવે છે. એવી જ રીતે કોઈ મનુષ્યભવમાં પુણ્યોપાર્જન કરીને દેવપણે ઉત્પન્ન થાય ત્યારે પુણ્યોપાર્જન કરનાર અને દેવ બંને ભિન્ન છે. એટલે જેણે મનુષ્યભવમાં પુણ્યોપાર્જન કર્યું તેને કરેલા પુણ્યનું ફળ ન મળવાથી કૃતનાશ દોષ આવે છે.). આ પ્રમાણે નિત્યવાદ પક્ષમાં જે પિંડ છે તે જ ઘટ છે, જે ઘટ છે તે જ પિંડ છે એ દાંતથી પિંડની અને ઘટની અવસ્થા અને અસદ્ અવસ્થામાં કોઈ ભેદ થતો નથી. કારણ કે પિંડ અને ઘટ એક જ છે. અનિત્યવાદ પક્ષમાં પણ પુરુષથી દેવ અન્ય છે, અને દેવથી પુરુષ અન્ય છે. તેથી જે રીતે (દેવભવનું પુણ્યોપાર્જન કરનાર) પુરુષની વિદ્યમાનતાના કાળે દેવપણે ઉત્પન્ન થયેલો કોઈ જીવ એકાંતથી જ અન્ય છે. તેમ તે પુરુષના મરણ પછી તુરત ઉત્પન્ન થયેલો પણ અન્ય જ છે. તેથી “પુરુષના સત્ત્વકાલે અને અસત્ત્વકાળે દેવપણે ઉત્પન્ન થયેલો જીવ અવિશિષ્ય(=વિશેષતાથી રહિત) જ છે” એવું જે દૃષ્ટાંત, તે દૃષ્ટાંતથી સત્-અસમાં કોઈ વિશેષ(=ભેદ) નથી. (૪૪૫) भवहेउ णाणमेयस्स पायसोऽसप्पवित्तिभावेण । तह तदणुबंधओ च्चिय, तत्तेतरणिंदणादीतो ॥४४६॥ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ઉપદેશપદ : ભાગ-૨ भवेत्यादि। 'भवहेतुः' संसारनिबन्धनं 'ज्ञानं' शास्त्राभ्यासादिजन्यो बोध 'एतस्य' मिथ्यादृष्टेः । कथमित्याह-'प्रायशो' बाहुल्येनासत्प्रवृत्तिभावेन विपर्यस्तचेष्टाकारणत्वात् तस्य । यदिह प्रायशोग्रहणं तद्यथाप्रवृत्तकरणचरमभागभाजां संनिहितग्रन्थिभेदानामत्यन्तजीर्णमिथ्यात्वज्वराणां केषाञ्चिद् दुःखितदयागुणवदद्वेषसमुचिताचाररूपप्रवृत्तिसाराणां सुन्दरप्रवृत्तिभावेन व्यभिचारपरिहारार्थम् । तथेति हेत्वन्तरसमुच्चये । तदनुबन्धत एवासत्प्रवृत्त्यनुबन्धादेव । एतदपि कुत इत्याह- 'तत्त्वेतरनिन्दनादितः' स हि मिथ्यात्वोपघातात् समुपात्तविपरीतरुचिस्तत्त्वं सद्भूतदेवत.दिकमर्हदादिलक्षणं निन्दति। इतरच्चातत्त्वं तत्तत्कुयुक्तिसमुपन्यासेन पुरस्करोति ततस्तत्त्वेतरनिन्दनादिदोषाद् भवान्तरेऽप्यसत्प्रवृत्तिरनुबन्धयुक्तैव स्यादिति ॥४४६॥ ગાથાર્થમિથ્યાદૃષ્ટિનું જ્ઞાન પ્રાયઃ અસત્ પ્રવૃત્તિનું કારણ હોવાથી અને તત્ત્વતર નિંદા આદિથી અસપ્રવૃત્તિના અનુબંધનું કારણ હોવાથી ભવનું કારણ છે. ટીકાર્ય-પ્રશ્ન–પ્રાયઃ અસ–વૃત્તિનું કારણ હોવાથી એમ “પ્રાયઃ' કેમ કહ્યું? ઉત્તર–યથાપ્રવૃત્તિકરણના છેલ્લા ભાગે રહેલા, જેમનો ગ્રંથિ ભેદ નજીકના કાળમાં થવાનો છે તેવા, જેમનો મિથ્યાત્વરૂપ જ્વર અત્યંત જીર્ણ બની ગયો છે તેવા, દુઃખી જીવો પ્રત્યે દયા, ગુણવાન જીવો ઉપર દ્વેષનો અભાવ અને ઉચિત આચરણ રૂપ પ્રવૃત્તિ કરનારા કેટલાક ઉત્તમ મિથ્યાદષ્ટિ જીવો પણ સુંદર પ્રવૃત્તિ કરનારા હોય છે. આથી નિયમનો મિથ્યાષ્ટિનું જ્ઞાન અસ–વૃત્તિનું કારણ છે એવા નિયમનો) ભંગ ન થાય એ માટે અહીં પ્રાયઃ એમ કહ્યું છે. તત્વેતરનિંદા આદિથી–તત્ત્વ એટલે સદ્ભૂત અરિહંત દેવ વગેરે. તેનાથી ઇતર અતત્ત્વ. મિથ્યાત્વના ઉપઘાતથી વિપરીત રુચિવાળો બનેલો મિથ્યાદષ્ટિ સદ્ભૂત અરિહંત દેવ વગેરે તત્ત્વની નિંદા કરે છે અને અતત્ત્વનો તે તે કુયુક્તિઓ મૂકીને સ્વીકાર કરે છે. આમ તત્ત્વતરનિંદા આદિ દોષથી ભવાંતરમાં પણ અસત્યવૃત્તિ અનુબંધયુક્ત જ થાય. (અહીં મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન અજ્ઞાન છે એમાં અસ–વૃત્તિ અને અસવૃત્તિનો અનુબંધ એમ બે કારણ છે. અસત્યવૃત્તિના અનુબંધનું કારણ તત્ત્વતરનિંદા વગેરે દોષ છે.) (૪૪૬) उम्मत्तस्सव णेतो, तस्सुवलंभो जहित्थरूवोत्ति । मिच्छोदयतो तो च्चिय, भणियमिणं भावगहरूवं ॥४४७॥ 'उन्मत्तस्येव' मद्यपानपराधीनमनसो मनुजस्येव विज्ञेयस्तस्य मिथ्यादृष्टरुपलम्भो वस्तुबोधरूपो 'यदृच्छारूपः' स्वविकल्पमात्रसंघटित इति । कुत इत्याह-'मिथ्यात्वो Page #84 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ दयाद्' मिथ्यात्वमोहनीयकर्मविपाकात् । तथा हि-पीतमद्यो मदावेशात् किङ्करमपि राजीयति, राजानमपि किङ्करीयति, तथोदीर्णमिथ्यात्वो जीवः सद्भूतमपि वस्तु अतत्त्वरूपतया व्यवहरति, असद्भूतमपि तत्त्वतयेति । अत एव यदृच्छोपलम्भाद् भणितमिदं मिथ्यात्वं भावग्रहरूपं पारमार्थिकग्रहस्वभावम्, इतरग्रहेभ्यः पिशाचादिरूपेभ्योऽस्य महानर्थप्रसाधकत्वात् ।।४४७॥ ગાથાર્થ–મિથ્યાત્વમોહનીય કર્મના વિપાકથી મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન ઉન્મત્તની જેમ માત્ર સ્વવિકલ્પોથી યુક્ત જાણવું. આથી જ મિથ્યાત્વને પારમાર્થિક પ્રહરૂપ કહ્યું છે. ટીકાર્ય–ઉન્મત્ત=દારૂ પીવાના કારણે જેનું મન પરાધીન છે તેવો મનુષ્ય. જેવી રીતે જેણે દારૂ પીધું છે તેવો મનુષ્ય નશાના આવેશથી નોકરને પણ રાજા જેવો માને છે અને રાજાને પણ નોકર જેવો માને છે, તેમ મિથ્યાત્વના ઉદયવાળો જીવ સદ્ભૂત પણ વસ્તુ પ્રત્યે અતત્ત્વના જેવો વ્યવહાર કરે છે અને અસદ્ભૂત પણ વસ્તુ પ્રત્યે તત્ત્વના જેવો વ્યવહાર કરે છે. - મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન માત્ર સ્વવિકલ્પોથી યુક્ત હોવાથી જ મિથ્યાત્વને પારમાર્થિક પ્રહરૂપ કહ્યું છે. કારણ કે પિશાચ વગેરે અન્ય ગ્રહથી આ મિથ્યાત્વરૂપ ગ્રહ મહાન અનર્થને કરે છે. (૪૪૭) णाणस्स फलं विरती' पावे पुन्नम्मि तह पवित्तीओ । जोगत्तादिअणुगया' भावेण ण सा अओऽण्णाणं ॥४४८॥ 'ज्ञानस्य' वस्तुबोधस्य 'फलं' कार्य विरतिरुपरमः । क्वेत्याह-'पापे' प्राणातिपातादिरूपे कुकृत्ये, 'पुण्ये' पवित्रे स्वाध्यायध्यानतपश्चरणादौ कृत्यविशेषे, तथेति समुच्चये, प्रवृत्तिस्तु प्रवर्त्तनमेव या सम्पद्यते सापि ज्ञानफलम्। कीदृशीत्याह-योग्यत्वाद्यनुगता' योग्यत्वेन योग्यतारूपेण, आदिशब्दाद् द्रव्यक्षेत्रकालभावत्वानुकूल्येन चानुगता सम्बद्धा। ततो 'भावेन' भावार्थरूपेण 'न' नैव 'सा' मिथ्यादृष्टेः पापे विरतिः, पुण्ये च प्रवृत्तिर्योग्यताद्यनुगता सम्पद्यते यतः करणात्, अतो ज्ञानमप्यज्ञानं तस्याशुद्धालाबुपात्रनिक्षिप्तदुग्धशर्करादिमधुरद्रव्याणामिव ज्ञानस्यापि तत्र मिथ्यात्वोदयाद् विपरीतभावापन्नत्वात्॥४४८॥ ગાથાર્થ-જ્ઞાનનું ફળ પાપથી વિરતિ અને પુણ્યમાં યોગ્યતાદિથી યુક્ત પ્રવૃત્તિ છે. મિથ્યાદષ્ટિને પરમાર્થથી તે પ્રાપ્ત થતી નથી. આથી તેનું જ્ઞાન અજ્ઞાન છે. ટીકાર્થ-જ્ઞાનનું ફળ પાપથી=પ્રાણાતિપાત વગેરે કુકૃત્યથી વિરતિ અને પુણ્યમાં= સ્વાધ્યાય-ધ્યાન-તપશ્ચર્યા વગેરે વિશિષ્ટ કૃત્યમાં યોગ્યતાદિથી યુક્ત પ્રવૃત્તિ કરવી એ જ છે. પુણ્યમાં પ્રવૃત્તિ પણ જ્ઞાનનું ફળ છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ (યોગ્યતાથી યુક્ત એટલે વિરતિના સ્વીકાર માટે શાસ્ત્રમાં જેવી યોગ્યતા જણાવી છે તેવી યોગ્યતાથી યુક્ત. તથા પુણ્યકાર્યમાં પ્રવૃત્તિ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની જેવી અનુકૂળતા હોય તે પ્રમાણે કરે.) મિશ્રાદષ્ટિને પરમાર્થથી પાપથી વિરતિ અને પુણ્યમાં યોગ્યતાદિથી યુક્ત પ્રવૃત્તિ પ્રાપ્ત થતી નથી. આથી તેનું જ્ઞાન પણ અજ્ઞાન છે. જેવી રીતે અશુદ્ધ તુંબડાના પાત્રમાં નાખેલાં દૂધ અને સાકર વગેરે મધુર દ્રવ્યો ખરાબ થઈ જાય તેમ મિથ્યાદષ્ટિ જીવમાં જ્ઞાન પણ મિથ્યાત્વના ઉદયના કારણે વિપરીત ભાવને પામે છે. (૪૪૮) उपसंहरन्नाहएवमतिणिउणबुद्धीए भाविउं अप्पणो हियट्ठाए । सम्मं पयट्टियव्वं, आणाजोगेण सव्वत्थ ॥४४९॥ एतत् पूर्वोक्तमतिनिपुणबुद्ध्या भावयित्वा परिणमय्यात्मनः स्वस्य 'हितार्थं कल्याणनिमित्तं 'सम्यग्' यथावत् प्रवर्तितव्यमाज्ञायोगेन 'सर्वत्र' धर्मार्थादिकार्ये ॥ ४४९॥ ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ–ઉક્ત વિષયને અતિશયસૂક્ષ્મબુદ્ધિથી આત્મામાં પરિણમાવીને આત્માના કલ્યાણ માટે ધર્મ-ધન વગેરે સર્વકાર્યોમાં આજ્ઞાયોગથી સમ્યગ્દવૃત્તિ કરવી જોઈએ. ટીકાર્થ-સમ્યગ્ એટલે યથાવત્, અર્થાત્ જે પ્રમાણે પ્રવૃત્તિ કરવી જોઇએ તે પ્રમાણે प्रवृत्ति ४२वी ते सभ्य प्रवृत्ति छ. (४४८) ततश्च णाऊण अत्तदोसं, वीरियजोगं च खेत्त कालो य ।। तप्पच्चणीयभूए, गिण्हेज्जाभिग्गहविसेसे ॥४५०॥ 'ज्ञात्वा' सम्यगधिगम्यात्मदोषं तीव्रकोपवेदोदयादिकं, 'वीर्ययोगं च' तन्निग्रहसमर्थसामर्थ्य लक्षणं, 'क्षेत्रकालौ च' प्रतिपित्सिताभिग्रहपरिपालनानुकूलं क्षेत्रं कालं चेत्यर्थः। किमित्याह-'तत्प्रत्यनीकभूतान्' स्वयमेव संवेदितस्वदोषप्रतिपक्षभावगतान् 'गृह्णीयात्' समादद्याद् अर्हत्सिद्धादिप्रत्यक्षमेवाभिग्रहविशेषान् क्षमाशरीराप्रतिकर्मत्वादीन्, मुमुक्षूणां क्षणमपि निरभिग्रहाणामवस्थानस्याक्षमत्वादिति ॥४५०॥ Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ તેથી– ૭૯ ગાથાર્થ—આત્મદોષને, વીર્યયોગને, ક્ષેત્ર-કાળને જાણીને દોષના વિરોધી હોય તેવા વિશેષપ્રકારના અભિગ્રહોને સ્વીકારવા. ટીકાર્થ—આત્મદોષને=પોતાના તીવ્રક્રોધ અને તીવ્રવેદોદય વગેરે દોષોને. વીર્યયોગને=દોષનો નિગ્રહ કરવા માટે સમર્થ સામર્થ્યને. ક્ષેત્ર-કાળનેસ્વીકારવા માટે ઇચ્છેલા અભિગ્રહોનું પરિપાલન કરવામાં અનુકૂળ હોય તેવા ક્ષેત્રને અને કાળને. દોષના વિરોધી હોય તેવા=પોતાને જે દોષોનું સંવેદન થતું હોય તે દોષોના વિરોધી હોય તેવા. જેમકે—ક્ષમા રાખવી (=બીજાઓ ગમે તેટલી પ્રતિકૂળતા ઉત્પન્ન કરે તો પણ ક્રોધ ન કરવો.) શરીરનું પ્રતિકર્મ ન કરવું (=હાથ-પગ ધોવા વગેરેથી શરીરને સંસ્કારિત ન કરવું.) ભાવાર્થ–પોતાના તીવ્ર ક્રોધ, તીવ્ર વેદોદય વગેરે દોષોને તથા અભિગ્રહને પાળવાનું સામર્થ્ય વગેરે જાણીને જેનાથી પોતાના દોષો દૂર થાય તેવા “મારે ક્ષમા રાખવી, શરીરનું પ્રતિકર્મ ન કરવું” વગેરે પ્રકારના અભિગ્રહોને અરિહંત અને સિદ્ધ આદિની સાક્ષીએ જ સ્વીકારવા કારણ કે મુમુક્ષુઓને એક ક્ષણવાર પણ અભિગ્રહથી રહિત રહેવું એ યોગ્ય નથી. (૪૫૦) न चाभिग्रहा ग्रहणमात्रत एव फलदायिनो भवन्ति, किन्तु परिपालनादिति तद्गतोपदेशमाहपालयेच्च य परिसुद्धे, आणाए चेव सति पयत्तेण । बज्झासंपत्तीय वि, एत्थ तहा निज्जरा विउला ॥४५१ ॥ ‘પાલયે—' રક્ષેત્ પુન: ‘પરિશુદ્ધાન્' સર્વાતિાપરિહારાત્, ‘ઞજ્ઞયા ચૈવ' प्रवचनोक्तै-स्तैस्तैरुपायैरित्यर्थः । 'सदा' सर्वकालं प्रयत्नेनादरेण महता । कुतः । यतो 'बाह्यासम्प्राप्तावपि' बाह्यस्याभिग्रहविषयस्य क्षमणीयादेरर्थस्याप्राप्तावपि, अत्राभिग्रहे गृहीते सति तथा तत्प्रकारस्य निग्रहीतुमिष्टस्य क्रोधादेः कर्म्मणो 'निर्जरा' क्षपणा ‘વિપુલા’ પ્રવ્રુત્તા સમ્પથત કૃતિ॥૪૨॥ અભિગ્રહો લેવા માત્રથી ફલ આપનારા થતા નથી, કિંતુ સારી રીતે પાળવાથી જ ફલ આપનારા બને છે. માટે અભિગ્રહોને સારી રીતે પાળવાનો ઉપદેશ કહે છે— ગાથાર્થ—સર્વકાળે આજ્ઞાથી જ અભિગ્રહોને પ્રયત્નપૂર્વક પરિશુદ્ધ પાળવા. અભિગ્રહ લીધા પછી અભિગ્રહનો વિષય પ્રાપ્ત ન થાય તો પણ તેવા પ્રકારના કર્મની ઘણી નિર્જરા થાય. ટીકાર્થ—આજ્ઞાથી=શાસ્ત્રમાં કહેલા તે તે ઉપાયોથી જ. Page #87 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ પ્રયત્નપૂર્વક–ઘણા આદરથી. પરિશુદ્ધ=સર્વ અતિચારોનો ત્યાગ કરીને પરિશુદ્ધ પાળે. અભિગ્રહનો વિષય પ્રાપ્ત ન થાય તો પણ ક્ષમા કરવા યોગ્ય મનુષ્ય વગેરે પ્રાપ્ત ન થાય તો પણ. અહીં ભાવાર્થ આ છે-કોઈ ગમે તેટલું પ્રતિકૂળ વર્તન કરે તો પણ ક્ષમા રાખવી-ગુસ્સો ન કરવો આવો અભિગ્રહ લીધા પછી કોઈપણ માણસ પ્રતિકૂળ વર્તન ન કરે તો ક્ષમા કરવા યોગ્ય મનુષ્ય વગેરેની પ્રાપ્તિ ન થઈ. જેના ઉપર ક્ષમા રાખવાની હોય તે અભિગ્રહનો વિષય છે. પ્રતિકૂળ વર્તન કરનાર ઉપર ક્ષમા રાખવાની હોય છે. આથી પ્રતિકૂળ વર્તન કરનાર અભિગ્રહનો વિષય છે. તેવા પ્રકારના કર્મની=નિગ્રહ કરવાને માટે ઈષ્ટ ક્રોધ વગેરે કર્મની. અભિગ્રહનો વિષય પ્રાપ્ત ન થાય તો પણ નિગ્રહ કરવાને માટે ઈષ્ટ ક્રોધ વગેરે કર્મની ઘણી નિર્જરા થાય. (આ શ્લોકમાં બે મુદા કહ્યા છે. શ્લોકના પૂર્વાર્ધમાં અભિગ્રહનું સારી રીતે પાલન કરવું એ મુદો કહ્યો છે. ઉત્તરાર્ધમાં અભિગ્રહનો વિષય પ્રાપ્ત ન થાય તો પણ ઘણી નિર્જરા થાય એ મુદો કહ્યો છે.) (૪૫૧). एतदपि कुत इत्याहतस्संपायणभावो, अव्वोछिन्नो जओ हवति एवं । तत्तो य निजरा इह, किरियाइवि हंदि विन्नेया ॥४५२॥ 'तत्सम्पादनंभावो'ऽभिग्रहविषयस्यार्थस्य निष्पादनपिरणामो' ऽव्यवच्छिन्नो'ऽत्रुटितो यतो भवति एवमभिग्रहप्रतिपत्तौ एवमपि किमित्याह-तस्मादेवाव्यवच्छिन्नात् तत्सम्पादनपरिणामाद् । निर्जरेह प्रवचने जैने क्रियायामप्यभिग्रहगोचरार्थनिष्पादनेऽपि भवति, हंदीति पूर्ववत्, विज्ञेयाऽवबोद्धव्या। न हि क्रियामात्राद् भावशून्यात् किञ्चित् फलमस्ति, किंतु भावात् । यथोक्तम्-"क्रियाशून्यश्च यो भावो, भावशून्या च या क्रिया । तयोरन्तरमुन्नेयं, भानुखद्योतयोरिव ॥१॥ खद्योतकस्य यत्तेजस्तदल्पं च વિનાશિ ૪ . વિપત્તિનિર્વ માનવમગ્ર વિભાવ્યતા સારા" ૪૫ર / અભિગ્રહનો વિષય પ્રાપ્ત ન થવા છતાં ઘણી નિર્જરા શા કારણથી થાય તે કહે છે ગાથાર્થ-કારણ કે અભિગ્રહના સ્વીકારમાં અભિગ્રહને સિદ્ધ ( પૂર્ણ) કરવાનો પરિણામ તૂટ્યો નથી. અભિગ્રહનો વિષય સિદ્ધ (=પ્રાપ્ત) થાય તો પણ જૈન શાસનમાં અભિગ્રહને સિદ્ધ (=પૂર્ણ) કરવાના પરિણામથી નિર્જરા થાય.. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮૧ ઉપદેશપદઃ ભાગ-૨ ટીકાર્ય-કર્મની નિર્જરા અભિગ્રહને સિદ્ધ (પૂર્ણ) કરવાના પરિણામથી થાય છે. આથી અભિગ્રહનો વિષય પ્રાપ્ત ન થાય તો પણ અભિગ્રહને સિદ્ધ (=પૂર્ણ કરવાના પરિણામથી નિર્જરા થાય છે. એ રીતે અભિગ્રહનો વિષય સિદ્ધ (=પ્રાપ્ત) થાય ત્યારે પણ અભિગ્રહને સિદ્ધ (=પૂર્ણ) કરવાના જે પરિણામ રહેલા છે, તેનાથી કર્મની નિર્જરા થાય છે. તાત્પર્યાર્થ–અભિગ્રહનો વિષય પ્રાપ્ત થાય કે ન થાય તો પણ નિર્જરા તો અભિગ્રહને સિદ્ધ (પૂર્ણ) કરવાના પરિણામથી થાય છે. કારણ કે ભાવશૂન્ય માત્ર ક્રિયાથી જરા પણ ફલ પ્રાપ્ત થતું નથી, કિંતુ ભાવથી ફલ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે–“ક્રિયાથી રહિત ભાવ અને ભાવરહિત ક્રિયા એ બંનેમાં સૂર્ય અને ખજૂઆ જેટલું મોટું અંતર જાણવું. ખજૂઆનું જે તેજ છે તે અલ્પ અને વિનાશી છે. સૂર્યનું તેજ આનાથી વિપરીત છે, એટલે કે ઘણું છે અને અવિનાશી છે. એ પ્રમાણે પ્રસ્તુતમાં પણ વિચારવું.” (યો. દ. સ. ગા. ૨૨૩-૨૨૪) (૪૫૨). अमुमेवार्थं दृष्टान्ततः साधयन्नाहआहरणं सेट्ठिदुर्ग, जिणिंदपारणगदाणदाणेसु । विहिभत्तिभावभावा, मोक्खंगं तत्थ विहिभत्ती ॥४५३॥ 'आहरणं' दृष्टान्तः 'श्रेष्ठिद्विकं' जीर्णाभिनवलक्षणं जिनेन्द्रपारणकदानादानयोजिनेन्द्रस्य भगवतो महावीरस्य च्छद्मस्थकाले विहरतः पारणके प्रवृत्ते दानेऽदाने च 'विधिभक्तिभावाभावाद' विधिभक्त्योर्भावमभावं चापेक्ष्याहरणं मोक्षाकं मोक्षकारणं तत्र पारणकदानेऽपि विधिभक्ती संवृत्ते ॥४५३॥ આ જ વિષયને દઝંતથી સિદ્ધ કરતા કહે છે ગાથાર્થ–ટીકાર્ય–આ વિષયમાં જીર્ણ શેઠ અને અભિનવ શેઠ એ બેનું દાંત છે. છદ્મસ્થ કાળે વિચરતા ભગવાન મહાવીર સ્વામીના પારણામાં જીર્ણ શેઠે દાન ન કર્યું અને અભિનવ શેઠે દાન કર્યું. પણ જીર્ણશેઠમાં વિધિ અને ભક્તિ હતી. અભિનવ શેઠમાં તે બંનેનો અભાવ હતો. પારણાના દાનમાં પણ વિધિ અને ભક્તિ મોક્ષનું કારણ થયા. (૪૫૩) एनामेव गाथां गाथात्रयेण व्याचष्टेवेसालि वासठामं, समरे जिणपडिमसेट्ठिपासणया । अतिभत्ति पारणदिणे, मणोरहो अन्नेहिं पविसे ॥४५४॥ जातिच्छिदाणधारा, लोए कयपुन्नगोत्ति य पसंसा । केवलिआगम पुच्छण, को पुन्ने जुन्नसेट्ठित्ति ॥४५५॥ Page #89 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ इह किलैकदा भगवान् श्रीमन्महावीरः छद्मस्थकाले विहरन् वेशाल्यां पुरि वर्षासु स्थानमकरोत् । ततः 'समरे' इति कामदेवायतने 'जिणपडिमसिट्टि पासणया' इति तं जिनं प्रतिमास्थितं जीर्णश्रेष्ठी नित्यमागत्य पश्यति स्म । 'अइभत्ति ति भक्तिश्चातीव तद्विषया तस्य समजनि । अन्यदा चतुर्मासकक्षपणस्य विकृष्टतपसः पारणकदिने प्रवृत्ते मनोरथो वक्ष्यमाणरूपो जज्ञे । गृहद्वारावलोकनादिविनयपरो यावदसावास्ते तावत् स जिनोऽन्यत्राभिनवश्रेष्ठिगहे प्रविष्टः ॥४५४॥ दापिता च तेन स्वमाहात्म्यौचित्येन तस्मै भिक्षा । कृता च तद्देशविचारिभिर्जुम्भकदेवैरहत्पारणकसन्तुष्टैर्यादृच्छिकदानधारा वसुधारावृष्टिलक्षणा । सा चैवं विज्ञेया-"अद्धत्तेरसकोडी, उक्कोसा होइ तत्थ वसुधारा । अद्धत्तेरसलक्खा, जहन्निया होइ वसुधारा ॥१॥" ततो लोके कृतपुण्यकोऽसाविति तस्यैवं च प्रशंसा विजृम्भिताऽभिनवश्रेष्ठिनः । 'केवलि आगम ति कालेन च पार्थापत्यीयस्य केवलिनः कस्यचिद् आगमे तत्र बहलकुतूहलाकुलचेतसा लोकेन पृच्छाऽकारि भगवन् ! कोऽत्र परिपूर्णः पुण्यवान्? भगवता चोचे जीर्णश्रेष्ठीति ४५५॥ આ જ ગાથાને (૩૪પ૩મી ગાથામાં કહેલા વિષયને) ત્રણ ગાથાઓ દ્વારા વિશેષથી કહે છે ગાથાર્થ–ટીકાર્ચ-છદ્મસ્થકાળે વિહાર કરતા શ્રી મહાવીર ભગવાને એકવાર ચોમાસામાં વૈશાલી નગરીમાં સ્થિરતા કરી. ત્યાં કામદેવનાં મંદિરમાં કાયોત્સર્ગમાં રહ્યા. જીર્ણશ્રેષ્ઠી ત્યાં દરરોજ આવીને શ્રી મહાવીર પ્રભુના દર્શન કરતો હતો. તેને શ્રીમહાવીરપ્રભુ પ્રત્યે અતિશય ભક્તિ(=આંતરિક બહુમાન) થઈ. એકવાર વિકૃષ્ટ ચારમાસી તપના પારણાના દિવસે જીર્ણ શ્રેષ્ઠીને હવે કહેવાશે તેવો મનોરથ થયો. તે ઘરના બારણા આગળ ઊભા રહીને શ્રી મહાવીર સ્વામીના આગમનનું નિરીક્ષણ વગેરે વિનય કરવામાં તત્પર બનેલો છે તેટલામાં શ્રી મહાવીર ભગવાને અભિનવ શ્રેષ્ઠીના ઘરમાં પ્રવેશ કર્યો. (૪પ૪). તેણે પોતાની મોટાઈને ઉચિત હોય તે રીતે શ્રી મહાવીર સ્વામીને ભિક્ષા અપાવી. અરિહંતના પારણાથી ખુશ થયેલા તે સ્થાનમાં વિચરતા જંભક દેવોએ વસુધારાની વૃષ્ટિ કરી. વસુધારાની વૃષ્ટિ આ પ્રમાણે જાણવી–“તીર્થકરના પારણા પ્રસંગે ઉત્કૃષ્ટથી સાડા બાર કોડ સુવર્ણની અને જઘન્યથી સાડા બાર લાખ સુવર્ણની વસુધારા થાય.” (આ. નિ. ગા-૩૩૨) તેથી લોકમાં આ પુણ્યશાળી છે એ પ્રમાણે અભિનવ શ્રેષ્ઠીની પ્રશંસા પ્રસરી. સમય જતાં તે નગરીમાં પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં થયેલા કોઈ કેવળી ભગવંત પધાર્યા. ઘણા કુતૂહલથી વ્યાકુળ ચિત્તવાળા લોકોએ કેવળીને પૂછ્યું: હે ભગવન્! આ નગરીમાં પરિપૂર્ણ પુણ્યશાળી કોણ છે? ભગવાને કહ્યું: જીર્ણ શ્રેષ્ઠી પરિપૂર્ણ પુણ્યશાળી છે. (૪૫૫) Page #90 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ननु जीर्णश्रेष्ठिनः पारणकविषयो मनोरथ एवासीन्न कश्चिदभिग्रह इति कथमसौ दृष्टान्ततयोपन्यस्त इत्याशङ्क्याह एत्थ हु मणोरहो च्चिय, अभिग्गहो होति नवर विन्नेओ । जदि पविसति तो भिक्खं, देमि अहं अस्स चिंतणओ ॥ ४५६ ॥ ૮૩ 'अत्र' पारणकविषये 'हुः' यस्माद् मनोरथ एवाभिग्रहः पात्रदानविषयो नवरं केवलं न पुनरन्यत् किञ्चिद् भवति विज्ञेयः । कथमित्याह - यदि प्रविशति कथञ्चिद् मम गृहे भगवानेषः, ततो भिक्षां ददाम्यहमस्मै चिन्तनादेवंरूपात् । अयमत्राभिप्रायःसर्वोऽप्यभिग्रह इच्छा-प्रवृत्ति- स्थैर्य-सिद्धिभेदाच्चतुर्धा परिगीतः । तत्रास्येच्छारूप एव परिशुद्धोऽभिग्रहो भवन् स एव पारणकभेरीशब्दश्रवणकालं यावत् प्रवृद्धः सन् पारम्पर्येण मोक्षफलतया संवृत्तः । इतरस्य च माहात्म्यौचित्येन दत्तदानस्याप्यभ्युत्थानादेर्भक्तेश्च गुणवद्बहुमानरूपाया अभावाद् यादृच्छिकवसुधारादिफल एव संवृत्तः परिणामो, न पुनर्निर्वाणफल इति ॥४५६ ॥ જીર્ણ શ્રેષ્ઠીને પારણાનો માત્ર મનોરથ જ હતો, કોઇ અભિગ્રહ ન હતો, તેથી પ્રસ્તુતમાં તેનો દૃષ્ટાંત તરીકે ઉલ્લેખ કેમ કર્યો એવી આશંકા કરીને કહે છે— ગાથાર્થ— –પારણાના વિષયમાં મનોરથ જ અભિગ્રહ સ્વરૂપ જાણવો. કારણ કે જીર્ણ શ્રેષ્ઠીએ ‘કોઇ પણ રીતે પ્રભુ જો મારા ઘરે પધા૨ે તો હું તેમને ભિક્ષા વહોરાવું.’” એવું ચિંતન કર્યું હતું. ટીકાર્થ—અહીં અભિપ્રાય આ છે—સઘળા ય અભિગ્રહો ઇચ્છા, પ્રવૃત્તિ, સ્વૈર્ય અને સિદ્ધિ એમ ચાર પ્રકારના કહ્યા છે. (અભિગ્રહ લેવાની ઇચ્છા થવી તે ઇચ્છા અભિગ્રહ. અભિગ્રહનું સારી રીતે પાલન કરવું તે પ્રવૃત્તિ અભિગ્રહ. અભિગ્રહનો ઘણો અભ્યાસ થઇ જવાથી અભિગ્રહના પાલનમાં અતિચારો લાગવાનો ભય ન રહે તેવી સ્થિતિ તે સ્વૈર્ય અભિગ્રહ. અભિગ્રહ સંપૂર્ણ સિદ્ધ થઈ જાય અને એથી અભિગ્રહની સિદ્ધિથી બીજાઓને પણ લાભ થાય તેવી અવસ્થા એ 'સિદ્ધિ અભિગ્રહ છે.) તેમાં જીર્ણશ્રેષ્ઠીને પારણું કરાવવાની ઇચ્છા રૂપ જ પરિશુદ્ધ અભિગ્રહ હતો. તે જ અભિગ્રહ પારણું થયાની ઉદ્ઘોષણા કરતી ભેરીના શબ્દો સાંભળ્યા ત્યાં સુધી વધતો રહ્યો અને પરંપરાએ મોક્ષ ફલવાળો થયો. અભિનવ શ્રેષ્ઠીએ મોટાઇને ઉચિત હોય તે પ્રમાણે દાન આપ્યું હોવા છતાં તેનામાં અભ્યુત્થાન વગેરેનો અને ગુણવાન પ્રત્યે બહુમાન રૂપ ભક્તિનો અભાવ હતો. આથી તેનું તે દાન પરિણામે ભાગ્યયોગથી પ્રાપ્ત થયેલ વસુધારા વગેરે ફળવાળું જ થયું, મોક્ષ ફળવાળું ન થયું. (૪૫૬) ૧. યોગ. દ. સ. ગ્રંથ ગાથા-૨૧, ૨૧૪ વગેરે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ८४ 6पहेशप : मारा-२ अथान्यदप्यभिग्रहमाहात्म्यमभिधातुमाहपच्चग्गकयंपि तहा, पावं खयमेइऽभिग्गहा सम्मं । अणुबंधो य सुहो खलु, जायइ जउणो इहं नायं ॥४५७॥ प्रत्यग्रमाकुट्टिकादिदोषात् सद्योरूपं 'कृतं' निवर्तितं प्रत्यग्रकृतं, किं पुनश्चिरकालकृतत्वेन जीर्णभूतमित्यपिशब्दार्थः, तथेति वक्तव्यान्तरसमुच्चये, 'पापं' ऋषिघातादिजन्यमशुभं कर्म क्षयमपगममेति प्रतिपद्यते । कुत इत्याह-अभिग्रहात् 'सम्म 'त्ति सम्यग्रूपतया परिपालितात् । अनुबन्धश्चानुगमः पुनः शुभः पुण्यकानुवृत्तिरूपः, खलुक्यालकारे, जायते । यमुनो राजा इहार्थे ज्ञातं दृष्टान्तः ॥ ४५७॥ હવે અભિગ્રહના બીજા પણ પ્રભાવને કહેવા માટે ગ્રંથકાર કહે છે ગાથાર્થ–તથા સારી રીતે પાળેલા અભિગ્રહથી તુરત કરેલું પણ પાપ ક્ષય પામે છે અને શુભાનુબંધ થાય છે. આ વિષે યમુન રાજાનું દૃષ્ટાંત છે. ટીકાર્થ– તુરત કરેલું પણ એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે–જો સારી રીતે પાળેલા અભિગ્રહથી તુરત કરેલું પણ પાપ નાશ પામે છે તો લાંબા કાળે કરેલું હોવાથી જુનું થઈ ગયેલું પાપ નાશ પામે તેમાં તો શું કહેવું? પાપ એટલે ઋષિઘાત આદિથી ઉત્પન્ન થનાર અશુભ કર્મ. आकुट्टिकादिदोषात् विगैरे घोषथी. मust, प, प्रभा भने ३८५. भ. या२ પ્રકારે પાપ થાય. તેમાં આકુટ્ટિકા એટલે ઇરાદાપૂર્વક દોષ સેવવાનો ઉત્સાહ. દર્પ એટલે દોડવું, કૂદવું, ઓળંગવું વગેરે, અથવા હાસ્યજનક વચન વગેરે. પ્રમાદ એટલે અનુપયોગ. ગીતાર્થ પુષ્ટ કારણથી ઉપયોગ પૂર્વક યાતનાથી દોષને સેવે તે કલ્પ. (યતિ જીતકલ્પ ગા. ર૫૦, જીતવ્યવહાર 5. . ७४) શુભનો અનુબંધ એટલે પુણ્યકર્મની પરંપરા. (૪૫૭) तदेव गाथाष्टकेन संगृह्णन्नाहमहुराए जउणराया, जउणावंके य डंडमणगारो । वहणं च कालकरणं, सक्कागमणं च पव्वज्जा ॥४५८॥ जउणावंके जउणाए कोप्परे तत्थ परमगुणजुत्तो । आयावेण्ण महप्पा, दंडो नामेण साहुत्ति ॥४५९॥ Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ कालेण रायणिग्गम, पासणया अकुसलोदया कोवो । खग्गेण सीसछिंदण, अण्णेउ फलेण ताडणया ॥४६०॥ सेसाण लेलुखेवे, रासी अहियासणाए णाणत्ति । अंतगडकेवलित्तं, इंदागम पूयणा चेव ४६१॥ दट्ठण रायलज्जा, संवेगा अप्पवहपरीणामो । इंदनिवारण सम्मं, कुण पायच्छित्त मो एत्थ ॥४६२॥ साहुसमीवगमणं, सवणं तह चेव पायछित्ताणं । किं एत्थ पायच्छित्तं, सुद्धं चरणंति पव्वज्जा ॥४६३॥ पच्छायावाइसया, अभिग्गहो सुमरियम्मि नो भुंजे । दरभुत्ते चेवं चिय, दिवसम्मि न तेण किल भुत्तं ॥४६४॥ आराहण कालगओ, सुरेसु वेमाणिएसु उववण्णो ।. एवं अभिग्गहो इह, कल्लाणणिबन्धणं णेओ ॥ ४५॥ . इह मध्यमप्रतिष्ठितगगनतलोल्लेखिशिररत्नमयदेवताविनिर्मितजिनस्तूपप्रभावोपलब्धसर्वदिङमण्डलव्याप्तिश्लाघायां मथुरायां पुरि यमुनो राजाऽभूत्। तत्र च यमुनावक्रे दण्डो नामानगार आतापनां चकार । 'वहणं च 'त्ति हननं च यमुनेन राज्ञा तस्य कृतम् । कालकरणं च सञ्जातं शक्रागमनं चेन्द्रावताररूपम् । ततः प्रव्रज्या यमुनस्य समजनीति ॥४५८॥ एतामेव गाथां गाथासप्तकेन व्याचष्टे-'जउणा' इत्यादि यमुनावक्रे, एतदुक्तं भवति यमुनाया नद्याः कूपरे, कूर्परो नाम समाकुञ्चिताग्रभागस्य बाहोर्यादृश आकारस्तदाकारं यत् क्षेत्रं तत्र, परमगुणयुक्त आतापयति शीताद्यधिसहनेनात्मानमायासयति महात्मा प्रशस्तपरिणामो दण्डो नाम्ना साधुरिति ॥४५९॥ एवं च तस्मिन्नातापयति, कालेन केनचिद् गतेन, राज्ञो यमुनस्य 'निग्गम'त्ति नगराद् बहिर्निर्गमे जाते 'पासणय त्ति दण्डानगारदर्शनमभूत् । ततो निर्निमित्तमेवाकुशलोदयात् क्लिष्टकर्मविपाकात् तस्य तत्र दण्डानगारे कोपो बभूव । तत ऐहिकमामुष्मिकं च पापफलमनालोच्यैव तेन तस्य साधोः खड्गेन शीर्षच्छेदनमकारि । अन्ये त्वाचार्याः फलेन बीजपूरादिना तेन ताडना कृतेति ब्रुवते ॥४६०॥ ___ तदनु शेषाणां सेवकलोकानां सम्बन्धिनि लेष्ठलेपे राशिर्लेष्ठूनामसौ जातः । अधिसहनायां 'स्वकृतकर्मफलपाकोऽयं मे समुपस्थितो न कश्चित् कस्यचिद् अपराधः' एवंरूपायां जातायां समुल्लसितशुक्लध्यानस्य ज्ञानं केवलाख्यमजायत । Page #93 -------------------------------------------------------------------------- ________________ उपदेशपE : भाग-२ ૮૬ ततोऽन्तः कर्मणां सर्वेषामेव तत्कालं कृतो येनासावन्तकृतः, स चासौ केवली च तस्य भावस्तत्त्वं सम्पन्नमस्य, तत्क्षणमेव सिद्धोऽसावित्यर्थः । तत इन्द्रागमः शक्रावतारः पूजना चैव पुष्पधूपादिभिस्तच्छरीरस्य कृता शक्रेणेति ॥४६१ ॥ दृष्ट्वेन्द्रागमनं पूजनं च राज्ञो यमुनस्य लज्जा तेन महता स्वस्यानुचितचेष्टनेन त्रपा संवृत्ता । संवेगाद् 'धिग् मामेवमसमञ्जसकारिणम्' एवंरूपादात्मवधपरिणामः समजनि । लब्धाभिप्रायेण चेन्द्रेण निवारणामकारि । अभाणि च सम्यग् यथावत् कुरु प्रायश्चित्तमेतदपराधशुद्धिरूपं, 'मो' इति पूर्ववत्, अत्रापराधप्राप्ताविति ॥४६२ ॥ साधुसमीपे गमनं कृतं, श्रवणमाकर्णनं, तथा चैवेति समुच्चये, प्रायश्चित्तानामालोचनादीनां पाराञ्चिकपर्यवसानानाम् । ततः किमत्रापराधे प्रायश्चित्तमिति पप्रच्छ । कथितं च साधुभिः शुद्धं चरणं प्रायश्चित्तमित्येवं प्रतिपाद्यते । प्रव्रज्या सर्वसावद्ययोगविरहलक्षणा तेन प्रतिपन्ना ॥४६३ ॥ प्रतिपन्नायां च तस्यां पश्चात्तापातिशयात् तेनाभिग्रहो गृहीतो यथा भोजनकालाद् अर्वाक् स्मृतेऽपराधे नो नैव तद्दिने भुञ्जे, दरभुक्तेऽप्यर्द्धभुक्तेऽपि सति यदि स्मरामि तदा एवमेव न भुञ्जे इत्यर्थः । एवं गृहीताभिग्रहेण तेन भगवता दिवसमप्येकमपि च दिवसमित्यर्थः, किलेत्याप्तप्रवादसूचनार्थः, न भुक्तम्, अभिग्रहस्य नित्यमेवानुस्मरणात् ॥४६४॥ आराधना आलोचना व्रतोच्चारादिका पण्डितमरणरूपा जाता । कालगतः सन् सुरेषु वैमानिकेषूत्पन्नः । उपसंहरन्नाह - एवममुना प्रक्रमेणाभिग्रहो यमुनराजर्षि - गृहीताभिग्रहवद् इह प्रवचने कल्याणनिबन्धनं ज्ञेय इति ॥४६५ ॥ આઠ ગાથાઓથી યમુન રાજાના દૃષ્ટાંતનો જ સંગ્રહ કરતા ગ્રંથકાર કહે છે— યમુનરાજાનું દૃષ્ટાંત ગાથાર્થ—ટીકાર્થ—મથુરા નામની નગરી હતી. તે નગરીના મધ્યભાગમાં 'જિનસ્તૂપ પ્રતિષ્ઠિત હતો. તેનું શિખર આકાશતળને સ્પર્શે તેટલું ઊંચું હતું. તે સ્તૂપ રત્નમય હતો અને દેવનિર્મિત હતો. આ જિનસ્તૂપના પ્રભાવથી મથુરા નગરીએ સર્વદિશામંડલ વ્યાપી પ્રશંસા પ્રાપ્ત કરી હતી. આવી મથુરાનગરીમાં યમુન નામનો રાજા હતો. ત્યાં યમુના નદીના વળાંકમાં દંડનામના મુનિ આતપના કરતા હતા. યમુન રાજાએ તે મુનિને હણ્યા. મુનિએ કાળ કર્યો. શક્રેન્દ્રનું આગમન થયું. પછી રાજાની દીક્ષા થઇ. (૪૫૮) આ જ ગાથાને સાત ગાથાઓ દ્વારા વિશેષથી કહે છે—યમુના નદીના કૂર્તરભાગમાં પરમ ૧. જેમાં તીર્થંકરના પગલાં હોય તેવો સ્મૃતિસ્તંભ. ૨. હાથના આગળના ભાગને સંકોચવાથી હાથનો જેવો આકાર થાય તેવા ક્ષેત્રને કૂર્પર કહેવામાં આવે છે. (सूर्य२= डोएशी) Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૭ ઉપદેશપદ : ભાગ-૨ ગુણ યુક્ત અને પ્રશસ્ત પરિણામવાળા દંડ નામના સાધુ આતાપના લેતા હતા, અર્થાત્ ઠંડી આદિ સહન કરીને પોતાને કષ્ટ આપતા હતા. (૪૫૯) કોઈ વખતે યમુન રાજા નગરીમાંથી બહાર નીકળ્યો. આતાપના લેતા મુનિને તેણે જોયા. પછી નિમિત્ત વિના પણ મુનિના ક્લિષ્ટ કર્મના ઉદયથી રાજાને દંડ મુનિ ઉપર ગુસ્સો આવ્યો. તેથી આ લોકના અને પરલોકના ફળનો વિચાર કર્યા વિના જ તેણે મુનિનું મસ્તક તલવારથી છેદી નાખ્યું. અહીં બીજા આચાર્યો કહે છે કે બીજો વગેરે ફળોથી રાજાએ મુનિને માર્યા. (૪૬૦) ત્યાર બાદ બાકીના સેવક લોકોએ મુનિ ઉપર માટીના ઢેફા ફેંક્યા. આથી મુનિ જાણે ઢેફાનો ઢગલો હોય તેવા થયા. આ પોતે કરેલા કર્મના ફલનો વિપાક ઉપસ્થિત થયો છે, આમાં કોઇનો કોઈ અપરાધ નથી, આમ વિચારીને મુનિએ સહન કર્યું. શુકુલધ્યાન પ્રગટવાથી કેવલજ્ઞાન થયું. અંતકૃત કેવળી થઈને તે જ ક્ષણે સિદ્ધ થયા. પછી શક્રેન્દ્ર ત્યાં આવીને પુષ્પ-ધૂપ આદિથી મુનિના શરીરની પૂજા કરી. (૪૬૧) શક્રેન્દ્રનું આગમન અને શક્રેન્દ્ર કરેલી પૂજાને જોઈને યમુન રાજાને પોતે કરેલી મહાન અનુચિત ચેષ્ટા બદલ શરમ આવી. આ પ્રમાણે અનુચિત કરનારા મને ધિક્કાર થાઓ એવા સંવેગથી રાજાને આત્મહત્યા કરવાનો પરિણામ થયો. ઈદ્ર આત્મહત્યાના અભિપ્રાયને જાણીને રાજાને આત્મહત્યા કરતો રોક્યો અને કહ્યું કે તેં જે અપરાધ કર્યો છે તે અપરાધની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કર. પ્રાયશ્ચિત્ત અપરાધની શુદ્ધિ રૂપ છે. (૪૬૨) પછી રાજા સાધુઓની પાસે ગયો. આલોચનાથી પ્રારંભી પારાંચિત સુધીના પ્રાયશ્ચિત્તનું શ્રવણ કર્યું. પછી આ અપરાધમાં શું પ્રાયશ્ચિત્ત છે તે પૂછ્યું. સાધુઓએ કહ્યું: આ અપરાધમાં શુદ્ધ ચારિત્રનું પાલન કરવું એ પ્રાયશ્ચિત્ત છે. રાજાએ સર્વસાવદ્ય યોગોના અભાવ રૂપ દીક્ષા લીધી. (૪૬૩) - દીક્ષા લીધા પછી અતિશય પશ્ચાત્તાપ થવાથી મુનિએ અભિગ્રહ લીધો કે, જો ભોજનની પહેલાં અપરાધનું સ્મરણ થાય તો તે દિવસે મારે ભોજન ન કરવું, અર્ધ ભોજન કર્યું હોય અને અપરાધનું સ્મરણ થાય તો પણ મારે ભોજન ન કરવું. આવો અભિગ્રહ લેનારા તે મુનિએ એક દિવસ પણ ભોજન ન કર્યું. કારણ કે અભિગ્રહને સદાય યાદ કરતા હતા. (૪૬૪) અંતસમયે આલોચના કરવી, વ્રતો ઉચ્ચરવા વગેરે પંડિત મરણ રૂપ આરાધના કરીને કાલધર્મને પામેલા તે મુનિ વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થયા. ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે–આ રીતે યમુનરાજર્ષિએ લીધેલા અભિગ્રહની જેમ અભિગ્રહને જૈનશાસનમાં કલ્યાણનું કારણ જાણવો. (૪૬૫) ૧. અંતકૃત શબ્દનો શબ્દાર્થ આ પ્રમાણે છે–સર્વકર્મોનો તત્કાળ જેણે ક્ષય કર્યો છે તે અંતકૃત. ૨. અભિગ્રહને યાદ કરે એટલે અપરાધનું સ્મરણ થયા વિના ન રહે. ૩. અમુના પ્રશ્નમેળ એ પદોનો શબ્દાર્થ “આ અવસરથી” એવો થાય. Page #95 -------------------------------------------------------------------------- ________________ ८८ 6पहेश५: भाग-२ अथ परमतमाशङ्कतेजइ एवं रिसिघाएवि हंत आराहणा इमस्सेसा । कह खुड्डयाइयाणं, दोसलवाणंतसंसारो? ॥४६६॥ यदि चेदेवमाकुट्टिकया 'ऋषिघातेऽपि' दण्डनामानगारमारणेऽपि बोधिलाभमूलाग्नीकृते सति। 'हंत' इति कोमलामन्त्रणे । आराधना' परिशुद्धप्रव्रज्यालाभलक्षणा 'अस्य' यमुनाराजस्यैषा सुगतिलाभफला जाता । कथं तर्हि क्षुल्लकादीनां "साहुपओसी खुडो" इत्यादिग्रन्थोक्तानां 'दोषलवात्' साधुप्रद्वेषादिमात्रलक्षणादनन्तसंसारः, उपलक्षणत्वात् सङ्ख्यातोऽसङ्ख्यातश्च केषाञ्चिदिति? ॥४६६॥ હવે પરમતની આશંકા કરે છે ગાથાર્થ–જો આ પ્રમાણે ઋષિઘાતમાં પણ યમુન રાજાને આ આરાધના થઈ તો ક્ષુલ્લક વગેરેને અલ્પદોષથી અનંતસંસાર કેમ થયો? ટીકાર્થ-જો આ પ્રમાણે આકુટ્ટિકાથી(=ઈરાદાપૂર્વક દોષને સેવવાના ઉત્સાહથી) દંડ નામના મુનિનો બોધિલાભના મૂળમાં અગ્નિ મૂકવા સમાન ઘાત કરવા છતાં યમુન રાજાને પરિશુદ્ધ પ્રવજ્યાના લાભ રૂપ આરાધના સુગતિ લાભ રૂપ ફળવાળી થઈ તો साहु पओसी खुड्डो (Duथा-3८४) त्या ग्रंथम द क्षुद वगैरेनी मात्र साधु પ્રષ વગેરે અલ્પ દોષથી અનંતસંસાર કેમ થયો? કેટલાકોને સંખ્યાત સંસાર અને કેટલાકને અસંખ્યાત સંસાર કેમ થયો? भण्णइ अप्पडियारो, दोसलवो तेसि ण पुण इयरस्स । कयपडियारो य इमो, ण फलइ विसमेत्थमाहरणं ॥४६७॥ भण्यते समाधिरत्र । अप्रतिकारोऽकृतप्रायश्चित्तरूपप्रतिविधानो दोषलवस्तेषां क्षुल्लकादीनामिति स तथा विकारमापन्नः, न पुनरितरस्य यमुनराजर्षस्तत्क्षणमेव प्रतिपन्नोदग्रप्रायश्चित्तस्य । यदि नामैवं ततः किमित्याह-कृतप्रतीकारश्चायं दोषलवो न फलति न विपच्यते । विषं स्थावरादिभेदभिन्नमत्रार्थे आहरणं दृष्टान्तः॥४६७॥ ગાથાર્થ—અહીં સમાધાન કહેવાય છે–ફુલ્લક વગેરેનો અલ્પ દોષ પ્રતિકારથી રહિત હતો. યમુન રાજર્ષિનો દોષ પ્રતીકાર સહિત હતો. જેનો પ્રતિકાર કરવામાં આવ્યો હોય તેવો અલ્પ દોષ ફળતો નથી. આ વિષયમાં વિષ દૃષ્ટાંત છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૯ ઉપદેશપદ : ભાગ-૨ ટીકાર્થ-અહીં સમાધાન કહેવાય છે-ક્ષુલ્લક વગેરેનો અલ્પ દોષ પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિકારથી રહિત હોવાથી તેવા પ્રકારના વિકારને પામ્યો. યમુન રાજર્ષિનો દોષ પ્રતીકાર સહિત હતો. કારણ કે તેમણે તે જ વખતે ઉગ્ર પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કર્યો હતો. જેનો પ્રતિકાર કરવામાં આવ્યો હોય તેવો અલ્પ દોષ (કે મહાદોષ) ફળતો નથી. આ વિષયમાં સ્થાવર વગેરે ભેદોથી ભિન્ન એવું વિષ દૃષ્ટાંતરૂપ છે. (૪૬૭). तदेव भावयतिमारइ विसलेसोवि हु, अकयपडीयार मो णउ बहुंपि । कयपडियारं तं चिय, सिद्धमिणं हंत लोएवि ॥४६८॥ 'मारयति' च्युतजीवितं करोति विषलेशोऽपि हु, किं पुनः प्रभूतं तदित्यपिहुशब्दार्थः, 'अकयपडियार'त्ति अकृतप्रतीकारोऽविहितमन्त्रतन्त्रप्रतिविधानो 'मो' इति पूर्ववत् । न तु' न पुनर्बह्वपि कृतप्रतीकारं तदेव विषं मारयति । सिद्धं प्रतीतमिदं हन्त लोकेऽपि पृथग्जने, किं पुनः शास्त्रे, इत्यपिशब्दार्थः ॥४६८॥ તે જ વિષયને વિચારે છે– ગાથાર્થ-જેનો પ્રતિકાર ન કરવામાં આવ્યો હોય તેવું અલ્પ પણ વિષ મારે છે, જેનો (મંત્ર-તંત્ર આદિથી) પ્રતિકાર કરવામાં આવ્યો હોય તેવું ઘણું પણ વિષ મારતું નથી. આ લોકમાં પણ પ્રસિદ્ધ છે. ટીકાર્થ–મારે છે–પ્રાણરહિત કરે છે. “અલ્પ પણ’ એ સ્થળે “પણ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે–અલ્પ પણ વિષ મારે છે તો ઘણું વિષ મારે તેમાં તો શું કહેવું? લોકમાં પણ એ સ્થળે “પણ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે–લોકમાં પણ પ્રસિદ્ધ છે તો પછી શાસ્ત્રમાં પ્રસિદ્ધ હોય એમાં તો શું કહેવું? લોકમાં એટલે અબુધ લોકમાં. (૪૬૮) प्रतीकारमेव भावयतिमंतागयरयणाणं, सम्मपओगो विसम्मि पडियारा । आणेसणिज्जभिग्गहरूवा एते उ दोसविसे ॥४६९॥ “મન્ના' મારુડશાસ્ત્ર પ્રસિદ્ધ, “મતિ' પથાનિ, યથા-“જિં નિષ્ણવીનાનિ, सैन्धवं मधुना सह । घृतपीतोऽगदो हन्ति, विषं स्थावरजङ्गमम्" ॥१॥ रत्नानि सर्पशिखामणिप्रभृतीनि । ततस्तेषां मन्त्रागदरलानां 'सम्यक् प्रयोगो' यथावद् विनियोजन Page #97 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ विषे प्रतीकाराः। तथा, आज्ञा सर्व्वविद्वचनोपयोगरूपा, एषणीयमाधाकादिदोषविकलमन्नपानवस्त्रपात्रादि, अभिग्रहा द्रव्यक्षेत्रकालरूपाः, ततस्ते रूपं येषां त आज्ञैषणीयाभिग्रहरूपा एते तु प्रतीकाराः सम्यक् प्रयुक्ता दोषविषे विज्ञेयाः । यथा हि मन्त्रादिभिर्निगृह्यमाणं विषं निष्फलीभवति तथाझैषणाभिग्रहैमन्त्रागदरत्नसमानैर्दोषविषं प्रतिविधीयमानं निष्फलीभावमाप्नोतीति ॥४६९॥ પ્રતિકારને જ વિચારે છે– ગાથાર્થ-વિષમાં મંત્ર, ઔષધ અને રત્નોનો સમ્યક્ પ્રયોગ પ્રતિકારો છે. દોષ રૂપ વિષમાં આજ્ઞા, એષણીય અને અભિગ્રહો પ્રતિકારો છે. ટીકાર્થ–મંત્રો ગારુડ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. ઔષધ વિષને હણે છે. જેમકે “મધની સાથે મરી, લીમડાનાં બીજ અને સિંધાલુણ ખાવામાં આવે અને ઘી પીવામાં આવે તો આ ઔષધ સ્થાવર-જંગમ વિષને હણે છે.” રનો–સર્પની શિખામાં રહેલો મણિ વગેરે રત્નો છે. સમ્યક્ પ્રયોગ યથાવત્ યોજવું. આજ્ઞા=સર્વજ્ઞ વચનમાં ઉપયોગ રાખવો. એષણીય આધાકર્મ આદિ દોષથી રહિત અન્ન-પાન અને વસ્ત્ર-પાત્ર વગેરે. (અર્થાત્ કોઈપણ સંયોગોમાં મારે આહાર-પાણી વગેરે એષણીય જ ગ્રહણ કરવા, અષણીય ગ્રહણ ન કરવા એવા નિશ્ચયથી પૂર્વબદ્ધ ઘણાં પાપો ખપી જાય છે.) | અભિગ્રહો-દ્રવ્યથી, ક્ષેત્રથી અને કાળથી અભિગ્રહો ધારણ કરવા. જેવી રીતે મંત્ર વગેરેથી નિગ્રહ કરાતું વિષ નિષ્ફલ થાય છે. તે રીતે મંત્ર-ઔષધ-રત્ન સમાન આજ્ઞાએષણા-અભિગ્રહોથી પ્રતિકાર કરાતું દોષ રૂપ વિષ નિષ્ફલ થાય છે. (૪૬૯) एए पउंजिऊणं, सम्मं निजरइ अइबहूयंपि । दोसविसमप्पमत्तो, साहू इयरोव्व बुद्धिजुओ ॥४७०॥ एतानाज्ञैषणीयाभिग्रहान्प्रयुज्य' सम्यग्'अविपरीतरूपतया निर्जरयति परिशाटयति अतिप्रभूतमप्यसङ्ख्यातभवोपात्ततयाप्रचुरमपि दोषविषमप्रमत्तः सर्वातिचारपरिहारवान् साधुर्यतिः। दृष्टान्तमाह-'इतर इव' स्थावरादिविषवेगव्याकुलकलेवर इव नरो बुद्धियुतो विषपरिणामदारुणभावदर्शी मन्त्रादिसम्यगप्रयोगवान् इतरविषमिति ॥४७०॥ ૧. વત્સનાભ (=વછનાગ) વગેરે સ્થાવર વિષ છે. સર્પ વગેરેનું ઝેર જંગમ વિષ છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૯૧ ઉપદેશપદ : ભાગ-૨ ગાથાર્થ-અપ્રમત્ત સાધુ આજ્ઞા-એષણીય-અભિગ્રહોનો સમ્યક્ પ્રયોગ કરીને અતિશય ઘણા પણ દોષવિષનો નાશ કરે છે, બુદ્ધિયુક્ત બીજાની જેમ. ટીકાર્થ–સમ્યક્ એટલે અવિપરીતપણે. ઘણા પણ–અસંખ્યાત ભવોમાં લીધેલું (=એકઠું કરેલું) હોવાથી દોષવિષ અતિશય ઘણું છે. અપ્રમત્ત–અતિચારોનો ત્યાગ કરનાર. બુદ્ધિયુક્ત–વિષની પરિણામે ભયંકરતાને જોનાર. બીજાની જેમ–સ્થાવર વગેરે વિષના વેગથી જેનું શરીર વ્યાકુલ છે તેવા મનુષ્યની જેમ. ભાવાર્થ-જેવી રીતે પરિણામે વિષ ભયંકર છે એવું જાણનાર બુદ્ધિશાળી મનુષ્ય તેનું શરીર વિષના વેગથી વ્યાકુલ બની જાય ત્યારે મંત્ર વગેરેનો સમ્યક્ પ્રયોગ કરીને સ્થાવર વગેરે વિષનો નાશ કરે છે, તેમ અપ્રમત્ત સાધુ આજ્ઞા-એષણીય-અભિગ્રહોનો સમ્યક્રપ્રયોગ કરીને અતિશય ઘણા પણ દોષ રૂપ વિષનો નાશ કરે છે. (૪૭૦) . एतदेव विस्तरतो भावयतिकम्मं जोगनिमित्तं, बज्झइ बंधट्ठिती कसायवसा । सुहजोयम्मी अकसायभावओऽवेइ तं खिप्पं ॥४७१॥ कर्म ज्ञानावरणादि योगनिमित्तम् , इह योगो मनोवाककायव्यापारः । यथोक्तम्"मणसा वाया काएण वावि जुत्तस्स विरियपरिणामो । जीवस्स अप्पणिजो, स जोगसन्नो जिणक्खाओ ॥१॥" ततो योगो निमित्तं यस्य तत् तथा 'बध्यते' संगृह्यते। तस्य च बन्धस्य बन्धस्थितिबन्धावस्थानकालो जघन्यमध्यमोत्कृष्टभेदभिन्नः कषायवशात्' तथारूपकषायपारतन्त्र्यात् । यदि नामैवं, ततः किमित्याह-'शुभयोगे' प्रत्युपेक्षणादिरूपे साधुजनयोग्ये क्रियमाणेऽकषायभावतः कषायपारतन्त्र्यवैकल्यादपैति नश्यति 'तत्' कर्म क्षिप्रं झगिति तैलवर्त्तिक्षयात् प्रदीप इवेति ॥४७१॥ આ જ વિષયને વિસ્તારથી વિચારે છે– ગાથાર્થ-કર્મ યોગરૂપ નિમિત્તથી બંધાય છે. બંધસ્થિતિ તેવા પ્રકારના કષાયોનાં પરતંત્રતાથી થાય છે. શુભયોગમાં અકષાય ભાવથી તે કર્મ જલદી નાશ પામે છે. ટીકાર્થ-જ્ઞાનાવરણીય વગેરે કર્મ યોગરૂપ નિમિત્તથી બંધાય છે. અહીં યોગ એટલે મન-વચન-કાયાનો વ્યાપાર. કહ્યું છે કે-“મનથી વચનથી કે કાયાથી યુક્ત જીવનો પોતાનો જે વીર્યપરિણામ તેને જિનોએ યોગ કહ્યો છે.” Page #99 -------------------------------------------------------------------------- ________________ ૦૨ ઉપદેશપદ : ભાગ-૨ બંધાય છે=સંગ્રહ કરાય છે. બંધસ્થિતિ–એટલે બંધ રૂપે રહેવાનો કાળ, અર્થાત્ બંધાયેલા કર્મનો આત્માની સાથે જોડાઈ રહેવાનો કાળ. તેના જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદ છે. જો આ પ્રમાણે છે તો તેનાથી શું? એના ઉત્તરમાં કહે છે કે–સાધુલોકને યોગ્ય પ્રત્યુપેક્ષણા વગેરે કરાતું હોય ત્યારે શુભયોગમાં કષાયોની પરતંત્રતા ન હોવાથી તે (=યોગથી બંધાયેલું) કર્મ તેલની વાટના ક્ષયથી પ્રદીપ બુઝાઈ જાય તેમ નાશ પામે છે. (૪૭૧) अत्रोपपत्तिमाहगरुओ य इहं भावो, णेओ सहगारिगरुयभावेण । तित्थगराणा णियमा, एत्थं सहगारिणी जेण ॥४७२॥ 'गुरुकश्च' गरीयानेव 'इह' शुभयोगे प्रवृत्तेः तत्तक्रियोपयोगरूपो ज्ञेयः । केन हेतुनेत्याह-सहकारिगुरुकभावेन।एतदेवदर्शयति-तीर्थकराज्ञा'भगवदादेशरूपानियमादवश्यंभावादत्र शुभयोगे 'सहकारिणी' सहायभूता येन कारणेन वर्त्तत इति ॥४७२॥ અહીં યુક્તિને કહે છે– ગાથાર્થ-શુભયોગમાં સહકારી મહાન હોવાના કારણે ભાવ મહાન જ જાણવો. કારણ કે શુભયોગમાં નિયમા જિનાજ્ઞા સહાયભૂત થાય છે. ટીકાર્થભાવ=તે તે ક્રિયામાં ઉપયોગ. શુભયોગમાં પ્રવૃત્તિ કરવાથી થયેલ છે તે ક્રિયામાં ઉપયોગ રૂપ ભાવને મહાન જ જાણવો. કારણ કે મહાન સહકારી વિદ્યમાન છે. શુભયોગમાં મહાન સહકારી વિદ્યમાન છે તેનું કારણ એ છે કે શુભયોગમાં નિયમા જિનાજ્ઞા સહાયભૂત થાય છે. (જિનાજ્ઞા મહાન છે અને એ જિનાજ્ઞા શુભયોગમાં સહાય કરે છે માટે શુભયોગમાં મહાન સહકારી વિદ્યમાન છે.) (૪૭૨). दोसो उ कम्मजो च्चिय, ता तुच्छो सो इमं तु अहिगिच्च । लेसो वि अग्गिणो डहइ हंदि पयरंपि हु तणाणं ॥४७३॥ 'दोषस्तु' ऋषिघातादिः पुनः 'कर्मज एव' जीवस्वरूपविलक्षणकषायादिकर्मोद्भव પર્વ, “તતતુ9:' ભુપ: “સ” કોષ:, પુનાતુશકૂિચ પુનઃશનાર્થ યોજના, इमां सर्वज्ञाज्ञामधिकृत्यापेक्ष्य । अत्र प्रतिवस्तूपमालक्षणं दृष्टान्तमाह-लेशोप्यग्नेः, किं पुनर्बहुरसावित्यपिशब्दार्थः, 'दहति' भस्मभावमानयति व्रातमपि हु तृणानां, किं पुनः स्तोकानि तानीत्यपिहुशब्दार्थः ॥४७३॥ Page #100 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૯૩ ગાથાર્થ–દોષ તો કર્મથી જ થયેલો હોવાથી જિનાજ્ઞાની અપેક્ષાએ તુચ્છ છે. અગ્નિનો કણ પણ તૃણના સમૂહને પણ બાળે છે. ટીકાર્થ–મુનિઘાત વગેરે દોષ તો જીવના સ્વરૂપથી વિલક્ષણ એવા કષાયાદિ કર્મથી જ થયેલો છે, અને એથી તે દોષ જિનાજ્ઞાની અપેક્ષાએ તુચ્છ છે–અસાર છે. અહીં સમાન વસ્તુની ઉપમા રૂપ દૃષ્ટાંતને કહે છે–અગ્નિનો કણ પણ તૃણના સમૂહને પણ બાળે છે. અગ્નિનો કણ પણ” એ સ્થળે “પણ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે–જો અગ્નિનો કણ પણ તૃણના સમૂહને બાળે છે તો ઘણો અગ્નિ તૃણના સમૂહને પણ બાળે એમાં શી નવાઇ? “સમૂહને પણ” બાળે છે એ સ્થળે “પણ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે–જો સમૂહને પણ બાળે છે તો થોડા તૃણને બાળે એમાં તો શું કહેવું? (૪૭૩) कथमित्याहअणुकूलपवणजोगा, ण तु तव्विरहम्मि सिद्धमेयं तु । भावो उ इहं अग्गी, आणा पवणो जहा भणिओ ॥४७४॥ 'अनुकूलपवनयोगाद्' दाह्यतृणाभिमुखप्रवृत्तपवनसम्बन्धात्, न पुनस्तविरहे, सिद्धं प्रतीतमेतत् त्विदं पुनः । अथ दृष्टान्तयोजनामाह-भावः प्रायश्चित्तप्रतिपत्त्यादिपरिणामरूपः, तुः पादपूरणार्थः, इह दोषतृणदहनेऽग्निरनलः, आज्ञा पवनो यथा भणितो भावाग्निसाहाय्यकारी ॥४७४॥ કેવી રીતે બાળે છે? તે કહે છે ગાથાર્થ–અગ્નિ અનુકૂળ પવનના યોગથી તૃણને બાળે છે, તેના અભાવમાં ન બાળે. આ વિગત પ્રસિદ્ધ જ છે. દોષ રૂપ તૃણને બાળવામાં પ્રાયશ્ચિત્ત સ્વીકારનો પરિણામ રૂપ ભાવ અગ્નિ છે. આજ્ઞા પવન છે. આ આજ્ઞારૂપ પવન ભાવ રૂપ અગ્નિને સહાય કરનારો છે એમ પૂર્વે (૪૭રમી ગાથામાં) કહ્યું છે. ટીકાર્ય–અનુકૂળ પવનના યોગથી=બાળવા યોગ્ય તૃણની સન્મુખ પ્રવર્તેલા પવનના સંબંધથી. (૪૭૪). नन्वाज्ञापवनयोबृंहदन्तरत्वात् कथं दृष्टान्तदाान्तिकभाव इत्याशङ्क्याहसा पुण महाणुभावा, तहवि य पवणाइरूप मो भणिया । . विवरीएसा समओदिया य तह बंधवुड्किरा ॥४७५॥ Page #101 -------------------------------------------------------------------------- ________________ ८४ Gपश५६ : भाग-२ 'सा' पुनराज्ञा 'महानुभावा' पवनमपेक्ष्य प्रौढसामर्थ्याऽशेषदाहका, दाह्यकर्मकचवरभस्मभावसम्पादनात् , तथापि च लोकप्रतीतशेषोपमानाभावादिह तावत् पवनरूपा। अन्यत्र तु "आणा हि मोहविसपरममंतो, जलं रागाइजलणस्स, कम्मवाहिविगिच्छासत्थं, कप्पपायवो सिवफलस्स" इत्यादिसूत्रेषु परममन्त्रादिरूपा भणिता । 'मो' पूर्ववत्। तथा 'विपरीता' द्रव्यक्षेत्राद्यनौचित्यसेवनेन विपर्यस्ता 'एषा' आज्ञा, किं विशिष्टापि सतीत्याह-समयोदितापि सामान्यतः सिद्धान्तनिरूपितापि, तथेति समुच्चये, 'बन्धवृद्धिकरी' कर्मोपचयकारिणी ।।४७५॥ આશા અને પવન એ બે વચ્ચે ઘણું અંતર હોવાથી એ બેમાં દૃષ્ટાંત- દત્તિક ભાવ કેવી રીતે સંભવે એવી આશંકા કરીને કહે છે– ગાથાર્થ-જિનાજ્ઞા મહાસામર્થ્યવાળી હોવા છતાં પવનાદિ રૂપ કહી છે. તથા વિપરીત જિનાજ્ઞા શાસ્ત્રોક્ત હોવા છતાં બંધની વૃદ્ધિ કરે છે. ટીકાર્થ-જિનાજ્ઞા પવનની અપેક્ષાએ મહાસામર્થ્યવાળી છે (=બધું બાળનારી છે.) કારણ કે બાળવા યોગ્ય કર્મ રૂપ કચરાને ભસ્મીભૂત કરી નાખે છે. તો પણ લોક પ્રસિદ્ધ અન્ય ઉપમા ન હોવાથી અહીં પવન રૂપ કહી છે. અન્ય સ્થળે તો જિનાજ્ઞાને પરમ મંત્રાદિ રૂપ કહી છે. જેમકે-“જિનાજ્ઞા મોહરૂપ વિષનો નાશ કરવા માટે પરમ મંત્ર છે, જિનાજ્ઞા રાગાદિ રૂપ અગ્નિને બુઝાવવા માટે જ છે, જિનાજ્ઞા કર્મરૂપ વ્યાધિનું ચિકિત્સાશાસ્ત્ર છે, જિનાજ્ઞા મોક્ષરૂપ ફળનું કલ્પવૃક્ષ છે.” જિનાજ્ઞા સામાન્યથી શાસ્ત્રમાં કહી હોવા છતાં જો વિપરીત હોય, એટલે કે દ્રવ્યક્ષેત્રાદિના-અનુસારે પાલન કરવાના બદલે એનાથી વિપરીત રીતે પાલન કરવામાં આવે तो धनी वृद्धि . (४७५) उपसंहर्तुमाहआलोचियव्वमेयं, सम्मं सुद्धाए जोगिबुद्धीए । इयरीए उ ण गम्मइ, रूवं व सदंधसण्णाए ॥४७६ ॥ 'आलोचनीयं' मीमांसनीयमेतद् यथेहेयमाज्ञा सम्यक् प्रयुक्ता भावाग्ने: पवनतुल्या, विपरीता तु बन्धवृद्धिकरी, सम्यक् शुद्धया योगिबुद्ध्या सज्ञानगुणपात्रजनयोग्यप्रज्ञया, 'इतरया' त्वयोगिबुद्ध्या 'न गम्यते' न बुद्धयते । दृष्टान्तमाहरूपवद् नीलपीतादिलक्षणं रूपमिव 'सदान्धसंज्ञया' जात्यन्धविहितहस्तस्पर्शादिलक्षणबुद्ध्या ॥४७६॥ Page #102 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ઉપસંહાર કરવા માટે કહે છે ગાથાર્થ–આ વિગત શુદ્ધ યોગિબુદ્ધિથી સમ્યક્ વિચારવી. અયોગિબુદ્ધિથી આ વિગત બરોબર ન જાણી શકાય. સદાંધની બુદ્ધિથી રૂપ ન જાણી શકાય તેમ. ટીકાર્ય–આ વિગત=સમ્યક્ યોજેલી (=પાળેલી) જિનાજ્ઞા ભાવરૂપ અગ્નિની વૃદ્ધિ માટે પવનતુલ્ય છે, અને વિપરીત જિનાજ્ઞા કર્મબંધની વૃદ્ધિ કરે છે એ વિગત. યોગિબુદ્ધિથી=જ્ઞાનયુક્ત અને ગુણોનું ભાજન એવા લોકને યોગ્ય હોય તેવી બુદ્ધિથી. સદાંધની બુદ્ધિથી=જન્માંધની બુદ્ધિથી. જેમ જન્માંધ જીવ હાથથી સ્પર્શ કરીને લીલો-પીળો વગેરે રૂપને ન જાણી શકે તેમ અયોગિબુદ્ધિથી “સમ્યક યોજેલી (પાળેલી) જિનાજ્ઞા ભાવ રૂપ અગ્નિની વૃદ્ધિ માટે પવન તુલ્ય છે અને વિપરીત જિનાજ્ઞા કર્મબંધની વૃદ્ધિ કરે છે” એ વિગતને ન જાણી શકાય. (૪૭૬) अथ भावतोऽन्धानन्धविभागं दर्शयतिजच्चंधो इह णेओ, अभिण्णगंठी तहंधलयतुल्लो । मिच्छहिट्ठी सज्जक्खओ य सइ सम्मदिट्ठी ओ ॥४७७॥ 'जात्यन्धो' जन्मकालप्रभूत्येव नयनव्यापारविकल 'इह' सद्भतभावरूपोपलब्धौ ज्ञेयोऽभिन्नग्रन्थिः कदाचनाप्यव्यावृत्तमिथ्यात्वतिमिरपटलो जीवः ॥१॥ 'तथान्धकतुल्यः' पश्चान्नष्टदृष्टिजनसमानो 'मिथ्यादृष्टिः', अवश्यवेद्यमिथ्यात्वमोहोदयाद् ग्रन्थिभेदेऽपि सम्यक्त्वभ्रंशानन्तरं मिथ्यात्वगतो जीवः ॥२॥ 'सज्जाक्षश्च' प्रगुणलोचन एव 'सदा' सर्वकालं सम्यग्दृष्टिस्त्वविचलितसम्यग्बोधः पुनर्जन्तुः ॥३॥ यथैको जात्यन्धो, द्वितीयो-ऽन्धः, तृतीयः सज्जाक्ष इति त्रयो लोके रूपोपलम्भयोग्या नरा वर्तन्ते । तथा धर्मतत्त्वरूपोपलम्भविषयेऽप्यभिन्नग्रन्थिर्भिन्नग्रन्थिश्च मिथ्यादृष्टिः सम्यग्दृष्टिश्च तृतीयो योग्यरूपतया वाच्य इति ।।४७७॥ હવે પરમાર્થથી અંધ જીવ અને દેખતા જીવન વિભાગને જણાવે છે ગાથાર્થ—અહીં અભિન્નગ્રંથિને જન્માંધ જાણવો, મિથ્યાદષ્ટિને અંધતુલ્ય જાણવો, સમ્યગ્દષ્ટિને સદા સજ્જાક્ષ જાણવો. ટીકાર્ચ–અહીં–સદ્ભૂત પદાર્થના સ્વરૂપને જાણવામાં. અભિન્નગ્રંથિ=જેનો મિથ્યાત્વરૂપ અંધકારનો સમૂહ ક્યારેય દૂર થયો નથી તેવો જીવ, અર્થાત્ જે આજ સુધી ક્યારેય સમ્યકત્વ પામ્યો નથી તેવો જીવ. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૬ उपद्वेशपE : भाग-२ જન્માંધ=એટલે જન્મથી જ આંધળો. મિથ્યાર્દષ્ટિ-પહેલાં ગ્રંથિભેદ થયો હતો, પણ પછી અવશ્ય વેદવા યોગ્ય મિથ્યાત્વ મોહનીયના ઉદયથી સમ્યક્ત્વનો નાશ થયા પછી મિથ્યાત્વને પામેલો જીવ. અંધ—અહીં અંધ એટલે પહેલાં દેખતો હતો, પણ પાછળથી જેની દૃષ્ટિ જતી રહી છે તેવો જીવ. સમ્યગ્દષ્ટિ—જેના સમ્યગ્ બોધનો નાશ થયો નથી તેવો જીવ. સજ્જાક્ષ–જેની આંખો સારી છે=બરોબર જોઇ શકે છે તેવો જીવ. જેવી રીતે લોકમાં રૂપને જાણવાની અપેક્ષાએ એક જન્માંધ, બીજો અંધ, અને ત્રીજો સજ્જાક્ષ એમ ત્રણ પ્રકારના માણસો હોય છે, તેમ ધર્મતત્ત્વના સ્વરૂપને જાણવાની અપેક્ષાએ પણ એક અભિન્નગ્રંથિ બીજો ભિન્ન ગ્રંથિ મિથ્યાદૃષ્ટિ અને ત્રીજો સમ્યગ્દષ્ટિ એમ ત્રણ પ્રકારના જીવો હોય છે. તેમાં ત્રીજો સમ્યગ્દષ્ટિ ધર્મતત્ત્વનું સ્વરૂપ જાણવાને માટે યોગ્ય છે. (૪૭૭) यश्चैतेषु सज्जाक्षतुल्यः सम्यग्दृष्टिः, स यत् करोति तदाह एसो मुणेइ आणं, विसयं च जहट्ठियं णिओगेणं । एईए करणम्मि उ, पडिबंधगभावओ भयणा ॥ ४७८ ॥ 'एष' सम्यग्दृष्टिर्मुणति जानीते आज्ञां विषयं चोत्सर्गापवादरूपं 'यथावस्थितं' द्रव्यक्षेत्रकालभावादि शुद्धं 'नियोगेन' नियमेन, 'एतस्या' आज्ञायाः करणे पुनः प्रतिबन्धकभावाद् दृढचारित्रमोहोदयात् तीव्रवीर्यान्तरायभावाच्च परिनिश्चिताज्ञास्वरूस्यापि जन्तोर्भजना कदाचिद् आज्ञाकरणं न स्यादपीत्यर्थः । तथा हि कृष्णश्रेणिकादीनां करतलकलितमुक्ताफलन्यायेन निश्चिताज्ञास्वरूपाणामत एव भवनिष्क्रमणाभिमुखमानसजनजनिताद्भुतसाहाय्यानाम्, तथा, "जैनं मुनिव्रतमशेषभवात्तकर्मसन्तानतानवकरं स्वयमभ्युपेतः । कुर्यात् 'तदुत्तरतरं च तपः कदाहं, भोगेषु निःस्पृहतया परिमुक्तसङ्गः ! ॥१॥" इत्येवं प्रवर्द्धमानाधिकमनोरथानामपि पूर्वभवनिकाचितक्लिष्टकर्मविपाकाद् न चारित्रलाभोऽभूत् । अत एव पठ्यते"कम्माई पुण घणचिक्कणाइं कठिणारं वज्जसाराई । नाणड्ढयंपि पुरिसं पंथाओ उप्पहं णिति ॥ १ ॥ " इति ॥ ४७८ ॥ આ ત્રણમાં જે સજ્જાક્ષ સમાન સમ્યગ્દષ્ટિ છે તે જે કરે છે તેને કહે છે— ગાથાર્થ-સમ્યગ્દષ્ટિ આજ્ઞાને અને યથાવસ્થિત વિષયને અવશ્ય જાણે છે, પણ આજ્ઞાના પાલનમાં પ્રતિબંધક હોવાના કારણે ભજના છે. टीडार्थ-यथावस्थित-द्रव्य-क्षेत्र-डाण-भाव वगेरेथी शुद्ध. - १. तदुत्तरतरं पहनो अर्थ आ प्रमाणे छे तस्मिन् ( = जैनमुनिव्रते ) उत्तरतरं तदुत्तरतरम् संयम विना पाए। શ્રેષ્ઠ છે. કારણ કે સંયમથી સહિત છે. તપ થાય. પણ સંયમમાં તપ અધિક Page #104 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ વિષય–ઉપસર્ગ–અપવાદ. ૯૭ સમ્યગ્દષ્ટિજીવ આજ્ઞાને અને (આજ્ઞાના વિષય એવા) ઉત્સર્ગ-અપવાદને જાણે છે. સમ્યગ્દષ્ટિ ઉત્સર્ગ–અપવાદને યથાવસ્થિત જાણે છે, એટલે કે દ્રવ્યાદિથી શુદ્ધ જાણે છે, અહીં તાત્પર્ય એ છે કે કેવા દ્રવ્યાદિમાં ઉત્સર્ગ માર્ગે ચાલવું જોઇએ અને કેવા દ્રવ્યાદિમાં અપવાદ માર્ગે ચાલવું જોઇએ એમ સમ્યગ્દષ્ટિ બરોબર જાણે છે. પ્રતિબંધક હોવાના કારણે—પ્રતિબંધક એટલે અટકાવનાર. પ્રસ્તુતમાં પ્રતિબંધક એટલે આજ્ઞાનું પાલન ન કરવા દેનાર. દૃઢ ચારિત્રમોહનો ઉદય અને તીવ્ર વીર્યંતરાય પ્રતિબંધક છે. જેણે આજ્ઞાનું સ્વરૂપ નિશ્ચિત કર્યું છે, અર્થાત્ જે જીવ જિનાજ્ઞાને બરોબર જાણે છે, તેવા જીવને પણ પ્રતિબંધક હોય તો આજ્ઞાના પાલનમાં ભજના છે, એટલે કે આજ્ઞાનું પાલન ન પણ થાય. તે આ પ્રમાણે હાથની હથેળીમાં ગ્રહણ કરેલા મોતીના દૃષ્ટાંતથી જેમણે આજ્ઞાનું સ્વરૂપ નિશ્ચિત કર્યું છે, એથી જ સંસારમાંથી નીકળી જવા તરફ જેમનું મન છે તેવા લોકોને જેમણે અદ્ભુત સહાય કરી છે, અને જેમના અધિક મનોરથો વધી રહ્યા હતા, તેવા કૃષ્ણ અને શ્રેણિક વગેરેને પૂર્વભવમાં બાંધેલા નિકાચિત ક્લિષ્ટ કર્મના ઉદયથી ચારિત્રની પ્રાપ્તિ ન થઇ. પ્રશ્ન—કૃષ્ણ અને શ્રેણિક વગેરેના અધિક મનોરથો કેવી રીતે વધી રહ્યા હતા? ઉત્તર– ‘ક્યારે હું ભોગોમાં નિઃસ્પૃહ બનીને (સર્વ) સંગનો ત્યાગ કરીને સર્વભવોમાં ઉપાર્જિત કરેલાં કર્મોની પરંપરાને ઘટાડનારી જૈન દીક્ષા સ્વયં લઇને સંયમમાં અધિક શ્રેષ્ઠ એવો તપ કરું' આ રીતે તેમના અધિક મનોરથો વધી રહ્યા હતા. આવા પણ કૃષ્ણ અને શ્રેણિક વગેરેને પૂર્વભવમાં બાંધેલા નિકાચિત ક્લિષ્ટ કર્મના ઉદયથી ચારિત્રની પ્રાપ્તિ ન થઇ. આથી જ કહેવાય છે. કે—“અતિશય ચિકણાં, કઠોર અને વજ્ર જેવા અત્યંત દૃઢ કર્મો જ્ઞાનથી પરિપૂર્ણ પણ પુરુષને માર્ગમાંથી ઉન્માર્ગમાં લઇ જાય છે.” (૪૭૮) उपसंहरन्नाह कयमेत्थ पसंगेणं, समासओ जेण एस आरंभो । दिसिमत्तदंसणफलो, पगयं चिय संपयं वोच्छं ॥४७९ ॥ ‘कृतं' पर्याप्तमत्राज्ञामाहात्म्यख्यापने प्रसङ्गेन विस्तरेण' । 'समासतः' संक्षेपेन ‘ચેન' વાળેનેષ ઉપવેશપતપ્રન્યરૂપ ‘આમ:' પ્રયત્નઃ । જીદશ ત્યાહ-વિમાત્રदर्शनफलः कस्यचिद् उपदेशस्य परिपूर्णतया भणितुमनुपक्रान्तत्वात् । ततः प्रकृतमेवाभिग्रहमाहात्म्यख्यापनरूपं वस्तु साम्प्रतं वक्ष्ये ॥ ४७९॥ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ઉપદેશપદ : ભાગ-૨ - ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે– ગાથાર્થ–અહીં પ્રસંગથી સર્યું. કારણ કે આ આરંભ સંક્ષેપથી છે, માત્ર દિગ્દર્શન ફલવાળો છે. તેથી હવે પ્રસ્તુત જ કહીશ. ટીકાર્થ-આજ્ઞાનો પ્રભાવ જણાવવામાં પ્રાસંગિક વિસ્તારથી સયું. કારણ કે આ પ્રયત્ન સંક્ષેપથી ઉપદેશપદ ગ્રંથની રચના કરવા માટે છે, માત્ર દિશાનું સૂચન કરવા માટે છે. કારણ કે આ ઉપદેશનો પ્રારંભ ઉપદેશને પરિપૂર્ણ પણ કહેવા માટે કર્યો નથી. તેથી હવે અભિગ્રહના પ્રભાવને જણાવવા રૂપ પ્રસ્તુત વિષયને કહીશ. (૪૭૯) एतदेव दर्शयतिअण्णंपि इहाहरणं, वणियसुया सज्झिला उ बोहीए । पव्वज सीयल मणोरहो य सुद्धाए फलभेओ ॥४८०॥ 'अन्यदपि'पूर्वोदाहरणविलक्षणमिहाभिग्रहमाहात्म्यप्रस्तावने वणिक्सुतौ वाणिजकनन्दनौ 'सज्झिलाउ'त्ति सज्झिलकौ सौदरौ । तुः प्राग्वत् । कथमुदाहरणमित्याहबोधौ प्राप्तायामेकस्य 'पव्वज्जसीयल 'त्ति प्रव्रज्या शीतला मन्दा समुदग्राचारगुरुगच्छादिसहकारिकारणवैकल्याजाता ।द्वितीयस्य तु मनोरथस्त्वभिलाषः पुनः'शुद्धायां' प्रव्रज्यायामेव समुत्पादि, नतु प्रव्रज्या ।मृतयोश्च समकमेव फलभेद' आराधकविराधकजन्यदेवत्वलाभरूप इति ॥४८०॥ પ્રસ્તુત વિષયને જ જણાવે છે ગાથાર્થ–અહીં બીજું પણ વણિક પુત્ર એવા બે બંધુઓનું દૃષ્ટાંત છે. બોધિ પ્રાપ્ત થયે છતે એકે દિક્ષા લીધી. દીક્ષા શિથિલ થઈ. બીજાએ શુદ્ધ દીક્ષાનો મનોરથ કર્યો. બંનેના ફલમાં ભેદ થયો. ટકાર્ય–અહીં અભિગ્રહનો પ્રભાવ જણાવવા માટે જે શરૂ કર્યું છે તેમાં બીજું પણ વણિકપુત્ર એવા બે બંધુઓનું દાંત છે. તે આ પ્રમાણે–બંનેને બોધિની પ્રાપ્તિ થઈ. તેમાંથી એકે દીક્ષા લીધી. તેની દીક્ષા શિથિલ થઈ, અર્થાત્ શ્રેષ્ઠ આચારવાળા ગુરુ અને ગચ્છ વગેરે સહકાર કારણોની ખામીથી તે આચરપાલનમાં શિથિલ થઈ ગયો. બીજા બંધુને શુદ્ધ દીક્ષા જ પાળવાનો મનોરથ થયો હતો, પણ દીક્ષા પ્રાપ્ત થઈ ન હતી. બંને એકી સાથે મૃત્યુ પામ્યા. આરાધક ભાવ અને વિરાધક ભાવથી થયેલ દેવભવની પ્રાપ્તિ રૂપ ફલ ભેદ થયો. (૪૮૦) ૨. . “સમુદયાવાન' ! Page #106 -------------------------------------------------------------------------- ________________ ८८ ઉપદેશપદ : ભાગ-૨ इमामेव गाथां गाथाद्वयेन प्रपञ्चयति- (ग्रन्थान. ८०००) तगराए वसुसुया सेण-सिद्ध धम्मगुरुबोहि एगस्स । णिक्खमणमकिरिय मणोरहो उ अण्णस्स सुद्धम्मि ॥४८१॥ कालेण मिलणमसणीघाओ उववाय वंतरविमाणे । केवलिआगम पुच्छा कहणं भावम्मि बहुमाणो ॥४८२॥ तगरायां पुरि 'वसुसतौ' वसुनामकश्रेष्ठिसुतौ पुत्रौ सेनसिद्धनामानावभूताम् । तयोश्च कदाचिद् 'धम्मगुरुबोहि 'त्ति धर्माभिधानगुरुपार्श्वगतयोर्बोधिः धर्मप्राप्तिरजायत । ततश्चैकस्य निष्क्रमणं प्रव्रज्याप्रतिपत्तिरूपं संवृत्तं, परमक्रिया कुतोऽपि प्रमादात् प्रत्युपेक्षणा-प्रमार्जनादिक्रियाहानिरूपा संवृत्ता । 'मनोरथस्तु' मनोरथ एवान्यस्य द्वितीयस्य 'शुद्धे' निष्क्रमणे प्रवृत्तः, न पुनः कथञ्चित् तज्जातमिति ॥४८१॥ कालेन कियतापि गतेन मिलनमेकत्रावस्थानलक्षणं तयोर्जातम् । सुखासीनयोश्च समुचितस्ववृत्तान्तकथनश्रवणप्रवृत्तयोरशनिघातोऽकस्मादेव नभस्तलाद् विद्युन्निपाताद् विनाशो जातः। तदनूपपातस्तयोरजनि । क्वेत्याह-'व्यन्तरविमाने' प्रथमस्य व्यन्तरे, द्वितीयस्य तु विमाने सौधर्माद्यमरावासलक्षणे इति । अन्यदा केवलिनः कस्यचिदागमे पृच्छा लोकेन कृता, यथा-तयोः कः कुत्रोत्पन्नः? कथनं यथावृत्तान्तस्य तेन कृतम्। ततो लोकस्य भावे' शुद्धधर्ममनोरथलक्षणे बहुमानोऽजनि, न त्वशुद्धानुष्ठाने इति ॥४८२॥ આ જ ગાથાને બે ગાથાઓથી વિસ્તારે છે ગાથાર્થ–ટીકાર્ય–તગરા નગરીમાં વસુનામના શેઠના સેના અને સિદ્ધ નામના બે પુત્રો હતા. કયારેક ધર્મ નામના ગુરુની પાસે ગયેલા તે બેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. પછી એકે દીક્ષા લીધી. પણ કોઈ પણ પ્રમાદથી પ્રત્યુપેક્ષણા-પ્રમાર્જના વગેરે ક્રિયામાં શિથિલતા આવી ગઈ. બીજાને શુદ્ધ દીક્ષાનો મનોરથ થયો હતો, અર્થાત્ હું દીક્ષા લઇને નિરતિચારપણે પાળીશ એવી ઉત્કટભાવના થઈ હતી. પણ કોઈપણ રીતે તેની દીક્ષા ન થઇ. (૪૮૧) કેટલોક કાળ ગયા પછી બંને એક સ્થળે મળ્યા. તે બંને સુખપૂર્વક બેસીને પરસ્પર ઉચિત સ્વવૃત્તાંત કહેવામાં અને સાંભળવામાં પ્રવૃત્ત થયા હતા ત્યારે અકસ્માત્ જ તે બંને ઉપર આકાશમાંથી વિજળી પડી. આથી તે બંને મૃત્યુ પામ્યા. મૃત્યુ પામીને પહેલો બંધુ વ્યંતરદેવોમાં અને બીજો બંધુ વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થયો. એકવાર કોઈ કેવળી ભગવંતનું આગમન થયું ત્યારે લોકોએ તેમને પૂછ્યું કે તે બેમાંથી કોણ કયાં ઉત્પન્ન થયો? કેવળી ભગવંતે જે બન્યું હતું તે કહ્યું. તેથી લોકોને શુદ્ધ ધર્મના મનોરથ ઉપર बमान. मा. थयो, अशुद्ध अनुष्ठान: ५२ बहुमान. मा. न. यो. (४८२) १. २. 'वणिसुया' । Page #107 -------------------------------------------------------------------------- ________________ १०० उपहेशप : भाग-२ अथ प्रकृतयोजनामाहएत्थवि मणोरहोच्चिय, अभिग्गहो सुद्धणिक्खमणगम्मि । बहुमाणओ वि अविराहणाए एत्थं फलमुदारं ॥४८३॥ 'अत्रापि' न केवलं प्राच्ये जीर्णश्रेष्ठिदृष्टान्ते मनोरथ एवाभिग्रहः शुद्धनिष्क्रमणके शुद्धायामेव प्रव्रज्यायामित्यर्थः । ततो बहुमानतोऽपि पुरस्कारपरिणामादप्यविराधनायां प्रतिपन्नस्य कस्यचिद् अभिग्रहस्याभञ्जनलक्षणायां सत्यामत्र शुद्धनिष्क्रमणबहुमाने च सति फलमुदारमविराधितदेवभवलक्षणं सम्पन्नमिति ॥४८३॥ હવે પ્રસ્તુતમાં યોજનાને કહે છે ગાથાર્થ—અહીં પણ શુદ્ધ જ દીક્ષામાં મનોરથ એ જ અભિગ્રહ હતો. બહુમાનથી પણ વિરાધના ન થતાં અહીં ઉદાર ફલ મળ્યું. ટીકાર્થ-કેવળ પૂર્વે કહેલા જીર્ણ શ્રેષ્ઠીના દૃષ્ટાંતમાં જ (મનોરથ જ અભિગ્રહ હતો એમ) નહિ, કિંતુ આ દૃષ્ટાંતમાં પણ શુદ્ધ જ દીક્ષા સંબંધી જે મનોરથ થયો તે જ અભિગ્રહ હતો. શુદ્ધ જ દીક્ષામાં બહુમાન થવાથી અને સ્વીકારેલા કોઈક અભિગ્રહનો ભંગ ન થવા રૂપ વિરાધનાના અભાવથી અવિરાધિદેવભવની પ્રાપ્તિરૂપ ઉત્તમ ફળ મળ્યું, એટલે કે દીક્ષાની વિરાધના ન કરવાથી જે દેવભવની પ્રાપ્તિ થાય તે દેવભવની પ્રાપ્તિ ३५ उत्तम. ३ मण्यु. (४८3) एवं स्थिते सति यत्कर्त्तव्यं तदुपदिशन्नाहअविराहणाए सुद्धे, धम्मट्ठाणम्मि बुहजणेण तओ ।। जत्तो खलु कायव्वो, ण अण्णहा संकिलिट्ठम्मि ॥४८४॥ 'अविराधनया' तिलतुषत्रिभागमात्रमपि भावतः प्रतिपन्नाभ्रंशरूपयोपलक्षिते 'शुद्ध' निर्मलीमसे धर्मस्थाने' चैत्यवन्दनादौ तत्तद्गुणस्थानोचिते 'बुधजनेन' मतिमता लोकेन ततः सुमनोरथस्याप्युदग्रफलत्वाद्धेतोर्यत्न आदरः, खलु शब्दः पूर्ववत्, 'कर्तव्यो' विधेयः, 'न' नैवान्यथा शुद्धमनोरथोल्लङ्घनेन ‘सङ्क्लिष्टे' क्रोधादिसङ्क्लेशबहुले धर्मानुष्ठाने ॥४८४॥ આ પ્રમાણે નિશ્ચિત થયે છતે જે કરવું જોઈએ તેનો ઉપદેશ આપતા ગ્રંથકાર કહે છે ગાથાર્થતેથી મતિમાન લોકે વિરાધના રહિત શુદ્ધ ધર્મસ્થાનમાં આદર કરવો જોઈએ, શુદ્ધ મનોરથનું ઉલ્લંઘન કરીને સંક્લિષ્ટ ધર્માનુષ્ઠાનમાં આદર ન જ કરવો જોઇએ. Page #108 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૦૧ ટીકાર્થ–તેથી સુમનોરથ પણ ઉચ્ચ ફળવાળો હોવાથી. વિરાધના રહિત શુદ્ધ ધર્મસ્થાનમાં-વિરાધના એટલે સ્વીકારેલા વ્રતાદિનો ભંગ. ભાવથી સ્વીકારેલા વ્રતાદિનો તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલો પણ ભંગ ન થાય તેવા શુદ્ધ, તે તે ગુણસ્થાનને યોગ્ય, ચૈત્યવંદન વગેરે ધર્મસ્થાનમાં આદર કરવો જોઇએ. શુદ્ધ મનોરથનું ઉલ્લંઘન કરીને જેમાં ક્રોધાદિ રૂપ સંક્લેશ ઘણો હોય તેવા ધર્માનુષ્ઠાનમાં આદર ન જ કરવો જોઇએ. (૪૮૪) ત? યત – तवसुत्तविणयपूया, ण संकिलिट्ठस्स होंति ताणंति । खमगागमि विणयरओ, कुंतलदेवी उदाहरणा ॥४८५॥ तपःसूत्रविनयपूजाः प्रतीतरूपा एव 'न' नैव सक्लिष्टस्य जन्तोर्भवन्ति त्राणं संसारगर्ते पतितस्यालम्बनम्। इति प्राग्वत्। अत्र 'क्षपको' मासोपवासादिक्षपणकारी, 'आगमी' पारगतागमसूत्रार्थोभयकुशल आचार्यः, विभक्तिलोपश्चोभयत्रापि प्राकृतत्वात्, 'विनयरत' उदायिनृपमारकः, 'कुन्तलदेवी' कुन्तलदेशाधिपनरनाथपत्नी, उदाहरणानि दृष्टान्ताः ॥४८५॥ સંક્લિષ્ટ ધર્માનુષ્ઠાનમાં આદર ન કરવો જોઈએ. કારણ કે ગાથાર્થ–સંક્લેશવાળા જીવને તપ, સૂત્ર, વિનય અને પૂજા આલંબન થતા નથી. અહીં લપક, આગમિક, વિનયરત અને કુતંલદેવી એ દૃષ્ટાંત છે. ટીકાર્ય–તપ, સૂત્ર (શ્રુતજ્ઞાન), વિનય અને પૂજા સંસારરૂપ ખાડામાં પડેલા સંક્લેશવાળા જીવને આલંબન થતા જ નથી. ક્ષપક=માસખમણ વગેરે તપશ્ચર્યા કરનાર મુનિ. આગમિક સર્વજ્ઞના આગમોમાં સૂત્ર અને અર્થ એ ઉભયથી કુશળ આચાર્ય. વિનયરત=ઉદાયી રાજાને મારનાર કુસાધુ. કુંતલદેવી-કુંતલ દેશના રાજાની રાણી. (૪૮૫) अथोदाहरणचतुष्टयमपि प्रत्येकं गाथात्रयेण भावयन् गाथाद्वादशकमाहकुसुमपुरे अग्गिसिहो, खमओ लिंगद्धओ य अरुणोत्ति । वासट्ठाणविहारे, अहरुत्तरकोट्ठगे वासो ॥४८६॥ पढमस्स संकिलेसो, पावो एसोत्ति पायसो णिच्चं । बिइयस्स उ संवेगो, साहुवरि वसामधण्णोहं ॥४८७॥ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ઉપદેશપદ : ભાગ-૨ भववुड्ढि तप्परित्तीकरणं वासंतगमणमोसण्णे । वासे णिज्जरपुच्छा, कहणं पुव्वोइयत्थस्स ॥४८८॥ आगमिय किरियणाणं, खुड्डग बहुमाण तप्पदूसणया । अणुबंध काल सप्पे, उजाणे साहुठाणम्मि ॥४८९॥ सज्झायभूमि खुडुगगमणे अणिमित्त गुरुणिवारणया । पेहण सप्पे पडिणीयणाणमोहेणमह गुरुणो ॥४९०॥ केवलिआगम पुच्छा, विसेसकहणाए साहुसंवेगो । तव्वयणओ य खामण, सरणं आराहणा चेव ॥४९१॥ विणयरओ उ उदाई, राया आणाओ चिंत सामंते ।। एगस्स कहणमहं, ण कोइ जो तं विणासेइ ॥४९२॥ उच्छिण्ण कुमारोलग्गणाए अहयं तु देहि आएसं । पडिसुणण गम अप्पवेस साहू अयं ति णिक्खमणं ॥४९३॥ किरिया विणए बारस, वरिसा वीसंभ पोसहे गुरुणा । पविसण सुत्ते कंकं, गुरुणावि हवो सुदीहोत्ति ॥४९४॥ सम्मे कुंतलदेवी, तदण्णदेवीण मच्छरसमेया । पूयं कुणइ जिणाणं, अइसयमो वच्चई कालो ॥४९५॥ गेलण्ण मरणवत्था, पडरयणावणयणं अवज्झाणं । मरणं साणुप्पत्ती, केवलि तज्जम्मपुच्छणया ॥४९६॥ कहणा देवीसंवेगवासणा नेह पूजकरणं च । सरणं बोही खामण, पसमो आराहणा चेव ॥४९७॥ હવે ત્રણ-ત્રણ ગાથાઓથી એક-એક એમ ચારેય દૃષ્ટાંતોને વિચારતા ગ્રંથકાર બાર ગાથાઓને हे छ પકનું દષ્ટાંત ગાથાર્થ-ટીકાર્થ-જેનું બીજું નામ પાટલિપુત્ર છે તે કુસુમપુર નગરમાં અગ્નિશિખ નામનો તપસ્વી હતો. તેણે છટ-અટ્ટમ વગેરે કઠોર તપ કરીને શરીરને તપાવી દીધું હતું. તે લિંગ માત્ર ઉપજીવી હતો, અર્થાત્ સાધુ વેષની વિડંબના કરનારો હતો. બીજો અરુણ નામનો સાધુ હતો. ચોમાસું આવ્યું ત્યારે વસુભૂતિ શેઠના મકાનની પાસે મળેલા નીચેના મકાનમાં તપસ્વી રહ્યો. બરોબર તેની ઉપરના મકાનમાં અરુણ મુનિ રહ્યા. (૪૮૬). Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ઉપદેશપદ : ભાગ-૨ તેમાં અગ્નિશિખ તપસ્વી તપના મદથી મત્ત હતો, અને એથી પોતાને મહાન માનતો હતો. તેને અરુણ સાધુ પ્રત્યે ક્રોધ રૂપ સંક્લેશ થયો. તે આ પ્રમાણે-અરુણ નામનો આ પાપી આ પ્રમાણે મારો પરાભવ કરીને મારી ઉપર રહ્યો છે. દુર્ગતિ ફલવાળો આ સંક્લેશ તેને પ્રાયઃ સર્વ દિવસોમાં થયો. અરુણ સાધુને તો પ્રાયઃ સર્વ દિવસોમાં પશ્ચાત્તાપ રૂપ પરિણામ થયો. તે આ પ્રમાણે- ઉજ્જવલ શીલસમૂહને ધારણ કરનાર, જગતના સર્વજીવો પ્રત્યે વાત્સલ્યવાળા, પરમ કરુણા રૂપ અમૃતના નિધિ, દર્શનમાત્રથી લોકોના નયનોને પવિત્ર કરનારા આ સાધુની ઉપર હું રહું છું, હું અધન્ય છું. એક તો હું સાધુના આચારોમાં શિથિલ છું, અને બીજું આ ઉત્તમ સાધુની ઉપર રહું છું. આથી હું અધન્ય છું. (૪૮૭). આ રીતે રહેલા તે બેમાં અગ્નિશિખના સંસારની વૃદ્ધિ થઈ. અરુણનો સંસાર પરિમિત થયો. ચોમાસાના અંતે બંનેએ વિહાર કર્યો. કોઇવાર કોઈ કેવલી ભગવંતનું સમવસરણ રચાયું. લોકોએ કેવલી ભગવંતને પૂછ્યું : હે ભગવન્! અહીં બે તપસ્વીઓ ચાતુર્માસ રહ્યા હતા. તેમાં કોને કેટલી નિર્જરા થઈ? કેવલીએ કહ્યું: અગ્નિશિખના સંસારની વૃદ્ધિ થઈ અને અરુણનો સંસાર પરિમિત થયો. (૪૮૮) ક્ષપકનું દૃષ્ટાંત પૂર્ણ થયું. આગમિકનું દષ્ટાંત હવે આગમિકના દાંતને કહે છે–કોઈક આચાર્ય સ્વાભાવિક રીતે જ બુદ્ધિ આદિ ગુણના ભાજન હતા, સુગુરુચરણની કૃપાથી સમસ્ત આગમોનો અભ્યાસ કર્યો હતો અને પોતાના ગચ્છના નાયક બન્યા હતા. પણ ઋદ્ધિગારવ-રસગારવ-સાતાગારવને આધીન બન્યા હતા. તે આચાર્યના ગચ્છમાં નાની વયના એક સાધુ હતા. તે સાધુમાં પ્રત્યુપેક્ષણા-પ્રમાર્જના વગેરે આચારો ઉત્તમ મનુષ્યોના મનને સંતોષ પમાડનારા હતા. તે સાધુનો વ્યાકરણ, તર્કશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, સ્વદર્શનશાસ્ત્ર અને પરદર્શનશાસ્ત્રનો બોધ તે કાળે વિદ્યમાન વિદ્વાન લોકના શિરોમણિ ભાવને સૂચવતો હતો. તેવા પ્રકારની કર્મલઘુતાથી તેનામાં જ્ઞાન અને ક્રિયા એ બંને સાથે જ વૃદ્ધિ પામ્યા હતા. એથી તેના અસાધારણ ગુણથી આકર્ષાયેલો લોક ગુરુપૂજાની ઉપેક્ષા કરીને વંદન-પૂજન-ગુણપ્રશંસા-વસ્ત્રપાત્રદાન આદિ કરવા દ્વારા તેના ઉપર બહુમાનવાળો થયો. આ વિષે કહેવાય છે કે-“નાના હોય તો પણ શુદ્ધ જીવો પ્રસિદ્ધિને પામે છે, અશુદ્ધ જીવો પ્રસિદ્ધિને પામતા નથી. ૧. પાપી એટલે દુષ્ટ આચારવાળો. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઉપદેશપદ : ભાગ-૨ અંધકારમાં હાથીના દાંત દેખાય છે, હાથી દેખાતો નથી.” આવી સ્થિતિમાં શિષ્ય પ્રત્યે અતિશય મત્સરરૂપ ક્ષારથી લેપાયેલા ગુરુને (=આચાર્યને) શિષ્ય પ્રત્યે ઘણો કલુષિત ભાવ થયો. શિષ્ય પ્રત્યે દ્વેષનો અનુબંધ થયો. મરીને જેમાં સાધુ રહેલા છે તે જ ઉદ્યાનમાં અંજનસમૂહ જેવી કાળી કાયાવાળો સર્પ થયો. તેના કોપનો વેગ જણાતો ન હતો, અર્થાત્ બહારથી તેનો ગુસ્સો જણાતો જ ન હતો. (૪૮૯). કોઇવાર વાચના-પૃચ્છના આદિ કૃતધર્મને યોગ્ય એવી સ્વાધ્યાય ભૂમિમાં ક્ષુલ્લક મુનિ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત્ જ અપશકુન થયા. તેથી વિદ્યાગુરુ એવા નૂતન આચાર્ય ક્ષુલ્લક મુનિને ત્યાં જવાનો નિષેધ કર્યો, અને કહ્યું કે કૃત્રિમ નિમિત્તમાં (અકસ્માત્ થયેલા અપશુકનમાં) કંઈક કારણ છે. તે સર્પ શુલ્લક તરફ વેગથી જતો જોવામાં આવ્યો. સર્પ જોયા પછી નૂતન આચાર્યે આ કોઈ તેનો શત્રુ હોવો જોઈએ એમ સામાન્યથી જાણું, પણ આ કોણ છે એમ વિશેષથી જાણ્યું નહિ. (૪૯૦) અવસરે કેવલી ભગવંતનું આગમન થતાં સાધુઓએ પૂછ્યું: હે ભગવન્! ઉદ્યાનમાં રહેલો સર્પ કોણ છે? કેવળી ભગવંતે વિશેષથી કહ્યુંઃ આ સર્પ જ તમારો પૂર્વનો આચાર્ય છે. આ જ ક્ષુલ્લક પ્રત્યે તેનો ગુસ્સો વધી ગયો. આવી સ્થિતિમાં મરીને તે સર્પરૂપે ઉત્પન્ન થયો છે. કેવળી ભગવંતે આ રીતે વિશેષથી કહ્યું એટલે સાધુઓને સંવેગ થયો. તે આ પ્રમાણે-અહો! કષાયો કેવા દુરન્ત (=અશુભ પરિણામવાળા) છે કે જેથી સર્વ વિદ્વાન સમૂહના ચિત્તને આશ્ચર્ય કરે તેવી અને વર્તમાન યુગમાં અદ્વિતીય એવી આગમ સંબંધી કુશળતાને પામીને અમારા આ ગુરુ ધાર્મિક લોકને ઉગ પમાડનાર સર્પ ભવને પામ્યા. કેવળીના વચનથી બધાય સાધુઓએ સાથે જ અંજલિ જોડીને અમારા અપરાધની ક્ષમા આપો એ પ્રમાણે તેની પાસે ક્ષમાપના કરી. તેથી સર્પને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી તેણે અનશન કર્યું. અંત સમયે પંડિત મરણ થાય તેવી આરાધના કરી. મૃત્યુ થતાં દેવલોકની પ્રાપ્તિ થઈ. (૪૯૧) આગમિકનું દષ્ટાંત પૂર્ણ થયું. વિનયરતનું દૃષ્ટાંત વિનયરત જે પ્રમાણે ઉદાહરણ રૂપ થયો તે પ્રમાણે કહેવાય છે– અહીં પાટલિપુત્રમાં ઉદાયી નામનો રાજા હતો. તેનો વૃત્તાંત પૂર્વે જ કલ્પકમંત્રીના દૃષ્ટાંતમાં કહ્યો છે. તે તે નિમિત્તોમાં સદાય સામંતોને આજ્ઞા કરતા તેણે ઘણો કાળ પસાર કર્યો. એકવાર તેની આજ્ઞાથી એક સામંતને ચિંતા થઈ કે અંકુશથી હાથીની જેમ મસ્તકથી કયારેક નહિ ઉતરેલી આ આજ્ઞાથી અમે કષ્ટથી કેમ જીવીએ છીએ! અર્થાત્ Page #112 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૦૫ અમારે શા માટે એના બંધનમાં રહેવું જોઇએ? તેણે પોતાની પરિમિત રાજસભામાં પોતાનો અભિપ્રાય પ્રગટ કર્યો. તે આ પ્રમાણે–આપણી પાસે એવો કોઈ જીવ નથી કે જે ઉગ્રશાસનવાળા ઉદાયી રાજાને મારી નાખે. (૪૯૨) પૂર્વે ઉદાયી રાજાએ કોઈક અપરાધથી એક રાજાનું રાજ્ય ઝુંટવી લીધું હતું. તે રાજાનો કુમાર આ રાજાની સેવામાં રહ્યો હતો. તે કુમારે કહ્યું: હું જ તેનો વિનાશ કરું. મને આદેશ આપો. રાજાએ તેની વાતનો સ્વીકાર કર્યો. પછી તે પાટલીપુત્ર નગરમાં ગયો. ઘણા ઉપાયો કરવા છતાં તેનો રાજકુળમાં પ્રવેશ થતો નથી. તેણે સાધુઓને કોઈ જાતના પ્રતિબંધ વિના રાજકુળમાં પ્રવેશ કરતા જોયા. તેથી તેણે વિચાર્યું કે રાજકુળમાં પ્રવેશ કરવાનો આ જ ઉપાય છે. આથી તેણે દીક્ષા લીધી. (૪૯૩) ચક્રવાલ સામાચારીનું પાલન કરવા લાગ્યો. સર્વ સાધુઓનો વિનય કરવામાં તે ઘણો પ્રયત્ન કરતો હતો. આથી સર્વ સાધુઓએ તેનું વિનયરત (કવિનયમાં તત્પર તે વિનયરત) એવું નામ પાડ્યું. આ રીતે તેના બાર વર્ષો પસાર થયા. ગુરુ તેના ઉપર વિશ્વાસવાળા થયા. એકવાર આઠમ-ચૌદશ એ બે પર્વ દિવસોમાંથી કોઈ એક પર્વ દિવસે રાજાએ પૌષધ લીધો. આથી ગુરુની સાથે વિનયરતનો રાજકુલમાં પ્રવેશ થયો. પછી રાતે ઉદાયી રાજા અને આચાર્ય એ બંને સૂઈ ગયા ત્યારે રાજાનું ગળું કાપવા માટે વિનયરતે રાજાના ગળામાં કંકલોહ છરી ( નાની છરી) ફેરવી દીધી. પછી તે ત્યાંથી નીકળી ગયો. (રાજાના ગળામાંથી વહેતું લોહી આચાર્યના સંથારા પાસે આવ્યું. આથી આચાર્ય જાગી ગયા. આચાર્ય તુરત સમજી ગયા કે આ કાર્ય વિનયરતનું છે.) આચાર્ય ભગવંતે પણ આ વૃત્તાન્ત જાણીને વિચાર્યું કે જૈનશાસનની અપભ્રાજનાથી ચોક્કસ મારો સંસાર ઘણો દીર્ઘ થશે. આમ વિચારીને તે કાળે ઉચિત (ચાર શરણ સ્વીકાર વગેરે) કર્તવ્યો કરીને તે જ કંકલહ છરી પોતાના ગળામાં ફેરવી દીધી. બંનેય દેવલોકને પામ્યા. જેણે બાર વર્ષ સુધી વ્રત પાળ્યું છે તે વિનયરત અતિશય સંક્લેશના કારણે અનંતભવોને પામ્યો. (૪૯૪) | વિનયરતનું દૃષ્ટાંત પૂર્ણ થયું. હવે કુંતલદેવીનું ઉદાહરણ કહેવામાં આવે છે– કુંતલરાણીનું દૃષ્ટાંત સમ્યગ્દર્શનના આચારમાં જિનભવન, જિનબિંબ, જિનયાત્રા વગેરે કર્તવ્યોનો પ્રારંભ થયો ત્યારે કુંતલ રાણીએ વિચાર્યું. બધી રાણીઓનો રાજા એક જ પતિ છે, છતાં રાજા બીજી રાણીઓને વધારે ધન આપે છે, હું પટ્ટરાણી હોવા છતાં મને ઓછું ધન આપે Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ઉપદેશપદ : ભાગ-૨ છે. બીજી રાણીઓથી વધારે ધન મેળવવાની ઇચ્છામાંથી કુંતલ રાણીને બીજી રાણીઓ પ્રત્યે ઈર્ષા થઈ. ઈર્ષ્યા દોષરૂપ વિષના વિકારવાળી કુંતલ રાણી દરરોજ પુષ્પ-ધૂપ આદિથી જિનપૂજા બીજી રાણીઓથી કરાતી જિનપૂજાથી વિશેષ કરે છે. આ પ્રમાણે તેનો કાળ પસાર થઈ રહ્યો છે. (૪૯૫) એકવાર તે તેવા પ્રકારના રોગના કારણે બિમાર પડી. મરણાવસ્થા થઈ. પૂર્વે કુંતલ રાણી કંબલરત્ન વગેરે ઉત્તમ વસ્ત્રોનો ઉપયોગ કરતી હતી. તેવા પ્રકારના કોઈ કારણથી રાજાએ અત્યારે તેની પાસેથી તે ઉત્તમવસ્ત્રોને લઈ લીધા. આથી તેને આર્તધ્યાન થયું. ત્યાર પછી તે મૃત્યુ પામીને કૂતરી તરીકે ઉત્પન્ન થઈ. સમય જતાં કોઈ કેવળી ભગવંત ત્યાં પધાર્યા. લોકોએ તેમને કુતરાણી ક્યાં જન્મી છે? એમ પૂછ્યું. (૪૯૬). કેવળી ભગવંતે કહ્યું. તે કૂતરી થઈ છે. આ સાંભળીને બીજી રાણીઓના અંતરમાં સંવેગ પ્રગટ્યો. તે આ પ્રમાણે–અહો! ઈર્ષ્યા દુરંત(=પરિણામે અશુભ ફળવાળી) છે. જેથી આવા પ્રકારના ધર્મ કાર્યો કરવામાં તત્પર પણ કુંતલરાણી કૂતરી તરીકે ઉત્પન્ન થઈ. પછી બીજી રાણીઓએ ધૂપ-પુષ્પ આદિથી તેની પૂજા કરી. કૂતરીને (આ જોઇને) જાતિસ્મરણ જ્ઞાન થયું, અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. બીજી રાણીઓએ તેની પાસે ક્ષમાપના કરી. કૂતરીના અંતરમાં પ્રશમભાવ પ્રગટ્યો. તેણે આરાધના કરી. (૪૯૭) કુંતલરાણીનું દૃષ્ટાંત પૂર્ણ થયું. (અહીં આ દાંત બહુ જ સંક્ષિપ્ત છે. આથી વિશેષ સ્પષ્ટતા થાય એ માટે શ્રાદ્ધવિધિ ગ્રંથના ગુજરાતી ભાષાંતરમાંથી તે દૃષ્ટાંત અક્ષરશઃ અહીં આપવામાં આવે છે– અવનિપુરમાં જિતશત્રુ રાજાને ઘણી ધર્મનિષ્ઠ એવી કુંતલા નામે પટરાણી હતી. તે બીજાને ધર્મને વિષે પ્રવર્તાવનારી હતી, માટે તેના વચનથી તેની સર્વ શોક્યો ધર્મનિષ્ઠ થઈ, અને કુંતલા રાણીને ઘણું માનવા લાગી. એક વખત સર્વ રાણીઓએ નવાં જિનમંદિર તૈયાર કરાવ્યાં. આથી કુંતલારાણીના મનમાં ઘણી અદેખાઈ આવી. તે પોતાના મંદિરમાં જ સારી પૂજા, ગીત, નાટક વગેરે કરાવે અને બીજી રાણીઓની પૂજા આદિનો દ્વેષ કરવા લાગી. ખરેખર ખેદની વાત એ છે કે, મત્સર કેવો દુસ્તર છે! કહ્યું છે કે—મત્સર રૂપ સાગરમાં સમજુ પુરુષ રૂપ વહાણ પણ ડૂબી જાય છે. તો પછી પત્થર સરખા બીજા જીવ ડૂબી જાય એમાં શી નવાઈ? વિદ્યા, વ્યાપાર, કળાકૌશલ્ય, વૃદ્ધિ, ઋદ્ધિ, ગુણ, જાતિ, ખ્યાતિ, ઉન્નતિ વગેરેમાં માણસ અદેખાઈ કરે તે વાત જુદી, પણ ધર્મમાં એ મત્સર કરે છે! તેઓને ધિક્કાર થાઓ! ધિક્કાર થાઓ!' શોકયો સરળ સ્વભાવની હોવાથી તેઓ હંમેશાં કુંતલારાણીના પૂજા આદિ શુભકૃત્યને અનુમોદન આપતી હતી. અદેખાઇથી ભરેલી કુંતલારાણી Page #114 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૦૭ એકદા દુર્દેવથી અસાધ્ય રોગે પીડાણી. રાજાએ આભરણ આદિ કિંમતી વસ્તુઓ તેની પાસે જે હતી તે સર્વ લઈ લીધી. પછી તે કુંતલા ઘણી અશાતા વેદનાથી મરણ પામી શોક્યની પૂજાનો દ્વેષ કરવાથી મરીને કૂતરી થઈ. તે પૂર્વભવના અભ્યાસથી પોતાના ચૈત્યના બારણામાં બેસતી હતી. એક વખત ત્યાં કેવળી ભગવંત સમવસર્યા. રાણીઓએ કેવળીને પૂછ્યું કે, કુંતલારાણી મરણ પામીને કઈ ગતિએ ગઈ? કેવળીએ યથાર્થ વાત હતી તે સર્વ કહી. તેથી રાણીઓના મનમાં ઘણો વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેઓ હંમેશા તે કૂતરીને ખાવા પીવા આપતી, અને સ્નેહથી કહેતી કે “હા! હા! ધર્મિષ્ઠા એવી તે કેમ ફોગટ આવો દ્વેષ કર્યો કે, જેથી તારી આવી અવસ્થા થઈ? આ વચન સાંભળી તથા પોતાનું ચૈત્ય વગેરે જોઈ તેને (કૂતરીને) જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી સંવેગ પામી તેણે સિદ્ધાદિકની સાક્ષીએ પોતે કરેલા ઠેષ વગેરે અશુભ કર્મ આલોચ્યાં, અને અનશન કરી મરણ પામી વૈમાનિક દેવતા થઈ. દ્વેષ-અદેખાઈનાં આવા કડવાં ફળ છે માટે વૈષ કરવો જોઇએ નહી.”) अथोपसंहरन्नाहएयमिह दुक्खरूवो, दुक्खफलो चेव संकिलेसो त्ति । आणासम्मपओगेण वज्जियव्वो सयावेस ॥४९८॥ "एवं' क्षपकाद्युदाहरणानुसारेणेह प्राणिवर्गे दुःखरूपोऽमर्षस्वभावो 'दुःखफलश्चैव' शारीरमानसादिव्यसनपरम्परारूपोत्तरोत्तरकार्यः 'सङ्क्लेशः' कषायकालुष्यलक्षणः इत्यस्मात् कारणादाज्ञासम्यक्प्रयोगेणावितथजिनादेशव्यापारणेन वर्जयितव्यः सदाप्येष સર્વજોશ રૂતિ ૪૨૮ હવે ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ-આ પ્રમાણે સંક્લેશ અહીં દુઃખરૂપ અને દુઃખફલક છે. આથી આજ્ઞાના સમ્યક્ પ્રયોગથી સંક્લેશનો સદાય ત્યાગ કરવો જોઇએ. ટીકાર્ય–આ પ્રમાણે=ક્ષપક આદિના દૃષ્ટાંતો પ્રમાણે, અહીં=જીવોમાં, અર્થાત્ જીવોને આશ્રયીને. (સંક્લેશનું ફળ જીવોને મળે છે એથી જીવોમાં એમ જણાવ્યું છે.) દુઃખરૂપ ક્રોધ સ્વરૂપ, સંક્લેશ થાય એટલે ક્રોધ થાય. ક્રોધ દુઃખરૂપ છે. આનો અર્થ એ થયો કે સંક્લેશથી ક્રોધ રૂપ દુઃખ થાય છે. દુઃખફલક શારીરિક-માનસિક દુઃખોની પરંપરા રૂપ જે ઉત્તરોત્તર કાર્ય તે કાર્યસ્વરૂપ છે. દુઃખરૂપ અને દુઃખફલક એ બેનો તાત્પર્ય એ છે કે–સંક્લેશ જ્યારે થાય ત્યારે ક્રોધરૂપ દુઃખ થાય છે અને પછી શારીરિક-માનસિક દુઃખોની પરંપરા ચાલે છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ઉપદેશપદ : ભાગ- આજ્ઞાના સમ્યક પ્રયોગથી=જિનાજ્ઞા જે પ્રમાણે હોય તે પ્રમાણે જિનાજ્ઞાનું પાલન કરવાથી. સંક્લેશ-=કષાયની મલિનતા. (૪૯૮) येषु जीवेष्वेष उपदेशो दीयमानः सफलः स्यात्, तान् सप्रतिपक्षान् आहसफलो एसुवएसो, गुणठाणारंभगाण भव्वाणं । परिवडमाणाण तहा, पायं न उ तट्ठियाणंपि ॥४९९॥ 'सफलः' सप्रयोजन 'एष' संक्लेशपरिहाररूप उपदेशो गुणस्थानारम्भकाणां सम्यग्दृष्ट्यादिगुणस्थानकस्यात्मनि प्रवर्तकानां भव्यानां, विवक्षितगुणस्थानकं प्रति सम्पन्नाविकलयोग्यभावानां परिपततां जीवानां तथाविधक्लिष्टकर्मोदयाद् विवक्षितगुणस्थानकसौधशिखरादधःप्रारब्धपातानां, तथेति समुच्चये, 'प्रायो' बाहुल्येन। एवमुक्तं भवति ये निकाचितकर्मोदयात् प्रारब्धपातास्तेषामफल एव, ये तु सोपक्रमकर्माणस्तेषु स्यादेव फलवानुपदेश इति । व्यवच्छेद्यमाह-'न तु' न पुनस्तत्स्थितानामपि सर्वात्मना समधिष्ठितगुणस्थानकानामपीति ॥४९९॥ જે જીવોમાં અપાતો આ ઉપદેશ સફલ થાય તે જીવોને અને તેનાથી વિરુદ્ધ જીવોને કહે છે ગાથાર્થ–આ ઉપદેશ ગુણસ્થાનનો આરંભ કરનારા અને પતન પામી રહ્યા હોય તે ભવ્યજીવોને પ્રાયઃ સફલ છે, પણ ગુણસ્થાનમાં રહેલાઓને સફળ નથી. ટીકાર્ય–સંક્લેશનો ત્યાગ કરવા રૂપ આ ઉપદેશ બે પ્રકારના ભવ્યજીવોને સફળ છે. તે આ પ્રમાણે-(૧) જે જીવો વિવક્ષિત (ચોથું વગેરે) ગુણસ્થાનને પામવાની પૂર્ણ લાયકાતથી યુક્ત હોય તેવા જીવોને એ ગુણસ્થાનને પામવા માટે આ ઉપદેશ સફળ બને છે. (૨) જે જીવો તેવા પ્રકારના ક્લિષ્ટ કર્મોદયથી વિવક્ષિત(–ચોથું વગેરે) ગુણસ્થાન રૂપ મહેલના શિખર ઉપરથી પડવાની તૈયારીવાળા હોય તેવા જીવોને પતનથી બચવા માટે આ ઉપદેશ પ્રાયઃ સફલ છે. પ્રશ્ન-પતનથી બચવા માટે આ ઉપદેશ પ્રાયઃ સફલ છે એમ પ્રાયઃ કેમ કહ્યું? ઉત્તર–પતનનું કારણ જે ક્લિષ્ટ કર્મોદય તે નિકાચિત અને અનિકાચિત એમ બે પ્રકારે છે. તેમાં જે જીવો નિકાચિત ક્લિષ્ટ કર્મોદયથી પડી રહ્યા હોય તેમને આ ઉપદેશ સફળ ન બને=પતનથી બચાવી ન શકે. જે જીવો અનિકાચિત ક્લિષ્ટ કર્મોદયથી એટલે કે સોપક્રમ કર્મના ઉદયથી પતન પામવાની તૈયારીવાળા હોય તેમને આ ઉપદેશ સફળ બને=પતનથી બચાવી શકે, માટે અહીં “પ્રાયઃ' એમ કહ્યું છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૦૯ જે જીવો સંપૂર્ણપણે વિવક્ષિત ગુણસ્થાનમાં સ્થિર હોય તેમને આ ઉપદેશ સફળ ન બને. (૪૯૯) अमुमेवोपदेशमाश्रित्याहसहकारिकारणं खलु, एसो दंडोव्व चक्कभमणस्स । तम्मि तह संपयट्टे, निरत्थगो सो जह तहेसो ॥५००॥ सहकारिकारणं, खलुरेवकारार्थः, 'एष' उपदेशः स्वयोग्यतयैव गुणस्थानकारम्भकाणां प्रतिपाते च स्थैर्ययोग्यानां जीवानाम् । दृष्टान्तमाह-दण्डवत् कुलालदण्ड इव चक्रभ्रमणस्य । तथा हि-अनारब्धभ्रमणं चक्रं दण्डेन भ्राम्यते, प्रारब्धभ्रमणमपि मन्दीभूते तत्र पुनस्तेन भ्रमणतीव्रतां नीयते, एवमत्रापि भावना कार्या । तस्मिन् भ्रमणे तथा सर्वभावमन्दतापरिहारवता प्रकारेण सम्प्रवृत्ते 'निरर्थको' भ्रमणकार्यविकलः स दण्डो यथा, तथैष उपदेशः प्रारब्धस्वगुणस्थानसमुचितक्रियाणामिति ॥५००॥ આ જ ઉપદેશને આશ્રયીને કહે છે ગાથાર્થ–ચક્રભ્રમણમાં દંડની જેમ ઉપદેશ સહકારી કારણ છે. ચક્રભ્રમણ ચાલુ હોય તો દંડ જેમ નિરર્થક છે, તેમ ઉપદેશ અંગે પણ સમજવું. ટીકાર્થઘટની ઉત્પત્તિમાં દંડ બે રીતે ઉપયોગી બને છે. (૧) ચક્ર જ્યારે સ્થિર હોય ત્યારે સર્વપ્રથમ તીવ્ર ભ્રમણ ક્રિયા ઉત્પન્ન કરવા માટે. (૨) ચક્રમાં ભ્રમણ મંદ થઈ ગયું હોય ત્યારે પુનઃ તીવ્ર બનાવવા માટે. જ્યારે ચક્ર સ્વયં વેગથી ભ્રમી રહ્યું હોય ત્યારે દંડની કોઈ જરૂર નથી. આ જ વિગત ઉપદેશમાં પણ ઘટે છે. (૧) કોઈ જીવો જ્યારે સ્વયોગ્યતાથી જ વિવક્ષિત ગુણસ્થાનનો આરંભ કરી રહ્યા હોય, એટલે કે ગુણસ્થાને ચઢવાની તૈયારી કરી રહ્યા હોય, ત્યારે ગુણસ્થાને ચઢવા માટે ઉપદેશ સહાયક બને છે. (૨) કોઈ જીવો જ્યારે પડવાની તૈયારીવાળા હોય, પણ સ્થિર કરવાને માટે યોગ્ય હોય, તે જીવોને સ્થિર કરીને પડતા બચાવવા માટે ઉપદેશ સહાયક બને છે. જે જીવોએ સ્વયમેવ સ્વગુણસ્થાનને યોગ્ય ક્રિયાઓનો પ્રારંભ કરી દીધો હોય, એટલે કે સ્વગુણસ્થાનમાં અત્યંત સ્થિર છે, તે જીવોને ઉપદેશના સહાયની જરૂર નથી. (૫૦૦) अथात्रैव परमतमाशङ्क्य परिहरन्नाहजइ एवं किं भणिया, निच्चं सुत्तत्थपोरिसीए उ । तट्ठाणंतरविसया, तत्तोति न तेण दोसोऽयं ॥ ५०१॥ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ઉપદેશપદ : ભાગ-૨ यदि चेदेवमेतत् 'सफलो एसुवएसो' इत्यादि प्रागुक्तं वर्त्तते, ततः किं कस्माद् गदिते निरूपिते 'नित्यं' प्रतिदिवसं सूत्रार्थपौरुष्यौ? तुः पादपूरणार्थः । इह द्विविधाः श्रुतग्राहिणः कठोरप्रज्ञास्तदितरे च । तत्र ये कठोरप्रज्ञास्ते प्रथमपौरुष्यां यत् सूत्रमधीयते, द्वितीयायां 'सुत्तत्थो खलु पढमो' इत्यादिनानुयोगक्रमेण तस्यार्थमाकर्णयन्ति। ये तु न तथारूपास्ते पौरुषीद्वयेऽपि सूत्रमेव पठन्ति, पश्चात् कालान्तरेण सम्पन्नप्रज्ञाप्रकर्षाः पौरुषीद्वयेऽप्यधीतसूत्रार्थग्रहणाय यत्नमाद्रियन्त इति । अत्र समाधिः-तयोः सूत्रार्थयोः स्थानान्तरमपूर्वापूर्वरूप उत्तरोत्तरविशेषः स विषयो ययोस्ते तथारूपे सूत्रार्थपौरुष्यौ, રૂતિ “ર' નૈવ તેન' રોન ‘તોપ'મલ્થ સૂત્રાર્થવરુષ્ણુશર્રાક્ષ: ૧૦૨ અહીં જ પરમતની આશંકા કરીને તેનો પરિહાર કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ-જો ઉપદેશ નિષ્ફળ હોય તો શા માટે સૂત્રાર્થ પોરિસી નિત્ય કરવાનું કહ્યું? અપૂર્વ અપૂર્વરૂપ જે ઉત્તરોત્તર વિશેષ તે ઉત્તરોત્તર વિશેષ (ગુણ)ની પ્રાપ્તિ માટે કહ્યું હોવાથી કોઈ દોષ નથી. ટીકાર્થ–પૂર્વે સસ્તો સુવાસો ઇત્યાદિ કહ્યું છે. તેમાં જે જીવો અવસ્થિત પરિણામવાળા છે, અને એથી તે તે ગુણસ્થાનમાં સ્થિર થઈ ગયા છે તેમના માટે આ ઉપદેશ નિરર્થક છે એમ કહ્યું છે, તો પછી શા માટે દરરોજ સૂત્રાર્થ પોરિસી કરવાનું કહ્યું? શ્રુતને ભણનારા સાધુઓ તીવ્રબુદ્ધિવાળા અને મંદબુદ્ધિવાળા એમ બે પ્રકારના હોય છે. તેમાં તીવ્ર બુદ્ધિવાળા સાધુઓ પહેલી પોરિસીમાં સૂત્ર ભણે, અને બીજી પોરિસીમાં વ્યાખ્યાના ક્રમથી સૂત્રના અર્થને સાંભળે. વ્યાખ્યા કરવાનો ક્રમ આ પ્રમાણે છે- (૧) “પહેલીવાર સામાન્ય સૂત્રાર્થ કહે, (૨) બીજીવાર નિર્યુક્તિના અર્થથી ગર્ભિત સૂત્રાર્થ કહે, (૩) ત્રીજીવાર ઉક્ત-અનુક્ત સર્વ સૂત્રાર્થ કહે.” (આવ. નિ. ગા. ૨૪) મંદબુદ્ધિવાળા સાધુઓ બંને પરિસીમાં સૂત્ર જ ભણે. પછી કાલાંતરે બુદ્ધિના વિકાસને પામેલા તે સાધુઓ બંને પોરિટીમાં ભણેલા સૂત્રોના અર્થોને ગ્રહણ કરવા પ્રયત્ન શરૂ કરે. અહીં સમાધાન આ પ્રમાણે છે–તે સૂત્ર-અર્થનું જે અન્ય સ્થાન તે અન્ય સ્થાનની પ્રાપ્તિ માટે સૂત્ર પોરિસી-અર્થ પોરિસી છે. માટે આમાં કોઈ દોષ નથી. પ્રશ્ન-અન્ય સ્થાન શું છે? ઉત્તર-અપૂર્વ અપૂર્વરૂપ જે ઉત્તરોત્તર વિશેષ તે અવસ્થાન છે. (અહીં વિશેષ એટલે ૨. . .–“નક્ષ: ક્ષ:' ૨. પરિહાર એટલે નિરાકરણ, અર્થાત્ દોષને દૂર કરવો. Page #118 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૧૧ ગુણ. આનો અર્થ એ થયો કે ગુણસ્થાનમાં સ્થિર રહેલા જીવોને ઉત્તરોત્તર ગુણની પ્રાપ્તિ થાય એ માટે સૂત્રાર્થ પોરિસીનું વિધાન છે.) (૫૦૧) एतदेव भावयति अप्पुव्वणाणगहणे, निच्चब्भासेण केवलुप्पत्ती । भणिया सुम्मि तम्हा, एवं चिय एयमवसेयं ॥ ५०२ ॥ 'अपूर्वज्ञानग्रहणे 'ऽपूर्वस्य ज्ञानस्य श्रुतरूपस्य सूत्रार्थभेदभिन्नस्य 'ग्रहणे' क्रियमाणे, कथमित्याह-'नित्याभ्यासेन' प्रतिदिवसमभ्यसनेन, 'केवलोत्पत्तिः '- निखिलज्ञेयावलोकनकुशलज्ञानलाभरूपा भणिता श्रुते 'अप्पुव्वनाणगहणे' इत्यादिलक्षणे । तस्मादेवमेवैतत् सूत्रार्थपौरुष्युपदेशनमवसेयम् । अयमभिप्रायः - नैतद् गुणस्थानारम्भिणां, नापि ततः परिच्यवमानानां, किन्तु प्रारब्धस्वगुणस्थानकोचितकृत्यानां केवलज्ञानलाभावन्ध्यबीजयोः 'सूत्रार्थमेव तत्पौरुष्युपदेशः कृतः ॥५०२॥ આ જ વિષયને વિચારે છે– ગાથાર્થ-શાસ્ત્રમાં પ્રતિદિન અભ્યાસથી અપૂર્વજ્ઞાનને ગ્રહણ કરવામાં કેવલજ્ઞાનની ઉત્પત્તિ કહી છે. માટે સૂત્રાર્થ પોરિસીનો ઉપદેશ જાણવો. ટીકાર્થ–દ૨૨ોજ (સૂત્રાર્થનો) અભ્યાસ કરવા દ્વારા સૂત્ર અને અર્થ એમ બે પ્રકારનું શ્રુતજ્ઞાન નવું નવું ગ્રહણ કરવાથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય એમ અષુબ્ધનાળાહો (આવ.નિ.ગા.૧૮૧) ઇત્યાદિ શાસ્ત્રમાં કહ્યું છે. માટે દ૨૨ોજ સૂત્રાર્થ પોરિસીનો ઉપદેશ આપ્યો છે એમ જાણવું. અહીં અભિપ્રાય આ છે-જે જીવો ગુણસ્થાનનો આરંભ કરી રહ્યા હોય તેમના માટે આ સૂત્રાર્થ પોરિસીનો ઉપદેશ નથી, જે જીવો ગુણસ્થાનથી પડી રહ્યા હોય તેમના માટે પણ આ સૂત્રાર્થ પોરિસીનો ઉપદેશ નથી, કિંતુ જે જીવોએ સ્વગુણસ્થાનને યોગ્ય ક્રિયાઓનો પ્રારંભ કરી દીધો છે, એટલે કે સ્વગુણસ્થાનમાં અત્યંત સ્થિર છે તેમના માટે સૂત્રાર્થ પોરિસી કેવલજ્ઞાનની પ્રાપ્તિનું અવંધ્ય બીજ છે. માટે તે જીવો માટે સૂત્રાર્થ પોરિસીનો શાસ્ત્રમાં ઉપદેશ કર્યો છે. (૫૦૨) વિશ્વ गुणठाणगपरिणामे, संते उवएस मंतरेणावि । नो तव्वाघायपरो, नियमेणं होति जीवोत्ति ॥ ५०३ ॥ ૧. અહીં વળજ્ઞાનતામાનન્ધ્યવીનસૂત્રાર્થમેવ એમ હોવું જોઈએ, અર્થાત્ યોઃ એ વધારે જણાય છે. અથવા અહીં વિન્તુ પદથી આરંભી સંપૂર્ણ પાઠ આ પ્રમાણે હોવો જોઈએ- જિન્તુ સૂત્રાર્થયો: પ્રારબ્ધस्वगुणस्थानकोचितकृत्यानां केवलज्ञानलाभावन्ध्यबीजत्वादेव तत्पौरुष्युपदेशः कृतः । Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ઉપદેશપદ : ભાગ-૨ ___'गुणस्थानकपरिणामे' सम्यग्दर्शनादिगुणविशेषपरिणतिलक्षणे सति, उपदेशं तीर्थकरगणधरादिप्रज्ञापनारूपमन्तरेणापि 'नो' नैव 'तद्व्याघातपरः' स्वयमेव स्वगतगुणस्थानकपरिणतिव्याहतिप्रधानो नियमेन भवति जीव इति, प्रस्तुतगुणस्थानकात्यन्ताराधनावशेन तद्बाधकसङ्क्लेशानां हानिभावादिति ॥५०३॥ વળી ગાથાર્થ–ગુણસ્થાનકનો પરિણામ વિદ્યમાન હોય ત્યારે જીવ ઉપદેશ વિના પણ નિયમા પોતાનામાં રહેલ ગુણસ્થાનક પરિણામનો નાશ કરવામાં તત્પર બનતો નથી. ટીકાર્ચ–ગુણસ્થાનકનો પરિણામ= સમ્યગ્દર્શનાદિગુણ વિશેષનો પરિણામ. ઉપદેશ=તીર્થકર અને ગણધર આદિની પ્રરૂપણા. ગુણસ્થાનકનો પરિણામ વિદ્યમાન હોય ત્યારે જીવ ઉપદેશ વિના પણ નિયમો પોતાનામાં રહેલ ગુણસ્થાન પરિણામનો જાતે જ નાશ કરવામાં તત્પર બનતો નથી. કારણ કે પ્રસ્તુત ગુણસ્થાનકની અતિશય આરાધનાના કારણે ગુણસ્થાનકના બાધક સંક્લેશોની હાનિ થઈ જાય છે. (૫૦૩) एत्थवि आहरणाई, णेयाइंऽणुव्वएवि अहिगिच्च । इठ्ठत्थसाहगाई, इमाइं समयम्मि सिद्धाइं ॥५०४॥ મન્નર'પૂર્વાર્થ માદરનિ દષ્ટાન્નક્ષપનિ વિદ્યાનિ' વોનિ, “સव्रतानि' स्थूलप्राणातिपातविरमणादीनि रात्रिभोजनविरतिं च, न केवलं प्रागुक्तेष्वथेष्वित्यपिशब्दार्थः, अधिकृत्याश्रित्य । कीदृशानीत्याह-'इष्टार्थसाधकानि' वक्तुमिष्टार्थसंसिद्धिकारणानि । 'इमानि' वक्ष्यमाणानि 'समये' जिनप्रवचने 'सिद्धानि' प्रतिष्ठितानि ॥५०४॥ ગાથાર્થ—અહીં અણુવ્રતોને આશ્રયીને પણ શાસ્ત્રમાં રહેલાં ઇષ્ટાર્થસાધક આ દૃષ્ટાંતો જાણવાં. ટીકાર્ય–અહીં=પૂર્વે જે અર્થ કહ્યો છે તે અર્થમાં (ગુણસ્થાનકનો પરિણામ હોય ત્યારે જીવ પોતાનામાં રહેલા ગુણસ્થાનક પરિણામનો નાશ કરવામાં તત્પર બનતો નથી એ અર્થમાં). અણુવ્રતો-સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વગેરે પાંચ અને છઠું રાત્રિ ભોજન વિરમણ વ્રત. “અણુવ્રતોને આશ્રયીને પણ” એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે-કેવળ પૂર્વોક્ત અર્થોમાં જ દૃષ્ટાંતો જાણવા એમ નહિ, કિંતુ અણુવ્રતોને આશ્રયીને પણ દષ્ટાંતો જાણવાં. ઈષ્ટાર્થસાધક કહેવાને માટે ઇચ્છેલા અર્થની સિદ્ધિ કરનારાં. આ=હવે પછીની ગાથાઓમાં કહેવાશે તે. (૫૦૪) Page #120 -------------------------------------------------------------------------- ________________ Gपहेशप : भाग-२ ૧૧૩ तान्येवाह- . जिणधम्मो सच्चोविय, गोट्ठीसड्डो सुदंसणो मइमं । तह चेव धम्मणंदो, आरोग्गदिओ य कयपुण्णो ॥५०५॥ जिनधर्मः श्रावकसुतः प्रथमः । द्वितीयः सत्यः सत्यनामा । अपिचेति समुच्चये । तृतीयो गोष्ठीश्राद्धः । चतुर्थः सुदर्शनो नाम मतिमान् प्रशस्तप्रज्ञः। तथा चैव पञ्चमो धर्मनन्दः । षष्ठश्च दृष्टान्त आरोग्यद्विजकश्च कृतपुण्य इति ॥५०५॥ તે ઉદાહરણોને જ કહે છે थार्थ-श्रावपुत्र निधर्म प्रथम GELS२९॥ छ. सत्यनुं GS२४५ जीटु छ, अपि અને શબ્દ સમુચ્ચય અર્થમાં છે. ગોષ્ઠી શ્રાવક ત્રીજું દૃષ્ણત છે, મતિમાન સુદર્શન ચોથું દૃષ્યત છે. તે જ પ્રમાણે પાંચમું દૃષ્ઠત ધર્મનંદનું છે અને છ જેણે પુણ્ય કર્યું છે भेवा आरोग्यविनु दृष्टांत छ. (५०५) 'यथोद्देशं निर्देशः' इति न्यायाजिनधर्मदृष्टान्तमेव भावयन् गाथापञ्चकमाहभरुयच्छे जिणधम्मो, सावगपुत्तो अणुव्वयधरो त्ति । अवहरिओ परकूले, विक्कीओ सूवहत्थम्मि ५०६॥ लावेसूसासाणा, मोयण रुटेण ताडिओ धणियं । एवं पुणोवि नवरं, कहणा एएसु पडिसेहो ॥५०७॥ दासो मे आणत्तिं, कुण सच्चमिणं करेमि उचियंति । मझं तु एत्थ दोसो, अतत्तमिणमग्गिनाएंण ॥५०८॥ पिट्टण बोले रायायन्नण परिओसविम्हयाहवणं । भावपरिक्खण मायाकोवो वावत्ति हत्थाणा ॥५०९॥ लोलण पुच्छा भावा, पडिसेहण मोयणा सम्मं । सक्कारविउलभोगा, खग्गधरनिरूवणा चेव ॥५१०॥ જે પ્રમાણે ઉદેશ કર્યો હોય તે પ્રમાણે નિર્દેશ કરવો જોઈએ એવા ન્યાયથી જિનધર્મના દર્શને જ વિચારતા ગ્રંથકાર પાંચ ગાથાને કહે છે શ્રાવકપુત્ર જિનધર્મનું ઉદાહરણ દક્ષિણાપથના મુખની શોભાભૂત ભૃગુકચ્છ નામના નગરમાં અણુવ્રતને ધારણ કરનારો જિનધર્મ નામનો શ્રાવક પુત્ર હતો. અને કોઈક વખત મ્લેચ્છો વડે તેનું નગર ભંગાયે Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ઉપદેશપદ : ભાગ-૨ છતે હરણ કરાઇને કુંકણાદિ પરકૂલમાં રસોઇયાના હાથમાં વેંચાયો એટલે કે કુંકણ દેશના રાજાના રસોઇયાના હાથમાં વેંચાયો. રસોઇયાએ જિનધર્મને લાવક પક્ષીઓને મારવા સંબંધી આજ્ઞા કરી. જેમકે તું આ પાંજરામાં રહેલા લાવક પક્ષીઓને મારી નાખ. અત્યંત દયાવાળા જિનધર્મે ઉચ્છવાસ એટલે છોડી મુકવું એમ સમજીને છોડી મુક્યા પછી ગુસ્સે થયેલા રસોઇયાએ જિનધર્મને ઘણો માર માર્યો. આ પ્રમાણે ફરીથી બીજી વખત મારવાની આજ્ઞા કરાયેલા જિનધર્મે ફક્ત એટલું નિવેદન કર્યું કે મારે આ પક્ષીઓનો વધ નહીં કરવો એવું પચ્ચકખાણ (નિયમ) છે. ફરીથી રસોઇયાએ જિનધર્મને કહ્યું: મૂલ્યથી ખરીદાયેલો હોવાથી તું મારો દાસ છે. મેં જે આજ્ઞા કરી છે તેને તું કર. જિનધર્મે કહ્યું: હું તારો દાસ છું એ વાત સાચી છે તેથી હું તારી ઉચિત આજ્ઞાને કરીશ, પરંતુ લાવકને મારી નાખવા રૂપ અત્યંત સાવદ્ય સ્વરૂપવાળી આજ્ઞાને નહીં કરું અને રસોઇયાએ પૂર્વની જેમ કહ્યું લાવકના વધમાં જે કંઈ પાપ લાગશે તે મને જ લાગશે તને નહીં. જિનધર્મ કહે છે કે આ તારી વાત તત્ત્વથી વિરુદ્ધ છે. કારણ કે ઘાતક વડે પ્રાણીઓ હણાયે છતે ઘાતક સિવાય બીજાને પાપ લાગતું નથી પણ ઘાતકને જ લાગે છે. અહીં અગ્નિનું ઉદાહરણ છે. અગ્નિ પોતાના સંબંધમાં આવેલી વસ્તુ સિવાય અન્ય વસ્તુને બાળતી નથી. આ પ્રમાણે જિનધર્મે ઉત્તર આપ્યો ત્યારે રસોઇયાએ લાકડી અને મુઢિ વગેરેથી તેને માર્યો. પછી તેણે દીન પ્રલાપ કર્યો ત્યારે રાજાએ આના વૃત્તાંતને સાંભળ્યો. પછી જીવની અહિંસાના પાલનથી અને વિસ્મયથી સંતોષ પામ્યો. અહો! પોતાના પ્રાણરક્ષાની પરવા કર્યા વિના બીજાના પ્રાણ રક્ષાના પરિણામ રૂપ આનું પરોપકારપણું કેવું છે! રાજાએ તેને બોલાવ્યો. તેના પરિણામ(ભાવ)ની પરીક્ષા કરી. રાજાએ તેના ઉપર માયાથી ગુસ્સો કર્યો અને હાથીથી તેને મારવા માટે આજ્ઞા કરી. જેમકે આને હાથીવડે કચડાવી નાખો. હાથીએ તેને પૃથ્વી ઉપર આળોટાવ્યો પછી રાજાએ પૃચ્છા કરીઃ તું અભિગ્રહ મૂકે છે કે નહીં? પછી રાજાએ તેના નિશ્ચલભાવવાળા અભિગ્રહની ખાતરીથી રસોઇયાને વાર્યો જેમકે તારે આને તેની ઇચ્છા વિરુદ્ધ કોઈપણ કાર્ય ન બતાવવું અને હાથી પાસેથી તેને સમ્યગૂ રીતે છોડાવ્યો. આ ખરેખર પોતાના સ્વીકારેલા નિયમપૂર્વક રક્ષા કરવાના ભાવની યોગ્યતામાં વર્તે છે. પોતાના પ્રાણનો નાશ થાય તો પણ પરના પ્રાણ રક્ષામાં કુશળ ચિત્તવાળો છે. એ પ્રમાણે વિચારણા કરીને સત્કાર કરવા પૂર્વક વિપુલ રાજભોગોનો અધિકારી બનાવ્યો અને ખગધર તરીકે નિમણુંક કરી, તું જ મારો હંમેશનો અંગ રક્ષક થા એમ નિમણુંક કરી. (૫૦-૫૧૦) ૧. ખગ=તલવાર ફેરવવામાં (ચલાવવામાં) કુશળ. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ઉપદેશપદ : ભાગ-૨ प्रस्तुतमेव व्रतपरिणाममधिकृत्याहएवं वयपरिणामो, धीरोदारगरुओ मुणेयव्वो । सण्णाणसदहाणाहि तस्सं जं भावओ भावो ॥५११॥ "एवं' जिनधर्मोदाहणन्यायेन व्रतपरिणामो निरूपितरूपो 'धीरोदारगुरुको'-धीरः परैः क्षोभ्यमाणस्याप्यक्षोभात् , उदारोऽत्युत्तममोक्षलक्षणफलदायकत्वात् , गुरुकश्चिन्तामणिप्रभृतिपदार्थेभ्योऽपि दूरमतिशायित्वाद् मुणितव्यः । अत्र हेतुमाह'सज्ज्ञानश्रद्धानात्' सज्ज्ञानादविपर्यस्ताद् व्रतगतहेतुस्वरूपफलपरिज्ञानात् श्रद्धानाच्चेदमित्थमेवेति प्रतीतिरूपात् । तस्य' व्रतपरिणामस्य यद्यस्माद् भावतस्तत्त्ववृत्त्या 'भावः' समुत्पादः। इदमुक्तं भवति-अव्रतपरिणामस्तत्त्वविषयादज्ञानादश्रद्धानाच्च जीवानामस्वभावभूतः प्रवर्त्तते, इति नासौ धीरोदारगुरुक इति चालयितुमपि शक्यते । व्रतपरिणामस्त्वेतद्विपरीत इति न चालयितुं शक्यः ॥५११॥ પ્રસ્તુત જ વ્રત પરિણામને આશ્રયીને કહે છે આ પ્રમાણે જિનધર્મના ઉદાહરણના ન્યાયથી કહેલા સ્વરૂપવાળો ધીર-ઉદાર અને મહાન છે. શત્રુઓ વડે ક્ષોભ કરાયે છતે પણ ક્ષોભ નહીં પામવાથી ધીર કહેવાય છે. વ્રત પરિણામ અતિ ઉત્તમ મોક્ષ સ્વરૂપ ફળને આપનારો હોવાથી ઉદાર કહેવાય છે. ચિંતામણિ વગેરે પદાર્થોથી ઘણો ઉત્તમ હોવાથી મહાન જાણવો. અહીં હેતુને જણાવે છે. વ્રતપરિણામના બે હેતુઓ છે. (૧) સલ્તાન અને (૨) શ્રદ્ધા. સલ્તાન એટલે વ્રતસંબંધી હેતુ-સ્વરૂપ અને ફળનું અવિપરીત જ્ઞાન. શ્રદ્ધા એટલે આ વસ્તુ આવા સ્વરૂપવાળી જ છે એવો દૃઢ નિશ્ચય. સલ્તાન અને શ્રદ્ધાના કારણે ભાવથી વ્રત પરિણામ ઉત્પન્ન થાય છે. કહેવાનો ભાવ એ છે કે તત્ત્વસંબંધી અજ્ઞાન અને અશ્રદ્ધાથી અવતપરિણામ થાય છે જે જીવોના અસ્વભાવભૂત છે. તેથી તેવો જીવ ધીરઉદાર અને મહાન નથી અને તેવો જીવ વ્રતથી સહેલાઈથી ચલાયમાન (ભ્રષ્ટ) કરી શકાય છે. વ્રત પરિણામ આનાથી વિપરીત છે એટલે વ્રતમાંથી ચલાયમાન કરી શકાતો નથી. (૫૧૧). एतदेव भावयतिजाणइ उप्पण्णरुई, जइ ता दोसा नियत्तई सम्मं । इहरा अपवित्तीयवि, अणियत्तो चेव भावेण ॥५१२॥ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ઉપદેશપદ : ભાગ-૨ ___जानाति हेतुतः स्वरूपतः फलतश्च दोषं जीवहिंसादिरूपं, तत 'उत्पन्नरुचिः' समुन्मीलितश्रद्धानः पुमान् मिथ्यात्वमोहोदयविगमाद् यदि चेत्, 'ततो' दोषाद् निवर्त्तते सम्यग् मनःशुद्धिपूर्वकम् । 'इतरथा' ज्ञानश्रद्धनाभावे कुतोऽपि लाभादिकारणादप्रवृत्तावपि दोषेऽनिवृत्तश्चैवानुपरत एव 'भावेन' परमार्थेन । यथा दाहकशक्तिव्याघाताभावे कुतोऽपि वैगुण्याददहन्नपि दहनस्तत्त्वतो दाहक एव, एवं ज्ञानश्रद्धानाभावे दोषनिवृत्तावपि जीवो दोषेष्वनिवृत्त एव दृश्यः, दोषशक्तेः कस्याश्चिदनुपघातादिति ॥५१२॥ આની જ ભાવના કરતા કહે છે પુરુષ હેતુથી, સ્વરૂપથી અને ફળથી જીવહિંસાદિ સ્વરૂપ દોષને જાણે, પછી જો મિથ્યાત્વમોહના ઉદયના નાશથી શ્રદ્ધાવાળો બને તો મનશુદ્ધિપૂર્વક દોષથી નિવૃત્ત થાય છે. નહીંતર એટલે કે જ્ઞાન અને શ્રદ્ધાના અભાવમાં કોઈપણ લાભાદિ કારણથી દોષમાં પ્રવૃત્ત ન થયો હોવા છતાં પરમાર્થથી દોષથી નિવૃત્ત નથી થયો. જેમકે દાહકશક્તિના વ્યાઘાતનો અભાવ હોય તો કોઇ પણ વૈગુણ્યથી અગ્નિ બાળતો ન હોવા છતાં તત્ત્વથી અગ્નિ બાળનારો જ કહેવાય છે. આ પ્રમાણે જ્ઞાન અને શ્રદ્ધાના અભાવમાં જીવ દોષોથી નિવૃત્ત થયો હોય તો પણ દોષશક્તિનો ઉપઘાત ન થયો હોવાથી નિવૃત્ત નથી થયો એમ જાણવું. (૫૧૨) पुनरप्येतदेव समर्थनाहजाणंतो वयभंगे, दोसं तह चेव सद्दहंतो य । एवं गुणं अभंगे, कह धीरो अण्णहा कुणई? ॥५१३॥ जानन्नवबुध्यमानो 'व्रतभङ्गे' प्रतिपन्नव्रतविनाशे 'दोषं' नरकपातादिलक्षणं, चैवेति समुच्चये, 'श्रद्दधानश्च' श्रद्दधान एव, एवं जानानः श्रद्दधानश्च गुणं स्वर्गादिलाभरूपम् अभङ्गे व्रतस्य कथं धीरः सात्त्विकोऽन्यथा कुरुते? प्रतिपद्य व्रतं तस्य भङ्गं न कुरुत રૂતિ મા છે પરૂ I ફરી પણ આ જ વાતનું સમર્થન કરતા કહે છે જે ધીરપુરુષ સ્વીકારેલા વ્રતના વિનાશમાં નરકપાતાદિ સ્વરૂપ દોષને જાણે છે અને શ્રદ્ધા કરે છે તથા વ્રતના અભંગમાં સ્વર્ગાદિ લાભ રૂપ ગુણને જાણે છે, શ્રદ્ધા કરે છે તે ધીર=સાત્ત્વિક પુરુષ કેવી રીતે વ્રતભંગ કરે? અર્થાત્ તે સ્વીકારેલા વ્રતનો ભંગ કરતો નથી એમ કહેવાનો ભાવ છે. (૫૧૩) Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭. ઉપદેશપદ : ભાગ-૨ कुतः ? यतःतुच्छं कजं भंगे, गरुयमभंगम्मिणियमओ चेव । परमगुरुणो य वयणं, इमंति मइमं ण लंघेइ ॥५१४॥ तुच्छमल्पमिन्द्रियप्रीत्यादिरूपं कार्य भङ्गे व्रतस्य गुरुकं महद् व्रतभङ्गकार्यापेक्षया निर्वाणादिलक्षणमभड़े नियमतश्चैवावश्यमेवेति मन्यमानः परमगुरोश्च भगवतोऽर्हतो वचनमाज्ञा इदं व्रतपरिपालनमित्यस्माच्च हेतोर्मतिमान् भूरिप्रज्ञो न लययति नातिक्रामति॥५१४॥ शाथी ? (uथी व्रत | तो नथी ? ते ४uqdi 3 छ ४) १२९॥ 3નિશ્ચયથી જ વ્રતભંગનું કાર્ય ઇન્દ્રિયોની પ્રીતિ આપવા રૂપ તુચ્છ છે, જ્યારે વ્રતના અભંગનું નિર્વાણાદિ સ્વરૂપ કાર્ય અવશ્ય મહાન છે એમ માને છે. આ વ્રતનું પરિપાલન કરવું એવી અરિહંત ભગવાનની આજ્ઞા છે, આ હેતુથી ગતિમાન વ્રતનું ઉલ્લંઘન નથી ४२तो. (५१४) तथासाहाविओ य वयपरिणामो जीवस्स अण्णहा इयरो । एवं एस सरूवेण तत्तओ चिंतियव्वोत्ति ॥५१५॥ 'स्वाभाविकश्च' स्वभावभूत एव 'व्रतपरिणामो' जीवस्य सक्रियाऽनिवृत्तिरूपत्वाद् व्रतपरिणामस्य । अस्याश्च कर्मसामर्थ्यनिग्रहोद्भूतत्वाद् न बाह्यरूपता । व्यतिरेकमाहअन्यथा कर्मोदयजन्यत्वेन जीवाऽस्वभावभूत 'इतरो'ऽव्रतपरिणामो वर्त्तते। एवमुक्तनीत्या 'एष' व्रतपरिणामः स्वरूपेण जीवस्वाभाव्येन तत्त्वतश्चिन्तयितव्यो मीमांसनीयः। ततः "अन्तरङ्गबहिरङ्गयोरन्तरङ्गो विधिर्बलवान्" इति न्यायाद् बलीयानेव व्रतपरिणामः इति परिसमाप्तौ ॥५१५॥ तथा જીવનો વ્રત પરિણામ સ્વભાવરૂપ છે. કારણ કે વ્રત પરિણામ સન્ક્રિયાથી અનિવૃત્તિરૂપ છે. સક્રિયાથી અનિવૃત્તિ કર્મના સામર્થ્યનો નિગ્રહ કરીને પ્રગટ થઈ હોવાથી બાહ્ય નથી. હવે વ્યતિરેકને કહે છે–અન્યથા જીવનો અવ્રતનો પરિણામ કર્મોદયથી ઉત્પન્ન થતો હોવાથી અસ્વભાવરૂપ (વિભાવરૂપ) છે. આ પ્રમાણે કહેવાયેલી નીતિથી આ વ્રત પરિણામ સ્વરૂપથી જીવના સ્વભાવરૂપ છે એમ પરમાર્થથી વિચારવું જોઈએ. “અંતરંગ અને બહિરંગ એ બેમાંથી અંતરંગ વિધિ બળવાન છે' એ ન્યાયથી વ્રતપરિણામ બળવાન જ છે. (વ્રતપરિણામ કર્મના ક્ષયોપશમથી પ્રગટ થાય છે અને અવ્રતપરિણામ કર્મના ઉદયથી પ્રગટ થાય છે. કર્મનો ક્ષયોપશમ અંતરંગકારણ છે. કર્મનો ઉદય બહિરંગકારણ છે.) ઈતિ શબ્દ પરિસમાપ્તિમાં છે. (૫૧૫) Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ઉપદેશપદ : ભાગ-૨ अथ सत्योदाहरणमाहवडवद्दे सच्चो खलु, वणियसुओ सावगोत्ति विक्खाओ । भाइसमं पारसकुलं, गंतुं आगच्छमाणाणं ॥५१६॥ अण्णेहिं समं पासण, तिमिगिलस्सा जलोवरिट्ठियस्स । ते मच्छोतिमहल्लो, भणंति भायाउदीवोत्ति ॥५१७॥ सव्वस्सेणं जूयं, पडिसेह बलाउ तस्स करणंति । णिज्जामगग्गिजालण, बुड्डु तह कूल उप्पत्ती ॥५१८॥ मग्गण विप्पडिवत्ती, राउलववहार सक्खिभासणया । मिलियत्ति निवपरिच्छा, पूजा सेट्ठिम्मि जाणणया ॥५१९॥ पूजा महंतसेट्टिम्मि जोग्गया इच्छ आवकहियत्ति । वीमंसाए मुयणं, वाणियगेणंपि रित्थस्स ॥५२०॥ હવે સત્યના ઉદાહરણને કહે છે સત્યનું ઉદાહરણ વટપદ્રક નામના ગામમાં વણિકનો સત્ય નામનો પુત્ર વિખ્યાત શ્રાવક હતો. જે અણુવ્રતાદિને ધરનાર તરીકે પ્રસિદ્ધ થયો હતો. કોઈક વખત ભાઈની સાથે પારસકુલ નામના દ્વિીપમાં જઈને પાછો આવતો હતો ત્યારે તે બેની જે હકીકત બની તેને કહે છે બીજા ખલાસીઓની સાથે તેઓએ પાણીની સપાટી ઉપર તિમિંગલ નામના મહામસ્યને જોયો. એ પછી તે બધા ખલાસીઓ આ માછલો ઘણો મોટો છે એમ કહે છે. સત્યના ભાઇએ તે માછલું નથી પણ દ્વિીપ છે એમ કહ્યું. તેણે સર્વધનપૂર્વકની શરત લગાવી. સત્ય તેનો વિરોધ કર્યો. શરત લગાવવી ઉચિત નથી. તો પણ તેના ભાઇએ હઠથી શરત કરી. પછી આ માછલું છે કે દ્વીપ છે તેની પરીક્ષા કરવા માટે ખલાસીએ પૃષ્ઠ પ્રદેશમાં અગ્નિ સળગાવ્યો ત્યારે તપી ગયેલી પીઠવાળા માછલાએ પાણીમાં ડૂબકી મારી. હવે કાળક્રમે તેઓ કિનારે પહોંચ્યા. ખલાસીઓએ સર્વધનપૂર્વકની શરતની માગણી કરી. સત્યના ભાઈએ શરતની રકમ ચૂકવવાનો ઇન્કાર કર્યો. તેથી રાજકુળમાં ફરીયાદ પહોંચી. રાજાએ પૂછ્યું: આ શરત વખતે કોણ સાક્ષીમાં હતું. પ્રતિવાદીએ કહ્યું: આનો સત્ય નામનો ભાઈ આ શરતમાં સાક્ષી છે. ભાઈ-ભાઈને મળી ગયેલો હોય. તેથી ભાઈને ભાઇના વિવાદમાં સાક્ષી રાખવો યોગ્ય નથી. આ કારણથી રાજાએ પરીક્ષા કરી. કેવી રીતે પરીક્ષા કરી? નગરના ૧. સર્વધનપૂર્વકની એટલે જે હારી જાય તે પોતાનું સર્વધન જીતનારને આપી દે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૧૯ શ્રેષ્ઠ શ્રેષ્ઠીનો સત્કાર કરી અને કહ્યું: સત્યને પૂછો કે અહીં (આ વિવાદમાં) સાચી હકીકત શું છે? શ્રેષ્ઠીએ સત્ય પાસેથી પરમાર્થ જાણ્યો અને તેણે (શ્રેષ્ઠિએ) પણ રાજાને યથાર્થ જણાવ્યું. પ્રતિવાદીને શરત મુજબ સર્વસ્વ અર્પણ કર્યું. સત્યની પૂજા કરી. કેવી રીતે? તેને રાજાએ મહાશ્રેષ્ઠી બનાવ્યો. એટલે સર્વ શ્રેષ્ઠિ વર્ગમાં મુખ્ય શ્રેષ્ઠિપદ આપવામાં આવ્યું. તે મહાશ્રેષ્ઠી થયે છતે તેને નગર કાર્યની સર્વ ચિંતારૂપ યોગ્યતા પ્રાપ્ત થઈ. અર્થાત્ તે નગરશેઠ થયો. પોતાની ઈચ્છા અનુસાર માવજીવ સુધી તેની આજીવિકા કરાઈ. લોકમાં એવી લાગણી થઈ કે અહો! સત્યે દુષ્કર કર્યું. જેણે ભાઇના સ્નેહની ઉપેક્ષા કરી સદ્ભૂત વ્યવહારનો આશરો લીધો, અર્થાત્ ભાઈના ધનને જવા દીધું પણ સદ્ભુત વ્યવહારને ન તોડ્યો. આવું થયે છતે સંતોષ પામેલા વણિકે પણ નિધન થયેલા તેના ભાઈનું સર્વ ધન પાછું આપી દીધું. (૫૧૬-૨૨૦) अथ तृतीयोदाहरणमाहदक्खिणमहुरा गोट्ठी, एगो सड्ढोत्ति वच्चए कालो । तत्थन्नयाउ पइरिक्क थेरिगेहम्मि मुसणा य ॥५२१॥ णो सड्ढे थेरिपायवडणलंछणा मोरवित्तरसएण । सावगभागागहणं, गोट्ठीपरिवज्जणाभावो ॥५२२॥ थेरीए रायकहणं, गोट्ठाहवणमगमो उ सड्डस्स । एत्तिय विसेसकहणे, आहवणमचिंधगो नवरं॥५२३॥। पुच्छण चिंता गोट्ठी, कइआ अज्जेव किमिति एमेव । चोरियपसिणे खुद्धा, सव्वे ण उ सावगो नवरं ॥५२४॥ रन्नो भावपरिन्ना, विसेसपुच्छाए भूयसाहणया । निग्गहपूजा उ तहा, दोण्हवि गुणदोसभावेणं ॥५२५॥ હવે ત્રીજા ઉદાહરણને કહે છે– શ્રાવકપુત્રનું ઉદાહરણ આ ભરતક્ષેત્રમાં કાંચી એ પ્રમાણે સર્વત્ર પ્રખ્યાત પામેલી દક્ષિણમથુરામાં એક દુષ્ટ ટોળકી ઊભી થઈ. (રચાઈ.) તે ટોળકીમાં એક સદાચારી શ્રાવક પુત્ર હતો. આ પ્રમાણે કાળ પસાર થાય છે. એકવાર દક્ષિણમથુરામાં કાલાંતરે વિજન થયું, અર્થાત્ મથુરાના લોકો બીજે ચાલ્યા ગયા. તે ટોળકીએ એક સ્થવિરાના ઘરે સર્વસ્વની ચોરી કરી. પરંતુ શ્રાવકપુત્રે લૂંટવામાં સાથ ન આપ્યો. ડોશીએ હકીકત જાણી કે દુષ્ટ ટોળકી મારા ઘરને લૂંટવા લાગી છે. પછી મારા ઘરને ન લૂટો એમ બોલતી ડોશી પગે પડવાના બાનાથી દુર્લલિત ટોળકીના દરેકના પગને સ્પર્શ કરીને હાથના Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ઉપદેશપદ : ભાગ-૨ તળિયામાં અર્થાત્ હથેળીમાં ચોપડેલા મોરના પિત્તના રસથી દુર્લલિત ટોળકીના દરેકના પગોને સ્પર્શ કરતી હથેળીનું ચિહ્ન કર્યું. અને જ્યારે સ્થવિરાના ઘરના દ્રવ્યનો ભાગ વહેંચવામાં આવે છે ત્યારે સ્થવિરાના ઘરની ચોરીમાંથી શ્રાવકે ભાગ ન લીધો તથા તેને તે દુષ્ટ ટોળકી છોડી દેવાનો પરિણામ થયો કે આ ટોળકી સારી નથી તેથી છોડી દેવી તે જ હિતાવહ છે. સ્થવિરાએ પ્રભાતે રાજાને ફરીયાદ કરી. રાજાએ દુર્લલિત ટોળકીને બોલાવી. રાજકુળમાં ટોળકી હાજર થઈ પણ શ્રાવકપુત્ર ન આવ્યો. રાજાએ પૂછ્યું કે તમારી ટોળકી આટલી જ છે કે વધારે છે? ટોળકીએ કહ્યું: આનાથી વધારે છે એટલે કે આ ટોળકીમાં શ્રાવકપુત્ર પણ છે. શ્રાવકપુત્ર હાજર થયો. બધામાંથી શ્રાવકપુત્ર મોરના પિત્તના રસના ચિહ્ન વિનાનો હતો. રાજાએ તેને એકાંતમાં પૂછ્યું : તને આવું ચિહ્ન કેમ નથી? હું સાચી હકીકત કહું કે નહીં એવી વિમાસણા થઇ અને આ પ્રમાણે મૌન રહ્યો. ત્યારે રાજાએ પૂછ્યું: તું આ ટોળકીમાં કયારથી સામેલ થયો છે? શ્રાવકપુત્ર કહે છેઆજે જ હું સામેલ થયો છું. રાજાએ પુછ્યુંઃ તું આ ટોળકીમાં કેમ ભળ્યો? શ્રાવકપુત્ર કહે છે– હું એમ જ અનાભોગથી દાખલ થયો છું. શું તેં પણ સ્થવિરાના ઘરે રાત્રે ચોરી કરી છે? એવા સ્વરૂપનો રાજાએ પ્રશ્ન કર્યો ત્યારે દુર્લલિત ગોષ્ઠિના સર્વ સભ્યો ક્ષોભ પામ્યા. પણ ફક્ત શ્રાવક પુત્ર ક્ષોભ ન પામ્યો. કેમકે તે અપરાધ વિનાનો હતો. પછી ક્ષોભ અને અક્ષોભ એવા બે પ્રકારના પરિણામ વિશેષથી ટોળકીના ભાવને જાણ્યો. વિશેષ પૃચ્છામાં રાજાએ પૂછ્યું કે તમારામાંથી કોણ ચોર છે? કોણ ચોર નથી? પછી તેઓએ યથાસ્થિત હકીકત જણાવી. પોતપોતાના આચારને ઉચિત રાજાએ ચોરોનો નિગ્રહ કર્યો અને શ્રાવકપુત્રની પૂજા કરી. શ્રાવકપુત્રમાં ગુણનો સદ્ભાવ હતો તેથી પૂજા કરી અને ચોરોમાં દોષનો સદ્ભાવ હતો તેથી શિક્ષા કરી. (૫૨૧-૫૨૫) अथ चतुर्थोदाहरणम् - कोसंबीए सड्ढो, सुदंसणो नाम सेट्ठिपुत्तोति । देवीसंववहारे, दंसणओ तीए अणुरागो ॥५२६॥ चेडीपेसण पीती, तुमम्मि जइ सच्चयं ततो धम्मं । कुणसु विसुद्धं एवं, एसा जं होइ सफलत्ति ॥ ५२७॥ रायनिवेयण दोसो, एसो सपराण निरयहेउत्ति । एमाइधम्मदेसण, पडिमाए आगमुवसग्गो ॥५२८॥ तत्तो पओस रन्नो, माइट्ठाण कहणाए गेण्हणया । पडिकूल कयत्थणपत्थणाहिं खुहिओ न सो धीरो ॥५२९॥ देवीए सप्पभक्खण, जीवावण देसणाए संबोही । चेतीहरकारावण, विरमणमो चेव पावाओ ॥५३०॥ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૧ ઉપદેશપદ : ભાગ- હવે ચોથા ઉદાહરણને કહે છે– પહેલા સુદર્શનનું કથાનક પ્રાચીન દેવકુલિકાઓ અને સરોવરથી યુક્ત, નભાંગણમાં ફરકતો છે ઘણી ધ્વજાઓનો ભભકો જેમાં એવી કૌશાંબી નામની નગરી હતી. બાકીના બધા અલંકારોનો અનાદર કરીને જેટલામાં ચંદ્રમંડલ જેવી મુખવાળી કુલવધૂઓ સૌભાગ્યને જ અલંકાર માને છે અને અતિ ઉત્તમ સત્ત્વના ઉત્કર્ષથી અનાદર કરાયો છે વિષાદ જેઓ વડે એવા પુરુષો પરાક્રમને છોડીને બીજા કોઈને ભૂષણ માનતા નથી. કાવ્યોમાં બંધ હતો પરંતુ લોકોમાં બંધ ન હતો. છત્રોમાં દંડ હતો પણ રાજદંડ ન હતો, પદ્મ નાળમાં કાંટા હતા પણ દુર્જનરૂપી કાંટા ન હતા, ખરેખર ચક્રવાકોને રાત્રીએ વિરહનું દુઃખ હતું લોકમાં વિરહનું દુઃખ ન હતું, જ્યાં વૃક્ષો અને કુલીનો સંતાપને હરનારા, ઊંચા, ઘણાં ફળવાળા, સર્વથી જ નમેલા, રસવાળા, છાયાવાળા હતા. (કુલીનના પક્ષમાં કુલોના સંતાપને હરનારા, ઊંચા=ખાનદાન, બહલફલા=છોકરાં હૈયાવાળા, સર્વપ્રકારે નમ્ર, ઉમદા અને તેજસ્વી હતા) જેમ દુર્જનના અપવાદો હંમેશા સદાચારી મનુષ્યને સ્પર્શતા નથી તેમ દુષ્ટ ગ્રહના નડતરો ભાગ્યશાળી મનુષ્યોને સ્પર્શતા નથી. જેમ દીપકની પ્રભાથી પૂરાયેલ (સ્થાનમાં) ચારેબાજુથી અંધકાર પ્રવેશ પામતો નથી તેમ ધર્મગુણ રૂપી પ્રજાના પ્રકાશવાળી તે નગરીમાં શુદ્રોના સંતાપો પ્રવેશ પામતા નથી. પ્રચંડ પુરુષાર્થનો કરંડિયો, નીતિમય વ્યવહારથી સમજવલિત કરાયો છે ક્ષીર સમુદ્રના પાણી જેવો યશનો સમૂહ જેના વડે એવો જિતશત્રુ નામનો રાજા ત્યાં રહેતો હતો. તેને હૃદયવલ્લભા, દેવીની જેમ સુંદર અવયવવાળી, લાવણ્યનો સમુદ્ર એવી નામથી કમલસેના દેવી (પત્ની) હતી. તે જગતને વિડંબના કરવામાં રત એવા કામદેવના નાયકની સેના છે. તેણે ઉન્નત તારુણ્યના પ્રભાવથી શેષ સૌભાગ્યવતી સ્ત્રીઓનો પરાભવ કર્યો છે. અતૂટ મનોરથવાળા, વિરહ વિનાના, પાંચ પ્રકારના વિષયોના ઉપભોગમાં વિલાસી એવા તેઓના દિવસો પસાર થાય છે. અને આ બાજુ તે નગરમાં મોટી પ્રતિષ્ઠાવાળો સુદર્શન નામે શ્રેષ્ઠિપુત્ર હતો. તે સમ્યગ્દર્શનાદિ ગુણરૂપી રત્નોની ઋદ્ધિથી યુક્ત શ્રાવક હતો. તે શીલરૂપી ગંગા નદીના ઉદ્ગમ માટે હિમાચલ પર્વત સમાન હતો, પ્રતિજ્ઞામાં નિશ્ચલ હતો, જૈનાગમોમાં કહેવાયેલી શ્રાવકજનને યોગ્ય કરણી કરવામાં રત હતો. તેની સાથે કમલસેના દેવીનો ઘણાં સુગંધી પદાર્થો ગ્રહણ કરવા આદિનો સર્વ વ્યવહાર થવા લાગ્યો. સુદર્શન વડે યથાઉપકારક વ્યવહારોચિત કાર્યો કરાવે છતે અને તેની અતિ ચોકખાઈથી આકર્ષિત થયેલો દાસીવર્ગ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૨ ઉપદેશપદ : ભાગ-૨ શ્રેષ્ઠિજનને ઉચિત તેના વિશાળ ઘર વિષે સંબંધિત થયો અર્થાત્ દાસીવર્ગની અવર જવર તેના ઘરે થવા લાગી. દાસીવર્ગ તેના વિષે દેવીનો બહુમાન સાધનારો બન્યો, અર્થાત્ દાસીવર્ગ સુદર્શનની ઉપર દેવીને બહુમાન છે એમ પુરવાર કરી આપ્યું. ' હવે દેવીએ ક્યારેક તેને સ્વયં જ જોયો. તત્પણ રાગથી પરવશ થયેલી વિચારે છે કે- તે સ્ત્રીઓને ધન્ય છે કે જેઓ આના દર્શનરૂપી અમૃતથી પોતાને સિંચે છે અને ઉત્પન્ન થયેલા હર્ષથી પુલકિત શરીરવાળી જે સ્ત્રીઓ આના વડે પ્રેમપૂર્વક બોલાવાય તે સ્ત્રીઓ કમલના દળ જેવી આંખોવાળી સ્ત્રીઓની મધ્યમાં ધન્યતર છે. જેઓ શરદઋતુના ચંદ્રના કિરણોથી ઉજ્વળ રાત્રિઓમાં સર્વાલિંગનથી તેની સાથે રમણ કરે છે તેઓ ધન્યતમા છે. પણ મારી અધન્યતા અને અધમતા કેવી છે કે પોતાના રૂપની સુંદરતાથી જેણે કામદેવને જીતી લીધો છે એવા આનું દર્શનમાત્ર પણ ન થયું. પછી અંતરમાં સળગેલા કામરૂપી અગ્નિથી દાઝતી તે ચંદ્રની ચાંદનીમાં શિશિરઋતુમાં પાણીના જેવી શીતલ પોતાની શૈયામાં શાંતિ પામતી નથી. એક તરફ હિમાલયના શિખરની જેમ કુલલજ્જા ઓળંગી શકાય તેમ નથી. બીજી બાજુ પ્રલયકાળના અગ્નિ સમાન કામાગ્નિ બાળે છે. તેથી આ લોકોક્તિ થઈ છે કે એક બાજુ કઠોર પગના નખથી વિકરાળ વાળે છે અને બીજી બાજુ બે કાંઠે વહેતી વિકટ નદી છે. તેથી શું કરવાથી કલ્યાણ થાય એમ વિચારતી તે અતિગાઢ આસક્તિના વશથી તેની પાસે દાસીને મોકલે છે. દાસીએ કહ્યું તારું દર્શન થવાના દિવસથી મારી દેવીને સુભગ સમૂહમાં ચૂડામણિ એવા તારા વિષે પરમ પ્રીતિ થઈ છે. તેના અભિપ્રાયને જાણીને અતિદઢ શ્રેષ્ઠ શીલરૂપી કવચથી યુક્ત સુદર્શને કહ્યું જો તેનો મારા ઉપર સાચો સ્નેહ છે તો જિનેશ્વરે કહેલા ધર્મની આરાધના કરે. એમ કરવાથી આ નેહ સફળ કરાયેલો થશે. અને જે કામરાગ છે, તે સ્વપરને માટે નરકનું કારણ છે. મનુષ્યજન્મને હારી ગયેલા, કુકર્મના ભારથી ભરાયેલા રાગાંધ જીવો આંધળાની જેમ દુઃખરૂપી ઊંડા ખાડામાં પડે છે. તથા તારા કુળની પ્રતિષ્ઠાનો ભ્રશ થાય છે. પંડિતાઈના બ્રશથી અનિષ્ટ માર્ગ પ્રાપ્ત થાય છે. અને ઇન્દ્રિયોને વશ પડેલા જીવો રણમુખના=યુદ્ધના દુઃખો સમાન દુઃખોને અનુભવે છે. અગ્નિ જ્વાળાઓથી ભડભડતી અગ્નિમાં પ્રવેશ કરવો સારો પણ મલિન ચિત્તથી શીલનો નાશ કરવો સારો નથી. પોતાના શુદ્ધ ચરિત્રો જીવોને જેવું ફળ આપે છે તેવું ફળ કલ્પવૃક્ષ, ચિંતામણિ, કામધેનુ પણ આપતા નથી. સદાચરણ માત્રથી ગુણો સિદ્ધ થયે છત કોણ બુદ્ધિમાન પાપ રૂપ શાહીથી આત્માને મલિન કરે? આ પ્રમાણે નિપુણ ધર્મવચનોથી ઘણી સમજાવાઈ છતાં અંતરમાં રહેલો રાગરૂપી વિષનો મોટો ઉદ્ધાર (ઓડકાર) શાંત ન થયો. ૧. હિમાલયનું ઊંચું શિખર કોઈ રીતે ઓળંગી શકાય નહીં તેમ કુલલજ્જા ઓળંગી શકાય તેમ નથી. Page #130 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૨૩ હવે કોઇક વખત તે મહાત્મા પર્વદિવસે ઉપવાસ કરીને રાત્રિની અંદર ચાર રસ્તા ઉપર પ્રતિમા ધરીને રહ્યો. દેવીએ દાસીવૃંદના મુખથી જાણ્યું. બીજા સામાન્ય પુરુષોને અતિ દુષ્ણહ એવો ઉપસર્ગ કર્યો. ઉપસર્ગથી ક્ષોભ નહીં પામે છતે તે તેના ઉપર ઘણી ગુસ્સે થઇ. પછી આ પ્રમાણે કહે છે- અરે! અરે! જો તું મારું સાંભળતો નથી તો તું પોતાને ભગ્નભાગ્યવાળો જો. વ્યંતરની પ્રતિમા પૂજવાના બાનાથી દાસીના વૃંદવડે છુપાવાયેલો રાત્રિએ જ દેવી વડે પોતાના ઘરે લવાયો. વ્રતનો પરિણામ જેને પરિણત થયો છે, ક્ષીરસમુદ્ર સમાન ગંભીર એવો સુદર્શન અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગોથી ક્ષોભ ન પામ્યો. એટલે પછી ઘણાં વિકારો કરીને પોતાના નખોથી આખા શરીર ઉપર ઉઝરળા પાડીને દેવી બૂમરાણ કરવા લાગી કે- આ શ્રેષ્ઠિપુત્રે પોતાનું ચિંતિત નહીં પુરાયે છતે અત્યંત નહીં ઇચ્છતી એવી મારો આ પ્રમાણે પરાભવ કર્યો. મૂઢ મનવાળી એવી હું અહીં શું કરું? એટલે માયાવી એવી તેણીએ કપટ રચ્યો. રાજાએ આ વ્યતિકરને જાણ્યો. સુદર્શનને પકડ્યો અને દૃઢ કારાગૃહમાં નાખ્યો. પૂર્વે ઉપાર્જિત કરાયેલ શરદઋતુના ચંદ્ર જેવા નિર્મળ સત્યરિત્ર ગુણથી શ્રેષ્ઠ એવી કીર્તિથી આકર્ષિત થયેલો રાજા વિચારે છે કેખરેખર આ મહાભાગ આવું અણછાજતું કાર્ય ન કરે. આના સુરૂપને જોઇને આ દેવીનું ચરિત્ર (કાવતરું) લાગે છે. કારણ કે કહેવાય છે કે—બુદ્ધિમંતો ગંગાની રેતીનું પ્રમાણ, સમુદ્રમાં પાણીનું પ્રમાણ, હિમાલયનું પ્રમાણ જાણે છે પણ સ્ત્રીઓના હૃદયને જાણતા નથી.' રાજાએ દેવીના પરિવાર પાસેથી વિષમ વ્યતિકર જાણ્યો અને વિચારે છે કે અહીં કોપ કરવો ઉચિત નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે હે રાજેન્દ્ર! રાંધેલા અનાજની જેમ સ્ત્રીઓ સર્વસધારણ હોય છે, તેથી તેઓ ઉપર ગુસ્સો ન કરવો, રાગ ન કરવો અને વિલાસ ન ક૨વો. પછી તેના ગુણથી ખુશ થયેલા રાજાએ તેને પૂજીને રજા આપી. અર્થાત્ કારાગૃહમાંથી બહાર કાઢ્યો. એટલામાં ઉગ્નવિષવાળા સાપે દેવીને ડંખ માર્યો. અને તેથી તે અતિપીડાથી પરવશ થઇ. કરુણા રૂપી અમૃતના સાગર સુદર્શને તેના ઉપચાર કરવા શરૂ કર્યા. વિવિધ પ્રકારના મંત્રો અને તંત્રોના તે તે પ્રયોગથી તેને સાજી કરી, વિષની અસરથી મુક્ત થઈ. આનું કળામાં કૌશલ્ય અપૂર્વ છે. એથી રાજા તેના પર ઘણો ખુશ થયો. તેણે રાજા પાસે દેવીના અભયની પ્રાર્થના કરી. અને અવસર જોઇને તેણે અતિ સુંદર પરિણામથી શ્રાવકજનને યોગ્ય, સ્વર્ગ અને મોક્ષસુખને આપનારો ધર્મ રાજાને કહ્યો. જેમકે– ૧. ભુખ્યો થયેલો સર્વલોક રાંધેલા અનાજનો અભિલાષુક થાય છે તેમ ભોગથી ભુખ્યો થયેલો લોક સર્વ સ્ત્રીઓનો અભિલાષક બને છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ उपदेशप: : भाग-२ સૌથી પ્રથમ તો પોતાનું દ્રવ્ય ખરચીને જિનભવન કરાવવું જોઇએ કારણ કે જિનભવનથી જ શુભક્રિયાઓ પ્રવર્તે છે. જિનબિંબની પ્રતિષ્ઠા, સુસાધુઓ પાસેથી જિનધર્મનું શ્રવણ, કલ્યાણકાદિ પ્રસંગે અઠ્ઠાઇ મહોત્સવો તથા હંમેશા જિનપૂજાઓ રૂપ અનુષ્ઠાનો સુલભ બને છે. આ જિનમંદિર સંસારરૂપી સમુદ્રમાં ડૂબતા જીવોને તરવા માટે નૌકા સમાન છે, કારણ કે જિનમંદિર વિના દર્શન શુદ્ધિ સંભવતી નથી. મનોહર ઊંચા શિખરોના સમૂહથી પૂરાયો છે આકાશનો અગ્રભાગ જેના વડે, દેવોના વિમાન સમાન, લક્ષ્મીનું ઘર એવું જિનમંદિર રાજાવડે બનાવાયું. તે અને બીજા જીવો પ્રાણવધના પાપથી વિરામ પામ્યા અને તે નગર પાપથી પરિશુદ્ધ થયું. अथ संग्रहगाथाक्षरार्थ: कौशाम्ब्यां पुरि श्राद्धो जिनवचनश्रद्धालुः सुदर्शनो नाम श्रेष्ठिपुत्रः समभूत् । तस्य च जितशत्रुराज्ञो देव्या कमलसेनाभिधानया संव्यवहारे क्रयविक्रयलक्षणे सम्प्रवृत्ते यत्कथञ्चिद्दर्शनं संजातम् । तस्मात्तस्याः सुदर्शनेऽनुरागः कामलक्षणः संपन्नः ॥ ५२६॥ १ ॥ तं च प्रलयज्वलनतुल्यदाहकारिणमसहमानया चेटीप्रेषणमकारि, भणिता च यथा - देवी ब्रूते प्रीतिस्त्वयि मम सम्पन्ना । भणितं च सुदर्शनेन, यदि सत्यकं निर्मायमेतत्, ततो धर्मे जिनप्रज्ञप्तं परपुरुषनिवृत्तिलक्षणं कुरुष्व विशुद्धं चित्तरुचिसारम् । एवं धर्मकरणे एषा मयि प्रीतिर्यद् यस्माद् भवति सफला मच्चित्तावर्जनरूपफलवती । इतिः प्राग्वत् ॥ ५२७ ॥ २ ॥ रागनिवेदना तथा कृता, यथा- रागे निवर्त्तमाने शक्यते धर्मः कर्तुं ततः कुरु मदुक्तमिति तेनोक्तं दोषोऽपराध एष पररामाभिगमरूपः स्वपरयोर्नरकहेतुरिति । एवमादिधर्मदेशनया प्रतिषिद्धया तया पर्वदिवसे प्रतिमास्थितस्य स्वयमागम्योपसर्गः प्रस्तुतव्रतभङ्गफलः कर्तुमारब्धः ॥ ५२८ ॥ ३ ॥ ततो व्रत चलनात् सा राज्ञी तं प्रति प्रद्वेषं गता । ततो राज्ञो मातृस्थानेन मायाप्रधानतया कथनायां कृतायां यथाऽयं मद्गृहप्रवेशेन मामभिभवितुमिच्छति, इति राज्ञा तस्य ग्रहणं निरोधलक्षणमकारि। लब्धवृत्तान्तेन च मुत्कलीकृतः । एवं च प्रतिकूलकदर्थनप्रार्थनाभी राजपत्नीकृताभिः क्षुभितश्चलितो न धीरः ॥ ५२९ ॥ ४॥ मुक्तमात्रे च तत्र देव्याः कमलसेनाभिधानायाः सर्प्पभक्षणं वृत्तम् । तेन च तस्या मन्त्रतन्त्रप्रयोगेण जीवापनं जीवनमाहितं, देशनया सम्बोधिर्जिनधर्मप्राप्तिलक्षणा । ततश्चैत्यभवन - कारणं राज्ञा विहितं विरमणं चैव पापादिति ॥ ५३० ॥ ५ ॥ ૧૨૪ હવે સંગ્રહગાથાનો શબ્દાર્થ કહેવાય છે— કૌશાંબી નગરીમાં જિનવચનમાં શ્રદ્ધાળુ શ્રેષ્ઠિપુત્ર સુદર્શન નામનો શ્રાવક હતો. તેનો Page #132 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૨૫ અને જિતશત્રુરાજાની કમલસેના નામની દેવીનો ખરીદ વેચાણ સ્વરૂપ વ્યવહાર પ્રવર્તો અને કોઈક રીતે સુદર્શનનું દર્શન થયું. પછી તેનો સુદર્શનની ઉપર કામરાગ થયો. (પર૬) અને તે કામરાગ પ્રલયકાળના અગ્નિ સમાન દાહ કરનારો થયો. નહીં સહન કરી શકતી દેવીએ દાસીને મોકલાવી અને કહેવડાવ્યું કે–દેવી કહેવડાવે છે કે તારી ઉપર મને પ્રીતિ (રાગ) થઈ છે. સુદર્શને કહ્યું કે મારી ઉપર ખરેખર પ્રીતિ થઈ હોય તો જિનશ્વરે બતાવેલા પરપુરુષના ત્યાગ રૂ૫ ચિત્તપ્રસન્નતાના સારવાળા, વિશુદ્ધ ધર્મને કર. આ પ્રમાણે તે ધર્મ કરશે તો મારા ચિત્તને આકર્ષવારૂપ ફળવાળી મારા ઉપર કરેલ પ્રીતિ સફળ થશે. (પ૨૭) રાણીએ રાગનું નિવેદન કર્યું. જેમકે-રાગ દૂર થાય તો જ ધર્મ આરાધવો શકય છે તેથી મારું કહ્યું તમે કરો. તેણે કહ્યું. પરસ્ત્રીગમનરૂપ આ દોષ એ અપરાધ છે, અને તે સ્વ-પરના નરકનું કારણ છે. આ પ્રમાણેની ધર્મદેશનાથી વારણ કરાયેલી તે પર્વ દિવસે પ્રતિમા સ્વીકારીને રહેલા સુદર્શનની પાસે સ્વયં આવીને પ્રસ્તુત વ્રતના ભંગ સ્વરૂપ ઉપસર્ગ કરવા લાગી. (પ૨૮) પછી વ્રતથી ચલાયમાન નહીં થવાથી તે રાણી તેના ઉપર પ્રષિને પામી. પછી રાણીએ માયા કરીને રાજાને વૃત્તાંત જણાવ્યો કે આ મારા ઘરમાં પ્રવેશીને મને અભિભવ (પરાભવ) કરવા ઇચ્છે છે. એટલે રાજાએ તેને પકડાવ્યો અને સત્ય હકીકત જાણ્યા પછી કારાગૃહમાંથી છૂટો કર્યો. અને આ પ્રમાણે રાજપત્ની વડે કરાયેલા પ્રતિકૂલ કદર્થના અને પ્રાર્થનાથી ધીર એવો તે ચલાયમાન ન થયો. (પ૨૯) કારાગૃહમાંથી છોડતાની સાથે જ ત્યાં કમલસેના નામની દેવીને સર્પ કરડ્યો અને સુદર્શને મંત્ર-તંત્રના પ્રયોગથી તેને જીવાડી. દેશના આપીને જિનધર્મના સ્વીકાર રૂપ સંબોધિ પ્રાપ્ત કરાવી. તેથી રાજાએ ચૈત્યભવન કરાવ્યું અને પાપથી વિરામ પામ્યો. (૩૦) બીજા સુદર્શનનું કથાનક શીલપાલન વ્રતમાં ચંપાનગરીના બીજા પણ સુદર્શનનું દૃષ્ટાંત બીજા શાસ્ત્રોમાં સંભળાય છે, આથી હું તેને પણ કહીશ. શ્રી ઈન્દ્રોવડે પૂજાયેલા છે ચરણ કમલ જેમના એવા વાસુપૂજ્ય સ્વામીના ભવનથી સુશોભિત ચંપાનગરીમાં શ્રી ઐરાવણ વાહન છે જેનું એવા ઇંદ્રની સમાન વિભવથી યુક્ત દધિવાહન નામનો રાજા હતો. જે ચંદનાર્યા (સાધ્વી)ના પિતા તરીકે પ્રસિદ્ધ હતો. તે ચંદના શ્રી વીરજિનેશ્વરની શિષ્યા હતી. તેણે ગુરુજનની આજ્ઞાને માથે ચડાવી હતી. તેણે પોતાના શીલથી ઈંદ્ર વગેરેના હૈયાઓને હર્ષિત કર્યા હતા. છત્રીશહજાર સાધ્વીઓનો સમૂહ તેના ચરણની સેવા કરી રહ્યો હતો. તે નિર્મળ કેવળજ્ઞાનને પામીને શિવગતિમાં ગયા છે. તે દધિવાહન રાજા ભુજદંડ વડે Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ઉપદેશપદઃ ભાગ-૨ નથી ખંડન કરાયું છાતી રૂપી વજૂ જેનું અર્થાત્ અતિપરાક્રમી, પુણ્યના વશથી જેને બાળપણમાં પણ રાજ્ય પ્રાપ્ત થયું છે એવા કરકંડુ રાજાનો પણ પિતા હતો. તેને શરદઋતુના ચંદ્રના બિંબસમાન મુખવાળી, નીલકમળ સમાન કાંતિવાળી, સર્વ અંતઃપુરમાં શ્રેષ્ઠ ગુણવાળી અભયા નામે રાણી હતી. તેના ચિંતત સર્વકાર્યો કરવામાં વિચક્ષણ એવી પંડિતા નામની તેની ધાવમાતા હતી. (૮) તથા તે નગરમાં ઋષભદાસ નામનો શ્રેષ્ઠી હતો, જે ક્ષીરસમુદ્રના પાણી સમાન અતિ નિર્મળ કાંતિવાળી શોભાથી વિશિષ્ટ પ્રકારના શ્રેષ્ઠિઓમાં પ્રતિષ્ઠિત હતો. તેણે સુગુરુઓની પાસે જિનશાસ્ત્રોનો અભ્યાસ કરીને સદ્ભાવને (સારા ભાવને) પ્રાપ્ત કર્યો હતો અને પોતાની અવસ્થાને ઉચિત ધર્મકાર્યોની આરાધના કરતો દિવસો પસાર કરે છે. તેને સર્વાગથી સુંદર શરીરવાળી, લજ્જા અને મર્યાદાનું ઘર, અનવદ્ય કાર્યોને કરનારી અહદાસી નામે પત્ની હતી. તેના ઘરમાં ભેંસોને સંભાળનારો એક સુભગ નામે ચાકર હતો. તે પ્રસ્તુત કાર્યમાં ભેંસો સંભાળવામાં સમર્થ અને ભદ્રકપ્રકૃતિવાળો હતો. (૧૨) કોઇક વખત તે નદીના તટ પર દુઃખે કરીને સહન કરી શકાય એવી અતિ ઠંડી પડતી હતી ત્યારે તે વિકાલેઃસંધ્યા સમયે ભેંસો લઈને ઘર સન્મુખ આવતો હતો તે વખતે ચારણસાધુને આકાશમાંથી ઉતરેલા અને બે ભુજાને લટકતી રાખીને ઉઘાડા શરીરથી કાઉસ્સગ્નમાં રહેલા જુએ છે. પછી તેના વિષે બહુમાન જાગ્યું. તેના ગુણો સંભારીને તેણે તે રાત્રિ કઠિનાઈથી પસાર કરી. પ્રભાત થયે છતે ઉત્સુક થયેલો જેટલામાં નદી કિનારે જાય છે તેટલામાં રાત્રિના અંધકારને ભેદનારો સૂર્યોદય થયો. બે હાથને ઊંચા લઈને નમો અરિહંતાણં' પદ બોલીને તત્ક્ષણ જ તે સાધુ આકાશમાં ઊડ્યા. ઊડી જતા તે સાધુને તેણે જોયા. તેણે નમસ્કાર પદ સાંભળ્યો. પછી તેમાં તેને શ્રદ્ધા થઈ. હંમેશા તેનું જ રટણ કરે છે. હવે શ્રેષ્ઠીએ ક્યારેક જ્યાં ત્યાં બોલાતા પદને સાંભળીને નિષેધ કર્યો અને કહ્યું કે આ રીતે બોલવામાં નિયમા દોષ લાગે. સુભગે કહ્યું: આ પદને બોલ્યા વિના હું એક ક્ષણ પણ રહી શકતો નથી. આ પ્રમાણે કહ્યું છતે શ્રેષ્ઠી વિચારે છે કે- આ કોઈ આસન્નભવ્યજીવ છે. જેને આ પદમાં આવી ભક્તિ છે, તેથી તેને સંપૂર્ણ નવકાર આપવો જોઇએ. જિનેશ્વર ભગવાનની પ્રતિમા સમક્ષ શુભમુહૂર્તે સંપૂર્ણ નવકાર આપવામાં આવ્યો અને કહ્યું: હે સોમ્ય ! તારે શુદ્ધ સમયે આની સતત પરિભાવના કરવી. (૨૨) હવે કોઇક વખતે વર્ષાકાળમાં ભેંસો લઇને નદી પાસે ચરાવવા ગયો. ભેંસો નદીના સામે કાંઠે જઈ અન્ય ખેડૂતની ક્ષેત્રભૂમિ ચરવા લાગી ત્યારે નદીમાં પૂર આવ્યું. તે ખેતરનો માલિક મને ઠપકો આપશે એવા ભયથી તે ભેંસોને વાળવા નદીમાં કૂદકો માર્યો Page #134 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૨૭ અને પેટમાં ખીલાથી વિંધાયો. જે નવકારના સ્મરણથી આ લોકમાં આરોગ્ય, ઇચ્છિત પદાર્થોની પ્રાપ્તિ, અર્થકામની સિદ્ધિ અને પરલોકમાં સ્વર્ગ અને સુકુલમાં ઉત્પત્તિ આવા પ્રકારના ગુણો વિસ્તરે છે જેનાથી એવા તે પંચનમસ્કારનું ભાવથી સ્મરણ કરતો મરણ પામ્યો. જેમાં સમુદ્રની છીપલીમાં મોતી ઉત્પન્ન થાય તેમ તે તે જ શ્રેષ્ઠિની પત્નીની કુક્ષિમાં અતિ અભૂત સ્વરૂપ પુત્રરૂપે ઉત્પન્ન થયો. ગર્ભના પ્રભાવથી તેનું શરીર નિર્મળ થયું, મુખ કમળ જેવું સફેદ થયું અને જે ગતિ સ્વભાવથી જ મંદ હતી તે ગર્ભના ભારથી વધારે મંદ થઈ. તેનું નીલમુખ ચંદ્રમંડળને વિડંબના કરે તેવું અતિ શ્વેતકાંતિવાળું થયું. ભમરાઓ વડે ભોગવાતો છે શુભ દેશ જેનો એવું શોભાયમાન કમળ યુગલ વિશેષ શોભાને પામે તેમ ગર્ભના પ્રભાવથી તેનું સ્તનયુગલ વિશેષ શોભાને પામ્યું. સખીઓની જેમ બે જંઘાઓ અતીવ રૂપવાળી થઈ. મિત્રની જેમ આળસ તેનો પડખો છોડતી નથી, ઉદરની સાથે લજજા વૃદ્ધિ પામી. ઉદ્યમ નષ્ટ થયો. ઉદરરેખા(કરચલીઓ)ની સાથે નયન યુગલ સફેદ થયું. અતિપ્રૌઢ પુણ્યવાળા ગર્ભના પ્રભાવથી તે કમળમુખીને ત્રીજા માસે આવા પ્રકારનો દોહલો થયો. જેમકે–જિનમંદિરમાં પૂજા રચાય, જીવોને વિષે દયા પળાય. સર્વ પણ લોક સુખી થાય તેવી મતિ થઈ. દોહલો પૂર્ણ નહીં થવાથી તે ગ્લાનમુખવાળી નિસ્તેજકાંતિવાળા શરીરવાળી, દૂધ જેવા સફેદ ગાલવાળી તથા પહોળી આંખવાળી જલદીથી થઈ. શ્રેષ્ઠિએ આગ્રહપૂર્વક પૂછ્યું ત્યારે કહ્યું કે મને આવા પ્રકારનો મનોરથ થયો છે તે મનોરથ નહીં પૂરાવાથી આવી અવસ્થા થઈ છે. મોટા વિભવનો વ્યય કરીને તથા કૃપણતાનો સદંતર ત્યાગ કરી ખુશ થયેલા શ્રેષ્ઠીએ સર્વ દોહલાને પરિપૂર્ણ કર્યો. વિશાળ સુખ શઠાથી અને ભોજનોથી તે મહાસમાધિસારવાળા ગર્ભને વહન કરે છે. સાધિક નવમાસ પરિપૂર્ણ થયે છતે શુભયોગ-લગ્નસમયે પવિત્ર તિથિએ શુક્લપક્ષમાં ઉત્તમ નક્ષત્રમાં, ગ્રહો ઉચ્ચસ્થાનમાં આવ્યું છતે, દિશામંડળ નિર્મળ થયે છતે પૂર્વદિશા સૂર્યમંડળને જન્મ આપે તેમ પુત્રને જન્મ આપ્યો. વાજિંત્રના અવાજથી સંપૂર્ણદિશા મંડળ પૂરી દેનારું, સકલ નગરના લોકના ચક્ષને મનોહર, લોકોને અપાયું છે બહુમાન જેમાં એવું વર્યાપનક કરાયું. બારમો દિવસ આવ્યો ત્યારે શુચિસમયના કાર્યો પૂર્ણ થયે છતે, બંધુ વર્ગનું સન્માન કરીને પિતૃવર્ગ આ પ્રમાણે નામ પાડે છે- આ પુત્ર ગર્ભમાં હતો ત્યારે માતાને દર્શન શુદ્ધિ થઇ તેથી પવિત્ર ગુણવાળા પુત્રનું નામ સુદર્શન થાઓ, નીરોગી, નિઃશોક, વિયોગ વિનાનો તે બાળક શુક્લપક્ષમાં ચંદ્રમંડલની કળા વધે તેમ વધવા લાગ્યો. યોગ્ય સમયે સર્વકળાઓ ભણાવી અને તારુણ્યને પામ્યો ત્યારે ગુણજ્ઞ લોકને સંતોષ પમાડતો મનોજ્ઞ થયો. તેને દાનનું પરમ વ્યસન હતું. મુનિઓને નમતો હતો. સુગુરુને વિશે વિનયવાળો હતો. શીલમાં રતિ હતી. સ્વપ્નમાં પણ અકાર્યમાં રતિ ન હતી. માતા-પિતાએ તેને સુકુલમાં ઉત્પન્ન થયેલી, Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ઉપદેશપદ : ભાગ-૨ ગુણગણથી સકળ સ્ત્રીઓમાં શિરોમણિ એવી મનોરમા કન્યાની સાથે પરણાવ્યો. સ્થાને સ્થાને ગુણીજનથી ગવાતો છે ગુણ ગૌરવ જેનો, મતિના વિભવથી જીતાયા છે દેવોના ગુરુ બૃહસ્પતિ જેના વડે એવો સુદર્શન દિવસો પસાર કરે છે. (૪૯) અને આ બાજુ દધિવાહન રાજાનો કપિલ નામે પુરોહિત હતો અને તેને કપિલા નામે પ્રિયા હતી. કોઈક વખત સુદર્શન શેઠ ઉપર બહુમાન ધરાવતો કપિલ કપિલાની આગળ સુદર્શન શેઠનું ચરિત્ર વખાણવા લાગ્યો. કે- આ નગરમાં હાલમાં ગુણોથી આની સમાન કોઈ નથી. “લોકમાં બીજાને વિશ્વાસ કરાવનાર બે જણા છે. (૧) ઇષ્ટને ઇચ્છનારી સ્ત્રીઓ પોતાનું કાર્ય સાધવા બીજાને તરત જ વિશ્વાસ કરાવનારી થાય છે (૨) પૂજાયેલાની પૂજા કરનારો લોક બીજાને વિશ્વાસ કરાવનારો થાય છે. (સ્ત્રીઓ અધમતાના માર્ગથી બીજાને વિશ્વાસુ કરે છે, જ્યારે બીજો ઉત્તમતાના માર્ગથી બીજાને વિશ્વાસ કરે છે.) આ વચનને યાદ કરતી તે ઘણી કામને પરવશ થઈ. તેના સંગમ માટે ઘણાં ઉપાયોને શોધે છે. (૫૩) હવે ક્યારેક પોતાની દાસીને શિખવાડીને મોકલાવી કે પુરોહિત રોગથી પીડિત થયા છે, કંઈક અસ્વસ્થ શરીરવાળા તમારા દર્શનને ઝંખે છે.” પછી તે અતિસરળ આશયવાળો પોતાના ચરિત્રની જેમ બીજાના ચરિત્રને સાચું માનતો, બીજા વિકલ્પ કર્યા વિના જ તેની વાતને સાચી માને છે. તે આ પ્રમાણે–સર્વથા સર્વલોક પોતાના અનુમાનથી પરના આશયની કલ્પના કરે છે, નીચ પુરુષોની દૃષ્ટિએ કોઈ મહાન નથી, મહાપુરુષોની દૃષ્ટિમાં કોઈ અધમ નથી. પરિમિત પરિવારથી પરિવરેલો સુદર્શન પુરોહિતને ઘરે પહોંચ્યો. પુરોહિતને નહીં જોતો પૂછે છે કે તે પુરોહિત કયાં છે? પછી પોતાના આશયને પ્રગટ કરતી કપિલા બોલવા લાગી કે ભટ્ટજી તો રાજગૃહે ગયા છે. ઘણાં દિવસથી પરોક્ષ રાગને ધારણ કરતી હું ક્ષીણ થઈ છું. તારા વિયોગના દુઃખને સહન કરવા હું કોઇપણ રીતે સમર્થ નથી. તેથી મારું વાંછિત કર. સુદર્શન કતલખાને ગયેલા બોકડાની જેમ ભયથી વિઠ્ઠલ થયો. દૈવપરિણતિને ધિક્કાર થાઓ. આ દુર્ઘટ થયું. જો હું સાવધાન નહીં રહું તો સકલ ઇચ્છિતને પ્રાપ્ત કરાવી આપનાર, લાંબા સમયથી પાલન કરેલ શીલનો નક્કી આનાથી(કપિલાથી) ભંગ થશે. અન્યથા આ ઘણા મત્સરને પામેલી અસદ્ દોષથી મારા નિર્મળ ચારિત્રને લાંછન લગાડશે તેથી કોઈક નિપુણ બુદ્ધિના યોગથી આ દુઃખ રૂપી સમુદ્રમાંથી મારે કોઈપણ રીતે પાર ઉતરવું જોઈએ, પછી તેણે ઉત્તર આપ્યો. હે ભદ્ર! પુરુષના વેશમાં નપુંસક એવો હું નગરમાં પરિભ્રમણ કરું છું, તેથી શું કરી શકું? તારે ૧. પરોક્ષ= નજર સમક્ષ નહીં પણ ગેરહાજરીમાં. Page #136 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૨૯ પ્રણયભંગનો વિચાર ન કરવો. પછી શીલનો નાશ પણ ન થયો અને જૂઠી આળ પણ ન આવી તેથી પોતાને કૃતાર્થ માનતો જલદીથી ત્યાંથી નીકળી ગયો. આ નગરમાં વસતા લોકને બુધપુરુષ (પંડિત) તરત જ પારખી લે છે, લોકમાં હર્ષને ઉત્પન્ન કરનારા ગુણોથી રહિત લોકો અર્થાત્ બીજા મૂઢ લોકો મહિનાઓ વિતે છતાં ન ઓળખી શકે. વસંતઋતુનું વર્ણન– કોઈક વખત લોકમાં કામના ઉન્માદને ઉત્પન્ન કરનારી વસંતઋતુ શરૂ થઈ. જાતિવંત નવાપુષ્પોમાંથી સુગંધ પ્રસરવા લાગી. સંપૂર્ણ વનવિસ્તાર કોયલના મધુર કલકલ સ્વરોથી બહેકી ઊઠ્યો. ભોગમાં તત્પર લોકોએ ભોગો માટે ધનનો ઘણો વ્યય કર્યો. મધુર ગુંજારવ કરતા ભમરાઓ જેમાંથી પુષ્પરસનું પાન કરી રહ્યા છે એવા કમળોથી સરોવર શોભાયમાન થયું. ઘણાં વિકસિત કિસલયોથી શાલિવૃક્ષોનો સમૂહ શોભે છે. સ્થાને સ્થાને સુરભી(=સુગંધી) ફૂલોથી યુક્ત આ વસંતઋતુ સકળભુવનમાં “સુરભિ' નામથી પ્રસિદ્ધ થઈ. ચંદનવૃક્ષોની ડાળીઓ હાલવાથી સંપૂર્ણ સુગંધિત થયેલો પવન મલયાચલમાંથી નીકળેલો સમગ્ર પૃથ્વીતળને શીતળ કરે છે. ઉદ્યાનપાલકોએ દધિવાહન રાજાને પ્રણામ કરીને કહ્યું કે હે સ્વામિપૃથ્વી પર વસંતઋતુ શરૂ થઈ છે. કૌતૂહલને પામેલો રાજા મોટી સમૃદ્ધિથી યુક્ત બની શ્રેષ્ઠી વગેરે નગરના લોકોની સાથે નગરમાંથી નીકળ્યો. અભયા દેવી, પુરોહિત પત્ની કપિલા, તથા શ્રેષ્ઠી સુદર્શનની પત્ની મનોરમા શિબિકામાં બેસીને નીકળી. પોતાના શરીરની કાંતિથી દિશાના મુખને પૂરતી ચંદ્રની કળાની જેમ શોભતી, સુંદર પુત્રોથી ચારે તરફ વીંટળાયેલી, લક્ષ્મી દેવી સમાન વેશને ઘરનારી મનોરમા અભયાવડે જોવાઈ. દેવીએ કપિલાને પૂછ્યું: આ કયા પુણ્યશાળીની પત્ની છે? તત્ક્ષણ કપિલા હસી અહો! આનું આ અતિ-અદ્ભૂત છે! પતિ નપુંસક હોતે છતે લજાને છોડીને આવા પુત્રોને જન્મ આપ્યો. અભયા કહે છે તે કેવી રીતે જાણ્યું કે આનો પતિ નપુંસક છે? તેના અભિપ્રાયને ખુલ્લું કરીને પૂર્વનું ચરિત્ર પ્રકાશે છે. ફરી પણ દેવીએ કહ્યું: કામશાસ્ત્રમાં બતાવેલા વિષયોમાં એકાંતે આસક્ત થયેલા તારા જેવા જીવો માટે નપુંસક છે પણ જિનશાસનમાં અનુરક્ત થયેલ મનોરમા વિષે નપુંસક નથી, સજ્જનપુરુષનું આચરણ કરનાર સુદર્શન વિદ્યમાન હોતે જીતે “મનોરમાએ આટલા પુત્રોને જન્મ આપ્યો છે તથા લોકાપવાદથી પણ બચી ગઈ છે” એમ તે કયા આધારે કહ્યું? તેથી કપિલા વિચારે છે કે આ પૂર્વે મને ઠગી છે. આ પ્રમાણે કાર્ય વીતી ગયા પછી હવે કોઈ ઉપાય જડતો નથી. તેથી દેવીને કહ્યું. જો કે આ મારા માટે નપુંસક થયો તો શું સુકુશળ એવી તું આને પુરુષ કરવા સમર્થ છે? અભયા કહે છે કે હું આને રમાડવા શક્તિમાન ન થાઉં તો જાવજીવ સુધી અતિઅધમ ચારિત્રવાળી સ્ત્રીરૂપે જીવવું એવો નિયમ કરું છું. (૮૪) Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ઉપદેશપદ : ભાગ-૨ આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને સમય થયે નગરમાં પ્રવેશીને પંડિતા નામની ધાત્રીને કહ્યું કે સુદર્શનની સાથે મારો સંગ જલદીથી થાય તેમ કર. જો મારો આ સંગ નહીં. થાય તો મારું જીવિત નથી. પંડિતા ધાત્રીએ દેવીને કહ્યું આ સારું ન વિચાર્યું. તે એકાંતે પરસ્ત્રીઓ વિષે સહોદર છે તો પછી તારા જેવી રાજરાણીઓ વિષે શું વાત કરવી? પછી અભયા કહે છે કે- હે અમ્મા! તારે આની સાથે કોઇપણ રીતે મારો સંગ કરાવી આપવો, કારણ કે કપિલાની આગળ મેં આવી પ્રતિજ્ઞા કરી છે. ધાત્રીએ ઘણું વિચાર્યું પરંતુ અહીં એક ઉપાય છે કે તે પર્વ દિવસે શૂન્યઘરમાં ચતુરંગ પૌષધ લે છે અથવા જીવનથી નિરપેક્ષ થઈ રાત્રીએ કોઈથી પણ ન જાણી શકાય તેમ સ્મશાનમાં કાઉસ્સગ્ન પ્રતિમાથી રહે છે. તેથી દ્વારપાળોને ઠગીને કામદેવની પ્રતિમાના બાને અહીં લાવી શકાય. તેથી તમે જેમ કહેશો તેમ હું કરીશ. દેવીએ પણ કહ્યું: આ જ રીતે સંયોગ થશે. પછી ધાત્રી અષ્ટમી પર્વના દિવસે શૂન્યઘરમાં પ્રતિમામાં રહેલા સુદર્શનને જોઈને નિષ્ફર હૈયાથી તેને ઊંચકવાનું શરૂ કરે છે, તે વખતે દાસીઓ દ્વારા ઉપડાવીને અભયાદેવીને અર્પણ કર્યો. પછી પોતાની સંપૂર્ણ લજ્જા છોડીને કામશાસ્ત્રમાં બતાવેલા વિવિધ પ્રકારના ઉપાયોથી ક્ષોભ કરવા લાગી. તે સુદર્શન વિશેષથી પોતાના મનને પચ્ચકખાણ સ્થાનોમાં રૂંધીને (જોડીને) શરદઋતુના ચંદ્ર જેવી, કમળ જેવી, શંખ જેવી ઉજ્જવળ કાંતિવાળી સિદ્ધશિલા ઉપર પોતાના આત્માને સ્થાપીને તે પ્રદેશમાં રહેલા સર્વકર્મોના ફ્લેશથી મુક્ત થયેલા સિદ્ધોનુ નિપુણ બુદ્ધિથી ચિંતન કરવા લાગ્યો. પછી કાષ્ઠ જેવી દુર્ધર શરીરની ચેષ્ટાને ધારણ કરતા સુદર્શનની રાત્રિ પસાર થઈ પણ તેને કોઈપણ જાતનો વિકાર ન થયો. પ્રભાત સમય થયો ત્યારે ઘણી વિલખી પડેલી દેવીએ પોતાના તીક્ષ્ણ નખોથી શરીરને ઉઝરડીને બૂમરાણ કરી કે- પતિવ્રતા એવી મેં આનો સ્વીકાર ન કર્યો એટલે ગુસ્સે થયેલો આ મારો નિગ્રહ કરવા આ પ્રમાણે આચરણ કરે છે. ખરેખર અહીં આ સ્ત્રીઓ અમૃતનું સ્થાન છે, તેમ વિષનું પણ સ્થાન છે. રાગી સ્ત્રીઓ અમૃત જેવી છે અને દ્વેષી સ્ત્રીઓ વિષ જેવી છે. હાહારવ થયે છતે રાજા પણ ત્યાં આવીને આવી અવસ્થાને પમાડાયેલી દેવીને જોઇને દુર્ધર રોષવાળો થયો. કારણ કે માનથી ઉન્નત બનેલા જીવોને પોતાની સ્ત્રીનો પરાભવ અતિદુસહ હોય છે, જેથી બીજા કોઈપણ નિમિત્તથી સ્ત્રીનો પરાભવ સહન કરતા નથી. પછી વધની આજ્ઞા અપાઇ. સર્વત્ર પણ નગરમાં ઘોષણાપૂર્વક, લાલગેથી લીંપીને, મસ્તક ઉપર છેત્તર ધરીને, ગધેડા ઉપર બેસાડીને, આગળ ઉદંડ વિરસ ડિડિમ પીટાવીને, કાજળથી મુખ પિંડને લીંપીને, લટકતી ૧. ચતુરંગ પૌષધ-૧.આહાર ૨. શરીરસત્કાર ૩. બ્રહ્મચર્ય અને ૪. અવ્યાપાર સ્વરૂપે ચાર પ્રકારે. ૨. છેત્તર = સૂપડા વગેરે ફાટેલા તૂટેલા ઘરના ઉપકરણો. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ઉપદેશપદ : ભાગ-૨ કોડિયાની માળા ગળામાં પહેરાવીને વધ સ્થાને લઈ જવાયો. રાજાએ પણ ઉદ્ઘોષણા કરાવી કે બીજો કોઈ આવો અપરાધ કરશે તે પોતાના દુશ્ચરિત્રનું આવું ફળ પ્રાપ્ત કરશે. મનોરમાએ કાનને દુઃખદાયક આવો વૃત્તાંત સાંભળ્યો અને વિચાર્યું કે સ્વપ્નમાં પણ આ મહાત્મા આવા પ્રકારનું અકાર્ય ન કરે. જો મેં અને તેમણે પાળેલા શીલનું કોઇપણ ફળ હોય તો આ સંકટથી અક્ષત જલદીથી પાર ઉતરે. આ પ્રમાણે વિચારીને મનોરમાએ શાસન દેવતાનો કાઉસ્સગ્ન કર્યો. શાસન દેવીએ વધ્યસ્થાન પાસે પહોંચેલા સુદર્શનનું સાનિધ્ય કર્યું. પણ સુદર્શન પોતાના કર્મનું આ ફળ છે બીજા કોઈનો દોષ નથી એમ ચિંતવે છે. બીજાને જૂઠી આળ આપવાનું ભવાંતરમાં આવું ફળ મળે છે. જ્યારે તેને શૂળી ઉપર લટકાવવામાં આવ્યો ત્યારે તત્ક્ષણ તે શૂળી મણિખંડથી શોભિત, સ્કુરાયમાન તેજના સમૂહવાળું સિંહાસન થયું. પછી તેના સ્કંધ ઉપર તલવારનો ઘા કરવામાં આવ્યો તે પણ તેના ગળામાં અતિ-ઘણી સુગંધિત માલતીના પુષ્પની માળા રૂપે થઈ. ઝાડ ઉપર લટકાવવા માટે ગળામાં ફાંસો આપવામાં આવ્યો તે જલદીથી મોટા આમળા જેવા મોતીથી ગુંથાયેલ હાર થયો. રાજાથી આદેશ અપાયેલા વધ્યભૂમિના પુરુષો જે જે વધ્ય પ્રવૃત્તિ કરે છે તે તે વધ્ય પ્રવૃત્તિ સર્વે અનુકૂળ ભાવને પામે છે. પછી ભય પામેલા વધ્યભૂમિના પુરુષો અદષ્ટપૂર્વ, અશ્રુતપૂર્વ સર્વ વ્યતિકર રાજાને કહે છે. તે દેવ! આ પુરુષ આ શૂળીને યોગ્ય નથી. આવો તિરસ્કાર થવાથી નક્કી આ કોઈ અપૂર્વ દૈવી પુરુષ જણાય છે. જો આ ક્રોધે ભરાશે તો સર્વપ્રલય કરશે. ખરેખર મારી દેવીનું આ દુષ્ટ ચરિત્ર છે. આ ખોટું કલંક આપવામાં આવ્યું છે તેથી તે ખમાવવા યોગ્ય છે એમ વિચારીને ચતુરંગસૈન્યથી યુક્ત, નગરના લોકોવડે અનુસારતો છે માર્ગ જેનો, વિનયપૂર્વક નમાવ્યું છે મસ્તક જેણે એવો દધિવાહન રાજા ત્યાં તેની પાસે આવ્યો. પોતાના જયકુંજર હાથી ઉપર બેસાડીને નગરની અંદર જેટલામાં લાવે છે તેટલામાં આ પ્રમાણે જનપ્રશંસા થઈ. મંથન કરાયેલ ક્ષીર સમુદ્રના ફીણ જેવા નિર્મળ શીલથી શોભિત એવા તમને આ કલંક સ્વપ્નમાં પણ લાગે? આજે પણ આવા પ્રકારના સંકટમાં શીલનું આવું ફળ જણાય છે કે જે સવાંગથી ડૂબેલા પણ મહાસત્ત્વશાળી જીવોને પાર ઉતારે છે. પોતાના કૂળને અજવાળ્યું, કીર્તિ દેશાંતરમાં ફેલાઈ. આ પ્રમાણે તારા વડે સજ્જનનો માર્ગ ઉઘાડાયો. આ પ્રમાણે સજ્જન લોક વડે બોલાતા વચનોને સાંભળતો, ફૂલોથી વધાવાતું છે મસ્તક જેનું એવો સુદર્શન રાજભવન પહોંચ્યો. રાજાને વિનંતિ કરી કે હે સ્વામિન્! મને દીક્ષા લેવાની અનુમતિ આપો જેથી હું આ જન્મને સફળ કરું. દવિવાહન રાજાવડે, સર્વભાઈઓ વડે તથા નગરના લોકવડે આ વાત સ્વીકારાઈ અને Page #139 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ પછી અવસરને મેળવી દીક્ષા સ્વીકારી. અને તે અભયાદેવી પણ અતિ નિષ્ઠુર હૈયાની ચેષ્ટાના વશથી અતિ તીવ્ર લજ્જાને પામેલી બીજી ગતિને (ઉપાયને) નહીં જોતી કોઇવડે નહીં જોવાતી ગળે ફાંસો ખાઇને પ્રાણ ત્યાગ કરી કુસુમનગરની પરિસરની સ્મશાનમાં વ્યંતરી થઇ. તે પંડિતા ધાત્રી પણ ત્યાંથી નીકળીને અહીં આવીને દેવદત્તા ગણિકાના ઘરે દાસી થઈ. હવે કપિલા પોતાનો અને સુદર્શનનો વૃત્તાંત દ૨૨ોજ ગણિકાને કહે છે કેઆદર કરીને પણ અભયા રાણી સુદર્શનને ક્ષોભિત ન કરી શકી. (૧૨૮) ૧૩૨ તે પણ મહાત્મા ક્યારેક વિહાર કરતા તે નગરમાં પધાર્યા. તેણે ધીમે ધીમે ગોચરી માટે ફરતા તે મહાત્માને જોયા. તેણે ગણિકાને કહ્યું: આ તે જ સુદર્શન શેઠ છે જેનાથી મારી સ્વામિનીએ મરણ સુધીના કષ્ટને પ્રાપ્ત કર્યું. અહીં પોતાના સૌભાગ્ય આગળ કોઇપણ વસ્તુ અસાધ્ય છે એમ નહીં માનતી અર્થાત્ પોતાના સૌભાગ્યથી ભલભલાને વશ કરી શકું છું એમ માનતી ગણિકા કુતૂહલથી વ્યાકુલ થયેલી, તેને ક્ષોભ કરવાની ઇચ્છાવાળી દાસીને કહે છે કે હે હલે! તે તે રીતે વિશ્વાસ પમાડીને તું તેવું કર જેથી આ મારા ઘરમાં પ્રવેશે. પછી જે યોગ્ય હશે તે હું કરીશ. પછી પ્રમાણ પૂર્વક દાસીએ મુનિને કહ્યુંઃ પોતાના ચરણના સ્પર્શથી આના વિશાળ ઘરને પવિત્ર કરો અને મુનિવર્ગને યોગ્ય આહાર-પાણી ગ્રહણ કરો. અતિસરળ મનવાળા મુનિ કુટિલ મનવાળી સ્ત્રીઓના આશયને નહીં જાણતા તેના ઘરમાં પ્રવેશ્યા. ગણિકા ઘરનો દરવાજો બંધ કરીને ચિત્રશાળામાં લઇ જઇને કહે છે કે હે સુભગ! તેં કેમ દીક્ષા લીધી છે? મનોહર વિષયોનો ભોગવટો કર. કૃપા કરી આ ઘરમાં ૨હે. તારું અને મારું યૌવન મનોહર છે. મારા પ્રણયનું ખંડન ન કર. પ્રચુર (અત્યંત) રતિ સુખને છોડીને મનુષ્ય જન્મનું બીજું કોઇ સારભૂત ફળ નથી. મારો તારા વિષે ગાઢ પ્રેમ છે તેથી તું સુરાંગના સમાન મને કેમ સ્વીકારતો નથી? સાક્ષાત્ મળેલા સુખને છોડીને કેમ ખેદ પામે છે? આ ભોગોથી બીજું શું ઉત્તમ છે? અથવા સર્વવાંછિત પદાર્થોને આપનારી, મનોહર વિલાસ કરતી મને છોડીને તું લજ્જા કેમ પામતો નથી? અને વળી દુષ્કર વ્રતનું સેવન કરે છતે અહીં આ જ ફલ પ્રાપ્ત થવાનું છે. પરલોકમાં મળતા સુખોની પ્રાર્થનાને કરતો કોણ પોતાની કદર્થના કરે? વિષયોના સેવનમાં મારું ચિંતવેલું થશે. પછી વૃદ્ધવયમાં આપણે બંને દુર્ગતિનું નિવારણ કરનારા ઉગ્નતપ અને ચારિત્રનું પાલન કરનારા થઈશું. આ પ્રમાણે પ્રાર્થના કરાયેલા પણ સુદર્શનમુનિ મેરુપર્વત જેવી ધીરતારૂપ પ્રતિજ્ઞાને છોડતા નથી, ત્યારે કામુકલોકના શાસ્ત્રમાં વિસ્તારથી કહેલા વિવિધ આલિંગન આદિથી તેને ચલાયમાન કરવા લાગી તો પણ મુનિ જરાપણ ક્ષોભ ન પામ્યા. હવે દિવસના અંતે મુનિને ખમાવીને અને પોતાની નિંદા કરીને સર્વ ઇંદ્રિયના સંવરથી મૃતક જેવા થયેલા સુદર્શન મુનિને ઉપાડીને Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ઉપદેશપદ : ભાગ-૨ દાસીઓએ સ્મશાનમાં મૂકી દીધો. સ્મશાનમાં પણ કાઉસ્સગ્ગમાં રહેલા સુદર્શન મુનિને અભયારાણીનો જીવ વ્યતંર દેવી ઉપસર્ગ કરવા લાગી. સમભાવથી ઉપસર્ગોને સહન કરતા સાત દિવસ પસાર કર્યા તેટલામાં આઠમા દિવસે સૂર્યોદય વખતે લોકાલોકને પ્રકાશ કરનાર કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. સત્યારિત્રથી આકર્ષાયેલા ચારે પ્રકારના` દેવો ત્યાં આવ્યા અને અતિ શ્વેત વિશાળ પાંદડીવાળા સુવર્ણ કમળાસનની રચના કરી. તેના ઉપર કેવળી બેઠા અને દેવોએ કેવળજ્ઞાનનો મહિમા કર્યો. પછી સંસારસમુદ્રમાંથી ઉદ્ધારનારો ઉત્તમ વહાણ સમાન ધર્મ કહ્યો. જેમકે– કોઇક પુણ્યોદયથી આ ઉત્તમ મનુષ્યભવ મેળવીને તેમાં પણ વિશેષ પુણ્યથી જિનેશ્વરનો ધર્મ પ્રાપ્ત થાય છે. તેને પણ તમે મેળવીને હિમ અને ચંદ્ર જેવા નિર્મળ મનથી જગતમાં દેવપૂજા કરવી જોઇએ. મોટા આદરથી પૂજાપૂર્વક જિનેશ્વરનું સન્માન કરવું જોઈએ. પ્રતિક્ષણ પાપસ્થાનકોનું પચ્ચક્ખાણ કરવું જોઇએ. સ્વર્ગ તથા મોક્ષને પ્રાપ્ત કરાવી આપનારા તથા કામ-ક્રોધરૂપી દાવાનળને શાંત કરવા મેઘધારા સમાન સ્વાધ્યાય કરવો જોઇએ. પૂર્ણ નિયમો સ્વીકારીને અર્થાત્ સર્વવિરતિ સ્વીકારીને હંમેશા જિનેશ્વરોએ બતાવેલ વિધિથી ઉદ્યમ કરવો જોઇએ. દીનાદિદાનમાં પણ ન્યાયાશ્રયપૂર્વકની રતિધારણ કરવી જોઇએ. અને હિમસમૂહ જેવા ઉજ્વલ યશસંગ્રહની લોલતા રાખવી જોઈએ. વિશાળ દાક્ષિણ્ય બુદ્ધિ રાખવી જોઈએ. અને હંમેશા મૃત્યુનો ઝડપી પ્રવાહ ત્રાસ પમાડી રહ્યો છે તેને રોકવામાં જે સહાયક શ્રુતધર્મ રૂપ માર્ગ છે તેનું સુનિપુણ નિરૂપણ કરવું જોઈએ. અંતકાળે ઉચિત ક્રિયા કરવી જોઈએ. સાધર્મિકનું પરમ વાત્સલ્ય કરવું જોઈએ. જીવોની દૃઢરક્ષા કરવી જોઈએ. દુર્ગતિપુરીના માર્ગસ્વરૂપ ચંચળ વિષયોમાં વૈરાગ્ય ધારણ કરવો જોઈએ. અને અહીં જિનેશ્વરના શાસનમાં સુપવિત્ર સંપત્તિને આપનારા બીજા બ્રહ્મચર્યાદિ કર્તવ્યો બતાવાયા છે તે સદા સેવવા જોઇએ. કલ્પિત ફળ આપનાર કલ્પવૃક્ષ, ચિંતિત ફળ આપનાર ચિંતામણિ, મનોકામના પૂરી કરનાર કામધેનુ, કિંમતી નિધાન, દિવ્ય ઔષધીઓ પણ પૂર્વે (અનંતીવાર) મેળવી છે. પરંતુ સજ્ઞાનના સાગર, શુદ્ધ આચરણવાળા, અમૃત જેવી શુદ્ધ દેશના આપનારા, સદા આક્રોશ અને રોષ વિનાના ધર્મગુરુઓ સુખપૂર્વક પ્રાપ્ત થતા નથી. જેઓ શીલથી ગોશીર્ષ ચંદન સમાન ૧. ચારે પ્રકારના દેવો=ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક. ૨. નાયન પરાયળત્તરરૂં । નાય એટલે નીતિ. નહ એટલે 7મ આશ્રય. પારયળત્તળ પરાયણતા, ઉત્સુકતા. અર્થાત્ ન્યાયપૂર્વક ઉપાર્જન કરેલા ધનથી સ્વપરનું કલ્યાણ થાય તેવી દીનાદિને દાન આપવાની પ્રવૃત્તિમાં રતિ રાખવી જોઇએ. Page #141 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૩૪ સુગંધના સમૂહથી યુક્ત લીલાના ઘર છે, જેઓ અતિ ભયાનક કામદેવ રૂપી શત્રુના પ્રસર વિનાના છે, જેઓ શુદ્ધ આગમના બોધવાળા છે એવા સાધુઓ અને સાધર્મિકોનો સંગમ છોડશો નહીં. દોષ રૂપ વિષને માટે ઔષધ સમાન ગુરુઓનો મહિમા માણેકરત્ન સમાન છે. રાજપદની પ્રાપ્તિમાં મન એટલું ખુશ ન થાય, રોગના નાશમાં મન એટલું ખુશ ન થાય, સ્વર્ગની પ્રાપ્તિમાં મન એટલું ખુશ ન થાય, ચિંતામણિની પ્રાપ્તિમાં મન એટલું ખુશ ન થાય, કલ્પવૃક્ષની પ્રાપ્તિમાં મન એટલું ખુશ ન થાય જેટલું મન સંસારસાગરથી નિર્વેદ પામેલા, અત્યંત નિર્વાણપદના ઇચ્છુક, અદ્ભુત ગુણવાળા ધર્મગુરુઓને સ્વપ્નમાં દેખીને ખુશ થાય. (૧૫૪) જેણે સંવિગ્ન માર્ગને અનુસારનારા ગુરુકુળમાં રહીને સમ્યગ્ આગમો ભણ્યા નથી, સ્વભાવ વશથી કષાયાદિનો ઉપશમ કર્યો નથી અને જેઓને પૂર્વે પ્રશમ ઉત્પન્ન થયો નથી તેવા મૂઢમનવાળા, દેશનાગુણને અયોગ્ય જીવોને દાવાગ્નિથી બળેલા મહારણ્યની જેમ દૂરથી જ દેશનાનો ત્યાગ કરવો અર્થાત્ તેવા જીવોને દેશના ન આપવી. કારણ કે જગતમાં મિથ્યાગ્રહથી કુમતિ લોકવડે અન્યથા ઉપદેશાતો જિનભાષિત સિદ્ધાંત જેટલું નુકશાન કરે છે તેટલું નુકસાન શસ્ત્ર કરતું નથી, વિષ કરતું નથી, શાકિનીને વશ થયેલો કરતો નથી. ભૂતપ્રેતનો ગ્રહ કરતો નથી, અતિઆકરો દુષ્કાળ કરતો નથી. ભયંકર જ્વાળાવાળો અગ્નિ કરતો નથી. આ ધર્મોપદેશ નિબિડ અજ્ઞાનરૂપી અંધકારના સમૂહને દૂર કરવા માટે ઉત્તમપ્રદીપ છે. આ ધર્મોપદેશ નિબિડ અજ્ઞાનરૂપી મહાવ્યાધિને નાશ કરનાર ઔષધી છે અને આ ધર્મોપદેશ મોક્ષસુખના ભવન ઉપર આરોહણ કરવા સોપાન શ્રેણિ છે. તેથી હે ભવ્યલોકો! આ ધર્મોપદેશને મનમાંથી જરા પણ દૂર ન કરવો. (આ પ્રમાણે કેવલી ભંગવતે દેશના આપી એટલે) વ્યંતરદેવી, દેવદત્તા તથા પંડિતા ધાત્રી અને બીજા ઘણા જીવો બોધ પામ્યા. આ પ્રમાણે કલ્યાણ કરીને તે કેવલીએ વિહાર કર્યો અને તે શેષકર્મોનો નાશ કરીને શિવ, અચલ, અરુજ, અભય મોક્ષ નામના સ્થાનને પામ્યા. આ પ્રમાણે પરિણામ પામ્યો છે વ્રતનો સાર જેઓને, ઉત્પન્ન કરાયેલ છે હાર જેવો ઉજ્જ્વળ યશનો સમૂહ જેઓ વડે એવા ભવ્યજીવો સ્વપરનું કલ્યાણ કરનારા થાય છે. अथ पञ्चमोदाहरणम् – णासेक्के णंददुगं, एगो सड्ढोऽवरो उ मिच्छत्तो । राय तलाग णिहाणगसोवण्णकुसाण पासणया ॥ ५३१ ॥ ૧.૩૦ૢામર=અતિ ભયાનક. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ઉપદેશપદ : ભાગ-૨ तह किट्ट लोहमयगा, अजत्त कम्मकर गहण विकणणं । सड्डपरिणाणग्गह, इच्छापरिमाणभंगभया ॥ ५३२॥ इयरगह पइदिणमिहं, आणिज्जेह गहणमहिगेणं । बहु गमण निमंतणाओ, तह पुत्तनिरूवणा गमणं ॥ ५३३॥ आगम अहिगादाणं, वावडमग्गण य रोस खिवणम्मि । मलगम सुवण्णदंसण, खरदंडिय पुच्छ सेसेसु ॥ ५३४॥ सोहणगदिट्ठपुव्वा, अण्णेणेगेण दिट्ठगहणं च । पुच्छा सावगपूया, दंडो इयरस्स अइरोद्दो ॥ ५३५॥ હવે પાંચમું ઉદાહરણ કહેવાય છે બે નંદવણિકની કથા નાસિક્ય (નાસિક) નગરમાં નંદ નામના બે વણિકો હતા. તેમાનો એક જિનવચનનો શ્રદ્ધાળુ શ્રાવક હતો. તેણે શ્રાવકજનને ઉચિત આચાર સ્વરૂપ અણુવ્રતોનો સ્વીકાર કર્યો હતો. તે હંમેશ અરિહંત ભગવંતના વચનને જ સર્વ ઈચ્છિત સિદ્ધિનો હેતુ માનતો હતો. સંતોષરૂપી અમૃતના પાનના પ્રભાવથી વિષયલોભ રૂપી વિષના વેગને નાથ્યો હતો. પ્રશમ સુખની ખાણમાં ડૂબેલા તેણે કાળને પસાર કર્યો. પણ બીજો નંદ યુક્ત અયુક્ત વસ્તુના વિચારનો તિરસ્કાર કરનારો, જીવનો પરિણામવિશેષ એવા મિથ્યાત્વથી પીડાયેલો હતો. અથવા જેમ દંડના યોગથી જીવ દંડવાળો કહેવાય છે તેમ મિથ્યાત્વના યોગથી મિથ્યાત્વી કહેવાય છે. અતિતીવ્રલોભી મિથ્યાત્વી તે વારંવાર સર્વક્રિયાઓમાં ગુણદોષના પરિણામને ગણકાર્યા વિના પ્રવૃત્તિ કરતો હતો. હવે કોઇક વખત રાજાએ ઔડો પાસે (=ઊડીયા દેશના મજૂરો પાસે) તળાવ ખોદાવવાનું શરૂ કર્યું અને ત્યાં ખોદતા ઊડીયાઓને અતિલાંબાકાળથી નિધાન રૂપે દટાયેલી સુવર્ણ કોશોનું દર્શન થયું. તેવા પ્રકારના તામ્રમય આધારને મળ ચોંટી જવાથી તે કટાઈ ગઈ હતી. પછી સુવર્ણનો ચટકાટ ઢંકાઈ જવાથી તે કોસો લોખંડની છે એમ માનીને તેઓએ તેના ઉપર લક્ષ ન આપ્યું. તળાવ ખોદાવનારા કાર્યકરોએ તેને ગ્રહણ કરી. અને ખાણિયાઓને તેનું દાન કર્યું. તેઓ બજારમાં જઈને તેને વેંચવા લાગ્યા અને બજારમાં નંદ શ્રાવકે કટાયેલી હોવા છતાં પણ આકાર વિશેષથી, વજન વિશેષથી આ કોશો સોનાની છે એમ જાણ્યું અને તેણે ખરીદ ન કરી. શાથી ખરીદ ન કરી? તેને કહે છે–ઇચ્છાપરિમાણ વ્રતના ભંગના ભયથી તેણે ખરીદ ન કરી. ૨. -૫, સાઈટ્ટિપુત્રા | ૨. આધાર= જેમાં કોશો મૂકવામાં આવી હતી તે ભાજન. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ઉપદેશપદ : ભાગ-૨ જો કે તેવા પ્રકારની રાજની સામગ્રી ખરીદેલી જાણવામાં આવે તો રાજલોક વડે સર્વસ્વ અપહારનો નિશ્ચિત દંડ કરવામાં આવે છે એવી સમજણ તેના મનમાં બેઠેલી હતી, તો પણ તેની અવગણના કરીને તે સુવર્ણકોશોના ખરીદ અને સંગ્રહથી પોતે લીધેલા ઇચ્છા પરિમાણ વ્રતનું ઉલ્લંઘન થતું હોવાથી “પ્રાણ ભંગથી પણ વ્રતભંગ દારૂણ છે” એ અભિપ્રાયથી તેણે સુવર્ણ કોશો ન ખરીદી. (પ૩૧-૫૩૨) ભયંકર લોભરૂપી સાપના વિષથી વિઠ્ઠલ થયેલા મિથ્યાદૃષ્ટી નંદે તેનું તેવા પ્રકારનું સ્વરૂપ જાણતો હોવા છતાં તે કોશોને ખરીદી લીધી અને કહ્યું: તમારે આ કોશો મારી પાસે દરરોજ લઈ આવવી કારણ કે અમારે આનું મોટું કામ છે. આવેલી કોશોની ખરીદી એના જેવી બીજી લોખંડની કોશોના મૂલ્યથી અધિક દ્રવ્ય આપીને કરવા લાગ્યો. આ પ્રમાણે પ્રતિદિન ઘણી કોશો ખરીદવાથી તેની પાસે ઘણી સંખ્યા થઈ. હવે કોઇક વખત જેનું વચન ઉલ્લંઘી ન શકાય તેવા કોઈક સ્વજનના ઘરે ઉત્સવ થયો. તેણે બીજા નંદ પાસે આવીને નિમંત્રણ કર્યું. તેના નિમંત્રણ પછી–જેવી રીતે મેં તળાવના ખાણિયાઓ પાસેથી કોશોને ખરીદી તેવી રીતે તારે પણ ખરીદ કરવી એમ પુત્રને ભલામણ કરીને પછી સ્વજનને ત્યાં ગયો. પછી તેની દુકાને ખાણિયાઓ હાથમાં કોશો લઈને આવ્યા અને ખાણિયાઓ કોશોની અધિક કિંમત માગવા લાગ્યા. પુત્રે કોશોની અધિક કિંમત ન આપી અને સોદો અટકી ગયો. પુત્ર ફરી દુકાન પર આવ્યો ત્યારે જલદીથી અધીરાઇવાળા થયેલા ખાણિયાઓએ પુત્ર પાસેથી ફરી પણ જ્યારે અધિક મૂલ્યની યાચના કરી ત્યારે પુત્રે રોષથી કોશોને દુકાનમાંથી બહાર ફેંકી, ત્યારે કોશો ઉપર લાગેલો કાટ ઊખડી ગયો તેથી સોનાનું દર્શન થયું. તેઓએ દંડપાશિક માણસોને હકીકત જણાવી. પછી રાજાએ કોશ સંબંધી પૃચ્છા કરી કે બાકીની કોશો તમે ક્યાં વહેંચી છે? તેઓએ જણાવ્યું કે પૂર્વે એક નંદે આ કોશોને જોઈ હતી પણ તેણે ખરીદી નહીં. આ નંદે ઘણી ખરીદ કરી છે. રાજાએ નંદની પૃચ્છા કરી કે તારી પાસે વેંચાવા આવવા છતાં તે કેમ ન ખરીદી. તેણે કહ્યું: હે દેવ! ઇચ્છાપરિમાણવ્રતના ભંગના ભયથી મેં ન ખરીદી? પછી નંદશ્રાવકના શુદ્ધ વ્યવહારને કારણે રાજાએ તેની મહાગૌરવ પૂજા કરી. મિથ્યાદષ્ટી નંદને સર્વધનરૂપ પ્રાણને હરવા સ્વરૂપ દંડ કર્યો. પછી મિથ્યાદષ્ટી નંદે મિત્રના ઘરેથી પાછા ફરતા આ પ્રમાણે વૃત્તાંત સાંભળીને વિચાર્યું, અહો! હું પોતાના જંઘાબળથી જ દુકાન ઉપરથી ઊઠીને અન્યત્ર ગયો તેથી ખરેખર આ બે જંઘાનો અપરાધ છે તેથી તેનો છેદ ૧. અપરાધ : લોભાંધ બનેલા બીજા નંદના મનનો દોષ હતો છતાં તેણે દોષનો ટોપલો બે જંઘા ઉપર નાખ્યો, તેમ કરીને લુપ્ત વિવેકી નંદે પોતાના આત્માને આલોક અને પરલોકના દુઃખનું ભાજન બનાવ્યો. Page #144 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૩૭ કરવો જોઈએ. પછી તીક્ષ્ણધારવાળી કુહાડીથી પોતાની બે જંઘાને છેદી નાખી. આ વૃત્તાંતને જાણ્યા પછી પણ રાજાએ તેવી અવસ્થાને અનુભવતા તેની પાસે દંડ વસૂલ કર્યો. (૫૩૩પ૩૫). अथ षष्ठमुदाहरणं गाथापञ्चकेनाहउज्जेणीए रोगो, णामं धिज्जाइओ महासड्ढो । रोगहियासण देविंदपसंसा असदहण देवा ॥५३६॥ काऊण वेज्जरूवं, भणंति तं पण्णवेमो अम्हेत्ति । रयणीए परिभोगो, महुमाईणं चउण्हं तु ॥५२७॥ तस्साणिच्छण कहणा, रन्नो सयणस्स चेव तेसिं तु । लग्गण सत्थकहाहिं, ताणं इयरस्स संवेगो ॥५३८॥ देहत्थपीडाणाया, पडिबोहण मो तु णवरमेतेसिं । आया तु देहतुल्लो, देहो पुण अत्थतुल्लोत्ति ॥५३९॥ देवुवओगे तोसो, नियरूवं रोगहरण नामंति । आरोगो से जायं, वयपरिणामोत्ति दट्ठव्वो ॥५४०॥ હવે છઠું ઉદાહરણ કહેવાય છે રોગ-અરોગ બ્રાહ્મણ શ્રાવકનું દષ્ટાંત ઉજ્જૈની નગરીમાં બાળકાલથી જ ઘણો બિમાર રહેતો હોવાથી રોગ એ નામથી પ્રસિદ્ધ બ્રાહ્મણ રહેતો હતો. તે મહાલોભથી પરાભવ પામેલો હતો. બીજાની પાસે પ્રાર્થના કરવામાં ચતુર હોવાથી ધિક્ એટલે કે નિંદનીય જાતિમાં જન્મ થયો હોવાથી ધિક્કાતિ= બ્રાહ્મણ કહેવાય છે. તે કેવો હતો? અણુવ્રતાદિ શ્રાવકના શુદ્ધ આચારને પાળતો હોવાથી તે મહાશ્રાવક હતો. ભવાંતરમાં ઉપાર્જન કરેલા અસાતવેદનીય કર્મના વિપાકોદયથી નક્કી ન કરી શકાય તેવો રોગ થયો. રોગની ચિકિત્સાની સામગ્રી પ્રાપ્ત થતી હોવા છતાં પણ તેણે રોગને સમભાવે સહન કરવાનું માન્યું. જેમકે-કલેવર શરીરના ખેદની ચિંતા કર્યા વિના સહન કર. કારણ કે તારે સ્વવશતા અતિદુર્લભ છે. હે જીવ ! પરવશપણે ઘણાં કર્મોને સહન કરે છતે પણ તેમાં તારે કોઈ લાભ નથી. કરેલા શુભાશુભ કર્મને અવશ્ય જ ભોગવવાનું છે, નહીં ભોગવેલું કર્મ અબજો કેલ્પ સુધી પણ ક્ષય પામતું નથી. અને આ પ્રમાણે તે રોગને શમભાવથી સહન કરતા, આથી ૧. કલ્પ એટલે બ્રહ્માનો એક દિવસ, અથવા કૃત, ત્રેતા, દ્વાપર અને કલિ એમ ચારયુગની એક ચોકડી એવી ૯૯૪ ચોકડી અથવા ૪,૩૨,૦૦,૦૦,૦૦૦ વર્ષોનો સમય. એવા એક અબજ કલ્પ. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ઉપદેશપદઃ ભાગ-૨ જ રોગના ઉપાયમાં પરાક્ષુખ તેના દિવસો પસાર થયે છતે ઈદ્ર દેવલોકમાં પ્રશંસા કરી. જેમકે-એહો! ઉજ્જૈની નગરીમાં રોગ નામનો બ્રાહ્મણ મહાસત્ત્વશાળી છે જેની ચિકિત્સા કરવામાં આવતી હોવા છતાં તેની અપેક્ષા વિના સમ્યગૂ રોગને સહન કરે છે અને તેથી જ કોઈક બે દેવને અશ્રદ્ધા થઈ. વૈદ્યનું રૂપ લઈને કહે છે કે–અમે તમને નીરોગી કરવાની વિનંતિ કરીએ છીએ. પરંતુ તમારે રાત્રિના મધ, મધ, માંસ અને માખણ એમ ચારેય અશનનો પરિભોગ કરવો પડશે. પછી બૃહસ્પતિ કરતા પણ અધિક પ્રતિષ્ઠિત રોગ બ્રાહ્મણે અનેષણીય ભોજનનો સ્વીકાર ન કર્યો. કેમકે તેણે ચિંતવ્યું કે–મોટા પર્વતના ઊંચા શિખર ઉપરથી કોઈક વિષમ સ્થાનમાં પડીને આ કાયાને કઠણ પથ્થરની અંદર ચૂરી નાખવી સારી, તીક્ષ્ણ દાંતવાળા ફણીધરના મુખમાં હાથ નાખવો સારો અથવા અગ્નિમાં કૂદી પડવું સારું, પણ શીલનો (સદાચારનો) નાશ થવા દેવો સારો નહીં. પછી તે બે દેવોએ ચિકિત્સાને નહીં ઇચ્છતા બ્રાહ્મણની વાત રાજાને અને સ્વજન એવા તેના ભાઈઓને કરી. જેમ કે- અમે આની ચિકિત્સા કરીએ છીએ છતાં તે ના પાડે છે, આતો સારું ન કહેવાય. કારણ કે ઉત્તમ પુરુષો કહે છે કેબેદરકારીથી ભણાયેલી વિદ્યા ઝેર છે, રોગની ઉપેક્ષા ઝેર છે, દરિદ્રની મૈત્રી ઝેર છે, વૃદ્ધને તરુણીનો સંગ ઝેર છે. પછી તેઓ તેની ચિકિત્સા કરવામાં આદરવાળા થયા. કેવી રીતે? તેઓ=રાજા અને સ્વજનોને શાસ્ત્રકથા કરીને તેને ચિકિત્સા કરવામાં પ્રેરણા કરવા લાગ્યા. જેમકે- ધર્મથી યુક્ત એવા શરીરનું પ્રયત્નથી રક્ષણ કરવું જોઈએ. જેમ પર્વત ઉપરથી પાણી ઝરે છે તેમ શરીરમાંથી ધર્મ ઝરે છે. દેહના વિનાશમાં કોઇની કોઇપણ આશા સફળ થતી નથી એટલે સર્વથા શરીરનું રક્ષણ કરવું જોઈએ. તેઓ રાજા વગેરેને આ કથાઓ કરતા હતા ત્યારે રોગ બ્રાહ્મણને દેહાદિમમત્વના ત્યાગથી મોક્ષાભિલાષ રૂપ સંવેગ પ્રગટ્યો. યથાર્થ કહ્યું છે કેઆજે સંસાર સંબંધી (પૌદ્ગલિક) સુખ મળે છે તે આવતી કાલે સ્મૃતિ જ બને છે. અર્થાત્ નાશ પામે છે, તેથી પંડિત પુરુષો ઉપસર્ગ-વિનાના મોક્ષ સુખને ઇચ્છે છે. પછી તેણે આપત્તિને માટે ધનનું રક્ષણ કરવું. ધન કરતાં પણ સ્ત્રીઓનું રક્ષણ કરવું, સ્ત્રીઓ કરતાં અને ધન કરતાં પણ આત્માનું રક્ષણ સતત કરવું જોઈએ' આવા પ્રકારના શરીર અને ધનની પીડાના દૃષ્ટાંતથી રાજા વગેરેને પ્રતિબોધ કર્યા. પરંતુ ચિકિત્સાનો સ્વીકાર ન કર્યો. અહીં રોગ બ્રાહ્મણ વડે જે દૃષ્ટાંત અને દાર્દાન્તિક ભાવના કલ્પાએ તેને કહે છે અહીં આત્મા શરીરના સ્થાને છે અને શરીર ધનના સ્થાને છે. જેમ લોકનીતિથી શરીર અને ધન બંનેનો એક સાથે નાશ થતો હોય ત્યારે ધનનો ત્યાગ કરી શરીરનું રક્ષણ કરાય છે. તેમ ધર્મી આત્માઓએ દેહપીડાને ગૌણ કરીને આત્માનું રક્ષણ કરવું જોઇએ, આ ઉત્સર્ગ માર્ગ છે. શાસનની અવ્યસ્થિતિ આદિનું પ્રયોજન હોય અને સહન ન થઈ શકે તેમ હોય તો દેહની કાળજી લેવી ઉચિત છે. નિશીથભાષ્યમાં કહ્યું છે કે Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ઉપદેશપદ : ભાગ-૨ શાસનની અવિચ્છિત્તિ કરીશ, અર્થાત્ શાસનને ટકાવી રાખીશ. અથવા શ્રુતનો અભ્યાસ કરીશ અને તપ તથા ઉપધાનાદિમાં ઉદ્યમ કરીશ તથા ગણ અને સિદ્ધાંતમાં કહેલા આચારોનું રક્ષણ કરીશ એવા આલંબનને લઈને અપવાદને સેવતો સાધુ મોક્ષને પામે છે.” પછી દેવતાઓએ અવધિજ્ઞાનનો ઉપયોગ મુક્યો. પોતાની પ્રતિજ્ઞામાં નિશ્ચલ છે એમ જાણી દેવો હર્ષ પામ્યા. અહો! આ સાચી પ્રશંસાવાળો છે અર્થાત્ સાચે જ પ્રશંસા કરવા યોગ્ય છે. ત્યાર પછી દેવોએ પોતાના દિવ્યરૂપને પ્રકટ કરી જ્વર-અતિસારાદિ સર્વ રોગોને દૂર કર્યા. પછી “આરોગ્ય' એ પ્રમાણે તેનું નામ પ્રસિદ્ધ થયું. કેમકે તે બ્રાહ્મણ પરિશુદ્ધ આરોગ્યગુણમય થયો. તે આ પ્રમાણે રોગ અને રોગવાળો કથંચિત્ અભિન્ન હોવાથી તેનું “રોગ’ એ પ્રમાણે નામ રૂઢ થયું હતું. તથા હમણાં દેવની કૃપાથી તે આરોગ્યવાળો થયો હોવાથી તેનું નામ આરોગ્ય’ રૂઢ થયું. કેમકે આરોગ્ય અને આરોગ્યવાન કથંચિત્ અભિન્ન છે. ઉપસંહાર કરતા કહે છે–આ પ્રમાણે તે કષ્ટ દાયક દશામાં પણ નિશ્ચિલ રહ્યો, તેનો પ્રાણાતિપાતવિરતિની પરિણતિરૂપ વ્રતનો પરિણામ નાશ ન થયો. (૫૩૬-૫૪૦) अत्र च सति यत् स्यात्तद् दर्शयतिसइ एयम्मि विचारति, अप्पबहुत्तं जहट्ठियं चेव । सम्मं पयट्टति तहा, जह पावति निज्जरं विउलं ॥५४१॥ सत्येतस्मिन् व्रतपरिणामे 'विचारयति' मीमांसते । किमित्याह-'अल्पबहुत्वं' गुणदोषयोः सर्वप्रवृत्तिषु यथावस्थितमेवाविपर्यस्तरूपं न त्वर्थित्वातिरेकात् । आरूढविपर्ययः सदपि दोषबाहुल्यं नावबुध्यत इति । तथा, सम्यक् परिशुद्धोपायपूर्वकतया प्रवर्त्तते सर्वकार्येषु तपोऽनुष्ठानादिषु तथा, यथा 'प्राप्नोति' लभते 'निर्जरां' कर्मपरिशाटरूपां विपुलामक्षीणानुबन्धत्वेन विशालामिति । असम्पन्नव्रतपरिणामा हि बहवो लोकोत्तरपथावतारिणोऽपि गुरुलाघवालोचनविकला अत एवाव्यावृत्तविपर्यासास्तथा प्रवर्त्तन्ते यथा स्वपरेषां दिङ्मूढनिर्यामका इवाकल्याणहेतवो भवन्ति ॥५४१॥ વ્રતપરિણામ વિદ્યમાન હોય ત્યારે જે થાય તે કહે છે ગાથાર્થ-વ્રતપરિણામ વિદ્યમાન હોય ત્યારે યથાવસ્થિત જ અલ્પબદુત્વને વિચારે છે અને તે રીતે સમ્યક્ પ્રવર્તે કે જેથી ઘણી નિર્જરાને પામે. ટીકાર્ય–અલ્પબદુત્વને સર્વ પ્રવૃત્તિમાં ગુણ-દોષના અલ્પ-બહુત્વને. કઈ પ્રવૃત્તિમાં ગુણ વધારે છે અને દોષ અલ્પ છે, કઈ પ્રવૃત્તિમાં ગુણ અલ્પ છે અને દોષ વધારે છે Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ઉપદેશપદઃ ભાગ-૨ એમ વિચારે. આમ વિચારીને જેમાં ગુણ વધારે હોય તેવી પ્રવૃત્તિ કરે, અથવા દોષ ઓછો હોય તેવી પ્રવૃત્તિ કરે. યથાવસ્થિત જ-જે પ્રમાણે વસ્તુસ્થિતિ હોય તે પ્રમાણે જ વિચારે. અર્થીપણાના અતિરેકથી વિપર્યાસભાવને પામીને વિદ્યમાનપણ દોષની અધિકતાને ન જાણે એવું ન બને. સમ્યક્ પ્રવર્તે-તપશ્ચર્યા વગેરે સર્વકાર્યોમાં પરિશુદ્ધ ઉપાયપૂર્વક પ્રવર્તે. ઘણી=અનુબંધનો ક્ષય ન થવાના કારણે ઘણી, અર્થાત્ તે જ વખતે ઘણી નિર્જરા થાય એમ નહિ, કિંતુ કર્મનિર્જરાનો અનુબંધ ચાલે. તાત્પર્યાર્થ-બૃતપરિણામ વિદ્યમાન હોય ત્યારે તપશ્ચર્યા વગેરે સર્વકાર્યોમાં પ્રવૃત્તિ કરતાં પહેલાં ગુણ-દોષના અલ્પબદુત્વનો બરોબર વિચાર કરે. એવો વિચાર કર્યા પછી જેમાં ગુણ વધારે થાય તેવી પ્રવૃત્તિ કરે અને તે તે કાર્યનો જે પરિશુદ્ધ ઉપાય હોય તે ઉપાય કરવા પૂર્વક કરે. આ રીતે પ્રવૃત્તિ કરવાથી વર્તમાનમાં તો ઘણી નિર્જરા થાય જ, કિંતુ ભવિષ્યમાં પણ તેની પરંપરા ચાલે. વ્રત પરિણામ ન થયા હોય તેવા ઘણા જીવો લોકોત્તરમાર્ગમાં પ્રવેશેલા હોવા છતાં ગુરુ-લાઘવની ( લાભ-હાનિની) વિચારણાથી રહિત હોય છે અને એથી જ વિપર્યાસ દૂર ન થયો હોવાના કારણે તે રીતે પ્રવર્તે છે કે જેથી દિ મૂઢ બનેલા નિર્યામકની જેમ સ્વપરના અકલ્યાણનું કારણ બને છે. જેવી રીતે વહાણ કઈ દિશા તરફ જઈ રહ્યું છે એવું જેને ભાન નથી એવો નાવિક પોતાનું અને નાવમાં બેઠેલાઓનું અહિત કરે તેમ લાભ-હાનિની વિચારણાથી રહિત જૈન હોય તો પણ પોતાનું અને પોતાની નિશ્રામાં રહેલાઓનું અહિત કરે. (૫૪૧) एतदेव भावयतिपुव्विं दुच्चिन्नाणं, कम्माणं अक्खएण णो मोक्खो । पडियारपवित्तीवि हु, सेया इह वयणसारत्ति ॥५४२॥ 'पूर्वं'भवान्तरे 'दुश्चीर्णानां' ततस्ततो निबिडाध्यवसायाद् निकाचनावस्थानीतानां 'कर्मणां' ज्ञानावरणादीनामक्षयेणानिर्जरणेन 'नो' नैव मोक्षः' परमपुरुषार्थलाभस्वरूपो यतः समपद्यते, किन्तु क्षयादेव । ततः कर्मक्षयार्थिना उपसर्गाश्चैदुपस्थिताः सम्यक् सोढव्याः ।यदा कथञ्चित् सोढुं न शक्यते, तदा प्रतीकारप्रवृत्तिरपि' प्रतिविधानचेष्टारूपा 'श्रेयसी', 'इह' दुश्चीर्णकर्मणां क्षये, वचनसारा' कल्पादिग्रन्थोक्ता ग्लानचिकित्सासूत्रानु Page #148 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૪૧ सारिणी, यथा-"फासुयएसणिएहिं, फासुयओहासिएहिं कीएहिं ।पूईए मिस्सएहि, आहाकम्मेण जयणाए ॥१॥"नतु गुरुलाघवालोचनविकला स्वविकल्पमात्रप्रवृत्ता ॥५४२॥ આ જ વિષયને વિચારે છે– ગાથાર્થ–પૂર્વે દુર્ણ કરેલાં કર્મોના ક્ષય વિના મોક્ષ નથી. વચનાનુસારી પ્રતિકાર પ્રવૃત્તિ પણ શ્રેયસ્કરી છે. ટીકાર્થ–પૂર્વે દુશ્મીર્ણ કરેલા=ભવાંતરમાં તે તે દૃઢ અધ્યવસાયથી નિકાચિત અવસ્થાને પમાડેલાં, અર્થાત્ નિકાચિત રૂપે બાંધેલાં. મોક્ષ=મોક્ષ પરમપુરુષાર્થના લાભ સ્વરૂપ છે. પરમ(શ્રેષ્ઠ) પુરુષાર્થથી મોક્ષનો લાભ થાય છે, માટે મોક્ષ પરમ પુરુષાર્થના લાભ સ્વરૂપ છે. વચનાનુસારી-કલ્પ વગેરે ગ્રંથોમાં કહેલી “ગ્લાન ચિકિત્સા' સૂત્રને અનુસરનારી. જેમકે –“પ્રાસુક એષણીય, પ્રાસુક ઓઘ ઔદેશિક, ક્રત, પૂતિ, મિશ્ર, આધાકર્મ આ ક્રમથી યતનાપૂર્વક રોગનો પ્રતિકાર કરે.” અહીં ભાવાર્થ એ છે કે સર્વ પ્રથમ પ્રાસુક (=નિર્જીવ) અને એષણીય (નિર્દોષ) આહારની શોધ કરે. તેવો આહાર ન મળે તો પ્રાસુક ઓઘ ઔદેશિક આહારની શોધ કરે. તેવો પણ આહાર ન મળે તો ક્રમશઃ ક્રીત વગેરે પ્રકારના આહારની શોધ કરે. ઓઘઔદેશિક–ગૃહસ્થ પોતાના માટે ભાત વગેરે પકાવવાની શરૂઆત કરે ત્યારે તેમાં ભિક્ષા માટે જે કોઈ આવે તેને ભિક્ષા આપવા માટે “આટલું પોતાના માટે અને આટલું ભિક્ષા આપવા માટે” એવો વિભાગ કર્યા વિના ભાત વગેરે અધિક બનાવે તે ઓઘ ઔદેશિક છે. ક્રિીત સાધુ માટે મૂલ્ય આપીને લીધેલું. પૂતિ શુદ્ધ આહારમાં અશુદ્ધ આહાર ભળવાથી થતો દોષ. મિશ્રગૃહસ્થ અને સાધુ એ બંનેના સંકલ્પરૂપ મિશ્રભાવથી બનેલો આહાર. આધાકર્મસાધુને આપવાના સંકલ્પથી આહારને રાંધ, અથવા સચિત્તને અચિત્ત કરે. પ્રતિકાર પ્રવૃત્તિ રોગ આદિને દૂર કરવાની પ્રવૃત્તિ. ભવાંતરમાં નિકાચિત રૂપે બાંધેલાં કર્મોના ક્ષય વિના મોક્ષ થતો નથી, કિંતુ ક્ષયથી જ થાય છે. આથી કર્મક્ષયના અર્થી જીવે ઉપસર્ગો ઉપસ્થિત થાય તો સમ્યક=આર્ત૨. મોડુલિર્દિ | Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ उपहेशप : भाग-२ રૌદ્રધ્યાન કર્યા વિના) સહન કરવા જોઇએ. જો કોઈ પણ કારણથી ઉપસર્ગો સહન ન થઈ શકે તો સ્ત્રાનુસારે પ્રતિકાર કરવાની પ્રવૃત્તિ પણ હિતકર છે. ગુરુ-લાઘવનો વિચાર કર્યા વિના માત્ર પોતાની કલ્પનાથી કરેલી પ્રતિકારપ્રવૃત્તિ ति:२ नथी. (५४२.) एतदेवाधिकृत्याहअट्टज्झाणाभावे, सम्म अहियासियव्वतो वाही । तब्भावम्मिवि विहिणा, पडियारपवत्तणं णेयं ॥५४३॥ 'आर्तध्यानाभावे-"तह सूलसीसरोगाइवेयणाए विओगपणिहाणं । तदसंपओगचिंता, तप्पडियाराउलमणस्स ॥" इत्येवंलक्षणस्य ध्यानशतकोक्तस्यार्त्तध्यानस्याभावे सति सम्यक् प्राग्भवोपार्जितकर्मनिर्जरणाभिलाषयुक्तत्वेनाध्यासितव्योऽधिसोढव्यो मुमुक्षुणा जीवेन 'व्याधिः' कुष्ठातिसारादिः सनत्कुमारराजर्षिवत् । तथा च पठ्यते"कंडूअभत्तखद्धा, तिव्वा वियणा य अच्छिकुच्छीसु । सासं खासं च जरं, अहियासे सत्त वाससए ॥१॥" यतः, "पुव्विं कडाणं कम्माणं पुव्विं दुच्चिन्नाणं दुप्पडिकंताणं वेयइत्ता मोक्खो, नत्थि अवेयइत्ता तवसा वा झोसइत्त" त्ति। अथ दुर्बलसत्त्वतया व्याधिबाधामसहमानस्य कस्यचिद् यदार्तध्यानमुत्पद्यते संयमयोगा वाऽवसीदेयुः, तदा किं कर्त्तव्यमित्याशङ्क्याह-तद्भावेऽप्यातध्यानभावे, अपिशब्दात् संयमयोगापगमे च विधिना निपुणवैद्यगवेषणादिलक्षणेन प्रतीकारप्रवर्त्तनं चिकित्सारम्भणं ज्ञेयम्, अन्यथा चिकित्साप्रवृत्तावपि न कस्यचिद् व्याधेरुपशमः स्यात्, किन्तु तवृद्धिरेवेति ॥५४३॥ આ જ વિષયને આશ્રયીને કહે છે ગાથાર્થ– આર્તધ્યાન ન થાય તો રોગને સમ્યક્રસહન કરવો જોઇએ. આર્તધ્યાન થાય કે સંયમયોગો વિનાશ પામે(=સીદાય) તો વિધિથી ચિકિત્સાનો પ્રારંભ કરવો જોઇએ. ટીકાર્થ– આર્તધ્યાન- ધ્યાન શતકમાં આર્તધ્યાનનું સ્વરૂપ કહ્યું છે. તે આ પ્રમાણે– “શૂળ અને મસ્તક રોગ આદિની વેદના થતી હોય ત્યારે તેનો પ્રતિકાર કરવામાં વ્યગ્રમનવાળા જીવનો વેદનાના વિયોગમાં (–વેદનાને દૂર કરવાનો) દૃઢ અધ્યવસાય તથા ભવિષ્યમાં રોગ ન આવે એની ચિંતા આર્તધ્યાન છે. (ધ્યાન શતક ગાથા-૭) મુમુક્ષુ પૂર્વભવોમાં ઉપાર્જિત કર્મોની નિર્જરાનો અભિલાષી હોવાથી જો આવું આર્તધ્યાન ન થાય Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ઉપદેશપદ : ભાગ-૨ તો મુમુક્ષુ જીવે સનસ્કુમાર રાજર્ષિની જેમ કોઢ અને અતિસાર વગેરે રોગોને સમ્યક સહન કરવા જોઇએ. કહેવાય છે કે– “સનકુમાર રાજર્ષિએ ખંજવાળ, સુધા, આંખ અને ઉદરમાં તીવ્ર વેદના, શ્વાસ, ખાંસી, તાવ આ રોગો સાતસો વર્ષ સુધી સહન કર્યા.” કારણકે– “હે જીવ! પૂર્વજન્મોમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય એ ચાર હેતુઓથી હિંસા અને અસત્ય આદિ જે પાપ કર્મો કર્યા હોય, કરાવ્યાં હોય અને અનુમોદ્યાં હોય અને એથી જ્ઞાનાવરણીય અને અસતાવેદનીય વગેરે જે અશુભ કર્મો બાંધ્યા હોય તે કર્મોનો ભોગવ્યા વિના કે તપથી ખપાવ્યા વિના ક્ષય થતો નથી.” (દ. વૈ. પહેલી ચૂલિકા) હવે જો કોઈ સાધુ દુર્બલ હોવાથી વ્યાધિને સહન ન કરી શકે એથી આર્તધ્યાન થાય, અથવા સંયમના યોગો સદાય તો કુશળ વૈદ્યની શોધ કરવી વગેરે વિધિથી ચિકિત્સા શરૂ કરે. વિધિ વિના ચિકિત્સા શરૂ કરે તો પણ કોઈ વ્યાધિ શમે નહિ, બલ્ક વધે જ. (૫૪૩) ननु कश्चित् साध्वादिः पुष्टालम्बनमुद्दिश्य प्रतिकारं कुर्यात्ततः किं निर्जरा स्याद् नवेत्यत्राहसव्वत्थ माइठाणं, न पयट्टति भावतो तु धम्मम्मि । जाणतो अप्पाणं, न जाउ धीरो इहं दुहइ ॥५४४॥ 'सर्वत्र' गृहस्थसम्बन्धिनि यतिसम्बन्धिनि वाऽनुष्ठाने 'मातृस्थानं' मायालक्षणं 'न' नैव प्रवर्त्तते । क्वेत्याह-भावतस्तु' परमार्थत एव 'धर्मे' व्रतपरिणाम सम्पन्ने सति । યત:, @? “ગાનન' નથવિધ માત્માનં સર્વોપરપ્રિયતાથધર' નૈવ ગાતુ' રિપિથી વૃદ્ધિમાન ગતિ કુતિ' દ્રોહવિષયં વેતિ માતૃસ્થાનविधानेनेति ॥५४४॥ કોઈ સાધુ વગેરે પુષ્ટ આલંબનથી રોગનો પ્રતિકાર કરે તો તેનાથી નિર્જરા થાય કે નહિ એ અંગે કહે છે ગાથાર્થ–ટીકાર્થ– જેને પરમાર્થથી વ્રતપરિણામ થયો છે, તે જીવ શ્રાવક સંબંધી કે સાધુ સંબંધી અનુષ્ઠાનમાં માયા કરતો નથી. કારણ કે તે સમ્યગ્બોધવાળો છે. સમગ્બોધવાળો અને એથી જ બુદ્ધિમાન એવો તે જગતમાં અન્યસર્વપદાર્થોથી અધિક પ્રિય એવા આત્માનો માયા કરીને ક્યારેય દ્રોહ કરતો નથી. (૫૪૪) एतदेव कुत इत्याहकोडिच्चागा कागिणिगहणं पावाण ण उण धनाणं । धन्नो य चरणजुत्तोत्ति धम्मसारो सया होति ॥५४५॥ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ઉપદેશપદ : ભાગ-૨ 'कोटित्यागात्' कोटिसङ्ख्यादीनारपरिहारात् 'काकिणीग्रहणं' काकिणी ‘पञ्चाहतैश्चतुर्भिर्वराटकैः काकिणी चैका' इति वचनात् कपर्दकविंशतिरूपा, तस्याः काकिण्या उपादानं पापानामुदीर्णलाभान्तरायादिप्रचुराशुभकर्मणां 'न पुनर्धन्यानां' धर्मधनलब्धृणाम् । एवमपि प्रस्तुते किमित्याह-'धन्यश्च' धन्य एव 'चरणयुक्तो' निष्पन्ननिष्कलङ्कव्रतपरिणामः पुमान् वर्त्तते, इत्यस्मात् कारणाद् धर्मसार: ‘सदा' सर्वकालं भवति, न तु मातृस्थानप्रधानः । इति कथमसौ कोटितुल्यनिर्जरालाभत्यागाद् मातृस्थानप्रधानवृत्तकारितया काकिणीतुल्यपूजाख्यात्यादिस्पृहापरः स्यादिति भावः ॥५४५॥ આ પણ શાથી છે તે કહે છે ગાથાર્થ– ક્રોડનો ત્યાગ કરીને કાકિણીનું ગ્રહણ પાપી જીવો કરે છે, ધન્ય જીવો નહિ. ચારિત્રથી યુક્ત જીવ ધન્ય જ છે, એથી તે સદા ધર્મની પ્રધાનતાવાળો હોય છે. टीआर्थ-औडनो ओड सोनामडोरनो. silien= २० औ3. પાપી= લાભાંતરાય વગેરે ઘણા અશુભ કર્મોના ઉદયવાળા. ધન્ય= જેમણે ધર્મરૂપ ધન પ્રાપ્ત કરી લીધું છે તેવા. ચારિત્રથી યુક્ત= જેનામાં નિષ્કલંક વ્રતપરિણામ ઉત્પન્ન થયો છે તેવો પુરુષ. જેનામાં નિર્મળ વ્રતપરિણામ ઉત્પન્ન થયો છે તેવો પુરુષ સદાય ધર્મની પ્રધાનતાવાળો હોય છે, નહિ કે માયાની પ્રધાનતાવાળો. આથી તે પુરુષ ક્રોડ સોનામહોરતુલ્ય નિર્જરા લાભને છોડીને માયાની પ્રધાનતાવાળું આચરણ કરીને કાકિણી તુલ્ય પૂજા-ખ્યાતિ વગેરે स्पृडामा तत्५२ वी शत. थाय ? (५४५) अत्रैवाभ्युच्चयमाहगुणठाणगपरिणामे, संते तह बुद्धिमपि पाएण । जायइ जीवो तप्फलमवेक्खमन्नेउ नियमत्ति ॥५४६॥ 'गुणस्थानकपरिणामे' गुणविशेषस्य जीवदयादिरूपस्यात्मनि परिणामे सति, तथेति समुच्चये, 'बुद्धिमानपि' युक्तायुक्तविवेचनचतुरशेमुषीपरिगतोऽपि न केवलं धर्मसारः सदा भवति, 'प्रायेण' बाहुल्येन जायते जीवः, महतामप्यनाभोगसम्भवेन कदाचित् कृत्येष्वबुद्धिमत्त्वमपि कस्यचित् स्यादिति प्रायोग्रहणम् । अत्रैव मतान्तरमाह-'तत्फलं' Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ઉપદેશપદ : ભાગ-૨ बुद्धिमत्त्वफलं स्वर्गापवर्गादिप्राप्तिलक्षणमपेक्ष्य समाश्रित्यान्ये पुनराचार्या नियमोऽवश्यंभावो बुद्धिमत्त्वस्यानाभोगेऽपि गुणस्थानकपरिणतौ सत्यामिति ब्रुवते, अयमभिप्रायः-सम्पन्ननिर्वणव्रतपरिणामाः प्राणिनो 'जिनभणितमिदम्' इति श्रद्दधानाः क्वचिदर्थेऽनाभोगबहुलतया प्रज्ञापकदोषाद्वितथश्रद्धानवन्तोऽपि सम्यक्त्वादिगुणभङ्गभाजो न जायन्ते, यथोक्तम् "सम्मट्ठिी जीवो, उवइष्टुं पवयणं तु सद्दहइ । सद्दहइ असब्भावं, अजाणमाणो गुरुनिओगा ॥१॥" इति बुद्धिमत्त्वे सति व्रतपरिणामफलमविकलमुपलभन्त एवेति ॥५४६॥ અહીં જ વિશેષ કહે છે ગાથાર્થ– ગુણસ્થાનકનો પરિણામ વિદ્યમાન હોય ત્યારે જીવ પ્રાયઃ બુદ્ધિમાન પણ થાય છે. બીજાઓ તો બુદ્ધિના ફલની અપેક્ષાએ નિયમ બુદ્ધિમાન હોય એમ કહે છે. ટીકાર્થ– ગુણસ્થાનકનો પરિણામ- આત્મામાં જીવદયા વગેરે ગુણવિશેષનો પરિણામ બુદ્ધિમાન- યુક્ત અયુક્તનો વિવેક કરવામં કુશળ પ્રજ્ઞાથી યુક્ત. બુદ્ધિમાન પણ થાય છે એ સ્થળે રહેલા “પણ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે કેવળ ધર્મની પ્રધાનતાવાળો જ થાય છે એમ નહિ, ધર્મની પ્રધાનતાવાળો થવા સાથે બુદ્ધિમાન પણ થાય છે. પ્રશ્ન- “પ્રાયઃ' શબ્દ શા માટે કહ્યો ? ઉત્તર- મોટા પુરુષોમાં પણ અનાભોગ થવાનો સંભવ છે. આથી ક્યારેક કોઇને કર્તવ્યમાં બુદ્ધિનો અભાવ પણ હોય. આથી અહીં પ્રાયઃ કહ્યું છે. અહીં જ મતાંતર કહે છે- અન્ય આચાર્યો કહે છે કે ગુણસ્થાનકનો પરિણામ હોય ત્યારે અનાભોગ હોય તો પણ બુદ્ધિનું સ્વર્ગ-મોક્ષની પ્રાપ્તિ રૂપ જે ફલ તે ફલની અપેક્ષાએ જીવ નિયમા બુદ્ધિમાન હોય છે. અહીં અભિપ્રાય આ છે– અખંડવ્રત પરિણામવાળા જીવો (જે વિષયને પોતે ન સમજી શકે તે વિષયમાં પણ) “આ જિનેશ્વરે કહ્યું છે” એમ માનીને શ્રદ્ધા કરે છે. હવે એવું પણ બને કે કોઈક વિષયમાં અનાભોગની બહુલતાથી કે પ્રજ્ઞાપકના દોષથી વિપરીત શ્રદ્ધાવાળા પણ બને. આમ છતાં તે જીવોના સમ્યત્વાદિગુણનો ભંગ થતો નથી. કહ્યું છે કે“સમ્યગ્દષ્ટિ જીવ જિનેશ્વરે ઉપદેશેલા પ્રવચનમાં (શાસ્ત્રમાં) શ્રદ્ધા કરે છે. આમ છતાં કોઈક વિષયમાં અનાભોગથી કે ગુરુપરતંત્રતાથી અસત્યને પણ સત્યપણે માને. (આમ છતાં તેનું સમ્યકત્વ ન જાય.)” (ઉત્તરા. નિ. ૧૬૩) Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ઉપદેશપદ : ભાગ-૨ આ રીતે બુદ્ધિની વિદ્યમાનતામાં જીવો વ્રતપરિણામના ફળને સંપૂર્ણપણે પામે જ છે. (આથી અનાભોગમાં પણ બુદ્ધિના ફલની અપેક્ષાએ નિયમા બુદ્ધિમાન હોય એ સિદ્ધ થયું.) (૫૪૬) अत्रैव हेतुमाहचरणा दुग्गतिदुक्खं, न जाउ जं तेण मग्गगामी सो । अंधोव्वसायरहिओ, निरुवद्दवमग्गगामित्ति ॥५४७॥ चरणाच्चारित्राद्देशतः सर्वतो वा परिपालिताद् ‘दुर्गतिदुःखं' नारकतिर्यक्कुमानुषकुदेवत्वपर्यायलक्षणमशर्म नैव 'जातु' कदाचिजीवानां सम्पद्यते 'यद्' यस्मात्, "तेन' कारणेन 'मार्गगामी' निर्वाणपथानुकूलप्रवृत्तिः स व्रतपरिणामवान् जीवः । दृष्टान्तमाह-अन्धवच्चक्षुर्व्यापारविकलपुरुष इव। असातरहितो'ऽसवैद्यकर्मोदयविमुक्तो 'निरुपद्रवमार्गगामी' मलिम्लुचादिकृतविप्लवविहीनपाटलिपुत्रादिप्रवरपुरपथप्रवृत्तिमान् भवतीति । यथा असातरहितोऽन्धो निरुपद्रवमार्गगामी सम्पद्यते, तथा चारित्री व्यावृत्तविपर्यासतया दुर्गतिपातलक्षणोपद्रवविकलो निर्वृतिपथप्रवृत्तिमान् स्यादिति પ૪૭ અહીં જ હેતુને કહે છે ગાથાર્થ– જેવી રીતે અસાતાથી રહિત અંધપુરુષ ઉપદ્રવરહિત માર્ગે જાય તેમ શ્રત પરિણામવાળો જીવ માર્ગગામી હોય. કારણ કે ચારિત્રથી ક્યારેય દુર્ગતિનું દુઃખ ન થાય. - ટીકાર્થ– અસાતાથી રહિત- અસતાવેદનીય કર્મના ઉદયથી મુક્ત. આવો જીવ ઉપદ્રરહિત માર્ગે જાય. ચોર વગેરેથી કરાયેલા ઉપદ્રવથી રહિત હોય તેવા પાટલિપુત્ર વગેરે શ્રેષ્ઠ નગરના માર્ગે પ્રવૃત્તિ કરનારો થાય. માર્ગગામી હોય- મોક્ષમાર્ગને અનુકૂળ પ્રવૃત્તિ કરનારો હોય. ચારિત્રથી- દેશથી કે સર્વથી પાળેલા ચારિત્રથી. દુર્ગતિનું દુઃખ– નરક ગતિ, તિર્યંચ ગતિ, કુમનુષ્યભવ, કુદેવભવ રૂપ દુર્ગતિનું દુઃખ. જેવી રીતે અસાતાથી રહિત અંધ પુરુષ (સાતાવેદનીય રૂપ પ્રબળ પુણ્યોદયના પ્રભાવથી) ઉપદ્રવથી રહિત માર્ગે જનારો થાય, તેમ ચારિત્રી (ચારિત્રાવરણીય કર્મના ક્ષયોપશમના પ્રભાવથી) વિપર્યાસ(=મિથ્યાજ્ઞાન) દૂર થવાથી દુર્ગતિપાતરૂપ ઉપદ્રવથી રહિત બનીને મોક્ષમાર્ગને અનુકૂલ પ્રવૃત્તિ કરનારો હોય. (૫૪૭) Page #154 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૪૭ अमुमेवार्थमधिकृत्य ज्ञातानि प्रस्तावयन्नाहसुव्वंति य गुणठाणगजुत्ताणं एयवइयरम्मि तहा । दाणातिसु गंभीरा, आहरणा हंत समयम्मि ॥५४८॥ 'श्रूयन्ते' चाकर्ण्यन्ते एव 'गुणस्थानकयुक्तानां' परिणतगुणविशेषाणां जीवानामेतद्व्यतिकरे व्रतप्रस्तावे, तथेति समुच्चये, 'दाणाइसुत्ति व्रतानां दाने आदिशब्दाददाने च, 'गम्भीराणि' कुशाग्रीयमतिगम्यानि आहरणानि' दृष्टान्ताः, हन्तेति कोमलामन्त्रणे, “સમ' સિદ્ધાન્ત નિરૂપિતાનિ પ૪૮ આ જ અર્થનો અધિકાર કરીને દેખંતોને શરૂ કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ– વ્રતના પ્રસંગમાં વ્રતોના દાનમાં અને અદાનમાં ગુણસ્થાનક યુક્ત જીવોના ગંભીર દૃષ્ટાંતો શાસ્ત્રમાં સંભળાય જ છે. ટીકાર્થ– ગુણસ્થાનક યુક્ત- વિશેષ પ્રકારના ગુણો જેમનામાં પરિણમ્યા હોય તેવા. ગંભીર- સૂક્ષ્મમતિવાળા પુરુષોથી જાણી શકાય તેવા. (૫૪૮) आहरणसंग्रहमेव तावदाहसिरिउर सिरिमइसोमाऽणुव्वयपरिपालणाए णयणिउणं । कुसलाणुबंधजुत्ता, णिहिट्ठा पुव्वसूरीहिं ॥५४९॥ श्रीपुरे नगरे श्रीमतीसोमे श्रेष्ठिपुरोहितपुत्र्यौ अणुव्रतपरिपालनायां प्रकृतायां नयनिपुणं निपुणनीतिपरिगतं यथा भवति कुशलानुबन्धयुक्ते उत्तरोत्तरकल्याणानुगमसमन्विते निर्दिष्टे प्ररूपिते पूर्वसूरिभिरिति ॥५४९॥ દૃષ્ટાંતોના સંગ્રહને જ કહે છે ગાથાર્થ-ટીકાર્થ– પૂર્વસૂરિઓએ અણુવ્રતોના પાલનના પ્રકરણમાં શ્રીપુરનગરમાં રહેનારી શ્રેષ્ઠિપુત્રી શ્રીમતી અને પુરોહિત પુત્રી સોમા એ બે દૃષ્ટાંતો જણાવ્યા છે. આ બે દષ્ટાંતો કુશલાનુબંધથી (=ઉત્તરોત્તર-કલ્યાણના અનુસરણથી) યુક્ત છે. તથા કુશળ વ્યવહારથી યુક્ત થાય તે રીતે જણાવ્યાં છે. (૫૪૯) ૧. ટીકામાં અંતે નિરૂપિતાનિ પદ છે. આથી શાસ્ત્રમાં જણાવેલાં સંભળાય છે એવો અર્થ થાય. શાસ્ત્રમાં જણાવેલાં સંભળાય છે એનો ભાવ એ છે કે શાસ્ત્રમાં ન જણાવેલાં દૃષ્ટાંતો સંભળાતા નથી, કિંતુ શાસ્ત્રમાં જે દૃષ્ટાંતો જણાવેલાં છે તે દૃષ્ટાંતો સંભળાય છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ १४८ एनामेव गाथामेकोनपञ्चाशता गाथाभिर्व्याचष्टेसिरिउरणगरे णंदणधूया णामेण सिरिमई सड्ढी । सोमाय तीए सहिया, पुरोहियसुयत्ति संजाया ॥५५० ॥ कालेण पीइवुड्डी, धम्मविचारम्मि तीए संबोही । वयगहणेच्छ परिच्छा झुंटणवणिएण दिट्ठतो ॥५५१॥ अंगतिया धणसेट्ठी, सामिउरे संखसेट्टि दढपीई । ती वुड्ढणिमित्तं, अजायवच्चाण तह दाणं ॥५५२ ॥ धणपुत्त संखधूया, विवाह भोगा कहिंचि दारिद्दं । पत्तीभणणं गच्छसु, ससुरगिहं मग्ग झुंटणगं ॥५५३ ॥ साणागिई तओ खलु, कंबलरयणं च तस्स रोमेहिं । जायइ छम्मासाओ, कत्तामि अहं महामोल्लं ॥ ५५४॥ सो पुण उस्संघट्टो, ण मेल्लियव्वो सयावि मरइति । हसिहि मोक्खो लोगो, ण कज्जओ सो गणेयव्वो ॥५५५ ॥ पडिवण्णमिणं तेणं, गओ य लद्धो य सो तओ नवरं । अप्पाहिओ य बहुसो, तेहिंवि तह लोगहसणम्मि ॥५५६ ॥ आगच्छंतो य तओ, हसिज्जमाणो कहिंचि संपत्तो । णियपुरबाहिं मुक्को, आरामे तह पविट्ठो उ ॥ ५५७ ॥ भणिओ ती कहिं सो, मुक्को बाहिम्मि हंत भव्वोसि । मयगो सो थेवफलं णय लाभो तह उ एयस्स ॥ ५५८ ॥ झुंटणतुल्लो धम्मो, सुद्धो एयम्मि जोइयव्वमिणं । सव्वं णियबुद्धीए, असुहसुहफलत्तमाईहिं ॥ ५५९ ॥ रियाणं एसो, दायव्वो तेसिमेव उ हियट्ठा । गाढगिलाणाईणं, णेहाइजुओ व आहारो ॥५६० ॥ १. ग. पयट्टो उ. उपदेशपE : भाग-२ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ઉપદેશપદ : ભાગ-૨ सोमाह णेरिसच्चिय, सव्वे पाणी हवंति णियमेण । बुद्धिजुयावि हु अण्णे, गोव्वरवणिएण दिटुंतो ॥५६१॥ वीसउरीए पयडो, दत्तो णइत्तगो अह कहंचि । कालेणं दारिदं, अप्पाहियसरणमब्भिजे ॥५६२॥ तंबगकरंडिपट्टग, गोयमदीवम्मि कजबुझणया । रयणतणचारिगो दसणं तओ गोव्वरे रयणा ॥५६३॥ णाऊणमिणं पच्छा, नगरीए एवमाह सव्वत्थ । बुद्धत्थिणत्थि विहवो, गहोवि रण्णा सुयं एयं ॥५६४॥ सद्दाविऊण भणिओ, गेण्हह विहवत्ति लक्खगहणं तु । तद्दीवण्णूणिज्जामग वहणभरणं कयवरस्स ॥५६५॥ एवं च हसइ लोगो, गमणं तह कजवुझणं चेव । गावीदेसण गोमयभरणं वहणाण अच्चत्थं ॥५६६॥ आगमण रायदंसणमाणीयं किंति गोव्वरो देव!। उस्सुक्कं तुह भंडं, पसाय हसणं पवेसणया ॥५६७॥ अग्गीजालण रयणा, विक्कय परिभोग लोगपूजत्तं । तहणिच्छयओ पत्तं, एएणं भव्वसत्तेणं ॥५६८॥ पट्टगसरिसी आणा, इमाइ इहपि जोइयव्वं तु । णीसेसं णियबुद्धीए जाणएणं जहाविसयं ॥५६९॥ एरिसयाणं धम्मो, दायव्वो परहिउज्जएणेह । अप्पंभरित्तमिहरा, तमणुचियं ईसराणंव ॥५७०॥ णीया वइणिसमीवं, पडिस्सयं साहिऊण वुत्तंतं । तत्थवि पवित्तिणीए, जहाविहिं चेव दिट्ठत्ति ॥५७१॥ दाणाइभेयभिण्णो, कहिओ धम्मो चउव्विहो तीए । कम्मोवसमेण तहा, सोमाण परिणओ चेव ॥५७२॥ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ विहिणाणुव्वयगहणं, पालणमप्पत्तियं गुरुजणस्स । छड्डेह इमं धम्मं, गुरुमूले तेसिं तहिं णयणं ॥५७३॥ कुसलाए चिंतियमिणं, संमुहवयणं गुरूण न ह जुत्तं । तत्थवि पवित्तिणीदंसणेणमेयाणावि य बोही ॥५७४ ॥ गच्छंतेहि यदि, वणियगिहे वइससं महाघोरं । हिंसाअणिवित्तीए, वियंभियं कुलविणासकरं ॥५७५ ॥ दुस्सीलगारि भियगे, लग्गा सुयघायणंति संगारो । पेसण सुरण तग्घायणं तओ केवलागमणं ॥५७६ ॥ तीएवि तस्स वहणं, सिलाए वहुयाए तीए असिएणं । धूयाए णिव्वेओ, हा किं एयंति बोलो य ॥५७७॥ लोगमिलम्मि वयणं, तएवि किण्णेस घाइया साह । हिंसाए नियत्ता हं, एयऽणिवित्ती अहो पावा ॥५७८ ॥ तीए भणिया य गुरू, मएवि एगं वयं इमं गहियं । ता किं मोत्तव्वमिणं, ते आहु ण अच्छउ इति ॥५७९ ॥ एवं विणट्ठवहणो, मंदो भियगेण पडियरिओ । सु धूयादाया वणिओ, जीवगभिण्णेहिं विण्णेओ ॥ ५८० ॥ महिलाइवस विलोट्टो, रण्णो सिट्ठोत्ति पक्खिसक्खिजे । गंतू ते आणि, वियि विरलंति पुच्छाए ॥५८१॥ कत्थ छगणम्मि किमिदंसणेण कह एरिसेहिं कम्मेहिं । धाडिय धिक्कारहओ, दिट्ठो बिइएविय णिसेहो ॥५८२ ॥ एवं चियतिलतेणो, हाउल्लो कहवि हट्टसंवट्टो | गोपिल्लिय तिलपडिओ, तेहिं समं तह गओ गेहं ॥५८३ ॥ जणी पक्खोड, लोइय पडिदिण्णखद्धमोरंडो । तत्तो तम्म वलग्गो, तहा पुणो हरियतिलणियरो ॥५८४ ॥ उपद्वेशप : भाग-२ Page #158 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ १५१ एवं चिय सेसम्मिवि, गहिओ जणणीए खद्धथणखंडो । पलिछिण्णगोत्ति दिट्ठो, णिवारणा णवर तइएवि ॥५८५॥ एवं घोडगगलिया, दुस्सीला मोहओ महापावा । विणिवाइयभत्तारा, परिट्ठविंती तयं घोरा ॥५८६॥ देवयजोइयपिडिया, गलंतवसरुहिरभरियथणवट्टा । अंधा पलायमाणी, णियत्तमाणी य सज्जक्खा ॥५८७॥ डिभगवंदपरिगया, खिंसिजंती जणेण रोवंती । दिट्ठा धिज्जाइगिणी, एवं च चउत्थपडिसेहो ॥५८८॥ एवमसंतोसाओ, विवण्णवहणो कहिंचि उत्तिण्णो । मच्छाहाराजोगो, अच्चंतं वाहिपरिभूओ ॥५८९॥ आयण्णिय णिहि सुयबलिदाणाओ तप्फलो पउत्तविही । अफलो तदण्णगहिओ, विण्णाओ णयरराईहिं ॥५९०॥ तत्तो उच्छुब्भंतो, बहुजणधिक्कारिओ वसणहीणो । दिट्ठो कोइ दरिदो, पडिसेहो पंचमम्मि तहा ॥५९१॥ पत्ताई तओ एवं, संविग्गाइं पडिस्सयसमीवं । तत्थवि य वइससमिणं, दिटुं एएहिं सहसत्ति ॥५९२॥ राईए भुंजंतो, मंडगमाइंगणेहिं कोइ णरो । विच्छं छोढूण मुहे, अदिट्ठगं विद्धओ तेण ॥५९३॥ विंतरजाइविसाओ, उस्सूणमुहो महावसणपत्तो । तेगिच्छगपरियरिओ, पउत्तचित्तोसहविहाणो ॥५९४॥ उव्वेलंतो बहुसो, सगग्गयं विरसमारसंतो य । हा दुट्ठमिणं पावं, जाओ छम्मि पडिसेहो ॥५९५॥ एसो य मए गहिओ, पायं धम्मो तओ य ते आहु । पालेजसि जत्तेणं, पेच्छामो तह य तं वइणिं ॥५९६॥ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ઉપદેશપદ : ભાગ-૨ गमणं चिइवंदण गणिणिसाहणं तीए उचियपडिवत्ती । दंसण तोसो धम्मकह पुच्छणा कहणमेवं च ॥५९७॥ શ્રીમતી અને સોનાનું દૃષ્ટાંત ઊંચા શ્વેત-કિલ્લાના શિખરોથી પરિચુંબિત કરાયો છે આકાશનો અગ્રભાગ જેમાં એવું, ત્રિક અને ચોક સારી રીતે વિભાગ કરાયેલા છે જેમાં, વિખ્યાત થયેલા ગોળ ચોકના સમૂહો આવેલા છે જેમાં, બજારનો માર્ગ સુવિસ્તૃત છે જેમાં, વાણિજ્યની પ્રવૃત્તિ સુવિસ્તૃત છે. જેમાં, જાણે ભુવનની લક્ષ્મીનું નગર ન હોય એવું શ્રીપુર નામનું નગર હતું. તે નગરનો પુરુષ વર્ગ અતિથિને આવકાર આપવું, પરોપકાર, દાક્ષિણ્ય વગેરે સદાચરણમાં રહેલો હતો, અર્થાત્ સદાચારોનું પાલન કરતો હતો. તથા સુકૃતજ્ઞતાને પામેલો, સધર્મકાર્યમાં રત હતો. તે નગરની સ્ત્રીઓ રૂપથી સુરસુંદરીને જીતનારી હતી. મનોહર સુવેશથી શોભાયમાન હતી. સૌભાગ્યવતી હતી. સુશીલવંતી હતી. તે નગરમાં રમ્ય સ્ત્રીઓને અભિરામ છે સર્વાગ જેનું એવો પ્રિયંકર નામનો રાજા હતો. જેણે પ્રશસ્ત આચરણના વશથી લોકમાં પ્રશંસા મેળવી હતી. સુંદર કમળના જેવી મુખવાળી, સુંદર હરણના જેવી આંખવાળી, પુનમના ચંદ્ર જેવી નિર્મળ શીલવાળી, નવા નવા ગુણોને મેળવવામાં ઉદ્યમવાળી, સર્વ અંતઃપુરમાં મુખ્યત્વે દેવીઓના રૂપનો તિરસ્કાર કરનારી, જેમ બ્રહ્માને સાવિત્રી પતી છે તેમ તે રાજાને સુંદરી નામે પ્રિયા હતી.(૭) તે નગરમાં સજ્જનલોકના મનમાં આનંદ ઉત્પન્ન કરનાર નંદન નામનો શ્રેષ્ઠી હતો. તે કુબેરના ધનભંડારનો તિરસ્કાર કરે તેવા અતિપ્રૌઢ વિભવનો સ્વામી હતો. તેને ઉત્તમકુલમાં જન્મેલી, લજ્જાનું મંદિર, આનંદ વિભોર થયેલા સજ્જન લોકથી પ્રશંસા કરાતું છે શીલ જેનું એવી રતિ નામે પતી હતી. તેઓને ઉત્તમલક્ષણોથી યુક્ત શરીરવાળી શ્રીમતી નામની પુત્રી હતી. તે બાલ્યકાળથી જ જિનમતમાં એકાગ્ર મનવાળી હતી. નવા સૂત્રો ભણે છે. હંમેશા ભણેલા સૂત્રોનું ચિંતન કરે છે. ભવભ્રમણથી ઉવિગ્ન થયેલી યથાશક્તિ ચિંતિત તત્ત્વની આચરણા કરે છે. ગુણિલોકની સંગતિથી ખુશ થાય છે. પરનિંદા કરનારાઓ વિષે રોષિત થાય છે. હંમેશા શીલરૂપી અલંકારથી પોતાના કુળને શોભાવે છે. તેને સોમા નામની પુરોહિત પુત્રી પ્રિય સખી હતી. કાળ જતા તોડી ન શકાય એવી પ્રીતિ વૃદ્ધિ પામી. તેઓમાં જે તે કારણથી ધર્મતત્ત્વની વિચારણા ચાલે છે. શ્રીમતીના રાગથી સોમાએ પોતાના મિથ્યાત્વનો ઉપશમ કર્યો અને સર્વકુશળ ફળના કારણભૂત એવા બોધિલાભને પ્રાપ્ત કર્યો અને બાળજનને ઉચિત ધૂળના ઘર સમાન સંસારને જોયો. આત્માની શક્તિની વિચારણા કરતી તેને અણુવ્રતમાં મતિ થઇ, અર્થાત્ શ્રાવકના અણુવ્રત સ્વીકારવાનો અભિલાષ થયો. શ્રીમતીને હ્યું: હે સખિ ! તારી જેમ Page #160 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ મને પણ અણુવ્રતની આરાધના થાય તેમ કર. આમ કરે છતે સમાન આચરણવાળા આપણે બંનેને ધર્મના પરિપાલનથી સમાનગતિ થશે. શ્રીમતીએ કહ્યુંઃ જે પોતાના પ્રાણોને ઘાસ સમાન માને છે તેવા ધીર પુરુષોને આ વ્રતોની આરાધના થાય છે પણ બીજા કાયોને થતી નથી. તારો બંધુવર્ગ અતિ ખોટો અને બળવાન છે તે તારો ઉપહાસ કરશે ત્યારે તું જેમ ઝૂંટણવણિકે ઝુંટણ` પશુનો ત્યાગ કર્યો હતો તેમ ધર્મનો ક્ષણવારમાં ત્યાગ કરે તો ધર્મનો તે ત્યાગ ઘણું દુઃખ આપનારો થાય, તેથી હે ભદ્ર ! તારે વ્રતોની માત્ર ઇચ્છા જ કરવી સારી છે. સોમાએ શ્રીમતીને કહ્યું: મને ઘણું કૌતુક થયું છે કે તે ઝુંટણ વણિક કોણ છે ? અને તેણે કેવી રીતે ઝુંટણનો ત્યાગ કર્યો ? તું મારા ઉપર અનુગ્રહ કરીને ખાસ કહે, તારે અન્યથા ક૨વું ઉચિત નથી, અર્થાત્ તું નહીં કહે તો અનુચિત થશે. પ્રસન્ન મુખવાળી શ્રીમતી તેને કહેવા લાગી કેહે સૌમ્યું ! શાંત સ્વરૂપવાળી એકાગ્ર ચિત્તવાળી થઇને સાંભળ. ૧૫૩ ઝુંટણ વણિકનું કથાનક અંગિકકા નામની નગરી હતી. તેમાં ધન શ્રેષ્ઠી રહેતો હતો. તથા સ્વામીપુર નગરમાં શંખ જેવા ઉજ્જ્વળ ગુણવાળો શંખ શ્રેષ્ઠી રહેતો હતો. તે ક્યારેક વ્યાપાર માટે અંગકિકા નગરીમાં ગયો. ધનની સાથે તેણે જેમાં ઘણાં પદાર્થની લેવડ-દેવડ થાય તેવો વ્યાપાર કર્યો. સર્વ શુભપ્રસંગોમાં તેને સહાયક થઇને ત્યાં ઘણાં દિવસ રહ્યો. હંમેશા પરસ્પરના દર્શનથી, મનને અનુસરવાથી અને દાન પ્રતિદાનથી (=આપ-લે કરવાથી) જ તેઓની ગાઢ પ્રીતિ થઇ. પુત્રનિધિ, મિત્રનિધિ, ધર્મનિધિ, ધનનિધિ અને શિલ્પનિધિ આ પાંચ પ્રકારની નિધિમાં તેઓ મિત્રનિધિની જ પ્રધાનતા ગણે છે. તેઓ મૈત્રી દૃઢ અને ઉત્તમ થાય એ માટે વિચારે છે કે- પુત્ર-પુત્રીના સંબંધ વિના પ્રીતિ દૃઢતર થતી નથી, તેથી જ્યારે આપણને બાળકોનો યોગ થાય ત્યારે યથાયોગ્ય પરણાવવાની વિધિ કરવી, આ પ્રમાણે સગપણ નક્કી કરીને પોતાના સ્થાનમાં બંધાયેલા બેમાંથી ધન શ્રેષ્ઠીને કાલાંતરે પુત્ર થયો. અને શંખને શરદઋતુના પુનમના ચંદ્ર સમાન મુખવાળી પુત્રી થઇ. તે બંને યૌવનને પામ્યા ત્યારે વિવાહ કર્યો. ઉચિત સમયે શંખની પુત્રી સસરાને ઘરે ગઇ. જ્ઞાતિજનને લગ્નની જાણ થાય એ હેતુથી તેની અવસ્થાને ઉચિત લગ્ન મહોત્સવ કર્યો. પરસ્પર મનની પ્રીતિવાળા વિષય ભોગમાં તત્પર એવા તેઓના ૧. ઝુંટણ– એક જાતનુ પશું છે. તે મનુષ્યના શરીરની ગરમીથી જીવે છે. અને તેના વાળમાંથી બહુમૂલ્ય રત્નકંબલ તૈયાર થાય છે. ૨. નિધિ એટલે આધાર, આશ્રય. સંકટ સમયે પુત્ર જેનો આધાર થાય તે પુત્રનધિ. તેમ અહીં સંકટ સમયે મિત્ર આધાર થાય તે મિત્રનિધિ, તેમ દરેકમાં જાણવું. ૩. વન્દ્વવાસાળ પોતાના સ્થાનમાં બંધાયેલા એટલે એકને પુત્ર થાય અને બીજાને પુત્રી થાય તો અરસપરસ પરણાવવા બંધાયેલા. પણ બંનેને પુત્ર કે પુત્રી થાય તો નહીં. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ઉપદેશપદ : ભાગ-૨ કેટલાક દિવસો પસાર થયા ત્યારે ઘરમાં દારિત્ર્ય ઊતર્યું. અંધકારથી જેમ કમલવન કરમાય છે. શિશિરઋતુથી જેમ તારાની જ્યોત્સના ઠંડી પડે છે તેમ ધન વિના ગૃહક્રિયાઓ જલદીથી નિસ્તેજ થઈ. ભાર્યા વિચારે છેઃ અહો આ દારિયનું માહભ્ય અપૂર્વ છે જેના વશથી લોક ઘણો પરિણિત પણ, ગિરિવરના શિખર જેવો મહાન દેખાતો હોવા છતાં પણ તૃણતુલ્ય બને છે. લક્ષ્મીના સંગથી સુભગ બનેલા પુરુષોને દરિદ્ર પુરુષ જાણે પૂર્વે ક્યારેય ન જોયો હોય તેવો લાગે છે, તેના જાતિ, રૂપ અને વિદ્યા ત્રણેય પણ પૃથ્વીની ઊંડી ગુફામાં પ્રવેશે છે. તેથી ધન પ્રાપ્ત થાઓ જેથી ગુણો પ્રકટ થાય. આ પ્રમાણે ચિત્તની ચિંતામાં પરવશ થયેલા હૈયાવાળી તેણીએ પતિને કહ્યું: આ દૌર્ગત્યરૂપી ઝેરના નાશમાં ધન કારણ છે. બીજો કોઈ ઉપાય જણાતો નથી અને પ્રતિદિન માહભ્ય ક્ષીણ થાય છે. ક્ષીણ વૈભવીઓને ભોજનમાત્ર પણ પ્રાપ્ત થતું નથી તેથી તમો સસરાને ઘરે જઈને એક ઝુંટણકને માગો અને આ ઝુંટણક કૂતરા જેવો આકારવાળો છે. ઘેટાની જાતિનો ચારપગવાળો છે. તેના વાળ કાંતીને હું છ મહિનાની અંદર કંબલરત બનાવીશ, જેનું મૂલ્ય એક લાખ દીનાર ઉપજે છે. અને તે પણ હંમેશા પણ માણસના શરીરની ગરમીથી જીવે છે તેથી તમારે એક ક્ષણ પણ શરીરથી દૂર ન કરવો તથા અલીક અને બળવાન પણ મૂર્ખ લોકનો સંગમ થયે છતે હર્ષપૂર્વક હાથતાળી વગાડવાપૂર્વક તમારા ઉપર હસશે તો પણ પોતાના કાર્ય સાધવામાં નિશ્ચલ ચિત્તવાળા તમારે શરીરથી છુટો ન મૂકવો. કોણ બુદ્ધિમાન જૂના ભયથી વસ્ત્રને છોડે ? પતિ આ વાત લક્ષમાં રાખીને શ્રી સ્વામીપુર નગરમાં શ્વસુરના ઘરે ગયો અને ત્યાં શ્વસુરવર્ગે તેનું ગૌરવપૂર્વક સ્વાગત કર્યું. અવસરે પુછ્યું કે તમારે અહીં એકલા પધારવાનું શું કારણ છે? વિસ્તારપૂર્વક પોતાના ઘરનો વૃત્તાંત શ્વસુરવર્ગને જણાવ્યો. તેણે અક્ષયનિધિ સમાન, સમર્થ શરીરવાળા ઝુંટણપશુને શ્વસુર પાસેથી મેળવ્યું. શ્વસુરવર્ગે પણ તેને ઘણી શિખામણ આપી કે મૂર્ખલોક હસશે તો પણ તમારે કોઈપણ રીતે શરીરથી છૂટો ન કરવો. હવે તે પોતાના ઘરે આવવા લાગ્યો. પોતાના નગરની સન્મુખ અંતરાલમાં લોકવડે હસાવા લાગ્યો. પોતાના નગરની બહાર પહોંચ્યો ત્યારે અતિલજ્જાને કારણે અને હિનપુણ્યપણાથી ગૂંટણકને બગીચામાં છોડી દીધો. ઘર આંગણમાં ઉત્સુકતાથી પગ મૂકતા પતિને ભાર્યાએ જોયો. તેણે જાણ્યું કે ખરેખર નિર્લક્ષણથી આણે કાર્યનો વિનાશ કર્યો. તેણે પુછ્યું: શું તમને ઝુંટણક મળ્યું ? હા. ક્યાં મુક્યું ? બહાર. આણે કહ્યું: તું અભાગ્ય શિરોમણિ છે. તત્ક્ષણ જ તેણે પત્નીને છંટકણ લેવા મોકલી. અન્ય વાતાવરણથી સ્પર્શાવેલો ખરેખર હમણાં મરણ ૧. જૂનો ભય-જે અનિષ્ટ કાર્યનું કારણ હોય તેનો ત્યાગ કરવો ઉચિત છે. પરંતુ જે અનિષ્ટ કાર્યનું કારણ ન બનતું હોય અને ઈષ્ટ કાર્યનું કારણ બનતું હોય તો તેનો ત્યાગ કરવો તે મૂઢપણું છે. પ્રસ્તુતમાં જૂને માથામાં ઉત્પન્ન થવાનું કારણ વસ્ત્ર નથી માટે વસ્ત્રનો ત્યાગ ઉચિત નથી. Page #162 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૫૫ પામ્યો હશે. ઉતાવળી જેટલામાં ત્યાં જઈ જોયું તો નિસ્તેજ કેશવાળો આ જોવાયો. તેના કેશ કાપી લીધા અને તેમાંથી અલ્પ મૂલ્યવાળું કંબલ થયું. શ્વસુરપાસેથી બીજો માગવા છતાં ન મળ્યો. હે સોમા ! શુદ્ધ ધર્મ ઝુંટણક સમાન છે. તું આ શુદ્ધ ધર્મનો સ્વીકાર કરીશ ત્યારે તારો સ્વજનવર્ગ તારો ઉપહાસ કરશે અને ધર્મના ત્યાગમાં તને તુચ્છ ફળ મળશે અને આ ભવ અને પરભવમાં ધર્મની પ્રાપ્તિ નહીં થાય. તેથી આવા પ્રકારના જીવોને તેઓના જ હિત માટે ધર્મ ન આપવો જોઈએ. નહીંતર જેમ અતિગાઢ રોગથી પીડાયેલા જીવોને અકાળે ઔષધ આપવાથી અનર્થ ફળનું કારણ થાય તેમ અકાળે ધર્મનું દાન કરવાથી અનર્થફળ થાય. આ પ્રમાણે શ્રીમતીએ કહ્યું ત્યારે ચંદ્રની ચાંદની જેવી મુખની શોભાવાળી સોમા કહે છે કે બધા પ્રાણીઓ નિયમથી આવા પ્રકારના હોતા નથી. સમુદ્રના પાણી જેવા ગંભીર બુદ્ધિવાળા કેટલાક જીવો કાર્યમાં સુનિશ્ચલ હોય છે. મેરુપર્વતની જેમ અડોલ, બાલિશ જનના મધુર આલાપોને અવગણનાર, મૂર્ખલોકો વડે વિવિધ પ્રકારના આખ્યાનકો કહેવાય છતે તેની અવગણના કરનાર ગોબરવણિકને કુશળ એવી તેં શું નથી સાંભળ્યો ? શ્રીમતીએ કહ્યું: જેણે પોતાનું કાર્ય સાધવામાં બાલિશજનનું વચન અવગણ્યું તે આ વાણિયો કોણ છે તે તું કહે, સોમા કહે છે. (૬૧) ગોબર વણિકનું કથાનક વિશ્વપુરી નામની નગરી છે જે ધનવાન લોકથી યુક્ત હતી. તેમાં ઘણું ધન કમાયેલો દત્ત નામનો વણિક હતો. પુણ્યની પરિહાણીના દોષથી કાળથી તે દરિદ્ર અવસ્થાને પામ્યો. તેના મનોરથો સતત પૂર્ણ થતા નથી ત્યારે વિચારે છે કે એવો કયો ઉપાય કરું જેથી ફરી પણ હું વિભવનો સ્વામી થાઉં. તેણે પિતાના વચનને યાદ કર્યું. “હે પુત્ર ! જો કોઈપણ રીતે તને વિભવ ન મળે તો સજ્જડ બંધ કરાયેલ છે મધ્યભાગ જેનો એવી લાકડાની પેટીમાં તાંબામય કરંડિયામાં મારા વડે એક પટ્ટક મુકાયેલો છે તેનું તારે નિરીક્ષણ કરવું, કોઈને તારે વાત ન કરવી. ફક્ત તેમાં જે લખેલું છે તે તારે અતિ નિપુણ બુદ્ધિથી આચરવું. આ પ્રમાણે તું કરીશ તો તને સર્વ સંપત્તિની પ્રાપ્તિ થશે.” આ પ્રમાણે પિતાના વચનને યાદ કરીને કોઈથી પણ ન જોવાય તેમ એકાંતમાં પેટીને ઉઘાડીને દાબડાને કાઢે છે અને તેમાંથી પટ્ટને બહાર કાઢી વાંચે છે. તે ગૌતમ નામના દ્વીપમાં રત્નતૃણ ચણનારો ગાયોનો વર્ગ સર્વત્ર છે અને ઘાસને ચરે છે. આ દેશમાંથી ઉકરડામાંથી ખાતરને લઈ જઈ તે તે પ્રદેશમાં પાથરવું. ખાતરના ઉષ્ણ સ્પર્શના લોભથી રાત્રિના સમયે ત્યાં આવેલી ગાયો છાણ કરશે અને તે સુકાયેલા છાણને Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઉપદેશપદ : ભાગ-૨ અતિ ઉભટ અગ્નિથી બાળે છતે કિંમતિ પાંચવર્ણવાળા રતો ઉત્પન્ન થશે. આ પ્રમાણે પટ્ટમાં લખેલા અર્થને જાણીને આ પ્રમાણે વિચારે છે “હિતકારી બીજા પણ બુદ્ધિમાન વડે બોલાયેલ વચન અફળ થતું નથી તો પછી શું મારા ઉપર એકાંત ભક્તિવાળા પિતાવડે કહેવાયેલ વચન નિષ્ફળ થાય ?” કાર્યના પરમાર્થનો આ પ્રમાણે નિશ્ચય કરીને નગરની અંદર ઘોષણા કરાવે છે કે “મારી પાસે બુદ્ધિ ઘણી છે પણ વિભવ નથી તેથી શું કરું? આ પ્રમાણે રસ્તા ઉપર તથા ત્રિક અને ચોક પ્રદેશમાં હું ક્ષણવિભવવાળો છું એમ બોલતો અને ભમતો રહે છે. લોકોએ માન્યું કે આ ગાંડો થયો છે. તે નગરનો રાજા આ વાત સાંભળી કૌતુક પામ્યો. તેને બોલાવ્યો, વિભવ પ્રાપ્ત કરવાના ઉપાયમાં જોડ્યો. અંતે એકલાખ દીનાર રાજા પાસેથી મેળવ્યા અને કંઈક ગાંડપણનો ત્યાગ કર્યો. પછી ગૌતમદ્વીપના માર્ગને જાણનાર એક નિર્યામકને સાધ્યો. ગ્રામ-આકર-નગરના કચરાથી વાહણો ભર્યા. પછી લોક કહે છે કે, આ બેમાં કોણ ગ્રહિલ છે, રાજા કે આ? જે આને આવા કાર્ય માટે ધન આપે છે અને જે સમુદ્રપાર વ્યાપાર કરવા કચરાને ભરે છે. પ્રણામ કરી ઈતરલોકના ઉપહાસને ગણકાર્યા વિના ક્ષેમપૂર્વક તે દ્વીપમાં પહોંચ્યો. પટ્ટમાં લખ્યા મુજબનું સર્વ અનુષ્ઠાન કર્યું. ત્યાં ઘણી ગાયો જોઇ. રત્નતૃણ ચરનારી ગાયોનું ઘણું છાણ લીધું અને તેને વહાણમાં ભરીને જલદીથી પોતાના દેશમાં આવ્યો. તેણે સમુદ્રના કાંઠા ઉપર સર્વ વહાણો ઉતાર્યા. રાજાને મળ્યો. પ્રણયપૂર્વક રાજાએ ખબર પુક્યા. અરે ! પોતાના પ્રાણને હોડમાં મૂકીને, દ્વીપાંતરમાં જઇને અહીં કયું કરિયાણું લઈ આવ્યો ? તેણે કહ્યું છે દેવ! હું ગોબર (છાણ) ભરી લાવ્યો છું. શું આ સાચે જ ગ્રહિલ છે ? અથવા શું આ પણ કાર્યને સાધીને આવું ગાંડપણ કરે? તેથી આ જેવો હોય તેવો ભલે રહે અથવા મારે આની પાસેથી શુલ્કનું કંઈ કામ નથી. આ પ્રમાણે વિચારીને તેણે ભાંડ ઉપરનો કર માફ કર્યો. આ તમારી કૃપા થઈ એમ કહ્યું. રાજા હસ્યો, ધિક્ ધિક્ આના ગાંડપણને જેના પ્રભાવથી આવા પ્રકારના અપૂર્વ લાભો મેળવ્યા એમ લોક બોલવા લાગ્યો. ગાંડો નહીં હોવા છતાં ગાંડપણથી પણ લોકને ગણકાર્યા વિના તેણે છાણના ઢગલા પોતાના ઘરમાં ખાલી કરાવ્યા. સર્વે છાણ આવી ગયા પછી અગ્નિને સળગાવી રત્નો બનાવ્યા. પહેલા રાજા પાસેથી એક લાખ દીનાર લીધા હતા તેના બમણા કરી તેના ભંડારમાં જમા કરાવ્યા. રાજના અધિકાર(હુકમ)થી પ્રતિદિન રત્નોને વેંચીને તેના પ્રભાવથી ભોજન-વસ્ત્રાદિ વસ્તુઓ સંબંધી ભોગો મેળવ્યા અને તે બાંધવ-મિત્ર અને તે નગરમાં રહેતા લોકોને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ કરાવી આપવાથી પૂજનીય થયો. અને હૈયામાં સંતોષી થયો. જેવી રીતે તે પિતાએ દર્શાવેલ પટ્ટકમાં લખેલ અર્થમાં નિશ્ચલ થયે છતે ચિંતિત પદાર્થો કરતા અધિકતાનો ભાજન Page #164 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૫૭ થયો તેવી રીતે પટ્ટક સમાન જિનેશ્વરની આજ્ઞામાં નિશ્ચલ થયે છતે ધર્મની અધિકતાનો ભાજન થાય છે. જો કે કોઇકને બાલિશ લોકનો કોઇક ઉપહાસ થાય તેથી શું તે પ્રસ્તુત જૈન ધર્મ આરાધવા અયોગ્ય થઈ જાય ? તે તું જ મને કહે. ધનવાન મનુષ્યોને પોતાનું પેટ ભરવાપણું અનચિત છે. શ્રીમતી તેના વચનની નિપુણતાથી સંતોષ પામી. તું ધર્મ દાનને યોગ્ય છે નહીંતર કોણ ધર્મની પ્રશંસા કરે? પરંતુ મારે તને ધર્મ કહેવો જોઇએ પણ આપવો ન જોઇએ, આપવાનો અધિકાર ગુરુઓને છે. પછી આ શ્રીમતી સોમાને સાધ્વી પાસે ઉપાશ્રય લઈ ગઈ. ગંગાના પ્રવાહ જેવા પોતાના નિર્મળ શીલથી જગતનું પ્રક્ષાલન કર્યું છે એવી પ્રવર્તિનીના ઉપાશ્રયમાં દર્શન થયા. જાણે લજ્જા-મર્યાદા આદિ ગુણોનો પ્રત્યક્ષ તેજ પુંજ ન હોય! વિહિત અનુષ્ઠાનોમાં સારી રીતે કેન્દ્રિત કર્યું છે મન જેમણે, રાજકુળમાં જન્મેલી ઇશ્વરકુળમાં જન્મેલી અને બીજી સુકુલમાં જન્મેલી ઘણી સાધ્વીઓના ગુરુપણાને પામી, રૂપથી, શરીરની સુકુમાળતાથી, વર્ણથી, દેહના પ્રભાવથી, સુંદરકાંતિથી, પરિવર્ધિત દૃઢ સંનિરોધથી (વ્યક્તિત્વથી) અસુર, મનુષ્ય અને વિદ્યાધર સ્ત્રીઓએ પ્રાપ્ત કરેલા માંગલ્યને એક જ સપાટે નિર્ભર્જના કરતી કોયલના વૃંદથી બોલાતા સ્વરથી પણ અતિકોમળ સ્વરે પાંચ પ્રકારના સ્વાધ્યાયને કરતી પ્રવર્તન જોવાઈ. સંભ્રમના વશથી ભૂમિતળ પર મસ્તક સ્પર્શીને ગણિનીને વંદન કર્યું અને પાસે રહેલી સાધ્વીઓને વંદન કર્યું. પ્રવર્તિનીએ મધુર દૃષ્ટિથી જોઈ અને તત્કાળ ઉચિત વચનોથી લાંબા સમય સુધી વાત કરી. દાનાદિ સ્વરૂપ ચાર પ્રકારનો જિનેશ્વરનો ધર્મ કહ્યો તે આ પ્રમાણે દાન, શીલ, તપ અને ભાવના ભેદથી આ ધર્મ ચાર પ્રકારનો છે. જ્ઞાન, અભય, ધર્મોપગ્રહ અને અનુકંપાના પ્રદાનથી દાનધર્મ ચાર પ્રકારનો છે. તેમાં મોહની બદ્ધતાવાળા તત્ત્વચિંતાથી રહિત જીવોને બોધ ઉત્પન્ન કરવા જે કહેવાય છે તે જ્ઞાનપ્રદાન છે. સ્વ-પર શાસ્ત્રોમાં કુશલ ગુરુ ભવ્યજીવોને અતિભદ્રિક વચનોથી અહીં ધર્મનો ઉપદેશ આપે છે. પ્રિય છે પ્રાણો જેને એવા જીવોને જે અહીં પ્રાણદાન અપાય છે તેને અભયપ્રદાન કહે છે અને તે દેશ અને સર્વના ભેદથી બે પ્રકારે છે. ધર્મમાં તત્પર સાધુઓને અને શ્રાવકોને તથા ધર્મમાં ચિત્ત છે જેનું એવા અવિરત સમ્યગ્દષ્ટિઓને પુષ્ટિ કરનાર અન્નાદિનું જે દાન કુશળ ચિત્તથી અપાય છે તેને ધર્મોપગ્રહ દાન કહે છે. દુઃખી અને નિર્ધન પુરુષોને જે ઉચિત ૧. પ્રસ્થયજમ્મસા=પ્રસ્તુતધર્મ યાત્ નું પ્રાકૃતરૂપ છે. ૨. સ્વાધ્યાય પાંચ પ્રકારે છે. (૧) વાચનાઃ ગુરુ પાસેથી સૂત્રો અને અર્થ ભણવા. (૨) પૃચ્છનાઃ સૂત્ર અને અર્થમાં શંકા થાય તો ગુરુને પૂછવું. (૩) પરાવર્તનાઃ વારંવાર ગોખવું. (૪) અનુપ્રેક્ષાઃ સૂત્રમાં અર્થનું ચિંતવન કરવું. (૫) ધર્મકથા : યોગ્ય જીવોને ધર્મનો ઉપદેશ આપવો. Page #165 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૫૮ સહાય કરવી તેને અનુકંપા દાન કહ્યું છે. પાંચેય ઇન્દ્રિયો અને મનનો નિગ્રહ કરવો, કષાયનો જય કરવો અને મનની સમાધિ થવી તેને શીલધર્મ કહે છે. જીવિત-ધન-યૌવન વગેરેનું ક્ષણભંગુરપણું હૃદયમાં ભાવવું તેને ભાવધર્મ કહેલો છે. આ ચાર પ્રકારનો ધર્મ સર્વસુખોની ખાણ સમાન છે. આ ધર્મ અપાર સંસારરૂપી ખારા સમુદ્રને તરવા માટે ઉત્તમ નૌકા સમાન છે. આ ધર્મ વિકટ દુઃખરૂપી અટવીને બાળવા માટે પ્રચંડ દાવાનળ સમાન છે. આ ધર્મ સમસ્ત ત્રણ ભુવનના લોકની લક્ષ્મી રૂપી વેલડી માટે મંડપ સમાન છે. સકલ ઇચ્છિત ફળોને મેળવી આપતો હોવાથી નિશ્ચયથી (પરમાર્થથી) કલ્પતરુ છે. વધારે શું કહેવું? જગતમાં આનાથી વિશેષ કોઇ સુંદરત વસ્તુ નથી. વસ્ત્રોમાં જેમ રંગનો સંસ્કાર થાય તેમ ધર્મ સાંભળ્યા પછી તત્ક્ષણ સોમાના સર્વાંગમાં ધર્મ પરિણત થયો. સોમાએ ત્રણ ભુવનના આભૂષણ ભક્તિપૂર્ણ સર્વ ઇન્દ્રો જેના ચરણમાં નમેલા છે એવા અરિહંત ભગવંતને દેવબુદ્ધિથી સ્વીકાર્યા. સમતૃણ-મણિ, સર્વ સુગુણોથી જિતાયા છે જગતના મહાપુરુષો જેઓ વડે એવા જે મુનિઓ છે તે મારા ગુરુઓ છે. સંપૂર્ણ કર્મરૂપી પર્વતને ભેદવા માટે વજ્રસમાન જિનેશ્વરોનો ધર્મ છે તે મારો ધર્મ છે. આ પ્રમાણે સોમાએ સમ્યક્ત્વ તત્ત્વનો સ્વીકાર કર્યો અને પછી કર્મમળ વધારે નષ્ટ થયે છતે ખુશ થયેલી પાંચ અણુવ્રત અને છઠ્ઠું રાત્રિભોજન વિરમણવ્રતનો સ્વીકાર કર્યો. જાણે અમૃતરસનું પાન કર્યું હોય તેમ તે જલદીથી પરમ આનંદને પામી. ઘરે આવીને માતા-પિતાને વૃત્તાંત કહ્યો. પોતાના વંશમાં ક્યારેય પણ કોઇએ પણ જે ધર્મનું આચરણ નથી કર્યું તેવા ધર્મનો અમારી પુત્રીએ સ્વીકાર કર્યો છે એમ સાંભળવા માત્રથી અનન્ય સમાન ક્રોધનો વેગ ઉત્પન્ન થયો. પછી માતા-પિતા વર્ગ કહે છે કે હે પુત્રી ! તેં જે ધર્મનું અનુષ્ઠાન સ્વીકાર્યું છે તે ધર્મ દુષ્ટ છે, જે આપણા વંશના વશથી ત્યાગ કરાયો છે. આપણા વંશમાં થયેલા સર્વેએ વંશ પરંપરાથી આવેલ ધર્મનું આરાધન કર્યું છે. આ ધર્મને આરાધનારાઓએ તને બાલિશપણામાં નાખી છે. જેથી હે પુત્રી! તું આ ધર્મને છોડ અને પોતાના વંશમાં આવેલા ધર્મનું સેવન કર. પૂર્વપુરુષોનું ઉલ્લંઘન કરવું સારું નથી કારણ કે તે અમંગલોનું મૂળ છે. દેવ સમાન માતા-પિતાને મારે કેવો પ્રત્યુત્તર આપવો ? જેથી માતા-પિતાને સંતોષ થાય તેવો કોઈ ઉપાય કરવો જોઇએ. (૧૨૫) આ પ્રમાણે વિચારતી તેણે કહ્યું કે મેં આ ધર્મ ગણિની પાસે સ્વીકાર્યો છે તેથી તેની પાસે જ મારે ત્યાગ કરવો જોઇએ. પછી ગણિનીની પાસે માતા-પિતાને એવી રીતે લઇ ગઇ કે જેથી કોઇપણ રીતે ઉપશાંત થાય. આ પ્રમાણે વિચારીને તે જેટલામાં માતાપિતાને પ્રવર્તિની પાસે લઇ જાય છે તેટલામાં રાજમાર્ગ ઉપર ઘોર મારિ પ્રગટ થયેલી જોઇ. તે મારિ જે રીતે ઉત્પન્ન થઇ તેને હું કંઇક ટૂંકાણથી કહીશ. Page #166 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૫૯ સ્થાવર અને સંપદાની કથા તે જ નગરમાં સકલ વણિક લોકને બહુમત, ઘણાં વૈભવનું ભાજન, એવો સાગરદત્ત નામનો શ્રેષ્ઠી સર્વત્ર સુપ્રસિદ્ધ હતો. તેને સંપદા નામે પત્ની અને મુનિચંદ્ર નામે પુત્ર હતો. તેઓને બંધુમતી નામની પુત્રી હતી. સ્થાવર નામનો દાસનો પુત્ર હતો. તે નગરની નજીકમાં પોતાના વટપદ્ર નામના ગોકુળમાં જઈને શ્રેષ્ઠી પોતાના ગાયના સમૂહની ચિંતા (સંભાળ) કરે છે અને દર મહિને ઘી-દૂધથી ભરેલા ગાડાઓ લાવે છે અને ભાઈ-મિત્રોને તથા દીનદુઃખીઓને આપે છે. બંધુમતી પણ જિનેશ્વરોના ધર્મને સાંભળીને શ્રાવિકા થઈ, પ્રાણિવધ વગેરે પાપસ્થાનોથી વિરત અને ઉપશાંત થઈ. હવે જીવનું જીવન ઇંદ્રધનુષ જેવું ચંચળ હોવાથી કોઈક વખત કયારેક ક્રમથી સાગરદત્ત શ્રેષ્ઠી મરણ પામ્યો. નગરના સ્વજનલોકોએ તેના સ્થાને મુનિચંદ્રની નિમણુંક કરી, સર્વ પણ સ્વ-પર કાર્યોમાં પૂર્વની સ્થિતિની જેમ વર્તે છે. પૂર્વની પરંપરાથી સ્થાવર પણ તેનું બહુમાન કરે છે અને મિત્રની જેમ, પુત્રની જેમ અને ભાઈની જેમ તેના ઘરકાર્યોની સંભાળ કરે છે. પરંતુ સ્ત્રીસ્વભાવથી, વિવેકની વિકલતાથી, કામબાણથી પીડાયેલી, ખરાબ શીલવાળી સંપદા તેને જોઈને વિચારે છે કે ક્યા ઉપાયથી આની (સ્થાવરની) સાથે રોકટોક વગર, વિધ્વરહિત વિષયસુખને એકાંત ઓતપ્રોત થઈ ભોગવું? અથવા કેવી રીતે આ મુનિચંદ્રને મારીને ધનકણથી સમૃદ્ધ પોતાના ભવનને આના વિના સંભાળીશ? આ પ્રમાણે વિચારતી સ્નાન-ભોજનાદિથી સવિશેષ સ્થાવરની સેવા કરે છે. અહોહો! પાપી સ્ત્રીઓની દુષ્ટતા કેવી છે! તેના અભિપ્રાયને નહીં જાણીને તેવું વર્તન કરતી સંપદાને જોઈને સ્થાવર વિચારે છે કે આ મારા વિષે માતાપણાનો વ્યવહાર કરે છે. (૧૪૦) હવે લજ્જાને અત્યંત છોડીને અને પોતાના કુળની મર્યાદાને છોડીને તેણીએ તેને એકાંતમાં સર્વાદરથી પોતાના આત્માને અર્પણ કર્યો, અર્થાત્ તેની સાથે નિતાંત ભોગો ભોગવવા લાગી અને કહ્યું: હે ભદ્ર ! મુનિચંદ્રને મારીને સ્વામીની જેમ વિશ્વસ્થ થઈ મારી સાથે આ ઘરમાં ભોગો ભોગવ. તેણે પૂછ્યું: આ મુનિચંદ્રને કેવી રીતે મારવો? તેણે કહ્યું. ગોકુળની સંભાળને માટે તને અને તેને હું સાથે મોકલીશ. પછી તારે તલવારથી માર્ગમાં તેનો વધ કરવો. તેણે આવું કરવું સ્વીકાર્યું “લજ્જાહીનને અકાર્ય શું છે?” બંધુમતીએ આ વાત સાંભળી અને સુસ્નેહથી તત્ક્ષણ જ ઘરે આવેલા ભાઈને કહી. બહેનને મૌન રાખી મુનિચંદ્ર ઘરમાં પ્રવેશ્યો. માતા પણ કપટથી અત્યંત રોવા લાગી. તેણે પૂછ્યું: હે માતા તું કેમ રડે છે ? તેણીએ કહ્યું: હે વત્સ! પોતાના કાર્યો સીદાતા જોઈને હું રડું છું. તારા પિતા જ્યારે જીવતા હતા ત્યારે ખરેખર મહિનાના અંતે ગોકુળમાં જઈને ઘી-દૂધ લાવી આપતા હતા. પણ હમણાં હે પુત્ર ! તું અત્યંત પ્રમાદી Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ઉપદેશપદ : ભાગ-૨ બન્યો છે. ગોકુળની કોઈ સંભાળ લેતો નથી તેથી તું કહે આ વાત હું કોને કહું? મુનિચંદ્રે કહ્યું. હે માતા! હું સ્વયં સવારે સ્થાવરની સાથે ગોકુળમાં જઇશ તું શોકને છોડ. આ પ્રમાણે સાંભળીને તે ખુશ થઈ અને મૌન રહી. હવે બીજે દિવસે ઘોડા ઉપર બેસીને તે સ્થાવરની સાથે ગોકુળ જવા નીકળ્યો અને જતા સ્થાવર વિચારે છે કે જો કોઇપણ રીતે મુનિચંદ્ર આગળ ચાલે તો ખગયષ્ટિથી આને જલદી હણું ! (૧૫૩) હવે મુનિચંદ્ર પણ બહેને કહેલા વ્યતિકરને ચિંતવતો સ્થાવરની સાથે અપ્રમત્તપણે જવા પ્રવૃત્ત થયો. હવે જ્યારે મુનિચંદ્રનો ઘોડા વિષમ ખાડાના દેશમાં પહોંચ્યો ત્યારે સ્થાવર વડે ચાબૂકથી પ્રહાર કરાયેલો પોતાનો ઘોડો આગળ જવા પ્રવૃત્ત થયો અને શંકા સહિત મુનિચંદ્ર જેટલામાં આગળ જાય છે તેટલામાં પાછળ રહેલા સ્થાવરે તેના વધનિમિત્તે મ્યાનમાંથી તલવાર ખેંચી અને મુનિચંદ્ર તેના પડછાયાને જોયો. પછી તેણે ઘોડાને વેગથી દોડાવ્યો અને ખગના પ્રહારથી છટકીને પોતાને બચાવ્યો. ક્રમથી ગોકુળમાં પહોંચ્યો. ગોવાળે તેનો ઉચિત સત્કાર કર્યો. પરસ્પર વાતો કરતા રહ્યા તેટલામાં દિવસ પૂર્ણ થયો. સ્થાવર તેને મારવા માટેનો ઉપાય શોધે છે અને વિચારે છે કે આને જરૂરથી રાત્રિએ મારીશ. હવે રાત્રિએ ઘરની અંદર પથારી પાથરવામાં આવી ત્યારે મુનિચંદ્રે કહ્યું: હું અહીં લાંબો સમય થયા આવ્યો છું તેથી ગોપાટમાં મારી પથારીને પાથર જેથી ત્યાં રહેલો હું સર્વ ગાય ભેંસોની સંખ્યાને વ્યક્તિગત જોઉં. પરિજને તે પ્રમાણે જ કર્યું પછી ત્યાં રહેલા મુનિચંદ્ર વિચારે છે કે આજે હું ચાકરના (સ્થાવર)ના વિલાસને જોઉં. આજે વધ્ય સુખપૂર્વક નાશ કરવા યોગ્ય છે એમ માનીને એકાંતમાં રહેલા મુનિચંદ્રને જોઈને સ્થાવર મનમાં ખુશ ગયો. (૧૬૩) - હવે લોકો સૂઈ ગયા ત્યારે મુનિચંદ્ર તીક્ષ્ણ તલવાર લઈને અને પટથી આચ્છાદિત બાવલા(પુતળા)ને પોતાની શય્યામાં મૂકીને તેના વિલાસને જોવા માટે અતિ અપ્રમત્ત થઈને એકાંતમાં છુપાઈને ચુપકીદીથી રહ્યો. હવે એક ક્ષણ પછી વિશ્વસ્થ સ્થાવર આવીને જેટલામાં ત્યાં પ્રહાર કરે છે તેટલામાં મુનિચંદ્ર તેને તલવારથી હણ્યો અને મરણ પામ્યો અને આ અપરાધને છુપાવવા માટે મુનિચંદ્ર સમગ્ર ગાયોના વૃંદને વાડામાંથી છોડીને પોકારવા લાગ્યો. અરે! દોડો દોડો ચોરે ગાયોનું હરણ કર્યું અને સ્થાવરને મારી નાખ્યો છે. પુરુષો ચોરો તરફ દોડ્યા. ગાયોને પાછી લાવ્યા. ચોરો નાસી ગયા એમ તેઓએ માન્યું. પછી સ્થાવરનું સંપૂર્ણ મૃત્યુકાર્ય કર્યું. ૧. ગોપાટ-- ગાયો અને ભેંસોને બાંધવાનું સ્થાન અર્થાત્ ગમાણ. Page #168 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૬૧ થયું હશે? એમ ચિંતાથી યુક્ત માતા જેટલામાં તેના આવવાની રાહ જુએ છે તેટલામાં મુનિચંદ્ર એકલો ઘરે આવ્યો. તેની પત્નીએ આસન આપ્યું અને તલવારને ઘરની ખીલીમાં ટાંગીને જેટલામાં તેના પગ ધોવા લાગી તેટલામાં શોક સહિત માતાએ પૂછ્યું: હે વત્સ! સ્થાવર ક્યાં છે? તેણે કહ્યું: હે માતા! ધીમો ધીમો ચાલતો પાછળ આવે છે. પછી સંક્ષોભ પામેલી સંપદા તલવાર તરફ જેટલામાં જુએ છે તેટલામાં લોહીના ગંધથી આવતી કીડાઓને જુએ છે. બારીકાઇથી જોતી તેણે લોહીથી ખરડાયેલી તલવારને જોઈ. પછી પ્રબળ ક્રોધરૂપી અગ્નિથી સળગેલી પાપીણીએ જવ અને ઘઉંને પીસવા માટે નજીકમાં રહેલી શિલાનો પુત્રના (મુનિચંદ્રના) માથા ઉપર ઘા કર્યો. એકાએક પુત્ર મરણ પામ્યો. પછી પતિને મારવાથી ઉત્પન્ન થયેલા તીવ્ર ક્રોધથી તેની પત્નીએ બંધુમતીના દેખતા સંપદાને તલવારથી મારી નાખી. રાજાએ ઘરવખરી જપ્ત કરી. પુત્રવધૂને કેદમાં નાખી. અને બંધુમતી ગુરુજનથી પુજાઈ. અને તે સર્વ જોઇને સર્વલોકે કહ્યું: અહો! પાપી હિંસાથી જીવોનું ચરિત્ર કેવું બને છે! તેથી આ ભવમાં અને પરભવમાં દુઃખોનું નિધાન પ્રાપ્ત થાય છે જ. પછી અવસરને મેળવીને સોમાએ માતાપિતાને કહ્યું. મેં હિંસાના વિરમણ સ્વરૂપ ધર્મ સ્વીકાર્યો છે. તો તે ધર્મનું મારે પાલન કરવું કે છોડી દેવો ? માતા-પિતાએ કહ્યું: હે પુત્રી! તારે હમણાં તેનો ત્યાગ ન કરવો. એટલામાં કંઈક આગળ જાય છે તેટલામાં જેનું વહાણ નાશ પામી ગયું છે, અલીકવાદી, લોકોના નિષ્ફર વચનોથી તિરસ્કાર કરાતો એવો સૌદાગર જોવાયો અને આ વૃત્તાંત જે રીતે બન્યો તેને કહેવાય છે. (૧૮૧) સોદાગરની કથા વસંતપુર નામના નગરમાં દરિયાઇ માર્ગે વ્યાપાર કરનાર સુભંકર નામનો સોદાગર હતો. સકલ ગૃહકાર્યમાં તત્પર મંદોદરી નામે તેની સ્ત્રી હતી. તેઓને સુકુમાળ શરીરવાળી, પ્રઢ સૌભાગ્યવાળી, નિરોગી, કમળ જેવા મુખવાળી શંખિણી નામે પુત્રી થઇ. કોઇકવાર તે આ દેશમાં ઉત્પન્ન થતી શ્રેષ્ઠ વસ્તુઓના વહાણો ભરીને સમુદ્રના પેલે પાર પહોંચ્યો. આદરથી વ્યાપાર કર્યો અને તેને ઘણો ધનલાભ થયો. પાછા ફરતા ભાગ્યપ્રતિકૂળ થયે છતે મહાસમુદ્રની મધ્યમાં કોઇક સમુદ્રમાં પર્વતના શૃંગની સાથે વહાણ અફળાવાથી ભાંગ્યું. મૌક્તિક-શંખપ્રવાલાદિ દ્રવ્યો ડૂબી ગયા. તે એક પાટિયાના ટૂકડાને મેળવીને ચાકરની સાથે ગ્રામ-નગરાદિથી યુક્ત એક કાંઠા ઉપર આવ્યો. ત્યાં પણ અતિનિષ્ફર, છિદ્રો શોધવામાં તત્પર વિધિએ સુતીવ્ર વ્યાધિના વિકારને ઉત્પન્ન કરીને અત્યંત હતાશ કર્યો. એક ભક્તિવંત સેવકે ઔષધાદિથી તેની એવી રીતે સેવા કરી જેથી તે પૂર્વની જેમ સાજો થયો. ખુશ થયેલા શુભંકરે તેને પોતાની પુત્રી આપી. શેઠે પણ કહ્યું: અહીં સાક્ષી વિનાનો વ્યવહાર જૂઠો થાય છે તેથી આ ૧. સોદાગર – જહાજ દ્વારા વેપાર કરનાર વેપારી. Page #169 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૬૨ વ્યવહારમાં કોણ સાક્ષી થાય? સેવકે કહ્યું: જીવક નામના પક્ષીઓ જે અહીં વિદ્યમાન છે તે આપણા વ્યવહારમાં સાક્ષી થાય, કેમકે તેઓ સ્વભાવથી જ જ્ઞાની છે. વ્યવહારમાં (ન્યાયાલયમાં) વિસંવાદ થાય તો તે તા૨ા સાક્ષી થશે. તે બંનેએ કન્યાદાન-ગ્રહણનો સર્વવૃત્તાંત જીવક પક્ષીઓને જણાવ્યો. કાળે બંને પણ પોતાના દેશ પહોંચ્યા. સ્વજન મહિલાદિ લોકના વશથી તે શુભંકર પ્રસ્તુત કન્યાદાનના વિષયમાં પલટી ગયો. ઉત્તમકુલમાં ઉત્પન્ન થયેલી, ઉત્તમરૂપ સંપદાને પામેલી, પોતાની પુત્રી તારા જેવા સેવકને (સેવક એવા તને) આપવા કેવી રીતે મારું મન ઉત્સાહિત થાય? તેથી હે સેવક! તું આ વ્યતિકરને છોડ. મારા ઉપર આ પ્રમાણે ખીજાઇશ નહીં. આ રીતે પ્રતિષેધ કરાયેલા સેવકે રાજા પાસે ફરિયાદ કરી અને વૃત્તાંત જણાવ્યો કે મારા વડે નિરોગી કરાયેલા આ શેઠે પોતાની પુત્રી આપવાનું કહ્યું છે. રાજા– આ કાર્યમાં તારે કોણ સાક્ષી છે? સેવક હે દેવ! અહીં કોઇ પણ સાક્ષી છે અને તે જીવક નામના પક્ષીઓ છે. રાજા– પક્ષીઓ હાલમાં ક્યાં છે? સેવક− હે દેવ! તે પક્ષીઓ સમુદ્ર કાંઠે છે, રાજા– તે પક્ષીઓ અહીં લાવવામાં આવે તો તારો દાવો છેદાય. પછી સેવક ત્યાં ગયો અને પાંજરામાં પક્ષીઓ લઇ આવ્યો. પાંજરામાંથી છૂટા કર્યા પછી રાજાએ તેઓને પૂછ્યું: તમો અહીં સાક્ષી તરીકે કહેવાયા છો તો અહીં પરમાર્થ શું છે? કૃમિનું ભોજન કરનારા તે પક્ષીઓની આગળ વાસી છાણ રાખવામાં આવ્યું ત્યારે તેમાં જે કૃમિઓ બહાર આવ્યા તેને પોતાની ચાંચથી બતાવીને કોઇક સંકેત જણાવ્યો. તે સંકેત આ પ્રમાણે છે– જૂઠું બોલનારા મનુષ્યો ભવાંતરમાં આવા પ્રકારના કૃમિઓ થાય છે. જે જીવ વચનથી બંધાઇને પછી વચનને ફોક કરે છે તે જીવ વાસી છાણનું ભક્ષણ કરનારો આવા પ્રકારનો કૃમિ થાય છે. સેવકે કન્યાને મેળવી તે વણિક પણ લોકથી ધિક્કારને પામ્યો. સોમાના માતા-પિતાએ પણ તેવા જ પ્રકારનો પ્રતિષેધ કર્યો, અર્થાત્ સોમાએ સ્વીકારેલા ધર્મને ફોક ન કરવા અનુમતિ આપી. આ પ્રમાણે થોડાક આગળ ગયા ત્યારે આ રક્ષકોએ જેના હાથ, પગ કાપી નાખ્યા છે એવા એક ‘તલચોર' પુરુષને જોયો. (૨૦૪) તે આ રીતે થયો. તલચોરની કથા તે નગરમાં અતિવલ્લભ પુત્રવાળી એક સ્ત્રી છે. તેનો પતિ મરણ પામ્યો. તેનો પુત્ર તરુણ થયો ત્યારે એક વખત માતાએ તેને સ્નાન કરાવ્યું. ભીના શરીરે જ તે દુકાનની ભીડમાં ગયો. કોઇપણ રીતે સમર્થ બળદે તેને ધકો માર્યો અને તલના ઢગલા ઉપર પડ્યો. તલ ચોંટેલા શરીરવાળો ઊભો થઇને ઘરે ગયો. પછી માતાએ તલને ખંખેરીને તલસાંકળીના લાડુ બનાવીને ખાવા આપ્યા. તલસાંકળીમાં આસક્ત થયેલો તે દિવસે-દિવસે તેમજ કરવા લાગ્યો. તલસાંકળી ખાવામાં લુબ્ધ થયેલો તે તેવી રીતથી દરરોજ તલની ચોરી કરે છે. તલસમૂહની અને બીજી વસ્તુઓની પ્રતિદિવસ ચોરી કરવા લાગ્યો. આરક્ષકોએ પકડ્યો. તેણે વિચાર્યું: આ દોષ માતાનો Page #170 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૬૩ છે કેમકે તલની ચોરીમાં હું પ્રથમથી જ માતાવડે વારણ ન કરાયો. આ પ્રમાણે ક્રોધ કરતા તેણે માતાના સ્તનનું ભક્ષણ કર્યું, અર્થાત્ માતાનો સ્તનને કાપ્યું અને તલાર (રક્ષક) લોકથી હાથપગને કપાવનારો થયો, અર્થાત્ રક્ષકોએ તેના હાથપગ કાપી નાખ્યા. તેવા પ્રકારના ચોરને જોયા પછી તેઓને વિચાર આવ્યો કે અહો ! ચોરી કેવી ભયંકર છે ! માતા-પિતાએ સોમાને પણ અદત્તાદાન વિરમણ વ્રત ન છોડવું એમ કહ્યું ત્યાંથી થોડાક આગળ ગયા ત્યારે પતિની હત્યા કરનારી, નગરલોકવડે ધિક્કારાતી એક સ્ત્રીને જોઈ. (૨૧૩) પતિમારિકાની કથા કોઈ એક પ્રદેશમાં મોટા કૂળમાં કોઈ એક નવયૌવના સ્ત્રી હતી જેણે કામુકતાથી કુલ અને શીલની મર્યાદાનો લોપ કર્યો હતો. પોતાના ઘરે હંમેશા પણ જોવાતા અને વાર્તાલાપ કરાતા અશ્વરક્ષકની સાથે તેવા પ્રકારનો સંબંધ બાંધ્યો કે જેથી પોતાના પતિની અવગણના કરીને કુલ અને શીલની મર્યાદા તોડી અને આ ભવ પરભવમાં થનારા દુઃખો માટે પોતાના આત્માને સજ્જ કર્યો. જેમ અગ્નિ લાકડાથી વૃદ્ધિ પામતો નથી, સમુદ્ર હજારો નદીઓથી તૃપ્તિ પામતો નથી તેમ વ્યભિચારી સ્ત્રી પુરુષોથી વૃદ્ધિ પામતી નથી. સ્ત્રીઓને કોઈ પ્રિય કે અપ્રિય નથી. જેમ ગાયો અરણ્યમાં નવા નવા ઘાસને ઈચ્છે છે તેમ સ્ત્રીઓ નવા નવા પુરુષોને ઇચ્છે છે. પછી અશ્વરક્ષકમાં આસક્ત થયેલી સ્ત્રીએ પોતાનો પતિ વિજ્ઞકારક છે એમ જાણીને સુતેલા કે પ્રમાદમાં પડેલા પતિને એકાંતમાં મારી નાખ્યો અને ટૂકડા કરીને કરંડિયો ભર્યો. એટલામાં ટોપલાને માથા ઉપર ઊપાડીને પરઠવવા (ફેંકવા) ઘરમાંથી નીકળે છે તેટલામાં કુળ રક્ષામાં એકાગ્ર ચિત્ત કર્યું છે એવી કુલદેવતાએ તેને જોઈ. ગુસ્સે થયેલી કુલદેવતાએ તેના માથામાં ટોપલાને ચોંટાડી દીધો. સતત ઝરતા ચરબી અને લોહીથી સર્વીગે ખરડાઈ. ઉદ્વિગ્ન મનવાળી પોતાના કર્મથી લજ્જિત જેટલામાં જંગલમાં જાય છે તેટલામાં જાણે બે આંખો ખેંચી લીધી હોય તેમ મૂળથી આંધળી થાય છે. પૂર્વે આ વ્યતિકરને નહીં જોવાથી, કૌતુક સહિત હુરિયો બોલાવાતી બાળકોના ટોળાવડે અનુસરાતી, આ પતિમારિકા છે એમ કહીને ગમગીન મનવાળા, પ્રકટ રોષવાળા લોકવડે ફિટકાર વર્ષાવાતી, અત્યંત નિંદા કરાતી, છ રસ્તે, શેરીઓમાં તથા ચાર રસ્તે ભટકતી ભિક્ષા માગવા છતાં પણ ભિક્ષામાત્ર નહીં મેળવતી, દીન મુખવાળી, પગલે-પગલે અનેક પ્રકારના પ્રલાપો કરતી તેના પિતાપક્ષના લોકવડે જોવાઈ અને હકીકતને જાણીને કહ્યું: રે! રે! શીલનું વિલંઘન અલંઘનીય લાખો દુખોની ખાણ છે જેથી આ આ ભવમાં જ મોટી આપત્તિને પામી. પછી સોમાએ માતાને કહ્યું હે માતા! મેં આ દુરાચારની વિરતિ સ્વીકારી છે. માતાએ કહ્યું: હે પુત્રી! તું કૃતાર્થ છે, મરણમાં પણ આ વિરતિ ન છોડવી. (૨૨૯) Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ઉપદેશપદ : ભાગ-૨ લોભાસક્ત મનુષ્યની કથા ત્યારપછી થોડુંક ચાલ્યા ત્યારે જેનું વહાણ ભાંગી ગયું છે એવો એક અત્યંત અસંતુષ્ટ મનુષ્ય દૃષ્ટિપથમાં પડ્યો. જે કોઇક રીતે સમુદ્રના મધ્યભાગમાંથી કાંઠા ઉપર આવ્યો છે, જે મત્સ્યના આહારથી રોગી થયેલો અને લોકવડે પરાભવ કરાયો છે. અને લોભરૂપી સાપના ઝેરથી વ્યાકુલ થયેલ ભમતા તેણે ક્યારેક બીજાને ઠગવામાં તત્પર ધૂર્તો પાસેથી સાંભળ્યું કે અમુક સ્થાનમાં જે નિધિ રહેલો છે તે પુત્રના બલિદાનથી પ્રગટ થાય છે જે દારિત્ર્યની વિટંબનાના દુઃખને નાશ કરે છે. કૃષ્ણ ચતુદર્શીના દિવસે રાત્રિએ પોતાના પુત્રનું બલિદાન કરીને નિધાનની રક્ષા કરનાર દેવીને ધર્યો. તે નિધાન પ્રગટ થયો છતાં પણ અત્યંત પાપના વશથી તેને ફળ્યો નહીં. તેનો વાંછિત નિધિ નષ્ટ થયો છે એમ બીજા લોકોએ જાણ્યું. લોકોએ નિર્ભત્સના કરી કે આ અધામધમ મુખ જોવા યોગ્ય નથી અને નામ લેવા યોગ્ય નથી. આ જ મોટા અહંકારથી પકડાયો છે. નગરના આરક્ષકો તેને નગ્ન કરી કારાગૃહ તરફ લઇ જવા લાગ્યા. સોમાના માતા-પિતાએ કારાગૃહના અધિકા૨ીઓ વડે લઇ જવાતો જોયો અને પ્રાયઃ અસંતોષનું ફળ અનુભવતો જાણ્યો અને કહ્યુંઃ અહો! કેવો દુ:ખી છે! લોભથી પરાભવ પામેલા, ગુણ-દોષના જ્ઞાનથી રહિત જીવો અહોહો! આવા પ્રકારના દુરંત દુઃખોને પામે છે. પછી સોમાએ કહ્યું: સાપની જેમ ઘણો વિલાસ પામતો (વધતો) લોભ મારા વડે ચારેબાજુથી રુંધાયો છે. માતાપિતાએ કહ્યું: હે પુત્રી! સંતોષ ધારણ કરાયો તે તારાવડે અતિ સુંદર કરાયું. આ સંતોષ તારે અર્ધીક્ષણ પણ કોઇ રીતે ન છોડવો. પાંચેય આશ્રવ ધારોના ફળોને અનુક્રમે જોઇને ઉત્પન્ન થયેલા મોટા સંવેગથી ભાવિત થયેલા માતા-પિતા નજીકમાં ગણિનીની વસતિમાં પહોંચ્યા અને ત્યાં રોમાંચકારી પાપકૃત્ય જોયું. (૨૪૨) તે આ પ્રમાણે— રાત્રિભોજન કરતા માણસની કથા ત્યાં પણ તેઓએ રાત્રિ સમયે ગાઢ અંધકારમાં રીંગણાની સાથે ખાખરાનું ભોજન કરતા કોઇ એક માણસને જોયો. તેણે કોઇક રીતે ન જોઇ શકાય તેવા સૂક્ષ્મ વીંછીની સાથે કોળિયાને . મોઢામાં નાખ્યો અને વીંછીના તીક્ષ્ણ આંકડાથી વિંધાયો. તે વીંછી વ્યંતર જાતિનો છે. તેનું ઝેર દારુણ સ્વભાવનું છે. પછી તેનું મુખ ઘણું સૂજી ગયું અને ઘણાં મોટા દુઃખને પામ્યો. જુદા જુદા વૈદ્યો પાસે ગયો. હજારો વિચિત્ર પ્રકારના ઔષધોનો પ્રયોગ કરવામાં આવ્યો. પીડાના આવેશથી બે હાથ ઊંચા કરી કૂદવા લાગ્યો. ગદ્ગાણીથી અતિ વિરસ રડતો સોમાના માતા-પિતાવડે જોવાયો. તેઓએ વિચાર્યું કે આને રાત્રિભોજનનું ફળ મળ્યું છે. સોમાએ કહ્યું: મેં આ રાત્રિભોજનનો ત્યાગ કર્યો છે. માતા-પિતાએ કહ્યું: હે પુત્રી! તું જગતમાં કૃતાર્થ થઇ છો. ચાલો, સંપૂર્ણ દોષોને મથનારી તારી ગણિની ગુરુણીના દર્શન કરીએ. પછી તેઓ વિનયપૂર્વક તેની પાસે ગયા અને પ્રથમ નમસ્કાર કર્યો. વસતિની બાજુમાં શય્યાતરના ગૃહચૈત્યો (ઉપાશ્રય) આવેલા છે. ત્યાં અતિ ૧. વ્યંતરજાતિનો વીંછી= એક પ્રકારનો ઝેરી વીંછી. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ ઉપદેશપદ : ભાગ- સાવધાનીથી, અતિ ઉજજવળ શીલથી શોભતી, તારાની વચ્ચે ચંદ્રની જેમ ઘણી સાધ્વીઓની વચ્ચે રહેલી, ઘણી શોભતી પરિવાર સહિત ગણિની આનંદિત હૃદયવાળા સોમાના માતા-પિતાવડે જોવાઇ. હર્ષપૂર્વક વંદન કર્યું. સોમા કહે છે- આ મારો પિતૃવર્ગ છે. ઉચિત રીતિથી ગણિનીએ પણ સત્કાર કર્યો. પછી ગણિનીએ તેઓને પૂછવા અનુસાર ધર્મ કહ્યો. તે પ્રશ્નો અને ઉત્તરો આ પ્રમાણે જાણવા સોમાનો સ્વજનલોક– લોકમાં અનેક પ્રકારના ધર્મો રૂઢ થયા છે તેમાંથી કયો ધર્મ સાચો છે? ગણિની–ત્રસ અને સ્થાવર બે પ્રકારના જીવોની વિધિપૂર્વક રક્ષા કરવી તે સત્ય ધર્મ છે. સોમાનો સ્વજનલોક- ત્રણલોકમાં પ્રિયના સંગમાદિ સ્વરૂપ સુખોનું સૌખ્ય શું છે? ગણિની- શરીરમાં જ્વર-કોઢાદિ રોગો ઉત્પન્ન થાય ત્યારે પ્રિયના સંગમાદિ સ્વરૂપ સુખનો અસંભવ છે. નિરોગીપણું જીવનું સુખ છે. સોમાનો સ્વજનલોક- વાર્તાલાપ, ભોજન, સંકટ, દાનાદિમાં ઉત્પન્ન થયેલો સ્નેહ છે. તે શું છે? ગણિની- સર્વકાર્યોમાં પરસ્પર સૂક્ષ્મ બુદ્ધિથી ન છેતરવા તે પરમાર્થથી સ્નેહ છે. અર્થાત્ સદ્ભાવ એ સ્નેહ છે. સોમાનો સ્વજનલોક- શું લોકમાં ઘણાં શાસ્ત્રોના અભ્યાસાદિમાં પાંડિત્ય કહેવાય છે? ગણિની- અલ્પશ્રુતવાળા પણ પુરુષોને આત્મહિતના કર્તવ્યનો જે નિશ્ચય છે તે પાંડિત્ય છે. સોમાનો સ્વજનલોક ગ્રહ-રાજા-સ્ત્રી આદિના ચરિત્રોમાં શું જાણવું દુષ્કર છે? ગણિની- અતિવિષમ પ્રકારના ભાગ્યના કારણે ન ધારેલી કાર્યગતિ સિદ્ધ થાય છે અને ધારેલી કાર્યગતિ નિષ્ફળ બને છે તે દૈવનું ચરિત્ર જાણવું દુષ્કર છે. સોમાનો સ્વજનલોક સૌભાગ્ય-વિભવ-ભૂષણ-શ્રેષ્ઠભોજન વગેરે વસ્તુઓમાં ઉત્તમ શું છે? ગણિી- તારાઓના પુંજના ઉદ્યોત જેવા ગુણોનો જે ઉઘાડ છે તે, લોકમાં શ્રેષ્ઠ છે. સોમાનો સ્વજનલોક– કરાયું છે પ્રિય જેઓ વડે એવા બાંધવાદિ લોકોને સુખગ્રાહ્ય (સુખેથી સમજાવી શકાય તેવો) કોણ છે? ગણિની– સદાચાર છે ધન જેઓનું એવો સુજન લોક સુખગ્રાહ્ય છે. સોમાનો સ્વજનલોક– આલોકમાં મંત્ર, હાથી, ક્રોધિત સાપ વગેરેમાં કોણ દુર્ણાહ્ય છે ? ૧. અહીં વિદ શબ્દને બદલે વિદિ શબ્દ સમજીને અર્થ કરેલ છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ઉપદેશપદ : ભાગ-૨ ગણિની- મંત્ર, હાથી, ક્રોધિત સાપનું વારંવાર પ્રિય કરવામાં આવે છતાં પણ સમજાવી શકાતા નથી. આ જ દુર્જનલોક દુર્ણાહ્ય છે. સોમાનો સ્વજનલોક– સજ્જનલોકવડે અવિદ્યા કોને કહેવાય છે. અર્થાત્ સજ્જનો કોને અવિદ્યા કહે છે તે છે આર્યા! તમે કહો. ગણિની- સર્વગુણોરૂપી વનને બાળવા માટે દાવાગ્નિ સમાન જે અહંકાર મનુષ્યોના મનમાં છે તે અવિદ્યા છે. સોમાનો સ્વજનલોક– કાર્ય કરવા ઉદ્યત થયેલા પુરુષોનું શું સાધ્ય કહેવાય તે કહો. ગણિની– વિનીતોના સુપ્રશસ્ત શાસ્ત્રોમાં સૂત્રોના જે અર્થો બતાવ્યા છે તે સાધ્ય છે. સોમાનો સ્વજનલોક– ઉભય ભવોમાં ભવ્યોની કઈ લક્ષ્મી ભવ્ય (સુંદર) પરિણામી થાય છે. ગણિની– વિભવ હોય કે ન હોય છતાં સંતોષ ધારણ કરવું તે ઉભયલોકમાં શ્રેષ્ઠ સંપત્તિ છે. સોમાનો સ્વજનલોક– અહીં સ્થાવર અને જંગમ વગેરે વિષના ભેદથી ભેદાયેલા જીવોને કયું વિષ અસરકારક છે? ગણિની– અનાચારથી ભોગવેલું વિષયોનું સુખ અહીં અસરકારક ઝેર છે. આ પ્રમાણે તેઓએ ઘણાં પ્રશ્નો પૂછ્યા તથા તેના ઉત્તરો પણ મેળવ્યા છે મુગ્ધજનને સમજવા કઠીન છે. પછી સોમાના માતા-પિતા જિનધર્મમાં તેવા ભદ્રક થયા જેથી સ્વપ્નમાં પણ સોમાના વચનનો વિરોધ કરતા નથી, પરંતુ તેની આરાધનમાં તત્પર થાય છે. તે શ્રીમતી તથા તે સોમા શ્રીજિનધર્મની આરાધના કરીને સુગતિમાં ગઈ. કાળે કરીને કર્મોને ખપાવીને શિવગતિમાં જશે. એ પ્રમાણે શ્રીમતી અને સોમાનું કથાનક સમાપ્ત થયું. સાથ સહકક્ષાર્થ – श्रीपुरनगरे नन्दनदुहिता नाम्ना श्रीमती 'श्राद्धा' जिनशासनश्रद्धानवती समासीत् । सोमा च तस्याः सखिका मैत्र्यस्थानं पुरोहितसुता, इति प्राग्वत्, संजातेति ॥ ५५०॥ कालेन तयोः प्रीतिवृद्धिरभूत् । धर्मविचारे प्रतिदिनं प्रवर्त्तमाने 'तस्याः' सोमायाः 'संबोधिः 'सम्यक्त्वरूपासमपद्यत ।तथा, व्रतग्रहणेच्छा श्रावकजनयोग्यव्रताङ्गीकारवाञ्छा समजनिष्ट ।श्रीमत्याच परीक्षा प्रस्तुता।तस्यांचझुण्टणवणिग्दृष्टान्तो विहितः ॥५५१॥ स चायम् -अङ्गदिका नाम नगरी । तस्यां च धनश्रेष्ठी समभूत् । अन्यदा च स्वामिपुरात् शङ्खश्रेष्ठी तत्राजगाम । तयोश्च व्यवहरतो१ढा प्रीतिरभूत् । तस्याः Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ ઉપદેશપદ : ભાગ-૨ प्रीतेर्वृद्धिनिमित्तमजातापत्ययोरनुत्पन्नापत्ययोः, तथेति समुच्चये, 'दानं' वरणकरणरूपमजायत॥ ५५२॥ समये च धनस्य पुत्रः शङ्खस्य दुहिता जाता । प्राप्तवयसोश्च तयोविवाहः कृतः। भोगाश्च प्रवृत्ताः । कथञ्चिद् भाग्यपरिहाणी दारिद्यं समुत्पन्नम् । पत्नीभणनं पत्युरभूत्, यथा-गच्छ श्वशुरकुलं मदीयं पितृगृहमित्यर्थः 'मार्गय' याचस्व 'झुण्टणकं' पशुविशेषम् ॥ ५५३॥ 'साणागिइ 'त्ति श्वाकृतिः श्वाकारः, 'तको' झुण्टणकः, खलुक्यालङ्कारे, कम्बलरत्नं च तस्य पशो रोमभिर्जायते षड्भिर्मासैरित्यर्थः, कर्त्तयाम्यहं महामूल्यं दीनारलक्षमूल्यमित्यर्थः ॥ ५५४॥ स पुनः पशुरुत्संघट्टः शरीरसंघट्टविकलो न मोक्तव्यः। 'सदापि' रात्रौ दिवा चेत्यर्थः। नियत इति कृत्वा, हसिष्यति च मूर्खलोकः कार्यपरमार्थमजानानो 'न' नैव 'कार्यतः' कार्यमपेक्ष्य स गणयितव्य इति ॥ ५५५॥ प्रतिपन्नमिदं 'तेन' तत्पतिना । गतश्च लब्धश्च स झुण्टणकः, ततः श्वशुरकुलात्, नवरं केवलं 'अप्पाहिउ'त्ति शिक्षितश्च बहुशो बहून् वारान् तैरपि श्वशुरकुलमानुषैः, तथा तत्प्रकारं यल्लोकहसनं तत्र विषयभूते ॥ ५५६॥ ____ आगच्छंश्च ततः श्वशुरकुलाद् हस्यमानो मार्गजनेन कथञ्चिद् महतो लजाभरात् तुच्छीभूतानयनोत्साहः सम्प्राप्तो निजपुरबहिरङ्गदिकानगरबहिःप्रदेशे मुक्तः आरामे, तथाप्रविष्टस्तु आराममुक्तपशुरेव च गृहे प्रविष्ट इति ॥ ५५७॥ भणितश्च 'तया' पल्या क्व स झुण्टणकः? स प्राह मुक्तो बहिरिति सा प्राह-हन्त भव्योऽसि त्वम्, यतो मृतकोऽसावेतावता कालेन, स्तोकफलं कम्बलरत्नं भविष्यति । न च लाभो यथा पूर्वं तथा तु तथा पुनरेतस्य पशोरिति ॥ ५५८॥ ___प्रस्तुते योजयन्नाह- 'झुण्टणतुल्यः' प्रस्तुतपशुसदृशो'धर्मः'शुद्धः पारमार्थिकः। 'एतस्मिन्' धर्मे योजयितव्यमिदं झुण्टणगतमुदाहरणं सर्वमशेषं निजबुद्ध्या ।कथमित्याहअशुभशुभफलत्वादितिअशुभशुभफलत्वेन, आदिशब्दात्पुनर्दुर्लभत्वा-दुर्लभत्वाभ्यामिति। इदमुक्तं भवति-यादृशो धनपुत्रस्तादृशोऽयं गुणदरिद्रः संसारी जीवः। यथा च पत्नी Page #175 -------------------------------------------------------------------------- ________________ उपदेशप€ : भाग-२ वचनोत्साहाज्झुण्टणलाभार्थे श्वशुरकुलमसौ जगाम, लब्धवांश्च तं तत्र, एवं मोहनीयक्षयोपशमात् श्वशुरकुलतुल्यं गुरुकुलं झुण्टणतुल्यं धर्म्यं लब्धुं कश्चिद् गच्छति, लभते च तं तत्र । यथाऽसौ तथाशिक्षितोऽपिमन्दभाग्यतया लोकोपहासभयादन्तराल एव स्वशरीराद् उत्संधट्टीकृत्य मुमोच तथायमपि दीर्घसंसारितया लब्धमपि धर्मं तथाविधलोकाविज्ञातभावभयादकृतकार्यमेव समुज्झति । यथाऽसौ झुण्टणपरित्यागे बहुदुःखितो बभूव तथाऽसौ प्रस्तुतधर्मत्यागे । यथा तस्य पुनः स दुर्लभो बभूव, तथा तस्य मुक्तः प्रस्तुतो धर्मः । एतदेव च लोकोपहासभयादन्तराल एव स्वशरीरादुत्संघट्टीकृत्य मोचनं सर्वं योजनीयमिति ॥ ५५९॥ ૧૬૮ इत्थं झुण्टणदृष्टान्तं सोपनयमभिधाय प्रस्तुते योजयति, न नैवेदृशानां झुण्टणवणिकसदृशानामेष धर्मो दातव्यः । किमर्थमित्याह - ' तेषामेव तु ' धर्मग्रहीतुमुपस्थितानामेव हितार्थम्, दृष्टान्तमाह-'गाढग्लानादीनां' प्रबलज्वरादिरोगोपहतानां 'स्नेहादियुत इव' घृतगुडादिसम्मिश्रित इवाहारः सूपोदनादि ॥ ५६०॥ सोमाह ब्रवीति नेदृशा एव झुण्टणवणिक्कल्पाः सर्वे प्राणिनो भवन्ति नियमेन । कुतः यतो बुद्धियुता अपि, हुर्यस्मादर्थे, 'अन्ये' केचन भवन्ति । अत्र च गोबरवणिजा दृष्टान्तः ॥ ५६१ ॥ तमेव दर्शयति- विश्वपूर्यां नगर्यां प्रकटं प्रसिद्धो दत्तो नाम नौवित्तको बभूव । अथ कथञ्चित् कालेन गच्छता दारिद्य मुत्पन्नं तस्य । ततः 'अप्पाहियसरणं त्ति परलोकप्रयाणप्रस्थितेन पित्रा या शिक्षा दत्ता तस्याः स्मरणमभूत् । अप्पाहियमेव दर्शयति- अभेद्ये मञ्जूषादौ स्थाने ॥ ५६२॥ या ताम्रककरण्डी तस्यां पट्टकः समस्ति । तत्र च गौतमद्वीपविशेष एव 'कज्जवोज्झना' उत्कुरुटिकाकचवरप्रक्षेपः कार्यः । तत्र कृते रत्नतृणचारिगोदर्शनं भविष्यति । ततो गोबरे तासां गवां छगणे रत्नानि भविष्यन्तीति लिखितमास्ते ॥५६३ ॥ ततो ज्ञात्वेदं पट्टकलिखितं वस्तु पश्चान्नगर्यामेवमाह - सर्वत्र त्रिकचतुष्कादौ । यदाह तदेव दर्शयति-बुद्धिरस्ति, नास्ति विभवः । ग्रहोऽस्य च वर्त्तते इतिकृत्वाऽवधीरितो लोकेन । राज्ञा श्रुतमेतदस्य व्याहरणम् ॥ ५६४॥ Page #176 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૬૯ शब्दयित्वा भणितो गृह्णीत विभवमिति । लक्षग्रहणं तु ततस्तेन दीनारलक्षग्रहणं च कृतम् ततः 'तद्दीवन्नूनिजामग'त्ति गौतमद्वीपज्ञनिर्यामको गृहीतः । वहनभरणं कचवरस्य विहितम् ॥ ५६५॥ एवं च विहिते हसति लोक अहो ! ग्रहगृहीतव्यवहारः । गमनं तत्र द्वीपे । तथा कचवरोज्झनं चैव । तत्र विहिते गोदर्शनं गोमयभरणं वहनानामत्यर्थमिति ॥ ५६६॥ आगमनं निजनगरे । ततो राजदर्शनम् । आनीतम् त्वया द्वीपान्तरात् किमिति राजप्रश्ने गोबरो देव ! आनीत इत्युत्तरं दत्तम् । राजा प्राह-उच्छुल्कं तव भाण्डम् । प्रसाद इति तेन भणिते हसनं लोकस्य । प्रवेशना ततः स्वगृहे भाण्डस्य ॥ ५६७ ॥ समये चाग्निज्वालनं गोमयपिण्डानाम् । ततो रत्नानि व्यक्तीभूतानि । अतश्च विक्रयेण रत्नानां परिभोगोऽन्नादिगोचरः समजनि । एवं च लोकपूज्यत्वं तथा लोकोपहासावधीरणेन यो निश्चयः कार्यगतस्तस्मात्प्राप्तमेतेन भव्यसत्त्वेन' कल्याणयोग्यजीवेनेति ॥ ५६८॥ पट्टकसदृशी आज्ञा, एवमादीहापि धर्मविषये योजनीयमेव निःशेषं निजबुद्ध्या ज्ञायकेन सता 'यथाविषयं' यथायोगमिति । तथाहि-पट्टकसदृशी आज्ञा, पितृस्थानीयो गुरुः उपहासस्थानीया अन्यजनवादाः, ग्रहित्वस्थानीयं स्वाभिप्रायस्य ज्ञानं लोके प्रकाशनं रत्नस्थानीयो धर्म इति ॥ ५६९॥ 'ईदृशानां' गोबरवणिक्सदृशानां धर्मो दातव्यः ‘परहितोद्यतेन' गुरुणा । इह जगत्यात्मम्भरित्वमितरथा इदृशानामप्यदाने । यदि नामैवं ततः किमित्याहतदात्मम्भरित्वमनुचितमीश्वराणामिव ॥ ५७०॥ एवं लब्धतदभिप्रायया श्रीमत्या नीता वतिनीसमीपं साध्वीसकाशम् । कमित्याहप्रतिश्रयं वसतिम् । कमित्याह-साधयित्वा वृत्तान्तं न कल्पते मम व्रतदानं कर्तुं, किन्तु प्रवर्त्तिन्या एवेतिरूपम् । तत्रापि प्रतिश्रये गता 'प्रवर्त्तिन्या' महत्तरया 'यथाविधि' उचितसम्भाषणादिना विधिनेत्यर्थः दृष्टा सा । इति प्राग्वत् ॥ ५७१॥ ___ दानादिभेदभिन्नः कथितो धर्मश्चतुर्विधस्तस्याः, कर्मोपशमेन तथा सोमायाः परिणतश्चैव ॥ ५७२॥ ततो विधिनाऽणुव्रतग्रहणं पालनमनुवर्त्तनं तस्य । ततोऽप्रीतिकं गुरुजनस्य । भणितं च तेन छर्दय मुञ्च इमं धर्मम् । तयोक्तं-गुरुमूले मोक्तव्यः । ततस्तेषां तत्र गुरुमूले नयनमारब्धम् ॥ ५७३॥ Page #177 -------------------------------------------------------------------------- ________________ १५० ઉપદેશપદ : ભાગ-૨ कुशलया सोमया चिन्तितमिदं, यथा-'संमुखवचनं' प्रत्युत्तरदानरूपं 'गुरूणां' माता-पित्रादीनां 'नो' नैव युक्तम् । तथा च तत्र प्रवर्तिनीदर्शनेनैतेषामपि गुरूणां बोधिर्भविष्यति ॥५७४॥ गच्छद्भिश्च तैदृष्टं वणिग्गृहे वैशसमसमञ्जसं महाघोरम् । किं तदित्याह-हिंसाऽनिवृत्तेर्विजृम्भितं कुलविनाशकरम् ॥ ५७५॥ दुःशीलाऽगारी गृहस्था । सा च भृतके लग्ना । तया च सुतघातनं त्वया विधेयमिति तेन सह 'संगारः' संकेतः कृतः । ततः प्रेषणं ग्रामे तयोरुगपद्येन कृतम् । सुतेन तद्घातनम् । ततः केवलागमनं केवलस्यैव सुतस्य गृहागमनमजनीति ॥ ५७६ ॥ तयाप्यगार्या तस्य वधनं घातः कृतः शिलया प्रतीतरूपया, वध्वा तस्या असिकेन। चुल्लीपुत्रकेण दुहितुर्निर्वेदनमित्यर्थः ।हा किमेतदिति बोल: कोलाहलो जातः ॥५७७॥ ___ लोकमिलने वचनं प्रवृत्तं त्वयापि किं न एषा वधूर्मातृघातिका घातिता? साऽऽहहिंसायानिवृत्ताऽहम् भणितंचजनेन एतदनिवृत्तिहिंसाया अविरमणमहोपापेति ॥५७८॥ तया सोमया भणितौ च गुरू मयाप्येकं तावद् व्रतमिदं हिंसानिवृत्तिरूपं गृहीतं वर्त्तते, तत्किं मोक्तव्यमिदमिति पृष्टे तावाहतुः-न नैव मोक्तव्यम्-आस्तामिदं व्रतमिति ॥ ५७९॥ एवं यथा पथि गच्छद्भ्यां गुरुभ्यां कुटुम्बमारी दृष्टा तथा, विनष्टवहनः कश्चिन्नौवित्तको द्वीपान्तरे मन्दः सन् भृतकेन कर्मकरेण सुष्ठु सादरं प्रतिजागरितः, तुष्टश्चासौ तं प्रति दुहितृदाता वणिक् सम्पन्नः, स च भृतकेनोक्तः-विवादे कथञ्चित् प्रवृत्ते जीवकाः पक्षिविशेषाः, ते चाभिज्ञाश्च साक्षिणः, तेभ्यो विज्ञेयो भवान् मिथ्याभाषी व्यवहारे इति ॥५८०॥ गृहागतश्च महेलादिवशाद् विलोट्टो दुहितृदानं प्रति सः । ततो विवादो जातः । भृतकेन राज्ञः शिष्टो निवेदितो दुहितृदानव्यवहारः । इति प्राग्वत् । तथा, देव ! पक्षिणः साक्षिणो वर्त्तन्ते, इति पक्षिसाक्ष्ये प्रतिपादिते नृपानुज्ञातेन तेन गत्वा ते आनीताः। विस्मयश्च राज्ञः संवृत्तः । ततः 'विरलं 'त्ति संनिहितजनापसारणे कृते । ततः पृच्छा च प्रवृत्ता, यथा- ॥ ५८१॥ कुत्र साक्ष्यमेषाम् । ततश्छगणे गोमये कृमिदर्शनेन-चञ्चप्रान्तभागेन कृमीणां कीटकानां भोजनार्थं निक्षिप्तानां दर्शनमन्येषां परिपार्श्वतोऽवस्थितानां स्वत एव क्रियमाणं पश्यतां प्रयोजनं तेन तैः साक्ष्यं कृतम् । कथमित्याह-ईदृशैः कर्मभिरलीकभाषणरूपैरेवं Page #178 -------------------------------------------------------------------------- ________________ पहेश५६ : (भाग-२ ૧૭૧ रूपगोमयभक्षकैर्भूयत इति । ततो धाटितश्चासौ धिक्कारहतश्चेति धाटितधिक्कारहतो दृष्टः सोमाजनकलोकेन । ततो द्वितीयेऽपि च व्रते मुच्यमाने निषेधः कृतः ॥ ५८२॥ एवमेव तिलस्तेनः स्नानाः कथमपि हट्टसंवतॊ गोप्रेरितः संस्तिलपतितःतिलराशिमध्ये निमग्नः तैस्तिलैः समं तथाई एव गतो गेहमिति ॥ ५८३॥ जनन्या प्रच्छाद्य तिलान् लोचयित्वा निस्तुषीकृत्य प्रतिदत्तखादितो मयूराण्डः कृतः। ततो मयूराण्डकभक्षणात् तस्मिंस्तिलस्तैन्ये प्रलग्नो बह्वादरो वृत्तः, तथा स्नानाप्रकारेण पुनरिति पुनःपुनर्हततिलनिकरः ॥ ५८४ ॥ एवमेव तिलवच्छेषेऽपि वस्त्रादौ प्रलग्नः । गृहीतो राजपुरुषैः । ततो जनन्याः खादितः स्तनखण्डः । परिच्छिन्नकः कृत्तहस्तपादावयव इत्येवंरूपो दृष्टः । निवारणा नवरं केवलं तृतीयेऽपि व्रते मुच्यमाने कृता ॥ ५८५॥ ___ एवं घोटकघटिता घोटकरक्षानियुक्तपुरुषविशेषप्रसक्ता दुःशीला काचिन्महिला मोहात् कामोन्मादाद महापापा । कीदृशी विनिपातितभर्तृका परिष्ठापयन्ती तकं भर्तारं घोरा रौद्रप्रकृतिः ॥ ५८६॥ देवतायोजितपिटिका मस्तकेनैव सह संयोजितहतभर्तनिक्षिप्तपिटिका गलद्वसारुधिरभृतस्तनपृष्ठा अन्धा सती पलायमाना वनं प्रति, निवर्तमाना च पुरं प्रति सजाक्षा भवन्ती ॥ ५८७॥ डिम्भकवृन्दपरिगता खिंस्यमाना जात्योद्घट्टनतो जनेन रुदती करुणस्वरैर्दृष्टा धिग्जातीया सोमाजनकलोकेन । एवं चैवमेव चतुर्थप्रतिषेधो वृत्तः ॥ ५८८॥ एवमसन्तोषाल्लोभोद्रेकलक्षणाद् ‘विपन्नवहनो' विनष्ठयानपात्रः समुद्रात् कथञ्चिदुत्तीर्णो मत्स्याहारस्यायोगोऽसम्यक्प्रयोगस्तस्मादत्यन्तं व्याधिपरिभूतः कुष्ठाभिधानिष्टव्याधिविधुरितः सञ्जातः ॥ ५८९॥ ततस्तेनाकर्णितं यन्निधिः सुतबलिदानं तस्मात्, तत्फलो निधिलाभफलः 'पउत्ते'त्ति प्रयुक्तो विधिः पुत्रबलिदानलक्षणः परम्, अफलो वृत्तः । कुत इति चेत्, यतस्तदन्यगृहीतस्तस्मात् पुत्रबलिदायकादन्येन केनचिद् गृहीतः प्रागेव निधिरिति । विज्ञातश्चासौ नगरराजैर्नगरारक्षकैर्यथाऽयं निधानार्थे दत्तपुत्रबलिः ॥ ५९०॥ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ Gपहेशप : भाग-२ तत 'उत्क्षुभ्यमाणो' निन्द्यमानो 'बहुजनधिक्कारितो' धिक्कारमानीतो 'वसनहीनो' वस्त्रविकलो दृष्टः कश्चिदरिद्रः । ततो जनकलोकेन प्रतिषेधः पञ्चमेऽपि व्रते परित्यज्यमाने कृतस्तथा यथा प्राच्येष्विति ॥ ५९१॥ प्राप्तानि ततः सोमाजनकमानुषाणि, एवं पूर्ववत् संविग्नानि प्रतिश्रयसमीपं गणिनीसंनिधानम् । तत्रापि च वैशसमिदं दृष्टमेतैः सोमाजनकमानुषैः सहसेति ॥५९२॥ वैशसमेव दर्शयति-रात्रौ भुञ्जानो भोजनं कुर्वन् । कैरित्याह-मण्डकवृन्ताकैः कश्चिद् नरः पुमान् । किं कृत्वेत्याह-'विञ्चति वृश्चिकं 'छोढूण' क्षिप्त्वा मुखेऽदृष्टकमज्ञातमेव । ततो विद्धकस्ताडितस्तेन वृश्चिकेन ॥ ५९३॥ व्यन्तरजातिविषाद्-भावप्रधानत्वान्निर्देशस्य व्यन्तरजातिविषत्वाद् वृश्चिकस्य, उच्छूनमुखः सम्पन्नः श्वयथुवदनोऽत एव महाव्यसनप्राप्तश्चैकित्सिकपरिकरितो वैद्यसंघातसमन्वितः प्रयुक्तचित्रौषधनिधानः ॥ ५९४॥ _ 'उद्वेल्लमानः कृताङ्गभङ्गो बहुशः सगद्गदं विरसमारटंश्च । दृष्ट इति सम्बध्यते । ततो हा दुष्टमिदं पापं रात्रिभोजनमिति मन्यमानानां तेषां जातः षष्ठे व्रते परित्यागस्य प्रतिषेधः ॥ ५९५॥ अत्रान्तरे सोमयाभिहितमेष त्वेष एवमया गृहीतः, 'प्रायो' बाहुल्येन, धर्मः, अन्येषामपि नियमविशेषाणां केषाञ्चिद्ग्रहणादेवमुक्तमिति । ततश्च ते सोमाजनकलोका आहुर्बवतेपालयेस्त्वं यत्नेन, प्रेक्षामहे, तथाचेति समुच्चये, तां तव गुरुत्वाभिमतां वतिनीमिति ॥५९६॥ ___गमनं प्रतिश्रये चैत्यवन्दनं सन्निहितशय्यातरगृहे चैत्यप्रतिमानाम् । ततः सोमया गणिनीसाधनं यथैष मम गुरुलोक इति । तया गणिन्या 'उचिपडिवत्ती' इति उचितप्रतिपत्त्या पूर्वाभाषणादिकया देशनमकारि । तोषस्तेषां संवृत्तः । धर्मकथा सामान्येन जाता । प्रच्छनं विशेषेण केषाञ्चिदर्थानां तैः कृतम् । कथनं गणिन्या एवं च वक्ष्यमाणनीत्या ॥ ५९७॥ હવે સંગ્રહ ગાથાનો શબ્દાર્થ શ્રીપુર નગરમાં શ્રીમતી નામની વણિક પુત્રી શ્રી જિનશાસનમાં શ્રદ્ધાવાળી શ્રાવિકા હતી. પુરોહિત પુત્રી સોમા તેની બહેનપણી હતી. (૫૫૦) કાળે કરીને તે બંનેની પ્રીતિ Page #180 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૭૩ વૃદ્ધિ પામી. પ્રતિદિન ધર્મ કથામાં રત સોમાને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઇ. તથા સોમાને શ્રાવકજનને યોગ્ય વ્રત ગ્રહણ કરવાની ઇચ્છા થઇ. શ્રીમતીએ તેની પરીક્ષા કરી. પરીક્ષામાં ઝુંટણવણિકનું દૃષ્ટાંત આપ્યું. (૫૫૧) અને તે દૃષ્ટાંત આ પ્રમાણે છે— અંગદિકા નામની નગરી છે અને તેમાં ધન નામનો શ્રેષ્ઠી હતો અને કોઇક વખત સ્વામીપુરથી શંખશ્રેષ્ઠી ત્યાં આવ્યો. વ્યાપારથી ધન અને શંખની પ્રીતિ દૃઢ થઇ. તે પ્રીતિની વૃદ્ધિ નિમિત્ત સંતાનનો જન્મ ન થયો હોવા છતાં વરણ કરણ રૂપ પુત્ર-પુત્રીનો લેતી-દેતીનો નિશ્ચય થયો. (૫૫૨) સમયે ધનને પુત્ર અને શંખને પુત્રી થઇ. ઉંમરલાયક થયા ત્યારે બંનેનો વિવાહ કરવામાં આવ્યો અને ભોગો ભોગવવા લાગ્યા. કોઇક રીતે ભાગ્યહાનીથી દારિત્ર્ય ઉત્પન્ન થયું. પત્નીએ પતિને કહ્યું. જેમકે- શ્વસુરકુળમાં મારા પિતાને ઘરે તમે જાઓ અને એક ઝુંટણક પશુવિશેષને લઇ આવો. (૫૫૩) તે ઝુંટણક પશુ કૂતરાના જેવો આકારવાળો છે. ખલુ શબ્દ વાક્યાલંકારમાં છે. છ મહીના સુધીમાં તે પશુના વાળમાંથી રત્નકંબલ તૈયાર થાય છે. અને એક લાખ દીનાર મૂલ્યવાળી રત્નકંબલ હું કાંતીને તૈયાર કરીશ. (૫૫૪) તે પશુને શરીરના સંઘટ્ટાથી રાત્રે કે દિવસે (ક્યારેક) છૂટો ન મૂકવો. કેમકે શરીરથી છૂટો પાડવાથી મરણ પામે છે તેથી કાર્યના પરમાર્થને નહીં જાણતો મૂર્ખલોક હાંસી કરશે. તો પણ કાર્યને લક્ષમાં રાખીને હાંસીને ન ગણકારવું. (૫૫૫) તેના પતિએ તેની વાતનો સ્વીકાર કર્યો. તે શ્વસુરકુળમાં ગયો અને ઝુંટણક મેળવ્યું. શ્વસુરકુળમાંથી પાછા નીકળતા શ્વસુરકુળના લોકોએ તેને ફક્ત આ જ શિખામણ આપી કે આ વિષયમાં લોકો તારા ઉપર વારંવાર હસશે. (૫૫૬) અને તે શ્વસુરકુળથી પાછો ફરતો માર્ગમાં લોકોવડે હાંસી કરાતો કોઇક મોટી લજ્જાથી તેને લાવવાનો ઉત્સાહ મંદ થયો. અને જ્યારે પોતાના નગર અંગદિકની બહારના પ્રદેશમાં ઉદ્યાનમાં છોડી દીધો અને ખાલી હાથે (પશુ વિના) પોતાના ઘરે ગયો. (૫૫૭) ત્યારે તેની પત્નીએ તેને પૂછ્યું: ઝુંટણક ક્યાં છે? તેણે કહ્યુંઃ નગરની બહાર મૂક્યો છે. તે બોલી– ખરેખર તું બહાદુર (મૂર્ખ) છે. આટલીવારમાં તે મરી ગયો હશે. એટલી ૧. દન્ત અહીં ભવ્યની આગળ હન્ત અવ્યયનો પ્રયોગ કરવામાં આવ્યો છે તે ખેદ સૂચક છે. અર્થાત્ તું ભવ્ય (ઉત્તમ) નથી પણ મૂર્ખ છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૭૪ વારમાં પણ છૂટો પાડવાથી જે કંબલરત્ન તૈયાર થશે તે અલ્પમૂલ્યવાળી થશે. પૂર્વે જેવો લાભ થવાનો હતો તેવો નહીં થાય. તથા આ પશુથી જેવો લાભ થવો જોઇતો હતો તેવો નહીં થાય તેમ તું પણ સ્વીકારેલા ધર્મને લોકહાંસીથી ત્યાગ કરે તો આવો લાભ થાય એમ શ્રીમતીએ સોમાને કહ્યું. (૫૫૮) હવે આ હકીકતને પ્રસ્તુતમાં ઘટાવતા કહે છે. ઝુંટણ સમાન શુદ્ધ ધર્મ છે. આ ધર્મની અંદર પોતાની બુદ્ધિથી ઝુંટણના ઉદાહરણની જેમ ઘટાવવું. કેવી રીતે? શુભ આશય પૂર્વકનો ધર્મ શુભફળ આપે છે, અશુભ આશયપૂર્વકનો ધર્મ અશુભ ફળ આપે છે અને આદિશબ્દથી ધર્મની દુર્લભતા અને સુલભતા બતાવે છે. દુષ્ટ આશયપૂર્વકનો ધર્મ ભવાંતરમાં દુર્લભ છે, શુભ આશયપૂર્વકનો ધર્મ ભવાંતરમાં સુલભ છે. કેમકે આશય એ અનુબંધ છે. કહેવાનો ભાવ એ છે કે– જેવા પ્રકારે ધનપુત્ર ગરીબ હતો તેમ આ સંસારી જીવ ગુણોથી દરિદ્ર છે. અને જેવી રીતે ધનપુત્ર પત્નીના વચનથી ઝુંટણ લેવા જવા ઉત્સાહિત થયો અને શ્વસુરકુળ ગયો. અને ત્યાં તેણે ઝુંટણને મેળવ્યું. આ પ્રમાણે મોહનીયકર્મના ક્ષયોપશમથી કોઈક જીવ શ્વસુરકુળ સમાન ગુરુકુળ અને ઝુંટણ સમાન ધર્મને મેળવવા જાય છે. અને તે ધર્મને મેળવે પણ છે. જેમ ધનપુત્ર તે પ્રમાણે શિક્ષા અપાયો હોવા છતાં મંદભાગ્યથી લોકના ઉપહાસના ભયથી વચ્ચે જ પોતાના શરીરથી ઝુંટણને ઉતારીને ઉદ્યાનમાં છોડી દીધો. જેમ ધનપુત્ર તેવા પ્રકારના લોકના ભાવને નહીં જાણવાથી ઉત્પન્ન થયેલ ભયથી અધૂરા કાર્યનો ત્યાગ કરે છે તેમ આ સંસારીજીવ પણ દીર્ઘ સંસારી હોવાથી મેળવેલા પણ ધર્મનો અધવચ્ચે ત્યાગ કરે છે. તથા ઝુંટણના ત્યાગથી ઘણો દુ:ખી થયો તેમ આ સંસારીજીવ પણ ધર્મના ત્યાગથી ઘણો દુ:ખી થાય છે. જેમ ધનપુત્રને બીજો ઝુંટણ શ્વસુરકુળમાંથી મેળવવો દુર્લભ થયો તેમ સંસારીજીવને ત્યાગ કરાયેલ ધર્મ ફરી મેળવવો દુર્લભ છે. અને આથી જ લોકોપહાસના ભયથી વચ્ચે જ પોતાના શરીરથી દૂર કરીને છોડી દીધું તે સર્વ અહીં ઘટાવવું. (૫૫૯) આ પ્રમાણે ઉપનય સહિત ઝુંટણનું દૃષ્ટાંત કહીને પ્રસ્તુતની ઘટના કરે છે. ઝુંટણવણિક સમાન પુરુષોને ધર્મ ન આપવો. શા માટે ન આપવો? તે કહે છે, ધર્મને ગ્રહણ કરવા ઉપસ્થિત થયેલા લોકોના હિત માટે તેઓને ધર્મ ન આપવો. તેનું દૃષ્ટાંત કહે છે. જેમ ગાઢ માંદગી આદિમાં પ્રબળ જ્વર આદિ રોગોથી પીડાયેલા જીવોને ઘીગોળથી મિશ્રિત દાળ, ભાતાદિ આહાર વધારે નુકસાન કરે છે તેમ મોહરૂપી જ્વરવાળા જીવોને ધર્મરૂપી ઉત્તમ આહાર વધારે નુકશાન કરે છે. (૫૬૦) Page #182 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૭૫ સોમા કહે છે કે એકાંત ઝુંટણવણિક જેવા બધા જીવો હોતા નથી. શાથી? કોઈક જીવ બુદ્ધિશાળી પણ હોય છે. બહુ કારણ અર્થમાં વપરાયો છે. અર્થાત્ બીજા કેટલાક બુદ્ધિશાળી પણ હોય છે. અને આ વિશે ગોબર વણિકનું દૃષ્ટાંત છે. (પ૬૧) તેને જ બતાવે છે. વિશ્વપુરી નગરીમાં પ્રસિદ્ધ દત્ત નામનો વહાણવટી હતો. હવે કેટલોક કાળ ગયા પછી તે ગરીબ થયો. પછી પરલોક જતી વખતે (મરણ વખતે) પિતાએ તેને જે શિખામણ આપી હતી તેનું સ્મરણ થયું. તે ઉપદેશને જ બતાવે છે. અભેદ્ય મંજૂષાદિ સ્થાનમાં (પ૬૨) જે તાંબાની કરંડી છે તેમાં પટ્ટક છે અને તે ગૌતમીપવિશેષમાં જ ઉકરડાના કચરો ઠાલવવો. ત્યાં તેમ કરે છતે રત્નઘાસ ચરનારી ગાયનું દર્શન થશે. પછી તે ગાયોના છાણમાથી રત્નો થશે એ પ્રમાણે પટ્ટકમાં લખેલું છે. (પ૬૩) આ પટ્ટકલિખિત હકીકતને જાણીને પછી નગરીમાં જ ત્રણ-ચાર રસ્તે જે થયું તેને બતાવે છે- મારી પાસે બુદ્ધિ છે પણ ધન નથી. આ ગ્રહિલ થયો છે એમ માનીને લોકોએ તેની ઉપેક્ષા કરી. રાજાએ આના કથાનકને સાંભળ્યું. (પ૬૪) તેને બોલાવીને કહ્યુંઃ તું મારી પાસેથી ધન લઈ જા. પછી તેણે એક લાખ દીનાર ગ્રહણ કર્યા. પછી તેણે ગૌતમદ્વીપને જાણનારા ખલાસીને શોધ્યો. કચરાથી વહાણ ભર્યું. (પ૬૫) અને આ પ્રમાણે તેણે કર્યું ત્યારે લોક હસ્યો, અહો! ગ્રહથી ગ્રહણ કરાયેલની પ્રવૃત્તિ જુઓ! તે દ્વીપમાં ગયો. અને ત્યાં કચરો ઠાલવ્યો. તેમ કરાય છતે ગાયનું દર્શન થયું અને વહાણોને છાણથી ભર્યા. (૫૬૬) પોતાના નગરે પાછો આવ્યો. પછી રાજાને મળ્યો. શું દ્વીપાંતરથી તારા વડે કંઈ લવાયું છે ? એમ રાજપ્રશ્ન થયો ત્યારે દત્તે કહ્યું: હે દેવ! ગોબર લઇ આવ્યો છું. રાજાએ કહ્યું: તારા કરને માફ કર્યું છે. આપની કૃપા થઈ એમ કહ્યા પછી લોક તેના ઉપર હસ્યો. પછી ભાંડ સામાન પોતાના ઘરે લઈ ગયો. (૫૬૭) સમયે છાણના પિંડને બાળ્યો ત્યારે રત્નો પ્રગટ થયા. પછી રત્નોને વેંચીને અન્નાદિ સંબંધી પરિભોગની પ્રાપ્તિ થઈ. આ પ્રમાણે લોકપૂજત્વ પ્રાપ્ત કર્યું. લોકના ઉપહાસની અવગણના કરીને કાર્યમાં જે નિશ્ચય (શ્રદ્ધા) હતો તેનાથી તેણે કલ્યાણ પ્રાપ્ત કર્યું. (પ૬૮) પટ્ટક સમાન આજ્ઞા છે એમ અહીં પણ ધર્મવિષયમાં પોતાની બુદ્ધિથી સત ઉદાહરણથી યથાવિષય યથાયોગ્ય ઘટાવવો. તે આ પ્રમાણે–પટ્ટકસમાન આજ્ઞા છે, પિતાના સ્થાને ગુરુ છે, ઉપહાસના સ્થાને અન્યલોકના વાદો છે, ગ્રહિલપણાના સ્થાને લોકમાં સ્વપ્રકાશક જ્ઞાન છે. રત્નસ્થાને ધર્મ છે. (૫૬૯) Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ઉપદેશપદઃ ભાગ-૨ પરલોકહિતમાં ઉદ્યત થયેલા ગુરુએ ગોબરવણિક સમાન જીવોને ધર્મ આપવો જોઈએ. આ જગતમાં આવા પ્રકારના લાયક જીવોને ધર્મ આપવામાં ન આવે તો તે સ્વાર્થી (એકલ પેટો) કહેવાય છે. જો આ પ્રમાણે છે તો શું થાય? તેને કહે છે. ધનાઢ્યોની જેમ માત્ર પોતાનું પેટ ભરવું એ મોટા માણસોને અનુચિત છે. (૫૭૦) આ પ્રમાણે સોમાના અભિપ્રાયને જાણીને શ્રીમતી સાધ્વીની પાસે લઈ ગઈ. ક્યાં લઈ ગઈ? ઉપાશ્રય લઈ ગઈ. શા માટે લઈ ગઈ? મારે વતદાન કલ્પતું નથી પ્રવર્તિનીને વ્રતદાન કહ્યું છે એમ કહીને લઈ ગઈ. ત્યાં પણ ઉપાશ્રયમાં પ્રવર્તિનીએ યથાવિધિ ઉચિત સંભાષણાદિ વિધિથી સોમાને જોઇ. (૫૭૧) દાનાદિ ભેદથી ભિન્ન ચાર પ્રકારનો ધર્મ કહ્યો. તથા કર્મના ઉપશમથી સોમાને ધર્મ પરિણત થયો. (૫૭૨) પછી તેણે વિધિથી અણુવ્રતનું ગ્રહણ અને પાલન કર્યું. પછી વડીલવર્ગને અપ્રીતિ થઈ. વડીલોએ તેને કહ્યું તું આ ધર્મને છોડ. તેણે કહ્યું. મેં ગુરુ પાસે ધર્મ સ્વીકાર્યો છે તેથી તેની પાસે જ ત્યાગ કરીશ. પછી તે વડીલોને ગુરુ પાસે લઇ ગઇ. (૫૭૩) કુશળ સોમાએ આવું વિચાર્યું કે–માતા-પિતાની વિરુદ્ધ ઉત્તરો આપવા યોગ્ય નથી અને ઉપાશ્રયમાં પ્રવર્તિનીના દર્શનથી માતા-પિતાને ધર્મની પ્રાપ્તિ થશે. (૫૭૪) જતાં તેઓએ વણિકના ઘરે મહાઘોર અણઘટતો બનાવ જોયો. તે બનાવ શું છે? હિંસાની પ્રવૃત્તિથી તેના કુળનો વિનાશ કરનારો પ્રસંગ બન્યો. (૫૭૫) એક દુઃશીલ ગૃહિણી હતી અને તે નોકર ઉપર આસક્ત થઈ. અને તેણે “તારે પુત્રને મારી નાખવો' એવો નોકરની સાથે સંકેત કર્યો. પછી તેણીએ બંનેને એકીસાથે ગામમાં મોકલ્યા. પુત્રે ચાકરનો ઘાત કર્યો. પછી એકલો પુત્ર ઘરે આવ્યો. (૫૭૬) તેણીએ પણ શિલાના ઘાતથી પુત્રને મારી નાખ્યો. તેની પુત્રવધૂએ છૂરીથી સાસુને હણી. પુત્રીને નિર્વેદ થયો. અરર! આ શું થયું? એમ કોલાહલ થયો. (૫૭૭) લોક ભેગો થયો ત્યારે પૂછ્યું કે તે કેમ માતાનો ઘાત કરનાર સ્ત્રીને ન મારી? તેણે કહ્યું. મેં હિંસાની નિવૃત્તિ લીધી છે. અને લોકે કહ્યું અહો! આ હિંસાના અવિરમણનું ફળ છે. અહો! કેવું પાપ ! (૫૭૮) સોમાએ માતા-પિતાને કહ્યું. મેં પણ એક હિંસા વિરમણ વ્રતનો સ્વીકાર કર્યો છે. “તો શું મારે તેને છોડી દેવો” એમ માત-પિતાને જણાવ્યું ત્યારે તેઓએ કહ્યું: ના તારે વ્રતનો ત્યાગ ન કરવો. હમણાં વ્રતનું પાલન કર. (૫૭૯). આ પ્રમાણે જેમ માર્ગમાં જતા સોમાના માતા-પિતા કુટુંબમાં મારિ જોઈ તેમ ભાંગી ગયેલા વહાણવાળો કોઈક સૌદાગર દ્વીપાંતરમાં દુઃખી થયે છતે ચાકરે આદરપૂર્વક સારી રીતે સેવા કરી અને સૌદાગર તેના ઉપર ખુશ થયો અને પોતાની પુત્રી આપી. અને તે ચાકરે કહ્યું: હવે કોઈક કારણથી આ વાતમાં તમે ખોટું બોલો તો આ જીવક નામના પક્ષીઓ સાક્ષી થશે. (૫૮૦) Page #184 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૭૭ અને ઘરે આવીને સ્ત્રી આદિના વશથી પુત્રીદાનના વચનમાં પલટી ગયો એટલે વિવાદ થયો. ચાકરે રાજાને પુત્રીદાનનો વ્યવહાર જણાવ્યો. તથા હે દેવ! પક્ષીઓ સાક્ષી છે, એ પ્રમાણે પક્ષી સાક્ષી જણાવ્યું છતે રાજાવડે અનુજ્ઞા અપાયેલ ચાકર પક્ષીઓને લઈ આવ્યો અને રાજાને વિસ્મય થયું. પછી એકાંતમાં પક્ષીઓને પૃચ્છા કરી. જેમકે– (૫૮૧) તમે ક્યાં સાક્ષી છો ? અર્થાત કેવી રીતે સાક્ષી છો ? તેથી તેઓએ આજુ-બાજુ રહેલા અને સ્વયં જ પ્રયોજનને જોતા લોકોની સમક્ષ ભોજન માટે છાણમાં નાખેલા કૃમીઓને ચાંચના અગ્રભાગથી ઉપાડીને બતાવવા દ્વારા સાક્ષી કરી. કેવી રીતે સાક્ષી કરી? ખોટું બોલવા રૂપ આવા પ્રકારના કર્મોથી આવા પ્રકારના કીડારૂપે ઉત્પન્ન થવાનું થાય છે. અર્થાત્ કીડારૂપે ઉત્પન્ન થવું પડે છે. પછી આ રીતે ધિક્કારપૂર્વક તીરસ્કાર કરાયેલો સૌદાગર સોમાના સ્વજન લોકવડે જોવાયો. તેથી સોમાને બીજા વ્રતના ત્યાગનો નિષેધ કર્યો. (૫૮૨). આ પ્રમાણે જ સ્નાનથી ભીના શરીરવાળો તલચોર કોઇક રીતે દુકાન પાસે ગયો. બળદથી મરાયેલો તલના ઢગલામાં પડ્યો. ચોટેલા તલની સાથે જ તે ઘરે ગયો. (૫૮૩) માતાએ ચોંટેલા તલને ખંખેરીને, ફોતરા કાઢીને, લાડુ બનાવીને તેને ખાવા આપ્યા. તલલાડુના ભક્ષણમાં આસક્ત થયેલો પુત્ર ઘણા આદરપૂર્વક તે જ રીતે તલની ચોરી કરવા લાગ્યો. આમ વારંવાર ચોરી-ચોરીને તલનો ઢગલો કર્યો. (૫૮૪) આ જ પ્રમાણે તલની જેમ જ આદરપૂર્વક-વસ્ત્રાદિકની ચોરી કરવા લાગ્યો. રાજપુરુષોએ પકડ્યો. પછી માતાના સ્તનનું ભક્ષણ કર્યું. પછી જેના હાથ-પગ કાપવામાં આવ્યા છે એવા તલચોરને જોઈને સોમાના માતા-પિતાએ ત્રીજાવ્રતને છોડવાનો નિષેધ કર્યો. (૫૮૫) આ પ્રમાણે કોઇક દુઃશીલ પાપી સ્ત્રી કામના ઉન્માદથી અશ્વરક્ષા માટે નિમણુંક કરાયેલા પુરુષ ઉપર આસક્ત થઈ. કેવી થઇને ? પતિને મારીને ઘોર રૌદ્ર સ્વભાવવાળી મરેલા પતિને પરઠવવા ગઈ. (૫૮૬) દેવતાએ મરાયેલા પતિના ફ્લેવરથી ભરેલી ટોપલી તેના મસ્તક સાથે જડી દીધી. ટોપલીમાંથી ગળતા ચરબી અને લોહીથી સ્તન પર ખરડાયેલી અને આંધળી થઈ છતાં વન તરફ જવા લાગી. નગર તરફ પાછી ફરે છે ત્યારે દેખતી થાય છે. (૫૮૭) બાળકોના ટોળાથી વીંટાયેલી, જાતિ પ્રગટ કરવા દ્વારા લોકોવડે હલના કરાતી, કરુણ સ્વરથી રડતી, એવી તે બ્રાહ્મણી સોમાના સ્વજન લોક વડે જોવાઈ. આ પ્રમાણે ચોથા વ્રતના ત્યાગનો નિષેધ કરાયો. (૫૮૮) આ પ્રમાણે લોભના ઉદ્દેકરૂપ અસંતોષથી જેનું વહાણ ભાંગી ગયું છે એવો એક વણિક સમુદ્રમાંથી કોઈક રીતે નીકળેલો માછલાના આહારથી કોઢ નામના રોગથી અત્યંત પીડાયો. (૫૮૯) Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ઉપદેશપદ : ભાગ-૨ પછી તેણે સાંભળ્યું કે પુત્રના બલિથી નિધિની પ્રાપ્તિ થાય છે. એટલે તેણે નિધિ મેળવવા તેવો પ્રયોગ કર્યો, અર્થાત્ પુત્રનું બલિદાન કર્યું. પરંતુ તે નિષ્ફળ ગયું. શાથી નિષ્ફળ થયું? પુત્રનો બલિ આપ્યો એ પહેલાં જ તે નિધિને કોઇએ ગ્રહણ કર્યો હતો. નગરના રક્ષકોએ જાણ્યું કે નિધિ મેળવવા માટે આણે પુત્રનું બલિ કર્યું છે. (૫૯૦) પછી ઘણા લોકવડે ધિક્કારાતો અને નિંદાતો નગ્ન દરિદ્રી કોઈક પુરુષ જોવાયો. પછી સોમાના માતા-પિતાએ પૂર્વની જેમ પાંચમા વ્રતના ત્યાગનો નિષેધ કર્યો. (૫૯૧) પછી સોમાનો સ્વજન લોક સંવિગ્ન થયો અને ઉપાશ્રયે ગણિની પાસે આવ્યો. ત્યાં પણ સ્વજનલોકે અણઘટતું જોયું જેને હવે બતાવે છે. (૫૯૨) ખાખરા અને રીંગણાના શાકથી ભોજન કરતા કોઈક પુરુષે અજાણતા વીંછીને મુખમાં નાખ્યો. વીંછીએ તાળવામાં ડસ માર્યો. (૫૯૩) વ્યંતર જાતિનો નિર્દેશ ભાવની પ્રધાનતા બતાવવા કર્યો છે, અર્થાત્ તે વીંછી ઉગ્ર વિષવાળો હતો. સોજી ગયેલા મુખવાળો મહાવ્યથાને પામ્યો. વૈદ્ય સમૂહ વડે વિચિત્ર પ્રકારના ઔષધોથી ચિકિત્સા કરાયો. (૫૯૪) ઉલટી કરતો, અંગભંગ કરાયેલો, ઘણું વિરસ રડતો સોમાના માતા-પિતા વડે જોવાયો. પછી અહોહો! આ રાત્રિભોજનનું પાપ દુષ્ટ છે એમ માનતા માતા-પિતાએ સોમાને છઠ્ઠા રાત્રિભોજનવ્રતના ત્યાગનો નિષેધ કર્યો. (૫૯૫) એટલામાં સોમાએ કહ્યું: ઘણું કરીને મેં આ ધર્મનો સ્વીકાર કર્યો છે. બીજા પણ કેટલાક નિયમવિશેષોનો સ્વીકાર કર્યો હોવાથી પ્રાયઃ શબ્દનો પ્રયોગ કર્યો છે. અને પછી સોમાના માતા-પિતાએ કહ્યું તું પ્રયત્નપૂર્વક વ્રત પાળજે. તથા ચં શબ્દ સમુચ્ચયમાં છે. તને ગુરુરૂપે માન્ય પ્રવર્તિનીને મળીએ. (૫૯૬) પછી ઉપાશ્રયે ગયા અને નજીક રહેલ શય્યાતરના ઘરની ચૈત્યપ્રતિમા (=ચૈત્યમાં રહેલી પ્રતિમા) સમક્ષ ચૈત્યવંદન કર્યું. પછી સોમાએ ગણિનીને કહ્યું કે આ મારા માતાપિતા છે. તે ગણિનીએ એમના બોલાવ્યા પહેલા બોલાવવું આદિરૂપે ઉચિત પ્રતિપત્તિ કરી. તેઓને સંતોષ થયો. સામાન્યથી ધર્મકથા કરી. વિશેષથી કેટલા અર્થોને પૂછ્યા. ગણિનીએ પ્રશ્નોના ઉત્તરો આપ્યા જે નીચેના ત્રણ શ્લોકથી કહેવાય છે. (૫૯૭) को धम्मो जीवदया, किं सोक्खमरोग्गया उ जीवस्स । को हो सब्भावो, किं पंडिच्चं परिच्छेओ ॥५९८॥ किं विसमं कज्जगती, किं लद्धं जं जणो गुणग्गाही । किं सुहगेझं सुयणो, किं दुग्गेझं खलो लोओ ॥५९९॥ Page #186 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૭૯ एमादिपुच्छवागरणतो तहा भद्दयाणि जायाणि । जइ तीए धम्मविग्धं, पायं सुविणेऽवि ण करेंति ॥६००॥ इदं च महता प्रबन्धेन व्याख्यातत्वात् सुगमत्वाच्च न व्याख्यायते । एवमादीनि प्राग्गाथाग्रन्थोक्तानि यानि पृच्छाव्याकरणानि, तेभ्यस्तथा भद्रकाणि जातानि, यथा तस्या धर्मविजं प्रायः स्वप्नेऽपि न कुन्तीति ॥५९८-६००॥ પૂર્વે વિસ્તારથી વ્યાખ્યાન કર્યું હોવાથી અને સુગમ હોવાથી (૫૯૮-૫૯૯-૬૦૦) ગાથાઓનું અહીં ફરીથી વ્યાખ્યાન કરાતું નથી. પૂર્વે કહેવાયેલી ગાથાઓમાં અપાયેલા ઉત્તરોથી સોમાના માતા-પિતા તેવા ભદ્રક થયા જેથી સ્વપ્નમાં પણ સોમાને ધર્મ-અંતરાય 5२ता नथी. (५८८-५८८-500) इत्थं श्रीमतीसोमोदाहरणमभिधाय प्रस्तुते योजनामाहगुणठाणगपरिणामे, संते जीवाण सयलकल्लाणा । इय मग्गगामिभावा, परिणामसुहावहा होति ॥६०१॥ गुणस्थानकपरिणामे उक्तलक्षणे सति जीवानां सकलकल्याणानि, इत्येवं 'मार्गानुगामिभावात्' शुद्धनीतिपथानुसरणलक्षणात् , 'परिणामसुखावहानि' परम्परया सुखानुबन्धप्रधानानि भवन्ति । गुणस्थानकपरिणामवन्तो हि जीवा नियमाद् मार्गमेवानुसरन्ति, उन्माग्र्गानुसरणकारिणो मिथ्यात्वादेः कर्मक्षयेणैव गुणस्थानकपरिणामसंभवात् । ततः सकलकल्याणलाभः सम्पद्यत इति ॥६०१॥ આ પ્રમાણે શ્રીમતી-સોમાનું દૃષ્ટાંત કહીને પ્રસ્તુતમાં તેની યોજનાને કહે છે ગાથાર્થ– ગુણસ્થાનકનો પરિણામ થયે છતે જીવોનાં સઘળાં કલ્યાણો આ પ્રમાણે માર્ગાનુગામીભાવથી પરંપરાએ સુખાનુબંધની પ્રધાનતાવાળાં થાય છે. ટીકાર્થ– ગુણસ્થાનકનો પરિણામ =આનો અર્થ પૂર્વે (ગાથા ૫૪૬માં) કહ્યો છે. માર્ગાનુગામીભાવથી શુદ્ધ નીતિમાર્ગને અનુસરવાથી. ગુણસ્થાનકના પરિણામવાળા જીવો નિયમા માર્ગને જ અનુસરે છે. કારણ કે ઉન્માર્ગનું અનુસરણ કરાવનાર મિથ્યાત્વમોહનીય વગેરે કર્મના ક્ષયથી જ ગુણસ્થાનકનો परिम. प्रगटे छे. तेथी (=भार्ग अनुस२९॥थी) सर्वस्यानो द. थाय छे. (5०१) Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ઉપદેશપદ : ભાગ-૨ अथ महाव्रतान्यधिकृत्याहगुणठाणगपरिणामे, महव्वए तु अहिगिच्च णायाइं । समिईगुत्तिगयाइं, एयाइं हवंति णेताई ॥६०२॥ गुणस्थानकपरिणामे उक्तलक्षणे सति महाव्रतानि, तुः पुनरर्थे, अधिकृत्याश्रित्य ज्ञातान्युदाहरणानि समितिगुप्तिगतानि समितिगुप्तिप्रतिबद्धान्येतानि भवन्ति ज्ञेयानि। समितिगुप्तीनां महाव्रतरूपत्वेनेत्थमुपन्यासः कृतः ॥६०२॥ હવે મહાવ્રતોને આશ્રયીને કહે છે ગાથાર્થ ગુણસ્થાનકનો પરિણામ થયે છતે મહાવ્રતોને આશ્રયીને સમિતિ-ગુપ્તિ સંબંધી આ (હવે પછી કહેવાશે તે) દષ્ટાંતો જાણવા. ટીકાર્થ– પ્રશ્ન- મહાવ્રતો સંબંધી દાંતો કહેવા જોઈએ, તેના બદલે સમિતિ-ગુપ્તિસંબંધી દૃષ્ટાંતો કહેવાનું શું કારણ? ઉત્તર- સમિતિ-ગુપ્તિ મહાવ્રતરૂપ હોવાથી સમિતિ-ગુમિસંબંધી દષ્ટાંતો કહેવામાં भावश. (5०२.) अथ समितिसङ्ख्यां स्वरूपं चाहइरियासमियाइयाओ समितिओ पंच होति नायव्वा । पवियारेगसराओ, गुत्तीओऽतो परं वोच्छं ॥६०३॥ ईर्यासमिति षासमितिरेषणासमितिरादानभाण्डमात्रनिक्षेपणासमितिरुच्चारप्रस्त्रवणखेलसिंघाणजल्लपरिष्ठापनिकासमितिरितिनामिकाः समितयः पञ्च भवन्ति ज्ञातव्याः । किंलक्षणा इत्याह- प्रवीचारैकसराः प्रवीचाराः कायवचसोश्चेष्टाविशेषाः, तमेवैकं सरन्त्यनुवर्त्तन्ते यास्तास्तथा, समिति संगतवृत्त्या, इतिः प्रवृत्तिरित्यर्थयोगात् । गुप्तीरतः परं वक्ष्य इति ॥६०३॥ હવે સમિતિની સંખ્યા અને સ્વરૂપને કહે છે ગાથાર્થ– ઇર્યાસમિતિ વગેરે પાંચ સમિતિઓ જાણવી. સમિતિઓ કેવળ પ્રવિચારને જ અનુસરે છે. હવે પછી ગુણિઓને કહીશ. ટીકાર્થ– ઇર્યાસમિતિ, ભાષાસમિતિ. એષણાસમિતિ, આદાનભાંડમાત્રનિક્ષેપણા સમિતિ અને ઉચ્ચાર-પ્રશ્રવણ-ખેલ-સિંઘાણ-જલપારિષ્ઠાપનિકાસમિતિ એ નામવાળી પાંચસમિતિઓ જાણવી. સમિતિઓ કેવળ પ્રવિચારને જ અનુસરે છે. પ્રવિચાર એટલે કાયા અને વચનનું વિશેષ પ્રકારનું આચરણ. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ ઉપદેશપદ : ભાગ-૨ પ્રશ્ન-સમિતિઓ કેવળ પ્રવિચારને જ અનુસારે છે એ કેવી રીતે સમજી શકાય? ઉત્તર–સમિતિ શબ્દના અર્થથી આ સમજી શકાય છે. સમિતિ શબ્દનો અર્થ આ પ્રમાણે છે સમિતિ શબ્દમાં સમ અને તિ એમ બે શબ્દો છે. તેમાં સમ્ એટલે ઉચિત અધ્યવસાયથી તિ એટલે પ્રવૃત્તિ. ઉચિત અધ્યવસાયપૂર્વક પ્રવૃત્તિ કરવી તે સમિતિ. આમ સમિતિ શબ્દના અર્થથી જ પ્રવૃત્તિ (=આચરણ) સમજી શકાય છે. કાયા અને વચનનું विशेष ५२- माय२९. (=प्रवृत्ति.) प्रविया छ. (503) मणगुत्तिमाइयाओ, गुत्तीओ तिन्नि समयकेऊहिं । पवियारेतररूवा, निहिट्ठाओ जओ भणियं ॥६०४॥ मनोगुप्तिर्वचनगुप्तिः कायगुप्तिरित्येवंलक्षणा 'गुप्तयो' रागद्वेषादिभिर्दोषैर्विक्षोभ्यमाणस्यात्मनो गोपनानि तिस्त्रः 'समयकेतुभिः' सिद्धान्तधवलगृहध्वजकल्पैराचार्यैः, कीदृश्य इत्याह-प्रवीचारेतररूपाः प्रवीचार उक्तरूपः, इतरशब्दात् तत्प्रतिषेधरूपोऽप्रवीचारस्तौ रूपं यासां तास्तथा 'निर्दिष्टा' निरूपिता वर्तन्ते । 'यतः' कारणाद् भणितं समयकेतुभिरेव ॥६०४॥ ગાથાર્થ– શાસ્ત્રરૂપ મહેલની ધજા સમાન આચાર્યોએ મનગુપ્તિ આદિ ત્રણગુનિઓ કહી છે. ગુણિઓ પ્રવિચારરૂપ અને અપ્રવિચારરૂપ છે. કારણ કે આચાર્યોએ (હવે કહેવાશે તે) કહ્યું છે. ટીકાર્થ– મનોગુપ્તિ-વચનગુપ્તિ અને કાયમુનિ એમ ત્રણ ગુતિઓ છે. રાગ-દ્વેષ વગેરે દોષોથી ક્ષુબ્ધ બનતા આત્માનું રક્ષણ કરે તે ગુપ્તિ. પ્રવિચાર શબ્દનો અર્થ ૬૦૩મી ગાથામાં કહ્યો છે. પ્રવિચારનો અભાવ તે અપ્રવિચાર. (૬૦૪) भणितमेव दर्शयतिसमिओ नियमा गुत्तो, गुत्तो समियत्तणम्मि भइयव्यो । कुसलवइमुदीरंतो, जं वइगुत्तोवि समिओवि ॥६०५॥ 'समितः' सम्यग् योगप्रधानतया गमनभाषणादावर्थे इतः प्रवृत्तः सन् मुनिर्नियमाद् अवश्यंभावेन गुप्तः स्वपरयो रक्षाकरो वर्तते। गुप्तः समितत्वे भजनीयो विकल्पनीयः । अत्र हेतुमाह-'कुशलवाचं' कुशलमधुरत्वादिगुणविशेषणां वाचं गिरमुदीरयन्नुगिरन् सन् यद् यस्मात् 'वइत्ति वाचा गुप्तोऽपि समितोऽपि स्यात् । अनेन च समितो नियमाद् गुप्त इत्येतद् भावितं, गुप्तस्तु मानसध्यानाद्यवस्थासु प्रवीचाररूपकायचेष्टाविरहेऽपि गुप्तः स्यादेव ॥६०५॥ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ઉપદેશપદ : ભાગ-૨ આચાર્યોએ જે કહ્યું છે તેને જ કહે છે ગાથાર્થ– સમિત મુનિ નિયમા ગુપ્ત છે. ગુપ્ત જીવ સમિત હોય કે ન પણ હોય. કારણ કે કુશળવચનને બોલતો સાધુ ગુપ્ત પણ હોય અને સમિત પણ હોય. ટીકાર્થ– સમિત– સન્ એટલે માનસિક એકાગ્રતાની પ્રધાનતાથી, રૂત એટલે ગમનભાષણ આદિ કાર્યમાં પ્રવૃત્ત થયેલ. માનસિક એકાગ્રતાની પ્રધાનતાપૂર્વક ગમન-ભાષણ આદિ કાર્યમાં પ્રવૃત્ત થયેલ મુનિ સમિત છે. (અહીં માનસિક એકાગ્રતાની પ્રધાનતાપૂર્વક એમ કહેવાનું કારણ એ છે કે ગમન-ભાષણાદિમાં પ્રવૃત્ત થાય, પણ માનસિક એકાગ્રતા ન હોય તો તે સમિત ન કહેવાય.) ગુપ્ત= સ્વપરની રક્ષા કરનાર કુશળવચન= મધુરતાદિ ગુણોથી વિશિષ્ટ વચન. કુશળ વચનને બોલતો સાધુ ગુપ્ત પણ હોય અને સમિત પણ હોય એમ કહેવા દ્વારા સમિત નિયમા ગુપ્ત હોય એ વિચાર્યું. ગુપ્ત તો માનસ ધ્યાન વગેરે અવસ્થામાં પ્રવિચાર રૂપ કાયિક પ્રવૃત્તિના અભાવમાં પણ ગુપ્ત હોય જ. (ગુપ્ત સાધુ માનસ ધ્યાન વગેરે અવસ્થામાં પ્રવિચાર રૂપ કાયિક કે વાચિક પ્રવૃત્તિ ન હોવાથી ગુપ્ત જ હોય, સમિત ન હોય.) (૬૦૫) एताश्च यथा शुद्धाः स्युस्तथा चाहपुट्विं सरूव पच्छा, वाघायविवजयाओ एयाओ । कज्जे उवउत्तस्साणंतरजोगे य सुद्धाउ ॥६०६॥ 'पूर्व' गुप्तिसमितिप्रयोगकालात् 'सरूवत्ति पदैकदेशेऽपि पदसमुदायोपचारात् स्वरूपावगमे सत्यासां पश्चात् प्रयोगकाले 'व्याघातादिविवर्जिता' धर्मकथादिव्यापारान्तरविकला 'एता' गुप्तिसमितयः शुद्धा भवन्तीत्युत्तरेण योगः । कीदृशस्य साधोरित्याह-कार्ये' ज्ञानादावुपस्थिते एवोपयुक्तस्य सर्वात्मना, सामीप्येनात्मनो'ऽनन्तरयोगेऽपि' ततोऽपि कार्यादव्यवहित एव कार्यविशेषे, उपयुक्तस्येति योज्यते, शुद्धा निर्मला भवन्ति । इदमुक्तं भवति-प्रथमत आसां स्वरूपे प्रवीचारादिलक्षणे ज्ञाते, ततः प्रयोगकाले व्यापारान्तरपरिहारेण व्याघातवर्जने सति, सर्वात्मनोपयुक्तस्यानन्तरयोगे च तथारूप एव चिकीर्षिते, एताः शुद्धि प्रतिपद्यन्ते, हेतुस्वरूपानुबन्धानां विशुद्धिभावात् । अत्र स्वरूपावगमो हेतुः । व्याघातवर्जिता कार्ये प्रवृत्तिः स्वरूपम् । अनन्तरयोगश्चानुबन्ध इति ॥६०६॥ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ ઉપદેશપદ : ભાગ-૨ સમિતિઓ અને ગુનિઓ જે રીતે શુદ્ધ થાય તે પ્રમાણે કહે છે ગાથાર્થ- સાધુને પૂર્વે ગુપ્તિ-સમિતિના સ્વરૂપનો બોધ હોય. કાર્ય ઉપસ્થિત થાય ત્યારે જ પ્રયોગકાળે ઉપયુક્ત સાધુની સમિતિ-ગુપ્તિઓ વ્યાઘાતથી રહિત હોય અને અનંતરયોગમાં ઉપયુક્ત એવા સાધુની સમિતિ ગુપ્તિઓ શુદ્ધ છે. ટીકાર્થ– અહીં સમિતિ-ગુણિના પ્રયોગની પહેલાં, પ્રયોગ વખતે અને પ્રયોગ કર્યા પછી એમ ત્રણ મુદા જણાવ્યા છે. (૧) સાધુ સમિતિ-ગુપ્તિનો પ્રયોગ કરે એ પહેલાં તેને સમિતિ ગુપ્તિના સ્વરૂપનું જ્ઞાન હોવું જોઈએ. (૨) જ્ઞાનાદિનું કોઈ કાર્ય ઉપસ્થિત થાય ત્યારે જ તે તે સમિતિ-ગુપ્તિના પ્રયોગ કરવાનો છે, તે સિવાય નહિ, જ્ઞાનાદિનું કોઈ કાર્ય ઉપસ્થિત થાય ત્યારે સમિતિ-ગુપ્તિનો પ્રયોગ કરતી વખતે વ્યાઘાતનો=ધર્મકથા વગેરે અન્ય વ્યાપારનો ત્યાગ કરવો જોઇએ, તથા સંપૂર્ણપણે તેમાં જ ઉપયોગવાળા રહેવું જોઇએ. (૩) વિવલિત કાર્ય પછી જે કાર્ય કરવાનું હોય તેમાં પણ ઉપયોગ હોવો જોઇએ, અર્થાત્ તે કાર્ય પણ સમિતિ-ગુપ્તિના પાલન પૂર્વક કરવું જોઇએ. અહીં તાત્પર્ય એ છે કે–વિવલિત કોઈ કાર્ય કરતી વખતે જ સમિતિ-ગુમિનું પાલન કરવાનું છે એવું નથી, કિંતુ વિવલિત કોઈ કાર્ય કર્યા પછી બીજું જે કાર્ય કરવાનું હોય તેમાં પણ સમિતિ-ગુપ્તિનું પાલન કરવાનું છે. આનાથી સમિતિ-ગુપ્તિનો અનુબંધ ચાલે. આ જ વિગતને ટીકામાં મુૐ મવતિ ઇત્યાદિથી કહી છે. તે આ પ્રમાણે-(૧) પહેલાં સમિતિ-ગુપ્તિનું પ્રવિચાર વગેરે સ્વરૂપ જણાયે છતે, (૨) પછી પ્રયોગ કાળે અન્ય વ્યાપારનો ત્યાગ કરવા દ્વારા વ્યાઘાતનો ત્યાગ કર્યો છતે, (૩) અનંતરયોગ પણ તેવા પ્રકારનો (=ઉપયોગવાળો) કરવાનો ઇચ્છેલો હોય, ત્યારે ઉપયોગવાળા સાધુની સમિતિ-ગુણિઓ શુદ્ધિને પામે છે. કેમકે તેમાં હેતુ, સ્વરૂપ અને અનુબંધ એ ત્રણની વિશુદ્ધિ રહેલી છે. અહીં સ્વરૂપનું જ્ઞાન એ હેતુ છે. કાર્યમાં વ્યાઘાતથી રહિત પ્રવૃત્તિ સ્વરૂપ છે. અનંતરયોગ અનુબંધ છે. (૬૦૬) अथ तासामाहरणानि विभणिषुराहएयासिं आहरणा, निद्दिट्ठा एत्थ पुव्वसूरीहिं । वरदत्तसाहुमादी, समासतो ते पवक्खामि ॥६०७॥ एतासां समितिगुप्तीनामाहरणानि दृष्टान्ता निर्दिष्टा 'अत्र' जैने मते पूर्वसूरिभिः। कीदृशानीत्याह-वरदत्तसाध्वादीन्यष्टौ समासतस्तानि प्रवक्ष्यामीति ॥६०७॥ હવે સમિતિ-ગુમિઓનાં દૃષ્ટાંતોને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ઉપદેશપદ : ભાગ-૨ ગાથાર્થ–ટીકાર્થ– જૈન મતમાં પૂર્વાચાર્યોએ સમિતિ-ગુણિઓનાં વરદત્ત સાધુ વગેરે આઠ દૃષ્ટાંતો કહ્યાં છે. તે દૃષ્ટાંતોને હું સંક્ષેપથી કહીશ. (૬૦૭) एतान्येवैकोनपञ्चाशद्( षट्पञ्चाशद् )गाथाभिर्व्याचष्टेवरदत्तसाह इरियासमितो सक्कस्स कहवि उवओगो । देवसभाए पसंसा, मिच्छदिट्ठिस्सऽसदहणं ॥६०८॥ आगम वियारपंथे, मच्छियमंडुक्कियाण पुरउत्ति । पच्छा य गयविउव्वण, बोलो सिग्यो अवेहित्ति ॥६०९॥ अक्खोभिरियालोयणगमणमसंभंतगं तहच्चेव ।। गयगहणुक्खिवणं पाडणं च कायस्स सयराइं ॥६१०॥ ण उ भावस्सीसिंपि हु, मिच्छा दुक्कड जियाण पीडत्ति। अवि उट्ठाणं एवं, आभोगे देवतोसो उ ॥६११॥ संहरण रूवदंसण, वरदाणमणिच्छ चत्तसंगोत्ति । गमणालोयणविम्हय, जोगंतरसंपवित्ती य ॥६१२॥ संगयसाह कारणिय रोहगे भिक्खणिग्गमण पुच्छा । कत्तो तुब्भे णगराओ को अभिप्पाओ णवि जाणे ॥६१३॥ तत्थ वसंताण कहं, अव्वावारा उ किमिह जंपंति । एत्थवि अव्वावारो, किं साहणमाणमेत्थंपि ॥६१४॥ सम्मइ दीसइ किंची, सव्वं साहिजए न सावजं । किं वसहेत्थ गिलाणो, किमिहाडह अपडिबंधाओ ॥६१५॥ चारग तुब्भे समणा, को जाणइ अप्पसक्खिओ धम्मो । ण ह एत्थं छुट्टिज्जइ, जं जाणह तं करेजाहि ॥६१६॥ कह सत्ति मिय णु सत्तिमयसासण को णु एस सव्वण्णू । एमाइ अणुचियं सइ, भासासमिओ ण भासेइ ॥६१७॥ वसुदेव पुव्वजम्मे, आहरणं एसणाए समिईए । मगहा णंदिग्गामे, गोयम धिज्जाई चक्कयरो ॥६१८॥ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ઉપદેશપદ : ભાગ-૨ तस्स य धारिणि भज्जा, गब्भत्ताए कुओ उ आहूओ । धिज्जाई मओ छम्मासगब्भ धिज्जाइणी जाए ॥६१९॥ माउलके संवड्डण, कम्मकरण वियारणा य लोएणं । णत्थि तुह एत्थ किंची, तो बेई माउलो तमिह ॥६२०॥ मा सुण लोगस्स तुमं, धूयाओ तिण्णि तासिं जेट्टयरं । देहामि करे कम्मं, पकओ पत्तो य वीवाहो ॥६२१॥ सा णिच्छए विसण्णो, माउलओ बेइ बीय दाहामि । सावि य तहेव णिच्छइ, तइयत्ती णेच्छइ सावि ॥६२२॥ णिव्विण्ण णंदिवद्धणआयरियाणं सगासि णिक्खंतो । जाओ छट्ठक्खमओ, गेण्हइ यमभिग्गहमिमंतु ॥६२३॥ बालगिलाणाईणं, वेयावच्चं मए उ कायव्वं । तं कुणइ तिव्वसड्डो, खायजसो सक्कगुणकित्ती ॥ ६२४॥ अस्सद्दहणा देवस्स आगमो कुणइ दो समणरूवे । एगो गिलाणो अडवीए चिट्ठई अइगओ बिइओ ॥ ६२५॥ बेइ गिलाणो पडिओ, वेयावच्चं तु सद्दहे जो उ । सो उद्वेज खिप्पं, सुयं च तं णंदिसेणेण ॥ ६२६॥ छट्ठोववासपारणमाणीयं कवल घेत्तुकामेणं । तं सुयमेत्तं रहसुट्ठिओ य भण केण कजंति ॥२७॥ पाणगदव्वंति तहिं, जं णत्थी बेइ तेण कजंति । णिग्गय हिंडंते कुणयणेसणं णवि य पेल्लेइ ॥६२८॥ इय एक्कवार बीयं, च हिंडिओ लद्ध तइयवारम्मि । अणुकंपा तूरंतो, गओ य सो तस्सगासं तु ॥६२९॥ खरफरुसणिट्ठरेहिं, अक्कोसइ से गिलाणओ रुट्ठो । हे मंदभग्ग ! फुक्किय !, तूससि तं णाममेत्तेण ॥३०॥ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ ઉપદેશપદ : ભાગ-૨ साहुवगारित्ति अहं, णामड्लो तह समुद्दिसिउमाओ । एयाए अवत्थाए, तं अच्छसि भत्तलोहिल्लो ॥६३१॥ अमयमिव मण्णमाणो, तं फरुसगिरं तु सो ससंभंतो । चरणगओ खामेई, धुवइ य तं समललित्तं ॥६३२॥ उटेह वयंमोत्ती, तह काहामी जहा हु अचिरेण । होहिह णिरुया तुब्भे, बेई ण तरामि गंतुं जे ॥६३३॥ आरुह मे पिट्ठीए, आरूढो तो तहिं पहारं च । परमासुइदुग्गंधं, मुयई पट्टीए केसयरं ॥६३४॥ बेइ गिरं धिय मुंडिय!, वेगविहाओ कउत्ति दुक्खविओ । इय बहुविहमक्कोसइ, पए पए सोवि भगवं तु ॥६३५॥ ण गणइ तं फरुसगिरं, ण य तं गरहइ दुरहिगंधं तु । चंदणमिव मण्णंतो, मिच्छा मि दुक्कडं भणइ ॥६३६॥ चिंतेइ किं करेमी, कह णु समाही भवेज साहुस्स । इय बहुविहप्पगारं, णवि तिण्णो जाव खोभेउं ॥६३७॥ ताहे अभित्थुणित्ता, गओ तओ आगओ य इयरो उ । आलोइए गुरूहिं, धण्णोत्ति तहा समणुसिट्ठो ॥६३८॥ जह तेणमेसणा णो, भिण्णा इय एसणाए जइयव्वं । सव्वेण सया अद्दीणभावओ सुत्तजोएण ॥६३९॥ धिज्जाइसोमिलज्जो, आदाणाइसमिईए उवउत्तो । गुरुगमणत्थं उग्गाहणा उ गमणे णियत्तणया ॥६४०॥ तह मुयण सम्म चोयण, किमेत्थ सप्पो त्ति एव पडिभणिओ । संविग्गो हाऽजुत्तं, भणियंति सुराएऽणुग्गहिओ ॥६४१॥ तह सप्पदंसणेणं, सुटुयरं तिव्वसद्धसंपण्णो । दंडग्गहणिक्खेवे, अभिग्गही सव्वगच्छम्मि ॥६४२॥ Page #194 -------------------------------------------------------------------------- ________________ १८१ Gपहेशप : (भाग-२ अण्णोण्णागम णिच्चं, अब्भुट्टाणाइजोगपरितुट्ठो । जत्तेणं हेटवरि, पमजणाए समुज्जुत्तो ॥६४३॥ जावजीवं एवं, गेलण्णम्मिवि अपरिवडियभावो । आराहगो इमीए, तिगरणसुद्धेण भावेण ॥६४४॥ धम्मरुई णामेणं, खुड्डो चरिमसमिईए संपण्णो । कहवि ण पेहियथंडिल, ण काइयं वोसिरे राई ॥६४५॥ जाया य देहपीडा, अणुकंपा देवयाए उप्पण्णा । तीए अकालपहायं, तहा कहं जह समुजोओ ॥६४६॥ वोसिरणा अंधारं, हंत किमेयंति देवउवओगो । जाणण मिच्छाउक्कड, अहो पमत्तोम्हि संवेगो ॥६४७॥ अण्णोवि य धम्मरुई, खमगो पारणग कडुयतुंबम्मि । गुरुवारण नायालोयणाए भणिओ परिट्ठवसु ॥६४८॥ आवागथंडिल पिपीलियाण मरणमुवलब्भ तद्देसा । करुणाए सिद्धवियडण, भोत्तूणमओ महासत्तो ॥६४९॥ मणगुत्तीए कोई, साहू झाणम्मि णिच्चलमईओ । सक्कपसंसा असदहाण देवागमो तत्थ ॥६५०॥ दिट्ठो उस्सग्गट्ठिओ, विउव्वियं जणणिजणगरूवं तु । करुणं च संपलत्तो, अणेगहा तत्थ सो तेसिं ॥६५१॥ पच्छा भज्जारूवं, अण्णपसत्तं समत्तसिंगारं । भूओ य अहिलसंतं, ऊसुगमच्चंतणेहजुयं ॥६५२॥ तहवि ण मणगुत्तीए, चलणं णियरूवदेववंदणया । थुणण लोगपसंसा, एवंपि ण चित्तभेओ उ ॥६५३॥ वयगुत्तीए साहू, सण्णायगठाण गच्छए दटुं । चोरग्गह सेणावई, विमोइउं भणइ मा साह ॥६५४॥ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ G4:श५६ : भाग-२ चलिया य जण्णयत्ता, सण्णायगमिलणमंत्तरा चेव । मायपियभायमाई, सो वि णियत्तो समं तेहिं ॥६५५॥ तेणेहिं गहियमुसिया, मुक्का ते बिंति सो इमो साहू । अम्हेहिं गहिय मुक्को, तो बेई अम्मगा तस्स ॥६५६॥ तुब्भेहिं गहियमुक्को, आम आणेह बेड़ तो छरियं । जा छिंदेमि थणं णणु, किं ते सेणावई भणइ ॥६५७॥ दुजम्मजायमेसो, दिट्ठा तुब्भे वहा वि नवि सिटुं । कह पुत्तो त्ति अह ममं, किह णवि सिटुंति धम्मकहा ॥६५८॥ आउट्टो उवसंतो, मुक्को मझंपि तं सि माइत्ति । सव्वं समप्पियं से, वइगुत्ती एव कायव्वा ॥६५९॥ काइयगुत्ताहरणं, अद्धाणपवण्णगो महासाहू । आवासियम्मि सत्थेण लहइ तहिं थंडिलं किंचि ॥६६०॥ लद्धं च णेण कहवी, एगो पाओ जहिं पइट्ठाइ । तहिं ठिएगपाओ, सव्वं राइं तहिं थद्धो ॥६६१॥ ण य अत्थंडिलभोगो, तेण कओ तत्थ धीरपुरिसेणं । सक्कपसंसा देवागमो य तह भेसणमखोहो ॥६६२॥ सीतग्गहसंपाडणमचलमंगाण दुक्कडं सम्मं । सुरवंदणा पसंसण, अईव लोगेणमुक्करिसो ॥६६३॥ આ આઠ દૃષ્ટાંતોને ઓગણપચ્ચાસ (છપ્પન) ગાથાઓથી કહે છે ઈર્યાસમિતિ ઉપર વરદત્ત સાધુનું ઉદાહરણ કોઈક સન્નિવેશમાં વરદત્ત નામના મુનિ સ્વભાવથી જ ઇર્યાસમિતિમાં અતિ ઉપયોગવંત રહેતા હતા. સ્વભાવથી જ જેઓએ ગુણો ઉપાર્જન કર્યા છે એવા ગુણીઓ ઉપર દૃઢ અનુરાગવાળા, કોઇક રીતે વિપુલ અવધિજ્ઞાનના ઉપયોગથી મનુષ્યક્ષેત્રને જોતા સૌધર્મ દેવલોકના અધિપતિ શક્રેન્દ્રને વરદત્ત સાધુ સંબંધી જ્ઞાન થયું અને ઈર્યાસમિતિમાં તેનું અત્યંત નિશ્ચલપણું જોઇને સૌધર્મ નામની દેવસભામાં તેણે પ્રશંસા કરી કે–અહો! આ Page #196 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૮૯ વરદત્ત સાધુ દેવ-મનુષ્ય અને અસુરથી સહિત પણ સંપૂર્ણ જગતવડે ઇર્યાસમિતિમાંથી ચલાયમાન કરવા શક્ય નથી. અને તેમાં (દેવસભામાં) એક મિથ્યાદષ્ટિ દેવને ઇન્દ્રવડે પ્રશંસા કરાયેલા વરદત્ત સાધુના ગુણો વિશે શંકા થઈ. જેમકે કોઈક વડે સારું કહેવાયું છે કે–“સ્વામી જે ઇચ્છે છે તે કરે છે, જે મનમાં આવે તે બોલે છે, સામાન્યલોકમાં સ્વામી સંબંધી શંકા જાગતી નથી તેથી સ્વામીપણું રમણીય છે.” (૬૦૮) પછી તે દેવનું તિચ્છલોકમાં અવતરવા સ્વરૂપ આગમન થયું. ચંડિલભૂમિ જવાના માર્ગમાં માખી જેવડી દેડકીઓને નિરંતર વિકુર્તી અને પાછળ ગિરિશિખર જેવા ઊંચા, પવનના વેગ જેવા ઝડપી, અત્યંત ઊંચી કરેલી સૂંઢવાળા હાથીને વિકુ. પછી મહાવતે કલરવ કર્યો. જેમકે-“તું માર્ગમાંથી જલદી ખસી જા નહીંતર જીવતો નહીં રહે.” ક્ષોભ નહીં પામેલા, સર્વ પ્રકારે ત્રાસ આપવાનું છોડ્યું છે જેણે એવા ઈર્યાસમિતિ પૂર્વક જતા મુનિનું ગમન હાથીની વિકુણા પૂર્વે જેવું હતું તેવું જ અવિહ્વળ રહ્યું. હાથીએ સૂંઢથી મુનિને પકડીને આકાશતળમાં ઘણાં ઉછાળ્યા અને સાથે જ મુનિ ભૂમિતળ પર પટકાયા. ફેંકવાનો અને પટકવાનો ગાળો (અંતર) અતિ અલ્પ હોવાથી અહીં સમક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. વ્યવચ્છેદ્ય (નાશ પામવા યોગ્ય)ને કહે છે–પરંતુ ઈર્યાસમિતિની પરિણતિરૂપ આત્મિક ભાવનો લેશ માત્ર નાશ ન થયો. શાથી? કારણ કે “મારું આ પાપ મિથ્યા થાઓ” એમ હૈયાપૂર્વક પ્રાયશ્ચિત્ત કર્યું, કેમકે મારા નિમિત્તે માખી જેવડી દેડકીઓને પીડા થાય છે. અને બીજુ કારણ- સંવૃત્ત કરાયેલા શરીરથી, ઇર્યાસમિતિની પ્રધાનતાથી તેણે ઉત્થાન કર્યું. પછી દેવે વરદત્ત સાધુના મનનો ભાવ જાણવા જેવો ઉપયોગ મુક્યો ત્યારે ખુશ થયો, પરંતુ ઉપેક્ષાદિ બીજો ભાવ ન થયો. પછી દેવે માખી જેવી દેડકીઓનું અને હાથીનું સંહરણ કર્યું. ચાલતા છે કુંડલો જેના, છાતી ઉપર વિસ્તૃત ફરકતો છે હાર જેનો, ગાઢ કિરણોના સમૂહથી નાશ કરાયો છે અંધકારનો સમૂહ જેનાવડે એવા ઉત્તમ મુકુટને ધારણ કરતા દેવે પોતાના રૂપનું દર્શન કરાવ્યું. પછી વરદાન માગો એમ આદર કર્યો (સ્તુતિસ્તવના કરી). નિષ્પરિગ્રહી વરદત્ત સાધુની નિઃસ્પૃહતા જાણીને ભક્તિભાવવાળો દેવ તેના ચરણકમળને વંદીને સંતોષ પામેલો પોતાના સ્થાને ગયો. પછી વરદત્ત સાધુ પણ ત્યાંથી ગયા અને પૂર્વે ચાલેલા સ્પંડિલ ભૂમિના માર્ગ પર જીવોનું અવલોકન કર્યું. “મારા વડે સાક્ષાત્ દેવ જોવાયો’ એવો ગર્વ પણ ન કર્યો અને અંડિલભૂમિ જવા સિવાયના સ્વાધ્યાય વગેરે સ્વરૂપ બીજા યોગોમાં સમ્યક્ પ્રવૃત્ત થયા. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ઉપદેશપદ : ભાગ-૨ ભાષાસમિતિ ઉપર સંગત સાધુનું ઉદાહરણ કોઈક એક નગરમાં સંપૂર્ણ સાધુ સમાચારી પાળવામાં તત્પર સંગત નામના સાધુ હતા. તથા-“જે સત્ય ભાષા હોય પણ બોલવા યોગ્ય ન હોય, તથા સત્યામૃષા અને મૃષાભાષા જે પંડિત પુરુષો વડે આચરાયેલી નથી તેને પ્રજ્ઞાવાને ન બોલવી જોઈએ.” તે સંગતમુનિ આવા પ્રકારની વચનશુદ્ધિમાં સ્વભાવથી જ ઉપયોગવાળા રહેતા હતા. હવે કોઈક વખતે તે સંગત સાધુ ગ્લાન સાધુની સેવા કરવામાં રોકાયેલા હતા ત્યારે શત્રુઓએ નગરને ઘેરો ઘાલ્યો. નગરની અંદર પુષ્કળ ભિક્ષા મળતી હોવા છતાં પણ આસક્તિ ઘટાડવા માટે બહાર શત્રુરાજાના સૈન્યમાં ભિક્ષા લેવા માટે ગયા. પછી સૈન્યપુરુષોએ તેની પૂછપરછ કરી. જેમકે– સૈન્યલોકનૃતમે અહીં ક્યાંથી આવ્યા? મુનિ–હું અહીં નગરમાંથી આવ્યો છું. સૈન્યલોક–આ નગરના સ્વામીનો અભિપ્રાય કેવો છે? શું અમારી સાથે યુદ્ધ કરશે કે નહીં? મુનિ–કોણ કેવા અભિપ્રાયમાં વર્તે છે તે હું જાણતો નથી. સૈન્ય-તે નગરમાં વસતા તમારે અભિપ્રાયનું જ્ઞાન કેમ ન થયું? મુનિ-સાધુઓ લોકવ્યાપારથી પર હોય છે તેથી બીજાના અભિપ્રાયને જાણતા નથી. સૈન્ય–તમે જો રાજાના અભિપ્રાયને જાણતા નથી તો નગરમાં લોકો સંધિ અને વિગ્રહના વિષયમાં શું બોલે છે તે કહો. | મુનિ–અહીં પણ હું લોકોની વાતો જાણવામાં વ્યાપાર વિનાનો છું, અર્થાત્ લોકોની વાતો જાણવી એ મારો વિષય નથી. સૈન્ય-રાજાને હાથી-ઘોડા આદિ લડાઈની સામગ્રી કેટલા પ્રમાણમાં છે? મુનિ–અહીં પણ હું લડાઇની સામગ્રી જાણવામાં વ્યાપાર વિનાનો છું. મુનિ જ કહે છે. કોઈક શબ્દ અને રૂપવાળી વસ્તુ બે કાનથી સંભળાય છે, બે આંખોથી દેખાય છે કેમકે કાન અને આંખનો સ્વભાવ શબ્દ અને રૂપને ગ્રહણ કરવાનો છે. સર્વ સાવદ્ય કહેવાતું નથી પરંતુ પ્રસંગ આવે છતે નિરવદ્ય જ બોલાય છે. અને તમારા વડે સર્વ સાવધ પૂછાય છે. આથી જ પંડિતો કહે છે–સાધુ બે કાનોથી ઘણું સાંભળે છે, બે આંખોથી ઘણું જુએ છે, પરંતુ જોવાયેલું અને સંભળાયેલું સાધુને કહેવું ઉચિત નથી. સૈન્ય–જો તમે આ પ્રમાણે લોકવ્યાપારથી રહિત છો તો પછી અહીં શા માટે વસો છો? Page #198 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૯૧ મુનિ-આ નગરમાં અમારા એક ગ્લાન સાધુ છે તેથી અહીં રહીએ છીએ. સૈન્ય–તો પછી અહીં અમારા સૈન્યમાં કેમ ફરો છો? મુનિ–અમે આ નગરમાં પ્રતિબંધ મમત્વ) વિના વસીએ છીએ. સૈન્ય-તમે જાસૂસ છો. મુનિ–અમે જાસૂસ નથી પણ સાધુ છીએ. સૈન્ય તમે કેવા છો એમ કોણ જાણે છે? મુનિ–અમે કેવા છીએ એમાં અમારો આત્મા સાક્ષી છે, પણ બીજા કોઈની અહીં સાક્ષી નથી અર્થાત્ અમારા આત્મામાં રહેલો સાધુત્વ ધર્મ અહીં સાક્ષી છે. તેથી આત્મસાક્ષીએ કહ્યું છે. સૈન્ય–તમે આવા બાના કાઢીને અમારાથી છૂટી શકશો નહીં. મુનિ-તો તમે જે જાણો (તમને જે ઉચિત લાગે) તે કરો. સૈન્ય–અમને અહીં મનમાં એક વિચાર થાય છે કે શું તમને એવી કોઈ શક્તિ ઉત્પન્ન થઈ છે કે જેથી તમો આવું બોલો છો ! અમે તમને જે પીડા કરશું તે તમે સહન કરશો? મુનિસકલ તૈલોક્યમાં અધિક સામર્થ્યવાળા પુરુષવિશેષના શિક્ષણથી અમો સહિષ્ણુ બન્યા છીએ. સૈન્ય–આ શક્તિમાન પુરુષ કોણ છે? મુનિ–અતીત-અનાગત-વર્તમાન ત્રણેય કાળમાં રહેલી સર્વ વસ્તુને હથેળીમાં રહેલા મોટા મોતીની જેમ સતત જાણે છે, સકલ-સુર-અસુર અને મનુષ્યોના સમૂહથી વંદાનું છે ચરણરૂપી કમળ જેનું એવા સર્વજ્ઞ ભગવાન અરિહંત શક્તિમાન પુરુષવિશેષ છે. પછી સંતોષપૂર્વક સૈન્ય વડે વિસર્જન કરાયેલા મુનિ સ્વસ્થાનમાં ગયા. આ પ્રમાણે ભાષાસમિત પુરુષને નગરાદિના અભિપ્રાયને પ્રગટ કરવું અનુચિત છે પરંતુ સંગત સાધુ જે ભાષાસમિતિપૂર્વક બોલ્યા તેમ બોલવું જોઇએ. એષણાસમિતિ વિષે નંદિષેણ મુનિનું ઉદાહરણ પોતાને સૌભાગી માની બેઠેલા મનુષ્યોના અભિમાનનો પોતાના સહજ સૌભાગ્યથી જેમણે ચૂરો કર્યો છે, દશમા દશાહ, અંધકવૃષ્ણિ મહારાજાના પુત્ર, તત્કાળ હરિવંશની Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ઉપદેશપદ : ભાગ-૨ ઉત્પત્તિમાં પિતામહ થયેલા, કૃષ્ણવાસુદેવના પિતા એવા વસુદેવ પૂર્વજન્મમાં એષણાસમિતિમાં ઉદાહરણ છે. તેને જ બતાવે છે– મગધદેશમાં નંદીગ્રામમાં વિમ્ જાતિમાં ગૌતમ નામે બ્રાહ્મણ હતો જે ભિક્ષાનો અર્થી થઇને પ્રામાદિમાં કુંભારના ચક્રની જેમ ભિક્ષા માટે ફરે છે તેથી તે ભિક્ષાચર કહેવાયો. તે ગૌતમ ભિક્ષાચરની ધારણી નામે સ્ત્રી હતી. આ પ્રમાણે કુટુંબધર્મ પ્રવૃત્ત થયે છતે, કેટલોક કાળ ગયા પછી તે ધારણીને કોઈપણ ગતિમાંથી આવેલા જીવથી ગર્ભ રહ્યો. તે જીવ સ્વભાવથી જ ઇચ્છિત સિદ્ધિમાં કારણભૂત પુણ્ય સમૂહથી રહિત હતો, અર્થાત્ તે ગર્ભ પાપના ઉદયવાળો હતો. આથી જ ગૌતમનામનો બ્રાહ્મણ મરણ પામ્યો. ક્યારે? તેના ગર્ભમાં આવવા પછી છેકે માસે ગૌતમનું મરણ થયું. અને જન્મ થયો ત્યારે ધારણી માતા મરણ પામી. પછી મામાએ તેને પાળી પોષીને મોટો કર્યો અને તેનું નંદિષેણ નામ રાખ્યું. ત્યાં જ મામાના ઘરે ખેતીપશુપાલન આદિ કાર્ય કરવા લાગ્યો. તેનો મામો કાર્યથી નિશ્ચિત થયો. (૧૩) આ પ્રમાણે કાળ પસાર થાય છે ત્યારે બીજાના દુઃખમાં મગ્ન થયેલો લોક તેને ભરમાવવા લાગ્યો. કેવી રીતે ભરમાવે છે? આ ઘરમાં ધનાદિની ઘણી વૃદ્ધિ થયે છતે તારી માલિકીનું કંઈપણ નથી. નંદિષણ ગૃહકાર્યમાં મંદ આદરવાળો થયો ત્યારે વૃત્તાંતને જાણેલા મામાએ કહ્યું: સ્વભાવથી જ આ ગામ પરગૃહને સંતાપ કરનારું, ઉદ્ધતમુખવાળું છે. તેથી તું લોકોના વચન ન સાંભળ. કેમકે લોક બીજાના ઘર ભાંગવામાં રાજી છે. મારે ઘરે ત્રણ પુત્રીઓ છે તેમાંથી જે સૌથી મોટી છે તે યૌવન પામેલી છે તેને હું આપીશ. આ પ્રમાણે મામાએ કહ્યું ત્યારે તે કામ કરવા પ્રવૃત્ત થયો. કાળથી વિવાહનો સમય આવ્યો ત્યારે પિતાવડે વિવાહ નજીકમાં નક્કી કરાયે છતે તૂટેલા ઓષ્ટપુટવાળા મુખને કારણે જેના દાંતો દેખાય છે, ચિપિટ નાકવાળો, અતિ ઊંડી ઊતરેલી આંખવાળો, ઘોઘરા સ્વરવાળો, મોટી ફાંદવાળો, ટૂંકી છાતીવાળો, વાંકાચૂંકા પગવાળો, ભમરા-ગાય-સાપ જેવી કાળી કાયાવાળો, જાણે સાક્ષાત્ પાપનો જ ન હોય! એવા મંદિરેણને જોઈને તે મોટી પુત્રી તેને પરણવા ઇચ્છતી નથી, અને બોલી જો તમે મને આની સાથે પરણાવશો તો હું નક્કીથી પ્રાણત્યાગ કરીશ. પછી નંદિષેણ ખિન્ન થયો અને ગૃહકાર્યમાં મંદ આદરવાળો થયો. મામો કહે છે–જો કે મોટી પુત્રીએ તને ન ઇક્યો તો પણ હું તને બીજી પુત્રી પરણાવીશ. તે બીજી પુત્રી પણ પૂર્વની જેમ તેને પરણવા ઇચ્છતી નથી. પછી મામાએ ત્રીજી પુત્રી પરણાવવા કબુલ્યું. આ પ્રમાણે પ્રથમ પુત્રીની જેમ ત્રીજી પણ પરણવા ઇચ્છતી નથી. (૧૫) Page #200 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૯૩ પછી નંદિષેણ ગૃહવાસથી નિર્વેદ પામ્યો અને નંદિવર્ધન આચાર્યની પાસે દીક્ષા લીધી. પછી પૂર્વભવમાં કરાયેલા પાપોનો નાશ ઉગ્ર તપ વિના થવાનો નથી એમ માનતો નંદિષેણ છઠ્ઠના તપને કરનારો થયો. છઠ્ઠ એટલે છઠ્ઠભક્ત સમજવું અને તે છઠ્ઠભક્ત તપ પાંચ ભોજનના ત્યાગપૂર્વક કરાય છે અને છઠું ભોજન સ્વીકારાય છે. જે તપમાં પાંચ ભોજનના ત્યાગની મુખ્યતાથી બે ઉપવાસની સુધાને જે સહન કરે છે તે છઠ્ઠભક્ત તપ કહેવાય છે. તથા પોતાના સામર્થ્યનો વિચાર કરીને નંદિષેણ હવે કહેવાશે એ અભિગ્રહને ગ્રહણ કરે છે. તેને કહે છે- બાળ ગ્લાનાદિ એટલે કે બાળ-રોગી-વૃદ્ધપ્રાથૂર્ણક-આચાર્ય-ઉપાધ્યાય-તપસ્વી-શૈક્ષક આદિ ભેટવાળા સાધુઓને અન્નપાનાદિ વગેરે લાવી આપવા સ્વરૂપ વેયાવચ્ચ મારે એકલાએ જ કરવી પણ બીજા કોઈના ઈચ્છાકારનો વિષય ન બનવું, અર્થાત્ મારે કોઈની પણ પાસે વેયાવચ્ચ ન કરાવવી. એ પ્રમાણે અભિગ્રહને લઈને નિધિના લાભથી પણ અધિક સંતોષને ધારણ કરે છે. અને તીવ્ર શ્રદ્ધા રાખી તેનું પાલન કરે છે. અને ચારે પ્રકારના શ્રીશ્રમણ સંઘમાં પ્રખ્યાત થયો ત્યારે શક્રેન્દ્ર તેના વેયાવચ્ચાદિ ગુણોની પ્રશંસા કરી. પછી શકેન્દ્ર કરેલા ગુણોની પ્રશંસાની શ્રદ્ધા નહીં કરતો કોઈ એક દેવ અહીં આવ્યો અને તેણે સાધુના બે રૂપ કર્યા. તેમાંનો એક ગ્લાન બની અટવીમાં રહે છે અને બીજા રૂપે જ્યાં નંદિપેણ સાધુ છે ત્યાં ઉપાશ્રયમાં ગયો અને કહે છે કે અટવીમાં એક ગ્લાન સાધુ રહેલા છે. ગ્લાનની વેયાવચ્ચમાં જેને શ્રદ્ધા છે તથા જેને વેયાવચ્ચ કરવામાં રસ છે તેવો કોઈ સાધુ અહીં હોય તો તે વેયાવચ્ચ કરવા હમણાં જ તૈયાર થાય. છઠ્ઠનો તપ કરીને પારણું કરવાની તૈયારી કરતા કોળિયો ભરવા ગયો તેટલામાં નંદિષેણે તેનું વચન સાંભળ્યું અને એકાએક ઊભો થઈ ગયો અને પૂછે છે તમારે કઈ વસ્તુની ખાસ જરૂર છે? તે સન્નિવેશમાં દ્રાક્ષપાનાદિની ઉપલબ્ધિ નથી તો તેની ખાસ જરૂર છે એમ દેવસાધુએ કહ્યું. પછી નંદિષેણ પાણી લેવા માટે ઉપાશ્રયમાંથી નીકળ્યો અને ભૂખ તરસથી કૃશશરીરી નગરમાં ગવેષણા કરે છે ત્યારે તે દેવ પાણીની અશુદ્ધિરૂપ અનેષણા કરે છે અને તે સાધુ તેનું વારણ કરતો નથી. આ પ્રમાણે એકવાર, બેવાર પાણી માટે ફરે છે છતાં એષણીય પાણી ન મેળવ્યું. ત્રીજી વખતે મેળવ્યું. (૨૧) પછી અનુકંપા(દયા)થી ઉતાવળ કરતો નંદિષેણ તે સાધુ પાસે ગયો ત્યારે તે ગ્લાન સાધુએ નંદિષણને નિષ્ફર વાક્યોથી ભર્સના કરી. અનુકંપનીયતાને પામેલો તે ગ્લાન જ ગુસ્સે ભરાયો. તેણે ભ્રકુટિના ભંગાદિથી કોપ વિકારને બતાવ્યો. કેવી રીતે? હે મંદભાગ્ય! હે પાતળા પડેલા પુણ્ય સમૂહવાળા! હે અત્યંત અસારતાથી ફોતરાની જેમ ફૂંક મારવા ૧. છઠ્ઠના આગલા દિવસે એક ભક્તનો ત્યાગ, છઠ્ઠના ( બે દિવસના) ચાર ભક્તનો ત્યાગ, આમ પાંચ ભક્ત ભોજનનો ત્યાગ કરવાપૂર્વક છઠ્ઠ કરાય છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૯૪ યોગ્ય! હું વેયાવચ્ચ કરનારો છું એમ નામ માત્રથી જ હું સંતોષ પામે છે. હું ઉપકારી સાધુ છું એવા નામ માત્રથી ફુલાય છે તથા ભોજન કરીને અહીં આવ્યો છે. મારી આવી અવસ્થા જુએ છે છતાં તું ભોજન ક૨વાનો લોભી થયો ? જે દુર્જનની ગાળો આક્રોશ, વધ, આરોના માર, તર્જનાઓ ભય-ભૈરવ શબ્દો, અટ્ટહાસ અને સુખ-દુઃખોને સમભાવે સહન કરે છે તે ભિક્ષુ કહેવાય છે.” આ સૂત્રના વચનથી ભાવિત થયેલ અંતઃકરણવાળો નંદિષણ કઠોર પણ વાણીને અમૃત જેવી માનતો વ્યાકુળ (દુઃખી) થયો અને સંભ્રાત થયેલો તેના પગમાં પડી ખમાવે છે કે મારા એક અપરાધને ક્ષમા કરો, ફરી આવું નહીં કરું. પછી પોતાની વિષ્ઠા અને મૂત્રથી લેપાયેલા સાધુને ધોવે છે. અને કહે છે- તમે અહીંથી ઊઠો, બીજે સ્થાને જઇએ. વસતિની અંદર પહોંચીને હું તમને જલદીથી નિરોગી કરીશ. પછી તે કહે છે—હું ગ્લાન આ સ્થાનથી ડગલું ચાલવા સમર્થ નથી. નંદિષણ કહે છે–મારી પીઠ ઉપર તમે આરૂઢ થાઓ. પછી તે આરૂઢ થયા અને તેની પીઠ ઉપર મરેલા અને કોહવાઇ ગયેલા શિયાળ-બિલાડી આદિના કલેવર કરતા વધારે પ્રતિકૂળ ગંધવાળો અત્યંત અશુચિમય મળ-મૂત્રનો રેલો છોડ્યો. અત્યંત અસાધારણ સ્પર્શવાળો હોવાથી પીઠપ્રદેશ પોતાને પીડા કરે છે. આથી વાણીથી બોલે છે કે હે મુંડિયા! તને ધિક્કાર થાઓ. તેં મારા મળ-મૂત્રના વેગનો નિરોધ કર્યો, જેથી હું તારાવડે દુઃખી કરાયો, એમ પગલે પગલે વિવિધ પ્રકારે આક્રોશ કરે છે. છતાં પણ ભગવાન (નંદિષણમુનિ) જે કરે છે તેને કહે છે. તે કઠોરવાણીને મનમાં લેતો નથી. કઠોરવચન બોલનાર સાધુની કે દુર્ગંધિ અશુચિની નિંદા કરતો નથી. તો પછી શું કરે છે? તેને કહે છે. તેના મળ-મૂત્રાદિને અમૃતની જેમ પવિત્ર માને છે, મેં અનુચિત આચરણ કર્યું તે મારું પાપ મિથ્યા થાઓ એમ બોલે છે. તથા વિચારે છે—અન્ન-પાન દાનાદિ રૂપ કયું કાર્ય આનું કરું? આ સાધુને કેવી રીતે સમાધિ થાય? તે દેવે ભોજનનો અંતરાય, એષણાનો વિદ્યાત, નિષ્ઠુર આક્રોશાદિ વિવિધ પ્રકારે નંદિષેણ મુનિને ક્ષોભાયમાન કરવા ઘણો પ્રયત્ન કર્યો તો પણ તે શક્તિમાન (સફળ) ન થયો ત્યારે અહો! તારું જીવિતવ્ય સફળ છે, એમ વાણીથી તેની પ્રશંસા કરીને દેવ ગયો. નંદિષણ પોતાના ઉપાશ્રયે આવ્યો. ગુરુને યથાહકીકત જણાવી ત્યારે ગુરુએ પ્રશંસા કરી કે તું ધન્ય છે. હવે પ્રસ્તુતની યોજના કરતા કહે છે. જેવી રીતે તે નંદિષેણ સાધુએ પાનશુદ્ધિ રૂપ એષણાને મિલન ન કરી. તેમ સર્વે પણ સાધુઓએ સદા એષણાશુદ્ધિમાં અદીનભાવથી સૂત્રાનુસાર ઉપયોગવાળા બનવું જોઇએ. ૬૩૯ (૩૨) Page #202 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૯૫ પછી અખંડ અભિગ્રહી, જેણે સાધના કરી છે એવા નંદિષેણ નામના સાધુએ મૃત્યકાળ ઉપસ્થિત થયે છતે અનશનને કર્યું અને ઉત્તમ ભાવનાઓ ભાવી. અવશ્ય ભોગવવા યોગ્ય દુષ્કર્મના વિપાકથી વિચાર્યું કે- હું એવું માનું છું કે મારા જેવું દુર્ભાગ્ય કોઈને પ્રાપ્ત થયું નથી. અને મૂઢ થયેલા એણે નિયાણું કર્યું કે “મારા તપનું જો કોઈ ફળ હોય તો આગળના ભવમાં સમસ્ત સુભગ શિરોમણિઓમાં શિરોમણિ થાઉં” આ રીતે સંક્લેશથી પાર નહીં પામેલો તે મરીને વૈમાનિક દેવ થયો અને ઘણા કાળ સુધી દેવભવમાં રહ્યો. પછી આયુષ્ય પૂર્ણ થયું ત્યારે આવીને આ ભરતક્ષેત્રમાં ઉત્તમ ખ્યાતિને પામેલા, સમૃદ્ધલોકોના વસવાટથી સુંદર, મેરુસમાન શ્રેષ્ઠ આકારવાળા અનેક કુલકોટિવાળા દેવવિમાનોથી સ્થાને-સ્થાને શોભિત એવા શૌર્યપુર નગરમાં, ઉગ્રવૈરરૂપી વિષવાળા શત્રુરૂપી સાપોને માટે નોળીયા સમાન સંકુલમાં વસતા હરિવંશ શિરોમણિ અંધકવૃષ્ણિ રાજાની શ્રેષ્ઠ પત્ની વિષે ગર્ભપણે ઉત્પન્ન થયો. આનંદદાયક દોહલા પછી નવમાસને અંતે તે દેવીએ શુદ્ધ તિથિએ જન્મ આપ્યો. તે દેવતાઈ રૂપને ધરનાર સમુદ્રવિજય વગેરે દશપુત્રોમાં સૌભાગ્યરૂપી મણિ માટે રોહણાચલ પર્વત સમાન અંતિમ પુત્ર થયો અને યાદવોને આનંદદાયક અતિશ્રેષ્ઠ જન્મોત્સવ કરાયો. રાજાએ યોગ્ય સમયે તેનું નામ વસુદેવ રાખ્યું. કલાના સમૂહથી બંધાયેલા (કળાને ભણેલો) તે ઉત્તમ યૌવનને પામ્યો. (૧૨) આ અરસામાં પિતા અંધકવૃષ્ણિ પ્રથમપુત્ર સમુદ્રવિજયને રાજ્ય સોંપીને દીક્ષા લઈ મોક્ષમાં ગયા. બંધુવર્ગથી આનંદિત સ્વર્ગમાં શક્રની જેમ સમુદ્રવિજયે પણ યથાસ્થિતિ રાજય કર્યું. જયારે જયારે આ વસુદેવકુમાર ઘરની બહાર ભમે છે ત્યારે તેના સૌભાગ્યગુણથી વિહ્વળ થયેલી અનિવાર્ય કૌતુકથી પોતાના ઘરની ઉપરના ભાગમાં રહેલી તથા ઘરને આંગણે રહેલી નગરની સ્ત્રીઓ કુલમર્યાદાને ઓળંગીને એકી ટસે તેને જોવા લાગી, બાજુમાં વડીલો ઊભા હોય તો પણ મર્યાદાને સાચવતી નથી. તેની પાછળ આખું નગર ઘેલું થયું. પછી નગરના પ્રધાનો ભેગા થઈને રાજાને આ હકીકત જણાવી. આ વસુદેવ શીલનો સમુદ્ર છે, કુમાર છતાં પ્રૌઢ ચેષ્ટાથી પ્રાણ ચાલ્યા જાય તો પણ મલિન ચેષ્ટા કરતો નથી. આના સૌભાગ્યના અતિશયથી બીજી યુવતિઓ આના દર્શનમાં લજ્જા છોડીને વિકારપૂર્વકની ચેષ્ટાઓ કરે છે તેથી આની સ્થિતિ રાજમહેલમાં જ થાય તેવો કોઈ ઉપાય દેવ વિચારે. રાજાએ કુમારને તેમ જણાવ્યું. તે ઘરે રહ્યો. તું સુકુમાર છે તેથી તારે સર્વ ક્રિયાઓ ઘરે કરવી પણ બહાર નહીં. પછી વિનીત હોવાથી તેણે રાજાના વચનને હર્ષપૂર્વક માન્યું. પાંજરામાં પુરાયેલા પોપટની જેમ ઘરે રહેવા કબૂલ કર્યું અને ક્યારેક તેણે શિવાદેવીની ઘણા સુંગધી દ્રવ્યથી ભરેલા ભાજનવાળી ગંધપિસનારી દાસીને જોઇ. આ પોતાના મોટાભાઈની દાસી છે એટલે તેણે મજાકથી ગંધની એક મુષ્ટિ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ઉપદેશપદ: ભાગ-૨ બળાત્કારે લઈ લીધી. ગુસ્સાના અતિરેકથી દાસીએ કહ્યું: તું અપલક્ષણો છે તેથી ઘરમાં પૂરી રખાય છે. તેના કડવા વચન સાંભળીને ધીમેથી તેને પૂછ્યું: હે ભદ્ર! આ શું હકીકત છે તે મને જણાવ. તેણે પણ કહ્યું: તારા તરફથી નગરની સ્ત્રીઓની અણછાજતી પ્રવૃત્તિ થઈ એટલે સ્વામીએ તને ઘરમાં ગોંધ્યો છે. પછી ખેદ પામેલા લાંબા સમય સુધી તેણે ચિત્તમાં આ પ્રમાણે ચિંતવ્યું. મારી પ્રવૃત્તિ નિષ્કલંક હોવા છતાં નગરલોકો તરફથી મારો અસહ્વાદ કેમ થયો ? તેથી હું કોઈ એક દિશામાં જાઉં જેથી ત્યાં ગયેલા મને નગરનો લોક જોઈ ન શકે. જગતબંધુ સૂર્ય અસ્ત પામ્યો ત્યારે અંધકારનો સમૂહ વ્યાપ્યો અને ઘુવડોનો સમૂહ સજ્જ આંખવાળો થયો. કમળોનો સમૂહ સંકોચ ભાવને પામ્યો, અર્થાત્ પ્લાન થયો. સાંજના સમયે નગરનો દરવાજો બંધ થયો. માર્ગો નિર્જન થયા ત્યારે કોઈથી નહીં જોવાતો નગરમાંથી નીકળી ગયો. નગરના દરવાજે મૃતકને બાળીને વસ્ત્રખંડમાં તેણે આ પ્રમાણે લખ્યું. જેનું પરાક્રમ પ્રસિદ્ધ છે એવા સમુદ્રવિજય વગેરે રાજાના નાના ભાઈએ કોલસા જેવા કાળા, શલ્યથી પણ મોટા જનાપવાદના દુઃખથી પીડાયેલા અહીં સળગતા અગ્નિમાં ઝંપાપાત કર્યો છે. નગરની શેરીના દરવાજે વંશખંડમાં લટકીને જ્વાળામાં પૃપાપાત કર્યો છે. ત્યાંથી પાછલા પગે ઉતાવળથી નીકળી ગયો. પૂર્વે ઘરે રહેલા તેણે શરીર-વર્ણ-ભાષા (અવાજ) આદિનો ભેદ કરનારા ઔષધોની ગુટિકા બનાવીને રાખી હતી તેના પ્રભાવથી વસુદેવ ન ઓળખી શકાય એવો થયો. છુપાવાયું છે પોતાનું રૂપ જેના વડે એવો વસુદેવ કયારેક, કોઇથી ક્યાંય પણ ઓળખાયો નહીં. સાચા માર્ગને નહીં જાણતો જવાની ઈચ્છાથી ચાલવા લાગ્યો. લાંબા સમય પછી માર્ગ મેળવ્યો. પિતા એવા રાજા વડે પતિના ઘરેથી પોતાના ઘરે લઈ જવાતી સ્ત્રીવડે સુંદર તારુણ્યવાળો વસુદેવ કોઈક રીતે જોવાયો અને તેણે કહ્યું છે તાત! આને રથમાં બેસાડી લો. રાજાએ તેમ કર્યો છતે તેઓની સાથે જ આગળના ગામમાં પહોંચ્યો પછી સંધ્યાકાળ થયો ત્યારે વસુદેવને ભોજન કરાવ્યું. પછી વસુદેવ ગામના મધ્યભાગમાં આવેલા યક્ષના મંદિરે ગયો અને તે દિવસે ગામમાં ચર્ચાયેલી વાર્તાને તેણે લોક પાસેથી સાંભળી કે સૌર્યપુરમાં અંધકવૃષ્ણિના પુત્રોમાંથી સૌથી નાના પુત્રે આજે અગ્નિમાં પ્રવેશ કર્યો છે. પછી અંતઃપુર સહિત યાદવો વત્સ નિમિત્તે મહાક્રન્દ કરવા લાગ્યા. તું આવા મૂઢજનને ઉચિત કરવા કેમ પ્રવૃત્ત થયો? હે વત્સ! સ્વપ્નમાં પણ તારું કંઈ ખરાબ કર્યું નથી. પ્રતિદિન શ્રેષ્ઠ-શ્રેષ્ઠ બતાવાઈ છે પ્રિય ચેષ્ટા જેનાવડે એવો આ સર્વ પણ લોક તારા ગુણનો વત્સલ હતો. આ પ્રમાણે લાંબા કાળ સુધી આક્રંદ કરીને પ્રેતક્રિયા કરી શોક સહિત ચિત્તથી, મલિન મુખથી લોક નગરમાં પાછો ગયો. (૪૭) Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ ઉપદેશપદ : ભાગ-૨ પછી વસુદેવે વિચાર્યું કે ખરેખર સૌર્યપુરના લોકોએ મારા સંબંધી સ્પૃહા (મમત્વ)નો ત્યાગ કર્યો છે અને આ પ્રમાણે ચેષ્ટા વિનાનો થયો છે. આથી હવે મારે વિચરવું ઉચિત છે. પછી તે સૌભાગ્યનો સમુદ્ર તેમ કરવા પ્રવૃત્ત થયો. પછી વિજયસૈન્ય નામના નગરની બહાર રહ્યો. ત્યાંના રહેવાસી લોકે જોયું અને પૂછ્યું: તમે કોણ છો? અથવા તમે અકસ્માતુ અહીં કેવી રીતે આવ્યા. પૂછાયેલા વસુદેવે આ પ્રમાણે કહ્યું હું બ્રાહ્મણ પુત્ર છું. વિદ્યા ભણવા અહીં આવ્યો છું. ખુશ થયેલા લોકોએ કહ્યું આ વાવડીમાં સ્નાન કર અને શરીરના થાકને ઉતાર. તેણે તે મુજબ કર્યું. પછી નગરજનોની સાથે અશોકવૃક્ષની ગાઢ શીતળ છાયામાં બેઠો. પછી નગરના લોકોએ તેને કહ્યું: સાંભળ, હમણાં આ નગરમાં વિજય નામનો રાજા છે જે દુર્વાર વૈરી રૂપી હાથીનું મર્દન કરવા સિંહ સમાન છે. રાજાને સુજયા નામે દેવી છે. તેના ગર્ભથી બે પુત્રીઓ જન્મી છે. તેમાંની એકનું નામ શ્યામા છે, બીજીનું નામ પરા છે. તેઓએ ગાંધર્વ નૃત્યમાં શ્રેષ્ઠ પ્રવીણતા મેળવી છે. ખુશ થયેલા પિતાએ તે બેનો સ્વયંવર વિધિ કર્યો છે. જો તારું ગીત અને નૃત્યમાં કૌશલ્ય છે તો તું ત્યાં જા. કારણ કે તે બેએ સર્વલોકની સમક્ષ પ્રતિજ્ઞા કરી છે કે ગીત અને નૃત્યમાં જે પારંગત છે તે અમારો પતિ થશે. અમે રાજાવડે આદેશ કરાયા છીએ કે રૂપાળો, તરુણ પુરુષ પછી તે બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય જે ગીત-નૃત્યમાં વિશારદ હોય તેને તમારે જલદી અહીં લાવવો. વસુદેવે તેઓને કહ્યું: મારી પાસે પ્રસ્તુત વિદ્યામાં તેવી કોઈક શિક્ષા છે. પછી તેઓએ રાજાને વસુદેવ બતાવ્યો, અર્થાત્ રાજા પાસે લઈ ગયા. સ્નેહભીની દૃષ્ટિથી રાજાએ તેને જોયો અને સત્કાર કર્યો. તે જ રાજભવનમાં રહ્યો. તેણે ગંધર્વ અને નૃત્યના અભ્યાસના દિવસે તે બે સુંદર કન્યાઓને જોઈ. વિકસિત ચક્ષુ રૂપી કમળવાળી, હાથીના કુંભ જેવી સ્તનવાળી, ગંગાના કિનારા જેવી વિસ્તૃત શ્રોણિમંડળવાળી, ઉન્મત્ત કોયલના જેવી સ્વરવાળી, કોમળ સ્વરવાળી (બોલનારી) એવી તે બે ગંધર્વ અને નૃત્યશાસ્ત્રમાં નિપુણ હોવા છતાં વસુદેવવડે કંઇક વિશેષ બોધ કરાઇ. સંતુષ્ટ ચિત્તવાળા રાજાએ પ્રશસ્ત દિવસે તે બેનો તેની સાથે પાણિગ્રહણ કરાવ્યો અને અડધું રાજ્ય આપ્યું. તેઓના સંગમાં પરાયણ વિધ્યપર્વતના હાથીની જેમ જેટલામાં સ્વચ્છેદથી વિચરે છે તેટલામાં તે બે પત્નીઓએ પૂછ્યું: તમે સર્વ કળાઓ કેવી રીતે ભણ્યા. પ્રણય પ્રરૂઢ થયો ત્યારે તેણે સાચી હકીકત કહી. શ્યામા ગર્ભવતી થઈ અને પુત્રને જન્મ આપ્યો. ત્યાં વસતા તેણે પુત્રનું નામ અક્રૂર કર્યું. આ વસુદેવ છે એમ લોકોને ખબર પડી ગઈ એટલે તે નગરમાંથી નીકળી ગયો અને બહુવિસ્મયકારક પૃથ્વી પર ભમતો પ્રચંડ પરાક્રમી યૌવનથી ઉન્નત શરીરવાળી વિજયસેના વગેરે કન્યાઓને પરણ્યો. કાળક્રમે આ કૌશલ નામના દેશમાં આવ્યો. ત્યાં આકાશમાં રહેલી ૧. માષિતા અહીં ડૂત પ્રત્યય વાળા અર્થમાં લાગેલ છે. જેમકે–તરિત નમ: તારાવાળું આકાશ. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ઉપદેશપદ : ભાગ-૨ સોમા દેવીએ કહ્યું કે રોહિણી નામની કન્યા મારા વડે તને સ્વયંવરમાં અપાઈ છે તું ત્યાં ત્રિવિષ્ણુ ઢોલ વગાડજે. પછી વસુદેવે દેવીની સર્વ વાત માન્ય કરી અને રોહિણી કન્યાને મેળવવા તલસતો તે બહાર દેશમાં કરાયો છે આવાસ જેઓ વડે, કરાયા છે ઊંચા મંડપ જેઓ માટે એવા જરાસંધ વગેરે સર્વે રાજાઓ વડે ચારેબાજુથી શોભાવાતા રિષ્ટ નામના નગરમાં પહોંચ્યો. વસુદેવ ઢોલીઓની સાથે મંડપના એક ભાગમાં રહ્યો. સંધ્યા સમયે રાજાવડે જાહેર કરાયેલી ઘોષણાને સાંભળે છે. રુધિર રાજાની મિત્રાદેવી રાણીથી જન્મેલી રોહિણી કન્યાનો સ્વયંવર આવતી કાલે રચાશે. તેથી વિવાહની તૈયારી કરીને આવેલા સર્વે રાજાઓએ તૈયાર થઈ વિવાહ મંડપ શોભાવવો. બીજા દિવસે સૂર્ય પૂર્વ દિશામાં ઉદય પામ્યો ત્યારે તાંબા જેવા લાલ કિરણોના લેપથી આકાશને કુકુમની જેમ રંગ્યું. પછી કલ્પવૃક્ષ જેવા શૃંગાર સજીને, તાલસિંહાદિ રાજચિહ્નોથી શોભતા, ઉલ્લસિત કરાયેલા આતોઘ (વાજિંત્રો)ના અવાજથી સંપૂર્ણ ભરાયો છે આકાશનો મધ્યભાગ જેઓ વડે, તડકાનું નિવારણ કરવા ધરાયું છે ઉદંડ ધવલ છત્ર જેની ઉપર, હાથી-ઘોડા-રથ યથાયોગ્ય સ્થાને છોડવામાં આવ્યા છે જેઓ વડે, લશ્કર અને વાહનો વડે પોતાની સંપૂર્ણ શોભાને ધારણ કરતા એવા રાજાઓ સ્વયંવર સ્થાને પહોંચ્યા અને યથાસ્થાને બેઠા. ચામર વીંઝાવાતા જરાસંધ વગેરે રાજાઓ હિમાલયના શિખર જેવા ઊંચા આસનો ઉપર બેઠા ત્યારે દાસીઓના સમૂહથી ચારે તરફ વીંટળાયેલી, અંતઃપુરના વૃદ્ધ મનુષ્યો વડે છત્રથી ઢંકાયું છે મસ્તકનો ભાગ જેનો, સફેદ ચામરોથી વીંઝાતી, સુગંધી સૌરભના સમૂહને ફેલાવતી માળાને હાથમાં ધારણ કરી છે જેણે, અતિ ઉત્તમ શણગાર સજ્યો છે જેણે, જાણે સાક્ષાત્ લક્ષ્મી ન હોય! એવી રોહિણી સ્વયંવર ભૂમિમાં આવી. (૮૬) પછી લેખિકા નામની ધાવમાતાએ ઈન્દ્ર જેવા રૂપવાળા, સામે બેઠેલા રાજાઓને બતાવ્યા. જેમકે હે વત્સ! આ સર્વ રાજાઓના મસ્તક પર રહેલા પુષ્પોથી પૂજાયા છે બે ચરણ જેના એવો સિંધ પ્રાંતનો રાજા જરાસંધ છે. હે પુત્રી! આ શૂરસેન દેશનો નાયક, પ્રતાપથી સૂર્ય જેવો ઉગ્રસેનનો પુત્ર અહીં બેઠો છે અને ન્યાયના સમુદ્રો આ અંધકવૃષ્ણિના પુત્રો સમુદ્રવિજયને આગળ કરીને બેઠા છે. કુરુદેશનો અધિપ પાડુ રાજા અહીં પુત્રો સાથે બેઠો છે અને આ ચેદિદેશના દમઘોષ રાજાને નીરખીને જો. પાંચાલ દેશનો સ્વામી આ દ્રુપદ રાજા છે. આ પ્રમાણે તેણે બીજા પણ રાજાઓને ક્રમસર બતાવ્યા. આ બધા રાજાઓ પસંદગીનો વિષય ન બન્યા ત્યારે તેઓ ઉપરની દૃષ્ટિ પૂર્ણ થયા પછી રાત્રિમાં દીપક વિનાના રાજમાર્ગો ઉપર ઘોર અંધકાર છવાયે છતે પણવ (ઢોલ) શબ્દથી સંબોધન કરાયેલી રોહિણીએ સવારે સાક્ષાત્ પંકજકાંતિની જેમ વસુદેવને Page #206 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૯૯ જોયા. પછી તેના કંઠદેશમાં વિકસિત પારિજાતાદિ કસુમોથી ગુંથેલી માળા આરોપી અને સર્વાગોમાં આંખને પરોવી. રોહિણીએ જ્યારે તેના મસ્તકને અક્ષતોથી વધાવ્યા ત્યારે પ્રલયકાળના અંતે ઉછળેલા મોજાઓની જેમ સર્વે પણ રાજાઓ ક્રોધથી ઉછળ્યા, ભયંકર કોલાહલને મચાવતા પરસ્પરને પ્રશ્નો કર્યા કે આ કન્યા કોને વરી? કેટલાકોએ કહ્યું. આ રાજાઓનું ઉલ્લંઘન કરીને જેનો જાત્યાદિ ગુણસમૂહ ઓળખાયો નથી એવા બેડોળ ઢોલવાદકને વરી. દંતવલ્ક રાજાએ રુધિર રાજાને ઊંચે સાદે કહ્યું: જો તારે કુળવાનનું પ્રયોજન ન હતું તો પછી આ કુળવાન રાજાઓને ભેગા કરવાની શું જરૂર હતી? રુધિરે જવાબ આપ્યો કે આનો સ્વયંવર કરાયો છે અને પોતાની રુચિ અનુસાર વરી છે તેથી આ વરનો શું દોષ છે? અને હમણાં પરસ્ત્રી વિષે કુળવાનવડે કોઈપણ વ્યવહાર કરવો ઇચ્છાવો ન જોઈએ. દમદોષ રાજાએ કહ્યું: આના કુળની પરિસ્થિતિ અજ્ઞાત છે તેથી આ અયોગ્ય છે. સારા ક્ષત્રિય કુળમાં જન્મેલાને કન્યા આપવી જોઈએ. વિદુરે કહ્યું. આ કોઈક કુલીન હોય તેવું સંભવે છે તેથી આદરથી આનો વંશ પ્રગટ થાય તેવું કરો અને પછી વસુદેવે કહ્યું: મારા કુળને પ્રગટ કરવાનો અહીં ક્યો પ્રસ્તાવ છે? આ વાદ ઉપસ્થિત થયે છતે હું બાહુબળથી જ મારું કુળ પ્રગટ કરીશ. ગર્વપૂર્વકના તેના વચન સાંભળી જરાસંધે આ પ્રમાણે કહ્યું: રે ! રે ! રત્નનાભ સહિત રુધિરને જલદીથી પકડો જેના વડે આ ચાંડાલ આવા પ્રકારના પદને પ્રાપ્ત કરાવાયો છે. જરાસંધના આદેશના વશથી સર્વે પણ એટલામાં ક્ષોભને પામ્યા તેટલામાં રોહિણી-વસુદેવ સહિત રુધિરરાજા પણ રત્નનાભની સાથે રિષ્ટ નામના પોતાના નગરમાં પ્રવેશ્યો અને લડાઈ યોગ્ય બખતર પહેરી સજ્જ થયો. તત્કણે પૂર્વે વસુદેવ વડે વશ કરાયેલ વિદ્યાધર સ્વામી તેનો સારથિ થયો અને તેની પાસેથી પ્રૌઢ સૈન્ય મેળવ્યું. નગરમાંથી એકલો નિકળ્યો અને પરસ્પર યુદ્ધ જામ્યું. તીક્ષ્ણ, ઉગ્ર બાણોના સમૂહના પાતથી આકાશમંડળ ભેદાયું. તેને અનુસરતો રત્નનાભ સહિત રુધિરરાજા નગરમાં પાછો પ્રવેશ્યો. સારથિપણું બજાવતા વિદ્યાધરસ્વામી સાથે ફક્ત વસુદેવ યુવાન સિંહ સમાન ક્ષોભરહિત યુદ્ધના મેદાનમાં સામે રહ્યો. તેને જોઈને રાજાઓ વિસ્મયથી વ્યાકુળ મનવાળા થયા. પછી ઉજ્વળ કીર્તિવાળા પાંડુએ વિચારીને કહ્યું. આપણે ઘણાં છીએ આ એકલો છે તેથી આ ઉચિત રાજધર્મ નથી. હવે જરાસંધે કહ્યું. કોઈ એક રાજા આની સાથે યુદ્ધ કરે, જે આને જીતશે તે રોહિણીને પરણશે. પછી બાણ સમૂહને વરસાવતો શત્રુંજય રાજા રણાંગણમાં આવ્યો. વસુદેવ ક્ષણથી યમરાજની જિલ્લા સમાન અતિતીવ્ર વાળને સ્પર્શ કરતા (અર્થાત્ માથાના વાળ સુધી ખેંચેલા) બાણથી તેના રથ અને ધ્વજને છેદી નાખ્યા. આ પ્રમાણે વસુદેવે કાળમુખ રાજાને હણ્યો. આ પ્રમાણે બીજા પણ રાજાઓને હતવિપ્રહત Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ઉપદેશપદઃ ભાગ-૨ કર્યા ત્યારે લડાઈના જોશથી ક્રોધે ભરાયેલો સમુદ્રવિજય ઊઠ્યો. પોતાના પ્રાણની પરવા કર્યા વિના તીક્ષ્ણ બાણો વરસાવવા લાગ્યો. ભાઈને જાણીને વસુદેવ સમુદ્રવિજયને સર્વથા હણતો નથી પરંતુ શસ્ત્રો અને ધ્વજોને છેદે છે. શસ્ત્રો વિનાના વિલખા થયેલા તે રાજાને જોઈને પૂર્વે જ જેમાં પોતાનું નામ લખાયેલું છે એવું પોતાના નામથી અંકિત, પાદવંદનને સૂચવવામાં તત્પર એવું બાણ તેની આગળ મુક્યું. સમુદ્રવિજય તે બાણ લઈને અને વાંચીને ભાઈ વસુદેવે બાણ છોડ્યું છે એમ કહેવાના ભાવને જાણ્યું એટલે તરત પ્રસન્ન થયેલા હૃદયવાળા તેણે બાણને નીચે મૂક્યું. વસુદેવ રથને છોડીને જેટલામાં સન્મુખ આવે છે તેટલામાં મુખમાંથી કૂદી પડી છે આંખ જેની, અર્થાત્ મળવા અત્યંત ઉત્સુક સમુદ્રવિજયે રથમાંથી ઊતરીને બે ચરણમાં પડતા વસુદેવને સર્વાગથી આલિંગન કર્યું. પછી મોટી પોક મૂકીને બંને રોવા લાગ્યા. અક્ષોભ્ય, તિમિત અને બીજા પણ ભાઇઓ અને સ્વજનો જેઓએ પ્રસ્તુત વૃત્તાંતને જાણ્યો તેઓ હર્ષથી મોટાભાઈને ભેટ્યા. રોહિણીવડે યથાયોગ્ય પતિની પસંદગી કરાઈ તેથી જરાસંધ વગેરે રાજાઓ સંતોષ પામ્યા. અને રુધિર રાજાને અભિનંદન આપ્યા કે તું કૃતાર્થ છે જેની પુત્રી હરિવંશમાં શિરોમણિને વરી. ઉત્કંઠિત થયેલા કેટલાક રાજાઓએ યથોચિત ધન અને વિધિપૂર્વક વસુદેવની પૂજા કરી. શુભ દિવસ આવ્યો ત્યારે પાણિ- ગ્રહણ વિધિ કરી અને મોટા વૈભવના વ્યયથી રુધિર રાજાએ બીજા રાજાઓની પૂજા કરી અને પ્રીતિના સમૂહથી પોષાયેલા પોતપોતાને સ્થાને ગયા. રાજાએ જમાઇને બત્રીશક્રોડ સોનૈયા આપ્યા અને મદથી ઉત્કટ ચતુરંગ સૈન્ય આપ્યું. (૧૩૦) સમુદ્રવિજયે રુધિર રાજાને કહ્યું. અમે કુમારને પોતાના નગરમાં લઈ જવા ઇચ્છીએ છીએ. કારણ કે ભાઇઓ ઉત્કંઠિત થયા છે. રુધિરે કહ્યું: મારી ખુશી માટે કેટલોક કાળ આ અહીં જ ભલે રહે. પ્રસ્થાન સમયે સમુદ્રવિજયે કુમારને કહ્યું તારે ભમવાથી સર્યું. જો કોઈક વડે (વૈરીવડે) જોવાયો છો તો નાશ પામીશ, અર્થાત્ કોઈ વૈરી તને જોશે તો મારી નાખશે. ચરણમાં મસ્તક નમાવીને વસુદેવે સર્વે મળેલા ભાઈઓને કહ્યું: મેં જે તમોને પહેલા ઉગ કર્યો તે મારો અપરાધ ક્ષમા કરવો કારણ કે લાગણીશીલ એવા તમોને સ્વપ્નમાં પણ શોક ઉત્પન્ન કરે તેવું નઠારું કાર્ય મારા વડે જ કરાયું છે. સમુદ્રવિજય વગેરે યાદવો ભાઈઓની સાથે પોતાના સ્થાને ગયા અને વસુદેવ ત્યાં જ રહ્યો. (૧૩૬) હવે ક્યારેક તેણે રોહિણીને પૂછ્યું: સર્વ રાજાઓને છોડીને નીચ એવો હું તારા વડે શાથી વરાયો? રોહિણીએ કહ્યું: રોહિણી નામની દેવતા મારા ઉપર પ્રસન્ન થઈ છે તેણે ૧. અક્ષોભ્ય અને તિમિત એ નામવિશેષ છે. ૧. નનકુમ–આનક એટલે ઉત્સાહ અને દુંદુભિ એટલે નગારું અર્થાત્ કૃષ્ણના પિતા વસુદેવ. કેમકે જ્યારે વસુદેવ જન્મ્યા ત્યારે દેવતાઓએ ઉત્સાહમાં નગારા વગાડ્યાનું કહેવાય છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૦૧ મને જણાવ્યું હે ભદ્ર! સ્વયવંર મંડપમાં જે ઢોલને વગાડે તેની તારે પત્ની થવું. તેની વાણી સાંભળવાથી ખુશ થયેલી મેં તમોને વરમાળા આરોપી (પતિ કર્યા). રોહિણીની સાથે ઉત્તમભોગો ભોગવતો રહે છે ત્યારે ક્યારેક અર્ધ રાત્રિએ રોહિણીએ હાથી વગેરે ચૌદ સ્વપ્નોમાંથી ચાર સ્વપ્નો જોયો. કાળક્રમે ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. આ આનંદદાયક છે એટલે પરમોત્સવપૂર્વક તેનું નામ “રામ” કરાયું. પછી કાળક્રમે વસુદેવ વૈતાદ્યપર્વત ઉપર અપ્સરા સમાન ઘણાં લાવણ્યવાળી ઘણી કન્યાઓને પરણ્યો. ક્યારેક યાદવો સંબંધી નગરમાં આવ્યો અને મૃત્તિકાવલી નગરીમાં દેવકપુત્રી દેવકીની કાનને આનંદકારી ચેષ્ટાને સાંભળી. તેને મેળવવા સ્પૃહાવાળો થઈ તૈયાર રહે છે તેટલામાં ત્યાં નારદ આવ્યો, તેની પૂજા કરી દેવકીનું રૂપ પૂછ્યું અને ખુશ થયેલા તેણે વિસ્તારપૂર્વક તેની પ્રશંસા કરી. પછી કુતૂહલ પ્રિય નારદ તે નગરીમાં દેવકી પાસે જઈને વસુદેવના ઘણાં ગુણો તેની પાસે એવી રીતે વર્ણવ્યા જેથી દેવકીનો કામદેવ શુભિત થયો. પછી પુત્રીના ચિત્તને જાણતા દેવકરાજાએ વસુદેવને બોલાવ્યો. વસુદેવ કેસની સાથે ગયો અને શુભદિવસે દેવકીને પરણાવી અને એક ભારથી અધિક સોનું, વિચિત્ર પ્રકારના મણિઓનો ઢગલો અને નંદગોવાળ વડે રક્ષણ કરાયેલી ક્રોડ ગાયો આપી. તેને શ્રીવત્સથી અંધકૃત છાતીવાળો, તમાલપત્ર જેવી શ્યામ કાંતિવાળો, સાત સ્વપ્નોથી સૂચિત કૃષ્ણ નામે પુત્ર થયો. તે પુત્ર પરમ યુવાન થયો ત્યારે તેણે કંસનો ઘાત કર્યો. આ વૃત્તાંત ઘણાં વિસ્તારવાળો હોવાથી અહીં કહ્યો નથી. કંસનો સસરો જરાસંધ અધિક ક્રોધે ભરાયો ત્યારે ભય પામેલા યાદવો સૌર્યપુરીને છોડીને પશ્ચિમ કાંઠે ગયા. અનેક ક્રોડ કુળોની સાથે હરિએ ત્યાં ઉપવાસ કર્યો અને લવણસુમદ્રના અધિષ્ઠાયક દેવ પાસે વસવાટ ભૂમિની માગણી કરી. ત્યાં ઇદ્રની આજ્ઞાથી ધનદે સુવર્ણમય નગરી બનાવી આપી. પુત્ર-પૌત્રાદિથી વસુદેવનો વંશ કોઈ તેવી વૃદ્ધિને પામ્યો જેથી તેણે વંશના પિતામહ પદને પ્રાપ્ત કર્યું. જે પૂર્વભવમાં આરાધેલા વિશુદ્ધ અભિગ્રહનું ફળ છે. તે ફળ સુભગલોકના સમૂહમાં શિરોમણિ સમાન વસુદેવને પ્રાપ્ત થયું. મારા વડે વસુદેવના ચારિત્રનો અંશ જે કહેવાયો છે તે નંદિષણનો ભવાંતર છે અને તે અહીં પ્રસંગથી પ્રાપ્ત થયેલ છે. નંદિષણનું ચરિત્ર સમાપ્ત થયું. હવે ચોથા ઉદાહરણને કહે છે ચોથી સમિતિ ઉપર સોમિલમુનિનું ઉદાહરણ એક બ્રાહ્મણ જાતિનો સોમિલ નામનો મુનિ કોઈક ગુરુકુલવાસમાં વસતો હતો અને તે સ્વભાવથી જ આદાન ભાંડ માત્ર નિક્ષેપણા સમિતિમાં ઉપયોગવાળો હતો. આ પ્રમાણે કાળ પસાર થાય છે ત્યારે ક્યારેક સાંજે ગુરુએ કહ્યું કે હે ભદ્ર! સવારે બીજે ગામ વિહાર કરવાનો પ્રસંગ આવ્યો છે. તેણે ગુરુની સાથે બીજે ગામ વિહાર કરવાના નિમિત્તે પાત્ર Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ઉપદેશપદ : ભાગ-૨ વસ્ત્ર આદિ ઝોળી તૈયાર કરવા રૂપ તૈયારી કરી. અર્થાત્ વિહાર સંબંધી બીજી જે કાંઈ તૈયારી કરવાની હોય તે સર્વ અહીં ગ્રહણ કરવું. પછી જવાની વેળા થઈ ત્યારે કોઈક નિમિત્ત દોષથી ગુરુનું ઉપાશ્રયમાં પાછું આવવું થયું. ગુરુએ મધુર વાણીથી કહ્યું કે સમ્યગૂ જોઈ પ્રમાજીને યથાસ્થાને ઉપકરણને મૂક. તેણે એકાએક ઉત્પન્ન થયેલા કેટલાક ક્રોધના પરિણામથી શું અહીં ઉપકરણ મૂકવાના સ્થાને કોઈ સોપ છે? એમ ગુરુને સામું પૂછ્યું. મુહૂર્ત પછી તીવ્ર પશ્ચાત્તાપને પામેલા સંવિગ્ન મનમાં ભાવના કરે છે. કેવી રીતે ભાવના કરે છે અહોહો! મેં ગુરુને અનુચિત ઉત્તર આપ્યો. કેમકે વિકલ્પ વિના ગુરુનો આદેશ પાળવો જોઈએ. આ પ્રમાણે સંવિગ્ન થયા પછી ગુરુની અધિષ્ઠાયિકા દેવીએ અનુગ્રહ કર્યો. કેવી રીતે? આદાન ભાંડ માત્ર નિક્ષેપ સ્થાનમાં રહેલ સર્પના દૃષ્ટાંતથી સંવેગ થયો પછી સારી રીતે દેખવાથી તીવ્ર શ્રદ્ધાથી યુક્ત વિચારભૂમિથી આવેલાના હાથમાંથી દાંડો લેવો અને મૂકવો એવો અભિગ્રહ મારે લેવો જોઈએ એમ સર્વગચ્છમાં પ્રતિજ્ઞાવાળો થયો. પછી સ્વગચ્છના બીજા પણ સાધુઓનું આગમન તે ગચ્છમાં નિત્ય થયું. અભુત્થાન, પાદપ્રમાર્જન, દાંડાનું ગ્રહણ, તેને સ્થાને મૂકવું, આસન પ્રદાન, આદિ સાધુ સમાચારીનું પાલન કરતા અમૃત પાનની જેમ અત્યંત પ્રીતિ પામે છતે આદરથી ઉપર નીચે અને દંડ મૂકવાના સ્થાનની પ્રમાર્જનમાં સમુક્ત થયો. અહીં નીચેથી ઉપર એમ આ બંને પદોનું વ્યત્યય બતાવ્યું છે તે છંદ ભંગના ભયે કરવામાં આવ્યું છે. પરંતુ ઉપરથી નીચે એમ જાણવું. બીજે પણ કહ્યું છે-“ઉપર અને નીચે પ્રમાર્જીને દાંડાને સ્વસ્થાને મૂકવું.” પછી આણે માવજીવ સુધી અભિગ્રહનું આ પ્રમાણે પાલન કર્યું. એકવાર ગ્લાન અવસ્થામાં પણ તેના ભાવ ન પડ્યા. ત્રિકરણ શુદ્ધ ભાવથી કોઇક વખતે ક્રિયાના અભાવમાં પણ આ સમિતિનો આરાધક ભાવ અતૂટ રહ્યો. આ આરાધક બન્યું છતે શેષ સાધુઓના આરાધક ભાવમાં નિમિત્ત બન્યો. કારણ કે ભાવમાંથી બીજાભાવની ઉત્પત્તિ નક્કીથી થાય છે. પાંચમી સમિતિમાં ધર્મરુચિ ક્ષુલ્લકનું ઉદાહરણ કોઈ એક ગચ્છમાં અંડિલ-માત્ર-કફ-નાકનું પ્લેખ-ચામડીનો મેલ આદિ પરઠવવા સ્વરૂપ પાંચમી સમિતિથી યુક્ત ધર્મરુચિ નામનો શુલ્લક હતો અને તેણે કોઈક રીતે અનાભોગાદિ કારણથી સંધ્યા સમયે ચંડિલ ભૂમિ ન જોઈ અને પ્રમાર્જન પણ ન કર્યું. પછી તે રાત્રે માગુ કરવાની ઇચ્છા કરતો નથી કારણ કે તે સ્પંડિલભૂમિમાં જીવ રક્ષાના અત્યંત આગ્રહવાળો હતો, માત્રુના રોધથી શરીરમાં પીડા થઈ. પછી દેવતાને અનુકંપા થઈ કે “આ મહાનુભાવ આ જ શરીરની પીડાથી મરણ ન પામે એવા પરિણામથી તે ૧. તે શબ્દ સમુચ્ચય તથા ભિન્નક્રમમાં છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૦૩ દેવતાએ અકાળે પ્રભાત વિકુવ્યું જેથી સૂર્યનો ઉદય થયો છે એવો સમુદ્યોત થયો. પછી અંડિલભૂમિને જોઈ પ્રમાર્જીને માત્ર પાઠવ્યું. પછી ઉદ્યોતનો સંહાર થતા તુરત જ અંધકાર થયો. અહોહો! આ શું? એમ ઉપયોગ પ્રધાન બનતા દેવમાં ઉપયોગ ગયો અને દેવ સંબંધી નિશ્ચિય થયો. પછી તેણે મિથ્યાદુષ્કૃત આપ્યું કે મને સ્વાભાવિક કે કૃત્રિમ પ્રભાતના ભેદનું જ્ઞાન ન થયું. ૪૦ આ જ સમિતિમાં બીજા દષ્ટાંતને કહે છે પૂર્વે કહેલા ધર્મરુચિ ક્ષુલ્લકની અપેક્ષાએ માસખમણનો તપસ્વી ધર્મરુચિ શ્રમણ દાંત છે. અને તે ક્યારેક પારણામાં ગોચરીએ ગયો ત્યારે કડવી તુંબડીનું શાક મેળવ્યું. ગુરુએ તેનું ભોજન કરવા ના પાડી. ભોજન કેવું હતું ? જેથી ના પાડી. તે કડવી તુંબડી ભોજન માટે અયોગ્ય હતી. સાધુએ તુંબડીનું ભોજન ગુરુને બતાવ્યું ત્યારે ગુરુએ કહ્યું કે તું આને પરઠવી દે. ૪૧ પછી ઇટ ભટ્ટે તેને પરઠવવા ગયેલ સાધુએ તુંબડીના ગંધથી આકર્ષાયેલી કીડીઓના મરણને જોઈને તે પ્રદેશમાં જ કરુણાથી કીડીઓના રક્ષણ સંબંધી અતિતીવ્ર દયાનો પરિણામ થયો એટલે સિદ્ધ સમક્ષ આલોચના કરીને તુંબડીનું ભોજન કરીને મારીને મહાસત્ત્વશાળી સુગતિમાં ગયો એ પ્રમાણે ગાથાનો શબ્દાર્થ છે. વિસ્તારાર્થ કથાનકથી જાણવો અને તે આ પ્રમાણે છે– ધર્મરુચિ અણગારનું કથાનક આ જંબૂદ્વીપમાં દક્ષિણ ભારતના મધ્યખંડમાં આકાશને અડતા મહેલોવાળી ચંપાનામની શ્રેષ્ઠનગરી છે. ધવલ-ઊંચા દેવભવનો જેવા હજારો ભવનોથી શોભતો છે મધ્યભાગ જેનો એવી તે નગરીમાં પરસ્પર અત્યંત ગાઢ પ્રીતિવાળા સોમ, સોમદત્ત તથા ત્રીજો સોમભૂતિ નામથી ત્રણ પ્રખ્યાત સગા બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતા. પરસ્પર સર્વે ભાઈઓ ઘણાં વૈભવવાળા હતા. તેઓનો નિર્મળ વિસ્તૃત યશ જગતમાં પ્રસર્યો હતો. સર્વે વિશાળ ભવનવાળા હતા. બધા કોઇથી પરાભવ ન પામે તેવા હતા. તેઓને હૃદયપ્રિય, ચિત્તને અનુસરવામાં તત્પર, મિત-મધુરભાષી, પોતાના કુલ અને કર્મની મર્યાદાનો વિચાર કરનારી, સુકુમાલ હાથ-પગવાળી, સવગથી પરિપૂર્ણ મનોહર સ્ત્રીઓ હતી. તેઓ તેમની સાથે વિષયસુખો ભોગવતા દિવસો પસાર કરે છે. ૬. હવે એક વખત તેઓ ભેગા થયા ત્યારે તેઓને આવા પ્રકારની વિચારણા થઈ કે આપણી પાસે ભોજન માટે, આપવા માટે, પરિભોગ માટે સાતમી પેઢી સુધી ચાલે તેટલી વિશાળ ઉત્તમ લક્ષ્મી છે. તેથી ત્રણેય પણ ઘરોમાં ક્રમથી પ્રતિદિન ભેગા થઈને ભોજન Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ઉપદેશપદ : ભાગ-૨ કરવું યોગ્ય છે નહીંતર ભાઈપણાનું ફળ નિષ્ફળ થાય. શાસ્ત્રોની અંદર મહર્ષિઓ આ પ્રમાણે જણાવે છે. સાથે ભોજન, સાથે વાર્તાલાપ, સાથે પ્રશ્નો અને સમાગમ આ જ્ઞાતિઓના કાર્યો છે તેને ક્યારેય રુંધવા ન જોઈએ. તેઓએ આ વાતનો પરસ્પર સ્વીકારી કર્યો, એ પ્રમાણે પ્રવૃત્તિ કરવા લાગ્યા. તે જ પ્રમાણે ભોજન કરીને હંમેશા જ વિશ્વાસપૂર્વક વર્તવા લાગ્યા. (૧૧) કયારેક સર્વ ભવ્યજીવો રૂપી કમળને વિકસવા માટે સૂર્ય સમાન, નવા વાદળના અવાજ જેવા ગંભીર સ્વરવાળા, ઘણા પરિવારવાળા, બહુશ્રુતવાળા, દુષ્કર ચારિત્રને પાળતા, ક્રમથી વિહાર કરતા ધર્મઘોષ નામના આચાર્ય ત્યાં ચંપાનગરીમાં પધાર્યા. ઉદ્યાનના ઇશાન ખૂણામાં રમ્ય ભૂમિભાગમાં શાસ્ત્રમાં કહેલી વિધિથી ઉતર્યા. યુભિત સમુદ્રના મોજા સમાન નગરનો લોક ધર્મના અનુરાગથી તેમને વંદન કરવા માટે હર્ષપૂર્વક નીકળ્યો. સ્વશાસ્ત્ર અને પર શાસ્ત્રના મર્મને જાણતા ગુરુવડે કાનને માટે અમૃતના પૂર સમાન મનોહર ધ્વનિથી કહેવાતો ધર્મ લોકોએ સાંભળ્યો. જેમકે– હે ભવ્યો! એક ક્ષણ મનને સમાધિમાં સ્થાપીને કહેવાતા નિર્મળ ઉપદેશના લેશને સાંભળો. પ્રથમ તો મનુષ્ય ભવ અતિ દુર્લભ છે. તે મળી ગયા પછી આર્યક્ષેત્ર વધારે દુર્લભ છે, ત્યાર પછી શુદ્ધ કુળ, જાતિ, સંપૂર્ણ આરોગ્ય, પંચાંગ પરિપૂર્ણતાની સામગ્રી મળવી વધારે દુર્લભ છે. તેમાં પણ મહાદ્રહમાં રહેલા કાચબાને ચંદ્રમંડળના દર્શન દુર્લભ છે તેમ જીવોને પુણ્ય વિના જિનધર્મની પ્રાપ્તિ થવી દુર્લભ છે. જિનધર્મ પ્રાપ્ત થયા પછી પણ પાત્રતા વિનાના પ્રમાદી જીવો સમુદ્રમાં ગુમાવેલા ચિંતામણિ રત્નોની જેમ મનુષ્ય ભવ ગુમાવી દે છે. તેથી જિનધર્મને પામીને પણ કુશળ પુરુષોએ સ્થિરતા માટે આ (હવે કહેવાતા) અનુષ્ઠાનોને સેવવા જોઈએ. (૧) જિનશાસનનો અનુરાગ (૨) નિત્ય સુસાધુઓના સંગનો અત્યાગ (૩) સમ્યકત્વ અને (૪) શ્રુતનો અભ્યાસ તથા (૫) સંસારના ભાવનો અનુલ્લાસ અર્થાત્ નિર્વેદ. મરુપથનો મુસાફર જેમ કલ્પવૃક્ષને મેળવે, સમુદ્રમાં ડૂબતો જેમ વહાણને મેળવે, દારિત્ર્યના ઉપદ્રવથી પીડાયેલો જેમ ચિંતામણિ રત્નને મેળવે તેમ હે જીવ! કેવલીઓના નાથ તીર્થકરો વડે કહેવાયેલ ધર્મની તને હમણાં કોઈક રીતે પ્રાપ્તિ થઈ છે. તેથી તું ખરેખર મહાપુણ્યશાળી છે. રે જીવ! જગતમાં ઇદ્રપણું વગેરે સર્વ પણ ભાવો મળવા સુલભ છે પરંતુ મોક્ષસુખને સાધી આપનાર શુદ્ધ જિનધર્મની પ્રાપ્તિ થવી દુર્લભ છે. તેથી આ શુદ્ધ ધર્મને જ આગળ કરીને પાપપ્રવૃત્તિને ઓછી કરીને તારે વર્તવું ઉચિત છે, કેમકે આ ક્ષણ દુર્લભ છે. એ પ્રમાણે ભવથી વિરક્ત થયેલાએ હંમેશા પણ આત્માને અનુશિક્ષા આપવી જોઈએ જેથી તેને જિનમતનો વિરહ કયારેય ય Page #212 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૦૫ ન પડે. કમળ જેવા નિર્મળ શીલની શોભાથી સુગંધવાળા અને જગતના બંધુ એવા ગુણી સાધુ ભગવંતો હંમેશા પ્રયત્નથી સેવવા યોગ્ય છે. અત્યંત સ્થિર થયેલા ગુણવાળો પણ જીવ અહીં સાધુના સંગથી હીન ગુણોનો નાશ કરે છે. તેથી સાધુઓના સંગ માટે પ્રયત્નશીલ બનવું. સિદ્ધાંતને ધરનારા, વિશુદ્ધ શીલાંગ સંગથી સુભાગ્યશાળી એવા સુસાધુઓ દૂર રહેલા હોય તો પણ મનમાં તેમનું સ્મરણ કરવું. મંત્રથી રહિત પ્રમાર્જનની (શુદ્ધીકરણની) ક્રિયા તથા નિર્જીવશરીરની શણગારની ક્રિયા જેમ ફળ શૂન્ય છે, તેમ શ્રુત ઉપર બહુમાન વિનાનું અનુષ્ઠાન ફળ શૂન્ય છે. તેમાં પ્રથમ સૂત્ર ભણવું જોઇએ પછી તેના અર્થને સાંભળવો જોઈએ. સૂત્ર વિનાનું શ્રુત કાચા ફળના આસ્વાદ સમાન છે. કદાચ સૂત્ર ઘણું ભણી પણ લીધું હોય છતાં તેનો અર્થ ન જાણ્યો હોય તો સુકાઈ ગયેલી શેરડીના ભક્ષણ સમાન પોતાના કાર્યને સાધવા સમર્થ નથી એમ કહેલું છે. ભણ્યા પછી આચરણ કરવામાં ન આવે તો શાસ્ત્રકારો કહે છે કે તેનું જ્ઞાન પણ દુર્ભગ મહિલાના આભરણની જેમ ઘણાં પણ ભારને કરનારું છે. તેથી ભવરૂપી વ્યાધિનું ચિકિત્સા શાસ્ત્ર સુસ્થિત-પ્રશસ્ત અને પરમાર્થવાળું જિનવચન દરરોજ ભણવું જોઈએ, સાંભળવું જોઈએ અને આચરવું જોઈએ. ભવસ્વરૂપની વિચારણા કરવી. જેમકે અહીં જીવન-યૌવન-પ્રિયનો સંગમાદિ શરદઋતુના વાદળની જેમ ક્ષણભંગુર ક્ષણદૃષ્ટનષ્ટ સમાન છે. પ્રચંડ પવનથી પ્રેરાયેલ ઘણાં ફેલાતા અગ્નિની જ્વાળાવાળા ઘરની જેમ સંસારમાં વાસ ક્ષણ પણ ઉચિત નથી. જેમ દુર્જનનો સંગ વિનાશના ફળવાળો છે અને દુઃખના અંતવાળો છે તેમ સંસારમાં દેવપણાદિના સુખોનો પરિણામ દુર્જનના સંગ જેવો છે. સમસ્ત પ્રશસ્ત વસ્તુના વિસ્તારથી સ્કુરાયમાન થયું છે માહભ્ય જેનું એવો એક જિનધર્મ સમર્થ સારભૂત અનુષ્ઠાન છે. તેથી તમારે મળ્યો ન હોય તો મેળવવો. મળી ગયો હોય તો પરિપાલન કરવું. પરિપાલન કરેલો હોય તો પરમ વૃદ્ધિએ પહોંચાડવા પ્રયત્નશીલ બનવું. અસંખ્યલાખ પ્રમાણ તીક્ષ્ણ સંસારના દુઃખોને નાશ કરવામાં ઔષધ સમાન જિનોપદેશને જે કોઈ પામે છે તે ધન્ય છે. ત્યાં રહેલા કેટલાય પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા અને લોક પોતાના ઘરે ગયો. આ પ્રમાણે લોકો બોધ કરાય છે ત્યારે ઉચિત સમયે નામ પ્રમાણે ગુણોવાળા માસખમણના પારણે પ્રથમ પોરિસીમાં સ્વાધ્યાયમાં મનનો વ્યાપાર ક્ષીણ નથી થયો જેનો, બીજી પોરિસીમાં ધ્યાનયોગ ક્ષીણ નથી થયો જેનો એવા ધર્મરુચિ અણગાર પાત્રાનું પડિલેહણ કરીને ઈર્યાસમિતિથી યુક્ત ચંપાનગરીમાં ગોચરી લેવા પ્રવેશ્યા. (૪૪) ૧. સુસ્થિત-એટલે બીજા કોઈ દર્શનોથી ઉખેડી (ખંડિત) ન શકાય તેવું. પ્રશસ્ત-કલ્યાણકારી, અવશ્ય હિત કરે તેવું. પરમાર્થ-વાસ્તવિક, યથાર્થ ફળને આપનારું. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ઉપદેશપદ : ભાગ-૨ તે દિવસે ભોજન બનાવવાનો વારો નાગશ્રીનો હતો. કોઈક પ્રમાદથી તેણે કડવી તુંબડીનું શાક બનાવ્યું તથા ઘણા સ્નેહ(ઘી)વાળું, ઘણા તિક્ત, મધુર રસવાળા દ્રવ્યોથી સંસ્કારિત કોઈપણ કુયોગના દોષથી ઝેરરૂપે પરિણમ્યું. તેની ગંધથી નાગશ્રીએ આ શાક ઝેરી છે એમ જાણ્યું. પછી વિલખી થયેલી મનમાં વિચારે છે કે કુટુંબમાં મેં જે મોટાઈ પ્રાપ્ત કરી છે તેને ધિક્કાર થાઓ. બાકીની દેરાણીઓ કોઈક રીતે જો આને જાણશે તો મારી નિંદા ચુગલી કરતા ક્યારેય અટકશે નહીં. તેથી અત્યંત છૂપાવીને ઘરમાં કોઈ જગ્યાએ મૂકી દઉં. આ પ્રમાણે વિચારીને, મૂકીને તથા જલદીથી બીજી તુંબડી લાવીને મોટા આદરથી સ્વાદિષ્ટ શાક તૈયાર કર્યું. પછી સ્નાન કરી ઉત્તમ વસ્ત્રો પહેરીને તેણે બધા બ્રાહ્મણોને જમાડ્યા. અને પોતે પણ ભોજન કર્યું અને પછી બ્રાહ્મણીઓને પણ ક્રમથી ભોજન કરાવ્યું. ભોજન કરીને તે સર્વલોક પોતાના કાર્યમાં પરાયણ થયો. (૫૧) એટલીવારમાં ઉચ્ચ-નીચ અને મધ્યમ ઘરોમાં ફરતા ધર્મચિ અણગાર નાગશ્રીને ઘરે આવ્યા. દૂરથી સાધુને જોઇને, ઘરમાં પ્રવેશી ઘણી હર્ષ પામી, આસન ઉપરથી જલદીથી ઊભી થઈ સસંભ્રમ તુંબડીના શાકનો નિકાલ કરવા રસોડામાં પ્રવેશે છે અને તે કડવી તુંબડીના સંપૂર્ણ શાકને ધર્મચિ સાધુના પાત્રમાં ઠાલવે છે. મને પૂરતું મળી ગયું છે એમ જાણીને તે ઘરમાંથી નીકળી જ્યાં ઉદ્યાનમાં આચાર્ય ભગવંત છે ત્યાં આવે છે. તે સૂરિની પાસે રહીને ઇર્યાવહી પ્રતિક્રમીને આલોચે છે અને પાત્રને હાથમાં લઈ આચાર્યને બતાવે છે. તેથી ઉગ્ર ગંધથી પરવશ (વ્યાકુલ) થઈ છે પ્રાણેન્દ્રિય જેની એવા આચાર્ય વિચારે છે કે ખરેખર આ ઝેરી ભોજન છે, નહીંતર આવી ગંધ ન આવે. એટલામાં એક ટીપું માત્ર હથેડીમાં લઈને જુએ છે તેટલામાં ભોજનને વિષસ્વરૂપ જાણ્યું જેથી ધર્મરુચિ સાધુને આ પ્રમાણે કહ્યું: જો તું આ ભોજન કરીશ તો અકાળે મરણ પામીશ. તેથી શુદ્ધ સ્થડિલ ભૂમિએ જઈ આને પરઠવી આવ અને બીજા પ્રાસુક અને એષણીય વિશુદ્ધ આહારને લઈ આવ. આ પ્રમાણે ગુરુએ કહ્યું એટલે ધર્મરુચિ અણગાર પરઠવવા ગયા. દશદોષથી રહિત સ્પંડિલભૂમિમાં જઈને સર્વ દિશાનું નિરીક્ષણ કરીને પ્રતિક્ષણ ઉલ્લસિત થતો છે પરિણામ જેનો એવા ખેદ વિનાના મનવાળા ધર્મરુચિ અણગાર જેટલામાં વિષ ભોજનને પાઠવે છે. તેટલામાં તેની ગંધથી ખેંચાયેલી કીડીઓ વનાંતરમાંથી આવી અને ક્ષણથી મરવા લાગી. મારા પ્રમાદથી આ કીડીઓનું મરણ ન થાય તે માટે મારે સ્વયં જ આનું ભોજન કરવું સમુચિત છે. સિદ્ધભગવંતોની સાક્ષી કરીને અપરાધની આલોચના કરે છે, વ્રતને ઉચ્ચરે છે. પરિશુદ્ધ ભાવનાવાળા તે મુનિએ તેનું ભોજન કર્યું. તેની વેદનાથી વ્યાકુળ થયેલા પંચનમસ્કારમય થયો છે પરિણામ જેનો એવા તે મુનિ કાળ કરીને સર્વાર્થસિદ્ધ નામના ઉત્તમ વિમાનમાં ઉત્પન્ન થયા. (૬૫) Page #214 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૦૭ ગુરુએ પણ લાંબા સમયથી ધર્મરુચિ મુનિ પાછા ન આવ્યા ત્યારે સાધુઓને કહ્યું: ચારે તરફ ધર્મચિ સાધુની તપાસ કરો. તપાસ કરતા ચંડિલ ભૂમિ ઉપર તેનું મૃત કલેવર મળ્યું. આવીને સૂરિની પાસે નિવેદન કર્યું કે તે કાળધર્મ પામ્યો છે. તત્ક્ષણ આચાર્ય પૂર્વમાં ઉપયોગ મૂકે છે અને નાગશ્રીનો કડવી તુંબડી વહોરાવવાનો વૃત્તાંત જાણ્યો. પ્રતિકાર કરવામાં સમર્થ આત્માઓએ આવા પ્રકારના ચૈત્ય અને યતિના વિનાશની ઉપેક્ષા કરવી ઉચિત નથી, કેમકે આવા પ્રકારના દોષોની પરંપરા ચાલે. આ પ્રમાણે મનમાં વિચારીને સર્વ શ્રમણ સંઘને બોલાવ્યો અને જણાવ્યું કે આ ધર્મચિ સાધુ આજે કાળધર્મ પામ્યો છે. આવા પ્રકારના (કડવી તુંબડીનું શાક વહોરાવવાના) કાર્યથી નાગશ્રીએ સારું ન કર્યું. કારણ કે એણે ભાવસાધુનો વિનાશ કર્યો છે. નાગશ્રી નિર્ભાગ્ય, દુર્ભાગ્ય લોકના શિરોમણિપણાને પામી અને નરકાદિ દુઃખોની ખાણભાવને પામી. તેથી અહીં નાગશ્રીના આ અપરાધને ગુપ્ત ન રાખવો જોઇએ એમ કહીને મુનિઓને કહ્યું કે નગરીની અંદર ત્રણ-ચાર રસ્તે ઘણાં લોકોની સમક્ષ ઉદ્ઘોષણા કરો કે નાગશ્રીએ આવું કૃત્ય કર્યું છે. અરે! અરે! કોઈએ પણ આને જોવી કે આની સાથે વાત કરવી ઉચિત નથી. તેને જોનારો પણ તેની સમાન જ જાણવો. પછી તે મુનિઓ ગુરુના વચનને આ પ્રમાણે જાણીને નગરમાં સ્થાને-સ્થાને ઉદ્ઘોષણા કરીને પ્રકટ કરે છે. પછી નિંદાતી, તિરસ્કાર કરાતી, હિલના પામતી કોઇપણ સ્થાને કોળિયાને નહીં મેળવતી કાળને પસાર કરે છે. જીવતા સોળપ્રકારના વ્યાધિના દુઃખો ભોગવ્યા અને મરીને છઠ્ઠી નરક પૃથ્વીમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો નારક થઈ. ત્યાંથી ઉદ્વર્તન પામીને માછલો થઈ. બળતા અગ્નિથી તથા તીક્ષ્ણ શસ્ત્રથી સર્વાંગમાં પીડા ભોગવીને સર્વ જન્મોમાં ભમે છે. સર્વ પણ નરક પૃથ્વીઓમાં અનેકવાર જન્મ મેળવીને તથા અન્ય પણ અતિનિંદનીય સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. વધારે શું કહેવું? જેવી રીતે ભગવતી સૂત્રમાં ગોશાળાના બધા સંસારના દુઃખોનું વર્ણન કર્યું છે તેવી રીતે આ પણ સંસારના બધા દુઃખોનું ભાજન થશે એમ કહેવું (જાણવું). (૮૨). અનંતકાળ પછી આ જંબૂદ્વીપમાં ચંપાનગરીમાં સાગરદત્ત સાર્થવાહને ઘરે ભદ્રાભાર્યાની કુક્ષિમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. નવમાસને અંતે તેનો જન્મ થયો. તેના હાથ, પગ માખણ જેવા સુકમાળ હોવાથી તેનું નામ સુકુમાલિકા પાળવામાં આવ્યું. ક્રમે કરી કામદેવના મોટા ભાલાનું એકમાત્ર ભવન એવા અતિ લાવણ્યમય યૌવનને પામી. ૧. ખાણભાવ – ખાણમાંથી જેમ ધાતુઓને કાઢવામાં આવે તો પણ અંત નથી આવતો તેમ દુઃખરૂપી ખાણમાંથી દુઃખો ભોગવવામાં આવે તો પણ દુઃખનો અંત ન આવે એવા ભાવને પામી. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ઉપદેશપદ : ભાગ-૨ હવે કોઈક વખત દાસીઓના સમૂહથી વીંટળાયેલી સ્નાન અને શૃંગાર કરીને પોતાના ઘરની અગાશી ઉપર ક્રીડા કરતી જિનદત્ત સાર્થવાહ વડે જોવાઈ. તેના રૂપમાં અને યૌવનના ઉત્કર્ષમાં અંજાઈ ગયેલો જિનદત્ત મનમાં વિચારે છે કે ખરેખર આને છોડીને બીજી કોઈ યુવતી ભદ્રાના અંગથી ઉત્પન્ન થયેલા મારા પુત્ર સાગરની સ્ત્રી થવા યોગ્ય નથી. પાસે રહેલા લોકને પૂછે છે કે આ ઉત્તમ પુત્રી કોની છે? જે સર્વ સ્ત્રીઓના શરીરની શોભાને ઝાંખી પાડે છે. લોકે કહ્યું: આ સાગરદત્ત સાર્થવાહની પુત્રી છે. પછી ઘરે જઇને સ્નાન કરીને, શણગાર કરીને પોતાના પરિવારથી વીંટળાયેલો જ્યાં સાગરદત્તનું ઘર છે ત્યાં જવા તૈયાર થયો. તેને ઘરે આવતો જોઈને સાગરદત્ત એકાએક ઊભો થાય છે અને સુખાસન પર બેસવા વિનંતિ કરે છે અને આગમનનું પ્રયોજન પૂછે છે. પછી તે કહે છે કે સુકુમાલિકા નામની તારી જે પુત્રી છે તે સમાનરૂપવાળા મારા પુત્ર સાગરને વરે તે માટે અમો અહીં આવ્યા છીએ. અહીં બંને સમાન લાવણ્યાદિ ગુણોના ભંડાર છે, તેથી જો તને યોગ્ય પાત્ર જણાય તો આ પ્રમાણે કર. પ્રસ્તાવમાં ઊડાવી દેવાયેલા કાર્યની ફરી કોઈ ગતિ નથી. અર્થાત્ યોગ્ય પ્રસ્તાવ આવ્યો હોય તો તેને વધાવી લેવો જોઇએ. જો તે સમયે પ્રસ્તાવને ઊડાવી દેવામાં આવે તો ફરી તે કાર્યની સિદ્ધિ થતી નથી. જિનદત્તે આમ કહ્યું ત્યારે સાગરદત્ત આને કહે છે કે અમારે ઘરાંગણે આવેલાઓને અદેય શું છે? પરંતુ મારે એક જ પુત્રી છે. ઉદ્બરના પુષ્પની જેમ મારે દુર્લભ છે. ક્ષણ પણ મનોનયન પુત્રીનો વિરહ સહન કરવા શક્તિમાન નથી. તેથી જો તારો સાગરપુત્ર મારો ઘરજમાઈ થાય તો હું સુકુમાલિકાને આપું અન્યથા નહીં. (૯૭) ઘરે જઈને પિતાએ સાગરને પૂછ્યું: હે વત્સ! જો તું ઘરજમાઈ થઇશ તો સુકુમાલિકા પુત્રીને મેળવીશ. તેણી ઉપરના દઢ અનુરાગથી સાગર સર્વને સર્વથા સ્વીકારે છે. પછી જિનદત્ત સર્વ આદરથી પરમ ઉત્સવને કરે છે. એકહજાર પુરુષો ઊંચકી શકે તેવી શિબિકામાં સાગર આરૂઢ થયો અને હર્ષોલ્લાસપૂર્વક સાગરદત્તના ઘરે આવ્યો. તેણે પણ ગૌરવસહિત મહાવિભૂતિથી તેનો સત્કાર કરી સ્વીકાર કર્યો. પછી પુત્રીની સાથે તેનો વિવાહ કર્યો. જે સમયે તેનો કંઈક કર સ્પર્શ થયો ત્યારથી દાહકવર સહિત મસ્તક શૂળ ઉપડ્યું. જેમ દારૂણ સર્પથી અથવા વીંછીથી ડસાયો હોય અને જેમ અંગારાથી સિંચાયો હોય ત્યારે જેવો દાહજ્વર થાય તેવો દાહજવર થયો. મર્યાદાનું ઉલ્લંઘન નહીં કરતો તત્પણ કોઈપણ રીતે મૌન રહ્યો. શયન સમય થયો ત્યારે શૈધ્યામાં રહેલા સાગર પાસે જેનો રાગરૂપી સમુદ્ર ક્ષોભ પામ્યો છે, સર્વાગથી શૃંગાર સજેલી તે ધીમે ધીમે તેની પાસે બેઠી. જાણે સ્વર્ગમાંથી અપ્સરા ન ઉતરી હોય! હવે ફરી પણ તેના અંગના સ્પર્શથી પૂર્વની વેદના અનુભવી અને વિષાદને પામેલો સાગર વિચારે છે કે આનાથી મારો ૧. ઉદંબરનું વૃક્ષ થાય છે તેને કયારેય પુષ્પ થતા નથી. ઉદુંબરનું ફળ થડમાં થાય છે જે અભક્ષ્ય છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ ઉપદેશપદ : ભાગ-૨ છૂટકારો થાય તેવો અવસર મને કયારે મળશે? પછી સુખે સૂતેલી તેને છોડીને, શપ્યામાંથી ઊઠીને મરણથી મુકાયેલા કાગડાની જેમ તેના ઘરમાંથી નાશી છુટ્યો. તે પણ નિદ્રામાંથી જાગેલી સાગરને નહીં જોતી ઊભી થઈ ચારે તરફ જુએ છે, ત્યારે વાસઘરના દરવાજાને ખુલ્લા જુએ છે. શોકાતુરમનવાળી મુખ પર હથેળી સ્થાપીને નિસ્તેજ થયેલી વિચારે છે. મારા વડે કોઈ અવિનય કરાયો નથી. આના ભાઇવર્ગની સાથે મારો કોઈ અવિનય થયો નથી. તો મારા કયા દુર્ભાગ્ય દોષથી વિયોગ થયો? આ પ્રમાણે સંભારતી, વિસ્વરથી રડતી અંગારામાં પડેલીની જેમ કોઈક રીતે શેષ રાત્રિને પસાર કરે છે. રાત્રિની પ્રભાત થઈ ત્યારે દાસીને બોલાવીને માતા કહે છે. તું જલદીથી જા, વધૂવરની મુખ શુદ્ધિ માટે સામગ્રી લઈ જા. તે જેટલામાં સુકુમાલિકાની પાસે વાસઘરમાં જાય છે તેટલામાં મનમાં કંઈક વિચારતી તેને વિલખી જુએ છે. પછી પૂછ્યું: તું હમણાં આ પ્રમાણે કોનું સ્મરણ કરે છે? તે કહે છે કે, હે ભદ્ર! તે સાગર મને મૂકીને ક્યાંય ચાલ્યો ગયો છે. તેણે હકીકત જાણીને માતા-પિતાને યથાવૃત્તાંત જણાવ્યો. પછી સાગર ઉપર અત્યંત ગુસ્સે થયેલો સુકુમાલિકોનો પિતા જિનદત્તના ઘરે જાય છે અને કહે છે કે, અરે! જેણે નિર્દોષ સુકુમાલિકાનો એકાએક ત્યાગ કર્યો એવા તારા પુત્રને આવું કરવું ઉચિત છે? સાગરે આજે જે કર્યું તેવું કરવું સુકુલીન જનને ઉચિત નથી, સુકુળને અનુરૂપ નથી તથા અવસરોચિત નથી. આ પ્રમાણે અતિનિષ્ફર હૈયાથી ઘણાં ઉપાલંભો આપીને જેટલામાં રહે છે તેટલામાં જિનદત્ત સાગરને એકાંતમાં કહે છે- “હે પુત્ર! ઘરજમાઈ થઈને તેં દુષ્ટ કર્યું કે તું સાગરદત્તના ઘરને છોડીને અહીં આવી ગયો.” પછી સાગર પિતાને કહે છે–હું પર્વત ઉપરથી પડવાનું કે પાણીમાં ઝંપલાવવાનું કે વિષનું ભક્ષણ કરવાનું કાર્ય કરીશ પણ સાગરદત્તના ઘરે આ ભવમાં નહીં જાઉં. હે તાત! તે સુકુમાલિકા માત્ર નામથી વિખ્યાત છે. કેમકે તેના હાથના સ્પર્શમાં મને દારૂણ દાહજ્વર થયો. દિવાલની ઓથમાં છૂપાઈને તેણે સર્વ સાગરનું કથન સાંભળ્યું. પછી પોતાની પુત્રીની આવી દુર્ભાગ્યા”લા સાંભળીને સાગરદત્ત સ્વયં પણ ઘણો લજ્જિત થયો અને જિનદત્તના ઘરેથી નીકળીને પોતાને ઘરે જઈને પોતાના ખોળામાં સુકુમાલિકાને બેસાડીને આ પ્રમાણે કહે છે- “અવિનયી એવા સાગર વરની સાથે તારે શું પ્રયોજન છે? જેને તું મનપ્રિય થાય તેવા વરની સાથે હું તને પરણાવીશ.” કર્ણામૃત સમાન વચનો વડે ક્ષણ પૂરતું આશ્વાસન આપીને સ્વસ્થાનમાં વિસર્જન કરે છે. (૧૨૬). કોઈક વખત સાગરદત્ત ઘરની અગાશી ઉપર ચડીને દિશાઓનું અવલોકન કરતો રાજમાર્ગમાં જીર્ણવસ્ત્રવાળા અને મોટા ઠકરાવાળા એક દ્રમુકને જુએ છે. તેને પોતાને ઘરે ૧. મરણ થાય તેવું સંકટ આવી પડ્યું હોય અને તે સમયે કાગડો તે મરણસંકટથી નાશી છુટે તેમ. ૨. દુર્ભાગ્યની અર્ગલા = દુર્ભાગ્યની શ્રેણી-પરંપરા. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ઉપદેશપદ : ભાગ-૨ બોલાવીને પૂછે છે–આ તારા હાથમાં શું છે? તું અહીં અશનાદિનું ભોજન કર અને સુંદર વસ્ત્રોને પહેર. પછી તેઓ તેનો જૂનો વેષ અને ઠીકરાને લઈ એકાંતમાં રાખે છે અને તેને કિંમતી વસ્ત્રો અને અલંકારો પહેરાવ્યા. તે દ્રમુકને ગૌરવપૂર્વક આ સુકુમાલિકા ભાયંપણે આપવામાં આવી. રાત્રિએ શુશ્રુષા કરી તેને વાસઘરમાં મોકલવામાં આવ્યો. જેટલામાં ચકોર દૃષ્ટિવાળો શય્યામાં સુકુમાલિકાની પાસે બેઠો તેટલામાં તેના શરીરના સ્પર્શના દોષથી તેના સર્વાંગમાં દાહજવર ઉત્પન્ન થયો. પછી તે વિચારે છે કે મને મારવા માટે કારણ વગરના આ વૈરીવડે આ સ્ત્રી અપાઈ છે. ભડભડ બળતા અગ્નિસમાન દૌર્ભાગ્યથી ભરેલી એવી આના અંગના સ્પર્શથી જેટલામાં મારું મરણ ન આવી જાય તેટલામાં મારે અહીંથી જલદીથી પલાયન થઈ જવું જોઈએ. પછી પોતાના વેશને છોડીને અને ઠીકરાને છોડીને તથા તેને સૂતેલી મૂકીને દૂર ભાગી ગયો. જાગીને સુકુમાલિકા જેટલામાં તેને પણ જોતી નથી તેટલામાં તે આ પ્રમાણે વિચારે છે. (૧૩૫) મારા દુર્ભાગ્યથી શરીરમાં રહેલા દોષના કારણે આ પણ છોડી ગયો. પ્રભાતે પિતાએ આના વ્યતિકરને જાણીને કહ્યું: હે પુત્રી! અહીં કોઈનો દોષ નથી પણ પોતાના કર્મોનો દોષ છે. તેથી જે રીતે આ કર્મોનો ક્ષય થાય તેમ શ્રમણોને, બ્રાહ્મણોને અને દીન-અનાથોને દાન આપ. (૧૩૭) પછી પિતાવડે અનુજ્ઞા અપાયેલી, નિરંકુશ (ઇચ્છા મુજબ દાન આપવામાં સ્વતંત્ર) થયેલી સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધી નિરંતર દાન આપે છે. આ પ્રમાણે દાન આપતા કેટલોક કાળ ગયો ત્યારે જિનદીક્ષા પાળનારી, બહુશ્રત. અતિ નિર્મળ શીલરૂપી હાથીણીઓને બાંધવા માટે સુદઢ આલાન સ્તંભ સમાન ગોપાલિત ગચ્છની સાધ્વીઓ વિહાર કરતી ત્યાં આવી. સમયે વિહાર કરતી સાધ્વીઓમાંથી એક સંઘાટક તેના ઘરે પ્રવેશ્યો. બહુમાનપૂર્વક સારી રીતે પડિલાભીને તેઓના પગમાં પડી અને અંજલિ જોડી વિનંતિ કરવા લાગી કે સાગરને પરણે છતે હું અમાનીતી થઈ, ત્યાર પછી બીજા દ્રમુકને અપાયેલી પણ તેવી જ થઈ. તેથી મારા ઉપર કૃપા કરીને મને ઔષધ કે બીજા મંત્રાદિ બતાવો જેથી તેના પ્રભાવથી હું પોતાના પતિ વિષે સુભગ થાઉં. તેનું વચન સાંભળીને તેઓ બે કાનને ઢાંકીને કહે છે–હે ભદ્રા અમે આના વિશે અજાણ છીએ તથા અમારે આ અનુચિત છે. ધર્મશાસ્ત્રોમાં અમારું કૌશલ્ય છે તેથી જો તું કહે તો તને જિનભાષિત ધર્મ કહીએ. સવિસ્તારથી ધર્મ કહેવાયો ત્યારે તે સમગ્બોધ પામી. સુશ્રાવિકા થઈ. પછી પિતાની અનુજ્ઞાથી દીક્ષા લીધી. ઇર્યાસમિતિ વગેરે પાંચ સમિતિઓ અને મનગુમિ વગેરે. ત્રણ ગુક્તિઓ એમ માતાની જેમ પાલન કરનારી આઠ પ્રવચન માતાઓનો સ્વીકાર કર્યો. પછી બ્રહ્મચર્યનું અત્યંત જતન કરનારી, શાંત, દાન્ત તથા ઉપશાંત, દુર્ધર અઢાર હજાર ૧. સંઘાટક—બે સાધુ અથવા ત્રણ સાધ્વીના ગૃપને સંઘાટક કહેવાય છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ ઉપદેશપદ : ભાગ-૨ શીલાંગને ધારણ કરે છે.. નજીકમાં રહેલી ગોપાલિકા સાધ્વીઓને વંદન કરીને પૂછે છે– તમારા વડે અનુજ્ઞા અપાયેલી ઉદ્યાનના નજીકના સુભૂમિભાગમાં હંમેશા છઠ્ઠને પારણે છઠ્ઠ તપને આચરતી સૂર્ય સન્મુખ આતાપના લેવા ઇચ્છું છું. પછી આર્યાઓ કહે છે કે આર્યે! આપણે સાધ્વીઓને ગ્રામાદિની બહાર આવો કાઉસ્સગ્ગ કરવો કલ્પતો નથી. પગના તળિયા સુધી જેઓનું શરીર વસ્ત્રોથી ઢંકાયેલું હોય એવી આપણે સાધ્વીઓને ચારે તરફ ફરતી દિવાલવાળા ઉપાશ્રયની અંદર આતાપના લેવી ઉચિત છે. તેના વચનને અવગણીને ઇચ્છા મુજબ આતાપના લેવા લાગી. (૧૫૩) હવે ક્યારેક ઉદ્યાનમાં સુભૂમિભાગમાં આતાપના લેતી સુકુમાલિકા સાધ્વી, પાંચ સેવક પુરુષોથી સેવાતી, અત્યંત સ્વરૂપવાન દેવદત્તા નામની વેશ્યાને જુએ છે. તે પાંચમાંથી એક માથાનો અંબોડો રચે છે, એક પગની ચંપી કરે છે, એક મસ્તક ઉપર ક્ષત્ર ધરે છે, એક ચામર ઢાળે છે, એક ખોળામાં લઇને બેસે છે. સૌભાગ્યના પ્રકર્ષને પામેલી તેને જોઇને વિચારે છે કે દુર્ભાગ એવી મારે એક સાગર આદરવાળો ન થયો, જ્યારે આનો તો પાંચ પુરુષો આદર કરનારા થયા. તેથી આણે જન્મ અને જીવિત સફળ બનાવ્યું છે અને પોતાના સૌભાગ્યની સરસાઇથી ઇચ્છા મુજબ જીવી શકે છે. તેથી જો મારા આ તપનિયમનું ફળ હોય તો હું પોતાના સૌભાગ્યથી સર્વ મહિલા વર્ગમાં શ્રેષ્ઠ થાઉં. આ પ્રમાણે નિયાણું કરીને આ ભવમાં કંઇપણ સૌભાગ્યને નહીં અનુભવતી શરી૨ વસ્ત્રાદિની પ્રક્ષાલન પ્રવૃત્તિમાં પડી. ગણિનીએ કહ્યુંઃ તારે સર્વથા આવી પ્રવૃત્તિ કરવી ઉચિત નથી. આ પ્રમાણે તારા તથા બીજાના પણ ચારિત્રનો ભંગ થાય છે અને બીજું, આ ચારિત્રભંગ ભવાંતરમાં તને દારૂણ ફળ આપનારો થશે. તેથી ધર્મમય સદાચારી સુકુળમાં જન્મેલી તારે આ ભંગ કરવો ઉચિત નથી. આ પ્રમાણે અનેકવાર કહેવાયેલી પ્રેરણાને નહીં સહન કરતી પોતાની ઉપધિથી સહિત જુદા ઉપાશ્રયમાં રહી. પાસસ્થાદિ પ્રમત્ત સાધુઓના જેટલાં સ્થાનો છે તેને સેવવા લાગી, પણ યથાસ્કંદ સ્થાનોને સેવતી નથી. તેવા પ્રકારની વિધિથી ઘણાં વરસો સુધી વિચ૨ીને (ચારિત્ર આચરીને) પંદર દિવસનું અનશન કરીને ચરમ કાળમાં ઇશાન દેવલોકમાં નવ પલ્યોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળી ગણિકા દેવી થઈ. (૧૬૭) ૧. પ્રમત્તસ્થાનો— સાધુના અવંદનીય પ્રમત્ત સ્થાનો પાંચ છે. (૧) પાસસ્થા (૨) અવસત્ર (૩) કુશીલ (૪) સંસક્ત અને (૫) યથાચ્છંદ. તેમાં પ્રથમના ચાર સ્થાનો પાંચમા યથાસ્કંદની અપેક્ષાએ અલ્પદોષવાળા છે જ્યારે યથાસ્કંદ મોટા દોષવાળો છે. કેમકે તેમાં સ્વચ્છંદીપણું છે. અહીં સુકુમાલિકા સાધ્વી યથાચ્છંદને સેવતી નથી. વિશેષ ગુરુવંદનભાષ્યમાંથી જાણવું. Page #219 -------------------------------------------------------------------------- ________________ ર૧૨ ઉપદેશપદ : ભાગ-૨ કાળે કરી ત્યાંથી ચ્યવીને આ જ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં પાંચાલદેશમાં ઉત્તમ કાંપીલ્યપુરમાં દ્રુપદ રાજાની ચલણી નામની દેવીની કુક્ષિમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. જે ધૃષ્ટદ્યુમ્ન યુવરાજની સોદરા નાની બહેન થઈ. દ્રુપદ રાજાની આ પુત્રી છે તેથી પ્રશસ્ત સમયે તેનું નામ દ્રૌપદી રાખવામાં આવ્યું. તે શુક્લપક્ષમાં ચંદ્રની કળાની જેમ પ્રતિક્ષણ વૃદ્ધિ પામતી અનન્યતુલ્ય તારુણ્યને પામી. તેને જોઇને પિતા વિચારે છે કે રૂપ અને યૌવનના રૂપથી સુરવધૂના રૂપની સમાન પુરવાર કરે તેવી કોઈ બીજી સ્ત્રી અહીં નથી. તેથી આનો ઉચિત સ્વયંવર કરવામાં આવે તો સુખી થાય. પછી પોતાના ખોળામાં બેસાડીને તે દ્રૌપદીને કહે છે–હે વત્સ! સ્વયંવર વિધિથી તને જે વર ગમે તેને વર. (૧૭૨) પછી દ્વારિકા નગરીના કૃષ્ણ મહારાજાને નિમંત્રણ માટે પોતાના પરિજનથી યુક્ત દૂતને પ્રથમ મોકલે છે અને દૂત ઉચિત સમયે તેના (કૃષ્ણના) સમુદ્રવિજય વગેરે દશ દશાર્યો, મુશલપાણિ વગેરે પાંચ મહાવીરો, ઉગ્રસેન વગેરે સોળહજાર રાજાઓ, પ્રદ્યુમ્ન વગેરે સાડા આઇક્રોડ કુમારો. સર્વત્ર અનિવારિત ગતિવાળા શાંબ વગેરે સાઈઠહજાર કુમારો, વીરસેન વગેરે એકવીશ હજાર વીરો તથા મહસેન વગેરે છપ્પનહજાર બળવાન કુમારો અને બીજા તલવાર-ઇશ્વર-માંડલિક વગેરે અનેકગણા લોકોની પાસે જઈને અંજલિ જોડીને પ્રણામ કરીને આ પ્રમાણે કહે છે કે, કાંપીલ્યપુરના દ્રુપદરાજાની દ્રૌપદી નામની પુત્રીનો સ્વયંવર તેના પિતા વડે રચાયો છે તો તેની પ્રાર્થના છે કે વિલંબ વિના કાપીલ્યપુર નગરની બહારના દેશમાં પોતપોતાની સમૃદ્ધિ સાથે પરિવાર સહિત પધારો. આ પ્રમાણે હસ્તિનાપુરના પાંડુ રાજાને પુત્રો સહિત નિમંત્રણ આપવા બીજા દુઇજ્જત દૂતને મોકલ્યો. અને અંગદેશની ચંપાના કર્ણરાજાની પાસે ત્રીજો દૂત મોકલ્યો. ચોથો દૂત શૌક્તિમતી નગરીના શિશુપાલ રાજાને અને તેના પાંચશો સગાભાઈઓની પાસે મોકલ્યો. હસ્તિશીર્ષ નગરમાં દમદંત રાજાની પાસે પાંચમા દૂતને મોકલ્યો. મથુરા નગરીમાં ધર રાજાની પાસે છઠ્ઠો દૂત મોકલ્યો. રાજગૃહના સહદેવ રાજાની પાસે સાતમો દૂત મોકલ્યો. કૌડિન્યપુરમાં ભેષક રાજાની પાસે આઠમો દૂત મોકલ્યો. નવમો દૂત વિરાટ દેશમાં સોભાઈઓવાળા કીટક રાજાની પાસે મોકલ્યો. બાકીના નગરોમાં રહેલા રાજાઓની પાસે દશમો દૂત મોકલ્યો. તેના ગૌરવપૂર્વકના નિમંત્રણથી તેઓ મનની ઝડપે વિશાળ ગંગાતીર ઉપર કાંપીત્યપુરમાં આવ્યા અને પ્રલોભિત સમુદ્રના મોજાં સમાન સત્ત્વશીલ એવા સર્વ રાજાઓએ દ્રુપદરાજાએ બતાવેલ નિવાસસ્થાનોમાં કરાયેલી છાવણીમાં આવાસ કર્યો. રાજાએ સેંકડો ઉત્તમ ધ્વજાઓથી સહિત ઊંચા સ્તંભ સમૂહથી શોભતો, ઘણા રત્નમય તોરણોથી ભૂષિત, ઉન્મત્ત હાથીઓના હાથીદાંતોમાંથી બનાવેલી રમ્ય પુતળીઓથી યુક્ત એવો સ્વયંવર મંડપ કરાવ્યો. (૧૮૯) Page #220 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૧૩ - હવે પ્રશસ્ત દિવસે દ્રૌપદી કન્યાને સર્વથી ઈચ્છતા સર્વે રાજાઓ પરંપરાગત ક્રમથી સિંહાસન ઉપર બેઠા અને તે દ્રૌપદી પણ સ્નાન કરી ગૃહચૈત્યોને વંદન કરીને પૂર્વોક્ત રોહિણી કન્યાની જેમ ત્યાં સ્વયંવર મંડપમાં આવી. સાક્ષાત્ કોઈપણ રાજાના મુખકમળને નહીં જોતી દર્પણમાં સંક્રાંત થયેલા મુખકમળને જોવા લાગી. જે જે રાજાને જુએ છે તે તે રાજા પસંદ પડતો નથી. પછી જેટલામાં બેઠેલા પાંચ પાંડવોની આગળ ગઈ અને તેઓને જોયા એટલે સ્વભાવથી તે એક પગલું આગળ કે પાછળ જવા ઇચ્છતી નથી. પૂર્વના નિયાણાના વશથી જલદીથી તેઓના ગળામાં વરમાળા આરોપે છે. પછી આનંદનો સમૂહ ઉભરાયો છે એવા વસુદેવ વગેરે સર્વ રાજાઓ જય જય નાદ બોલીને કહે છેઅહો! તેનું સુવરણ થયું. દ્રુપદને ધન્ય છે, ચુલનીને ધન્ય છે, જેઓની પુત્રી નરશ્રેષ્ઠ પાંચ પતિઓને સાથે વરી. પાણિગ્રહણ કરાવ્યું ત્યારે કુપદ રાજા દ્રૌપદી પુત્રીને આઠક્રોડ સુવર્ણ અને આઇક્રોડ રૂપું આપે છે. પછી ઉત્તમ સત્કાર કરી બીજા રાજાઓને રજા આપી. વિસ્મિત હૃદયવાળા સર્વે પોતપોતાના સ્થાને પહોંચ્યા. પાંચ પુત્રો અને દ્રૌપદી વહુની સાથે ઘણો શોભતો પાંડુ રાજા દ્રુપદ વડે પોતાના નગરમાં વિસર્જન કરાયો. તે પાંચ પાંડવો વારા પ્રમાણે દ્રૌપદીની સાથે ઉદાર ભોગોને ભોગવતા દિવસો પસાર કરે છે. (૨૦૦) ક્યારેક પણ પાંડુરાજા યુધિષ્ઠિર વગેરે પાંચ પુત્રો, કુંતી અને દ્રૌપદીને સાથે અંતઃપુરની અંદર બેઠેલો રહે છે ત્યારે રણકંડુપ્રિયે, દર્શનથી અતિપ્રસન્ન, હૈયાથી અતિકલુશ, બહારથી શ્રેષ્ઠ માધ્યથ્યને બતાવતા, કાળા મૃગના ચર્મના વસ્ત્રવાળા, હાથમાં ઉત્તમદંડ અને કમંડલુને ધારણ કરતા, યજ્ઞોપવીત અક્ષમાલાથી યુક્ત, નવી મુંજ મેખલાથી યુક્ત, વીણા અને ગંધર્વ વાજિંત્ર વગાડવામાં લીન, દક્ષિણાપૂર્વકના કજિયાને ઇચ્છતા નારદમુનિ કયાંયથી પણ આવી ચડ્યા. તેને આવતા જોઈને પુત્રો અને કુંતાદેવી સહિત પાંડુરાજાએ અભુત્થાન કર્યું, પ્રદક્ષિણા પૂર્વક વંદે છે, નમસ્કાર કરે છે. પાણીના બિંદુઓથી સ્પર્શાઇને કોમળ કરાયેલ દર્ભવાસ ઉપર પાથરેલ બૃષી (ઋષિનું આસન) અપાયે છતે નારદમુનિ તેના ઉપર બેઠા. ત્યારે અંતઃપુર પરિવાર સહિત પાંડુરાજા જેટલામાં કુશળ સમાચાર પૂછે છે તેટલામાં પોતાના આગતાસ્વાગતમાં પરામુખ દ્રૌપદીને જોઈ. આ નારદમુનિ મિથ્યાદષ્ટિ અથવા અસંયત છે તેથી મારે આને પ્રણામ કરવા ઉચિત નથી તેથી તે ઉપેક્ષા ભાવથી રહી. પછી તે દ્રૌપદીને તેવી ૧. રણકંડુપ્રિય- રણ એટલે લડાઈ, કજિયો. કંડ એટલે ખણજ, ઉત્સુક્તા. કજિયો કરાવવાની ઉત્સુક્તા જેને પ્રિય છે એવા નારદમુનિ. ૨. નવા મુંજમેખલા-મુંજગનામના વૃક્ષમાંથી બનેલ કંદોરાથી સહિત. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ઉપદેશપદ : ભાગ-૨ જોઇને રોષાતુર થયેલા નારદઋષિ વિચારે છે. પાંચ પાંડવોના લાભથી ગર્વિષ્ટ થયેલી પાપીણીને ઘણી શોક્યોની વચ્ચે એવી રીતે નાખુ જેથી મોટા ઇર્ષાના શલ્યથી તેવા દુઃખને અનુભવે. (૨૧૦) પછી ઊડીને ધાતકીખંડના ભરતક્ષેત્રમાં અમરકંકા નામની નગરીના પદ્મનાભ રાજાની પાસે ગયા. તેણે તેને પ્રણામ કર્યો એટલે નારદે તેની પાસેથી અર્થ ગ્રહણ કર્યું. પછી અંતઃપુરની અંદર રહેલા તેણે નારદમુનિને પૂછ્યું કે મારે જેવું અંતઃપુર છે તેવું અંતઃપુર બીજા કોઈને છે? કંઇક હસતા નારદમુનિ કહે છે કે જન્મથી પણ કૂવામાં રહેલો દેડકો જેણે ક્ષીરસમુદ્ર જોયો નથી તે માને છે કે આનાથી મોટું બીજું કોઈ નગર નથી. એ પ્રમાણે તું પણ બીજા રાજાઓના અંતઃપુરને નહીં જોતો પોતાના અંતઃપુર સમાન કોઈ નથી એમ માને છે. (૨૧૫) જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગરમાં પાંડુ રાજાના પાંચ પાંડવોને દ્રૌપદી નામે પત્ની છે તેના પગના અંગુઠા બરાબર તારું અંતઃપુરનું રૂપ નથી, દેવ-અસુર-ખેચરોની સુંદર સ્ત્રીઓ પણ તેની અંગુઠાને તોલે નથી. જે દુર્લભ હોય અને જે દૂર હોય અને જે જે પરને આધીન હોય તેના વિશે લોક પ્રાયઃ રાગવાળો થાય છે, પણ બીજા રૂપમાં નહીં. આ પ્રમાણે તેના વચન સાંભળીને પ્રચંડ પવનથી પ્રેરાયેલી આગની જેમ તેનો કામ નિર્ભર ઉન્માદને કરતો સુતીવ્ર ઉછળ્યો. પછી તે પૂર્વભવના મિત્ર દેવને સાધવા અમનો તપ કરે છે. અમને અંતે તે દેવ સ્વંય જ પદ્મનાભને કહે છે કે તારે જે સાધવું ઉચિત છેતે કહે. પદ્મનાભ આ પ્રમાણે કહે છે- જંબૂદ્વીપના ભરતક્ષેત્રના હસ્તિનાપુરથી પાંચ પાંડવોની પત્ની, દ્રુપદરાજાની પુત્રી, ભુવનાંગણમાં શ્રેષ્ઠ દ્રૌપદી દેવીને હું ઇચ્છું છું. તેને તું અહીં લઈ આવ. પછી આ દેવ કહે છે કે આવું કયારેય બની શકશે નહીં. કેમકે તે પાંચ પાંડવોને છોડીને તે કોઇને ઇચ્છતી નથી. પરંતુ તારું પ્રિય કરવા માટે તેને હું અહીં લાવી આપું છું. યુધિષ્ઠિરની સાથે સૂતેલી દ્રોપદીનું રાત્રે અપહરણ કરે છે, અને પદ્મનાભના ઘરે લાવે છે, અને અશોકવનિકામાં સ્થાપે છે. તથા યથાવૃત્તાંતને જણાવીને પોતાના સ્થાને પાછો ફરે છે. તત્ક્ષણ જાગેલી તે જેટલામાં જુએ છે તેટલામાં તે ભવન અને ઉપવનને જોતી નથી અને વિચારે છે. અહોહો! આ શું? કોઈ દેવ કે દાનવ વડે હું કોઇ રાજાના ઘરે લવાઈ છું. નહીંતર ક્ષણથી આવું કેમ બને? સ્નાન કરીને, શૃંગાર સજીને પદ્મનાભ પણ અંતઃપુરની સાથે જ્યાં દ્રૌપદી છે ત્યાં જાય છે તેટલામાં ચુરાઈ ગયો છે મનનો સંકલ્પ એવી દ્રૌપદીને જુએ છે. તેણે દ્રૌપદીને પૂછ્યું: તું આમ કેમ વિરસ રડે છે? પૂર્વના મિત્રદેવે મારા માટે તમે અહીં લાવી છે. તેથી તે ભદ્ર! તું મારી સાથે રમણ કર. આ સર્વ પણ તારો પરિવાર છે. પછી દ્રૌપદી કહે છે-દ્વારિકા નગરીમાં Page #222 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૧૫ કૃષ્ણ મારો પ્રિય ભાઈ છે, તે જો છ મહીના સુધીમાં મારી શોધ કરતો અહીં નહીં આવે તો તું જે કહીશ તેમ કરીશ. પદ્મનાભ પણ તેની વાત સ્વીકારે છે અને કન્યાના અંતઃપુરમાં સ્થાપે છે. પછી તે ધીર દ્રૌપદી અમુક તપકર્મનો સ્વીકાર કરીને છઠ્ઠને પારણે આયંબિલ કરવા લાગી અને ત્યાં આરાધના કરતી રહેવા લાગી. (૨૩૩) આ બાજુ મુહૂર્ત માત્ર પછી જ્યારે યુધિષ્ઠિર જાગ્યો તેટલામાં શય્યાતળમાં દ્રૌપદીને જોતો નથી. તે વખતે વ્યાકુળ થયેલો ચારેકોર તપાસ કરવા લાગ્યો. ભાળ નહીં મળતા પ્રભાતે રાત્રિનો સર્વ વ્યતિકર જણાવ્યો. અને પોતાના ચાકરોની મારફત તેણે સર્વ નગરમાં આઘોષણાપૂર્વક જણાવ્યું કે જે દ્રૌપદીને શોધી લાવશે તેના ઉપર હું અકાલે મોટી કૃપા કરીશ. જેટલામાં નગરોમાં કે ગામમાં ક્યાંય પણ ન મળી એટલે પાંડુરાજાએ કુંતીને કહ્યું: તું તારિકામાં કૃષ્ણની પાસે જા અને કૃષ્ણને આ હકીક્ત જણાવ. પછી હાથી ઉપર બેસીને કુંતી જલદીથી કૃષ્ણની પાસે ગઈ. દ્વારિકા નગરીમાં પહોંચી અને બહુ ગૌરવથી સ્વાગત કરાયું. કૃષ્ણ પૂછ્યું: અહીં આવવાનું શું પ્રયોજન છે ? તે કહે. “હે પુત્ર! રાત્રિએ યુધિષ્ઠિરની પાસે શયામાં સુખપૂર્વક સૂતેલી દ્રૌપદીને કોઈપણ હરણ કરીને ક્યાંક લઈ ગયો છે. તેથી તેની ખબર મળે તેમ જલદીથી કર. તે માટે તે યોગ્ય છે. તારા સિવાય બીજો કોણ આ કાર્ય કરવા સમર્થ થાય?' કુંતીએ આમ કહ્યું ત્યારે તત્ક્ષણ કૃષ્ણને પરાક્રમનો ઉત્કર્ષ થયો. “હું તેવો પ્રયત્ન કરીશ જેથી તેને પાતાળમાંથી કે દેવલોકમાંથી કે સમુદ્રમાંથી શોધીને લાવી આપીશ” એમ તેની આગળ પ્રતિજ્ઞા કરે છે. હે માતા ! તમે વિશ્વસ્થ થઈને રહો. સત્કાર અને સન્માન કરીને તેને ગજપુરમાં પાછી મોકલે છે. ચારે તરફે તપાસ કરાવી પણ જેટલામાં ક્યાંય ખબર મળતી નથી તેટલામાં ક્યારેક પણ નારદ વાસુદેવના ભવનમાં આવ્યો. અર્થ આપવાપૂર્વક કૃષ્ણ ઘણા ગૌરવથી પોતાના ઘરના કુશળ સમાચાર પૂછવામાં તત્પર, સુખાસન ઉપર બેઠેલા નારદને પૂછ્યું: હે ભગવન્! રાત્રે યુધિષ્ઠિર રાજાની સાથે સુખેથી સૂતેલી દ્રુપદરાજાની પુત્રી દ્રૌપદી દેવીને કોઈ અદશ્ય રીતે (ન જાણે તેમ) અપહરણ કરીને લઈ ગયું છે, તમે ક્યાંય દ્રૌપદીને જોઈ? પછી કંઈક હસતા મુખથી નારદે કહ્યું: આવા પ્રકારના કાર્યોમાં મારો અધિકાર નથી પરંતુ તમારા ઉપરોધથી કહું છું કે તે હોય કે બીજી કોઈ હોય એમ મને ચોક્કસ ખબર નથી પણ અમરકંકા નગરીમાં પદ્મનાભ રાજાના ઘરે વિવર્ણમુખવાળી, ભૂમિ ઉપર મૂકેલી છે દૃષ્ટિ જેણે, પાસે પણ ગયેલાને નહીં જોતી એવી તેની સમાન એક સ્ત્રીને જોઈ હતી. પછી કૃષ્ણ કહ્યું: આ કજિયાને ઊભો કરનાર તું જ છે. આકાશગામિની વિદ્યાનું સ્મરણ કરીને નારદ ત્યાંથી પલાયન થઈ ગયો. (૨૫૧) Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ઉપદેશપદ : ભાગ- પછી ગજપુરમાં પાંડુરાજાની પાસે દૂત મોકલીને જણાવ્યું કે અક્ષત શરીરવાળી દ્રૌપદીની ખબર મને મળી છે તેથી ચતુરંગબલથી યુક્ત પોતાના પાંચેય પણ પુત્રો પૂર્વ સમુદ્રના કાંઠે જલદીથી પહોંચે તેમ જલદીથી કરો. પટહ અને દંદુભિના અવાજથી પૂરાયો છે દિશાંતરનો આભોગ (વિસ્તાર) જેના વડે એવો કૃષ્ણ પણ પોતાના પરિવારથી યુક્ત નગરીમાંથી એકાએક નીકળતો પૂર્વ સમુદ્રના કાંઠા ઉપર જ્યાં પાંચેય પાંડવો છે ત્યાં આવીને છાવણી નાખે છે. ત્યાં તે પૌષધશાળામાં તપ કરે છે. તેટલામાં અક્રમના અંતે લવણાધિપતિ દેવે વાસુદેવને પ્રત્યક્ષ દર્શન આપ્યું અને કહે છે- તું જે કહેશે તેને હું કરી આપીશ. કૃષ્ણે કહ્યુંઃ પદ્મનાભ રાજાએ દ્રૌપદી દેવીનું હરણ કરી અમરકંકામાં પોતાના ઘરમાં રાખી છે. તેને પાછી લાવવા પાંચ પાંડવો અને છઠ્ઠો હું એમ છ જણાના રથો ત્યાં જે રીતે પહોંચે તે રીતે લવણસમુદ્રમાં જલદીથી માર્ગ આપે. તેણે કહ્યું: તમારે આટલો બધો પરિશ્રમ કરવાની શી જરૂર છે? અહીં રહેલા તમને દ્રૌપદી હાથોહાથ મળી જાય તેમ કરીશ. જો તમે મને રજા આપતા હો તો નગર સહિત, પરિજન સહિત અને લશ્કર સહિત તે પદ્મનાભ રાજાને લવણસમુદ્રમાં જળસમાધિ કરાવી દઉં. તે નરાધમ પશુની કેટલી માત્ર શક્તિ છે? કૃષ્ણ કહ્યુંઃ દ્રૌપદીની પરીક્ષા કરવી મારે ઉચિત છે તેથી હું સ્વયં જ લાવીશ. આ પ્રમાણે કૃષ્ણના વચનને સ્વીકારતા દેવે પાણીના બે ભાગ કરીને છ રથોને જવાનો માર્ગ કરી આપ્યો. પછી લવણસમુદ્રના મધ્ય-મધ્યભાગથી જતા અમરકંકા નગરીમાં પહોંચ્યા અને ઉદ્યાનના આગળના ભાગમાં રથોને છોડીને ઉદ્યાનના અંદરના ભાગમાં ગયા. પછી દારૂક નામના સારથિને બોલાવીને કૃષ્ણ કહે છે- તું નગરની અંદર જા, પદ્મ રાજાને પગથી પૃથ્વીતળ ઉપર પછાડીને, ભાલાના અગ્રભાગ પર લેખને લઈ જઈને કહે કે કુપગ્રાહે પાંચ પાંડવો અને છઠ્ઠો કૃષ્ણ દ્રૌપદીને પાછી લેવા આવ્યા છે માટે તું સ્વયં અર્પણ કર નહીંતર લડાઈ કરવા સજ્જ થા, બીજો કોઈ છૂટકો નથી. શું તેં જાણ્યું નથી કે દ્રુપદપુત્રી દ્રૌપદીનો કૃષ્ણ ભાઈ થાય છે ? જે લડાઈ કરવાનો પિપાસુ છે, ભુવનમાં કોઈ તેની સમાન નથી. આ પ્રમાણે કૃષ્ણવર્ડ શિક્ષા અપાયેલો સારથિ આજ્ઞાને શિરોમાન્ય કરી અમરકંકા નગરી તરફ ચાલ્યો અને રાજભવનમાં પહોંચ્યો. દૂતજનને ઉચિત વિનય કર્યો. દૂતે કહ્યું: મારો આ વિનય છે. પણ મારા સ્વામીની આ આજ્ઞા છે એમ જણાવીને દૂત પગથી તેના આસનને હણે છે અને ભાલાની અણી ઉપર લેખ આપે છે. પદ્મનાભ રાજા તેનું અપમાન કરીને પાછલે દરવાજે લઈ જાય છે અને કહે છે કે પાછી આપવાના હેતુથી મેં આને નથી મંગાવી, તેથી જો યુદ્ધની ખણજ હોય તો કૃષ્ણ સજ્જ થાય, હું આવું છું. એમ તું કૃષ્ણને કહેજે. તે પરદેશથી આવેલો છે, હું અહીં સ્વદેશમાં રહેલો બળવાન છું. આ અલ્પ પરિવારવાળો છે, હું અહીં ઘણા પરિવારવાળો છું. (૨૭૩). ૧. કૂપગ્રાહ- જેની વસ્તુ ચોરાઈ ગઈ હોય અને પાછી લેવા જાય તે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૧૭ આ પ્રમાણે વિચારીને રણક્ષમ કૃષ્ણ ચતુરંગ એનાથી યુક્ત, હાથી ઉપર બેઠેલો, ક્રોધથી લાલચોળ થયેલો નગરમાંથી નીકળે છે. કૃષ્ણ પાંચે પણ પાંડુપુત્રોને કહ્યું: અહીં શું કરવું? તેઓ કહે છે કે આજે અમે નથી કે તે નથી. વિવિધ પ્રકારના સેંકડો આયુધોથી રથના અંદરના ભાગને ભરીને પાંડવો લડાઇમાં ઊતર્યા. પદ્મનાભના ઘણાં સૈન્યોએ શસ્ત્ર સમૂહનો મારો ચલાવીને પાંડવોના ધ્વજ-છત્ર-સત્ત્વ અને મુકુટોને ક્ષણથી છેદ્યા. બાણોથી પાંડવોનું શરીર જર્જરિત કર્યું એટલે પાંડવોએ લડાઇમાંથી પીછેહઠ કરી. કૃષ્ણ પાસે આવીને કહે છે કે અહો! આ મહાબળવાન છે. કૃષ્ણ કહે છે કે “અમે આજે જીતીને આવીશું, આ પધ આજે જીવતો નહીં રહે' એવું વિશ્વાસપૂર્વક બોલીને યુદ્ધ કરવા જાત તો દુર્જય શત્રુ પક્ષને જીતીને શ્વેતકીર્તિ પદને પ્રાપ્ત કરત. હવે જુઓ, આજે આ પદ્મ જીવતો નહીં રહે હું જ જીતીને આવીશ એમ બોલીને મુખના પવનથી પંચજન્ય મહાશંખને પૂરે છે. પછી તેના અવાજથી હણાયેલું ત્રીજા ભાગનું સૈન્ય મૂર્શિતની જેમ તત્કણ સૂઈ ગયું. પછી કૃષ્ણ ધનુષ્યદંડને ગ્રહણ કરે છે. તેની દોરીના ટંકાર શબ્દથી સૈન્યનો બીજો પણ ભાગ બહેરો થયો તેટલામાં પોતાને અસ્વસ્થ જોતો પદ્મ ત્યાંથી નાશી નગરીમાં પેસી જઈ સજ્જડ દરવાજાને બંધ કર્યો. રથ પર આરૂઢ થયેલા કૃષ્ણ નગરીને ઘેરો ઘાલ્યો. કિલ્લાના પરિસરમાં જઈને તરત જ નરસિંહનું રૂપ વિકુવને દરવાજાને તેવી લાત મારે છે કે જેથી કડડભૂસ થતા દેવાલયના શિખરોના ભારથી પૃથ્વીપીઠ જેમાં ભેદાવા લાગ્યું છે, તથા ઊંચા મહેલોનો સમૂહ જેમાં ખળભળવા લાગ્યો છે એવી તે નગરી થઈ. પોતાના પ્રાણની શંકા કરતો કંઇપણ બીજા ઉપાયને નહીં જોતો, દ્રૌપદીની પાસે જઈને દીનમુખવાળો પદ્મનાભ કહે છે કે તારું અપહરણ કરવાથી મને આવું ફળ મળ્યું તો અહીં મારે હવે શું કરવું? દ્રૌપદી કહે છે- મને લઈને કૃષ્ણને ફરી અર્પણ કર. કેમકે સજ્જનનો ગુસ્સો પ્રણામના અંત સુધી હોય છે. એમ કરાય છતે તું જીવીશ અને રાજ્યનું રક્ષણ કરીશ. સ્નાન કરી બે ઉત્તમ વસ્ત્રોને પહેરીને દ્રૌપદીને આગળ કરીને પગમાં પડીને આ પ્રમાણે ખમાવે છે કે, મેં તમારું અતિ અદ્ભુત પરાક્રમ જોયું, હવે ફરીથી આવું ક્યારેય નહીં કરું, મારા આ અપરાધની ક્ષમા કરો. કૃષ્ણ પદ્મનાભરાજાના ગર્વને સર્વથા ઓગાળીને પોતાની નગરીમાં પાછો મોકલે છે. સ્વયં રથમાં આરૂઢ થયેલો દ્રુપદપુત્રીને લઈને જ્યાં પાંડુપુત્રો હતા ત્યાં આવે છે. પાંચ પાંડવો અને છઠ્ઠો પોતે એમ છ રથોથી પોતાની નગરી તરફ ચાલ્યા. (૨૯૨) જે સમયે કૃષ્ણ વાસુદેવે મુખથી શંખ પૂર્યો હતો તે વખતે ત્યાં ચંપાનગરીમાં કપિલ નામનો વાસુદેવ હતો તથા મુનિસુવ્રત નામના તીર્થકર તે નગરીની બહાર સમોસર્યા હતા, અને તેમની પાસે ધર્મ સાંભળતા શંખનો અવાજ પણ સાંભળે છે. ત્યારે તે વિલખો થયો અને વિચારે છે કે શું અહીં બીજો વાસુદેવ ઉત્પન્ન થયો છે? બીજા ૧. રણક્ષમ– યુદ્ધકળામાં સમર્થ Page #225 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૧૮ કોઇની પાસે આવો પંચજન્ય શંખ હોતો નથી. જિનેશ્વર તેને કહે છે, આવું થયું નથી, થશે નહીં અને થતું નથી કે એક ક્ષેત્રમાં બે જિનેશ્વરો, બે ચક્રવર્તીઓ અને બે વાસુદેવ થાય. પૂર્વે સધાયેલા દેવવડે જંબુદ્રીપના ભરતક્ષેત્રમાંથી હસ્તિનાપુર નગરમાંથી પાંડુના પાંચ પુત્રોની પત્ની હરણ કરીને પદ્મનાભ માટે લવાઇ છે. પછી દ્વારિકા નગરીમાંથી પાંચ પાંડુપુત્રોની સાથે કૃષ્ણ તેને શોધવા માટે અહીં અમરકંકા નગરીમાં જલદીથી આવ્યો છે. પદ્મનાભની સાથે અહીં યુદ્ધનો પ્રારંભ થયો ત્યારે તેણે પંચજન્ય નામનો મહાશંખ પૂર્યો છે. તીર્થંકરના વચનો સાંભળીને તેના દર્શન માટે કપિલ વાસુદેવ ઊભો થયો. હવે મુનિસુવ્રતસ્વામીએ કહ્યુંઃ બે જિનેશ્વરો, બે ચક્રીઓ, બે વાસુદેવો, બે બળદેવો એક ક્ષેત્રમાં ભેગા થાય એવું કદ બનતું નથી તો પણ તે વાસુદેવના છત્ર અને ધ્વજના તને દર્શન થશે. તત્ક્ષણ જ હાથી ઉપર બેસીને સમુદ્ર કાંઠે આવેલો, લવણસમુદ્રના મધ્યભાગમાં પહોંચેલા કૃષ્ણવાસુદેવને જોઇને અતિહર્ષ પામેલો વિચારે છે કે અહો! સ્વતુલ્યપ્રધાન પુરુષોનું આ દર્શન થયું. પછી મુખથી પંચજન્ય શંખ ફૂંકે છે અને કૃષ્ણવાસુદેવ પણ શંખથી પ્રત્યુત્તર આપે છે. આ પ્રમાણે શબ્દ સંભાળવા પૂર્વક તે બંને મળ્યા. પદ્મનાભ મહાપરાધી છે એમ જાણીને કપિલે દેશપાર કર્યો અને રાજ્ય ઉપર તેના પુત્રને બેસાડ્યો. (૩૦૫) પછી તેઓ બે લાખ યોજન વિસ્તારવાળા લવણસમુદ્રને ઓળંગીને મહાનદી ગંગાના પ્રવેશ માર્ગ પર આવ્યા. કૃષ્ણે પાંડુપુત્રોને કહ્યુંઃ તમે ગંગાનદી પાર કરો જેટલામાં હું લવણાધિપતિ સુસ્થિતદેવને એક ક્ષણ મળે. નાવડીની શોધ કરી આદરપૂર્વક તેમાં આરૂઢ થયેલા જેટલામાં ગંગાનદીને પાર કરે છે તેટલામાં તેઓએ પરસ્પર વાર્તાલાપ કર્યો. આ કૃષ્ણ મહાબળવાન છે તે ગંગા નદી તરવા સમર્થ છે કે નહીં તેની પરીક્ષા નાવડીને અહીં રાખીને કરીએ. ગંગાના કાંઠે પહોંચેલા પાંડવો જેટલામાં કૌતુક જોવા ઊભા રહે છે તેટલામાં કૃષ્ણ સારથિ સહિત એક બાહુમાં રથને લઇને હાથથી દુર્ધર ગંગા નદી તરવા લાગ્યો. ગંગાના મધ્યભાગમાં પહોંચ્યો ત્યારે ઘણો થાક્યો. ગંગાદેવી નદીમાં વિસામાનું સ્થાનક બનાવે છે. વિશ્રાંતિ લીધા પછી ફરી ચાલે છે. કાંઠે પહોંચીને પાંડવોને જોઇને કહ્યુંઃ અરે! તમે મહાબળવાન છો જેથી સુખપૂર્વક નદી તરી ગયા. હું અત્યંત ક્લેશથી આ નદી તર્યો. હે સ્વામિન્! અમે નાવડીમાં બેસીને ગંગા નદી ઊતર્યા. પરંતુ તમારા બળની પરીક્ષા માટે કૌતુકથી નાવડીને અહીં જ રોકી રાખી. જ્વાળા સમાન ભયંકર કોપ કરતા કૃષ્ણે કહ્યું: હમણાં મારી પરીક્ષા કરાય છે! તમારા આ ચરિત્રને ધિક્કાર થાઓ. જ્યારે યુદ્ધમાં અગ્રહારમાં રહેલા પદ્મનાભને શક્તિહીન કર્યો અને અમરકંકા ભાંગી ત્યારે મારી પરીક્ષા ન કરી? ગુસ્સાથી અતિ ઉગ્ર લોહદંડથી કૃષ્ણે તેઓના રથોનો એવો ચૂરો કર્યો જેથી Page #226 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૧૯ પરમાણુ સમાન થયા. પછી કૃષ્ણ તેઓને સૈન્ય સહિત દેશપાર કર્યા. તેઓ ગજપુરમાં જઈને પાંડુરાજાને સર્વ વૃત્તાંત જણાવ્યો. તેણે પણ કુંતિને તત્કાળ કૃષ્ણ પાસે મોકલી અને શિખામણ આપી કે કૃષ્ણ પ્રસન્ન થાય તેમ કરવું. પ્રેમપૂર્વક તે તે પ્રકારે વિનંતિ કરી. છતાં પણ જ્યારે કૃષ્ણ ગુસ્સાને છોડતો નથી ત્યારે કુંતિએ કહ્યું અડધું ભરત તને સ્વાધીન છે તેથી તે પોતે જ કહે હમણાં તેઓ કયાં જાય? કોમળ હૈયાથી તેણે કહ્યું. તેઓ હમણાં દક્ષિણ સમુદ્રના કાંઠા ઉપર જાય. પછી પરિવાર સહિત પાંડવો હસ્તિનાપુરથી નીકળી અને ત્યાં જઈને પાંડુમથુરા નગરી વસાવે છે. તે નગરી કાંચી” એ નામથી વિખ્યાત થઈ. અહીં પણ તેઓ વિપુલ ભોગના ભાજન એવા સમૃદ્ધ રાજ્યવાળા થયા. (૩૩૩) હવે ક્યારેક દ્રૌપદી ઉત્તમ ગર્ભને ધારણ કરનારી થઈ. નવ માસ પૂર્ણ થયા પછી શ્રેષ્ઠરૂપને ધરનાર, સુકુમાલ હાથ, પગવાળા, નિરોગી શરીરવાળા પુત્રને જન્મ આપ્યો. જન્મ પછી બાર દિવસ પૂરા થયા ત્યારે તેનું નામ આ પ્રમાણે રાખ્યું. જે પાંચ પાંડવનો પુત્ર હોવાથી તેનું નામ પણ પાડવામાં આવ્યું. કાળે સુનિર્મળ બોંતેર કળાઓને ભણ્યો. જ્યારે ભોગ ભોગવવાને સમર્થ થયો ત્યારે યુવરાજ પદે અભિષેક કરાયો. (૩૩૪) હવે ક્યારેક પણ પાંડુમથુરામાં સમુદ્રના પેટાળ જેવા ગંભીર મનવાળા, ભવ્યજીવો રૂપી કમળને માટે સૂર્ય સમાન, અશઠપરિણામવાળા સ્થવિર સમોસર્યા. નગરમાંથી લોક તથા પાંચ પાંડવો તેમને વંદન કરવા આવ્યા. ધર્મદેશના કરવામાં આવી. પાંચેય પણ પાંડવો પ્રતિબોધ પામ્યા. ભાલ તલ ઉપર મૂકાયા છે બે કર રૂપી કમળો જેઓ વડે એવા તેઓ અર્થાત્ કરજોડીને તેઓ કહે છે કે દ્રૌપદી દેવીને પૂછીને, દ્રૌપદીના પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને તમારી પાસે અમો દીક્ષા લેવા ઇચ્છીએ છીએ. પછી પુત્રને રાજ્ય પર સ્થાપીને દ્રૌપદીની સાથે દીક્ષા લીધી અને ગુણોના રાજાની રાજધાની સમાન સમર્થ ક્ષમાવાને સાધુઓ થયા. દ્રૌપદી સુવ્રતા આર્યાની શિષ્યા થઈ. મોક્ષના ઉપાયભૂત બાર અંગોને ક્રમથી ભણ્યા. છ8-અદ્દમાદિ કષ્ટદાયક તપને આરાધવા લાગ્યા. તે સ્થવિર ભગવંતોએ બીજા નગરમાં વિહાર કર્યો. (૩૩૩). હવે કયારેક ભગવાન અરિષ્ટનેમિએ સૌરાષ્ટ્ર દેશમાં વિહાર કર્યો. પાંચેય પણ પાંડવમુનિઓ પરિભાવના કરે છે કે કોઈપણ રીતે નેમિનાથને વંદન કરીએ તો કૃતાર્થ થઈએ અને આ મનુષ્યભવને સફળ કરીએ. એટલામાં એકાગ્ર મનવાળા થઈ સૌરાષ્ટ્ર દેશ તરફ ચાલ્યા અને હસ્તિકલ્પ નગરમાં પહોંચ્યા અને સહસામ્ર ઉદ્યાનમાં રહ્યા. તેટલામાં માસખમણને પારણે ત્રીજી પોરિસીમાં નગરની અંદર ભમતા ચારે ય નાનાં પાંડવોને ૧. ક્ષમા ગુણોમાં રાજા છે. સાધુઓ ગુણોને રહેવા માટે રાજધાની સમાન છે. રાજા બરાબર હોય તો દુષ્ટો માથું ઊંચકતા નથી. તેમ સાધુમાં ક્ષમા ગુણ બરાબર હોય તો બીજા દુર્ગુણો નુકસાન કરી શકતા નથી. ૨. નાના એટલે યુધિષ્ઠિરને છોડીને બાકીના ચાર પાંડવો. Page #227 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૨૦ ક્યાંકથી સાંભળવા મળ્યું કે આજ રાત્રે ઉજ્જ્વતગિરિ ઉપર નેમનાથ ભગવાન નિર્વાણ પામ્યા છે. તત્ક્ષણ જ પાછા ફરીને જ્યાં યુધિષ્ઠિર મુનિ છે ત્યાં આવ્યા. યથાહકીકત જણાવે છે, ભક્તપાનનો ત્યાગ કરે છે અને ભાવના ભાવે છે કે અહો! કર્મવડે કરાયેલી ચેષ્ટાઓ કેવી વિષમ છે! ઘણું પરાક્રમ આદરવા છતાં વાંછિત અર્થ સિદ્ધ ન થયો. હવે જિનેશ્વરના વિરહરૂપ દાવાનળથી સળગેલા જીવિતથી શું ? આથી શત્રુંજય જઇને અનશન કરીએ. ત્યાં જઇને બે મહિનાની સંલેખના કરી. કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું અને નિર્વાણ પામ્યા. આર્યા દ્રૌપદી પણ સામાયિક વગેરે અગીયાર અંગો ભણીને અંતે માસખમણથી અનશન કરી કાળધર્મ પામી. અને પાંચમાં દેવલોકમાં દસ સાગરોપમના આયુષ્યવાળો દેવ થઇ. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. નાગશ્રીનું જન્માંતરનું ચરિત્ર કહ્યું છે તે અહીં પ્રસંગથી આવેલું છે. અહીં ધર્મરુચિ અણગાર પ્રસ્તુત (વિષય) છે. શ્રી ધર્મરુચિ કથાનક સપ્રસંગ સમાપ્ત થયું. હવે મનોગુપ્તિના ઉદાહરણને કહે છે– મનોગુપ્તિના ઉદાહરણમાં કોઇક સાધુ ધર્મધ્યાન કે શુક્લધ્યાનમાં લીન થયેલા હતા અને ક્યારેક ઇંદ્રે તેની પ્રશંસા કરી અને તેની શ્રદ્ધા નહીં કરતો એક દેવ આવ્યો. ત્યાં આવ્યા પછી તે દેવે તે સાધુને કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા જોયા અને તેણે તેના કરુણામય માતા-પિતાનું રૂપ વિકુર્યું. દુઃખી માતા-પિતાવડે કાઉસ્સગ્ગમાં રહેલો પુત્ર સાધુ અનેક પ્રકારે બોલાવાયો અને જણાવાયો કે અમે તારા વિના જીવી શકીયે તેમ નથી માટે વચન બોલવા માત્રથી પણ અમને આશ્વાસન આપ. જ્યારે કાઉસ્સગ્ગમાં રહેલા સાધુ કંઇપણ ક્ષોભ ન પામ્યા ત્યારે તે દેવે તેની પત્નીનું રૂપ વિષુવ્યું. તે પત્નીનું રૂપ કેવું છે? સમસ્ત શૃંગારથી પરિપૂર્ણ, શરીરે સંપૂર્ણ આભૂષણ પહેરેલી, પરપુરુષમાં આસક્ત થયેલી, ફરીથી પણ તે સાધુની અતિશય અભિલાષા કરતી, અત્યંત ઉતાવળથી મીઠું બોલતી. પોતાની સ્ત્રી વિકુર્થીને બતાવી તો પણ તેનું મન મનોગુપ્તિમાંથી જરાપણ ચલિત ન થયું. ત્યારે દેવે પોતાનું રૂપ બતાવ્યું અને મુનિને વંદના કરી તથા સ્તવના કરી. જેમકે—તમારો જન્મ સફળ છે. તમે ગુણોથી જગપ્રસિદ્ધ છો, તમે સમ્યગ્ આચારવાન છો, તમારા મનનો નિગ્રહ અત્યંત દૃઢ છે. તમારા સિવાય બીજો કોણ આ લોક અને પરલોકમાં નિસ્પૃહ હોય? અને પછી સાધુલોકમાં પ્રશંસા થઇ. જેમકેઆ મહાત્માના ચિત્તનો ભેદ ન થયો. (૬૫૨) હવે વચન ગુપ્તિના ઉદાહરણને કહે છે. જેમકે– Page #228 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૨૧ કોઈક સાધુ “હું સ્વજનોને મળવા તેમના ગ્રામ કે નગર જાઉં” એવા અધ્યવસાયવાળા થયા. મા જતા સાધુને ચોરોએ પકડ્યા. પછી તેને છોડી દેતા સેનાપતિ કહે છે–તું કોઈને કહેતો નહીં કે અમે અહીં રહેલ છીએ. એટલામાં સાધુ માર્ગમાં કંઈક આગળ જાય છે તેટલામાં જાન સામી મળી. તે જાનમાં સાધુના સ્વજનો સામેલ હતા. તેઓ જવાના ગામને અડધે રસ્તે મળ્યા. આમાં કોઈ સ્વજન છે ? એવી શંકા સાધુને થઈ. પછી તેને ખાતરી થઈ કે આ જાનમાં માતા-પિતા-ભાઈ વગેરે આવેલા છે. તો હવે મારે તેમના ગામ શા માટે જવું? અહીં જ સ્વજનોના દર્શન થયા તેથી પાછું ફરવું એ જ ઉચિત છે એમ સમજીને સાધુ પાછા વળી ગયા અને તે સ્વજનોની સાથે પાછા ફર્યા. પાછા ફરતા રસ્તામાં ચોરોએ સ્વજનોને પકડ્યા અને લૂંટીને તેમને છોડી મૂક્યા. પછી તે ચોરો અંદરોઅંદર વાત કરે છે કે આ તે જ સાધુ છે જેને આપણે પકડીને છોડી મૂક્યા. પછી ચોરનું વચન સાંભળીને સાધુની માતા પૂછે છે કે આ સાધુને તમે પકડીને છોડી મૂક્યા એ વાત શું સાચી છે? ચોરોએ કહ્યું: હા, આ વાત સાચી છે. માતા બોલીઃ છરીને લઈ આવો જેથી મારા સ્તનને છેદી નાખું. કેમકે આ સ્તને મારા સાધુ પુત્રને દૂધ પાઈને અપરાધ કર્યો છે. સેનાપતિએ પુછયું આ સાધુ તમારો શું થાય? માતા બોલીઃ આ સાધુ છે તે મારો દુષ્ટ પુત્ર છે. કેમકે તેણે તમને જોયા છતાં અમને ન કહ્યું કે આગળ ચોરોનો સેનાપતિ છે. આ રીતે અમારું હિત ન કરતો હોય તો ક્યા પ્રકારથી આ અમારો પુત્ર ગણાય? તેને પુત્ર જ ન કહેવાય જેણે સંકટમાં પડેલા માતા-પિતાની ઉપેક્ષા કરી. પરંતુ પુત્ર તો અવશ્ય યથાશક્તિ દુઃખનું નિવારણ કરે. પછી સેનાપતિએ વિસ્મય ચિત્તથી પૂછ્યું: હે સાધુ! આ માર્ગમાં ચોરો છે એમ તમે માતા-પિતાને કેમ ન કહ્યું? આ પ્રમાણે સેનાપતિએ કહ્યું ત્યારે સાધુએ ધર્મ દેશના આપી. જેમકે આ અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતા જીવોને કોણ ભાઇપણાથી નથી મળ્યું? તથા કોણ શત્રુ રૂપે નથી મળ્યું? અથાત્ આ સંસારમાં સર્વે જીવો અનંતીવાર શત્રુ થયા છે અને અનંતીવાર બંધ થયા છે. આથી જ વિવેકી સાધુઓ કયાંય પણ રાગ કરતા નથી તેમજ કષાયરૂપી વિષના નિગ્રહથી દ્વેષ કરતા નથી. તથા સાધુ બે કાનથી ઘણું સાંભળે છે અને બે આંખથી ઘણું જુએ છે પરંતુ જોયેલું અને સાંભળેલું સર્વ કહેવું સાધુને અનુચિત છે. એમ સેનાપતિએ અમૃતની વૃષ્ટિ સમાન સાંભળેલા વચનોથી દુઃખને નાશ કરનારી બોધિ મેળવી અને દુષ્ટ અધ્યવસાયથી નિવૃત્ત થયો. આથી ઉપશાંત થયેલા સેનાપતિએ સાધુની માતાને ૧. સંજ્ઞાપક સ્થાન–સારી રીતે ઓળખે તે સંજ્ઞાપક અર્થાત્ સ્વજન અને તેને રહેવા માટેનું સ્થાન ગ્રામ કે નગર. Page #229 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૨૨ છોડી દીધી. તું પણ મારી માતા છે એમ માનીને તેની વિવાહોચિત સામગ્રી લૂંટી લીધી હતી તે સર્વ પાછી આપી દીધી. ઉપસંહાર કરતા કહે છે કે—પ્રસ્તુત સાધુની જેમ સર્વ સાધુઓએ વચન ગુપ્તિનું પાલન કરવું જોઇએ. હવે કાયગુપ્તિનું ઉદાહરણ કહેવાય છે– કોઇ એકવાર માર્ગ પર પહોંચી ગયેલા કોઇ એક મહાસાધુ મહાટવીના માર્ગમાં પ્રવેશ્યા. આવાસ લઇને સાથે પડાવ નાખ્યો. ત્યારે સાર્થથી અધિષ્ઠિત ભૂમિ ઉપર કંઇપણ સ્થંડિલભૂમિ સાધુએ ન મેળવી કે જ્યાં જીવોને પીડા કર્યા વિના સાધુસમાચારી પાળી શકાય. અને જ્યાં એક પગ મૂકી શકાય તેટલી માત્ર સ્થંડિલભૂમિ ઉપર એક પગ મૂકીને આખી રાત્રિ પસાર કરી તેટલામાં પગ સોજીને થાંભલો થઇ ગયો છતાં સાધુએ અસ્થંડિલ ભૂમિ ઉપર પગ ન મૂક્યો. કેવા થઇને તેણે પગ ન મૂક્યો? સત્ત્વશાળી બનીને પગ ન મૂક્યો. પછી શકેન્દ્રે પ્રશંસા કરી કે અહો! આ સાધુ દુષ્કરકારક વર્તે છે. જે અહીં અસ્થંડિલ ભૂમિનો ત્યાગ કરીને રહ્યા છે. તેવા પ્રકારની ઇન્દ્રની પ્રશંસાને સહન નહીં કરતો એક દેવ સાધુ પાસે આવ્યો. હાથી આદિ પશુઓને વિકુર્થીને બીવડાવવા લાગ્યો તો પણ તે મહાપુરુષને જરા પણ ક્ષોભ ન થયો. કેમકે અધ્યવસાયની અખંડતાથી મરતા એવા મારે કોઇપણ કાર્યની ક્ષતિ થતી નથી. જ્યારે આ બીવડાવવા છતાં પણ સાધુ ક્ષોભ ન પામ્યા ત્યારે દેવે તેને પરાધીન કરે એવી ઠંડી ઉત્પન કરી. ઠંડીથી પીડાયેલા અંગો ચાલી શક્યા નહીં. તેથી પૂર્વભવમાં ઉપાર્જન કરાયેલ આ દુષ્કૃતનો ઉદય થયો છે એમ સમ્યક્ સ્થિર થવા પ્રવૃત્ત થયા. પછી કાયાને પ્રણામ કરવા સ્વરૂપ દેવે વંદના કરી અને પ્રશંસા કરી કે અહો ! તું ધન્ય છે, તથા ખુશ થતા લોકે તેની અતિશય પ્રશંસા કરી. (૬૦૮-૬૬૨) उपसंहरन्नाह— एवंविहो उ भावो, गुणठाणे हंदि चरणरूवम्मि । होति विसिखउवसमजोगओ भव्वसत्ताणं ॥ ६६३ ॥ एवंविधस्त्वेवंविध एव व्यसनप्राप्तावपि गुप्तिसमित्यनुल्लङ्घनरूपो 'भाव: ' परिणामो भवतीत्युत्तरेण योगः । क्व सतीत्याह – गुणस्थाने, हंदीति पूर्ववत्, 'चरणरूपे' चारित्रलक्षणे भवति 'विशिष्टक्षयोपशमयोगतो' विशिष्टो वज्राश्मवदत्यन्तनिबिडो यश्चारित्रमोहस्य क्षयोपशमः क्षयविशेषस्तद्योगात्, 'भव्यसत्त्वानां' समासन्नीभूतनिर्वृतिगमनानाम् । ये हि निवृत्तचारित्रमोहात्मानो महासत्त्वा मुनयः स्युस्त एव प्राणप्रहाणेऽपि न समितिगुप्तिभङ्गभाजो भवन्तीति ॥६६३ ॥ Page #230 -------------------------------------------------------------------------- ________________ उपदेशप: भाग-२ ૨૨૩ ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે— ગાથાર્થ- ચારિત્ર રૂપ ગુણસ્થાન પ્રાપ્ત થયે છતે વિશિષ્ટ ક્ષયોપશમના યોગથી ભવ્યજીવોને આવા પ્રકારનો જ ભાવ થાય છે. ટીકાર્થ—વિશિષ્ટ ક્ષયોપશમના યોગથી—ચારિત્રમોહનો વજપથ્થરની જેવો જે અત્યંત ગાઢ ક્ષયોપશમ, તે ગાઢ ક્ષયોપશમના યોગથી. ભવ્યજીવોને=જેમનું મોક્ષગમન નજીકમાં છે તેવા જીવોને. આવા પ્રકા૨નો જ ભાવ=કષ્ટની પ્રાપ્તિ થવા છતાં ગુપ્તિ–સમિતિઓનું ઉલ્લંઘન ન થાય તેવો પરિણામ. જે મુનિઓ નિવૃત્તચારિત્રમોહવાળા અને મહાસત્ત્વવંત હોય તે જ મુનિઓ પ્રાણનાશમાં પણ સમિતિ–ગુપ્તિનો ભંગ કરતા નથી. (૬૬૩) कुत एतदिति चेदुच्यते देहाऽसामत्थम्मिवि, आसयसुद्धी ण ओघओ अन्ना । चरणम्मि सुपुरिसो ण हि, तुच्छोवि अकज्जमायरति ॥६६४॥ 'देहासामर्थ्येऽपि' दुष्कालरोगवार्द्धकादिकारणैर्देहस्य विहितकृत्येष्वसमर्थतायामपि, किं पुनरितरत्रेत्यपिशब्दार्थः, 'आशयशुद्धिः' परिणामनैर्मल्यरूपा 'न' नैवौघतः सामायेनान्या हीयमाना विपरीतरूपा वा सम्पद्यते । क्व सतीत्याह - 'चरणे' सर्वसावद्यपरिहारलक्षणे । यच्चौघत इत्युक्तं, तत् तथाविधोत्कर्षवशाद् मेघकुमारादीनामिव मनाग् मालिन्यमपि कदाचित् संभाव्यत इति व्यभिचारपरिहारार्थम् । एतदेव समर्थमान आह—'सुपुरुषः' शान्तदान्तस्वभावः, स च विशेषतः "असत्सङ्गाद् दैन्यात् प्रखलचरितैर्वा बहुविधैरसद्भूतैर्भूतैर्यदि भवति भूतेरभवनि: । सहिष्णोः सद्बुद्धेः परहितरतस्योन्नतमतेः, परा भूषा पुंसः स्वविधिविहितं वल्कलमपि ॥ १ ॥" इत्यध्यवसायप्रधानः पुरुषविशेष:, 'न' नैव हिर्यस्मात् 'तुच्छोऽपि शरीरविभवसहायादिबलविकलतया कृशीभूतोऽपि किं पुनरितरः, 'अकार्यं' कुलकलङ्कादिकारणं कृत्यविशेषमैहिकं पारत्रिकं च समाचरत्यासेवते । तथा च पठन्ति - " निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु, लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा, न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः ॥१ ॥ " सुपुरुषशिरोरत्नभूतश्च चारित्री, कथमस्यान्यथा भावशुद्धिः सम्पत्स्यते ? इति ॥६६४ ॥ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ઉપદેશપદ : ભાગ-૨ આ પણ શાથી છે એમ પૂછતા હો તો કહેવાય છે ગાથાર્થ– ચારિત્ર વિદ્યમાન હોય ત્યારે શરીરનું સામર્થ્ય ન હોય તો પણ પરિણામનિર્મલતા સામાન્યથી અન્ય ન થાય. (=પરિણામ મંદ કે મલિન ન બને.) સુપુરુષ દુર્બલ હોય તો પણ અકાર્ય ન આચરે. ટીકાર્થ-ચારિત્ર સર્વ સાવધનો ત્યાગ. શરીરનું સામર્થ્ય ન હોય દુકાળ, રોગ, વૃદ્ધાવસ્થા વગેરે કારણોથી શરીર વિહિત કાર્યો કરવા માટે અસમર્થ બની ગયું હોય. શરીરનું સામર્થ્ય ન હોય તો પણ એ સ્થળે “પણ” શબ્દનો અર્થ આ પ્રમાણે છેશરીરનું સામર્થ્ય ન હોય તો પણ પરિણામનિર્મલતા અન્યથા ન થાય તો પછી શરીરનું સામર્થ્ય હોય ત્યારે તો પરિણામનિર્મલતા અન્યથા ન થાય તેમાં શું કહેવું? પ્રશ્ન-પરિણામનિર્મલતા સામાન્યથી અન્યથા ન થાય એમ “સામાન્યથી કેમ કહ્યું? ઉત્તર–તેવા પ્રકારના અતિશય કષ્ટના કારણે મેઘકુમાર વગેરેની જેમ કોઇકને કયારેક મલિનતા થવાની સંભાવના છે. આથી નિયમનો (=જ્યાં જ્યાં ચારિત્ર હોય ત્યાં ત્યાં પરિણામનિર્મલતા અન્યથા ન થાય એવા નિયમનો) ભંગ ન થાય એ માટે “સામાન્યથી' એમ કહ્યું છે. અન્ય ન થાય=પરિણામની મંદતા કે મલિનતા ન થાય. સુપુરુષત્રશાન્ત-દાન્ત પુરુષ. શાન્ત-દાન્ત પુરુષ સુપુરુષ છે એમ સામાન્યથી સમજવું. વિશેષથી તો નીચેના શ્લોકમાં કહેવાશે તેવા અધ્યવસાયની પ્રધાનતાવાળો પુરુષ સુપુરુષ જાણવો. असत्सङ्गाद् दैन्यात् प्रखलचरितैर्वा बहुविधैरसद्भूतैर्भूतैर्यदि भवति भूतेरभवनिः । सहिष्णोः सद्बुद्धेः परहितरतस्योन्नतमतेः, परा भूषा पुंसः स्वविधिविहितं वल्कलमपि ॥ દુષ્ટોના સંગથી, પ્રતિકૂળ પરિસ્થિતિથી અથવા અતિશય લુચ્ચા પુરુષોના સાચા કે ખોટા અનેક પ્રકારના આચરણથી સંપત્તિનો વિનાશ થાય, તો પણ સહિષ્ણુ, સબુદ્ધિવાળા, પરહિતમાં તત્પર અને ઉચ્ચ મતિવાળા પુરુષને પોતાના ભાગ્યથી કરાયેલ વૃક્ષની છાલ પણ શ્રેષ્ઠ શોભા છે, અર્થાત્ તેવો પુરુષ વૃક્ષની છાલથી પણ બહુ શોભે છે.” જેના અંતરમાં આવો અધ્યવસાય મુખ્ય છે એવો પુરુષ સુપુરુષ છે. દુર્બલ હોય તો પણ શરીર, વૈભવ, સહાયતા વગેરેના બળથી રહિત બની જવાના કારણે દુર્બલ બની ગયો હોય તો પણ. જો દુર્બલ બની ગયો હોય તો પણ અકાર્યને ન આચરે તો પછી બળવાન હોય તો અકાર્યને ન આચરે એમાં તો શું કહેવું? Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ ઉપદેશપદ : ભાગ-૨ અકાર્યને ન આચરે કુલકલંક આદિનું કારણ હોય તેવું આ લોક સંબંધી કે પરલોક સંબંધી અશુભ કાર્ય ન કરે. આ વિષે કહે છે કે–“નીતિમાં નિપુણ પુરુષો નિંદા કરો કે પ્રશંસા કરો, પોતાની ઈચ્છા પ્રમાણે સંપત્તિ આવે કે જાય, મરણ હમણાં જ થાઓ કે અન્યયુગમાં થાઓ, ધીરપુરુષો ન્યાયયુક્ત માર્ગથી એક પગલું પણ ચલિત થતા નથી.” ચારિત્રી સુપુરુષોમાં શિરોમણિ(=મુખ્ય) છે. અન્યથા(=સુપુરુષોમાં શિરોમણિ ન હોય तो) यात्रिीने मावशुद्धि वी रीते. थाय? (६६४) दव्वादिया न पायं, सोहणभावस्स होति विग्घकरा । बज्झकिरियाओ तहा, हवंति लोगेवि सिद्धमिणं ॥६६५॥ 'द्रव्यादयो' द्रव्यक्षेत्रकालभावाः कुतोऽपि वैगुण्याद् बाढमननुकूलभावापन्ना 'न' नैव 'प्रायो' बाहुल्येन शोभन: शान्तोदात्तपरिणतिरूपो भावो मनःपरिणतिर्यस्य चारित्रिणः स तथा तस्य, अथवा, शोभनश्चासौ भावश्चोक्तरूप एव तस्य, भवन्ति 'विघ्नकरा' व्याघातहेतवः । प्रायोग्रहणं च मन्दमोहादिक्लिष्टकर्मक्षयोपशमवतः शोभनभावविघ्नसंभवेन मा भूत् सर्वत्र व्यभिचार इति । पठ्यते च "निमित्तमासाद्य यदेव किञ्चित्, स्वधर्ममार्ग विसृजन्ति बालिशाः । तपःश्रुतज्ञानधना हि साधवो, न. यान्ति कृच्छ्रे परमेऽपि विक्रियाम् ॥१॥" इति। व्यवच्छेद्यमाह-'बाह्यक्रियास्तु' बहिर्व्यापाररूपाः कायिक्यादयः पुनस्तथा यादृशा द्रव्यादयो वर्त्तन्ते तादृशा एव भवन्ति । नहि द्रव्यादिषु प्रतिकूलभावमागतेषु सामान्यात् शिष्टानां दानादयो, यतीनां चैषणाशुद्धयादयोऽध्ययनादयश्च प्रवर्त्तन्ते । अत एवोक्तम्-"कालस्स य परिहाणी, संजमजोग्गाइं नत्थि खेत्ताइं । जयणाए वट्टियव्वं, न हु जयणा भंजए अंगं ॥१॥" अथैतदेवोपचिनोति-लोकेऽपि शिष्टजनलक्षणे, न केवलमस्माभिरुच्यत इत्यपिशब्दार्थः, सिद्धमिदं यथा न द्रव्यादयः शुद्धभावविघ्नकराः सम्पद्यन्ते ॥६६५॥ ગાથાર્થ– શુભભાવવાળા ચારિત્રીને દ્રવ્યાદિ શુભભાવમાં પ્રાયઃ વિધ્ધ કરનારા થતા નથી. બાહ્ય ક્રિયાઓ તો દ્રવ્યાદિ પ્રમાણે થાય. આ લોકમાં પણ પ્રસિદ્ધ છે. ટીકાર્ય–શુભભાવવાળા=શાન્ત–ઉદાત્ત માનસિક પરિણામવાળા. દ્રવ્યાદિ આદિ શબ્દથી ક્ષેત્ર, કાલ અને ભાવ સમજવા. કોઈ પણ દોષના કારણે દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ પ્રતિકૂળ હોય તો પણ પ્રાયઃ વિધ્ધ કરનારા થતા નથી=વિષ્મનું કારણ બનતા नथी. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ઉપદેશપદ : ભાગ-૨ - આ વિષે કહ્યું છે કે-“અજ્ઞાન મનુષ્યો જેવા કેવા (=નજીવા) કોઈક નિમિત્તને પામીને પોતાના ધર્મમાર્ગનો ત્યાગ કરે છે. તપ-શ્રુત-જ્ઞાન એ જ જેમનું ધન છે તેવા સાધુઓ ઘણા પણ કષ્ટમાં વિક્રિયાને પામતા નથી ચલિત બનતા નથી.” પ્રશ્ન-પ્રાયઃ વિઘ્ન કરનારા થતા નથી' એમ પ્રાયઃ કેમ કહ્યું? ઉત્તર–કોઈક સાધુને ક્લિષ્ટ મોહનીયકર્મનો ક્ષયોપશમ મંદ હોય એથી શુભભાવમાં વિનનો સંભવ છે. આથી બધા સ્થળે નિયમનો (કદ્રવ્યાદિ વિઘ્ન કરનારા બનતા નથી એ નિયમનો) ભંગ ન થાય એ માટે પ્રાયઃ એમ કહ્યું છે. ચારિત્રીને પ્રતિકૂળ દ્રવ્યાદિ શુભભાવમાં વિદન કરનારા થતા નથી. પણ શારીરિક વગેરે (=અતિલેખના–પ્રતિક્રમણ વગેરે) બાહ્ય ક્રિયાઓ જેવા દ્રવ્યાદિ હોય તે પ્રમાણે જ થાય છે. દ્રવ્યાદિ જ્યારે પ્રતિકૂલ હોય ત્યારે સામાન્યથી શિષ્ટજનોની દાનાદિ ક્રિયા અને સાધુઓની એષણાશુદ્ધિ વગેરે અને અધ્યયન વગેરે બાહ્ય ક્રિયાઓ પ્રવર્તતી નથી. (દુકાળ વગેરે પ્રસંગે શિષ્ટજનો દાન આપી શકતા નથી. પણ તેમના દાનના પરિણામ અકબંધ રહે છે. સાધુઓએ નિર્દોષ આહાર લેવો જોઈએ. પણ જે સ્થળે શુદ્ધ આહાર મળી શકતો ન હોય તે સ્થળે અશુદ્ધ આહાર લેવો પડે એથી એષણા શુદ્ધિ ન સચવાય, સાધુએ દરરોજ અધ્યયન કરવાનું હોય છે. પણ જ્યારે લાંબા-લાંબા વિહારો કરવા પડે ત્યારે અધ્યયન ન થઈ શકે. આમ દ્રવ્યાદિની પ્રતિકૂળતામાં બાહ્ય ક્રિયાઓ તદન ન થાય અગર જેવી રીતે કરવી જોઇએ તેવી રીતે ન થાય એવું બને. આમ છતાં તેવા સંયોગોમાં પણ યતનાના પરિણામ, નિર્દોષ ભિક્ષાના પરિણામ, સ્વાધ્યાયના પરિણામ વગેરે શુભ ભાવોમાં હાનિ થતી નથી.) આથી જ કહ્યું છે કે–“દિવસે દિવસે કાળની હાનિ થતી જાય છે, અને સંયમને યોગ્ય ક્ષેત્રો પણ હાલમાં રહ્યાં નથી, તેથી શું કરવું? આવા શિષ્યના પ્રશ્નનો ઉત્તર આપે છે કે–યતનાપૂર્વક વર્તવું. યતના પાળવાથી ચારિત્ર રૂપ અંગ ભાંગતું નથી.” (ઉપદેશમાલા ગા.૨૯૪) પ્રતિકૂળ દ્રવ્યાદિ પ્રાયઃ શુભભાવમાં વિઘ્ન કરનારા થતા નથી એ વિગત માત્ર અમે જ કહીએ છીએ એવું નથી, કિંતુ શિષ્યલોકમાં પણ પ્રસિદ્ધ છે. આમ પ્રતિકૂળ દ્રવ્યાદિ શુભભાવમાં વિઘ્ન કરનારા થતા નથી એ સિદ્ધ થયું. (૬૬૫) एतदेव गाथात्रितयेन भावयतिदइयाकण्णुप्पलताडणंव सुहडस्स णिव्वुई कुणइ । पहुआणाए संपत्थियस्स कंडंपि लग्गंतं ॥६६६॥ Page #234 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૨૭ ___ 'दयिताकर्णोत्पलताडनवद्'–रतिकेलिकालकुपिताभीष्टकामिनीसाक्षेपकरमुक्तकर्णस्थानावतंसितामन्दमकरन्दामोदितमधुकरकुलावकम्पिसहस्रपत्रप्रहतिरिव सुभटस्य'रणसंघट्टसमुद्घटितशौर्यप्रकर्षस्य पुंसो 'निवृति'-समीहितसमरसम्मईलाभलक्षणं करोति'। कीदृशस्येत्याह-'प्रभ्वाज्ञया'- तत्तत्प्रसादप्रदानप्रमोदसम्पादकनायकनिरूपितादेशलक्षणया 'सम्प्रस्थितस्य' परबलविलोलनाय चलितस्य काण्डमपि', किं पुनरुज्वलपुष्पमालादि, लगच्छरीरसंस्पर्शमागच्छत् सत् । समीहितसिद्धिरेव सर्वत्र निर्वृतिहेतुः स्यात्। समीहितश्च सुभटेन स्वस्वाम्यादेशात् समरसंघट्टे प्रवर्त्तमानेन काण्डादिप्रहार इति कथमसौ न तल्लाभे वृत्तिमान् स्यादिति ॥६६६॥ આ જ વિષયને ત્રણ ગાથાઓથી વિચારે છે– ગાથાર્થ–સ્વામીની આજ્ઞાથી ચાલેલા સુભટને (યુદ્ધમાં) લાગતું બાણ પણ પત્નીએ કાન ઉપર કરેલા કમળના પ્રહારની જેમ સુખ ઉપજાવે છે. ટીકાર્થ–સ્વામીની આજ્ઞાથી ચાલેલા તે તે કૃપાના દાનથી પ્રમોદ પમાડનાર નાયકે કરેલી આજ્ઞાથી શત્રુના સૈન્યને પરાસ્ત કરવા માટે ચાલેલા. સુભટને = યુદ્ધની તક મળવાથી જેને અતિશય શૂરાતન પ્રગટ થયું છે તેવા સુભટને. પત્નીએ કાન ઉપર કરેલા કમળના પ્રહારની જેમ=કામક્રીડાના સમયે કુપિત થયેલી પ્રિયપત્નીએ તિરસ્કાર સહિત કાન ઉપર કરેલા કમળના પ્રહારની જેમ. લાગતું=શરીરને સ્પર્શતું. બાણ પણ” એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે– બાણ પણ સુખ ઉપજાવે છે તો પછી ઉજ્જવળ પુષ્પમાળા વગેરે સુખને ઉપજાવે એમાં શી નવાઇ? સુખ ઉપજાવે છે=ઈચ્છેલ યુદ્ધસંઘર્ષના લાભ રૂપ સુખને ઉપજાવે છે. ઇચ્છલની સિદ્ધિ જ સર્વસ્થળે સુખનું કારણ થાય. પોતાના સ્વામીના આદેશથી યુદ્ધસંઘર્ષમાં પ્રવર્તતા સુભટથી બાણ વગેરેનો પ્રહાર ઇચ્છાયેલો જ છે. એથી બાણ વગેરેના પ્રહારનો લાભ થતાં બાણ વગેરેનો પ્રહાર સુખવાળો સુખ આપનારો કેમ ન થાય? અર્થાત્ થાય જ. (૬૬૬) ૧. અહીં તિત્તિ. ઇત્યાદિ પાઠનો શબ્દાર્થ આ પ્રમાણે છે–કામક્રીડા કાળે કુપિત થયેલી પ્રિયપત્ની વડે તિરસ્કાર સહિત હાથથી કરાયેલા કર્ણસ્થાનને શોભાવનાર અને અતિશય પુષ્યરસથી હર્ષ પામેલા બ્રમસિમૂહથી ડોલતા (=કંપતા) એવા કમળના પ્રહારની જેમ. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ઉપદેશપદ : ભાગ-૨ जह चेव सदेसम्मी, तह परदेसेवि हंदि धीराणं । सत्तं न चलइ समुवत्थियम्मि कजम्मि पुरिसाणं ॥६६७॥ यथा चैवेति दृष्टान्तार्थः । 'स्वदेशे' सौराष्ट्रादौ वर्त्तमानानां 'तथा परदेशेऽपि' मगधादौ कुतोऽपि निमित्ताद् गतानां, हंदीत्युपप्रदर्शने, 'धीराणां' धैर्यव्रतभाजाम् । किमित्याह-सत्त्वमवैक्लव्यकरमध्यवसानकरं च जीवपरिणतिविशेषलक्षणम् , 'न' नैव 'चलति' क्षुभ्यति, समुपस्थिते तथाविधविरुद्धजनाध्यारोपितविविधबाधेऽपि कार्ये व्यवहारराजसेवादौ 'पुरुषाणां' पुंसाम् । अयमभिप्रायः-यथा स्वदेशे पूर्वपुरुषपरंपरासमावर्जितजनविहितसाहाय्यभाजि न कार्ये क्वचिन्निपुणनीतिभाजां मरणावसानेऽपि सत्त्वहानिर्भवति, तथा विदेशेऽपि केनाप्यविज्ञातपूर्वापरसमाचाराणां नयनिष्ठुरप्रवृत्तीनां तथाविधव्यसनप्राप्तावपि न सत्त्वभ्रंशः सम्पद्यत इति ॥६६७॥ . (પ્રતિકૂળ દ્રવ્યસંબંધી દૃષ્ટાંત કહ્યું. હવે પ્રતિકૂળ ક્ષેત્ર સંબંધી દષ્ટાંત કહે છે...) ગાથાર્થ– પોતાના દેશની જેમ પરદેશમાં પણ કાર્ય ઉપસ્થિત થતાં ધીરપુરુષોનું સત્ત્વ ચલિત થતું નથી. ટીકાર્થ– કાર્ય ઉપસ્થિત થતાં=જે કાર્યમાં તેવા પ્રકારના વિરોધી લોકોએ વિવિધ મુશ્કેલીઓ ઊભી કરી હોય તેવું પણ કોઈ વ્યાવહારિક કે રાજ્ય સંબંધી કાર્ય ઉપસ્થિત થતાં. સત્ત્વ=વ્યાકુળ ન બનાવે અને ઉત્સાહિત કરે તેવો જીવનો વિશેષ પ્રકારના પરિણામ. અહીં અભિપ્રાય આ છે–જેવી રીતે સ્વદેશમાં પૂર્વપુરુષોની પરંપરાથી પ્રસન્ન કરાયેલા (=આકર્ષાયેલા) લોકોની સહાય જેમાં મળી છે તેવા કોઈ કાર્યમાં કુશળ નીતિને આચરનારા ધીરપુરુષોના સત્ત્વની મરણાંતે પણ હાનિ થતી નથી, તેવી રીતે પરદેશમાં પણ કોઇના દ્વારા આગળ-પાછળના આચારો (=વ્યવહારો) જેમને જણાયા નથી તેવા અને ન્યાયયુક્ત કઠોર પ્રવૃત્તિ કરનારા ધીરપુરુષોનું સત્વ તેવા પ્રકારનું સંકટ પ્રાપ્ત થવા छत यालित थतुं नथी. (६६७) कालोवि य दुब्भिक्खाइलक्खणो ण खलु दाणसूराण । भेदइ आसयरयणं, अवि अहिगयरं विसोहेइ ॥६६८॥ कालोऽपि च दुर्भिक्षादिलक्षणः । इह दुःशब्द ईषदर्थः । ततो भिक्षुकलोकस्य भिक्षाणामीषल्लाभो यत्र तहुर्भिक्षम्। आदिशब्दाद् राजकराक्रान्त्यादिशेषदौःस्थ्यग्रहः। ततो दुर्भिक्षादयो लक्षणं यस्य स तथा, नैव दानशूराणाम् , इह त्रिधा शूरः-दानशूरः, Page #236 -------------------------------------------------------------------------- ________________ उपहेशप : भाग-२ ૨૨૯ सङ्ग्रामशूरः तपःशूरश्च । तत्र दानशूर उत्तराशाधिपतिः कुबेरादिः। सङ्ग्रामशूरो वासुदेवादिः । तपःशूरो दृढप्रहारादिः। तत इतरद्वयपरिहारेण दानशूराणाम्। भिनत्ति चालयत्याशयरत्नमौदार्यातिरेकलक्षणम् । अपि चेति समुच्चये। अधिकतरं' सविशेष 'शोधयति' समुत्कर्षयति।यथा कस्यचित् समुत्कटमन्मथस्य भोगार्हदिव्यकामिनीसम्प्राप्तौ तद्विकाराः सुदूरमनिवाराः समुज्जृम्भन्ते, तथा दानशूराणां समन्ततः समुपस्थितयाचकलोकं कालमवलोक्य सविशेषदानपरायणता जायत इति ॥६६८॥ (3थे प्रतिकूण संधी दृष्टांत ४ छ-) ગાથાર્થ-દુર્ભિક્ષ ( દુકાળ) આદિ કાળ પણ દાનશૂર પુરુષોના આશયરત્નને ચલિત કરતો नथी, 4 विशेष धारे छे. ટીકાર્થ-દુર્ભિક્ષાદિ–જેમાં ભિક્ષુક લોકને ભિક્ષા અલ્પ મળે તે દુર્ભિક્ષ. આદિ શબ્દથી રાજકર, રાજાક્રમણ વગેરે બીજી મુશ્કેલીઓ સમજવી. દાનશૂર–શૂર ત્રણ પ્રકારે છે. દાનશૂર, યુદ્ધશૂર અને તપશૂર. તેમાં ઉત્તરદિશાનો અધિપતિ કુબેર વગેરે દાનશૂર છે. કૃષ્ણ વગેરે યુદ્ધશૂર છે. દઢપ્રહારી વગેરે તપશૂર છે. પ્રસ્તુતમાં યુદ્ધશૂર અને તપશૂરનું પ્રયોજન નથી, દાનશૂરનું પ્રયોજન છે. આશયર=અતિશય ઉદારતાનો પરિણામ. જેવી રીતે જેનો કામ (=વાસના) અતિશય પ્રબળ છે તેવા પુરુષને ભોગને યોગ્ય દિવ્ય કામિનીની પ્રાપ્તિ થતાં કામના વિકારો જરા પણ રોકી ન શકાય તેવા પ્રગટે છે, તેવી રીતે દાનશૂર પુરુષો જેમાં ચારેબાજુથી યાચકલોક ઉપસ્થિત થયો છે તેવા કાળને જોઇને અધિક घानतत्५२ जने छे. (६६८) इत्थं द्रव्यादयो लोकेऽपि शोभनभावविघ्नकरा न भवन्तीति प्रसाध्य प्रस्तुते योजयन्नाहएवं चिय भव्वस्सवि, चरित्तिणो णहि महाणुभावस्स । सुहसामायारिगओ, भावो परियत्तइ कयाइ ॥६६९॥ 'एवमेव' काण्डलगनादाविव सुभटानां भव्यस्योक्तनिरुक्तस्य, किं पुनः सुभटादीनां स्वकार्यसिद्ध्यर्थमुपस्थितानामित्यपिशब्दार्थः, 'चारित्रिणः' सम्पन्नचारित्रमोहदृढक्षयोपशमस्य 'न हि' नैव 'महानुभावस्य' प्रशस्तसामर्थ्यस्य 'शुभसामाचारीगतः' प्रत्युप्रेक्षणाप्रमार्जनादिविषयो 'भाव' उत्साहलक्षणः 'परिवर्त्तते' विपरिणमते 'कदाचिद्' दुर्भिक्षादावपि, तस्यात्यन्तशुभसामाचारीप्रियत्वेनान्यत्र प्रतिबन्धाभावात् ॥६६९॥ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ઉપદેશપદ : ભાગ-૨ આ પ્રમાણે (પ્રતિકૂળ) દ્રવ્ય વગેરે લોકમાં શુભભાવમાં વિન કરનારા થતા નથી એ સિદ્ધ કરીને પ્રસ્તુતમાં તેની યોજના કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ– એ જ પ્રમાણે મહાનુભાવ અને ચારિત્રી એવા ભવ્યનો પણ શુભ સામાચારી સંબંધી ભાવ ક્યારેય વિપરીતભાવને પામતો નથી. ટીકાર્થ એ જ પ્રમાણે સુભટોને બાણ લાગવો વગેરે પ્રસંગની જેમ. મહાનુભાવ=પ્રશસ્ત સામર્થ્યવાળા. ચારિત્રી–ચારિત્રમોહનો દઢ ક્ષયોપશમ જેમને પ્રાપ્ત થયો છે તેવા. ભવ્ય–ભવ્યશબ્દની વ્યુત્પત્તિથી થતો અર્થ પૂર્વે (૬૩મી ગાથામાં) કહ્યો છે. “ભવ્યનો પણ એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે–ભવ્યનો પણ ભાવ વિપરીતભાવને પામતો નથી, તો પછી પોતાના કાર્યસિદ્ધિ માટે ઉપસ્થિત થયેલા સુભટો વગેરેનો ભાવ વિપરીતભાવને ન પામે તેમાં શું કહેવું? શુભ સામાચારી સંબંધી પ્રત્યુપેક્ષણા-પ્રમાર્જના વગેરે શુભ સામાચારી સંબંધી. ભાવ=ઉત્સાહ. કયારેય દુકાળ વગેરેમાં પણ. ચારિત્રીને શુભ સામાચારી અત્યંત પ્રિય હોય છે. એથી તેને શુભ સામાચારી સિવાય ક્યાંય પક્ષપાત હોતો નથી. આથી દુકાળ વગેરેમાં પણ પ્રત્યુપેક્ષણા વગેરે કરવાનો તેનો ઉત્સાહ ભાંગી જતો નથી. (૬૬૯) તથા भोयणरसण्णुणोऽणुवहयस्स णोऽसाउभोइणोवि तहा । साउम्मि पक्खवाओ, किरियावि ण जायइ कयाइ ॥६७०॥ 'भोजनरसज्ञस्य' शर्करासंमिश्रहविःपूर्णादिभोजनास्वादविदः पुरुषस्यानुपहतस्य धातुक्षोभविकलस्य 'नो' नैव 'अस्वादुभोजिनोऽपि' तथाविधकष्टप्रघट्टकवशाच्चिरपर्युषितवल्लचणकादिभोजनवतोऽपि, तथेतिदृष्टान्तान्तरसमुच्चयार्थः, 'स्वादुनि' उक्तरूपे एव भोजने 'पक्षपातो' लौल्यातिरेकाद् निरन्तरं बहुमानः क्रिया वा कथञ्चित् पुनरपि तत्प्राप्तिहेतुश्चेष्टा न जायते कदाचित्, किन्तु जायत एव ॥६७०॥ Page #238 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૩૧ તથા ગાથાર્થ ધાતુક્ષોભથી રહિત અને ભોજન રસનો જાણકાર પુરુષ નિરસ ભોજન કરતો હોય તો પણ તેનો પક્ષપાત સ્વાદુ ભોજનમાં જ હોય છે અને ક્યારેક પ્રયત્ન પણ થાય જ છે. ટીકાર્ય–ભોજન રસનો જાણકાર સાકરવાળા ઘેબર આદિ ભોજનના સ્વાદનો જાણકાર. નિરસ ભોજન કરતો હોય–તેવા પ્રકારની કષ્ટકારક પરિસ્થિતિનું સર્જન થવાથી લાંબા કાળ સુધી વાસી વાલ-ચણા વગેરે બેસ્વાદ ભોજન કરતો હોય. પક્ષપાત અતિશય લોલુપતાના કારણે નિરંતર બહુમાન. પ્રયત્ન =ફરી પણ કોઈપણ રીતે સ્વાદુ ભોજનની પ્રાપ્તિ જેનાથી થાય તેવો પ્રયત્ન. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે–ભોજનરસનો જાણકાર તેવી આપત્તિમાં નિરસભોજન કરતો હોય તો પણ તેનું મન તો સદાય ક્યારે મને સ્વાદિષ્ટ ભોજન મળે એવી ભાવનામાં રમતું હોય છે અને કયારેક તેવી અનુકૂળતા મળી જાય ત્યારે સ્વાદિષ્ટ ભોજનને મેળવવાનો પ્રયત્ન પણ કરે છે, એ રીતે ભાવસાધુ તેવા સંયોગોમાં પ્રત્યુપેક્ષણા આદિ ન થઈ શકે કે બરોબર ન થઈ શકે તો પણ તેનું મન તો કયારે હું પ્રત્યુપેક્ષણાદિ ક્રિયાઓ પૂર્ણપણે કરનારો બને એવી ભાવનામાં રમતું હોય છે અને અવસરે એ માટે શક્ય પ્રયત્ન પણ કરે જ છે. આ જ વિગત ગ્રંથકાર હવે પછીની ગાથામાં કહે છે. (૬૭૦) एवं सज्झायाइस, तेसिमजोगे वि कहवि चरणवओ । णो पक्खवायकिरिया, उ अण्णहा संपयट्ठिति ॥६७१॥ ‘एवं' स्वादुभोजने इव तद्रसविदः 'स्वाध्यायादिषु' स्वाध्याये वाचनादिरूपे, आदिशब्दाद् ध्यानविनयमौनादिषु च साधुसमाचारेषु, तेषां स्वाध्यायादीनामयोगेऽपि अघटनेऽपि 'कथमपि' द्रव्यादिव्यसनोपनिपातलक्षणेन केनापि प्रकारेण 'चरणवतो' जीवस्य 'नो' नैव 'पक्षपातक्रिये तु', पक्षपातश्च बहुमानः क्रिया च यथाशक्त्यनुष्ठाનમ, ‘ચથા' વિપરીતરૂપતા સપ્રવર્તતે ૬૭૨I ગાથાર્થ– એ પ્રમાણે સ્વાધ્યાય આદિમાં પણ જાણવું. કોઇપણ રીતે સ્વાધ્યાય વગેરે ન થઈ શકે તો પણ ચારિત્રીજીવના પક્ષપાત અને ક્રિયા વિપરીતપણે પ્રવર્તતા નથી. ટીકાર્થ– એ પ્રમાણે=ભોજનરસના જાણકારને સ્વાદુર્ભોજનમાં પક્ષપાત અને ક્રિયા હોય તેમ ૧. ધાતુક્ષોભ એટલે વાત-પિત્ત-કફનો પ્રકોપ. વાતાદિનો ક્ષોભ હોય તો સ્વાદિષ્ટ ભોજનમાં પણ સ્વાદ ન આવે. માટે અહીં ધાતુક્ષોભથી રહિત એમ કહ્યું. Page #239 -------------------------------------------------------------------------- ________________ उपदेशपE : भाग-२ સ્વાધ્યાય આદિમાં=વાચના વગેરે સ્વાધ્યાયમાં. આદિ શબ્દથી ધ્યાન, વિનય અને મૌન વગેરે સાધુના આચારોમાં. કોઇપણ રીતેદ્રવ્યાદિનું સંકટ આવી પડવા રૂપ કોઇપણ પ્રકારથી. ૨૩૨ પક્ષપાત=બહુમાન. ક્રિયાયથાશક્તિ આચરણ કરવું. તાત્પર્યાર્થ–દ્રવ્યાદિની પ્રતિકૂળતામાં સ્વાધ્યાયાદિ ન થઇ શકે તો પણ સ્વાધ્યાયાદિ પ્રત્યે બહુમાનભાવ અખંડ રહે છે અને યથાશક્તિ સ્વાધ્યાયાદિ કરે છે. (૬૭૧) अथ प्रसङ्गत एव प्रस्तुतकालमधिकृत्याह— तम्हा उ दुस्समाएवि चरित्तिणोऽसग्गहाइपरिहीणा । पण्णवणिज्जा सद्धा, खंताइजुया य विण्णेया ॥ ६७२ ॥ - यतश्चारित्रिणो द्रव्याद्यापद्यपि न भावः परिवर्त्तते तस्मादेव दुःषमायामपि प्रस्तुतकाललक्षणायां सर्वतः प्रवृत्तनिरङ्कुशासमञ्जससमाचारायामपि किं पुनः सुषमदुःषमा – दुःषमसुषमालक्षणयोरित्यपिशब्दार्थः, 'चारित्रिणो' यथायोग्यं सामायिकच्छेदोपस्थापनीयचारित्रवन्तः साधवो विज्ञेया इत्युत्तरेण योगः । कीदृशाः सन्त इत्याह- असद्ग्रहादिपरिहीणा - असन् असुन्दरो ग्रहः स्वविकल्पात् तथाविधागीतार्थप्रज्ञापकोपदेशाद्वा विपर्यस्तरूपतया कस्यचिच्छास्त्रार्थस्यावधारणमसद्ग्रहः, आदिशब्दात् तत्पूर्वकयोः प्रज्ञापनानुष्ठानयोर्ग्रहः, तैः परिहीणा विप्रमुक्ताः, अत एव प्रज्ञापनीयाः कुतोऽप्यनाभोगादसद्ग्रहादियोगेऽपि संविग्नैर्गीतार्थैश्च प्रज्ञापयतुं शक्याः । तथा, ‘श्राद्धा' उत्तरोत्तरानुष्ठानचिर्कीर्षापरिणामवन्तः 'क्षान्त्यादियुताः ' क्षमामार्द्दवादिसाधुधर्म्मसमन्विताः । चः समुच्चये । 'विज्ञेया' बोद्धव्या इति ॥ ६७२ ॥ હવે પ્રસંગથી જ પ્રસ્તુત કાળને આશ્રયીને કહે છે ગાથાર્થ—તેથી જ અસગ્રહ આદિથી રહિત, પ્રજ્ઞાપનીય, શ્રદ્ધાળુ અને ક્ષમાદિથી युक्त यरित्रीयो दुःषभामां पए। (विद्यमान ) भगवा ટીકાર્થ—તેથી જ=ચારિત્રીનો દ્રવ્યાદિની આપત્તિમાં પણ ભાવ વિપરીતપણાને પામતો નથી તેથી જ. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ ઉપદેશપદ : ભાગ-૨ અસ ગ્રહ આદિથી રહિત-(અસત્ એટલે મિથ્યા-ખોટી. ગ્રહ એટલે પકડ. અસગ્નેહ એટલે ખોટી પકડ.) સ્વકલ્પનાથી કે તેવા પ્રકારના અગીતાર્થ ઉપદેશકના ઉપદેશથી શાસ્ત્રના કોઈ અર્થનું વિપરીતપણે અવધારણ કરવું તે અસગ્રહ છે. આવા અસદ્ગહથી તથા અસદ્ગહપૂર્વકના ઉપદેશ અને આચરણથી રહિત. પ્રજ્ઞાપનીય=અસગ્રહ આદિથી રહિત હોવાથી જ પ્રજ્ઞાપનીય હોય. પ્રજ્ઞાપનીય એટલે અનાભોગથી કોઈક અસગ્રહ આદિનો યોગ થવા છતાં સંવિગ્ન ગીતાર્થોથી સમજાવી શકાય તેવા. શ્રદ્ધાળુ=પોતે જે અનુષ્ઠાન કરતા હોય તેનાથી ઉત્તરોત્તર ચઢિયાતા અનુષ્ઠાન કરવાની ઇચ્છાના પરિણામવાળા. ક્ષમાદિથી યુક્ત=ક્ષમા-માદવ વગેરે સાધુધર્મથી યુક્ત. ચારિત્રીઓ યથાયોગ્ય સામાયિકચારિત્રવાળા કે છંદોપસ્થાપનીયચરિત્રવાળા સાધુઓ. દુષમામાં પણ જેમાં નિરંકુશપણે અનુચિત આચારો પ્રવર્તેલા છે તેવા હમણાંના કાળમાં પણ. (સાધુઓ કેવા હોય એવું જે વર્ણન પૂર્વે કર્યું તેના આધારે કોઈને શંકા થાય કે આ પાંચમા આરાના પડતા કાળમાં આવા સાધુઓ ક્યાંથી હોય? આ શંકાનું નિરાકરણ આ ગાથામાં કરવામાં આવ્યું છે.) (૬૭૨) अथासद्ग्रहपरिहाणावेव चारित्रिणो भवन्तीति समर्थयन्नाहणाणम्मि दंसणम्मि य, सइ चरणं जं तओ ण एयम्मि । णियमा णसग्गहाइ, हवंति भववद्धणा घोरा ॥६७३॥ 'ज्ञाने' मतिज्ञानादिलक्षणे, 'दर्शने' च जिनोक्ततत्त्वश्रद्धानलक्षणे सम्यक्त्वे सति' विद्यमाने, 'चरणं' चारित्रं यद्' यस्मात् सम्पद्यते, ततः कारणाद् 'न' नैवं तस्मिन् चरणे सति नियमादसद्ग्रहादय उक्तलक्षणा भवन्ति भववर्द्धनाः' संसारवृद्धिहेतवः। अत एव 'घोरा' नरकग दिपातफलाः, तन्मूलबीजमिथ्यात्वहासेनैव चारित्रप्राप्तेरिति ॥६७३॥ હવે અસદ્ગહના અભાવમાં જ ચારિત્રીઓ હોય છે એ વિષયનું સમર્થન કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ– જ્ઞાન-દર્શનની વિદ્યમાનતામાં જ ચારિત્ર હોય, તેથી ચારિત્રાની વિદ્યમાનતામાં ભવવર્ધક અને ઘોર એવા અસગ્નેહ વગેરે નિયમ ન હોય. ટીકાર્થ-જ્ઞાન=મતિજ્ઞાન વગેરે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ઉપદેશપદ : ભાગ-૨ દર્શન–જિનોક્ત તત્ત્વોની શ્રદ્ધા રૂપ સમ્યકત્વ. ભવવર્ધક-સંસારવૃદ્ધિનું કારણ. ઘોર–ભવવર્ધક હોવાથી જ ઘોર છે. ઘોર એટલે નરકરૂપ ખાઈ આદિમાં પતનરૂપ ફલવાળા. અસગ્ગહ આદિથી નરકરૂપ ખાઈ આદિમાં પતન થાય છે. ચારિત્રની વિદ્યમાનતામાં અસદ્ગહ વગેરે દોષો નિયમા ન હોય એનું કારણ એ છે કે અસ ગ્રહનું મૂળબીજ ( મુખ્ય કારણ) એવા મિથ્યાત્વના હ્રાસથી જ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. (૬૭૩) आह-मा भूवन् चारित्रिणोऽसद्ग्रहादयश्चारित्रघातकाः परिणामाः, परं "मोक्षः सर्वोपरमः क्रियासु" इति वचनात् सर्वक्रियानिरोधे साधयितुमारब्धे किमर्थं स्वाध्यायादिषु क्रियाविशेषेषु यत्नः कर्त्तव्यतयोपदिष्ट इत्याशङ्क्याह सज्झायाइसु जत्तो, चरणविसुद्धत्थमेव एयाणं । सत्तीए संपयट्टइ, ण उ लोइयवत्थुविसओ उ ॥६७४॥ स्वाध्यायादिषूक्तलक्षणेषु यत्न आदरश्चरणविशुद्ध्यर्थमेव चारित्रसंशुद्धिनिमित्तमेवैतेषां चारित्रिणां शक्त्या सामर्थ्यानुरूपं सम्प्रवर्तते । यथोक्तम्-"पढमं नाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए । अन्नाणी किं काही, किंवा णाही छेयपावयं" 'न तु' नैव लौकिकानि सामान्यलोकोपयोगीनि यानि वस्तूनि हस्तिशिक्षाधनुर्वेदनृत्तगीतादीनि विषयो यस्य स तथा, तुः पुनरर्थः, यत्नः सम्प्रवर्त्तत इति । इदमुक्तं भवति-यः स्वाध्यायादिषु चारित्रिणां चतुष्कालाधाराधनया यत्नः प्रवर्त्तते पापश्रुतावज्ञातीकरणेन स मोक्षाक्षेपैकहेतोश्चारित्रस्य संशद्धिनिमित्तमेव । अत एवोक्तम्-"पैशाचिकमाख्यानं, श्रुत्वा गोपायनं च कुलवध्वाः । संयमयोगैरात्मा, निरन्तरं व्यापृतः कार्यः ॥१॥" इति ॥६७४॥ ચારિત્રીને ચારિત્રનો ઘાત કરનારા અસગ્ગહ વગેરે પરિણામો ભલે ન હોય, પણ “સર્વક્રિયાઓના વિરામથી (=નિરોધથી) મોક્ષ થાય” એવા વચનથી સાધુએ સર્વક્રિયાઓનો નિરોધ સાધવાનો પ્રારંભ કર્યો છતે (સર્વક્રિયાઓનો ત્યાગ કરવાનો ઉપદેશ આપવાના બદલે) સ્વાધ્યાય વગેરે વિશિષ્ટ ક્રિયાઓમાં પ્રયત્ન કરવો જોઈએ એવો ઉપદેશ કેમ આપ્યો એવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે– ગાથાર્થ–ચારિત્રીઓનો સ્વાધ્યાયાદિમાં યથાશક્તિ પ્રયત્ન ચારિત્રવિશુદ્ધિ માટે જ પ્રવર્તે છે. એ પ્રયત્ન લૌકિક વસ્તુઓ સંબંધી નથી. Page #242 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૩૫ ટીકાર્થ-ચારિત્રી જીવોનો જેનું લક્ષણ પૂર્વે (૬૭૧મી ગાથામાં) કહ્યું છે તે સ્વાધ્યાયાદિમાં યથાશક્તિ પ્રયત્ન ચારિત્ર વિશુદ્ધ બને એ માટે જ પ્રવર્તે છે. આ વિષે કહ્યું છે કે “પહેલાં જીવોનું સ્વરૂપ, જીવોના સંરક્ષણાનો ઉપાય, જીવોના સંરક્ષણનું ફળ વગેરે સંબંધી જ્ઞાન અને પછી દયા, એમ દીક્ષિત બધા જ્ઞાનપૂર્વક ક્રિયા કરનારા હોય છે. જીવોનું સ્વરૂપ શું છે? ઇત્યાદિથી અજ્ઞાન જીવ શું કરશે? અને હિત-અહિતને કેવી રીતે જાણશે? (દશ.વૈ. ૪-૧૦) એ પ્રયત્ન લૌકિક વસ્તુઓ સંબંધી નથી—જેનાથી ચારિત્રની શુદ્ધિ થાય તેવું જ્ઞાન મેળવવા માટે સાધુઓ સ્વાધ્યાય કરે છે, પણ સામાન્ય લોકોને ઉપયોગી બને તેવી હસ્તિશિક્ષા, ધનુર્વેદ, નૃત્ય અને ગીત વગેરે વસ્તુઓને જાણવા માટે સ્વાધ્યાય કરતા નથી. ૧ અહીં ભાવાર્થ આ છે—ચારિત્રીઓનો ચાર કાળે શ્રુત ભણવા રૂપ આરાધનાથી સ્વાધ્યાયાદિમાં જે પ્રયત્ન થાય છે તે પ્રયત્ન પાપશ્રુતની અવજ્ઞા કરવા વડે મોક્ષને ખેંચી લાવવામાં મુખ્ય હેતુ એવા ચારિત્રની વિશુદ્ધિ માટે જ છે. આથી જ કહ્યું છે કે– પિશાચની વાર્તા અને ફૂલવધૂના સંરક્ષણનો પ્રસંગ સાંભળીને સાધુએ સંયમની સાધનામાં સતત લીન રહેવું જોઇએ. (પ્રશમરતિ ગા.૧૨૦) પિશાચ વાર્તા—કોઇ વણિકે મંત્રના પ્રભાવે એક પિશાચને (રાક્ષસને) વશ કરી લીધો. પિશાચે વણિકને કહ્યું: હું તારો સેવક છું, પણ તારે મને કંઇ ને કંઇ કામ આપવું પડશે. નહિ તો હું તને સ્વાહા કરી જઇશ. વણિકે મહેલ, બાગ, બગીચા આદિ તૈયાર કરાવી લીધા બાદ ઘરની બાજુમાં એક વાંસ ઊભો કરાવીને પિશાચને આજ્ઞા કરી, જ્યાં સુધી હું બીજું કામ ન સોંપું ત્યાં સુધી તારે આ વાંસ ઉપર ચડ ઉતર કર્યા કરવું. આથી વાણિયાના પ્રાણ લેવાનો અવસર આવ્યો જ નહિ. તેમ રાત-દિવસ સંયમના આચારોમાં લીન રહેનારા સાધુને પ્રમાદ આદિ અનાચારો જરાપણ હેરાન કરી શકતા નથી. ફૂલવધૂ પ્રસંગ-પરદેશ ગયેલો પતિ વર્ષો થવા છતાં ન આવવાથી અકળાયેલી એક યુવતિએ કોઇ રંગીલા યુવાનના પ્રેમમાં પડવાનો નિર્ણય કર્યો. તેના સસરાને ખબર પડતાં સસરાએ પોતાની સ્ત્રી સાથે ખોટો દેખાવનો અણબનાવ કરીને ઘરનો કારભાર પૂત્રવધૂને સોંપી દીધો. વહેલી સવારથી મોડી રાત સુધી સતત ઘરનાં કામો કરીને લોથપોથ બની ૧. દિવસનો અને રાત્રિનો પહેલો અને છેલ્લો એક એક પ્રહર એમ ચાર કાળે સૂત્રનો સ્વાધ્યાય કરવાનો છે. ચતુતિઘરાધનયા એ સ્થળે આવિ શબ્દનો અર્થ વાચકોએ સ્વયં સમજી લેવો. વાચક્લિષ્ટ બને એ હેતુથી માદ્રિ શબ્દનો અર્થ લખ્યો નથી. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ઉપદેશપદ : ભાગ-૨ જવાથી રાત્રે ઘસઘસાટ ઊંધી જતી. સવારના વહેલા ઊઠીને ઘરના કામે લાગી જતી. આથી વિષયેચ્છા શમી ગઈ. હવે તેને યુવાન યાદ પણ આવતો ન હતો. આમ, જે સાધુ પોતાના આચારોમાં સતત મશગુલ રહે છે તેને વિષય આદિ દોષો સતાવી શકતા નથી. (૬૭૪) अस्यां च सत्यां यत्स्यात्तद् दर्शयतितत्तो उ पइदिणं चिय, सण्णाणविवद्धणाए एएसिं । कल्लाणपरंपरओ, गुरुलाघवभावणाणाओ ॥६७५॥ ततश्चरणशुद्धेः स्वाध्यायादिसंयोगापादितायाः सकाशात् प्रतिदिनमेव 'संज्ञानविवर्द्धनया' संज्ञानस्य माग्र्गानुसारिणो रागादिवध्यपटहभूतस्य सुरलोकसौधाध्यारोहसोपानसमस्य श्रुतज्ञानलक्षणस्य या विवर्द्धना विशिष्टा वृद्धिस्तया, “एतेषां' चरित्रवतां किमित्याह-'कल्याणपरंपरको' भद्रभावपरम्परारूप: सम्पद्यते । कुत इत्याह'गुरुलाघवभावज्ञानाद्' गुरुर्भूयान् लघुश्च तद्विपरीतो गुरुलघू तयोर्भावो गुरुलाघवं तेन गुणदोषावपेक्ष्य भावानामुत्सग्र्गापवादप्रवृत्तिरूपाणां यज्ज्ञानमवबोधस्तस्मात् । इदमुक्तं भवति–ते हि शुद्धचारित्रतया प्रतिदिनं संज्ञानवृद्धौ सत्यां सर्वप्रवृत्तिषु गुणानां दोषाणां यथासंभवं गुरुत्वं लघुत्वं चावलोकमाना गुणगौरवपक्षाश्रयेणैव प्रवर्त्तन्ते । ततोऽस्खलितप्रसरां कल्याणपरम्परामवाप्य परमपदभाजो जायन्त इति ॥६७५॥ સંયમની વિશુદ્ધિ થયે છતે જે થાય તે જણાવે છે– ગાથાર્થ- તેનાથી પ્રતિદિન જ સંજ્ઞાનની વિશિષ્ટ વૃદ્ધિ દ્વારા ગુરુ-લાઘવ ભાવોના જ્ઞાનથી કલ્યાણની પરંપરા સર્જાય છે. ટીકાર્ય–તેનાથી સ્વાધ્યાયાદિ રૂપ સમ્યક્યોગથી પ્રાપ્ત કરેલી ચારિત્રવિશુદ્ધિથી. સંજ્ઞાનની=માર્ગાનુસારી, રાગાદિના વધ માટે પટહ સ્વરૂપ, દેવલોક રૂપ મહેલ ઉપર ચડવા માટે પગથિયા સમાન એવા શ્રુતજ્ઞાનની. ગુરુ-લાઘવ ભાવોના જ્ઞાનથી=ગુરુ-લાઘવ એટલે વૃદ્ધિ-હાનિ. પ્રસ્તુતમાં ગુણ અને દોષની અપેક્ષાએ વૃદ્ધિનહાનિ વિવક્ષિત છે. ભાવ એટલે ઉત્સર્ગ-અપવાદની પ્રવૃત્તિ. ગુણદોષની અપેક્ષાએ ગુરુ-લાઘવથી ઉત્સર્ગ-અપવાદની પ્રવૃત્તિ તે ગુરુ-લાઘવ ભાવ. આવા ગુરુ-લાઘવ ભાવોના જ્ઞાનથી. અહીં ભાવાર્થ આ છે–વર્તમાનમાં ઉત્સર્ગ માર્ગે ચાલવાથી ગુણોની વૃદ્ધિ થશે કે ૧. સમાસનો વિગ્રહ આ પ્રમાણે છે-ગુરુ-ત્તાધવેન માવાનાં જ્ઞાન- સત્તાવમાવજ્ઞાનમ્ તમ્મન્ પુરુત્તાધવપાર્વજ્ઞાનનું Page #244 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૩૭ દોષોની વૃદ્ધિ થશે ? વર્તમાનમાં અપવાદ માર્ગે ચાલવાથી ગુણોની વૃદ્ધિ થશે કે દોષોની વૃદ્ધિ થશે? ઉત્સર્ગ માર્ગે ચાલવામાં લાભ વધારે છે કે દોષ વધારે છે? અપવાદ માર્ગે ચાલવાથી લાભ વધારે છે કે દોષ વધારે છે? આ પ્રમાણે ગુણ અને દોષની અપેક્ષાએ વૃદ્ધિ-હાનિનો વિચાર કરીને ઉત્સર્ગ માર્ગે કે અપવાદ માર્ગે ચાલવાનું જે જ્ઞાન તે ગુરુલાઘવ ભાવોનું જ્ઞાન છે. આવું જ્ઞાન સ્વાધ્યાયાદિથી જ થાય. શુદ્ધચારિત્રના કારણે પ્રતિદિન શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થાય છે. શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થતાં સર્વ પ્રવૃત્તિઓમાં ગુણદોષોની યથાસંભવ વૃદ્ધિ-હાનિનું નિરીક્ષણ કરતા સાધુઓ ગુણવૃદ્ધિના પક્ષનો આશ્રય લઇને પ્રવૃત્તિ કરે છે. તેથી અટકે નહિ તેવી કલ્યાણની પરંપરાને પામીને મોક્ષના ભાગી થાય છે. | (સંક્ષેપમાં ભાવ આ છે–સ્વાધ્યાયાદિથી ચારિત્રની શુદ્ધિ થાય. ચારિત્રની શુદ્ધિથી પ્રતિદિન શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થાય. શ્રુતજ્ઞાનની વૃદ્ધિથી ગુરુ-લાઘવ ભાવોનું જ્ઞાન થાય. ગુરુલાઘવ ભાવોના જ્ઞાનથી કલ્યાણની પરંપરા સર્જાય.) (૬૭૫) अथासद्ग्रहफलं बिभणिषुराहएयमिह अयाणंता, असग्गहा तुच्छबज्झजोगम्मि । णिरया पहाणजोगं, चयंति गुरुकम्मदोसेण ॥६७६॥ 'एतद्' गुरुलाघवमिह धर्मप्रवृत्तिष्वजानन्तोऽनवबुद्धयमाना 'असद्ग्रहा' मिथ्याभिनिवेशवन्तः केचित् स्वबुद्धिकल्पनया धर्ममाचरन्तोऽपि तुच्छबाह्ययोगे-तुच्छोऽत्यल्पकर्मनिर्जरो बाह्यो यथावत्परमगुरुवचनोपयोगशून्यतया शरीरव्यपारमात्ररूपो यो योगोऽनुष्ठानं तत्र, 'निरता' अत्यन्तबद्धादराः 'प्रधानयोग' गुरुकुलवासादिरूपं त्यजन्ति' मुञ्चन्ति । केनेत्याह-'गुरुकर्मदोषेण' गुरोमिथ्यात्वमोहादेः कर्मणो विपाकप्राप्तस्य વો કોષર્તન દ્૭૬ હવે અસદ્ગહના ફળને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે ગાથાર્થ- અહીં આ નહિ જાણતા અને અસગ્રહવાળા કેટલાક જીવો ગુરુકર્મદોષથી તુચ્છા-બાહ્યયોગમાં નિરત બને છે અને પ્રધાનયોગનો ત્યાગ કરે છે. ટીકાર્ય–અહીં=ધાર્મિક પ્રવૃત્તિઓમાં. આ-ગુરુ-લાઘવને. અસગ્ગહવાળા–મિથ્યા આગ્રહવાળા. ગુરુકર્મદોષથી–ગુરુ કર્મ એટલે ભારે કર્મ. મિથ્યાત્વમોહ વગેરે ભારે કર્મ છે. ઉદયમાં આવેલા મિથ્યાત્વ મોહ વગેરે કર્મના દોષથી. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ઉપદેશપદ : ભાગ-૨ તુચ્છયોગ—જેમાં અતિશય અલ્પ કર્મનિર્જરા હોય તેવો યોગ. બાહ્યયોગ—જિનાજ્ઞાના યોગ્ય ઉપયોગથી રહિત હોવાના કારણે (ભાવથી શૂન્ય) માત્ર શારીરિક અનુષ્ઠાન. (અહીં ઉપયોગ શબ્દનો ક્રિયા વગેરેમાં ઉપયોગ એવો અર્થ નથી, કિંતુ વસ્તુનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઇએ એવો અર્થ છે. આથી જિનાજ્ઞાના યોગ્ય ઉપયોગથી રહિત હોવાના કારણે એ વાક્યનો જિનાજ્ઞા પ્રમાણે ન હોવાના કારણે એવો ભાવાર્થ થાય. જે અનુષ્ઠાન જિનાજ્ઞા પ્રમાણે ન હોય તે અનુષ્ઠાન ભાવથી શૂન્ય માત્ર શારીરિક અનુષ્ઠાન છે.) નિરત=અતિશય આદરવાળા. પ્રધાનયોગ–ગુરુકુલવાસ વગેરે. અહીં તાત્પર્ય આ છે—કેટલાક જીવો સ્વબુદ્ધિની કલ્પનાથી ધર્મનું આચરણ કરતા હોવા છતાં મિથ્યાત્વમોહના ઉદયથી મિથ્યા આગ્રહવાળા હોય છે અને એથી જ ગુરુલાઘવને જાણી શકતા નથી. આથી તે જીવો જેમાં અતિશય અલ્પ કર્મ નિર્જરા થાય તેવા જિનાજ્ઞાથી રહિત માત્ર બાહ્ય અનુષ્ઠાન કરતા રહે છે, અને જેમાં ઘણી કર્મ નિર્જરા થાય તેવા ગુરુકુલવાસ આદિ પ્રધાનયોગનો ત્યાગ કરે છે. આથી તેમને લાભ અતિશય અલ્પ થાય છે અને હાનિ ઘણી થાય છે. (૬૭૬) अत्र च त्यक्ते बाह्ये योगे यादृशः स्यात्तद् दर्शयतिसुद्धंछाइसु जत्तो, गुरुकुलचागाइणेह विणणेओ । सबरसरक्खपिच्छत्थघायपायाछिवणतुल्लो ॥६७७ ॥ शुद्ध द्विचत्वारिंशद्दोषविकलः स चासावुञ्छश्च भिक्षावृत्तिरूपः, आदिशब्दाच्चित्रद्रव्याद्यभिग्रहासेवनाग्रहः । ततः शुद्धोञ्छादिषु साधुसमाचारेषु 'यत्न' आदरः क्रियमाणः केषाञ्चिदलब्धसिद्धान्तहृदयानां 'गुरुकुलत्यागादिना' गुरोः "पडिरूवो तेयस्सी" इत्यादिगाथाद्वयोक्तलक्षणस्य कुलं परिवारो गुरुकुलं तस्य त्याग: प्रोज्झनम्, आदिशब्दात्सूत्रार्थपौरुषीयथाज्येष्ठादिविनयवैयावृत्त्यादिपरिहारग्रहः, तेनोपलक्षित 'इह' धर्मविचारे विज्ञेयः । कीदृश इत्याह- 'शबरस्य' म्लेच्छरूपस्य कस्यचित् ‘સરનામાં’ શૈવાનાં પિ∞ાર્થ મયૂરપિચ્છનિમિત્તે યો ‘ધાતો’ મારાં તંત્ર ‘યત્પાવાच्छुपनं' चरणसंस्पर्शपरिहाररूपं तत्तुल्य इति । अयमभिप्रायः - कश्चिद्धर्मार्थी सम्यगपरिणतजिनवचनो गुरुकुलवासे तथाविधां भिक्षाशुद्धिमपश्यन् " आयन्नया महागणो, Page #246 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૩૯ कालो विसमो सपक्खिओ दोसो। आइमतिगभंगेणवि, गहणं भणियं पक्प्पम्मि ॥१॥" इति पञ्चकल्पभाष्यमश्रद्दधानः शुद्धोञ्छार्थी गुरुकुलवासपरित्यागेन विहारमवलम्बते । स च विहारः प्रस्तुतशबरपादाच्छुपनतुल्यो बहदोषोऽल्पगुणः संभावनीय इति । अत्र चादित्रिकभङ्गको यतिधर्मादिभूतोद्गमोत्पादनैषणाशुद्धिविनाशः प्रकल्पस्त्वपवादः । प्रस्तुतदृष्टान्तविस्तारार्थश्चैवं ज्ञातव्यः-किल कस्यचिच्छबरस्य कुतोऽपि प्रस्तावात् 'तपोधनानां पादेन स्पर्शनं महतेऽनर्थाय सम्पद्यते' इति श्रुतधर्मशास्त्रस्य कदाचिन्मयूरपिच्छैः प्रयोजनमजायत । यदाऽसौ निपुणमन्यत्रान्वेषमाणोऽपि तं न लेभे तदा श्रुतमनेन, यथा-भौतसाधुसमीपे तानि सन्ति, ययाचिरे च तानि तेन तेभ्यः, परं न किञ्चिल्लेभे। ततोऽसौ शस्त्रव्यापारपूर्वं तानिगृह्य जग्राह तानि, पादेन स्पर्श च परिहतवांस्तेषाम् । यथास्य पादस्पर्शपरिहारो गुणोऽपि शस्त्रव्यापारेणापहतत्वान्न गुणः, किन्तु दोष एव, एवं गुरुकुलवासद्वेषिणां शुद्धोञ्छादि योजनीयमिति॥६७७॥ ગુરુકુલવાસ વગેરેનો ત્યાગ થયે છતે બાહ્ય યોગમાં જેવું થાય તેને જણાવે છે ગાથાર્થ- અહીં ગુરુકુલ આદિનો ત્યાગ કરીને શુદ્ધભિક્ષાવૃત્તિ આદિમાં કરાતો પ્રયત્ન શબરે પીછા માટે શૈવ સાધુઓને હણીને કરેલા ચરણસ્પર્શના ત્યાગ સમાન છે. ટીકાર્થ–અહીં–ધર્મવિચારમાં. ગુરુકુલ આદિનો ત્યાગ કરીને–કુલ એટલે પરિવાર. ગુરુકુલ એટલે ગુરુનો પરિવાર. અહીં આદિ શબ્દથી સૂત્રપોરિસી, અર્થપોરિસી, યેષ્ઠ વગેરે સાધુઓનો વિનય, વેયાવચ્ચ વગેરેનો ત્યાગ સમજવો. ઉપદેશમાળામાં ડિફવો તેયસી ઇત્યાદિ બે ગાથાઓમાં જણાવેલાં ગુરુનાં લક્ષણો આ પ્રમાણે છે(૧) પ્રતિરૂપ–જેમની મુદ્રા દેખીને ગૌતમ પ્રમુખ મહા મુનિઓનું સ્મરણ થઈ આવે તેવા. (૨) તેજસ્વી–જેમના તેજ પાસે પાખંડી લોકો અંજાઈ જાય એવા પ્રતાપી. (૩) યુગપ્રધાનાગમ-વર્તમાન કાળે વિદ્યમાનસર્વશાસ્ત્રના પારગામી. અથવા જેમની તુલનામાં વર્તમાન સમયમાં કોઈ આવે નહિ એવા જ્ઞાની. (૪) મધુરવાક્ય–જેમની વાણી દૂધ-સાકરથી કે મધથી પણ અધિક મીઠી હોય તેવા. (૫) ગંભીર–ગમે તેવી મર્મની વાતને જીરવી શકે તેવા ગુણરત્નોથી ભરેલા સાગર જેવા. (૬) ધૃતિમા–ધીરજવાળા અથવા સંતોષવાળા. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ઉપદેશપદ : ભાગ-૨ (૭) ઉપદેશપર-ભવ્યજીવોને સદુપદેશ વડે શુદ્ધ અને સરળ એવો મોક્ષમાર્ગ બતાવવામાં તત્પર. (૮) અપરિશ્રાવી–આલોચના લેનારે પોતે પ્રકાશેલાં અકૃત્યને કોઈની પાસે પ્રગટ ન કરે એવા. (૯) સૌમ્ય-ચંદ્રની જેવા શીતળ સ્વભાવી, શાન્ત પ્રકૃતિવાળા (૧૦) સંગ્રહશીલ–ગચ્છના હિતને માટે જોઇતાં ઉપકરણોનો સંગ્રહ કરી મૂચ્છ રહિત તેનો સદુપયોગ કરનારા. (૧૧) અભિગ્રહમતિ–વિવિધ પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અભિગ્રહ ધારણ કરનારા. (૧૨) અવિકલ્થન–સ્વપ્રશંસા કે પરનિંદા વગેરે ન કરનારા, ધર્મવ્યાપારમાં જ સાવધાન રહેનારા. (૧૩) અચપલ-મન-વચન-કાયાની ચપળતાથી રહિત. (૧૪) પ્રશાન્તહૃદય-જેમનું હૃદય ક્રોધાદિ કષાયોથી વિશેષથી મુક્ત થયું છે એવા. શુદ્ધ ભિક્ષાવૃત્તિ આદિ–શુદ્ધ એટલે બેંતાળીશ દોષોથી રહિત. શુદ્ધ ભિક્ષાથી નિર્વાહ કરવો તે શુદ્ધ ભિક્ષાવૃત્તિ. આદિ શબ્દથી દ્રવ્યાદિથી વિવિધ અભિગ્રહોનું આસેવન સમજવું. સિદ્ધાંતોના હાર્દને ન પામેલા કેટલાકો ગુરુકુલ આદિનો ત્યાગ કરીને શુદ્ધ ભિક્ષાવૃત્તિ આદિ સાધુના આચારોમાં જે પ્રયત્ન કરી રહ્યા છે તે પ્રયત્ન ભીલે પીંછા લેવા માટે શૈવ સાધુઓને હણીને કરેલા ચરણસ્પર્શના ત્યાગ તુલ્ય છે. અહીં અભિપ્રાય આ છે–જેને જિનવચન બરોબર પરિણત થયું નથી તેવો કોઈ ધર્માર્થી ગુરુકુલવાસમાં તેવા પ્રકારની ભિક્ષાશુદ્ધિને જોતો નથી, (અર્થાત્ ભિક્ષા અશુદ્ધ આવે છે, એમ જુએ છે.) તથા તે પંચકલ્પ ભાષ્યની ગાથાની શ્રદ્ધા કરતો નથી. પંચકલ્પભાષ્યની તે ગાથા અને તેનો અર્થ આ પ્રમાણે છે. “ઉપાશ્રય સાધુઓથી આકીર્ણ (=વ્યાસ) હોય. સાધુઓનો મહાગણ એક સ્થળે રહેલો હોય. દુર્ભિક્ષ (દુકાળ) વગેરે વિષમ કાળ હોય. સ્વપક્ષના અસંવિગ્નોથી દોષો થાય. આવા સંયોગોમાં યતિધર્મમાં મુખ્ય એવા ઉદ્ગમ, ઉત્પાદન અને એષણા એ ત્રણની શુદ્ધિના ભંગથી (=વિનાશથી) પણ અપવાદે આહાર વગેરે ગ્રહણ કરવાનું કહ્યું છે.” (પંચકલ્પ ભાષ્ય. ૧૬૧૬) યતિલક્ષણ સમુચ્ચયપ્રકરણમાં આ જ વિષયમાં ગાથા આ પ્રમાણે છેआयत्तया महागुणो, कालो विसमो सपक्खया दोसा । आइमतिगभंगेण वि, गहणं भणिअं पकप्पंमि ॥१४२॥ आयत्तता महागुणः, कालो विषमः स्वपक्षजा दोषाः । आदिमत्रिकभङ्गेनापि, ग्रहणं भणितं प्रकल्पे ॥१४२॥ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ ઉપદેશપદ : ભાગ-૨ આ ગાથાનો અર્થ આ પ્રમાણે છે ગાથાર્થ– પરાધીનતા મહાગુણ છે. કાલ વિષમ છે. સ્વપક્ષથી દોષો ઉત્પન્ન થાય છે. (આથી) નિશીથમાં પ્રથમનાં ત્રણ ભાંગાથી પણ આહારને ગ્રહણ કરવાનું કહ્યું છે. ટીકાર્થ–પરાધીનતા મહાગુણ છે– અહીં પરાધીનતા એટલે ગુરુને આધીન રહેવું. ગુરુને આધીન રહેવાથી ઘણા ગુણો પ્રગટે છે અને ઘણા દોષો દૂર થાય છે. કાલ વિષમ છે–કાલ વિષમ છે એનો અર્થ એ છે કે, કાળ સંયમને દૂષિત કરે તેવા અનેક નબળા આલંબનથી ભરેલો છે. એટલે ગુરુને આધીન ન રહેનાર નબળા આલંબનોને પામીને ચારિત્રથી ભ્રષ્ટ બને એની ઘણી સંભાવના રહે છે. સ્વપક્ષથી દોષો ઉત્પન્ન થાય છે–અહીં સ્વપક્ષ એટલે અવસગ્ન વગેરે સાધુઓ. ગુરુથી છૂટા પડનારાઓ અસવન્ન વગેરે સાધુઓના પરિચય કરીને શિથિલ બની જાય, યાવત્ મિથ્યાત્વને પણ પામે. આમ ગુરુને આધીન ન રહેવાથી ઘણા દોષો ઉત્પન્ન થાય. જ્યારે ગુરુકુલમાં રહેવાથી આ દોષોથી બચી જવાય છે. આથી જ સમુદાયમાં આહાર સંબંધી થોડા દોષો લાગે તો પણ સમુદાયમાં જ રહેવું એવી આજ્ઞા છે. પ્રથમના ત્રણ ભાંગાથી પણ આહારને ગ્રહણ કરવાનું કહ્યું છે–અહીં ચાર ભાંગા આ પ્રમાણે છે. (૧) કારણે યતનાથી દોષ સેવે. (૨) કારણે યતના વિના દોષ સેવે. (૩) નિષ્કારણ યતનાથી દોષ સેવે. (૪) નિષ્કારણ અયતનાથી દોષ સેવે. આ ચાર ભાંગાઓમાં પ્રથમના ત્રણ ભાંગાથી પણ આહારને ગ્રહણ કરવાનું કહ્યું છે. અહીં પહેલા ભાગમાં સંયમની વૃદ્ધિ માટે દોષ સેવે છે. બીજા ભાગોમાં પણ સંયમની વૃદ્ધિ માટે દોષ સેવે છે. પણ પ્રમાદના કારણે યતના વિના દોષ સેવે છે. ત્રીજા ભાગમાં કારણ વિના દોષ સેવતો હોવા છતાં યતના હોવાથી તેટલા અંશે શુદ્ધ છે. આ વિશે વ્યવહારસૂત્ર (વ્યવહારસૂત્ર પીઠિકા ભાષ્ય ગા.૨૨)માં કહ્યું છે કે-“કારણ વિના પણ દોષનું સેવન કર્યા પછી “શુદ્ધિ કરીશ” એવું આલંબન જે કરે છે તે અકૃત્ય સેવતો હોવા છતાં અંતઃકરણની વિશુદ્ધિપૂર્વક યાતનાથી પ્રવૃત્તિ કરતો હોવાથી ભાવથી વ્યવહર્તવ્ય છે=એની સાથે વ્યવહાર કરવો, એને પ્રાયશ્ચિત્ત આપીને શુદ્ધ કરવો.” ગુરુકુલમાં રહે તો જ શુદ્ધિ થઈ શકે. માટે અહીં પ્રથમના ત્રણ ભાંગાથી પણ આહારગ્રહણ કરવાનું કહ્યું છે એમ કહીને ગુરુકુલવાસનું મહત્ત્વ જણાવ્યું છે. (૧૪૨)]. પંચકલ્યભાષ્યની આ ગાથાની શ્રદ્ધા નહિ કરતો અને શુદ્ધ ભિક્ષાનો અર્થી તે ગુરુકુલ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ઉપદેશપદ : ભાગ-૨ વાસનો સર્વથા ત્યાગ કરીને અલગ વિહાર કરે છે. અને તે વિહાર પ્રસ્તુત ભિલના ચરણ સ્પર્શના ત્યાગ તુલ્ય છે. તે વિહારમાં દોષ ઘણો છે અને ગુણ અલ્પ છે. પ્રસ્તુત દૃષ્ટાંતનો વિસ્તારથી અર્થ આ પ્રમાણે જાણવો– શબરનું દૃષ્ટાંત કોઈક પ્રસંગે એક ભિલને ધર્મશાસ્ત્ર શ્રવણ કરતાં એમ જાણવામાં આવ્યું કે શૈવ-સાધુઓને પગથી સ્પર્શ થઈ જાય તો મહા અનર્થ થાય (=મહાપાપ બંધાય). તેને કોઈ વખત મોરના પિચ્છાની જરૂર પડી. બહાર તેની ઘણી તપાસ કરાવી, પરંતુ ક્યાંયથી પણ તેની પ્રાપ્તિ ન થઈ. આ દરમિયાન તેના સાંભળવામાં આવ્યું કે શિવસાધુ પાસે મોરપિચ્છા હોય છે. તેણે શૈવસાધુઓની પાસે મોરપિચ્છાની માંગણી કરી. પણ તેઓએ ન આપ્યા. આથી તેણે શસ્ત્રોનો ઉપયોગ કરીને શૈવસાધુઓને ઘાયલ કરીને મોરપિચ્છ લઈ લીધાં. (જો હાથથી મોરપિચ્છ લેવામાં આવે તો સંભવ છે કે તેઓ લેવા ન દે એથી બાથંબાથ કરીને લેવા પડે. તેમ કરતાં સંભવ છે કે પગથી સ્પર્શ થઈ જાય.) આમ ભિલે શૈવસાધુઓને પગથી સ્પર્શ ન થઈ જાય તેની પૂરેપૂરી સાવચેતી રાખી. જેમ અહીં તેનો પગથી સ્પર્શ ન કરવા રૂપ ગુણ હોવા છતાં શસ્ત્રનો પ્રયોગ કરી તેને ઘાયલ કર્યો તે ગુણ નથી, પરંતુ દોષ જ છે. એ પ્રમાણે ગુરુકુલવાસના દ્વેષીઓના શુદ્ધ ભિક્ષાવૃત્તિ આદિ અનુષ્ઠાન વિષે પણ યોજના કરવી. (આ પ્રમાણે ગુરુકુલવાસના ત્યાગથી શુદ્ધ ભિક્ષા વગેરે પણ હિતકર બનતા નથી. ગુર્વાજ્ઞામાં રહેલાને આધાકર્મ વગેરે દોષો પણ શુદ્ધ બની જાય છે. કારણ કે ગચ્છમાં દોષોનું સેવન કારણિક અને યતનાપૂર્વક થાય. ગીતાર્થ યાતનાથી દોષો સેવે તો તેમાં પ્રાયશ્ચિત્ત નથી. આ વિષે ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે કે जा जयमाणस्स भवे, विराहणा सुत्तविहिसमग्गस्स । સા રોડ નિઝરણા, નાસ્થવિરોહિyત્ત I૭૬૦ | (ઓ.નિ.). વિશુદ્ધભાવવાળા અને યતનામાં તત્પર એવા ગીતાર્થને જે વિરાધના થાય તે નિર્જરારૂપ ફલવાળી થાય.” (એક સમયે બાંધેલું કર્મ બીજા સમયે ખપાવી નાખે.) તથા ગુરુકુલવાસમાં બીજા જે ઘણા લાભો થાય છે એ અપેક્ષાએ આ દોષો તદન અલ્પ ગણાય. લાભ-હાનિની વિચારણા કરતાં ગુરુકુલવાસમાં જ લાભ છે.) (૬૭૭) आह-यदि शुद्धोञ्छादयः क्रियमाणा अपि न कञ्चिद् गुणमावहन्ति किन्तु दोषमेव, तत्किमुच्यते-"पिंडं अविसोहितो, अचरित्ती एत्थ संसओ नत्थि । चारित्तम्मि असंते, सव्वा दिक्खा निरत्थिया" इत्याशङ्क्याह Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ ઉપદેશપદ : ભાગ-૨ णहि एयम्मिवि न गुणो, अस्थि विहाणेण कीरमाणम्मि । तं पुण गुरुतरगुणभावसंगय होइ सव्वत्थ ॥६७८॥ નદિ નૈવૈમિન શોચ્છવ, વિ પુનઃ mષ્યનુષ્યપશાઈ, “ . उपकारः किन्तु गुण एवास्ति 'विधानेन' सर्वज्ञाज्ञापारतन्त्र्यलक्षणेन 'क्रियमाणे' । तत्पुनर्विधानं 'गुरुतरगुणभावसङ्गतं' गुरुतराः शुद्धोञ्छादिसकाशादतिमहान्तो नवनवतरश्रुतज्ञानलाभादयः प्रतिदिनप्रवर्द्धमानातितीव्रसंवेगनिर्वेदफलास्तेषां भावः समुद्भवस्तेन सङ्गतं भवति सर्वत्र' सर्वेष्वपि कृत्येषु । यत्र हि नाधिकः कश्चिद् गुणलाभ: किन्तु लब्धानामपि गुणानां हानिरुत्पद्यते, तदनुष्ठानमविधिप्रधानमेव बुधैर्बुद्धयत इति ॥६७८॥ જો કરાતા પણ શુદ્ધભિક્ષાવૃત્તિ વગેરે અનુષ્ઠાનો કોઈપણ ગુણને પમાડતા નથી, બલ્ક દોષને જ પમાડે છે, તો “જે આહારની શુદ્ધિ કરતો નથી (=દોષિત આહારને લે છે) તે ચારિત્રથી રહિત છે. આમાં કોઈ સંશય નથી. જો ચારિત્ર ન હોય તો સંપૂર્ણ દીક્ષા નિરર્થક છે” આવું કેમ કહેવાય છે? આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે ગાથાર્થ– જિનાજ્ઞાને આધીન બનીને કરતા શુદ્ધભિક્ષાવૃત્તિ વગેરેમાં પણ લાભ થાય. જિનાજ્ઞા સર્વત્ર અતિમહાનગુણોની ઉત્પત્તિથી યુક્ત છે. ટીકાર્થ– “શુદ્ધ ભિક્ષાવૃત્તિ વગેરેમાં પણ એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છેજો શુદ્ધિભિક્ષાવૃત્તિ વગેરેમાં પણ લાભ થાય તો અન્ય અનુષ્ઠાનોમાં લાભ થાય તેમાં તો શું કહેવું? સર્વત્ર=બધાય કાર્યોમાં. અતિમહાનગુણોની ઉત્પત્તિથી યુક્ત છેઃઅહીં શુદ્ધ ભિક્ષાવૃત્તિ વગેરેની અપેક્ષાએ અતિમહાન ગુણો સમજવા. આ ગુણો છે નવા નવા શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ વગેરે. નવા નવા શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ વગેરેથી અતિતીવ્ર સંવેગ અને નિર્વેદ પ્રતિદિન વધતા રહે છે. જે અનુષ્ઠાનમાં અધિક કોઈ ગુણનો લાભ ન થાય, બલ્ક મેળવેલા પણ ગુણોની હાનિ થાય, તે અનુષ્ઠાનને બુધ પુરુષો અવિધિની પ્રધાનતાવાળું જ સમજે છે. (અહીં તાત્પર્ય આ છે–ગુરુકુલનો ત્યાગ કરવાથી માની લઈએ કે કદાચ શુદ્ધ ભિક્ષાવૃત્તિ વગેરેનો લાભ થાય, પણ શુદ્ધ ભિક્ષાવૃત્તિ વગેરેથી પણ અતિમહાન નવા નવા શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ વગેરે ગુણોની હાનિ થાય છે. સંયમ જીવનમાં અતિતીવ્ર સંવેગ અને નિર્વેદ પ્રતિદિન વધવા જોઇએ. આ ગુરુકુલમાં રહીને નવું નવું શ્રુતજ્ઞાન મેળવાથી જ શક્ય બને. ગુરુકુલવાસ ન હોય તો નવા નવા શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ વગેરે ન થાય. નવા નવા શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ ન થાય તો પ્રતિદિન સંવેગ-નિર્વેદની વૃદ્ધિ ન થાય, એટલું જ નહિ બલ્ક સંવેગ-નિર્વેદની હાનિ થાય. માટે જ ટીકાકાર મહર્ષિએ કહ્યું કે “જે અનુષ્ઠાનમાં અધિક કોઈ ગુણનો લાભ ન Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ઉપદેશપદ : ભાગ-૨ થાય, બલ્ક મેળવેલા પણ ગુણોની હાનિ થાય, તે અનુષ્ઠાનને બુધ પુરુષો અવિધિની પ્રધાનતાવાળું જ સમજે છે.” ગુરુકુલવાસને છોડી દેવાથી કોઈ ગુણનો લાભ થતો નથી અને વધારામાં મેળવેલા પણ સંવેગ-નિર્વેદ વગેરે ગુણોની હાનિ થાય છે.) (૬૭૮) एतदेव समर्थयमान आहतित्थगराणा मूलं, णियमा धम्मस्स तीए वाघाए । किं धम्मो किमधम्मो, णेवं मूढा वियारंति ॥६७९॥ 'तीर्थकराज्ञा' भगवदर्हदुपदेशो 'मूलं' कारणं नियमादवश्यंभावेन 'धर्मस्य' यतिगृहस्थसमाचारभेदभिन्नस्य ।अतीन्द्रियो ह्यसौ । न चान्यस्यासर्वदर्शिनः प्रमातुरुपदेश एतत्प्रवृत्तौ मतिमतां हेतुभावं प्रतिपत्तुं क्षमते, एकान्तेनैव तस्य तत्रानधिकारित्वात्, जात्यन्धस्येव भित्त्यादिषु नरकरितुरगादिरूपालेखने इति । तस्यास्तीर्थकराज्ञाया व्याघाते' विलोपे । किमनुष्ठानं धर्मः, अथवा किमधर्मो वर्त्तत्ते? अन्यत्राप्युक्तम्-"आणाए च्चिय चरणं, तब्भंगे जाण किं न भग्गंति । आणं च अइक्वंतो, कस्साएसा कुणइ सेसं? ॥१॥" इति नियामकाभावान्न विवेचयितुं शक्यते यदुतैतदनुष्ठानं धर्मः, इदं चाधर्म इति। न नैवैवमनेन प्रकारेण मूढा' हिताहितविमर्शविकला 'विचारयन्ति' मीमांसन्ते ॥६७९॥ આ જ વિષયનું સમર્થન કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ– ધર્મનું મૂળ નિયમ તીર્થકરોની આજ્ઞા છે. તીર્થકરોની આજ્ઞાનો વિનાશ થતાં કર્યું અનુષ્ઠાન ધર્મ છે અને કર્યું અનુષ્ઠાન અધર્મ છે એનો નિર્ણય કરી શકાતો નથી. મૂઢ જીવો આ પ્રમાણે વિચારતા નથી. ટીકાર્ય-ધર્મનું મૂળ સાધુના આચારો અને ગૃહસ્થના આચારો એમ બે પ્રકારના ધર્મનું કારણ. તીર્થકરોની આજ્ઞા=ભગવાન અરિહંતનો ઉપદેશ. ધર્મ અતીન્દ્રિય છે=ઈદ્રિયોથી જાણી શકાતો નથી. એથી ધાર્મિક પ્રવૃત્તિમાં સર્વજ્ઞ સિવાય બીજા કોઈ જ્ઞાનનો ઉપદેશ મતિમાન પુરુષોના હૃદયમાં કારણભાવને સ્વીકારવા સમર્થ નથી, અર્થાત્ મતિમાન પુરુષો સર્વજ્ઞ સિવાય બીજા કોઈ જ્ઞાનીના ઉપદેશને ધાર્મિક પ્રવૃત્તિના કારણ તરીકે સ્વીકારતા નથી. કારણ કે અસર્વજ્ઞ એકાંતે જ ધાર્મિકપ્રવૃત્તિ કરાવવામાં અધિકારી નથી. જેવી રીતે જન્માંધ પુરુષ ભીંત વગેરેમાં મનુષ્ય, હાથી, અશ્વ વગેરેના ચિત્રનું આલેખન કરવામાં અધિકારી નથી, તેમ અસર્વજ્ઞ ધાર્મિક પ્રવૃત્તિ કરાવવામાં અધિકારી નથી. Page #252 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૪૫ આથી ધર્મનું કારણ નિયમ તીર્થકરોની આજ્ઞા છે. તીર્થકરોની આજ્ઞાનો વિનાશ થતાં ધર્મ-અધર્મનો નિશ્ચય કરનાર કોઈ ન હોવાથી આ અનુષ્ઠાન ધર્મ છે, અથવા આ અનુષ્ઠાન અધર્મ છે એમ વિવેક કરવાનું શક્ય નથી. આ અંગે બીજા સ્થળે પણ કહ્યું છે કે–“જિનાજ્ઞાના પાલનમાં જ ચારિત્ર છે. આથી જિનાજ્ઞાનો ભંગ થતાં બધાનો જ ભંગ થાય છે. જિનાજ્ઞાનું Geोधन ४२ना२ ओनी माथी शेष अनुष्ठान रे?" [3.भ.५०५] મૂઢ જીવો આ રીતે (ઉપર કહ્યું તેમ) વિચારતા જ નથી. મૂઢ એટલે હિત-અહિતના वियारथी रहित. (६७८) अथ गुरुकुलवासः प्रथमं धर्माङ्गमिति प्रपञ्चतः पुरस्कुर्वन्नाहआयारपढमसुत्ते, सुयं मे इच्चाइलक्खणे भणिओ। गुरुकुलवासो सक्खा, अइणिउणं मूलगुणभूओ ॥६८०॥ आचर्यते मुमुक्षुभिरासेव्यते इत्याचारो ज्ञानाधाराधनारूपः पञ्चप्रकाराराधनारूपः पञ्चप्रकारस्तत्प्रतिपादकत्वाद् द्वादशाङ्गप्रवचनपुरुषस्य प्रथममङ्गमाचारस्तस्य प्रथमसूत्रे । "सुयं मे इच्चाइलक्खणे" इति श्रुतमित्यादिलक्षणे-"सुयं मे आउसंतेणं भगवया एवमक्खायं" इत्येवंरूपे भणितो गुरुकुलवासो धर्माचार्यपादान्तेवासित्वलक्षणः साक्षात् सूत्राक्षराभिधेय एवातिनिपुणमतिसूक्ष्मं यथा भवति ऐदम्पर्यपर्यालोचनेनेत्यर्थः, मूलगुणभूतो यतिधर्मप्रधानोपकारक इति । तत्र हि सूत्रे श्रुतं मया आजुषमाणेन भगवत्पादारविन्दं निषेवमाणेन भगवता सिद्धार्थपार्थिवकुलाम्बरशरच्छशधराकारेण वर्द्धमाननाम्ना जिनेनाख्यातमित्यादिभिरनेकैरथैर्व्याख्यायमानेऽवगम्यते, यथा भगवान् सुधर्मस्वामी जम्बूनाम्ने स्वशिष्याय निवेदयति, यथा गुरुपादसेवावशोपलब्धोऽयमाचारग्रन्थो मया ते प्रतिपाद्यत इति । अतोऽन्येनापि तदर्थिना गुरुकुलवासे वसितव्यमिति ख्यापितं भवतीति ॥६८०॥ હવે ગુરુકુલવાસ ધર્મનું પ્રથમ અંગ છે એમ વિસ્તારથી પ્રગટ કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ મૂલગુણભૂત એવો ગુરુકુલવાસ આચારાંગના “સુર્ય મે' ઇત્યાદિ સૂત્રમાં ભાવાર્થની વિચારણા પૂર્વક સાક્ષાત્ જ કહેવામાં આવ્યો છે. ટીકાર્થ–મૂલગુણભૂત-સાધુધર્મમાં મુખ્ય ઉપકારક. ગુરુકુલવાસ=ધર્માચાર્યના ચરણોની પાસે રહેવું. આચારાંગ=મુમુક્ષુઓ વડે જે આચરાય તે આચાર. જ્ઞાનાદિ પાંચની આરાધના રૂપ આ આચાર જ્ઞાનાચાર વગેરે પાંચ પ્રકારે છે. જ્ઞાનાચાર વગેરે પાંચ આચારોને જણાવનાર HMIRTICHRISTITTERTAINMENT Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ઉપદેશપદ : ભાગ-૨ ગ્રંથને આચાર કહેવામાં આવે છે. બાર અંગવાળા પ્રવચન રૂપ પુરુષનું પહેલું અંગ આચાર છે. તે આચારાંગ ગ્રંથના સુયે મે માસાંતે મવયા વમવિશ્વાય એ પહેલા સૂત્રમાં ગુરુકુલવાસ સાક્ષાત્ કહેવામાં આવ્યો છે. તે સૂત્રનું અનેક અર્થોથી વ્યાખ્યાન કરવામાં આવે છે. તેમાં એક અર્થ આ પ્રમાણે છે-“ભગવાનના ચરણ કમળની સેવા કરતા મારા વડે સંભળાયું છે કે સિદ્ધાર્થ રાજાના કુળરૂપ આકાશમાં ચંદ્રસમાન વર્ધમાન નામના તીર્થકર ભગવાને આ પ્રમાણે કહ્યું છે.” આનો ભાવાર્થ એ છે કે ભગવાન સુધર્માસ્વામી પોતાના જંબૂનામના શિષ્યને કહે છે કે–ગુરુચરણની સેવાથી પ્રાપ્ત કરાયેલ આ આચાર ગ્રંથ હું તને જણાવું છું. આ પાઠથી ધર્મના અર્થી બીજાએ પણ ગુરુકુલવાસમાં રહેવું જોઇએ એમ જણાવ્યું છે. સાક્ષા–સૂત્રના અક્ષરોથી કહેવા યોગ્ય. (૬૮૦) मूलगुणभूतत्वमेव दर्शयतिणाणस्स होइ भागी, थिरतरतो दंसणे चरित्ते य । धण्णा आवकहाए, गुरुकुलवासं ण मुंचंति ॥६८१॥ 'ज्ञानस्य' श्रुतज्ञानलक्षणस्याङ्गप्रविष्टादिभेदभाजो भवति 'भागी' पात्रं गुरुकुलवासे वसन् सन् । यथोक्तम्- "गुर्वायत्ता यस्माच्छास्त्रारम्भा भवन्ति सर्वेऽपि । तस्माद् गुर्वाराधनपरेण हितकाक्षिणा भाव्यम् ॥१॥" इति । तथा, स्थिरतरोऽत्यन्तस्थिरो 'दर्शने' तत्त्वश्रद्धानरूपे चरित्रे च विहितेतरवस्तुप्रवृत्तिनिवृत्तिरूपे भवति । न हि विशुद्धगुरुकुलवासमन्तरेण सर्वतोमुखीभिरगीताथै : परतीर्थिकैश्च प्रवर्त्तिताभिः प्रज्ञापनाभिः सम्यग्बोधे निरन्तरं विक्षोभ्यमाणे चारित्रे च चित्राभिः स्वचित्तविश्रोतसिकाभिरसमञ्जसाचारलोकसंसर्गभाषणादिभिश्च मन्दीभावमानीयमाने स्थिरतरभावसिद्धिः सम्पद्यत इति । ततो 'धन्या' धर्मधनलब्धारो यावती चासौ कथा च जीवितलक्षणा यावत्कथा तयोपलक्षिता यावजीवमित्यर्थः, गुरुकुलवासमुक्तरूपं न मुञ्चन्ति ॥६८१॥ ગુરુકુલવાસ સાધુ ધર્મમાં મુખ્ય ઉપકારક છે એ વિષયને જણાવે છે ગાથાર્થ– ગુરુકુલવાસમાં રહેતો સાધુ જ્ઞાનનું ભાન બને છે, દર્શન અને ચારિત્રમાં અતિશય સ્થિર બને છે. તેથી ધન્ય સાધુઓ માવજીવ ગુરુકુલવાસને છોડતા નથી. ટીકાર્થ-જ્ઞાનનું ભાજન બને છે–અંગપ્રવિષ્ટ વગેરે ભેદવાળા શ્રુતજ્ઞાનનું ભાન બને છે. કહ્યું છે કે-“શાસ્ત્રોનું અધ્યયન ગુરુને અધીન બનીને જ થઈ શકે છે. માટે મોક્ષાભિલાષી શિષ્ય આજ્ઞાપાલન આદિથી ગુરુની ઉપાસનામાં તત્પર બનવું જોઈએ.” (પ્ર.૨.૬૯) Page #254 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૪૭ દર્શન તત્ત્વોમાં શ્રદ્ધા. ચારિત્ર=વિહિત અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ અને નિષિદ્ધમાં નિવૃત્તિ. ધન્ય ધર્મરૂપ ધનને મેળવનાર. પૂર્ણ શાસ્ત્રબોધ ન હોવા છતાં બધા જ વિષયોમાં ડહાપણ ડોળે તેવા અગીતાર્થોથી અને પરતીર્થિકોથી પ્રવર્તાયેલી પ્રરૂપણાઓથી સમ્યગ્બોધ નિરંતર ખળભળી રહ્યો હોય, પોતાના ચિત્તમાં પ્રવર્તતા વિવિધ અશુભધ્યાનોથી, અનુચિત આચારવાળા લોકોના સંસર્ગથી અને તેમની સાથે થતા સંભાષણ વગેરેથી ચારિત્ર મંદભાવને પમાડાઈ રહ્યું હોય, ત્યારે વિશુદ્ધ ગુરુકુલવાસ વિના શ્રદ્ધામાં અને ચારિત્રમાં અતિશય સ્થિરતાની સિદ્ધિ ન થાય. (૬૮૧) ता तस्स परिच्चाया, सुद्धंछाइ सयमेव बुद्धिमया । आलोएयव्वमिणं, कीरंतं कं गुणं कुणइ ॥६८२॥ यत एवं महागुणो गुरुकुलवासस्तस्मात्तस्य गुरुकुलवासस्य परित्यागे शुद्धोञ्छादि प्रागुक्तमनुष्ठीयमानं स्वयमेवात्मनैव परोपदेशनिरपेक्षमित्यर्थः, बुद्धिमताऽतिशायिप्रज्ञेन आलोचयितव्यं मीमांसनीयमिदं, यथा-क्रियमाणं कं गुणमुपकारं करोति, कुलटोपवासवद् न किञ्चिदित्यर्थः ॥६८२॥ ગાથાર્થ–તેથી ગુરુકુલવાસનો ત્યાગ કરીને પરોપદેશ વિના જાતે જ કરાતા શુદ્ધભિક્ષાવૃત્તિ વગેરે અનુષ્ઠાનો કયા લાભને કરે છે તે બુદ્ધિશાળી પુરુષે વિચારવું. . * ટીકાર્થ–તેથી–પૂર્વે કહ્યું તેમ ગુરુકુલવાસ મહાનગુણવાળો હોવાથી. ગુરુકુલવાસ મહાનગુણવાળો હોવાથી ગુરુકુલવાસને તજીને પરોપદેશ વિના જાતે જ કરાતા શુદ્ધભિક્ષાવૃત્તિ વગેરે અનુષ્ઠાનો કુલટા સ્ત્રીના ઉપવાસની જેમ જરાય લાભને કરતા નથી એવો તાત્પર્યાર્થ છે. (૬૮૨) તથા— उववासोवि हु एक्कासणस्स चाया ण सुंदरो पायं । णिच्चमिणं उववासो, णेमित्तिग मो जओ भणिओ ॥६८३॥ उपवासोऽपि प्रतीतरूपः, किं पुनर्गुरुकुलवासत्यागेन शुद्धोञ्छादियनो न सुन्दर इत्यपिशब्दार्थः, हुरलङ्कारे, एकाशनस्य प्रतिदिनमेकवारभोजनरूपस्य त्यागाद् न नैव सुन्दरः श्रेयान् प्रायो बाहुल्येन । अत्र हेतुः-नित्यं सार्वदिकमिदमेकाशनकम्, उपवासो नैमित्तिकः तथाविधनिमित्तहेतुको यतो भणितः सूत्रेषु ॥६८३॥ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ तथा उपदेशय : भाग-२ ગાથાર્થ–એકાસણું નિત્ય હોવાથી અને ઉપવાસ નૈમિત્તિક હોવાથી એકાસણાનો ત્યાગ કરીને ઉપવાસ પણ પ્રાયઃ હિતકર નથી. કારણકે સૂત્રોમાં (નીચે કહેવાશે તે) કહ્યું છે. ટીકાર્થ–એકાસણું-એકવાર ભોજન. નિત્ય=દ૨૨ોજ કરાય તે નિત્ય. નૈમિત્તિક તેવા પ્રકારના નિમિત્તથી કરાય તે નૈમિત્તિક. ઉપવાસ પણ એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે–જો એકાસણાને તજીને ઉપવાસ પણ હિતકર નથી તો પછી ગુરુકુલવાસને તજીને શુદ્ધભિક્ષાવૃત્તિમાં પ્રયત્ન હિતકર ન હોય તેમાં તો શું કહેવું? (૬૮૩) एतदेव दर्शयति अहो निच्चं तवो कम्मादिसुत्तओ हंदि एवमेयंति । पडिवज्जेयव्वं खलु, पव्वादिसु तव्विहाणाओ ॥६८४॥ अहोनिच्चेत्यादि । ‘अहो निच्चं तवो कम्माइसुत्तओ' इति - " अहो निच्चं तवो कम्मं, सव्वबुद्धेहिं वन्नियं । जा य लज्जासमा वित्ती, एगभत्तं च भोयणं" इत्यादिसूत्रतो, हंदीति पूर्ववत्, एवमेवोक्तप्रकारवदेव एतत्प्रागुक्तं प्रतिपत्तव्यमभ्युपगमनीयम् । खलुर्वाक्यालङ्कारे। पर्व्वादिषु तद्विधानादुपवासविधानात् । तत्र पर्वाणि चतुर्द्दश्यादीनि, यथोक्तं व्यवहारभाष्ये - " चउछट्ठट्ठमकरणे अट्ठमिपक्खचउमासवरिसेसु । लहुओ गुरुगो लहुगा गुरुगा य कमेण बोधव्वा" 'पक्खं 'त्ति पाक्षिकं पर्व, तच्च किल चतुर्द्दशी, तस्यैव व्यवहारभाष्ये - 'चाउद्दसिगा होइ कोई' इत्यादिषु सूत्रेषु चतुर्द्दशीत्वेन भणनोपलम्भात् । आदिशब्दादातङ्कादिशेषकारणग्रहः । यथोक्तम् – " आयंके उवसग्गे तितिक्खया बंभचेरगुत्तीसु । पाणिदया तवहेडं ५ सरीरवोच्छेयणट्ठाए ६ ॥ १ ॥ " अयमत्राभिप्रायः — उक्तकारणविरहेणैकभक्तमपेक्ष्योपवासे क्रियमाणे सूत्रपौरुष्यादयः शेषसाधुसमाचारा बहुतरनिर्जराफलाः सीदन्तीति परिभाव्योक्तं नैमित्तिक उपवासो नित्यं त्वेकभक्तमिति ॥ ६८४॥ સૂત્રોમાં જે કહ્યું છે તે જ જણાવે છે गाथार्थ-अहो निच्वं तवो कम्मं त्याहि सूत्रना आधारे पूर्वे के अह्युं छेतेने ४ પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જ સ્વીકારવું જોઇએ. ઉપવાસનું વિધાન પર્વ આદિમાં છે. अहो निच्चं हत्याहि सूत्रनो अर्थ आा प्रमाणे छे - " अहो ! सव्वबुद्धेहिं = सर्व Page #256 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૪૯ તીર્થકરોએ તવો ખંતપ અનુષ્ઠાનને નિત્યં નિત્ય (=અપ્રતિપાતી) કહ્યું છે. તે તપ અનુષ્ઠાન કેવું છે તે કહે છે–ગા=જે નગારમાં સંયમતુલ્ય (સંયમને અનુસરતી સંયમમાં વિરોધી ન હોય તેવી) વિત્તી દેહની રક્ષા અને મિત્ત મોયUાં એકવાર ભોજન કરવું, અર્થાત્ સંયમમાં વિરોધ ન આવે તે રીતે દેહની રક્ષા કરવી અને દરરોજ એકવાર ભોજન કરવું એ સાધુનો અપ્રતિપાતિ તપ છે.” (દશ. વૈ. ૬-૨૩) ઉપવાસનું વિધાન પર્વ આદિમાં છે–ઉપવાસ દરરોજ કરવો એવું વિધાન નથી, કિંતુ પર્વદિન વગેરે નિમિત્તને પામીને ઉપવાસ કરવો એવું વિધાન છે. ચૌદશ વગેરે પર્વ છે. વ્યવહારભાષ્યમાં કહ્યું છે કે-“અષ્ટમી-પક્ષ-ચોમાસી અને સંવત્સરીમાં અનુક્રમે ઉપવાસ છઠ્ઠ અને અટ્ટમ ન કરે તો અનુક્રમે માસલઘુ વગેરે પ્રાયશ્ચિત્તો જાણવા.” (વ્ય.ભા.ગા.૧૩૪) અહીં પક્ષ શબ્દથી પાક્ષિક પર્વ સમજવું. પાક્ષિક પર્વ ચૌદશ છે. કારણ કે વ્યવહારભાષ્યમાં “ડિસ' ઇત્યાદિ સૂત્રોમાં પાક્ષિક પર્વને જ ચૌદશ કહી છે એવું જોવામાં આવે છે. “પર્વ આદિમાં' એ સ્થળે રહેલા આદિ શબ્દથી તીવ્ર રોગ વગેરે વિશેષ કારણો સમજવાં. કહ્યું છે કે-“તીવ્રરોગ, ઉપસર્ગ સહન કરવાનો અભ્યાસ, બ્રહ્મચર્ય ગુતિની રક્ષા, જીવદયા, કર્મનિર્જરા અને દેહત્યાગ આટલાં કારણોથી ઉપવાસ વગેરે તપ કરવાનું વિધાન છે. (પ્રવ.સા.૭૩૮) અહીં અભિપ્રાય આ છે–ઉક્ત કારણ વિના એકાસણાને બદલે ઉપવાસ કરવામાં આવે તો જેમાં ઉપવાસથી પણ વધારે નિર્જરા થાય તેવા સૂત્ર-પોરિસી વગેરે બીજા શ્રમણાચારો સીદાય, આમ વિચારીને ઉપવાસ નૈમિત્તિક છે અને એકાસણું નિત્ય છે એમ કહ્યું છે. (૬૮૪) भूयोऽपि गुरुलाघवालोचनायां किंचित्सावद्यापि प्रवृत्तिर्मतिमतां गुणावहैवेति दर्शयन्नाहआउत्ताइएसुवि, आउक्कायाइजोगसुज्झवणं ।। पवयणखिंसा एयस्स वज्जणं चेव चिंतमियं ॥६८५॥ आयुक्तादिष्वपि । आयुक्त समयपरिभाषया कल्पत्रयलक्षणे कर्तव्ये, आदिशब्दात् कथञ्चिद् तथाविधमातङ्गाद्यस्पृश्यस्पर्शनादौ च सम्पन्ने सति, आगाढशौचवादिधिग्वर्णाद्यत्यन्तसंकीर्णस्थानवासस्य कथञ्चिद् दैवदुर्योगात् प्राप्तौ कञ्जिकादिना वा शौचे विप्लाव्यमानेऽप्कायादियोगशोधनम्-अप्कायेन सचित्तेनाम्भसा, आदिशब्दादनेषणीयेनोष्णोदकलक्षणेन योगस्य कायलक्षणस्य पुरीषोत्सग्र्गादौ मलिनीभूतस्य शोधनमपानादिप्रक्षालनेन शुद्धीकरणं कस्यचित् साधोर्गीतार्थस्य तावत् प्रवचनखिंसारक्षणार्थं क्वचित् काले सम्पद्यते एवं च कदाचिदगीतार्थेन Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ઉપદેશપદ : ભાગ-૨ साधुना प्रवचनखिंसायामशौचमिदं दर्शनमिति विप्लवरूपायां धिगजातीयादिना जनेन क्रियमाणायामेतस्याप्कायादियोगशोधनस्य वर्जनं परिहरणं कञ्जिकादिना प्रासुकैषणीयेन योगशोधनं क्रियमाणमित्यर्थः, 'चेव' इति समुच्चये, यथा गुरुकुलवासत्यागेन शुद्धोञ्छादि तथा चिन्त्यं चिन्तनीयमिदं प्रस्तुतं गुरुलाघवालोचनपरायणैर्बहुश्रुतैर्यथा कं गुणं करोति । चरित्रिणो हि जीवाः प्रवचनखिंसामुपस्थितां स्वप्राणव्ययेनापि निवारयन्ति । यथा, उदायिनृपकथायां दुर्विनेयप्रयुक्तकङ्कलोहकर्त्तिकाकण्ठकर्त्तनद्वारेणोदायिनृपमृत्यौ सम्पन्ने सूरिणा उपायान्तरेण प्रवचनमालिन्यमापन्नं प्रज्वालयितुमशक्नुवता विहिततत्कालोचितकृत्येन चारित्र्यपरसाधुसदृश आत्मैव व्यापादित इति ॥६८५॥ ફરી પણ ગુરુ-લાઘવની વિચારણામાં કંઈક સાવદ્ય પણ પ્રવૃત્તિ બુદ્ધિશાળી (=ગીતાર્થ) પુરુષોને ગુણ પમાડનારી જ થાય એમ જણાવતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ–આયુક્ત(==ણ કલ્પ) આદિમાં પણ અપ્લાય આદિથી શરીર શુદ્ધિ કરવાનો પ્રસંગ આવે. પ્રવચનની અપભ્રાજના કરાઈ રહી હોય ત્યારે અપ્લાયાદિથી શરીરશુદ્ધિ ન કરવી એ કયા ગુણને (લાભને) કરે છે તે વિચારવું. ટીકાર્ય–આયુક્ત–સ્થડિલભૂમિમાં જઈને મતવિસર્જન કર્યા પછી ત્રણવાર પાણીથી અપાન આદિને ધોવા દ્વારા કરાતી શરીરશુદ્ધિને શાસ્ત્રની ભાષામાં આયુક્ત કે ત્રણ કલ્પ કહેવામાં આવે છે. કોઈપણ રીતે ભાગ્યના દુર્યોગથી અતિશય શૌચવાદી બ્રાહ્મણો આદિથી અત્યંત ભરચક સ્થાનમાં રહેવાનો પ્રસંગ આવે, આવા પ્રસંગે મળવિસર્જન કર્યા પછી કાંજી (છાશની આશ) વગેરેથી શરીરશુદ્ધિ કરવામાં આવે તો શાસનની અપભ્રાજના થાય. આથી ગીતાર્થ સાધુ આવા અવસરે નિર્દોષ ઉકાળેલું પાણી ન મળે તોં દોષિત પણ ઉકાળેલા પાણીથી શરીરશુદ્ધિ કરે. આવા પ્રસંગે બ્રાહ્મણો વગેરે લોકધારા જૈનદર્શન અશૌચ (શરીર શુદ્ધિથી રહિત) છે એમ પ્રવચનની અવહીલના કરાઈ રહી હોવા છતાં દોષિત ઉકાળેલા પાણીથી શરીરશુદ્ધિ કરવાના બદલે કાંજી આદિના નિર્દોષ પાણીથી કરાતી શરીરશુદ્ધિ કયા લાભને કરે? ગુરુ-લાઘવની વિચારણામાં તત્પર બહુશ્રુતોએ ગુરુકુલવાસનો ત્યાગ કરીને કરાતી શુદ્ધ ભિક્ષાવૃત્તિની જેમ પ્રસ્તુત વિષયને પણ વિચારવો. ૧. પ્રસ્તુત અનુવાદને અગીતાર્થ સાધુઓ અને શ્રાવકો પણ વાંચે એ સંભવિત છે. આથી મ ન સક્લેિનામી એ પદોનો અનુવાદ કર્યો નથી. ૨. ટીકામાં પ્રવચનની અવહીલનાનું વિવરૂપાયાં એવું વિશેષણ છે. વિપ્લવ એટલે ઉપદ્રવ કે આફત. શાસનની અપાજના ઉપદ્રવ રૂપ કે આફત રૂપ છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૫૧ ચારિત્રી જીવો ઉપસ્થિત થયેલી પ્રવચનની અપભ્રાજનાને સ્વપ્રાણનો ત્યાગ કરીને પણ રોકે છે. જેમ કે- દુષ્ટ શિષ્ય ઉદાયી રાજાના ગળામાં કંકલહ છરી ફેરવીને ગળું કાપી નાખ્યું. આથી રાજાનું મૃત્યુ થયું. આચાર્ય ભગવંતે વિચાર્યું કે થયેલી શાસનની મલિનતાને સ્વપ્રાણનો ભોગ આપવા સિવાય બીજા કોઈ ઉપાયથી દૂર કરી શકાય તેમ નથી. આથી તેમણે તે કાળને ઉચિત (ચાર શરણનો સ્વીકાર વગેરે) કર્તવ્યો કર્યા પછી ચારિત્રમાં તત્પર સાધુ સમાન આત્માનો વિનાશ કર્યો. આયુક્ત આદિમાં પણ” એ સ્થળે રહેલા આદિ શબ્દથી તેવા પ્રકારના માતંગ આદિ અસ્પૃશ્યનો સ્પર્શ થઈ જાય વગેરે સમજવું. (૬૮૫) अथैतदुपसंहरन्नाहइच्चाइसु गुरुलाघवणाणे जायम्मि तत्तओ चेव । भवणिव्वेया जीवो, सज्झायाई समायरइ ॥६८६॥ गुरुकुलवासत्यागपुरस्सरशुद्धोञ्छादिषु गुरुलाघवज्ञाने गुणदोषयोर्गुरुलघुत्वपर्यालोचे जाते सति तत्त्वतश्चैव तत्त्ववृत्त्यैव भवनिर्वेदात् संसारनैर्गुण्यावधारणाजीवः स्वाध्यायादीन् साधुसमाचारान् समाचरति सम्यगासेवते ॥६८६॥ હવે ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ-ઇત્યાદિમાં ગુરુ-લાઘવનું પર્યાલોચન થયે છતે તાત્ત્વિક વૃત્તિથી જ ભવનિર્વેદ થવાના કારણે જીવ સ્વાધ્યાય વગેરે શ્રમણાચારોને સારી રીતે આચરે છે. ટીકાર્થ-ઇત્યાદિમાં–ગુરુકુલવાસને તજીને શુદ્ધ ભિક્ષાવૃત્તિ આદિમાં. ગુરુ-લાઘવનું પર્યાલોચન-ગુણદોષ સંબંધી વૃદ્ધિનહાનિની સારી રીતે વિચારણા. ભવનિર્વેદ–સંસારની અસારતાનું અવધારણ. (૬૮૬) स्वाध्यायादिसमाचारफलमाह- . गंभीरभावणाणा, सद्धाइसओ तओ य सक्किरिया । एसा जिणेहिं भणिआ, संजमकिरिया चरणरूवा ॥६८७॥ गम्भीराणां भावानां जीवानां जीवास्तित्वादीनां सम्यक्त्वाभिव्यक्तिभूतानां यज्ज्ञानमवबोधस्तस्मात् । किमित्याह-श्रद्धातिशयस्तत्त्वरुचिलक्षणः समुज्जृम्भते । ततश्च पुनस्तस्मात् श्रद्धातिशयात् 'सत्क्रिया' निर्वाणफलसमाचाररूपा प्रवर्तते । Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨પર ઉપદેશપદ : ભાગ-૨ सत्क्रियामेव व्याचष्टे-एषा सत्क्रिया पुनर्जिनैर्भगवद्भिर्भणिता 'संयमक्रिया' अभिनवकर्मोपादाननिरोधफला पूर्वोपात्तनिर्जरणफला च चरणरूपा ॥६८७॥ સ્વાધ્યાય વગેરે શ્રમણાચારોના ફલને કહે છે ગાથાર્થ-(સ્વાધ્યાયાદિથી ગંભીર ભાવોનું જ્ઞાન થાય.) ગંભીર ભાવોના જ્ઞાનથી તીવ્રશ્રદ્ધા થાય. તેનાથી સક્રિયા થાય. આ સક્રિયા જિનોએ કહેલી ચારિત્ર સ્વરૂપ સંયમ ક્રિયા છે. ટીકાર્ચ–ગંભીર ભાવોનું જ્ઞાન-સમ્યકત્વની વિદ્યમાનતામાં સ્પષ્ટ થયેલા “જીવ છે' ઇત્યાદિ ગંભીર પદાર્થોનો બોધ. (સમ્યકત્વ ન થાય ત્યાં સુધી જીવાદિ પદાર્થોનો યથાર્થ બોધ થતો નથી. માટે અહીં સચવત્વામવિભૂતાનાં એમ કહ્યું છે.) સલ્કિયા–જેનું ફળ મોક્ષ છે તેવા સુંદર આચારો. સંયમક્રિયા-સંયમની ક્રિયા તે સંયમક્રિયા. સંયમક્રિયાથી નવાં કર્મો બંધાતા નથી અને પૂર્વે બંધાયેલાં કર્મોનો ક્ષય થાય છે. (૬૮૭) एतदेव दृष्टान्तदाष्र्टान्तिकभावनया गाथाचतुष्टयेन भावयतिसम्म अण्णायगुणे, सुंदररयणम्मि होइ जा सद्धा । तत्तोऽणंतगुणा खलु, विण्णायगुणम्मि बोद्धव्वा ॥६८८॥ सम्यग् यथावदज्ञातगुणेऽपरिनिश्चितदारिद्र्योपशमादिमाहात्म्ये 'सुन्दररत्ने' जात्यपद्मरागादिरूपे भवति या 'श्रद्धा' रुचिः स्वभावत एव कल्याणभाजो जीवस्य, ततः श्रद्धाया अनन्तगुणा, खलुरेवकारार्थः, 'विज्ञातगुणे' स्वप्रज्ञाप्रकर्षात् शिक्षागुरूपदेशाद्वा अवगतमाहात्म्ये तत्रैव रत्ने बोद्धव्या ॥६८८॥ આ જ વિષયને દૃષ્ટાંત-દાષ્ટ્રત્તિક ભાવનાથી ચાર ગાથાઓથી વિચારે છે– ગાથાર્થ–યથાવત્ અજ્ઞાતગુણ સુંદરરત્નમાં જે શ્રદ્ધા હોય તેનાથી અનંતગુણી શ્રદ્ધા વિજ્ઞાતગુણરત્નમાં જાણવી. ટીકાર્ય-યથાવત્ અજ્ઞાતગુણ–જેના દારિયનો નાશ વગેરે પ્રભાવનો નિર્ણય થયો નથી તેવા. સુંદરરત્ન–પધરાગ વગેરે શ્રેષ્ઠરત્ન. શ્રદ્ધા–સ્વાભાવિક રુચિ. ૧. સૂક્ષ્મબુદ્ધિ વિના જાણી શકાતા ન હોવાથી અહીં પદાર્થોનું ગંભીર એવું વિશેષણ છે. ગંભીર એટલે સૂક્ષ્મબુદ્ધિથી જાણી શકાય તેવા. Page #260 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૫૩ વિજ્ઞાતગુણ–પોતાની તીવ્રબુદ્ધિથી કે શિક્ષણ આપનાર ગુરુના ઉપદેશથી જેના પ્રભાવનું જ્ઞાન થયું છે તેવા. તાત્પર્ય-કલ્યાણયુક્ત કોઈ જીવ પધરાગ વગેરે સુંદર રત્નને જુએ ત્યારે સ્વાભાવિક રીતે જ તેને રત્ન ઉપર શ્રદ્ધા થઈ જાય, પણ તેને આ રત્નની વિધિપૂર્વક આરાધના કરવામાં આવે તો જીવનપર્યત દરિદ્રતાનો નાશ થાય વગેરે રત્નના પ્રભાવનું પરિપૂર્ણ જ્ઞાન નથી. પછી જ્યારે તેને પોતાની તીવ્રબુદ્ધિથી કે અન્યના ઉપદેશથી રત્નના પ્રભાવનું પરિપૂર્ણ જ્ઞાન થાય છે ત્યારે એ જ રત્ન ઉપર પૂર્વે જે શ્રદ્ધા હતી તેના કરતાં અનંતગુણી શ્રદ્ધા થાય છે. (૬૮૮). तीएवि तम्मि जत्तो, जायइ परिपालणाइविसओत्ति ।। अच्चंतभावसारो, अइसयओ भावणीयमिणं ॥६८९॥ तस्या अप्यतिशयवत्याः श्रद्धायाः सकाशात् 'तस्मिन्' रले यलो जायते । कीदृश इत्याह-परिपालनादिविषय इतीति परिपालनपूजनस्तवनादिरूपोऽत्यन्तभावसारोऽतिगाढप्रतिबन्धप्रधानः । अत्रैव विशेषोपदेशमाह-'अतिशयत' अत्यादरेण भावनीयमिदमस्मदुक्तम्, अपरिभाविते उक्तेऽप्यर्थे सम्यग् बोधाभावात् ॥६८९॥ ગાથાર્થ—અને તીવ્રશ્રદ્ધાથી તે રત્નમાં પરિપાલનાદિ સંબંધી પ્રયત્ન અતિશય ગાઢ રાગ પૂર્વક થાય છે. અતિશય આદરથી આ વિચારવું. ટીકાર્થ–પરિપાલન આદિ સંબંધી પ્રયત્ન–રત્નનું રક્ષણ કરવું, તેની પૂજા-સ્તુતિ કરવા વગેરે પ્રયત્ન. તાત્પર્ય-સુંદરરત્ન ઉપર તીવ્રશ્રદ્ધા ન થઈ હોય ત્યારે તેનું રક્ષણ કરવામાં અને તેની પૂજા-સ્તુતિ કરવામાં જે રાગ (=આદર) હોય તેના કરતાં તીવ્રશ્રદ્ધા થયા પછી તેનું રક્ષણ-પૂજન-સ્તવન કરવામાં અતિશય ગાઢ રાગ (=આદર) હોય. અમારું કહેલું આ અતિશય આદરથી વિચારવું. કારણ કે કહેલા પણ અર્થનો વિચાર્યા વિના સમ્યમ્ બોધ થતો નથી. (૬૮૯). एवं सज्झायाइस, णिच्चं तह पक्खवायकिरियाहिं । सइ सुहभावा जायइ, विसिटुकम्मक्खओ णियमा ॥६९०॥ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ઉપદેશપદ : ભાગ-૨ एवं सुन्दररत्नवत्स्वाध्यायादिषूक्तलक्षणेषु 'नित्यं' प्रतिदिनं चतुष्कालाधाराधनया क्रियमाणेषु तथा पक्षपातक्रियाभ्यां तत्प्रकारात् तत्त्वगोचरात् पक्षपाताच्छक्त्यनुरूपं क्रियातश्च सदा 'शुभभावात्' परिशुद्धपरिणामाज्जायते 'विशिष्टकर्मक्षयो' विशिष्टः सानुबन्धो ज्ञानावरणादिकर्मक्षयोपशमो 'नियमाद्' निश्चयेन सम्यचिकित्साप्रयोगादिव तथाविधरोगनिग्रह इति ॥६९०॥ ગાથાર્થ-એ પ્રમાણે નિત્ય સ્વાધ્યાયાદિ કરવામાં આવે તો તેવા પ્રકારના પક્ષપાતથી અને ક્રિયાથી સદા શુભભાવ થાય છે, શુભભાવથી નિયમા વિશિષ્ટ કર્મક્ષય થાય છે. ટીકાર્ચ–એ પ્રમાણે–સુંદરરત્નની જેમ. " નિત્ય સ્વાધ્યાયાદિ કરવામાં આવે તો=પ્રતિદિને ચારકાળે મૃત ભણવા રૂપ આરાધનાથી સ્વાધ્યાય વગેરે કરવામાં આવે તો. તેવા પ્રકારના પક્ષપાતથી–તાત્ત્વિક પક્ષપાતથી (=આંતરિક રાગથી). ક્રિયાથી–શક્તિ પ્રમાણે ક્રિયા કરવાથી. શુભભાવ શુદ્ધ પરિણામ. વિશિષ્ટ કર્મક્ષય-અનુબંધવાળો જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષયોપશમ. તાત્પર્ય-સ્વાધ્યાય આદિથી અનુષ્ઠાનોનું મહત્ત્વ સમજાય છે. એથી અનુષ્ઠાનો પ્રત્યે તાત્ત્વિક પક્ષપાત થાય છે અને યથાશક્તિ અનુષ્ઠાન પણ થાય છે, અર્થાત્ શક્તિ છુપાવ્યા વિના અનુષ્ઠાન થાય. આ પક્ષપાતથી અને યથાશક્તિ અનુષ્ઠાનથી શુભભાવ ઉત્પન્ન થાય છે અને એ શુભભાવથી ચિકિત્સાના પ્રયોગથી તેવા પ્રકારના રોગના નિગ્રહની જેમ અવશ્ય જ્ઞાનાવરણીય આદિ કર્મનો પરંપરાવાળો ક્ષયોપશમ થાય. (૬૯૦) तह जह ण पुणो बंधइ, पायाणायारकारणं तमिह । तत्तो विसुज्झमाणो, सुज्झइ जीवो धुवकिलेसो ॥६९१॥ तथा विशिष्टकर्मक्षयो जायते यथा न पुनर्द्वितीयवारं बजाति समादत्ते 'प्रायो' बाहुल्येनानाचारकारणं नरकादिपातनिमित्तं तत्कर्म इह प्रस्तुतशुभभावलाभे सति । प्रायोग्रहणं च शुभभावलाभेऽपि निकाचिताशुभकर्मणां केषाञ्चित् स्कन्दकाचार्यादीनामिवानाचारकारणाशुभकर्मबन्धेऽपि मा भूद् व्यभिचार इति । ततोऽनाचारकारणकर्मबन्धाभावाद्विशुद्धयमानः प्रतिदिनमवदातायमानमनाः 'सिद्ध्यति' निष्ठितार्थों भवतीति जीवो धुतक्लेशः क्षीणसर्वकर्मा ॥६९१॥ ૧. દિવસનો પહેલો છેલ્લો પ્રહર અને રાત્રિનો પહેલો-છેલ્લો પ્રહર એમ ચાર કાળે. Page #262 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૫૫ ગાથાર્થ–પ્રસ્તુત શુભભાવનો લાભ થયે છતે તે રીતે વિશિષ્ટ કર્મનો ક્ષય થાય કે જેથી દુર્ગતિમાં જવું પડે તેવું કર્મ પ્રાયઃ બીજીવાર ન બાંધે. તેથી પ્રતિદિન વિશુદ્ધ થતો જીવ સર્વકર્મોનો ક્ષય કરીને સિદ્ધ થાય છે. ટીકાર્થ—શુભભાવનો લાભ થવા છતાં નિકાચિત અશુભ કર્મવાળા સ્કંદકસૂરિ વગેરે કેટલાક જીવોને દુર્ગતિમાં જવું પડે તેવો કર્મ બંધ થવા છતાં નિયમનો (=શુભભાવનો લાભ થયે છતે દુર્ગતિમાં જવું પડે તેવું કર્મ ન બાંધે એ નિયમનો) ભંગ ન થાય એ માટે અહીં પ્રાયઃ કહ્યું છે. તેથી દુર્ગતિમાં જવું પડે તેવો કર્મબંધ ન થવાથી. સિદ્ધ થાય છે—કૃતકૃત્ય થાય છે. ૬૮૭ વગેરે પાંચ ગાથાનો સાર– (૧) સ્વાધ્યાયથી અનુષ્ઠાનના મહત્ત્વનો બોધ. (૨) અનુષ્ઠાનના મહત્ત્વના બોધથી અનુષ્ઠાન પ્રત્યે તીવ્ર શ્રદ્ધા. (૩) તીવ્રશ્રદ્ધાથી અનુષ્ઠાન પ્રત્યે પક્ષપાત અને શક્તિપ્રમાણે ક્રિયા. (૪) પક્ષપાત અને શક્તિ પ્રમાણે ક્રિયાથી શુભભાવની ઉત્પત્તિ. (૫) શુભભાવથી કર્મોનો સાનુબંધ ક્ષયોપશમ. (૬) સાનુબંધ ક્ષયોપશમથી દુર્ગતિમાં જવું પડે તેવા કર્મબંધનો અભાવ. (૭) દુર્ગતિમાં જવું પડે તેવા કર્મબંધના અભાવથી પ્રતિદિન વિશુદ્ધિ. (૮) પ્રતિદિન વિશુદ્ધિથી સર્વકર્મોનો ક્ષય. (૬૯૧) अमुमेव क्षयोपशमं परमतेनापि संभावयन्नाह— इत्तो अकरणनियमो, अन्नेहिवि वण्णिओ ससत्थम्मि । सुहभावविसेसाओ, न चेवमेसो न जुत्तोति ॥ ६९२॥ 'इतोऽस्मादेव कारणादकरणनियम एकान्तत एव पापेऽप्रवृत्तिरूपः, 'अन्यैरपि' तीर्थान्तरीयैर्वर्णितो निरूपितः स्वशास्त्रे पातञ्जलादौ । कुतो हेतोरकरणनियम इत्याह- 'शुभभावविशेषाद्' वज्रवदभेद्यात् प्रशस्तपरिणामभेदादेः शास्त्राभ्यासभस्मपरामर्शवशविशदीभूतहृदयादर्शानां भावसाधूनां बन्धक्षयोपशम एव परैरकरणनियमनामतयोक्त इति तात्पर्यम् । वर्ण्यतां नामासावन्यैः स्वशास्त्रे, परं न सौन्दर्यभाग् भविष्यतीत्याह — 'न' चैवं तीर्थान्तरीयोक्तत्वेन हेतुना एषोऽकरणनियमो 'न युक्तः ', किन्तु युक्त एव ॥ ६९२ ॥ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ઉપદેશપદ : ભાગ-૨ આ જ ક્ષયોપશમની પરમતથી પણ સંભાવના કરતા (=ઘટાવતા) ગ્રંથકાર કહે છે- ગાથાર્થ–આથી જ અન્યતીર્થિકોએ પણ સ્વશાસ્ત્રમાં શુભભાવ વિશેષથી અકરણનિયમ કહ્યો છે. આ યુક્ત જ છે. ટીકાર્થ–આથી જ–આ જ કારણથી. ( શુભભાવથી વિશિષ્ટ ક્ષયોપશમ વગેરે થાય છે એ કારણથી જ.). સ્વશાસ્ત્રમાં=પતંજલિ મુનિએ રચેલા યોગગ્રંથોમાં. શુભભાવ વિશેષથી-વજની જેમ ભેદી ન શકાય તેવા વિશિષ્ટ પ્રશસ્ત પરિણામથ. અકરણનિયમ એકાંતે જ (ભવિષ્યમાં ક્યારેય) પાપમાં પ્રવૃત્તિ ન થાય તેને અકરણ નિયમ કહેવામાં આવે છે. શાસ્ત્રાભ્યાસ રૂ૫ રાખનાં પરામર્શથી જેમનું હૃદય રૂપ દર્પણ નિર્મળ થયું છે તેવા ભાવસાધુઓના બંધાયોપશમને (કર્મયોપશમને) જ બીજાઓએ “અકરણનિયમ” એવા નામથી કહ્યો છે એવું અહીં તાત્પર્ય છે. બીજાઓ સ્વશાસ્ત્રમાં અકરણનિયમને ભલે કહે, પણ તે સુંદર નહિ હોય તેવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે–આ અકરણનિયમ અન્ય તીર્થિકોએ કહ્યો છે માટે યુક્ત નથી એવું નથી, કિંતુ યુક્ત જ છે. (૬૯૨) कुत एतदेवमित्याशङ्क्याहजं अत्थओ अभिण्णं, अण्णत्था सइओवि तह चेव । तम्मि पओसो मोहो, विसेसओ जिणमयठियाणं ॥६९३॥ यद्वाक्यमर्थतो वचनभेदेऽप्यर्थापेक्ष्याभिन्नमेकाभिप्रायम् । तथाऽन्वादनुगतार्थाच्छब्दतोऽपि शब्दसन्दर्भमपेक्ष्य तथा चैवाभिन्नमेव । इह परसमये द्विधा वाक्यान्युपलभ्यन्ते-कानिचिदर्थत एवाभिन्नानि "अप्पा गई वेयरणी, अप्पा मे कूडसामली । अप्पा कामदुहा घेणू, अप्पा मे गंदणं वणं ॥१॥" इत्यादिभिर्वाक्यैर्यथा भारतोक्तानि "इन्द्रियाण्येव तत्सर्वं यत्स्वर्गनरकावुभौ । निगृहीतविसष्टानि स्वर्गाय नरकाय च ॥१॥ आपदां कथितः पन्थाः, इन्द्रियाणामसंयमः । तज्जयः सम्पदां मार्गो, येनेष्टं तेन गम्यताम् ॥२॥" इत्यादीनीति । कानिचिच्छब्दतोऽर्थतश्च 'जीवदया सच्चवयणं' इत्यादिभिः प्रसिद्धैरेव वाक्यैः सह यथा-"पञ्चैतानि ૧. મેવાઃ એ સ્થળે મારિ શબ્દથી વિશિષ્ટ પ્રશસ્ત પરિણામના જ અવાંતર ભેદો સમજવા. ૨. રાખનાં પક્ષમાં પરામર્શ એટલે ઘસવું, અને શાસ્ત્રાભ્યાસના પક્ષમાં પરામર્ષ એટલે વિચારવું–ચિંતન કરવું. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ ઉપદેશપદ : ભાગ-૨ पवित्राणि, सर्वेषां धर्मचारिणाम् । अहिंसा सत्यमस्तेयं, त्यागो मैथुनवर्जनम्॥१॥" इत्यादीनि । एवं स्थिते तस्मिन्नभिन्नार्थेऽकरणनियमादौ वाक्ये विशिष्टक्षयोपशमादिवाक्येन सह 'प्रद्वेषः' परसमयप्रज्ञापनेयमितीारूपो 'मोहो' मूढभावलक्षणो वर्त्तते बौद्धादिसामान्यधार्मिकजनस्यापि, विशेषतो 'जिनमतस्थितानां' सर्वनयवादसंग्रहान्मध्यस्थभावानीतहृदयाणां साधुश्रावकाणाम् । अत एवान्यत्राप्यनेनोक्तम्-"गुणतस्तत्त्वे तुल्ये, संज्ञाभेदागमान्यथादृष्टिः । भवति यतोऽसावधमो, दोषः खलु दृष्टिસંમોહદ " રૂતિ દ્દશરૂા. અન્યતીર્થિકોએ કહેલો અકરણનિયમ શા કારણથી યુક્ત છે એવી આશંકા કરીને કહે છે ગાથાર્થ–જે અર્થથી અભિન્ન હોય તેમ જ અન્તર્થને આશ્રયીને શબ્દથી પણ અભિન્ન હોય તેમાં પ્રસ્વેષ કરવો તે મૂઢતા છે, જિનમતમાં રહેલાઓને વિશેષથી મૂઢતા છે. ટીકાર્થ-જે અર્થથી અભિન્ન હોય–જે વાક્ય શબ્દભેદ હોવા છતાં અર્થની અપેક્ષાએ અભિન્ન હોય=એક અભિપ્રાયવાળું હોય. અન્તર્થને આશ્રયીને શબ્દથી પણ અભિન હોય- અર્થને અનુસરનાર વ્યુત્પત્તિવાળા શબ્દરચનાની અપેક્ષાએ શબ્દથી પણ એક અભિપ્રાયવાળું હોય. અહીં પરદર્શનમાં બે પ્રકારના વાક્યો ઉપલબ્ધ થાય છે. (૧) કેટલાક વાક્યો અર્થથી જ અભિન્ન હોય. (૨) કેટલાક વાક્યો શબ્દ અને અર્થ એ બંનેથી અભિન્ન હોય. તે આ પ્રમાણે–ઉત્તરાધ્યયનસૂત્ર (ગાથા–૭૩૪)માં કહ્યું છે કે–આત્મા જ વૈતરણી નદી છે. આત્મા જ કૂટશાલ્મલી વૃક્ષ છે. આત્મા જ કામધેનુ ગાય છે. આત્મા જ નંદનવન છે. મહાભારતમાં કહ્યું છે કે–“જે કાંઈ સ્વર્ગ-નરક છે તે બધું જ ઇંદ્રિયો જ છે. નિગ્રહ કરાયેલી ઈદ્રિયો સ્વર્ગ છે, અને ઉચ્છંખલ ઈદ્રિયો નરક છે. (૧) ઈદ્રિયોના અસંયમને આપત્તિનો માર્ગ કહ્યો છે અને ઇંદ્રિયોના જયને સંપત્તિનો માર્ગ કહ્યો છે. જે માર્ગે જવાનું ઈષ્ટ (પસંદ) હોય તે માર્ગે જવું.” (૨) અહીં ઉત્તરાધ્યયના વાકયોની સાથે મહાભારતના વાક્યો અર્થથી અભિન્ન છે. જૈનદર્શનમાં જીવદયા પાળવી જોઈએ, સત્યવચન બોલવું જોઈએ ઈત્યાદિ વાક્યો પ્રસિદ્ધ જ છે. ૧. નરકમાં વૈતરણી જાતિના પરમાધામીઓ વૈતરણી નદી વિકુવને તેમાં નારકોને ચલાવે છે. આ નદીમાં ઉકળતા લાફા રસનો ધોધમાર પ્રવાહ વહેતો હોય છે. તેમાં ચરબી, પરુ, લોહી, વાળ અને હાડકાં તણાતાં હોય છે. ખરસ્વર જાતિના પરમાધામીઓ વિકરાળ અને વજના તીક્ષ્ણ કાંટાઓથી ભરપૂર મોટાં શાલ્મલિવૃક્ષો ઉપર ચડાવીને દુઃખ આપે છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ઉપદેશપદ : ભાગ-૨ અન્યદર્શનમાં કહ્યું છે કે-“અહિંસા, સત્ય, અચૌર્ય, પરિગ્રહનો ત્યાગ અને મૈથુનનો ત્યાગ આ પાંચ બધા જ ધર્મચારીઓ માટે પવિત્ર છે. અહીં જૈનદર્શનનાં વાક્યોની સાથે અન્યદર્શનનાં વાક્યો શબ્દ અને અર્થ એ બંનેથી અભિન્ન છે. આ પ્રમાણે નિશ્ચિત થયે છતે અભિન્ન અર્થવાળા “અકરણનિયમ' આદિ વચન ઉપર વિશિષ્ટ ક્ષયોપશમ આદિ વાકયની સાથે પ્રષિ કરવો એ બૌદ્ધ વગેરે સામાન્ય લોકની પણ મૂઢતા છે, તેમાં પણ સર્વ નયવાદનો સંગ્રહ કરવાના કારણે જેમનું હૃદય મધ્યસ્થ ભાવવાળું છે તેવા સાધુ-શ્રાવકોની વિશેષથી (=ખાસ) મૂઢતા છે. આથી જ બીજા સ્થળે પણ આ ગ્રંથકાર મહાત્માએ કહ્યું છે કે-“અર્થથી તુલ્ય એવા હિંસાદિના સ્વરૂપમાં માત્ર નામભેદના કારણે પોતાનું કહેલું જ સાચું અને બીજાનું કહેલું ખોટું એવો અધમ દોષ જેનાથી થાય તેને વિદ્વાનો દૃષ્ટિસંમોહ કહે છે.” [ષોડશક ૪-૧૧] પ્રદ્વેષ એટલે “આ અન્યદર્શનની પ્રરૂપણા છે” એવી ઈર્ષ્યા. (૬૯૩) एतत्सर्वं समर्थयन्नाहसव्वप्पवायमूलं, दुवालसंगं जओ समक्खायं । रयणागरतुल्लं खलु, तो सव्वं सुंदरं तम्मि ॥६९४॥ 'सर्वप्रवादमूलं' भिक्षुकणभक्षाक्षपादादितीर्थान्तरीयदर्शनप्रज्ञापनानामादिकारणम्। किं तदित्याह-'द्वादशाङ्ग' द्वादशानामाचारादीनामङ्गानां प्रवचनपुरुषावयवभूतानां समाहारः, 'यतः' कारणात् 'समाख्यातं' सम्यक् प्रज्ञप्तं सिद्धसेनदिवाकरादिभिः । यतः पठ्यते-"उदधाविव सर्वसिन्धवः, समुदीर्णास्त्वयि नाथ! दृष्टयः । न च तासु भवान् प्रदृश्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥१॥" अत एव 'रत्नाकरतुल्यं' क्षीरोदधिप्रभृतिजलनिधिनिभं, 'खलु' निश्चयेन, 'तत्' तस्मात् सर्वमपरिशेषं सुन्दरं यत् किञ्चित् प्रवादान्तरेषु समुपलभ्यते तत् तत्र समवतारणीयम् । इत्यकरणनियमादीन्यपि वाक्यानि तेषु तेषु योगशास्त्रेषु व्यासकपिलकालातीतपतञ्जल्यादिप्रणीतानि जिनवचनमहोदधिमध्यलब्धोदयान्येव दृश्यानीति । तेषामवज्ञाकरणे सकलदुःखमूलभूतायाः भगवदवज्ञायाः प्रसङ्गाद् न काचित्कल्याणसिद्धिरिति ॥६९४॥ આ બધાનું સમર્થન કરતા ગ્રંથકાર કહે છે– ગાથાર્થદ્વાદશાંગીને સર્વદર્શનોનું મૂળ કહ્યું છે, આથી દ્વાદશાંગી સમુદ્રતુલ્ય છે, આથી સુંદર બધું તેમાં ઉતારવું. Page #266 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૫૯ ટીકાર્ય–દ્વાદશાંગી=આચાર વગેરે બાર સૂત્રો. આ બાર સૂત્રો પ્રવચન રૂપ પુરુષના અવયવરૂપ હોવાથી અંગ કહેવાય છે. (જેમકે–આચારાંગ સૂત્રકૃતાંગ....) સર્વદર્શનોનું મૂળ કણાદમુનિ અને ગૌતમ મુનિ વગેરે અન્યતીર્થિકોના દર્શનની પ્રરૂપણાનું આદ્ય કારણ. સિદ્ધસેન દિવાકર વગેરેએ દ્વાદશાંગીને સર્વપ્રવાદોનું મૂળ કહ્યું છે. કારણ કે આ પ્રમાણે પાઠ છે-“હે નાથ! જેવી રીતે બધી નદીઓ સમુદ્રમાં જઈને મળે છે તેવી રીતે સર્વદર્શનોનો આપનામાં (=આપના પ્રવચનમાં) સમાવેશ થાય છે. જેવી રીતે ભિન્ન-ભિન્ન નદીઓમાં સમુદ્ર દેખાતો નથી તેવી રીતે ભિન્ન-ભિન્ન દર્શનમાં આપ દેખાતા નથી (=આપનું પ્રવચન નથી.)” (સિદ્ધસેન તાન્ત્રિશત્ દ્વાર્નિંશિકા ૪-૧૫) દ્વાદશાંગી સર્વદર્શનોનું મૂળ હોવાથી જ નિયમ ક્ષીરસમુદ્ર વગેરે સમુદ્ર સમાન છે. તેથી અન્યદર્શનોમાં જે કાંઈ સારું ઉપલબ્ધ થાય તે બધું દ્વાદશાંગીમાં ઉતારવું, અર્થાત્ દ્વાદશાંગીમાં રહેલું છે એમ જાણવું. આ પ્રમાણે તે તે યોગશાસ્ત્રોમાં વ્યાસ, કપિલ, કાલાતીત અને પતંજલિ આદિએ રચેલા “અકરણનિયમ” વગેરે વચનો જિન વચનરૂપ મહાસમુદ્રમાં રહેલાં જ જાણવા. તેમની અવજ્ઞા કરવામાં સર્વદુઃખોનું મૂળ એવી જિનાવજ્ઞાનો પ્રસંગ આવતો હોવાથી કોઈ કલ્યાણની સિદ્ધિ ન થાય, અર્થાત્ અકરણનિયમ વગેરેની અવજ્ઞા એ ખરેખર તો ભગવાનની અવજ્ઞા છે અને ભગવાનની અવજ્ઞા કરવાથી કોઈ પ્રકારનું કલ્યાણ ન થાય. (૬૯૪) अथाकरणनियमलक्षणमाहपावे अकरणनियमो, पायं परतन्निवित्तिकरणाओ । नेओ य गंठिभेए, भुज्जो तदकरणरूवो उ ॥ ६९५॥ पापेऽब्रह्मसेवादौ शीलभङ्गादिरूपेऽकरणनियम उक्तरूपः, 'प्रायो' बाहुल्येन, 'परतन्निवृत्तिकरणात्' परेषां विवक्षितपापं प्रति कृतात्यन्तोत्साहानां केषांचिद् भव्यविशेषाणां या तन्निवृत्तिः पापनिवृत्तिस्तस्याः करणात्, 'ज्ञेयश्च' ज्ञातव्यः पुनर्ग्रन्थिभेदे उक्तलक्षणमोहग्रन्थिविदारणे 'भूयः' पुनरपि तदकरणरूपस्तु' व्यावर्तितपापाकरणरूप एव । इह यथा कस्यचिन्नीरोगस्यापि दुर्भिक्षादिषु तथाविधभोजनाभावात् शरीरकायॆमुत्पद्यते, अन्यस्य तु पूर्यमाणभोजनसंभवेऽपि राजयक्ष्मनाम्नो रोगविशेषात्। ૧. કણાદમુનિ વૈશેષિક દર્શનના કર્તા છે. ગૌતમ ન્યાયસૂત્રના કર્તા છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૬૦ तत्र प्रथमस्य समुचितभोजनलाभेऽविकलस्तदुपचयः स्यादेव । द्वितीयस्य तु तैस्तैरुपचयकारणैरुपचर्यमाणस्यापि प्रतिदिनं हानिरेव । एवं सामान्यक्षयोपशमेन निवृत्तिमन्त्यपि कृतानि पापानि सामग्रीलाभात् पुनरपि समुज्जृम्भन्ते । विशिष्टक्षयोपशमवतस्तु, सम्पन्नराजयक्ष्मण इव शरीरं, तावत् पापं प्रतिभवं हीयते यावत्सर्वक्लेशविकलो मुक्तिलाभ इति । परेषां चासौ स्वाचारनिश्चलताबलात्तैस्तैरुपायैः पापे निवृत्तिहेतुर्जायत इति ॥ ६९५ ॥ હવે અકરણનિયમનું લક્ષણ કહે છે— ગાથાર્થ–પ્રાયઃ બીજાઓની પાપનિવૃત્તિ કરવાથી પાપ અકરણનિયમ જાણી શકાય છે. ફરી પાપ ન કરવા રૂપ અકરણનિયમ ગ્રંથિભેદ થયે છતે હોય છે. ટીકાર્થ—અહીં અમુક જીવમાં પાપ અકરણનિયમ છે કે નહિ તે કેવી રીતે જાણી શકાય અને અકરણનિયમ ક્યારે હોય એ બે મુદ્દા જણાવ્યા છે. બીજાઓ વિવક્ષિત (શીલભંગ રૂપ અબ્રહ્મ સેવન વગેરે) પાપ કરવા અતિશય ઉત્સાહિત થયા હોય. પાપ કરવા ઉત્સાહિત થયેલા તેમને એ પાપથી નિવૃત્ત કરવાથી જાણી શકાય છે કે એમાં પાપ અકરણનિયમ છે. જીવ અકરણનિયમથી જેમ પોતે સંકટમાં પણ પાપ કરે નહિ, તેમ એ અકરણનિયમ સ્વાચારમાં નિશ્ચલતાના બળથી તે તે ઉપાયોથી બીજાઓની પાપ નિવૃત્તિનું પણ પ્રાયઃ કારણ બને છે. (પ્રતિજ્ઞાપૂર્વક) તજેલા પાપ ફરી ન કરવા રૂપ અકરણનિયમ મોહની ગ્રંથિ ભેદાયે છતે હોય છે. કોઇક નિરોગીને પણ દુકાળ આદિમાં તેવા પ્રકારનું ભોજન ન મળવાથી શરીરમાં કૃશતા ઉત્પન્ન થાય છે. બીજા કોઇ પુરુષને તો ભોજન પૂરતું મળવા છતાં ક્ષયરોગથી શરીરમાં કૃશતા ઉત્પન્ન થાય છે. તેમાં પહેલા પુરુષને સુયોગ્ય ભોજન મળે ત્યારે તેનું શરીર પૂર્ણપણે પુષ્ટ થાય જ. બીજા પુરુષને તે તે પુષ્ટિના ઉપાયોથી પુષ્ટ કરવા છતાં પ્રતિદિન શરીર ક્ષીણ જ થાય. એ પ્રમાણે સામાન્ય ક્ષયોપશમથી તજેલા પણ પાપો સામગ્રી મળતાં ફરી પણ ઉદ્ભવે છે. વિશિષ્ટ ક્ષયોપશમવાળાને તો ક્ષયરોગીના શરીરની જેમ દરેક ભવે પાપ ત્યાં સુધી હીન થતું જાય કે જ્યાં સુધી સર્વક્લેશોથી રહિત મુક્તિનો લાભ થાય. (૬૯૫) अथात्र ज्ञातानि वक्तुमिच्छुराह ૧. યોગબિંદુ ગાથા-૪૧૮ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ ઉપદેશપદ : ભાગ-૨ णिवमंतिसेट्ठिपमुहाण णायमेत्थं सुयाउ चत्तारि । रइबुद्धिरिद्धिगुणसुंदरीउ परिसुद्धभावाओ ॥६९६॥ नृपमन्त्रिप्रेष्ठिप्रमुखानां राजसचिवश्रेष्ठिपुरोहितानामित्यर्थः, ज्ञातमुदाहरणमत्र पापाकरणनियमे सुता दुहितरश्चतस्त्रः । ताश्च नामतो रतिबुद्धिऋद्धिगुणसुन्दर्यः, सुन्दरीशब्दस्य प्रत्येकं योजनात् रतिसुन्दरी बुद्धिसुन्दरी ऋद्धिसुन्दरी गुणसुन्दरी चेति । कीदृश्य इत्याह-परिशुद्धभावाः शरदिन्दुसुन्दरशीलपरिणतय इति ॥६९६॥ હવે અહીં દષ્ટાંતો કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે ગાથાર્થ–પાપ અકરણનિયમ વિષે રાજા, પ્રધાન, શેઠ અને પુરોહિતની રતિસુંદરી, બુદ્ધિસુંદરી, ઋદ્ધિસુંદરી અને ગુણસુંદરી એ નામવાળી તથા પરિશુદ્ધ ભાવવાળી ચાર પુત્રીઓનું દૃષ્ટાંત છે. ટીકાર્ય-પરિશુદ્ધભાવવાળી શરદઋતુના જેવા સુંદર શીલના પરિણામવાળી. (૬૯૬) अथासां कथानकानि संगृह्णन् साकेतेत्यादिकां गाथाद्वात्रिंशतमाहसाकेए रायसुया, सड्डी रतिसुंदरित्ति रूववई ।। नंदणगसामिणोढा, सुयाए रागो उ कुरुवतिणो ॥६९७॥ जायणदाणा विग्गह, गह रागनिवेयणम्मि संविग्गा । तनिव्वत्तण चिंतण, चाउम्मासम्मि वयकहणा ॥६९८॥ पडिवालणं तु रण्णो, तीए तह देसणा असक्कारो । पुनम्मि य निब्बंधे, फलवमणं तहवि न विरागो ॥६९९॥ किं एत्थ रागजणणं, अच्छीण पयावितो न मोलंति। संवेगा तद्दाणं, विम्हियरन्नो विरागो य ॥ ७००॥ गंभीरदेसणा उ उभयहियमिणंति पावरक्खा य । रन्नो बोही तोसो, करेमि किं चयसु परदारं ॥७०१॥ वयणं तोसा अकरणणियमो तीए एत्थ वत्थुम्मि । रन्नो सोगा उस्सग्ग देवया अच्छि णिवथेजं ॥७०२॥ एत्थेव मंति धूया, एरिसिया बुद्धिसुन्दरी नाम । पासायले य दिट्ठा, रना अज्झोववन्नो य ॥७०३॥ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ उपहेश५६ : भाग-२ चेडीपेस अणिच्छे, मंतिग्गह मंतभेयकवडेण । पत्तियण मोक्ख तब्बंदिधरण कहणम्मि संवेगो ॥७०४॥ तन्निव्वत्तणचिंता, देसण निब्बंध तक्कहा चेव । नियविद्धरूवमयणासुचिभरियसमप्पणे सा हं ॥७०५॥ निवतोस एरिसच्चिय, छड्डिहिसि न जातु भंगखिवणाउ । साहुकयं निव हिरिया, पावयरा हंत संवेगो ॥७०६॥ देसण निवसंबोही, तुट्ठो परदारचागहरिसाओ । पसंस अकरणणियमो, मोयणा तह य सक्कारो ॥७०७॥ एत्थेव सेट्ठिधूया, एरिसिया रिद्धिसुंदरी नवरं । परिणीया सड्डेणं, धम्मेणं तामलित्तीए ॥७०८॥ परतीरवहणभंगे, अण्णागम दिट्ठ राग धम्मस्स । खेवो भंगे जीवण, मिलणा कहणम्मि संवेगो ॥७०९॥ अन्नत्थ गमणठाणं, इयरस्सवि मच्छभत्तओ वाही । देवा तत्थागमणं, दंसण पतिकहणमाणयणं ॥७१०॥ आसासण वेज्जाण य, पुच्छणा किरिय सम्म पडियरणं । इयरस्स हिरिय देसण, संवेगातो ततो बोही ॥११॥ पन्नवण किं करेमी, परदारच्चायमेव परमधिती । एत्तो अकरणणियमो, एयं सिवणागमागमणं ॥७१२॥ एत्थेव एरिसिच्चिय गुणसुंदरिसन्निया पुरोहसुया । तप्पुरबडुरागोढा, सावत्थिपुरोहियसुएण ॥७१३॥ बडु सबरासय तग्गयनिवेयणा धाडि गहिय कहणाओ । संवेगबोहणिच्छा, निब्बंधे वयकहक्खेवो ॥७१४॥ भाववियणा ण कित्तिमरोगकरण देसणा य अप्पगया । बडु निव्वेया परायण अभयद्दाणाणं परिओसो ॥७१५॥ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ उपहेश५६ : माग-२ अहिदंसे जीवावण, कहणा संवेग किं करेमित्ति । चय परदारं चत्तं, हंत कत्यथो सि पणिहाणा ॥७१६॥ एत्थं अकरणणियमो, जाओ संसारबीयडहणो त्ति । उवरिपि तप्पभावा, तप्पालणधम्मवुड्डीए ॥७१७॥ एएण पगारेणं, परपुरिसासेवणम्मि काऊण । अकरणणियमं एया, णियमेण गया य सुरलोयं ॥७१८॥ तत्तो चुयाउ चंपापुरीए जायाओ सेट्ठिधूयाओ । रूववती उ तारा सिरि विणयदेविनामाओ ॥७१९॥ परिणीया जम्मंतरजिणपारणदाणदेवचुयएणं । विणयंधरनामेणं, रूववया इब्भपुत्तेण ॥७२०॥ गयसीसे वेयाली, दाणरओ दिनभोयणे नियमा । बिंदुजाणे जिणदसणाओ सद्धा य दाणं च ॥७२१॥ घुटुं च अहोदाणं, दिव्वाणि य आहयाणि तूराणि । देवा य सन्निवतिया, वसुहा चेव वुट्ठा य ॥७२२॥ सद्धातिसया दंसण, विणिओगो तीए सावगत्तं च । सुरलोगगमण भोगा, चवणं जाओ य सेट्ठिसुओ ॥७२३॥ तेणोढा जणवाओ, रूववती धम्मबुद्धि निवरागो । निवकडगपीतिकारणगाहाए लिहावणं चेव ॥७२४॥ पसयच्छि रतिवियक्खणि, अज्जम भव्वस्स तुह विओयम्मि । सा राई चउजामा, जामसहस्सं व वोलीणा ॥७२५॥ भुजग्गह तत्तो देवि चेडिवासपुडयम्मि किल दिट्ठा । कइयवकोवो पउरम्मि पेसणा लिविपरिक्खणया ॥७२६॥ बहुसो विमरिसियालोयणा य मिलियत्ति तह निवेयणया । इय दोसगारि एसो, णायं तुब्भेहिं एयंति ॥७२७॥ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ઉપદેશપદ : ભાગ-૨ गिहमुद्दा पत्तिग्गह, कुरूवसंका जिणागमे पुच्छा । कहणं संवेगं मो, चरणं सव्वेसिं पव्वज्जा ॥७२८॥ હવે આઓના કથાનકોનો સંગ્રહ કરતા સાકેત વગેરે બત્રીશ ગાથાઓને જણાવતા કહે છે રતિસુંદરી મયૂરના સમૂહથી સમૃદ્ધ, વાંદરાઓથી શોભતું છે ગાઢ શાલનું વન જેમાં, ગિરિકાનનની જેમ સ્વૈરવિહારી ઉત્તમ પોપટોનો વાસ છે જેમાં એવું સાકેતપુર નામનું નગર છે. તેમાં હાથી-ઘોડાનો સ્વામી, નમાવાયા છે શત્રુઓ જેના વડે, અતિભયંકર, સ્કુરાયમાન થતું છે પરાક્રમ જેનું એવો કેસરીસિંહની જેમ નરપૌરુષી રાજા હતો. લક્ષ્મીદેવીની જેમ કમલ જેવા કોમળ હાથવાળી કમલસુંદરી નામે તેની પ્રિયા હતી અને રૂપથી રતિની જેમ સુપ્રસિદ્ધ રતિસુંદરી પુત્રી હતી. ૩ હવે બુદ્ધિરૂપી સંપદાથી જેણે માહભ્ય મેળવ્યું છે તે શ્રીદામંત્રી, સમૃદ્ધિથી જેણે માહભ્ય મેળવ્યું છે એવો સુમિત્ર નામનો શ્રેષ્ઠી, અને શ્રુતરૂપી સંપદાથી જેણે માહભ્ય મેળવ્યું છે તે સુઘોષ નામનો પુરોહિત તે નગરમાં રહે છે. જેઓ રાજાને બહુમાન્ય છે અને સમુદ્રની જેમ પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. તેઓને ક્રમથી લક્ષણા, લક્ષ્મી અને લલિતા પત્નીઓ હતી. તેઓની કુક્ષિરૂપી ખાણમાં ત્રણ કન્યારૂપી રત્નો પાક્યા, જેઓ ક્રમથી બુદ્ધિસુંદરી, રિદ્ધિસુંદરી અને ગુણસુંદરી નામથી પ્રસિદ્ધ થઈ. ત્રણેયે પણ લાવણ્ય-રૂપથી દેવીઓનો તિરસ્કાર કર્યો છે. એકજ લેખશાળામાં કળાઓને ભણતી ત્રણેયને રતિસુંદરીની સાથે પ્રીતિ થઈ. વિદ્વાનોને, કુલીનોને, ધનીઓને, ધર્મીઓને અને આનાથી વિપરીતોને એટલે કે મૂર્ખાઓને, અકુલીનોને, દ્રરિદ્રોને અને અધર્મીઓને પરસ્પર પ્રીતિ થાય છે. કેમકે સમાન ગુણવાળા જીવોને પ્રાયઃ મિત્રતા થાય છે. નિરંતર સ્નેહવાળી, લોકના ચક્ષુને આનંદ આપનારી તેઓ ચારેય પ્રાયઃ એક જગ્યાએ ભોજન કરે છે, સૂવે છે, રમે છે. શું કોઈ કાર્યને સાધવા કામદેવની પ્રિયા રતિએ ચાર પ્રકારના રૂપને ધારણ કર્યા છે? શું તેઓ દેવીઓ છે? અથવા અહો ! શું તેઓ સાક્ષાત્ સરસ્વતી છે? જેઓ આવા સ્વરૂપથી જગતમાં રહી છે. તેઓનું રૂપ અને જ્ઞાનગુણ અનન્યસમાન હતું. સારી રીતે નિરીક્ષણ કરનારો વિસ્મિત મનવાળો થયેલો નગરનો લોક આવા વિકલ્પથી વ્યાકુળ થયો. (૧૧) હવે રિદ્ધિસુંદરીને ઘરે રમતી તેઓએ ક્યારેક ગુણશ્રી નામની પ્રવર્તિનીને જોઈ. તે પ્રવર્તિની કેવી છે? તે પ્રવર્તિની ગર્વદોષથી મુક્ત છે, દોષોના ઉદયને હટાવ્યો છે, સ્થિર ૧. કેસરીસિંહ- હાથી ઘોડાનો સ્વામી, ઊંચી કેશરાવાળો, અતિ ભયંકર, સ્કુરાયમાન થતું છે પરાક્રમ જેનું (અર્થાત્ ત્રાડ નાખતો) એવો કેસરીસિંહ જંગલનો રાજા હતો. Page #272 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૬૫ સ્વભાવવાળી છે, હંમેશા અખંડ આચારનું પાલન કરે છે, જાણે સાક્ષાત્ અપૂર્વ ગ્રહનાથ(સૂર્ય)ની મૂર્તિ છે, ઈદ્રની જેમ નિર્મળ બુદ્ધિવાળી છે, દોષો તરફ દૃષ્ટિ પણ કરનારી નથી. નિર્મળ બ્રહ્મચારી છે, ચંદ્રના કિરણ જેવા ઉજ્વળ વસ્ત્ર જેવા સ્વચ્છ મનવાળી છે. શરદઋતુના સૌંદર્ય જેવી છે. શ્રેષ્ઠ ગૌરવતાને પામેલી છે. હિમ જેમ કમળોને પ્લાન કરે તેમ પોતાના રૂપથી કમળોની શોભાને ઝાંખી કરી છે, સર્વદોષોને નાશ ક્ય છે, શિશિરઋતુની જેમ સુશીતલ છે, કોયલ જેવા મધુર આલાપોથી જાણે ભુવનને આનંદ આપનારી સાક્ષાત્ વસંતઋતુ છે. ગ્રીષ્મઋતુ જેમ જીવોને પરસેવાથી રેબઝેબ કરે તેમ તે ધર્મના ઉપદેશથી લોકોને ભીના કરે છે તથા ઉગ્રતપની સ્વામિની છે. (૧૬) આ પ્રમાણે સર્વકાળ વિશુદ્ધ શીલવતી, પવિત્ર ચિત્તવાળી પ્રવર્તિનીને જોઈને વિકાસ પામતા મુખરૂપી કમળવાળી રાજપુત્રીએ કહ્યું: તારા સહિત ચંદ્રકળાની જેવા ઉજ્જવળ (પવિત્ર)વેશવાળી, હંસીઓની સાથે શોભતી રાજહંસીની જેમ સાધ્વીઓથી શોભતી આ સાધ્વી કોણ છે? વણિકપુત્રીએ જવાબ આપ્યો કે ઉગ્રતાથી કૃશ થયું છે શરીર જેનું, ઉપશાંત થયા છે પાપો જેના એવી આ શ્રમણી અમારા માતા-પિતાનું પણ ગૌરવ સ્થાન છે, અર્થાત્ વંદનીય છે. તે સ્વામિની! આ એક અતિ અદ્દભૂત વાત છે કે નિર્મળ દયાથી યુક્ત આના વિશાળ ચિત્તમાં રાજહંસ પણ સ્થાન પામતો નથી. ભક્તિના રાગથી આના (સાધ્વીના) દર્શન કરે છે તે ધન્ય છે, વંદન કરે છે તે ધન્ય છે, આના વચન સાંભળે છે તે ધન્ય છે અને વચન સાંભળીને સદા પણ સ્વીકારે છે તે ધન્ય છે. આ પ્રમાણે સાંભળીને સર્વ (ચારેય) પણ ત્યાં જઈને ગુરુણીને વાંદે છે. પ્રવર્તિનીએ પણ આગમ અનુસાર ધર્મદેશના કહેવા શરૂઆત કરી. તે આ પ્રમાણે રાંકડો જેમ રત્નમય રોહણાચલ પર્વતને પ્રાપ્ત કરીને રત્નો ગ્રહણ કરે તેમ, બુદ્ધિમાને દુર્લભ મનુષ્ય જન્મ પામીને ધર્મરૂપી રત્નને ગ્રહણ કરવું જોઈએ. મહાવિદ્યા સિદ્ધ થઈ ગઈ હોય છતાં પણ જો તેનું સ્મરણ કરવામાં ન આવે તો તે નિષ્ફળ થાય છે તેમ, ધર્મ પ્રાપ્ત થઈ ગયો હોય છતાં પણ તેમાં પ્રમાદી બને તો પ્રાપ્ત થયેલ મનુષ્ય ભવ ગુમાવે છે. જેમ ચિંતામણિ રત્ન મળી ગયું હોય છતાં તેની પાસે યાચના કરવામાં ન આવે તો, ચિંતામણિ રત્ન પણ ધન સંપત્તિને આપતું નથી. તેવી રીતે ધર્મ પ્રાપ્ત થઈ. ગયો હોય છતાં ધર્મારાધનામાં પ્રમાદી જીવ મનુષ્યભવને પણ ગુમાવી દે છે. જેમ દુર્લભ એવા કલ્પવૃક્ષને મેળવીને જે મૂઢ વરાટિકા માગે છે તેમ મોક્ષફળ આપનાર મનુષ્યભવની પ્રાપ્તિ થતે છતે મૂઢ જીવ વિષયોને માગે છે. તેથી સમ્યકત્વને સ્વીકારો અને પાપનો નાશ કરનાર સંયમ સ્વીકારો, જો જન્મ મરણનો અંત ઇચ્છતા હો તો મોટા તપને તપો. ૧. વરાટિકા નાના છોકરાઓને રમવાની કોડી અર્થાત્ અતિતુચ્છ વસ્તુ. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ઉપદેશપદ : ભાગ-૨ જીવરૂપી સુવર્ણને સંયમરૂપી ભઠ્ઠીમાં નાખીને તારૂપી અગ્નિથી અત્યંત તપાવાતો કર્મરૂપી મેલથી અવશ્ય મુકાય છે તેમાં કોઈ સંદેહ નથી. શરીર અવશ્ય વિનાશી છે, તપસંયમની સાધના શરીરનું ફળ છે. જીવન ઝડપથી પસાર થઈ રહ્યું છે તેથી ધર્મમાં પ્રમાદ ન કરવો જોઇએ. આ પ્રમાણે ગણિનીના મુખરૂપી ચંદ્રમાંથી ઝરતા વચનામૃતને પીતી એવી તેઓનું મિથ્યાત્વરૂપી ઝેર ક્ષણાર્ધમાં નાશ પામ્યું. પછી તેઓએ હર્ષપૂર્વક કહ્યું: હે ભગવતિ! આ અન્યથા નથી, અર્થાત્ તમે જેમ કહ્યું તેમ જ છે. પરંતુ અમે મંદસત્ત્વવાળી છીએ. તપચારિત્રનો ભાર હેલાથી આકડાના રૂની જેમ આપે ઉપાડ્યો છે તે અમને મેરુપર્વત જેવો ભારે લાગે છે તેથી મોહરૂપી નટથી નચાવાયેલી નીચા(ઊંડા) પ્રમાદરૂપી કંદરા(ગુફા કે કૂવા)માં પડેલી એવી અમને બહાર કાઢવા માટે હાથના ટેકા સમાન ગૃહસ્થોચિત ધર્મ આપો, તેઓની યોગ્યતાને જાણીને સાધ્વીઓમાં મુખ્ય અને નિસ્પૃહ એવી પ્રવર્તિનીએ વિશુદ્ધ સમ્યકત્વનું પ્રદાન કર્યું અને કહ્યું: જો સર્વ અણુવ્રતો અને ગુણવ્રતોને ન લઈ શકો તો પણ પરપુરુષના સંગનો અત્યંત ત્યાગ કરજો. તત્ત્વજ્ઞાનમાં નિપુણ વિવેકીઓ અકરણ નિયમનું સ્વરૂપ આ પ્રમાણે પ્રકાશે છે કે પોતે સ્વયં પાપ ન કરે અને બીજાને પણ પાપથી છોડાવે તે અકરણનિયમ છે. આનાથી જગતમાં યાવચંદ્રદિવાકરૌ સુધી નિર્મળ કીર્તિ વિસ્તરે છે. આનાથી કલ્યાણની પરંપરાપૂર્વક મુક્તિ મેળવાય છે, દેવો પણ વશમાં વર્તે છે, જીવોના ચિંતિતમાત્ર સર્વ કાર્યો સિદ્ધ થાય છે. આથી કુલાંગનાઓએ આ ભવમાં અને પરભવમાં અવશ્ય સુખ આપે તેવા શીલધર્મનું પાલન કરવું ઉચિત છે. અહો! તમે મધુર અને મોટા રોગને નાશ કરે તેવા ઔષધનો ઉપદેશ આપ્યો. આ પ્રમાણે બોલતી હર્ષથી ઉલ્લસિત શરીરવાળી તે સર્વે મોટા બહુમાનનું મુખ્ય કારણ એવા આ શ્રેષ્ઠ નિયમનો સ્વીકાર કર્યો. જિન-ગુરુના સત્કાર (ભક્તિ)માં નિરત જિનમત (જિનવાણી) સાંભળવામાં રસિક નિયમનું પાલન કરતી એવી તેઓનો કેટલોક કાળ સુખપૂર્વક ગયો. (૪૧). - હવે નંદનપુરમાં ચંદ્રરાજાએ પોતાના દૂત પાસેથી હૃદયને મનોહારી એવું રતિસુંદરીનું રૂપ સાંભળ્યું. તેના ઉપરના અનુરાગના અતિશયથી તેની માગણી માટે મંત્રીને મોકલ્યો. કાર્યમાં કુશળમતિ મંત્રીએ યાચના કરીને રાજા માટે રતિસુંદરી મેળવી. પછી નરપૌરુષી રાજાએ મોટા મહોત્સવથી શુભમુહૂર્તે તેને નંદનપુર મોકલાવી. લક્ષ્મીની જેમ સ્વયંવશ પુણ્યશાળી ચંદ્રરાજાની પાસે પહોંચી. પછી પ્રશસ્ત દિવસે રમ્ય વિવાહ માંગલિક પ્રવર્યો. નંદનપુરમાં વર્ધાપનકનો આનંદ ઉલ્લસ્યો. શું આ સ્વર્ગવધૂ (દેવી) છે? અથવા શું આ વિદ્યાધરી છે? અથવા શું આ મદનપ્રિયા રતિ છે? તે નગરમાં દરેક ભવને, દરેક દુકાને, દરેક માર્ગ, દરેક સભામાં અને દરેક કુટુંબોમાં સ્ત્રીપુરુષોના સમૂહમાં આ પ્રમાણે બોલાતા Page #274 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૬૭ ઉલ્લાપો સંભળાય છે. જેમ શુક્લપક્ષમાં ચંદ્ર જ્યોત્સાથી જગતમાં પ્રસિદ્ધિ પામે છે તેમ માતા-પિતાના વિશુદ્ધકુળમાં જન્મેલી જ્યોત્ના જેવી રતિસુંદરીથી નિષ્કલંક ચંદ્રરાજા ચંદ્રની જેમ પ્રસિદ્ધિ પામ્યો. (૪૮) કોઈક દિવસે કુરુદેશના મહેન્દ્રસિંહ રાજાનો દૂત ચંદ્રરાજાની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે મારા સ્વામીએ મારી મારફત આ પ્રમાણે સંદેશો કહેવડાવ્યો છે કે અમારા અને તમારા પૂર્વ પુરુષોનો સામાન્યજનમાં અસાધારણ એવો દૃઢ સ્નેહરાગ હતો. જેવી રીતે પોતાના વાંસના અગ્રભાગમાં રહેલો, દુર્વાતથી પણ હણાયેલો ધ્વજ પૂર્વના વાંસની સાથેના સંબંધને છોડતો નથી, તેવી રીતે તે જ સુકુળમાં (વંશમાં) ઉત્પન્ન થયેલા પુત્રો જાણવા કે જેઓ સંકટમાં પણ પૂર્વના સંબંધોનો ત્યાગ કરતા નથી. સાગર અને ચંદ્ર, મેઘ અને મયૂર, સૂર્ય અને કમળ દૂર પણ રહેલા હોવા છતાં સંબંધને તોડતા નથી. આડી અવળી વાત કરવાથી શું? અગણ્ય સૌજન્યને વહન કરતા એવા મને તારે સર્વથા સર્વ પ્રયોજન કહેવું. અને બીજું રતિસુંદરી પ્રિયાદેવી જે નવોઢા સંભળાય છે તે અમને અતિથિ રૂપે મોકલી આપવી જેથી અમે તેનું સન્માન કરીએ. જે પોતાના સ્વજન તરીકે સ્વીકારાય છે તેને પત્ની પણ અર્પણ કરવી ગૌરવનું સ્થાન ગણાય છે. કેમકે જો પુત્ર પ્રિય હોય તો પુત્રને પહેરવાના વસ્ત્રો પણ પ્રિય બને છે. દૂતના વચનો સાંભળીને, કંઈક હસીને ચંદ્રરાજાએ કહ્યું: તું કહે, આનંદ આપનારા સ્વજનો કોને વ્હાલા ન થાય? ભક્તિ, પરોપકાર, સુશીલતા, આર્જવ, પ્રિયાલાપન, દાક્ષિણ્ય અને વિનયપૂર્વકની વાણી આ સજ્જનોના સ્વાભાવિક ગુણો છે. તેથી તે દૂત! તારા સ્વામીએ અમને સારો ઉપદેશ આપ્યો કે ઉત્તમ આશયવાળા સુજનો પોતાના કૂળની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. અમારું જે સર્વ ઉચિત પ્રયોજન હોય તે તારે સ્વામીને કહેવું, પરંતુ તે દેવીને મોકલાવવાનો આજે પણ કોઈ અવસર આવ્યો નથી. વાણીના વ્યાપારથી મહેન્દ્રસિંહનો સ્નેહ અમારા ઉપર કેવો છે તે અમે જાણ્યું, તો પછી બાહ્ય ઠાઠથી શું? ખરેખર પંડિતો કહે છે કે સ્નેહ વગરના બાહ્ય દાનથી મૂર્ખ પક્ષીઓ બંધાય છે જ્યારે ઉત્તમ પુરુષોનું બંધન સત્ય વચનથી થાય છે, બીજી રીતે નહીં. અર્થાત્ શિકારી વગેરે અન્નના દાણાનું પ્રલોભન આપીને મૂર્ખ પક્ષીઓને જાળમાં ફસાવે છે, જ્યારે ઉત્તમપુરુષો પ્રલોભનમાં ફસાતા નથી પણ સદ્ભાવપૂર્વકના વચનથી બંધાય છે. એટલે પોતે આપેલા વચનને વફાદાર રહે છે, ફોક કરતા નથી. તથા સજજન મનુષ્યની વાણી હજાર મૂલ્યવાળી હોય છે અને સ્નેહપૂર્વકની દૃષ્ટિ લાખ મૂલ્યવાળી હોય છે તથા સજ્જન મનુષ્યનો સદ્ભાવ ક્રોડથી અધિક મૂલ્યવાળો હોય છે. (૬૨) Page #275 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ હવે ફરી દૂત કહે છે–રાજા દેવીના દર્શનનો ઉત્સુક છે તેથી તમારે દેવની (રાજાની) આજ્ઞાને ઉત્થાપવી ઉચિત નથી. ચિત્તમાં મર્યાદાને ધારણ કરી રાખે ત્યાં સુધી ગજેન્દ્ર સારો છે, વિફર્યા પછી કોને ભયંકર થતો નથી? અમે તારું જ હિત ઇચ્છીએ છીએ, સામથી તેના આદેશનો સ્વીકાર કર, નહીંતર હે સૌમ્ય ! બળાત્કારથી એકલીને આંચકી લેશે. ૨૬૮ તેટલામાં ભ્રૂકુટિ કાઢીને ચંદ્ર કહે છે–અહો! પરસ્ત્રીઓ માગતો તે રાજા કુળાચારને પાળવા ઇચ્છે છે? અથવા ત્યારે તેની માતાએ યૌવનના મદથી ગુપ્ત આચર્યું તે શીલનો ત્યાગ કરતા પુત્રો વડે પ્રકટ કરાય છે. કોઇ જીવતો પોતાની પ્રિયાને છોડે એવું હે દૂત શું શક્ય બને? જીવતો સાપ શું પોતાના મસ્તકના મણિને આપે? ચંદ્ર અને સૂર્યના કિરણોથી પોતાની સ્ત્રીઓ સ્પર્શાય તો જે રાજાઓ દુભાય છે તે રાજાઓ શું પોતાની સ્ત્રીને પર ઘર મોકલે? ફરી પણ દૂત રાજાને કહે છે–હે રાજન્! શાસ્ત્રના પરમાર્થને સાંભળ કે ખરેખર સર્વ પ્રયત્નથી આત્માનું રક્ષણ કરવું જોઇએ. તે માટે ક્યું છે કે—સેવક અને ધન બેમાંથી એક બચાવી શકાય તેમ હોય ત્યારે સેવક કરતાં ધનનું પ્રથમ રક્ષણ કરવું, ધન, સેવક અને સ્ત્રીના નાશમાં સ્ત્રીનું રક્ષણ કરવું, ધન સ્ત્રી અને સેવક અને આત્માના નાશ વખતે આત્માનું પ્રથમ રક્ષણ કરવું. આ પ્રમાણે ઉલ્લાપ કરતા દૂતને રાજાના ચંડસિંહ સેવકે નિર્ભત્સર્ના કરીને, હાથથી ગળચી પકડીને બહાર કાઢ્યો. જઇને તેણે રાજાને સર્વ કહ્યું: મહેન્દ્રસિંહ ઘણો ગુસ્સે થયો. પ્રબળ પવનથી જેમ સમુદ્ર મર્યાદા મૂકે તેમ મર્યાદા છોડીને ચાલ્યો. (૭૩) હાથી જેવા મોટા મોજાઓ જેમાં ઉછળે છે, સ્ફુરાયમાન થતો છે ઘણાં કમળ જેવા સફેદ ફીણોનો સમૂહ જેમાં, પ્રસરતી છે મોટી ભરતી જેમાં, અતિ ભયંકર એવા ક્ષુભિત થયેલ સમુદ્રની જેમ મહેન્દ્રસિંહ રાજાને નજીકમાં આવતો સાંભળીને ચંદ્રરાજા ક્રોધે ભરાયો. ઉલ્લસિત થયો છે રણનો ઉત્સાહ જેનો એવો તે જલદી સન્મુખ આવ્યો. પોતપોતાના સ્વામીના કાર્યમાં ઉદ્યત થયેલા, યશના લાલસાવાળા એવા બંને રાજાના સૈન્યોનું ભયંકર યુદ્ધ પ્રવર્ત્યે. સુભટોની સાથે સુભટો તથા ઘોડેસ્વારની સાથે ઘોડેસ્વાર, ૨થીઓની સાથે મહારથીઓ તથા મહાવતોની સાથે મહાવતો લડવા લાગ્યા. સમુદ્રનું પાણી જેમ નદીના પાણીને હડસેલે તેમ ચંદ્રરાજાના અલ્પ સૈન્યને શત્રુ સૈન્યે ક્ષણથી હડસેલ્યું. હવે પવન જેવા વેગવાળા ઉત્તમ ઘોડાથી જોડાયેલા રથ ઉપર આરૂઢ થયેલો, રોષરૂપી અગ્નિથી દુષ્પ્રક્ષ્ય એવો ચંદ્રરાજા સ્વયં જ ઊભો થયો. ભાલાથી હણાયેલ હાથીની ચીસથી ભંગાઇ છે બાકીના હાથીઓની શ્રેણી જેમાં, મુદ્ગરના પ્રહારથી હણાયેલ ઘોડાઓનો સમૂહ રથમાંથી છૂટીને પલાયન થયો છે જેમાં, સતત બાણોના ઘોર વરસાદથી વીંધાઇને ભાગતું છે સૈન્ય જેમાં એવા દુશ્મનના સૈન્યને સિંહ જેમ હરણાઓને ભગાડે તેમ ભગાડ્યું. પછી સારી રીતે ક્રોધે ભરાયેલ, જીવિતથી નિરપેક્ષ, મહેન્દ્રસિંહરાજા લડવા ઊઠ્યો અને વનના Page #276 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ હાથીઓની જેમ તે બેનું પણ લાંબો સમય યુદ્ધ થયું. કોઇક રીતે ગદાના પ્રહારથી મૂર્છિત થયેલ ચંદ્રરાજાને ભવિતવ્યતાના નિયોગથી છળ કરીને મહેન્દ્રરાજાએ બાંધ્યો. અરે! શાબાશ શાબાશ હે સુપુરુષ! આજે તારો સુભટવાદ સિદ્ધ થયો એમ બોલતા મહેન્દ્રસિંહે જીવરક્ષાને માટે મંત્રીને અર્પણ કર્યો. પછી જલદી દોડીને ચંદ્રરાજાની સેના પલાયન થાય છે ત્યારે તેણે હાહારવ કરતી રતિસુંદરીને પકડી. તિસુંદરીના લાભથી આનંદિત થયેલ મહેન્દ્રસિંહ ચંદ્રરાજાને છોડીને પોતાના નગરમાં પહોંચ્યો અને રતિસુંદરીને કહેવા લાગ્યો કે હે સુંદરી! તારા રૂપને સાંભળવા માત્રથી મને તારા ઉપર અનુરાગ થયો, રાગના વશથી મેં આટલો સમારંભ કર્યો તેથી આ પ્રયાસ રૂપી વૃક્ષનું ફળ તારા પ્રસાદથી થાય. હે સુંદરી! હમણાં કુરુજનપદ દેશના સ્વામીના સ્વામિની પદનો સ્વીકાર કર. (૮૮) ૨૬૯ પછી ચંદ્રરાજાની પ્રિયા વિચારે છે–સંસારમાં વિલાસ કરતા પાપને ધિક્કાર થાઓ. કેમકે મારું રૂપ પણ આ પ્રમાણે અનર્થદાયક થયું અને ખરેખર આ રૂપ પતિના પ્રાણના સંશયનું નિમિત્ત બન્યું. કામગ્રહથી મોહિત થયેલો આ રાજા મારા ચિત્તને નહીં જાણીને લજ્જાહીન થયેલો આ પ્રમાણે નરક પાતને ઇચ્છે છે. અહો! ઘણાં જીવોનો વિનાશ નિરર્થક કેમ કરાયો? વધારે શું? જે ઉત્તમ એવા મુક્તિપદને પામ્યા છે તે ધન્ય છે. કેમકે તેઓ દુઃખના લવનું (અંશનું) કારણ બનતા નથી. આ પાપીથી મારે કેવી રીતે શીલનું રક્ષણ કરવું? અથવા નીતિશાસ્ત્રમાં અશુભ કાર્યનો કાળક્ષેપ કરવો કહ્યો છે. તેથી સામપૂર્વક જ અહીં કાલ વિલંબને કરું. આ લુબ્ધ સામ વિના રોકી શકાય તેમ નથી. આ પ્રમાણે ભાવના કરીને કહે છે કે તમારી મારા ઉપરની ગાઢ અનુરાગતા જાણી. આથી જો તમે મારી પ્રાર્થનાનો ભંગ ન કરો તો કંઇક પ્રાર્થનાને કરું છું. રાજા કહે છે— હે સુંદરી! તું મારા જીવિતનું પણ કારણ છે તો પણ તું આવું કેમ બોલે છે? હે સુંદરી! જે મસ્તક આપવા તૈયાર છે તે શું કંઇક યાચના કરવા યોગ્ય છે? અથવા ત્રણલોકમાં રહેલી દુર્લભ પણ વસ્તુની માંગણી કરીશ તો પણ પ્રાણને તૃણની જેમ તોલીને (પ્રાણ પાથરીને) લાવી આપીશ. રતિસુંદરીએ કહ્યું: બીજાથી સર્યું પણ આટલું કહું છું કે ચાર માસ સુધી મારા બ્રહ્મચર્યવ્રતનો ભંગ ન કરો. પછી રાજા કહે છે—આ તો વજપ્રહારથી પણ દારૂણ છે, છતાં પણ તારી આજ્ઞાનો ભંગ નહીં કરું એમ કબુલ્યું. પછી મોટા સંકટરૂપી સાગરમાં પડેલી રતિસુંદરીએ જાણે એકાએક દ્વીપ ન મેળવ્યું હોય એટલામાત્ર થોડાક કાળ પૂરતી જ તે કંઇક શ્વાસ લેતી થઇ. સ્નાન અને અંગરાગને નહીં કરતી તથા સકળ શરીરના પરિકર્મનો ત્યાગ કરીને હંમેશા જ આયંબિલાદિ તપોથી શરીરને શોષવતી સંકોચાઈ ગયેલા ગાલવાળી, અત્યંત શોષાઈ ગયેલા માંસ અને લોહીવાળી, સુકાઈ ગયેલા કટિતટ અને સ્તનવાળી, શરીરની નશો જેની દેખાઈ રહી છે એવી, Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ઉપદેશપદ : ભાગ-૨ ખરબચડા-કઠોર વાળવાળી થઈ. અન્ય દિવસે રાજાએ દાવાનળથી બળેલી કમલિનીની જેમ મલથી લેપાયેલી કાળી કાયાવાળી પરિપૂર્ણ પ્રાયઃ વ્રતવાળી સાધ્વી જેવી તેને જોઈ અને કહ્યું: હે સુતનું તારી આવી અવસ્થા કેમ થઈ? શું તને કોઈ રોગ થયો છે? અથવા શું કોઈ તીવ્ર માનસિક દુઃખ આવ્યું છે. (૧૦૪) પછી રતિસુંદરી કહે છે–હે નરવર! મને મહાઘોર વૈરાગ્ય થયો છે, આ વ્રત સ્વીકાર્યું છે તેથી આવી દુર્બળ થઇ છું તો પણ મારે આ અતિદુષ્કર વ્રતનું પાલન કરવું જોઈએ. કારણ કે વ્રતભંગને નિશ્ચયથી નરકનું કારણ કહ્યું છે. પછી રાજા પૂછે છે–તારા વૈરાગ્યનું શું કારણ છે? જેથી હે મુગ્ધા! આવું ઉગ્ર ઘોર તપ આદર્યું છે? તે કહે છેહે પૃથ્વીપતિ! પ્રગટ રીતે દેખાતા છે સેંકડો દોષ જેમાં એવું આ મહાપાપી મારું શરીર જ મારા વૈરાગ્યનું કારણ છે. અને બીજું આ શરીર ચરબી, માંસ, શુક, લોહી, મળ-મૂત્ર, અશુચિ, નાકનો મેલ અને પિત્તથી પરિપૂર્ણ છે. સતત અશુચિનું ઝરણું નવ દ્વારોથી વહે છે. ધોરણ-ધૂપન તથા વિલપનાદિથી વારંવાર શુશ્રુષા કરવામાં આવે છતાં આ શરીર દુર્ગધ ભાવને છોડતું નથી. આ શરીરની અંદર કે બહાર જે જે મનોહર સુગંધિ ભોગાંગ ધરવામાં આવે છતાં આ શરીરના સંગથી એકાએક અશુચિભાવમાં પરિવર્તન પામે છે. આ લુચ્ચા શરીરની ગંધ અત્યંત દુઃખે કરીને સહન કરી શકાય છે. આવું શરીર કયા સજ્જને વૈરાગ્યનું કારણ ન બને ? અને આ પાપી શરીરનો બીજો દોષ એ છે કે ગુણવાન પુરુષ પણ આ નિર્ગુણ શરીર ઉપર મોહ પામે છે. આ પ્રમાણે વૈરાગ્યને ઉત્પન્ન કરનારી તેની દેશના સાંભળીને રાજા મુશળધાર વરસાદથી મગશેલિયા પથ્થરની જેમ જરાપણ ભાવિત ન થયો અને વિચારે છે કે શરીરમાં પરિકર્મ (શુશ્રુષા) ન કરવાને લીધે આ વૈરાગ્યને પામી છે. નિયમ પૂર્ણ થયા પછી આ નક્કીથી ફરી પણ સ્વસ્થ થશે. હે સુતનુ ! તું ખેદ ન કર. તારો આ નિયમ સુખપૂર્વક પૂર્ણ થવા દે. આ પ્રમાણે કહીને હસતો રાજા પાછો ગયો. (૧૧૫) ચારમાસનો અવધિ પૂર્ણ થયા પછી ભોજન કર્યા પછી રાજાએ કહ્યું: હે સુંદરી! આજે હું તારા સંગમાં ઉત્કંઠિત થયો છું. પછી દેવીએ કહ્યું: આ કહેવત સાર્થક થઇ કે કરજદારને મરવાનો સમય થયો છે અને લેણદાર પાંચસોની ઊઘરાણી કરવા નીકળ્યો છે. ઘણાં કાળ પછી મેં આજે સ્નિગ્ધ ભોજન કર્યું છે તેથી શરીરમાં અતુલ વ્યાકુલતા ઊપડી છે. માથું વેદનાથી તૂટે છે. પેટમાં અતિશય શૂળવેદના ઉપડી છે. સર્વ સાંધાઓ એક સાથે જાણે તૂટે ૧. નવ– પુરુષના શરીરમાંથી નવ દ્વારોથી અને સ્ત્રીના શરીરમાંથી બાર કારોથી સતત અશુચિ વહે છે. બેકાન, બેઆંખ, બેનાક, મુખ, મૂત્રદ્વાર-મળદ્વાર તથા સ્ત્રીને બે સ્તન અને યોનિ વધારાના. Page #278 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૭૧ છે. આ પ્રમાણે બોલતી તે રાજાને ખબર ન પડે તેમ મોઢામાં મદનફળ(–મીંઢળ) નાખ્યું અને તત્પણ ભોજન કરેલું સર્વ અન્ન વધ્યું અને કહ્યું: હે નરપતિ! આ શરીરના અશુચિ સ્વરૂપને જુઓ કે તેવા પ્રકારના મનોજ્ઞ અને ક્ષણથી અશુચિય કર્યું. અને બીજું હે સુભગ! તમે જ કહો તમારા જેવા બાલિશને છોડીને બીજો કોઇપણ અતિશય ભૂખ્યો પણ થયેલો પુરુષ આ વમનનું ભોજન ઇચ્છે? પૃથ્વીપતિ કહે છે–હે સુંદરી! હું બાલિશ કેવી રીતે ગણાઉં? અથવા તે મૃગાલિ! આવા પ્રકારના અન્નનું કેવી રીતે ભોજન કરું? રતિસુંદરી કહે છે–તે વિચક્ષણ! લોકમાં આ પ્રસિદ્ધ જ છે તેને તું જાણતો નથી? પરસ્ત્રીનો પરિભોગ આનાથી પણ અધમ છે. હે સુંદરી ! પરસ્ત્રી પરિભોગ પરલોક માટે અત્યંત વિરુદ્ધ છેઆ વાત તારી સાચી છે. તો પણ રાગાદિના અતિરેકથી હું તારા સંગમાં લુબ્ધ છું. આ પ્રમાણે બોલતા રાજાને નિસાસો નાખીને તેણીએ પણ કહ્યું : આ દુષ્ટ દેહમાં તમારે રાગનું શું કારણ છે? ત્યારે રાજાએ કહ્યું: હે સુંદરી! તપથી શોષાઈ ગયેલા પણ તારા શરીરમાં ચક્ષુરૂપી કમળનું મૂલ્ય પૃથ્વી ઉપર પણ ક્યાંય ન થઈ શકે તેટલું છે. (૧૨૮) તેના નિશ્ચયને જાણીને બીજા ઉપાયને નહીં જોતી પોતાના શીલના રક્ષણ માટે શરીરના વિનાશને નહીં ગણકારતી રતિસુંદરી દેવીએ મહા-આશ્ચર્યકારી સાહસ કરીને બે આંખો ઉખેડીને રાજાને અર્પણ કરી અને કહ્યું સુપુરુષ! હૈયાને અતિવલ્લભ આંખોનું ગ્રહણ કર. કુગતિમાં લઈ જવા ચતુર બાકીના શરીરના સંગથી સર્યું. ચક્ષુવગરની તેને જોઇને રાજાનો કામરાગ પીગળ્યો. હા સુતનુ! તેં મને અને પોતાને અતિદુઃખદાયક એવું દારૂણ કર્મ કેમ કર્યું? તેણે કહ્યું: હે નરવર ! આગાઢ રોગીના દારુણ ઔષધને શમાવવામાં દક્ષ એવા કડવા ઔષધની જેમ આ કર્મ મારા અને તારા સુખનું કારણ છે. હે નરવર! પરસ્ત્રીના સંગથી વંશ મલિન કરાય છે, હંમેશા ભુવનમાં અપયશનો પટ૭ વાગે છે અને નરકગતિમાં જવું પડે છે. પરસ્ત્રીના સંગથી જીવો અનંતીવાર દારિય, દુર્ભાગ્ય, નપુંસકપણું. ભગંદર તથા કોઢ જેવા ભયંકર રોગોને પામે છે. પરસ્ત્રીના સંગથી નરકમાં તીવ્રદુ:ખો તથા તિર્યંચગતિમાં નિલંછન કર્મના દુઃખો ભોગવે છે. હવે પછી આવા દુઃખોમાંથી તમે અને હું બંને મુક્ત થયા. આ પ્રમાણે આ કાર્ય જો કે દુષ્કર છે તો પણ ઉભયના હિત માટે કરાયું છે. વળી બીજું- હે મહાયશ! મારા દોષથી તું પણ પાપાભિમુખ થયો તેથી મંદભાગ્યા એવી હું તને મારું મુખ કેવી રીતે બતાવું? જો ચક્ષના ભોગથી તમારા દુર્ગતિગમનનું નિવારણ થતું હોય તો મારા વડે શું નથી મેળવાયું? કેમકે પ્રાણો પરોપકારના સારવાળા થયા. એ પ્રમાણે યુક્તિસાર ગંભીર દેશનાને સાંભળતો પ્રતિબોધ પામલો રાજા પરિતોષના વશથી દેવીને કહે છે કે, હે સુંદરી ! હિતાહિતના ભેદને તું સારી રીતે જાણે છે, તેથી મંદપુણ્યવાળા મને જે યોગ્ય હોય તેનો ઉપદેશ આપ. તે રાજાને કહે છે– Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ઉપદેશપદ : ભાગ-૨ સુંદર! પરસ્ત્રીના સંગનો ત્યાગ કર, જેથી સંસારમાં ઉત્પન્ન થતા દુઃખોનું ભાજન ન થવાય. પ્રશ્ચાત્તાપ રૂપી તીવ્ર દાવાગ્નિથી બળતું છે મન રૂપી વન જેનું એવો રાજા તેને ધર્મગુરુ માનતો તેના આદેશને સ્વીકારે છે. હા! અનાર્ય એવા મેં મહાસતીને કેવો અનર્થ કર્યો. આ પ્રમાણે શોકથી અશક્ત થયું છે શરીર જેનું એવો રાજા પ્રવૃત્તિ વિનાનો થયો. (૧૪૫) હવે રતિસુંદરી દેવી શાસનદેવીને મનમાં કરીને જિનના નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરતી કાઉસ્સગ્નમાં રહી. આસન ચલાયમાન થયું એટલે નજીકમાં રહેલી દેવતા ત્યાં આવી. તેની આંખો વિશેષ મનોહર શોભાવાળી કરી. તેના દર્શન રૂપી શીતલ જળથી રાજાનો સર્વ શોકસંતાપ દૂર થયો. રાજા સ્થિરચિત્તવાળો થયો અને શ્રાવકના વ્રતોનો સ્વીકાર કર્યો. ઘણા પ્રકારે ખમાવીને વિશ્વાસુ પ્રધાન પુરુષોની સાથે ઘણો પ્રસાદ કરીને નંદનનગરમાં મોકલે છે. ચંદ્રને પણ આ પ્રકારે સંદેશો મોકલ્યો કે આ મારી સગી બહેન છે, ધર્મગુરુ છે, પરમાત્મા છે, મહાસતી છે, દેવથી રક્ષાયેલી છે તેથી આની ઉપર તારે કોઈ અશુભ શંકા ન કરવી. પાપિષ્ઠમાં શિરોમણિ એવા મારા પણ અપરાધની ક્ષમા કરવી. તું ધન્ય છે, જેના ઘરે ત્રણભુવનની લક્ષ્મીની જેમ કમલદલાક્ષી નિશ્ચિત કલ્યાણવાળી, દેવવડે રક્ષણ કરાયેલી એવી આ સાક્ષાત્ વસે છે. તેને કૃશાંગી જોઇને, મહેન્દ્રસિંહ વડે જણાવાયેલ તેના પવિત્ર વૃત્તાંતને સાંભળીને ચંદ્રરાજા અત્યંત તુષ્ટ થયો. સ્કુરાયમાન થયો છે યશ અને કીર્તિનો વિસ્તાર જેનો એવો ચંદ્રરાજા રતિસુંદરીની સાથે જૈનધર્મની વૃદ્ધિના ફળવાળું મનોરમ રાજ્ય પાળવા લાગ્યો. આ પ્રમાણે પ્રવર્તિનીના વચનને નિરંતર યાદ કરતી રાજપુત્રીએ અકરણનિયમ સારી રીતે આરાધ્યો. (૧૫૫) બુદ્ધિસુંદરીનું કથાનક હવે પિતાએ વારંવાર પ્રાર્થના કરનાર સુકીર્તિ રાજમંત્રીને સુસીમાનગરમાં બુદ્ધિસુંદરીને પરણાવી. જેમ જગતમાં રાત્રિની પ્રસિદ્ધિ પૂર્ણિમાના ચંદ્રથી થાય છે તેમ ઉત્તમ કલાકલાપથી પૂર્ણ સુકીર્તિ પતિને પામીને તે સુભગા જગતમાં સુપ્રસિદ્ધ થઈ. અન્યદિવસે રયવાડી ઉપર નીકળતા રાજાએ પ્રાસાદતળ ઉપર સ્કુરાયમાન કાંતિવાળી દેવીની જેમ તેને જોઈ. તેનું અસાધારણ લાવણ્ય જોઇને તેનું મન રાળમાં ચોંટી ગયાની જેમ અન્યત્ર જઈ શકતું નથી. કામાગ્નિથી તપેલા શરીરવાળા રાજાએ બીજા ઉપાયને જ નહીં જોતા બીજા દિવસે પોતાની દાસી એવી દૂતીને તેની પાસે મોકલાવી. દૂતીએ પ્રધાનપત્નીને વિચિત્ર મનોહર યુક્તિઓથી લોભાવી. પછી દૂતીને ધમકાવીને હાથ પકડીને બુદ્ધિસુંદરીએ બહાર કાઢી તો પણ ઉગ્ર કામગ્રહથી પકડાયેલો, મોહાંધ, લજ્જા વિનાનો, અનાર્ય એવો રાજા બુદ્ધિસુંદરીને મેળવવા તત્પર થયો. “મંત્રીએ રાજમંત્રણાનો ભેદ કર્યો છે' એવા ગુનાને Page #280 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૭૩ કપટથી જાહેરમાં બોલતા રાજાએ પુત્ર-પત્ની સહિત મંત્રીને બંધાવીને કારાગૃહમાં નાખ્યો. નગરના લોકોએ વિનંતિ કરી– હે પ્રભુ! આ મંત્રી વિનયને કરે છે એ પ્રમાણે લોકવૃંદથી કોઈક રીતે મંત્રી છોડાવાયો તો પણ રાજા બુદ્ધિસુંદરીને છોડતો નથી. અને ઊંચા સાદે કહે છે–અરે! અરે! તમે મને ખાતરી કરાવો તો આને છોડું નહીંતર નહીં છોડું. જલદીથી પણ જણાયો છે રાજાના મનનો ભાવ જેઓ વડે એવા નગરના લોકો વિલખા થઈ પાછા ગયા. (૧૦) અંતઃપુરમાં સુંદરીને પ્રવેશ કરાવીને રાજાએ કહ્યું: મારા કહેવાથી દૂતી વડે વિનંતિ કરાયેલી તું કેમ માનતી નથી? હે મુગ્ધા! શું સૌભાગ્યની ઉપર મંજરીને માગે છે? જો પૂર્વે તે મારો સ્વીકાર કરી લીધો હોત તો આટલો આરંભ કોણ કરત? સામથી સાધ્ય કાર્યમાં કોણ પ્રચંડ દંડને આદરે? મારી આવા પ્રકારની કાકલુદીથી જો તેં મારા ઉપર સ્નેહનો સદ્ભાવ જામ્યો છે, અર્થાત્ તું મને સ્નેહની દૃષ્ટિથી જુએ છે તો મારી અવજ્ઞા ન કર, જેથી આ સદ્ભાવ અખંડિત રહે. (૧૪) રાજાના વચનને સાંભળીને તેને પ્રતિબોધ કરવાની ભાવનાવાળી પરમ સંવેગરસને અનુભવતી મંત્રીપ્રિયા તેને કહેવા લાગી–જે હિનજાતિના હોય તે આવા અકાર્યમાં રમણ કરે. હે નરપ્રભુ! તમારા જેવાને આવું પાપ કરવું છાજતું નથી. તીવ્ર દુઃખોથી તપાવાતો પણ સુજન મર્યાદાને છોડતો નથી. પ્રચંડ પવનથી ક્ષોભ પમાડાયેલો સમદ્ર શું મયાદાનું ઉલ્લંઘન કરે છે? અને તમે રાજર્ષિઓ અન્યાયનો નાશ કરવા નિમિત્તે નિર્દેશ કરાયેલા છો તેથી જો સ્વયં જ દુર્નયમાં રાગી થશો તો બીજા લોકોનું નિવારણ કેવી રીતે કરી શકશો? અને બીજું, રાજાઓને પોતાના દેશમાં રહેતી પ્રજા સંતાન બરાબર છે. ન્યાયયુક્ત રાજાઓને તેઓ વિષે કામરાગ કરવો જરાય ઉચિત નથી. તમારે ઉત્તમકુળમાં જન્મેલી ઘણી સ્ત્રીઓ છે. તું મહાન છે છતાં અમારા જેવી હીન સ્ત્રીઓના સમૂહથી કેમ લજ્જાતો નથી? પરસ્ત્રીઓનો સંગ પૌરુષ અને પ્રતાપ રૂપી વૃક્ષને બાળવા માટે દાવાનળ સમાન છે. તેથી ચંદ્ર જેવા નિર્મળ યશમાં અપયશનો કૂચળો ન ફેરવ. આ પ્રમાણે બુદ્ધિસુંદરીએ યુક્તિપૂર્વક તેને સમજાવ્યો પણ ભરેલા ઘડાની જેમ તેના બે કાનમાં ક્યાંય ઉપદેશ સ્થિર ન થયો. પછી તે હસીને કહે છે કે-હે સુંદરી ! નિશ્ચયથી આ સર્વ જાણું છું. પરંતુ રાગાંધ જીવોને આવા પ્રકારની વિચારણા હોતી નથી. કહ્યું છે કે–જે તોલી તોલીને ધનનો વ્યય કરે છે, અલ્પ પણ પ્રાણપીડાનું રક્ષણ કરે છે, જે અયુક્ત યુક્તની વિચારણા કરે છે તેઓને વિષે સ્નેહની જલાંજલિ આપવી જોઇએ. તેના નિશ્ચયને જાણીને અહીં બુદ્ધિપૂર્વક કાલક્ષેપ કરવાનો અવસર છે એમ જાણીને આદરપૂર્વક તેને કહે છે–જો કે તમારો આવા પ્રકારનો ૧. અર્થાત્ લોભી, દયાળુ (સાધુ) અને પંડિતની સાથે મિત્રાચારી ન કરવી જોઇએ. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ઉપદેશપદઃ ભાગ-૨ નિશ્ચય છે તો પણ મારી આ પ્રાર્થનાનો સ્વીકાર કરો કે તમારે મારી નિયમની સમાપ્તિ નિયમા થાય તેમ કરવું. કેમકે જે નિયમ ભંગ કરે છે અને જે કોઈ દુર્બુદ્ધિ નિયમ ભંગ કરાવે છે તે બંને પણ આ ભયંકર સંસાર અટવીમાં લાખો દુઃખોના ભાજન બને છે. ઇચ્છા નહીં હોવા છતાં પણ આ ભામિનીને ભય ન થાઓ એમ વિચારતા રાજાએ આ વચનનો સ્વીકાર કર્યો. બુદ્ધિસુંદરી પણ કંઈક છૂટકારો અનુભવતી રાજાના બોધનો ઉપાય શોધતી જ વિવિધ પ્રકારના વિનોદોથી કાળ પસાર કરે છે. - હવે કોઈક દિવસે તેણે ઉત્તમ પ્રકારનું મીણ મંગાવ્યું પછી લેપ્યાદિ કર્મમાં નિષ્ણાત કારીગર પાસેથી પોતાની પ્રતિકૃતિ બનાવરાવી. તેની અંદર કાણામાં દુર્ગધિ વિષ્ઠા ભરી અને બહારથી સુંદર સુગંધી વિલેપનનો લેપ કરાવ્યો. પછી ગોષ્ટિ માટે આવેલા રાજાની સાથે કંઈક હસતી પોતાની પ્રતિકૃતિ (બાવલું) બતાવતી બોલીઃ “હું આના જેવી લાગું છું કે નહીં? વિસ્મિત મનથી રાજાએ કહ્યું: હે સુતનુ જેનાવડે તે પોતાનું રૂપ સવિશેષ સત્યાપિત કર્યું છે (સત્યપણાની ખાતરી કરાવી છે) તે તારું કૌશલ્ય સુંદર છે. હે સુંદરી! તારી પ્રતિકૃતિ જોનારને સાક્ષાત્ અનુભવ થાય છે કે તું જેના હૈયામાં વસેલી છે તે નિપુણ પુરુષોના મનને નિઃશંસય સુખ આપે છે. જો એ પ્રમાણે છે તો તે સુપુરુષ! આને હંમેશા પોતાના ઘરે ધારણ કરો અને કુળના કલંકનું કારણ એવી મને હમણાં રજા આપો, આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે રાજાએ કહ્યું: ખરેખર! પવનથી જેમ વાદળો વિખેરાય તેમ આ વચનથી મારા પ્રાણી જલદીથી ચાલ્યા જશે. જે પ્રાણો તારા સંગના સુખની આશારૂપી દોરડીથી બંધાયેલા છે તે મારા વડે દુઃખપૂર્વક ધારણ કરાયા છે. ઘાડેરુય નામના સસલાની જેમ નહીં બંધાયેલા તે પ્રાણો ચાલ્યા જશે. બુદ્ધિસુંદરી બોલીઃ હે સુભગ! હું માનું છું કે મારા સંગ કરતા આનો સંગ સુખ આપનાર થશે કારણ કે હું મદન (કામ) રહિત છું જ્યારે આ મદન (મીણ)મય છે. એમ વિચારીને મીણની સ્ત્રીને રાજાની પાસે લઈ ગઈ. રાજા જાણે અસૂયાથી પ્રેરાયેલો ન હોય તેમ તેણે પ્રતિકૃતિને ભાંગી નાખી. અશુચિના સમૂહને જોઈ રાજા કહે છે–હે મુગ્ધા! બાળકોને ઉચિત, અત્યંત દુર્ગચ્છનીય આવા પ્રકારની ચેષ્ટા તેં કેમ કરી? તે કહે છે–હે દેવ! મેં આ મારી પ્રતિકૃતિ બનાવી છે. હું આના જેવી જ છું અથવા આનાથી પણ હલકી છું. કેમકે સળગતા અગ્નિના પ્રયોગથી આ અશુચિ દૂર કરી શકાય છે અને આ મારું શરીર કોઈપણ રીતે શુદ્ધ કરી શકાતું નથી. મારું શરીર અશુચિમાં ઉત્પન્ન થયું છે. અશુચિરસથી વૃદ્ધિ પામ્યું છે, અંદરથી અશુચિથી ભરેલું છે, ચારે બાજુથી અશુચિને ઝરાવે છે. આના અંદરનો ભાગ બહાર કરવામાં આવે તો શું સુદક્ષ પણ કાગડા-કૂતરાથી આનું રક્ષણ કરી શકે? કુળકલંકને નહીં ગણીને સડેલા હાડપીંજરને કારણે તું નરક અને તિર્યંચના દુખોને Page #282 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૭૫ આમંત્રણ આપે છે? હે ધીર! તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલા સુખને માટે માંસપેશીમાં લુબ્ધ થયેલા માછલાની જેમ પોતાને ઘોર નરકાલયમાં ન પાડ. પરદારાને ભોગવતો જીવ નરકગતિના ઘોર કારાગૃહને પ્રાપ્ત કરે છે અને અપાર દુઃખોના પારને પામતો નથી. હે સુભગ! તમારા જેવા સન્મોનો સંગ કોને સુખ આપતો નથી? પરંતુ નરકની વ્રજાગ્નિજ્વાળાઓ સહન કરી શકાતી નથી. મનુષ્યોને ભોગસુખ પરિમિત દિવસો સુધી મળે છે જ્યારે નરકના દારુણ દુઃખો સાગરોપમ અને પલ્યોપમ સુધી ચાલે છે. અને બીજું, હે રાજનૂ! પોતાની અંતઃપુરીઓથી મારામાં શું અધિક જુએ છે? જેથી બાળકની જેમ પરમાર્થને નહીં જાણતો અસદુગ્રહને પકડી રાખે છે. વળી બીજું, જેમ કુતૂહલી બાળકો જળ જળે એક ચંદ્રને જુએ છે તેમ મૂઢો બીજી બીજી સ્ત્રીઓને વિષે દુર્લભ ભોગસુખને જુએ છે. (૫૧). આ પ્રમાણે સાંભળતો રાજા એકાએક સંવેગના સારભૂત વચન બોલે છે કે હે સુંદરી! તેં સુંદર કહ્યું. મારા વડે હમણાં તત્ત્વ જણાયું. મોહથી આંધળા થયેલા મને તેં નિર્મળ વિવેક ચક્ષુ આપ્યા. નરકકૂપમાં પડતા મને તે જલદીથી ધારી રાખ્યો. હે સુતનું! તું કહે હમણાં તારું શું પ્રિય કરું? હું મંદભાગ્ય છું. તેણે કહ્યું. પરસ્ત્રીગમનથી વિરામ પામ. પછી સૂર્યને ઊગેલો જોઇને ચક્રવાક જેમ હર્ષ પામે તેમ રાજા પુલકિત અંગવાળો થયો. રાજા ધર્માનુરાગી બની પરદારાથી વિરત થયો. હે સુપુરુષ! સારું સારું તેં તત્ત્વને જાણ્યું અને સત્ત્વને સ્વીકાર્યું. પોતાના વંશને મલિન ન કર્યો. આ પ્રમાણે બુદ્ધિસુંદરીએ પ્રશંસા કરી. ફરી ફરી તેને ખમાવીને પૂજે છે, સત્કાર કરીને રજા આપે છે. પૂર્વની જેમ જ મંત્રી ઉપર રાજા કૃપાદૃષ્ટિવાળો થયો. આ પ્રમાણે જિનશાસન રૂપી શેષને મસ્તક ઉપર ધારણ કરતી બુદ્ધિસુંદરીએ પણ નિર્મળ અકરણનિયમનું પાલન કર્યું. ઋદ્ધિસુંદરીનું કથાનક હવે તામ્રલિપિ નગરીમાં ઉત્તમ ચિત્રાંગદ વણિકનો પુત્ર જેણે જિનધર્મને જાણ્યો છે એવો ધર્મ વાણિજ્ય માટે સાકેતપુરમાં આવ્યો અને તેણે ક્યારેક દુકાનમાં બેઠેલા રાજમાર્ગથી સખીઓની સાથે જતી રિદ્ધિસુંદરીને જોઈ અને તે વખતે તેણે વિચાર્યું અહો! આ અસાર સંસારમાં આ મૃગાક્ષી જાણે સારભૂત હોય તેમ લાગે છે. જો વિષયસુખના લેશવાળા આ સંસારમાં તૃષ્ણાના બંધવાળો જો ગૃહવાસ ઇચ્છાય છે તો આની સાથે ગૃહવાસ કરવો ઉચિત છે નહીંતર વિડંબના જ છે. પહેલવેતરી ગાયની દૃષ્ટિ જેમ જવાસામાં જાય તેમ આ પ્રમાણે વિચારતા અને ફરી ફરી વારવા છતાં પણ તેની દૃષ્ટિ ૧. પહેલ વેતરી ગાય-પ્રથમવાર વિયાયેલી ગાય. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ઉપદેશપદ : ભાગ-૨ તેની ઉપર જાય છે. એટલામાં ભાગ્યના વશથી કુતૂહલથી જોવામાં વ્યાકુળ છે મન જેનું એવી રિદ્ધિસુંદરીની દૃષ્ટિ એકાએક તેના ઉપર પડી. તેને જોવાની ઇચ્છાથી સખીને સંબોધીને કહ્યું: હે સખી! આ કોઈપણ નવો આવેલો વણિક દેખાય છે. તેના મનોગત ભાવ જાણીને એક સખીએ હસીને કહ્યું: હે સખી ! આ કોણ નવો તલનો વ્યાપારી દેખાય છે. બીજીએ કહ્યું: હે સખી! આ કોઈ નિપુણ ખેડૂત છે કે નહીં ખેડાયેલી નિર્જળ ભૂમિ ઉપર વિપુલ તલને ઉગાડે છે. બીજી પણ કહે છે–હે મુગ્ધા ! ખરેખર ! આ પશ્યનોહર ચોર છે જેણે સખીનું ચિત્તરૂપી ધન ચોરી લીધું છે, જે સર્વને પ્રત્યક્ષ છે. તેથી તે મુગ્ધા ! આ રાજા પાસે જલદીથી લઈ જવાય જેથી સ્વામિનીનું ચિત્તરૂપી સર્વ ધન પાછું આપે. બીજી કહે છે–હે. સખી! આ સ્વામિનીવડે અનુરાગથી સ્વયં જ ગ્રહણ કરાયો છે, અહો ! પોતાના જીવિતકાર્યમાં સ્વામિનીના શરણને ઇચ્છે છે. વિલખી થયેલી રિદ્ધિસુંદરી તેઓને કહે છે–હે સખીઓ! હવે જલદીથી ચાલો, અસંબદ્ધ પ્રલાપથી સર્યું. (૧૩) એ આરસામાં પોતાના નિમિત્તથી ધર્મ એકાએક છીંક ખાધી. અને છીંક પછી તરત ધર્મ જિનેશ્વરોને નમસ્કાર થાઓ નમસ્કાર થાઓ એમ બોલ્યો. તે વચન સાંભળીને અધિકતર ઉલ્લસિત થયેલી રિદ્ધિસુંદરીએ પણ કહ્યું: જિનેશ્વરનો આ ભક્તલોક ચિંરજીવો. સુમિત્રધનિક આ સર્વવૃત્તાંત સાંભળીને ભવ્યજીવની જેમ તદભિન્નને ધર્મનું સ્વરૂપ પૂછે છે. સુમિત્રશ્રેષ્ઠી પરિજનને લઈને તેની પાસે સ્વયં જ જઇને ચૈત્ય-ગુરુની પૂજામાં એક માત્ર રસવાળા ધર્મને શુભમુહૂર્ત પોતાની પુત્રી આપે છે. કુલ-રૂપ-વિભવ-કૌશલ્ય-કીર્તિથી યુક્ત પરંતુ જિનમતથી બાહ્ય એવા ઘણાં યુવાનોએ પૂર્વે રિદ્ધિસુંદરીની માંગણી કરી હતી છતાં સુમિત્ર પિતાએ ન આપી અને હમણાં માગણી ન કરવા છતાં જિનમતમાં રાગી ધર્મ રિદ્ધિસુંદરીને મેળવી. અથવા જિનમતમાં રહેલા જીવો માગ્યા વગર જ સુખને મેળવે છે. લગ્ન પ્રસંગ પૂર્ણ થયા પછી પૂર્ણ થયો છે મનોરથ જેનો એવો ધર્મ કરવા યોગ્ય કાર્યો આટોપીને પ્રિયાની સાથે તાપ્રલિપ્તિ નગરીમાં ગયો. તેઓનો હૈયાના સદ્ભાવપૂર્વકનો પ્રેમ એવો દૃઢ થયો કે આંખના પલકારા જેટલા કાળ માટે પણ વિયોગને સહન કરતા નથી. (૨૧) હવે કોઇક વખત પત્ની સાથે ધર્મ કિંમતી કરિયાણું ભરેલા વહાણ વડે ધન ઉપાર્જન કરવા માટે સિંહલદ્વીપ ગયો. ત્યાંથી ઘણું ધન કમાઈને પ્રમુદિત ચિત્તવાળો જલદીથી પાછો ફર્યો. સંસાર જેવા ભયંકર સ્વરૂપવાળા સમુદ્રની મધ્યમાં પહોંચ્યો ત્યારે ભવિતવ્યતાના વશથી ૧. પશ્યનોહર–સૌના દેખતા જ આંખ આંજીને ચોરી કરનાર માણસ અર્થાત્ સોની. ૨. તfબન્ને-તમ્ એટલે ધર્મ અને મન એટલે તાદાત્મય. અર્થાત્ ધર્મ નામના વણિકની સાથે તાદાભ્ય સંબંધથી ધર્મ જેમાં રહેલો છે એવો. નામ પ્રમાણે ગુણવાળો ધર્મવણિક. Page #284 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૭૭ અતર્કિત (ઓચિંતુ) ઘોર અંધકાર થયો, મોજા ઉછળ્યા, કાલિકવાત ઉછળ્યો. પ્રલયકાળના પવનથી જાણે ન હણાયો હોય એવા મહાભયંકર મહોદધિને જોઈને ખલાસીઓવડે ક્ષÍદ્ધથી લાંગરો નંખાયા. સઢને ઉતારી લેવામાં આવ્યો. વણિકદંપતી વડે દેવતાઓને વિનંતિ કરાઈ અને ત્યાં જ સાગારિક પચ્ચકખાણનો સ્વીકાર કર્યો. ચક્રથી પ્રેરાયેલ વહાણ જેટલામાં એક ક્ષણ ભમીને સ્ત્રીના હૈયામાં રહેલી છૂપીવાતની જેમ તત્સણ ફૂટ્યું. જીવિતની આશા મૂકીને પાણીમાં ડૂબાડૂબ છતા કોઈક રીતે સુંદરી અને ધર્મ બંનેએ એકેક પાટિયું મેળવ્યું. ચારપાંચ દિવસ પછી બંને પણ એક હીપાંતરમા હર્ષ અને વિષાદને વહન કરતા ક્યારેક ભેગા થયા. સમુદ્ર જેવા ઘોર અપાર સંસારમાં વિપત્તિઓ સુલભ છે, જ્યારે સુવિશુદ્ધ ધર્મ સંપત્તિ દુર્લભ છે. અસાર સંસારનું સ્વરૂપ જાણીને તથા જિનકથિત તત્ત્વોને જાણીને જીવોએ સંપત્તિમાં હર્ષ કરવો ઉચિત નથી અને આપત્તિમાં ખેદ કરવો ઉચિત નથી. ધીરે કે કાયરે અવશ્ય જ સુખ-દુઃખ સહન કરવું પડે છે. તો પછી ધીર બનીને સુખ-દુઃખને સહન કરવું સારું છે. જેઓ આપત્તિમાં પડેલા હોય તો પણ ધર્મકર્મમાં પ્રમાદ કરતા નથી તેઓ ધીર, સાહસિક, ઉત્તમસત્ત્વશાળી, મહાયશસ્વી પુરુષો છે. (૩૩) આ પ્રમાણે આપત્તિમાં પડેલા તેઓ પરસ્પર દેશના કરીને સત્ત્વને દઢ કરીને સારી રીતે શ્રાવક ધર્મને આરાધે છે અને તેઓએ વહાણ ભેદાઈ ગયું છે એવા સંકેતને જણાવતું ચિહ્ન ફરકાવ્યું. તે જોઇને નાવમાં બેઠેલા માણસો ત્યાં આવ્યા. અને તેઓએ ધર્મને કહ્યું: અમે અહીં લોચનવણિક વડે મોકલાયા છીએ. જો તમારે જંબુદ્વીપ આવવું હોય તો આ નાવમાં બેસી જાઓ. ત્યારે પ્રિયા સહિત ધર્મ તે નાવમાં બેઠો. પછી તેઓ લોચનવણિકનું વહાણ જ્યાં હતું ત્યાં લઈ ગયા અને લોચનવણિકે તેઓને ગૌરવપૂર્વક વહાણમાં બેસાડ્યાં. સંબંધિત કથાઓથી ખુશ થયેલાં બંને પણ ભારત સન્મુખ જાય છે. એટલામાં બે દિવસ રાત્રિ પછી પહોંચી શકાય તેટલો સમુદ્ર કિનારો દૂર છે ત્યારે(૩૮) લોચનવણિક હૃદયને હરનારી ધર્મની પત્નીને જુએ છે. કામાગ્નિની ક્રીડાથી કોળિયો કરાઈ છે કાયા જેની એવો લોચનવણિક વિચારે છે- અહોહો! ચિરકાળ પછી વિધિવડે પોતાના વિજ્ઞાનનો સકળ પ્રકર્ષ આ ઉત્તમ રમણીને નિર્માણ કરીને હમણાં પ્રગટ કરાયો છે. અથવા સતત આક્રમણની ક્રિયાથી અત્યંત થાકી ગયેલા કામદેવના જય અને વિજય માટે હાથની બરછી એવી આ બનાવાઈ છે એમ હું માનું છું. જો આ સ્વયં ઉત્કંઠિત મારા ગળામાં ન વળગે તો યૌવનથી શું? અથવા ધનથી શું? જીવિત અને રૂપથી શું? ખરેખર આ પોતાના પતિને છોડીને અન્ય પુરુષને ઇચ્છતી નથી. કોણ પરિપક્વ આમ્રફળને ૧. કાલિકવાત–પ્રચંડ અથવા પ્રતિકૂળ પવન. ૨. ચક્ર એટલે સમુદ્રમાં ઉત્પન્ન થતી ઘૂમરી અથવા વમળ. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ઉપદેશપદ : ભાગ-૨ છોડીને લિંબોડીને ખાય? આ પ્રમાણે દૂર્ભવ્યની જેમ ઘણાં કુવિકલ્પરૂપી સાઁથી પ્રસાયેલો છે આત્મા જેનો એવો પાપકર્મી લોચનવણિક ધર્મને હણવા તૈયાર થયો. મધ્યરાત્રિ થઈ. વ્યાક્ષિપ્ત પરિજન સૂઈ ગયો ત્યારે લોચનવણિકે પ્રમત્તચિત્તમાં રહેલા (ઊંઘતા) ધર્મને સમુદ્રમાં નાખી દીધો. જ્યારે પ્રભાત થયું ત્યારે પતિને નહીં જોતી રિદ્ધિસુંદરી કિંકર્તવ્ય વિમૂઢ થઈ કરુણ શબ્દથી રોવા લાગી. લોચનવણિકે આશ્વાસન આપતા કહ્યું: હું તારું દાસપણું પણ સ્વીકારીને તારા મનની શાંતિને કરીશ. તું કહે હમણાં અમારા જેવાઓ અહીં શું કરી શકે ? આ પ્રમાણે તેના વચનો સાંભળીને વિચક્ષણ રિદ્ધિસુંદરીએ મનની મુરાદને જાણીને સંવેગથી ભાવિત મનવાળી હૈયાથી પોતાના રૂપને નિંદે છે અને વિચારે છે–ખરેખર આણે જ આવું મહાપાપ કરેલું છે. કેમકે રાગ રૂપી ગ્રહથી પકડાયેલા જીવો કાર્યકાર્યને જાણતા નથી. મારે પણ રાત્રિએ સમુદ્રમાં ઝંપલાવી દેવું ઉચિત છે. કેમકે પતિ વિનાની કુળવધૂઓને મરણ એ જ શરણ છે. અથવા જિનમતમાં બાલમરણ ભાવપૂર્વક નિષેધ કરાયેલ છે. જીવતા જીવને કયારેક સદ્ધર્મ અને ચારિત્રની પ્રાપ્તિનો સંભવ થાય છે. તેથી જીવવું યુક્ત છે. પરંતુ હું જાણતી નથી કે કેવી રીતે શીલગુણવાળી રહીને આ આપત્તિને તથા સમુદ્રને પાર પામીશ? અથવા અહીં સામથી ઉપાય કરવો જોઈએ, કાળક્ષેપ કરવો અહીં ઉચિત છે. આશાવાદી પુરુષો સેંકડો પણ વર્ષો દુઃખોને સહન કરે છે. આ પ્રમાણે વિચારીને સુંદરીએ લોચનવણિકને કહ્યું હવે હમણાં મારી બીજી કઈ ગતિ હોય? સમુદ્ર પાર પામ્યા પછી ઉચિતને વિચારશું. જેને આશા બંધાઈ છે એવા મોહાંધ લોચનવણિકે તેની વાત સ્વીકારીને રોટલાના ટૂકડામાં આસક્ત થયેલા કૂતરાની જેમ તેની સાર સંભાળ રાખવા લાગ્યો. (૫૫) હવે અનાચાર ભર્યું વર્તન જોઇને ગુસ્સે થયેલી દેવતાએ પ્રચંડ વિનાશક પવન વિકુવને એકાએક વહાણને તોડી નાખ્યું અને તે ડૂબી ગયું. પુણ્યના યોગથી પ્રાપ્ત થયેલ સમ્યકત્વથી જેમ સંસારરૂપી ભયંકર સમુદ્રને તરી જાય તેમ સુખદાયક ફલકને મેળવીને સુંદરી સમુદ્રને તરી ગઈ અને પુણ્યના યોગથી તે પૂર્વે ભાંગેલા વહાણના પાટિયાથી કાંઠા ઉપર પહોંચી ગયેલા ધર્મને સ્થાનેશ્વર નામના સ્થાનમાં મળી. અને સંતોષરૂપી અમૃતરસથી સર્વશરીરે સિંચાયા. અને લોચનવણિકના ચરિત્રથી લક્ષિત પોતાપોતાની વિતક પૂછી અને સાંભળી. લોચનવણિકને પડેલી આપત્તિને સાંભળીને ધન અત્યંત વિષાદ પામ્યો. કારણ કે અપકાર કરનારાઓ ઉપર પણ સજજનો કરુણાવાળા હોય છે. સુંદરીએ કહ્યું- હે પ્રિય! તે મહાભાગ જિનેશ્વરો અને ગણોધરોને ધન્ય છે, જે ઓની નજીકમાં રહેલા જીવો અશુભભાવને છોડે છે. પણ આપણા સંનિધાનમાં તો શુદ્ધધર્મનો પ્રતિબોધ દૂર છે. અહો! જુઓ આપણાથી તેને અધિકતર જ અશુભ પરિણામ થયો. જેણે આપણને કાંઠે પહોંચાડવાની અતિનિસ્પૃહતાથી સહાય કરી છે તે પણ અહીં કેવા જીવિતના સંશયને તથા ધનહાનિને પામ્યો? (૬૭). Page #286 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૭૯ આ પ્રમાણે શોક કરતા તેઓને ગામના મુખીએ જોયા. તેઓના અપૂર્વરૂપને જોઈને આ પ્રમાણે વિચાર્યું કે પ્રિયા સહિત કામદેવની જેમ આ કોઇપણ ખરેખર ઉત્તમ પુરુષ છે. કોઈક વિધિના વિલાસથી અહીંયા એકલો આવ્યો છે તેથી દેવ જેવા સ્વરૂપવાળા આનું ઉચિત ગૌરવ તથા અભ્યત્યાન પોતાના વિભવ અનુસાર કરું. કાદવમાં ખૂંચેલા હાથીઓ મહા હાથીઓથી જેમ બહાર કઢાય છે તેમ આપત્તિમાં પડેલા સુજનો સુજનો વડે ઉદ્ધારાય છે. આ પ્રમાણે વિચારીને તેણે વણિકને આદરપૂર્વક બોલાવ્યો અને કૃપા કરી, ખેદ દૂર કરાવીને ઉત્તમ આવાસમાં આશ્રય આપ્યો. કાલોચિત પ્રવૃત્તિથી અનાકુલ મનવાળા ધર્મના શુભ પરિણામો વધે છે ત્યાં ધન્ય એવા ધર્મના દિવસો સુખથી પસાર થાય છે. (૬૯). પણ કંઠ પાસે આવી ગયેલા પ્રાણવાળો તે પણ લોચનવણિક પુરાણા (જુના) કાથી કષ્ટપૂર્વક બેશુદ્ધ અવસ્થામાં સમુદ્રના કાંઠે પહોંચ્યો. કોઈક રીતે ભાનમાં આવીને કાંઠાની નજીકના પલ્લિગામમાં રહ્યો અને ત્યાં ગીધની જેમ મત્સાહારમાં આસક્ત થયેલો મોહાંધ થયો. રસાંસના દોષથી થોડા દિવસોમાં તેનું શરીર કથળ્યું (બગડ્યું). આ પ્રમાણે દુષ્ટ કોઢ અને નિદ્રાના કારણે તેની સર્વ પ્રવૃત્તિ બંધ પડી અને કષ્ટપૂર્વક જીવે છે. વળી બીજું, ચાલી ગયું છે બુદ્ધિરૂપી નેત્ર જેનું એવો મનુષ્ય પ્રિયસુખો ભોગવવા ઈચ્છતો હોવા છતાં લોચનવણિકની જેમ દુઃખનું ભાજન બને છે. ક્યારેક ભમતો દુઃખોથી પીડાતો લોચનવણિક સ્થાણેશ્વર આવ્યો ત્યારે પાણી ભરવા નીકળેલી ધર્મની ભાર્યાએ (રિદ્ધિસુંદરીએ) જોયો. તેણે પણ સંવેગવાળા ઘણા કરુણારસના વશથી લોચનવણિકની પરિસ્થિતિ પતિને જણાવી. કરુણાના ભરથી તે પણ પોતાને ઘરે લઈ આવ્યો અને પૂછ્યું: માર્ગના સંગમ સ્થાને રહેલા સાલ વૃક્ષની જેમ ઘણાં લોકોને સુખકારી, સુંદર આચરણવાળા એવા તારી આ અતિદારુણ અવસ્થા કેવી રીતે વૃદ્ધિ પામી? અથવા ભુવનમાં મહાપુરુષોને જ આપદા આવે છે પરંતુ અધમોને નહીં. રાહુનું ગ્રહણ ચંદ્ર અને સૂર્યને થાય છે પણ તારાઓને નહીં. તેથી તું ધીર મનવાળો થા. સ્વપ્નમાં પણ લેશ પણ વિષાદને કરીશ નહીં. ઘણાં પણ ધનના વ્યયથી મિત્રને નિરોગી કરીશ. આ પ્રમાણે મધુરવાણીથી બોધ આપીને સમ્યગૂ ઔષધોથી ઉપચાર કર્યો અને સુમિત્રની સામગ્રીના સુકૃત્યોથી લોચનવણિક નિરોગી થયો. તેઓના અસાધારણ સૌજન્યને જોઇને અત્યંત લજ્જાથી મીંચાઈ ગઈ છે આંખો જેની એવો લોચનવણિક સતત નિરાનંદ ચિંતવન કરે છે– સજ્જન અને ચંદનનો સંગ સર્વાગથી સુંદર અને કલ્યાણકારી છે, કેમકે પોતે બળે છતાં પણ તેનો ગંધ ભુવનને સુખદાયક છે. સેંકડો અપકારોને પણ ભૂલી જાય છે, પણ નાનકડા ઉપકારને કદી ભૂલતા નથી. સજ્જનો શૂન્યહૃદયવાળા હોય કે સહૃદયવાળા હોય તે પારખી ૧. શૂન્યહૃદયવાળા-બીજાએ સેંકડો અપકાર કર્યા હોય ત્યારે સજજનો શૂન્ય હૃદયવાળા થઈને સહન કરી લે છે પણ હૈયામાં ક્રોધાદિ કષાયનો આવેશ થવા દેતા નથી. ૨. સદ્ધયવાળા–બીજાએ નાનકડો ઉપકાર કર્યો હોય તો ભવ પર્યત ભૂલતા નથી, પણ બદલો વાળી આપવા તત્પર રહે છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ઉપદેશપદ : ભાગ-૨ શકાતા નથી. મેં પાપીએ આવા સજ્જનો ઉપર નિવૃણ વર્તન આચર્યું. જ્યારે પાપી પણ મારા ઉપર તેઓનો કેવો હૈયાનો અપૂર્વ સ્નેહ થયો? ત્યારે જ સમુદ્રના જળમાં હું મરી ગયો હોત તો સારું થાત, કેમકે હું પાપી જીવતો આઓની દૃષ્ટિમાં ન પડત. આ પ્રમાણે વિચારતા લોચનવણિકને પુણ્યશાળી ધર્મે કહ્યું: હે મિત્ર! તું આ પ્રમાણે ચિંતાથી પ્લાન મુખવાળો થઇને કેમ રહે છે? શું તને ધનની હાનિથી ઉત્પન્ન થયેલું દુઃખ છે. અહીં જે પરમાર્થ હોય તે જણાવ. જીવતાને ફરીથી પણ વિભવ અને સ્વજન મળશે. મિત્ર એવા મારા વડે ધારણ કરાય છતે તારો વ્યાધિ પણ લાંબો સમય નહીં રહે. ઉનાળાના તાપથી સુકાઈ ગયેલી નદી અને સરોવરની શોભા ફરી પ્રાપ્ત થાય છે. ક્ષીણ થયેલો પણ ચંદ્ર થોડા દિવસોમાં ફરી પૂર્ણતાને પામે છે. પાનખરમાં પાંદડાઓને ખેરવીને વૃક્ષો ફરી પણ જલદીથી નવપલ્લવ થાય છે. ધીરપુરુષોને ધન, સમૃદ્ધિ ચાલી ગઈ હોય તો પણ ફરી મળવી દુર્લભ નથી. અને બીજુ જીવોને સર્વ જ સુખ-દુઃખો પૂર્વોપાર્જિત સુકૃત અને દુષ્કૃતના વિપાકોથી થાય છે. તેથી પોતાએ કરેલા કર્મોના ભોગવટામાં ખેદ શાનો? તત્ત્વ સમજેલા જીવને અવશ્ય સુકૃતોપાર્જન કરવું ઉચિત છે, જેથી ભવાંતરમાં દુસહ દુઃખોની પ્રાપ્તિ ન થાય. (૯૧). તેના ઉપદેશને સાંભળીને લોચનવણિક પણ નિઃસાસો મૂકીને કહે છે–પોતાના દુશ્ચરિત્રને છોડીને મારે બીજું કોઈ દુઃખનું કારણ નથી, પણ જ્યારે મેં તમને ઊંડા સમુદ્રમાં ફેંકી દીધા હતા તે મારું તીક્ષ્ણ પાપ ઊંડે પેશી ગયેલ શલ્યની જેમ મારા હૃદયને અત્યંત પીડે છે. કૂરચરિત્રી એવા મારા વડે જે આ મહાસતી અભિલાષ કરાઈ તે ડંખ મારતું પાપ જાણે મારા હૃદયમાં રહેલા આનંદ(ઉત્સાહ)ને સતત બાળે છે. આ પાપનું ફળ મેં. આ જન્મમાં અહીં જ જલદીથી મેળવ્યું અને આ (લોચનવણિક) અતિપાપી છે એમ સમજીને યમરાજ પણ ન લઈ ગયો. અથવા બકરીની લીંડીની જેમ ધીમે ધીમે લાંબા સમય સુધી ભલે સળગ્યા કરે એ હેતુથી મને પાપીને પણ વિધિએ ધારણ કરી રાખ્યો છે. હે મૈત્ર (સૂર્ય)! તું જેટલા અંશે મારા શરીરમાં ત્વરાથી સંચરે છે તેટલા અંશે મને અધિક તાપ જ્વાળામાં નાખે છે. આ પ્રમાણે વિવિધ પ્રલાપ કરતો લોચનવણિક રિદ્ધિસુંદરી વડે સંબોધાયો. અરે! તને ધન્ય છે જે આ રીતે આચરેલા પાપનો પશ્ચાત્તાપ કરે છે. કેમકે પાપીઓ પાપને કરીને પણ પરમ આનંદને પામે છે. જ્યારે ધીર પુરુષો પાપ કરતા જ નથી, ૧. ધર્મના પક્ષમાં–હે મૈત્રક (ધર્મ)! તું જેટલા અંશે મારા હૃદયમાં (મનમાં) ત્વરાથી સંચરે છે તેટલા અંશે મને અધિક પશ્ચાત્તાપરૂપી અગ્નિમાં નાખે છે. ૨. RT=શરીર, કાયસ્થ અર્થાત્ મન, હૃદય. Page #288 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૮૧ કદાચ કરે તો પણ પશ્ચાત્તાપના દુઃખને પામે છે. અથવા અહીં તારો શું દોષ છે? ખરેખર આ સર્વ અજ્ઞાનનો વિલાસ છે. આંધળો કૂવામાં પડે તો કયો ડાહ્યો તેને ઠપકો આપે? તેથી અજ્ઞાનને છોડ, શુદ્ધ પ્રજ્ઞાવાળાના માર્ગને અનુસર, આત્મહિતમાં બુદ્ધિને જોડ, હંમેશા મનમાં વિશુદ્ધિને ધારણ કર, પાંચેય ઇન્દ્રિયો રૂપી ચોરોથી લૂંટાતા સુકૃતરૂપી ધનનું રક્ષણ કર. કુયોનિમાં ગયેલો દારિયના દુ:ખથી લેપાઈ ન જા. દેખતા છતાં પણ ઝાંઝવાના જળમાં મોહિત થયેલા હરણિયાઓની જેમ મોહવડે અલીમસુખની આશામાં નચાવાયેલા જીવો યમરાજના મુખમાં પડે છે. આ જન્મમાં વિષનું ભોજન કરવું સારું છે, ભડભડ બળતા અગ્નિમાં પ્રવેશ કરવો સારો છે, પણ ઇન્દ્રિયોને વશ થયેલા જીવોએ જ્યાં ત્યાં મન ન દોડવવું જોઈએ. હાથી-માછલું-સાપ-પતંગીયું અને હરણ વગેરે મૂઢ જીવોના સમૂહો ઇદ્રિયના વશથી વધ-બંધ-મરણ વગેરેના દુઃખો મેળવે છે. જુઓ, મનુષ્યો પણ ઇન્દ્રિયોના વિષયોના વિસ્તારને શોધતા હંમેશા દુઃખી છે અને રાજાદિની પ્રાર્થનાદિથી ખરેખર ક્લેશને પામે છે. મૂઢ જીવો વિષયને માટે જાતજાતના પાપો કરે છે અને મનોરથ પૂર્ણ નહીં થયે છતે મહાપાપી નરકમાં પડે છે. અને જે જીવો વિષયથી પરાશમુખ મનવાળા થઇને સર્વજ્ઞશાસનમાં લીન થયેલા છે તેઓને દેવ-મનુષ્ય અને મોક્ષના સુખો હાથરૂપી પલ્લવમાં રહેલા છે. એ પ્રમાણે હિતોપદેશ સાંભળતા સમ્યક પ્રતિબોધ પામેલો લોચનવણિક કહે છે–હે સુંદરી! સારું સારું પુણ્યશાળી એવી તારા વડે માર્ગ સારી રીતે બતાવાયો. હે સુંદરી! તું મારી ગુરુ છે, તેથી હવે પછી મારે શું કરવું તે કહે. તેણે કહ્યુંઃ જાવજીવ સુધી પરસ્ત્રીગમનનો ત્યાગ કર. તારો આદેશ માથે ચડાવું છું એમ કહી અણુવ્રતોનો સ્વીકાર કર્યો. રિદ્ધિસુંદરી વડે પ્રશંસા કરાયેલો, હર્ષને પામેલો, નિરોગી શરીરવાળો ખમાવીને પોતાના નગરમાં ગયો. પ્રિયાસહિત ધર્મ પણ સુખે સુખે ઈચ્છિત ધનને કમાવીને તામ્રલિખિ પહોંચીને પોતાના કુળાચારનું પાલન કર્યું. આ પ્રમાણે ગુરુજનનું બહુમાન અને પૂજા જેને પ્રાપ્ત થયા છે, અર્થાત્ ગુરુજનના બહુમાન અને પૂજાનું ફળ જેને મળ્યું છે એવી રિદ્ધિસુંદરીએ અકરણનિયમનું શુદ્ધભાવથી પાલન કર્યું. ગુણસુંદરીનું કથાનક વિકાસ પામતું છે સારભૂત સૌંદર્ય જેનું એવી ગુણસુંદરી પણ સુરસુંદરીદવી)ની જેમ લોકના સૌંદર્યને ઝાંખું પાડનાર એવા ઉત્તમ તારુણ્યને પામી. યૌવનના ઉત્કર્ષ અને રૂપથી ઉન્મત્ત બનેલા વેદશર્મા બ્રાહ્મણના પુત્ર વેદચિ બટુકવડે સખીઓની સહિત ગુણસુંદરી ક્યારેક જોવાઈ, તેણે વિચાર્યું. અહો! આજે હું ધન્ય બન્યો કે સુરવધૂની જેમ અનિમેષ આંખવાળી, કમળના નાળ જેવી હાથવાળી, લક્ષ્મી જેવી આર્ય કન્યા જોવાઈ. અને બીજું Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ઉપદેશપદ : ભાગ-૨ પ્રજાપતિએ લીલાવતીના હાથની સુંદરતા એવી બનાવી જેથી કમળ કાદવમાં ચાલ્યું ગયું, આંખો એવી બનાવી જેથી કુવલય (નીલકમળ) સરોવરમાં જઈ વિકાસ પામ્યું. અધર (હોઠ) એવા બનાવ્યા જેથી લાલ ટીંડોરું વાડમાં જઈ ભરાઈ ગયું, મુખ એવું બનાવ્યું જેથી ચંદ્ર આકાશમાં છુપાઈ ગયો. આમ બ્રહ્માએ લીલાવતીના એકેક મનોહર અંગ રચીને પોતાની ખ્યાતિ પ્રસિદ્ધ કરી. દેશની ગૌરવવંતી સ્ત્રી સમાન આ મૃગાક્ષી મારા ઘરે ન હોય તો હું માનું છું કે મારો જન્મ અને જીવિત કાસ ઘાસના ફૂલની જેમ સુનિરર્થક છે. આ પ્રમાણે તેની અભૂતતાને વિચારતો કામરૂપી અગ્નિથી તપેલો રહે છે તેટલામાં તે મુગ્ધા તેના નયનના ગોચરથી અન્યત્ર થઈ, અર્થાત્ અદશ્ય થઈ. | વેદસચિની લાગણી (અભિપ્રાય)ને જાણીને મિત્રો તેને માત્ર ખોળિયાથી(=શરીરથી) ઘરે લઈ ગયા પરંતુ તેનો મનરૂપી ભમરો તેણીના મુખરૂપી કમળ ઉપર ચોંટ્યો હતો. કામના વશથી ભોજન-સ્નાન આદિ આવશ્યક ક્રિયાનો ત્યાગ કર્યો. વેદશર્માએ કોઇપણ રીતે મિત્રો પાસેથી તેની પરિસ્થિતિ જાણી. પુત્રના સ્નેહના અતિશયથી વેદશર્માએ સ્વયં જ પુરોહિતની પાસે પોતાના પુત્ર માટે કન્યાની માગણી કરી. પુરોહિતે વેદશર્માનો ઘણા પ્રકારે સત્કાર કર્યો. શ્રાવસ્તી નગરીના પુરોહિતપુત્રને ગુણસુંદરી અપાઈ ગઈ હોવાથી તેને ન આપી. ખરેખર ઉત્તમપુરુષોનું વચન ક્યારેય ફરતું નથી. રાગરૂપી ગ્રહથી પીડાયેલો, શરમિંદો, વિષમદુઃખમાં પડેલો વેદચિ કામરાગથી મુક્ત ન થયો. એ વાત સત્ય છે કે અધમ કામી જે જે અતિદુર્લભ અને પરાધીન છે તેમાં પ્રવૃત્તિ કરે છે તથા તેમાં અનુરાગ કરે છે, પરંતુ જે જે સ્વાધીન છે તેમાં આદર કરતો નથી. કામ-ક્રોધરૂપી અગ્નિથી સળગતો ગુણસુંદરી વિષે આસક્ત થયું છે ચિત્ત જેનું એવો વેદરૂચિ મંત્રો શીખે છે, સેંકડો માનતાઓ માને છે, પરંતુ ઉપર ભૂમિમાં વાવેલા બીજની જેમ સર્વ ઉપાયો તેને ફળદાયક થતા નથી. પુણ્યહીન જીવોને આરંભો કયાંથી ફળ આપે? કયારેક પુણ્યાધિક એવો પુણ્યશર્મા શ્રાવસ્તી નગરીથી આવીને શુભ મુહૂર્ત વિધિપૂર્વક તે બાળાને પરણ્યો. પુરોહિત પુત્ર પુણ્યશર્મા તે મૃગાક્ષીને લઈને પોતાના નગરમાં પાછો ફર્યો ત્યારે વેદરૂચિ વિષાદથી પીડિત જુગારીની જેમ ક્ષોભિત થયો. ચલાયમાન થયું છે કુળનું અભિમાન જેનું, મંદ થયું છે દેવ અને બ્રાહ્મણ ઉપરનું બહુમાન જેનું એવો વેદરૂચિ આર્તધ્યાનમાં ડૂબેલો રહે છે ત્યારે જાણે મદ્યપાન ન કર્યું હોય ! જાણે ધતૂરાનું પાન ન કર્યું હોય ! જાણે વિષ ન વ્યાપ્યું હોય તેવો ગાંડા જેવો થયો. પછી તે વરાકડો કાર્યાકાર્યની મતિથી વિમુખ થયો. (૧૮) Page #290 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૮૩ અ દિવસે તેણે વિચાર્યું કે ગુણસુંદરી વિનાના જીવનથી શું? સર્વનો ત્યાગ કરીને સાત નગરીમાંથી નીકળીને તેના લાભના ઉપાયને શોધવામાં સતૃષ્ણ શ્રાવસ્તી નગરી તરફ ચાલ્યો અને વિશાળ પર્વતોની મધ્યમાં આવેલી ભિલ્લોની પલ્લિમાં પહોંચ્યો. અત્યંત વિનયપૂર્વક તેના અધિપતિની સેવા કરવા લાગ્યો. ક્રમથી તે શબરપતિના વિશ્વાસપાત્ર સ્થાનને પામ્યો. હવે કયારેક વિશ્વસ્ત શબરપતિ શ્રાવસ્તી નગરીમાં પુરોહિતના ઘરે ધાડ પાડવાના ઇરાદાવાળા બટુકવડે પ્રાર્થના કરાયો. સેનાપતિએ પણ તેની વાતનો સ્વીકાર કર્યો. તકને જોનારા ચરપુરુષો વડે તે સ્થાન લક્ષિત કરાયું પછી જલદીથી પુણ્યમાંના ઘરે ધાડ પાડી. અસ્વાપિની વિદ્યાથી સર્વપરિજન સૂઈ ગયા પછી એકાએક શબર સૈન્ય તેની સર્વ ઘરવખરી લૂંટી લીધી. હરખ પદુડા બટુકે પણ વિલાપ કરતી ગુણસુંદરીને પકડી અને મધુરવાણીથી આશ્વાસન આપતો પલ્લિમાં લઈ ગયો. ભોજન, વસ્ત્ર, આભૂષણો વગેરે પુષ્કળ પ્રમાણમાં લાવી આપીને તથા મધુર વાર્તાલાપથી કેટલાક દિવસો સુધી ખુશ રાખી. (૨૬) કોઈ દિવસે બટુકે ગુણસુંદરીને કહ્યું: હે સુતનુ વિવિધ પ્રકારના ગુણોના કણોથી ત્યારે તે મારું હૃદય રૂપી ધન ચોરી લીધું છે તે પાછું આપ. કારણ કે દયરૂપી ધન વિના મરેલાની જેમ શુનમૂન થઈને જીવું છું. તેથી તે ધર્મિણી! તું દયા કર. તું ઘણી નિષ્ફર થઈને કેમ રહે છે? વળી બીજું-જો કે તું વિધિવડે દૂર કરાઈ છે તો પણ તું મારા હૃદયમાં વસે છે, મને સ્વપ્નમાં દેખાય છે, મારી સામે દિશાના મુખોમાં ચક્રાકારે ઘૂમે છે, મારી જીભના અગ્રભાગ ઉપર સ્પષ્ટ રમે છે. આ પ્રમાણે વેદરૂચિ બોલે છતે ગુણસુંદરીએ સવિતર્ક જ કહ્યું: હે સુંદર! તારા આ કહેલા વચનના પરમાર્થને હું જાણતી નથી. મેં ક્યારે તારું હૃદયરૂપી ધન ચોર્યું છે? તું કોણ છે? તેઓમાં હું પૂર્વે ક્યાં હતી? આ પ્રમાણે ગુણસુંદરી વડે પ્રશ્નો પૂછાયેલા બટુકે પોતાનો સંપૂર્ણ વૃત્તાંત જણાવ્યો. તે વૃત્તાંતને સાંભળીને સુસંવિગ્ન થયેલી ગુણસુંદરી વિચારે છે કે આ મૂઢને મારા ઉપર મોટો અનુરાગ દેખાય છે. અનાર્યો મ્લેચ્છોની વચ્ચે હું એકલી અશરણ છું. હું જાણતી નથી કે આ રાગાંધથી કેવી રીતે છુટીશ? અથવા મેરુનું શિખર ચલાયમાન થાય એ સંભવે, સૂર્ય પણ પશ્ચિમ દિશામાં ઊગે એ સંભવે, પરંતુ જીવતી એવી હું પોતાના કુળ અને શીલને ક્યારેય પણ મલિન નહીં કરું. આ વરાકડો એકાંતે નિર્ગુણ નથી, નીતિ કુશળતાને વરેલો છે. કેમકે બળાત્કારે પણ મારા શીલનું ખંડન કરતો નથી. તેથી આને પ્રતિબોધ કરવો ૧. ગિરિદુર્ગ એટલે કિલ્લો કે કોટ અને તે છ પ્રકારના છે. (૧) ધનુદુર્ગ એટલે જેની ચારેતરફ પાણી વિનાનો પ્રદેશ હોય તે. (૨) મહીદુર્ગ એટલે જેની ચારે તરફ ઊંચી નીચી જમીન હોય છે. (૩) જલદુર્ગ–જેની ચારે તરફ પાણી હોય તેવો કિલ્લો. (૪) વૃક્ષદુર્ગ–જેની ચારે તરફ વૃક્ષનું ઘાટું વન હોય તેવો દુર્ગ. (૫) નવદુર્ગ–જેની ચારે તરફ સેના હોય તેવો દુર્ગ. (૬) ગિરિદુર્ગ એટલે પર્વતો ઉપરનો દુર્ગ અથવા જેની ચારે તરફ પહાડ હોય તેવો દુર્ગ. Page #291 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૮૪ પણ પોતાનું શિયળ ન ભાંગવું. આમ કરવાથી પ્રવત્તિનીનો આદેશ પાલન કરાયેલો થશે. નિશ્ચયથી આવા કાર્યમાં માયા પણ કરવી જોઇએ. કેમકે નીતિશાસ્ત્રોમાં પાપીજનોની આગળ શઠતા કરવાનો ઉપદેશ આપ્યો છે. (૩૭) આ પ્રમાણે વિચારીને ગુણસુંદરીએ બટુકને કહ્યું: જો એ પ્રમાણે તું ઉત્સુક છે તો તો પછી તેં મને ત્યારે જ કેમ ન જણાવ્યું? ત્યારે તું સુભગ નજીકમાં હતો તો મારે આટલું દૂર જવાની શી જરૂર હતી? ફલિત આંબાના વૃક્ષને મેળવીને કોણ દૂર રહેલી આંબલીની ઇચ્છા કરે? કુમાર અને કુમારીના યોગમાં બંને નિર્મળ કુળને લાંછન ન લાગત અને લોકવિરુદ્ધ કાર્યપણ ન થાત અને સર્વ જ સુંદર થાત. પરંતુ હમણાં આપણા સંયોગથી આ લોકમાં નિંદા, કુળનું માલિન્ય થાય, દુર્ગતિની પ્રાપ્તિ અને પરલોકમાં ઘણીવાર દારુણ દુઃખોની પ્રાપ્તિ થાય. તેથી હે મહાસત્ત્વ! હમણાં કાલોચિત કાર્યની સમ્યક્ વિચારણા કર. કેમકે વિચારણાનું ફળ(સાર) પરિણામે સુંદર હોય છે. કારણ કે ખરેખર વિદ્વાનવડે નીતિથી જે કાર્ય સિદ્ધ કરી શકાયું નથી તે કાર્યમાં અન્યરીતથી (અનીતિથી) કોણ સફળ થાય? અફડાવાયેલ ગોળો ઉછળતો અધિકતર ઉછાળા (પછડાટ)ને પામે છે એટલે કે વિષયોમાં અફડાવાતો જીવ અધિકતર દુઃખોને પામે છે. આ પ્રકારના વચન રૂપી રત્નોથી રંજિત થયું છે ચિત્ત જેનું એવા બટુકે વિચાર્યું કે ખરેખર આ ગુણસુંદરી વિજ્ઞાન અને વિબુદ્ધિમાં નિપુણ છે. અને અતિવાત્સલ્યથી મને સર્વ સ્નેહના સારનો ઉપદેશ આપે છે અને કાર્યનો યથાર્થ ઉપાય મારા વડે ન જણાયો પરંતુ આના નિમિત્તે મેં આટલો પરિશ્રમ કર્યો તેથી ભુખ્યાને પ્રાપ્ત થયેલા ભોજનની જેમ હાથમાં આવેલી આને કેવી રીતે છોડું? આ પ્રમાણે વિચારીને તેણે તેને કહ્યુંઃ હે સુંદરી! તું સર્વ પણ યથાર્થ કહે છે પરંતુ તારા વિયોગમાં એક ક્ષણ પણ હું પ્રાણ ધારી શકતો નથી. અને હે સુંદરી! ખરેખર આટલો કાળ પણ હું તારા વિયોગમાં જીવ્યો છું તેનું કારણ સંગમની આશા રૂપી દિવ્ય ઔષધીનો પ્રયોગ છે. આ લોકમાં ભલે કુળો મિલન થાય, પરલોકમાં ભલે દુરંત દુઃખોની પ્રાપ્તિ થાય. પરંતુ હે સુંદરી! તારા વિરહરૂપી અગ્નિથી તપેલ શરીરને બુઝાવ. તેના નિશ્ચયને જાણીને ગુણસુંદરીએ કહ્યું: જો એમ છે તો હે સુંદર! મારાવડે પણ તારુ હિત જ કરાવું જોઇએ. જો મારા સંયોગથી હે સુભગ! તને ઉત્તમસુખની પ્રાપ્તિ થતી હોય તો આ પલ્લિ પણ મને સ્પષ્ટ સ્વર્ગ જેવી લાગે છે. પરંતુ મારાવડે દુર્લભ મહામંત્ર સિદ્ધ કરવા અનુષ્ઠાન પ્રારંભાયું છે અને તેની સિદ્ધિ માટે મેં ચારમાસ માટે બ્રહ્મચર્ય સ્વીકાર્યું છે અને તેનો અર્ધોભાગ એટલે બે માસ પૂર્ણ થાય છે અને બે માસ બાકી છે તમે ઘણું સહન કર્યું છે તેથી હવે થોડું વધારે પણ સહન કરો. તેનો વિધિ આ પ્રમાણે છે કે સર્વ પણ પુરુષને નિશ્ચયથી ભાઇ અને પિતા સમાન જાણવા. વળી કોઇપણ જાતના ભોગાંશનો વિચાર ન કરવો. તેણે કહ્યું: હે સુંદરી! તે મંત્રથી શું સિદ્ધ થાય છે? Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ ઉપદેશપદ : ભાગ-૨ ગુણસુંદરીએ કહ્યું: મહામંત્રની સિદ્ધિથી વૈભવ, પુત્રોત્પત્તિ અને અવૈધવ્ય પ્રાપ્ત થાય છે. આ મારું એકાંતે હિત જ છે એમ ખુશ થતા તેણે તેની વાત માની. ગુણસુંદરી પણ બંને પ્રકારના પણ દુઃખથી છુટકારને ઇચ્છતી ત્યાં રહી. પછી તેને વિશ્વાસ ઉપજે એ હેતુથી સર્વાદરથી ગૃહકાર્યને કરતી રહે છે અને માયાથી શયન, ભોજન, સભા વગે૨ે કાર્યોમાં પ્રીતિ બતાવે છે. ભાત-ભાતના શાક-પકવાન્ન સુંદર બનાવે છે અને પ્રાયઃ પિંડ ગોરસાદિ પ્રચુર પ્રમાણમાં વિપ્રજન અને પતિને પીરસે છે. અને બીજું પણ-(૫૯) તે તેની ઉત્તમ ભોજનોથી કાળજી રાખે છે પણ રાગની દૃષ્ટિથી નહીં. સતત સ્વચ્છ મનથી સેવા કરે છે પણ જડતાથી નહીં. કૃત્રિમ સ્નેહ બતાવીને તેણે તેને એવો વિશ્વાસ પમાડ્યો કે હું (બટુક) જ આના (ગુણસુંદરીના) હૈયામાં વસું છું એમ બટુક માનતો થયો. આયંબિલ અને ઉણોદરી પૂર્વકના ભોજનોથી પોતાના આત્માને શોષવી નાખ્યો. સ્નાન ઉર્તન તથા શરીરના પરિકર્મનો ત્યાગ કર્યો. નિયમ લગભગ પૂર્ણ થવા આવ્યો ત્યારે અન્ય સમયે રાત્રિના છેલ્લા પહોરમાં એકાએક આક્રંદન કરવા લાગી. બટુકે પૂછ્યું: હે સુંદરી! તારા શરીરમાં કઇ પીડા થાય છે? તેણે પણ દુઃખ સહિત જ કહ્યું: મને અવર્ણનીય શૂળ ઊપડયું છે. તેને જોઇને વેદરુચિ ખેદ પામ્યો અને શૂળને શાંત કરવાના ઉપાયો કરે છે. મણિ-મંત્ર-ઔષધિના સેંકડો ઉત્તમ ઉપાયો યથાજ્ઞાન કરાવ્યા, અર્થાત્ જેની પાસે જે ઉપાયનું જ્ઞાન હતું તે મુજબ તેની પાસે ઉપચાર કરાવ્યા. સવારે કંઇક ઉપશાંત થઇ છે વેદના એવી ગુણસુંદરી પણ આક્રંદ કરતી અથરપથર (જેમતેમ) ઘરના કાર્યો કરે છે અને કહે છે–હે સુભગ! હું તારા ઘરવાસ માટે અયોગ્ય છું, અહો! હું નિર્ભાગ્ય છું, જેને આવું દારુણ દુ:ખ ઉપસ્થિત થયું છે. મસ્તકમાં તીવ્ર વેદના ઊપડી છે. અગ્નિથી સિંચાયેલાની જેમ શરીર બળે છે, આંતરડા છેદાય છે, સર્વ અંગના સાંધાઓ તૂટે છે. આ પ્રમાણે દુઃખરૂપી દાવાનળથી સળગેલી હું માનું છું કે લાંબા સમય સુધી પોતાના પ્રાણોને ધારણ નહીં કરી શકું. મારાવડે તમારી મહાશા પૂરાઇ નથી તે દુઃખ મને પણ અધિક તપાવે છે. મારા પાપિણીના કાજે તમે પોતાના આત્માને ઘણાં સમય સુધી ખેદ પમાડ્યો અને મૃગજળની પાછળ દોડતા હરણોની જેમ તમે કોઇ ફળને પ્રાપ્ત ન કર્યું. અને બીજું– પૂર્વે બીજાને પીડા ઉપજાવીને પોતે જે સુખ ભોગવ્યું હતું તેના અતિદારુણ વિપાકને ભોગવું છું એમ માનું છું. બીજાને આપીને પછી હરણ કર્યું હશે. ચંદ્રના કલંકની જેમ કોઇકને કલંક લગાડ્યું હશે. પૂર્વે વ્રત લઇને ભાંગ્યું હશે અથવા કોઇના પણ પતિનું અપહરણ કર્યું હશે. તે દુષ્કૃતથી તપેલી એવી તમારી આંખ સામે બછું છું. જલદીથી મને કાષ્ટો લાવી આપો, બીજી કોઇ રીતે મારો દાહ શાંત નહીં થાય. આ પ્રમાણે વિવિધ વિલાપ કરતી, આહાર કર્યા વિનાની અને પોતાની નિંદામાં તત્પર જોઇને પશ્ચાત્તાપને Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ઉપદેશપદ : ભાગ-૨ પામેલો બટુક નિર્વેદ સહિત બોલે છે કે હે સુંદરી! પ્રાણી પણ પાથરીને હું તારું નિશ્ચયથી પ્રિય કરીશ. વિધિના વશથી તને આવા પ્રકારનું દુઃખ પ્રાપ્ત થયું છે. જો તું કહેતી હો તો હું તને શ્રાવસ્તી નગરીમાં લઈ જાઉં. કેમકે ત્યાં વિદ્યા-આદિના ઉપયોગથી તને આરોગ્યની પ્રાપ્તિ થવાનો સંભવ છે. ગુણસુંદરીએ કહ્યું: હે સુંદર! દુર્જનો ત્યાં કેવું કેવું બોલશે તે આપણે જાણતા નથી. અતિશય ઈર્ષાળુ પતિ ત્યાં વસે છે તે મારો વિશ્વાસ કેવી રીતે કરશે? એક તો આ દુઃખથી હું પીડાઉ છું અને બીજું દુર્જનના ઉલ્લાપોનું દુઃખ વધશે. ક્ષત ઉપર ક્ષારના ક્ષેપની જેમ કયો સમર્થ અને સહન કરવા સમર્થ થાય? તેથી સારી રીતે વિચારણા કરો અથવા આ પ્રમાણે બીજા વિચારોથી શું? આવી દુઃખની પીડાથી તો હમણાં મરણ જ શરણ છે. વેદરૂચિએ પણ કહ્યુ તારું આ પણ દુઃખ જોવા સમર્થ નથી તો પછી તે મુગ્ધા! ઉદગ્ર અગ્નિની જ્વાળામાં કોળિયા બનવા સ્વરૂપ મરવાનું દુ:ખ કેવી રીતે જોઈ શકું? તેથી તું શંકા વિના પોતાના ઘરે જા, હું તારું સાક્ષીપણું કરીશ. કારણ કે જીવતો જીવ ઘણા કલ્યાણો પામે છે. આ પ્રમાણે ઘણાં પ્રકારે બોલતો બ્રાહ્મણ ગુણસુંદરી વડે કહેવાય કે હે સુજન! જો તમને કોઈ દુઃખ ન થતું હોય તો તે પ્રમાણે કરો. વધારે શું કહેવું? વાહનમાં બેસાડીને શ્રાવતી નગરી બહાર લઈ જઈને તેણે કહ્યું. અહીં વસતા લોકને કેવી રીતે મારું મોટું બતાવું? જો તું હવે અહીંથી પોતાને ઘરે એકલી જવા સમર્થ હો તો હું અહીંથી જ પાછો ફરું. સુંદરીએ વિચાર્યું અહોહો! આને પ્રતિબોધ પમાડ્યા વિના કેવી રીતે રજા આપું? પછી તેને કહ્યું: હમણાં આડી અવળી વાતોથી સર્યું. તું મારો સ્નેહાળ ભાઈ છે તેથી લજ્જાને છોડીને ઘરે જઈએ. પોતાની બહેનને પાછી લાવવામાં લજ્જા કેવી ? પરંતુ બહેનને પાછી લાવવી તે લજ્જા નહીં પણ ઉત્સવ છે. અહીંથી પાછા ફરતા તને શાંતિ ક્યાંથી થશે? આ પ્રમાણે ગુણદોષની વિચારણા કરી બંને પણ ઘરે પહોંચ્યા. સ્વજનોમાં આનંદ પ્રસર્યો. પુણ્યશર્મા પણ પરિતુષ્ટ થયો. (૮૬) અને સુંદરીએ કહ્યું: હે પ્રિયતમ! આ ભાઇવડે હું અધિક પ્રયત્નથી ક્રૂર ભિલ્લોથી છોડાવાઈ અને બચાવાઈ. તેથી આ મહાસત્ત્વશાળી પલ્લિવાસી પણ આપણો ઉપકારી છે એનું જે ઉચિત કરવા યોગ્ય છે તે પ્રિયતમ જ જાણે છે. પુણ્યશર્માએ કહ્યું: હે ભદ્ર! કાગડાના સંવાસમાં હંસના વસવાટની જેમ તમારા જેવા સજ્જને પલ્લિમાં વાસ કરવો ઉચિત નથી તેથી તું અહીં જ રહે, હું તને ખૂટે નહીં તેટલું ધન આપીશ. આ પ્રમાણે તેના વચનરૂપી અમૃતથી સિંચાયેલો તે પણ લજ્જાથી નમેલા મુખવાળો થઈને વિચારે છે કે અહો! આના વડે રત્નાકર જેવી ગંભીરતા પ્રાપ્ત કરાઈ છે, મેરુપર્વત જેવી ઊંચાઈ (ઉદારતા) પ્રાપ્ત કરાઈ છે, કોયલ જેવી મધુરવાણી પ્રાપ્ત કરાઈ છે અને કામદેવ જેવું રૂપ Page #294 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૮૭ પ્રાપ્ત કરાયું છે. આ પ્રમાણે અન્યમાં ન સંભવે તેવું એનું સૌજન્ય મારા જેવા દુષ્ટશિરોમણિ વિષે આવા પ્રકારના મધુર આલાપો શાથી કરાય છે તે હું જાણતો નથી. અથવા મહાપુરુષો પોતાની ઉદારતાથી શુદ્રોના વિલાસોને જાણતા નથી. ઘાસથી આચ્છાદિત કરાયેલા કૂવાઓમાં ઊંચા પણ હાથીઓ પડે છે. અહો! નિરર્થક મેં આ સજ્જનનો કેવો અનર્થ કર્યો! લોલુપતાથી બિલાડો સારભૂત ઉતરેડને ફોડે છે. આવા પ્રકારના ગુણવાન પુણ્યશર્માને છોડીને શું સુંદરી અભવ્ય એવા મારા ઉપર રાગ કરે? કમળવનમાં રહેતી લક્ષ્મી શું આકડાના વનમાં રાગ કરે? આની બુદ્ધિ નિપુણ છે જેણે આ પ્રમાણે પોતાનું શીલ પાળ્યું. હું પણ પાપરૂપી અગ્નિમાં પડતો આના વડે વિધિપૂર્વક વારણ કરાયો. મોટાં અપરાધમાં સપડાયેલો હું જો કોઈ રીતે અહીંથી જીવતો નીકળું તો આવા પ્રકારના અનાચારોમાં ક્યારેય પ્રવૃત્ત નહીં થાઉં. (૯૭) હવે સ્નાનવેળા થઈ એટલે ચાકરવર્ગ બટુકને સ્નાનનું આમંત્રણ આપી વિનંતિ કરી. પુણ્યશર્મા પણ ત્યાંથી ઊભો થયો. બટુકને પ્રથમ અભંગન, ઉદ્વર્તન અને સ્નાન કરાવાયું પછી પુરોહિતનંદને પોતે સ્નાન કર્યું. પછી બે શુદ્ધ વસ્ત્રો આપીને વિધિથી ભોજનાદિ કર્તવ્યો કર્યા. દિવસ પસાર કરીને રાત્રિએ ઉચિત શય્યા ઉપર સૂતા. હું અપરાધી છું એવી શંકાને ધરતો વેદરુચિ નિદ્રાને પામતો નથી, અર્થાત્ અંતરના પશ્ચાત્તાપથી કોઈ રીતે ઊંઘ આવતી નથી. તો પણ અતિ ચંચળ-તીક્ષ્ણ આંખોવાળો ભાગી છૂટવાના ઉપાયને શોધે છે. ચલસ્વભાવી પાપીઓ સરળ સજ્જનોનો પણ વિશ્વાસ કરતા નથી. પોતાના અપરાધોથી ભયભીત થયેલા જીવો અશકનીયમાં પણ શંકા લાવે છે. (૧૨) આમ ભાગી છૂટવાની ઇચ્છાવાળો તે મધ્યરાત્રિએ ચૂપકીદીથી ઊભો થયો અને ભાગ્યના યોગથી ત્યાં આવેલા સર્પવડે સાયો. તેના પોકારને સાંભળીને દીવો મંગાવીને પરિવાર સહિત પુણ્યશર્માએ ઘોર કૃષ્ણ સર્પને જોયો. તે વખતે તરત જ નગરમાંથી પ્રસિદ્ધ ગાડિકો બોલાવાયા. મંત્ર તંત્રોથી પોતાની શક્તિથી ચિકિત્સા કરવા પ્રવૃત્ત થયા. અને તેઓના દેખતાં જ તેની વાણી સંધાઈ અને અંગ હલન-ચલન વિનાનું થયું. પરંતુ મન-કાન અને આંખો ૧. ઉતરેડ-મોટા વાસણ ઉપર નાનું વાસણ તેના ઉપર બીજું નાનું વાસણ એમ ઊર્ધ્વ શ્રેણિ ગોઠવેલી હોય તેને ઉતરેડ કહે છે આમાં સારભૂત વસ્તુઓ રાખેલી હોય ત્યારે બિલાડો તેને ઊંધું વાળી ઢોળી નાખે છે પોતે ખાવા પામતો નથી તેમ નિરર્થક જમીન ઉપર ઢોળી નાખે છે. ૨. કૃષ્ણ સર્પ–અહીં સર્પની આગળ કૃષ્ણ વિશેષણ મૂક્યું છે તેનું કારણ એ છે કે કાળા સર્પો એકાંતે ભયંકર ઝેરી જ હોય છે. બીજા વર્ણવાળા સર્પો ઝેરી હોય એવો એકાંત નિયમ નથી. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ઉપદેશપદ : ભાગ-૨ સચેતન છે. તે વખતે આ ખરેખર કાળદષ્ટિ સર્પથી ડંસાયેલો છે તેથી વૈદ્યોએ હાથ હેઠા મૂક્યા. પછી વેદરુચિ નિરાશ થયો અને પુણ્યશર્મા પણ નિરાશ થયો. એટલીવારમાં જળકળશથી વ્યગ્ર છે હાથ જેના એવી ગુણસુંદરીએ એકાએક આ પ્રમાણેના વચનને બોલી પાણી છાંટ્યું, “હજુ સુધી પણ શરીરમાં શીલસંપત્તિ નિષ્કલંક વર્તે છે તો આ મારો ભાઈ હમણાં જલદીથી નિર્વિષ થાય.” આ પ્રમાણે બોલીને ત્રણવાર સિંચન કર્યું. ત્યારે તે ક્ષણાદ્ધમાં નિર્વિષ થયો. આશ્ચર્યચકિત લોક બોલી ઊઠ્યો જગતમાં શીયળ જયવંતુ છે. મહાસતી જય પામો એમ બોલતો નગરનો લોક ભેગો થયો. લોક કુસુમાંજલિ અને અક્ષતાદિથી તેની પૂજા કરવા લાગ્યો. વેદરૂચિએ કહ્યું: અરે! અરે! મને અત્યંત વિસ્મય થાય છે. આ શું વૃત્તાંત છે? મને વૃત્તાંતની સમજ પાળો. લોકે કહ્યું: હે બ્રાહ્મણ! ગાડિકોનો પણ અવિષય એવો તું જાણે બે પ્રહર સુધી જન્માંતરને પામ્યો હતો. આ તારી બહેને ચમત્કાર સર્જી પોતાના શીલના પ્રભાવથી તને જીવાડ્યો છે તેથી આ મહાસતીની અમે પૂજા કરીએ છીએ. આ પ્રમાણે કહીને નગરલોક ગયા પછી વેદરુચિ નમીને તેને કહે છે કે તું પહેલા મારી બહેન હતી પણ હમણાં જીવિતના દાનથી માતા થઈ છો, પાપમતિથી વારનાર હોવાથી નિશ્ચયથી તું મારી ગુરુ છો. મારા વડે તારું માહભ્ય જણાયું છે, તારાવડે મારી પાપચેષ્ટા જણાઈ છે તેથી તું મને કહે, પાપી એવો હું તને શું ઉપકાર કરું? તેણે કહ્યું: હે સુંદર! પરસ્ત્રીગમન દુર્ગતિનું મૂળ છે, અપયશનું કારણ છે, કુળના કલંક અને ક્ષયનું કારણ છે, સહજ ક્લેશ અને મહાવિરોધને ઉત્પન્ન કરનાર છે. તેથી તું જો પરમાર્થબુદ્ધિથી પરસ્ત્રીગમનનું વિરમણ કરે, તો તારા વડે મારી સર્વ જ સેવા કરાઈ છે એમ તું જાણ. અથવા તારાવડે સ્વયં જ પરદારા વિરમણનો પ્રભાવ જોવાયો છે તેથી તે બ્રાત! તું બોધ પામ, આત્મહિત કર, વધારે કહેવાથી શું? બટુક આ વ્રતને સ્વીકારીને, પુરોહિતની આગળ સ્નેહની લાગણી વ્યક્ત કરીને અને તેને ઘણા પ્રકારે ખમાવીને પોતાને સ્થાને પાછો ગયો. પતિના ઘરનું અને પિતાના ઘરનું ગૌરવ વધારીને ધીર ગુણસુંદરીએ આ પ્રમાણે અકરણનો નિયમ લાંબા સમય સુધી અણીશુદ્ધ પાળ્યો. (૧૨૨) રતિસુંદરી વગેરે ચારેયના પછીના ભાવો આ પ્રકારે રતિસુંદરી વગેરે ચારેય પણ પરપુરુષસંગના પાપમાં અકરણનિયમનું લાંબા સમય સુધી પાલન કરીને દેવલોકમાં રતિસુંદર નામના શ્રેષ્ઠ વિમાનમાં વિસ્તૃત-વિકસિત શરીરની તેજકાંતિથી ઉદ્યોતિત કરાઈ છે દિશાઓ જેઓ વડે એવી દેવીઓ થઈ. દિવ્યસુખને લાંબો સમય સુધી અનુભવીને પુણ્યશેષથી આયુક્ષય થયેથી ચ્યવીને Page #296 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ચંપાનગરીમાં કંચનશ્રેષ્ઠીની પ્રિયા વસુધારા, કુબેરની પ્રિયા પદ્મિની, ધરણની પ્રિયા મહાલક્ષ્મી અને પુણ્યસારની પ્રિયા વસુંધરાની વિશાળ કુક્ષિ રૂપી છીપોમાં મુક્તામણિની જેમ નિર્મળ સુચરિત્રવાળી પુત્રીઓ થઇ. તેઓના અનુક્રમે તારા, શ્રી, વિનયા અને દેવી એ પ્રમાણે નામો પાડવામાં આવ્યા. તેઓ પોતાના કુળમાં ગૌરવભૂત થઇ. વિકસિત કમળ જેવી આંખોવાળી કમળની જેમ શોભાવાળી થઇ. સુખે સુખે કળાઓને ભણી. લાવણ્યથી ચંદ્રની કળાને ઝાંખી પાડી. ક્રમથી લોકને મોહક એવી તરુણીઓ થઇ. પૂર્વના ભવની જેમ પવિત્ર શીલવાળી થઈ. આ ભવમાં પરસ્પર ઘણાં સ્નેહથી પૂર્ણ થઇ. પૂર્વની જેમ પરસ્પર અમંદ સ્નેહથી પૂર્ણ, શ્રાવકકુળમાં જન્મેલી, પ્રાપ્ત કરાયો છે શ્રેષ્ઠવિરતિ ધર્મ જેઓ વડે જિનેશ્વરને દાન આપવાથી પૂર્ણ થઈ છે ગુણની શૃંખલાઓ જેઓની એવી તે પુત્રીઓ આકર્ષિત કરીને વિનયંધર નામના વણિક પુત્રવડે પરણાઇ. (૯) પણ આ વિનયંધર વણિકપુત્ર કોણ છે? તેને કહે છે– ૨૮૯ આ ભરતક્ષેત્રમાં વિખ્યાત ગજશીર્શ નગરમાં રાજ્યધુરાને વહન કરવામાં સમર્થ એવો વિચારધવલ નામનો રાજા હતો. આ રાજાને ઉદારચિત્તવાળો, દયાદિ ગુણથી યુક્ત, સતત પરોપકારી, અત્યંત પાપનો ત્યાગી એવો એક શ્રેષ્ઠ સ્તુતિ પાઠક હતો. પણ ઉદારતાના ગુણથી તે હંમેશા નિયમપૂર્વક મનોજ્ઞ પણ ઉચિત અશનાદિનું દાન આપીને પછી ભોજન કરતો હતો. હવે કોઇક દિવસે તેણે બિંદુ નામના ઉદ્યાનમાં પ્રતિમામાં રહેલા મેરુપર્વત જેવી સ્થિરમૂર્તિ ઉત્સર્પિણીના નવમા જિનેશ્વરને જોયા. તેના રૂપ, સૌમ્યલક્ષ્મી અને સુંદર તપ ચારિત્રને જોઇને અત્યંત હર્ષના વશથી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો–અહો!' તેનું શરીર કેવું અપ્રતિમ છે! અહો! તેનો અંગ. વિન્યાસ કેવો ઉત્કટ છે! અહો! તેની તેજ લક્ષ્મી કેવી અનુપમ છે! અહો! તેના લાવણ્ય રૂપી ઉદ્યાનની સુંદરતા કેવી અદ્ભુત છે! અહો! તેના બે આંખોની સૌમ્યતા કેવી અદ્ભુત છે! અહો! પેટ ઉપર ત્રિવલિ કેવી અદ્ભુત છે! અહો! તારા ધર્મ ચારિત્રનું બળ કેવું છે! અહો! તારી આંખોનું તેજ કેવું અદ્ભુત છે! હે પ્રભુ! આપના બે કાન કેવા મનોહર છે! આ આ આર્ય વારંવાર સેવવા યોગ્ય છે. હે પરમાત્મા! મને આશ્ચર્યકારી બોધ આપો. (૧૪) ૧. વધુ...રેડ ત્યાં સુધીના શ્લોકો મને બરાબર સમજાયા નથી છતાં સ્થાન શૂન્ય ન રહે તે માટે અહીં કાંઇક પ્રયાસ કર્યો છે. સુશો ભૂલો સુધારી લે એવી વિનંતિ છે. –મુનિશ્રી સુમતિશેખરવિજયજી. Page #297 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ આ પ્રમાણે જિનેશ્વર વિષે ઉલ્લસંત થઇ છે શ્રદ્ધા જેની, અસીમાંત ભક્તિરાગથી સ્તવના કરીને, જિનેશ્વર ઉપર બહુમાનને વહન કરતો તે ઘરે પહોંચ્યો. પછી તેના કુશલ અનુબંધી કર્મોના ઉદયથી ભોજન અવસરે ત્રણ લોકના નાથ તેના ઘરના દરવાજે ભિક્ષા માટે પધાર્યા. તેને જોઇને આનંદોલ્લાસથી પાલન કરાયો છે નિયમ જેનાવડે એવો બંદી= સ્તુતિ પાઠક જિનેશ્વરને પ્રતિલાભે છે. પ્રતિલાલ્યા પછી અનુમોદના કરતો વિચારે છે કે હું ધન્ય છું, મારું જીવિત સફળ છે, કેમકે ભગવાને પાણિપુટથી મારું દાન ગ્રહણ કર્યું. એટલામાં આકાશમાં દેવદુંદુભિનો નાદ ઊછળ્યો અને દેવો આ પ્રમાણે ઘોષણા કરે છે કે ‘અહો! દાનં અહો મહાદાનં' લોકમાં મહાઆશ્ચર્યને ઉત્પન્ન કરતી સુગંધિજળ અને પુષ્પની વૃષ્ટિ થઇ અને ગૃહાંગણમાં ઉત્કૃષ્ટ સોનૈયાની વૃષ્ટિ થઇ. વળી બીજું–મનુષ્ય, રાજા, દેવ અને અસુરો તે બંદીનું પણ બંદુપણું પામ્યા, અર્થાત્ બંદીની સ્તુતિ કરવા લાગ્યા. શું જગતમાં સુપાત્રદાનથી અતિ અદ્ભૂત આશ્ચર્ય નથી થતું? આ પ્રમાણે વિશુદ્ધ દાન ધર્મના સાક્ષાત્ માહત્મ્યને જોતો બંદી કર્મગાંઠને ભેદીને સમ્યગ્દષ્ટિ શ્રાવક થયો. પવિત્ર પાત્રોમાં ધનને અતિ વ્યાપક પ્રમાણમાં વિનિયોજીને અશુચિ (ઔદારિક) શરીરનો ત્યાગ કરીને પહેલા દેવલોકમાં ગયો. સુરસુંદરીના સમૂહોથી વીંટળાયેલો લાંબા સમય સુધી અમોઘ ભોગોને ભોગવીને દેવાલયથી અવીને આ જ મુનષ્યલોકમાં વિનયંધર થયો. આના જનમવાથી રત્નસાર વણિક યથાર્થ નામવાળો થયો, અર્થાત્ અઢળક રત્નનો માલિક થયો. અને પૂર્ણયશા માતા પણ યથાર્થ નામવાળી પૂર્ણયશા થઈ. રૂપ, કલાકલાપ, લક્ષ્મી, નિષ્કલંક કીર્તિ, સુરમ્ય અંતઃપુર સર્વ આ સુપાત્રદાનનું ફળ છે. અને બીજું– ૨૯૦ દાન એ પુણ્યરૂપી વૃક્ષનું અનથ (નાશ ન પામે તેવું) મૂળ છે, પાપરૂપી સાપના ઝેરને ઉતારવા મંત્રાક્ષર છે, દારિદ્રરૂપી વૃક્ષના મૂળને બાળવા માટે દાવાનળ છે, દુર્ભાગ્ય રૂપી રોગનું ઔષધ છે. દાન ઊંચા સ્વર્ગરૂપી પર્વત ઉપર ચઢવા માટે સોપાન (નિસરણી) છે, મોક્ષનો શ્રેષ્ઠ માર્ગ છે, તેથી જિનોક્ત વિધિથી આ દાન હંમેશા પાત્ર અને સુપાત્રમાં આપવું જોઇએ. ક્રમથી તે સંપૂર્ણ કામી વર્ગના ચરિત્રને ઉદ્યોત કરતા યૌવનને પામ્યો, અર્થાત્ તેનું યૌવન સૌથી મોહક બન્યું. જિનને દાન આપવાના પ્રભાવથી ચારેય કન્યાઓ આને પરણી. (૨૭) તે સમયે તે નગરમાં જેનો નિર્મળ યશ વિસ્તર્યો છે એવો ધર્મબુદ્ધિ નામે રાજા હતો. જે ખરેખર જ ધર્મબુદ્ધિ હતો, અર્થાત્ નામ પ્રમાણે ગુણવાળો હતો. લાવણ્યરૂપી નીરની નદી, ગુણરૂપી મણિઓથી ભરપૂર, નિષ્કલંક કુલાચરણવાળી, અત્યંત દાંત (જિતેન્દ્રિય) શ્રેષ્ઠ કાંતીવાળી એવી વિજયંતી નામે તેની (રાજાની) રાણી હતી. સારી રીતે પાલન કરાયેલી છે મર્યાદાઓ જેના વડે, ઇન્દ્રિયોના સમૂહથી હંમેશા જ ઉપશોભિત તે Page #298 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૯૧ શ્રેષ્ઠ સ્ત્રીને પૃથ્વીની જેમ ભોગવે છે ત્યારે નગરવાસીઓમાં ચર્ચા થઈ કે આ નગરમાં કોણ સૌથી શ્રેષ્ઠ સુખી અને તંદુરસ્ત છે? કયારેક આ પ્રમાણે વાર્તા તેની સભામાં પ્રવૃત્ત થઈ. એટલે કોઈક બ્રાહ્મણે કહ્યું. આ નગરમાં સુખીઓમાં શિરોમણિ અત્યંત ધીમાન, વિનયંધર નામનો શ્રેષ્ઠ વણિકપુત્ર છે જેની પાસે ધનદની જેમ ધન છે, જેની પાસે કામદેવની જેમ લોકને મોહ પમાડે તેવું રૂપ છે, દેવગુરુની જેમ જેનું વિજ્ઞાન વિદ્વાનજનને આનંદદાયક છે. તથા તેને દેવ-ખેચરની સ્ત્રીઓના સૌંદર્યને હસી કાઢનારી ચાર ઉત્તમ સ્ત્રીઓ છે. જેની આજ્ઞાનું પાલન કરવા તત્પર એવું મુખ કમલ પણ પુલક્તિ થાય છે, અર્થાત્ લોક આ વિનયંધર કોઈક કાર્ય ફરમાવે એવી અપેક્ષા રાખે છે. રાજાએ કહ્યું છે અનાર્ય! વણિયાની સ્ત્રીઓના વર્ણવાદ કરીને દેવ-ખેચર અને રાજાઓની સ્ત્રીઓની હલના ન કર. પહેલાએ કહ્યું: અહો! વાણિયાની સ્ત્રીઓની પ્રશંસા કરવાથી અહીં દેવીઆદિની હીલના કેવી રીતે થાય? અથવા સર્વનગરીમાં સુપ્રસિદ્ધ તેઓનું આ સ્વરૂપ જ જણાવ્યું છે પણ અતિશયોક્તિ નથી કરી. દેવ અને દાનવોની સ્ત્રીઓ તેવા પ્રકારના રૂપને માટે માનતાઓ માને છે અને તેવા પ્રકારની સ્ત્રીઓના અર્થી બનેલા યુવાનો પણ માનતાઓ માને છે. પોતાના રૂપનો મદ ઓગળી ગયો છે એવી સર્વ કામિનીઓ તેઓના ચંક્રમણ, લાલિત્ય, વચનવિન્યાસની હર્ષપૂર્વક પ્રશંસા કરે છે. આ પ્રમાણે તેઓની ઘણા પ્રકારે થતી પ્રશંસાને સાંભળીને ભવિતવ્યતાના વશથી રાજા રાગાતુર થયો. બીજાના મુખથી પ્રશંસા કરાયેલ નિર્ગુણીઓ વિશે પણ જીવો જેવા રાગવાળા થાય છે તેવા રાગવાળા સદ્ભૂત ગુણસમૃદ્ધ પણ લોકને જોવા છતાં નથી થતા, આ જગતની સ્થિતિ છે. જો કે રાજા ધર્મબુદ્ધિવાળો છે તો પણ તે ક્ષણથી અધર્મબુદ્ધિ થયો. ગર્વથી મૂઢ થયેલા કોને વિપરીતપણું નથી થતું? એક બાજુ નિર્મળ કુળ નિંદાવાય છે અને બીજી બાજુ કામદેવ ચિત્તને બાળે છે તેથી દુપ્તટી અને વાઘની વચ્ચે રહેલાની જેમ દુઃખી થયો. કુવિકલ્પરૂપી લહરીઓમાં તણાતો અને ચિંતારૂપી મહાસાગરના ખોળામાં ૧. પૃથ્વીના પક્ષમાં–સારી રીતે પ્રતિષ્ઠિત થઈ છે સીમાઓ જેમાં, દેશ, નગર, ગ્રામોથી ઉપશોભિત એવી પૃથ્વીને ભોગવતો રાજા. ૨. તેવા પ્રકારના એટલે વિનયંધરની ચારેય સ્ત્રીઓને જેવું રૂપ છે તેવું. ૩. દુHટી-વ્યાધ્ર ન્યાય-એક બાજુ બે કાંઠે પૂર આવેલી નદી હોય અને બીજી બાજુ વાઘ હોય ત્યારે કોઇપણ બાજુ જતા મુશ્કેલી ઉભી છે. નદીમાં પડે તો પૂરમાં તણાય જાય. વાઘ બાજુ ચાલે તો વાઘ ભક્ષણ કરી જાય બંને બાજુ મરણ નિશ્ચિત છે. તે વખતે જેવું દુઃખ થાય તેવું દુઃખ રાજા અનુભવે છે. કારણ કે તેની વાતનો સ્વીકાર કરે તો પોતાનું અંતઃપુર હલકું સિદ્ધ થાય અને સ્વીકાર ન કરે તો કામ સંતાપ શાંત ન થાય. એટલે ઉભયપક્ષે સંકટ છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ પોઢેલા રાજાએ આશ્વાસ રૂપી દ્વીપ સમાન તેઓને મેળવવા માટે આવા પ્રકારનો ઉપાય શોધી કાઢ્યો. નગરવાસીઓને વિશ્વાસમાં લઇને અને વણિકનો દોષ ઉત્પન્ન કરીને બળાત્કારથી તેઓને ગ્રહણ કરું જેથી હું લોકમાં નિંદનીય ન થાઉં. (૪૪) ૨૯૨ એ પ્રમાણે નિર્ણય કરીને ખાનગીમાં પુરોહિતને કહ્યું કે તું કપટ સ્નેહથી વિનયંધરની સાથે મૈત્રી કર અને પછી ભૂર્જપત્ર પર આ ગાથા તેના પોતાના હાથે જલદી લખાવીને તે ન જાણે તેમ મને ગુપ્ત રીતે અર્પણ કરજે. તે ગાથા આ પ્રમાણે છે– હે મૃગાક્ષી! હે રતિવિચક્ષણી! આજે અભાગી એવા મને તારો વિયોગ થયો છે, તે ચાર યામવાળી રાત્રિ મને હજા૨ યામ (પહોરવાળી) થઇ છે. બટુકે તે પ્રમાણે જ કર્યું. રાજાએ નગરવાસીઓને જણાવ્યું કે દેવીની ગંધપુટિકામાં વિનયંધરે આ ભૂર્જપત્ર મોકલ્યો છે તેથી હે નગરવાસીઓ! લિપિની પરીક્ષા કરીને, નિશ્ચય કરીને મને કહો કે આ ભૂર્જપત્ર કોના વડે લખાયેલો છે. પાછળથી તમે એવું ન બોલશો કે રાજાએ અન્યાય કર્યો છે. તેઓએ પણ માન્યું તે ‘દૂધમાં પોરા ન હોય' તો પણ સ્વામીનો આદેશ માથે ચડાવવો જોઇએ એમ કહીને લિપિની પરીક્ષા કરી. હસ્તાક્ષર જોઇને લિપિનો સંવાદ કર્યો, એટલે કે આ ભૂર્જપત્ર વિનયંધર વડે સ્વહસ્તે લખાયેલો છે એવો નિર્ણય કર્યો. અને લોક ઘણો વિષાદ પામ્યો. જો કે લિપિ સંવાદ છે છતાં તે મુજબનું આચરણ આમાં કોઇ રીતે ઘટતું નથી. વળી બીજું– જે ભયરહિત સુખપૂર્વક સુંદર અંગુરના બગીચામાં ચારો ચરે છે તે હાથી શરીરમાં કાંટા ભોંકાય તેવા કેરડાના વનમાં રમતો નથી. વળી બીજું પણ—સાપ જેમ આસોપાલવ વૃક્ષના સંગથી ઝેરને ઓકી દે છે તેમ તે પાપી પુરુષ તે ધન્યની (વિનયંધરની) મંડળીમાં મુહૂર્ત માત્ર વસે તો પણ પાપને છોડી દે છે. તેથી આ વિષયમાં દેવ પરમાર્થપૂર્વક સમ્યગ્ વિચારે કોઇપણ દુષ્ટ અસંભવનીય વસ્તુને સંભવિત કરી છે. નિર્મળ પણ સ્ફટિક રત્ન ઉપાધિના વશથી કૃષ્ણવર્ણવાળું થાય છે. દુર્જનના સંગથી સજ્જન પણ નિંદાય છે. (૫૫) નગરવાસીઓએ આ પ્રમાણે કહ્યું ત્યારે નગરવાસીઓના બચાવને નહીં ગણકારતો હાથીની જેમ મર્યાદારૂપી આલાન સ્તંભને ઉખેડીને અસમંજસ કરવા પ્રવૃત્ત થયો અને સેવકોને કહે છે—અરે! અરે! તેની સ્ત્રીઓને બળાત્કારથી અહીં પકડી લાવો, પરિવારને અત્યંત બહાર કાઢીને ઘરને સીલ (મુદ્રા) મારો. વળી કે નગરવાસીઓ! તમે વિરુદ્ધકાર્યમાં પક્ષપાતવાળા થયા છો, તેને મારી પાસે શુદ્ધિ કરાવો તો જ છોડીશ. આ પ્રમાણે કૃપણવડે ધમકાવાયેલા યાચકો નિરાશ થઇ ઘરમાંથી ચાલ્યા જાય તેમ રાજાવડે ઘણાં કઠોરવાણીથી ધમકાવાયેલા નગરવાસીઓ ક્ષણથી અત્યંત ખિન્ન થયા. (૫૯) Page #300 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૯૩ એ અરસામાં વિનયંધરની ચારેય પણ સ્ત્રીઓ સ્પર્શના ભયથી દાસીભાવને પામેલી સ્વયં જ હાજર થઈ. તેઓના અપ્રતિમ રૂપને જોઇને રાજાએ કહ્યું: અહો! અમરાલયમાં (દેવલોકમાં) આવા પ્રકારની દેવીઓ સ્વરૂપવાન હોતી નથી તે વાત સાચી છે. ખરેખર મારું ભાગ્ય અનુકૂળ છે. કેમકે મેં પહેલા તેઓનું રૂપ સાંભળ્યું હતું તે હમણાં સાક્ષાત્ જોયું અને અમૃતકૂપીઓ મારે ઘરે આવી છે. પરંતુ પુલકિત અંગવાળી, ઉત્કંઠિત મનવાળી આઓ સ્વયં નવી સ્નેહરસીલી મારા ગળામાં કેવી રીતે લાગશે? સ્ત્રીઓ જ પુરુષોને મદનરસનું કારણ બને છે અને જો મદનરસનું કારણ ન થતી હોય તો મૃતસ્ત્રી સાથેના રમણની જેમ અહીં શું સુખ થાય? અથવા હું કાળને સહન કરું પરિણામે આ સર્વ મને સિદ્ધ થશે. ભૂખ લાગે કે તુરત ઉંબરના ફળો ક્યારેય પણ પાકતા નથી. આ પ્રમાણે વિચારતા રાજાએ તેઓને તુરંત જ અંતઃપુરમાં મૂકી. ઉત્તમભોગનું અંગ શયન-અશન વગેરે સર્વ અપાવ્યું. પરંતુ સત્કારની સામગ્રીને વિષની જેમ માનીને ઘણી દુઃખરૂપી તપાગ્નિથી તપેલી વિશુદ્ધશીલવાળી તેઓ શુદ્ધભૂમિતળ ઉપર બેઠી. રાજાવડે નિયુક્ત કરાયેલી દાસીઓ બે હાથ જોડીને બોલી–હે દેવીઓ! આ ઉગને છોડો. પૂર્વે ઉપાર્જિત પુણ્યના પ્રભાવથી આજે આ દક્ષ તમને સાક્ષાત્ ફળ્યો છે કે જે અમારો આ સ્વામી અત્યંત અનુકૂળ વર્તે છે. અને આ જેના ઉપર પ્રસન્ન થાય છે તેને ચિંતામણીની જેમ સુખનું કારણ થાય છે અને પુષ્ટ થયેલો યમની જેમ નિશ્ચયથી પ્રાણ લેનારો થાય છે. તેથી આની કૃપાથી વિષાદને છોડીને ભોગ ભોગવો. મનના સંતાપને છોડો, અનુકૂળ બનીને પોતાને કૃતાર્થ કરો. વિનયંધરની સ્ત્રીઓએ આ પ્રમાણે બોલતી દાસીઓને ધમકાવી–અરે! ઉદ્વેગને ઉત્પન્ન કરનાર આવો કોલાહલ કર્યો છે તો ખબરદાર છે! જો આ ધૂર્ત મરણ નીપજાવે તો સારું થાય. કારણ કે અખંડ શીલવાનને મરણ પણ શુભ જ છે. ભિલ્લ પણ બળાત્કારથી પરસ્ત્રીઓને ભોગવતા નથી. કુળમર્યાદાનું ઉલ્લંઘન કરીને આ તેઓથી પણ અધમ થયો. આ પ્રમાણે નિષ્ફર વચનોથી તર્જના કરાયેલી દાસીઓએ રાજાને કહ્યું: હે દેવ! સ્ફટિક જેવી નિર્મળ શિલા ઉપર ચક્ર કોઈ રીતે અસર કરી શકતું નથી. અર્થાત્ સ્ફટિક જેવી નિર્મળ શીલવાળી ઉપર તું ચક્ર જેવો રાજા કોઈ રીતે ભોગ માટે ચલાયમાન નહીં કરી શકે. તેમાંથી કોઇપણ શીલ ભ્રષ્ટ નહીં થાય એવા નિશ્ચયને જાણીને રાજા પણ અત્યંત ચિંતાતુર થયો. તપેલા પુલિનમાં માછલું જેમ રતિને પામતું નથી તેમ તે રાજા શધ્યામાં રતિને પામતો નથી. ચિંતારૂપી અગ્નિથી સળગતો રાજા રાત્રિને વરસ જેમ પસાર કરીને, શૃંગાર સજીને સૂર્યોદય વખતે તેઓની પાસે ગયો. તેઓએ જરાપણ ૧. પુલિન–નદીના પ્રવાહની વચ્ચે તરી આવેલો રેતીનો બેટ કે રેતાળ પટ અથવા પાણીની બહાર નીકળેલો નદીની રેલ(પૂર)થી બનેલો રેતાળ બેટ તે પુલિન કહેવાય છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ઉપદેશપદ : ભાગ-૨ અભ્યત્થાન ન કર્યું, અને જરા પણ ઇક્યો નહીં, શ્રીમંતની સ્ત્રીવડે જેમ રાંકડો પ્રાર્થના કરાતો નથી તેમ તેઓ વડે તે રાજા પ્રાર્થના ન કરાયો. હવે રાજા તેઓના રૂપને જુએ છે તો બધી અગ્નિની જવાળાથી પિંગરા કરાયેલી વાળવાળી દેખાઈ. પછી અતિ ચિપટાનાકવાળી, ચિંથરેહાલ મલિન વસ્ત્રવાળી, બિલાડીના આંખો જેવી માંજરી આંખોવાળી, વાંકાચૂકા દાંતવાળી, લાંબા હોઠવાળી, વાંકામુખવાળી, ક્ષણિયૌવનવાળી, તુચ્છ, રસી ઝરતા પગવાળી, અતિબિભત્સ, રાગીઓના પણ રાગ હરવામાં દક્ષ એવી તેઓને જોઇને અત્યંત નિરાનંદ થયેલો રાજા વિચારે છે કે શું આ ઇદ્રજાળ છે? શું આ મતિમોહ છે? અથવા શું હું સ્વપ્નને જોઉં છું? અથવા શું આ દેવાયા છે? અથવા શું મારા પાપનો પ્રભાવ (ઉદય) છે? અહોહો! મોટું આશ્ચર્ય છે જે મેં કયારેય પણ જોયું કે સાંભળ્યું નથી કે આઓનું તેવા પ્રકારનું રૂપ ક્ષણથી કયાં ગયું? (૮૪) - હવે આ વૃત્તાંતને જાણીને ત્યાં એકાએક મહાદેવી' આવી. પ્રકટિત કરાયો છે સ્નેહરૂપી કૂવો જેનાવડે એવી મહાદેવી આ પ્રમાણે બોલવા લાગી–હે અનાર્ય! પાત્ર વિશેષને ઓળખ્યા વિના તું રાજપુત્રીઓની અવગણના કરીને આવા પ્રકારની નિંદનીય અધમ સ્ત્રીઓ વિષે રાગ કરે છે તે આશ્ચર્ય છે. તે કુળના કલંકને વિચારતો નથી. પરસ્ત્રીમાં આસક્ત થતો ગુણને ઓળખતો નથી. આ પ્રમાણે નિર્મર્યાદ બની મને છોડીને પરસ્ત્રી પાછળ કેમ દોડે છે? આમ ઘણા પ્રકારે રાણીએ રાજાને ઠપકો આપ્યો. લજ્જાથી શરમિંદો થયેલો તુરત જ વિનયંધરની પ્રિયાઓને છૂટી કરે છે. રજા આપ્યા પછી તેઓનું સ્વાભાવિક રૂપ જોયું. આવું આશ્ચર્યકારી કાર્યનું કારણ જાણવાની જિસાજ્ઞાથી હંમેશાં ચિંતાતુર રહે છે. (૮૯) હવે કોઈક દિવસે તેણે સાંભળ્યું કે સમ્યજ્ઞાનની સંપદાનું ઘર એવા શૂરસેન નામના આચાર્ય ભગવંત નગરના રમ્ય ઉદ્યાનમાં સમોવસર્યા છે. પછી પ્રમોદને ધરતો નગરવાસીઓ અને સેવકજનથી યુક્ત રાજા વંદન માટે ચાલ્યો અને અતિહર્ષિત થયેલો વંદન કરીને તેમની આગળ બેઠો. ભગવાને મોહરૂપી કંદને દળનારી ધર્મકથા કહેવી શરૂ કરી. પછી અવસરને મેળવીને રાજાએ પૂછ્યું: હે ભગવન્! આ વિનયંધરે પૂર્વભવમાં કયું અસાધારણ સુકૃત કર્યું છે જેને લીધે દેવીઓના રૂપને જીતી લેનારી કન્યાઓને મેળવી છે? આ પ્રમાણે રાજાવડે પ્રશ્ન પૂછાયે છતે નગરવાસીઓ, પ્રિયાઓ સક્તિ વિનયધર સર્વે કૌતુક સહિત ગુરુવચન સાંભળવા એકાગ્ર થયા. પછી દેવદુંદુભિ જેવો સ્વર છે જેનો, પર્ષદામાં ઉત્પન્ન કરાયો છે ઘણો પરિતોષ જેનાવડે, પરહિતકારી કેવલી મહર્ષિ યથાસ્થિત ભાવોને બતાવે છે. વિનયંધરનો પૂર્વભવ કહ્યા પછી તેની સ્ત્રીઓનો પૂર્વભવ બતાવ્યો. ૧. મહાદેવી પટરાણી. Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ ઉપદેશપદ : ભાગ-૨ તથા વિરૂપભાવનું કારણ દેવતાનો પ્રભાવ છે એમ જણાવ્યું. પ્રકટિત થયેલા તીવ્ર સંવેગની ભાવનાથી ભાવિત રાજા વગેરે લોકોને જલદીથી વિષય વિરાગ થયો. લોકોને અત્યંત આનંદદાયક મોટા મહોત્સવથી બધાએ દીક્ષા લીધી અને ક્રમથી સિદ્ધિગતિને પામ્યા. આ પ્રમાણે અકરણનો નિયમ સ્વયં અનાચારના ત્યાગનું કારણ છે અને બીજા ઘણાંઓને પણ કારણ બને છે એમ આ ઉદાહરણથી જાણવું. આ કથાનકની સંગ્રહ ગાથાઓના શબ્દાર્થનો વિસ્તાર કથાનકથી જ જણાઇ જતો હોવાથી અતિવિસ્તારના ભયથી અહીં કર્યો નથી. (૬૯૭-૭૨૮) રતિ-બુદ્ધિ-રિદ્ધિ-ગુણસુંદરીઓનાં કથાનકો પૂર્ણ થયાં. इत्थं देशविरतिमपेक्ष्याकरणनियमज्ञातान्यभिधाय सर्वविरतौ तद्वैशिष्ट्यमभिधित्सुराह— देसविरइगुणठाणे, अकरणणियमस्स एव सब्भावो । सव्वविरइगुणठाणे, विसिट्ठतरओ इमो होइ ॥ ७२९ ॥ 'देशविरतिगुणस्थाने' यावज्जीवं परपुरुषपरिहारलक्षणेऽकरणनियमस्योक्तलक्षणस्यैवं रतिसुन्दर्यादिशीलपालनन्यायेन 'सद्भावः' सम्भव उक्तः । देशविरतिगुणस्थानकेऽपि पापाकरणनियमः सम्भवतीत्यर्थः । 'सर्वविरतिगुणस्थानके' यावज्जीवं समस्तपापोपरमलक्षणो 'विशिष्टतरको' देशविरत्यकरणनियमापेक्षयाकरणनियमो મતિ ૭૨૧॥ આ પ્રમાણે દેશવિરતિની અપેક્ષાએ અકરણનિયમનાં દૃષ્ટાંતો કહીને હવે સર્વવિરતિમાં તેની વિશેષતાને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે– ગાથાર્થ—આ પ્રમાણે દેશવિરતિગુણસ્થાનમાં અકરણનિયમનો સંભવ કહ્યો. સર્વવિરતિ ગુણસ્થાનમાં અકરણનિયમ વધારે ચઢિયાતો હોય છે. ટીકાર્થ—આ પ્રમાણે—રતિસુંદરી આદિના શીલપાલનના દૃષ્ટાંતથી. દેશવિરતિગુણસ્થાનમાં=જીવનપર્યંત પરપુરુષના ત્યાગરૂપ દેશવિરતિ ગુણસ્થાનમાં. અકરણનિયમનું લક્ષણ પૂર્વે (ગાથા-૬૯૨) કહ્યું છે. આમ દેશવિરતિગુણસ્થાનમાં પણ પાપ અકરણનિયમ સંભવે છે. સર્વવિરતિગુણસ્થાનમાં=જીવનપર્યંત સર્વપાપોથી વિરામ પામવા રૂપ સર્વવિરતિ ગુણસ્થાનમાં. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ઉપદેશપદ : ભાગ-૨ ચઢિયાતો દેશવિરતિમાં રહેલા અકરણનિયમની અપેક્ષાએ ચઢિયાતો. (૭૨૯) अत्र हेतुमाहजं सो पहाणतरओ, आसयभेओ अओ य एसोत्ति । एत्तो च्चिय सेढीए, नेओ सव्वत्थवि एसो ॥७३०॥ 'यद्' यस्मात्कारणात् 'स' सर्वविरतिलक्षणः 'प्रधानतरकः' अतिप्रशस्त 'आशयभेदः' परिणामविशेषः । अतश्चास्मादेव परिणामविशेषादेषोऽकरणनियमः प्रधानतर इति प्रकृतेन सम्बन्धः । इति प्राग्वत् । अत एवाशयभेदात् 'श्रेण्यां' क्षपकश्रेणिनामिकायां "अणमिच्छमीससम्मं" इत्यादिकर्मप्रकृतिक्षपणसिद्धायां ज्ञेयः, 'सर्वत्रापि' सर्वकर्मस्वपि तत्र तत्र गुणस्थानके क्षयमुपगतेष्वेषोऽकरणनियमः, यत्क्षीणं तत् पुनर्न क्रियत इत्यर्थः । कर्मप्रकृतिक्षयक्रमश्चायं कर्मस्तवशास्त्रप्रसिद्धो यथा"अणमिच्छमीससम्मं, अविरयसमाइ अप्पमत्तंत्ता । सुरनरतिरिनिरयाउं, निययभवे सव्वजीवाणं ॥१॥ सोलसअटेक्केक, छक्केक्कक्कक्कखीणमनियट्टी । एवं सुहमसरागे, खीणकसाए य सोलसगं ॥२॥ बावत्तरि दुचरिमे, तेरसचरिमे अजोगिणो खीणो। ડયાન્ન પડિયું, વિય નિ નેબ્યુર્થ વંજે આરૂ ' I૭રૂ | અહીં હેતુને કહે છે ગાથાર્થ–સર્વવિરતિ રૂપ પરિણામ વધારે ચઢિયાતો હોય છે. સર્વવિરતિ રૂપ પરિણામ વધારે ચઢિયાતો હોવાથી જ અકરણનિયમ ચઢિયાતો હોય છે. વિશિષ્ટ પરિણામથી જ ક્ષપક શ્રેણિમાં બધાંય કર્મોમાં અકરણનિયમ હોય છે. ટીકાર્યક્ષપકશ્રેણિમાં બધાંય કર્મોમાં અકરણનિયમ હોય છે–તે તે ગુણસ્થાનમાં ક્ષય પામેલાં કર્મોમાં અકરણનિયમ હોય છે, અર્થાત્ જે કર્મનો ક્ષય થયો તે કર્મ ફરી બંધાતું નથી. કર્મસ્તરશાસ્ત્રમાં પ્રસિદ્ધ કર્મપ્રકૃતિઓના ક્ષયનો ક્રમ આ છે–અનંતાનુબંધી ૪ કષાય, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકત્વમોહનીય એમ સાત પ્રકૃતિઓનો ચોથા ગુણસ્થાનથી આરંભી સાતમા ગુણસ્થાન સુધીમાં ક્ષય કરે છે. ક્ષપકશ્રેણી માંડનારા સર્વજીવો દેવાયુષ્ય, નરકાયુષ્ય, તિર્યગાયુષ્ય એમ ત્રણ આયુષ્યનો પોતાના પૂર્વના) ભવમાં ક્ષય કરે છે. (ક્ષપક શ્રેણી માંડનારે છેલ્લો દેવભવ કર્યો ત્યારે તેના દેવાયુષ્યનો ક્ષય થયો, છેલ્લો નરકભવ કર્યો ત્યારે નરકાયુષ્યનો ક્ષય કર્યો, છેલ્લો તિર્યંચનો ભવ કર્યો ત્યારે તિર્યંચાયુષ્યનો ક્ષય કર્યો. કારણ કે ફરી તેને તે ભવની પ્રાપ્તિ થતી નથી.) (૧) નવમા ગુણસ્થાનના બીજા ભાગે ૧૬, ત્રીજા ભાગે ૧, Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ ઉપદેશપદ : ભાગ-૨ ચોથા ભાગે ૧, પાંચમા ભાગે ૬, છટ્ટાભાગે ૧, સાતમા ભાગે ૧, આઠમા ભાગે ૧, નવમાભાગે ૧ કર્મપ્રકૃતિનો ક્ષય કરે છે. દશમા ગુણસ્થાને એક કર્મપ્રકૃતિનો ક્ષય કરે છે. બારમા ગુણસ્થાને દ્વિચરમસમયે ૨ અને ચરમસમયે ૧૪ એમ ૧૬ કર્મપ્રકૃતિઓનો ક્ષય કરે છે. તેરમાં ગુણસ્થાને દ્વિચરમ સમયે ૭૨ અને ચરમસમયે ૧૩ પ્રકૃતિઓનો ક્ષય કરે છે. આ પ્રમાણે ૧૪૮ પ્રકૃતિઓનો ક્ષય કરીને જિન નિર્વાણ પામ્યા. આવા જિનને હું વંદન કરું છું. (૩) (પ્રાચીન બીજો કર્મગ્રંથ ગા.૬-૭-૮) | [પરિણામના ઉત્કર્ષથી (=વૃદ્ધિથી) અકરણનિયમમાં ઉત્કર્ષ આવે છે એવો આ ગાથાનો તાત્પર્યાર્થ છે.] (૭૩૦) एत्तो उ वीयरागो, ण किंचिवि करेइ गरहणिजं तु । ता तत्तग्गइखवणाइकप्प मो एस विण्णेओ ॥७३१॥ इतस्त्वित एव अकरणनियमात् प्रकृतरूपात्, 'वीतरागः' क्षीणमोहादिगुणस्थानकवर्ती मुनिर्न नैव किञ्चिदपि करोति जीवहिंसादि 'गर्हणीयं' त्ववद्यरूपं देशोनपूर्वकोटीकालं जीवन्नपि । 'तत्' तस्मात् तत्तद्गतेस्तस्या गते रकतिर्यग्गतिरूपायाः क्षपणादिविकल्पः, तत्र क्षपणं निर्मूलमुच्छेदः, स चानयोरनिवृत्तिबादरगुणस्थाने त्रयोदशनामप्रकृतिक्षपणकाले सम्पद्यते । आदिशब्दात् पुनरनुदयरूपोऽनुबन्धव्यच्छेदः । स च निवृत्तप्रकृतिगतद्वयप्रवेशानामद्याप्यप्राप्तक्षपकश्रेणीनां शालिभद्रादीनां वाच्यः। (ग्रन्थ. ११०००) एषोऽकरणनियमो विज्ञेयः। अयमत्र भावःयथा नरकगत्यादिकर्मक्षयादिभिरनुदययोग्यतानीतं सन्न कदाचिदुदयमासादयति, तथाऽकरणनियमे संजाते न कदाचित् पापे प्रवृत्तिः प्राणिनामुपजायत इति ॥७३१॥ ગાથાર્થઅકરણનિયમથી જ વીતરાગ જરા પણ જીવહિંસાદિ પાપ કરતા નથી. તેથી આ અકરણનિયમ તે તે ગતિના ક્ષયાદિ વિકલ્પ(ભેદ)વાળો જાણવો. ટીકાર્ય–વીતરાગ ક્ષીણમોહ વગેરે ગુણસ્થાને રહેલ મુનિ. વીતરાગ કંઈક ન્યૂન ક્રોડપૂર્વ વર્ષ સુધી જીવે તો પણ જરા પણ જીવહિંસાદિ પાપ ન કરે. તે તે ગતિ–નરકગતિ અને તિર્યંચગતિ. ક્ષય-મૂળથી ઉચ્છેદ. નરકગતિ અને તિર્યંચગતિ એ બે ગતિઓનો ક્ષય અનિવૃત્તિ બાદર ગુણસ્થાને તેર નામપ્રકૃતિઓના ક્ષય કાળે થાય છે. ૧. એક પૂર્વ=૭૦૫૬૦ અબજ વર્ષ. આવા ક્રોડપૂર્વ વર્ષ સુધી. Page #305 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ‘ક્ષય આદિ” એ સ્થળે આદિ શબ્દથી ફરી ઉદય ન થવા રૂપ અનુબંધવિચ્છેદ સમજવો. આ અનુબંધ વિચ્છેદ જેમનો નરકગતિ-તિર્યંચગતિનો બંધ નિવૃત્ત થઇ ગયો છે, પણ હજી સુધી ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરી નથી તેવા શાલિભદ્ર વગેરેને હોય છે. ૨૯૮ અહીં ભાવ આ છે—જેવી રીતે ક્ષય આદિથી ઉદયને અયોગ્ય બનાવેલું નરકગતિ આદિ કર્મ ક્યારેય ઉદયમાં આવતું નથી, તેવી રીતે અકરણનિયમ થયે છતે ક્યારેય જીવોની પાપમાં પ્રવૃત્તિ થતી નથી. (૭૩૧) तह भावसंजयाणं, सुव्वइ इह सुहपरंपरासिद्धी । सावि हु जुज्जइ एवं, ण अण्णा चिंतणीयमिणं ॥७३२ ॥ तथेति दृष्टान्तान्तरसमुच्चये । 'भावसंयतानां' निर्व्याजयतीनां 'श्रूयते' समाकर्ण्यते 'इह' जिनप्रवचने सुखपरंपरासिद्धिः - प्रतिभवं विशिष्टसुखलाभात् पर्यन्ते निर्वृतिरिति । सापि सुखपरंपरासिद्धिर्न केवलं तत्तद्गत्यादिक्षपणम्, हुर्यस्माद्, युज्यते एवं पापाकरणनियमलक्षणात् प्रकारात्, 'न' नैवान्यथा एतत्प्रकारविरहेण । चिन्तनीयं विमर्शनीयमिदमस्मदीयमुक्तम् ॥७३२ ॥ ગાથાર્થ—તથા જિનપ્રવચનમાં ભાવસાધુઓની જે સુખ પરંપરાની પ્રાપ્તિ સંભળાય છે તે પણ પાપ અકરણનિયમથી ઘટે છે, પાપ અકરણનિયમ વિના ન ઘટે. અમારું કહેલું આ વિચારવું. ટીકાર્થ—ભાવસાધુઓ—સરળ સાધુઓ. સુખ પરંપરાની પ્રાપ્તિ–દરેક ભવમાં વિશિષ્ટ સુખનો લાભ અને અંતે મોક્ષ. “તે પણ” એ સ્થળે રહેલા પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે—કેવલ નરકતિ અને તિર્યંચગતિનો ક્ષય જ નહિ, કિંતુ સુખ પરંપરાની પ્રાપ્તિ પણ પાપ અકરણનિયમથી જ ઘટે છે, પાપ અકરણનિયમ વિના ન ઘટે. (૭૩૨) एतदेव भावयति सइ गरहण्णिज्जवावारबीयभूयम्मि हंदि कम्मम्मि । खविए पुणो य तस्साकरणम्मी सुहपरंपरओ ॥७३३॥ 'सदा' सर्वकालं 'गर्हणीयव्यापारबीजभूते' शीलभङ्गादिकुत्सितचेष्टाविषवृक्षप्ररोहहेत, हंदीति पूर्ववत्, 'कर्मणि' मिथ्यात्वमोहादौ क्षपिते, पुनश्च पुनरपि तस्याकरणे स्वप्नावस्थायामप्यविधाने सुखपरंपरक उक्तरूपः सम्पद्यते ॥७३३॥ Page #306 -------------------------------------------------------------------------- ________________ उपदेशपE : भाग-२ આ જ વિષયને વિચારે છે– ગાથાર્થ—સદા ગર્હણીય વ્યાપારનું બીજ એવા કર્મનો ક્ષય થયે છતે ફરી તે પાપ ન કરવાથી સુખની પરંપરા પ્રાપ્ત થાય છે. टीअर्थ-सहा=सर्वाणे. ૨૯૯ ગર્હણીય વ્યાપારનું બીજ એવા કર્મનો=શીલભંગ વગેરે કુક્રિયા રૂપ વિષવૃક્ષને ઉગવાનું કારણ એવા મિથ્યાત્વમોહ વગેરે કર્મનો. ફરી તે પાપ ન કરવાથી=સ્વપ્ન અવસ્થામાં પણ ફરી તે પાપ ન કરવાથી. સુખ પરંપરાનું સ્વરૂપ ૭૩૨મી ગાથામાં જણાવ્યું છે. (૭૩૩) आहरणा पुण एत्थं, बहवे उसभाइया पसिद्धत्ति । कालोवओगओ पुण, एत्तो एक्को पवक्खामि ॥७३४ ॥ 'आहरणानि' ज्ञातानि पुनरत्र प्रकृतेऽर्थे 'बहवो' भूयांस 'ऋषभादिका' ऋषभभरतादयः ‘प्रसिद्धाः' सर्वशास्त्रेषु विख्याताः, इति नात्र तद्वक्तव्यताप्रपञ्चनमाद्रियते । 'कालोपयोगतः' प्रवर्त्तमानदुष्षमालक्षणः कालोपयोगमाश्रित्य पुनरित ऊर्ध्वमेकमाहरणं प्रवक्ष्यामि ॥७३४॥ ગાથાર્થ—ટીકાર્થ–પ્રસ્તુત વિષયમાં ઋષભદેવ અને ભરત ચક્રવર્તી વગેરે ઘણાં દૃષ્ટાંતો સર્વશાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. આથી તે દૃષ્ટાંતોને વિસ્તારથી કહેવાનો પ્રારંભ કરવામાં આવતો નથી. આમ છતાં દુઃષમા રૂપ વર્તમાનકાલમાં ઉપયોગી હોવાથી એક દૃષ્ટાંત હવે પછી उहीश. (७३४) एतदेव प्रस्तावयति - एयम्मिवि कालम्मी, सिद्धिफलं भावसंजयाणं तु । तारिसपि हुणियमा, बज्झाणुट्ठाण मो णेयं ॥७३५॥ 'एतस्मिन्नपि काले' प्रायः कलहडमरकराऽसमाधिकारकैः स्वपक्षगतैः परपक्षगतैश्च जनैः सर्वतः संकीर्णे दुष्षमालक्षणे सिद्धिफलं बाह्यानुष्ठानं ज्ञेयमित्युत्तरेण योगः । केषामित्याह-' भावसंयतानां तु' आजीविकादिदोषपरिहारेण प्रारब्धसद्भूतव्रतानामेव साधूनाम् । तादृशकमपि संहननाद्यभावेन कालानुरूपमपि । हुरवधारणे भिन्नक्रमश्च । ततो नियमादेव बाह्यानुष्ठानम्, आलयविहारादिकम् इच्छामिच्छा Page #307 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ઉપદેશપદ : ભાગ-૨ कारादिकं च ज्ञेयम् । तथाहि यादृशीमीश्वरस्तथाविधदेवतापूजनादिकाले कोटिव्ययेनाशयशुद्धिमासादयति, तादृशीं दरिद्रः काकिणीमपि व्ययमान इति लौकिकदृष्टान्तसामर्थ्याद् इहाशठप्रकृतयो वर्तमानानुरूपं धर्मचरणमनुतिष्ठन्तः साम्प्रतमुनयस्तीर्थकरकालभाविसाधुसाधव इव मोक्षफलचारित्रभाजो जायन्त इति ॥७३५॥ આ જ વિષયને શરૂ કરે છે– ગાથાર્થ-આ કાળમાં પણ ભાવસાધુઓનું તેવું પણ બાહ્ય અનુષ્ઠાન અવશ્ય સિદ્ધિ ફલવાળું જાણવું. ટીકાર્ય–આ કાળમાં પણ પ્રાયઃ કલહ-ઉપદ્રવ કરનારા અને અસમાધિને કરાવે તેવા સ્વપક્ષના અને પરપક્ષના લોકોથી ચારેબાજુથી ભરચક દુઃષમા કાળમાં પણ. ભાવસાધુઓનું–જીવનનિર્વાહ માટે જ દીક્ષા લેવી વગેરે દોષોનો ત્યાગ કરીને સત્યવ્રતોની સાધના જેમણે શરૂ કરી છે તેવા સાધુઓનું. તેવું પણ–મજબૂત સંઘયણ વગેરેનો અભાવ હોવાથી કાળને અનુરૂપ પણ. બાહ્ય અનુષ્ઠાન–આલય-વિહાર વગેરે અને ઇચ્છાકાર-મિથ્યાકાર વગેરે. આ કાળમાં પણ ભાવસાધુઓનું કાળને અનુરૂપ બાહ્ય અનુષ્ઠાન (પરંપરાએ) મોક્ષ ફલવાળું જાણવું. તે આ પ્રમાણે–જેવી રીતે ધનવાન તેવા પ્રકારના દેવપૂજનાદિના સમયે ક્રોડ રૂપિયા ખર્ચીને જેવી પરિણામવિશુદ્ધિને પામે તેવી પરિણામવિશુદ્ધિ દરિદ્ર પુરુષ કાકિણી જેટલા પણ ધનના વ્યયથી પામે એવા લૌકિકદષ્ટાંતના બળે જિનપ્રવચનમાં સરળ પ્રકૃતિવાળા અને વર્તમાનકાળને અનુરૂપ ધર્માચરણ કરનારા વર્તમાનકાળના સાધુઓ તીર્થંકરના કાળે થનારા સુસાધુઓની જેમ જેનાથી (પરંપરાએ) મોક્ષ ફળ મળે એવા ચારિત્રના ભાગી થાય છે. (૭૩૫) अथैतद्वक्तव्यतायां 'संखो' इत्यादिगाथासमूहमाहसंखो कलावई तह, आहरणं एत्थ मिहुणयं णेयं । चरमद्धायऽवितहचरणजोगओ सति सुहं सिटुं ॥७३६॥ संखो नामेण निवो, कलावती तस्स भारिया इट्ठा । तीए भातिणियंगयपेसणमच्चंगमिति रन्नो ॥७३७॥ गुव्विणिविसज्जगाणं हत्थे देवंगमा इयाणं च । पढमं च देविदंसण, साहण तह तस्स एएत्ति ॥७३८॥ Page #308 -------------------------------------------------------------------------- ________________ उपदेशपE : भाग-२ तन्नेहा सयगहणं, एए अहमेव तस्स अप्पिसं । परिहणतोसा सहिसंनिहाण तह भासणं चित्तं ॥७३९ ॥ एएहिं दिट्ठेहिं, सो च्चिय दिट्ठोत्ति परिहिएहिं तु । सो च्चिय ओसत्तो सहि!, एमादि अतीवनेहजुयं ॥७४० ॥ वीसत्थ भासियाणं, सवणत्थं आगएण रन्ना ओ । सयमेव सुयं एयं, कोवो अवियारणा चेव ॥७४१ ॥ एत्थ य इमं निमित्तं, अन्नमिणं मग्गियंपि नो दिनं । अत्रेण नियपियाणेहओत्ति गयसेट्ठिपुत्त्रेण ॥ ७४२ ॥ पट्ठवणमागयाणं, चंडालीणं च दाणमाणाए । रन्नम्मि बाहुछेयं, कुणहत्ति इमीए पावाए ॥७४३॥ करणं वाहाणयणं, तह दुक्खा पसवणं णईतीरे । डिंभपलोट्टण इपइमुहधरणं कहवि किच्छेण ॥ ७४४ ॥ देवयकंदण सच्चाहिठाण तह बाहुभावओ चरणं । तावसकुमारदंसण, गुरुकहण तवोवणाणयणं ॥७४५ ॥ रणो अंगयदरिसण, णामे संका य सेट्ठिपुच्छणया । चिट्ठेति दंसणे णाण सोगमरणत्थणिग्गमणं ॥ ७४६ ॥ afe चेहर अभि अमियतेय सुनिमित्त जोगओ धरणं । कहणा ण इमोवाओ, एयम्मी पत्थुए णायं ॥७४७॥ गंगातीरे सोत्तिय, चंडालाइरच्छाइजरचीरे । धणे विच्छित्तगुद्धयपरंपराए महादोसो ॥ ७४८ ॥ तस्स परिवज्जणत्थं, णिज्जामगपुच्छ उच्छुदीवम्मि । कहिए णेयावणमच्छणा य तह उच्छुवित्तीए ॥७४९॥ कालेण भिण्णवाहण, वाणियगमणमुच्छुरस सण्णा । पिंडागारा बहुसो, जायाणेगेसु ठाणेसु ॥७५० ॥ ३०१ Page #309 -------------------------------------------------------------------------- ________________ ३०२ उपद्वेशप: : भाग-२ इक्खाहारा सोत्तियमुहदुक्खणयम्मि सन्नपासणया । इक्खुफलति य भक्खण, गवेसणा चेव जत्तेण ॥७५१ ॥ एवं नियसन्नायवि, भक्खण कालेण दंसणं तस्स । पुच्छण साहण पीती, ततो य आहार बोल्लंति ॥७५२॥ भक्खामि णिच्चमुच्छ्रं, किं ण लभसि तप्फले ण होंतित्ति । दंसेमि अहं भद्दत्ति दंसणे हंत सण्णेसा ॥७५३ ॥ कस्स ममं चिय किं णो, अच्छा कालेण कढिणभावाओ । सच्चं ण अण्णहेयं, विण्णासणओ तहा णाणं ॥७५४॥ पच्छायावो बोहणमेसा लोगट्टिई ण तत्तमिणं । आणायारो सेयं तत्तो सुद्धी उ जीवस्स ॥७५५ ॥ णियसागम कहणं, पायच्छित्तकरणं च जत्तेण । सवणं च तत्तनाणं, आसेवणमुचियजोगस्स ॥७५६॥ ता जह सो असुइभया, मोहाओ असुइभक्खणं पत्तो । तह दुक्खभया तंपि हु, मा दुक्खोहं समादियसु ॥७५७ ॥ सत्थ भणिएण विहिणा, कुणसु तुमं एत्थ दुक्खपडियारं । अप्पवहो पुण सावग !, पडिसिद्धो सव्वसत्थे ॥७५८ ॥ अप्पपरोभयभेया, तिविहो खलु वण्णिओ वहो समए । जंतेणाकालम्मी, इओवि दोसोत्ति एसाणा ॥७५९॥ दोसा उ य णराणं, विण्णेयं सव्वमेव वसति । जं पावफलं दुक्खं, ता अलमेएण पावेण ॥७६०॥ अण्णं च निमित्ताओ, मुणेमि णेगंतियं तुहं वसणं । अवि अब्भुदयफलमिणं, ता चिट्ठह जाव अनंति ॥७६१ ॥ एवंति अब्भुवगयं, ठिओ य णयराओ बाहिरे राया । धम्मक हसवण तोसो, सूवणं तत्थेव विहिपुव्वं ॥७६२ ॥ Page #310 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ सुमिणो य चरमजामे, कप्पलया फलवई तहा छिण्णा । लग्गा विसिट्ठ फलया, रूवेणऽहिगा य जायति ॥७६३ ॥ मंगलपाहाउयसद्द बोहणं सहरिसो तओ राया । विहिपुव्वं गुरुमूलं, गओ तहा साहियमिणं तु ॥७६४॥ गुरुणो जहत्थ वीणण, रण्णो तोसो गवेसणुवलद्धी । सव्वस्स जहा वत्तस्स हरिसलज्जाउ तो रण्णो ॥७६५ ॥ मिलणं गुरुबहुमाणो, धम्मकहा बोहि सावगत्तं च । बंभवय जावजीवं, उभयाणुगयं दुवेहंपि ॥७६६॥ अहियं च धम्मचरणं, चेईहरकारणं तहा विहिणा । पुत्तविवद्धण ठावण, णिक्खमणं दाण विहिपुव्वं ॥७६७॥ 303 चरमद्धादोसाओ, संघयणाइविरहेवि भावेण । संपुण्णधम्मपालणमणुदियहं चेव जयणाए ॥ ७६८ ॥ હવે અશઠ વક્તવ્યતા સંબંધી ‘સંો' એ પ્રમાણે ૩૩ ગાથાઓથી કથાનકને જણાવે છે— શંખ-કલાવતીનું કથાનક આ જંબુદ્રીપમાં દક્ષિણાર્ધ ભરતના મધ્યખંડમાં વ્યાપકપણે લોકોને કરાયો છે સંતોષ જેનાવડે એવો શ્રીમંગલ નામનો દેશ છે, અર્થાત્ દેશની કુદરતી સમૃદ્ધિ એવી છે જેથી લોકો સુખી અને સંતોષી થઇ રહે છે. જેમાં પરચક્ર અને ચોરોનો સંચાર અટકી ગયો છે તથા જેમાં ઇચ્છામુજબ ચરનારા પશુઓ છે તે દેશમાં શંખપુર નામની શ્રેષ્ઠ નગરી છે. તે નગરી તરુણીના મુખ જેવી છે. જેમ તરુણીનું મુખ સુદીર્ઘ આંખોવાળું છે તેમ તે નગરી સુદીર્ઘ શેરીઓ વાળી છે. જેમ તરુણીનું મુખ ઉજ્જ્વળ દંતપંક્તિથી શોભે છે તેમ તે નગરી ઉત્તમ બ્રાહ્મણ સમૂહ(પંક્તિ)થી શોભે છે. દિવસે આકાશ જેમ સંચરતા સૂર્યથી હંમેશા શોભે છે તે નગર સંચરતા શૂરવીરોથી શોભે છે અને રાત્રે આકાશ જેમ તારાઓ રૂપી આભરણોથી શોભે છે તેમ તે નગર રાત્રે સુંદર આભૂષણોને ધારણ કરતા લોકોથી શોભે છે. વળી જેમ ઉદ્યાન વિચિત્ર પ્રકારના વૃક્ષોથી શોભે છે તેમ તે નગર ચિત્રશાળાથી શોભે છે. વળી જેમ ઉદ્યાન અનેક આમ્રવૃક્ષોનો આધાર છે તેમ તે નગર અનેકોનો આધાર છે. જેમ ઉદ્યાન સુજાતિ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ઉપદેશપદ : ભાગ-૨ (માલતી)ના પુષ્પોથી રમણીય છે તેમ તે નગર જાતિવંત (ઉત્તમ) પુરુષોથી રમણીય છે. જેમ ઉદ્યાન પુન્નાગ-નાગવૃક્ષોથી શોભે છે તેમ તે નગર સફેદ હાથીઓથી રમ્ય છે. જિનાલયોના ધ્વજોના બાનાથી ઊંચી કરાઈ છે આંગળી જેના વડે એવું શંખપુર નગર વાજિંત્રના ગંભીર નાદથી જાણે કહી રહ્યું છે કે તે લોકો! તમે કહો, મનુષ્યલોકમાં આના જેવું બીજું કોઈ નગર છે? શંખની જેમ ઉજ્વળ વર્ણ જેવો, પોતાના કંઠની મધુરતાથી ઉત્પન્ન કરાયો છે લોકોમાં સંતોષ જેના વડે, શુદ્ધ કુળરૂપી સમુદ્રમાં ઉત્પન્ન થયેલો એવો શંખ નામનો રાજા તે નગરમાં છે. અવદ્યથી (પાપથી) રહિત એવો તે રાજા રાજ્યનું પાલન કરે છે. ચંદ્ર જેમ પોતાના શીતળ કિરણોથી લોકોને શીતળતા આપે છે તેમ તે રાજા લોકો પાસે અલ્પ કર લઈને પ્રીતિ ઉપજાવે છે. (૬) અન્ય દિવસે રાજા જ્યારે સભામાં બેઠો હોય છે ત્યારે પ્રતિહારથી નિવેદન કરાયેલ વિનયથી યુક્ત ગજશ્રેષ્ઠીનો પુત્ર દત્ત રાજસભામાં દાખલો થયો. રાજાની પાસે રાજયોગ્ય ભેટમું ધરીને, પ્રેમપૂર્વક પ્રણામ કરીને, આસન ઉપર બેઠો ત્યારે રાજાએ પૂછ્યું: હે ગજનંદન! આટલા બધા દિવસે કેમ દેખાયો? તારુ શરીર નિરાબાધ વર્તે છે ને? ગજનંદને કહ્યું. દેવના મુખના દર્શન થયે છતે સર્વકુશલ જ વર્તે છે. ગજવંદન કહે છે–હે મહાપ્રભુ! દિશાઓની યાત્રા કરીને જેમાં ધન ઉપાર્જન કરાય છે એવો વણિક લોકોનો કુળધર્મ અહીં લાંબા સમય પછી આવવાનું કારણ છે. અને બીજું-દુ:ખે કરીને છોડી શકાય એવા સ્ત્રી અને ઘરને છોડીને જે મનુષ્ય પૃથ્વીતલને જોતો નથી તે કૂવાના દેડકાની જેમ સારાસારને જાણતો નથી. દેશાટન કરવાથી વિચિત્ર ભાષાઓ તથા વિચિત્ર દેશનીતિઓનું જ્ઞાન થાય છે. પૃથ્વીતલની ઉપર ભમતા અતિ અદ્ભૂત આશ્ચર્યો દેખાય છે. તેથી હે દેવ! ધનનો અર્થ એવો હું જગતમાં પ્રસિદ્ધ નગરોમાં જાઉં છું અને દેવસાલ નામના નગરમાં હું સુખપૂર્વક વેપાર માટે ગયો હતો. રાજાએ કહ્યું જતા આવતા રસ્તામાં કે તે નગરમાં ગયેલા તે વિદ્વાનના મનને હરનાર એવું કંઈ અપૂર્વ આશ્ચર્ય જોયું? દત્તે કહ્યું: સેંકડો આશ્ચર્યોથી ભરપુર, સ્ફટિકમય કિલ્લાથી વીંટળાયેલું એવું દેવસાલ નામનું વિશાલ નગર છે ત્યાં અપ્રતિમ જિનાલયો છે. ત્યાં કર વિનાનો સુખનો અર્થી લોક વસે છે. ત્યાં કોઈપણ માયાવી નથી. સર્વલોક પીડા વિનાનો છે. સ્ત્રીઓની પણ રક્ષા ઈચ્છાતી નથી, અર્થાત્ સ્ત્રીઓ પણ નિર્ભયપણે રહી શકે છે. કોઇ વેશ્યાવર્ગને માનતું નથી, અર્થાત્ તે નગરમાં કોઇ વેશ્યાઓ નથી. સર્વથા લોકોમાં ક્લેશબુદ્ધિનો અભાવ છે. અને બીજું પણ, માંસાહારીઓ અને ધીવરો(માચ્છીમારો) માન્ય કરવામાં આવતા નથી. હે દેવ! જ્યાં પત્નીથી સહિત એવા ગૃહસ્થો પણ પ્રધાનમુનિઓ જેવા દેખાય છે. હે દેવ! તમારી પાસે Page #312 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૦૫ કેટલું વર્ણવીએ? અને અન્ય પણ બીજું જે આશ્ચર્યકારક જોવાયું છે તે કહી શકાય તેવું નથી. નીલકમલ ચક્ષુવાળા દેવ સ્વયં જ નિરીક્ષણ કરે. (૨૦) આ પ્રમાણે કહીને પ્રયત્નથી છુપાવી રાખેલ ચિત્રફલકને કાઢીને બતાવે છે. રાજા તેને હાથમાં લઈ જુએ છે. ચિત્રફલકમાં દેવીઓના રૂપને હસી કાઢનારી, મનની અંદર ચમત્કાર ઉત્પન્ન કરનારી તથા લાવણ્યરૂપી પાણીને ભરવા માટે કળશ સમાન સ્તનવાળી એક કન્યાને જોઈ. તેણે પ્રતિકૃતિને નમસ્કાર કર્યા. શું ખરેખર આ રંભા છે કે તિલોત્તમા છે? આ દેવી છે એમ તેણે મનમાં વિચાર્યું. રાજાએ હસતા હસતા દત્તને પૂછ્યું: અહો! સરલસ્વભાવી તારે (તારાવડે) આ મુખાકૃતિ કુટિલ કેમ આલેખાઈ? લાંબા સમય સુધી પ્રતિકૃતિને જોઈને રાજાએ કહ્યું: આ કોઈ વિજ્ઞાનનો પ્રકર્ષ અપૂર્વ છે જેના વડે આ આવી આલેખાઈ છે. પણ આ કઈ દેવી છે? એમ રાજાવડે પૂછાયેલા દત્તે કહ્યું: જોઇને અન્યૂ આલેખન કરવું એમાં આલેખન કરનારનો અહીં ક્યો પ્રકર્ષ ગણાય? વિજ્ઞાનનો પ્રકર્ષ તો એક પ્રજાપતિનો છે જેના વડે પ્રતિકૃતિ વિના પણ આવી નિર્માણ કરાઈ છે. આમાં ન્યૂનતા શું છે? એમ રાજાએ પૂછ્યું. એનું મુખ ચંદ્રના કિરણ જેવું નિર્મળ છે. બે આંખો કમળદળ જેવી છે. આનો અંગનો વિન્યાસે કોઈક અદ્ભત રમણીય છે. લાવણ્ય સમુદ્રના જળ કરતા અધિક છે. આનો દૃષ્ટિભંગ રંગભૂમિમાં રહેલા કામદેવરૂપી નટના દૃષ્ટિભંગ જેવો છે. તેના આંખનો ખૂણો કાન સુધી લંબાયેલો છે. હસતા હસતા રાજાએ કહ્યું: ચિત્રમાં આલેખાયેલી પણ આ દેવી મારા ચિત્તને સ્પષ્ટપણે હરે છે. દત્તે કહ્યું: દેવવડે આ માનુષી પણ દેવી કરાયેલી છે. અથવા દેવના પ્રભાવથી મનુષ્ય સ્ત્રીઓ જ દેવીઓ થાય છે. અરે! દત્ત! આવા પ્રકારની મનુષ્ય સ્ત્રીઓ કયાંય હોય છે? હસતા મુખથી દત્તે કહ્યું: દેવ હકીકત સાંભળે. તે લીલા અન્ય જ છે. તે અંગની સુંદરતા કોઈપણ અન્ય જ છે. અને જે માનુષીનું આલેખન કરાયું છે તે તો માત્ર સ્મરણ માટે છે. ખરેખર રૂપ તો કોઈ અન્ય જ છે. વિસ્મય પામેલા રાજાએ પુછ્યું: તો હે ભદ્ર! તું કહે આ કોણ છે? પછી દત્ત જવાબ આપે છે કે, હે દેવ! આ મારી બહેન છે. રાજા કહે છે કે–હે દત્ત! જો આ તારી બહેન છે તો મેં તેને નથી જોઈ એમ તું કેમ બોલે છે? દત્તે કહ્યું: અહીં પરમાર્થ શું છે તે દેવને જણાવું છું. પિતાજીના અત્યંત આગ્રહથી ઘણાં કિંમતિ કરીયાણા ભરીને દેશદર્શન માટે અખંડ પ્રયાસોથી હું ચાલ્યો. અનેક દેશોને ઓળંગીને દેવસાલ નગરના સીમાડે ત્રાડ પાડતા વાઘોવાળા શૂન્ય અરણ્યમાં પહોંચ્યો. એટલામાં હું દઢ બખ્તર પહેરીને સુભટની સાથે ઘોડા ઉપર બેસીને ૧. અન્યૂન–જેવું છે તેવું, કંઈપણ ખામીવાળું નહીં. ૨. વિન્યાસ-અંગરચના. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ઉપદેશપદ : ભાગ-૨ ભિલ્લ-પુલિંદાદિની શંકાથી તે ભયંકર વનમાં આગળના માર્ગની ચોકસાઈ કરું છું તેટલામાં એક સ્થાને માર્ગની નજીકમાં જેનો ઘોડો તરત જ મરણ પામ્યો હતો તેવા અવિકલાંગ પુરુષને એકાએક જોયો. સર્વાગે સુંદર એવો આ કામદેવ શું રતિના વિરહમાં મરણ પામ્યો છે? આ પ્રમાણે વિચાર કરીને તેની પાસે પહોંચીને મેં તેનું નિરીક્ષણ કર્યું. તેને કંઠે પ્રાણ આવી ગયેલા જાણીને મેં શીતળ જળ છાંડ્યું. જેને ફરીથી નવી ચેતના વળી છે એવા તે પથિકને મેં ફરીથી પાણી પાયું. આ ભૂખથી દુર્બળ થયો છે એમ જાણીને મેં તેને લાડુ ખવડાવીને તૃપ્ત કર્યો અને પૂછ્યું: હે સુપુરુષ! ક્યાંથી અથવા કેવી રીતે તું આ ગહન વનમાં આવ્યો છે? તેણે કહ્યું: જે મનોહર દેશ નથી, જ્યાં સ્વચ્છંદીવડે પહોંચી શકાતું નથી ત્યાં કર્મરૂપી પવનવડે જીવ ઊપાડીને લઈ જવાય છે. તેથી દેવનંદિ દેશમાંથી ઘોડાવડે હરણ કરાયેલો હું અહીં આવ્યો છું. હે સુપુરુષ! તું પણ કહે ક્યાંથી આવ્યો? મેં પણ તેને કહ્યું: તે દેશના વિભૂષણ સમાન શ્રીદેવસાલ નગરમાં અમે જઈએ છીએ. તમે ઘોડાની સવારીથી ઘણાં થાકેલા છો તેથી મારા સુખાસન ઉપર બેસો. હા એમ સ્વીકારીને તે જલદીથી સુખાસન ઉપર બેઠો. પછી ઘણા હાસ્યવિનોદ કરતા કરતા જતા અરણ્યનો કેટલોક ભાગ પસાર કર્યો ત્યારે રાત્રિ શરૂ થતા તેઓએ ત્યાં વિશ્રામ (મુકામ) કર્યો. (૪૭) બીજા દિવસે અમે એકાએક સૈન્યને જોયું જે વેગવંત ઘોડાઓના સમૂહથી વ્યાપ્ત હતું. તે સૈન્ય ભયંકર હાકોટાના કોલાહલથી દિશાના સમૂહને ભરી દીધું હતું. તે સૈન્યમાં વાગતા ઢક્કા, ડક્કા, ડુક, કંસાલ અને કાહલના અવાજોએ ભુવનને એકાએક ભરી દીધું હતું. યુભિત થયેલા સાર્થના સુભટો બખ્તર પહેરવા લાગ્યા. તમો ભય ન પામો એમ બોલતો ઘોડેસ્વાર મારી આગળ આવ્યો અને કહેવા લાગ્યો કે અરે! અરે! તમારા વડે કયાંય પુરુષ જોવાયો? આટલું બોલતા ઘોડેસ્વારે હાથ પકડી તુરત જ બતાવ્યો કે આપણે જેની શોધ કરીએ છીએ તે આ સ્વયં જ છે. બંને પણ હર્ષિત થયા. આ વૃત્તાંતને જાણીને વિજયરાજા સ્વયં જ આવ્યો. બંદી લોકોએ નારો બોલાવ્યો કે જયસેનકુમાર જય પામો. જયસેનકુમાર પણ પગે ચાલીને પોતાના પિતા રાજાનું અભુત્થાન કર્યું. સ્નેહપૂર્વક રોમાંચિત થયેલો પગમાં પડ્યો. પિતાએ પૂછ્યું: હે વત્સ! તું આ અરણ્યમાં કેવી રીતે આવ્યો? તેણે પણ કહ્યું હે દેવ! તે દુષ્ટ ઘોડો મને આ નિર્જન અટવીમાં લઈ આવ્યો. પછી ખેદ પામેલા મેં લગામ છોડી દીધી કે તરત જ ઘોડો ઊભો રહ્યો અને હું નીચે ઊતર્યો. આ ઘોડો અકાર્યકારી છે એમ જાણીને પ્રાણો તેને (ઘોડાને) છોડીને તત્કાળ ચાલ્યા ગયા એમ હું માનું છું. પછી હું ઉનાળાને લીધે ઉત્પન્ન થયેલ તૃષ્ણાથી વ્યગ્ર થયેલો દારુણ શ્રમને પામ્યો. ચારેય બાજુથી આ જગતને અંધકારમય જોવા Page #314 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૦૭ લાગ્યો. આના પછી શું થયું તે હું કંઈપણ જાણતો નથી. કારણ વિનાના ભાઈ આ સાર્થવાહ પુરુષસિંહ વડે હું જીવાળાયો છું એમ બોલતા તેણે રાજાને બતાવ્યો. પછી રાજાએ મને સાક્ષાત્ જોયો. મેં રાજાને પ્રણામ કરીને કહ્યું. પ્રાણદાનમાં મારી કોઈ શક્તિ નથી. આ કુમાર જીવી ગયો તેમાં દૈવનો પ્રભાવ છે. ખુશ થયેલા રાજાએ મને દઢ આલિંગન કરીને કહ્યું: હે ભદ્ર! તું મારો પ્રથમ પુત્ર છે, ઉદ્વિગ્ન વિનાનો થઈને બેસ. પછી સાર્થ માટે રક્ષકોની નિમણુક કરીને હું દેવસાલ નગરમાં લઈ જવાયો અને અમારા બંનેનો સમાન જ સત્કાર કરાયો. પછી હે દેવ! તે રાજકુમારો વડે મારું હદય એવી રીતે હરણ કરાયું કે હું માતા-પિતા, નગર અને દેશના વસવાટને ભૂલી ગયો. પરંતુ તે રાજાને શ્રીદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલી, લક્ષણવંતી, સુરૂપાળી જયસેનકુમારથી નાની, રૂપથી તિલોત્તમાની તુલના કરે તેવી, કળા-કલાપમાં પારંગત, સુચરિત્રથી જનમનને હરનારી, સાર્થકનામવાળી કલાવતી પુત્રી છે. તેના માટે અનુરૂપ વરની ચારે તરફ તપાસ કરી પણ ક્યાંય અનુરૂપ વર પ્રાપ્ત થયો નથી. તેના માતા-પિતા અને ભાઈ ચિંતારૂપી અગ્નિથી બળે છે. કહ્યું છે કે-“પુત્રીઓ જન્મતાં જ માતા-પિતાને દીનતા ઉત્પન્ન કરે છે, યૌવનને પ્રાપ્ત થયે છતે ચિંતારૂપી સાગરમાં ફેંકે છે, સાસરે જાય ત્યારે સંતાપ ઉત્પન્ન કરે છે, પતિ ત્યાગ કરે અથવા પુત્ર ન થાય તો મનોતાપને ઉત્પન્ન કરે છે. આમ જન્મ દિવસથી જ પુત્રીઓની સંપત્તિ નક્કીથી નિંદાય છે.” તેઓએ મને કહ્યું કે બહેન માટે ઉચિત વરની તપાસ કર. કેમકે પૃથ્વી બહુરત્ના વસુંધરા છે અને તું ઘણાં સ્થાનોમાં ફરનારો છે. હા, હું તેમ કરીશ એમ કહીને મેં પણ તેનું પ્રતિછંદ આલેખ્યું. તેમની અનુજ્ઞાથી ક્રમથી તપાસ કરતો હું ઘરે પહોંચ્યો. પરંતુ મારા હૈયામાં એ રાયમાન થાય છે કે આ દેવને જ ઉચિત છે, પોતાના સ્વામીને છોડીને સ્ત્રીરત્ન બીજા કોને શોભે? કુલાચલ પર્વતમાં ઉદય પામેલા સૂર્યનું સ્થાન રત્નાકર છે. શું જ્યોત્ના ચંદ્રને છોડીને બીજે ક્યાંય ઘટે? તેને સાંભળીને તે વખતે રાજા ઘણો ચિંતાતુર થયો. મારે આની સાથે જલદીથી સમાગમ કેવી રીતે થશે? (૭૨) એટલીવારમાં મંદિરોમાં મધ્યાહ્નનો સમય સૂચવનાર શંખનાદ થયો, ત્યારે કાલનિવેદકે નિવેદન કર્યું ઉલ્લસિત થયો છે તેજનો સમૂહ જેનો એવો સૂર્ય આકાશના મધ્યભાગમાં ચાલી રહ્યો છે. અત્યંત પ્રતાપી જીવોને જીવલોકમાં શું અસાધ્ય છે? દેવની પૂજાથી સૌંદર્યની વૃદ્ધિ કરવામાં માતા સમાન, મનોરમ, ઘણા મહોત્સવથી સહિત લક્ષ્મી અને કમલાક્ષી સ્ત્રી પ્રાપ્ત થાય છે. પછી રાજા આસ્થાન મંડપમાંથી ઊભો થઈને, સ્નાનાદિ કર્તવ્ય કરીને દેવાદિપૂજન કરીને કંઈક આહાર કર્યો. મધુરાદિ રસમાંથી કોઈ રસનો Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ઉપદેશપદ : ભાગ- આસ્વાદ ન થયો અને મનમાં હંમેશા જ કલાવતીનું સ્મરણ થયા કરે છે. પછી કોઇપણ વસ્તુમાં રતિ નહીં પામતો પોતાની શયામાં સૂતો. પછી ઉન્મત્ત થયેલો આ પ્રમાણે વિચારવા લાગ્યોઃ હે દેવ! તારું કલ્યાણ થાઓ, જેના વડે દેવીના રૂપને જીતનારી તે મૃગાક્ષી નિર્માણ કરાઈ છે. આકાશમાં ગમન કરવા સહાયક એવી પાંખો મનુષ્યોને પણ નથી મળી તે જ તેની ખામી છે. તેથી હે પ્રભુ! તું હમણાં સુંદર પિંછાનો ભાર આપ જેથી વલ્લભાનું દુર્લભ મુખરૂપી કમળ લદીથી જોઉં. શું અમૃતથી નિર્માણ થયેલો એવો કોઈ દિવસ કે કોઈ રાત્રિ આવશે જે દિવસે હું તેના વક્ષ:સ્થળ રૂપી સરોવરમાં હંસની જેમ ક્રિીડા કરીશ. અથવા ક્યારે મધુર-ઓબ્દરૂપી દળથી યુક્ત, પ્રચુર સુગંધથી યુક્ત, એવા તેના મુખરૂપી કમળની આગળ મધુકર લીલાને અવિતૃષ્ણ થઈને કરીશ? આ પ્રમાણે ચિત્તની ચિંતામાં તણાતો કંઇક ક્ષણ વિતાવીને (પસાર કરીને) ફરી પણ સભામાં ગયેલો તેની કથામાં દિવસ પસાર કરે છે. (૮૨). હવે બીજે દિવસે સેવાતા છે ચરણરૂપી બે કમળ યુગલ જેના એવા રાજાને એકાએક ઊંચા વ્યાસથી રુંધાઈ ગયો છે કંઠ જેનો એવા કોઇક ચરપુરુષે કહ્યું: હે દેવ! મોટું સૈન્ય ક્યાંયથી પણ તારા દેશમાં પ્રવેશે છે. રથના ચક્રોના વાદળ જેવા અવાજ તથા હાથીઓના હેષારવ તથા ઘોડાઓના ખૂરના અવાજથી ઉન્મિશ્રિત એવો કોલાહલ વન્ય પશુઓને સંતાપતો દિશાઓને પૂરે છે. અને બીજું પણ તે સૈન્ય ઊંચા દંડ ઉપર ધારણ કરાયેલા સફેદ કમળ અને સમુદ્રના ફીણના સમૂહ જેવી સફેદાઇને તથા ઉન્માર્ગે લાગેલા ક્ષીરસમુદ્રના પાણીની શંકાને કરાવે છે. દેવના સર્વ પણ પ્રાંતસામંતો વિનયથી નમેલા વર્તે છે. તો હે દેવ! આ અનાર્ય આચરણ કરનાર ક્યાંથી ઊગી નીકળ્યો? આને સાંભળીને રણક્રીડાનો ઉત્સુક, ભૃકુટિના ભંગથી ભયંકર શરીરવાળો, ક્રીડા સ્થાને નિર્દયપણે હણાયું છે પૃથ્વીતળ જેના વડે એવો રાજા કહે છે કે, અરે! અરે! જલદી પ્રયાણ ઢકા વગડાવો અરે! સામંતો તૈયારી કરો. આ કોઈક રમકડું આવ્યું છે. આદેશને ઝીલીને ભટો સેના તૈયાર કરવા લાગ્યા. તથા રથ-હાથી-ઘોડા-વાહન અને બખતર તથા શસ્ત્રસમૂહને તૈયાર કરે છે. શું થયું? શું થયું? એમ બોલતો નગર લોક ચારેબાજુ ભમે છે. સ્થાને સ્થાને મોટો કોલારવ સંભળાય છે. એટલીવારમાં હસતો દત્ત રાજાની પાસે આવ્યો અને કહ્યું હે દેવ! અકડે આ આરંભ માંડ્યો છે? ખરેખર! જે ચિત્રમાં રહેલું પણ જોવાયું અને જે દેવના ચિત્તમાં જ રહેલું છે તે આ સ્વયંવર રત્ન આવી રહ્યું છે. દશે દિશામાં વિસ્તાર પામ્યો છે કીર્તિનો સમૂહ જેનો, રૂપથી જીતાયો છે કામદેવ જેનાવડે, કલારૂપી સમુદ્રને પાર પામેલો તે આ Page #316 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૦૯ જયકુમાર અહીં આવેલો છે. તેનું વચન સાંભળીને રાજા એકાએક જાણે અમૃતકુંડમાં ડૂળ્યો! ચિત્તનો દાહ શમી ગયો. રાજા ઘણો હર્ષ પામ્યો. દત્તને સુવર્ણની જીભ અને અંગ ઉપર પહેરેલા આભૂષણો આપીને કહે છે કે, હે સુંદર! આ દુર્ઘટ બીના કેમ બની? હસતો દત્ત કહે છે કે દેવના અચિંત્ય માહભ્યથી દુર્ઘટ પણ વસ્તુની સિદ્ધિ સંભવે છે. અમારાવડે અહીં બીજું શું કહેવાય? પછી મતિસાગર મંત્રીએ કહ્યુંહે દેવ! સજ્જન વડે ઉપાર્જન કરાયેલ વિભવ સર્જનનું હિત કરનાર થાય છે તેમ આ દત્ત આ નાયકનું સદાકાળ હિત કરનાર થાય છે. અને વળી–પુષ્પો વિનાનું પણ વડનું વૃક્ષ મધુર ફળોથી સ્વજનોને આનંદ આપે છે. અત્યંત સુંદર ફૂલોવાળો પલાશવૃક્ષ પણ વિરસ ફળોને નથી આપતો. ઘણાં જળથી ભરેલા વાદળો પ્રમાણોપેત ગાજે છે અને મધુર વરસે છે, જ્યારે પાણી વિનાના વાદળો ઘણો ગર્જારવ કરે છે અને વરસતા નથી તેનું તમે તુચ્છપણું જુઓ. સર્વલોક મોઢા આગળ મીઠું બોલે છે. પરોક્ષમાં ગુણની પ્રશંસા એ અંતરના બહુમાનનું લક્ષણ છે. વિનયથી નમેલો કુસેવક પણ વિવિધ વચનોથી મુખ આગળ સ્તુતિ કરે છે. સુસેવકોની સ્વામી ઉપરની ભક્તિ અવસરે પરખાય છે. તેથી આ શ્રેષ્ઠીપુત્ર દેવ વિષે અકૃત્રિમ સ્નેહવાળો છે પણ તેણે આ વાત ગંભીરતાથી જણાવી નથી. તમારી ઉપર ભક્તિના અનુરાગથી દત્તે તે બલિકાની આગળ તમારું ગુણકીર્તન કરેલું છે તેથી તેને આપના ઉપર રાગ થયો છે. આ દત્ત શ્રેષ્ઠી માતા-પિતા વડે અહીં બાલિકાની સાથે જ મોકલાયો છે. પરંતુ વધારે ઝડપથી માર્ગ કાપીને આ દેવને જણાવવા નિમિત્તે અહીં સાથે આવ્યો છે. દત્તે કહ્યું: આ અતિસાર મંત્રી યથાર્થ નામવાળો છે, અર્થાત્ નામ પ્રમાણે ગુણવાળો છે. જો એમ ન હોત તો પરોક્ષપણે દેશાંતરમાં બનેલી હકીક્તને પ્રત્યક્ષની જેમ આ પ્રમાણે વિશ્વાસપૂર્વક કેવી રીતે કહી શકે? અથવા ભૂમિની અંદર ઊંડે દટાયેલા નિધિને ઉપર ઉગેલી વેલડી ઘાસ આદિના લક્ષણોથી આંખોવડે નહીં જોવા છતાં કુશલપુરુષો બુદ્ધિથી જોઈ શકે છે. (૧૦૮) પછી રાજાએ લડાઇની તૈયારી કરતા સૈન્યનું નિવારણ કરીને ધીધન મંત્રીને પોણીમાં (સત્કાર પ્રવૃત્તિમાં) નિયોજ્યો. તે પચ્ચીણીમાં નગરરક્ષક લોક કહેવાયો કે યથાઆદરવાળા થઈ અત્યંતર અને બહાર મહોત્સવ કરવા પૂર્વક નગરને પ્રવર્તાવો. તથા કારાગૃહની શુદ્ધિ કરો, અર્થાત્ કેદીઓને છોડી મૂકો, મંદિરોને ધોળાવો, શુલ્ક શાળાને બંધ ૧. નનીહ્યા–જે જીભથી શુભ સમાચાર અપાય છે તે વ્યક્તિને સુવર્ણની જીભ આપવામાં આવે છે. ૨. પચ્ચીણી–અતિથિ કે વિશેષ વ્યક્તિ આવેલ હોય ત્યારે તેને લેવા સામે જવું તેને પચ્ચોરી કહેવાય છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ઉપદેશપદ : ભાગ-૨ કરો અને કર લેવાનું મુલતવી રાખો. અને હમણાં માળી-તંબોલી વગેરેએ પોતપોતાના વ્યાપારમાં સર્વ પ્રકારે પ્રવૃત્ત થવું. યજ્ઞાવાસમાં તોરણો બંધાવો અને બળદ વગેરેથી હળથી ખેતરો ખેડાવાનું બંધ કરો તથા હાથી-ઘોડા-બળદ-ઊંટાદિને ઘાસચારો નીરો. આ પ્રમાણે માળી-તંબોલિ વગેરેએ રાજાની યથોક્ત આજ્ઞા માથે ચડાવી. રાજા પણ અપૂર્વ પ્રમોદભરને અનુભવવા લાગ્યો. (૧૧૪) - હવે બુદ્ધિમાન મંત્રીએ જયસેન વગેરે સૈન્યલોકનું એવું સન્માન કર્યું કે જેથી સમસ્ત પણ જયસેનવગેરેએ અત્યંત મસ્તક ધુણાવ્યું, અર્થાત્ ઘણાં હર્ષ પામ્યા. યથોચિત સ્થાને આવાસ અપાયો. નગરી સંતોષવાળી થઈ. પૃથ્વીતલ ઉપર મસ્તક ઝૂકાવીને કુમારે રાજાને પ્રણામ કર્યા. હર્ષપૂર્વક આલિંગન કર્યું. શંખ રાજાએ પૃથ્વીપતિનું સ્વાગત કર્યું. રાજાએ પરિજન સહિત ઉત્તમ આસન ઉપર બેઠેલા જયસેનનું ગૌરવ કર્યું. જયસેન કુમારે પણ મંત્રી વગેરે પરિવારનું ઉચિત નીતિથી સન્માન કર્યું. પછી તેઓ સિંહાસન ઉપર બીરાજમાન થયા ત્યારે પ્રશાંત-મુખ કાંતિવાળો કુમારનો વિરંગ નામનો મંત્રી કહે છે કે અમારા સ્વામીનું હૃદય તમારા ગુણોથી ઘણું હરાયું છે. દત્તવણિકે તમારાં નિર્મળ સ્વરૂપનું એવું વર્ણન કર્યું કે અમારા રાજાની ચિત્તરૂપી દીવાલમાં ટંકોત્કીર્ણની જેમ કોતરાઈ ગયું. તાત તમોને પ્રેમ નિર્ભર આ પ્રમાણે સંદેશો કહેવડાવ્યો છે કે, હે ધીર! દૂર બેઠેલા અમે ગુણના ભંડાર એવા તમારું ગૌરવ કઈ રીતે કરીએ? જે સુઈષ્ટ પ્રશસ્ત વસ્તુ ગુણીઓને આપતો નથી તો તેની નિપુણતા કેવી? તેની ઉદારતા પણ કેવી? તેનો ગુણો વિષે અનુરાગ પણ કેવો? તેથી તમારા ઉદારગુણના અનુરાગથી લાવણ્યકળાકલાપગુણથી યુક્ત, અતિવલ્લભ આ બાળા તમને મોકલી છે. આ બાળાને બીજા રાજકુમારો ઉપર અનુરાગ થયો નથી. શું લક્ષ્મી વિષ્ણુને છોડીને કોઈ ઉપર રાગ કરે? તેથી હે સુપુરુષ! હે પ્રણયીજનનો પ્રણય પાળવામાં પ્રવણ! આનું પાણિગ્રહણ કરીને અમારા મનને આનંદ આપ. પૂર્વે મારાથી પણ આનું કોઈ વિપ્રિય જોવાયું નથી. તેથી જેમ હાથિણી વિંધ્ય પર્વતનું સ્મરણ ન કરે તેમ તમે તેવું કરો જેથી મારી પુત્રી મારું સ્મરણ ન કરે. અથવા સુકુલમાં જન્મેલાઓની આગળ વધારે કહેવાથી શું? કારણ કે સુકુલીનો સ્વભાવથી શરણે આવેલા માટે વાત્સલ્યવાળા હોય છે. (૧૨૭) આ પ્રમાણે નિવેદન કરીને મંત્રી વિરામ પામે છતે શંખ જેવા મધુર ધ્વનિવાળા શંખરાજા કહે છે કે, મંત્રીએ બહુ સારું કહ્યું. અહો! વિજયરાજાનું સૌજન્ય કોઈક અપૂર્વ છે. અમારા પણ ગુણોથી તેનું હૃદય તોષ પામે છે. જો કે બાળપણમાં પણ પિતાના વિયોગથી અમે રાજાપણું પામ્યા તેથી શું અમે હીન મતિવાળા પણ ગુણવાન થઈ ગયા? પુરુષના કાર્યો પરિપક્વતા આવે ત્યારે ઘણા ગુણોના રસથી પૂર્ણ થાય છે, કાચા નિર્ગુણ ફળો Page #318 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૧૧ પક્ષીઓના મનને આનંદ આપતા નથી. અથવા ઉત્તમ લોકો બીજાના દોષોમાં પણ ગુણો જ જુએ છે. કેમકે ચંદ્ર પોતાની કાંતિ હરનાર પણ લંછનને છોડતો નથી. અમૃતની મૂર્તિ એવા ઉત્તમ પુરુષો પ્રિય જ બોલવું જાણે છે. ખરેખર ચંદ્ર અમૃત સિવાય બીજું કંઈ ઝરાવવા જાણે છે? તેથી નિષ્કારણ વાત્સલ્યવાળા, ગુણનિધિ, પિતાતુલ્ય તે રાજાનું વચન હું શા માટે ન માનું? હવે તે વખતે આવેલા દત્તને વિશેષથી વિશ્વાસ થયો. કારણ કે આ દેવ (રાજા)માં આવું અનુદ્ધતપણું છે, એ ન્યાયથી સુંદર છે, વચન વૈભવવાળા છે, તેમનું દાક્ષિણ્ય, વિનય ઉચિતજ્ઞતા અપૂર્વ છે. તો પણ પોતાના ગુણો વિષે અભિમાન નથી અને પરગુણ સ્તુતિમાં અનુરાગ છે. અથવા મહાનુભાવો આવા જ પ્રકારના હોય છે. કહ્યું છે કે મચકુંદ જેવા ઉજ્વળ પોતાના ગુણોથી ભુવનાંતર ભરાયું હોવા છતાં ધીર પુરુષો તેવો આનંદ પામતા નથી જેવો આનંદ બીજાના ગુણના લેશને બોલવાથી પામે. ઉત્તમ નિધિની જેમ દેવનું ચરિત્ર અતિ અદ્ભૂત ગુણરત્નોથી ભરેલું છે, જે અહીં વર્ણવાતું કોના પ્રમોદનું કારણ ન બને? ચંદ્ર જેવા શીતળ ચક્ષુથી જોતા રાજાએ કુમારને આ પ્રમાણે કહ્યું: હે સુંદર! તું અત્યંત સજ્જન છે જે મને ગુણોવડે ગ્રહણ કરે છે. અથવા સ્વભાવથી નિર્મળ સજ્જનના હૈયાઓ સુખપૂર્વક ગ્રહણ કરાય છે. દર્પણની સપાટીમાં કોના વડે પોતાનું પ્રતિબિંબ નથી પડાતું? તું વિજયરાજાનો પુત્ર છે તેથી તારામાં આવા પ્રકારના ગુણો જ ઘટે. આમ્રવૃક્ષ ક્યારેય પણ લિંબોળીને આપતું નથી. (૧૪૨) એટલીવારમાં અવસર પાઠકે જણાવ્યું તે સાકરના ચૂર્ણની મધ્યમાં ભરેલા ધૃતપાત્રને ઊંધું વાળે છે. ખાંડથી મિશ્રિત લોટના કુંડમાં ઘીથી ભરેલા હાથ મસળે છે. તે શેરડી જેવું મધુર સંસ્કારિત કરેલું (કઢેલું) દૂધ હાથમાં પડેલું મેળવે છે. કારણ કે ભાગ્યે પણ આવા પ્રકારનું સર્જન કુટુંબનું નિર્માણ કર્યું છે. ગુણોના સાગર શંખરાજા ક્યાં ? અને વિજયરાજા ક્યાં ? તો પણ દ્વીપાંતરમાં રહેલું રત્ન ભાગ્યના યોગથી યોગ્યમાં જોડાય છે. અવસરને ઉચિત પ્રવૃત્તિ કરનાર પાઠકની ઉપર સર્વે કૃપાવંત થયા. પુલકિત શરીરવાળા સર્વે અતિ મોટા સત્કાર કરે છે. વિદ્વાનની સભાને સમુચિત સંકથા કરતા કેટલીક પણ ક્ષણ પસાર કરીને પછી પ્રસન્ન હૈયાવાળા પોતપોતાના ઘરે ગયા. હંમેશા દાન અને ગ્રહણમાં ઉદ્યત થયેલા, વધતી છે મધુર વિચારોની આપ લે જેઓની, પરસ્પર ચિત્તનું અનુવર્તન કરનારા એવા તેઓના દિવસો પસાર થાય છે. કેટલાક દિવસો પછી નિર્મળ આકાશતળમાં ગ્રહો ઉચ્ચસ્થાનમાં રહે છતે શુભદિવસે વિવાહ પ્રવર્યો. વાગતા છે વિચિત્ર પ્રકારના વાજિંત્રો જેમાં, વાજિંત્રોના તાલની સાથે આરંભાયુ છે સઘન નૃત્ય જેમાં, નૃત્યના આવર્તમાં તણાયો છે ૧. વારંગારંવાર એટલે શેરડી. ગાય એટલે થયેલું બનાવેલું. Page #319 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૧૨ લોક જેમાં, લોકોના મન અને આંખોને ઉપજાવાયો છે આનંદ જેમાં, હર્ષભર ભેગી થયેલી કામિનીઓના મુખરૂપી કમળથી શોભિત થયો છે આંગણાનો વિસ્તાર જેમાં, ભોજનની વિશેષ ભક્તિથી ભાવિત કરાયેલ નગરના સ્ત્રી પુરુષો વડે કરાઇ છે પ્રશંસા જેમાં, વર્ણન કરાતા છે ચારિત્રો જેઓ વડે એવા ભાટચારણોના મનોરથ કરતા અધિક અપાતા દાનની રમણીયતા છે જેમાં, સ્ત્રીવર્ગથી ગવાતા સુંદ૨ મધુર-શ્રેષ્ઠ-ધવળ મંગળગીતોની સમૃદ્ધિ છે જેમાં, મંગળ (માંગલિક) સામગ્રીથી કરાયું છે વિવિધ કૌતુક જેમાં, ઉત્પન્ન કરાયો છે સ્વજનોને પરિતોષ જેમાં, ઘણાં હર્ષથી ઉત્તમવધૂનું કરાતું છે કરકમળનો મેળાપ જેમાં, દાનની મર્યાદા નથી જેમાં એવો કુળની પરંપરા મુજબનો પાણિગ્રહણ વિધિ પ્રવર્તો. જયસેનકુમારે પણ પિતાએ ઠરાવેલા ઘોડા-હાથી-ધન-સુવર્ણઆભૂષણાદિક કરતા અધિક આપ્યું. (૧૫૨) હવે શંખ મહારાજા જાણે ત્રણભુવનનો વિજય મેળવ્યો હોય તેમ એકાએક કલાવતીના લાભમાં અધિક ચિત્તમાં આનંદ પામ્યો. જો કે જયસેનના પણ હૃદયમાં શંખરાજા ઉપર બહેનના સ્નેહથી અધિક પ્રીતિ હતી. પરંતુ સત્કાર અને ગૌરવથી ગુણનિધિ ઉપર પ્રીતિ અધિક વધી. ક્રીડા-આનંદને ઉપજાવે તેવી પંડિત કથાઓથી સુખપૂર્વક ઘણાં દિવસો પસાર કરીને અભિષિત સુખના ભંગના દુઃખનો ભિરુ હોવા છતાં જવા માટે ઉત્સુક થયો. અને તેણે રાજાને કહ્યું: હે દેવ! તમારું સાનિધ્ય અમને દુસ્ત્યાજ્ય છે તો પણ માતા-પિતા મનમાં ઘણી અધૃતિ કરશે તેથી અમે સ્વસ્થાને જઇશું. તમે રજા આપો. રાજાએ કહ્યું: પ્રિય દર્શન, ધન, જીવિતમાં કોણ તૃપ્તિ પામે? તેથી હે કુમાર! વધારે શું કહીએ? તો પણ ફરીથી જેમ બને તેમ જલદી અમૃતની પૃષ્ટિ સમાન મેળાપ થાય તેમ પ્રયત્ન કરવો. સ્વપ્નમાં પણ કલાવતી દેવી સંબંધી ચિંતા ન કરવી. કારણ કે રત્ન કોઇના પણ ચિંતાનો વિષય બનતો નથી. જયસેનકુમારે પણ કહ્યું: તમારી વાત સત્ય છે, અન્યથા નથી. પિતાએ પૂર્વે પણ જે કહ્યું હતું તે હું ફરીથી કહું છું, તે આ કલાવતી તમને થાપણ રૂપે અર્પણ કરેલી છે તેથી તમારે એની સંકટ અને ઉત્સવ બંનેમાં કાળજી કરવી. આ પ્રમાણે વાતચીત કરતો, વિહરૂપી અગ્નિથી ભયંકર દાઝેલી રડતી કલાવતીને મૂકીને રાજાવડે અનુસરાતો જયસેન કુમાર ચાલ્યો અને ક્રમથી દેવસાલ નગરમાં પહોંચ્યો. માતા-પિતાને મળ્યો અને હર્ષથી સર્વ વ્યતિકર જણાવ્યો. (૧૬૩) સંપૂર્ણ મનોરથવાળો પૃથ્વીપતિ શંખ પણ તે પ્રિયાની સાથે અખંડ ભોગોને ભોગવવા લાગ્યો. તેના વિયોગમાં ક્ષણ પણ હૈયામાં સુખ પામતો નથી. પોતાના પ્રાણાર્પણ કરવા ૧. પીહિયય-પ્ર++ત+7=પીહિયય અભિલષિત સુખના ભંગના દુઃખથી ભીરું. મધ્યમપદલોપી સમાસ. Page #320 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૧૩ તૈયાર રહે છે, હંમેશા તેની કથા કરતો રહે છે. વધારે શું? શરીર અન્ય કાર્યો કરે છે પણ ચિત્ત કલાવતીમાં રહે છે. અંતઃપુર પણ સર્વ કલાવતીમય થયું. તથા તે તન્વીએ રાજાના વિશાળ પણ હૃદયને એવી રીતે રૂંધ્યું કે જેથી બીજી શોક્યો તેના હૃદયમાં થોડા પણ અવકાશને પામતી નથી. પણ તે કલાવતી ક્યારેય જૂઠું બોલવાનું શીખી નથી. પૈશૂન્ય કરવાનું શીખી નથી, ઇર્ષ્યાને અધીન થતી નથી, પોતાના સૌભાગ્યનો ગર્વ નથી. પ્રિય બોલવાનું શીખી છે, સર્વની ઉચિત પ્રતિપત્તિ કરે છે. દુઃખીઓને વિષે દયા પાળે છે. શીલ પરિપાલનમાં રાગી છે. રાજા તેના પ્રેમમાં બંધાયેલો રહે છે. પરિજન પણ તેના વડે ખુશ કરાય છે. શોક્ચવર્ગ પણ તેની વિવિધ પ્રકારે ગુણ સ્તવના કરવા લાગ્યો. તૃણસમાન મનાયા છે સ્વર્ગના સુખો જેના વડે એવી સુખસાગરમાં ડૂબેલી કલાવતી શિયાળાના દિવસોની જેમ ઝડપથી પસાર થતા દિવસોને જાણતી નથી. (૧૭૧) હવે અન્યદા સુખે સૂતેલી રાત્રિના મધ્યભાગમાં સૂરચંદનના કર્દમથી ચર્ચિત સુવર્ણ કળશને જુએ છે. તે કળશ ક્ષીરોધિના નીરથી પૂર્ણ છે. વિદ્યુતના પુંજ સમાન ઉજ્જ્વળ છે. કમળથી મુખ ઢંકાયેલું છે. પોતાના ખોળામાં રહેલો છે. વિશિષ્ટ પ્રકારના મણિઓના સમૂહથી ચિત છે. તત્ક્ષણ જ જાગેલી રાજાને ઊઠાડીને કહે છે કે મેં હમણાં આવા પ્રકારનું સ્વપ્ન જોયું. રાજા કહે છે કે, હે દેવી! તને કુળરૂપી આકાશમાં ચંદ્ર સમાન, કુળમાટે કલ્પવૃક્ષ સમાન, કુળદીપક તથા કુળરૂપી મંદિર માટે ધ્વજ સમાન એવો ઉત્તમ પુત્ર થશે. ભલે તે પ્રમાણે થાઓ એમ માનીને તે ધી૨ ગર્ભને વહન કરે છે. વળી બીજું—બહુ ગરમ ભોજનને કરતી નથી, બહુ શીતળ ભોજનને કરતી નથી, અતિ તૃષાને સહન કરતી નથી, ગર્ભને પીડા થશે એવા ભયથી ઉતાવળી ચાલતી નથી અને હંમેશા જ ગર્ભષોષક વિવિધ ઔષધોનું પાન કરે છે. ઔષધીઓ બાંધે છે. અનેક દેવતાઓને આરાધે છે. લગભગ નવમાસ પૂર્ણ થવા આવ્યા ત્યારે કલાવતીના પિતાએ સેવકોને શંખપુર મોકલાવ્યા અને કહેવડાવ્યું કે સ્ત્રી પ્રથમ પ્રસૂતિ કરવા પિતાને ઘરે આવે છે. જયસેનકુમારે પણ કલાવતી માટે આ બે બાજુબંધ અતિ ઉચિત છે એમ જાણીને મોકલ્યા અને રાજા માટે સવિશેષ ભેટ મોકલી. ક્રમથી તેઓ શંખપુર આવ્યા અને તેઓ દત્તવણિકના પરિચયને કારણે ગજશ્રેષ્ઠીના ઘરે સન્માનપૂર્વક ઉતારો અપાયા. ભવિતવ્યતાના યોગથી તેઓ પ્રથમ કલાવતીને મળ્યા અને પિતાના કુશળ સમાચાર આપ્યા અને આગમનનું પ્રયોજન જણાવ્યું. (૧૮૨) ૧. ઔષધીઓ ત્રણ પ્રકારની છે. (૧) દૈવ વ્યપાશ્રય (૨) યુક્તિ વ્યપાશ્રય અને (૩) સત્ત્તાજય. (૧) દૈવવ્યપાશ્રય-મંત્ર, મંગલાચરણ, નિયમ, પ્રાયશ્ચિત, ઉપવાસ પ્રણામ તીર્થગમન વગેરે છે. (૨) યુક્તિવ્યપાશ્રય–યુક્તિપૂર્વક ખોરાક, દવા વગેરેના સેવનને યુક્તિવ્યપાશ્રય કહે છે. અને (૩) હાનિકારક કાર્યો તેમ જ વિચારોમાંથી મનને રોકવાના કાર્યને સત્ત્તાજય ઔષધ કહે છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ઉપદેશપદ : ભાગ-૨ હવે લાંબા સમય પછી પિતાના સમાચાર મળવાથી દેવી કલાવતી તત્પણ રોમાંચ કંચુકિતકાયાવાળી પ્રસન્નમુખી થઈ. સુંદર દંતપંક્તિવાળી કલાવતીનું આનંદોદયથી પૂર્ણ, ઘણું વિકસિત થયું છે લોચન યુગલ જેમાં એવું હસતું પણ મુખ હાસ્યથી વ્યગ્ર થયું. અહીં તમોને સ્વાગત છે, પિતાને કુશળ છે ને? માતા નિરોગી છે ને? મારો ભાઈ મજામાં છે ને? આ પ્રમાણે પહેલા ઘણાં પ્રકારે વાર્તાલાપ કર્યો. આ પ્રમાણે સ્નેહપૂર્વક ઉચિત આવકારથી ખુશ કરાયેલા તેઓ કહે છે કે આ બધાને કુશળ છે. તારા ઉપર બધા ઉત્કંઠિત મનવાળા થયેલા છે, અને રાજાએ તારા ઉપભોગ માટે આ બે દેવદૂષ્ય વસ્ત્રો મોકલ્યા છે અને જયસેનકુમારે સ્નેહથી રાજા માટે બે બાજુબંધ મોકલ્યા છે. કુમારને આ બે બાજુબંધ અતિપ્રિય છે, કેમકે ગજશેઠના પુત્રે પોતાની પ્રિયાના આભૂષણ માટે ઘણી માગણી કરી હતી તો પણ તેને આપ્યા નહીં. પછી ભાઈના સ્નેહથી ભીની થયેલી કલાવતી દેવી સ્વયં જ ગ્રહણ કરીને કહે છે કે હું જ તેમને આપી દઇશ. અધિક સન્માન કરીને તેઓને પોતાના આવાસે મોકલ્યા. દેવી સખી સમક્ષ બે બાજુબંધ ભૂજામાં પહેરીને હર્ષનિર્ભર નિશ્ચિલ દૃષ્ટિથી જુએ છે. (૧૯૧). એટલીવારમાં રાજા દેવીના મહેલના દરવાજા પાસે આવ્યો. કલાવતીના હર્ષારવને સાંભળીને આ અહીં શું બોલે છે તે હું જાણું એવો શંકાસ્પદ થયેલો રાજા જેટલામાં ડોકું કરે છે તેટલામાં ગવાક્ષના ગગનતળમાં રહેલી દેવીની ભૂજામાં પહેરેલા બે અંગદને જુએ છે અને આવા પ્રકારના વાર્તાલાપને સાંભળે છે. કલાવતી બોલી કે “આના દર્શનથી મારી બે આંખો જાણે અમૃતરસથી ન સિંચાઈ હોય! અથવા આ બાજુબંધને જોવાથી મારી વડે તે જ જોવાયો છે. આ અંગદ ભૂજામાં પહેરેલા જોવાથી રાજાનો કલાવતી ઉપરનો ઉમળકો ઓગળી ગયો. તેનું નામ લેવાથી મારું જીવતું હૃદય મરવા તૈયાર થયું છે. અને બીજું પણ આશ્ચર્ય જુઓ કે જયસેનને તે જ શ્રેષ્ઠીપુત્ર પ્રાણપ્રિય હોવા છતાં, બાજુબંધને માગવા છતાં ન આપ્યા. સખીઓએ કહ્યું: હે સ્વામિની! તેનો (તારા ભાઈનો) તારા પર જેવો સ્નેહ છે તેવો બીજા કોઈ વિષે સંભવે છે? અહીંયા આશ્ચર્ય શું છે? આ પ્રમાણે નામ ઠામ વિનાના ઘણાં ઉલ્લાપો સાંભળીને ઇર્ષાને વશથી રાજા કુવિકલ્પરૂપી સર્પોથી ડસાયો. આના હૈયાને આનંદ આપનારો બીજો કોઈ વર પ્રિય છે, હું કટિસ્નેહથી વિનોદમાત્રથી વશ કરાયો છું. શું હું આને હણું? અથવા શું હું આના જારને હણું? અહીં આ સંબંધમાં કોણ દૂતી છે? જેના વડે આવો સંયોગ ઊભો કરાયો છે. આ પ્રમાણે ઘણા રોષરૂપી અગ્નિની જ્વાળાથી કોળિયો કરાયું છે શરીર જેનું એવો રાજા આ કાર્ય બીજાને કહેવા યોગ્ય નથી (અકથનીય છે) એટલે બીજાને કંઇપણ પૂછવા જરાપણ સમર્થ ન થયો. મોટા સન્માન સ્થાનને પામેલી અતિવલ્લભ સ્ત્રીઓની ઉપર કયો વિબુધ પુરુષ Page #322 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૧૫ વિશ્વાસ મૂકે? કેમકે નિર્મળકુળમાં ઉત્પન્ન થયેલી પણ આ કલાવતી આવા પ્રકારના અસંબંધ પ્રલાપો બોલે છે. તો ખરેખર તે ભ્રષ્ટશીલા છે. આ પ્રમાણે શંકા નહીં કરવા યોગ્યની શંકા કરતો રાજા તત્ક્ષણ જ પાછો ફર્યો. મોટા દુઃખથી સંતપ્ત થયેલો દુઃખથી દિવસને પસાર કરે છે. (૨૦૪) સૂર્યમંડળ અસ્ત થયા પછી ગાઢ અંધકાર પથરાયો ત્યારે ચાંડાલ સ્ત્રીઓને ગુપ્તપણે બોલાવીને સ્વમતિકલ્પિત વસ્તુને કહી. પછી તે કાર્ય કરવાનું સ્વીકારીને તેઓ ગઈ. રાજાએ પણ પોતાના નિષ્કરૂણ નામના ભટને બોલાવ્યો અને કહ્યું: હે ભદ્ર! તું ગુપ્તપણે જ મારી કાલવતી દેવીને સવારે લઈ જઈને અમુક અરણ્યમાં છોડી દેજે. હવે તે પ્રભાત સમયે વેગવંતા ઘોડાને રથમાં જોડીને દેવીને કહે છે કે આ રથમાં જલદીથી બેસો. કુસુમ ઉદ્યાનમાં પ્રભુને નમીને હાથી ઉપર આરૂઢ થયેલા રાજાએ પ્રયાણ કર્યું છે. તે સ્વામિની તમને તેડી લાવવા માટે મને આદેશ કર્યો છે. સરલ સ્વભાવી કલાવતી ઉતાવળથી રથ ઉપર ચડી. નિષ્કર્ણે પણ તત્ક્ષણ જ પવનવેગી ઘોડાઓને હંકાર્યા. કલાવતીએ પૂછ્યું: રાજા કેટલે દૂર છે? નિષ્કરુણ કહે છે–હે સુંદરી! તે આ રાજા આગળ જાય છે. આ પ્રમાણે બોલતા બોલતા અરણ્યમાં પહોંચ્યા. તેટલામાં રાત્રિ પૂર્ણ થઈ. દિશા રૂપી વધૂઓના મુખો નિર્મળ થયા. રાજાને નહીં જોતી દેવી ઘણી વ્યાકુળ થઈ. તે નિષ્કરુણ! આ શું છે? રાજા અહીં કેમ ક્યાંય દેખાતા નથી? ઉદ્યાન પણ દેખાતું નથી. તે મને શા માટે ફસાવી છે? ક્યાંય પણ વાજિંત્રનો અવાજ સંભળાતો નથી, મનુષ્યનો અવાજ સંભળાતો નથી. આ તો માત્ર અરણ્ય છે. શું આ સ્વપ્ન છે? મતિમોહ છે? શું ઈદ્રજાળ છે? સત્ય કહે. આ પ્રમાણે ગભરાટ ભર્યા પ્રલાપો બોલતી, વ્યાકુળ થયેલી દેવીને જોઈને નિષ્કરુણ પણ સકરુણ થઈ પ્રત્યુત્તર આપવા માટે સમર્થ ન થયો. પછી રથમાંથી ઉતરી આગળ બે હાથ જોડીને, શોકના સમૂહથી રુંધાઈ ગયો છે કંઠ જેનો એવો રડતો નિષ્કરુણ બોલવા લાગ્યો. હા, પાપી એવા મને ધિક્કાર થાઓ! હે દેવી! હું સાચે જ નિષ્કરુણ , જેથી હણાઈ ગયું છે દૈવ (પુણ્ય) જેનું એવો હું આ કાર્યમાં નિયોજાયો છું. હે દેવી! જે પુરૂષ જીવવાને માટે આવા પ્રકારના પાપ કાર્યને કરે છે તે પાપને કરનાર પાપની ચેષ્ટાવાળો દુષ્ટ ન જન્મે તે જ સારું છે. પાપી પિતાની સાથે યુદ્ધ કરે છે, સ્નેહાળ પણ ભાઇનો ઘાત કરે છે સેવકરૂપી કૂતરો સારો, કેમકે પ્રભુના (માલિકના) વચનથી તે અગ્નિમાં પ્રવેશે છે. રથવરમાંથી ઉતરીને આ સાલવૃક્ષની છાયામાં બેસો આ રાજાનો આદેશ છે. બીજું કંઈ કહેવા હું સમર્થ નથી. વિદ્યુતના નિપાતથી અભ્યધિક બાળનારું તેનું વચન સાંભળીને, તેના પરમાર્થને જાણીને નીચે ઉતરતા મૂર્છાના વશથી દેવી પૃથ્વી ઉપર ઢળી પડી. નિષ્કર્ણ પણ રડતો જ રથને હાંકીને પાછો નગરમાં ગયો. (૨૨૨) Page #323 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ હવે દેવી ક્રમે કરીને કોઇક રીતે ફરી ચેતનાને પામી. જેટલામાં અતિકરુણ કુલઘરને યાદ કરીને રડતી રહે છે તેટલામાં પૂર્વે નિયુક્ત કરાયેલી ચાંડાલની સ્ત્રીઓ આવી પહોંચી અને હાથમાં ધારણ કરાઇ છે ભયંકર કાતરો જેઓ વડે, નિષ્કારણ કોપ વડે કરાયું છે ઉદ્બટ ભ્રૂકુટિથી ભયંકર કપાળ જેઓ વડે એવી સાક્ષાત્ રાક્ષસીઓ વડે કલાવતી કહેવાઈ. હા દુષ્ટા! હા દુ:ખ ચેષ્ટા! તું રાજલક્ષ્મી માણવી જાણતી નથી જેથી સ્નેહાકુલ રાજાની વિરુદ્ધમાં વર્તે છે? તેથી હમણાં દુષ્કૃતના ફળો ભોગવ- એમ કઠોર વચનો બોલીને એકાએક તેની બંને ભૂજાઓ કાપી લીધી. સુવર્ણના આભૂષણથી શોભિત કેયૂર પૃથ્વીતળ ઉપર પડ્યું. કોઇક રીતે ચેતના પામેલી આવા પ્રકારના વિલાપને ક૨વા લાગી. હે દૈવ! તું આવો નિવૃણ થઇને મારા ઉ૫૨ કેમ કોપ્યો છે? જેથી અતર્પિત જ આવા દારુણ દંડને આપે છે? હે પાપી! શું તારા ઘરમાં મારા જેવી કોઇ બાલિકા નથી? જેથી હે હતભવ્ય દૈવ! અનિષ્ટ દુઃખને આપતા મારું પણ અનિષ્ટ થશે એમ તું જાણતો નથી? હા, આર્યપુત્ર! તમારે આ અસમીક્ષિત (વગર વિચાર્યું) કાર્ય કરવું ઉચિત નથી. હે ધીર! અનુતાપ બુદ્ધિમાન એવા તમારા હૃદયને અધિક બાળશે. હે નાથ! મેં જાણતા તમારું લેશ પણ વિપ્રિય નથી કર્યું. હે પ્રિયતમ! જો અજાણતા થયું હોય તો તેને આવો આકરો દંડ ન અપાય. કોઇપણ ચાડિયાએ તમારા કાનમાં શું ભભરાવ્યું છે તે હું જાણતી નથી. સ્વપ્નમાં પણ મારા શીલની મિલનતાની વિચારણા કરશો નહીં. હે નિઘૃણ! તે સ્નેહ, તે પ્રણય, તે પ્રતિપત્તિ તથા તે શુભાલાપને તેં હમણાં એક જ સપાટે કેમ રહેંશી નાખ્યા? સ્ત્રી તો ક્ષણથી રાગી થાય છે અને ક્ષણથી વિરાગી થાય છે પણ પુરુષો એવા હોતા નથી, તે તો સ્વીકારેલા વચનનું પાલન કરનારા હોય છે, આવી પણ લોકવાયકા છે. પરંતુ આજે આનાથી વિપરીત જોવામાં આવ્યું. હે તાત! હે માત! હે ભ્રાત! હું તમને પ્રાણવલ્લભ હતી. વેદના-મરણથી મરતી મારું રક્ષણ કેમ કરતા નથી? પીડાના વશથી તત્ક્ષણ જ તેનું નિર્લજ પેટ વ્યાકુલિત થયું તેને ચિત્તમાં વહન કરતી પ્રસવના સમયને જાણીને તે નજીકના વનગુલય(ઝાડી)માં ગઇ અને ઉદરશૂળ વેદના થઇ. વેદનાને અંતે કષ્ટથી પ્રસૂતિ થઇ. પછી બે પગની મધ્યમાં દેવકુમાર જેવા પુત્રને જુએ છે ત્યારે અતિહર્ષવંતી થઇ. તત્ક્ષણ મોટા વિષાદથી વિચારવા લાગી. જેમકે—લોકમાં સંતાનનો જન્મ દુઃખીને પણ સુખ આપે છે, ઘણાં શોકથી ઘેરાયેલા જીવને શાંતિ આપે છે. અને મરતા પણ જીવને જીવાડે છે. કલાવતી બોલે છે કે, હે પુત્રક! તું જન્મ્યો તે સારું થયું. દીર્ઘાયુષ્યવાળો થા અને હંમેશા સુખી રહે. હે પુત્ર! અભાગણી એવી હું આના સિવાય બીજું કયું વર્ષાપનક કરું? (૨૪૦) ૩૧૬ Page #324 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૧૭ એટલીવારમાં તડફડતો પુત્ર નદીતટના કાંઠા તરફ સરકવા લાગ્યો. તેને પગથી રોકીને કલાવતી બોલવા લાગી કે, હા હા કૃતાંત! નિવૃણ! હે પાપી! તું આટલાથી પણ સંતોષ નથી પામ્યો, જે પુત્રને આપીને પણ હરણ કરવા લાગ્યો? હે ભગવતી ! હે નદી દેવી! દનુમખી હું તમારા પગમાં પડેલી છું. હે શરણે આવેલાનું પ્રિયકરનારી! કરુણા કર, તું આનું હરણ ન કર. જો જગતમાં શીલ જયવંતુ હોય તો અને જો મારું શીલ અખંડિત હોય, અર્થાત્ કલંકિત ન થયું હોય તો તે દિવ્યજ્ઞાનનયના! બાળકના પાલનનો ઉપાય કર. આ પ્રમાણે દીન આક્રંદ કરતી કલાવતી દેવી ક્ષણથી જ સિંધુદેવી વડે સુંદર હાથ-ભૂજાની લતિકાથી શોભતી કરાઈ. અમૃતરસથી જાણે સિંચાઈ ન હોય તેમ પુત્રના સુખને ઘણું અનુભવ્યું અને બે હાથથી બાળકને તેડીને ખોળામાં મુક્યો. હે દેવી! તું જગતમાં આનંદ પામ. નિષ્કરણ વાત્સલ્યવાળી તારું કલ્યાણ થાઓ, જેના વડે ઘણી દુઃખી એવી હું જીવાડાઈ છું. આવા પ્રકારના પરાભવરૂપી અગ્નિથી શેકાયેલ એવી મારે હવે જીવવાથી શું? પરંતુ વિષ્ણુની આંખ જેવી મોટી આંખવાળા આ અનાથ પુત્રને છોડવા સમર્થ નથી. ખરેખર જો નગરમાં પુત્રનો જન્મ થયો હોત તો તેના પિતા મોટો મહોત્સવ કરત. પરંતુ આ ભાગ્યપરિણામ અતિદારુણ થયો છે. જેઓ સ્વાર્થ સધાય ત્યાં સુધી રાગ કરે છે સ્વાર્થ સધાય ગયા પછી દુર્જનની જેમ ટ્વેષ કરે છે. હા! હા! તે કૃત્રિમ સ્નેહવાળા નિવૃણ પુરુષોને ધિક્કાર થાઓ. પ્રિયપાત્ર વિષે રાગરૂપી પિશાચ જેઓના મનમંદિરમાં આંખના પલકારા જેટલા કાળ સુધી પણ વસ્યો નથી તે બાળ સાધ્વીઓને વારંવાર નમસ્કાર થાઓ. બાળપણમાં પણ હું જો બ્રહ્મચારિણી સાધ્વી થઈ હોત તો આવા પ્રકારના સંકટને સ્વપ્નમાં પણ ન જોત. (૨પર) આ પ્રમાણે વિવિધ વિલાપ કરતી, વનદેવતાને રડાવતી અને પોતે રડતી એવી કલાવતીને પુણ્યના યોગથી કોઇપણ તાપસમુનિએ જોઈ. શું આ કોઈ દેવી અવતરી છે? અથવા શું આ કોઈ વિદ્યાધરી છે? એમ વિકલ્પ કરતો તાપસ તત્પણ આશ્રમમાં જઈને કુલપતિને કહે છે. દયાળુ એવા તેણે પણ થાપદાદિથી આને કોઈ ઉપદ્રવ ન થાઓ એમ સમજીને જલદી જલદી આશ્રમમાં લાવી દીધી. તે પણ વિચારે છે કે હમણાં મારે બીજી કોઈ ગતિ નથી એમ સમજીને આશ્રમમાં આવી. કુલ સ્વામીને પ્રણામ કર્યો. કુલસ્વામીએ નેહપૂર્વક વિતક પૂછી. શોકથી ડૂસકા ભરતી તે અવ્યક્ત પણ બોલવા સમર્થ થતી નથી. નિપુણ કુલપતિએ મધુરવચનોથી આશ્વાસન આપ્યું અને કહ્યું: હે વત્સ! તું ઉત્તમકુળમાં જન્મેલી છે, કારણ કે તારું શરીર વિવિધ લક્ષણોથી યુક્ત કલ્યાણમય જણાય છે. આ સંસારમાં નિત્ય સુખી કોણ છે? આ સંસારમાં કોને અખંડ સ્વરૂપી લક્ષ્મી છે? નિત્ય પ્રેમસુખ કોને હોય? કોનો સમાગમ અલિત નથી થતો? તેથી ધીરતાને ધારણ કરીને, Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ઉપદેશપદ : ભાગ-૨ સાધ્વીઓની મધ્યમાં રહીને, ગુરુદેવતાની ઉપાસનામાં લીન થઈ દેવકુમાર જેવા આ પુત્રનું ત્યાં સુધી પાલન કર જેટલામાં તારાવડે પૂર્વ જન્મમાં ઉપાર્જિત કરાયેલ પુણ્યરૂપી વૃક્ષ ફળને આપે. આ પ્રમાણે કુલપતિવડે આશ્વાસિત કરાયેલી, જીવિતની આશા બંધાઈ છે જેને એવી કલાવતી તે આશ્રમમાં રહી. (૨૬૧) આ બાજુ ચાંડાલ સ્ત્રીઓએ કેયૂરથી યુક્ત બે બાહુ રાજાને બતાવ્યા તે પણ જેટલામાં નિરીક્ષણ કરે છે તેટલામાં જયસેનકુમારના નામથી અંકિત બે બાજુબંધને જોયા અને મોટા ઉદ્વેગને પામ્યો અને એકાએક જાણે અંગારાથી અંતઃકરણ ભરાયું ન હોય તેવો થયો. તો પણ નિશ્ચય માટે ગજશ્રેષ્ઠીને બોલાવીને પૂછ્યું: દેવસાલ નગરમાંથી હમણાં કોઈ આવ્યું છે? તેણે કહ્યું: હા આવ્યા છે. હે દેવ! મારા ઘરે દેવીની મોણાવણી નિમિત્તે વિજયરાજાના વિશ્વાસુ માણસો આવેલા છે. તેઓને વખત ન મળ્યો તેથી તેઓ તમને મળી શક્યા નહીં. રાજાએ કહ્યું: તો જલદી બોલાવો. અને બોલાવાયેલા તેઓ પણ આવી ગયા. રાજાએ પૂછ્યું: આ બે અંગદ શું છે? તેઓએ કહ્યું: હે દેવ! અંગદો અમૂલ્ય મણિઓથી સુંદર ઘાટના ઘડવામાં આવ્યા છે. આ પ્રમાણે ભાવપૂર્વક જયસેનકુમારે પ્રાણપ્રિય દેવમાટે મોકલાવ્યા છે અને અમે દેવીની પાસે ઘરે આપ્યા છે. આ પ્રમાણે તેઓ બોલે છતે ક્ષણથી મૂર્છાથી મિંચાઈ ગયેલી આંખોવાળો રાજા ક્ષણથી સિંહાસન ઉપર ઢળી પડ્યો. શીતલ પવનના પ્રયોગથી એવી રીતે વીંઝાયો જેથી કોઇક રીતે ચેનતવંતો થયો અને વિચારવા લાગ્યો કે, વગર વિચાર્યું કરનાર મને ધિક્કાર થાઓ. અહો! મારી સુકૃતનતા કેવી છે! અહો! મારો અજ્ઞાનનો પ્રકર્ષ કેવો વિશાળ છે! અહો! મારું નિર્ભાગ્ય શિરોમણિપણું કેવું છે! અહો! મારો દુષ્ટ નિર્દયભાવ કેવો છે! આ પ્રમાણે વિચારતો ફરી પણ મૂર્છાવશ પડ્યો. ફરી પણ સ્વસ્થ થયો ત્યારે સામંતોએ કહ્યું છે દેવ! આ અકાળે અતિ વિષમ વ્યાકુળતા કેમ થઈ? આ પ્રમાણે વારંવાર પૂછાયેલો રાજા કહેવા લાગ્યો અરે! અરે! ચોર જેવા કુટિલ પોતાના ચારિત્રથી હું મૂઢ થયો છું. જેથી મેં વિજયરાજાની વાત્સલ્યતા ન ગણી. જયસેનકુમારની મૈત્રી ઉપર કૂચડો ફેરવ્યો. કલાવતીના સ્નેહને બહુ ન માન્યો અને પોતાના કુળના કલંકને ન વિચાર્યું. અસંભવતા દોષોનું આરોપણ કરીને વિજયરાજાની પુત્રીને દોષવાળી ચિતરીને યમના ઘરે મોકલી આપી, જેનો પ્રસૂતિકાળ પણ નજીકમાં હતો. તેથી અશુચિના ઉકરડાની કોઇપણ રીતે શુદ્ધિ ન થાય તેમ મારી પણ કોઈપણ રીતે શુદ્ધિ નહીં થાય. ચાંડાલભાવને પામેલો એવો હું કોઈ શિષ્યલોકને જોવા લાયક નથી રહ્યો. તમે જલદીથી કાષ્ઠ લઈ આવો જેથી અગ્નિમાં પ્રવેશીને મારી જલદીથી શુદ્ધિ કરું અને સંતાપથી તપેલા શરીરને શાંત કરું. (૨૭૮) ૧. મોળાવ એટલે પ્રથમ પ્રસૂતિના પ્રસંગે પિતા તરફથી કરવામાં આવતું ઉત્સવપૂર્વકનું નિમંત્રણ. Page #326 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૧૯ રાજાના આ વચનને સાંભળીને અકાળે વિદ્યુતના પાતની જેમ સકલ પણ પરિજન એકબીજાના મુખને જોવા લાગ્યો. હા હા! રાજા આ પ્રમાણે કેમ બોલે છે? પરિવાર વિલખો થઈ એકી સાથે ભેંક તાણી પોક મૂકી વિલાપ કરવા લાગ્યા. સ્ત્રીઓ કહે છે કે આર્યપુત્ર! તું અતિનિધૃણ છે, તમારા વડે આવું કેમ આચરાયું? અમારા મુખની શોભા એવી કલાવતી ક્યાં છે? હા! તેના વિના આ રાજઆંગણું સૂનું છે. તેના વિના બધે મુગ્ધતા છે. તમે રોષ ન કરો. પરિજન રાજાને કહે છે કે તમે રસ ન કરો ખુશ થાઓ અને તેને લઈ આવો. હા! આ શું? અરે! આ શું? આવા પ્રકારના ભાગ્યના કાર્યોને વિધિક એમ બોલતો સ્ત્રી-પુરુષનો સમૂહ નગરમાં ચારે તરફ રડે છે. નિષ્કરુણોને પણ કારુણ્ય ઉત્પન્ન કરનાર એવા ભયંકર આક્રંદના અવાજને કરતા નગરને જોઈને ઉત્સુક ચિત્તવાળો રાજા ફરી કહે છે કે, અરે! મંત્રી! તું આટલો સમય કેમ રાહ જુએ છે! મારા શરીરમાં વેદના થાય છે તે તમે જાણતા નથી? હા! હવે મંત્રીઓ-પત્નીઓ તથા સ્વજનો રડતા રાજાને જલદીથી કહે છે કે, તે વિચક્ષણ! અમારા ક્ષત ઉપર ક્ષારનું લેપ ન કરો. જો કોઈક ભાગ્યયોગથી કોઈક રીતે બુદ્ધિહીન કાર્ય થઈ ગયું હોય તો રસોળી ઉપર ફોડલા થવા સમાન બીજું બુદ્ધિહીન કાર્ય ન આદરો. પર્વત જેવા ધૈર્યવાળા ધીર પુરુષો ભયથી કંપતા જીવોને શરણ થાય છે, જો ધીરપુરુષો પણ ધૈર્યને છોડી દે છે તો કોણ શરણ થાય? અને બીજું–તમોએ આ રાજ્યને શત્રુના સંતાપ વિનાનું નિષ્કટંક લાંબો સમયથી પાળ્યું છે અને તમે જો હમણાં ત્યાગ કરશો તો ક્ષણથી હતવિપ્રહત થઈ જાશે. કુળનો છેદ કરીને શત્રુઓના મનોરથોને ન પૂરો, કયો મતિમાન ભુવનને બાળીને પ્રકાશ કરે? આ પ્રમાણે વિનયપૂર્વકના, પ્રેમપૂર્વકના, ગુણ-દોષની વિચારણાપૂર્વકના કહેવાયેલા વચનને અવગણીને પશ્ચાત્તાપથી તપ્ત શરીરવાળો રાજા ચાલ્યો. સૂર્ય તેવો સંતાપ નથી આપતો, અગ્નિનો ભઠ્ઠો તેવો સંતાપ નથી આપતો, વિદ્યુતનો નિર્ધાત તેવો સંતાપ નથી આપતો જેવો સંતાપ અવિચારિત અને અપ્રમાણિત કાર્ય આપે છે. ત્યાંથી નીકળીને જતો, મંત્રી-અંતપુર-ઉત્તમ સેવકો વડે અનુસરાતો રાજા નહીં ઇચ્છતો હોવા છતાં પણ કોઈક રીતે ઘોડા ઉપર બેસાડાયો. સેવકજનને દુઃખ આપતો, ધર્મમાં ઉદ્યત થયેલાઓને વૈરાગ્ય ઉત્પન્ન કરતો, શોકરૂપી પાણીથી ધોવાયા છે મુખો જેઓના એવી તરુણીઓથી જોવાતો, ગીતવાજિંત્રો જેમાં બંધ કરવામાં આવ્યા છે, ધ્વજ-છત્ર-ચામર-વગેરેનો સમૂહનો જેમાં ત્યાગ કરવામાં આવ્યો છે એવો રાજા ઘરેથી નીકળીને નજીકના નંદનવનમાં પહોંચ્યો. રાજાને રોકવાના બીજા કોઈ ઉપાયને નહીં મેળવતા ગજ શ્રેષ્ઠીએ કહ્યું કે અહીં ઉદ્યાનમાં સકળ જગતના મુકુટના મણિસમાન અત્યંત સુંદર આકારવાળું દેવાધિદેવનું મંદિર છે. તેથી Page #327 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ હે દેવ! ત્યાં ક્ષણવાર પૂજા વંદન વગેરે કરો. નિર્મળજ્ઞાની, ગંભીરતા ગુણથી જીતાયો છે સમુદ્ર જેના વડે તથા સર્વદોષને જેણે દૂર કર્યા છે એવા અમિતતેજ નામના આચાર્ય અહીં બીરાજમાન છે. તેથી ક્ષણથી તેના દર્શન કરો અને તેના ઉપદેશથી ઘણું કલ્યાણ થશે. હા તે પ્રમાણે થાઓ, એમ માનીને ઠાઠથી જિનપૂજા કરી તથા હર્ષથી વ્યાકુલિત મનથી, યથોક્ત વિધિથી ચૈત્યવંદન કર્યું. પછી ગુરુની પાસે ગયો વિનયપૂર્વક પ્રણામ કરી ઉચિત આસન ઉપર બેઠો. (૩૦૧) ૩૨૦ ગુરુ કહે છે કે આ સંસારરૂપી સમુદ્ર ઇષ્ટના વિયોગરૂપી વડવાનલથી ભરખાયો છે. હે રાજન્! જન્મ-જરા-મરણરૂપી જળથી પરિપૂર્ણ આ સંસાર પાપ સ્વરૂપવાળો છે. નારકતિર્યંચ-મનુષ્ય અને દેવગતિમાં વારંવાર ભમતા જીવોવડે સર્વત્ર દુઃખો અનંતીવાર પ્રાપ્ત કરાયા છે. આ દુઃખોના હેતુઓ ક્રોધાદિ ચાર ઘોર વિષધરો છે. જે ક્રોધાદિ ચારવડે ડંસાયો છે તે પોતાના હિતમાર્ગમાં અજાણ બને છે. અને તેવો મૂઢ કાર્ય-અકાર્ય, યુક્તઅયુક્ત, હિત-અહિત, વક્તવ્ય-અવક્તવ્ય અને સારાસારને જાણતો નથી. વધારે શું કહેવું? ક્રોધાદિના વશથી તે તે પાપ કાર્યોને આચરે છે. બુદ્ધિમાન પણ કષાયોથી રંગાયેલો મોટા દુઃખની પરંપરાને પામે છે. તને પણ અત્યંત હૃદયને બાળનારો નરકના દુ:ખથી પણ અધિકતર આવા પ્રકારનો અનર્થ આ ક્રોધાદિના વશથી થયો. અહીં મરવું ઉચિત નથી, પાપ અને દુઃખોને હરનાર એવા ધર્મનો સ્વીકાર કર. ધર્મ સિવાય બીજું કંઇપણ જીવને શરણ થતું નથી. માનાધીન જીવોને ભવ શરણ થતો નથી. આને સાંભળીને રાજાએ કહ્યું: ધર્મ જીવને સુખ આપે છે તે વાત સાચી છે, પરંતુ અત્યંત દુઃખી એવો હું ક્ષણ પણ જીવવા સમર્થ નથી. તેથી પ્રસ્તુત ધર્મને આચરીશ, પરંતુ પરભવને જે યોગ્ય કાલોચિત પાથેય છે તે મને હમણાં કૃપા કરીને આપો. ગુરુએ કહ્યું: દુઃખની જ વૃદ્ધિ થાય તેવું કાર્ય તેં આરંભ્યું છે. હે રાજન! એક દૃષ્ટાંતને કહું છું તેને તું સાંભળ. જેમકે (૩૧૧) ગંગા કિનારે કપિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે શૌચ પિશાચથી વશ કરાયેલો શ્રોત્રિકપણાને પામેલો હતો. ક્યારેક શૌચ ચિંતાના સંકટમાં પડેલો વિચારે છે કે ઉત્તમ આહાર કરવા છતાં અહીં શૌચતા પાળી શકાતી નથી. કેમકે અહીં સર્વત્ર ચાલતા ચાંડાલોથી શેરીઓ ખરડાયેલી છે તથા શેરીઓમાં ચીંથરે હાલ જૂના ચામડા અને વસ્ત્રો પથરાયેલા હોય છે. મનુષ્ય-કૂતરા-શિયાળ તથા બિલાડા વગેરેના મળમૂત્રો વરસાદના પાણીમાં તણાઇને નદીઓમાં ઠલવાય છે. તેથી જો કોઇક મનુષ્ય અને પશુઓથી રહિત સમુદ્રની અંદર દ્વીપમાં વાસ કરાય તો શૌચનો સંભવ થાય અન્યથા ન થાય એમ હું માનું છું. દ૨૨ોજ પૂછપરછ કરતા કોઇપણ નિર્યામકે કહ્યું કે સફેદ શેરડીની વાડીઓથી ભરપુર સુંદર એવા દ્વીપને હું જોઇ આવ્યો છું. Page #328 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૨૧ તેના વચનને મહાનિધાનની જેમ સાંભળીને જોવા ઉત્સુક થયો અને કહે છે કે, હે ભદ્ર! તું મને સર્વથા ત્યાં લઈ જા. પંડિતો વડે સમજાવાતો અને સ્વજનો વડે વાતો કૂટ અભિમાનથી નચાવાયેલો નિર્યામકની સાથે તે દ્વીપમાં જવા ઊપડ્યો. અણોરપાર સંસારસાગરમાં જેમ પ્રાપ્ત થયેલ મનુષ્યજન્મ આશ્વાસન આપનાર બને છે તેમ અપાર સમુદ્રની અંદર આશ્વાસન આપનાર દ્વીપને તેણે પ્રાપ્ત કર્યો. સંસારરૂપી સાગરથી તારનાર ઉત્તમ ધર્મને મેળવીને મૂઢ જીવ ધર્મને છોડીને વિષયરસમાં રાગી થાય છે તેમ તે મધુર રસવાળી શેરડીને જોઈને વહાણને છોડીને તે શેરડીમાં રાગી થયો. કાંઠા ઉપર ખોદેલ વીરડાના પાણીથી ત્રણ સંધ્યા શૌચનો વ્યવહાર પાળવા લાગ્યો અને શેરડીના સાઠા ખાઇને કાળ પસાર કરવા લાગ્યો. પરંતુ શેરડીના સાઠાના સતત ભક્ષણથી તેના બે હોઠ છોલાઈ ગયા અને પછી શેરડી ખાવાની ક્રિયા કરવા શક્તિમાન ન થયો. પછી એવી વિચારણા કરે છે કે જગતનું નિર્માણ કરતી વખતે બ્રહ્માએ જો શેરડીના ફળ બનાવ્યા હોત તો ઘણું સારું થાત. પરંતુ બ્રહ્માએ સજ્જનોને નિર્ધન, કુલબાલિકાઓને વિધવા અને શેરડીને ફળ વિનાની બનાવીને મૂર્ખામી કરી છે. બ્રહ્માની બુદ્ધિને ધિક્કાર થાઓ અથવા તો અમારા જ દેશમાં શેરડીના ફળ નથી એ વાત સાચી છે પરંતુ અહીંની ભૂમિની ફળદ્રુપતાને કારણે કદાચ શેરડીના ફળ અહીં મળી જાય એ અસંભાવનીય નથી. તેથી મારે સમ્યગ્ગવેષણા કરવી યોગ્ય છે. પછી તેની સમ્યગ્ગવેષણા કરે છે. - હવે બન્યું એવું કે પૂર્વે અહીં એક મનુષ્યોનું વહાણ આવેલું હતું અને તે ભાંગી ગયું હતું અને એક જગ્યાએ મનુષ્યોનું મળ સૂર્યના તાપથી સુકાઈને પીળી ગોળીના આકારરૂપે થઈ ગયું હતું તેને જુએ છે અને વિચારે છે કે ખરેખર આ પીળી ગોળીઓ શેરડીનું ફળ હોવું જોઇએ અને તેમાં આદરવાળો થઈ રોજ શોધીને હંમેશા ખાવા લાગ્યો. હા ધિક્ અજ્ઞાનના વશથી તે આવા પ્રકારની મળની ગોળી ખાનારો થયો. વધારે શું કહીએ? હે રાજનું! તે અત્યંત મૂઢાત્મા સૂર્યના કિરણોથી તેવા સ્વરૂપે કરાયેલા પોતાના મળનું ભોજન કરે છે. (૩૨૯) કાળે કરીને ક્યારેક ફરી પણ તે જ વાણિયો મળ્યો અને બંનેનો પરસ્પર વાર્તાલાપ થયો અને એક જ દેશના રહેવાસી હોવાથી બંને પણ પરમ હર્ષને પામ્યા. વાણિયાને પૂછ્યું: શું તું શેરડીના ફળોને મેળવતો નથી? તેણે સદ્ભાવ કહ્યો, અર્થાત્ યથાહકીકત જણાવી. વાણિયાએ પૂછ્યું: તું જ કહે તેના ફળો કેવા સ્વાદવાળા છે? કપિલ કહે છે–તેનો સ્વાદ ૧. વીરડો- નદી કે તળાવના સૂકા ભાગમાં પાણી માટે ખોદેલો ખાડો. તેમાંથી જેમ જેમ પાણી ઉલેચવામાં આવે તેમ તેમ નવું પાણી આવતું જાય છે અને ભરાઈ જાય છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ઉપદેશપદ : ભાગ-૨ અતિમધુર છે. વણિક કહે છે–તો મને તે ફળો બતાવ. પછી કપિલે જેટલામાં તે ફળો બતાવ્યા તેટલામાં ખડખડાટ હસતો વણિક બોલ્યોઃ અરે! આ તો પુરુષના મળના પિંડ છે. સૂર્યના કિરણોથી સુકાઈને આવા પિંડ થયા છે. આવા ફળો હોતા નથી. વણિકે કહ્યું: હે ભદ્ર! ખરેખર તું બળદના માર્ગે ચાલ્યો પણ શિષ્ટોના માર્ગે ન ચાલ્યો. આનું ભોજન કરતા તારા કેટલા દિવસો પસાર થયા? તે કહે છે– મને એક મહીનો થયો. વણિકે કહ્યું. આ અજ્ઞાનનું ફળ છે. પગને વિષ્ટાથી બચાવવા જતા તેં માથાને વિષ્ટાથી ખરડ્યું. અલ્પ અશુચિના સંગમાં ભય પામેલો તું અશુચિને આરોગવામાં રાગી થયો. સર્વલોકમાં પ્રસિદ્ધ છે કે શેરડીને ફળ હોતા નથી છતાં તેની શ્રદ્ધા નહીં કરતા તે પોતાને વિષ્ટાથી વટલાવ્યો. કપિલ પૂછે છે કે આવા પ્રકારનું મળ કોને હોય? વણિક કહે છે–મારા તારા જેવા મનુષ્યનું આ મળ છે. કપિલ કહે છે–તે તો અતિશય ઢીલું હોય છે. વણિક કહે છે–બહુ દિવસ પછી સૂર્યના તાપથી સુકાઈને આવો પિંડ બને છે. પછી અતિ મોટા વિષાદને પામેલો કપિલ પોક મૂકીને રડવા લાગ્યો. હે અનાર્ય! હે નિવૃણ! હે ભાગ્ય! તું મારો નિષ્કારણ વૈરી થયો. કારણ કે ધર્મકાર્ય કરનારો પણ હું તારાવડે વટલાવાયો. ખરેખર હું શુદ્ધ શૌચના યોગથી મુક્તિ આચારની સાધના કરીશ એમ માનીને સ્વજન-ધનના-સુખને છોડીને અહીં એકલો આવ્યો હતો. પરંતુ પાપી એવા તારા જેવા યમરાજના વશથી મારે કેવું થયું તે તું જો. ભાગ્ય પરાડ઼મુખ થાય ત્યારે જીવનો પુરુષાર્થ શું કામ કરે? આ હું કોને કહું? અથવા આની શુદ્ધિ માટે ક્યાં જાઉં? આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતો કપિલ ફરી વણિક વડે કહેવાયો કે પોતાના હાથે કરેલા અપરાધમાં ભાગ્યને દોષ ન આપ. પ્રાજ્ઞપુરુષોએ જે શૌચની આરાધના કરેલી છે તે માર્ગને છોડીને તું ફૂટબુદ્ધિથી ભોળવાયો છે. તે મૂઢ! અતિ પવનથી જેમ ઝાડ ઉખડી જાય તેમ તું ફૂટબુદ્ધિથી ફેંકાઈ ગયો છે. આ પણ એક મહામોહ છે કે પાણીથી પાપ ધોવાય છે, સ્વર્ગ અને મોક્ષનું કારણ એવો ધર્મ સ્નાનથી થાય છે. પાણીથી શરીરનો મેલ ધોવાય છે, આત્માનો નહીં, જીવને લાગેલા સૂક્ષ્મ કર્મો પાણીથી કેવી રીતે ધોવાય? શરીરનું પ્રક્ષાલન કરવામાં આવે ત્યારે શરીર ઉપર લાગેલો બાહ્ય મેલ ધોવાય છે પણ પુણ્ય અને પાપરૂપી જીવને લાગેલો કર્મમળ પરિણામની વિશુદ્ધિથી ધોવાય છે. કપોળકલ્પિત પુરુષોવડે અશુચિમય શરીરના દોષો ઢાંકવા અને કંઈક વિભૂષા નિમિત્તે આ વિધિ પ્રવર્તાવાયો છે. દેવપૂજા વખતે શરીરનું શૌચ અવશ્ય કરવું જોઈએ એમ ઉપદેશેલું હોવાથી સ્નાન ધર્મને માટે થાય છે એમ પ્રસિદ્ધ થયું છે. સતત આહાર કરનારા તિર્યંચોની જેમ મનુષ્યો મર્યાદા વિનાના ન બની જાય તે માટે ભોજનને અંતે શૌચ વિધાન બતાવેલું છે. તથા હનજાતિઓમાં જન્મેલામાં આ અસ્પૃશ્ય છે એમ જાણીને જે ત્યાગ કરાય છે તેનું કારણ એ છે કે તેઓ પાપના ધંધા આચરે છે. અને કુલવાનો પણ પાપનો ધંધો કરતા ન થઈ જાય તે માટે છે. આ પ્રમાણે શૌચાચારમાં કારણના ભેદથી અનેક પ્રકારના આચરો Page #330 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૨૩ રૂઢ થયેલા છે. ધર્મના અર્થીએ પણ શક્ય હોય ત્યારે શૌચાચાર પાળવો જોઈએ પણ અશક્ય હોય ત્યારે નહીં એ શૌચાચારનો પરમાર્થ છે. તે દ્વિજવર! તમારી શ્રુતિમાં પણ આ પ્રમાણે કહેલું છે કે–વસ્તુના અવયવો, પાણીના બિંદુઓ, સ્ત્રીનું મુખ, બાળ અને વૃદ્ધો કયારેય પણ માખીઓની સંતતિથી દોષ પામતા નથી. દેવયાત્રા, વિવાહ, વ્યાકુલતા, રાજદર્શન, લડાઈ, દુકાનનો માર્ગ સ્પષ્ટ કે અસ્પષ્ટ દોષવાળું ગણાતું નથી. ભૂમિમાં રહેલું પાણી પવિત્ર છે વગેરે કહેવાયું છે તેનો તે કેમ વિચાર ન કર્યો? લૌકિકમાર્ગનો ત્યાગ કરીને અલૌકિક માર્ગમાં કેમ પડ્યો? આ પ્રમાણે પોતાની કરેલી ભૂલમાં ભાગ્યને દોષ કેમ આપે છે? આની વિશુદ્ધિને માટે સમ્યક્ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કર. આ પ્રમાણે વણિક વડે તેને કહેવાયું ત્યારે કપિલે સર્વ જ વાતને માની અને કોઈક વહાણવટી વડે બને પણ સ્વસ્થાનમાં લઈ જવાયા. તેથી હે રાજન્! જેમ તે મોહથી અશુચિના ભયથી અશુચિનું ભોજન કરવા લાગ્યો તેમ તું પણ દુઃખના ભયથી અતિ ભયંકર દુઃખના સમૂહમાં ન ઝંપલાવ. પાપથી દુઃખ મળે છે, અને પ્રાણીઓના ઘાતથી પાપ લાગે છે. બીજાનો ઘાત કરનારો પોતાના પ્રાણોનો ઘાત કરનાર કરતા પણ વધારે પાપી કહેવાયો છે. આ પ્રમાણે તારો અગ્નિમાં બળી મરવાનો વ્યવસાય અતિદુઃખનું કારણ છે. હે રાજન! વિવેકપૂર્વક સારી રીતે વિચાર કર, સર્વ કાર્યોમાં મુંઝા નહીં. પાપના ઉદ્ભવથી ઉત્પન્ન થતા દુઃખોનો પ્રતિકાર ધર્મથી ઉત્પન્ન થતું પુણ્ય છે. તેથી હે દુઃખભીરુ! જિનેશ્વરના ધર્મની આરાધના કર. જ્ઞાનથી જેનાવડે ભૂત અને ભવિષ્ય જોવાયું છે એવો હું જાણું છું કે અક્ષત દેહવાળી કલાવતીનો સંયોગ તને જલદીથી જ થશે. સુદીર્ઘકાળ પછી અભૂત પુણ્યોદયવાળા મનુષ્ય જન્મને મેળવીને રાજ્યને છોડીને અનવદ્ય પ્રવ્રજ્યાનો સ્વીકાર કર. તેથી હે રાજન્! મારા વચનથી એક દિવસ વિશ્વસ્થ થઈને રહે. વિશ્વાસ થયા પછી તેને જે ઉચિત લાગે તે કરજે. (૩૬૪) અને આ પ્રમાણે શીતળ અને મધુર જળથી ભરેલા મેઘની જેમ સૂરિના વચનથી મનમાં કંઈક શાંતિ પામેલો રાજા નગરની બહાર જ રહ્યો. સુપ્રશસ્ત મનવાળો સૂતેલો રાજા રાત્રિના પાછલા પહોરમાં ઘણાં પુણ્યથી પ્રાપ્ત થાય તેવા પ્રકારના સ્વપ્નને જુએ છે. તે આ પ્રમાણે-“સારી રીતે ફળેલી કલ્પવૃક્ષની કોઇક લતા કોઇપણવડે છેદાઈ અને પૃથ્વી ઉપર પડી અને કોઈક કારણથી ત્યાં જ ઊગી અને તેના ફળના વશથી શોભાના અતિશયને પામી જેથી સર્વલોકની આંખને સંતોષ આપનારી થઈ.” પછી રાજા પ્રભાતિક મધુર સ્વપ્નની વિચારણા કરે છે અને આ સ્વપ્ન અતિ અદ્ભૂત જણાય છે. ગુરુના વચનને યાદ કરતો સ્વયં જ હું ગુરુને પૂછીશ એમ વિચારણા કરીને પ્રભાતના કૃત્યો કરીને જલદીથી ગુરુની પાસે ગયો. ગુરુને વંદન કરીને સ્વપ્નને કહે છે. ગુરુએ પણ સમ્યગૂ વિચારીને જણાવ્યું કે, હે રાજન! તું કલ્પતરું છે. અને છિન્નતા તે વિયોગ પામેલી દેવી છે અને જેને પુત્રનો Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ઉપદેશપદ : ભાગ-૨ જન્મ થયો છે એવી તે દેવી આજે તને મળશે એમ હું માનું છું. શંખ કહે છે કે મને દઢ શ્રદ્ધા છે કે આપનાં ચરણ પ્રસાદથી તેમજ થશે. ગુરુની આજ્ઞા કરનારને શું કલ્યાણ ન થાય? અર્થાત્ અવશ્ય થાય. (૩૭૩). આ પ્રમાણે હૈયામાં ગુરુના બહુમાનને ધરતો શંખ ગુરુને વંદન કરીને પોતાના ઘરે ગયો અને દત્તને બોલાવ્યો અને લજ્જાથી નીચા નમીને કહ્યું: હે મિત્ર! મેં આવું અકાર્ય કર્યું છે. મૂઢ એવા મેં પુનમના ચંદ્ર જેવા નિર્મળ પોતાના કુળ ઉપર મસીનો કૂચડો ફેરવ્યો છે. કલાવતીના દર્શન ન થાય તો મારે સર્વથા જ મરણ શરણ છે એવો મારો નિયમ છે. તો પણ તું મારો એકાંત હિતેચ્છુ છે તો વનમાં જઈને તપાસ કરીને દેવીને જીવતી લઈ આવ અથવા તેના મરણના ચોક્કસ સમાચાર લઈ આવ. એ પ્રમાણે કહેવાયેલો દત્ત ત્યાંથી જલદીથી નીકળીને ઉત્કંઠાપૂર્વક તે વનમાં ભમે છે. ભાગ્યયોગથી એક તાપસકુમારને જુએ છે. દત્તે પૂછ્યું : અરે! અરે! તેં કે બીજા કોઈ તાપસે આ અરણ્યમાં પ્રવેશતી સુરવધૂના જેવી કોઈ તરુણ રમણીને જોઈ? તાપસે પૂછ્યું તું અહીં ક્યાંથી આવે છે? દત્ત કહ્યું હું શંખપુરથી આવું છું. તાપસે પૂછ્યું: શું હજુપણ રાજા તેના ઉપર વૈરભાવને નથી છોડતો? જેથી હું તેને શોધવા માટે અહીં આવ્યો છે. જરૂર આ તાપસ તેની હકીકતને જાણે છે એટલે દત્ત પરમ હર્ષને પામેલો કહે છે કે, હે તાપસ મુનિ! આની કથા બહુ મોટી છે, થોડીવારમાં કહી શકાય તેમ નથી. છતાં પરમાર્થ તો એટલો જ છે કે શંખરાજા તેને જીવતી નહીં જુએ તો સળગતી ચિતામાં નિયમથી પ્રવેશ કરશે. તેથી હું તેની ખબર આપ અને શંખ રાજાને જીવાડ. આ પ્રમાણે દરવડે કહેવાયેલો તાપસ મનુષ્ય ઉપર દયાને ધરતો કુલપતિ પાસે લઈ ગયો અને વૃત્તાંત જણાવ્યો. પછી તાપસીઓની મધ્યમાં રહેલી કલાવતીને બોલાવી અને તેણે દત્તને જોયો અને એકાએક ડૂમો ભરાયેલી નિશ્વાસા નાખતી રડવા લાગી. ધીરપણાથી હૃદયમાં ભરાયેલા અતિ મોટા દુઃખને ધારણ કરવા છતાં પણ રડતી એવી કલાવતીએ જલદીથી દત્તની આગળ તે દુઃખને પ્રગટ કર્યું. રડતા દત્ત પણ ક્ષણથી ધીમે ધીમે તેને આશ્વાસન આપ્યું. તે સ્વામિની! તું ખેદ ન કર, આ ખરેખર કર્મોનો ખેલ છે. આ સંસારમાં પ્રાણીઓ વિચિત્ર પ્રકારના શુભાશુભ કર્મોથી વિચિત્ર પરિણામવાળા દારુણ સુખ અને દુઃખોને પણ અનુભવે છે. કર્મ પ્રતિકૂળ હોતે છતે માતા, ભાઇ, પતિ, પિતા અને સ્વજનો વૈરીની જેમ વર્તે છે અને કર્મો અનુકૂળ હોતે છતે શત્રુઓ પણ અનુકૂળ વર્તે છે. ભવિતવ્યતાના વશથી તારે આ અદ્ભૂત થયું કે તેવા પ્રકારના સ્નેહથી પૂર્ણ રાજાએ તને બોલાવી છે. હે સુતનુ! તેં સર્વપણ અત્યંત દારુણ દુઃખને અનુભવ્યું અને આ જ નિમિત્તથી હમણાં રાજા પણ આનાથી અનંતગુણ દુઃખ Page #332 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૨૫ અનુભવે છે અને પશ્ચાત્તાપને પામેલો તે ખરેખર જીવતી એવી તારું આજે જ જો મુખ નહીં જુએ તો તે ખરેખર અગ્નિનું ભક્ષણ કરશે, અર્થાત્ પ્રાણત્યાગ કરશે. તેથી તું ક્રોધનો હમણાં ઉપશમ કર. કાલક્ષેપ પણ અહીં કામ આવી શકે તેમ નથી. તું આ રથમાં આરૂઢ થા એ જ ઉચિત છે. રાજાના નિશ્ચયને જાણીને કલાવતી જવા ઉત્સુક થઈ. કેમકે કુળવધૂના મનમાં પ્રતિકૂળ પણ પતિ વિશે હિત જ વસેલું હોય છે. પછી કુલપતિની રજા લઈને અને નમીને રથમાં બેઠી અને સંધ્યા સમયે નગરની બહાર રાજાના આવાસે પહોંચ્યા. અક્ષત શરીરવાળી પત્નીને મેળવીને આનંદને ધરતો પણ લજ્જાથી નીચું મુખ કરતો રાજા કલાવતીને જોવા સમર્થ ન બન્યો. (૩૯૬) એટલીવારમાં આરતિ વગેરે કાર્ય માટે રાજાની પાસે આવેલું સુંદર વધામણી કરતું વાજિંત્ર વાગ્યું. આનંદરૂપી અમૃતથી સિંચાયેલ છે શરીર જેઓનું એવા સામંત-મંત્રીના સમૂહ વડે પ્રશંસા કરાતો રાજા અર્થીઓને ઉચિત દાન આપીને. અવસરને પામી પરિતોષને વહન કરતો ઉત્કંઠા સહિત ઊભો થયો અને ચંદ્ર જેમ પોતાની પ્રિયા રોહિણી પાસે જાય તેમ શંખરાજા કલાવતીની પાસે ગયો અને ક્રોધના ભરથી જ્ઞાન થયેલા મુખવાળી કલાવતીને જોઈ. પછી રાજાએ તેના મુખને ઊંચું કરીને વાત કરવા લાગ્યો. હે દેવી! મહાનિધાનની જેમ તને આ દીપ્તિમાન રત્ન પ્રાપ્ત થયું છે. હે દેવી! સમુદ્રના જળની જેમ વિદ્રુમમણિની કાંતિને ધરનારું મોહક લાવણ્યમય એવું તારું મુખ ઉદ્વેગરૂપી રોગથી પીડાયેલાને સંજીવની ઔષધ સમાન છે. આ પ્રમાણે બોલતો રાજા આંસુથી ભીની આંખવાળી કલાવતી વડે કહેવાયોઃ હે દેવ! નિર્ભાગ્યને યોગ્ય આચરણવાળી એવી મારી પ્રશંસા કરવાથી સર્યું. રાજા કહે છે કે હે દેવી! હું અત્યંત પાપી અનાર્ય છું જેણે તને આવા પ્રકારનું દારુણ દુઃખ આપ્યું. પોતાના દુશ્ચરિત્રથી હું તારી આગળ લજ્જા પામું છું. હે દેવી! તું અતિ અભૂત સ્વરૂપવાળા પુણ્યનું ભાન છો. અને હું અત્યંત અયોગ્ય છું જેણે એકાએક આવું નઠારું આચરણ કર્યું. દેવીએ કહ્યું અહીંયા તમારો દોષ નથી મારી જ આ પાપપરિણતિ છે જેથી આવું થયું. સર્વલોક પૂર્વે કરેલા કર્મોના ફળને મેળવે છે અને અપરાધ કે ઉપકારમાં બીજા નિમિત્ત માત્ર થાય છે. હે દેવ! હું પૂછું છું કે કયા દોષના વશથી આ થયું? પછી મલિન થઈ છે મુખની કાંતિ જેની એવો રાજા કહે છે કે, હે દેવી! જેમ અશોકવૃક્ષને ફળ હોતું નથી અથવા વડ અને ઉદંબરને પુષ્ય હોતું નથી તેમ અત્યંત સુલક્ષણ શરીરવાળી તારો કોઈ દોષ નથી. અજ્ઞાનથી આંધળા બનેલા એવા મેં તારો અસદ્ દોષ વિચાર્યો. કમળાના રોગથી પીડાયેલો પુરુષ દીપકમાં અસ(=અવિદ્યમાન) પણ મંડળને જુએ છે. અજ્ઞાનના વિલાસથી થયેલું મહાપાપ કહી શકાય તેવું નથી. તો પણ તે હરિણાક્ષી! તું સાંભળ. તારી Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ઉપદેશપદ : ભાગ-૨ પાસે કંઈપણ અકથનીય નથી. મેં પોતાની બુદ્ધિથી વિભ્રમના કારણભૂત પોતાનું ચરિત્ર જણાવ્યું. કલાવતીએ પોતાની બુદ્ધિથી ભ્રમનું કારણ એવું પોતાનું ચરિત્ર જણાવ્યું. તેને સાંભળીને વિસ્મય પામેલો રાજા કહેવા લાગ્યો. જગતમાં મારા અપયશનો પડહ ચંદ્ર સૂર્ય સુધી વાગશે, જ્યારે તારી દેવ-સાથ્યિપૂર્વકની શીલપતાકા જગતમાં લહેરાશે. વિસરી ન શકાય એવા તારા દુઃખના સમૂહને યાદ કરતા મારા મનમાં પશ્ચાત્તાપ રૂપી જે અગ્નિ સળગ્યો છે તે બુઝાશે નહીં અને તારા મેળાપની જે આશા થઈ તે આ પ્રવર ગુરુના વચનથી થઈ. હે સુંદરી! તારા દુ:ખમાં ગભરાયેલો હું ન મર્યો તેમાં ગુરુનો ઉપકાર છે. પછી દેવીએ કહ્યું હું માનું છું કે આ બાળકના પુણ્યોથી આપણી વિષમ સ્વરૂપવાળી પણ દશા સમાપ્ત થઈ. કલાવતી બોલીઃ તે મહાનુભાવ મુનીન્દ્રના મને સવારે દર્શન કરાવો. હા એમ જ થાઓ એમ પ્રસન્ન થયેલા રાજાએ સ્વીકાર કર્યો. આ પ્રમાણે પરસ્પરના સૌજન્યપૂર્વકના વાર્તાલાપોથી સુપ્રસન્ન વચનોને બોલતા નવીન બંધાયેલા સ્નેહવાળા એવા તેઓની રાત્રિ ક્ષણથી પૂરી થઈ. સૂર્યોદય થયે છતે બંનેએ પણ અમિતતેજ આચાર્ય ભગવંતને નમસ્કાર કર્યો. તેણે પણ શીલસ્તવનાને ઉત્પન્ન કરનારી ગંભીર દેશના કરી. જેમકે–(૪૨૦) શીલ કુલની ઉન્નતિ કરનારું છે, શીલ જીવનું પરમભૂષણ છે, શીલ જીવનું પરમ શૌચ છે, શીલ સર્વ આપત્તિઓનું નાશક છે. આ પ્રમાણે શીલનું ફળ વર્ણવવાથી અને દેવતત્ત્વને કહેવાથી અને ગુરુગુણને નિવેદન કરવાથી અને જીવાદિ નવ તત્ત્વોનું પ્રકાશન કરવાથી તેઓની રાગ-દ્વેષની ગાંઠ ભેદાઈ અને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થઈ. બંને પણ મસ્તક નમાવીને આ પ્રમાણે કહે છે કે, હે ભગવન્! આ જૈનધર્મ સત્યસ્વરૂપી છે અને સંતાનનો ત્યાગ દુષ્કર છે. તેથી જ્યાં સુધી બાળકનું પાલન કરવું પડે ત્યાં સુધી અમને ગૃહસ્થ ધર્મ આપો. પછી સૂરિએ સમ્યકત્વ સહિત પાંચ અણુવ્રતોનું જાવજીવ પ્રદાન કર્યું, તથા જાવજીવ બ્રહ્મચર્યનું પ્રદાન કર્યું. ત્યાર પછી સર્વત્ર ઉત્પન્ન કરાયો છે અત્યંત પ્રમોદ જેમાં એવા નગરમાં જયસિંધુર નામના હાથીના અંધ ઉપર બેઠેલો રાજા કલાવતી દેવીની સાથે પ્રવેશે છે, ક્રમથી પોતાના આવાસે પહોંચ્યો. તે વખતે પુત્રજન્મને ઉચિત દસ દિવસનું વર્યાપનક કરાવે છે, જેટલામાં રાજા મરણથી પાછો ફર્યો, દેવી મળી અને પ્રથમ પુત્રનો જન્મ થયો તેટલામાં તે દિવસોમાં ભવન જાણે અમૃતમય થયું. આ પ્રમાણે આનંદ પ્રમોદમાં બાર દિવસો પસાર થયા ત્યારે મિત્રો-સ્વજનો અને ભાઈઓ વડે બાળકનું નામ સ્થાપન કરવામાં આવ્યું. માતા-પિતાને જીવનનો ઉપકાર કર્યો હોવાથી આ બાળક પુણ્યપૂર્ણ છે. કળશના સ્વપ્નપૂર્વક આ પ્રાપ્ત થયો હોવાથી આનું નામ પુણ્યકળશ રાખવામાં આવ્યું. શાસ્ત્રમાં બતાવેલી વિધિથી કરાવાયું છે જિનમંદિર જેના વડે Page #334 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૨૭ દેવગુરુભક્તિના સારવાળા ધર્મનું શ્રવણ કરતા, શ્રાવક જનને ઉચિત આચાર પાલનમાં તત્પર એવા રાજાના કલાવતી દેવીની સાથે ઘણાં દિવસો પસાર થયા. (૪૩૨) હવે કોઇકવાર રાજ્યધુરાને ધારણ કરવામાં સમર્થ પુત્રને જોઈને બંને પણ પ્રવ્રજ્યા સ્વીકારમાં તૈયાર થયા. તેના પુણ્યપ્રભાવથી આ સમયે ઘણાં સાધુ સમૂહથી પરિવરેલા અમિતતેજગુરુ ઉદ્યાનમાં આવ્યા. હવે સુંદર ભક્તિથી યુક્ત, સકલ સૈન્યથી પરિપૂર્ણ, લોકથી રૂંધાતો છે માર્ગ જેનો, ચારિત્ર લેવામાં સજ્જ, મુક્તિગામી, સુગતિની સન્મુખ થયેલો, પત્ની સહિત રાજા સૂરિની પાસે આવ્યો. તેણે વિધિથી અભિવંદન કરીને આચાર્યને આ પ્રમાણે વિનંતિ કરી કે, હે ભગવન્! આ રૌદ્ર ભવસુમદ્રમાં ડૂબતાં મારું રક્ષણ કરો. હે સુરિવર! દઢ છે ફલક (પાટિયા) જેમાં, સુકાની સહિત, લોખંડ વિનાની, ભય વિનાની, સફેદ પટથી સમધિષ્ઠિત અને છિદ્ર વગરની દીક્ષા રૂપી નાવડી મને જલદીથી આપો. દીક્ષાના પક્ષમાં સદ્ગતિ અને મોક્ષ સ્વરૂપ બે ઉત્તમ ફળો છે જેમાં, સારણા, વારણા અને પડિચોયણા કરી શકે એવા ગુરુભગવંત રૂપ સુકાની સહિત, લોભકષાય વિનાની, સાત ભય વિનાની, સંયમજીવનમાં ઉપયોગી, માત્ર સફેદવસ્ત્રો જેમાં ધારણા કરવાના છે અને અતિચાર વિનાની આરાધના જેમાં છે એવી દીક્ષા મને આપો. ગુરુએ પણ કહ્યું સંસારનું સ્વરૂપ જેઓએ જાણ્યું છે એવા જીવોને આ ઉચિત છે. કોણ એવો છે જે બળતા ઘરમાં પોતાને બળતો ગોંધી રાખે? અને તે રાજ! આ મનુષ્ય જન્મનું અતુલ ફળ તેં મેળવ્યું છે. અને તે જે ચારિત્રનો પરિણામ પ્રાપ્ત કર્યો છે તે અત્યંત દુર્લભ છે. હમણા નિઃશેષ સંગના ત્યાગથી તું ત્યાગીઓમાં પ્રથમ છે, દુષ્કર સાહસના રસથી તું શૂરવીરોમાં પણ સૂર છે. આ પ્રમાણે ઉપબૃહણા કરાયેલો શંખરાજા પૂર્ણકળશ પુત્રને પોતાના સ્થાને સ્થાપીને અતિમોટા મહોત્સવપૂર્વક ગુરુની પાસે દીક્ષા લીધી. સમુદ્રમાં ડૂબતો માણસ જેમ દોરડાના આલંબનથી આનંદ પામે તેમ દીક્ષા રૂપી દોરડાના આલંબનથી તે શ્રેષ્ઠ પ્રમોદરૂપી સુખસાગરને પામ્યો. શંખરાજર્ષિ યતિકૃત્યોમાં નિત્ય રક્ત થયા. કાલોચિત સૂત્ર-અર્થ ભણવામાં, કાલોચિત ચરણકરણ આરાધવામાં, કાલોચિત તપકર્મ કરવામાં તથા કાલોચિત ઉદ્યતવિહાર કરવામાં લીન થયા. જો કે દુષમો આરો સંયમજીવન માટે ઘણાં દોષોવાળો છે. જેમકે સંઘયણ તુચ્છ મળે છે. શરીર નિર્બળ મળે છે. સંયમયોગ્ય ક્ષેત્રો દુર્લભ અને વિચિત્ર હોય છે. કાલદોષથી વીર્ય પણ દુષ્કર ક્રિયાઓમાં સ્કુરાયમાન થતું નથી. સંયમ જીવનના સહાયકો પણ અતિદુર્લભ છે. નિશ્ચિત ઉત્સાહો દુર્લભ છે તો પણ અકાર્ય વિષયમાં અકરણનો નિયમ સ્પષ્ટપણે પાલન કરી શકાય છે. જયણાવૃત્તિ પ્રધાન એવો અકરણનિયમ ચારિત્રરત્નને નાશ કરી શકતો નથી. ક્ષેત્ર અને વિહારના અભાવે વસતિ અને સંથારાનું પરિવર્તન કરતો, પ્રતિમા વહન કરવામાં અસમર્થ દ્રવ્યાદિ અભિગ્રહોનું પાલન કરીને સંયમ જીવન આરાધે છે અને એષણા વિષયમાં Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ઉપદેશપદ : ભાગ-૨ સૂક્ષ્મબુદ્ધિથી આગમ અનુસાર ગુરુ લાઘવ દોષનો વિચાર કરીને, દુષ્કાળ તથા ગ્લાનાદિ અવસ્થામાં શરીર સ્થિતિ ટકી રહે તે માટે સૂત્રવિધિથી વર્તતો સાધુ ચારિત્રનો નાશ કરતો નથી. જિનેશ્વરોવડે આ અપવાદ ચારિત્રના પાલન માટે જ બતાવાયો છે. અને આ મહાસત્ત્વ, શંખરાના કારણે સેવેલું પણ કર્મ ગુરુની પાસે આલોચના નિંદા ગહ કરીને અને પ્રાયશ્ચિત્તને વહન કરીને ખપાવે છે. આ પ્રમાણે પ્રશમતાના અતિશયને વહન કરતી કલાવતી સાધ્વીપણ અનન્યમનથી તત્કાળ યોગ્ય શ્રમણ્યને પાળે છે. (૪૫૧) શંખ-કલાવતીનું દાંત પૂર્ણ થયું. આ કથનાકમાં બત્રીશ ગાથાઓ છે અને તે સુગમ છે. પરંતુ તીણ પનિયાયपेसणमच्चंतगमिइ रन्नो'त्ति । તે કલાવતીનો જયસેનકુમાર ભાઈ હતો. પોતાના બે અંગદ અતિસુંદર છે એમ સમજીને તેણે શંખરાજાને ભેટણામાં મોકલ્યા. બ્રિળિ વિસનાં ફિયામાં રાત્તિ ગર્ભવતી પુત્રીને શ્વસુરઘરેથી તેડી લાવે તે ગુર્વિણી વિસર્જક કહેવાય છે અને તેઓના હાથે દેવદૂષ્ય મોકલાવ્યું. સાદાં તિ દેવીએ સ્વયં જ રાજાના અંગદોનો સ્વીકાર કર્યો. ગીમાં તિ અને બીજું નિમિત્ત આ છે. વર્ષ પૂર્વે કહેલા અભિપ્રાયથી રાજાએ તેને જંગલમાં મોકલી આપી. માથાતિ સેવાસાદિકુ ત્તિ પછી કલાવતીએ તે નદીમાં દેવતાને આશ્રયીને શીલવ્રતની પ્રતિષ્ઠા કરવા માટે કાઉસ્સગ્ન કર્યો. ‘માયારો સેયંતિ આસપ્રણીતવચનનું અનુષ્ઠાન કલ્યાણકારી હોય છે. (૭૩૬-૭૬૮) एतेन च दुष्षमाकालेऽप्याज्ञानुसारिणी यतना समासेवितेति तामेव फलोद्देशेन स्तुवन्नाहजयणा उ धम्मजणणी, जयणा धम्मस्स पालणी चेव। तब्बुड्डिकरी जयणा, एगंतसुहावहा जयणा ॥७६९॥ यतना पुनर्वक्ष्यमाणलक्षणा 'धर्मजननी' प्रथमत एव धर्मप्रसवहेतुः । यतना'धर्मस्य' श्रुतचारित्रात्मकस्य 'पालनी' उपद्रवनिवारणकारिण्येव । तवृद्धिकरी धर्मपुष्टिहेतुर्यतना, किं बहुना, “एकान्तसुखो' मोक्षस्तदावहा तत्प्रापिका यतनेति ॥७६९॥ શંખ રાજર્ષિએ દુષમા કાળમાં પણ આજ્ઞાનુસારી યતનાનું સમ્યક આસેવન કર્યું, આથી યતનાના ફળને લક્ષ્યમાં રાખીને યેતનાની જ પ્રશંસા કરતા ગ્રંથકાર કહે છે– ગાથાર્થ–યતના ધર્મની જનની છે, યતના ધર્મનું રક્ષણ કરનારી છે, યતના ધર્મની વૃદ્ધિ કરનારી છે, યતના મોક્ષસુખને પમાડનારી છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૨૯ ધર્મની જનની–પ્રથમથી જ ધર્મની ઉત્પત્તિનું કારણ છે, અર્થાત્ યતના વિના ધર્મની ઉત્પત્તિ ન થાય. ધર્મનું રક્ષણ કરનારી શ્રુત-ચારિત્રરૂપ ધર્મમાં આવતા નિનોનું અવશ્ય નિવારણ કરે છે. ધર્મની વૃદ્ધિ કરનાર=ધર્મની પુષ્ટિનું કારણ છે. વધારે શું કહેવું? યતના મોક્ષસુખને પમાડનારી છે. યતનાનું લક્ષણ ૭૭૧મી ગાથામાં કહેવાશે. (૭૬૯) एतदपि कुत इत्याहजयणाए वट्टमाणो, जीवो सम्मत्तणाणचरणाण । सद्धाबोहासेवणभावेणाराहओ भणिओ ॥७७०॥ यतनायां वर्तमानो जीवः सम्यक्त्वज्ञानचरणानां प्रतीतरूपाणां श्रद्धाबोधासेवनभावेन, भावशब्दस्य प्रत्येकमपि सम्बन्धात्, सन्मार्गश्रद्धाभावात्, जीवादितत्त्वावगमभावात् , सम्यक्रियासेवनभावाच्च, कथञ्चित् परिपूर्णरूपाणामाराधको भणितो जीवो जिनैरिति ॥७७०॥ જયણા મોક્ષસુખ આપનારી છે તે પણ શાથી છે? તે જણાવે છે ગાથાર્થ–યતનામાં વર્તમાન જીવને શ્રદ્ધા-બોધ આસેવનભાવથી સમ્યકત્વ-જ્ઞાનચારિત્રનો આરાધક કહ્યો છે. ટીકાર્ય–જયણામાં વર્તમાન(=યતના કરનાર) જીવમાં સન્માર્ગની શ્રદ્ધા હોવાથી જિનોએ તેને સમ્યકત્વનો આરાધક કહ્યો છે, જીવાદિ તત્ત્વોનો બોધ હોવાથી જ્ઞાનનો આરાધક કહ્યો છે, અને સમ્યક્રક્રિયાનું આસેવન (=પાલન) હોવાથી ચારિત્રનો આરાધક કહ્યો છે. આમ જિનોએ યતનામાં વર્તમાનને કોઈક રીતે પરિપૂર્ણ સમ્યકત્વ-જ્ઞાન-ચારિત્રનો मा२।५ उयो छे. (७७०) एतदपि कुत इत्याहजीए बहुयतरासप्पवित्तिविणिवित्तिलक्खणं वत्थु । सिज्झति चेट्टाइ जओ, सा जयणाणाइ विवइम्मि ॥७७१॥ 'यया' कयाचित् तत्तद्र्व्यक्षेत्रकालभावान् अपेक्ष्य चित्ररूपत्वेन प्रवृत्तया 'बहुकतरासत्प्रवृत्तिनिवृत्तिलक्षणं' बहुकतरायाः सुबहोर्यतनाकालभाविन्या असत्प्रवृत्तेः शास्त्रनिषिद्धाचरणरूपायास्तथाविधग्लानदुर्भिक्षकान्ताराद्यवस्थाबलसमायातायाः Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ઉપદેશપદ : ભાગ-૨ सकाशाद् या वि निवृत्तिरात्मनो निरोधस्तल्लक्षणं स्वरूपं यस्य तत् तथा 'वस्तु' सम्यग्दर्शनाद्याराधनारूपं 'सिद्ध्यति' निष्पद्यते 'चेष्टया' परिमिताशुद्धभक्तपानाद्यासेवनारूपया । यतो' यस्मात् कारणात् 'सा' चेष्टा यतना, 'आज्ञया' निशीथादिग्रन्थोक्तापवादलक्षणया 'विपदि' द्रव्यक्षेत्रकालभाववैधुर्यलक्षणायामापदि, न पुनर्गुरुलाघवालोचनशून्या परमपुरुषलाघवकारिणी संसाराभिनन्दिजनासेविता प्रवृत्तिर्यतनेति II૭૭૨ જયણામાં વર્તમાન જીવ સમ્યક્ત-જ્ઞાન-ચારિત્રની આરાધક શાથી છે? તે કહે છે ગાથાર્થ–આપત્તિમાં આજ્ઞાપૂર્વકની જે પ્રવૃત્તિથી બહુતર અસ–વૃત્તિના નિવારણ સ્વરૂપ સમ્યગ્દર્શનાદિની આરાધના સિદ્ધ થાય તે પ્રવૃત્તિ જયણા છે. ટીકાર્થ–આપત્તિમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવની ખામીમાં, અર્થાત્ પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવની ઉપસ્થિતિ રૂપ આપત્તિમાં. (આનાથી એ સૂચિત કર્યું કે સુખશીલતાને પોષવા માટે તથા દોષસેવનમાં યતના ન જ હોય.) આજ્ઞાપૂર્વકની નિશીથ વગેરે ગ્રંથોમાં કહેલ અપવાદરૂપ આજ્ઞાપૂર્વકની. (આનાથી એ જણાવ્યું કે સ્વમતિકલ્પનાથી થતા દોષસેવનમાં યતના નથી.) જે પ્રવૃત્તિથી તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ પ્રવૃત્તિ વિવિધ છે. એ વિવિધ પ્રવૃત્તિમાંથી જે કોઈ પ્રવૃત્તિથી. બહુતર અસત્યવૃત્તિના નિવારણ સ્વરૂપ તેવા પ્રકારની બિમારી, દુકાળ અને જંગલનો માર્ગ વગેરે અવસ્થામાં (અપવાદથી) શાસ્ત્રનિષિદ્ધ આચારણ કરવું પડે છે. શાસ્ત્રનિષિદ્ધ આચરણ અસ–વૃત્તિ છે. આ વખતે તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ કે જેથી ઘણી અસ–વૃત્તિનું નિવારણ થાય. આવા સંયોગોમાં અપવાદથી શાસ્ત્રનિષિદ્ધ આચરણ રૂપ અસ–વૃત્તિ અનિવાર્ય બની જાય ત્યારે જેમ બને તેમ ઓછી અસ–વૃત્તિ કરવી પડે તેની સાવધાની રાખવી જોઈએ. સાવધાની રાખીને તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ કે જેથી ઘણી અસત્યવૃત્તિનું નિવારણ થઈ જાય અને સમ્યગ્દર્શનાદિની આરાધના થાય. માટે અહીં કહ્યું કે “જે પ્રવૃત્તિથી બહુતર અસ–વૃત્તિના નિવારણ સ્વરૂપ સમ્યગ્દર્શનાદિની આરાધના સિદ્ધ થાય તે પ્રવૃત્તિ જયણા છે.” ટૂંકમાં, અપવાદના પ્રસંગે જેમ બને તેમ ઓછો દોષ સેવવો પડે તેવી સાવધાનીથી જે પ્રવૃત્તિ થાય તે યતના છે. આવી પ્રવૃત્તિથી પરિમિત અશુદ્ધ આહાર-પાણી આદિનું સેવન કરવા દ્વારા અપરિમિત અશુદ્ધ આહાર-પાણી આદિના સેવનરૂપ ઘણી અસ–વૃત્તિનું નિવારણ થઈ જાય, અને સમ્યગ્દર્શનાદિની આરાધના અટકી ન પડે. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ ઉપદેશપદ : ભાગ-૨ (આનાથી એ જણાવ્યું કે અધિક દોષથી બચવાની સાવધાની વિના થતા અપવાદ સેવનમાં યતના ન હોય.) અપવાદને સેવવાનો પ્રસંગ આવે ત્યારે પહેલાં તો એ વિચારવું જોઇએ કે અત્યારે ખરેખર અપવાદને સેવવો જ પડે એમ છે કે અપવાદનું સેવન કર્યા વિના પણ સમ્યગ્દર્શનાદિની આરાધના થઈ શકે એમ છે? આવો વિચાર કરતાં ખરેખર અપવાદને સેવવો જ પડશે એમ જણાય તો પછી અપવાદ સેવનમાં કેવી પ્રવૃત્તિ કરવી કે જેથી દોષ ઓછો લાગે એમ ગુરુ-લાઘવનો વિચાર કરવો જોઈએ. ગુરુ-લાઘવનો વિચાર કરીને જે પ્રવૃત્તિથી ઓછો દોષ લાગે તે પ્રવૃત્તિ કરવી જોઈએ. આવી પ્રવૃત્તિ તે યતના છે. પણ ગુરુ-લાઘવનો વિચાર કર્યા વિના ભવાભિનંદી જીવોએ કરેલી પ્રવૃત્તિ, કે જે પ્રવૃત્તિ પરમ પુરુષની(=તીર્થંકરની) લઘુતા કરાવનારી છે, તે પ્રવૃત્તિ યતના નથી. (૭૭૧) आह-द्रव्याद्यापदि यतना सम्यग्दर्शनादिसाधिकेत्युक्ता । न च च्छद्मस्थेन यतनाविषया द्रव्यादयो ज्ञातुं शक्याः । कुत इति चेदुच्यते जं साणुबंधमेवं, एवं खलु होति निरणुबंधंति । एवमइंदियमेवं, नासव्वण्णू वियाणाति ॥७७२॥ 'यद्' यस्मात् सानुबन्धमव्यवच्छिन्नप्रवाहं सम्यग्दर्शनादि, एवं' गुरुलाघवालोचनया विरुद्धेष्वपि द्रव्यादिषु सेव्यमानेषु सत्सु, एवं गुरुलाघवालोचनामन्तरेण नो (?) सेव्यमानेषु द्रव्यादिषु, खलुर्वाक्यालङ्कारे, भवति 'निरनुबन्धं' समुच्छिन्नोत्तरोत्तरप्रवाहं सम्यग्दर्शनायेव। इत्येतत् पूर्वोक्तं वस्त्वतीन्द्रियं विषयभावातीतम्, एवमुक्तप्रकारवान्, नैवासर्वज्ञः प्रथमतो विजानाति निश्चिनोतीति । अतीन्द्रियो ह्ययमों यदित्थं व्यवह्रियमाणे सम्यग्दर्शनादि सानुबन्धमित्थं च निरनुबन्धं सम्पद्यते, इति कथमसर्वज्ञो निर्णेतुं पारयतीति I૭૭૨ દ્રવ્યાદિની આપત્તિમાં કરવામાં આવતી યાતના સમ્યગ્દર્શનાદિની સિદ્ધિ કરનારી છે એમ કહ્યું. પણ છઘસ્થજીવથી યતનાના વિષય એવા દ્રવ્યાદિ જાણી શકાય તેમ નથી, અર્થાત્ અમુક પ્રકારના દ્રવ્યાદિમાં અમુક રીતે વર્તવું જોઈએ અને અમુક પ્રકારના દ્રવ્યાદિમાં અમુક રીતે વર્તવું જોઈએ એમ જાણવાનું છઘસ્થ જીવ માટે શક્ય નથી. શાથી શક્ય નથી એમ પૂછતા હો તો અમે કહીએ છીએ ગાથાર્થ-આ પ્રમાણે સાનુબંધ થાય, આ પ્રમાણે નિરનુબંધ થાય, આ અતીંદ્રિય છે તેથી આને અસર્વજ્ઞ ન જાણી શકે. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ઉપદેશપદ : ભાગ-૨ ટીકાર્થ–સાનુબંધ –જેના પ્રવાહનો વિચ્છેદ ન થાય, જેનો પ્રવાહ ઉત્તરોત્તર ચાલ્યા ४३, ते सानुबंध ठेवाय. નિરનુબંધ–જેનો ઉત્તરોત્તર પ્રવાહ અટકી જાય તે નિરનુબંધ. અતીન્દ્રિય-ઇંદ્રિયો દ્વારા ન જાણી શકાય તે અતીન્દ્રિય કહેવાય. ગુરુ-લાઘવનો વિચાર કરીને વિરુદ્ધ પણ દ્રવ્યાદિનું સેવન કરવામાં આવે તો સમ્યગ્દર્શનાદિ સાનુબંધ થાય, ગુરુ-લાઘવનો વિચાર કર્યા વિના દ્રવ્યાદિનું સેવન કરવામાં આવે તો સમ્યગ્દર્શનાદિ નિરનુબંધ થાય, આ હકીકત ઇંદ્રિયો દ્વારા જાણી શકાય તેમ નથી. તેથી અસર્વજ્ઞ જીવ આનો (=અમુક રીતે વર્તવાથી સમ્યગ્દર્શનાદિ સાનુબંધ થાય અને અમુક રીતે વર્તવાથી સમ્યગ્દર્શનાદિ નિરનુબંધ થાય એનો) પહેલેથી નિર્ણય કરી શકે નહિ. આ રીતે વ્યવહાર કરવામાં આવે તો સમ્યગ્દર્શનાદિ સાનુબંધ બને, અને આ રીતે વ્યવહાર કરવામાં આવે તો સમ્યગ્દર્શનાદિ નિરનુબંધ બને, એ હકીકત ઇંદ્રિયોથી જાણી શકાય તેવી નથી. આથી અસર્વજ્ઞ તેનો નિર્ણય કરવા કેવી રીતે સમર્થ થાય? (૭૭૨) इत्थमाक्षिप्तः सूरिराहतव्वयणा गीओऽवि हु, धूमेणग्गिंव सुहुमचिंधेहिं । मणमाइएहिं जाणति, सति उवउत्तो महापन्नो ॥७७३॥ 'तद्वचनात्' सर्वज्ञशासनाद् 'गीत' इति गीतार्थो यथावदवगतोत्सग्र्गापवादशुद्धसर्वज्ञवचनगर्भः साधुविशेषः, किं पुनः सर्वज्ञ इत्यपिहुशब्दार्थः, दृष्टान्तमाहधूमेनाग्निमिव 'सूक्ष्मचिह्नः' सूक्ष्मैः स्थूलमतीनामगम्यैश्चिद्वैरासेवकासेवनीयद्रव्याद्यवस्थाविशेषलक्षणैः करणभूतैर्जानातीति, सम्बन्धः । कीदृशः सन्नित्याह-मनआदिभिर्मनोवाक्कायैरित्यर्थः, सदा सर्वकालमुपयुक्तः प्रवृत्तावधानो 'महाप्रज्ञः' प्रशस्तोत्पत्तिक्यादिबुद्धिधनो मुनिः । यथा हि कश्चिदेव महाप्राज्ञो रत्नवाणिज्यकारी तद्गतविशेषान् रत्नपरीक्षाशास्त्रानुसारिण्या प्रज्ञया सम्यगुपलभ्य तथैव च मूल्यं व्यस्थापयति, एवं गीतार्थोऽपि वचनानुसारेण व्यवहरन् विषमावस्थां प्राप्तोऽपि द्रव्यादिविशेषानासेवनीयान् सम्यग्दर्शनादिवृद्धिकरान् गर्दभिल्लराजापहृतश्रमणीरूपनिजभगिनीकालिकाचार्यवजानीते । न हि सम्यक्प्रयुक्तायाः प्रज्ञायाः किञ्चिदगम्यमस्ति । तथा च पठ्यते-"दूरनिहित्तंपि निहिं, तणवल्लिसमोत्थयाए भूमीए । नयणेहिं अपेच्छंता, कुसला बुद्धीए पेच्छंति ॥१॥" ॥७७३॥ Page #340 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૩૩ આ રીતે આક્ષેપ કરાયેલા આચાર્ય કહે છે— ગાથાર્થ—જેવી રીતે ધૂમથી અગ્નિ જાણી શકાય છે તેમ સદા મન-વચન-કાયાથી ઉપયુક્ત (=ઉપયોગવાળા) અને મહાપ્રજ્ઞ એવા ગીતાર્થ પણ સર્વજ્ઞશાસનથી સૂક્ષ્મચિહ્નો વડેયતનાના વિષય એવા દ્રવ્યાદિને જાણી શકે છે. ટીકાર્થ–મહાપ્રજ્ઞ–પ્રશસ્ત ઔત્પાતિકી આદિ બુદ્ધિ એ જ જેમનું ધન છે એવા મુનિ. ગીતાર્થ—ઉત્સર્ગ–અપવાદથી શુદ્ધ એવા સર્વજ્ઞ વચનના સારને યથાર્થ જાણનારા. સૂક્ષ્મચિહ્નો વડે–અપવાદને સેવનાર કોણ છે? સેવવા યોગ્ય દ્રવ્યાદિની અવસ્થા કેવી છે? ઇત્યાદિ વિશેષ લક્ષણો વડે. આવા લક્ષણોને સ્થૂલ બુદ્ધિવાળા જીવો ન જાણી શકે, સૂક્ષ્મબુદ્ધિવાળા જીવો જ જાણી શકે. માટે તે સૂક્ષ્મચિહ્નો છે. ગીતાર્થ પણ' એ સ્થળે રહેલા પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે—સર્વજ્ઞ તો જાણી જ શકે છે, કિંતુ ગીતાર્થ પણ જાણી શકે છે. જેવી રીતે રત્નનો વેપાર કરનાર મહાબુદ્ધિશાળી કોઇક જ રત્નની પરીક્ષા કેવી રીતે કરી શકાય એવું જણાવનારા શાસ્ત્રને અનુસરનારી બુદ્ધિથી રત્નમાં રહેલી વિશેષતાઓને (=તફાવતને) સારી રીતે જાણી લે છે, અને પછી તે જ પ્રમાણે તેનું મૂલ્ય નક્કી કરે છે તેવી રીતે, સર્વજ્ઞ વચનના અનુસારે વ્યવહાર કરતા ગીતાર્થ પણ વિષમ અવસ્થાને પામેલા હોય તો પણ સમ્યગ્દર્શનાદિની વૃદ્ધિ કરે તેવા સેવવા યોગ્ય દ્રવ્યાદિ વિશેષોને (દ્રવ્યાદિની વિશેષતાઓને) જાણી શકે છે. જેમકે કાલિકાચાર્ય. પોતાની બહેન સાધ્વીજીનું ગર્દભિલ રાજાએ અપહરણ કર્યું ત્યારે શ્રીકાલિકાચાર્યે આવા સંયોગમાં શું કરવા જેવું છે તે જાણી લીધું. સારી રીતે યોજેલી બુદ્ધિથી ન જાણી શકાય તેવું કંઇ જ નથી. તે પ્રમાણે કહેવાય છે કે—‘તૃણ-વેલડીઓથી આચ્છાદિત (=ઢંકાયેલી) ભૂમિમાં દૂર (=ખૂબ ઊંડાણમાં) પણ સ્થાપેલા નિધિને આંખોથી નહિ જોતા કુશળ પુરુષો બુદ્ધિથી જુએ છે.” (૭૭૩) अत्रैव दृष्टान्तान्तरमाह जह जोइसिओ कालं, सम्मं वाहिविगमं च वेज्जोति । जाति सत्थाओ तहा, एसो जयणाइविसयं तु ॥७७४ ॥ यथा 'ज्योतिषिको' ज्योतिश्चारविशारदः सम्यगविपरीतरूपतया 'कालं' सुभिक्षादिलक्षणं, 'व्याधिविगमं' च जलोदरादिमहाव्याधिविनाशं पुनर्वैद्यः सुश्रुतादिचिकित्साशास्त्राणां सम्यगध्येता पुमान्, इतिः प्राग्वत्, जानात्यवबुध्यते 'शास्त्राद्' वराहमिहिरसंहितादेः सुश्रुतादेश्च । ' तथैष' गीतार्थो यतनादिविषयमन्नपानादिप्रतिषेधलक्षणम् । तुशब्द एवकारार्थः स च जानात्येवेत्यत्र संयोजनीय इति ॥७७४ ॥ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ . ઉપદેશપદ : ભાગ-૨ અહીં જ બીજું દૃષ્ટાંત કહે છે– ગાથાર્થ-ટીકાર્થ-જેવી રીતે જ્યોતિગ્ગારમાં વિશારદ જ્યોતિષી વરાહમિહિરસંહિતા વગેરે શાસ્ત્રથી સુભિક્ષ વગેરે કાળને સમ્યક (=અવિપરીતપણે) જાણે છે, સુશ્રુત વગેરે ચિકિત્સાશાસ્ત્રોનું સમ્યમ્ અધ્યયન કરનાર વૈદ્ય સુશ્રત વગેરે શાસ્ત્રથી જલોદર વગેરે મહાવ્યાધિના વિનાશને સમ્યગુ જાણે છે, તે રીતે આ ગીતાર્થ અન્ન-પાન વગેરેના નિષેધરૂપ યેતનાના વિષયને જાણે જ છે. ભાવાર્થ-જેવી રીતે જ્યોતિષી આવતા વર્ષે સુકાળ થશે કે દુકાળ થશે ઇત્યાદિ ભવિષ્યનું જાણી શકે છે, તથા વૈદ્ય આ રોગ કયો છે? એના ઉપાયો કયા છે? અમુક ઉપાયોથી આ રોગ મટશે, ઇત્યાદિ પહેલેથી જાણી શકે છે. તેમ ગીતાર્થ નિર્દોષ આહારપાણી સહેલાઈથી મળી શકતા હોવાથી હમણાં દોષિત આહાર-પાણી લેવાની જરૂર નથી (અથવા તો અભ્યાહત કે ક્રીત દોષથી નભી શકે તેમ છે તો આધાકર્મદોષવાળા આહારપાણી લેવાની જરૂર નથી) ઇત્યાદિ યતના જાણી શકે છે. (૭૭૪) તથાतिविहनिमित्ता उवओगसुद्धिओऽणेसणिज्जविन्नाणं । जह जायति परिसुद्धं, तहेव एत्थंपि विन्नेयं ॥७७५॥ 'त्रिविधनिमित्तात्' कायिकवाचिकमानसिकलक्षणात् परिशुद्धिमागताद् योपयोगशुद्धिर्भक्तादिग्रहणकालप्रवृत्तस्य साधुजनप्रसिद्धस्योपयोगस्य निर्मलता तस्याः सकाशादनेषणीयविज्ञानमशुद्धभक्तपानाद्यवबोधो भावयतीनां यथा जायते परिशुद्धमस्खलितरूपं, तथैवात्रापि यतनाविषये विज्ञानं परिशुद्ध विज्ञेयमिति ॥७७५॥ તથા– ગાથાર્થ-જેવી રીતે ત્રિવિધ નિમિત્તથી થયેલી ઉપયોગશુદ્ધિથી અનેષણીયનું પરિશુદ્ધ વિજ્ઞાન થાય છે તે રીતે અહીં પણ જાણવું. ટીકાર્થ-ત્રિવિધ નિમિત્તથી થયેલી-કાયિક-વાચિક-માનસિક એમ ત્રણ પ્રકારના વિશુદ્ધ નિમિત્તથી થયેલી. ઉપયોગશુદ્ધિથી=ભોજન વગેરે ગ્રહણ કરતી વખતે પ્રવૃત્ત થયેલા અને સાધુલોકમાં પ્રસિદ્ધ એવા ઉપયોગની શુદ્ધિથી. અષણીયનું પરિશુદ્ધ વિજ્ઞાન-અશુદ્ધ આહાર-પાણી આદિનું ભૂલ વિનાનું જ્ઞાન. ૧. યતનટિ એ સ્થળે રહેલા મારિ શબ્દથી અયતના, ઉત્સર્ગ, અપવાદ વગેરે સમજવું. Page #342 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૩૫ ભાવાર્થ-સાધુ ભિક્ષા માટે જાય ત્યારે આહાર ગ્રહણ કરતી વખતે કાયાથી (આંખ આદિથી) આ આહાર નિર્દોષ છે કે દોષિત છે એમ જુએ. વચનથી જે પૂછવા જેવું લાગે તે પૂછે, મનથી જે વિચારવા જેવું હોય તે વિચારે, આમ કાયિક-વાચિક-માનસિક એમ ત્રણ પ્રકારના નિમિત્તથી થયેલા શુદ્ધ ઉપયોગથી આ આહાર એષણીય છે કે અનેષણીય છે એનું પરિશુદ્ધ જ્ઞાન ભાવસાધુઓને થાય છે, તે જ રીતે અહીં પણ ત્રિવિધ નિમિત્તથી થયેલા શુદ્ધ ઉપયોગથી યતના સંબંધી પણ પરિશુદ્ધ જ્ઞાન થાય, અર્થાત્ આવા આવા દ્રવ્યાદિ છે, માટે આપણે આવો આવો વ્યવહાર કરવો જોઈએ, ઉત્સર્ગ માર્ગે ચાલી શકાય તેવા દ્રવ્યાદિ છે માટે ઉત્સર્ગે માર્ગે ચાલવું જોઇએ, ઉત્સર્ગ માર્ગે ચાલી શકાય તેવા દ્રવ્યાદિ નથી માટે અપવાદ માર્ગે ચાલવું જરૂરી છે, ઈત્યાદિ સ્પષ્ટ જ્ઞાન થાય. (૭૭૫) ननु सर्वत्र धर्मार्थिनो लोकस्य तदर्थपाकादिप्रवृत्तावनेषणीयबाहुल्येनैषणीयविवेकाद् दुष्करं तत्परिज्ञानं, कथमिदं दृष्टान्ततयोपन्यस्तमित्याशङ्क्याह सुत्ते तह पडिबंधा, चरणवओ न खलु दुल्लहं एयं । नवि छलणायवि दोसो, एवं परिणामसुद्धीए ॥७७६ ॥ 'सूत्रे' आगमे पिण्डनियुक्त्यादौ, तथेति वक्तव्यान्तरसमुच्चये, प्रतिबन्धादत्यादराच्चरणवतो जीवस्य 'न खलु' नैव दुर्लभं दुष्करमेतदनेषणीयविज्ञानम् । न च च्छलनायामपि व्यंसनारूपायां दोषोऽपराधोऽनेषणीयग्रहणरूपः सूत्रप्रतिबन्धात् परिणामशुद्धेरन्तःकरणनैर्मल्यादिति ॥७७६॥ બધા સ્થળે ધર્મનો અર્થીલોક સાધુને આહારાદિનું દાન કરવા માટે રસોઈ વગેરે કરે, એથી મોટા ભાગે આહાર અનેષણીય હોય. આથી આ આહાર એષણીય છે અને આ આહાર અષણીય છે એવો નિશ્ચય કરવાપૂર્વક અનેષણીયનું પરિશુદ્ધ જ્ઞાન દુષ્કર છે. આથી અષણીયના પરિશુદ્ધ જ્ઞાનનો દૃષ્ટાંત તરીકે ઉપન્યાસ કેમ કર્યો એવી આશંકા કરીને કહે છે ગાથાર્થ–ટીકાર્થ–તથા પિંડનિર્યુક્તિ આદિ આગમમાં અતિશય આદર હોવાથી ચારિત્રસંપન્ન મુનિને અનેષણીયનું પરિશુદ્ધ જ્ઞાન દુષ્કર નથી. ઉપયોગ રાખવા છતાં છેતરાઈ જવાના કારણે અનેષણીય આહારનું ગ્રહણ થઈ જાય તો તેમાં દોષ નથી. કારણ કે આગમમાં આદર હોવાના કારણે અંતઃકરણ નિર્મલ છે. (૭૭૬) अत्रैव व्यतिरेकमाहजयणाविवजया पुण, विवजओ नियमओ उ तिण्हंपि । तित्थगराणाऽसद्धाणओ तहा पयडमेयं तु ॥७७७॥ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ઉપદેશપદ : ભાગ-૨ __ 'यतनाविपर्ययाद्' उक्तलक्षणा यतना; 'विपर्ययो' व्यत्ययः स्वरूपहानिरित्यर्थः, नियमतस्त्वेकान्तभावादेव त्रयाणामपि सम्यक्त्वादीनाम् । कुत इत्याह-'तीर्थकराज्ञायाः' 'जयणा उ धम्मजणीणी' इत्यादिकाया अश्रद्धानतोऽरोचनात् । 'तथा' तत्प्रकाराद, न हि रोचमानां यतनामुल्लङ्थ्य कश्चिदन्यथा व्यवहाँ प्रवर्त्तते, प्रवर्त्तते चेत् तर्हि तस्य तत्र यतनायां न श्रद्धानमस्तीति प्रकटमेतदिति । न हि लोकेऽप्युल्लच्यमानोऽर्थो गौरवपदमापद्यत इति ॥७७७॥ અહીં જ વ્યતિરેકને (યતના ન કરવાથી થતા દોષને) કહે છે ગાથાર્થ–યતનાના વિપર્યયથી તીર્થકરોની આજ્ઞા પ્રત્યે તેવા પ્રકારની અરુચિ થવાથી નિયમો સમ્યકત્વ-જ્ઞાન-ચારિત્રનો વિપર્યય થાય છે. આ હકીકત પ્રગટ છે. ટીકાર્થ–ચતનાના વિપર્યયથીયતનાનું ઉલ્લંઘન કરવાથી. મ્યકત્વ-જ્ઞાન-ચારિત્રનો વિપર્યય-સમ્યકત્વ-જ્ઞાન-ચારિત્રના સ્વરૂપમાં હાનિ. યતનાનું પાલન ન કરવાથી “યતના ધર્મજનની છે” ઇત્યાદિ તીર્થકરોની આજ્ઞા પ્રત્યે અરુચિ વ્યક્ત થાય છે. જો યતના પ્રત્યે રુચિ હોય તો કોઈપણ જીવ યાતનાનું ઉલ્લંઘન કરીને અન્યથા વ્યવહાર કરવા માટે પ્રવૃત્તિ ન કરે. હવે જો કોઈ યતનાનું ઉલ્લંઘન કરીને અન્યથા વ્યવહાર કરવા માટે પ્રવર્તે છે તો તેને યતના પ્રત્યે શ્રદ્ધા-રુચિ નથી એ પ્રગટ છે. લોકમાં પણ ઉલ્લંઘન કરાતી વસ્તુ ગૌરવના સ્થાનને પામતી નથી, અર્થાત્ જે વ્યક્તિ જેનું ઉલ્લંઘન કરે છે તે વ્યક્તિના હૃદયમાં તેના પ્રત્યે આદરભાવ ન હોય એમ લોકમાં દેખાય છે. (૭૭૭). તથાजं दव्वखेत्तकालाइसंगयं भगवया अणुढाणं । भणियं भावविसुद्धं, निष्फज्जइ जह फलं तह उ ॥७७८॥ _ 'यद्' यस्माद् 'द्रव्यक्षेत्रकालादिसंगतं' तत्तद्र्व्यक्षेत्रकालभावानुकूलं 'भगवता'अर्हताऽनुष्ठानमन्नपानगवेषणादिरूपं भणितं भावविशुद्धिमौदयिकभावपरिहारेण क्षायोपशमिकभावानुगतम्, अत एव निष्पद्यते यथा फलं ज्ञानाद्याराधनारूपं, 'तथा' तथैतदनुष्ठानं भणितं, सम्यगुपायत्वात् ॥७७८॥ તથા ગાથાર્થ–ભગવાને ભાવવિશુદ્ધ અનુષ્ઠાન તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવને અનુકૂળ હોય તે પ્રમાણે કરવાનું કહ્યું છે, આથી જ ફળની સિદ્ધિ થાય તે પ્રમાણે કરવાનું કહ્યું છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ટીકાર્થ—ભાવવિશુદ્ધ—ઔદયિકભાવનો ત્યાગ કરીને ક્ષાયોપમિક ભાવથી યુક્ત. અનુષ્ઠાન–અન્ન-પાનની ગવેષણા આદિ અનુષ્ઠાન. ફળની સિદ્ધિ—જ્ઞાનાદિની આરાધના રૂપ ફળની સિદ્ધિ. પ્રશ્ન–ભગવાને તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવને અનુકૂળ હોય તે પ્રમાણે અનુષ્ઠાન કરવાનું કેમ કહ્યું? ૩૩૭ ઉત્તર—કોઇપણ અનુષ્ઠાન જ્ઞાનાદિની આરાધના રૂપી ફળની સિદ્ધિ માટે છે. તે તે દ્રવ્યાદિને અનુકૂળ હોય તે પ્રમાણે અનુષ્ઠાન કરવું તે જ્ઞાનાદિની આરાધના રૂપ ફળની સિદ્ધિનો સમ્યક્ ઉપાય છે. માટે ભગવાને તે તે દ્રવ્યાદિને અનુકૂળ હોય તે પ્રમાણે અનુષ્ઠાન કરવાનું કહ્યું છે. (૭૭૮) अत एवाह नवि किंचिवि अणुणातं, पडिसिद्धं वावि जिणवरिदेहिं । तित्थगराणं आणा, कज्जे सच्चेण होयव्वं ॥ ७७९ ॥ 'नापि' नैव 'किञ्चिद्' मासकल्पविहाराद्यनुज्ञातमेकान्तेन कर्त्तव्यमेवेत्यनुमतं, ‘પ્રતિષિનું’ વાગ્યેજાત્તેન વારિત ન, યથા ન વિષેયમેવેદ્રમિતિ ‘બિનવરેન્દ્ર:' ઋણમાતિभिस्तीर्थकरैः। तर्हि किमनुज्ञातं तैरित्याह – तीर्थकराणामियमाज्ञा यथा 'कार्ये' सम्यग्दर्शनाद्याराधनारूपे सत्येनाशठपरिणामेन भवितव्यमिति ॥७७९ ॥ આથી જ ગ્રંથકાર કહે છે– ગાથાર્થ—ટીકાર્થ—તીર્થંકરોએ માસકલ્પ વિહાર વગેરે જે જે કરવાનું કહ્યું છે તે તે ‘કરવું જ' એવી એકાંતે આજ્ઞા નથી કરી, તથા (અશુદ્ધ ભિક્ષા વગેરે) જેનો જેનો નિષેધ કર્યો છે તે તે ‘ન જ કરવું' એમ એકાંતે નિષેધ કર્યો નથી, કિંતુ સમ્યગ્દર્શનાદિની આરાધનામાં અશઠ પરિણામવાળા(=સરળ) બનવું એવી આશા કરી છે. (૭૭૯) તથા— मणुयत्तं जिणवयणं, च दुल्लहं भावपरिणतीए उ । जह एसा निप्फज्जति, तह जइयव्वं पयत्तेण ॥७८० ॥ ‘મનુનત્વ’ મનુષ્યનમતક્ષળ, ‘બિનવવનં’ = સર્વજ્ઞશામાં ‘દુત્ત્તમ' તુાપં વર્તતા प्रागुक्तैरेव चुल्लकादिभिर्दृष्टान्तैः । ततः किं कर्त्तव्यमित्याशङ्क्याह—' भावपरिणत्या ' Page #345 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ त्वन्तःकरणपरिणामेनैव न तु बाह्याद्यनुष्ठानेन भावपरिणतिशून्येन तस्यात्यन्त-फल्गुत्वात् । यथोक्तं “तात्त्विकः पक्षपातस्तु, भावशून्या च या क्रिया । तयोरन्तरमुन्नेयं, भानुखद्योतयोरिव ॥ १ ॥ खद्योतकस्य यत्तेजः, तदल्पं च विनाशि च । विपरीतमिदं भानोरेवमत्रापि भाव्यताम् ॥ २ ॥ " किमित्याह - यथैषाऽऽज्ञा निष्पद्यते तथा यतितव्यं પ્રયત્નેનેતિ ૭૮૦ | ૩૩૮ તથા— ગાથાર્થ–મનુષ્યજન્મ અને જિનશાસન દુર્લભ છે. આથી ભાવપરિણતિથી ઉદ્યમપૂર્વક તે રીતે પ્રયત્ન કરવો જોઇએ કે જે રીતે આજ્ઞા સિદ્ધ થાય. ટીકાર્થ—પૂર્વે (પથી૧૫ સુધીની ગાથાઓમાં) કહેલા જ ભોજન વગેરે દૃષ્ટાંતોથી મનુષ્યજન્મ અને જિનશાસન દુર્લભ છે. ભાવ પરિણતિથી=અંતઃકરણના પરિણામથી, ભાવપરિણતિથી રહિત બાહ્ય વગેરે અનુષ્ઠાનથી નહિ. કારણ કે ભાવપરિણતિથી રહિત બાહ્ય અનુષ્ઠાન અત્યંત નકામું છે. (યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં) કહ્યું છે કે “પારમાર્થિક પક્ષપાત અને ભાવરહિત ક્રિયા એ બંનેમાં સૂર્ય અને ખજૂઆ જેવું મોટું અંતર જાણવું. (૨૨૩) ખજુઆનું જે તેજ છે તે અલ્પ અને વિનાશી છે, સૂર્યનું તેજ આનાથી વિપરીત છે, ઘણું અને અવિનાશી છે. એ પ્રમાણે અહીં પણ વિચારવું.” (૨૨૪) (૭૮૦) आज्ञानिष्पत्त्यर्थं च यत् कर्त्तव्यं तद्विशेषेणाह — उस्सग्गववायाणं, जहट्ठियसरूवजाणणे जत्तो कायव्वो बुद्धिमया, सुत्ताणुसारेण णयणिउ । ॥७८१ ॥ सामान्योक्तो विधिरुत्सग्र्गे, विशेषोक्तस्त्वपवादः । तत उत्सर्गापवादयोर्यथास्थितस्वरूपज्ञाने यत्नः कर्त्तव्यो 'बुद्धिमता' पुरुषेण 'सूत्रानुसारेण' निशीथाध्ययनादितत्प्रतिपादकागमानुरोधेन 'नयनिपुणं' नैगमादिनयविचारसारमिति ॥ ७८१ ॥ આશાની સિદ્ધિ માટે જે કરવું જોઇએ તે વિશેષથી કહે છે— ગાથાર્થ-બુદ્ધિશાળી પુરુષે ઉત્સર્ગ-અપવાદના યથાવસ્થિત સ્વરૂપને જાણવામાં સૂત્રાનુસાર નયનિપુણ પ્રયત્ન કરવો જોઇએ. ટીકાર્થ—સામાન્યથી કહેલો વિધિ ઉત્સર્ગ છે. વિશેષથી કહેલો વિધિ અપવાદ છે. સૂત્રાનુસાર–ઉત્સર્ગ-અપવાદના પ્રતિપાદક નિશીથ અધ્યયન આદિ આગમના અનુસાર.. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ ઉપદેશપદ : ભાગ-૨ નયનિપુણ=નૈગમ વગેરે નયોની વિચારણાથી સારભૂત બને તે રીતે. (૭૮૧) अथ सर्वनयाभिमतमुत्सर्गापवादयोरेकमेव तत्त्वतः स्वरूपमङ्गीकृत्याहदोसा जेण निरुब्भंति जेण खिजति पुव्वकम्माइं । सो खलु मोक्खोवाओ, रोगावत्थासु समणंव ॥७८२॥ 'दोषा' मिथ्यात्वादयो येनानुष्ठानेनोत्सर्गरूपेणापवादरूपेण वा सेव्यमानेन "निरुध्यन्ते' सन्तोऽप्यप्रवृत्तिमन्तो जायन्ते, तथा येन क्षीयन्ते समुच्छिद्यन्ते 'पूर्वकर्माणि' प्राग्भवोपात्तानि ज्ञानावरणादीनि, ‘स खलु' स एव 'मोक्षोपायो' मोक्षमार्गः । दृष्टान्तमाह-'रोगावस्थासु' व्याधिविशेषरूपासु शमनवच्छमनीयौषधमिव । यथा हि "उत्पद्यते हि सावस्था, देशकालामयान् प्रति । यस्मादकृत्यं कृत्यं स्यात्, कर्म कार्य च वर्जयेत् ॥१॥" इति वचनमनुसरन्तो गुरुलाघवालोचनेन निपुणवैद्यकशास्त्रविदो वैद्यास्तथा तथा चिकित्सा प्रवर्तयन्तो रोगोपशमनं जनयन्ति, तथा गीतार्थास्तासु तासु द्रव्याद्यापत्सु चित्रान् अपवादान् सूत्रानुसारेण समासेवमाना नवदोषनिरोधपूर्वकृतकर्मनिर्जरणलक्षणफलभाजो जायन्त इति ॥७८२॥ હવે સઘળા નયોને માન્ય હોય તેવા ઉત્સર્ગ-અપવાદના એક જ તાત્વિક સ્વરૂપને સ્વીકારીને કહે છે ગાથાર્થ–જેનાથી દોષોનો નિરોધ થાય અને પૂર્વકર્મોનો ક્ષય થાય તે મોક્ષનો ઉપાય છે. જેમકે રોગાવસ્થામાં શામક ઔષધ. ટીકાર્ય–જેનાથી દોષોનો નિરોધ થાય–ઉત્સર્ગ રૂપ કે અપવાદ રૂપ જે અનુષ્ઠાનના આસેવનથી મિથ્યાત્વ વગેરે દોષો હોવા છતાં નિષ્કિય બની જાય. ( આત્મા ઉપર કોઈ અસર ન થાય તેવા બની જાય.) પૂર્વકર્મોનો ક્ષય થાય-પૂર્વભવોમાં ઉપાર્જિત કરેલા જ્ઞાનાવરણીય વગેરે કર્મોનો સમુચ્છેદ થાય. મોક્ષનો ઉપાય-મોક્ષનો માર્ગ. રોગાવસ્થામાં શામક ઔષધ–જેમકે–“દેશ-કાળ-રોગને આશ્રયીને તે અવસ્થા ઉત્પન્ન થાય છે કે જેમાં અકાર્ય પણ કાર્ય બને અને કરવા યોગ્ય પણ કાર્યને ન કરે.” આવા વચનનું અનુસરણ કરતા અને સૂક્ષ્મ વૈદ્યશાસ્ત્રોને જાણનારા વૈદ્યો ગુરુ Page #347 -------------------------------------------------------------------------- ________________ ३४० 64हेशप : भाग-२ લાઘવની વિચારણા કરીને તે તે રીતે ચિકિત્સા કરે છે કે જેથી રોગની શાંતિ કરે છે. તે પ્રમાણે ગીતાર્થો તે તે દ્રવ્યાદિની આપત્તિઓમાં વિચિત્ર અપવાદોને સૂત્રોનુસાર સેવે છે અને (તેમ કરીને) નવા દોષોના નિરોધપૂર્વક પૂર્વકૃત કર્મનિર્જરા રૂપ ફળના ભાગી बने छ. (७८२) अथोत्सग्र्गापवादयोस्तुल्यसंख्यत्वमाहउन्नयमवेक्ख इयरस्स पसिद्धी उन्नयस्स इयराओ । इय अन्नोन्नपसिद्धा, उस्सग्गववाय मो तुल्ला ॥७८३॥ उन्नतमुच्चं पर्वतादिकमपेक्ष्येतरस्य नीचस्य भूतलादेः प्रसिद्धिर्बालाबलादेजनस्य प्रतीतिः, तथोन्नतस्योक्तरूपस्येतरस्माद् निम्नात् तदपेक्ष्येत्यर्थः, प्रसिद्धिः सम्पद्यते। एवं सति यत् सिद्धं तदाह-इत्येवमुक्तदृष्टान्तादन्योन्यप्रसिद्धाः परस्परमपेक्षमाणाः प्रतीतिविषयभावभाजः सन्त उत्सर्गापवादास्तुल्याः समानसंख्याः सम्पद्यन्त इति ॥७८३॥ હવે ઉત્સર્ગ–અપવાદની સંખ્યા તુલ્ય છે એમ કહે છે ગાથાર્થ–ટીકાર્થ–પર્વત વગેરે ઊંચી વસ્તુની અપેક્ષાએ ભૂતલ વગેરે વસ્તુ નીચી છે, અને ભૂતલ વગેરે નીચી વસ્તુની અપેક્ષાએ પર્વત વગેરે વસ્તુ ઊંચી છે એમ બાળક અને સ્ત્રી વગેરે લોકમાં પ્રસિદ્ધ છે. આ દૃષ્ટાંતથી ઉત્સર્ગ-અપવાદ પરસ્પર પ્રસિદ્ધ છે અને સમાન સંખ્યાવાળા છે, અર્થાત્ ઉત્સર્ગની અપેક્ષાએ અપવાદ છે અને અપવાદની અપેક્ષાએ ઉત્સર્ગ છે, એમ ઉત્સર્ગ અને અપવાદ પરસ્પરની અપેક્ષા રાખે છે, એથી જ ઉત્સર્ગની અપેક્ષાએ અપવાદની અને અપવાદની અપેક્ષાએ ઉત્સર્ગની પ્રસિદ્ધિ થાય છે. આથી જેટલા ઉત્સર્ગ છે તેટલા જ અપવાદ છે અને જેટલા અપવાદ છે તેટલા જ ઉત્સર્ગ છે. આમ ઉત્સર્ગઅપવાદની સંખ્યા સમાન થાય છે. (૭૮૩) अथोत्सर्गापवादयोर्लक्षणमाहदव्वादिएहिं जुत्तस्सुस्सग्गो जदुचियं अणुवाणं । रहियस्स तमववाओ, उचियं चियरस्स न उ तस्स ॥७८४॥ द्रव्यादिभिर्युक्तस्य साधोरुत्सर्गो भण्यते।किमित्याह-'यदुचितं' परिपूर्णद्रव्यादियोग्यमनुष्ठानं शुद्धान्नपानगवेषणादिरूपं परिपूर्णमेव । रहितस्य द्रव्यादिभिरेव तदनुष्ठानमपवादो भण्यते । कीदृशमित्याह-उचितमेव पञ्चकादिपरिहाण्या तथा Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ ઉપદેશપદ : ભાગ-૨ विधानपानाद्यासेवनारूपम् । कस्येत्याह-'इतरस्य' द्रव्यादियुक्तापेक्षया तद्रहितस्यैव, 'न तु' नैव तस्य' द्रव्यादियुक्तस्य। यत्तदौचित्येनानुष्ठानं स उत्सर्गः, तद्रहितस्य पुनस्तदौचित्येनैव च यदनुष्ठानं सोऽपवादः। यच्चैतयोः पक्षयोर्विपर्यासेनानुष्ठानं प्रवर्त्तते, न स उत्सगर्गोऽपवादो वा, किन्तु संसाराभिनन्दिसत्त्वचेष्टितमिति ॥७८४॥ હવે ઉત્સર્ગ–અપવાદના લક્ષણને કહે છે ગાથાર્થ–(અનુકૂળ) દ્રવ્યાદિથી યુક્ત સાધુનું જે ઉચિત અનુષ્ઠાન તે ઉત્સર્ગ કહેવાય છે, (અનુકૂળ) દ્રવ્યાદિથી રહિત બીજા સાધુનું જે ઉચિત અનુષ્ઠાન તે અપવાદ કહેવાય છે. દ્રવ્યાદિથી યુક્તને અપવાદ ઉચિત નથી. ટીકાર્ય–જે સાધુને દ્રવ્યાદિ અનુકૂળ હોય તે સાધુ માટે પરિપૂર્ણ દ્રવ્યાદિને યોગ્ય સંપૂર્ણ શુદ્ધ અન્ન-પાનની ગવેષણા કરવી વગેરે ઉત્સર્ગ છે. જે સાધુને દ્રવ્યાદિ પ્રતિકૂળ હોય તે સાધુ માટે પંચકાદિની પરિહાનિથી તેવા પ્રકારના (દોષિત પણ) આહાર-પાણી આદિનું આસેવન અપવાદ છે. આ બે પક્ષથી વિપરીતપણે જે અનુષ્ઠાન થાય, એટલે કે જે સાધુને દ્રવ્યાદિ અનુકૂળ હોય તે સાધુ દોષિત આહાર-પાણીનું આસેવન કરે, જે સાધુને દ્રવ્યાદિ પ્રતિકૂળ હોય તે અપવાદનું સેવન ન કરે, તો તે નથી ઉત્સર્ગ કે નથી અપવાદ, કિંતુ ભવાભિનંદી જીવની ચેષ્ટા છે. (૭૮૪) अथोपदेशसर्वस्वमेवाहजह खलु सुद्धो भावो, आणाजोगेण साणुबंधोत्ति । जायइ तह जइयव्वं, सव्वावत्थासु दुगमेयं ॥७८५॥ “યથા યર્થવ શબ્દો પાવાવનુષિતો માવો' મન:રિમ:, “ગાયોન' सर्वज्ञवचनानुसारलक्षणेन, 'सानुबन्धो' भवान्तरानुयायी जायते, तथा यतितव्यम् । सर्वावस्थासूत्सर्गकालेऽपवादकाले चेत्यर्थः, द्विकमेतच्छुद्धो भाव आज्ञायोगश्च । एवंलक्षणं कर्त्तव्यम् ॥७८५॥ હવે ઉપદેશના સારને જ કહે છે ગાથાર્થ–જે રીતે આજ્ઞાયોગથી શુદ્ધભાવ સાનુબંધ બને તે રીતે સર્વ અવસ્થાઓમાં પ્રયત્ન કરવો જોઇએ. (તુમેયં ) શુદ્ધભાવ અને આજ્ઞાયોગ એ બંને સાનુબંધ બને તે રીતે પ્રયત્ન કરવો જોઈએ. ટીકાર્ય–આજ્ઞાયોગથી–સર્વજ્ઞવચનના અનુસારે. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ઉપદેશપદ : ભાગ-૨ શુદ્ધભાવ=રાગ-દ્વેષાદિથી કલુષિત ન બનેલો માનસિક પરિણામ. સાનુબંધ-ભવાંતરમાં સાથે જનાર. સર્વ અવસ્થાઓમાં–ઉત્સર્ગ કાળે અને અપવાદ કાળે. શુદ્ધભાવ અને આજ્ઞાયોગ એ બંને સાનુબંધ થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ. (શુદ્ધભાવ સાનુબંધ થવો જોઈએ એથી ગાથામાં પહેલા શુદ્ધભાવ સાનુબંધ થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ એમ કહ્યું. આજ્ઞાયોગ વિના શુદ્ધ ભાવ સાનુબંધ ન બને. માટે પછી તુમેય એમ કહીને આજ્ઞાયોગ અને શુદ્ધભાવ એ બંને સાનુબંધ બને તેવો પ્રયત્ન કરવો જોઈએ એમ કહ્યું.) (૭૮૫) कुतो यतःजं आणाए बहुगं, जह तं सिज्झइ तहेत्थ कायव्वं । ण उ जं तव्विवरीयं, लोगमयं एस परमत्थो ॥७८६॥ 'यद्' यस्माद् आज्ञयोत्सर्गरूपमपवादरूपं वा 'बहुकं' बहुरूपमनुष्ठानं निर्वाणफलमित्यर्थः, जायते । तस्माद् यथा तत् सिध्यति तथैव बुद्धिमता कर्त्तव्यम्। व्यवच्छेद्यमाह-'न तु' न पुनर्यत् तद्विपरीतमाज्ञाविपरीतं लोकमतमपि गतानुगतिकबहुलोकानुवर्तितमपि लौकिकं तीर्थस्नानदानरूपं, लोकोत्तरमपि प्रमत्तजनाचरितं चित्ररूपमिति । एष परमार्थः' सर्वज्ञशासनरहस्यमित्यर्थ इति ॥७८६॥ શુદ્ધભાવ અને આજ્ઞાયોગ એ બંને સાનુબંધ થાય તેવો પ્રયત્ન કરવાનું કારણ એ છે કે ગાથાર્થ–ઉત્સર્ગરૂપ કે અપવાદરૂપ અનુષ્ઠાન આજ્ઞાથી મોક્ષફળવાળું થાય છે. તેથી અહીં બુદ્ધિમાન પુરુષે અનુષ્ઠાન જે રીતે આજ્ઞાથી મોક્ષફળવાળું સિદ્ધ થાય તે રીતે કરવું જોઇએ. પણ તેનાથી વિપરીત લોકમત અનુષ્ઠાન ન કરવું જોઇએ. આ સર્વજ્ઞ શાસનનું રહસ્ય છે. ટીકાર્ય–જે અનુષ્ઠાન આજ્ઞાથી વિપરીત હોય તે અનુષ્ઠાન લોકને સંમત હોય તો પણ અને ગાડરિયા પ્રવાહને અનુસરનારા ઘણા લોકોથી અનુસરાયેલું હોય તો પણ ના કરવું જોઈએ. જેમકે તીર્થમાં સ્નાન અને દાન કરવું. લોકોત્તર પણ વિવિધ પ્રકારનું જે અનુષ્ઠાન પ્રમાદી લોકે આચર્યું હોય તે ન કરવું જોઇએ. (૭૮૬). अथ प्रसङ्गमुपसंहरन् प्रस्तुतमाहकयमेत्थ पसंगेणं, स भावओ पालिऊण तह धम्मं । पायं संपुण्णं चिय, ण दव्वओ कालदोसाओ ॥७८७॥ Page #350 -------------------------------------------------------------------------- ________________ 6पहेशप : भाग-२ ३४३ कृतमत्र प्रसंगेन, स शङ्खराजमुनिर्भावतो मनःपरिणत्या पालयित्वा तथा तत्प्रकारं धर्म, प्रायः सम्पूर्णमेव, अनाभोगादेः क्वचित् खण्डमपि स्यादिति प्रायोग्रहणम् । व्यवच्छेद्यमाह-'न' नैव 'द्रव्यतः' कायानुष्ठानमपेक्ष्य 'कालदोषाद्' दुष्पमालक्षणकालापराधादिति ॥७८७॥ काऊण कालधम्मं, परिसुद्धाचारपक्खपाएणं । उववण्णो सुरलोए, तओ चुओ पोयणपुरम्मि ॥७८८॥ कृत्वा 'कालधर्म' पण्डितमरणलक्षणं 'परिशुद्धाचारपक्षपातेन' सर्वथा निरतिचारसाधुधर्मबहुमानेनोपपन्नः 'सुरलोके' सौधर्मनाम्नि । ततः सुरलोकाच्च्युतः पोतनपुरे इति ॥७८८॥ रायसुओ उवसंतो, पायं पावविणिवित्तवावारो । कालोचियधम्मरओ, राया होऊण पव्वइओ ॥७८९॥ राजसुतो जातः । स च बालकालादेवोपशान्तः । प्रायः पापविनिवृत्तव्यापारोऽतिसावद्यानुष्ठानपरिहरणपरः कालोचितधर्मरतो राजा भूत्वा प्रव्रजित इति ॥७८९॥ હવે પ્રાસંગિક વર્ણનનો ઉપસંહાર કરતા ગ્રંથકાર પ્રસ્તુત વિષયને કહે છે ગાથાર્થ–ટીકાર્ય–અહીં પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. શંખ રાજર્ષિ તેવા પ્રકારના ધર્મને કાળદોષના કારણે દ્રવ્યથી અસંપૂર્ણ અને ભાવથી પ્રાય સંપૂર્ણ જ પાળીને (૭૮૭) પંડિત મરણરૂપ કાળધર્મને પામીને સર્વથા નિરતિચાર સાધુધર્મ પ્રત્યે બહુમાનના કારણે સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. તે જીવ દેવલોકથી ચ્યવીને પોતનપુરમાં (૭૮૮) રાજપુત્ર થયો. તે બાલ્યકાળથી જ ઉપશાંત હતો, અતિસાવધ કાર્યનો ત્યાગ કરવામાં તત્પર રહેતો डतो, गने लयित धर्ममा २d डतो. २an 25ने क्षित बन्यो. (७८८) साम्प्रतं यद् दृष्ट्वा परिभाव्य चासौ प्रव्रजितस्तद् नईत्यादिगाथात्रयेणाहणइपूरकूलपाडणमूढं कलुसोदयं णिएऊण । ओयट्टणम्मि तीए, तहत्थयं चेव पडिबुद्धो ॥७९०॥ ૧. કાળ દોષના કારણે દુષમારૂપ કાળદોષના કારણે. २. द्रव्यथी-यि अनुष्ठानना अपेक्षा.. . 3. माक्थी-मानसि परिमिथी. ૪. પ્રાય–અનાભોગ આદિથી ક્યાંક ભંગ પણ. થાય આથી અહીં “પ્રાયઃ' એમ કહ્યું છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ जह एसा वट्टंती, कूले पाडेइ कलुसए अप्पं । इय पुरिसोवि हु पायं, तदण्णपीडाए दट्ठव्वो ॥७९१ ॥ जह चेवोवट्टंती, सुज्झइ एसा तहेव पुरिसोवि । આમરિન્ના, સનવિત્તીય્ વિન્ગેઓ ૭૨૨॥ મુળમં ચૈતત્ ।૭૬૦-૭૬-૭૧૨૫ હવે રાજા જે જોઇને અને જે વિચારીને દીક્ષિત બન્યો તે વિગતને ‘નફ' ઇત્યાદિ ત્રણ ગાથાઓથી કહે છે— ઉપદેશપદ : ભાગ-૨ ગાથાર્થ—ટીકાર્થ—(રાજમહેલના ઝરુખામાં બેઠેલા) તે રાજાએ પૂરબહારમાં વહેતી નદીને જોઇ. પૂરબહારમાં વહેતી નદી કિનારાઓને પાડી રહી હતી અને પાણીને મલિન કરી રહી હતી. થોડા સમય પછી ધીમી ગતિએ વહેતી નદી કિનારાઓને પાડતી ન હતી અને પાણીને મિલન કરતી ન હતી. આ જોઇને પ્રતિબોધ પામેલા રાજાએ વિચાર્યું કે જેવી રીતે પૂરબહારમાં વહેતી આ નદી કિનારાઓને પાડે છે અને પોતાને મલિન કરે છે તે રીતે (આરંભમાં પ્રવૃત્ત થયેલો) પુરુષ પણ પ્રાયઃ પોતાનાથી અન્યને પીડા કરીને પોતે મલિન બને છે. તથા જે રીતે ધીમી ગતિએ વહેતી નદી શુદ્ધ થાય છે તે રીતે પુરુષ પણ આરંભનો ત્યાગ કરીને શુભપ્રવૃત્તિથી શુદ્ધ થાય છે. (૭૯૦-૭૯૧-૭૯૨) एवं पव्वइऊणं, सामण्णं पालिऊण परिसुद्धं । सिद्धो सुदेवमाणुसगईहिं थेवेण कालेणं ॥ ७९३॥ ગાથાર્થ—ટીકાર્થ—આ પ્રમાણે દીક્ષા લઇને વિશુદ્ધ ચારિત્રને પાળીને સુદેવગતિઓમાં અને સુમનુષ્યગતિઓમાં ઉત્પન્ન થઇને થોડા કાળમાં મુક્તિને પામ્યો. (૭૯૩) अथ ता एव सुदेवमानुषगतीः बंभेत्यादिगाथात्रयेणाह - बंभसुर महुरराया, सुक्कसुराओमुहीए राओत्ति । आणयदेव सिवणिवो, आरण मिहिलाय देवणिवो ॥७९४ ॥ गेवेज्ज तियस गज्जणसामी गेवेज्ज पुंढसुरराया । गेवेज्ज बंगसुरराय, विजयदेवंगराया य ॥७९५ ।। सव्वट्ठामर उज्झाणरिंद पव्वज्ज सिज्झणा चेव । एयस्स पायसो तह, पावाकरणम्मि नियमोत्ति ॥७९६ ॥ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ 6पहेश५६ : भाग-२ ततः पोतनपुरराजसुतजन्मानन्तरं ब्रह्मसुरो ब्रह्मलोके देवः समभूत् । ततो मथुराराजः तदनन्तरं शुक्रसुरस्ततोऽप्ययोमुख्यां नगर्यां राजेति। इतोऽप्यानते देवस्ततोऽपि शिवनृपः तस्मादप्यारणदेवः । तदनन्तरं मिथिलायां देवनृप इति ॥७९४॥ इतोऽपि प्रथमग्रैवेयकत्रिके त्रिदशः । तस्मादपि च्युतो गजनस्वामिजीवः । ततोऽपि मृतो मध्यमग्रैवेयकत्रिके सुरः । ततोऽपि पुण्ड्रजनपदे नामतः सुरराजः । ततोऽप्युपरिमत्रिके सुरः। ततोऽपि बङ्गजनपदेषु सुरराजः । इतोऽपि विजयविमाने देवः। तदनन्तरमङ्गराज इति ॥७९५॥ अस्मादपि सर्वार्थसिद्धविमानेऽमरः । ततोऽप्ययोध्यायां नरेन्द्रः। तत्र च प्रव्रज्या, सिद्धनं चेति । एतस्य शङ्खजीवस्य प्रायशो बाहुल्येन तथा तेन प्रकारेण पापाकरणे नियमः सम्पन्न इति ॥७९६॥ હવે તે જ સુદેવગતિઓને અને સુમનુષ્યગિતઓને વંમ ઇત્યાદિ ત્રણ ગાથાઓથી કહે છે ગાથાર્થ–ટીકાર્થ–પોતનપુરમાં રાજપુત્રના જન્મ પછી (પાંચમા) બ્રહ્મદેવલોકમાં દેવ થયો. ત્યારબાદ મથુરાનગરીમાં રાજા થયો. ત્યારબાદ (સાતમા) મહાશુક્ર દેવલોકમાં દેવ થયો. ત્યારબાદ અયોમુખી નગરીમાં રાજા થયો. પછી (નવમા) આનત દેવલોકમાં દેવ થયો. પછી શિવ નામનો રાજા થયો. પછી (અગિયારમા) આરણ દેવલોકમાં દેવ થયો. પછી મિથિલા નગરીમાં દેવનામનો રાજા થયો. પછી પ્રથમ રૈવેયક ત્રિકમાં દેવ થયો. પછી ગર્જનપુરનો રાજા થયો. પછી મધ્યમરૈવેયક ત્રિકમાં દેવ થયો. પછી પુંડ્રદેશમાં સુરનામનો રાજા થયો. પછી અંતિમ રૈવેયકત્રિકમાં દેવ થયો. પછી બંગદેશમાં સુર નામનો રાજા થયો. પછી વિજય વિમાનમાં દેવ થયો. પછી અંગદેશનો રાજા થયો. પછી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયો. પછી અયોધ્યા નગરીમાં પૃથ્વીચંદ્ર નામનો રાજા થયો. તે ભવમાં દીક્ષા અને મુક્તિ થઈ. શંખરાજાને મોટા ભાગે તે રીતે પાપ અકરણમાં નિયમ सिद्ध थयो. (७८४-७८६) भावाराहणभावा, आराहगो इमो पढमं । ता एयम्मि पयत्तो, आणाजोगेण कायव्वो ॥७९७॥ एवमुक्तरूपेण भावाच्छुद्धमनःपरिणामरूपाराधनाभावाद् आराधकोऽयं प्रथम दुष्षमाकाले समभूत् । तस्मादेतस्मिन् भावाराधने 'प्रयत्न' आदर आज्ञायोगेन कर्तव्यः ॥७९७॥ ॥ इति शङ्खराजर्षिकथानकं समाप्तम् ॥ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ Gपहेशप : भाग-२ ગાથાર્થ-ટીકાર્થ-શંખ રાજર્ષિ શુદ્ધ માનસિક પરિણામ રૂ૫ આરાધનાના ભાવથી દુષમા કાળમાં પ્રથમ આરાધક થયા. માટે આજ્ઞાયોગથી ભાવ આરાધનામાં આદર કરવો જોઈએ. (૭૯૭) अथ प्रस्तुतमेवाधिकृत्याह[ईय एयम्मिवि काले, चरणं एयारिसाणं विण्णेयं ।। दुक्खंतकरं णियमा, धन्नाणं भवविरत्ताणं ॥७९८॥] इत्येवमेतस्मिन्नपि काले 'चरणं' चारित्रमेतादृशानां [विज्ञेयं कीदृशानां ] शङ्खमुनिसदृशानां विज्ञेयम् । कीदृशमित्याह-'दुःखान्तकरं' सर्वसांसारिकबाधापहारि 'नियमाद्' अवश्यंतया 'धन्यानां' भवविरक्तानां जीवानामिति ॥७९८॥ હવે પ્રસ્તુત વિષયને આશ્રયીને જ કહે છે ગાથાર્થ–ટીકાર્ય–આ પ્રમાણે આ કાળે પણ શંખમુનિ જેવા ધન્ય અને ભવવિરક્ત જીવોનું ચારિત્ર નિયમા દુઃખાત્ત કરનારું જાણવું. અર્થાત્ આ કાળમાં પણ આવા જીવોને ચારિત્ર હોય અને એ ચારિત્ર પરંપરાએ સર્વ સાંસારિક દુઃખોનો અંત કરનારું બને. (૭૯૮) तथाजे संसारविरत्ता, रत्ता आणाए तीए जहसत्तिं । चेटुंति णिज्जरत्थं, ण अण्णहा तेसिं चरणं तु ॥७९९॥ ये संसारविरक्ताः सत्त्वाः प्राणिनो 'रक्ता' विहितबहुमाना आज्ञायां जिनवचनरूपायां; तथा, तस्यामाज्ञायां 'यथाशक्ति' स्वसामर्थ्यानुरूपं तिष्ठन्ति तदुक्तानुष्ठानपरा भवन्ति । किमर्थं? 'निर्जरार्थं' सर्वकर्मक्षयनिमित्तम् । 'न अन्नहा तेसिं चरणं तु' तेषामेव चरणमस्खलितरूपं विज्ञेयं । न नैवान्यथा संसाराविरक्तानामाज्ञायामसक्तानां यथाशक्ति तत्राकृतावस्थानानामनिर्जरार्थिनां चरणं स्यादिति ॥७९९॥ ગાથાર્થ–ટીકાર્થ-જે જીવો સંસારથી વિરક્ત છે, જિનવચન રૂપ આજ્ઞામાં બહુમાનવાળા છે, સર્વકર્મોનો ક્ષય માટે શાસ્ત્રોક્ત અનુષ્ઠાનમાં યથાશક્તિ તત્પર છે, તેમનું જ ચારિત્ર અસ્મલિત (=પરંપરાવાળું) જાણવું. જે જીવો સંસારથી વિરક્ત નથી, આજ્ઞામાં બહુમાનવાળા નથી, શાસ્ત્રોક્ત અનુષ્ઠાનમાં યથાશક્તિ તત્પર નથી, અને નિર્જરાના અર્થી નથી, તે જીવોને यारित्र. न. डोय. (७८८) अधुना ये कर्मगुरवः प्राणिनो दुष्षमाकालादीन्यालम्बनान्यालम्ब्य सहिष्णवोऽपि तथाविधजनाचरितं प्रमाणीकृत्यं निषिद्धसेवां कुर्वन्ति, तेषामपायं दर्शयति१. इयमपि गाथा न क्वचनादर्शपुस्तकेषूपलब्धा, टीकामुपजीव्य त्वत्रोपनिबद्धा । Page #354 -------------------------------------------------------------------------- ________________ उपशप : भाग-२ मारेंति दुस्समाएवि, विसायओ जह तहेव साहूणं । णिक्कारणपडिसेवा, सव्वत्थ विणासई चरणं ॥ ८०० ॥ ३४७ 'मारयन्ति' प्राणांस्त्याजयन्ति दुष्षमायामपि, न केवलं सुषमायामित्यपिशब्दार्थः, विषादयस्तालपुटशस्त्रवह्न्यादयो 'यथा' येन प्रकारेण मूर्च्छासम्पादनादिना, तथैव 'साधूनां' निर्द्धर्माणां व्रतिनां निष्कारणप्रतिसेवाऽपुष्टालम्बनेन 'सर्वत्र' सर्वास्ववस्थासु 'विनाशयति' विध्वंसयति 'चरणं' चारित्रमिति ॥ ८०० ॥ હવે કર્મોથી ભારી બનેલા જીવો દુઃષમા કાલ વગેરે આલંબનોને પકડીને સહન કરી શકે તેવા હોવા છતાં તેવા પ્રકારના લોકના આચરણને પ્રમાણ કરીને શાસ્ત્રનિષિદ્ધનું સેવન કરે છે તેમને થતા અનર્થને કહે છે— ગાથાર્થ—ટીકાર્થ—જેમ તાલપુટ ઝેર, શસ્ત્ર, અગ્નિ વગેરે પદાર્થો મૂર્છાને પમાડવા આદિ દ્વારા દુઃષમા કાળમાં પણ મારે છે તે જ પ્રમાણે ધર્મરહિત વ્રતીઓનું પુષ્ટ આલંબન વિના દોષોનું સેવન સર્વ અવસ્થાઓમાં ચારિત્રનો વિનાશ કરે છે. (૮૦૦) अथैतद्व्यतिरेकमाह— कारणपडिसेवा पुण, भावेण असेवणत्ति दट्ठवा । आणाए तीए भावो, सो सुद्धो मोक्खहेउत्ति ॥ ८०१ ॥ 'कारणप्रतिसेवा' ग्लानाद्यालम्बनेन विरुद्धार्थासेवनरूपा 'पुनर्भावेन' परमार्थतोऽसेवना विरुद्धार्थानासेवनरूपा इत्येवं द्रष्टव्या । कुतो ? यत' आज्ञायां तस्यां' कारणप्रतिसेवायां भावो मन:परिणामो वर्त्तते भगवताऽस्यामवस्थायामिदं कर्त्तव्यतयोपदिष्टमित्यध्यवसायात् । यदि नामैवं ततः किमित्याह - स भाव आज्ञानुगतः शुद्धः सन्मोक्षहेतुरिति ॥८०१ ॥ હવે આનાથી ઊલટું કહે છે ગાથાર્થ—ટીકાર્થ—બિમારી વગેરે આલંબનથી થતું દોષોનું સેવન પરમાર્થથી અસેવન જ જાણવું. કારણ કે-‘આ અવસ્થામાં ભગવાને આ ક૨વાનું કહ્યું છે' એવા અધ્યવસાયના કારણે ભાવ(=માનસિક પરિણામ)' તો આજ્ઞામાં જ હોય છે. આજ્ઞામાં રહેલ ભાવ શુદ્ધ છે અને મોક્ષનું કારણ છે. (૮૦૧) ૧. વિષ વગેરે માત્ર સુષમાકાળમાં જ મારે છે એવું નથી, કિંતુ દુઃષમાકાળમાં પણ મારે છે એવો ‘પણ’ શબ્દનો अर्थ छे. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ઉપદેશપદ : ભાગ-૨ इत्थं कारणप्रतिसेवायामपि शुद्धो भावो मोक्षहेतुरित्युपदर्य साम्प्रतमकृत्येऽप्यर्थे विहिते भावशुद्धिः पापक्षयायेति लोकप्रसिद्धेन दृष्टान्तेन दर्शयति अकिरियाएवि सुद्धो, भावो पावक्खयत्थमो भणिओ । अण्णेहिवि ओहेणं, तेणगणाएण लोंगम्मि ॥८०२॥ 'अक्रियायामपि' लोकलोकोत्तरविरुद्धार्थसेवायामपि शुद्धो 'निर्व्याजः' पश्चात्तापानुगतो 'भावः' परिणामः 'पापक्षयार्थ' पापापगमहेतु भणितो' निरूपितः स्वशास्त्रेष्वन्यैरपि तीर्थान्तरीयैरोघेन सामान्येन । तथा चैते पठन्ति "मायाम्भस्तत्त्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् तन्मध्येन प्रयात्येव यथा व्याघातवर्जितः ॥१॥ भोगान् स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुञ्जानोऽपि ह्यसङ्गः सन् प्रयाति परमं પહમ રાકૃતિ “નજ્ઞાન' ચરોતરન નો રૂતિ ૮૦૨ા આ પ્રમાણે કારણે દોષનું સેવન કરવા છતાં શુદ્ધભાવ મોક્ષનો હેતુ છે એમ બતાવીને હવે ન કરવા યોગ્ય કાર્ય કરવા છતાં ભાવશુદ્ધિ પાપક્ષય માટે થાય એમ લોકપ્રસિદ્ધ દાંત બતાવે છે ગાથાર્થ-લોકમાં અન્યતીર્થિકોએ પણ લૌકિક કે લોકોત્તર દોષનું સેવન કરવા છતાં શુદ્ધભાવને ચોરના દૃષ્ટાંતથી સામાન્યથી પાપક્ષ માટે કહ્યો છે. ટીકાર્ય–શુદ્ધભાવને–દંભરહિત પશ્ચાત્તાપના પરિણામને. (અહીં તાત્પર્યાર્થ એ છે કે–કારણ વિના પણ ન કરવા જેવું કાર્ય કરી નાખ્યું હોય, તો પણ જો પાછળથી અકાર્ય કરવા બદલ હાર્દિક પશ્ચાત્તાપ થાય તો એ અકાર્ય કરવાથી બંધાયેલાં અશુભકર્મોનો નાશ થાય છે.) અન્યતીર્થિકો સ્વશાસ્ત્રોમાં કહે છે કે–“ઝાંઝવાના જલને પરમાર્થથી ઝાંઝવાના જલ તરીકે જોતો પુરુષ ઝાંઝવાના જલથી ઉદ્વેગ પામતો નથી, અને ઝાંઝવાના જલના મધ્યમાંથી વ્યાઘાત વિના જલદી પસાર થઈ જાય છે. તેવી જ રીતે ભોગોને સ્વરૂપથી ઝાંઝવાના જળસમાન જોતો પુરુષ કર્મોથી ખેંચાઈને આવેલાં ભોગસુખોને ભોગવતો હોવા છતાં તેમાં અનાસક્ત રહ્યો છતો મોક્ષમાં જ જાય છે.” (યો.દ.સ. ૧૬૫-૧૬૬) (૮૦૨) स्तेनकज्ञातमेव भावयतितेणदुगे भोगम्मी, तुल्ले संवेगओ अतेणत्तं । एगस्स गहियसुद्धी, सूलहि भेयम्मि सादेव्वं ॥८०३॥ Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ ઉપદેશપદ : ભાગ-૨ तह चित्तकम्मदोसा, मुढे भोगसमयम्मि अणुतावो । एत्तो कम्मविसुद्धी, गहणे दिव्वम्मि सुज्झणया ॥८०४॥ ... इयरस्स गहण कहणा, आमं सूलाए तस्स भेओ उ । अब्भुवगमणा गुहभेयवुब्भणगुत्तरण मो सम्मं ॥८०५॥ विम्हय देवयकहणा, कयमिणमेएण भावओ खवियं । संवेगा वयगहणं, चोररिसी सुप्पसिद्धोत्ति ॥८०६॥ क्वचित् सन्निवेशे 'स्तेनद्विके' द्वयोश्चोरयो गे मुषितद्रव्यस्य तुल्ये प्रवर्त्तमाने 'संवेगाद्' धिग् मां विरुद्धकाध्यासितमिति पश्चात्तापलक्षणाच्चौर्यप्रत्ययपापक्षपणे जातेऽस्तैन्यमचोरभावः संवृत 'एकस्य' चौरस्य । कथमित्याह-कुतोऽपि निमित्तात् संजातशकै राजपुरुषैर्गृहीतस्य कारणिकैस्तप्तमाषादिना शुद्धिः कृता । पुनरपि 'सूलहि भेयंति' शूलयाधिष्ठानस्याभिभेदे 'सादिव्यं' देवतानुग्रहो वृत्त इति ॥८०३॥ तथा, "चित्रकर्मदोषात्' तत्प्रकारस्य चित्रकर्मणोऽपराधाद् 'मुष्टे' मुषिते सति परकीयद्रव्ये भोगसमयेऽनुतापः पश्चात्तापो जात एकस्य । अत एव पश्चात्तापात् कर्मविशुद्धिश्चौर्यप्रत्ययकर्मप्रक्षालः । ततश्च राजपुरुषैर्ग्रहणे दिव्ये तप्तमाषादौ शुद्धिः संवृत्ता ॥८०४॥ 'इतरस्य' द्वितीयस्य ग्रहणं 'कथना' ग्रहणे सति कारणिकैः पृष्टस्य कथना । कथमित्याह-आममावां चोराविति । ततः शूलया तस्य द्वितीयस्य भेदो जातः । तुः पुनरर्थः । ततः प्रथमस्य चौर्याभ्युपगमना चौर्यप्रतिपत्तिः 'विहितं मयापि चौर्यम्' इति । ततो गुदभेदेनारोपणं शूलायां कृतम्, परमुत्तरणमविद्धस्यैवं सम्यक् शूलायां संवृत्तमिति ॥८०५॥ विस्मये सर्वलोकस्य देवतया कथना कृता, यथा-कृतमिदं चौर्यमेतेन, परं भावतः पश्चात्तापलक्षणात् क्षपितं चौर्यजन्यं कर्म । ततः संवेगाद् व्रतग्रहणं कृतम् तेन तदनु चौरर्षिः सुप्रसिद्धः इति ॥८०६॥ ચોરના દૃષ્ટાંતને જ વિચારે છે– ગાથાર્થ–ટીકાર્ય–કોઈ સંનિવેશમાં બે ચોરો હતા. તેમણે સાથે મળીને ચોરી કરી. પછી તે બંને ચોરેલું ધન ભોગવવા લાગ્યા. ચોરેલું ધન ભોગવતાં પહેલા(=એક) ચોરને “વિરુદ્ધ કાર્ય કરનારા મને ધિક્કાર થાઓ” એવો પશ્ચાત્તાપ થયો. એથી ચોરી નિમિત્તે બંધાયેલા પાપનો ક્ષય થયો. રાજપુરુષોએ કોઈ કારણથી શંકા પડતાં બીજા ચોરને પકડ્યો. રાજપુરુષોએ પૂછ-પરછ કરી ત્યારે તેણે કહ્યું કે અમે બે ચોર છીએ. તેથી તેને શૂળી Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ઉપદેશપદ : ભાગ-૨ ઉપર ચઢાવ્યો. તેનું મૃત્યુ થયું. પછી રાજપુરુષોએ પહેલા ચોરને પકડ્યો. તેણે મેં ચોરી કરી છે એમ ચોરીનો સ્વીકાર કર્યો. તેથી તપેલા અડદ આદિથી તેની શુદ્ધિ કરવામાં આવી. તે શુદ્ધિમાં પાર ઊતર્યો. પછી તેની ગુદા ભેદાય તે રીતે તેને શૂળી ઉપર ચડાવવામાં આવ્યો. પણ તે જરા પણ ભેદાયો નહિ. આથી સર્વલોકને આશ્ચર્ય થયું. તે વખતે દેવે (આકાશમાં રહીને) કહ્યું કે–આ પુરુષે ચોરી કરી હતી. પણ પાછળથી પશ્ચાત્તાપ થવાથી ચોરીથી બંધાયેલ કર્મનો ક્ષય થઈ ગયો. પછી તે ચોરે સંવેગ થવાથી વ્રતનો સ્વીકાર કર્યો. પછી તે ચોર ઋષિ તરીકે પ્રસિદ્ધ થયો. (૮૦૩-૮૦૬) अत्रैव दृष्टान्तान्तरमाहएवं विसिट्टकालाभावम्मिवि मग्गगामिणो जह उ । पाति इच्छियपुरं, तह सिद्धिं संपयं जीवा ॥८०७॥ एवं-यथा भावविशेषाच्चौरोऽप्यचौरः संवृत्तस्तथा, "विशिष्टकालाभावेऽपि' निर्वाणलाभयोग्यसमयविरहेऽपि 'मार्गगामिनः' सत्पथप्रवृत्ता 'यथा तु' यथैव प्राप्नुवन्तीप्सितपुरं पाटलिपुत्रकादि तथा 'सिद्धिं' निर्वृतिलक्षणां 'साम्प्रतं' दुष्षमायां सन्मार्गप्रवृत्ताः सन्तो जीवा भावविशेषाद् अवाप्नुवन्ति, परं कालविलम्बेनेति ॥८०७॥ અહીં જ બીજા દગંતને કહે છે– ગાથાર્થ–ટીકાર્ય–જેવી રીતે ભાવવિશેષથી ચોર પણ અચોર થયો તેમ, હમણાં મોક્ષ પ્રાપ્તિને યોગ્ય કાળ ન હોવા છતાં, જેવી રીતે સાચા માર્ગે ચાલનારાઓ પાટલિપુત્ર વગેરે ઈષ્ટ નગરમાં પહોંચી જાય છે તેમ, દુઃષમાકાળમાં સન્માર્ગમાં પ્રવૃત્ત થયા છતા જીવો ભાવવિશેષથી મોક્ષને પામે છે, પણ કાળના વિલંબથી. (૮૦૭) ननु निष्ठुरक्रियासाध्यो मोक्षः, कथं साम्प्रतकालयोग्या मृद्वी क्रिया तद्धेतुः स्यादित्याशङ्कयाहमउईएवि किरियाए, कालेणारोगयं जह उविंति । तह चेव उणिव्वाणं, जीवा सिद्धंतकिरियाए ॥८०८॥ 'मृद्वयादि' साधारणयापि 'क्रियया' घातचिकित्साक्रियया 'कालेन' चिरतररूपेणारोगतां नीरोगभावं यथोपयान्ति प्रतिपद्यन्ते, 'तथा चैव तु' तेनैव प्रकारेण निर्वाणमपव्वर्ग जीवाः 'सिद्धान्तक्रियया' मूलगुणोत्तरगुणप्रतिपालनरूपया साधारणरूपयापीति ૫૮૦૮ મોક્ષ કઠોર ક્રિયાથી સાધી શકાય તેવો છે, તેથી વર્તમાનકાળને યોગ્ય મૃદુકિયા મોક્ષનો હેતુ કેવી રીતે થાય? આવી આશંકા કરીને કહે છે Page #358 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ - ૩૫૧ ગાથાર્થ-ટીકાર્થ-જેવી રીતે રોગનો નાશ કરવાની મૃદુ પણ ક્રિયાથી લાંબા કાળે જીવો આરોગ્યને પામે છે તે જ રીતે સાધારણ પણ મૂલગુણ-ઉત્તરગુણોનું પાલન રૂપ सिद्धांताच्याथी. वो भोक्षने पामे छे. (८०८) आह निष्ठुरक्रियापरिपालनरूपं चारित्रं, न चासावद्य दुष्षमायां सम्पद्यते, तत्कथं निर्वाणमार्गरूपं चारित्रं भवद्भिः प्रतिज्ञायत इत्याशङ्क्याह दुप्पसहंतं चरणं, भणियं जं भगवया इहं खेत्ते । आणाजुत्ताणमिणं, ण होति अहुणत्ति वामोहो ॥८०९॥ 'दुःप्रसभान्तं' दुष्षमापर्यन्तभागभाविदुःप्रसभनामकमुनिपुङ्गवपर्यवसानं गङ्गाप्रवाहवदव्यवच्छिन्नं चरणं भणितं 'यद्' यस्माद् भगवता इह क्षेत्रे । आज्ञायुक्तानां यथासामyमाज्ञापरिपालनपरायणानामिदं चारित्रं न भवत्यधुनैष व्यामोहो वर्त्तते, यथाशक्त्याज्ञापरिपालनस्यैव चारित्ररूपत्वात्, तस्य च साम्प्रतमपि भावादिति ॥८०९॥ ચારિત્ર કઠોર ક્રિયાના પાલનરૂપ છે. આજે દુષમકાળમાં ચારિત્ર નથી, તેથી મોક્ષમાર્ગરૂપ ચારિત્રને તમે કેમ સ્વીકારો છો? – ગાથાર્થ–ટીકાર્ય–આ ક્ષેત્રમાં ભગવાને દુઃષમા (પાંચમા) આરાના અંતભાગમાં થનારા દુ:પ્રસભ નામના ઉત્તમ મુનિ સુધી ગંગાપ્રવાહની જેમ નિરંતર ચારિત્ર કહ્યું છે. આથી યથાશક્તિ આજ્ઞાપાલનમાં તત્પર જીવોને હમણાં ચારિત્ર ન હોય (એમ માનવું કે કહેવું) એ મૂઢતા છે. ४॥२९॥ 3 यथाशति शासन ४ यात्रि३५ छ, भने ते भय ५४छ. (८०८) विपर्यये बाधकमाहआणाबज्झाणं पुण, जिणसमयम्मिवि न जातु एयंति । तम्हा इमीए एत्थं, जत्तेण पयट्टियव्वंति ॥८१०॥ आज्ञाबाह्यानामुच्छृङ्खलप्रवृत्तीनां पुनर्जिनसमयेऽपि तीर्थकरविहारकालेऽपि 'न' नैव जातु कदाचिद् एतच्चारित्रं सम्पन्नमिति। तस्माद् अस्यामाज्ञायां दुष्षमाकालेऽपि यत्नेन प्रवर्तितव्यमिति ॥८१०॥ ઉક્તથી વિપરીતપણામાં બાધકને કહે છે ગાથાર્થ–આજ્ઞાબાહ્ય જીવોને જિનસમયમાં પણ ક્યારેય ચારિત્ર પ્રાપ્ત થયું નથી. તેથી દુઃષમા કાળમાં પણ આજ્ઞામાં પ્રયત્નપૂર્વક પ્રવર્તવું જોઇએ. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ 64हेशप : भाग-२ ટીકાર્ય–આજ્ઞાબાહ્ય ઉખલ પ્રવૃત્તિ કરનારા. निसमयमा ५९=तीर्थंन। विहा२ आणे. ५९l. (८१०) अत एवाहणेगंतेणं चिय लोयणायसारेण एत्थ होयव्वं । बहुमुंडादिवयणओ, आणावित्तो इह पमाणं ॥८११॥ 'न' नैवैकान्तेन सर्वथैव 'लोक' एव पार्श्वस्थादिरूपो यदृच्छाप्रवृत्तो 'ज्ञात' दृष्टान्तं तत् सारमवलम्बनीयतया यस्य स तथा तेनात्र चारित्राराधने भवितव्यम् । कुत इत्याह'बहुमुण्डादिवचनतः' "कलहकरा डमरकरा, असमाहिकरा अनिव्वुइकरा य । होहिंति भरहवासे, बहुमुण्डे अप्पसमणे य ॥१॥" इति वचनात्, एतद्वचनपरिभावनेन पार्श्वस्थादीन् दृष्टान्तीकृत्य नासमञ्जसे प्रवर्तनीयमित्यर्थः । तथाविधापवादप्राप्तौ तु गुरुलाघवालोचनपरेण गीतार्थेन साधुना कदाचित् प्रवृत्तिसारेणापि भवितव्यमिति सूचनार्थमेकान्तेनेत्युपात्तम् । "बहुवित्थरमुस्सग्गं, बहुविहमववाय मो वियाणित्ता । लंघेऊणन्नविहं, बहुगुणजुत्तं करेजासु ॥१॥" अत एवाह-आज्ञावित्तकः-आजैव वित्तं धनं सर्वस्वरूपं यस्य स तथा पुमानिह लोकोत्तराचारचिन्तायां प्रमाणीकर्तव्य इति ॥८११॥ माथी ४४ छ ગાથાર્થ–“ઘણા માત્ર માથું મુંડાવનારા થશે' ઇત્યાદિ વચનને વિચારીને ચારિત્રની આરાધનામાં યથેચ્છ પ્રવૃત્તિ કરનારા પાર્શ્વસ્થ આદિ લોકના દૃષ્ટાંતનું એકાંતે જ આલંબન લેનાર ન જ થવું જોઈએ, અર્થાત્ એકાંતે જ પાર્થસ્થ આદિના જેવું શિથિલ આચરણ ન જ કરવું જોઇએ. અહીં આજ્ઞાધનને જ પ્રમાણ કરવા જોઈએ. ટીકાર્થ–“ઘણા માત્ર માથું મુંડાવનારા થશે” ઇત્યાદિ વચન આ પ્રમાણે છે-“પાંચમા આરામાં ભરતક્ષેત્રમાં કલહ કરનારા, ઉપદ્રવ કરનારા, અસમાધિ કરનારા, અશાંતિ કરનારા અને માત્ર માથું મુંડાવ્યું હોય તેવા ઘણા થશે, સુસાધુઓ અલ્પ થશે.” આ વચનને વિચારીને પાર્થસ્થ આદિનું દૃષ્ટાંત આગળ કરીને અયોગ્ય કાર્યમાં ન प्रवर्त मे. प्रश्न- 'मेत ४' म ॥ भाटे यु? Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ ઉપદેશપદ : ભાગ-૨ ઉત્તર–તેવા પ્રકારના અપવાદનું સેવન કરવું પડે તેવા સંયોગો ઉપસ્થિત થાય ત્યારે ગુરુ-લાઘવના વિચારમાં તત્પર એવા ગીતાર્થ સાધુએ ક્યારેક પારમાર્થિક પ્રવૃત્તિવાળા પણ બનવું જોઈએ, અર્થાત્ અપવાદનું સેવન કરનારા પણ બનવું જોઈએ, આવું સૂચન કરવા માટે “એકાંતે જે એમ કહ્યું છે. કહ્યું છે કે-“ઘણા વિસ્તારવાળા ઉત્સર્ગને અને ઘણા વિસ્તારવાળા અપવાદને જાણીને અન્ય પ્રકારને (=ઉત્સર્ગને કે અપવાદને) ઓળંગીને જે ઘણા લાભથી યુક્ત હોય તેને કર.” અહી આજ્ઞાધનને જ પ્રમાણ કરવા જોઇએ–લોકોત્તર આચારોની વિચારણામાં આજ્ઞા એ જ જેનું સમગ્ર ધન છે એવા પુરુષને પ્રમાણ કરવા જોઇએ. (૮૧૧) ननु च 'आगम सुय आणा धारणा य जीए य पंचमए' इति वचनप्रामाण्याद् आचरितमपि प्रमाणमुक्तं, तत् किमुच्यते 'आज्ञावित्तक इह प्रमाणम्' इति हदि व्यवस्थाप्याह आयरणावि हु आणाविरुद्धगा चेव होति नायं तु । इहरा तित्थगरासायणत्ति तल्लक्खणं चेयं ॥८१२॥ 'आचरणापि' तत्तदाचीर्णार्थरूपा हुर्यस्माद् ‘दोसा जेण णिरुब्भंति जेण खिजंति पुव्वकमाई' इत्यादिलक्षणाया आज्ञाया अविरुद्धिका चैवाविरोधवत्येव । तुशब्दोऽवधारणे भिन्नक्रमश्च । ततो भवत्येव ज्ञातमुदाहरणं कर्त्तव्येष्वर्थेषु प्रमाणमित्यर्थः। विपर्यये बाधकमाह-'इतरथा' आज्ञाविरोधेनाचरणे सति 'तीर्थकराशातना' भगवदहद्वचनविलोपलक्षणा सम्पद्यते। इतिः प्राग्वत्। तल्लक्षणमाचरणालक्षणं चेदम् ॥८१२॥ આગમ, શ્રત, આશા, ધારણા અને પાંચમો જીત એમ પાંચ પ્રકારનો વયવહાર છે.” એવું વચન પ્રામાણિક હોવાથી આચરિતને પણ પ્રમાણ કહ્યું છે, તો પછી અહીં આશાધનને જ પ્રમાણ કરવા જોઈએ” એમ કેમ કહો છો? આ પ્રમાણે હૃદયમાં સ્થાપીને ગ્રંથકાર કહે છે ગાથાર્થ-આચરણા પણ આજ્ઞાના અવિરોધવાળી જ કરવા યોગ્ય કાર્યમાં પ્રમાણ છે અને અવિરોધવાળી આચરણા પ્રમાણ થાય જ છે. અન્યથા તીર્થંકરની આશાતના થાય. આચરણાનું લક્ષણ આ (=નીચેની ગાથામાં કહેવાશે તે) છે. આચરણા–આચરણા આચરેલા તે તે કાર્ય રૂપ છે. પૂર્વે (ગા.૭૮૨) જેનાથી દોષોનો નિરોધ થાય અને પૂર્વકર્મોનો ક્ષય થાય તે મોક્ષનો ઉપાય છે, ઈત્યાદિ જે આજ્ઞા કરી છે તે આજ્ઞાની સાથે વિરોધવાળી ન હોય તેવી જ આચરણા પ્રમાણ છે. અન્યથા તીર્થંકરની આશાતના થાય. જો આજ્ઞાની સાથે વિરોધવાળું આચરણ થાય તો અરિહંત ભગવાનના વચનનો વિનાશ કરવા રૂપ તીર્થંકરની આશાતના થાય. (૮૧૨). Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ असढेण समाइन्नं जं कत्थति केणती असावज्जं । न निवारियमन्नेहिं य बहुमणुमयमेयमायरियं ॥ ८१३॥ अशठेनाऽमायाविना सता समाचीर्णमाचरितं यद् भाद्रपदशुक्लचतुर्थीपर्युषणापर्ववत् कुत्रचित्काले क्षेत्रे वा 'केनचित् ' संविग्नगीतार्थत्वादिगुणभाजा कालिकाचार्यादिना' असावद्यं' मूलोत्तरगुणाराधनाऽविरोधि । तथा, 'न' नैव निवारितमन्यैश्च तथाविधैरेव गीतार्थैः, अपितु बहु यथा भवत्येवं मतं बहुमतमेतद् आचरितमुच्यत इति ॥ ८१३ ॥ उपदेशपर : भाग-२ ગાથાર્થ—કોઇક અશઠ આચાર્ય આદિએ કોઇક કાળે કે કોઇક ક્ષેત્રમાં જે અસાવદ્ય આચરણ કર્યું હોય અને બીજાઓએ તેનું નિવારણ ન કર્યું હોય, બલ્કે તેનો આદર કર્યો होय, ते खायरित अहेवाय छे. ટીકાર્થ—અશઠ એટલે માયાથી રહિત. અસાવધ=મૂલગુણ અને ઉત્તરગુણનું અવિરોધી. સંવેગ અને ગીતાર્થપણું વગેરે ગુણોના ધારક આચાર્યશ્રી કાલિકસૂરિ વગેરે કોઇ મહાપુરુષે મૂળગુણ અને ઉત્તરગુણનું વિરોધી ન હોય તેવું કોઇક કાળે કે કોઇક ક્ષેત્રમાં જે આચરણ કર્યું હોય અને તેમના જેવા જ બીજા ગીતાર્થોએ તેનું નિવારણ ન કર્યું હોય, કિંતુ તેનો આદર કર્યો હોય, તે આરિત (=આચરણા) કહેવાય છે. આચાર્યશ્રી કાલિકસૂરિજીએ ભાદરવા સુદ પાંચમે થતા પર્યુષણ પર્વનું ભાદરવા સુદ ચોથમાં પરિવર્તન કર્યું. (૮૧૩) किंच उदाहरणाई, बहुजणमहिगिच्च पुव्वसूरीहिं एत्थं निदंसियाई, एयाइं इमम्मि कालम्मि ॥ ८१४ ॥ किञ्चेत्यभ्युपाये, 'उदाहरणानि' दृष्टान्ता 'बहुजनमधिकृत्य' बहोरसंविग्नलोकस्य प्रवृत्तिमधिकृत्य 'पूर्वसूरिभिः ' प्राक्तनाचार्यैरत्र प्रवचने निदर्शितान्येतानि । अस्मिन् दुष्षमालक्षणे काले एतत्कालोपयोगीनीत्यर्थः ॥८१४॥ ગાથાર્થ—ટીકાર્થ—વળી પૂર્વાચાર્યોએ ઘણા અસંવિગ્ન લોકની પ્રવૃત્તિને આશ્રયીને દુ:ષમા કાળમાં (=પાંચમા આરામાં) ઉપયોગી બને તેવાં આ (=નીચેની ગીથાઓમાં उहेवाशे ते दृष्टांतो भाव्यां छे. (८१४) उदाहरणान्येव विवक्षुस्तावत्तत्सम्बन्धमाह केrइ रन्ना दिट्ठा, सुमिणा किल अट्ठ दुसमसुसमंते । भीई चरमोसरणे, तेसिं फलं भगवया सिद्धं ॥ ८१५ ॥ Page #362 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૫૫ केनचिदनिर्दिष्टनाम्ना राज्ञा उपलब्धा 'स्वप्ना' निद्रायमाणावस्थायां मनोविज्ञानविकाररूपाः । किलेत्याप्तप्रवादसूचनार्थः । अष्टेतिसंख्या दुःषमसुषमान्तेऽस्यामवसर्पिण्यां चतुर्थारकपर्यवसाने । ततो जागरितस्य भीतिर्भयमुत्पन्नम् ततोऽपि च 'चरमसमवसरणे' कार्तिकमासामावास्यायां तस्य पृच्छतः, 'तेषां' स्वप्नानां फलं 'भगवता' श्रीमन्महावीरेण 'शिष्टं' कथितमिति ॥८१५॥ દૃષ્ટાંતોને જ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર પહેલાં તેના સંબંધને કહે છે ગાથાર્થ–ટીકાર્થ-કોઇક રાજાએ આ અવસર્પિણીના ચોથા આરાના અંતે નિદ્રામાં મનોવિજ્ઞાનના વિકાર રૂપ આઠ સ્વપ્નો જોયાં. સ્વપ્નો જોઈને જાગેલા તેને ભય ઉત્પન્ન થયો. પછી તેણે કાર્તિક માસની અમાવાસ્યાના દિવસે છેલ્લા સમવસરણમાં શ્રી મહાવીર ભગવાનને તે સ્વપ્નોનું ફળ પૂછ્યું. શ્રીમહાવીર ભગવાને તે સ્વપ્નોનું ફળ કહ્યું. (૮૧૫) स्वप्नानेवाहगय वाणर तैरु धंखे, सिंह तह पैउम बीयं कलसे य । पाएण दुस्समाए, सुविणाणिट्ठ फला धम्मे ॥८१६॥ गजवानरास्तरैवो ध्वांक्षाः सिंहस्तथा पद्मबीजानि कलशाश्चेति । प्रायेण दुःषमायां स्वप्ना एतेऽनिष्टफला अधर्मे अधर्मविषय इति । अत्र च गाथायां वचनव्यत्ययः प्राकृतत्वात् ॥८१६ ॥ સ્વપ્નોને કહે છે હાથી-વાનર-વૃક્ષ-કાળ-સિંહ-પદ્મ-બીજ તથા કળશ આ આઠ વસ્તુવાળા સ્વપ્નો દુઃષમાં કાળમાં (પાંચમાં આરામાં) પ્રાયઃ ધર્મના વિષયમાં અનિષ્ટ ફળ આપનારા છે એમ આ ગાથામાં સૂચવ્યું છે. મૂળ ગાથામાં હાથી વગેરેને એક વચનમાં મૂક્યા છે તે પ્રાકૃતિને 5॥२९ छे. (८१६) एतानेव स्वप्नान् प्रत्येकं गाथानां द्वयेन द्वयेनोपदर्शयन् गाथाषोडशकमाहचलयासाएसु गया, चिटुंति पडतएसुवि ण णिति । णिंतावि तहा केई, जह तप्पडणा विणस्संति ॥८१७॥ विरलतरा तह केई, जह तप्पडणावि णो विणस्संति । एसो सुमिणो दिट्ठो, फलमेत्थं सावगा णेया ॥८१८॥ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ 6पहेशप : भाग-२ बहुवाणरमज्झगया, तव्वसहा असुइणो विलिंपंति । अप्पाणं अण्णेवि य, तहाविहो लोगहसणं च ॥८१९॥ विरलाणमलिंपणया, तदण्णखिंसा ण एयमसुइत्ति । सुविणोयं एयस्स उ, विवाग मो णवरि आयरिया ॥८२०॥ खीरतरुसुहछाया, तेसिमहो सीहपोयगा बहुगा । चिट्ठति संतरूवा, लोगपसंसा तहाहिगमो ॥४२१॥ ते सिंखडा उ पायं, सुणगा तरुवणलयत्ति पडिहासो। एसो सुमिणो दिट्ठो, फलमत्थं धम्मगच्छत्ति ॥८२२॥ धंखा वावीय तडे, विरला ते उण तिसाए अभिभूया । पुरओ मायासरदसणेण तह संपयटृति ॥८२३॥ केणइ कहणा णिसेहे, सहहणा पायसो गम विणासं । सुमिणो यं एयस्स उ, विवाग मो मूढधम्मरया ॥८२४॥ सीहो वणमज्झम्मी, अणेगसावयगणाउले विसमे । पंचत्तगओ चिट्ठइ, णय तं कोई विणासेइ ॥८२५॥ तत्तो कीडगभक्खणपायं उप्पायदट्ठमण्णेवि । सुमणोत्ति इमस्सत्थो, पवयणनिद्धंधसाईया ॥८२६ ॥ पउमागरा अपउमा, गद्दभगजुयाय चत्तणियरूवा । उक्कुरुडियाए पउमा, तत्थवि विरला तहारूवा ॥८२७॥ तेवि य जणपरिभूया, सकजणिप्पायगा ण पाएण । सुमिणसरूवं वीणणमिमस्स धम्मम्मि पच्चत्ता ॥८२८॥ बीएसु करिसगो कोइ दुव्वियड्डोत्ति जत्तओ किणइ । बीजेत्ति अबीजेवि य, पइरइय तहा अखित्तेसु ॥८२९॥ अवणेइय तं मझे, विरलं बीयं समागयंपीहं । सुमिणेत्ति इमस्सत्थो, विण्णेओ गमण पत्ताई ॥८३०॥ Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭ ઉપદેશપદ : ભાગ-૨ कलसा य दहा एगे, पासाओवरि सुहा अलंकरिया । अण्णे पुण भूमीए, वाडाओ गालिसयकलिया ॥८३१॥ कालेण दलणपागं, समभंगुष्पाय दद्रुमप्पाणं । सुमिणसरूवं राया, अबंभसाहू य एसत्थो ॥८३२॥ कूवावाहाजीवण, तरुफलवह गाविवच्छिधावणया । लोहिविवज्जयकलमल, सप्पगरुडपूजपूजाओ ॥८३३॥ આ દરેક સ્વપ્નને બે બે ગાથાઓથી વર્ણવ્યા છે એમ સોળ ગાથાથી કહે છે હાથી સ્વપ્નનો ફળાદેશ મહાવીર પરમાત્મા ફરમાવી રહ્યા છે કે હે રાજન! પાંચમા આરામાં ગૃહવાસ ઘણાં ઉપદ્રવવાળો થશે, મિત્ર અને સ્વજનોના વિચિત્ર પ્રકારના સંયોગો ચાલતા મહેલ સમાન અસ્થિર થશે. શ્રદ્ધા ગુણથી સમૃદ્ધ, બીજા વડે પરાભવ ન પમાડી શકાય તેવા હાથી જેવા શ્રાવકો પણ વિવેકગુણથી યુક્ત હોવા છતાં પણ ગૃહવાસમાં લુબ્ધ અને આસક્ત થયેલા ગૃહસ્થવાસના દુઃખોને ભોગવશે. વિષયોનો વિપાક કટુ છે તથા જીવન-યૌવન અને ધનના સંયોગો અનિત્ય છે એમ જાણવા છતાં મોહથી ગૃહસ્થો દીક્ષા લેવા સમર્થ થશે નહીં. વિભવ ક્ષીણ થયે છતે પણ દુરાશાથી મોહિત થયેલા અત્યંત વૈરાગ્યથી ઉગેલા દુષ્કર કર્મોને કરશે. અને બીજાઓ દીક્ષા લઈને પણ ઘર, સ્વજન અને ધનમાં આસક્ત થયેલા નિત્યવાસી થશે અને ગૃહસ્થોની પ્રવૃત્તિઓ જોઇને આસક્તિથી મંત્ર-ઔષધિ-મૂળકર્મ વગેરે સાવદ્ય કાર્યોમાં સાધુધર્મથી ભ્રષ્ટ થયેલા આસક્ત થશે. દુષમા કાળમાં પણ આસક્તિ વગરના, ઉપશાંત કષાયવાળા કોઈક વિરલા સાધુઓ થશે અને શુદ્ધ ચારિત્રનું પાલન કરશે. આ પ્રથમ સ્વપ્નનો અર્થ છે. [૮૧૭-૮૧૮]. - વાનર સ્વપ્નનો ફળાદેશ વૃષભ જેવા સમર્થ આચાર્ય હંમેશા ગુણરૂપી વૃક્ષો ઉપર વિહરવા છતાં, ચલચિત્ત, અસ્થિર એવા યતિરૂપી વાનરોની સમાન ચંચળ સ્વભાવવાળા થશે. આધાકર્મી આહારનો ઉપભોગ કરશે, ઘર-સ્વજન અને શ્રાવકોમાં આસક્ત થશે. ઉપધિમાં ગાઢ મૂર્છાવાળા થશે. પરસ્પર અનેકવાર કલહ કરશે. તેની સર્વ પણ ચેષ્ટા સંયમ વિરુદ્ધ થશે અથવા તેની સર્વપણ ક્રિયા દ્રવ્યસ્તવ થશે. તથા પોતાને અને પરને કર્મનો લેપ કરાવશે. દ્રવ્યસ્તવમાં પ્રવર્તતા પક્ષના આગ્રહથી કે વિસંવાદથી તેઓ પરતીર્થિકોના હાસ્યસ્થાનને પામશે. તથા Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ઉપદેશપદ : ભાગ-૨ બીજાની ખિંસા કરશે. સંયમની પ્રવૃત્તિથી વિમુખ થયેલાઓને સમજાવવામાં આવશે ત્યારે તેઓ કહેશે કે અહીં કોઈ દોષ નથી અને તમે અમારી વાત સાંભળો. અમે નીતિ માટે કલહ કરીએ છીએ. તીર્થની ઉન્નતિ માટે દ્રવ્યસ્તવ આચરીએ છીએ. આધાકર્મી આહાર વિના ગુરુજનનું ગૌરવ થતું નથી. અક્ષરજ્ઞાન આપવામાં ન આવે તો શ્રાવકોને કૃષિ આરંભ વગેરે થઈ શકતો નથી. તે વૈદ્યક અને વૈદ્યો આદિથી શ્રાવકજનની રક્ષા કરાયેલી થાય છે. આ પ્રમાણે નિર્ગુણ ગુરુઓ પ્રાયઃ સ્વચ્છંદી બનશે. શુદ્ધ ચરિત્રવાળા સાધુઓ વિરલ થશે એમ બીજા સ્વપ્નનો અર્થ છે. [૮૧૯-૮૨૦]. ક્ષીરવૃક્ષ સ્વપ્નનો ફળાદેશ. દુષમા કાળની પૂર્વે સુશ્રાવકો ક્ષીરવૃક્ષ સમાન હતા. પ્રવચનની ઉન્નતિમાં રાગી હતા. ગુરુ પ્રત્યે વાત્સલ્યવાળા હતા. વચનકુશળ(આજ્ઞાકારી) હતા, ઉદારચિત્તવાળા હતા મહાસત્ત્વશાળી હતા. તેઓની નિશ્રામાં પ્રશાંતમૂર્તિ મુનિસિંહો વસતા હતા અને ઉપસર્ગ પરીષહને સહન કરતા સ્વાધ્યાય ધ્યાનમાં શૂરવીર થતા અને લોકમાં પ્રશંસા પામતા કે અહો! આ સાધુઓ જ પવિત્રજન્મવાળા છે. તેઓનું વસ્ત્ર, પાત્ર, પાન, અશનાદિનું ગ્રહણ કરવું દોષ વિનાનું હતું. શુદ્ધ અનુષ્ઠાનની આરાધનાથી પૂર્વે મોક્ષફળને સાધનારા હતા. આવા સાધુઓ દુષમકાળના પ્રભાવથી પ્રાયઃ પ્રમાદી થશે. ઝગડાઓ કરશે, ચરણ-કરણમાં ઉદ્યમ નહીં કરે. પછી બીજા પણ સારા મુનિઓ લોકમાં અનાદરને પાત્ર થશે. અને દુર્વિદગ્ધ બનેલા શ્રાવકો પણ કુગ્રહાદિથી નચાવાયેલા પ્રાયઃ દર્શનબાહ્ય (સમ્યકત્વ વિનાના) સાધુઓના પ્રત્યેનીકો થશે. પછી પોતાની અને પરની દાનધર્મબુદ્ધિને હણતા શ્રાવકો સાધુઓને ઉચિત એવા ઉપગ્રહ દાનમાં પ્રવર્તશે નહીં. જ્ઞાનલવમાં દુર્વિદગ્ધ થયેલા શ્રાવકો ઉત્તર અને પ્રત્યુત્તર સ્વરૂપ દુર્વિનય રૂપી કંટકોથી પરોક્ષ કે પ્રત્યક્ષપણે ગુરુવર્ગને પડશે. આ પ્રમાણે દુષમકાળમાં શ્રાવકો પણ બોરડીના કાંટા સમાન પીડા કરશે. સાધુઓ પ્રતિકૂળ પણ એવા તે શ્રાવકોને અનુકૂળ થઈને રહેશે. ગુણરહિત અલ્પ સત્ત્વવાળા, પ્રકટ દોષવાળા દીનતાને પામેલા સાધુઓ તેઓના સાચા કે ખોટા વ્યવહારને બહુ માનશે. આ પ્રમાણે ધર્મના ગચ્છો પણ કૂતરાની સમાન ઘણા કર્મરજવાળા થશે. પૂર્વોક્ત ગુણવાળા થોડા થશે એમ ત્રીજા સ્વપ્નનો અર્થ સાધુ-શ્રાવક ઉભયમાં જાણવો. [૮૨૧-૮૨૨]. કાગડા સ્વપ્નનો ફળાદેશ હે રાજન! જેવી રીતે અલ્પપાણીવાળી, સ્વભાવથી સાંકડી, છીછરી એવી વાવડીમાં પ્રવેશવું મુશ્કેલ છે તેમ અલ્પજ્ઞાનવાળા, પ્રકૃતિથી સંકુચિત અગંભીર (ઉછાંછળા) એવા ગુરુઓ. Page #366 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૫૯ દુરવગાહ થશે. (ધર્મની આરાધના નહીં કરાવનારા થશે.) કાગડાની જેમ ગુરુની ઉપાસના કરનારા શ્રાવકો અને સાધુઓ અનુદાર આશયવાળા ચંચળ તથા શિથિલ આચારવાળા થશે. તેમાના કેટલાક અજ્ઞાની શ્રાવકો તથા સાધુઓ વિશેષ ધર્મતૃષ્ણાનો ડોળ કરીને કાળ અનુરૂપ ક્રિયા કરનાર એવા પણ પોતાના ગુરુને નિર્ગુણ માનીને પોતાની મતિ કલ્પિત વિવિધ ગુણોવાળા મૃગજળ સમાન પાસસ્થાદિની પાસે ભક્તિરાગને બતાવતા આશ્રય ક૨શે. માધ્યસ્થ્ય લોકોવડે સમજાવાએ છતે પણ શ્રદ્ધાને નહીં કરતા તેઓ પાસત્યાદિનું સેવન ક૨શે અને પ્રાયઃ ધર્મરૂપી પાણી વિના મરશે. ગુરુજનના અવર્ણવાદ બોલનારા શ્રાવકો પણ કુતીર્થિઓના યોગથી સમ્યક્ત્વરૂપી પાણી વિનાના જીવો ઘોર ભવરૂપી સમુદ્રમાં ભમશે. વિવેકથી યુક્ત થોડા જીવો વાવડી સમાન ગુરુની આજ્ઞાનું પાલન કરી ધર્મને સાધશે. આ પ્રમાણે ચોથા સ્વપ્નનું ફળ છે. [૮૨૩-૮૨૪] સિંહ સ્વપ્નનો ફળાદેશ અતિશય જ્ઞાનરૂપી પરાક્રમથી ત્રાસ પમાડાયા છે વિવિધ કુમતરૂપી મૃગોનો સમૂહ જેનાવડે, કુગ્રહરૂપી હાથીનેં નાશ કરનાર એવો આ જિનધર્મ સિંહ સમાન છે. દેવેન્દ્રો વડે જેના ચરણ-કમળ વંદાયા છે એવા ઘણા પ્રકારની લબ્ધિથી યુક્ત સાધુઓ વડે જે સ્વીકારાયો છે અને કોઇવઢે પરાભવ નથી કરાયો તે જૈનધર્મ છે. કુમતીરૂપી વનખંડથી ગહન, કુદેશના રૂપી વેલડીઓથી જેનો માર્ગ રુંધાયો છે, કુગ્રહરૂપી મોટા ખાડાઓ છે જેમાં, એવા આ ભરતક્ષેત્રરૂપી અરણ્યમાં જેનો અતિશય પ્રસ૨ વિચ્છેદ પામ્યો છે એવો આ જિનધર્મ મરેલા સિંહ જેવો થશે તો પણ પૂર્વે વર્ણવેલા ગુણોથી યુક્ત હોવાથી ક્ષુદ્રલોકવડે પરાભવ નહીં કરી શકાય. સિંહના મૃતકમાં પડેલા કીડા જેમ સિંહના ક્લેવરનું ભક્ષણ કરે છે તેમ જૈનકુળમાં જન્મેલા દુરાચારીઓ જૈન શાસનની હીલના કરશે. આ જ જૈનશસાનમાં થયેલા સાધુ અને શ્રાવકો પ્રવચનમાં નિષ્ઠુર, ક્ષુદ્ર થશે તથા છક્કાય જીવો વિશે દયા વગરના થશે. ક્રયવિક્રય-મંત્ર-વિદ્યા ઔષધિ આદિના પ્રયોગથી ધન ઉપાર્જન કરવામાં એકમાત્ર રસિક થશે. લોકને આકર્ષવામાં પાપીઓ થશે. અને આદિ શબ્દથી બીજા પણ મુનિજનના અવર્ણવાદ બોલવામાં ઉદ્યત થયેલા અગીતાર્થ સાધુઓ સ્વમતિ મુજબ ક્રિયા કરનારા થશે. આઓવડે ઉત્પન્ન કરાયેલા છિદ્રોને જોઇને ભય વિનાના બીજાઓ પણ મુનિઓનો ઘાત કરવા માટે પ્રવૃત્ત થશે. પાંચમા સ્વપ્નનું ફળ આ પ્રમાણે છે. [૮૨૫-૮૨૬] પદ્માકર સ્વપ્નનો ફળાદેશ આ ભરતક્ષેત્રમાં સ્વભાવથી નિર્મળ, શીલની સુગંધવાળા, દેવોને પણ કમળની જેમ મસ્તક પર ધારણ કરવા યોગ્ય, ધાર્મિક પુરુષોના સંગવાળા, તેવા ઉગ્ર ભોગ વગે૨ે Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ઉપદેશપદ : ભાગ-૨ ઉત્તમકુળમાં અથવા સાકેતપુર આદિ નગરમાં ઉત્પન્ન થનારા બહુ ઓછા જીવો હશે. દુષમકાળના પ્રભાવથી ઉત્તમકુળમાં ઉત્પત્તિ નહીં થાય અને કદાચ ઉત્તમકુળમાં ઉત્પત્તિ થઈ હશે તો પણ તેઓને કામાસક્ત ભાવ કે શબલ સ્વભાવનો ભાવ પ્રાપ્ત થશે. અને તેઓ પણ યથોલિંગમાત્ર પણ પોતાના રૂપને ધારણ નહીં કરે. અથવા તેઓ ઉકરડા સમાન હલકા કુળોમાં ઉત્પન્ન થશે કે અનાર્યદેશમાં ઉત્પન્ન થશે. અને તેમાં પણ ધર્મના અર્થી મનુષ્યો વક્ર અને જડ તથા પ્રાયઃ મંદબુદ્ધિવાળા થશે. ગુરુ લાઘવના જ્ઞાનથી રહિત સ્વચ્છેદી થશે. થોડા જીવો પ્રશાંતરૂપવાળા, ગુરુજન ઉપર બહુમાનવાળા, અશઠશીલવાળા, મતિમાન, સર્જિયાવાળા, વીર્ય અનુરૂપ પ્રયત્ન કરશે. સુખશીલીયા મતિવાળા લોકથી પ્રાયઃ પરાભવ પામેલા પશ્ચાત્તાપ અને ગર્વાદિ દોષોથી સદ્ગતિને પામશે નહીં. આમાં પણ બહુ ઓછા શુદ્ધ ધર્મની આરાધના કરનારા થશે. છઠ્ઠા સ્વપ્નનું ફળ તમોને જણાવ્યું. [૮૨૭-૮૨૮] બીજ સ્વપ્નનો ફળાદેશ જેમ ખેડૂત શુદ્ધભૂમિમાં વાવેલા બીજમાંથી સારું ફળ મેળવે છે તેમ ખેડૂત સમાન ધનવાન શુદ્ધદાન ધર્મમાંથી ઉગેલ ધર્મવૃક્ષમાંથી સુરનરના ભોગફળવાળા ફળને મેળવે છે. ઉદ્ગમ-ઉત્પાદન અને એષણાના દોષોથી શુદ્ધ તથા ન્યાયથી ઉપાર્જન કરાયેલા ધનમાંથી આહાર ઉપધિ અને વસતિનું દાન એ ધર્મરૂપી વૃક્ષના વિશુદ્ધ બીજો છે. દુષમકાળમાં દાતારો સ્વબુદ્ધિ ઉપર ઘણા બહુમાનવાળા તથા અગીતાર્થ છે તેથી દુર્વિદગ્ધ ખેડૂતની જેમ શુદ્ધદાનના રાગવાળા નહીં થાય. આધાકર્મ આદિ દોષથી દુષ્ટ અત્યંત સુંદર પ્રચુર બીજસમાન દાનમાં પક્ષપાત રાખશે. અને તેઓ અન્નાદિને છક્કાય વિરાધનામાં પ્રસક્ત નિષ્કારણ અપવાદ સેવનારા ઉખરભૂમિ સમાન પાત્રોમાં શુદ્ધ પણ ઘી-ગોળને પકવાનાદિ રૂપથી તુચ્છબીજ કરીને આપશે અથવા તલદાન-ભૂમિદાન-ગાયદાન તથા સંયોજિત કરેલા હળ વગેરે પાપના કારણોના સમારંભમાં અને અબ્રહ્મમાં ડૂબેલાઓને દાનમાં આપશે. શુદ્ધ વિવેકવાળા વિરલ શ્રાવકો જ આગમ અનુસાર દાનધર્મમાં પ્રવર્તશે. આ સાતમા સ્વપ્નનું સ્વરૂપ જણાવ્યું. [૮૨૯-૮૩૦]. કળશ સ્વપ્નનો ફળાદેશ કળશો બે જાતના છે. (૧) કર્મમળ હરવામાં સમર્થ એવા ચારિત્રરૂપી જળને ધારણ કરનાર માંગલ્ય કળશ અને બીજા નેપથ્યભૂત (શોભાભૂત). તેમ દુષમકાળમાં સાધુઓ બે પ્રકારના થશે. તેમાંના કેટલાક સાધુઓ વિશુદ્ધ સંયમરૂપી પ્રાસાદ ઉપર રહેનારા શુભ, લોકોને આનંદ આપનારા, ઉપશમરૂપી કમળથી ઢંકાયેલા, તપલક્ષ્મીરૂપી ચંદનના લેપથી લેપાયેલા, વિવિધ ગુણોરૂપી ફૂલોથી ગુંથાયેલી માળાથી અલંકૃત માંગલ્યભૂત કળશની જેમ સત્ત્વવાળા, શુભગુરુની આજ્ઞારૂપી થાળીમાં રહેલા જ્ઞાનની કાંતિવાળા થશે. Page #368 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૬૧ અને બીજા સાધુઓ પ્રમાદરૂપી પૃથ્વીતળમાં ખૂંપી ગયેલા, શુદ્ધવ્રતરૂપી કર્ણને (કાનને) ભાંગી નાખનારા, અયશ અને અસભ્યતાથી લેપાયેલા, પ્રકટ અતિચારરૂપી કાદવથી અંકિત થશે. તેઓ પણ કાલદોષથી ઉઘાડે મુખે બોલતા અને ક્રિયા કરતા ઉપર કહેલા બીજા રતાધિક સાધુઓને જોઈને દોષોને બોલતા, પોતાના ગુણોનો નાશ કરતા, ઝગડા કરતા, ઘણા મત્સર અને ઈર્ષાને પામેલા સંયમથી પડીને આજ્ઞારૂપી થાળીમાંથી પરિભ્રષ્ટ થયેલા અસંયમસ્થાનની ઉપર પડશે અને તુલ્ય અસંયમસ્થાનના યોગથી પ્રાયઃ દુર્ગતિમાં જશે અને સાથે અબોધિરૂપ ભંગને મેળવશે. અને જેઓ ચારિત્રગુણથી યુક્ત છે તે વિરલાઓ મરીને સુગતિમાં જશે. હે નરનાથ! આ આઠમા સ્વપ્નનો પરમાર્થ કહ્યો. પરંતુ આ વાક્યનો અર્થ એ છે કે થોડા આત્માઓનો સદ્ગતિમાં ઉત્પાદ થશે એમ જાણીને રાજાએ પોતાના ઉત્પાતનો વિચાર કરવો જોઇએ. [૮૩૧-૮૩૨] ગાથાનો શબ્દાર્થ ભાષ્ય-અનુસાર જાણવો. આ પ્રમાણે લોકોત્તર શાસનમાં દુષમકાળમાં ઘણા લોકને આશ્રયીને ઉદાહરણો કહ્યા. લોકમાં પણ બીજાઓ વડે કલિયુગને આશ્રયીને પોતાની શૈલીમાં પ્રકાશિત કરાયેલા ઉદાહરણો દેખાય છે. તથા લોકો કૂવાની સાથે અવાહની જેમ જીવશે તથા ફળ માટે વૃક્ષોનો છેદ કરશે. ગાય પોતાની વાછરડીને ધાવશે. સુગંધિ તેલપાક બનાવવા ઉચિત એવી કડાઇમાં દુર્ગધ માંસ વગેરે રંધાશે તથા સર્પની પૂજા અને ગરુડની અપૂજા વગેરે લૌકિક દૃષ્ટાંતો જાણવા. (૮૩૩). તથા हत्थंगुलिदुगघट्टण, गयगद्दभसगड बालसिलधरणं । एमाई आहरणा, लोयम्मिवि कालदोसेणं ॥८३४॥ 'हस्ताङ्गलिद्वयघट्टनेति' हस्तस्य प्रसिद्धरूपस्याङ्गुलिद्वयेन घट्टनं स्वरूपाच्चलनं भविष्यति । ‘गयगद्दभसगड 'त्ति गजवोढव्यं शकटं गईभवोढव्यं भविष्यति । 'बालसिलधरणं ति बालबद्धायाः शिलाया धरणं भविष्यति । एवमादीन्याहरणानि लोकेऽपि कालदोषेण कलिकालापराधेन कथ्यन्त इति ॥८३४॥ તથા ગાથાર્થ-હાથની બે આંગળીનું સ્વરૂપથી ચલન થશે. હાથીવડે જે રથને વહન કરાતું હશે તે ગધેડાવડે વહન કરાશે. વાળથી બંધાયેલી શિલાનું ધારણ કરાશે. આવા પ્રકારના ઉદાહરણો લોકમાં પણ કાળના અપરાધથી કહેવાશે. (૮૩૪). Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ઉપદેશપદ : ભાગ-૨ अर्थतेषामेव दार्टान्तिकानर्थान् दर्शयन्नाहरण्णो दियाइगहणं, पुत्तपिउव्वेग कन्निविक्किणणं । इड्डीपरजणचाओ, णिहयदाणं ण इयरेसिं ॥८३५॥ राज्ञः कूपस्थानीयस्य द्विजादिग्रहणं ब्राह्मणक्षत्रियविट्शूद्रेभ्यः स्वयमेव भर्तव्येभ्य अवाहस्थानीयेभ्यः सकाशाजलतुल्यस्यार्थस्य ग्रहणमुपादानमिति प्रथमज्ञातार्थः। द्वितीयस्य तु 'पुत्रपित्रद्वेग' इति पुत्रेण फलभूतेन तरुभूतस्य पितुर्गौरवाहस्याप्युद्वेगो धनपत्रलेखनादिना जनयिष्यत इति । तृतीयस्य तु 'कन्याविक्रयण मिति गोस्थानीयाभ्यां मातापितृभ्यां वच्छिकातुल्यायाः कन्याया विक्रयणं विनियमनं करिष्यते, तैस्तैरुपायैस्तदुपजीवनमित्यर्थः । चतुर्थस्य तु 'ऋद्धिपरजनत्याग' इति ऋद्धेर्लक्ष्या उपार्जितायाः परेषु जनेष्विहलोकपरलोकावपेक्ष्यानुपकारिषु त्यागो वितरणं भविष्यतीति । पञ्चमस्य तु 'निईयदानं' निर्दयेभ्यो हिंसादिपापस्थानात् कुतोऽप्यनिवृत्तेभ्यो दानं पात्रबुद्ध्या स्वविभववितरणं, न नैवेतरेभ्यः सदयेभ्यो ब्रह्मचारिभ्यः साधुसाधुभ्य इति ॥८३५॥ હવે આ દૃષ્ટાંતોના અર્થોને કહે છે ગાથાર્થ-કૂવાના સ્થાને રાજા છે અને અવાહના (અવાળાના) સ્થાને બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્રો છે. કૂવામાંથી પાણી અવેળામાં આવીને ખેતરમાં જાય એ ક્રમ છે. પણ અવેળામાંથી પાણી કૂવામાં જાય તે ઉત્ક્રમ છે. પાણીને સ્થાને ધન છે. રાજાએ પ્રજાનું ભરણ પોષણ કરવું તે ક્રમ છે અને પ્રજાએ રાજાનું ઘર ભરવું તે ઉત્ક્રમ છે. એ પ્રથમ ઉદાહરણનો અર્થ છે. ફળના સ્થાને પુત્ર છે અને વૃક્ષના સ્થાને પિતા છે. વૃક્ષ ફળ આપતું હોવાથી ગૌરવનું સ્થાન બનવું તે ક્રમ છે. પરંતુ અહીં ફળ ગૌરવનું સ્થાન બનશે ફળના કારણે પિતાનો પણ ઘાત કરવામાં આવશે. પુત્રો પણ ધન પત્રલેખન (દસ્તાવેજ) વગેરે કારણે પિતાને ઉદ્દેગ કરાવશે. ગાયના સ્થાને માતા-પિતા છે અને વાછરડીના સ્થાને કન્યા છે. આથી માતા-પિતા કન્યાને વહેંચી ધન ઉપાર્જન કરીને ધન મેળવશે. તે તે ઉપાયોથી પાંચમા આરામાં જીવો આજીવિકા ઉપાર્જન કરશે. દ્ધિ ઉપાર્જન કર્યા પછી આ લોક અને પરલોકમાં હિતની અપેક્ષા વિનાના જીવોને વિષે ધનનો વ્યય કરશે. Page #370 -------------------------------------------------------------------------- ________________ 64हेशप : भाग-२ ૩૬૩ પાંચમાં દૃષ્ટાંતમાં હિંસાદિ પાપ સ્થાનોથી વિરામ નહીં પામેલા જીવોને પાત્ર માનીને સ્વવિભવનું વિતરણ કરશે. પરંતુ દયાવાન, બ્રહ્મચારી, સુસાધુ એવા પાત્ર અને સુપાત્રમાં हान नहीं मापे. (८३५) जुयघरकलह कुलेयरमेर अणुसद्धधम्मपुढविठिई । वालुगवक्कारंभो, एमाई आइसद्देण ॥८३६॥ षष्ठस्य तु जुयेत्यादि । 'जुयहरकलह 'त्ति युतगृहेण वधूवरकृतेन कुटुम्बस्य कलहो जनकच्छायाविध्वंसकारी भविष्यति । सप्तमस्य तु 'कुलेयरमेरा' इति । कुलेभ्य इक्ष्वाकुप्रभृतिभ्य इतराणि यानि विजातिकुलानि तेषु मर्यादा प्राप्स्यत इति । अष्टमस्य तु 'अणुशुद्धधर्मपृथ्वीस्थितिः' इति । अणुना बालतुल्येन शुद्धधर्मेण शिलातुल्यायाः पृथ्व्याः स्थितिरवस्थानं भविष्यति । वालुकायाः सकाशाद् वल्कारम्भस्त्वगुच्चाटनरूप इत्येवमायुदाहरणमादिशब्दाद् द्रष्टव्यम्। अस्य त्वयमर्थः-यथा वालुकायाः वल्कोच्चाटनमतिदुष्करं तथा राजसेवादिष्वर्थोपायेषु क्रियमाणेष्वप्यर्थलाभ इति ॥८३६॥ છઠ્ઠા દૃષ્ટાંતમાં કુટુંબમાં પતિ-પત્ની વડે કરાયેલ ઝગડો પિતાની છત્ર છાયાનો નાશ કરનાર થશે. ઇક્વાકુ વગેરે ઉચ્ચકુળોમાં જે મર્યાદા પળાતી હતી તે તૂટી પડશે અને હલકા કુળોમાં પળાતી મર્યાદા ઉચ્ચકુળમાં દાખલ થશે. અર્થાત્ ઉચ્ચકુળમાં જન્મેલાઓ હલકા કુળની મર્યાદાઓ પાળીને ગૌરવ અનુભવશે એ સાતમા સ્વપ્નનો અર્થ છે. અણુ જેટલા શુદ્ધ ધર્મના પ્રભાવથી શિલાતુલ્ય પૃથ્વીની સ્થિતિ રહેશે. રેતીના કણિયાની છાલ ઉતારવી વગેરે દર્શતો આદિ શબ્દથી જાણવા. આનો અર્થ આ પ્રમાણે છે- જેમ રેતીના કણિયાની છાલ ઉતારવી અતિદુષ્કર છે તેમ રાજસેવાદિથી ધન મેળવવાના ઉપાયો કરાયે છતે અર્થલાભ થવો દુષ્કર છે. (૮૩૬). यथा चैतानि लौकिकज्ञातानि जातानि तथा दर्शयतिकलिअवयारे किल णिज्जिएसु चउसुंपि पंडवेसु तहा । भाइवहाहकहाए, जामिगजोगम्मि कलिणा उ ॥८३७॥ "कलेः' कलियुगस्य द्वात्रिंशत्सहस्त्राधिकवर्षचतुष्टयलक्षणप्रमाणस्यावतारे प्रवेशे सम्पन्ने सति, किलेति परोक्ताप्तप्रवादसूचनार्थः, निर्जितेषु चतुर्ध्वपि पाण्डवेषु, Page #371 -------------------------------------------------------------------------- ________________ उ६४ ઉપદેશપદ : ભાગ-૨ भीमार्जुननकुलसहदेवलक्षणेषु, तथा तत्प्रकारया भ्रातृवधस्य शतप्रमाणदुर्योधनादि पितृव्यपुत्रघातलक्षणस्य कथया 'यामिकयोगे' प्रतिप्रहरमन्यान्यप्राहरिकव्यवस्थापनलक्षणे 'कलिना' चतुर्थयुगलक्षणेन । तुः पूर्ववत्। तथाहि-पाण्डवा विहितसमस्तकौरवरूपकण्टकोद्धाराश्चिरकालपालितसमर्जितराज्याः पश्चिमे वयसि निजगोत्रक्षयलक्षणं महदस्माभिरकार्यमकारि । अतो हिमपथप्रवेशमन्तरेण नैतच्छुद्धिरस्तीति विमुच्य राज्यं पञ्चापि हिमपथं प्रति प्रस्थिताः क्वचिद्वनोद्देशे प्राप्ताः । सन्ध्यासमये ततो युधिष्ठिरेण भीमादयश्चत्वारोऽपि प्रतिप्रहरं प्राहरिका निरूपिताः । सुप्तेषु युधिष्ठिरादिषु कलिः पुरुषरूपेणावतीर्य भीमप्रहरके तमधिक्षेप्तुमारब्धो यथा त्वं भ्रातृगुरुपितामहादीन् हत्वा धर्मार्थं प्रस्थितः । स च तद्वचोऽक्षाम्यंस्तेन सह योद्धमारब्धः । यथा यथा च भीमः कुध्यति तथा तथासौ वर्धते । एवमसौ निर्जितः कलिना । शेषा अप्येवं स्वप्रहरकेष्वधिक्षिप्ता रुष्टा जिताश्चेति । ततः सावशेषायां निशायां युधिष्ठिरे उत्थिते आगतोऽसौ । निर्जितश्च क्षमाबलात्तेन कलिः । ततो निर्जिते स्थगिते सरावेण दर्शिते प्रभाते भीमादीनां तस्मिन् काले भणितं तेन-क्षमानिग्राह्योऽहं, ममावतारेण च कुलवैरमिदं भवतां संलग्नम् । तथा, एवमाद्यष्टोत्तरशतेन कूपावाहाजीवनादिना शिष्टा निजस्थितिस्तेन तेषामिति ॥८३७॥ હવે આ લૌકિક ઉદાહરણો જે રીતે થયા તે રીતે બતાવે છે– ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષ પ્રમાણવાળો કલિયુગનો અવતાર થયે છતે (અહીં કિલ શબ્દનો પ્રયોગ પર દર્શનના આત પુરુષનો આ પ્રવાદ છે એમ જણાવવા માટે છે.) ભીમ-અર્જુન-નકુળ અને સહદેવ ચારેય પણ પાંડવો દુર્યોધન વગેરે સો ભાઈઓના વધની વાત કરતા હતા ત્યારે કલિયુગવડે જિતાયા હતા. તે આ પ્રમાણે સમસ્ત દુર્યોધન વગેરે સો પિતરાઈ ભાઈઓ રૂપ કંટકોનો ઉદ્ધાર કર્યા પછી અને ચિરકાળ રાજ્યનું પાલન કર્યા પછી પાછલી વયમાં પોતાના ગોત્રના ક્ષય સ્વરૂપ જે અકાર્ય કર્યું હતું તેના પશ્ચાત્તાપને પામેલા હતા. આથી હિમાલયમાં હાડ ગળ્યા સિવાય આ પાપની શુદ્ધિ નહીં થાય એમ જાણીને રાજ્યનો ત્યાગ કરીને પાંચ પાંડવો હિમાલય તરફ ચાલ્યા અને કોઈક વનપ્રદેશમાં પહોંચ્યા. પછી સંધ્યા સમયે યુધિષ્ઠિરે ભીમ વગેરે ચારેય પણ પાંડવોને એકેક પહોર સુધી રખોપું કરવાનું કામ સોંપ્યું. યુધિષ્ઠિર વગેરે સૂઈ ગયા પછી કલિ પુરુષરૂપે અવતરીને ભીમ રખેવાળનો પરાભવ કરવા લાગ્યો. જેમકેતું ભાઇ-ગુરુ-પિતામહવગેરેની હત્યા કરીને હવે ધર્મ કરવા નીકળ્યો છે? ભીમ તેના આક્ષેપને નહીં સહન કરતો કલિ સાથે યુદ્ધ કરવા લાગ્યો. જેમ જેમ ભીમ ગુસ્સે થાય છે તેમ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ ઉપદેશપદ : ભાગ-૨ તેમ કલિ વધવા લાગે છે. આ પ્રમાણે કલિએ ભીમને જીતી લીધો. અને બાકીના ત્રણ પાંડવો આ જ રીતે આક્ષેપ કરાયેલા અને ગુસ્સે થયેલા કલિવડે જીતાયા પછી રાત્રિ પૂરી થવા આવી ત્યારે યુધિષ્ઠિર જાગ્યો, કલિ આવ્યો એટલે ક્ષમાના બળથી યુધિષ્ઠિરે આ કલિને જીત્યો. પછી યુધિષ્ઠિરે જીતેલા કલિને કોડિયામાં પુર્યો. સવારે ભીમ વગેરેને બતાવ્યો. તે કાળે કલિએ પાંડવોને કહ્યું હું ક્ષમા વડે નિગ્રાહ્ય છું અને મારા અવતારથી તમને આ કુલવૈર લાગ્યું છે. તથા તેણે કૂપાવાહજીવન વગેરે એકસો આઠ ઉદાહરણો કહ્યા પછી પોતાની સ્થિતિ તેઓને કહી. (૮૩૭) एवं पाएण जणा, कालणुभावा इहंपि सध्येवि । णो सुंदरत्ति तम्हा, आणासुद्धेसु पडिबंधो ॥८३८॥ एवमुक्तोदाहरणवत् 'प्रायेण' बाहुल्येन 'जना' लोकाः 'कालानुभावाद' वर्तमानकालसामर्थ्यादिहापि जैने मते 'सर्वेऽपि' साधवः श्रावकाश्च 'नो' नैव 'सुन्दराः' शास्त्रोक्ताचारसारा वर्तन्ते। किन्त्वनाभोगादिदोषाच्छास्त्रप्रतिकूलप्रवृत्तयः । इति पूर्ववत् । तस्मात् कारणादाज्ञाशुद्धेषु सम्यगधीतजिनागमाचारवशात् शुद्धिमागतेषु साधुषु श्रावकेषु 'प्रतिबन्धो' बहुमानः कार्यः ॥८३८॥ ગાથાર્થ–ટીકાર્થ–ઉક્ત દૃગંતોની જેમ વર્તમાનકાળના પ્રભાવથી જૈનમતમાં પણ પ્રાયઃ બધાય સાધુઓ અને બધાય શ્રાવકો સુંદર ન હોય, એટલે કે શાસ્ત્રોક્ત આચારોની પ્રધાનતાવાળા ન હોય, બબ્બે મોટા ભાગે અનાભોગ આદિ દોષોથી શાસ્ત્રથી વિરુદ્ધ પ્રવૃત્તિવાળા હોય, આથી જિનાગમોનું અધ્યયન અને આચારોનું પાલન કરવાના કારણે જેઓ આજ્ઞાથી શુદ્ધ હોય તેવા સાધુઓ અને શ્રાવકો ઉપર બહુમાન કરવું જોઇએ. (૮૩૮). तीन्येषु किं कार्यमित्याहइयरेसुंपि पओसो, णो कायव्वो भवट्ठिई एसा । णवरं विवजणिज्जा, विहिणा सइ मग्गणिरएण ॥८३९॥ 'इतरेष्वपि' जिनवचनप्रतिकूलाऽनुष्ठानेषु समुपस्थितदुर्गतिपातफलमोहाद्यशुभकर्मविपाकेषु लोकोत्तरभिन्नेषु जन्तुषु 'प्रद्वेषो' मत्सरस्तद्दर्शने तत्कथायां वाऽक्षमारूपो 'नो' नैव कर्तव्यः । तर्हि किं कर्तव्यमित्याशङ्क्याह-"भवस्थितिरेषा, यतः कर्मगुरवोऽद्याप्यकल्याणिनो न जिनधर्माचरणं प्रति प्रह्वपरिणामा जायन्त इति चिन्तनीयं । तथा, 'नवरं' केवलं 'विवर्जनीया' आलापसंलापविश्रम्भादिभिः परिहरणीया विधिना' विविक्तग्रामनगरवसत्यादिवासरूपेण 'सदा सर्वकालं मार्गनिरतेन' सम्यग्दर्शनादिमोक्ष Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ઉપદેશપદ : ભાગ-૨ मार्गस्थितेन साधुना श्रावकेण च । अन्यथा तदालापसंभाषादिना संसर्गकरणे कुष्ठज्वररोगोपहतसंसर्ग इव तत्तदोषसंचारादिहलोकपरलोकयोरनर्थावाप्तिरेव। अत एवोक्तम्सीहगुहं वग्घगुहं, उदयं च पलित्तयं च सो पविसे। असिवं ओमोयरियं, दुस्सीलजणप्पिओ નો ૩ ? " રૂતિ છે ૮રૂા . તો બીજાઓ વિષે શું કરવું તે કહે છે બીજાઓ ઉપર પણ પ્રષિ ન કરવો, ત્િ ભવસ્થિતિ આવી છે એમ ચિંતવવું, તથા માર્ગમાં રહેલાએ વિધિથી તેમનો સદા ત્યાગ કરવો. ટીકાર્થ–બીજાઓ ઉપર પણ પ્રષ ન કરવો–જેઓ જિનવચનથી વિરુદ્ધ આચરણ કરી રહ્યા છે અને જેઓને દુર્ગતિમાં પતનના ફળવાળા મોહનીય વગેરે અશુભ કર્મોનો ઉદય વર્તી રહ્યો છે એવા અને એથી જ લોકોત્તર (કજિનાજ્ઞા પ્રમાણે વર્તનારા) જીવોથી ભિન્ન છે તેવા જીવો પ્રત્યે દ્વેષ ન રાખવો. તેમનું દર્શન થાય ત્યારે આ વળી અહીં ક્યાં આવ્યો? આ વળી સામે ક્યાં મળ્યો? એમ મનમાં થાય, તેમની પ્રશંસારિરૂપ વાત થતી હોય ત્યારે એ સહન ન થાય, ઈત્યાદિ રીતે તેમના પ્રત્યે દ્વેષ ન રાખવો. ભવસ્થિતિ આવી છે એમ ચિંતવવું–બિચારા આ જીવોની ભવસ્થિતિ આવી છે કે જેથી કર્મથી ભારે થયેલા હોવાથી હજી પણ કલ્યાણના ભાજન થયા નથી, તેમને જિનધર્મને આચરવાનો ભાવ થતો નથી, એમ ચિતવવું. માર્ગમાં રહેલાએ વિધિથી સદા તેમનો ત્યાગ કરવો–સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગમાં રહેલા સાધુએ અને શ્રાવકે તેમની સાથે આલાપ, સંતાપ, વિશ્વાસ, સ્નેહ વગેરે ન કરવા દ્વારા તેમનો ત્યાગ કરવો. વિધિથી ત્યાગ કરવો એટલે કે તે જીવો જે ગામ, નગર કે વસતિ આદિમાં રહેતા હોય તેનાથી જુદા ગામ, નગર અને વસતિ આદિમાં રહેવું. જો તેમનો આલાપ, સંલાપ આદિથી સંસર્ગ કરવામાં આવે તો કોઢ અને જવર રોગથી હણાયેલાના સંસર્ગની જેમ તે તે દોષોનો સંચાર પોતાનામાં થાય, અને એથી આ લોક અને પરલોકમાં અનર્થની જ પ્રાપ્તિ થાય. આથી જ કહ્યું છે કે જેને દુરાચારી લોક પ્રિય છે તે સિંહની ગુફામાં, વાઘની ગુફામાં, સમુદ્રમાં, (આગથી) પ્રદીપ્ત નગર વગેરેમાં, ઉપદ્રવવાળા ક્ષેત્રમાં કે દુર્મિક્ષ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. (૮૩૯) ૧. પ્રહ એટલે આસક્ત, આસક્ત એટલે સારી રીતે સંબંધને પામેલ. પ્રé (=સારી રીતે સંબંધને પામેલ) . परिणामो येषां ते प्रह्वपरिणामाः ૨. ગુરુતત્ત્વ વિનિશ્ચય ઉલ્લાસ—૩ ગા-૩૯ | બૃહત્કલ્પ ગા–પ૪૬૪ Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ ઉપદેશપદ : ભાગ-૨ ननु प्रमत्तपाखण्डिजनाकुलत्वात् प्रायो विहारक्षेत्राणामशक्यमालापादिवर्जनमित्याशक्याह अग्गीयादाइण्णे, खेत्ते अणत्थ ठिइअभावम्मि । भावाणुवघायणुवत्तणाए तेसिं तु वसियव्वं ॥८४०॥ 'अगीताद्याकीर्णे' अगीतार्थैरादिशब्दाद गीतार्थैरपि मन्दधमैः पार्श्वस्थादिभिस्तीर्थान्तरीयैश्च भागवतादिभिराकीर्णे समन्ताद् व्याप्ते क्षेत्रे, अन्यत्रागीतार्थाद्यनाकीर्णक्षेत्रे दुर्भिक्षराजदौस्थ्याधुपप्लववशेन स्थित्यभावे सति 'भावानुपघातेन' सम्यक्प्रज्ञापनारूपस्य शुद्धसमाचारपरिपालनरूपस्य च भावस्यानुपघातेन याऽनुवर्तना 'वायाए णमोकारो' इत्यादिरूपानुवृत्तिस्तया 'तेषां तु' तेषामेव वसितव्यं तत्र क्षेत्रे। एवं हि तेऽनुवर्तिताः स्वात्मनि बहुमानवन्तः कृता भवन्ति, राजव्यसनदुर्भिक्षादिषु साहाय्यकारिणश्चेति ॥८४०॥ વિહારના ક્ષેત્રો પ્રાયઃ પ્રમાદી પાખંડિલોકથી ભરચક હોવાથી આલાપ આદિનો ત્યાગ અશક્ય છે એવી આશંકા કરીને કહે છે ગાથાર્થ–અગીતાર્થ આદિથી ભરચક ન હોય તેવા ક્ષેત્રમાં દુકાળ કે રાજાની દુર્દશા વગેરે ઉપદ્રવના કારણે રહી શકાય તેમ ન હોય ત્યારે અગીતાર્થ આદિથી ભરચક ક્ષેત્રમાં રહેવું પડે તો ભાવનો ઉપઘાત ન થાય તે રીતે તેમની જ અનુવર્તનાથી તે ક્ષેત્રમાં રહેવું. ટીકાર્થ–“અગીતાર્થ આદિથી'—એ સ્થળે આદિ શબ્દથી ગીતાર્થ હોય પણ આચાર ધર્મમાં શિથિલ હોય તેવા પાર્શ્વસ્થ વગેરે અને ભાગવત વગેરે અન્યતીર્થિકો સમજવા. ભાવનો ઉપઘાત ન થાય તે રીતે–સમ્યક્ પ્રરૂપણા રૂપ અને શુદ્ધ આચાર પાલન રૂપ ભાવનો ઉપઘાત ન થાય તે રીતે, અર્થાત્ પ્રરૂપણામાં અને શુદ્ધ આચારમાં ખામી ન આવે તે રીતે. અનુવર્તનાનું સ્વરૂપ આ પ્રમાણે છે–(૧) ગામ-નગરની બહાર આવવાના માર્ગ વગેરે સ્થળે પાર્થસ્થાદિને દેખે તો દૂરથી વાચિક નમસ્કાર કરે, અર્થાત્ “આપને વંદન કરીએ છીએ' એમ બોલે. (૨) જો તે પ્રભાવશાળી કે ઉગ્રસ્વભાવવાળો હોય તો વાચિક નમસ્કાર ઉપરાંત બે હાથે અંજલિ કરે. (૩) એથી પણ વિશેષ પ્રભાવશાળી કે અતિ ઉગ્ર કષાયી હોય તો વાચિક નમસ્કાર, અંજલિ અને ત્રીજો શીર્ષ પ્રણામ પણ કરે. આ પ્રમાણે ઉત્તરોત્તર વિશેષ વંદન કરવામાં કારણ તે તે પુરુષના કાર્યની વિશેષતા અને પૂર્વોક્ત (લૌકિક) ઉપચારને અનુસરવાપણું સમજવું. (૪) સન્મુખ ઊભા રહીને બાહ્ય ભક્તિનો દેખાવ ન કરતો “આપને કુશળ છે?” એમ શારીરિક કુશળતા પૂછે. (૫) કુશળતા Page #375 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૬૮ પૂછીને ક્ષણવાર સેવા કરે (ઊભો રહે) અને (૬-૭) પુરુષની તેવી વિશેષતા જાણીને તો તેના ઉપાશ્રયમાં પણ જાય, થોભવંદન કરે, કે સંપૂર્ણ વંદન પણ કરે. આ પ્રમાણે અનુવર્તન કરાયેલા તેઓ પોતાના પ્રત્યે બહુમાનવાળા કરાય છે, પોતાના પ્રત્યે બહુમાનવાળા કરાયેલા તેઓ રાજસંકટ કે દુકાળ વગેરેમાં સહાયક બને. (૮૪૦) विपर्यये बाधकमाह इहरा सपरुवघाओ, उच्छुभाईहिं अत्तणो लहुया । तेसिंपि पावबंधो, दुगंपि एवं अणिट्ठति ॥८४१ ॥ 'इतरथा' तेषामननुवर्तनया वासे क्रियमाणे स्वपरोपघातः सम्पद्यते । एनमेव दर्शयति-तत्रोत्क्षोभो हेरिकाचौर्याद्यध्यारोपरूपः । आदिशब्दात् कथञ्चित् कस्यचित् प्रमादाचरितस्योपलब्धस्य मत्सरातिरेकात् सुदूरविस्तारणं, तथाविधकुलेष्वन्नपानादिव्यवच्छेदश्च गृह्यते । ततस्तैरात्मनः स्वस्य लघुताऽनादेयरूपता भवति । तेषामपि पापबन्धो बोधिघातफलो, न केवलं स्वस्य तन्निमित्तभावेनेत्यपिशब्दार्थः । एवं च सति यत् स्यात् तद्दर्शयति - द्विकमप्येतत् पूर्वोक्तमनिष्टं दुर्गतिपातकारि નાયતે। કૃતિ: પૂર્વવત્ ૫૮૪॥ અનુવર્તના વિના રહેવામાં થતા દોષને કહે છે— ગાથાર્થ-અન્યથા સ્વ-પરને અનર્થ થાય. આરોપ આદિથી પોતાની લઘુતા થાય. તેમને પણ પાપબંધ થાય. આ બંનેય ઇષ્ટ નથી. ટીકાર્થ—તેમની અનુવર્તના કર્યા વિના રહેવામાં સ્વ-પરને અનર્થ થાય. સ્વ-પરને થતા અનર્થને જ ગ્રંથકાર જણાવે છે–(૧) આ જાસુસ છે, ચોર છે ઇત્યાદિ આરોપ મૂકે. (૨) કોઇકનું પ્રમાદાચરણ કોઇપણ રીતે તેમના જોવામાં જાણવામાં આવી જાય તો અતિશય દ્વેષના કારણે ઘણા દૂર સુધી તેનો પ્રચાર કરે. (૩) તેવા પ્રકારના કુળોમાંથી મળતા આહાર-પાણી આદિ બંધ કરાવે. આ રીતે અનાદેય બનવા દ્વારા પોતાની લઘુતા થાય. તેમને પણ પાપબંધ થાય. એ પાપબંધથી બોધિનો નાશ થાય. આ બંને (=ઉત્ક્ષોભ આદિ દ્વારા પોતાની લઘુતા અને તેમને પાપબંધ એ બંને) ઇષ્ટ નથી. કેમકે તે બંનેય દુર્ગતિમાં પતન કરાવનારા થાય છે. “તેમને પણ પાપ બંધ થાય” એ સ્થળે રહેલા પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે— તેમના પાપબંધમાં નિમિત્ત બનવાથી કેવળ પોતાને જ પાપ બંધ થાય એમ નહિ, કિંતુ તેમને પણ પાપ બંધ થાય. (૮૪૧) Page #376 -------------------------------------------------------------------------- ________________ 6पहेशप : भाग-२ ૩૬૯ ता दव्वओ य तेसिं, अरत्तदुडेण कज्जमासज्ज । अणुवत्तणत्थमेसिं, कायव्वं किंपि णउ भावा ॥८४२॥ यत एवम(न)नुवर्तनायां दोषः 'तत् तस्माद् 'द्रव्यतस्तु' कायवाङ्मात्रप्रवृत्तिरूपादेव तेषामगीतार्थादीनाम् , 'अरक्तद्विष्टेन' रागद्वेषयोरन्तरालवर्त्तिना सता कार्यं निवासरूपलक्षणमाश्रित्यानुवर्त्तनार्थमनुकूलभावसम्पादननिमित्तम्, एषामगीतार्थादीनां कर्त्तव्यं किमपि वचनसंभाषादि, न तु भावाद् बहुमानरूपात् । कल्पाध्ययनोक्तश्चेत्थमेतद्वन्दनाविषयोऽपवाद उपलभ्यते। यथा-"परिवारपरिसपुरिसं, खेत्तं कालं च आगमं णाउं । कारणजाए जाए, जहारिहं जस्स जं जोग्गं ॥१॥ परिवारो से सुविहिया, परिसगओ साहई च वेरग्गं । माणी दारुणभावो, निसंसपुरिसाहमो पुरिसो ॥२॥ लोगपगओ निवो वा, अहवा रायाइदिक्खिओ होजा । खेत्तं विहिमाइ अभावियं व कालो अणागालो ॥३॥ विहिमाइत्ति-कान्तारादि । दसणणाणचरित्तं, तवविणयं जत्थ जत्तियं पासे। जिणपण्णत्तं भत्तीए पूयए तत्थ तं भावं ॥४॥ तथा-गच्छपरिरक्खणट्ठा, अणागयं आउवायकुसलेण । एवं गणाहिवइणा, सुहसीलगवेसणा कुजा ॥५॥ उप्पन्नकारणम्मी, कीकम्मं जो न कुज दुविहंपि । पासत्थाईयाणं, चउगुरुगा भारिया तस्स ॥६॥" इत्यादि ॥८४२॥ ગાથાર્થ–તેથી અરક્ત-દ્વિષ્ટ બનીને અગીતાર્થ આદિના કાર્યને આશ્રયીને અનુવર્તના માટે અગીતાર્થ આદિનું કંઇપણ કરવું, પણ દ્રવ્યથી કરવું, ભાવથી નહિ. ટીકાર્ય–તેથી–ઉપર કહ્યું તેમ અનુવર્તન ન કરવામાં દોષ હોવાથી. અરક્ત-દ્વિષ્ટ બનીને–રાગ-દ્વેષની વચ્ચે રહીને, અર્થાત્ રાગ-દ્વેષ કર્યા વિના મધ્યસ્થ રહીને. અગીતાર્થ આદિના કાર્યને આશ્રયીને –“અનર્થ ન કરવો” એ કાર્યને આશ્રયીને. અનર્થ ન કરવો એ અગીતાર્થ આદિનું કાર્ય છે. અનર્થ ન કરવા રૂપ તેમનું કાર્ય તેઓ કરે એ માટે તેમની અનુવર્તન કરવી જોઈએ. અનુવર્તન માટે–અનુકૂળ ભાવનું સંપાદન કરવા માટે, અર્થાત્ અનુકૂળ બનાવવા માટે. કંઈપણ–તેમની સાથે વચનથી બોલવું વગેરે કંઈપણ. द्रव्यथा मात्र यि-वयि प्रवृत्तिथी... भावथी-बहुमान३५ माथी.. અહીં તાત્પર્યાર્થ આ છે–અગીતાર્થ વગેરે કોઈ અનર્થ ન કરે એ માટે તેમને પોતાના પ્રત્યે અનુકૂળ બનાવવા જોઈએ. પોતાના પ્રત્યે અનુકૂળ બનાવવા માટે તેમની Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ઉપદેશપદ : ભાગ-૨ સાથે વચનથી બોલવું વગેરે કંઈપણ કરવું જોઇએ. પણ માત્ર કાયિક-વાચિક પ્રવૃત્તિથી કરવું જોઇએ, બહુમાન રૂપ ભાવથી ન કરવું જોઇએ. અગીતાર્થ આદિને વંદન કરવાના વિષયમાં અપવાદ કલ્પ અધ્યયનમાં આ પ્રમાણે જોવામાં આવે છે–“તેનો પરિવાર, પર્ષદા, પુરુષ, ક્ષેત્ર, કાલ, અને આગમને જાણીને તથા કુલ-ગણ વગેરેનું તે તે પ્રયોજન ઉત્પન્ન થતાં તે સંયમમાં સહાયક થશે એમ જાણીને જેને વાચિક કે કાયિક જે જે વંદન કરવા યોગ્ય હોય તેને તે તે વંદન કરવું.” (૧) હવે તે પરિવાર વગેરેનું વિશેષ વર્ણન કરે છે– (૧) પરિવાર–પાસત્યાદિનો પરિવાર સુવિહિત હોય=વિહિત ક્રિયાનો પાલક હોય, અથવા (વ્યાખ્યાન) સભામાં વૈરાગ્યજનક ઉપદેશ આપે જેથી ઘણા લોકો સંસારથી વિરક્ત બને તેવો હોય, એમ વિશિષ્ટ પરિવારવાળા હોય. અન્યત્ર પરિવારને બદલે પર્યાય શબ્દ કહ્યો છે. પર્યાય શબ્દનો જેણે ઘણા કાળ સુધી બ્રહ્મચર્યનો (સંયમનો) પર્યાય પાળ્યો હોય એવો અર્થ છે. (૨) પર્ષદા–તેની પર્ષદા વિનીત હોય, અહીં પર્ષદા એટલે તેની નિશ્રામાં વર્તતો સાધુસમૂહ સમજવો. (૩) પુરુષ–કોઈ પાર્થસ્થાદિ સ્વભાવે માની કે રૌદ્ર પરિણામી હોય, તેથી ક્રૂર કાર્ય પણ કરનાર હોય, અર્થાત્ વદંનાદિ નહિ કરનારને વધ-બંધનાદિ કરાવે તેવો હોય. એમ પુરુષથી અધમ પ્રકૃતિવાળો સમજવો. (૨) અથવા તે ઘણા લોકોને સંમત (માન્ય) હોય, અથવા ધર્મકથાદિની લબ્ધિવાળો હોય, તેથી ત્યાંના રાજાનો માનીતો હોય, અથવા શ્રી શૈલકસૂરિ વગેરેની જેમ તે પૂર્વાવસ્થામાં રાજા વગેરે હોય, અને તેણે દીક્ષા લીધી હોય તેવો પ્રભાવક પુરુષ સમજવો. (૪) ક્ષેત્રજંગલ હોય, શત્રુ આદિના ઉપદ્રવવાળું હોય, તો ત્યાં રહેલા સાધુઓને તે મદદ (સહાય) કરે, અથવા ક્ષેત્ર સાધુઓથી અભાવિત અને પાર્થસ્થાદિથી ભાવિત (પરિચિત) હોવાથી સંવેગી સાધુઓ પ્રત્યે અશ્રદ્ધાળુ હોય, આવા ક્ષેત્રમાં ત્યાં રહેલા પાસત્યાદિની ઇચ્છાને અનુસરવું જોઈએ. (૫) કાળ-દુષ્કાળાદિ હોય ત્યારે તે સાધુઓને સહાય કરે. આ પ્રમાણે પરિવાર વગેરે કારણો જાણીને યથાયોગ્ય જેને જે ઘટિત હોય તેને તે રીતે વંદન કરવું. (૩) ઉપરની ગાથામાં આગમ શબ્દથી દર્શન-જ્ઞાન વગેરે ભાવોનું સૂચન કર્યું છે. તેથી હવે તેનો વિધિ કહે છે– | દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વિનય પૈકી પાસત્યાદિમાં જે જે ગુણો થોડા કે અધિક જેટલા જણાય, તેની વંદનાદિ પૂજા-ભક્તિ તેના તે તે જિનોક્તગુણોને મનમાં ધારીને તેટલા પ્રમાણમાં કરવી. તેમાં દર્શન એટલે નિઃશંકતા વગેરે ગુણોથી યુક્ત તેનું સમ્યકત્વ. જ્ઞાન એટલે આચારાંગસૂત્ર આદિ આગમનો બોધ. ચારિત્ર એટલે મૂળગુણ Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ ઉપદેશપદ : ભાગ-૨ ઉત્તરગુણોનું યથાશક્ય પાલન. તપ એટલે અનશનાદિ બાહ્ય-અત્યંત૨ તપ. વિનય એટલે વડીલો પ્રત્યે અભ્યુત્થાન વગેરે. (૪) કોઇવાર દુષ્કાળ હોય, રાજા સાધુઓ પ્રત્યે દ્વેષી બન્યો હોય, અથવા માંદગી હોય, આવા પ્રસંગોમાં પણ આહાર-પાણી વગેરેની અનુકૂળતા કરીને પણ ગચ્છનું પાલન કરવું જોઇએ. ગચ્છના પરિપાલન માટે દુષ્કાળ વગેરે કા૨ણ ઉપસ્થિત થયા પહેલાં પણ આયઉપાયમાં કુશળ ગણાધિપતિએ નીચે કહીએ છીએ તે પ્રમાણે પાસત્યાદિની ગવેષણા (ઓળખપરિચય) કરવી, કુશળતાદિ પૂછવું. અંહી આય એટલે પાસસ્થાદિની પાસેથી નિર્વિઘ્ને સંયમ પળાય તેવો લાભ (સહાય) અને ઉપાય એટલે કોઇપણ રીતે (ચતુરાઇથી) તેવું કરે કે જેથી તેઓને વંદનાદિ કર્યા વિના પણ તેઓની સુખશાતાદિ પૂછે. તેમ કરવાથી તેઓને અપ્રીતિ તો ન થાય, બલ્કે તે એમ માને કે અહો! આ લોકો પોતે તપસ્વી હોવા છતાં અમારા જેવા પ્રત્યે પણ આવો પ્રેમ ધરાવે છે. આય-ઉપાયમાં કુશળ ગણાધિપતિએ નીચે જણાવાતાં સ્થાને તે પાસસ્થાદિની ગવેષણા (ઓળખાણ-પરિચય) કરવી. (૫) કારણ ઉત્પન્ન થયે છતે પાર્શ્વાદિને અભ્યુત્થાન અને વંદન એ બન્ને પ્રકારનું કૃતિકર્મ ન કરે તેને ચતુર્લભુ પ્રાયશ્ચિત્ત છે. (૬) (૮૪૨) अत्रैव दृष्टान्तमभिधातुमाह एत्थं पुण आहरणं, विण्णेयं णायसंगयं एयं । अगहिलगहिलो राया, बुद्धीए अणट्ठरज्जोत्ति ॥८४३ ॥ अत्रागीतार्थाद्यनुवृत्तौ पुनराहरणं विज्ञेयं 'न्यायसङ्गतं' युक्तियुक्तमेतद् वक्ष्यमाणम् । तदेव दर्शयति — अग्रहिलग्रहिलोऽग्रहवान् ग्रहिलः संवृत्तः कश्चिद् राजा । ‘બુછ્યા' બુદ્ધિનાના મત્રિબા અનષ્ઠાભ્ય: વૃતઃ । કૃતિઃ પૂર્વવત્ ॥ ૮૪રૂ અહીં જ દૃષ્ટાંત કહેવા માટે કહે છે— ગાથાર્થ—ટીકાર્થ—અગીતાર્થ આદિની અનુવર્તના કરવામાં યુક્તિયુક્ત આ દૃષ્ટાંત જાણવું. દૃષ્ટાંતને જ જણાવે છે—ગાંડો ન હોવા છતાં દેખાવથી ગાંડા બનેલા કોઇ રાજાએ બુદ્ધિ નામના મંત્રીની સહાયથી રાજ્યનું રક્ષણ કર્યું. (૮૪૩) इदमेवोदाहरणं विशेषतो गाथाचतुष्टयेन भावयति ૧. આ છ ગાથાઓ ગુરુતત્ત્વ વિનિશ્ચય ગ્રંથમાં ત્રીજા ઉલ્લાસમાં અનુક્રમે ૧૫૬થી ૧૫૯ તથા ૧૪૮ અને ૧૪૬ નંબરની છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ઉપદેશપદ : ભાગ-૨ पुहविपुरम्मि उ पुण्णो, राया बुद्धी य तस्स मंतित्ति । कालण्णुणाण मासुवरि वुट्ठि दगगह सुवासं तो ॥८४४॥ रायणिवेयण पडहग, दगसंगह जत्तओ अहाथामं । वुट्ठि अपाणं खीणेपाणम्मी गह कमा पायं ॥८४५॥ सामंताईयाण वि, ढक्कं वासं दवं च रणोत्थि । तेसिं मंतण णिवगह, बंधामो मंतिणाणं ति ॥८४६॥ सिट्टे णत्थि उवाओ, तं दग कित्तिमगहो य मिलणंति । तोसो रज्जम्मि ठिती, सुवास सव्वं तओ भई ॥८४७॥ तत्र पृथ्वीपुरे नगरे पूर्णो नाम राजा, बुद्धिश्च तस्य 'मन्त्री' सचिव इति। अन्यदा कालज्ञस्य कस्यचित् ज्ञानमभूत्। यथैतन्मासोपरि वृष्टिर्भविष्यति। 'दगगहति' तवृष्ट्युदकाच्च पीताद् ग्रह उन्मादः संपत्स्यते लोकानां। 'सुवासं तो' इति। ततः कियत्यपि काले गते सुवर्षं सुवृष्टिर्भविष्यति। तस्मिंश्च सुन्दरे सम्पन्ने सर्वं सुन्दरं भविष्यति। प्रज्ञप्तं तेन राजपुरतः ॥ ८४४॥ एवं कालज्ञेन कथिते राज्ञा निवेदना लोकस्य 'पडहगत्ति' पटहकप्रदापनेन कृता। तत उदकस्य संग्रहो यत्नतो यथास्थाम यथासामर्थ्यं कृतः सर्वेणापि लोकेन। वृष्टिर्निरूपितमासोपरि संवृत्ता, अपानं तजलस्य। क्षीणे संगृहीते जले पाने प्रवृत्ते नव्यनीरस्य, ग्रह उन्मादरूपः क्रमात् प्रायो बाहुल्येन लोकस्य संवृत्तः ॥८४५॥ .. सामन्तादीनामपि प्रचुरतरगृहीतादूषितजलानां तज्जलक्षये ढुक्कमुपस्थितं वर्ष दूषितवृष्टिनीरं, तेऽपि तत्पीतवन्त इत्यर्थः। द्रवं च पुराणपानीयस्यन्दसंग्रहो राज्ञोऽस्ति न पुनरन्यस्य कस्यचित्। ततो राजाऽग्रहिलतया यदा तेषां सामन्तादीनां न कासुचिच्चेष्टासु मिलति, तदा तेषां मन्त्रणमभूत्–'निवगहत्ति'। यथाऽयं नृपोऽस्मासु सत्सु राज्यसुखभागी भवति, अस्मन्मताननुवर्तकस्तु कियच्चिरं राज्यं करिष्यतीति गृहीत्वा बनीम एनम्। एवं मन्त्रयमाणानां तेषां मन्त्रिणो बुद्धेनिमभूदिति ॥ ८४६॥ - ततः शिष्टे (ग्रं०१२०००) मन्त्रिणा नृपस्य नास्त्यन्य उपाय एतदनुवर्त्तनमन्तरेण राज्यजीवितव्ययो रक्षणे इति तत्पुराणोदकमुदकं पिबता सता कृत्रिमग्रहश्च कृत्रिम एव ग्रहो दर्शितो, राज्ञा मिलनं कृतम्। ततस्तेषां मध्ये इत्येतेषां तोषः प्रमोदो राज्ये स्थितिर्निश्चलतारूपा जाता। कालेन सुवर्षमभूत्। सर्वं ततो भद्रं संवृत्तम्॥ ८४७॥ Page #380 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૭૩ આ જ દાંતને ચાર ગાથાઓથી વિસ્તારથી વિચારે છે ગાથાર્થ–ટીકાર્થ–પૃથ્વીપુર નગરમાં પૂર્ણ નામનો રાજા હતો. તેનો બુદ્ધિ નામનો મંત્રી હતો. એકવાર ભવિષ્યકાળને જાણનાર કોઈ જ્યોતિષીને જ્ઞાન થયું કે આ મહિના પછી વર્ષાદ થશે. તે વર્ષાદનું પાણી પીવાથી લોકો ગાંડા બની જશે. પછી કેટલોક કાળ ગયા પછી સુવૃષ્ટિ થશે. સુવૃષ્ટિ થતાં બધું સુંદર થશે. તે જ્યોતિષીએ રાજાને આ વિગત કહી. (૮૪૪) જ્યોતિષીએ આ પ્રમાણે કહ્યું એટલે રાજાએ નગરમાં ઢોલ પીટાવીને લોકોને જણાવ્યું કે તમે થાય તેટલા પાણીનો સંગ્રહ કરી લો. બધા લોકોએ પોતાની શક્તિ પ્રમાણે પાણીનો સંગ્રહ કરી લીધો. જણાવેલા મહિના પછી વર્ષાદ થયો. લોકોએ તે પાણી પીધું નહિ. સંગ્રહેલું પાણી ખૂટી જતાં લોકોએ નવું પાણી પીવાનું શરૂ કર્યું. ક્રમે કરીને લગભગ બધાય ગાંડા બની ગયા. (૮૪૫) સામંતો વગેરેએ ઘણા પાણીનો સંગ્રહ કર્યો હતો. છતાં તે પાણી ખૂટી જતાં તેમણે પણ દૂષિત વર્ષાદનું પાણી પીધું. રાજાની પાસે જુના પાણીના વહેણનો સંગ્રહ હતો, પણ બીજા કોઈ પાસે ન હતો. રાજા ડાહ્યો હોવાના કારણે સામંત વગેરેની ગાંડપણ ભરેલી ચેષ્ટાઓમાં જ્યારે ભળતો નથી ત્યારે તેમણે મંત્રણા કરી કે, આપણે છીએ તો રાજા રાજ્યસુખ ભોગવી શકે છે. પણ રાજા આપણા અભિપ્રાય પ્રમાણે વર્તન કરતો નથી, અને કોણ જાણે કેટલા લાંબા કાળ સુધી રાજ્ય કરશે? માટે તેને પકડીને બાંધી દઈએ. તેમની આ મંત્રણાનો બુદ્ધિ મંત્રીને ખ્યાલ આવી ગયો. (૮૪૬) તેથી મંત્રીએ રાજાને કહ્યું: રાજ્ય અને જીવનના રક્ષણનો ઉપાય એમનું અનુવર્તન કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી, અર્થાત્ ગાંડાઓ જેમ કરે તેમ કરીએ તો જ રાજ્ય અને જીવનનું રક્ષણ થઈ શકે. આથી રાજાએ પૂર્વનું સંગ્રહેલું પાણી પીવાનું રાખીને પોતાને કૃત્રિમ (=માત્ર બહારના દેખાવથી) ગાંડો બતાવ્યો. હવે રાજા ગાંડાઓની ભેગો ભળી ગયો. આથી સામંત વગેરેને આનંદ થયો. રાજ્ય ટકી ગયું. સમય જતાં સારો વર્ષાદ થયો. તેથી બધું સારું થયું. (૮૪૭) एएणाहरणेणं, आयाराया सुबुद्धिसचिवेण । दुसमाए कुग्गहोदगपाणगहा रक्खियव्वोत्ति ॥८४८॥ एतेनाहरणेन आत्मा राजा वर्तते । स राजकल्प आत्मा 'सुबुद्धिसचिवेन' शास्त्रानुसारिणी बुद्धिरेव सचिवस्तेन, दुष्षमायां कुग्रह एव शास्त्रबाधितबोधलक्षण: 'उदकपानग्रहो' जलपानोत्पन्नग्रहरूपस्तस्माद् रक्षितव्य इति ॥८४८॥ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ઉપદેશપદ : ભાગ-૨ ગાથાર્થ-ટીકાર્થ-આ દૃષ્ટાંતથી દુઃષમા કાળમાં આત્મરૂપ રાજાનું શાસ્ત્રાનુસારિણી બુદ્ધિરૂપ મંત્રીની સહાયથી શાસ્ત્રબાધિત બોધરૂપ જલપાનથી ઉત્પન્ન થયેલ ગાંડપણથી २१९॥ ४२ मे. (८४८) अत एवाहबहुकुग्गहम्मिवि जणे, तदभोगणुवत्तणाए तह चेव । भावेण धम्मरजे, जा सुहकालो सुवासंति ॥८४९॥ 'बहवः' प्रभूताः कुग्रहा विपरीतार्थाभिनिवेशरूपा यस्य स तथा तस्मिन्नपि 'जने' लोके वर्तमानकालभाविनि, 'तदभोगेन' तस्य कुग्रहजलस्यानुपजीवनेन याऽनुवर्तनोक्तरूपा तया, 'तथा चैव' राजमन्त्रिदृष्टान्तेनैव, 'भावेन' परिपूर्णसाधुधर्मसाधनेच्छारूपेण 'धर्मराज्ये' सर्वसावधविरतिलक्षणे स्थापयित्वा आत्मा रक्षणीय इत्यनुवर्तते । यावच्छुभकालः सुषमादुःषमादिलक्षणः शुद्धसाधुधर्माराधनायोग्यः सुवर्षमिति सुवृष्टिकालतुल्यः समभ्येतीति ॥८४९॥ माथी ४ ४ छ ગાથાર્થ–પૃપ-મંત્રીના દૃષ્ટાંતથી જ ઘણા કદાગ્રહોથી ભરેલા લોકમાં રહેવાનો પ્રસંગ આવે ત્યારે આત્માને ભાવથી ધર્મરાજ્યમાં સ્થાપીને કુગ્રહરૂપ જલનો ઉપયોગ કર્યા વિના તેમની અનુવર્તનાથી સુવૃષ્ટિ કાળ તુલ્ય શુભકાળ આવે ત્યાં સુધી આત્માનું રક્ષણ કરવું. 21stथ- =विपरीत अर्थनो मायs. ભાવથી=પરિપૂર્ણ સાધુધર્મને સાધવાની ઇચ્છારૂપ ભાવથી. ધર્મરાજ્યમાં=સર્વ સાવદ્યોથી વિરતિરૂપ રાજ્યમાં. કુગ્રહ=શાસ્ત્રબાધિત બોધ. शुभपयोथो मारो बोरे. (८४८) अस्यैव रक्षणीयोपायमाहआणाजोगेण य रक्खणा इहं ण पुण अण्णहा णियमा । ता एयम्मि पयत्तो, कायव्वो सुपरिसुद्धम्मि ॥८५०॥ 'आज्ञायोगेन' पूर्वमेव निरूपितरूपाज्ञाराधनेनैव 'रक्षणा' परिपालनाऽत्रात्मनि, न त्वन्यथा, मणिमन्त्रौषधाधुपयोगेन मिथ्याचारपरिपालनेन वा नियमान्नियमेन, Page #382 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ तथारक्षितस्याप्यकृताज्ञाराधनादिकस्य नरकादिदुर्गतिपातसम्भवेन परमार्थतोऽरक्षणमेव તસ્ય સંવદ્યુત કૃતિ । ‘તત્' તસ્માતસ્મિન્નાજ્ઞાયોને ‘પ્રયત્ન' આ ‘ર્તવ્ય:' सुपरिशुद्धे उत्सर्गापवादतया सम्यग्निर्णीते इति ॥८५० ॥ આત્માની જ રક્ષાના ઉપાયને કહે છે ૩૭૫ ગાથાર્થ—આત્માની રક્ષા નિયમા આજ્ઞાયોગથી જ કરવી, બીજી રીતે નહિ. તેથી સુપરિશુદ્ધ આજ્ઞાયોગમાં જ આદર કરવો જોઇએ. ટીકાર્થ—આજ્ઞાયોગથી—એટલે આજ્ઞાની આરાધનાથી. આજ્ઞાની આરાધનાનું નિરૂપણ પૂર્વે જ (ગા. ૭૭૯ વગેરેમાં) કર્યું છે. બીજી રીતે નહિ—મણિ, મંત્ર, ઔષધ વગેરેના ઉપયોગથી કે મિથ્યાચારના પાલનથી આત્માની રક્ષા ન કરવી. તે રીતે આત્માનું રક્ષણ કરવા છતાં આજ્ઞાની આરાધના ન કરી હોવાથી નરક વગેરે દુર્ગતિમાં પતનનો સંભવ હોવાથી પરમાર્થથી આત્માનું અરક્ષણ જ થાય. સુપરિશુદ્ધ–ઉત્સર્ગ-અપવાદ રૂપે સમ્યગ્નિશ્ચિત થયેલ, અર્થાત્ અમુક આજ્ઞા ઉત્સર્ગ રૂપ છે, અમુક આજ્ઞા અપવાદ રૂપ છે ઇત્યાદિ રીતે સમ્યગ્નિશ્ચિત થયેલ. (૮૫૦) अथ परिशुद्धाज्ञायोगोपायमाह तित्थे सुत्तत्थाणं, गहणं विहिणा उ एत्थ तित्थमियं । 'ता एयम्मि पत्तो, कायव्वो सुपरिसुद्धम्मि ॥८५१ ॥ ‘તીર્થં’ વક્ષ્યમાળનક્ષળે સૂત્રાર્થપ્રદ્દળ ‘વિધિના તુ' વિધિનૈવ વક્ષ્યમાળેન । ‘અત્ર’ सूत्रावयवे तीर्थमिदमुच्यते । उभयज्ञश्चैव सूत्रार्थरूपज्ञातैव गुरुर्व्याख्याता साधुः, विधिश्च सूत्रार्थग्रहणे विनयादिकश्चित्रो नानारूपः । इह विनयः कायिकवाचिकमानसभेदात्त्रिधा । आदिशब्दाद् वक्ष्यमाणमण्डलीप्रमार्जनादिग्रह इति ॥८५१ ॥ હવે પરિશુદ્ધ આજ્ઞાયોગના ઉપાયને કહે છે– ગાથાર્થ—તીર્થમાં વિધિપૂર્વક સૂત્રાર્થોનું ગ્રહણ કરવું. અહીં તીર્થ આ છે—સૂત્ર અને અર્થ એ ઉભયના જાણકાર જ ગુરુતીર્થ છે, અને વિનયાદિ વિવિધ પ્રકારનો વિધિ છે. ટીકાર્થ—અહીં ગુરુ એટલે વ્યાખ્યા કરનાર (=વાચના દાતા) સાધુ. સૂત્રાર્થ ગ્રહણની વિધિ હવે પછી (ગાથા-૮૫૭માં) કહેશે. १. सर्वेष्वप्यादर्शपुस्तकेष्वस्यां गाथायामस्मिन् पूर्वगाथोत्तरार्द्धतुल्ये उत्तरार्धे सत्यपि टीकानुरोधात् -" उभयण्णू चेव गुरू विही य विणयाइओ चित्तो" इत्युत्तरार्धपाठेन भवितव्यम् । Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ઉપદેશપદ : ભાગ-૨ વિનય કાયિક, વાચિક અને માનસિક એમ ત્રણ પ્રકારે છે. “વિનયાદિ એ સ્થળે આદિ શબ્દથી હવે પછી કહેવાશે તે માંડલીનું પ્રમાર્જન વગેરે સમજવું. (૮૫૧) अथ गुरोरेव विशेषतः स्वरूपमाहउभयण्णूवि य किरियापरो दढं पवयणाणुरागी य। ससमयपण्णवओ परिणओ य पण्णो य अच्चत्थं ॥८५२॥ उभयज्ञोऽपि च गुरुः 'क्रियापरो' मूलगुणोत्तरगुणाराधनायां बद्धकक्षो, दृढमत्यर्थं प्रवचनानुरागी च जिनवचनं प्रति बहुमानत्वात् । तथा, 'स्वसमयप्रज्ञापकः' स्वसमयस्य चरणकरणाद्यनुयोगभेदभिन्नस्य तैस्तैरुपायैः प्ररूपकः । 'परिणतश्च' वयसा व्रतेन च । 'प्राज्ञश्च' बहुबहुविधादिग्राहकबुद्धिमानऽत्यर्थमतीव । एवंविधेन हि गुरुणा प्रज्ञाप्यमानोऽर्थो न कदाचिद्विपर्ययभाग्भवतीत्येवमेष विशेष्यत इति ॥८५२॥ હવે ગુરુનું જ સ્વરૂપ વિશેષથી કહે છે ગાથાર્થ-સૂત્ર-અર્થ ઉભયના જાણકાર પણ ગુરુ ક્રિયાપર, અતિશય પ્રવચનાનુરાગી, સ્વસમય પ્રરૂપક, પરિણત અને અતિશય પ્રાજ્ઞ હોવા જોઇએ. ટીકાર્થ-ક્રિયાપર=મૂલગુણ-ઉત્તરગુણોની આરાધનામાં તત્પર. અતિશય પ્રવચનાનુરાગી-જિનવચન પ્રત્યે બહુમાન ભાવ હોવાના કારણે પ્રવચનના અતિશય અનુરાગી. સ્વસમય પ્રરૂપકચરણ-કરણ વગેરે (ચાર) અનુયોગના ભેદોથી ભિન્ન એવા સ્વસિદ્ધાંતની તે તે ઉપાયોથી પ્રરૂપણા કરનાર. પરિણત=ઉંમરથી અને વ્રતથી (=દક્ષા પર્યાયથી) પરિણત હોય. અતિશય પ્રાજ્ઞ–બહુ અને બહુવિધ વગેરેને ગ્રહણ કરનારી તીક્ષ્ણ બુદ્ધિને ધારણ કરનાર. આવા પ્રકારના ગુરુથી પ્રરૂપણા કરાતો અર્થ કયારેય વિપરીતપણાને પામતો નથી, અર્થાત્ આવા પ્રકારના ગુરુ ક્યારેય વિતથ પ્રરૂપણા ન કરે. આથી ગુરુ આવા વિશિષ્ટ હોવા જોઈએ એમ કહેવામાં આવે છે. (૮૫૨) अथ स्वसमयप्रज्ञापकलक्षणं विशेषत आह ૧. અહીં આદિ શબ્દથી મતિજ્ઞાનના અન્ય દશ ભેદો સમજવા Page #384 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ 399 जो हेउवायपक्खम्मि हेउओ आगमे य आगमिओ । सो ससमयपन्नवओ, सिद्धंतविराहगो अण्णो ॥८५३॥ ___ यः कश्चिद्धेतुवादपक्षे जीवकर्मादौ युक्तिमार्गसहे वस्तुनि हेतुवादप्रणयनप्रवीणः। यथा-"बोहसहावममुत्तं, विसयपरिछेयगं च चेतन्नं । विवरीयसरूवाणि य, भूयाणि जगप्पसिद्धाणि ॥१॥ ता कह तेसिं धम्मो, फलं च तं होज जस्स पुण एयं । धम्मो फलं च होज्जा, स एव आया मुणेयव्वो ॥२॥" तथा । "जो तुल्लसाहणाणं, फले विसेसो न सो विणा हेडं । कज्जत्तणओ गोयम!, घडोव्व हेऊ य से कम्मं ॥१॥" इत्यादि । आगमे च देवलोकपृथ्वीसंख्यादावर्थे आगममात्रगम्ये आगमिकः-आगममात्रप्रज्ञापनाप्रवणः स्वसमयप्रज्ञापक उच्यते । व्यवच्छेद्यमाह-सिद्धान्तविराधको जिनवचनानुयोगविनाशकः, 'अन्यः' प्रागुक्तविशेषणविकलः साधुः । तथा हियुक्तिमार्गसहेष्वप्यर्थेष्वागमगम्यत्वमेव पुरस्कुर्वता तेन नास्तिकादिप्रणीतकुयुक्तिनिराकरणाभावाद् न श्रोतृणां दृढा प्रतीतिः कर्तुं पार्यते । आगमगम्येषु तु युक्तिपथातीतेषु युक्तिमुद्ग्राहयन्नसम्पादितविवक्षितप्रतीतिर्निष्फलारम्भत्वेन स्वयमेव वैलक्ष्यं श्रोतुश्चानादेयस्वभावं प्राप्नुयात्, इति न सम्यक् सिद्धान्तस्तेनाराधितो भवति, विपरीतव्यवहारित्वात् तस्य ॥८५३॥ હવે ગુરુના સ્વસમયરૂપક એ લક્ષણને વિશેષથી કહે છે ગાથાર્થ–જે હેતુવાદના વિષયમાં હેતુથી અને આગમવાદના વિષયમાં માત્ર આગમથી પ્રરૂપણા કરે છે તે સ્વસિદ્ધાંત પ્રરૂપક છે, અને બીજો સિદ્ધાંતનો વિરાધક છે. ટીકાર્ય–જીવ-કર્મ વગેરે જે પદાર્થો યુક્તિથી સિદ્ધ થઈ શકતા હોય તે પદાર્થોને સિદ્ધ કરવા માટે યુક્તિઓ રચવામાં (=બતાવવામાં) કુશળ હોય તે સ્વસમય પ્રરૂપક છે. भ:- बोहसहावममुत्तं, विसयपरिछेदगं च चेतन्नं । विवरीयसरूवाणि य, भूयाणि जगप्पसिद्धाणि ॥ ॥ यतन्य (१) स्१२१३५नु स्वयं संवेहन ४२तुं डोपाथी लोपस्वqauj छ. तथा (२) ३ १२ विनानु खोपाथी अभूत छ. तथा (3) વિષયને=પ્રમેયવસ્તુને જ્ઞાનરૂપે ગ્રહણ કરવાના સ્વભાવવાળું હોવાથી વિષયપરિચ્છેદક છે. આ ચૈતન્યની અપેક્ષાએ ભૂતો વિપરીત સ્વભાવવાળા છે. તે આ પ્રમાણે (૧) તેઓ સ્વરૂપનું સ્વયં સંવેદન કરવાના સ્વભાવવાળા ન હોવાથી બોધસ્વભાવવાળા નથી. (૨) વળી તે ભૂતો રૂપ વગેરે આકારવાળા હોવાથી અમૂર્ત નથી અને (૩) તેઓ બોધસ્વભાવવાળા ન હોવાથી વિષયને ગ્રહણ ( વિષયોનો બોધ) કરવાના પરિણામવાળા Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ઉપદેશપદ : ભાગ-૨ નથી. તેથી તેઓ વિષયપરિચ્છેદક નથી. આ બાબતમાં સકલલોકમાં આવી પ્રસિદ્ધિ જ સબળ પ્રમાણ છે. બીજા પ્રમાણની જરૂર જ નથી. (ધર્મસંગ્રહણી ગા. ૫૦) તેથી ભૂતોને ધર્મ કેવી રીતે હોય? ધર્મનું ફળ કેવી રીતે હોય? અર્થાતું ન હોય. જેને ધર્મ અને ધર્મનું ફળ મળે તેને જ આત્મા જાણવો. જેમને ઈષ્ટ શબ્દાદિ વિષયસુખનાં સાધનો કે અનિષ્ટ શબ્દાદિ દુઃખનાં સાધનો સમાન મળ્યાં છે તે જીવનમાં સુખ-દુઃખના અનુભવમાં જે વિશેષતા (તરતમતા) જોવામાં આવે છે તે કોઈ હેતુ વિના ઘટી શકે નહિ. કારણકે વિશેષતા કાર્ય છે. કારણ વિના કાર્ય ન થાય. જેમકે ઘડો. ઘડો તેનાં કારણો વિના ઉત્પન્ન ન થાય. આથી તેમાં વિશેષતા લાવનાર જે અદષ્ટ (=નહિ જોવાયેલો હેતુ છે તે જ કર્મ છે એમ હે ગૌતમ! તું સ્વીકાર. [વિશેષા. ભા. ગા.૧૬૧૩] - દેવલોક અને પૃથ્વીની સંખ્યા વગેરે જે પદાર્થો માત્ર આગમથી જ સિદ્ધ થઈ શકતા હોય તે પદાર્થોને સિદ્ધ કરવા માટે માત્ર આગમથી પ્રરૂપણા કરવામાં કુશળ હોય તે સ્વસમય પ્રરૂપક છે. બીજો સિદ્ધાંત વિરાધક છેaહેતુવાદના વિષયમાં યુક્તિઓ ન બતાવતાં માત્ર આગમને આગળ કરનાર અને આગમવાદના વિષયમાં યુક્તિઓ બતાવનાર સિદ્ધાંતનો વિરાધક છે, એટલે કે જિનવચનના અનુયોગનો વિનાશક છે. તે આ પ્રમાણે–જે પદાર્થો યુક્તિથી પણ સિદ્ધ કરી શકાતા હોય તે પદાર્થોના નિરૂપણમાં યુક્તિઓ ન બતાવે અને માત્ર આગમને જ આગળ કરે તો તેનાથી નાસ્તિક વગેરેએ બતાવેલી કુયુક્તિઓનું ખંડન ન થવાથી સ્વસિદ્ધાંતમાં શ્રોતાઓને દઢ પ્રતીતિ કરાવી શકાતી નથી. તથા જેમાં યુક્તિઓ જ ન હોય તેવા કેવળ આગમગ્રાહ્ય પદાર્થોના નિરૂપણમાં યુક્તિઓ લગાડવા માંડે તો વિવક્ષિત પદાર્થનો બોધ ન કરાવી શકવાથી પોતાની મહેનત નિષ્ફળ જાય, એથી પોતે વિલખો બને, અને શ્રોતાઓમાં તેનું વચન આદેય ન બને. આમ તેણે સિદ્ધાંતની સમ્યક આરાધના ન કરી. કારણકે તે વિપરીત વ્યવહાર કરે છે, અર્થાત્ યુક્તિગ્રાહ્ય પદાર્થોમાં આગમને આગળ કરે છે અને આગમગ્રાહ્ય પદાર્થોમાં યુક્તિને લગાડે છે. (૮૫૩) एवंविधगुरुसमाश्रयणे फलमाह[ एत्तो सुत्तविसुद्धी, अत्थविसुद्धी य होइ णियमेणं । सुद्धाओ एयाओ, णाणाईया पयर्टेति ॥८५४॥] १. इयमपि मूलगाथा नास्ति पुस्तकेषु । टीकानुसारेण त्वत्रोपनिबद्धा । Page #386 -------------------------------------------------------------------------- ________________ 390 64हेश५६ : मा-२ इतोऽस्मादेव गुरोः सूत्रविशुद्धिर्व्यञ्जनस्वरपदमात्राबिन्द्वादिभिरविकलपाठेन वचनरूपागमनिर्मलता, 'अर्थविशुद्धिश्च' यथार्थव्याख्यानेनाविपर्यस्तार्थबोधरूपा भवति "नियमेन' निश्चयेन व्याकरणच्छन्दोज्योतिःशास्त्रादिसिद्धान्तव्याख्यानाङ्गप्रवीणत्वात् तस्य । शुद्धाच्चास्मात् सूत्रादर्थाच्च ज्ञानादयो मोक्षमार्गभूता अविकलाः प्रवर्तन्ते ॥८५४॥ આવા પ્રકારના ગુરુનો આશ્રય લેવાથી મળતા ફળને કહે છે ગાથાર્થ-ટીકાર્ય–આવા જ ગુરુથી નિયમા વ્યંજન, સ્વર, પદ, માત્રા, બિંદુ આદિથી અખંડ ભણાવવાના કારણે સૂત્રની વિશુદ્ધિ થાય, વધાર્થ વ્યાખ્યાન કરવાથી અવિપરીત અર્થના બોધરૂપ અર્થની વિશુદ્ધિ થાય. કારણકે તે ગુરુ સિદ્ધાંતનું વ્યાખ્યાન કરવાના અંગોમાં (સાધનોમાં) પ્રવીણ છે. વ્યાકરણ, છન્દશાસ્ત્ર અને જ્યોતિશાસ્ત્ર વગેરે સિદ્ધાંતનું વ્યાખ્યાન કરવાનાં અંગો છે. શુદ્ધસૂત્રથી અને શુદ્ધ અર્થથી મોક્ષમાર્ગ સ્વરૂપ જ્ઞાન વગેરે संपूर्ण प्रवर्ते छ. (८५४) अत्रैव विशेषमाहसुत्ता अत्थे जत्तो, अहिगयरो णवरि होइ कायव्वो । एत्तो उभयविसुद्धित्ति मूयगं केवलं सुत्तं ॥८५५॥ सूत्राद् वचनस्वरूपादर्थे तद्व्याख्यारूपे यत्नोऽधिकतरः सुबहुर्भवति । 'नवरित्ति नवरं केवलं कर्त्तव्यः । इतोऽर्थशुद्धरुभयविशुद्धिः सूत्रार्थनिर्मलतारूपा यत् सम्पद्यते । इत्यस्मात् कारणादधिकतरः प्रयत्नस्तत्र कर्त्तव्य इति । अत एवाह मूककं मूकपुरुषतुल्यं कस्यचिदर्थस्यावाचकं केवलं व्याख्यानरहितं तत् सूत्रमिति न ततस्तात्त्विककार्यसिद्धिः, किंतु तद्व्याख्यानादेवेति ॥८५५॥ અહીં જ વિશેષ કહે છે - ગાથાર્થ–ટીકાર્થ–સૂત્રથી સૂત્રના વ્યાખ્યાન રૂપ અર્થમાં અધિક પ્રયત કરવો જોઈએ. અર્થની શુદ્ધિથી સૂત્ર-અર્થ ઉભયની વિશુદ્ધિ થાય છે. આથી સૂત્રથી અર્થમાં અધકિ પ્રયત્ન કરવો જોઈએ. વ્યાખ્યાનથી રહિત સૂત્ર મૂંગા પુરુષ જેવું છે, અર્થાત્ કોઈ અર્થને કહેતું નથી. તેથી તાત્ત્વિક કાર્યની સિદ્ધિ સૂત્રથી થતી નથી, કિંતુ સૂત્રના વ્યાખ્યાનથી જ થાય છે. (૮૫૫) अथार्थरूपमेव व्याचष्टेअत्थो वक्खाणंति य, एगट्ठा एत्थ पुण विही एसो । मंडलिमाई भणिओ, परिसुद्धो पुव्वसूरीहिं ॥८५६॥ Page #387 -------------------------------------------------------------------------- ________________ उपद्वेशप: : भाग-२ अर्थो व्याख्यानमिति चैकार्थावेतौ शब्दौ । अत्र व्याख्याने पुनर्विधिर्नीतिरेष वक्ष्यमाणो मण्डल्यादिर्भणितः 'परिशुद्धः' सकलदोषविकलः पूर्वसूरिभिर्भद्रबाहुस्वामिप्रभृतिभिः ॥८५६ ॥ ३८० हवे अर्थना स्व३पने ४ ( =अर्थना अर्थने ४) हे छे ગાથાર્થ—ટીકાર્થ—અર્થ અને વ્યાખ્યાન એ બે શબ્દો એક અર્થવાળા છે. ભદ્રબાહુસ્વામી વગેરે પૂર્વાચાર્યોએ વ્યાખ્યાનનો (=વ્યાખ્યાન સાંભળવાનો) માંડલી વગેરે પરિશુદ્ધ (=સકલ घोषोथी रहित) विधि उह्यो छे. खा विधि नीयेनी गाथामां म्हेवाशे. ( ८यड) तमेव विधिं दर्शयति मंडल णिसिज्ज अक्खा, किइकम्मुस्सग्गं वंदणं जेट्ठे । उवओगो संवेगो, परिणुत्तर संगयत्थ त्ति ॥८५७ ॥ ‘मण्डलीति' व्याख्यानमण्डलीभूमिप्रमार्जना, ततो निषद्या आसनरूपा आचार्यस्वाक्षाणां च, किन्तु सा सविशेषोच्या कर्त्तव्या । कृतिकर्म द्वादशावर्त्तवन्दनरूपं देयं व्याख्यात्रे । तत उत्सर्गेऽनुयोगप्रस्थापनाय कायोत्सर्गः, वन्दनं तस्मिन्नेव समये दातव्यं, 'ज्येष्ठे इति' ज्येष्ठाय, ज्येष्ठश्चेह गृह्यते यश्चिन्तनिकां कारयति न तु पर्यायतः, श्रुतज्येष्ठस्यैव तदानीं बहूपकारित्वात् । तथोपयोगो व्याख्यायमानार्थावधानरूपः । ‘संवेगो' वैराग्यम् तथा, प्रश्नोत्तरे - तत्र प्रश्नः श्रोतुरनधिगतार्थपृच्छारूपः, उत्तरञ्च शिष्यपर्यनुयोगगर्त्तपातोत्तारकारिप्रतिवचनं गुरोः । कीदृशे प्रश्नोत्तरे इत्याह- 'संगतार्थे' युक्तियुक्ते न त्वप्रस्तुताभिधायितासूचके । ' इति : ' व्याख्याविधिसमाप्त्यर्थः ॥८५७॥ તે જ વિધિને બતાવે છે— गाथार्थ-भांडली, निषद्या-अक्ष, द्धृतिर्म, उत्सर्ग, भ्येष्ठने वंधन, उपयोग, संवेग, સંગતાર્થ પ્રશ્નોત્તર આ વ્યાખ્યાનનો (=વ્યાખ્યાન સાંભળવાનો) વિધિ છે. ટીકાર્થ–માંડલી-વ્યાખ્યાન માંડલીની ભૂમિનું પ્રમાર્જન કરવું. निषद्या-अक्ष-आयार्यनुं अने अक्षोनुं (=स्थापनायार्यनं) आसन पाथरवु. अक्षोनुं આસન આચાર્યના આસનથી અધિક ઊંચું કરવું, અર્થાત્ સ્થાપનાચાર્ય આચાર્યના આસનથી ઊંચા સ્થાને રાખવા જોઈએ. કૃતિકર્મવ્યાખ્યાન કરનારને દ્વાદશાવર્ત વંદન કરવું, અર્થાત્ બે વાંદણા આપવાં. ઉત્સર્ગ—પછી અનુયોગનું પ્રસ્થાપન (=પ્રારંભ) કરવા માટે કાર્યોત્સર્ગ કરવો. Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ ઉપદેશપદ : ભાગ-૨ જ્યષ્ઠને વંદન–તે જ સમયે જયેષ્ઠને વંદન કરવું. અહીં દીક્ષાપર્યાયી યેષ્ઠ સાધુ ન સમજવો, કિંતુ ચિંતનિકા કરાવે (રાત્રિ વગેરેના સમયે જે અર્થો ન સમજાયા હોય તે સમજાવે, જે યાદ ન રહ્યું હોય તે યાદ કરાવે વગેરે રીતે ચિતનિકા કરાવે) તે સાધુ સમજવો. કારણકે તે વખતે મૃતથી જ્યેષ્ઠ જ બહુ ઉપકારી છે. ઉપયોગ–જે અર્થનું વ્યાખ્યાન થઈ રહ્યું હોય તે અર્થમાં જ ચિત્ત રાખવું. સંવેગ=વૈરાગ્ય. સંગતાર્થ પ્રશ્નોત્તર–શ્રોતાને જે અર્થ ન સમજાયો હોય તે અર્થની પૃચ્છા કરવી તે પ્રશ્ન. પ્રશ્નરૂપ ખાડામાં પડેલા શિષ્યને પ્રશ્નરૂપ ખાડામાંથી બહાર કાઢનારું ગુરુનું પ્રતિવચન તે ઉત્તર. આ પ્રશ્નોત્તરો સંગત=યુક્તિયુક્ત હોવા જોઈએ, અપ્રસ્તુત કથનને સૂચવનારા ન હોવા જોઈએ, અર્થાત્ અપ્રસ્તુત વિષયના પ્રશ્નોત્તરો ન હોવા જોઈએ. પ્રસ્તુત વિષયના પ્રશ્નોત્તરો પણ ઢંગધડા વિનાના ન હોવા જોઈએ, કિંતુ યુક્તિયુક્ત હોવા જોઈએ. (૮૫૭) अत्रैव मतान्तरमाहसीसविसेसे णाउं, सुत्तत्थाइविहिणा व काऊण । वक्खाणिज चउद्धा, सुत्तपयत्थाइभेएण ॥८५८॥ "शिष्यविशेषान्' मृदुमध्याधिमात्रप्रज्ञाभेदभिन्नान् ज्ञात्वा 'सूत्रार्थादिविधिना' । "सुत्तत्थो खलु पढमो, बीओ निजुत्तिमीसिओ भणिओ । तइओ य निरवसेसो, एस विही होइ अणुओगे ॥१॥" इत्येवंलक्षणेन विशेषितं, वाशब्दः प्रकारान्तरसूचनार्थः, स च भिन्नक्रमोऽग्ने योक्ष्यते, 'कृत्वा' विधाय सूत्रमिति गम्यते, 'व्याख्यानयेद्' विवृणीयात् । चतुर्द्धा वा 'सूत्रपदार्थादिभेदेन' इह सूत्रपदानामर्थः पदार्थमात्रोल्लिङ्गना, आदिशब्दाद् वाक्यार्थमहावाक्याथैदम्पर्यग्रह इति ॥८५८॥ અહીં જ મતાંતરને (=વ્યાખ્યાન કરવાના બીજા પ્રકારને) કહે છે ગાથાર્થ–શિષ્યના ભેદોને જાણીને સૂત્રાર્થ આદિ વિધિથી, અથવા સૂત્રના પદાર્થ આદિ ભેદથી સૂત્રનું વ્યાખ્યાન કહે. ટીકાર્થ-શિષ્યના ભેદોને જાણીને- મંદબુદ્ધિવાળો, મધ્યમબુદ્ધિવાળો, તીવ્રબુદ્ધિવાળો એમ શિષ્યોના ભેદોને જાણીને. સૂત્રાર્થ આદિ વિધિથી–“પહેલાં માત્ર સૂત્રનો અર્થ કહે, બીજીવાર સૂત્ર સ્પર્શિક નિર્યુક્તિથી મિશ્રિત અર્થ કહે, ત્રીજીવાર પ્રાસંગિક-અનુપ્રાસંગિક બધું કહે. જિનોએ અને ચૌદપૂર્વધરોએ અનુયોગમાં (સૂત્રના વ્યાખ્યાનમાં) આ વિધિ કહ્યો છે.” (આવનિ. ગા.૨૪) Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ઉપદેશપદ : ભાગ-૨ સૂત્રના પદાર્થ આદિ ભેદથી–સૂત્રના પદાર્થ, વાક્યાર્થ, મહાવાક્યર્થ અને ઐદંપર્યાર્થ એ ચાર ભેદોથી સૂત્રનું વ્યાખ્યાન કરે. તેમાં સૂત્રોના માત્ર પદોનો અર્થ કહેવો તે પદાર્થ છે. (૮૫૮) अथेदमेव व्याचष्टेपयवक्कमहावक्कथमेदंपजं च एत्थ चत्तारि सुयभावावगमम्मी, हंदि पगारा विणिट्ठिा ॥८५९॥ पदं च वाक्यं च महावाक्यं च पदवाक्यमहावाक्यानि तेषामर्थः प्रादुष्कर्त्तव्यः प्रथमतः शिष्यस्य । मकारोऽलाक्षणिकः । ऐदम्पर्यं च पश्चात् प्रकाशयेत् । एवमत्र व्याख्यानविधिनिरूपणायां चत्वारः श्रुतभावावगमे, हंदीप्युपप्रदर्शने, 'प्रकारा' भेदा विनिर्दिष्टा इति । तत्र द्विविधं पदं सुबन्तं तिङन्तं च । पुनरपि सुबन्तं त्रिधा, नामोपसर्गनिपातभेदात् । तत्र नाम घट इत्यादि, उपसर्गः प्रपरेत्यादि, निपातश्च वाहीत्यादि । तिङन्तं च भवति पचतीत्यादि । एकार्थप्रतिपादकानि पदानि, वाक्यं पदार्थचालनारूपं, वाक्यान्येव विशिष्टतरैकार्थचालितार्थप्रत्यवस्थानरूपं महावाक्यम् । इदं परं प्रधानं यत्र भणने तत् तथा, तद्भाव ऐदम्पर्य सूत्रार्थभावार्थ इत्यर्थः ॥८५९॥ હવે આને જ (=વ્યાખ્યાનના ચાર પ્રકારને જ) કહે છે ગાથાર્થ–અહીં શાસ્ત્રના ભાવો જાણવા માટે વ્યાખ્યાન વિધિના પદાર્થ, વાક્યાર્થ, મહાવાક્યર્થ અને ઔદંપર્ય એમ ચાર પ્રકાર જણાવ્યા છે. ટીકાર્ચ–અહીં-વ્યાખ્યાન વિધિના નિરૂપણમાં. પહેલાં માત્ર પદાર્થ કહે, પછી વાક્યર્થ કહે, પછી મહાવાક્યર્થ કહે, પછી ઔદંપર્યાર્થ કહે. તેમાં પદના સુવન્ત અને તિલા એમ બે પ્રકાર છે. (શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસનમાં વિમવત્યન્ત પમ એમ કહ્યું છે. જેના અંતે વિભક્તિ હોય તેને પદ કહેવાય. તેમાં નામના અંતે વિભક્તિ લાગી હોય તે સુવન્ત પદ કહેવાય અને ધાતુના અંતે વિભક્તિ લાગી હોય તે તિડત પદ કહેવાય.) સુવન્ત પદના નામ, ઉપસર્ગ અને નિપાત એમ ત્રણ પ્રકાર છે. તેમાં ઘટ વગેરે નામ છે. પ્ર અને પરા વગેરે ઉપસર્ગ છે. વા અને હિ વગેરે નિપાત છે. મતિ, પ્રતિ વગેરે તિઃા પદ છે. પદાર્થ-એક અર્થને જણાવે તે પદ, પદનો અર્થ તે પદાર્થ. વાક્યાર્થ–પદાર્થોમાં ચાલના કરવી. ચાલના કરવી એટલે શંકા ઉઠાવવી, અર્થાત્ પદાર્થ સમજાઈ ગયા પછી તેમાં શંકા ઉઠાવવી (અથવા પૂર્વપક્ષ કરવો) તે વાક્યર્થ. મહાવાક્યાર્થ–કોઈ એક વિશિષ્ટ અર્થમાં જે શંકા ઉઠાવી હોય (અથવા પૂર્વપક્ષ કર્યો હોય) તેનું યુક્તિયુક્ત સમાધાન કરવું તે મહાવાક્યર્થ. Page #390 -------------------------------------------------------------------------- ________________ 64हेशप : भाग-२ उ८३ भैपर्य-सूत्रनो cuqार्थ, अर्थात् तत्पर्यार्थ. (८५८) अथ कस्मादेषां पदार्थादीनां व्याख्याभेदानामङ्गीकार इत्याशङ्क्याहसंपुण्णेहिं जायइ, सुयभावावगमो इहरहा उ । होइ विवज्जासोवि हु, अणिट्ठफलओ यू सो णियमा ॥८६०॥ 'सम्पूर्णैः' पदार्थादिभिर्दर्शितैर्जायते श्रुतभावस्य' शास्त्रपरमार्थलक्षणस्यावगमोऽवबोधः श्रोतुः । विपर्यये बाधकमाह-'इतरथा' त्वन्यथा पुनर्भवति 'विपर्यासो' विपरीतशास्त्रार्थप्रतिपत्तिरूपोऽपि, हुशब्दात् संशयानध्यवसायौ गृह्यते । यदि नामैवं ततः किमित्याह-'अनिष्टफलप्रदश्च' नरकादिदुर्गतिपातहेतुः पुनः स विपर्यासो नियमादवश्यम्भावेन ॥८६०॥ હવે આ પદાર્થ વગેરે વ્યાખ્યાભેદોને શા માટે સ્વીકારવામાં આવે છે એવી આશંકા કરીને કહે છે ગાથાર્થ–પદાર્થ વગેરે સંપૂર્ણ ભેદો બતાવવામાં આવે તો જ શ્રોતાને શાસ્ત્રના પરમાર્થનો બોધ થાય. જો પદાર્થ વગેરે સંપૂર્ણ ભેદો બતાવવામાં ન આવે તો વિપર્યાસ પણ થાય. વિપર્યાસ નિયમા અનિષ્ટ ફલ આપનાર છે. ટીકાર્ચ–ગાથામાં રહેલા હુ શબ્દથી સંશય અને અનધ્યવસાય સમજવા. (સંશય એટલે પરસ્પર બે વિરુદ્ધ વસ્તુનું જ્ઞાન. જેમકે આ દોરડું છે કે સાપ? અનધ્યવસાય એટલે निश्चयरहित 'l siss छे" शान. हेभ अंधारामi "Hi siss छे" शन.) વિપર્યા એટલે શાસ્ત્રના વિપરીત અર્થનો સ્વીકાર. આ વિપર્યાસ નિયમ અનિષ્ટ ફલ આપનાર છે, એટલે કે નરક વગેરે દુર્ગતિમાં પતનનું કારણ છે. (૮૬૦) अथैतानेव पदार्थादीन् परमतोपन्यस्तदृष्टान्तद्वारेण साधयितुमिच्छुराहएएसिं च सरूवं, अण्णेहिवि वणियं इहं णवरं । सत्तुग्गहणट्ठद्धाणभट्ठतण्णाणणाएण ॥८६१॥ "एतेषां च पदार्थादीनां स्वरूपमन्यैरपि तीर्थान्तरीयैर्वर्णितम्, 'इह' व्याख्यानावसरे 'नवरं' केवलं व्याख्येयसूत्रपदानुपन्यासेनेत्यर्थः। कथमित्याह-'शत्रुग्रहनष्टाध्वभ्रष्टतज्ज्ञानन्यायेन' कस्यचित् क्वचित् पाटिलपुत्रादौ गन्तुं प्रवृत्तस्य काञ्चिद् विषमां भुवं १. यो नम इदं पर प्रधान डोय ते इदम्पर, इदम्पर नो म ते ऐदम्पर्य. Page #391 -------------------------------------------------------------------------- ________________ उ८४ 6पहेश५६ : भाग-२ प्राप्तस्य शत्रुग्रहे प्रवृत्ते नष्टस्य ततोऽध्वभ्रष्टस्य मार्गच्युतस्य यस्तज्ज्ञाने मार्गावबोधे न्यायस्तेनेति ॥८६१॥ હવે આ જ પદાર્થ વગેરેને પરમતમાં વર્ણવેલા દૃષ્ટાંતથી સિદ્ધ કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે ગાથાર્થ–ટીકાર્ય–વ્યાખ્યાનના અવસરે પદાર્થ આદિનું સ્વરૂપ અન્યતીર્થિકોએ પણ જણાવ્યું છે. પણ વ્યાખ્યા કરવા યોગ્ય સૂત્રપદોના ઉલ્લેખ વિના શત્રુ ન પકડે એ માટે નાશી છૂટેલા અને માર્ગથી ભ્રષ્ટ થયેલા પુરુષના માર્ગસંબંધી જ્ઞાનના દષ્ટાંતથી જણાવ્યું છે. કોઈ પુરુષ પાટલિપુત્ર નગર વગેરે કોઈક સ્થળે જવા માટે ચાલ્યો. રસ્તામાં વિષમ સ્થળે આવ્યો ત્યારે શત્રુએ તેને પકડવાનો પ્રયત્ન કર્યો. પણ તે નાશી છૂટ્યો. (જે રસ્તે ભાગવાની તક મળી તે રસ્તે ભાગ્યો. આથી) સાચા માર્ગથી ભ્રષ્ટ થયો. તેને સાચો માર્ગ જાણવો છે. આ દષ્ટાંતથી અન્યતીર્થિકોએ પદાર્થ આદિનું સ્વરૂપ જણાવ્યું છે. (૮૬૧) अथैनमेव न्यायं दर्शयतिदट्ठण पुरिसमेत्तं, दूरे णो तस्स पंथपुच्छत्थं । जुज्जइ सहसा गमणं, कयाइ सत्तू तओ होज्जा ॥८६२॥ 'दृष्टा' समवलोक्य पुरुषमात्रमज्ञातविशेषं पुरुषमेव केवलं 'दूरे' महतान्तरेण व्यवधाने 'नो' नैव 'तस्य' विमर्शकारिणः पथिकस्य शत्रुभयाद् मार्गाद् भ्रष्टस्य 'पथिपृच्छार्थ' मार्गजिज्ञासानिमित्तं 'युज्यते' घटते 'सहसा'ऽपर्यालोच्येत्यर्थः 'गमनं' तत्समीपे। कुतो ? यतः कदाचिच्छत्रुर्द्विषन्नपि यद्भयान्नष्टस्तकः पुरुषो भवति ॥८६२॥ હવે આ જ દૃષ્યતને બતાવે છે– ગાથાર્થ–ટીકાર્થ–માર્ગષ્ટ પુરુષ દૂરથી કોઈ અજાણ્યા પુરુષને જુએ છે. આ માર્ગ ભ્રષ્ટ વિચારક મુસાફરને વિચાર્યા વિના સહસા રસ્તો પૂછવા માટે તેની પાસે જવાનું યોગ્ય લાગતું નથી. કારણ કે તે પુરુષ કદાચ જેના ભયથી નાશી છૂટવાનું થયું તે શત્રુ પણ હોય. (૮૬૨) वेसविवजासम्मिवि, एवं बालाइएहिं तं गाउं । तत्तो जुज्जइ गमणं, इट्ठफलत्थं णिमित्तेण ॥८६३॥ वेषविपर्यासेऽपि-शत्रुविशेषस्य यो विपर्यासो वैलक्षण्यं परिव्राजकादिलिङ्गधारणरूपं तत्रापि, किं पुनः शत्रुविशेषे सतीत्यपिशब्दार्थः, एवं तत्समीपे पथिपृच्छार्थं गमनं न युज्यते, शत्रोरपि पथिकविश्वासनार्थं तथाविधवेषप्रतिपत्तेः सम्भाव्यमानत्वात्। तर्हि किं कर्तव्यमित्याशङ्कयाह-'बालादिकेभ्यो' बालवृद्धमध्यमवयःस्थेभ्यः Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ ઉપદેશપદ : ભાગ-૨ स्त्रीपशुपालभामहादि भारवहादि) रूपेभ्य एकान्तत एव सत्यवादितया सम्भाव्यमानेभ्यस्तं पुरुषं मार्गपृच्छायोग्यं ज्ञात्वा ततस्तदनन्तरं युज्यते गमनम् । किमर्थमित्याह-'इष्टफलार्थं' इहेष्टं फलं निरुपद्रवमार्गपरिज्ञानं 'निमित्तेन' मनःपवनशकुनादिनाऽनुकूलेनेति ॥८६३॥ તે પુરુષે પરિવ્રાજક આદિનો વેષ ધારણ કર્યો હોય તો પણ માર્ગ પૂછવા માટે તેની પાસે જવાનું તેને ઉચિત લાગતું નથી. કારણકે મુસાફરને વિશ્વાસમાં લેવા માટે શત્રુએ પણ તેવો વેષ પહેર્યો હોય એવી સંભાવના થઈ શકે છે. - તો પછી શું કરવું જોઇએ એવા પ્રશ્નના જવાબમાં ગ્રંથકાર કહે છે કે–એકાંતે જ સાચુ બોલનારા છે એવી સંભાવના જેમના માટે કરી શકાય તેવા, બાલ, વૃદ્ધ કે મધ્યમવયવાળા, સ્ત્રી, પશુપાલ કે ભારને વહન કરનારા વગેરેની પાસેથી દૂરથી દેખાતો તે પુરુષ માર્ગ પૂછવા યોગ્ય છે. તેમ જાણીને પછી ઉપદ્રવથી રહિત માર્ગના જ્ઞાન માટે જવું યોગ્ય છે. તેમાં પણ મનની પ્રસન્નતા હોય, પવન અને શુકન વગેરે અનુકૂળ હોય, ઈત્યાદિ અનુકૂળ નિમિત્ત મળે ત્યારે જવું યોગ્ય છે. (૮૬૩) इत्थं प्रतिवस्तूपमारूपं दृष्टान्तमभिधाय दार्टान्तिके योजयतिएवं तु पयत्थाई, जोएज्जा एत्थ तंतणीईए । अइदंपजं एयं, अहिगारी पुच्छियव्वोत्ति ॥८६४॥ ‘एवं' त्वनन्तरोक्तनीत्यैव ‘पदार्थादीन्' पदवाक्यमहावाक्यार्थान् ‘योजयेद्' दाान्तिकतया घटयेत् 'अत्र' प्रस्तुते व्याख्यानविधौ। कथमित्याह-'तन्त्रनीत्या' श्रुतानुसारेण। तथा ह्यत्र दर्शनतुल्यः पदार्थो न तस्मादिष्टानिष्टयोः प्राप्तिपरिहारौ स्यातां, शत्रोरपि तत्रानिवृत्तेः, शत्रुवेषभेददर्शनतुल्यो वाक्यार्थो, न तस्मादपीष्टसिद्धयादिभावः, पूर्वोक्तादेव हेतोः, बालाबलादिभ्यस्तदवगमतुल्यस्तु महावाक्यार्थः, सिद्धयति चास्माजिज्ञासितोऽर्थः । ऐदम्पर्यं तु साक्षादाह-ऐदम्पर्यमेतद् यथा एवं शुद्धोऽधिकारी पन्थानं प्रष्टव्यो नान्यः । इतिः प्राग्वत् ॥८६४॥ આ પ્રમાણે સમાન વસ્તુની ઉપમા રૂપ દાંતને કહીને તેની દષ્ટાંતિકમાં યોજના કરે છે ગાથાર્થ–પ્રસ્તુત વ્યાખ્યાન વિધિમાં હમણાં કહ્યું તે પ્રમાણે જ પદાર્થ આદિની શ્રુતાનુસાર દાન્તિકપણે ઘટના કરવી. ઔદમ્પર્ય આ છે કે અધિકારી માર્ગ પૂછવા યોગ્ય છે. ટીકાર્ય–અહીં રાષ્ટ્રતિકપણે ઘટના આ પ્રમાણે છે-દૂરથી પુરુષના દર્શન થવા સમાન પદાર્થ છે. તેનાથી ઈષ્ટની પ્રાપ્તિ થતી નથી અને અનિષ્ટ દૂર થતું નથી. કારણ કે ત્યાં Page #393 -------------------------------------------------------------------------- ________________ ३८६ 6पहेशप : भाग-२ શત્રુ પણ હોઈ શકે છે, અર્થાત્ શત્રુની શંકા દૂર થતી નથી. શત્રુ કે પ્રચ્છન્ન વેષધારી શત્રુ હોઈ શકે છે એવી શંકાથી દર્શન થવા સમાન વાક્યર્થ છે. તેનાથી પણ ઈષ્ટની સિદ્ધિ વગેરે થતું નથી. કારણ કે આમાં પણ શત્રુની શંકા દૂર થતી નથી. બાળક કે સ્ત્રી આદિથી તે પુરુષ પ્રામાણિક છે તેવું જ્ઞાન થવા સમાન મહાવાક્યાર્થ છે. આનાથી જેની જિજ્ઞાસા છે તે જાણી શકાય છે. શુદ્ધ ( વિશ્વાસપાત્ર) અધિકારી પુરુષ માર્ગ પૂછવા योग्य छ, में ही भैपर्य छे. (८६४) । अथ साक्षादेव कतिचित्सूत्राण्याश्रित्य पदार्थादीनि व्याख्याङ्गानि दर्शयन्नाहहिंसिज ण भूयाई, इत्थ पयत्यो पसिद्धगो चेव । मणमाइएहिं पीडं, सव्वेसिं चेव ण करिजा ॥८६५॥ 'हिंस्याद्' व्यापादयेद् 'न' नैव 'भूतानि' पृथिव्यादीन् प्राणिनः । अत्र सूत्रे पदार्थः 'प्रसिद्धकश्चैव' प्रख्यातरूप एव । तमेव दर्शयति-मन आदिभिर्मनोवाक्कायैः 'पीडां' बाधां 'सर्वेषां चैव' समस्तानामपि जीवानां 'न कुर्याद्' न विदध्यादिति ॥८६५॥ હવે સાક્ષાત્ જ કેટલાક સૂત્રોને આશ્રયીને વ્યાખ્યાના પદાર્થ વગેરે અંગોને બતાવવા ગ્રંથકાર કહે છે પદાર્થ Puथार्थ-न हिंस्यात् सर्वभूतानि ॥ सूत्रम पार्थ प्रसिद्ध ४ छ. . मा प्रममन-वयन-याथी बघाय पीने (=tsel वने) पी. न ४२वी. (८६५) तथाआरंभिपमत्ताणं, इत्तो चेइहरलोचकरणाई । तक्करणमेव अणुबंधओ तहा एस वक्कत्थो ॥८६६॥ आरम्भः पृथिव्याधुपमईः स विद्यते येषां ते आरम्भिणो गृहस्थाः, 'प्रमाद्यन्ति' निद्राविकथादिभिः प्रमादैः सर्वसावद्ययोगविरतावपि सत्यां ये ते प्रमत्ता यतिविशेषाः आरम्भिणश्च प्रमत्ताश्च आरम्भिप्रमत्तास्तेषाम् , 'इतः' पदार्थाच्चैत्यगृहलोचकरणादि चैत्यगृहमहतो भगवतो बिम्बाश्रयः, लोचकरणं च केशोत्पाटनरूपम्, आदिशब्दात् तत्तदपवादाश्रयणेन तथा-प्रवचनदुष्टनिग्रहादिपरपीडाग्रहः । तेषां करणं 'तत्करणमेव' प्राग्निषिद्धहिंसाकरणमेव प्राप्तम् । कुत इत्याशङ्क्याह-'अनुबन्धतो'ऽनुगमात् तथा तत्प्रकारायाः परपीडाया इत्येष चालनारूपो वाक्यार्थ इत्यर्थः ॥८६६॥ Page #394 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૮૭ વાક્યાર્થ ગાથાર્થ–પદાર્થથી તો ગૃહસ્થોને જિનમંદિરનું નિર્માણ અને સાધુઓને લોચ આદિ કરવું એ હિંસા કરવાનું જ થાય. કેમકે તેમાં તેવા પ્રકારની પરપીડાનો અનુબંધ થાય છે. આ વાક્યર્થ છે. ટીકાર્ચ–ગૃહસ્થો જિનમંદિર બંધાવીને અને સાધુઓ લોચ આદિ કરીને નિષેધ કરાયેલી હિંસાને જ કરે છે. અહીં તાત્પર્ય આ છે–કોઇપણ જીવને પીડા ન કરવી એ અર્થ પ્રમાણે તો ગૃહસ્થોથી જિનમંદિર ન બંધાવી શકાય અને સાધુઓથી લોચ વગેરે ન કરી શકાય. કારણ કે એમાં બીજા જીવોને પીડા થાય છે. આ ચાલના રૂપ વાક્યર્થ છે. લોચ આદિ' એ સ્થળે આદિ શબ્દથી તે તે અપવાદનો આશ્રય લઈને તેવા પ્રકારના પ્રવચનદુષ્ટનો નિગ્રહ કરવો વગેરેમાં થતી પરપીડા સમજવી. (૮૬૬) अविहिकरणम्मि आणाविराहणा दुट्ठमेव एएसिं । ता विहिणा जइयव्वंति महावकत्थरूवं तु ॥८६७॥ 'अविधिकरणे'ऽनीतिविधाने चैत्यगृहलोचादेरर्थस्याज्ञाविराधनाद् भगवद्वचनविलोपनाद् दुष्टमेवैतेषां चैत्यगृहादीनां करणम् । तत्र चेयमाज्ञा "जिनभवनकारणविधिः, शुद्धा भूमिर्दलं च काष्ठादि । भृतकानतिसन्धानं, स्वाशयवृद्धिः समासेन ॥१॥" लोचकर्मविधिस्तु -"धुवलोओ य जिणाणं, वासावासासु होइ थेराणं । तरुणाणं चउमासे, वुड्डाणं होइ छम्मासे ॥१॥" इत्यादि । तत् तस्माद् विधिना जिनोपदेशेन यतितव्यम्। इत्येवं 'महावाक्यार्थस्य' प्राक्चालितप्रत्यवस्थानरूपस्य रूपं तु स्वभावः पुनः ॥८६७॥ મહાવાક્યાર્થ ગાથાર્થ–અવિધિથી કરવામાં આજ્ઞાની વિરાધના થવાથી જિનમંદિરનું નિર્માણ વગેરે દુષ્ટ જ છે. આથી વિધિપૂર્વક પ્રયત્ન કરવો જોઇએ. આ મહાવાક્યાર્થનું સ્વરૂપ છે. ટીકાર્થ-જિનમંદિર અને લોચ વગેરે અવિધિથી કરવામાં આજ્ઞાની વિરાધના થાય છે= જિનવચનનો લોપ થાય છે. જિનવચનનો લોપ થવાના કારણે જિનમંદિર નિર્માણ આદિમાં હિંસાનો દોષ રહેલો છે. વિધિપૂર્વક કરવામાં જિનવચનનો લોપ થતો ન હોવાથી હિંસાનો દોષ નથી. અહીં તાત્પર્યાર્થ આ છે–હિંસાના ત્રણ પ્રકારમાં અનુબંધ હિંસા જ મુખ્ય છે. વિધિપૂર્વક જિનમંદિર નિર્માણ આદિમાં અનુબંધ હિંસા રહેતી નથી, બલ્બ અહિંસાનો Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ઉપદેશપદ : ભાગ-૨ અનુબંધ થાય છે. અવિધિથી જિનમંદિરનિર્માણ આદિમાં અહિંસાનો અનુબંધ રહી શકતો નથી. આથી જિનમંદિર નિર્માણ આદિમાં જિનના ઉપદેશથી વિધિપૂર્વક પ્રયત્ન કરવો જોઇએ. આ મહાવાક્ષાર્થ છે, એટલે કે પૂર્વે જિનમંદિર વગેરે ન કરી શકાય એવો જે પૂર્વપક્ષ કર્યો હતો તેનું આ સમાધાન છે. જિનમંદિરના નિર્માણનો સંક્ષિપ્ત વિધિ આ છે– (૧) ભૂમિશુદ્ધિ-જ્યાં જિનમંદિર કરાવવાનું હોય તે ભૂમિ નિર્દોષ હોવી જોઇએ. (૨) દલશુદ્ધિ-જેનાથી જિનમંદિર બને છે તે કાષ્ઠ-પથ્થર વગેરે નિર્દોષ જોઇએ. (૩) ભૂતકાનતિસંધાન–કામ કરનારા માણસોને છેતરવા ન જોઇએ. (૪) સ્વાશયશુદ્ધિ-શુભ અધ્યવસાયની વૃદ્ધિ થવી જોઇએ. [ષોડશક ૬/૩] લોચરૂપ કાર્યનો વિધિ આ પ્રમાણે છે-“જિનકલ્પીઓને નિત્ય, અતિવૃદ્ધ સાધુઓને માત્ર ચોમાસામાં, તરુણ સાધુઓને ચાર ચાર માસે, સામાન્ય વૃદ્ધ સાધુઓને છ-છ મહિને લોચ કરાવવાનો હોય છે.” (૮૬૭). महावाक्यार्थमेव गाथापूर्वार्द्धनोपसंहरनैदम्पर्यमाहएवं एसा अणुबंधभावओ तत्तओ कया होइ । अइदंपजं एयं, आणा धम्मम्मि सारोत्ति ॥८६८॥ "एवं' विधिना यत्ने क्रियमाणे एषाऽहिंसाऽनुबन्धभावत उत्तरोत्तरानुबन्धभावाद् मोक्षप्राप्तिपर्यवसानानुगमात् 'तत्त्वतः' परमार्थतः कृता भवति, मोक्षसम्पाद्यजिनाज्ञाया उपरमाभावादिति । ऐदम्पर्यमेतदत्र यदुताज्ञा धर्मे सारः । इतिः परिसमाप्तौ ॥८६८॥ ઐદંપયાર્થ ગાથાના પૂર્વાર્ધથી મહાવાક્યર્થનો ઉપસંહાર કરીને ઐદંપર્યને કહે છે ગાથાર્થ-વિધિથી યત્ન કરવામાં અનુબંધના કારણે પરમાર્થથી અહિંસા કરાયેલી થાય છે. ઐદંપર્ય આ છે કે ધર્મમાં આજ્ઞા સારભૂત છે. ટીકાર્થ-વિધિથી થતા જિનમંદિર નિર્માણ આદિમાં સ્વરૂપથી હિંસા થતી હોવા છતાં અનુબંધ તો અહિંસાનો થાય છે. વિધિપૂર્વક થતા જિનમંદિર નિર્માણ આદિથી મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી ઉત્તરોત્તર અહિંસાનો અનુબંધ (=પરંપરા) ચાલે છે. કારણ કે જેનાથી મોક્ષ મેળવી શકાય છે એવી જિનાજ્ઞા અટકતી નથી. આથી એ હિંસાથી પણ પરમાર્થથી તો અહિંસા જ કરેલી થાય છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ 64हेशप : भाग-२ ૩૮૯ આ રીતે “કોઈપણ જીવની હિંસા ન કરવી” એ વચનનો ઐદંપર્યાર્થ એ થાય છે કે- ધર્મમાં જિનાજ્ઞા સારભૂત છે. (કારણ કે ધર્મબુદ્ધિથી કે આ નિષ્પાપ છે એવી બુદ્ધિથી પણ કરાતું કાર્ય જો જિનાજ્ઞાથી રહિત જ હોય તો એનું ફળ મળતું નથી.) (૮૬૮) [एवं चइज गंथं, इत्थ पयत्यो पसिद्धगो चेव ।। णो किंचिवि गिण्हिज्जा, सचेयणाचेयणं वत्थु ॥८६९॥] "एवं' प्रागुक्तपदार्थवत् त्यजेद् ग्रन्थम् । अत्र वचने पदार्थः 'प्रसिद्धकश्चैव' प्रतीतरूप एव । तमेव दर्शयति नो किञ्चिदपि 'गृह्णीयात्' परिग्रहविषयीकुर्यात् 'सचेतनाचेतनं' शिष्यवस्त्रादि वस्तु ॥८६९॥ ગાથાર્થ–એ પ્રમાણે “પરિગ્રહનો ત્યાગ કરે” એ વચનનો પદાર્થ પ્રસિદ્ધ જ છે. તે આ પ્રમાણે સચેતન શિષ્યાદિ અને અચેતન વસ્ત્ર વગેરે કોઈપણ વસ્તુને ગ્રહણ ન કરે. (૮૬૯) एत्तो अईयसावेक्खयाण वत्थाइयाणमग्गहणं । तग्गहणं चिय अहिगरणवुड्ढिओ हंदि वक्त्थो ॥८७०॥ इतोऽस्मात् त्यजेद् ग्रन्थमित्येवंरूपाद्वचनात् । अतीतसापेक्षतादीनामतीतातिक्रान्ता सापेक्षता शरीरमात्रेऽपि स्पृहारूपा येषां ते तथा तेषां भावसाधूनामित्यर्थः, 'वस्त्रादीनां' वस्त्रपात्रशिष्यादीनां वस्तूनामग्रहणमापन्नम् । एतच्च वस्त्राद्यग्रहणं 'तद्ग्रहणमेव' मिथ्यात्वादिरूपग्रन्थग्रहणमेव । कुत इत्याह-अधिकरणवृद्धितोऽधिक्रियत आत्मा नरकादिष्वनेनेत्यधिकरणमसंयमस्तस्य वृद्धिरुपचयस्तस्याः सकाशात् सम्पद्यत एव रजोहरणाद्युपधिमन्तरेण जिनकल्पिकादीनामप्यसंयमवृद्धिः । हंदीति पूर्ववत् । एष वाक्यार्थो, यथा न सर्वथा ग्रन्थत्यागः श्रेयान्, य उच्यते 'चएज गंथं' इत्यादिवचनेनेति ॥८७०॥ ગાથાર્થ–પરિગ્રહનો ત્યાગ કરે એ વચનથી ભાવસાધુઓ વસ્ત્રાદિ ગ્રહણ ન કરે એ સિદ્ધ થયું. સાધુઓ વસ્ત્રાદિ ગ્રહણ ન કરે એ (પરમાર્થથી તો) ગ્રહણરૂપ જ છે કારણ કે અધિકરણની વૃદ્ધિ થાય. આ વાક્યર્થ છે. ટીકાર્થ–સાધુઓ વસ્ત્રાદિ ગ્રહણ ન કરે એ ગ્રહણરૂપ જ છે એ કથનનો ભાવ એ છે કે–સાધુઓ વસ્ત્રાદિ ન રાખે તો અસંયમમાં પ્રવર્તે. અસંયમમાં પ્રવર્તનાર બીજાને અધર્મ પમાડે મિથ્યાત્વ પમાડે. બીજાને મિથ્યાત્વ પમાડનાર મિથ્યાત્વમોહનો બંધ કરીને પોતે પણ મિથ્યાત્વ પામે. મિથ્યાત્વ વગેરે પણ પરિગ્રહ જ છે. વસ્ત્ર વગેરે બાહ્ય પરિગ્રહ છે. મિથ્યાત્વ Page #397 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૯૦ વગેરે અત્યંતર પરિગ્રહ છે. આમ સાધુ વસ્ત્રાદિ ગ્રહણ ન કરે એ પરમાર્થથી તો ગ્રહણ રૂપ જ છે. તથા અહીં બીજી વાત એ પણ છે કે–જો સાધુઓ વસ્ત્રાદિ ન રાખે તો અધિકરણની વૃદ્ધિ થાય. અહીં અધિકરણ એટલે અસંયમ. જેનાથી આત્મા નરકગતિ આદિનો અધિકારી કરાય તે અધિકરણ. અધિકરણ શબ્દના આવા અર્થથી અધિકરણ એટલે અસંયમ. કારણકે અસંયમથી આત્મા નરકગતિ આદિનો અધિકારી થાય છે. રજોહરણ વગેરે ઉપધિ વિના જિનકલ્પિકો વગેરેને પણ અસંયમની વૃદ્ધિ થાય. આમ સાધુઓ વસ્ત્રાદિ ગ્રહણ ન કરે એ પરમાર્થથી ગ્રહણ રૂપ જ છે. પરિગ્રહનો ત્યાગ કરે એ વચનથી પરિગ્રહનો સર્વથા ત્યાગ કરવો એ શ્રેયસ્કર નથી. આ વાક્યાર્થ છે. (૮૭૦) आणाबाहाए तहा, गहणंपि ण सुंदरंति दट्ठव्वं । ता तीए वट्टियव्वंति महावक्कत्थमो णेओ ॥८७१ ॥ 'आज्ञाबाधया' " जिणा बारसरूवाणि, थेरा चोहसरूविणो । अज्जाणं पन्नवीसं तु, अओ उड्डमुवग्गहो ॥ १ ॥ " इत्यादिवचनोल्लङ्घनेन तथेत्यधिकरणवृद्धिभयाद् ग्रहणमिति वस्त्रादीनां न सुन्दरमिति द्रष्टव्यं किं पुनः सर्वथैवाग्रहणमित्यपिशब्दार्थः । 'तत्' तस्मात् तस्यामाज्ञायां वर्त्तितव्यमिति महावाक्यार्थों ज्ञेय इति ॥८७१ ॥ ગાથાર્થ—અધિકરણ વૃદ્ધિના ભયથી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ગ્રહણ પણ સુંદર નથી એમ જાણવું. તેથી આજ્ઞામાં વર્તવું એ મહાવાક્યાર્થ જાણવો. ટીકાર્થપૂર્વની ગાથામાં સાધુઓ વસ્ત્રાદિ ગ્રહણ ન કરે એ અધિકરણની વૃદ્ધિના કારણે ગ્રહણ રૂપ જ છે એમ જણાવ્યું છે. આનાથી કોઇને એમ થાય કે વસ્ત્રાદિનું ગ્રહણ કરવું જ જોઇએ. વસ્ત્રાદિનું ગ્રહણ કરવામાં આજ્ઞાનું ઉલ્લંઘન કરવું પડે તો પણ વાંધો નહિ. આના સમાધાનમાં અહીં જણાવ્યું કે જેમ અગ્રહણ સારું નથી તેમ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ગ્રહણ પણ સારું નથી. અગ્રહણ સારું નથી, આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ગ્રહણ પણ સારું નથી, તો શું કરવું એના જવાબમાં અહીં કહ્યું કે આજ્ઞા પ્રમાણે વર્તન કરવું. આને મહાવાક્યાર્થ જાણવો. ‘ગ્રહણ પણ' એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે–જો આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ગ્રહણ પણ સારું નથી, તો સર્વથા જ ગ્રહણ ન કરવું એ સારું નથી એમાં તો શું કહેવું? સાધુઓને વસ્ત્રો રાખવાની આજ્ઞા આ પ્રમાણે છે–જિનકલ્પિકોને બાર પ્રકારની, સ્થવિર કલ્પિકોને ચૌદપ્રકારની અને સાધ્વીઓને પચ્ચીસ પ્રકારની (ઓઘ) ઉપધિ હોય છે, તેથી વધારે હોય તે ઔપગ્રહિક ઉપધિ જાણવી.” [પંચવ.૬૭૧] (૮૭૧) Page #398 -------------------------------------------------------------------------- ________________ 6पहेशप : भाग-२ ૩૯૧ महावाक्यार्थमेव गाथाप्रथमार्द्धन निगमयनैदम्पर्यमाहएयं एवं अहिगरणचागओ भावओ कयं होइ । एत्थवि आणातत्तं, धम्मस्स इदं इदंपज्जं ॥८७२॥ एतद् ग्रन्थत्यजनं 'चएज गंथं' इति वचनोक्तमेवमाज्ञानुसरणेनाधिकरणत्यागतोऽसंयमपरित्यागाद् 'भावतः' परमार्थेन कृतं भवति । यो ह्याज्ञामनुसरन् वस्त्रादिग्रहणे प्रवर्त्तते तस्य कदाचित् कथञ्चनासंयमभावेऽपि बहुतरगुणान्तराराधनेन भावतोऽधिकरणत्याग एव, तदर्थत्वेनैव तस्य सर्वक्रियासु प्रवृत्तेरिति । अत्रापि पदार्थादिषु 'जह्याद् ग्रन्थं' इत्यादिषु आज्ञातत्त्वं धर्मस्येतीदमेतत् 'इदंपज्जं 'त्ति ऐदम्पर्यम् ॥८७२॥ ગાથાના પૂર્વાર્ધથી મહાવાક્યર્થનો જ ઉપસંહાર કરતા ગ્રંથકાર દંપર્યને કહે છે ગાથાર્થ–આજ્ઞાનું અનુસરણ કરવાથી અધિકરણનો ત્યાગ થતો હોવાથી પરમાર્થથી “પરિગ્રહનો ત્યાગ કરે” એ વચનથી જે કહેવાયું છે તે જ કરેલું થાય છે, અર્થાત્ પરિગ્રહનો ત્યાગ જ કરેલો છે. અહીં પણ “આજ્ઞા એ જ ધર્મનું તત્ત્વ છે” એ ઐદંપર્ય છે. ટીકાર્ય–જે સાધુ આજ્ઞાનું અનુસરણ કરવા પૂર્વક વસ્ત્રાદિને લેવામાં પ્રવર્તે છે તેને કદાચ કોઈપણ રીતે (=દોષિત વસ્ત્ર વગેરે લેવાઈ જવાય કે લેવા પડે ઈત્યાદિથી) અસંયમ થઈ જાય તો પણ અધિક અન્યગુણોની સિદ્ધિ થવાથી ભાવથી અધિકરણનો ત્યાગ જ છે. કારણકે સાધુ અધિકગુણોની સિદ્ધિ માટે જ સર્વક્રિયાઓમાં પ્રવર્તે છે. (૮૭૨). एवं तवझाणाई, कायव्वंति पयडो पयत्थो यं । . छठुस्सग्गाईणं, करणं ओघेण लोगम्मि ॥८७३॥ एवं प्रागुक्तपदार्थवत् 'मुमुक्षुणा तपोध्यानादि कर्त्तव्यम्' इत्यत्र 'प्रकटः' स्फुटः पदार्थोऽयं यथा षष्ठोत्सग्र्गादीनां 'षष्ठादीनां' तपोविशेषाणामुत्सर्गादीनां च कायोत्सगर्गकायक्लेशादिलक्षणानां 'करणं' विधानम्, 'ओघेन' सामान्येन समर्थासमर्थादिपरिहाराविशेषरूपेण 'लोकेऽपि' धार्मिकजनलक्षणे रूढं वर्तत इति ॥८७३॥ ગાથાર્થ–એ પ્રમાણે “મુમુક્ષુએ તપ-ધ્યાન વગેરે કરવું એ વચનનો પદાર્થ સામાન્યથી લોકમાં પણ સ્પષ્ટ છે. તે આ પ્રમાણે-મુમુક્ષુએ છઠ્ઠ વગેરે તપ અને કાયોત્સર્ગ વગેરે કરવું જોઈએ. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ઉપદેશપદ : ભાગ-૨ ટીકાર્થ–સામાન્યથી એટલે સમર્થ અને અસમર્થ વગેરેના ભેદ વિના જ સામાન્યથી. “મુમુક્ષુએ તપ-ધ્યાન વગેરે કરવું” એ વચનનો મુમુક્ષુએ છઠ્ઠ વગેરે તપ અને કાયોત્સર્ગ વગેરે કાયક્લેશ વગેરે કરવું એવો પદાર્થ ધાર્મિકલોકમાં પણ રૂઢ થયેલો છે. (૮૭૩) तुच्छावत्ताणंपि हु, एत्तो एयाण चेव करणं ति । अकरणमो दट्ठव्वं, अणिट्ठफलयंति वक्त्थो ॥८७४॥ 'तुच्छा' असमर्था बालवृद्धादिलक्षणाः, अव्यक्ताश्चागीतार्थास्तेषां, न केवलमितरेषामित्यपिशब्दार्थः, 'इतो' वचनादेषामेव षष्ठोत्सर्गादीनां करणं प्राप्तम्, तेषामपि मुमुक्षुत्वात् । इतिः प्राग्वत् । एतच्च तपोध्यानादिकरणमकरणं द्रष्टव्यं तुच्छाव्यक्तादीनाम्। कुतो? यतोऽनिष्टफलदं शक्त्यतिक्रमेण तपोध्यानादिकष्टानुष्ठानस्यार्त्तध्यानत्वेन तिर्यग्गत्याद्यशुभजन्महेतुत्वात् । इत्येष वाक्यार्थः ॥८७४॥ ગાથાર્થ–આ પદાર્થથી તો બાલ-વૃદ્ધ વગેરે અસમર્થોએ અને અગીતાર્થોએ પણ તપધ્યાન વગેરે કરવું તે નિશ્ચિત થયું. બાલ-વૃદ્ધો વગેરે અને અગીતાર્થો તપ-ધ્યાન વગેરે કરે એ ન કરવા રૂપ જ છે એમ જાણવું. કારણકે અનિષ્ટ ફળ આપનાર છે. આ વાક્યર્થ છે. ટીકાર્થ–“મુમુક્ષુએ તપ-ધ્યાન વગેરે કરવું” એ પદાર્થથી તો બાલ-વૃદ્ધ વગેરે અસમર્થોએ અને અગીતાર્થોએ પણ તપ-ધ્યાન વગેરે કરવું એ નિશ્ચિત થયું. કારણ કે તેઓ પણ મુમુક્ષુ છે. બાલ-વૃદ્ધો વગેરે અને અગીતાર્થો તપ-ધ્યાન વગેરે કરે એ ના કરવા રૂપ જ છે એમ જાણવું. કારણ કે એવા તપ-ધ્યાન વગેરે અનિષ્ટ ફળ આપે છે. શક્તિનું ઉલ્લંઘન કરીને કરેલ તપ-ધ્યાન વગેરે કષ્ટકારી અનુષ્ઠાન આર્તધ્યાનરૂપ છે, આર્તધ્યાનરૂપ હોવાના કારણે તિર્યંચગતિ વગેરે અશુભગતિમાં જન્મનું કારણ છે. આ વાક્યર્થ છે. “અગીતાર્થોએ પણ’ એ સ્થળે રહેલા પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છેકેવળ સમર્થોએ અને ગીતાર્થોએ જ તપ-ધ્યાનાદિ કરવું એમ નહિ, કિંતુ અસમર્થોએ અને અગીતાર્થોએ પણ તપ-ધ્યાનાદિ કરવું. (૮૭૪) आगमणीईए तओ, एयाणं करणमित्थ गुणवंतं । एसा पहाणरूवत्ति महावक्कत्थविसओ उ ॥८७५॥ 'आगमनीत्या' आगमानुसारेण यत एवं महान् दोषस्तत 'एतेषां' तपोध्यानादीनां करणमत्र धर्माधिकारे गुणवद् गुणावहम् । आगमनीतिश्चेयं-"तो जह न देहपीडा, न यावि चियमंससोणियत्तं च । जह धम्मझाणवुड्डी, तहा इमं होइ कायव्वं ॥१॥" Page #400 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૯૩ तथा । "कायो न केवलमयं परितापनीयो, मिष्टै रसैर्बहुविधैर्न च लालनीयः । चित्तेन्द्रियाणि न चरन्ति यथोत्पथेन, वश्यानि येन च तदाचरितं जिनानाम् ॥२॥" एषा आगमनीतिः प्रधानरूपा सारभावमागता वर्तते धर्मे साध्ये । इत्येष महावाक्यार्थविषयः पुनरवगन्तव्यः ॥८७५॥ ગાથાર્થ–તેથી અહીં તપ-ધ્યાનાદિ આગમનીતિથી કરવું એ ગુણોને પમાડનાર છે. ધર્મમાં આગમનીતિ સારરૂપ છે એ મહાવાક્યર્થ છે. તેથી–અસમર્થો અને અગીતાર્થો તપ-ધ્યાન કરે એનાથી મહાન દોષ થતો હોવાથી. અહીં–એટલે ધર્મના અધિકારમાં. આગમનીતિથી એટલે આગમાનુસારે. આગમનીતિ આ પ્રમાણે છે-“તેથી જે રીતે દેહને પીડા ન થાય, માંસ લોહી પુષ્ટ ન બને, ધર્મધ્યાનમાં વૃદ્ધિ થાય તે રીતે તપ કરવો જોઈએ” તથા “આ કાયાને કેવલ કષ્ટ જ ન આપવું જોઈએ, તેમ બહુ રસો ખવડાવી-પીવડાવીને કાયાનું લાલન પણ ન કરવું જોઈએ. ચિત્ત અને ઇન્દ્રિયો ઉન્માર્ગમાં ન જાય અને આત્માના વશમાં રહે તેમ તપ કરવું જોઈએ. જિનેશ્વરોએ તે પ્રમાણે તપ કર્યો છે.” (ધર્મબિંદુ પ-૬૨). (૮૭૫) अत्रापि महावाक्यार्थनिगमनेनैदम्पर्यमाहएवं पसत्थमेयं, णियफलसंसाहगं तहा होइ । इय एस च्चिय सिट्ठा, धम्मे इह अइदंपज्जं तु ॥८७६॥ एवमागमनीत्या 'प्रशस्तं' प्रशंसास्पदमेतत्तपोध्यानादि भवति सतां । तथा 'निजफलसंसाधकं' मोक्षलक्षणफलहेतुः । तथेति समुच्चये । भवत्येषैवागमनीतिरेव श्रेष्ठा 'प्रधाना' धर्मे इहैदम्पर्यमिदं पुनर्जेयम् ॥८७६॥ અહીં મહાવાકયાર્થના ઉપસંહાર પૂર્વક ઐદંપર્યને કહે છે ગાથાર્થ–ટીકાર્ય–આગમનીતિથી સપુરુષોનાં તપ-ધ્યાનાદિ પ્રશસ્તા=પ્રશંસાપાત્ર) અને સ્વફળસાધક(=મોક્ષરૂપ ફળનું કારણ) બને છે. આ પ્રમાણે “ધર્મમાં આગમનીતિ જ મુખ્ય છે” એ અહીં ઐદંપર્ય જાણવું. (૮૭૬) તથા दाणपसंसाईहिं, पाणवहाईओ उजुपयत्थत्ति । एए दोवि हु पावा, एवंभूओऽविसेसेणं ॥८७७॥ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ઉપદેશપદ : ભાગ-૨ दानप्रशंसादिभिर्दानप्रशंसया, आदिशब्दात् तनिषेधदेशनया च प्राणवधादिः दानप्रशंसायां प्राणिवधः, तनिषेधे च क्षपणादिलाभान्तरायः । अत एव सूत्रकृताङ्गे पठ्यते-"जे उ दाणं पसंसंति, वहमिछंति पाणिणं। जे अ णं पडिसेहंति वित्तिछेयं कुणंति ते ॥१॥" 'उजुपयत्थोत्ति' अयं च ऋजुरेव पदार्थः । एनमेवाह-एतौ द्वावपि प्राणिवधकरणादिवृत्तिव्यवच्छेदौ पापावसमञ्जसौ वर्त्तते एवंभूतः पदार्थोऽविशेषेण सामान्येन । अयमभिप्रायः-धर्मस्यादिपदं दानं, दानं दारिद्र्यनाशनम् । जनप्रियकरं दानं, दानं सर्वार्थसाधनम्॥१॥ इत्यादिभिर्वचनैर्नानारूपस्य जनप्रसिद्धस्य शस्त्रादिरूपदानस्य स्वभावत एव पृथिव्यादिजीवहिंसात्मकस्य प्रशंसायां नियमात् साधोर्जीवहिंसानुमतिः सम्पद्यते । तथा, तथाविधशास्त्रसंस्कारात् स्वयमेव कैश्चिद्धर्मार्थिभिः प्रवर्त्तमानस्योक्तरूपस्य दानस्य-"बीजं यथोषरे क्षिप्तं, न फलाय प्रकल्पते । तथाऽपात्रेषु दानानि, प्रदत्तानि विदुर्बुधाः ॥१॥" इत्यादिवचनैर्निषेधे क्रियमाणे क्षपणादिलाभान्तरायः सम्पद्यत इति ॥८७७॥ તથા– ગાથાર્થ–“દાનપ્રશંસાથી પ્રાણિવધ થાય, અને દાનનિષેધથી તપસ્વી આદિને લાભમાં અંતરાય થાય” આ વચનનો પદાર્થ સરળ જ છે. પ્રાણિવધ અને વૃત્તિવિચ્છેદ એ બંને પાપ છે એમ સામાન્યથી પદાર્થ છે. ટીકાઈ. આથી જ સૂત્રકૃતાંગમાં કહેવાય છે કે–“જેઓ દાનની પ્રશંસા કરે છે તેઓ વધમાં અનુમતિ આપે છે. જેઓ દાનનો નિષેધ કરે છે તેઓ (યાચકાદિની) આજીવિકાનો વિચ્છેદ કરે છે.” સૂત્રકૃતાંગના આ વચનથી દાનની પ્રશંસા અને દાનનો નિષેધ પાપ છે એવો અર્થ સિદ્ધ થયો. કારણ કે દાનપ્રશંસામાં જીવવધમાં અનુમતિ થાય છે અને નિષેધમાં યાચક આદિની આજીવિકાનો વિચ્છેદ થાય છે. અહીં અભિપ્રાય આ છે–લોકમાં પ્રસિદ્ધ વિવિધ પ્રકારના શસ્ત્રાદિદાન સ્વભાવથી જ પૃથ્વીકાય આદિ જીવોની હિંસારૂપ છે. આવા દાનની “દાન ધર્મનું પહેલું પગથિયું છે, દાન દરિદ્રતાનો નાશ કરે છે, દાન લોકમાં પ્રિય કરે છે, અર્થાત્ દાનથી લોકમાં પ્રિય થવાય છે, દાન સર્વ કાર્યોની સિદ્ધિને કરે છે.” ઇત્યાદિ વચનોથી પ્રશંસા કરવામાં નિયમા સાધુને જીવહિંસાની અનુમતિ પ્રાપ્ત થાય. Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૫ 64हेश५६ : भाग-२ તથા કોઈક ધર્માર્થીઓ તેવા પ્રકારના શાસ્ત્ર સંસ્કારોથી સ્વયમેવ ઉન્ને પ્રકારનું દાન કરી રહ્યા હોય ત્યારે તે દાનનો “જેમ ઉખરભૂમિમાં વાવેલું બીજ ફળ આપવા માટે સમર્થ થતું નથી, તેમ કુપાત્રમાં આપેલું દાન નિષ્ફળ છે એમ પંડિતો કહે છે.” ઇત્યાદિ વચનોથી નિષેધ કરવામાં આવે તો તપસ્વી આદિને લાભમાં અંતરાય થાય. (૮૭૭) एवं पडिवत्तीए, इमस्स तह देसणाए वोच्छेओ । तम्हा विसेसविसयं, दट्ठव्वमिणंति वक्वत्थो ॥८७८॥ एवमविशेषेण प्रतिपत्तौ पदार्थस्य तथाविधरूपतया वा दानविषयाया देशनाया व्यवच्छेदः प्राप्तः । न चासौ युक्तो, यतो दानशीलतपोभावनात्मकस्य धर्मस्य सर्वास्तिकशास्त्रेषु प्रतिपादयितुमधिकृतत्वात् । तस्मादहो सूरे! विशेषविषयं विभागेनेत्यर्थः, द्रष्टव्यमिदं दानविधानं तनिषेधनं चेति वाक्यार्थः ॥८७८॥ ગાથાર્થ–ટીકાર્ય–આ પ્રમાણે વિભાગ કર્યા વિના પદાર્થ જેવો છે તેવો જ સ્વીકારવામાં આવે તો તેવા પ્રકારની દાનસંબંધી દેશનાનો વિચ્છેદ થાય. આ યુક્ત નથી. કારણ કે સર્વ આસ્તિકશાસ્ત્રોમાં દાન-શીલ-તપ-ભાવના રૂપ ધર્મનું પ્રતિપાદન કરવા માટે જુદા જુદા વિભાગ પાડીને દાન વગેરે ધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે. તેથી અહો આચાર્ય! આ દાનવિધાન અને દાનનિષેધ વિશેષ પ્રકારે છે, એટલે કે વિભાગવાળું છે, म. aeg. l quaार्थ छ. (८७८) . आगमविहितं तम्मी, पडिसिद्धं वाहिगिच्च णो दोसो । तब्बाहाए दोसोत्ति महावक्वत्थगम्मं तु ॥८७९॥ 'आगमविहितं' शास्त्रानुमतं यद् दानं, तस्मिन्नेवागमे 'प्रतिषिद्धं' वा निवारितं यत् तदधिकृत्य देशनायां दानस्य विधिविषयायां प्रतिषेधविषयायां च क्रियमाणायां न दोषो जीवहिंसानुमत्यादिलक्षणः कश्चित् प्रज्ञापयितुः सम्पद्यते । यदागमे विहितं दानं तस्य विधिदेशनायां, यच्च तत्र निषिद्धं तनिषेधदेशनायां च न कश्चिद् दोष इत्यर्थः । तत्र चायमागमः-"नायागयाणं कप्पणिजाणं अन्नपाणाईणं देसकालसद्धासक्कारकमजुयं आयाणुग्गहबुद्धीए संजयाणं दाणं" । तथा, समणोवासयस्स णं भंते ! तहारूवं समणं वा माहणं वा पडिहयपच्चक्खायपावकम्मं फासुएणं एसणिज्जेणं असणपाणखाइमसाइमेणं पडिलाभेमाणस्स किं कज्जति?, गोयमा! एगंतसो निज्जरा एव । समणोवासयस्स णं भंते ! तहारूवं समणं वा माहणं वा Page #403 -------------------------------------------------------------------------- ________________ उ८६ ઉપદેશપદ : ભાગ-૨ पडिहयपच्चक्खायपावकम्मं अफासुएणं अणेसणिज्जेणं असणपाणखाइमसाइमेणं पडिलाभेमाणस्स किं कज्जति? गोयमा! बहुया से निजरा अप्पे पावकम्मेत्ति" । तथा, समणोवासयस्स णं भंते! तहारूवं समणं वा माहणं वा अप्पडिहयपच्चक्खायपावकम्मं फासुएण वा अफासुएण वा एसणिज्जेण वा अणेसणिज्जेणं वा असणपाणखाइमसाइमेणं पडिलाभेमाणस्स किं कज्जति?, एगंतसो पावं कम्मे कज्जति" । तथा, मोक्खत्थं जं दाणं, तं पइ एसो विही समक्खाओ । अणुकंपादाणं पुण, जिणेहिं न कयावि पडिसिद्धं ॥१॥ संथरणम्मि असुद्धं, दोण्हवि गिण्हंतदेंतयाणऽहियं । आउरदिटुंतेणं, तं चेव हियं असंथरणे ॥२॥" आदिधार्मिकमाश्रित्य पुनरयमागमः-"पात्रे दीनादिवर्गे च, दानं विधिवदिष्यते । पोष्यवर्गाऽविरोधेन, न विरुद्धं स्वतश्च यत्॥१॥ व्रतस्था लिङ्गिनः पात्रमपात्रास्तु विशेषतः । स्वसिद्धान्ताविरोधेन, वर्तन्ते ये सदैव हि ॥२॥" एवं चागमे व्यवस्थिते 'तद्वाधया' आगमोल्लङ्घनरूपया विधिप्रतिषेधयोः क्रियमाणयोर्दोष इत्येष जीववधादिलक्षणो महावाक्यार्थगम्यस्तु महावाक्यार्थगम्य एव ॥८७९॥ ગાથાર્થ-આગમમાં જે દાન વિહિત છે તે દાન કરવાની દેશના આપવામાં અને જે દાન નિષિદ્ધ છે તે દાનનો નિષેધ કરવામાં પ્રરૂપણા કરનારને કોઇ દોષ નથી. આગમનું ઉલ્લંઘન કરીને દાન કરવાની દેશના આપવામાં અને દાનનો નિષેધ કરવામાં જીવવધાદિ દોષો છે. મહાવાક્ષાર્થથી જ આ અર્થ જાણી શકાય છે. टीमा हानसंबंधी मागम माछ-"न्यायथी भेगवेदी भने अपनीय (=निहाप) એવી આહાર-પાણી વગેરે વસ્તુઓનું દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને ક્રમથી અતિશય ભક્તિપૂર્વક સ્વ-આત્મકલ્યાણની બુદ્ધિથી સાધુઓને દાન કરવું જોઇએ.” (१) ८५नीय-1405 daul atषोथी २लित, संयममा ७५.१२. बोरे गुuथी युति . વસ્તુ કલ્પનીય છે. (૨) દેશ-આ દેશમાં અમુક વસ્તુ સુલભ છે કે દુર્લભ ઇત્યાદિ વિચાર કરીને દુર્લભ વસ્તુ અધિક પ્રમાણમાં આપવી વગેરે. १. पडिहयपच्चक्खायपावकम्मं पहनो अर्थ मा प्रभारी छ–“प्रतिहत' स्थितिनो शास. थवाथी थि द्वारा शानाव२९या भीनी विनाशो यो छ तेवा, प्रत्याख्यात-(मिथ्यात्व वगैरे भन1) तुमोना અભાવે પુનઃ વૃદ્ધિ ન થવા રૂપે નિરાકૃત કર્યા છે જ્ઞાનાવરણીયાદિ પાપકર્મોને જેણે એવા, અર્થાત્ જેણે કર્મોને અલ્પસ્થિતિવાળા કર્યા છે અને પુનઃ દીર્ઘસ્થિતિવાળા ન થાય તેવા કર્યા છે તેવા સાધુને. Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૯૭ ઉપદેશપદ : ભાગ-૨ (૩) કાળ–સુકાળ છે કે દુષ્કાળ છે ઈત્યાદિ વિચાર કરવો. દુષ્કાળ હોય અને પોતાને સુલભ હોય તો સાધુઓને અધિક પ્રમાણમાં વહોરાવવું. કયા કાળે કેવી વસ્તુની અધિક જરૂર પડે, વર્તમાનમાં કઈ વસ્તુ સુલભ છે કે દુર્લભ છે ઈત્યાદિ વિચાર કરીને તે પ્રમાણે વહોરાવવું વગેરે. (૪) શ્રદ્ધા-વિશુદ્ધ અધ્યવસાયથી આપવું. આપવું પડે છે માટે આપો એવી બુદ્ધિથી નહિ, કિંતુ આપવું એ આપણી ફરજ છે, એમનો આપણા ઉપર મહાન ઉપકાર છે, આપણે પણ એ રસ્તે જવાનું છે, તેમને આપવાથી આપણે એ માર્ગે જવા સમર્થ બની શકીએ, તેમને આપવાથી આપણાં અનેક પાપો બળી ય ઇત્યાદિ વિશુદ્ધ ભાવનાથી આપવું. (૫) સત્કાર–આદરથી આપવું, નિમંત્રણ કરવા જવું, ઓચિંતા ઘરે આવે તો ખબર પડતાં સામે જવું, વહોરાવ્યા બાદ થોડા સુધી પાછળ જવું, વગેરે સત્કારપૂર્વક દાન કરવું. (૬) ક્રમ-શ્રેષ્ઠ વસ્તુ પ્રથમ આપવી, પછી સામાન્ય વસ્તુ આપવી. અથવા દુર્લભ વસ્તુનું કે તે કાળે જરૂરી વસ્તુનું પ્રથમ નિમંત્રણ કરવું. પછી બીજી વસ્તુઓનું નિમંત્રણ કરવું. અથવા જે દેશમાં જે ક્રમ હોય તે ક્રમે વહોરાવવું. તથા–“હે ભગવંત! શ્રાવક તેવા પ્રકારના શ્રમણને અથવા માહણને (=અહિંસકને) પ્રાસુક=(અચિત્ત) અને એષણી (=નિર્દોષ) અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વહોરાવે તો તેને શું ફળ મળે? હે ગૌતમ! તેને એકાંતે નિર્જરા થાય, અને પાપકર્મ ન બંધાય.” હે ભગવંત! શ્રાવક તેવા પ્રકારના શ્રમણને અથવા માહણને અપ્રાસુક (=સચિત્ત) અને અનેષણીય (=દોષિત) અશન પાન, ખાદિમ, સ્વાદિમ વહોરાવે તો તેને શું ફળ મળે? હે ગૌતમ! તેને ઘણી નિર્જરા થાય અને અલ્પ પાપકર્મ બંધાય.” (પ્રશ્નપુષ્ટ કારણથી અશુદ્ધ આપે છે, તેથી જિનાજ્ઞાનું પાલન કરે છે. તેથી આ દાનમાં કેવળ નિર્જરા થવી જોઈએ, અલ્પ પાપકર્મ કેમ બંધાય? ઉત્તર–જેવી રીતે દ્રવ્યપૂજા પૂજા કરનારના નિર્મલ અધ્યવસાયનું કારણ હોવાથી અને પૂજા કરનાર જિનાજ્ઞાની આરાધનામાં પ્રવૃત્ત થયો હોવાથી પૂજા કરનારને પુણ્યબંધ થાય છે, પણ સ્નાન વગેરેમાં પકાયના આરંભમાં પ્રવૃત્તિ થવાથી કંઈક અશુભ કર્મબંધ થાય છે. તેવી રીતે પ્રસ્તુતમાં પુષ્ટકારણ હોવાથી અશુદ્ધ દાન કરનારા નિર્મલ અધ્યવસાયનું કારણ હોવાથી અને દાન કરનાર જિનાજ્ઞાની આરાધનામાં પ્રવૃત્ત થયો હોવાથી ઘણી ૧. પૂજામાં કંઈક અશુભ કર્મ બંધાય એ વિગત ઉપદેશ રત્નાકર અંશ ૪ તરંગ -માં જણાવી છે. તેના આધારે દાનમાં પણ આ વાત ઘટી શકે છે. પૂજા પંચાશકની દસમી ગાથાની ટીકામાં પણ આ વિષયનું સમર્થન કર્યું છે. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ઉપદેશપદ : ભાગ-૨ નિર્જરા થાય છે. પણ સાધુ માટે આરંભ કરે છે માટે કંઈક અશુભ કર્મબંધ પણ થાય.) “હે ભગવન્! તેવા પ્રકારના અસંયત-અવિરતને પ્રાસુક કે અપ્રાસુક એષણીય કે અષણીય આહારાદિ આપનાર શ્રાવકને શું ફળ મળે? હે ગૌતમ! તેને એકાંતે પાપકર્મ બંધાય છે જરાપણ નિર્જરા થતી નથી.” | (આનાથી નિશ્ચિત થયું કે દ્રવ્ય સાધુને દાન ન અપાય. કારણ કે દાનથી તેના અસંયમનું પોષણ થાય છે, અને તેથી દાતાને પાપકર્મનો બંધ થાય. આ સામાન્યથી વિધાન છે. આમાં વિશેષ એ છે કે આમને આપવાથી મારો સંસારથી છૂટકારો થશે અને મોક્ષની પ્રાપ્તિ થશે એમ ભક્તિથી મોક્ષ માટે દ્રવ્યસાધુને દાન આપે છે તો કર્મબંધ થાય. પણ અનુકંપાબુદ્ધિથી દાન આપવામાં કર્મબંધ ન થાય. અથવા ઔચિત્યથી દ્રવ્યસાધુને આપવાથી કર્મબંધ ન થાય. આ વિશે શ્રાદ્ધવિધિમાં લખ્યું છે કે-“અન્યદર્શની ભિક્ષુકો આપણા ઘેર ભિક્ષા અર્થે આવે તો તેમને યથાયોગ્ય દાન આદિ આપવું. તેમાં પણ રાજાના માનનીય એવા અન્યદર્શની ભિક્ષાના અર્થે આવે તો તેને વિશેષ કરી દાન અવશ્ય આપવું. જો કે શ્રાવકના મનમાં અન્યદર્શનીને વિશે ભક્તિ નથી, તેના ગુણને વિશે પક્ષપાત નથી, તો પણ આવેલાનું યોગ્ય આદરમાન કરવું એ ગૃહસ્થનો ધર્મ છે.” ઘરે આવેલાની સાથે ઉચિત આચરણ કરવું. એટલે કે જેની જેવી યોગ્યતા હોય તે પ્રમાણે તેની સાથે મધુર ભાષણ કરવું, તેને બેસવા આસન આપવું, આસન આદિ માટે નિમંત્રણ કરવું, કયા કારણથી આવવું થયું? તે પૂછવું તથા તેનું કામ કરવું, વગેરે ઉચિત આચરણ જાણવું. તથા સંકટમાં પડેલા લોકોને તેમાંથી કાઢવા. અને દીન, અનાથ, આંધળા, બહેરા, રોગી વગેરે દુઃખી લોકો ઉપર દયા કરવી, તથા તેમને પોતાની શક્તિ પ્રમાણે મદદ કરી તે દુઃખમાંથી કાઢવા એ ધર્મ સર્વદર્શનીઓને સમ્મત છે. શ્રાવકોને એ લૌકિક ઉચિત આચરણ કરવાનું કહ્યું એનું કારણ એ છે કે-જે માણસો ઉપર કહેલું લૌકિક ઉચિત આચરણ કરવામાં પણ કુશળ નથી, તેઓ લોકોત્તર પુરુષની સૂક્ષ્મબુદ્ધિથી ગ્રહણ કરાય એવા જૈનધર્મને વિષે શી રીતે કુશળ થાય? માટે ધર્માર્થી લોકોએ અવશ્ય ઉચિત આચરણ કરવામાં નિપુણ થવું. બીજે સ્થળે પણ કહ્યું છે કે–“સર્વ ઠેકાણે ઉચિત આચરણ કરવું, ગુણ ઉપર અનુરાગ રાખવો. દોષને વિષે મધ્યસ્થપણું રાખવું અને જિનવચનને વિષે રુચિ રાખવી, એ સમ્યગ્દષ્ટિનાં લક્ષણ છે.” સમુદ્રો પોતાની મર્યાદા મૂકતા નથી, પર્વતો ચલાયમાન થતા નથી, તેમ ઉત્તમ પુરુષો ઉચિત આચરણો છોડતા નથી. જગતના ગુરુ એવા તીર્થકરો પણ ગૃહસ્થપણામાં માતા-પિતાના સંબંધમાં અભુત્થાન (મોટા પુરુષ આવે ત્યારે આદરથી ઊભું થવું) વગેરે કરે છે.” (અહીં શ્રાદ્ધવિધિનો પાઠ પૂર્ણ થયો.) Page #406 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૯૯ અથવા ભાવ અનુકંપાબુદ્ધિથી દાન આપવામાં કર્મબંધ ન થાય. ઘરે આવેલા સંન્યાસી વગેરેને દાન ન આપવામાં આવે તો સંભવ છે કે સંન્યાસીને અને લાગતા-વળગતા બીજાઓને એમ થાય કે આમનો ધર્મ કેવો કે જેથી ઘરે આવેલાને દાન પણ આપતા નથી. આ રીતે તે લોકો જૈનધર્મની નિંદા કરીને બોધિદુર્લભ બને. આમ તેમના પ્રત્યે ભાવાનુકંપા બુદ્ધિથી દાન કરવામાં કર્મબંધ ન થાય. આવી (દ્રવ્યાનુકંપા, ઔચિત્ય કે ભાવ અનુકંપા) બુદ્ધિ વિના દ્રવ્યસાધુને દાન આપવાથી કર્મબંધરૂપ નુકશાન ન થાય. આ વિષે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે દાન દ્વાર્નાિશિકામાં કહ્યું છે કે–“આ મારા આપેલા આહારાદિ લેનાર પરિવ્રાજક આદિના અસંયમ, મિથ્યાત્વ વગેરે રૂપ દોષોનું જ પોષણ થવાનું છે. એવું જાણીને પણ (અનુકંપાનો અવસર ન હોવાં છતાં ભક્તિથી) તે દોષ પોષણની ઉપેક્ષા કરીને આહારાદિનું દાન કરતો શ્રાવક ચંદનને બાળીને કોલસા પાડવાની કષ્ટમય આજીવિકા ઊભી કરવા જેવું કરે છે.” ચંદનનો ચંદન તરીકે જ વ્યાપાર કરનાર ચંદનના કોલસા પાડીને કોલસાનો વ્યાપાર કરનાર કરતા ઘણો સારો લાભ પામી શકે છે, અને કોલસા પાડતી વખતની ગરમી વગેરે કષ્ટમાંથી બચી શકે છે. સુપાત્રમાં દાન કરવા યોગ્ય સ્વસંપત્તિ એ ચંદન છે. કુપાત્રમાં એનું દાન એ કોલસા પાડવા જેવું છે. ભક્તિથી અપાતા દાનથી લાભને બદલે નુકશાન ન થઈ જાય એ માટે દાનવીર શ્રાવકે સ્વયં બુદ્ધિથી પાત્રની પરીક્ષા કરવી જોઈએ. પરીક્ષામાં પાસ થનાર પાત્ર સાધુ, શ્રાવક અને અવરિત સમ્યગ્દષ્ટિ એમ ત્રણ પ્રકારે છે.) તથા મોક્ષ માટે કરાતા દાનને આશ્રયીને આ વિધિ કહ્યો છે. જિનેશ્વરોએ કયારેય અનુકંપાદાનનો નિષેધ કર્યો નથી.” પ્રાસક (=અચિત્ત) અને એષણીય (=દોષોથી રહિત) આહાર વગેરેની પ્રાપ્તિ થતી હોય અને એથી સાધુઓના જીવનનો નિર્વાહ થતો હોય ત્યારે અશુદ્ધ (સચિત્ત કે બેંતાલીસ દોષોમાંથી કોઈપણ દોષથી દૂષિત) આહાર લેનાર અને આપનાર એ બંનેનું અહિત કરે. (કારણ કે લેનારને સંસારની વૃદ્ધિ થાય અને આપનારને અલ્પ આયુષ્યનો બંધ થાય.) પણ જ્યારે દુષ્કાળ કે બિમારી આદિ અવસ્થામાં પ્રાસુક અને એષણીય આહાર વગેરેની પ્રાપ્તિ ન થતી હોય અને એના કારણે સાધુઓના જીવનનો નિર્વાહ ન થતો હોય ત્યારે અશુદ્ધ પણ આહાર લેનાર અને આપનાર એ બંનેનું હિત કરે. જેવી રીતે દેશ-કાળ વગેરે વિચારીને રોગીની ચિકિત્સા કરે છે, તેમ શ્રાવક દેશ-કાળ વગેરે જોઈને સાધુને વહોરાવે. રોગીને કોઇક અવસ્થામાં જે પથ્ય હોય તે જ વસ્તુ અન્ય અવસ્થામાં અપથ્ય થાય. કોઈક અવસ્થામાં જે અપથ્ય હોય તે જ વસ્તુ અન્ય અવસ્થામાં પથ્ય થાય. તે રીતે પ્રસ્તુતમાં આગમને જાણનારો દુર્ભિક્ષ અને બિમારી વગેરે અવસ્થામાં અવસર પ્રમાણે ઘણા ગુણોના લાભની ઈચ્છાથી અપવાદથી અશુદ્ધ પણ દાન ગ્રહણ કરે અને શ્રાવક આપે તો દોષ માટે થતું નથી. (શ્રાદિ.ક. ગા-૧૭૫). Page #407 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ઉપદેશપદ : ભાગ-૨ - આદિધાર્મિકને આશ્રયીને દાન વિષે આગમ આ પ્રમાણે છે “અપાતું એવું દાન આપનાર અને લેનાર એ બેના ધર્મનો હળ અને સાંબેલું આદિ (અધિકરણ)ની જેમ સ્વરૂપથી બાધક ન હોય તેવું હોવું જોઈએ, અને પોષણ કરવા યોગ્ય માતા-પિતા વગેરે લોકોની આજીવિકાનો ઉચ્છેદ ન થાય તે રીતે, પાત્રને અને દીનાદિસમૂહને વિધિયુક્ત દાન કરવું જોઇએ. આવું દાન બુદ્ધિમાન પુરુષોને ઈષ્ટ છે.” (યો. બિ. ગા.૧૨૧) વ્રતમાં રહેલા (=હિંસા, અસત્ય વગેરે પાપસ્થાનની વિરતિવાળા) હોય, વ્રતસૂચક તેવા વેશને ધારણ કરનાર હોય, અને હંમેશાં જ સ્વશાસ્ત્રમાં કહેલી ક્રિયાનું ( નિયમોનું) ઉલ્લંઘન કરનારા ન હોય તે સામાન્યથી પાત્ર છે, તથા જે ઉક્તગુણોવાળા હોય અને વધારામાં (અનાજ વગેરેને) સ્વયં ન પકાવે, બીજાઓ પાસે ન પકાવડાવે અને પકાવનારા બીજાઓથી અનુમોદના ન કરે તે વિશેષથી પાત્ર છે.” (યો. બિં. ગા.૧૨૨) આગમ આ પ્રમાણે નિશ્ચિત થયે છતે આગમનું ઉલ્લંઘન કરીને દાન કરવાની દેશના આપવામાં અને દાનનો નિષેધ કરવામાં જીવવધાદિ દોષો છે. (આગમાનુસાર દાનની દેશનામાં અને દાનના નિષેધમાં જીવવધાદિ દોષો નથી.) મહાવાક્ષાર્થથી, જ આ અર્થ જાણી શકાય છે. (૮૭૯). महावाक्यार्थमेव निगमयन्नैदम्पर्यमाहइय एयस्साबाहा, दोसाभावेण होइ गुणहेऊ । एसा य मोक्खकारणमइदंपज्जं तु एयस्स ॥८८०॥ इत्येवमागमबाधायां दोषे सति एतस्यागमस्याबाधाऽनुल्लङ्घनमुत्सर्गासेवनेनापवादासेवनेन वा दोषाभावेनाशातनापरिहाररूपेण भवति गुणहेतुः । एषा चेयमेवागमाबाधा मोक्षकारणं निर्वृतिहेतुरित्यैदम्पर्यं त्वेतस्य दानसूत्रस्येति ॥८८०॥ મહાવાક્ષાર્થનો જ ઉપસંહાર કરતા ગ્રંથકાર ઔદંપર્યને કહે છે ગાથાર્થ–ટીકાર્ય–આગમના ઉલ્લંઘનમાં દોષ થતો હોવાથી ઉત્સર્ગના આસેવનથી કે અપવાદના આસેવનથી આગમનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. આગમનું ઉલ્લંઘન ન કરવામાં દોષનો અભાવ (=આશાતનાનો ત્યાગ) થતો હોવાથી આગમનું ઉલ્લંઘન ન કરવું એ ગુણનું કારણ છે. “આગમનું ઉલ્લંઘન ન કરવું એ જ મોક્ષનું કારણ છે” એ પ્રમાણે દાનસૂત્રનો ઐદંપર્ય છે. (૮૮૦) Page #408 -------------------------------------------------------------------------- ________________ -४०१ ઉપદેશપદ : ભાગ-૨ न केवलमनन्तरोदितकतिपयपदार्थविषयमेव पदवाक्यादिसमनुगतं सर्ववित्प्रणीतागमव्याख्यानं, किन्तु सकलसूत्रविषयमिति मनसि समाधायाह एवं पइसुत्तं चिय, वक्खाणं पायसो बुहजणेण । कायव्वं एत्तो खलु, जायइ जं सम्मणाणं तु ॥८८१॥ एवमुक्तक्रमेण 'प्रतिसूत्रमेव' यावन्ति सूत्राणि तान्यङ्गीकृत्येत्यर्थः । व्याख्यानं 'प्रायशो' बुधजनेनावगतसमयरहस्येन साधुना कर्त्तव्यम् । कुत इत्याह-'इतो' व्याख्यानात् 'खलु' निश्चयेन जायते 'यद्' यस्मात् सम्यग्ज्ञानं त्वविपर्यस्तबोधः । यथामध्यमतीर्थकृता चत्वारि महाव्रतानि, प्रथमपश्चिमयोस्तु पञ्चेति । अत्र श्रौत एव शब्दार्थः-एतेषां चत्वारि महाव्रतानि प्राणातिपातमृषावादादत्तादानपरिग्रहविरमणरूपाणि, प्रथमचरमयोस्तु पञ्च महाव्रतानि सह मैथुनविरत्या इत्येवंरूपः । परिग्रहविरत्यन्तर्गतैव मैथुनविरतिः, नापरिग्रहीता योषिद् उपभुज्यते इति परमार्थतो मध्यमानामपि पञ्चैवेति वाक्यार्थः। रागद्वेषावेव परिग्रहः, तद्भावनान्तरीयकत्वात् तदुपयोगस्येति महावाक्यार्थः । एवमेव निष्परिग्रहता, अन्यथा तद्भावेऽपि न तद्दोषनिवृत्तिरित्यैदम्पर्यमिति । एवमन्यसूत्रेष्वपि पदार्थादयः सम्यग् उत्प्रेक्ष्य योजनीयाः ॥८८१॥ સર્વજ્ઞરચિત આગમોનું વ્યાખ્યાન હમણાં જ કહેલા થોડાક જ સૂત્રોમાં પદાર્થ-વાયાર્થ વગેરેથી યુક્ત છે એમ નથી, કિંતુ સઘળાય સૂત્રોમાં પદાર્થ-વાક્યાર્થ વગેરેથી યુક્ત છે એમ મનમાં લઈને अंथर 3 छ ગાથાર્થ–બુધજને પ્રાયઃ દરેક જ સૂત્રમાં આ પ્રમાણે વ્યાખ્યાન કરવું. કારણ કે આ વ્યાખ્યાનથી અવશ્ય સમ્યગૂજ્ઞાન થાય છે. अर्थ-बुधने म२४यना शldl साधुझे. આ પ્રમાણે=ઉક્ત પદાર્થ-વાક્ષાર્થ-મહાવાક્યાર્થ-ઐદંપર્ય એ ક્રમથી. સમ્યજ્ઞાન=અવિપરીત બોધ. જેમકે–મધ્યમ તીર્થંકરોને ચાર મહાવ્રતો અને પહેલા-છેલ્લા જિનેશ્વરોને પાંચ મહાવ્રતો હોય છે. અહીં માત્ર સાંભળેલો શબ્દાર્થ આ પ્રમાણે છે–બાવીસ તીર્થંકરોને પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરતિ, અદત્તાદાનવિરમણ અને પરિગ્રહવિરમણ એ ચાર મહાવ્રતો હોય છે, અને પહેલા-છેલ્લા તીર્થકરોને મૈથુનવિરમણની સાથે પાંચ મહાવ્રતો હોય છે. અહીં મૈથુનવિરમણ પરિગ્રહવિરમણમાં આવી જ જાય છે. કારણ કે પરિગ્રહ ન કરાયેલી (=असंडायेदी) स्त्री मोवाती नथी. આમ પરમાર્થથી મધ્યમ તીર્થકરોને પણ પાંચ મહાવ્રતો હોય છે. આ પ્રમાણે વાક્યર્થ છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ઉપદેશપદ : ભાગ-૨ - રાગ-દ્વેષ એ જ પરિગ્રહ છે. કારણ કે રાગ-દ્વેષ હોય ત્યારે અવશ્ય પરિગ્રહનો ઉપયોગ થાય. આ મહાવાક્ષાર્થ છે. એ જ પ્રમાણે રાગ-દ્વેષનો અભાવ એ જ નિષ્પરિગ્રહતા છે. જો એમ ન હોય તો પરિગ્રહ હોવા છતાં રાગ-દ્વેષની નિવૃત્તિ ન થાય. (પરિગ્રહ હોવા છતાં ભરત ચક્રવર્તી વગેરેને રાગ-દ્વેષની નિવૃત્તિ થયેલી છે.) આ ઐદંપર્યાર્થ છે. આ પ્રમાણે અન્યસૂત્રોમાં પણ સમ્પગ્વિચારીને પદાર્થ વગેરેની યોજના કરવી. (૮૮૧) साम्प्रतमुक्तोपदेशव्यतिक्रमे दोषमादर्शयन्नाहइहरा अण्णयरगमा, दिट्टेट्ठविरोहणाणविरहेण । अणभिनिविट्ठस्स सुयं, इयरस्स उ मिच्छणाणंति ॥८८२॥ 'इतरथा' यथोक्तपदार्थादिविभागव्यतिक्रमेण व्याख्यानकरणे श्रुतं सम्पद्यत इत्युत्तरेण सम्बन्धः । कथमित्याह-'अन्यतरगमाद्', इह गमा अर्थमार्गाः, ते च प्रतिसूत्रमनन्ताः संभवन्ति, यथोक्तं-"सव्वनईणं जा होज, वालुया सव्वउदहिजं उदयं। एत्तो य अणंतगुणो, अत्थो एगस्स सुत्तस्स ॥१॥" अतोऽन्यतरश्चासौ गमश्शान्यतरगमस्तस्मादेकस्यैवार्थमार्गस्याचालिताप्रत्यवस्थापितस्य समाश्रयणादित्यर्थः, 'दृष्टेष्टविरोधज्ञानविरहेण' दृष्टः प्रत्यक्षानुमानप्रमाणोपलब्धः, इष्टश्च शास्त्रादिष्टोऽर्थस्तयोर्विरोधे बाधायां यज्ज्ञानमवबोधस्तस्य विरहेणाभावेन, अनभिनिविष्टस्येत्थमेवेदं वस्त्वित्यकृताग्रहस्य श्रुतमागमार्थोऽधीयमानः सम्पद्यते, न तु चिन्ताज्ञानभावनाज्ञानरूपज्ञानतां प्रतिपद्यते । इह त्रीणि ज्ञानानि श्रुतज्ञानादीनि । तल्लक्षणं चेदं"वाक्यार्थमात्रविषयं, कोष्ठकगतबीजसन्निभं ज्ञानम् । श्रुतमयमिह विज्ञेयं, मिथ्याभिनिवेशरहितमलम् ॥१॥ यत्तु महावाक्यार्थजमतिसूक्ष्मसुयुक्तिचिन्तयोपेतम् । उदक इव तैलबिन्दुर्विसर्पि चिन्तामयं तत् स्यात् ॥२॥ ऐदम्पर्यगतं यद्विध्यादौ यत्नवत्तथैवोच्चैः । एतत्तु भावनामयमशुद्धसद्रलदीप्तिसमम् ॥३॥" अशुद्धसद्रत्नदीप्तिसममिति अशुद्धस्य मलिनस्य च ततः प्राक् सतः सुन्दरस्य रत्नस्य पद्मरागादेर्दीप्त्या तुल्यमिति । इतरस्य त्विति अभिनिविष्टस्य पुनर्मिथ्याज्ञानं मिथ्याश्रुतरूपतां प्रतिपद्यते । इदमुक्तं भवतिइह कश्चित् ‘एगे आया' इति स्थानाङ्गप्रथमसूत्रस्य श्रवणादेक एव हि भूतात्मा, देहे देहे व्यवस्थितः । एकधा बहुधा वापि, दृश्यते जलचन्द्रवत् ॥१॥ इत्येवं प्रतिपन्नात्माद्वैतवादः सङ्ग्रहनामैकनयाभिप्रायेणेदं सूत्रं प्रवृत्तमिति परमार्थमजानानः, तथाऽत्र मते दृष्टस्य पुरुषनानात्वस्येष्टस्य च संसारापवर्गविभागस्य बाधामपश्यंस्तथाविधज्ञानावरणक्षयोपशमाभावादेकात्मसत्त्वलक्षणमेवैकमर्थमार्गमधितिष्ठते, निराग्रहश्च प्रकृत्या, Page #410 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૦૩ तस्य सोऽर्थमार्गः श्रुतं, नतु चिन्ताभावनाज्ञानरूपम्। यस्तु स्वबोध एवाभिनिविष्टो गीतार्थप्रज्ञाप्यमानोऽपि न सम्यग्मार्गार्थं प्रतिपद्यते तस्य तन्मिथ्याज्ञानमेव । एवमन्यसूत्रेष्वपि भावना कार्येति ॥८८२॥ હવે ઉક્ત ઉપદેશનું ઉલ્લંઘન કરવામાં દોષને બતાવતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ-અન્યથા કોઈ એક ગમને આશ્રયીને દૃષ્ટ-ઈષ્ટ વિરોધજ્ઞાનના અભાવથી અભિનિવેશથી રહિતને શ્રુતજ્ઞાન થાય અને અભિનિવેશથી યુક્તને મિથ્યાજ્ઞાન થાય. ટીકાર્થઅન્યથાયોક્ત પદાર્થોદવિભાગનું ઉલ્લંઘન કરીને વ્યાખ્યાન કરવામાં કોઈ એક ગમને આશ્રયીને=ગમ એટલે અર્થનો માર્ગ, અર્થાત્ સૂત્રનો અર્થ કરવાની રીતિઓ. દરેક સૂત્રના અનંત અર્થમાર્ગો સંભવે છે. કહ્યું છે કે-“સર્વ નદીઓની જેટલી રેતી થાય, અને સર્વ સમુદ્રોનું જેટલું પાણી થાય, તેનાથી અનંતગુણા અર્થો એક સૂત્રના થાય.” આમાંથી શંકા-સમાધાનથી રહિત એવા કોઈ એક અર્થમાર્ગને આશ્રયીને. દૃષ્ટ-ઈષ્ટ વિરોધજ્ઞાનના અભાવથી–પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી જે જણાય તે દૃષ્ટ કહેવાય. શાસ્ત્રમાં જેનો ઉપદેશ કરાયો હોય તે અર્થને ઇષ્ટ કહેવામાં આવે છે. દૃષ્ટ અને ઈષ્ટનો વિરોધ થાય, અર્થાત્ દષ્ટ અને ઈષ્ટની સાથે વિરોધ આવે તેવું જે જ્ઞાન તે દિષ્ટ-ઇષ્ટ વિરોધજ્ઞાન, તેના અભાવથી એટલે દૃષ્ટ-ઇષ્ટ વિરોધજ્ઞાનના અભાવથી. દૃષ્ટ-ઈષ્ટ વિરોધજ્ઞાનના અભાવથી એ વાક્યનો તાત્પર્યાર્થ એ થયો કે દૃષ્ટ અને ઈષ્ટની સાથે વિરોધ ન આવે તેવા બોધથી. અભિનિવેશથી રહિતને=અભિનિવેશ એટલે આગ્રહ. આ વસ્તુ આ પ્રમાણે જ છે એવા આગ્રહથી રહિતને. અભિનિવેશથી રહિત જીવને દૃષ્ટ અને ઈષ્ટની સાથે વિરોધ ન આવે તે રીતે આગમનો જે અર્થ સમજાય તે અર્થ શ્રુતજ્ઞાનરૂપ છે. આ અર્થ ચિંતાજ્ઞાનરૂપ અને ભાવનાજ્ઞાનરૂપ નથી. અહીં જ્ઞાનના શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન એમ ત્રણ પ્રકાર છે. શ્રુતજ્ઞાન વગેરેનું લક્ષણ આ પ્રમાણે છે શ્રુતજ્ઞાન-ચિંતન-મનન વિના માત્ર શ્રુતથી (સાંભળવાથી કે વાંચવાથી) થયેલું કદાગ્રહ રહિત વાક્યર્થ જ્ઞાન તે શ્રુતજ્ઞાન. આ જ્ઞાન કોઠીમાં રહેલા બીજ સમાન છે. જેમ કોઠીમાં પડેલા બીજમાં ફળની શક્તિ રહેલી છે, જો યોગ્ય ભૂમિ આદિ નિમિત્તો Page #411 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ ઉપદેશપદ : ભાગ-૨ મળે તો તેમાંથી ફળ-પાક થાય, તેમ શ્રુતજ્ઞાનમાં ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનરૂપ ફળ-પાક થવાની શક્તિ રહેલી છે. શ્રુતજ્ઞાનમાં હિતમાં પ્રવૃત્તિ કરાવવાની અને અહિતથી નિવૃત્તિ કરાવવાની શક્તિ નથી. કોઠીમાં પડેલું બીજ જેમ ઉપયોગમાં આવતું નથી, તેમ માત્ર શ્રુતજ્ઞાનથી (હિતમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિરૂપ) લાભ થતો નથી. | ચિંતાજ્ઞાન–સાંભળ્યા કે વાંચ્યા પછી અત્યંત સૂક્ષ્મ અને સુંદર યુક્તિઓથી ચિંતાવિચારણા કરવાથી થતું મહાવાક્ષાર્થજ્ઞાન તે ચિંતાજ્ઞાન. આ જ્ઞાન જલમાં પડેલા તેલના બિંદુ સમાન છે. જેમ તેલબિંદુ જલમાં પ્રસરીને વ્યાપી જાય છે, તેમ આ જ્ઞાન સૂત્રાર્થમાં વ્યાપી જાય છે. અર્થાત્ જે વિષયનું ચિંતાજ્ઞાન થાય છે, તે વિષયનો બોધ સૂક્ષ્મ બને છે. ભાવનાજ્ઞાન–મહાવાક્યર્થ થયા પછી એ વિષયના તાત્પર્યનું (=રહસ્યનું) જ્ઞાન તે ભાવનાજ્ઞાન. આ જ્ઞાનના યોગે વિધિ આદિ વિષે અતિશય આદર થાય છે. આ જ્ઞાન જાતિવંત અશુદ્ધ રત્નની કાંતિ સમાન છે. જેમ શ્રેષ્ઠરત્ન અશુદ્ધ (ક્ષાર આદિના પુટપાકથી રહિત હોવા છતાં અન્યરત્નોથી અધિક દેદીપ્યમાન હોય છે, તેમ ભાવનાજ્ઞાન અશુદ્ધરત્ન સમાન ભવ્યજીવ કર્મરૂપ મલથી મલિન હોવા છતાં શેષ (શ્રુતાદિ) જ્ઞાનોથી અધિક પ્રકાશ પાથરે છે. આ જ્ઞાનથી જાણેલું જ વાસ્તવિક જાણેલું છે. ક્રિયા પણ આ જ્ઞાનપૂર્વક જ કરવામાં આવે તો જલદી મોક્ષ પ્રાપ્તિ થાય છે. અભિનિવેશથી યુક્તને મિથ્યાજ્ઞાન થાય—અહીં ભાવાર્થ આ પ્રમાણે છે–કોઈ જીવ સ્થાનાંગના અને માયા (આત્મા એક જ છે) એવા પ્રથમ સૂત્રના શ્રવણથી આત્માદ્વૈતવાદનો સ્વીકાર કરે છે. તે આ પ્રમાણે–“એક જ ભૂતાત્મા (=શરીરમાં રહેલો આત્મા) પ્રત્યેક શરીરમાં રહેલો છે. તે એક જ આત્મા જલમાં ચંદ્રની જેમ એક રૂપે અને અનેક રૂપે દેખાય છે.” પણ આ સૂત્ર સંગ્રહ નામના એક જ નયના અભિપ્રાયથી પ્રવૃત્ત થયું છે એવા અભિપ્રાયને તે જાણતો નથી. તથા આ (=આત્માદ્વૈતવાદ) મતમાં અનેક આત્માઓ પ્રત્યક્ષથી દેખાય રહ્યા હોવાથી દષ્ટની સાથે અને શાસ્ત્રમાં સંસાર-મોક્ષનો વિભાગ બતાવ્યો હોવાથી ઈષ્ટની સાથે આવતા વિરોધને તે જોતો નથી. તે જીવને તેવા પ્રકારના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થયો ન હોવાથી એક આત્માની સત્તા રૂપ જ એક અર્થમાર્ગનો આશ્રય લે છે. આ રીતે એક અર્થમાર્ગનો આશ્રય લેનાર જીવ જો સ્વભાવથી આગ્રહથી રહિત હોય તો તેનો તે અર્થમાર્ગ શ્રુતજ્ઞાન રૂપ છે, પણ ચિંતાજ્ઞાનરૂપ અને ભાવનાજ્ઞાનરૂપ નથી. જે જીવને પોતાને જે બોધ થયો હોય તેમાં જ આગ્રહવાળો હોય અને એથી ગીતાર્થના સમજાવવા છતાં સમ્યમાર્ગથી થતા અર્થને ન સ્વીકારે તેનું તે જ્ઞાન મિથ્યાજ્ઞાન=મિથ્યાશ્રુત જ છે. (૮૮૨) आह-एवं प्रतिनियतसूत्रोद्देशेन लोके पदार्थादयो रूढास्तत्कथमित्थमेतत्प्रज्ञापना क्रियते? सत्यम् Page #412 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ ઉપદેશપદ : ભાગ-૨ लोउत्तरा उ एए, एत्थ पयत्थादओ मुणेयव्वा ।। अत्थपदणाउ जम्हा, एत्थ पयं होइ सिद्धति ॥८८३॥ 'लोकोत्तरास्तु' जैनेन्द्रशासनानुसारिणः पुनरेतेऽनन्तरोक्ताः 'न हिंस्याद् भूतानि' इत्येवंलक्षणा 'अत्र' प्रकृते पदार्थादयो मुणितव्याः । ननु 'न हिंस्याद् सर्वभूतानि' इति वाक्यमेते एव, क्रियाधिष्ठितपदसमुदायात्मकत्वात्, अतः कथमेतदोघार्थः पदार्थो भवतीति? उच्यते-'अर्थपदनात्' अर्थस्य सामान्यरूपस्य अचालिताप्रत्यवस्थापितस्य पदनात् गमनात् प्रत्यायनादित्यर्थः, यस्मादत्र प्रथमे पदं भवति सिद्धं प्रतिष्ठितं इत्यस्माद्धेतोरोघार्थः, पदार्थ एव । एवं वाक्यार्थादयोऽपि सद्भूतविशिष्टतरविशिष्टतमार्थपदनादेव स्वं स्वरूपं लभन्ते, न पुनर्बहुबहुतरपदसमूहमयत्वेन फल्गुरूपतयाऽर्थविशेषं कञ्चनापादयन्तो लौकिकशास्त्रेष्विवेति ॥८८३॥ પ્રશ્ન–આ પ્રમાણે પ્રતિનિયત સૂત્રને લક્ષમાં રાખીને લોકમાં પદાર્થો વગેરે રૂઢ છે (અમુક સૂત્રના અમુક પદાર્થાદિ છે એમ નિશ્ચિત થઈ ગયેલ છે) તો પછી આ પ્રમાણે આ પ્રરૂપણા શા માટે કરવામાં આવે છે? ઉત્તર–તમારું કથન સાચું છે. ગાથાર્થ–પ્રસ્તુતમાં હિંયા સર્વભૂતન ઈત્યાદિ સૂત્રોને આશ્રયીને હમણાં જ કહેલા પદાર્થ વગેરે જિનશાસનને અનુસરનારા જાણવા (લૌકિક નહિ). અર્થને જણાવવાના કારણે અહીં પહેલાં પદ રહેલું છે. ટીકાર્બન ફ્રેિંચાત સર્વભૂતાનિ એવું વાક્ય છે, કારણ કે પદાર્થો જ ક્રિયાના આશ્રયવાળા પદસમુદાય રૂપ છે. (ક્રિયાના આશ્રયવાળા પદ સમુદાયને વાક્ય કહેવામાં આવે છે.) આથી વાક્યનો ઓઘ(=સામાન્ય) અર્થ પદાર્થ કેવી રીતે કહેવાય? (અહીં પ્રશ્નકારનો આશય એ છે કે વાક્યના ઓઘ અર્થને વાક્યર્થ કહેવો જોઈએ તેના બદલે પદાર્થ કેમ કહેવામાં આવે છે?) આ પ્રશ્નનો ઉત્તર ગાથાના ઉત્તરાર્ધમાં આપવામાં આવ્યો છે. તે આ પ્રમાણે–પદ એટલે પદન. પદન એટલે જણાવવું. કોને જણાવવું? અર્થને જણાવવું. (અર્થપના=) શંકા-સમાધાન રહિત સામાન્ય અર્થને જણાવવાના કારણે અહીં પહેલાં પદ રહેલું છે. (જો પદ જ ન હોય તો અર્થ કેવી રીતે જણાય? અર્થાત્ ન જણાય. આથી પહેલાં પદ અને પછી વાક્ય.) પહેલાં પદ રહેલું હોવાના કારણે વાક્યનો ઓઘ અર્થ પદાર્થ જ છે. એ પ્રમાણે વાક્યર્થ વગેરે પણ સદ્ભૂત એવા અધિક વિશિષ્ટતર અને વિશિષ્ટતમ અર્થને જણાવવાના કારણે જ પોતાના સ્વરૂપને પામે છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬, ઉપદેશપદ : ભાગ-૨ જેવી રીતે લૌકિક શાસ્ત્રોમાં વાક્યર્થ વગેરે ઘણા કે વિશેષ ઘણા પદોના સમૂહ સ્વરૂપ હોવાથી અસારપણે કોઈ અર્થવિશેષને જણાવતા છતા પોતાના સ્વરૂપને પામે છે, તેમ જૈનશાસનમાં નથી. ટૂંકમાં તાત્પર્યાર્થ એ છે કે લૌકિક શાસ્ત્રોમાં પદની અધિકતાના આધારે વાક્યર્થ વગેરે કહેવાય છે, ત્યારે જૈનશાસનમાં અર્થની અધિકતાના આધારે વાક્યર્થ વગેરે કહેવાય છે. (૮૮૩) लोयम्मिवि अत्थेणं, णाएणं एवमेव एएत्ति । विण्णेया बुद्धिमया, समत्थफलसाहगा सम्मं ॥८८४॥ તથા “તોપ' શિષ્ટાને “મન' સાથેનાથચેત્ય, વિમેવ' નોવોત્તરपदार्थादिप्रकारेणैते पदार्थादयः, इतिः प्राग्वत्, विज्ञेया 'बुद्धिमता' जनेन 'समर्थफलसाधकाः' प्रौढशास्त्रार्थप्रतीतिहेतवः, सम्यग् यथावत् । तथा हि लोके-"संहिता च पदं चैव, पदार्थः पदविग्रहः । चालना प्रत्यवस्थानं, व्याख्यानं तस्य षड्विधम् ॥१॥" इति व्याख्याक्रमः । अत्र च पदार्थों लोकोत्तरपदार्थतुल्य एव, अविशिष्टार्थपदार्थगम्यत्वात् । चालना वाक्यार्थः, प्रत्यवस्थानं तु महावाक्यार्थः । ऐदम्पर्य चात्र व्याख्यालक्षणे साक्षादनुक्तमपि सामर्थ्यादुक्तमेव द्रष्टव्यं, संहितादिव्याख्यानाङ्गैर्व्याख्यार्थस्यैदम्पर्यविषयत्वात् ॥८८४॥ ગાથાર્થ–ટીકાર્થ–શિષ્યલોકમાં પણ પદાર્થ વગેરે અર્થપત્તિથી લોકોત્તર પદાર્થ વગેરેની જેમ જ સમ્યગૂ શાસ્ત્રના પ્રૌઢ (=પરિપૂર્ણ) અર્થની પ્રતીતિનું કારણ બને છે તેમ બુદ્ધિમાન લોકે જાણવું, અર્થાત્ જેમ જિનશાસનમાં પદાર્થ વગેરે (ચાર)થી શાસ્ત્રવચનનો યથાર્થ બોધ કરવામાં આવે છે તેવી રીતે શિખલોકમાં પણ પદાર્થ વગેરેથી શાસ્ત્રવચનનો યથાર્થ બોધ કરવામાં આવે છે. લોકમાં વ્યાખ્યાનો ક્રમ આ પ્રમાણે છે–સંહિતા, પદ, પદાર્થ, પદવિગ્રહ, ચાલના અને પ્રત્યવસ્થાન એમ છ પ્રકારે સિદ્ધાંતનું વ્યાખ્યાન થાય છે. (૧) સંહિતા સર્વ પ્રથમ એકી સાથે સંપૂર્ણ સૂત્રનું શુદ્ધ ઉચ્ચારણ કરવું. (૨) પદ પછી એક એક પદ છુટું પાડવું. (૩) પદાર્થ=પછી એક એક પદનો અર્થ કરવો. પદાર્થના કારક, સમાસ, તદ્ધિત અને નિરુક્ત એમ ચાર પ્રકાર છે. તેમાં પ્રવતતિ પાવ: વગેરે કારક પદાર્થ છે. સંયઃ પતિઃ યાસી સંપતિઃ વગેરે સમાસ પદાર્થ છે. નિનો ફેવતાડતિ નૈનઃ વગેરે તદ્ધિત પદાર્થ છે. પ્રતિ વ સૈતિ નેતિ પ્રમ૨: વગેરે નિરુક્ત પદાર્થ છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ उपद्वेशप : भाग-२ ४०७ (૪) પદવિગ્રહ=જ્યાં જ્યાં સમાસ હોય ત્યાં ત્યાં સમાસનો વિગ્રહ કરવો. જેમકે संघपति = संघस्य पतिः । (५) शासना-पछी शंडा अरवी, पूर्वपक्ष रखो. (૬) પ્રત્યવસ્થાન=પછી શંકાનું યુક્તિયુક્ત સમાધાન કરવું. અહીં પદાર્થ લોકોત્તર પદાર્થની તુલ્ય જ છે. કારણ કે પદાર્થ અવિશિષ્ટ (સામાન્ય) અર્થવાળા પદોના અર્થથી જાણી શકાય છે. ચાલના વાાર્થ છે. પ્રત્યવસ્થાન મહાવાક્યાર્થ છે. અહીં વ્યાખ્યાના લક્ષણમાં ઐદંપર્ય સાક્ષાત્ કહેલું ન હોવાં છતાં સામર્થ્યથી કહેલું જ જાણવું. કારણ કે સંહિતા વગેરે વ્યાખ્યાનનાં અંગોથી જે અર્થનું વ્યાખ્યાન કર્યું છે તે અર્થનો વિષય ઐદંપર્ય છે. અર્થાત્ સંહિતા વગેરેથી વ્યાખ્યાન કરવાનું પ્રયોજન ઐદંપર્યાર્થ છે, ઐદંપર્યાર્થ માટે જ સંહિતાદિથી વ્યાખ્યાન કરવામાં આવે છે. માટે વ્યાખ્યાનના લક્ષણમાં ઐદંપર્વ ન કહ્યું હોવા છતાં સામર્થ્યથી કહેલું જ છે. (८८४) अथ लोकोत्तरदृष्टान्तद्वारेण लौकिकपदार्थस्वरूपमभिधत्ते वक्खाइसद्दओ जं, अविसिट्ठा चेव होइ बुद्धित्ति । उत्तरधम्मावेक्खा, जहेव हिंसाइसद्दाओ ॥८८५ ॥ 'वृक्षादिशब्दतो' वृक्षघटपटादिशब्देभ्यो यद् यस्मादविशिष्टा चैवात्र निम्बादिविशेषैरनालीढैव भवति, बुद्धिरिति प्राग्वत् । कीदृशीत्याह – 'उत्तरधर्म्मापेक्षा' वृक्षस्योत्तरधर्मा मूलकन्दस्कन्धादयो जम्बूनिम्बादयश्च घटादीनां तु ताम्ररजतसौवर्णादयः, तानपेक्षते आकाङ्क्षते या सा तथा । यथैव 'हिंसादिशब्दाद्' "हिंस्याद् न सर्वभूतानि" इत्यादिलक्षणात् । तत इदमर्थादापन्नं - यथा हिंस्यान्न सर्वभूतानीत्यादयः शब्दाः पदार्थवाक्यार्थादिप्रकारेण निराकाङ्क्षस्वार्थप्रतिपादका भवन्ति, तथा वृक्षादयोsपि शब्दाः पदार्थवाक्यार्थमहावाक्यार्थैदम्पर्यविषयभावमापन्नाः श्रोतृप्रतीतिमविकलामाराधयन्तीति । तथाहि - दूरे शाखादिमन्तं पदार्थमुपलभ्य कश्चित् कञ्चित् प्रति ब्रूयात् 'अग्रे वृक्षस्तिष्ठति' इति । तस्य च श्रोतुः श्रौत एव शब्दार्थः पदार्थः, अयं च वृक्षो भवन् किमाम्रो निम्बो वा स्यादिति चालनारूपो वाक्यार्थः, ततः प्रतिविशिष्टाकारावलोकनेनाम्र एव निम्बादिर्वायमिति प्रतिनियतः प्रत्ययो महावाक्यार्थः इत्थमेव निर्णयपुरः सरमाम्राद्यर्थिना प्रवर्त्तितव्यमित्यैदम्पर्यमिति ॥ ८८५ ॥ હવે લોકોત્તર દૃષ્ટાંત દ્વારા લૌકિક પદાર્થનું સ્વરૂપ કહે છે— Page #415 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ઉપદેશપદ : ભાગ-૨ ગાથાર્થ–વૃક્ષાદિ શબ્દથી ઉત્તરધર્મની આકાંક્ષાવાળી સામાન્ય જ બુદ્ધિ થાય છે. જેવી રીતે હિંસાદિ શબ્દથી. ટીકાર્થ–પહેલાં માણસ વૃક્ષ શબ્દ સાંભળે છે ત્યારે તેને વૃક્ષ એવો સામાન્ય બોધ થાય છે. પણ લીમડાનું વૃક્ષ ઈત્યાદિ વિશેષથી બોધ થતો નથી. તેથી જ તે બોધ વૃક્ષના મૂલ, કંદ અને સ્કંદ વગેરે ઉત્તર(ઋવિશેષ) ધર્મોની અથવા જાંબુ, લીમડો વગેરે વિશેષ ધર્મોની અપેક્ષા-આકાંક્ષા રાખે છે. અર્થાત્ વૃક્ષ એવો બોધ થયા પછી આ વૃક્ષ જાંબુનું છે કે લીમડાનું છે? ઇત્યાદિ વિશેષને જાણવાની અપેક્ષા-આકાંક્ષા ઊભી રહે છે. તે રીતે ઘટ શબ્દ સાંભળે તો તાંબાનો ઘટ, ચાંદીનો ઘટ કે સુવર્ણનો ઘટ? એમ વિશેષને જાણવાની આકાંક્ષા ઊભી રહે છે. પદાર્થ વગેરે ક્રમથી બોધ થયા પછી આકાંક્ષા ઊભી ન રહે. તેથી પરમાર્થથી આ પ્રાપ્ત થયું કે, જેવી રીતે “સર્વજીવોની હિંસા ન કરવી ઇત્યાદિ શબ્દો પદાર્થ-વાક્યાર્થ આદિ પ્રકારથી આકાંક્ષા રહિત પોતાના અર્થને જણાવનારા થાય છે તેવી રીતે વૃક્ષ વગેરે શબ્દો પણ પદાર્થ, વાક્યાર્થ અને મહાવાક્યાર્થથી ઔદંપર્યનો વિષય બની ગયા પછી શ્રોતાને પરિપૂર્ણ બોધ કરાવે છે. તે આ પ્રમાણે-દૂર રહેલા શાખાદિવાળા પદાર્થને જોઈને કોઈક માણસ કોઇકને કહે કે આગળ વૃક્ષ છે. સાંભળનારને સંભળાયેલો જ શબ્દાર્થ પદાર્થ છે, અર્થાત્ સાંભળનારે જે શબ્દાર્થ સાંભળ્યો તે જ તેના માટે પદાર્થ છે. પછી આ વૃક્ષ આંબાનું વૃક્ષ છે કે લીમડાનું વૃક્ષ છે? એવી ચાલના રૂપ વાક્યર્થ છે. ત્યાર બાદ વિશેષ પ્રકારના આકારના નિરીક્ષણથી આ આંબાનું જ વૃક્ષ છે અથવા આ લીમડાનું જ વૃક્ષ છે એવો નિશ્ચિતબોધ મહાવાક્યર્થ છે. આગ્ર આદિના અર્થીએ આ પ્રમાણે જ નિર્ણય કરવા પૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ એવું દંપર્ય છે. (૮૮૫) उपसंहरनाहकयमेत्थ पसंगेणं, इमिणा विहिणा निओगओ णाणं । आणाजोगोवि इहं, एसोच्चिय होइ णायव्वो ॥८८६॥ ' પર્યાપ્તમ વ્યાધ્યવિધિથને ‘પ્રન વિસ્તા, ‘મન’ મનીપ્રમजनादिना विधिना 'नियोगतो' नियमेन ज्ञानमागमश्रवणप्रवृत्तस्य श्रोतुः सम्पद्यते । आज्ञायोगोऽपि सम्यग्ज्ञानसाध्येऽत्र व्याख्याने एष एवोक्ताचारपरिपालनारूपो भवति ज्ञातव्यः ॥८८६॥ ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે– Page #416 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૦૯ | ગાથાર્થ–ટીકાર્ય–વ્યાખ્યાનનો વિધિ કહેવામાં પ્રાસંગિક વિસ્તાર આટલો પર્યાપ્ત છે. માંડલીનું પ્રમાર્જન કરવું વગેરે વિધિનું પાલન કરવાથી આગમશ્રવણમાં પ્રવૃત્ત થયેલા શ્રોતાને અવશ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. વ્યાખ્યાન અંગે આજ્ઞાયોગ પણ એ જ છે કે વ્યાખ્યાન સંબંધી પૂર્વે જે આચારો કહ્યા છે તે આચારોનું પાલન કરવું. આજ્ઞાયોગ સમ્યજ્ઞાનથી પ્રાપ્ત કરી શકાય છે. અહીં તાત્પર્યાર્થ એ છે કે (૧) આજ્ઞાયોગ સમ્યજ્ઞાનથી પ્રાપ્ત કરી શકાય છે. (૨) સમ્યજ્ઞાન વિધિપૂર્વક શ્રવણ કરવાથી થાય. (૩) માટે માંડલીનું પ્રમાર્જન વગેરે વિધિનું પાલન કરવું જોઇએ. (૮૮૬) ज्ञानवांश्च यत्करोति तदाहणाणी य णिच्छएणं, पसाहई इच्छियं इहं कज्जं । बहुपडिबंधजुयंपि हु, तहा तहा तयविरोहेण ॥८८७॥ 'ज्ञानी' चात्र विधिगृहीतशास्त्रार्थावबोधः पुनः पुमानिश्चयेन 'प्रसाधयति' निष्पादयतीप्सितमाप्तुमिष्टमिह कार्यं धर्मार्थाद्याराधनरूपं बहुप्रतिबन्धयुतमप्यनेकविघ्नप्रतिस्खलितमपि, ‘तथा तथा' तत्तद्व्यक्षेत्रादिस्वरूपानुवर्त्तनोपायेन, 'तदविरोधेन' तस्येप्सितकार्यस्य योऽविरोधो घटना कार्यान्तरैरीप्सितैरेव तेनोपलक्षितः सन् । न हि धर्मान्तराणि बाधमानो धर्मो धर्मरूपतां प्रतिपद्यते । यथोक्तम्-"धर्म यो बाधते धर्मों, न स धर्मः सतां मतः । अविरोधेन यो धर्मः, स धर्म इति कीर्तितः ॥१॥" तथा "वेदवृद्धानुपचरेच्छिक्षितागमतः स्वयम् । अहेरिव हि धर्मस्य, सूक्ष्मा दुरनुगा गतिः I ' ૮૮૭ જ્ઞાની જે કરે છે તે અહીં કહે છે ગાથાર્થ-જ્ઞાની અહીં ઇચ્છિત કાર્ય અનેક વિઘ્નોથી યુક્ત હોય તો પણ ઇચ્છિત કાર્યનો અન્ય ઇચ્છિત કાર્યોની સાથે વિરોધ ન આવે તે રીતે તે તે દ્રવ્ય-ક્ષેત્રાદિના સ્વરૂપને અનુકૂળ હોય તેવો ઉપાય કરીને ઈચ્છિત કાર્યને અવશ્ય સાધે છે. ટીકાર્થ-જ્ઞાની=વિધિથી ભણેલા શાસ્ત્રોના અર્થોનો જેને બોધ છે તેવો પુરુષ. કાર્ય ધર્મ અને ધન આદિની સિદ્ધિરૂપ કાર્ય. (તાત્પર્યાર્થ—અહીં ઇચ્છિત કાર્યને સાધવાનાં બે કારણો જણાવ્યાં છે. (૧) તે તે દ્રવ્યક્ષેત્ર-આદિના સ્વરૂપને અનુકૂલ હોય તેવો ઉપાય કરવો. (૨) ઇચ્છિત કાર્યનો અન્ય ઇચ્છિત ૧. ટીકામાં ૩૫ર્નાલિતઃ સન્ એ વિશેષણ જ્ઞાનીનું છે. તેન એટલે વિરોધેન ! Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ઉપદેશપદ : ભાગ-૨ કાર્યોની સાથે વિરોધ ન આવે તે રીતે ઇચ્છિત કાર્યને સાધે. જેમકે તપ એવો ન કરે કે જેથી બીજા મહાત્માઓને અગવડ થાય, અથવા પારણે દોષિત આહાર લેવો પડે. ગૃહસ્થ પૂજા તે રીતે ન કરે કે જેથી જિનવાણીનું શ્રવણ ન થાય. સાધર્મિક વાત્સલ્ય એ રીતે ન કરે કે જેથી અભક્ષ્મભક્ષણ વગેરે થાય. જે ધર્મ બીજા ધર્મને બાધ કરે(=હરકત પહોંચાડે) તે વાસ્તવિક ધર્મ જ નથી. આથી જ) અન્યધર્મોને બાધ કરતો ધર્મ ધર્મના સ્વરૂપને પામતો નથી. કહ્યું છે કે-“જે ધર્મ (અન્ય) ધર્મને બાધ કરે છે તે ધર્મ પુરુષોને માન્ય નથી. જે ધર્મ અન્યધર્મની સાથે અવિરોધી છે તેને ધર્મ કહ્યો છે.” તથા “શાસ્ત્રો ભણેલા હોવાના કારણે જેઓ પરિપક્વ શાસ્ત્રબોધવાળા છે તે પુરુષોની જાતે સેવા કરવી. કારણકે સર્પની જેમ ધર્મની ગતિ સૂક્ષ્મ અને કષ્ટથી અનુસરી શકાય તેવી છે, અર્થાત્ ધર્મનો બોધ કઠીન છે.” (૮૮૭) मग्गे य जोयइ तहा, केई भावाणुवत्तणणएण । बीजाहाणं पायं, तदुचियाणं कुणइ एसो ॥८८८॥ 'मार्गे' च सम्यग्दर्शनादिके निर्वाणपथे योजयति, तथेति समुच्चये, कांश्चिद्भव्यसत्त्वान् 'भावानुवर्तननयेन' मृदुः खरो मध्यमो वा यः शिक्षणीयस्य प्राणिनो भावो मनःपरिणामस्तस्यानुवर्तनमेव नयो नीतिः सामलक्षणभावेनेयमेव च प्रधाना नीतिः कार्यसिद्धौ । यथोक्तम्-"यद्यप्युपायाश्चत्वारः, प्रथिताः साध्यसाधने । સંજ્ઞાનાન્ન પન્ન તેષાં, સિદ્ધિ સાનિ પ્રતિષ્ઠિત પર ” તથા “ગતિતીપિ दावाग्निर्दहन् मूलानि रक्षति । समूलमुन्मूलयति, वायुर्यो मृदुशीतलः ॥२॥" तथा, 'बीजाधानं' धर्मप्रशंसादिकं प्रायश्च बाहुल्येनैव तदुचितानां' 'कुलक्रमागतमनिन्धं विभवाद्यपेक्षया न्यायतोऽनुष्ठानम्' इत्यादिशिष्टगृहस्थाचारपरतया बीजाधानयोग्यानां करोत्येष ज्ञानी ॥८८८॥ ગાથાર્થ-જ્ઞાની ભાવાનુવર્તનરૂપ નીતિથી કેટલાક ભવ્યજીવોને માર્ગમાં જોડે છે અને બીજાધાનને યોગ્ય જીવોમાં પ્રાયઃ બીજાધાન કરે છે. ટીકાર્ય–ભાવાનુવર્તન રૂપ નીતિથી–ભાવ એટલે મનનો પરિણામ. વિવિધ જીવોને આશ્રયીને માનસિક પરિણામના મૃદુ-મધ્યમ-તીવ્ર એમ ત્રણ ભેદ છે. જે જીવને ધર્મશિક્ષા આપવાની હોય તે જીવનો આ ત્રણમાંથી જેવો માનસિક પરિણામ હોય જ્ઞાની તે માનસિક પરિણામ પ્રમાણે અનુવર્તન કરે, એટલે કે માનસિક પરિણામ પ્રમાણે અનુકૂલ ૧. સર્પ વક્રગતિવાળો હોય છે આથી અહીં સર્પની જેમ તેમ કહ્યું છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૧૧ પ્રવૃત્તિ કરે. આ રીતે માનસિક પરિણામ પ્રમાણે અનુકૂલ પ્રવૃત્તિ રૂપ જે નીતિ એ નીતિથી ભવ્યજીવોને માર્ગમાં જોડે છે. નીતિઓના ચારે પ્રકાર છે. તેમાં અહીં સામનીતિ સમજવી. કારણ કે કાર્યની સિદ્ધિમાં સામનીતિ જ મુખ્ય છે. કહ્યું છે કે—જો કે સાધ્યને સિદ્ધ કરવામાં ચાર ઉપાયો પ્રસિદ્ધ છે. તો પણ ત્રણનું માત્ર સંશા એ જ ફળ છે, અર્થાત્ ત્રણ ઉપાયો માત્ર સંજ્ઞાથી=નામથી ઉપાયો છે, કાર્યની સિદ્ધિ તો સામનીતિમાં રહેલી છે.” તથા “બળતો દાવાનલ અતિતીક્ષ્ણ હોવા છતાં (વૃક્ષનાં) મૂળોનું રક્ષણ કરે છે, અર્થાત્ મૂળોને બાળી શકતો નથી. વાયુ કે જે મૃદુ અને શીતલ છે તે મૂલસહિત વૃક્ષને ઉખેડે છે.” માર્ગમાં જોડે છે–સમ્યગ્દર્શનાદિરૂપ મોક્ષમાર્ગમાં જોડે છે. બીજાધાન—(બીજાધાન એટલે બીજોનું સ્થાપન-આરોપણ. અહીં બીજ શબ્દથી જેનાથી ભવાંતરમાં ધર્મની પ્રાપ્તિ થાય તેવાં ધર્મબીજો સમજવા.) ધર્મપ્રશંસા વગેરે (ધર્મ)બીજો છે. જે જીવો શિષ્ટ ગૃહસ્થોના આચારોને પાળવામાં તત્પર હોય તે જીવો બીજાધાનને (ધર્મબીજોનું આરોપણ કરવા માટે) યોગ્ય છે. કુલપરંપરાથી આવેલ, અનિંદ્ય, વૈભવ વગેરે પ્રમાણે અને ન્યાયપૂર્વક ધનપ્રાપ્તિ માટે વ્યવહાર કરવો.” (ધર્મબિંદુ ૧/૩) વગેરે શિષ્ટ ગૃહસ્થના આચારો છે. (૮૮૮) अत्र दृष्टान्तमाह सुव्वइ निवस्स पत्ती, झाणग्गहसंगया विणीयति । मुच्छिमगकण्णदुब्बलणिवो य तह पुव्वसूरीहिं ॥८८९ ॥ ‘બ્રૂયતે' નિશમ્યતે પ્રવને નૃપસ્ય ‘પાર્થિવસ્ય' ચિત્ ‘પત્ની’ માર્યાં ધ્યાનં ૧. આ વિગત જેને સમજાય તેને જ ગુરુના અનુવર્તના ગુણનું મહત્ત્વ સમજાય. શિષ્યને દીક્ષા આપવાને લાયક ગુરુના અનેક ગુણો જણાવ્યા છે. તેમાં એક ગુણ છે અનુવર્તના. ગુરુ અનુવર્તક હોવા જોઇએ. અનુવર્તક એટલે ભિન્ન-ભિન્ન સ્વભાવવાળા જીવોને પણ સવિશેષ ગુણવાન બનાવવાની બુદ્ધિથી તેમના સ્વભાવને અનુસરનાર. અનુવર્તક ગુરુ શિષ્યોની પ્રકૃતિને અનુકૂલ થઇને પ્રેમથી તેમના દોષોને સુધારે અને તેમનામાં ગુણોનું આરોપણ કરે. તેવી રીતે સંસારી જીવને પણ ધર્મ પમાડવો હોય તો તેને અનુકૂળ થઇને ધર્મ પમાડવો એ વધારે સરળ માર્ગ છે. ૨. સામ, દામ, દંડ અને ભેદ એમ ચાર રાજનીતિ છે. તેમાં સામ એટલે શાંતિથી સમજાવટ કરીને કાર્ય સિદ્ધ કરવું. દામ એટલે ધન વગેરે આપીને કાર્ય સિદ્ધ કરવું. દંડ વસુલ કરીને કે દંડ ભરીને કાર્યસિદ્ધ કરવું તે દંડનીતિ છે. ફાટફૂટ કરીને કે એક બીજાને લડાવી મારીને કાર્ય સિદ્ધ કરવું તે ભેદ નીતિ છે. Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ઉપદેશપદ : ભાગ-૨ चित्तवृत्तिनिरोधस्तस्मिन् ग्रहो निर्बन्धस्तेन संगता समेता सती विनीता मार्गयोजिता, इत्येवं वक्ष्यमाणक्रमेण । तथा मूच्छिमकोऽसंज्ञिप्रायः कर्णदुर्बलो बहुमतकर्णेजपो नृपश्च राजा, वीनित इति प्रकृतेन सम्बन्धः, तथेति तद्भावानुवर्तननयेन, पूर्वसूरिभिश्चिरन्तनाचार्यैः ॥८८९॥ અહીં દષ્ટાંતને કહે છે ગાથાર્થ–સંભળાય છે કે રાજાની પત્ની ધ્યાનના આગ્રહવાળી હતી. પણ વિનીત હતી. રાજા અસંજ્ઞીતુલ્ય અને ઘણા મતોને સાંભળનારો હતો. પણ વિનીત હતો. પૂર્વસૂરિઓએ તેમના માનસિક પરિણામ પ્રમાણે અનુવર્તન રૂપ નીતિવડે રાણીને મોક્ષમાર્ગમાં tी, मने मीथान . (८८४) तथेमं दृष्टान्तं भावयन् गाथानवकमाहणिवपत्ती विव्विण्णा, झाणा मोक्खो त्ति मग्गहसमेया । ससरक्ख पउममझे, तिणयणदेवम्मि ठियचित्ता ॥८९०॥ तवखीणसाहुदंसण, बहुमाणा सेवणा तहा पुच्छा । झाणे दंडगकहणे, बज्झा एएत्ति अणुकंपा ॥८९१॥ गीयणिवेयणमागमझाणकहब्भुवगमे तह खेवो । कोई किदूरपवेस, धम्मिगाईहिं जा देवो ॥८९२॥ निच्चलचित्ता साहण, समओ नण्णेसिं आम पडिवण्णे । तदुवरि अद्भुट्ठकला, अओऽण्णमब्भासदसणयं ॥८९३॥ ससरक्खविज्जमादि न, तत्त तह दंसणा विगप्पोत्ति । संकाए गुरु सच्चा, किं तत्तं उचियणुट्ठाणं ॥८९४॥ इहरा एयं चिय छत्तरयणपरिच्छित्तितुल्लमो भणियं । पाएण विग्घभूयं, सति उचियफलस्स विनेयं ॥८९५॥ पत्तीए रयणसारं, आहरणं सिरिफलंति सोत्तूणं । आईए तप्परिच्छालग्गो चुक्को ततो सव्वा ॥८९६॥ एत्तो चिय झाणाओ, मोक्खोत्ति निसामिऊण पढमं तु । तल्लग्गोवि हु चुक्कति, नियमा उचियस्स सव्वस्स ॥८९७॥ Page #420 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૧૭ ता सुद्धधम्मदेसण, परिणमणमणुव्वयाइगहणं च । .. इय णाणी कल्लाणं, सव्वेसिं पायसो कुणति ॥८९८॥ તે પ્રમાણે દાંતને વિચારતા ગ્રંથકાર નવ ગાથાઓને કહે છે ગાથાર્થ-ટીકાર્ય–કોઈક રાજાની પત્ની મોહની મલિનતા સહજપણે અલ્પ થવાથી “વૃદ્ધસ્થા, મરણ, દરિદ્રતા અને વ્યાધિઓ દૂર રહો, કેવળ વારંવાર જન્મ પામવો એ જ ધીરપુરુષોને લજ્જા ઉત્પન્ન કરે છે એમ હું માનું છું.” ઈત્યાદિ વચનો સાંભળવાથી સંસારથી નિર્વેદ પામી. તેથી સંસારરૂપ કેદખાનામાંથી નીકળવાના ઉપાયોને શોધતી તેણે ક્યાંકથી “ધ્યાનથી મોક્ષ થાય” એમ સાંભળ્યું. તેથી તે ધ્યાનના અતિશય આગ્રહથી યુક્ત બની. કોઇવાર તેણે કોઈક શૈવ સાધુને પૂછ્યું કે-ધ્યાનમાર્ગ કેવો છે? અર્થાત્ ધ્યાન કેવી રીતે કરવું? તેણે આ પ્રમાણે કહ્યું: ચાર દલવાળા નાભિકમલની અંદર ત્રણ ચક્ષુવાળા, કાશ નામના પુષ્પના જેવા શરીરવાળા, અર્ધચંદ્રથી શોભી રહેલા મસ્તકવાળા, ત્રીજા નેત્રમાંથી પ્રવૃત્ત થયેલી અગ્નિ જ્વાલાઓથી સઘળા દિશા મંડલોને ઉજ્જવલ કરનારા, દેહના અર્ધાભાગમાં પ્રાણપ્રિય પાર્વતીને ધારણ કરનારા મહાદેવનું ધ્યાન કરવું. તેની પ્રક્રિયા આ પ્રમાણે છે–સદ્યોજાત દેવની સંક્ષેપથી સિદ્ધિ, ઋદ્ધિ, ધૃતિ, લક્ષ્મી મેધા, ક્ષાન્તિ, સ્વધા અને સ્થિતિ એ આઠ કલા કહી છે. સદ્યોજાત દેવની પશ્ચિમદલમાં પૂજા કરવી. રયલ્સ, રક્ષા, રતિ, પાલ્યા, કામ્યા, કૃષ્ણા, રતિ, ક્રિયા, વૃદ્ધિ, કાલ રાત્રિ, બ્રામણી અને મોહની એ તેર કલા વામદેવની કહી છે. વામદેવને ઉત્તર દલમાં પૂજે. ત્યાર બાદ મોહ, મદ, નિદ્રા, માયા, મૃત્યુ, ભય અને જરા એ સાત સંક્ષેપથી અઘોરની કલા કહી છે. દક્ષિણ તરફના દલમાં અઘોરને પૂજે. નિવૃત્તિ, પ્રતિષ્ઠા, વિદ્યા અને શાંતિ એ ચાર તપુરુષની કલા કહી છે. પૂર્વના દલમાં તત્પરુષને પૂજે. તારા, સુતારા, તરણી, તારયંતી અને સુતારણી એ પાંચ ઈશાન દેવની કલા છે. પ્રયત્નપૂર્વક મહાદેવના ચંદ્રની પૂજા કરે. કર્ણિકાના મધ્યમાં ઈશાન મહાદેવની પૂજા કરે. આડત્રીસ કલાઓ અને પાંચ તત્ત્વોથી યુક્ત મંદિરને જે જાણતો નથી તે શિવને જાણતો નથી. શૈવસાધુએ રાણીને આ પ્રમાણે સમજાવ્યું એટલે નિરંતર જ તેનું મન મહાદેવમાં રહેવા લાગ્યું. (૮૯૦). એકવાર તેને છઠ્ઠ-અક્રમ વગેરે તપથી કાયાને ક્રશ કરી નાખનારા કોઈ જૈન મુનિનાં દર્શન થયાં. પછી તેણે બહુમાન પૂર્વક તે મુનિની સેવા શરૂ કરી. તેણે મુનિને ધ્યાન કેવું હોય એમ પૂછ્યું. અગીતાર્થ હોવાથી મુનિએ કહ્યું: ભિક્ષા આદિના સમયે દંડને અમે હાથમાં રાખીએ છીએ. અને ઈર્યાપથિકા પ્રતિક્રમણ આદિના સમયે દંડને આગળ કરીને ૧. સોગાત, વામદેવ, મોર, તપુરુષ અને ફ્રાન એ પાંચ મહાદેવની (વિવિધ આકારની) મૂર્તિઓ છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૧૪ તેનું ધ્યાન કરીએ છીએ. આ સાંભળીને રાણીને આ જૈનો ધ્યાનમાર્ગથી બહાર રહેલા છે (=એમને ધ્યાનનું જ્ઞાન નથી) આવા વિચારથી દયા આવી. (૮૯૧) રાણીને ખિન્ન પરિણામવાળી જાણીને તે સાધુએ પોતે રાણીને જે કહ્યું હતું તે ગીતાર્થ કોઇક આચાર્યને જણાવ્યું. તે આચાર્યે અવસર પામીને રાણીને જૈનશાસનમાં જે ધ્યાન છે તે જણાવ્યું. તે આ પ્રમાણે—અમારા મતમાં આ એક ધ્યાનમાર્ગ છે– અરિહંતનું ધ્યાન સંપૂર્ણ ચંદ્રસમાન વદનવાળા, પરિવાર સહિત સિંહાસને બિરાજમાન, કેવલજ્ઞાનથી ઉજ્વલ અને શ્વેત વર્ણવાળા અરિહંત ભગવાનનું ધ્યાન કરવું. પછી તેણે આ ધ્યાનનો સ્વીકાર કર્યો. ધ્યાનમાં વિક્ષેપ થતાં તેને કૌતુક થયું. તેથી તેણે આચાર્યને પૂછ્યું: ધાર્મિક વગેરે લોક સમવસરણમાં કેટલા દૂર સુધી પ્રવેશ કરી શકે? આચાર્યે કહ્યું: દેવ સુધી. અહીં અભિપ્રાય આ છે—જ્યારે ભગવાન દેશના આપવા માટે ઉપસ્થિત થાય છે ત્યારે ક્યારેક એક જ મહર્ધિક વૈમાનિક દેવ ત્રણ કિલ્લાવાળું, અશોકવૃક્ષ વગેરે આઠ પ્રાતિહાર્યોથી યુક્ત, યોજન પ્રમાણ વિસ્તારવાળું સમવસરણ બનાવે છે. ચારેક ભવનપતિ વગેરે સર્વ પ્રકારના દેવો સમવસરણ બનાવે છે. તે સમવસરણમાં પાલખી વગેરે યાન અને રથ વગેરે વાહન ત્રીજા કિલ્લામાં પ્રવેશે છે=રહે છે. જે તિર્યંચો કેવળ ભક્તિથી આકર્ષાઇને આવે છે તે હાથી અને અશ્વ વગેરે તિર્યંચવિશેષો બીજા કિલ્લામાં પ્રવેશ કરે છે=૨હે છે. બાકીના ધાર્મિક દેવો, દાનવો અને માનવો જ્યાં અરિહંત છે ત્યાં સુધી (ત્રીજા કિલ્લામાં) પ્રવેશ કરે છે. (૮૯૨) જ્યારે રાણી નિશ્ચલ ચિત્તવાળી થઇ ત્યારે ગુરુએ તેને કહ્યું: મેં જે આ ધ્યાનની પ્રક્રિયા જણાવી છે તે અન્યદર્શનીઓમાં નથી. રાણીએ ગુરુના આ કથનનો સ્વીકાર કર્યો. ગુરુએ તેને કહ્યુંઃ ધ્યાનના અર્થી બીજા પણ જીવે તેવા પ્રકારના ભગવાનને હૃદયમાં ધારણ કરીને દેવ-દાનવ વગેરેની જેમ દેવ સુધી (ત્રીજા કિલ્લામાં) પ્રવેશ કરવો. ત્યાર બાદ સાડા ત્રણ કલાઓથી યુક્ત ભગવાનનું ધ્યાન કરવું. અહીં જ્ઞાનાવરણીય વગેરે આઠ કર્મરૂપ આઠ કલા છે. તેમાંથી ભગવાનની ઘાતી કર્મરૂપ ચાર કલા અને કેટલીક આયુષ્યકર્મકલા કેવલજ્ઞાનના ઉદય વખતે ક્ષીણ થઇ ગઇ છે. આથી સાડા ત્રણ કલા બાકી રહે છે. આથી કેવળીના વિહાર કાળ સુધી (=નિર્વાણ ન પામે ત્યાં સુધી) સાડા ત્રણ કળાઓથી યુક્ત ભગવાનનું ધ્યાન કરવું જોઇએ. આ જ શાસ્ત્રકારે (=શ્રી હરિભદ્રસૂરિ મહારાજે) બ્રહ્મ પ્રકરણમાં કહ્યું છે કે “જે રાગાદિથી રહિત છે અને ધર્મ વગેરે બધું સાક્ષાત્ એકી સાથે Page #422 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૧૫ પરમાર્થથી જાણે છે તે સર્વજ્ઞ સત્પુરુષોને માન્ય છે. (૧) તે સુંદર અને પ્રશસ્ત સાડા ત્રણ કળાઓથી યુક્ત છે. તેની સાડા ચાર કળાઓ ક્ષીણ થયેલી છે. તે સર્વ પુરુષાર્થોથી વિરામ પામેલ છે, અર્થાત્ હવે તેને કોઈ પુરુષાર્થ કરવાનો રહેતો નથી. અષ્ટ પ્રાતિહાર્ય આદિ બાહ્ય લક્ષ્મીથી અને અનંતજ્ઞાનાદિથી આંતર લક્ષ્મીથી યુક્ત છે. મનુષ્યો, સુરો અને અસુરોથી પૂજાયેલ છે. (૨) અન્વર્થના સંબંધથી તે મહાદેવ, અર્હન્ અને બુદ્ધ એવા સત્ય અને પ્રશસ્ત નામોથી સ્તુતિ કરાય છે. (૩)” સિદ્ધનું ધ્યાન આનાથી બીજું ધ્યાન સિદ્ધ સ્વરૂપનું કરવું જોઇએ. કહ્યું છે કે–(૧) અનંતજ્ઞાનદર્શનથી યુક્ત, સમ્યક્ત્વ વગેરે ગુણોથી યુક્ત, અનંતભવમાં જે શરીરધારણ કર્યું હતું અને અંતે છોડ્યું હતું તે શરીરના આકારને ધારણ કરનારા, (૨) આકારસહિત, આકારરહિત, રૂપથી રહિત, જરાથી રહિત, મૃત્યુથી મુક્ત, સ્વચ્છસ્ફટિકમાં પ્રતિબિંબિત થયેલા જિનબિંબ જેવા, લોકના અગ્રભાગ રૂપ શિખર ઉપર આરૂઢ થયેલા, સુખરૂપ સંપત્તિને ધારણ કરનારા, સર્વ પ્રકારના દુઃખથી રહિત અને મલિનતાથી રહિત (=નિર્મલ) એવા સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરવું. (૩) જેવી રીતે સ્વચ્છ અભ્રકના ઘરમાં રહેલા દીપકનું દર્શન ઘરની બહાર રહેલા માણસોને પણ થાય છે. તેમ આ બીજા પણ ધ્યેયના ધ્યાનનો અભ્યાસ કરવાથી પરમાત્માનાં દર્શન થાય છે. (૮૯૩) પછી ગુરુએ તેને કહ્યુંઃ શૈવ સાધુઓએ વિદ્યા, મંત્ર, તંત્ર અને આત્મરક્ષા વગેરે જે કંઈ કહ્યું છે તે બધું તત્ત્વહીન છે. એક તરફ ગુરુએ શૈવ સાધુએ કહેલું બધું તત્ત્વહીન છે એમ કહ્યું અને બીજી તરફ એને પણ એ બધું તત્ત્વહીન જણાયું. આથી તે દ્વિધામાં પડી કે પૂર્વે મેં પ્રમાણ તરીકે જે ધ્યાનમાર્ગ સ્વીકાર્યો હતો તે તત્ત્વહીન થયો. તે પ્રમાણે આ (આચાર્યશ્રીએ કહેલો) ધ્યાનમાર્ગ પણ ભવિષ્યમાં તત્ત્વહીન કેમ ન થાય? એવી શંકા થઇ. પછી ગુરુના બીજાઓમાં ન હોય તેવા જ્ઞાન, ક્રિયા અને ઉપશમ વગેરે ગુણોને જોતી તે જાતે જ દૃઢશ્રદ્ધાવાળી બની. પછી તેણે વિચાર્યું કે આ ગુરુ સત્ય છે. પછી તેણે ફરી ગુરુને પૂછ્યું: હે ભગવન્! તત્ત્વ શું છે? ગુરુએ કહ્યુંઃ ધ્યાન, અધ્યયન, દેવપૂજાદિ અને સાધુદાન વગે૨ે જે અનુષ્ઠાન જ્યારે ક૨વાનું ઉચિત હોય તે અનુષ્ઠાન ત્યારે કરવું એ તત્ત્વ છે. (૮૯૪) ઔચિત્ય વિના આ જ અનુષ્ઠાન કરવું એ છાત્રરત્નપરીક્ષાતુલ્ય છે, અને ઉચિત કાર્યનું ૧. ભગવાનનાં કર્મો પ્રશસ્ત હોવાથી કળાઓ સુંદર છે. ૨. અન્વર્થ એટલે અર્થને અનુસરનાર વ્યુત્પત્તિવાળો શબ્દ. Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ઉપદેશપદ : ભાગ-૨ સદા પ્રાયઃ અંતરાયભૂત જાણવું, અર્થાત્ આ જ અનુષ્ઠાન કરવું એવા આગ્રહના કારણે બીજું જે અનુષ્ઠાન ઉચિત હોય તે અનુષ્ઠાન થઈ શકતું નથી. (૮૯૫). છાત્રરત્નપરીક્ષાનું દૃષ્યત આ પ્રમાણે છે–કોઈ વિદ્યાર્થીએ સાંભળ્યું કે પત્નીના રત્નથી સંયુક્ત કંઠાભરણ વગેરે આભૂષણથી સંપત્તિની પ્રાપ્તિ થાય છે. આ સાંભળીને તે જીવનના બીજા ઉપાયોનો ત્યાગ કરીને રત્નની પરીક્ષામાં (=રત્નોને પરખવામાં લાગી ગયો. આથી તે ભોજન અને વસ્ત્રાદિથી ભ્રષ્ટ થયો. (૮૯૬). એ પ્રમાણે ધ્યાનથી મોક્ષ મળે છે” એવું સાંભળીને ધ્યાન સિવાયના ગુરુ વિનય, શાસ્ત્રાભ્યાસ વગેરે વિહિત અનુષ્ઠાનનો ત્યાગ કરીને કેવળ ધ્યાનમાં જ લાગેલો પણે અવશ્ય સર્વ ઉચિતથી ભ્રષ્ટ થાય છે. અહીં અભિપ્રાય આ છે–જેને ભોજન અને વસ્ત્રાદિનું સુખ સંપૂર્ણ છે તે પુરુષવિશેષ વૈભવની આકાંક્ષાથી રત્નની પરીક્ષામાં લાગે એ એના માટે યોગ્ય ગણાય. (પણ જેને ખાવા-પીવાનું અને પહેરવા-ઓઢવાનું સુખ પૂર્ણ નથી તે રત્નની પરીક્ષામાં લાગે છે તેના માટે યોગ્ય નથી) તે રીતે જેણે સાધુના સર્વ આચારોનું શિક્ષણ મેળવી લીધું છે, ધર્મધ્યાન-શુક્લધ્યાનને યોગ્ય સૂત્રાર્થનો સમ્યગુ અભ્યાસ કરી લીધો છે, તે સાધુને વિહિત અન્ય અનુષ્ઠાનને બાધા ન પહોંચે તેમ, પૂર્વે કહેલું જ ધ્યાન ઉચિત છે. શ્રાવકોને પણ વિહિત અન્ય અનુષ્ઠાનને બાધા ન પહોંચે તેમ યોગ્ય સમયે નમસ્કાર મહામંત્ર વગેરેનું ધ્યાન ઉચિત જ છે. (૮૯૭). પછી આચાર્યશ્રીએ રાણીને સાધુ-શ્રાવક ધર્મની પ્રરૂપણા રૂપ શુદ્ધ દેશના આપી. તેને દેશના પરિણમી. પછી તેણે અણુવ્રતાદિનો સ્વીકાર કર્યો. આ પ્રમાણે ગીતાર્થ પ્રાયઃ સ્વપરનું કલ્યાણ કરે છે. (૮૯૮). अथ द्वितीयज्ञातं गाथादशकेन भावयतिसंमुच्छिमपाओ सवणदुब्बलो चेव कोइ रायत्ति । उत्तमधम्माजोग्गो, सद्धो तह कुपरिवाओ य ॥८९९॥ रिसिमित्तदंसणेणं, आउट्टो पूयदाणनिरओत्ति । अण्णापोहाहिगरणकह विपरिणओ य मुक्खत्ति ॥९००॥ गीयनिवेयणमागम, तब्भावावगम पुच्छ किं तत्तं । अइगंभीरं साहह, जइ एवं सुणसु उवउत्तो ॥९०१॥ ૧. “કેવળ ધ્યાનમાં જ લાગેલો પણ” એ સ્થળે રહેલા પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે-જો કેવળ ધ્યાનમાં જ લાગેલો પણ અવશ્ય સર્વ ઉચિતથી ભ્રષ્ટ થાય છે તો પછી કેવળ રત્નની પરીક્ષામાં લાગેલો વિદ્યાર્થી સર્વ ઉચિતથી ભ્રષ્ટ થાય તેમાં તો શું કહેવું? Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭: ઉપદેશપદ : ભાગ-૨ सत्थिमईए माहणधूया सहिया विवाहभेओत्ति । सुत्थासुत्थे चिंता, पहुणगमणे विसाओत्ति ॥९०२॥ पुच्छा साहण पावा, दूहव मा कुण करेमि ते गोणं । मूलिगदाणं गमणं, तीए अप्पत्तिय पओगो ॥९०३॥ गोणत्तं विदाणा, गोमीलणमन्नपासणण्णाए । कहणं मणुओ तीए, कह पुण मूलाए सा कत्थ ॥९०४॥ णग्गोहतले सवणं, णियत्तणा चिंत सव्वचरणंति । पत्ता मणुओ एवं, इह एसा धम्ममूलत्ति ॥९०५॥ ता आहेणं इहयं, उचियत्तेणमविरोहओ जत्तो । कायव्वो जह भव गोणविगमओ जीवमणुयत्तं ॥९०६॥ तोसा सासणवण्णो, पूजा भत्तीए बीजपक्खेवो । एवं णाणी बाहुल्लओ हियं चेव कुणइत्ति ॥९०७॥ एयारिसओ लोओ, खेयण्णो हंदि धम्ममग्गम्मि । बुद्धिमया कायव्वो, पमाणमिइ ण उण सेसोवि ॥९०८॥ હવે બીજા દૃષ્ટાંતને દશ ગાથાઓથી વિચારે છે– ગાથાર્થ–ટીકાર્ચ–એક રાજા હતો. તે અસંજ્ઞી તુલ્ય હતો, એટલે કે યોગ્ય-અયોગ્યનો વિચાર કરવામાં અસમર્થ હતો. એથી જ તે દેવ-ગુરુ-ધર્મ સંબંધી જે કંઈ સાંભળવા મળે તે સાંભળતો હતો. એથી દેવ-ધર્મ વગેરેનો વિભાગ કરીને કોઈ અમુક દેવ-ધર્મને સ્વીકારવામાં અસમર્થ હતો. તથા તેનો પરિવાર પણ કુશિક્ષણથી શિક્ષિત હતો. આમ છતાં તે સ્વભાવથી જ ધર્મમાં શ્રદ્ધાળુ હતો. (૮૯૯) એકવાર તેણે તેવા પ્રકારના અજ્ઞાન જૈન સાધુને જોયા. મુગ્ધ ધર્મશ્રદ્ધાળુ હોવાના કારણે તે સાધુ પ્રત્યે તેને આકર્ષણ થયું. આથી રાજા તે સાધુની અભુત્થાન વગેરે પૂજા કરવા લાગ્યો, અને વસ્ત્ર-પાત્ર-આદિનું દાન કરવા લાગ્યો. તે સાધુએ કોઇવાર રાજાની આગળ બૌદ્ધ વગેરે ધર્મનું ખંડન કર્યું. તે આ પ્રમાણે–અન્ય દર્શનીઓ સન્માર્ગ ઉપર દ્વેષ રાખે છે અને કુમાર્ગને આગળ કરે છે, અર્થાત્ કુમાર્ગનો ઉપદેશ આપે છે. તેમને ત્રણ-સ્થાવર વગેરે જીવોનું જ્ઞાન નથી, તથા ત્રણ-સ્થાવર વગેરે જીવોનું રક્ષણ કરવાના ઉપાયનું જ્ઞાન પણ નથી. આ સાંભળીને રાજાને મનમાં થયું કે આ સાધુ મૂર્ણ છે કે જે અન્યદર્શન પ્રત્યે ઈર્ષ્યાથી ભરેલો છે. આવા વિચારથી રાજા તે સાધુ પ્રત્યે વિરક્ત બની ગયો. (00) Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ઉપદેશપદ : ભાગ-૨ - તે સાધુએ ગીતાર્થ આચાર્યને કહ્યું કે આ રાજા મારી પ્રરૂપણાથી વિપરિણામ પામી ગયો છે. પછી અવસરે આચાર્યનું રાજાની પાસે આવવાનું થયું. તેથી આચાર્યને રાજાના ભાવનું જ્ઞાન થયું. અવસરે રાજાએ આચાર્યને પુછ્યું- હે ભગવન્! તત્ત્વ શું છે? આચાર્ય કહ્યું: તત્ત્વ અતિગંભીર છે, જાતે જ જાણી શકાય તેવું નથી. રાજાએ કહ્યું: જો તત્ત્વ આ પ્રમાણે અતિગંભીર છે અને જાતે જાણી શકાય તેમ નથી તો મને તત્ત્વ કહો. ગુરુએ કહ્યું ઉપયોગવાળા થઈને સાંભળો. (૯૦૧) સ્વસ્તિમતી નગરીમાં કોઈ બ્રાહ્મણપુત્રી હતી. તેની એક સખી હતી. સમય જતાં તે બેનો ભિન્ન સ્થળે વિવાહ થવાના કારણે તે બે જુદી થઈ. એકવાર બ્રાહ્મણપુત્રીને સખીની સુખ-દુઃખની વાત સાંભળીને ચિંતા થઈ. આથી તે જાતે જ મહેમાન તરીકે તેના ઘરે ગઈ. તેણે સખીનો વિષાદ જોયો. (૯૦૨) તેથી તેણે વિષાદનું કારણ પૂછ્યું: સખીએ કહ્યું: હું પાપી છું, જેથી પતિના દૌર્ભાગ્યને પામી છું, અર્થાત્ હું પતિને અપ્રિય બની છું. બ્રાહ્મણપુત્રીએ કહ્યું તું ખેદ ન કર. હું તારા પતિને વનસ્પતિના મૂળિયાના પ્રભાવથી બળદ બનાવી દઉં છું. પછી સખીને મૂળિયું આપીને બ્રાહ્મણપુત્રી પોતાના સ્થાને ગઈ. પછી સખીએ “આનાથી હું લાંબા કાળ સુધી અપમાનિત કરાઈ છું” એવા આશયથી પતિને મૂળિયાનું ચૂર્ણ ખવડાવ્યું. (૯૦૩) મણિ-મંત્ર-ઔષધિઓનો પ્રભાવ અચિંત્ય હોય છે. આથી તેનો પતિ બળદ બની ગયો. પતિને બળદ થયેલો જોઈને તે ખિન્ન બનીને વિચારવા લાગી કે આ પુરુષ કેવી રીતે થશે? પછી તેને ચરવા માટે બળદોના ટોળાની સાથે કર્યો. પોતે તેની પાછળ ફરે છે. એકવાર વડની શાખા ઉપર રહેલા વિદ્યાધર યુગલે તે બળદને જોયો. વિદ્યારે પત્નીને કહ્યું. આ મનુષ્ય હોવા છતાં (પ્રયોગથી) બળદ થયેલો છે. પત્નીએ વિદ્યાધરને પૂછ્યું: આ ફરી મનુષ્ય કેવી રીતે થશે? વિદ્યાધરે કહ્યું: મૂળિયાથી. વિદ્યાધરીએ પૂછ્યું: આ મૂળિયું ક્યાં છે? (૯૦૪) વિદ્યાધરે કહ્યું: આ જ વૃક્ષની નીચે છે. આ પ્રમાણે કહીને વિદ્યાધર યુગલ અંતર્ધાન થઈ ગયું. આ સઘળો વૃત્તાંત વડની નીચે રહેલી બળદની પત્નીએ સાંભળ્યો. પછી તે ઘરે ગઈ. આ મૂળિયું કેવી રીતે મળે એમ વિચારવા લાગી. પછી વડની નીચે રહેલો બધો ચારો ચરાવવાનું શરૂ કર્યું. એમ કરતાં મૂળિયું ખાવામાં આવી ગયું. મૂળિયું ખાવાથી તે મનુષ્ય થઈ ગયો. આ દતથી પ્રસ્તુત ગંભીર તત્ત્વની વિચારણામાં વિપરીતજ્ઞાન રૂપ પશુભાવને દૂર કરવા માટે ધર્મરૂપ મૂળિયું સમર્થ છે. આથી ધર્મરૂપ મૂળિયું મેળવવું જોઈએ. (૦૫) Page #426 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૧૯ - લોકમાં અનેક પ્રકારના દેવ-ગુરુ-ધર્મ પ્રવર્તેલા છે. તેથી જ્યાં સુધી અમુક જ દેવગુરુ-ધર્મ સત્ય છે એવું સમ્યક જ્ઞાન ન થાય ત્યાં સુધી સર્વદેવોની આરાધના કરવા દ્વારા ધર્મતત્ત્વને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેમાં સર્વદેવોની આરાધના ઉચિત રીતે કરવી જોઈએ, એટલે કે જે દેવ જેટલી ભક્તિ કરવાને યોગ્ય હોય તેની તેટલી ભક્તિ કરવી જોઇએ. તથા આ પ્રયત્ન અવિરોધથી કરવો જોઈએ, એટલે કે શિષ્ટ લોકમાં ધનોપાર્જનાદિની જે નીતિ રૂઢ હોય તે નીતિનું ઉલ્લંઘન કર્યા વિના પ્રત્ન કરવો જોઇએ. તમારે તે રીતે પ્રયત્ન કરવો જોઈએ કે જેથી સંસાર અવસ્થારૂપ બળદ અવસ્થા દૂર થાય અને કર્મથી રહિત કેવળ જીવરૂપ મનુષ્યપણાની પ્રાપ્તિ થાય. (૯૦૬) આ સાંભળીને રાજાને પ્રમોદ થયો કે અહો! આમનું માધ્યચ્ચ મહાન છે. પ્રમોદના કારણે જૈનદર્શનની પ્રશંસા થઈ. તેણે જૈનશાસનનું ગૌરવ કર્યું. જૈનદર્શનની ભક્તિથી રાજાએ આત્મારૂપ ખેતરમાં ધર્મબીજની વાવણી કરી. આ પ્રમાણે (Fપૂર્વોક્ત ગીતાર્થ આચાર્યની જેમ) જ્ઞાની મોટા ભાગે હિત જ કરે છે. (૯૦૭) આથી બુદ્ધિમાન મનુષ્ય શ્રુત-ચારિત્રની આરાધના રૂપ ધર્મમાં આવા જ (=જણાવેલા આચાર્યના જેવા જ) નિપુણ લોકને પ્રમાણ કરવો જોઇએ. અગીતાર્થને પ્રમાણ કરવાથી અનર્થ થતો હોવાથી (ઉક્ત સિવાય) અન્યલોકને પ્રમાણ ન કરવો જોઈએ. અન્ય લોક ઉક્તલોકના જેવો આકાર ધારણ કરતો હોય તો પણ અન્યલોકને પ્રમાણ ન કરવો જોઈએ. કેમકે વસ્તુઓનો (બહારથી) પરસ્પર આકાર સમાન હોવા છતાં વિચિત્ર શક્તિના કારણે (અંદરથી) ભેદ હોય છે. (૯૦૮) आह-यद्येवमल्प एव लोकः प्रमाणीकर्तव्यः स्यात्, तथा चाल्पलोकपरिगृहीतत्वेन धर्मो नात्यर्थमादेयतां नीतो भवेदिति मनसि परिभावयतो भव्यान् शिक्षयन्नाह बहुजणपवित्तिमेत्तं, इच्छंतेहिं इहलोइओ चेव ।। धम्मो ण उज्झियव्वो, जेण तहिं बहुजनपवित्ती ॥९०९॥ बहुजनप्रवृत्तिमात्रं गतानुगतिकरूपं लोकरूढिमेवेच्छद्भिरिह धर्मचिन्तायां लौकिकश्चैव लोकरूढ एव धर्मो हिमपथज्वलनप्रवेशभृगुपातादिलक्षणो नोज्झितव्यः, येन तत्र धर्मे बहुजनप्रवृत्तिर्लक्षकोट्यादिसंख्यलोकसमाचाररूपा दृश्यते ॥९०९॥ આ પ્રમાણે તો અલ્પ જ લોકને પ્રમાણ કરવાનું થાય, એથી ધર્મને સ્વીકારનાર લોક અલ્પ હોય, અલ્પલોકથી સ્વીકારાયેલો હોવાના કારણે ધર્મ અતિશય આદેય ન બને, આ પ્રમાણે મનમાં વિચારતા ગ્રંથકાર ભવ્યજીવોને શિક્ષા આપતા કહે છે Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ ઉપદેશપદ : ભાગ-૨ ગાથાર્થ—અહીં માત્ર બહુજનપ્રવૃત્તિને ઇચ્છનારાઓએ લૌકિક ધર્મ ન છોડવો જોઈએ. કારણ કે તેમાં બહુજનની પ્રવૃત્તિ છે. दार्थ-Hi=धनी विया२९॥मi. માત્ર બહુજનપ્રવૃત્તિને=ગતાનુગતિક રૂપ લોકરૂઢિને. सौदो :३० धर्म. તાત્પર્યાર્થ–જેમાં ઘણા લોકો પ્રવૃત્તિ કરે તેવા ધર્મને ઇચ્છનારા લોકોએ લોકમાં રૂઢ થયેલ હિમપથ (=બરફ ઉપર ચાલવું), અગ્નિપ્રવેશ, ભૃગુપાત (પર્વતના શિખર ઉપરથી ભૂસકો મારવો) વગેરે ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ. કેમકે તે ધર્મમાં લાખો-ક્રોડો વગેરે (uel) संध्यामi lोनु आय२९॥ हेपाय छे. (८०८) ता आणाणुगयं जं तं, चेव बुहेण सेवियव्वं तु । किमिह बहुणा जणेणं, हंदि ण सेयस्थिणो बहुया ॥९१०॥ 'तत्' तस्मादाज्ञानुगतं सर्वज्ञप्रवचनप्रतिबद्धं यदनुष्ठानं तदेव मोक्षाभिलाषिणा बुधेनोत्तमप्रकृतिना पुरुषेण सेवितव्यम् । तुः पादपूरणार्थः । किमिह धर्मकरणे 'बहुना जनेन' स्वच्छन्दचारिणा लोकेन प्रमाणीकृतेन? हन्दीति पूर्ववत् । न 'श्रेयो-ऽर्थिनो' निर्वाणाभिलाषिणो बहवो जना यतः ॥९१०॥ ગાથાર્થ-ટીકાર્થ-તેથી જે અનુષ્ઠાન સર્વજ્ઞવચનને અનુસરનારું હોય તે જ અનુષ્ઠાન મોક્ષાભિલાષી ઉત્તમ પ્રકૃતિવાળા પુરુષે સેવવું જોઈએ. ધર્મકાર્યમાં સ્વચ્છંદાચારી ઘણા લોકને પ્રમાણ કરવાનું શું કામ છે? કારણકે મોક્ષના અભિલાષી જીવો ઘણા હોતા નથી. (૯૧૦) एतदेव भावयतिरयणत्थिणोऽतिथोवा, तद्दायारोवि जह उ लोयम्मि । इय सुद्धधम्मरयणत्थिदायगा दढयरं णेया ॥९११॥ . 'रत्नार्थिनः' पद्मरागपुष्परागादिप्रस्तरखण्डाभिलाषिणोऽतिस्तोकाः पञ्चषादिरूपाः, 'तदातारोऽपि' रत्नविक्रेतारोऽपि 'यथा तु' यथैवातिस्तोका लोके 'घृततैलधनधान्यादिवाणिज्यकारिणि जने । इत्येवं शुद्धधर्मरत्नार्थिक्रायका निर्वाणावन्ध्यकारणसम्यग्दर्शनादिशुद्धधर्मरत्नार्थिनो भव्यजीवाः, तद्दायकाश्च गुरवः स्वभावत एव भवोद्विग्ना १. मोक्षायैव तु घटते, विशिष्टमतिरुत्तमपुरुषः-(श्री तत्त्वार्थाषिराम संoisRs u. ५) मा क्यनने भो साभे राजाने थारे महा मोक्षाभिलाषिणा बधेनोत्तमप्रकतिना वो पस्या छ. Page #428 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૨૧ लब्धागमरहस्याः, अत एव मोक्षमार्गकरतयो दृढतरमत्यर्थं ज्ञेया अतिस्तोका इति ॥९११॥ આ જ વિષયને વિચારે છે– ગાથાર્થ-જેવી રીતે લોકમાં રનના અર્થી અને રત્નને વેચનારા અતિશય અલ્પ હોય છે, તેમ શુદ્ધ ધર્મરૂપ રત્નના અર્થી અને તેના દાતા અતિશય અલ્પ જાણવા. ટીકાર્ય–જેવી રીતે ઘી-તેલ અને ધન-ધાન્યાદિનો વેપાર કરનાર લોકમાં (ઘી-તેલ આદિના અર્થી ઘણા હોય છે, અને તેને વેચનારા પણ ઘણા હોય છે. પણ) માણેક અને પોખરાજ વગેરે રત્નના અર્થી જીવો પાંચ-છ વગેરે અતિઅલ્પ હોય છે અને રત્નને વેચનારા જીવો પણ અતિશય અલ્પ હોય છે. તેમ મોક્ષનું અવંધ્ય કારણ એવા સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ધર્મ રૂપ રત્નના અર્થી ભવ્યજીવો અતિશય અલ્પ હોય છે, અને તેવા ધર્મરૂપ રત્નને આપનારા ગુરુઓ પણ અતિશય અલ્પ હોય છે. સમ્યગ્દર્શનાદિ શુદ્ધધર્મના દાતા ગુરુઓ સ્વભાવથી જ ભવથી ઉદ્ધગ્નિ, શાસ્ત્રરહસ્યના જ્ઞાતા અને એથી જ કેવળ મોક્ષમાર્ગમાં જ દૃઢ પ્રીતિવાળા હોય છે. (૯૧૧) अत्र हेतुमाहबहुगुणविहवेण जओ, एए लब्भंति ता कहमिमेसु । एयदरिदाणं तह, सुविणेवि पयट्टई चिंता ॥९१२॥ बहुभिर्गुणैरक्षुद्रताभिः, बहुना च विभवेन धनेन धान्यादिसम्पत्तिरूपेण यत एतानि रत्नानि शुद्धधर्मश्च लभ्यन्ते, बहुभिर्गुणैर्धर्मो लभ्यते, विभवेन तु बहुना रत्नानीत्यर्थः । ततः कथमेतेषु रत्नेषु धर्मे 'चैतदरिद्राणां' बहुगुणविभवशून्यानां तथा गुणरत्नस्पृहाप्रकारेण 'स्वप्नेऽपि' निद्रायमाणावस्थायामपि प्रवर्त्तते चिन्ता, सर्वचिन्तानां प्रायः स्वप्राप्त्यनुसारेण लोके प्रवृत्तिदर्शनात् ॥९१२॥ અહીં હેતુને કહે છે ગાથાર્થ–કારણ કે ધર્મ અને રત્નો અનુક્રમે ઘણા ગુણોથી અને વૈભવથી મળી શકે છે. તેથી ઘણા ગુણોથી અને વૈભવથી રહિત જીવોને સ્વપ્નમાં પણ ધર્મની અને રત્નોની સ્પૃહા અને (મેળવવાની) ચિંતા કેવી રીતે થાય? ટીકાર્ય–શુદ્ધધર્મને અને રત્નોને લેનારા અને આપનારા અતિશય અલ્પ હોય છે એનું કારણ એ છે કે શુદ્ધધર્મ અક્ષુદ્રતા વગેરે ઘણા ગુણોથી અને રત્નો ધાન્યાદિ ઘણી સંપત્તિથી મેળવી શકાય છે. તેથી બહુગુણોથી અને ઘણા વૈભવથી રહિત જીવોને સ્વપ્નમાં પણ ધર્મની અને રત્નોની ઈચ્છા અને (મેળવવાની) ચિંતા કેવી રીતે થાય? કારણ કે Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ * ઉપદેશપદ : ભાગ-૨ લોકમાં સઘળી ચિંતાઓ પ્રાયઃ પોતાને જેટલું પ્રાપ્ત થયું હોય તેના અનુસાર થતી જોવામાં આવે છે. (૯૧૨) एतदेव सविशेषं भावयतिधण्णाइसु विगइच्छा, वत्थहिरण्णाइएसु तह चेव । तच्चिंताए वुिमक्का, दुहावि रयणाण जोगत्ति ॥९१३॥ 'धान्यादिषु' धान्ये शालिगोधूमादौ, आदिशब्दाद् महिष्यादिषु च 'विगतेच्छा' उपरतवाञ्छाः, तथा वस्त्रहिरण्यादिकेषु' वस्त्राणि चीनांशुकादीनि, हिरण्यं घटितकनकादि, आदिशब्दादन्यविचित्रवस्तुग्रहः, ततस्तेषु तथा चैव विगतेच्छा एव, अत एव 'तच्चिन्ता' धान्यादिग्रहणविक्रयबुद्धिस्तया 'विमुक्ता' विकला द्विधापि 'रत्नानां योग्याः' धर्मरत्नस्य द्रव्यरत्नानां चाहा॑ भवन्तीत्यर्थः । इति प्राग्वत् ॥९१३॥ આ જ વિષયને વિશેષથી વિચારે છે ગાથાર્થ–ધાન્યાદિની અને વસ્ત્ર-સુવર્ણાદિની ઇચ્છાથી અને મેળવવા આદિની ચિંતાથી રહિત જીવો બંને પ્રકારના રત્નોને માટે યોગ્ય થાય છે. ટીકાર્ય–જે જીવો ચોખા અને ઘઉં વગેરે ધાન્યની, ભેંસ આદિ પશુ વગેરેની, ચીનાંક વગેરે વસ્ત્રોની, ઘડેલું સુવર્ણ વગેરેની, અને બીજીપણ તેવી વિવિધ વસ્તુની ઈચ્છાથી રહિત છે, અને એથી જ ધાન્ય વગેરેને લેવાની અને વેચવાની બુદ્ધિથી રહિત છે, તે જીવો દ્રવ્યરત્ન માટે અને ધર્મરત્ન માટે યોગ્ય થાય છે. અહીં તાત્પર્ય એ છે કે-જે જીવો આર્થિક દૃષ્ટિએ સદ્ધર નથી અને એથી ધાન્ય વગેરે પૂરતા પ્રમાણમાં મેળવી શકતા નથી તે જીવોમાં સતત ધાન્ય વગેરે મેળવવાદિની ઈચ્છા અને ચિંતા રહેતી હોય છે, આથી તેઓને મૂલ્યવાન રત્નોને મેળવવાની ઇચ્છા અને ચિંતા કેવી રીતે થાય? જે જીવો આર્થિક દૃષ્ટિએ સદ્ધર હોય તે જ જીવો ધાન્ય વગેરેને મેળવવાદિની ઇચ્છાથી અને ચિંતાથી મુક્ત હોય છે, આથી તે જીવો મૂલ્યવાન રત્નો મેળવવા માટે યોગ્ય થાય છે. ધર્મરૂપ રત્નને આશ્રયીને અર્થ આ પ્રમાણે છે-જે જીવો સંસારથી ઉદ્વિગ્ન બન્યા છે અને એથી ધાન્ય વગેરેને મેળવવાદિની ઈચ્છાથી અને ચિંતાથી રહિત બન્યા છે તે જીવો ધર્મરૂપ રત્ન મેળવવાને યોગ્ય છે. અહીં સર્વવિરતિની અપેક્ષાએ ધાન્ય વગેરે મેળવવાની તદ્દન ઈચ્છાથી અને તદન ચિંતાથી રહિત બનેલા જીવો સમજવા. સમ્યગ્દર્શનાદિ ધર્મની અપેક્ષાએ ધાન્ય વગેરેની આસક્તિથી અને તીવ્ર ચિંતાથી રહિત બનેલા જીવો સમજવા.] (૯૧૩) Page #430 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૨૩ अधुना व्यतिरेकमाहजे पुण थेवत्तणओ, एएसुं चेव अविगएच्छत्ति । ते एयाण अजोग्गा, अइणिउणं चिंतियव्वमिणं ॥९१४॥ ये पुनः पुण्यविकलाः स्तोकत्वतस्तुच्छत्वेन धनादीनामेतेष्वेव धान्यादिष्वविगतेच्छास्तदभिलाषिणः, इति पूर्ववत्, ते पुरुषा एतेषां द्रव्यरत्नानां धर्मरत्नस्य चायोग्या वर्तन्ते । अतिनिपुणं सूक्ष्माभोगसंगतं यथा भवत्येवं चिन्तयितव्यमालोचनीयमिदं पूर्वोक्तं वस्त्विति ॥९१४॥ હવે આ જ વિષયને વિપરીત રીતે કહે છે ગાથાર્થ–ટીકાર્થ–પુણ્યહીન જે પુરુષો ધનાદિ અલ્પ હોવાના કારણે ધાન્યાદિની જ ઇચ્છાવાળા છે તે પુરુષો દ્રવ્યરત્નો માટે અને ધર્મરત્ન માટે અયોગ્ય છે. આ વિષય સૂક્ષ્મ ઉપયોગ પૂર્વક વિચારવો. [અહીં ધર્મરત્નને આશ્રયીને અર્થ આ પ્રમાણે છે–પુણ્યહીન જે જીવો ધનાદિમાં આસક્ત હોવાના કારણે ધાન્યાદિની જ ઇચ્છાવાળા છે તે પુરુષો ધર્મરત્ન માટે અયોગ્ય છે.] (૯૧૪) अथ पूर्वगाथोद्दिष्टं गुणविभवं धर्मरत्नार्थिनां धान्यादिरूपतया परिकल्प्य निदर्शयन्नाहअक्खुद्दाई धण्णाइया उ वत्थाइया उ विण्णेया । मज्झत्थाई इइ एक्कवीसगुणजोगओ विहवो ॥९१५॥ ____अक्षौद्र्यादयोऽक्षौद्र्यमक्षुद्रता, आदिशब्दाद् रूपवत्त्व-सौम्याकृतित्व-जनप्रियत्वाऽक्रूरत्वा-ऽभीरुत्वाऽशठत्व-दाक्षिण्यं-लजालुत्व-दयालुत्वं ग्रहः। ततोऽक्षौद्रयमादिर्येषां दशानां गुणानां ते तथा । किमित्याह-धान्यादयो वर्त्तन्ते धान्यधनादिकल्पा इत्यर्थः । तुः पूर्ववत्। वस्त्रादयस्तु विज्ञेया माध्यस्थ्यादयः। वस्त्रादिकल्पा माध्यस्थ्यादय एकादशगुणा इत्यर्थः । अत्र माध्यस्थ्यं मध्यस्थवृत्तित्वं। आदिशब्दात् सौम्यदृष्टि त्व-गुणरागित्व-सत्कथासुपक्षयुक्तत्व-दीर्घदर्शित्व-विशेषज्ञत्ववृद्धानुगामित्व-विनीतत्व-कृतज्ञत्वे-परहितार्थकारित्वं-लब्धलक्षत्वग्रहः। इत्येवमेकविंशतिगुणयोगतो धार्मिकस्य गुणविभवो भावनीयः। यथा हि पूर्वं धान्यादिगुणप्राप्तौ कुटुम्बनिर्वाहहेतुभूतायां, पश्चाद् वस्त्रादिप्राप्तौ च सत्यां रत्नवाणिज्यं कुर्वन् व्यवहारी समभिलषितसिद्धसिद्धिभावेन सर्वांगकल्याणभाग् भवति, तथाऽक्षौद्रयादिगुणयोगेन Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ ઉપદેશપદ : ભાગ-૨ प्राक्,पश्चाद् माध्यस्थ्यादिगुणयोगतः परिपूर्णैकविंशतिगुणयोगविभवेन शुद्धधर्मरत्नप्राप्तियोग्यो भवतीति ॥९१५॥ હવે પૂર્વ ગાથામાં કહેલ ધર્મરૂપ રનના અર્થી જીવોના ગુણરૂપ વૈભવને ધાન્યાદિ રૂપે કલ્પીને બતાવતા ગ્રંથકાર કહે છે : ગાથાર્થ–અક્ષુદ્રતા વગેરે દશગુણો ધાન્યાદિ સમાન અને માધ્યસ્થ વગેરે અગિયારગુણો વસ્ત્રાદિ સમાન જાણવા. આ પ્રમાણે એકવીસગુણના યોગથી ધાર્મિકજીવનો ગુણવૈભવ વિચારવો. ટીકાર્થ-અક્ષુદ્રતા, રૂપ, સૌમ્યાકૃતિ, જનપ્રિયત્વ, અક્રૂરતા, નિર્ભયતા, અશઠતા, દાક્ષિણ્ય, લજા અને દયા આ દશ ગુણો ધાન્યાદિ સમાન છે. માધ્યસ્થ, સૌમ્યદૃષ્ટિ, ગુણાનુરાગ, સત્કથા, સુપયુક્તતા, દીર્ધદષ્ટિ, વિશેષજ્ઞત્વ, વૃદ્ધાનુગામિત્વ, વિનય, કૃતજ્ઞતા, પરહિતાર્થકરણ અને લબ્ધલક્ષતા આ અગિયારગુણો વસ્ત્રાદિ સમાન છે. આ રીતે એકવીસ ગુણના સંબંધથી ધાર્મિક જીવનો ગુણવૈભવ વિચારવો. જેવી રીતે પહેલાં કબના નિર્વાહનું કારણ એવી ધાન્ય વગેરે મુખ્ય નિર્વાહક વસ્તુની પ્રાપ્તિ થયે છતે અને પછી વસ્ત્રાદિની પ્રાપ્તિ થયે છતે રત્નનો વેપાર કરનાર વેપારી ઈષ્ટની નિશ્ચિત સિદ્ધિ થવાના કારણે સંપૂર્ણ કલ્યાણનો ભાગી થાય છે. તેવી રીતે પહેલાં અક્ષુદ્રતા વગેરે ગુણોના યોગથી અને પછી માધ્યચ્યાદિ ગુણોના યોગથી, એ રીતે પરિપૂર્ણ એકવીશગુણોનો યોગરૂપ વૈભવથી શુદ્ધધર્મરૂપ રત્નની પ્રાપ્તિને યોગ્ય થાય છે. (૯૧૫) ननु यदि पूर्वोक्तकविंशतिगुणविभवयोगेन धर्मरलाधिकारिणो निरूप्यन्ते, तत् किमेका- . दिगुणहीना अनधिकारिण एवेत्याशङ्क्याह पायद्धगुणविहीणा, एएसिं मज्झिमा मुणेयव्वा । एत्तो परेण हीणा, दरिद्दपाया मुणेयव्वा ॥९१६॥ પનાર્થેન'a vમતૈિomર્વિહીના બિન “તેષાં' ગુખાન મથ્થા મધ્યમ', પમધ્યમા' નવચાશ “યા' જ્ઞાતવ્યા: ‘ફતો' વિમા ત્રિવત્ “ ના તકિયા?' पूर्वोक्तगुणाधानापेक्षया निर्धना मुणितव्याः, न ते शुद्धधर्मरत्नयोग्या इत्यर्थः ॥९१६॥ જો પૂર્વોક્ત એકવીસ ગુણોરૂપ વૈભવના યોગથી જીવો ધર્મરૂપ રનના અધિકારી થાય છે એવું નિરૂપણ કરવામાં આવે છે તો શું એક વગેરે ગુણથી હીન જીવો અનધિકારી જ છે? એવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે Page #432 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૨૫ ગાથાર્થ-ટીકાર્થ-આ ગુણોમાંથી ચોથાભાગના ગુણોથી હીનગુણોવાળા જીવો મધ્યમ છે, અર્ધાભાગના ગુણોથી હીન ગુણોવાળા જીવો પરમધ્યમ અને જઘન્ય જાણવા. આ ત્રણ વિભાગથી હીનગુણોવાળા જીવો દરિદ્રસમાન જાણવા, એટલે કે પૂર્વોક્ત ગુણોને ધારણ કરનારા ત્રણ પ્રકારના જીવોની અપેક્ષાએ નિર્ધન જાણવા, અર્થાત્ તે જીવો શુદ્ધધર્મ રૂપ રત્નને યોગ્ય નથી. (૯૧૬) एतदेव भावयतिजह ठिइणिबंधणेसुं, धम्मं कप्पिंति मूढगा लोया । तह एएवि वरागा, पायं एवंति दट्ठवा ॥९१७॥ 'यथा' येन प्रकारेण "स्थितिः' शरीरादिनिर्वहणं, 'तन्निबन्धनेषु' तत्कारणेषु वापीकूपतडागादिषु क्रियमाणेषु 'धर्म' सुगतिफलं सुकृतं कल्पयन्ति 'मूढका' निर्वाणमार्गमजानाना लोका द्विजातितथाविधा जनाः, तथैतेऽपि गुणदारिद्रयभाजो जीवा लोकोत्तरमार्गमवतार्यमाणा अपि 'वराकाः' कृपास्पदतामागताः 'प्रायो' बाहुल्येन यत्र तत्रैव बहुलोकपरिगृहीते कृतीर्थगमनादौ धर्मकल्पनाकारिणः, एवं पूर्वोक्तमूढलोकवत् । इतिः पूरणे द्रष्टव्यः ॥९१७॥ આ જ વિષયને વિચારે છે ગાથાર્થ–જેવી રીતે મૂઢ લોકો સ્થિતિકારણોમાં ધર્મને કલ્પ છે તેમ બિચારા આ જીવો પણ મોટા ભાગે મૂઢ લોકો જેવા જાણવા. ટીકાર્થ–મૂઢ લોકો–મોક્ષમાર્ગને ન જાણનારા બ્રાહ્મણો અને બીજા પણ તેવા પ્રકારના લોકો. સ્થિતિકારણોમાં=શરીરાદિના નિર્વાહના સાધનોમાં. ધર્મને સદ્ગતિ જેનું ફળ છે તેવા સુકૃતને.. બિચારા=કૃપાને પાત્ર બનેલા. જેવી રીતે મોક્ષમાર્ગને ન જાણનારા બ્રાહ્મણો અને બીજા પણ તેવા પ્રકારના લોકો શરીરાદિના નિર્વાહનાં સાધન એવા વાવ, કૂવા અને તળાવ વગેરેને કરવામાં ધર્મને (=સદ્ગતિદાતા સુકૃતને) કહ્યું છે, તેવી રીતે બિચારા ગુણોથી દરિદ્ર બનેલા આ જીવો પણ લોકોત્તર માર્ગમાં પ્રવેશ કરાવાતા હોવા છતાં મોટા ભાગે જ્યાં ત્યાં જ ઘણા લોકોથી સ્વીકારાયેલા કુતીર્થમાં ગમન વગેરેમાં ધર્મની કલ્પના કરે છે. (૯૧૭) Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ ઉપદેશપદ : ભાગ-૨ एतदेव दृष्टान्तेन भावयतिएएणं चिय कोई, राया केणावि सूरिणा सम्मं । णाएणमेयदिट्ठी, थिरीकओ सुद्धधम्मम्मि ॥९१८॥ एतेनैव यथा रत्नार्थिनः स्तोकाः इत्यनेन कश्चिद् राजा केनापि सूरिणा 'सम्यग्' यथावद् ‘ज्ञातेन' दृष्टान्तेन, एतदृष्टिर्बहुजनपरिगृहीतो धर्मः प्रमाणमित्येवं पश्यन्, स्थिरीकृतः शुद्धधर्मे स्तोकतरविवेकिलोकपरिगृहीते ॥९१८॥ આ જ વિષયને દૃષ્ટાંતથી વિચારે છે ગાથાર્થ–ટીકાર્થ-રત્નના અર્થી જીવો થોડા હોય છે એ સત્ય દૃષ્ટાંતથી કોઈક આચાર્યે ઘણા લોકોથી સ્વીકારાયેલ ધર્મ પ્રમાણ છે એવી દૃષ્ટિવાળા કોઈ રાજાને અલ્પ વિવેકીલોકોથી સ્વીકારાયેલા શુદ્ધ ધર્મમાં સ્થિર કર્યો. (૯૧૮) एतदेव भावयतिनयरं पवेसिऊणं, सागेंधणधण्णमाइठाणाइं । बहुगाइं दंसिऊणं, रयणावणदसणेणं तु ॥९१९॥ 'नगरं' प्रतीतरूपमेव प्रवेश्यावतार्य शाकेन्धनधनधान्यादिस्थानानि बहुकानि प्रभूतानि दर्शयित्वा रत्नापणदर्शनेन तु अतिस्तोकरत्नवाणिज्यहट्टदर्शनेनैव, यथा हि महाराज! अत्र तव नगरेऽतिबहूनि शाकेन्धनादिव्यवहारस्थानानि, अतिस्तोकानि रत्नवाणिज्यस्थानानि, तथैव शुद्धधर्मग्राहिणोऽत्र नगरस्थानीये जने अतिस्तोका इतरे त्वतिभूरय इति ॥९१९॥ આ જ દૃષ્ટાંતને વિચારે છે– थार्थ-2ीर्थ-मायार्थ ने नमा प्रवेश वीने (=३२वीन) us, आठ, धन, ધાન્યાદિનાં ઘણાં સ્થાનો બતાવ્યા, રત્નના વેપારની દુકાનો બહુ થોડી બતાવી. પછી કહ્યું: હે મહારાજ! આ તમારા નગરમાં શાક અને કાષ્ઠ વગેરેનાં સ્થાનો ઘણાં છે. રત્નના વેપારનાં સ્થાનો બહુ થોડાં છે. તે જ પ્રમાણે અહીં નગરના સ્થાને લોક છે. લોકમાં શુદ્ધ ધર્મને સ્વીકારનારા જીવો બહુ અલ્પ હોય છે, અને બીજા અતિશય ઘણા હોય છે. (૯૧૯). यद्येवं ज्वरहरतक्षकचूडारनालङ्कारवद् दुष्करः शुद्धधर्मस्तत्किं तस्योपदेशेन? इत्याशङ्क्याहण य दुक्करं तु अहिगारिणो इहं अहिगयं अणुट्ठाणं । भवदुक्खभया णाणी, मोक्खत्थी किं ण करेइ? ॥९२०॥ Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૨૭ ઉપદેશપદ : ભાગ-૨ - ર ર નવતુ'તુનુBય, તુવરાર્થ, ધાળિો' મોક્ષ પ્રતિ વર્તણૂस्येहाधिकृतं शुद्धधर्माराधनारूपमनुष्ठानं सर्वसावधविरमणरूपम् । कुतः? यतः भवदुःखभयाजातिजरामरणादिसंसारोद्वेगाद्, ज्ञानी निश्चितहेयोपादेयविभागो मोक्षार्थं किं न करोति? अपि तु शक्त्यनुरूपं तत्साधकतया निश्चितं सर्वमपि ॥९२०॥ જો એમ છે તો નાગના મસ્તક ઉપર રહેલ જ્વરને દૂર કરનાર મણિરૂપ અલંકારની જેમ શુદ્ધ ધર્મ દુષ્કર છે તો શુદ્ધ ધર્મના ઉપદેશથી શું? આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે ગાથાર્થ–અહીં પ્રસ્તુત અનુષ્ઠાન અધિકારીને દુષ્કર નથી જ. ભવદુઃખના ભયથી જ્ઞાની શું ન કરે? ટીકાર્ય–અહીં શુદ્ધધર્મની આરાધના રૂપ અનુષ્ઠાન પ્રસ્તુત છે, અને તે સર્વ સાવદ્ય વિરતિરૂપ છે. જેની સ્પૃહા મોક્ષ પ્રત્યે બંધાયેલી છે તેવા અધિકારીને સર્વસાવદ્ય વિરતિરૂપ શુદ્ધ ધર્મની આરાધના દુષ્કર નથી જ. કારણ કે જન્મ-જરા-મરણાદિ રૂપ સંસારથી ઉદ્વેગ થવાના કારણે જેને હેય-ઉપાદેયનો વિભાગ નિશ્ચિત થયો છે તેવો જ્ઞાની મોક્ષ માટે શું ન કરે? અર્થાત્ મોક્ષને સાધનારરૂપે (=મોક્ષને સાધી આપનાર તરીકે) જે નિશ્ચિત થયું હોય તે બધું જ શક્તિ પ્રમાણે કરે. (૯૨૦) एतदेव भावयतिभवदुक्खं जमणंतं, मोक्खसुहं चेव भाविए तत्ते । गरुयंपि अप्पमायं, सेवइ ण उ अण्णहा णियमा ॥९२१॥ 'भवदुःखं' नरकतिर्यगादिजन्मस्वशर्मलक्षणं 'यद्' यस्मादनन्तमनवधि, अनाद्यनन्तत्वाच्च संसारस्य, मोक्षसुखं चैवापवर्गसुखमप्यनन्तमेव, अनागतकालप्रमाणत्वात्। एवं भाविते तत्त्वे दुःखसुखस्वरूपलक्षणे गुरुकर्मभिः संसाराभिनन्दिभिः स्वप्नेऽप्यनध्यवसेयं 'अप्रमाद' निद्राविकथादिप्रमादपरिवर्जनरूपं 'सेवते'ऽधितिष्ठति, न त्वन्यथोक्तरूपतत्त्वज्ञानाभावे नियमादवश्यम्भावेन । अन्यत्राप्युक्तं-"भवस्वरूपविज्ञानात्, तद्विरागाच्च तत्त्वतः । अपवर्गानुरागाच्च, स्यादेतन्नान्यथा क्वचित् ॥१॥" ॥९२१॥ આ જ વિષયને વિચારે છે– ગાથાર્થ-કારણ કે ભવદુઃખ અનંત છે અને મોક્ષસુખ પણ અનંત છે. આ તત્ત્વનું ચિંતન કર્યું છતે મહાન પણ અપ્રમાદ અવશ્ય કરે છે, અન્યથા નહિ. ટીકાર્ય–ભવદુઃખ એટલે નરક અને તિર્યંચ આદિના જન્મોમાં થતું દુઃખ. આ દુઃખ અનંત=અંતરહિત છે. કારણ કે સંસાર અનાદિ-અનંત છે. મોક્ષસુખ પણ અનંત જ છે. કારણ કે મોક્ષસુખ અનાગત કાલ પ્રમાણ છે, એટલે કે ભવિષ્યના કાળનું જેટલું પ્રમાણ છે. તેટલા Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ઉપદેશપદ : ભાગ-૨ પ્રમાણવાળું છે. (અનાગત કાલ અનંત છે.) આ પ્રમાણે દુઃખ અને સુખનું સ્વરૂપ ચિંતવ્ય છતે ભારેકર્મી એવા સંસારાભિનંદી જીવોને સ્વપ્નમાં પણ જેનો વિચાર ન આવે તેવા નિદ્રાવિકથાદિ પ્રમાદના ત્યાગ રૂપ અપ્રમાદને કરે છે, ઉક્ત દુઃખ-સુખના સ્વરૂપનું જ્ઞાન થયા વિના અપ્રમાદ ન કરે. બીજા સ્થળે પણ કહ્યું છે કે-“સંસારના (વાસ્તવિક) સ્વરૂપનું જ્ઞાન થવાથી, સંસાર પ્રત્યે તાત્ત્વિક વૈરાગ્ય થવાથી અને મોક્ષ પ્રત્યે અનુરાગ થવાથી એ (દુષ્કર ધર્માનુષ્ઠાન) થાય, અન્યથા કોઈ સ્થળે કે કોઈ કાળે ન થાય.” (આ વિષયમાં ઉપદેશ રહસ્ય ગ્રંથની ૧૮૧મી ગાથાની ટીકામાં ઉપાધ્યાયજી મહારાજે માનસશાસ્ત્રનો જે નિયમ જણાવ્યો છે તે બહુ ઉપયોગી હોવાથી અહીં તેનો ઉલ્લેખ કરવામાં આવે છે–' ___फले उत्कटेच्छासत्त्वे तदुपायज्ञानवतस्तदुपायप्रवृत्तावाऽऽलस्याऽयोगात् । तस्योकटेच्छाऽभावप्रयोज्यत्वाद्, भवति च भववैराग्यात् मोक्षेच्छाया उत्कटत्वमतस्तद्वतो न मोक्षोपायानुष्ठानस्य दुष्करत्वमिति ।। જેને ફલની ઇચ્છા ઉત્કટ હોય અને ફળપ્રાપ્તિના ઉપાયોનું જ્ઞાન હોય તે મનુષ્ય તે ઉપાયોમાં પ્રવૃત્તિ કરવામાં આળસ કરતો નથી. કારણ કે આળસ ઉત્કટ ઇચ્છાના અભાવથી થનારી છે. ભવવૈરાગ્યથી મોક્ષની ઇચ્છા ઉત્કટ બને છે. (જેટલા અંશે વૈરાગ્ય અધિક હોય તેટલા અંશે મોક્ષની ઇચ્છામાં ઉત્કટતા વધે.) આથી મોક્ષની ઉત્કટ ઈચ્છાવાળાને મોક્ષના ઉપાયભૂત અનુષ્ઠાનો દુષ્કર નથી.) (૯૨૧) एतत्समर्थनार्यवाहइह तेल्लपत्तिधारगणायं तंतंतरेसुवि पसिद्धं । अइगंभीरत्थं खलु, भावेयव्वं पयत्तेण ॥९२२॥. इह गुरुकाऽप्रमादसेवायां तैलपात्रीधारकज्ञातं 'तन्त्रान्तरेऽपि' दर्शनान्तरशास्त्रेष्वपि प्रसिद्ध अतिगम्भीरार्थं महामतिगम्यं, खलुक्यालङ्कारे, भावयितव्यं प्रयत्नेन ॥९२२॥ આ જ વિષયનું સમર્થન કરવા માટે કહે છે– ગાથાર્થ–ટીકાર્થ–પ્રમાદનો અતિશય ત્યાગ કરવામાં તૈલપાત્રધારકનું અતિગંભીર અર્થવાળું (=ઘણી બુદ્ધિવાળા મનુષ્યોથી જાણી શકાય તેવું) અને અન્યદર્શનીઓના શાસ્ત્રોમાં પણ પ્રસિદ્ધ દાંત પ્રયત્નથી વિચારવું. (૯૨૨) एतदेव गाथानवकेन दर्शयति- . सद्धो पण्णो राया, पायं तेणोवसामिओ लोगो । णियनगरे णवरं कोति मेट्ठिपुत्तो ण कम्मगुरू ॥९२३॥ Page #436 -------------------------------------------------------------------------- ________________ उपदेशयदृ : भाग-२ सो लोगगहा मण्णइ, हिंसंपि तहाविहं ण दुट्ठति । हिंसाणं सुहभावा, दुहावि अत्थं तु दुद्देयं ॥९२४॥ अपमायसारयाए, णिव्विसयं तह जिणोवएसपि । तक्खगफणरयणगयं, सिरत्तिसमणोवएसंव ॥ ९२५ ॥ तस्सुवसमणणिमित्तं, जक्खो च्छत्तो समाणदिट्ठित्ति । णिउणो कओ समप्पिय, माणिक्कं सागओ तत्तो ॥ ९२६ ॥ अवरो रायासण्णो, अहंति परिबोहगो असमदिट्ठी । कालेणं वीसंभो, तओ च मायापओगोत्ति ॥ ९२७ ॥ टुं रायाहरणं, पउहगसिद्वंति पउरघरलाभे । माहण पच्छित्तं बहुभयमेवमदोस तहवित्ति ॥ ९२८ ॥ जक्खब्भत्थण विण्णवण ममत्थे तं णिवं सुदंडेण । तच्चोयण परिणामो, विण्णत्ती तइलपत्ति वहो ॥ ९२९ ॥ संगच्छण जहसत्ती, खग्गधरुक्खेव छणणिरूवणया । तल्लिच्छ जत्तनयणं, चोयणमेवंति पडिवत्ती ॥ ९३० ॥ एवमणंताणं इह, भीया मरणाइयाण दुक्खाणं । सेवंति अप्पमायं, साहू मोक्खत्थमुज्जुत्ता ॥९३१॥ આ જ દૃષ્ટાંતને નવ ગાથાઓથી વિચારે છે ૪૨૯ ગાથાર્થ—ટીકાર્થ—કોઇક નગરમાં જિતશત્રુ નામનો રાજા હતો. તે સર્વજ્ઞદર્શનમાં શ્રદ્ધાળુ, બુદ્ધિશાળી, અને સ્વભાવથી જ પરોપકારના ઉપાયોમાં કુશળ હતો. તેણે પોતાના નગરમાં દાન-સન્માન આદિ ઉપાયોથી સંતોષ પમાડીને મંત્રી અને શેઠ વગે૨ે મોટા ભાગના લોકને જિનશાસન પ્રત્યે અનુરાગી કર્યો હતો. કેવળ કોઇક શ્રેષ્ઠિપુત્રને જિનશાસન પ્રત્યે અનુરાગી ન બનાવી શક્યો. તે શ્રેષ્ઠિપુત્રનો શુદ્ધબોધ પ્રાપ્ત કરાવનાર આત્મપરિણામ બહુ મિથ્યાત્વ રૂપ અંધકાર સમૂહથી આચ્છાદિત હતો. (૯૨૩) તે શ્રેષ્ઠિપુત્ર ‘સંસાર મોચક' નામના પાખંડીઓના સંસર્ગથી થયેલા ભ્રમના કારણે અન્ય આસ્તિકોને એકાંતે અનિષ્ટ એવી દુ:ખીજીવોની હિંસાને પણ દુષ્ટ(=પરિણામે ભયંકર) માનતો ન હતો, બલ્કે કલ્યાણને પ્રાપ્ત કરાવનારી માનતો હતો. (દુઃખથી રીબાતા જીવોને મારી નાખવામાં પાપ ન લાગે, કિંતુ ધર્મ થાય. એમ માનતો હતો.) Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ઉપદેશપદ : ભાગ-૨ - કારણ કે હિંસ્ય (=હિંસા કરવા યોગ્ય) જીવોને સુખ થાય છે અને હિંસક જીવોને શુભભાવ થાય છે. હિંસ્ય જીવોને હિંસા કાળે થયેલી પીડાના અનુભવથી પૂર્વભવોમાં ઉપાર્જન કરેલ અસતાવેદનીય કર્મની નિર્જરા થવાના કારણે ભવાંતરમાં સુગતિના લાભથી સુખ થાય છે. (હિંસાના કાળે પીડાના અનુભવથી કર્મનિર્જરા, કર્મનિર્જરાથી ભવાંતરમાં સુગતિ, સુગતિથી સુખ.) હિંસક જીવો દુઃખી જીવોને દુરંત દુઃખ રૂપ નદીમાંથી પાર ઉતારે છે. આથી હિંસક જીવોને પરોપકાર થવાના કારણે સુકૃત રૂપ શુભનો લાભ થાય છે. આથી દુઃખી જીવને મારી નાખવામાં પાપ ન થાય. તથા ધન કષ્ટથી મેળવી શકાય છે, અને ધનની મૂછનો ત્યાગ દુષ્કર છે. આ બે કારણોથી તે શ્રેષ્ઠિપુત્ર ધનને દુર્દય (=કષ્ટ આપી શકાય તેવું) માને છે. તેથી સુગતિના અર્થી જીવોએ કહેલી નીતિથી હિંસા જ કરવી યોગ્ય છે, પણ અન્ય દાનાદિ ધર્મ કરવો યોગ્ય નથી. (૯૨૪) તથા તે શ્રેષ્ઠિપુત્ર અપ્રમાદની પ્રધાનતાવાળા જિનોપદેશને પણ મસ્તકની પીડાના શમન માટે તક્ષક નાગના ફણા રત્નના ઉપદેશ સમાન નિરર્થક માને છે. જેમકે મસ્તક પીડાથી ભય પામેલા કોઈએ કહ્યું કે મને મસ્તક પીડા ઘણી ઉત્પન્ન થઈ છે, એ માટે શું કરવું? તેણે કહ્યું. તક્ષક નાગની ફણામાં રહેલ રત્ન રૂપ અલંકાર ગળે બાંધ, જેથી જલદી જ પીડાની શાંતિ થાય. જેવી રીતે આ ઉપદેશ દુષ્કર હોવાથી નિરર્થક છે. તેવી રીતે જિને કહેલો આ અપ્રમાદનો ઉપદેશ પણ મને નિરર્થક જ જણાય છે. આ પ્રમાણે તે શ્રેષ્ઠિપુત્ર વિચારે છે. (૯૨૫) તેથી રાજાએ વિચાર્યું કે અગ્નિની જેમ આ શ્રેષ્ઠિપુત્ર ઉપેક્ષા કરવાને યોગ્ય નથી. તેને જૈન ધર્મનો બોધ પમાડવા માટે રાજાએ ઉપાય કર્યો. તે આ પ્રમાણે–પક્ષ નામનો વિદ્યાર્થી તત્ત્વો પ્રત્યે સન્ શ્રદ્ધાળુ હતો. આથી રાજાએ જ તેને જીવાદિ પદાર્થોમાં નિપુણ કર્યો. પછી રાજાએ તેને પોતાનું મુદ્રિકારત્ન આવ્યું. પછી યક્ષ વિદ્યાર્થી રાજાનો અભિપ્રાય જાણીને રાજાથી દૂર થઈ ગયો. (અર્થાત્ પહેલાં તે રાજાની સાથે સંબંધ રાખતો હતો, હવે તેણે રાજાની સાથે કોઈપણ જાતનો સંબંધ છોડી દીધો. (૯૨૬) - પછી તેણે શ્રેષ્ઠિપુત્રની પાસે જઈને કહ્યું: જૈનમતથી વાસિત અંત:કરણવાળો બીજો કોઇપણ રાજાની નજીકમાં રહે છે. હું તો લાગેલા જૈનદર્શન રૂપ ગ્રહને ઉતારનારો છું. રાજાની સાથે સમાન શ્રદ્ધાવાળો નથી, અર્થાત્ હું રાજાના જેવી શ્રદ્ધાવાળો નથી. આથી રાજાને મારા ઉપર મૈત્રીરસ નથી. કારણ કે સમાન શીલવાળા અને સમાન વ્યસનવાળા ૧. વિદ્યાર્થીને છાત્ર કહેવામાં આવે છે. છાત્ર એટલે છત્રવાળો. વિદ્યાનું અર્થીપણું હોવાના કારણે જે ગુરુની સાથે ભમે અને ગુરુને તાપ ન લાગે એ માટે છત્રવાળો હોય તે છાત્ર. છાત્રશબ્દનો ગુરુના દોષોને ઢાંકવા રૂપ છત્ર જેની પાસે હોય તે છાત્ર એવો અર્થ પણ થાય. Page #438 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૩૧ બેમાં પરસ્પર મૈત્રીરસ હોય છે. કહ્યું છે કે–“હરણો હરણોની સાથે, ગાયો ગાયોની સાથે, અશ્વો અશ્વોની સાથે, મૂર્ખાઓ મૂર્ખાઓની સાથે અને બુદ્ધિશાળીઓ બુદ્ધિશાળીઓની સાથે સંગ કરે છે. સમાનશીલવાળા અને સમાન વ્યસનવાળાઓમાં મૈત્રી થાય છે.” સમય જતાં શ્રેષ્ઠિપુત્રને યક્ષ વિદ્યાર્થી ઉપર વિશ્વાસ થયો. તેથી રાજાએ પૂર્વે જે મુદ્રિકારત્ન આપ્યું હતું. તે મુદ્રિકારત્નને યક્ષે શ્રેષ્ઠિપુત્રને ખબર ન પડે તે રીતે તેના આભૂષણોમાં મૂકી દીધું. (૯૨૭) હવે નગરમાં પ્રવાદ પ્રવર્યો કે રાજાનું આભૂષણ ખોવાઈ ગયું છે. પટહ વગાડવામાં આવ્યો કે રાજાનું આભૂષણ જેણે જોયું કે સાંભળ્યું હોય તે રાજાને કહે. કોઈએ પણ કહ્યું નહિ. આથી નગરના ઘરોમાં પ્રત્યેક ઘરમાં જોવાનું શરૂ કર્યું. શ્રેષ્ઠિપુત્રના રત્નની પેટીમાં રાજાનું મુદ્રિકારત્ન મળ્યું. આથી કોટવાળોએ ( નગરરક્ષકોએ) તેને મારવાનું શરૂ કર્યું. યક્ષે તેમને કહ્યું એને મારો નહિ. એને જે પ્રાયશ્ચિત્ત (દંડ) પ્રાપ્ત થયું છે એની શુદ્ધિ વિચારીને કરાશે. તેથી શ્રેષ્ઠિપુત્રને ઘણો ભય થયો. ખબર પડતી નથી કે કેવી રીતે શુદ્ધિ થશે. પછી તેણે વિચાર્યું કે રાજાનું મુદ્રિકારત્ન ચોરવા દ્વારા જે દોષની સંભાવના છે તેની અપેક્ષાએ હું નિર્દોષ છું તો પણ શું કરું. (અર્થાત્ હું નિર્દોષ હોવા છતાં કંઈ થઈ શકે તેમ નથી.) (૯૨૮) - પછી તેણે યક્ષને પ્રાર્થના કરી કે, તું મારા માટે રાજાને વિનંતિ કર કે સૂકુમાર (=હલકા) કોઇ દંડથી નિગ્રહ કરીને મને મૂકી દે. તેથી યક્ષે તેને કહ્યું: શરીરનિગ્રહ સિવાય બીજું જે પ્રાયશ્ચિત્ત (દંડ) હોય તેનાથી તને શિક્ષા (=સજા) કરાય તેમ કરવા માટે હું રાજાને વિનંતિ કરીશ. શ્રેષ્ઠિપુત્રે કહ્યું: સારું. આ રીતે યક્ષે શ્રેષ્ઠિપુત્રનો ભાવ જાણી લીધો. પછી રાજાને વિનંતિ કરી. રાજાએ કહ્યું. તેલથી પૂર્ણ ભરેલું પાત્ર બે હાથથી પકડીને નગરમાં ફરવું. જો તેલના પાત્રમાંથી તેલનું એક પણ બિંદુ નીચે પડશે તો અવશ્ય તેનો વધ કરવો. (૯૨૯) જીવવાની ઇચ્છાવાળા તેણે તે શિક્ષાનો સ્વીકાર કર્યો, અને કહ્યું કે હું યથાશક્તિ આ કાર્ય સિદ્ધ કરીશ. તેણે આ પ્રમાણે સ્વીકાર્યું એટલે ચારેય દિશાઓમાં તલવાર ધારી પુરુષો રાખ્યા અને તેમને સૂચના કરી કે જો આ આ કાર્યમાં પ્રમાદ કરે તો એનો અત્યંત નિગ્રહ કરવો. પછી તેણે તેલથી પૂર્ણ ભરેલું પાત્ર ઉપાડ્યું. તેના ચિત્તને વ્યાક્ષેપ પમાડવા માટે (=ચંચલ કરવા માટે), ત્રિક, ચતુષ્ક અને ચત્ર વગેરે સ્થાનોમાં ઉત્સવ ગોઠવ્યો. (રસ્તામાં રૂપવતી સ્ત્રીઓ સુશોભિત બનીને નૃત્ય કરી રહી છે. ભલભલા માણસોનું મન આકર્ષાય ૧. ત્રિક=જ્યાં ત્રણ માર્ગ મળતાં હોય તેવું સ્થાન. ચતુષ્ક=જ્યાં ચાર રસ્તા મળતા હોય તેવું સ્થાન. ચત્વર ચોરો. Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ઉપદેશપદ : ભાગ-૨ તેવા ખેલ-તમાસા થઈ રહ્યા છે, દૂરથી સોડમ આવે તેવી મીઠાઈઓ ગોઠવવામાં આવી છે, બીજી પણ ચિત્તાકર્ષક વિવિધ રચનાઓ કરી છે. આ રીતે રાજાએ ઉત્સવ ગોઠવ્યો). જીવવાની ઈચ્છાથી કાયિક-વાચિક-માનસિક વ્યાપ વિના તેલથી પૂર્ણ ભરેલું પાત્ર રાજા સુધી લઈ ગયો. દુષ્કર અને એથી જ કોઈનાથી પણ (એવું કાર્ય કરવા માટે) વિચારી ન શકાય તેવું કાર્ય તેણે કર્યું એટલે રાજાએ તેને કહ્યું: દુષ્કર કાર્ય કરનાર અપ્રમાદ છે, અર્થાત્ જેનાથી દુષ્કર પણ કાર્ય કરી શકાય તેવો અપ્રમાદ શક્ય છે, અશક્ય નથી. આથી તું કોઈ અપ્રમત્ત નથી એમ ખોટું કેમ કહે છે? શ્રેષ્ઠિપુત્રે રાજાની વાતનો સ્વીકાર કર્યો. રાજાએ તેને ધર્મમાર્ગમાં બોધ આપ્યો કે–જેવી રીતે તે માત્ર એક મરણના ભયથી દુષ્કર અપ્રમાદ ભાવનો સ્વીકાર કર્યો, અર્થાત્ અપ્રમાદનું સેવન કર્યું તેમ અનંત (ત્રપરિમાણ રહિત) મરણાદિ દુઃખોથી ભય પામેલા અને મોક્ષ માટે ઉદ્યમ કરનારા સાધુઓ અપ્રમાદને સેવે છે. અપ્રમાદનું સ્વરૂપ પૂર્વે ૯૨૧મી ગાથાની ટીકામાં જણાવેલ છે. (૯૩૦-૯૩૧) आह-यदि जरामरणादिभयाद् मोक्षार्थितयोपतिष्ठन्ते जीवास्ततः किं सर्वे भव्या अप्रमादसारं न प्रतिपद्यन्ते? इत्याशक्याह अपरिणए पुण एयम्मि संसयाईहिं ण कुणइ अभव्यो । जह एवं गुरुकम्मो, तहेव इयरोवि पव्वजं ॥१३२॥ 'अपरिणते' अङ्गाङ्गीभावलक्षणपरिणाममनागते पुनरेतस्मिन् जिनवचने 'संशयादिभिः' संशयविपर्ययानध्यवसायैवैधुर्यमानीते 'न करोति' न विधत्ते 'अभव्यो' निर्वाणगमनान) जन्तुर्यथैनं जिनोपदेशमिच्छाविषयभावानयनमात्रेणापि, 'गुरुकर्मा' उदीर्णदृढचारित्रमोहः तथैवेतरोऽपि जन्तुः परिणतजिनवचनसर्वस्वोऽपि प्रव्रज्यामप्रमादरूपाम् ॥ अत एव पठ्यते-"सम्महिट्ठीवि कयागमोवि अइविसयरागसुहवसओ । भवसंकडम्मि पविसइ, एत्थं तुह सच्चई णायं ॥१॥" ॥९३२॥ જો જીવો જરા-મરણાદિના ભયથી મોક્ષ માટે ઉપાસના કરે છે તો ભવ્ય બધા જીવો અપ્રમાદ રૂપ સારનો કેમ સ્વીકાર કરતા નથી? અર્થાત્ બધા ભવ્યો ચારિત્ર કેમ સ્વીકારતા નથી? આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે– ગાથાર્થ-જેવી રીતે સંશય આદિથી હીનતાને પમાડાયેલું જિનવચન પરિણમ્યું ન હોવાથી અભવ્યજીવ જિનવચનને કરતો નથી તેવી જ રીતે બીજો પણ ભારેકર્મો જીવ પ્રવજ્યાને સ્વીકારતો નથી. ટીકાર્થ—અભવ્ય મોક્ષમાં જવા માટે અયોગ્ય. Page #440 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ભારેકર્મી—જેને દૃઢ ચારિત્રમોહનો ઉદય થયો છે તેવો જીવ. બીજો—જેને જિનવચનનો સાર પરિણમ્યો છે તેવો બીજો. ૪૩૩ સંશય, વિપર્યય અને અનધ્યવસાયથી હીનતાને પમાડાયેલું જિનવચન અંગાંગી ભાવે (=અભેદ ભાવે) પરિણમ્યું ન હોવાથી અભવ્યજીવ જિનોપદેશને કરતો નથી, પ્રવૃત્તિથી તો કરતો નથી, કિંતુ માત્ર ઇચ્છાથી પણ કરતો નથી, અર્થાત્ તેને જિનવચન કરવાની માત્ર ઇચ્છા પણ થતી નથી. તેવી રીતે જેને જિનવચનનો સાર પરિણમ્યો છે તેવો અન્યજીવ પણ ભારેકર્મી હોવાના કારણે અપ્રમાદ રૂપ પ્રવ્રજ્યાનો સ્વીકાર કરતો નથી. આથી જ કહેવાય છે કે—“સમ્યગ્દષ્ટિ પણ અને શાસ્ત્રનો શાતા પણ જીવ અત્યંત વિષયસુખના રાગને વશ થઇને સત્યકી વિદ્યાધરની જેમ મોહથી વિહ્વલ બનીને ભવસંકટમાં પડે છે.” (ઉપ. મા. ગા. ૧૬૪) (૯૩૨) अथ प्रस्तुतं निगमयन्नाह एवं जिणोवएसो, उचियाविक्खाए चित्तरूवोत्ति । अपमायसारयाएवि, तो सविसय मो मुणेयव्वो ॥९३३॥ ' एवं ' गुरुकर्मणां प्रव्रज्याप्रतिपत्त्यसहिष्णुत्वे सति 'जिनोपदेश: ' सर्वज्ञप्रज्ञापनारूपः 'उचितापेक्षया' यो यत्प्रमाणस्योपदेशस्य योग्यस्तदपेक्षया 'चित्ररूपो' नानारूपतया प्रवर्त्तते । इति प्राग्वत् । 'अप्रमादसारतायामपि' अप्रमादः सारः करणीयतया यत्र जिनोपदेशे स तथा तस्य भावस्तत्ता तस्यामपि, तत्तस्मात् 'सविषय: ' सगोचरो, 'मो' इति पूर्ववत्, मुणितव्यः । यदा हि जिनोपदेशश्चित्ररूपतया व्यवस्थितोऽप्रमादसारोऽपि, तदाऽपुनर्बन्धकादीन्निर्वाणमार्गप्रज्ञापनायोग्यानधिकृत्य केचित्सामान्यदेशनायाः, केचित् सम्यग्दृष्टिगुणयोग्यप्रज्ञापनायाः, केचिद्देशविरतिगुणस्थानकार्ह-प्ररूपणायाः, केचिन्निधूतचारित्रमोहमालिन्या अप्रमत्ततारूपप्रव्रज्यादेशनाया योग्या इति नाविषयाऽप्रमत्तताપ્રજ્ઞાપના કૃતિ ભુરૂરૂા પ્રસ્તુત વિષયનો ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ-આ પ્રમાણે જિનોપદેશ ઉચિતજીવની અપેક્ષાએ વિવિધ પ્રકારનો છે. જિનોપદેશમાં કર્તવ્ય તરીકે અપ્રમાદની પ્રધાનતા હોવા છતાં જિનોપદેશ સવિષય જાણવો. ટીકાર્થ—આ પ્રમાણે—ભારેકર્મી જીવો પ્રવ્રજ્યાનો સ્વીકાર કરવામાં અસમર્થ હોવાના કારણે. ઉચિતજીવની અપેક્ષાએ—જે જીવ જે કક્ષાના ઉપદેશને યોગ્ય હોય તે જીવની અપેક્ષાએ. Page #441 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ અહીં ભાવાર્થ આ પ્રમાણે છે—જિનોપદેશ અપ્રમાદની પ્રધાનતાવાળો હોવા છતાં વિવિધ વ્યવસ્થાવાળો છે. તે વ્યવસ્થા આ પ્રમાણે છે—મોક્ષમાર્ગના ઉપદેશને યોગ્ય અપુનર્બંધક વગેરે જીવોને આશ્રયીને કેટલાક જીવો સામાન્ય દેશનાને યોગ્ય છે. કેટલાક જીવો સમ્યગ્દર્શનગુણને યોગ્ય ઉપદેશને યોગ્ય છે. કેટલાક જીવો દેશવિરતિ ગુણસ્થાનકને યોગ્ય પ્રરૂપણાને યોગ્ય છે. ચારિત્રમોહની મલિનતા જેમની દૂર થઇ છે તેવા કેટલાક જીવો અપ્રમાદ સ્વરૂપ પ્રવ્રજ્યાની દેશનાને યોગ્ય છે. આ પ્રમાણે અપ્રમાદનો ઉપદેશ વિષયથી રહિત નથી, અર્થાત્ હમણાં કહ્યું તેમ તેનો કોઇને કોઇ વિષય હોય છે. ૪૩૪ (સાદી ભાષામાં કહીએ તો જિનનો ઉપદેશ ક્યારેય નકામો જતો નથી. જિનોપદેશ ક્યારેક અપુનર્બંધક વગેરે જીવોને ઉપયોગી બને છે, ક્યારેક સમ્યગ્દષ્ટિ જીવોને ઉપયોગી બને છે, ક્યારેક દેશવિરતિ જીવોને ઉપયોગી બને છે, તો ક્યારેક સર્વવિરતિ જીવોને ઉપયોગી બને છે.) (૯૩૩) अधुना स्वकर्मगौरवदोषं परिहृत्य जिनोपदेशस्य दुष्करत्वादिकथनद्वारेणावधीरयतामाशातनाविधायिनां तदपरिज्ञानदोषमाह गंभीरमिणं बाला, तब्भत्ता म्होत्ति तह कयत्थता । तह चेव तु मण्णता, अवमण्णंता ण याणंति ॥ ९३४ ॥ 'गम्भीरं दुरवगाहमिदं जिनवचनं बाला जडधियः, तस्य जिनवचनस्य भक्ता आराधकास्तद्भक्ताः किल वयमिति परिभावयन्तोऽपि तथा, दुष्करत्वादिदोषोद्भावनप्रकारेण 'कदर्थयन्तो' विराधयन्तः सन्तस्तमेव जिनोपदेशं मन्यमानाः स्वाभिप्रायेण श्रद्धानाः, तथाऽवमन्यमाना निर्विषयत्वकथनेनाशातयन्तो न जानन्ति ' नावगच्छन्ति परमार्थं जिनवचनस्य यथाशक्त्यानुरूपप्रवृत्त्या जिनवचनमिदमाराधनीयं મવતીતિ ૧૨૪॥ હવે સ્વકર્મ ગુરુતા રૂપ દોષનો સ્વીકાર કરવાના બદલે જિનોપદેશ દુષ્કર છે ઇત્યાદિ કથન દ્વારા જિનોપદેશની અવજ્ઞા અને આશાતના કરનારાઓના જિનવચન સંબંધી અજ્ઞાનતા રૂપ દોષને કહે છે– ગાથાર્થ—જિનવચન ગંભીર છે. જડબુદ્ધિ જીવો અમે જિનવચનના ભક્ત છીએ એમ વિચારતા હોવા છતાં, દુષ્કરત્વાદિ દોષો પ્રગટ કરવા દ્વારા જિનવચનની કદર્થના કરે છે, જિનવચનને જ માને છે, અને જિનવચનની આશાતના કરે છે. આવા જડબુદ્ધિ જીવો જિનશાસનના પરમાર્થને જાણતા નથી. Page #442 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૩૫ ટીકાર્થ-જિનવચન ગંભીર છે—ઊંડાણથી મુશ્કેલીથી જાણી શકાય તેવું છે. જડબુદ્ધિ જીવો અમે જિનવચનના ભક્ત=આરાધક છીએ એમ વિચારતા હોવા છતાં (=માનતા હોવા છતાં) જિનવચન દુષ્કર છે ઇત્યાદિ દોષો પ્રગટ કરવા દ્વારા જિનશાસનની કદર્થના=વિરાધના કરે છે, જિનોપદેશને માને છે–પોતાના અભિપ્રાયથી (=કલ્પના મુજબ) શ્રદ્ધા કરે છે, તથા જિનવચન નિર્વિષય છે=નિરર્થક છે એવા કથનથી જિનવચનની આશાતના કરે છે. આવા જડબુદ્ધિ જીવો “જિનવચનને શક્તિ મુજબ ઉચિત પ્રવૃત્તિથી આરાધી શકાય છે” એવા જિનવચનના પરમાર્થને જાણતા નથી. (૯૩૪) साम्प्रतं साधुशब्दप्रवृत्तिनिमित्तस्य सद्भावाजिनवचनदुष्करत्वदोषं परिहरन्नाहसिद्धीए साहगा तह, साहू अण्णत्थओवि णिट्ठिा । राहावेहाहरणा, ते चेवं अत्थओ णेया ॥९३५॥ સિદ્ધર' વૃત્નક્ષયેક્ષાયા: “સાધ' નિષ્ણાત, ‘તથા તેનાપ્રમત્તતાविधानद्वारेण 'साधवो' मुनयोऽन्वर्थतोऽप्यनुगतमर्थमाश्रित्य गुणनिष्पन्नाभिधानेनापीति यावद् 'निर्दिष्टा' निरूपिताः शास्त्रेषु । तथा चोक्तं-'सम्यग्दर्शनज्ञानचारित्रमयीभिः पौरुषेयीभिः शक्तिभिर्मोक्षं साधयन्तीति साधवः । राधावेधाहरणाद् वक्ष्यमाणात्, ते च साधव एवमप्रमादसाराः सन्तः 'अर्थतः' सामर्थ्याज्ञयाः सिद्धिसाधकत्वेन । नह्यप्रमत्ततामन्तरेणान्याः काश्चित्पौरुषेय्यो मोक्षसाधिकाः शक्तयः सन्तीति ॥९३५॥' હવે “સાધુ” એવા શબ્દની પ્રવૃત્તિનું જે નિમિત્ત છે, તે નિમિત્તના સદ્ભાવથી જિનવચનના દુષ્ઠરત્વરૂપ દોષને દૂર કરતા ગ્રંથકાર કહે છે– ગાથાર્થ-અન્તર્થથી પણ સાધુઓને અપ્રમાદ કરવા દ્વારા સિદ્ધિના સાધક કહ્યા છે. રાધાવેધના દૃષ્ટાંતથી અપ્રમાદની પ્રધાનતાવાળા સાધુઓને સામર્થ્યથી સિદ્ધિના સાધક તરીકે જાણવા. ટીકાર્ય-અન્તર્થથી–શબ્દની વ્યુત્પત્તિથી થતા અર્થને આશ્રયીને ગુણનિષ્પન્ન નામથી. તે આ પ્રમાણે–સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય પુરુષશક્તિથી મોક્ષને સાધ=સિદ્ધ કરે તે સાધુ. સિદ્ધિ સર્વકર્મોનો ક્ષય. સાધક સિદ્ધ કરનાર. સામર્થ્યથી=શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે બંધબેસતા અર્થથી. શાસ્ત્રોમાં અન્વર્થથી પણ સાધુઓને અપ્રમાદ કરવા દ્વારા સિદ્ધિના સાધક કહ્યા છે. રાધાવેધના દષ્ટાંતથી અપ્રમાદની પ્રધાનતાવાળા સાધુઓને સામર્થ્યથી(=બંધ બેશતા અર્થથી) સિદ્ધિના સાધક તરીકે જાણવા. અપ્રમાદ સિવાય બીજી કોઈ પુરુષશક્તિઓ મોક્ષની સાધક નથી. રાધાવેધનું દૃષ્ટાંત હવે પછીની ગાથાઓમાં કહેવાશે. (૯૩૫) Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ઉપદેશપદ : ભાગ-૨ राधावेधाहरणमेव गाथासप्तकेनाहइंदपुर इंददत्ते, बावीस सुया सुरिददत्ते य ।। महुराए जियसत्तू, सयंवरो णिव्वुईए ओ ॥९३६॥ अग्गियए पव्वयए, बहुली तह सागरे य बोद्धव्वे । एतेगदिवसजाया, सह तत्थ सुरिददत्तेण ॥९३७॥ इंदउरसामिणो पुत्तवंति महुराहिवेण तो धूया । पट्ठवियत्ति सयंवरराहावेहेण वरमाला ॥९३८॥ बावीसेहि ण विद्धा, तेवीसइमेणमग्गियाइजया । अब्भासाओ विद्धा, तेहिं परिपंथिगेहिपि ॥९३९॥ सो तज्जएण सइ उक्खयासिपुरिसद्ग भीइओ गुरुणा । तह गाहिओ त्ति भेत्तुं, जहठ्ठ चक्के तओ विद्धा ॥९४०॥ रायसुओ इह साहू, अग्गियगाई कसाय पुरिसा उ । रागद्दोसा खोभे, मरणं असइ भवावत्ते ॥१४१॥ रायसुया उ परीसह, सेसा उवसग्गमाइया एत्थ । गाहण सिक्खा कम्मट्ठभेयओ सिद्धिलाभो उ ॥९४२॥ રાધાવેધના દષ્ટાંતને જ સાત ગાથાઓથી કહે છે uथार्थ-आर्थ- दृष्टांतनो विस्तारथी अर्थ पूर्व चुल्लगपासग त्यहि (पांयमी) ગાથાની વ્યાખ્યામાં (૧૨મી ગાથામાં) ચક્રના દગંતમાં જણાવ્યો છે. આથી અહીં સંગ્રહ ગાથાઓના અક્ષરાર્થની વ્યાખ્યા કરવામાં આવે છે. ઇંદ્રપુર નગરમાં ઇદ્રદત્ત નામનો રાજા છે. તેના બાવીશ પત્નીઓથી થયેલા બાવીશ પુત્રો હતા. સુરેંદ્રદત્ત નામનો ત્રેવીસમો પુત્ર મંત્રિપુત્રીથી થયો હતો. મથુરા નગરીમાં જિતશત્રુ રાજા હતો. તેણે પોતાની નિવૃત્તિ નામની કન્યાને સ્વયંવર આપ્યો, અર્થાત્ તું મનગમતા પતિની સાથે લગ્ન કર એમ કહ્યું. (૯૩૬) અગ્નિકક, પર્વતક, બહુલી અને સાગર એ ચાર (દાસી પુત્રો) સુરેંદ્રદત્તની સાથે એક દિવસે જન્મ્યા હતા. (૯૩૭) ત્યાર બાદ ઇંદ્રપુરનો સ્વામી ઉત્તમ પુત્રોવાળો છે એમ વિચારીને મથુરાના રાજાએ પુત્રીને ઇંદ્રપુર મોકલી. ત્યાં આવેલી નિવૃત્તિએ સ્વયંવરમંડપમાં સુરેન્દ્રદત્તે કરેલા રાધાવેધથી ખુશ થઈને સુરેંદ્રદત્તના કંઠમાં વરમાળા નાખી. (૩૮) બાવીસ Page #444 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ રાજપુત્રો વિરોધી હોવા છતાં (=ઉપદ્રવ કરતા હોવા છતાં) સાથે ઉત્પન્ન થયેલા ચાર ચંચલ દાસીપુત્રોનો પરાભવ કરીને રાધાવેધના પુનઃ પુનઃ અનુશીલન રૂપ અભ્યાસથી સુરેંદ્રદત્તે પુતળીને વીંધી. (૯૩૯) કલાચાર્યે તેને તે રીતે રાધાવેધ શિખવાડ્યો હતો કે જેથી તેણે દાસીપુત્રોને જીતીને અને સર્વકાલ તલવારને ઊંચી કરીને ઊભેલા બે પુરુષોનો ભય હોવા છતાં આઠ ચક્રોને ભેદીને પુતળીને વિંધી. (૯૪૦) અહીં ઉપનયને કહે છે—આ વૃત્તાંતમાં સુરેંદ્રદત્ત નામના રાજપુત્રના સ્થાને અહીં સાધુ છે, અગ્નિકક વગેરે ચાર દાસીપુત્રોના સ્થાને ક્રોધ વગેરે ચાર કષાયો છે. હાથમાં તલવાર લઈને ઊભેલા બે પુરુષોના સ્થાને રાગ-દ્વેષ છે. જો સાધુ વ્રતથી ભ્રષ્ટ થાય તો ભવાવર્તમાં અનેકવાર મરણ થાય. (૯૪૧) બાવીસ રાજપુત્રોના સ્થાને બાવીસ પરીષહો છે. સભામાં રહેલા શેષ લોકના સ્થાને ઉપસર્ગ આદિ જાણવા. ‘ઉપસર્ગ આદિ' એ સ્થળે આદિ શબ્દ ઉપસર્ગના ભેદોનો જ સંગ્રહ કરવા માટે છે. રાધાવેધના શિક્ષણના સ્થાને ગ્રહણ-આસેવન રૂપ શિક્ષા જાણવી. આઠ ચક્રના ભેદ સમાન આઠ કર્મોનો ભેદ છે. નિવૃત્તિ કન્યાના લાભ સમાન મોક્ષલાભ થાય છે. (૯૪૨) अधुना व्यतिरेकमाह णो अण्णहावि सिद्धी, पाविज्जइ जं तओ इमीए उ । एसो चेव उवाओ, आरंभा वड्ढमाणो उ ॥९४३॥ ૪૩૭ 'न' नैवान्यथाप्यनन्तरोक्तक्रमवैपरीत्येनापि 'सिद्धिः ' सकलकर्मक्षयलक्षणा प्राप्यते 'यद्' यस्माद्धेतोः, तत् तस्मादमुष्याः सिद्धेस्त्वेष एव सदाऽप्रमत्तताभ्यसनलक्षण एवोपायः । कीदृगित्याह - ' आरम्भात्' प्रव्रज्याप्रतिपत्तिकालादारभ्य वर्द्धमान उत्तरोत्तरगुणस्थानकारोहणक्रमेण । तुः पूर्ववत् ॥ ९४३ ॥ હવે ઊલટી રીતે કહે છે– ગાથાર્થ-અન્યથા પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. માટે પ્રારંભથી વધતો અપ્રમાદનો અભ્યાસ જ મુક્તિનો ઉપાય છે. અન્યથા=હમણાં કહેલા ક્રમથી ઊલટી રીતે. (ભવનિર્વેદ, મોક્ષાભિલાષ, ચારિત્ર અપ્રમાદ એ ક્રમ વિના.) સિદ્ધિ=સર્વકર્મોનો ક્ષય. પ્રારંભથી–દીક્ષાસ્વીકારના કાળથી આરંભીને. વધતો અપ્રમાદનો અભ્યાસ–ઉત્તરોત્તર ગુણસ્થાનકે આરોહણના ક્રમથી વધતો અપ્રમાદનો અભ્યાસ. Page #445 -------------------------------------------------------------------------- ________________ उपदेशपE : भाग-२ હમણાં કહેલા ક્રમથી ઊલટી રીતે સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. માટે દીક્ષાસ્વીકારના કાળથી આરંભીને ઉત્તરોત્તર ગુણસ્થાનકે આરોહણના ક્રમથી વધતો અપ્રમાદનો અભ્યાસ જ મુક્તિનો ઉપાય છે. ४३८ ટૂંકમાં—ભાવથી દીક્ષા લીધી ત્યારથી જ અપ્રમાદને વધારવાનો અભ્યાસ કરવો એ જ भुस्तिनो उपाय छे. (८४३) अत्र ज्ञातमाह मग्गणुण तहिं गमणविग्घ कालेण ठाणसंपत्ती । एवं चिय सिद्धीए, तदुवाओ साहुधम्मो त्ति ॥ ९४४ ॥ 'मार्गज्ञस्य' विवक्षितपुरसत्पथवेदिनस्तत्र तस्मिन्नेव वर्त्मनि 'गमणविग्घ 'त्ति गमनं व्रजनमविघ्नेन व्याक्षेपनिबन्धनत्यागेन कुर्वाणस्य सतः कालेन यथा स्थानसम्प्राप्तिर्विवक्षितपुरसम्प्राप्तिर्भवति । एवमेव दृष्टान्तोक्तक्रमेण सिद्धेर्मुक्तेस्तदुपायः 'साधुधर्मः ' क्षान्त्यादिः । इतिः प्राग्वत् ॥९४४॥ અહીં દૃષ્ટાંતને કહે છે— ગાથાર્થ—ટીકાર્થવિવક્ષિત નગરના સાચા માર્ગનો જાણકાર પુરુષ વિક્ષેપના કારણોનો ત્યાગ કરીને તે જ માર્ગે ચાલ્યા કરે તો સમય જતાં તેને વિવક્ષિત નગરની પ્રાપ્તિ થાય છે, એ જ રીતે (=દૃષ્ટાંતમાં કહેલા ક્રમથી) ક્ષમા વગેરે સાધુધર્મ મુક્તિનો સાચો ઉપાય छे. (९४४) एवंविहं तु तत्तं णवरं कालोवि एत्थ विणणेओ । ईसि पडिबंधगो च्चिय, माहणवणिरायणाएण ॥९४५॥ एवंविधमेव साधुधर्म एव सिद्धेरुपाय इत्येवंलक्षणं तत्त्वं न पुनरन्यत्, नवरं केवलं कालोऽपि दुष्षमालक्षणः, किं पुनश्चारित्रमोहक्षयोपशममन्दतेति, अत्र साधुधर्मस्य सिद्धयुपायत्वे विज्ञेय ईषन्मनागेकादिभवव्यवधानकारकत्वेन प्रतिबन्धक एव प्रतिस्खलक एव । कथमित्याह — ब्राह्मणवणिग्राजज्ञातेन ॥ ९४५ ॥ ગાથાર્થ—તત્ત્વ આવા પ્રકારનું જ છે. કેવળ અહીં બ્રાહ્મણ-વણિક-રાજાના દૃષ્ટાંતથી કાળ પણ કંઇક પ્રતિબંધક જ જાણવો. ૧. ગાથામાં તડુવાનોના સ્થાને સદુવામો એવો પાઠ હોવો જોઇએ તેમ સમજીને અર્થ કર્યો છે. Page #446 -------------------------------------------------------------------------- ________________ उपदेशपE : भाग-२ ૪૩૯ ટીકાર્થ—તત્ત્વ આવા પ્રકારનું જ છેસાધુધર્મ જ સિદ્ધિનો ઉપાય છે એવું તત્ત્વ છે, બીજું કોઈ તત્ત્વ નથી. अज=हुःषभा अज.. અહીંસાધુધર્મ સિદ્ધિનો ઉપાય છે એ વિષયમાં. કંઇક પ્રતિબંધક—એક વગેરે ભવનું અંતર કરનાર હોવાથી કંઇક પ્રતિબંધક=સ્ખલના પમાડનાર છે. ‘કાળ પણ' એ સ્થળે ‘પણ' શબ્દનો અર્થ આ પ્રમાણે છે—જો કાળ પણ પ્રતિબંધક છે તો ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમની મંદતા પ્રતિબંધક હોય તેમાં શું તો કહેવું? (કારણ કે કાળ એ બાહ્યકારણ છે, જ્યારે ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમની મંદતા આંતરિક કારણ છે. જો બાહ્ય કારણ પ્રતિબંધક બની શકે તો આંતરિક કારણ સુતરાં પ્રતિબંધક બની શકે.) સાર—સાધુધર્મ જ સિદ્ધિનો ઉપાય છે. પણ તેમાં ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમની મંદતા અને દુઃષમાકાળ એ બે કંઇક પ્રતિબંધક છે. એના કારણે એ જ ભવમાં મુક્તિની પ્રાપ્તિ થતી નથી, કિંતુ એક વગેરે ભવો કર્યા પછી મુક્તિની પ્રાપ્તિ થાય છે. (૯૪૫) ज्ञातानेव गाथाद्वयेन भावयति सत्थत्थिमाहणपुरे, वणिजायण सुद्धभूमिगह पाए । णिहि वणिकहणं अग्गह, रण्णा सिट्ठे य पण्णवणा ॥९४६॥ सुत्तुट्ठियचिंतणमण्णया य सव्वेसिमिच्छ गह विग्धं । मिहु किमियंति वितक्के, केवलि कलि चाग भागगहो ॥९४७॥ शास्त्रार्थिनो वेदाध्येतारो ये ब्राह्मणास्तेषां किञ्चित् पुरमासीत् तत्र 'वणिजायण 'त्ति केनचिद् वणिजा ब्राह्मणा भूमिं याचिता: । 'शुद्धभूमिग्रहे' च शल्यादिदोषानुपहतभूमेरुपादाने कृते पादे शुद्धिमानीयमाने निधिश्चिरकालनिहित उद्घटितः । ' वणिक्कथनं' वणिजा राज्ञो निवेदितम्, यथा देव! मया गृहपादशोधने क्रियमाणे निधिर्लब्ध आस्ते अग्रहो निधेरौदार्यातिरेकात् सत्यवादितया च राज्ञो वृत्तः । 'शिष्टे' च कथिते राज्ञा मन्त्रयादीनां प्रज्ञापना तैः कृता, यथा न देव ! नीतिरेषा निर्निमित्तमेव स्वकीयार्थपरित्याग इति ॥ ९४६ ॥ ' सुप्तोत्थितचिन्तनं ' सुप्तोत्थितेन राज्ञा चिन्तितमन्यदा यथा न मया सुष्ठु कृतं यन्निधिः सिद्धः सन्नुपेक्षित इति । ततः सर्वेषां मन्त्रिपुरोहितानां इच्छयाऽनुमत्या ग्रहणं निधेः कृतम् । ततस्तादृशि महत्यनर्थे प्रवर्त्तिते 'विग्घं 'ति विध्न इष्टकलत्रविपत्त्यादिः सद्य एव Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ ઉપદેશપદ : ભાગ-૨ कश्चिज्जात इति । 'मिथः' परस्परं किमिदमित्थमिति वितर्के सर्वत्र प्रवृत्ते केवली कश्चिदागतः, ततस्तेन पृष्टे सति शिष्टं, यथा-कलिरेवावतीर्णस्तदोषादिदमित्थं जातमिति । ततो राज्ञा निधेस्त्यागः कृतः, भागस्य निजाभाव्यरूपस्य पुनर्ग्रह इति। यदत्र वेदार्थिब्राह्मणपुराश्रयणं शास्त्रकृता कृतं तदैवं ज्ञापयति वेदविद्याविशारदब्राह्मणवासितस्थाने न काचिदनीतिः प्रवर्त्तते, तथापि कलियुगावताराच्चतुराश्रमगुरुणापि राज्ञा स्ववचनविलोपनेन पुनर्निधिग्रहणमारब्धम् । विनोत्थानेन सवितर्के लोके जाते केवलिना च स्वरूपे निवेदिते स्वसत्त्वाभ्यधिकतया नीतिमागतोऽसौ રાતિ ૧૪૭ના દૃષ્ટાંતોને જ બે ગાથાથી વિચારે છે– ગાથાર્થ–ટીકાર્ય–વેદનું અધ્યયન કરનારા બ્રાહ્મણોનું કોઈ ગામ હતું. તે નગરમાં કોઈક વણિકે બ્રાહ્મણોની પાસે ભૂમિની માગણી કરી. શલ્ય વગેરે દોષોથી હણાયેલી ન હોય તેવી ભૂમિ લીધા પછી પાયો ખોદતાં ઘણા કાળથી મૂકેલું નિધાન નીકળ્યું. વણિકે (ઉદાર હોવાથી નિધાન પોતે લીધું નહિ અને) રાજાને જણાવ્યું. વણિકે રાજાને કહ્યું: હે દેવ! હું ઘરનો પાયો ખોદી રહ્યો હતો ત્યારે તેમાંથી મને નિધાન મળ્યું છે. વણિક સાચું બોલ્યો હોવાથી અને તેની ઉદારતા હોવાને કારણે રાજાએ તેનો નિધિગ્રહણ ન કર્યો. પછી રાજાએ આ વાત મંત્રી વગેરેને કહી. તેઓએ રાજાને કહ્યું હે દેવ! આ નીતિ છે કે નિષ્કારણ પોતાના ધનનો ત્યાગ ન કરવો. એકવાર સૂઈને ઉઠેલા રાજાએ વિચાર્યુંઃ મળેલા નિધાનની મેં ઉપેક્ષા કરી તે સારું ન કર્યું. (૯૪૬) પછી રાજાએ મંત્રી અને પુરોહિત વગેરે બધાની અનુમતિથી તે નિધાન લીધું. રાજાએ તેવો મહાન અનર્થ કર્યો તેથી તુરંત જ પ્રિય પત્નીનું મૃત્યુ વગેરે કોઈક વિઘ્ન આવ્યું. લોકોમાં આ આ પ્રમાણે કેમ થયું? એમ તર્ક-વિતર્કો થવા લાગ્યા. આ દરમિયાન કોઈ કેવલી ભગવંતનું ત્યાં આગમન થયું. રાજાએ કેવળીને આ હકીકત પૂછી એટલે કેવળીએ કહ્યું: કલિકાળ જ અવતર્યો છે. તેના દોષથી આ આ પ્રમાણે થયું. પછી રાજાએ નિધાનનો ત્યાગ કર્યો. તેમાંથી પોતાની માલિકીનું જેટલું હતું તેટલું લીધું. - અહીં શાસ્ત્રકારે વેદનું અધ્યયન કરનારા બ્રાહ્મણોના નગરનો જે ઉલ્લેખ કર્યો તેનાથી શાસ્ત્રકાર એ જણાવે છે કે જ્યાં વેદવિદ્યામાં વિશારદ બ્રાહ્મણો રહેતા હોય તે સ્થાનમાં કોઇપણ પ્રકારની અનીતિ ન થાય. આમ છતાં કલિયુગના અવતરણથી જે ચાર આશ્રમના ગુરુ ગણાય તેવા પણ રાજાએ સ્વવચનનો વિલોપ (=રાજનીતિનો ભંગ) કરીને નિધાન લેવાનું શરૂ કર્યું. વિઘ્ન ઉત્પન્ન થવાથી લોક વિતર્ક કરવા લાગ્યો. કેવલીએ સ્વરૂપ જણાવ્યું. એટલે આ રાજા સ્વસત્ત્વની અધિકતાથી (સ્વસત્ત્વને અધિક ફોરવીને) નીતિના માર્ગે આવ્યો. (૯૪૭) Page #448 -------------------------------------------------------------------------- ________________ ४४१ ઉપદેશપદ : ભાગ-૨ एवमिह दुस्समेयं, कलुसइ भावं जईणवि कहिंचि ।। तहवि पुण कज्जजाणा, हवंति एएच्चिय जहए ॥९४८॥ "एवं' प्रकृतराजादिवदिह भरतक्षेत्रे 'दुःषमा' दुष्टकाललक्षणेयं प्रत्यक्षोपलक्ष्यमाणफला 'कलुषयति' मलिनीकरोति, 'भावं' मनःपरिणामं 'यतीनामपि' लाभालाभसुखासुखादिषु तुल्यतया प्रवृत्तचित्तानां, कथञ्चिदनाभोगादिदोषात्, तथापि पुनः 'कार्यज्ञाः' कार्यपरमार्थविदो भवन्ति एत एव, यथैते राजादय इति ॥९४८॥ ગાથાર્થ–ટીકર્થ–પ્રસ્તુત રાજા વગેરેની જેમ, ભરતક્ષેત્રમાં આ દુષ્ટ દુઃષમાકાળ લાભઅલાભ સુખ-દુઃખ વગેરેમાં સમાન ચિત્ત રાખનારા સાધુઓના પણ ભાવને (=માનસિક પરિણામને) અનાભોગાદિ દોષથી મલિન કરે છે. તો પણ એ જ સાધુઓ (=જે સાધુઓના ભાવ મલિન થયા છે તે જ સાધુઓ) રાજા વગેરેની જેમ ફરી કાર્યના પરમાર્થને જાણનાર થાય છે. (અર્થાત્ મલિન બનેલા ભાવને ફરી આલોચના-પ્રાયશ્ચિત્તशुल्म किंतन करेथी. शुद्ध ४३ ७.) (८४८) अथैतदेव धर्मानुष्ठानं मतान्तरैराचिख्यासुराहअण्णे भणंति तिविहं, सययविसयभावजोगओ णवरं । धम्मम्मि अणुट्ठाणं, जहुत्तरपहाणरूवं तु ॥९४९॥ अन्येऽपरे आचार्या भणन्ति' ब्रुवते 'त्रिविधं' त्रिप्रकारम् । प्रकारानेव दर्शयतिसततविषयभावयोगतः 'भीमो भीमसेनः' इति न्यायेन पदैकदेशेऽपि पदसमुदायोपचारात् सतताभ्यासयोगतः, विषयाभ्यासयोगतः, भावाभ्यासयोगतश्च । 'नवरं' केवलं धर्मे विषयभूतेऽनुष्ठानं देवपूजनादिलक्षणं 'यथोत्तरप्रधानरूपं तु' यद् यस्मादुत्तरं तदेव प्रधानमित्येवंलक्षणमेव च । तत्र सतताभ्यासः नित्यमेवोपादेयतया लोकोत्तरगुणावाप्तियोग्यताऽऽपादकमातापितृविनयादिवृत्तिः । विषयाभ्यासो विषयेऽहल्लक्षणे मोक्षमार्गस्वामिनि योऽभ्यासः पूजादिकरणस्य सः भावाभ्यासः । पुनर्दूरं, भवादुद्विग्नस्य सम्यग्दर्शनादीनां भावानामभ्यास इति ॥९४९॥ હવે આ જ ધર્માનુષ્ઠાનને મતાંતરોથી કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે ગાથાર્થ—અન્ય આચાર્યો ધર્મમાં દેવપૂજા વગેરે અનુષ્ઠાન સતતાભ્યાસયોગથી વિષયાભ્યાસ યોગથી અને ભાવાભ્યાસ યોગથી એમ ત્રણ પ્રકારનું કહે છે. અને યથોત્તર પ્રધાન છે. Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ ઉપદેશપદ : ભાગ-૨ ટકાર્થ–સતતાભ્યાસઆ ઉપાદેય છે એવી બુદ્ધિથી જેનો સતત–નિત્ય જ અભ્યાસ કરવામાં આવે તે સતતાભ્યાસ. લોકોત્તર ગુણોની પ્રાપ્તિ થાય તેવી યોગ્યતા પ્રાપ્ત કરાવનાર માતા-પિતાનો વિનય વગેરે પ્રવૃત્તિ સતતાભ્યાસ ધર્માનુષ્ઠાન છે. વિષયાભ્યાસ–વિષયમાં અભ્યાસ તે વિષયાભ્યાસ. અહીં વિષય શબ્દથી મોક્ષમાર્ગના સ્વામી અરિહંત વિવક્ષિત છે. મોક્ષમાર્ગના સ્વામી અરિહંતમાં પૂજાદિ કરવા રૂપ જે અભ્યાસ તે વિષયાભ્યાસ ધર્માનુષ્ઠાન. ભાવાભ્યાસ–ભાવોનો અભ્યાસ તે ભાવાભ્યાસ. ભવથી ઉદ્વિગ્ન બનેલા જીવનો સમ્યગ્દર્શનાદિ ભાવોનો અભ્યાસ તે ભાવાભાસ ધર્માનુષ્ઠાન. ભાવાભાસ દૂર છે, એટલે કે વિલંબથી પ્રાપ્ત થાય છે. - આ ત્રણ અનુષ્ઠાન યથોત્તર પ્રધાન છે, એટલે કે જે જેનાથી ઉત્તર છે તે તેનાથી પ્રધાન છે. સતતાભ્યાસથી વિષયાભ્યાસ પ્રધાન છે, વિષયાભ્યાસથી ભાવાભાસ પ્રધાન છે. (૯૪૯) एयं च ण जुत्तिखमं, णिच्छयणयजोगओ जओ विसए । भावेण य परिहीणं, धम्माणुट्ठाण मो किह णु ॥१५०॥ 'एतच्च' द्विविधमनुष्ठानं 'न युक्तिक्षम' नोपपत्तिसहं निश्चयनययोगतो निश्चयनयाभिप्रायेण। कुतो? यतो 'विषये' साक्षात् सम्यग्दर्शनाद्यनाराधनारूपे मातापित्रादिविनयस्वभावे, तथा 'भावेन च' भववैराग्यादिना पुनः परिहीणं विषयेऽपि धर्मानुष्ठानं कथं नु? न कथञ्चिदित्यर्थः । परमार्थोपयोगरूपत्वाद्धर्मानुष्ठानस्य इत्येकमेव भावाभ्यासानुष्ठानमुपादेयमिति ॥९५०॥। ગાથાર્થ-નિશ્ચનયના અભિપ્રાયથી બે પ્રકારનું અનુષ્ઠાન યુક્તિ સહન કરી શકે તેવું નથી. કારણ કે વિષયમાં હોવા છતાં જે અનુષ્ઠાન ભાવથી રહિત હોય તેને ધર્માનુષ્ઠાન કેવી રીતે કહેવાય? ટીકાર્થ-નિશ્ચયનયના અભિપ્રાયથી સતતાભ્યાસ અને વિષયાભ્યાસ એ બે અનુષ્ઠાન યુક્તિ સહન કરી શકે તેવા નથી, અર્થાત્ નિશ્ચયનયની યુક્તિઓ આગળ ટકી શકે તેવા નથી. કારણ કે માતા-પિતાદિના વિનય સ્વરૂપ સતતાભ્યાસમાં સાક્ષાત્ સમ્યગ્દર્શનાદિની આરાધના નથી. તથા વિષયાભ્યાસમાં પણ ભવવૈરાગ્યાદિ ભાવથી રહિત દર્શન-પૂજન ૧. અભ્યાસ એટલે વારંવાર કરવું. Page #450 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ४४३ આદિને ધર્માનુષ્ઠાન કેવી રીતે કહેવાય? અર્થાત્ કોઈપણ રીતે ધર્માનુષ્ઠાન ન કહેવાય. ધર્માનુષ્ઠાન મોક્ષના લક્ષ્યવાળા હોવાથી એક જ ભાવાભ્યાસ અનુષ્ઠાન ઉપાદેય છે. (૯૫૦) अत्र त्रिविधमप्यनुष्ठानं कथञ्चित् समर्थमान आहववहारओ उ जुज्जइ, तहा तहा अपुणबंधगाईसु । एत्थ उ आहरणाई, जहासंखेणमेयाइं ॥९५१॥ 'व्यवहारतस्तु' व्यवहारनयादेशात् पुनर्युज्यते 'तथा तथा' विषयभेदप्रकारेणापुनर्बन्धकादिषु, 'अपुनर्बन्धकः' पापं न तीव्रभावात् करोतीत्येवंलक्षणः, आदिशब्दादपुनर्बन्धकस्यैव विशिष्टोत्तरावस्थाविशेषभाजौ मार्गाभिमुखमार्गपतितौ अविरतसम्यग्दृष्ट्यादयश्च गृह्यन्ते । अत्र तु' व्यवहारदेशात्रिविधेऽनुष्ठाने 'आहरणानि' ज्ञातानि यथासंख्येनानुक्रमलक्षणेन एतानि वक्ष्यमाणलक्षणानि ॥९५१॥ અહીં ત્રણ પ્રકારના અનુષ્ઠાનનું કથંચિત્ સમર્થન કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થવ્યવહારનયના અભિપ્રાયથી તે તે રીતે વિષયભેદથી અપુનબંધક આદિમાં (સતતાભ્યાસ વગેરે અનુષ્ઠાન) ઘટે છે. ત્રણ પ્રકારના અનુષ્ઠાનમાં અનુક્રમે આ (હવે પછીની ગાથાઓમાં કહેવાશે તે) દૃષ્ટાંતો છે. ટીકાર્થ– જે તીવ્રભાવથી પાપ ન કરે તે અપુનબંધક. “અપુનબંધક આદિમાં' એ સ્થળે આદિ શબ્દથી અપુનબંધકની જ વિશિષ્ટ ઉત્તર અવસ્થાવિશેષને પામેલા માર્ગાભિમુખ અને માર્ગપતિત તથા અવિરત સમ્યગ્દષ્ટિ વગેરે જીવોને ગ્રહણ કરવામાં આવે છે. (૯૫૧). तत्र प्रथमोदाहरणं भावयन् गाथाष्टादशकमाहसययब्भासाहरणं, आसेवियजाइ सरणहेउत्ति । आजम्मं कुरुचंदो, मरिउं णरगाओ उव्वट्टो ॥९५२॥ मायापिइपडिवत्ती, गिलाणभेसजदाणमाईहिं । तह चिइणिम्मलकरणं, जाईसरणस्स हेउत्ति ॥९५३॥ णिवपरिवारुवलंभा, सरणं भीओ कहं पुणो एत्थ । ठिइमूगत्तासेवण, णाओ विजेहिं णिदोसो ॥९५४॥ मंतिणिवेयण जाणण, धण्णो सरणाओ कोइ उव्विग्गो। भवठिइदंसणकहणं, गुणकरमेयस्स तहिं जुत्तो ॥९५५॥ Page #451 -------------------------------------------------------------------------- ________________ ४४४ 64हेशप : भाग-२ भूसिय जंपाणगओ, इड्डीए णीणिओ विभागण्णू । भोगम्मी जायछणे, मयरुवणदरिद्दग भणीसु ॥९५६॥ लाभगचेयग भोगी, जाए उ छणो सुवाहितुल्लो त्ति । मरणे दुक्खमवेक्खा, किमिह दरिद्दोवे परलोए ॥९५७॥ रायणिवेयण दंसण, तोसो पियवयण पुच्छ पसिणत्थे । णमणमणुण्णा संवेगसाहणं भावसारमिमं ॥९५८॥ धम्मकरणेण भोगी, लाभा इहरा उ तुच्छभोगोत्ति । रज्जफलोत्ति सुवाही, तच्छणसरिसो उ एएसु ॥९५९॥ मालालुगप्पभोगाइणायओ दुक्खकारणमविक्खा । धम्मी दरिद्दगो इह, अओण्णहण्णोवि परलोए ॥९६०॥ मायापिउणा भणिओ, इह धम्मण्णू तुमं तहावम्हं । ठिइयत्तेहिं इह, दुःखं कुणसित्ति सो आह ॥९६१॥ गंतव्वं सगईए, गुरुयणसंवुड्डिकारयं गच्छे । आसासमाइदीवगजोगम्मि ण अण्णहा जुत्तं ॥९६२॥ बोल्लेमि य जं उचियं, इहरा उ ण जुत्तमेव वोत्तुं जे । जं इह एस कुहाडी, जीहा धम्मेयरतरूणं ॥९६३॥ एवं ति तेसिं बोहो, धम्मपरिच्छाए पायसो णवरं ।। माइपिइपूयघायाणमित्थ किं जुत्तमच्चत्थं ॥१६४॥ पूजत्ति आहु पायं, अण्णेऽणेगंतवायओ तत्तं । ववहारणिच्छएहिं, दुविहा एए जओ णेया ॥९६५॥ ववहारओ पसिद्धा, तिण्हा माणोक णिच्छएणेए । आइमगाणं पूया, इयरेसिं वहोत्ति ता जुत्तं ॥९६६॥ बझेयरचिट्ठाणं, अण्णे का सोहणत्ति आहेसो । अण्णयरावोहेणं उभयं भेयाओ एयस्स ॥९६७॥ Page #452 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ अब्भितरा ण बज्झं, वभिचरइ णिओगओ ण बज्झेवं । अभितरंति अण्णे, एगच्चिय उभयरूवे सा ॥ ९६८ ॥ एवं च मग्गलंभो, पवज्जाराहणा य सुपसत्था । दुग्गइदुवारठयणी, सुगइसिवपसाहिया चेव ॥९६९॥ સતત અભ્યાસનું ઉદાહરણ જાતિસ્મરણના ભવથી પૂર્વના ભવમાં હવે કહેવાશે તે જાતિસ્મરણના હેતુઓનું સેવન જેનાવડે કરાયું છે તે કુરુચંદ્ર રાજા છે. ક્યાં સુધી જાતિસ્મરણના હેતુઓનું સેવન કર્યું ? યાવજ્જીવ સુધી. ૪૪૫ ગજપુર નગરનો કુરુચંદ્ર રાજા મરીને નરકમાં ઉત્પન્ન થયો. જાતિસ્મરણના હેતુઓનું જે રીતે સેવન કર્યું તેને બતાવે છે. તેણે માતા-પિતાની સેવા કરી. તે આ પ્રમાણે સવાર-બપોર અને સાંજ એ ત્રણ સંધ્યાએ માતા-પિતાને પ્રણામ કરવા એ માતાપિતાનું પૂજન છે. તેવા પ્રસંગના કારણે સાક્ષાત્ પ્રણામ કરવાનો અવસર ન હોય ત્યારે માતા-પિતાને અતિશય (=બહુમાનભાવથી) ચિત્તમાં સ્થાપીને પ્રણામ કરવા, અર્થાત્ તેઓ મારી સામે રહેલા છે એમ મનમાં કલ્પીને પ્રણામ કરવા વગેરે તથા ગ્લાન સાધુ અને શ્રાવકને ઔષધાદિનું દાન કરવું આદિ શબ્દથી શરીરની સેવા કરવી તથા તેઓને જેમ સમાધિ થાય તેમ કરવું તથા ચિત્તને નિર્મળ કરવું અને દેવતાની પ્રતિમાનું પ્રક્ષાલન સ્નાત્ર પૂજા કરવી એ જાતિસ્મરણના કારણો છે. બીજી જગ્યાએ આ પ્રમાણે પણ કહ્યું છે. મનુષ્ય બ્રહ્મચર્યથી, તપથી, સદ્વેદના અધ્યયનથી, વિદ્યામંત્ર વિશેષથી, સત્તીર્થના સેવનથી માતા-પિતાની સમ્યગ્ ભક્તિથી, ગ્લાનને ભેષજના દાનથી, દેવાદિનું પ્રક્ષાલન વગેરે કરવાથી જાતિસ્મરણ જ્ઞાનને પામે છે. અને તે નરકમાંથી ઉર્તન પામીને સાકેતપુરમાં મહેન્દ્ર નામના રાજાની મહિમા નામની પત્નીની કુક્ષિમાં સમુદ્રદેવ નામે પુત્ર રૂપે ઉત્પન્ન થયો અને તે ભવમાં તે યૌવનને પામ્યો ત્યારે મંત્રી વગેરે રાજાના પરિવારને સામાન્યથી જોવાથી સમુદ્રદેવને પૂર્વભવનું સ્મરણ થયું. પછી ભય પામેલો સારી રીતે વિચારવા લાગ્યો કે ફરી આ નરકમાં શા માટે જવું? એમ વિચારીને ચાલવાનું અને બોલવાનું બંધ કરી દીધું. પછી પિતાએ તેના વ્યાધિને દૂર કરવા માટે ચિકિત્સા ચાલુ કરાવી ત્યારે વૈદ્યોએ નિદાન કર્યું કે આ સમુદ્રદેવ વાત વિકાર વગેરે વ્યાધિથી રહિત છે. પછી રાજાએ મંત્રીને પૂછ્યું: આને કોઇ રોગ થયો નથી તો પછી આવી રીતે બોલવા-ચાલવા વગર કેમ રહે છે? પછી મંત્રીએ જાણ્યું કે આ કોઇ જીવ ધન્ય છે, જાતિસ્મરણ જ્ઞાનથી સંસારથી ઉદ્વિગ્ન થયેલો રહે છે. પછી Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ ઉપદેશપદ : ભાગ-૨ સંસારની ઋદ્ધિ અનુભવવા સ્વરૂપ અને સંસારની ગરીબાઈ અનુભવવા રૂપ સંસારનું દર્શન કરાવવું યોગ્ય છે એમ મંત્રીએ રાજાને નિવેદન કર્યું. આનાથી મારા પુત્રને તત્ત્વજ્ઞાન ગુણ પ્રાપ્ત થશે એમ વિચારીને રાજાએ મંત્રીને તેને વ્યવસ્થિતિના દર્શન કરાવવામાં નિયુક્ત કર્યો. પછી મંત્રીએ શું કર્યું? તેને કહે છે મંત્રીએ તેને સ્નાનાદિ કરાવીને અલંકૃત કર્યો અને વાહનમાં સુખાસન પર આરૂઢ થયો અને વિશિષ્ટ પરિવારની ઋદ્ધિથી મહેલમાંથી બહાર નીકળ્યો. કેવો થઈ કુમાર બહાર નીકળ્યો? વિભાગને જાણનારો એટલે કે હેય અને ઉપાદેયના વિભાગને જાણવામાં કુશલ થઈને નીકળ્યો. બહાર નીકળ્યા પછી કયાંક ભોગ ભોગવનાર પુરુષને જોયો તથા નવા જન્મેલા પુત્રનો ઉત્સવ જોયો. તથા મરેલાની આસપાસ રડતાને જોયા અને દરિદ્રને જોયો અને ભિક્ષાચરો વગેરે જોયા ત્યારે પાસે રહેલા પુરુષોએ કુમારને પૂછ્યું: ભોગની પ્રાપ્તિનું રહસ્ય શું છે? અર્થાત્ કયા કારણથી ભોગો પ્રાપ્ત થાય છે અને કયા કારણથી દરિદ્રતા પ્રાપ્ત થાય છે? તે કહે છે કે મૂળ દ્રવ્યને વ્યાજ વગેરેમાં રોકી અથવા વ્યાપારમાં રોકી અને ધન ધાન્ય ઉપાર્જન કરે છે તે શાસ્ત્રની પરિભાષામાં સ્ત્રી-આદિનો ભોગી કહેવાય છે. પરંતુ જે મૂળ દ્રવ્યનો વ્યય કરીને ભોગ ભોગવે છે તે પરમાર્થથી ભોગી કહેવાતો નથી. પણ ભોગ્ય કહેવાય છે. કેમકે તેનો ભોગ અનુબંધ વિનાનો હોવાથી તેની મૂળ મૂડી ખતમ થાય છે અને નવી મૂડી ઉપાર્જન થતી નથી, લોકમાં આવી નીતિ પ્રસિદ્ધ છે. આત્માની દૃષ્ટિએ વિચારણા કરવામાં આવે તો ધર્મની આરાધનાથી જ આત્મા ભોગી બને છે કે હવે પછી કહેવાશે. પુત્રાદિનો જન્મ થયે છતે, વર્ધાનિક સ્વરૂપ ઉત્સવથી જે આનંદ મેળવાય છે તો તે આનંદ ખણજ અને દાદરને ખણવા તુલ્ય છે. જેમકે કોઇ રોગી ખણજને ખણતા શરૂઆતમાં સુખનો અનુભવ કરે છે પરંતુ પરિણામે મહા-અનુતાપને અનુભવે છે. તેને બતાવે છે– આ પ્રમાણે પુત્રાદિના જન્મ વખતે ઉત્સવ કરતા પ્રથમ જે આનંદ અનુભવાય છે તે પુત્રના મરણ વખતે સંતાપનો હેતુ થાય છે. અને જે રડવાની ક્રિયાથી વ્યક્ત કરાતું દુઃખ છે તે અપેક્ષાથી છે. ભાઈ ન હોવા છતાં પોતાનો સ્વજન માને ત્યારે તે મરતા ઘણું દુઃખ ઉત્પન્ન કરે છે. અને ભાઈને પણ પર માન્યો હોય ત્યારે કોઈ અપરાધથી મરતો ભાઈ પણ દુઃખ ઉત્પન્ન કરતો નથી. તથા દરિદ્રના વિષયમાં કંઈક કહેવાય છે–તમારી દૃષ્ટિએ અહીં કોણ દરિદ્ર છે? હવે જે પરલોકમાં દરિદ્ર હોય તે જ દરિદ્ર કહેવાય છે કારણ કે આ લોકના દરિદ્ર અને પરલોકના દરિદ્રમાં અત્યંત અસમાનતા છે, અર્થાત્ આ લોકમાં દરિદ્ર હોય તે પરલોકમાં દરિદ્ર હોય તેવું નથી. આ લોકમાં ધનવાન હોય તે પરલોકમાં ધનવાન રહે તેવું પણ Page #454 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૪૭ નથી. જ્યારે રાજપુત્રે ચારેય પુરુષાર્થ વિશે પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરો આપ્યા ત્યારે લોકોએ રાજાને નિવેદન કર્યું કે આણે આ આ પ્રમાણે ઉત્તર આપ્યા. પછી રાજાએ પોતાની પાસે બોલાવીને તેનું દર્શન કર્યું અને રાજા સંતોષ અને હર્ષ પામ્યો. પછી રાજાએ પ્રિયવચનના આલાપકપૂર્વક પૂર્વે બતાવેલા પ્રશ્નોના અર્થો પૂક્યા. કુમારે તે પ્રશ્નોનો જવાબ આપ્યો ત્યારે રાજાને ધર્મસંબંધી પરિણામ ઉત્પન્ન થયો. પછી રાજાએ અનુજ્ઞા આપી કે તું જેનું નિવેદન કરે છે તે સર્વ અમોને માન્ય છે આવી પિતા તરફથી જ્યારે અનુમતિ મળી ત્યારે સંવેગના સારવાળો ધર્મ જણાવ્યો. આને જ હવે જણાવે છે– શુદ્ધ સુકૃત ઉપાર્જન કરતો જીવ આ ભવમાં ધન-ધાન્યાદિના લાભને અને પરભવે ભોગાદિના લાભને પામે છે. શુદ્ધ ધર્મ ન કરે તો તુચ્છ ફળવાળા ભોગને પામે છે. તથા રાજ્યના ઉપભોગનું ફળ સુવ્યાધિ છે. સુવ્યાધિ એટલે ગડુ, વ્રણ કોઢ વગેરે દારુણ રોગો જાણવા. રાજ્ય ઉપાચારથી વ્યાધિ છે. અભિષેક-પટ્ટબંધ વાલવ્ય જન વગેરે વ્યાધિઓ રાજ્યમાં ઉપચારથી પ્રવર્તે છે. એટલે રાજ્ય અને વ્યાધિમાં કોઈ ભેદ જણાતો નથી. તેથી કયો મતિમાન રાજ્યની અભિલાષી થાય? રાજ્યના ઉત્સવમાં અને વ્યાધિમાં કોઈ ભેદ નથી. પ્રત્યક્ષથી દેખાતા પુત્રાદિમાં જે ઉત્સવ છે તે પણ વ્યાધિ જ છે. રાજ્યનો ઉત્સવ પરિણામે સુંદર નથી. કહ્યું છે કે રાજા, ચિત્રકાર અને કવિ આ ત્રણ નરકમાં જાય છે. આ પુત્રજન્માદિ ઉત્સવો પ્રમોદના હેતુ હોવાથી અને ભંગના અંતવાળા હોવાથી પરિણામે સુંદર નથી. પુષ્પની માળા ઘણા મૂલ્યવાળી હોવા છતાં અલ્પભોગવાળી હોવાથી તેમાં રાગ થતો નથી જ્યારે કોડિયો ઠીકરાનો હોવા છતાં ઘણા કાળ ભોગવી શકાય તેમ હોવાથી તેમાં રાગ વધારે થાય છે. માટે કોડિયામાલાના દૃષ્ટાંતથી દુઃખનું કારણ વર્તે છે. સ્થિર સંભાવનામાં દુઃખનું કારણ રાગ રહેલો છે અને અસ્થિર સંભાવનામાં દુઃખનું કારણ રાગ નથી. કહ્યું છે કે મહાન માળામાં અનિત્યતાની બુદ્ધિ હોવાથી વધારે દુઃખ થતું નથી અને માટીનાં ભાંડમાં નિત્યતાની બુદ્ધિ હોવાથી ફૂટી જાય ત્યારે વધારે દુઃખ થાય છે. તથા ધર્મી અલ્પ-આરંભપરિગ્રહવાળો હોવાથી આ ભવમાં દરિદ્ર રહે એ સંભવે પણ આ ભવમાં અલ્પ આરંભપરિગ્રહી હોવાથી પરલોકમાં સુખી થાય છે. ઈશ્વરે (ધનાઢ્ય) પૂર્વભવમાં પુણ્ય ઉપાર્જન કર્યું હોવાથી આ ભવમાં ધનધાન્યથી સુખી થાય છે. આ પ્રમાણે સર્વ પ્રશ્નોના ઉત્તર આપનારો કુમાર માતા-પિતા વડે કહેવાયો કે આ પ્રમાણે તું વૈરાગ્ય ભાવનાથી ધર્મજ્ઞ જણાય છે તો પણ તું ધર્મનો જાણકાર હોવા છતાં સ્થિરતા અને મૌનતાથી અમારા મનમાં દુઃખ ઉત્પન્ન કરે છે. માતા-પિતાએ આ પ્રમાણે કહ્યું ત્યારે રાજપુત્ર બોલ્યોઃ જો કે ગત્તવ્ય સ્થાનનો અભાવ હોવાથી મેં ક્યાંય ગતિ કરી નથી પણ હું અશક્ત હતો તેથી મેં ગતિ ન કરી તેવું નથી. Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ ઉપદેશપદ : ભાગ-૨ હવે ગન્તવ્યસ્થાન શું છે તેને બતાવે છે દીક્ષાનો સ્વીકાર એ સ્વગતિ છે તેના ઉપર મારે જવાનું છે. દીક્ષા માતા-પિતા સ્વરૂપ ગુરુજનની તથા ધર્માચાર્યની સંગતિનું વૃદ્ધિનું કારણ ગુરુના પરિવાર સ્વરૂપ ગચ્છમાં થાય છે. તે ગચ્છ કેવા પ્રકારે છે? દીપક શબ્દના બે અર્થ થાય છે. આશ્વાસરૂપી દીપકથી યુક્ત હોય તે ગચ્છ અને આદિ શબ્દથી પ્રકાશ રૂપ દીપકવાળો જાણવો. અહીં આશ્વાસ દીપક બે પ્રકારનો છે. દ્રવ્યથી અને ભાવથી, તેમાં દ્રવ્યથી સમુદ્રની અંદર પાણીની બહાર આવેલો ભૂમિનો ભાગ જાણવો. તે દ્વીપ પણ અંદન અને અસ્પંદન એમ બે પ્રકારે છે. તેમાં અંદનદ્વીપ ક્યારેક પાણી વડે ઢંકાય જાય છે અને અસ્પંદન દ્વિીપ પાણી વડે ઢંકાતું નથી. પ્રકાશરૂપી દીપક પણ બે પ્રકારનો છે–(૧) સ્થિર અને અસ્થિર. તેમાં સ્થિર દીપક તારા, ચંદ્ર, સૂર્ય વગેરે જાણવા અને ઘાસ-છાણ લાકડાના અગ્નિને અસ્થિર દીપક જાણવો. ભાવ આશ્વાસ દીપક પણ ચારિત્રરૂપે બે પ્રકારનો છે-(૧) સ્પંદન અને (૨) અત્યંદન. તેમાં લાયોપથમિક ચારિત્રરૂપ દીપક સ્પંદન પ્રકારનો છે કેમકે અતિચારરૂપી જળથી મલિન કરાય છે. જ્યારે ક્ષાયિક ચારિત્રરૂપ દીપક સ્થિર પ્રકારનો છે, તે કોઇથી નાશ કરી શકાતો નથી. મતિજ્ઞાનાદિ ચાર અસ્થિર ભાવ પ્રકાશ દીપક છે. તેથી ભાવ આશ્વાસરૂપ દીપક અને ભાવપ્રકાશ રૂપ દીપક જે ગચ્છામાં છે તે ગચ્છમાં હું જઈશ. તથા તમોએ મૂકત્વ સંબંધી જે પૂછ્યું હતું તેનો ઉત્તર એ છે કે પરિણામે જે સુંદર છે તે ઉચિત છે પરંતુ પરિણામે જે સુંદર નથી તે અનુચિત છે તેને પ્રતિમાને બોલવું યોગ્ય નથી. મારું મૌનપણું સહેતુક છે કેમકે આ લોકમાં આ જીભ કુહાડી છે. કોને માટે કુહાડી છે? કુહાડી શ્રુતચારિત્રરૂપ ધર્મવૃક્ષ અને અશ્રુતચારિત્ર રૂપ અધર્મવૃક્ષને છેદવા માટે કુહાડી સમાન છે તે આ પ્રમાણે જીભને અસમ્યકપણે વાપરવામાં આવે તો ધર્મરૂપ વૃક્ષને કાપે છે અને સમ્યકપણે વાપરવામાં આવે તો અધર્મરૂપ વૃક્ષને કાપે છે. તું જેમ કહે છે તે તેમજ છે એ પ્રમાણે બોલતા માતા-પિતાને બોધ થયો. પરંતુ પ્રસ્તુત સત્ય ધર્મ પરીક્ષામાં માતા-પિતા વડે કુમાર પૂછાયો કે પ્રાયઃ માતા-પિતાની પૂજા અને ઘાત એ બેમાંથી જગતમાં વધારે શું ઉચિત છે? આ પ્રમાણે માતા-પિતા વડે પૂછાયેલો કુમાર કહે છે કે બીજા ધર્મોવાળા કહે છે કે પૂજા ઉચિત છે. હું અનેકાંતવાદથી તત્ત્વને કહું છું. અનેકાંતવાદથી પૂજા અને ઘાત એ બેમાં શું ઉચિત છે તે તત્ત્વનો નિર્ણય કરવો જઇએ. અહીં અનેકાંતવાદમાં હેતુ એ છે કે ૧. જે શબ્દ વચન અલંકારમાં છે. Page #456 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૪૯ આ માતા-પિતા વ્યવહાર અને નિશ્ચય એમ બે પ્રકારે જાણવા યોગ્ય છે. તેમાં પ્રથમ વ્યવહારનયને આશ્રયીને કહે છે કે વ્યવહારનયથી લોકમાં માતા-પિતા પ્રસિદ્ધ છે. અને નિશ્ચયનયના મતથી તૃષ્ણા-લોભ, માન-અહંકાર તમારા માતા-પિતા છે. કેમકે સર્વ સંસારીજીવોને જન્મ લેવામાં આ બે કારણભૂત છે. આ પ્રમાણે બે પ્રકારના માતા-પિતા પ્રતિપાદન કરે છતે જે ઉચિત છે તેને કહે છે. વ્યવહારનયથી જે માતા-પિતા છે તે ત્રિસધ્યા પૂજા કરવા યોગ્ય છે. પરંતુ નિશ્ચયનયથી જે માતા-પિતા છે તેનો તો વધ કરવો ઉચિત છે. ઇતિ શબ્દ વાક્યની પરિસમાપ્તિમાં છે. આ પ્રમાણે અનેકાંતવાદના આધારે તત્ત્વ શું છે તે કહ્યું. બાહ્ય અને અત્યંતર રૂપથી ચેષ્ટા બે પ્રકારની છે. પ્રત્યુપેક્ષણા સ્વરૂપ બાહ્ય ચેષ્ટા છે અને ધ્યાનભાવનારૂપ અત્યંતર ચેષ્ટા છે. આ બે ચેષ્ટામાંથી કઈ સારી છે? આ પ્રમાણે માતા-પિતા વડે પૂછાયેલો રાજપુત્ર કહે છે કે બાહ્ય કે અત્યંતર બેમાંથી એક ચેષ્ટાના ત્યાગથી બીજીનું પ્રાધાન્ય કે અપ્રાધાન્ય ન હણાય તે ચેષ્ટા શોભનીય છે. જે કાળે જેનું પ્રાધાન્યપણે ખીલે છે તે કાળે તે ચેષ્ટા સારી છે. લોકમાં પણ ઘણાઓની વચ્ચે જે શ્રેષ્ઠતા ધારણ કરતો હોય તે રાજાદિ શબ્દથી બોલાવાય છે. શાથી રાજાદિ શબ્દથી બોલવાય છે? ભેદથી તેમ બોલાય છે. જેમકે પરસ્પર વૈલક્ષણ્ય હોવાથી આ બેમાં ભેદ છે. તેથી એકના ત્યાગથી બીજાની હલકાઈ થતી નથી, બંને પણ પ્રશસ્ત છે. આ પ્રમાણે વ્યવહારનયને કહીને હવે નિશ્ચયનયને કહે છે. જેમ વૃક્ષ અને પોતાની છાયા પરસ્પર વ્યભિચારી નથી. તેમ અત્યંતર ચેષ્ટા બાહ્ય ચેષ્ટાને બેવફા નથી અને આ ક્રમથી બાહ્ય ચેષ્ટા અત્યંતર ચેષ્ટાને બેવફા નથી, જેમ કે વૃક્ષ અને મૂળ. આ હેતુથી બીજાઓ વ્યવહારનય અને નિશ્ચયનયવાળાઓ કહે છે કે એકેક ચેષ્ટા ઉભયરૂપ છે. ત્યારપછી કુરુચંદ્ર રાજાને જે થયું તેને કહે છે. આ પ્રકારે માતા-પિતાને વિશ્વાસ પમાડવા રૂપ રાજપુત્રને મોક્ષમાર્ગનો લાભ થયો અને સુપ્રશસ્ત સર્વવિરતિની આરાધના નિરતિચાર રૂપે પ્રાપ્ત થઈ. ફરી તે આરાધના કેવી છે? તે આરાધના નરકાદિ દુષ્ટગતિના પ્રવેશને અટકાવનારી છે. સુદેવત્વ અને સુમનુષ્યત્વરૂપ સદ્ગતિની તથા મોક્ષગતિની પ્રસાધિકા છે. (૯૫૨-૯૬૯). આ સતત અભ્યાસસંબંધી ઉદાહરણ પૂર્ણ થયું. विसयब्भासाहरणं, सुयओ इह सुहपरंपरं पत्तो । तित्थगरचूयमंजरिपूजाबीजेण सकलत्तो ॥९७०॥ Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ ઉપદેશપદ : ભાગ-૨ विषयाभ्यासाहरणं-शुककः कीर इह जगति सुखपरम्परां कल्याणसन्ततिं प्राप्तः । कथमित्याह-तीर्थकरस्यार्हतः प्रतिमारूपस्य 'चूतमञ्जरीभिः' सहकारपुष्पकलिकाभिः पूजाभ्यर्चनं सैव बीजं पुण्यानुबन्धिपुण्यं 'तेन' तीर्थकरचूतमञ्जरीपूजाबीजेन सकलत्रः सन्निति ॥९७०॥ વિષય અભ્યાસનું ઉદાહરણ– આ જગતમાં પોપટ સુખની પરંપરાને પામ્યો. કેવી રીતે? તેને કહે છે. પોપટે અરિહંતની પ્રતિમાની આંબાના મહોરથી પૂજા કરી અને તે પૂજા જ પુણ્યાનુબંધિ પુણ્યનું બીજ થઈ. પત્ની સાથે પોપટે આંબાના મહોરથી જિનેશ્વરની પ્રતિમાની પૂજા કરી તે પૂજા સુખની પ્રાપ્તિનું પરંપરકારણ થયું. (૭૦) सुखपरम्पराप्राप्तिकारणमाहकुसलासयहेऊओ, विसिट्ठसुहहेउओ य णियमेण । सुद्धं पुण्णफलं चिय, जीवं पावा णियत्तेइ ॥९७१॥ 'कुशलाशयहेतुतः' हेतुशब्दस्य भावप्रधानत्वेन कुशलाशयहेतुत्वतः सुशीलत्वादिप्रशस्तपरिणामकारणत्वात् , 'विशिष्टसुखहेतुतश्च' विशिष्टस्य परिणामसुन्दरस्य सुखस्यानुकूलविषयानुभवजन्यशर्मलक्षणस्य हेतुत्वाच्च 'नियमेन' निश्चयेन 'शुद्ध' सर्वकलङ्कविनिर्मुक्तं पुण्यफलमेव' पुण्यानुबन्धिजन्यसर्वलक्षणोपेतकलत्रपुत्रादिलक्षणमेव वस्तु, जीवमात्मानं पापादनाचारासेवनारूपान्निवर्तयति । इदमुक्तं भवति-शुद्धपुत्रकलत्रादिलाभवतः पुरुषस्य सर्वक्रियासु तदधीनस्य स्वप्नेऽप्यनाचारसेवनं न संभवतीति ॥९७१॥ સુખપરંપરાની પ્રાપ્તિનું કારણ કહે છે ગાથાર્થ શુદ્ધ પુણ્યનું ફળ (પુણ્યનો ભોગવટો) જ (૧) કુશલ આશયના હેતુપૂર્વકનો હોવાથી અને (૨) વિશિષ્ટ સુખનો હેતુ બનતો હોવાથી જીવને પાપથી બચાવે છે. કુશલ આશયનું હેતુ બનવું એટલે સુશીલત્વાદિ પ્રશસ્ત પરિણામને ઉત્પન્ન કરવામાં કારણભૂત બનવું અને વિશિષ્ટ સુખના હેતુ બનવું એટલે વિષયના ભોગવટાથી ઉત્પન્ન થતા સુખમાં આસક્તિ ન થવા દે, અર્થાત્ પૌદ્ગલિક સુખમાં હેયબુદ્ધિ અને આત્મિક સુખમાં ઉપાદેય બુદ્ધિ રખાવે. આથી શુદ્ધ પુણ્યનો ભોગવટો નિશ્ચયથી સર્વ કલંકથી રહિત Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૫૧ ઉપદેશપદ : ભાગ-૨ છે. કહેવાનો ભાવ એ છે કે શુદ્ધ પુત્ર કલત્રાદિની પ્રાપ્તિવાળા પુરુષને સર્વક્રિયામાં શુદ્ધપુણ્યની અધીનતા હોવાથી સ્વપ્નમાં પણ આનાચારનું સેવન સંભવતું નથી. (૯૭૧) अथ यजन्मानुभवनेन सुखपरम्परामसी प्राप्तस्तन्निदर्शयन्नाहसुग णिहिकुंडल सोधम्म ललिय ईसाण देवसेणो य । बंभिंद पियंकरचक्कि सिज्झणा होइ विण्णेया ॥९७२॥ 'शुकः' कीरः प्रथमभवे, द्वितीये निधिकुण्डलो नाम राजपुत्रो बभूव । तृतीयभवे सौधर्मदेवलोकं गतः। चतुर्थे 'ललिय'त्ति ललिताङ्गकनामा राजपुत्रोऽजनि । पञ्चमे त्वीशानदेवलोके देवत्वेनोत्पन्नः । ततोऽपि च्यत्वा देवसेनश्च देवसेननामा राजाङ्गजो जातः । ततो विशिष्टतपःसंयमसेवनेन ब्रह्मलोके इन्द्रत्वेनोत्पन्नः । ततोऽपि च्युत्वा प्रियङ्करनामा चक्री । ततो निरतीचारप्रव्रज्यापरिपालनेन सिद्धता भवति विज्ञेयेति ॥९७२॥ હવે જે જન્મના અનુભાવથી આ પોપટ સુખની પરંપરાને પામ્યો તેને બતાવતા કહે છે પ્રથમ ભવમાં પોપટ, બીજા ભવમાં નિધિકુંડલ નામનો રાજપુત્ર થયો. ત્રીજાભવમાં સૌધર્મદેવલોકમાં ગયો, ચોથા ભવમાં લલિતાંગ નામનો રાજપુત્ર થયો. પાંચમા ભવમાં ઈશાનદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી પણ આવીને દેવસેન નામનો રાજપુત્ર થયો. પછી વિશિષ્ટ તપ સંયમના સેવનથી બ્રહ્મલોકમાં ઇદ્રપણે ઉત્પન્ન થયો. ત્યાંથી પણ ઍવીને પ્રિયંકર નામે ચક્રવર્તી થયો. પછી નિરતિચાર ચારિત્રનું પાલન કરી સિદ્ધિગતિમાં ગયો. (૯૭૨) साम्प्रतं भाया भवानभिधित्सुराहसुविगा पुरंदरजसा, उम्मायंती य चंदकंता य । मइसागरो य मंती, पिओत्ति पुच्छा य संवेगो ॥९७३ ॥ सुकिका तावदासीद् आद्यभवे । ततः पुरन्दरयशोनाम्नी राजपुत्री बभूव। ततः सौधर्मं गता। ततश्च्युत्वोन्माद्यन्ती च नृपसुता जाता। ततस्तपः कृत्वेशानं देवलोकं गता। ततश्च्युत्वा चंद्रकान्तानामा राजसुताऽजनि (ततो देवत्वं प्राप्ता ततश्चयुत्वा) मतिसागरमंत्री प्रियंकरचक्रवर्त्तिनो बभूव । स च चक्रिणः प्रियो वल्लभोऽत्यर्थमिति कृत्वातिशयज्ञानिनः पृच्छायां कृतायां यथा भगवन्! केन कारणेनायमस्माकमतीवेष्ट इति । तेनापि पूर्वभवव्यतिकरे कथिते संवेगो जातो द्वयोरपीति ॥९७३॥ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ ઉપદેશપદ : ભાગ-૨ હવે પત્નીના ભવોને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે પ્રથમ ભવમાં પોપટી, પછી પુરંદરયશા નામની રાજપુત્રી થઈ. પછી સૌધર્મદેવલોકમાં ગઈ. ત્યાંથી ચ્યવીને ઉન્માદ્યન્તી રાજપુત્રી થઈ. પછી તપ કરીને ઇશાન દેવલોકમાં ગઈ. ત્યાંથી ચ્યવીને ચંદ્રકાંતા વિદ્યાધરી થઈ. દીક્ષા લઈને દેવલોકમાં ગઈ. ત્યાંથી ચ્યવીને પ્રિયંકર ચક્રવર્તીનો મહિસાગર મંત્રી થયો. તે ચક્રવર્તીને અતિપ્રિય હતો. પછી અતિશય જ્ઞાનીને પૂછ્યું: હે ભગવન્! ક્યા કારણથી આ અમને અતિઈષ્ટ છે? જ્ઞાનીએ પણ પૂર્વભવનો વ્યતિકર કહેવાથી બંનેને અતિસંવેગ થયો. (૯૭૩) अथैतद्वक्तव्यतां विस्तरेण बिभणिषुः सुयमरणेत्यादिगाथाचतुर्दशक( द्वादशक )माहसुग मरण रायपत्तीकुंडलसुविण तह जम्मनाल णिही । णिहिकुंडल नाम कला, जोव्वण इत्थीसु णो राओ ॥९७४॥ इय सुविगाएवि अण्णत्थ रायधूयाइ णवर पुरिसम्मि । गुरुजणचिंता मंतीणाणे उट्टी य णामाई ॥९७५॥ इयरस्सवि सुविणम्मी, तीए रागो मिहोत्ति चित्तम्मि । दंसण णाणे वरणं, लाभो गमणस्स हरणंति ॥९७६॥ मंतट्ठिहरिय घायत्थमंडले तीए पासणं मोक्खो । गमण विवाहो भोगा, पिइवइ चिइ तित्थगर दिक्खा ॥९७७॥ सोहम्म भोग चवणं, णिवसुय ललियंग कलगह वउत्ति । इयरी गरिदधूया, सयंवरागमण बहुगाण ॥९७८॥ चउकलपुच्छा जोइसविमाणधणुगारुडेसु य विसेसो । धणु ललियंगे रागो, मयणुढाणा ओहरणं च ॥९७९॥ जाणण विजेस विमाणघडण जेऊणमागमेऽहि जिया । पिइचिंता सासण, जलणकरण जम्मंतरविभासा ॥९८०॥ ललियंगब्भुवगम जलण भंस ऊढत्ति तोस पण्णवणा । भोगा सरदब्भुवलंभ चिंत तित्थगरदिक्खा य ॥९८१॥ [ईसाणजम्म भोगा, चवणं रायसुय कल वयवं । एसा उम्मायंती, राओ सवणाइणा तत्थ ॥९८२॥] Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૫૩ ઉપદેશપદ : ભાગ-૨ विजाहरखिंसा माणुसोत्ति अणियत्तणे असमगो य । पडिछंदयचंडाली, राय णिवणाए वीवाहो ॥९८३॥ भोगो विज्जाहरसाहणेहिं णो एक्कसे मिलाणाई । सहिहासा संवेगो, अरहागमणं च णिक्खमणं ॥९८४॥ बभिद भोग चवणं, रायसुय पियंकरोत्ति चक्कित्तं । एयस्सा मंतित्तं, अइसयपीईए चिंतत्ति ॥९८५॥ अरिहागमम्मि पुच्छा, सिढे संवेग चरणपव्वजा । चित्ताभिग्गहपालण, सेढी णाणं च सिद्धी य ॥९८६॥ संग्रहगाथाक्षरार्थ:-'शुकः' कश्चिच्चूतमञ्जरीभिः कृतजिनप्रतिमापूज आसीत् । तस्य च मरणमभूत्। स च राजपल्याः कुण्डलस्वप्नसूचितः पुत्रो जातः । तथा तस्य जन्मनि नालनिखननार्थं भूमौ खन्यमानायां निधिरुद्घटितः तस्य निधिकुण्डल इति नाम कृतम् । कलाश्च गृहीताः । यौवनं प्राप्तः । स्त्रीषु नो रागः संभूतः ॥९७४॥ इत्येवं शुकिकाया अप्यन्यत्र नगरान्तरे राजदुहितुर्जातायाः सत्या न नैवापरपुरुषे क्वचिदपि रागः समभूत् । मुक्त्वैकं समाकर्णितासाधारणगुणं निधिकुण्डलमिति । गोपितश्च तया निजोऽभिप्रायः । ततो गुरुजने चिन्ता संवृत्ता । मंत्रिणो ज्ञाने पुरुषानुरागविषये जाते सति उष्ट्रयश्चरिकारूपाः सर्वत्र प्रहिताः । नामादि च नामस्थानरूपादिलक्षणं प्रतिच्छन्दकारूढं राजपुत्राणां दर्शितं तस्याः ॥९७५॥ इतरस्यापि निधिकुण्डलस्य स्वस्वप्ने दृष्टायां तस्यां रागोऽभूत् । तस्यास्तु तत्कीर्तिसमाकर्णनेन रागः सम्पन्न एवेत्यपिशब्दार्थः । 'मिथः' परस्परम् । इतिः च्छन्दःपूरणार्थः । 'चित्रे' प्रतिबिम्बरूपे विषयभूते दर्शनाज्जाने सम्पन्ने सति वरणं कन्यकायाः । ततो लाभः संवृत्तः । विवाहार्थं गमने निधिकुण्डलस्याटवीमध्येऽश्वहरणं सम्पन्नम् । इति प्राग्वत् ॥९७६॥ मन्त्रार्थिना कापालिकेन हृता पुरन्दरयशा घातार्थमण्डले निवेशिता । अत्रान्तरे तस्या दर्शनं निधिकुण्डलस्य सञ्जातं, मोक्षश्च तस्याः कृतः । गमनं च श्वशुरगृहे । वीवाहो वृत्तः । भोगा लब्धाः । अन्यदा पितृवधः सम्पन्नः । लब्धराज्येन च निधिकुण्डलेन चैत्यभवनमकारि । तीर्थकरसमीपे दीक्षा प्रतिपन्ना ॥९७७॥ ततः सौधर्मे देवतयोत्पन्नस्य तस्य कलत्रस्य भोगाः संवृत्ताः । च्यवनं च तस्मात् । जातश्च नृपसुतो ललिताङ्गनामा । कलाग्रहो वयश्च सम्पन्नम् । इतिः प्राग्वत् । इतरा पुरन्दरयशा नरेन्द्रदुहिता समजनि । स्वयंवरो विहितः तत्रागमनं बहूनां राजपुत्राणाम् ॥९७८॥ मिलितेषु च राजपुत्रेषु चतसृषु Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ ઉપદેશપદ : ભાગ-૨ कलासु पृच्छा विहिता । कथमित्याह-ज्योतिषविमानधनुर्गरुडेषु, चः पूरणार्थः, विशेषो यस्यास्ति स मां परिणयतु । ततो धनुर्विद्यायां ललिताने सातिशये जाते रागस्तस्याः प्रकटीबभूव । अत्रान्तरे मदनोत्थानादतितीव्रमन्मथोद्रेकलक्षणात् केन विद्याधरेणोत्पत्य सहसा तस्या अपहरणं च कृतम् ॥९७९॥ ततो ज्ञानं विद्येशस्य ज्योतिषिकस्य समभूत्, यथाऽसौ जीवति, अमुत्र स्थाने सङ्गोपिताऽऽस्ते । ततो विमानघटना विमानविद्याविदा नरेन्द्रेण कृता । ततो ललिताङ्गेन धनुर्विद्यया जित्वा आगमः, तस्याः कृतः । सा चागता अहिना दष्टा जीविता च गारुडवेदिना । ततः पितृचिन्ता कथमसौ वीवाहितव्या । ततस्तया शासनं कृतं ज्वलनकरणेनाग्निप्रवेशलक्षणेन यजन्मान्तरं तस्या या विभाषा प्रज्ञापना तद्रूपम् ॥९८०॥ ततो ललिताङ्गस्याभ्युपगमः संवृत्तः । ततो ज्वलने प्रज्वालिते चिताभ्रंशं कृत्वा पूर्वखातया सुरङ्गया निर्गत्य ऊढा सा तेन । इतिः प्राग्वत् । पित्रोस्तोषः संवृत्तः । प्रज्ञापना च शेषाणां कृता यथा कथमेकाऽनेकैः सह परिणाय्यते । भोगा जाताः । कदाचिच्छरदभ्रोपलम्भः संवृत्तः । तत्र तद्विषया चिन्ता । निर्विण्णयोश्च तीर्थकरसमीपे दीक्षा सम्पन्ना ॥९८१॥ ईशानदेवलोके ततो जन्म भोगाश्च। तत्र च्यवनम्। ततो राजसुतो देवसेननामा जातः । कला गृहीताः, वयस्वांश्च संवृत्तः । एषा उन्मादयन्ती विद्याधरदारिका चन्द्रकान्ता नाम जाता । तस्याः श्रवणादिना गुणाकर्णनादिना रूपेण देवसेने तत्र रागो जातः ॥९८२॥ 'विज्जाहरखिंसा माणुसो 'त्ति 'अणियत्तणे असमगो य' इति ततस्तस्यास्तद्गोचरे रागेऽनिवर्तमाने विद्याधरैः खिंसा प्रारब्धा, यथा-मानुष आकाशगमनादिलब्धिविकलो नरः, असमकश्च विभवादिभिरसदृशोऽस्याः पतिश्चेतसि वर्त्तत इति । तत्र प्रतिच्छन्दके चण्डालीति नाम स्थापयित्वा तस्या रूपं दर्शितं, तस्मै तथापि 'राग निवन्नाए वीवाहो' इति रागे नृपेण ज्ञाते वीवाहः कारितः ॥९८३॥ भोगो भूमिचरनगरगताया अपि तस्या विद्याधरसाधनैर्विद्याधरसत्कैः पुष्पताम्बूलवस्त्रादिभिः पित्रा सम्पाद्यमानैर्वृत्तः । ततो नो एकदा प्रतिचारिकाप्रमादात् प्रत्यग्ररूपाणि पुष्पादीनि सम्पन्नानि, तदा 'मिलाणा' इति म्लानादिभिः पुष्पप्रभृतिभिर्भोगः । ततो सखीहासाद् यथा त्वं न पितुर्गौरव्या, कथमन्यथेयं पुष्पादीनामवस्थेति संवेगोऽर्हदागमनं च। निष्क्रमणं जातमिति ॥९८४॥ ब्रह्मेन्द्रो ब्रह्मलोकप्रभु तो, भोगाश्च्यवनम्। ततो राजसुतः प्रियङ्कर इति नामा । स च चक्रवर्तित्वं प्राप्तः । अस्याश्चन्द्रकान्ताया मन्त्रित्वम् । अतिशयप्रीत्या परस्परं चिन्ता जाता नूनमावयोः कश्चिजन्मान्तरगतस्नेहानुबन्धः समस्तीत्येवंरूपा ॥९८५॥ अहंदागमे पृच्छा प्रवृत्ता। शिष्टे भगवता संवेगो Page #462 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૫૫ ગાતા ત “રા'ત્તિ સરપરિણામઃ | તિઃ પૂર્વવત્ | તતઃ પ્રજા તીક્ષા गृहीता। तस्यां च चित्राभिग्रहपालना । ततः श्रेणी क्षपक श्रेणीलक्षणा, ज्ञानं च केवललक्षणं, सिद्धिश्च सर्वकर्मोपरमलक्षणा वृत्तेति ॥९८६॥ ॥ समाप्तं चेदं विषयाभ्यासगतं शुकोदाहरणमिति ॥ હવે આ વક્તવ્યતાને વિસ્તારથી કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર શુકમરણ વગેરે ચૌદ ગાથાને કહે છે| સર્વ ઋતુઓના વૃક્ષોના સમૂહના ફૂલોની સુગંધથી પુરાયો છે દિશાઓનો સમૂહ જેના વડે, કુસુમના ઝરતા રસના પાનથી ઉન્મત્ત બનેલ કોયલોના અવાજથી ઉત્પન્ન કરાયો છે આનંદ જેમાં, લીલાથી વિલાસ કરતા હાથીઓના સમૂહના ગલગર્જરવથી મનોરમ એવું નંદનવનની જેમ અતિરમ્ય મહવન નામનું મોટું વન છે. તે મહવનમાં એક જિનેશ્વર ભગવાનનું મંદિર છે. તે મંદિર મોટા સ્તંભોવાળું છે. સ્તંભો પર રહેલી પૂતળીઓથી શોભતું છે. જેના ઉપર લક્ષણવંતી સ્ત્રીજનની જેમ નિર્મળ ધ્વજાઓ ફરકી રહી છે. હિમગિરિના શિખર જેવું ઊંચું છે. સ્ફટિક મણિમય વિશાળ કિલ્લાથી યુક્ત છે. કિન્નરગણની જેમ અંદર ગવાતા ગીતોના અવાજથી દિશાઓનો અંતને પૂરી દીધો છે. મંદિરનો મધ્યભાગ મનોહર શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમાથી સુશોભિત છે. જે વૃક્ષોના સમૂહથી શોભિત એવા વનખંડથી વીંટળાયેલ છે. લોકોના નયનને આનંદ આપનાર છે. સારી કાંતિવાળું છે. જયરૂપી લક્ષ્મીનું કુલઘર છે. તે વનની અંદર એક પોપટ તથા એક પોપટી રહે છે. બંને મનુષ્યની ભાષા બોલે છે. બંને પરસ્પર અતિસ્નેહવાળા છે. સ્વચ્છંદપણે ફરતા તેઓ ક્યારેક તે જિનપ્રતિમાની પાસે આવ્યા. પ્રતિમાને જોઈને સહર્ષિત મનવાળા તેઓ કહે છે કે, અહો! આ પ્રતિમાનું રૂ૫ અલૌકિક છે. આંખને માટે અમૃત સમાન છે. તેથી બીજા વ્યાપારને છોડીને આ પ્રતિમાના રોજ દર્શન કરવા ઉચિત છે. આ પ્રમાણે પ્રાયઃ જેનું મોહમાલિન્ય ગળી ગયું છે એવા તે બેના જેટલામાં દિવસો પસાર થાય છે તેટલામાં રતિનો નિવાસ એવો વસંત માસ શરૂ થયો. તે વનમાં સમકાળે સર્વે પણ વૃક્ષો ફૂલોના ભારથી છવાઈ ગયા. તે વને પોતાના સૌંદર્યથી નંદનવનના સૌંદર્યના વિસ્તારને જીતી લીધો છે. પછી તે બંને પોતાની ચંચુપુટમાં પૂજા નિમિત્તે આંબાની મંજરીઓને લઈને જિનેશ્વરના મસ્તકે ધરાવે છે. આ રીતે ભક્તિ કરતા જેના કષાયો પાતળા પડ્યા છે એવા, મધ્યમગુણને પામેલા તેઓને કેટલાક કાળ પછી મરણ પ્રાપ્ત થયું. (૧૩) અને આ બાજુ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ ઉપદેશપદ : ભાગ-૨ આ ભરતક્ષેત્રમાં કોશલ નામનો શુભપ્રદેશવાળો દેશ છે. જેમાં ઘણાં વિકસિત કમળોના સમૂહોવાળા હજારો ઉત્તમ સરોવરો આવેલા છે. સ્થાને સ્થાને હજારો મંદિર એને સભાઓથી દેવલોકની સભાનો ઉપહાસ કરે તેવી શોભાવાળું સાક્ત નામનું નગર છે. નગરમાં પોતાના વંશમાં મૌક્તિક અને મણિ સમાન, ચંદ્રની સમાન જેનો યશ પ્રસરેલો છે, ક્રોધથી લાલ બનેલા શત્રુઓનો વિનાશ કરવામાં યમરાજ સમાન અને શોભતી છે તલવાર જેના હાથમાં એવો સમરસિહ નામનો રાજા છે. જે ઉન્માર્ગમાં દોરનાર હરણિયા માટે સિંહ સમાન છે, અર્થાત્ અન્યાયથી રાજ્ય ચલાવનાર રાજા રૂપી હરણિયા માટે સિંહ સમાન છે. જેણે નમતા સામંતોની મુકુટતટમા (માથામાં) કુમાર્ગનું તાડન કરેલું છે, અર્થાત્ સામંત રાજાઓના નગરમાંથી કુમાર્ગનો નાશ કરાવ્યો છે. અને તેને વિકસિત કમળની જેવી શોભાવાળી, શંખ જેવી ઉજ્વળ કુલલક્ષ્મી એવી દમયંતી નામે દેવી છે. જે સ્વયં રાજાવડે પોતાની અને રાજ્યની જીવનદોરી મનાય છે. તેની સાથે ચિત્તને હરનારા વિષયોનું સેવન કરતા રાજાના વિરહ વિનાના દિવસો પસાર થાય છે. (૧૯) અને કોઈક વખત સુખે સુતેલી તે દેવી રાત્રિના મધ્યભાગમાં સ્વપ્નમાં ઇંદ્રના ધનુષ્ય જેવી કાંતિવાળા કુંડલને જુએ છે. અને આ બાજુ જિનપૂજા કરવાના પરિણામના વશથી જેણે બોધિનું બીજ મેળવ્યું છે એવો પોપટનો જીવ તેના ગર્ભમાં ઉત્પન્ન થયો. જાગેલી તત્કણ જ પતિને સર્વ નિર્વેદન કરે છે. રાજા પણ કહે છે કે, હે પ્રિયે! તને નક્કીથી ઉત્તમ પુત્ર થશે. ચંદ્રના ઉદયમાં જેમ સમુદ્ર અનુત્તર વિસ્તાર પામે છે તેમ આપણા કુળનો પૃથ્વી અને આકાશમાં અનુત્તર વિસ્તાર થશે. પછી નવમાસ અને થોડા દિવસો પૂરા થયા એટલે શરીરની પ્રજાના સમૂહથી વિભૂષિત કરાયો છે દિશાનો સમૂહ જેનાવડે એવા પુત્રનો જન્મ થયો અને ત્યાર પછી આની નાળને છેદીને દાટવા માટે ભૂમિ ખોદવામાં આવી ત્યારે તેમાંથી રત્નથી ભરેલો નિધિ નીકળ્યો. આનો જન્મ મહોત્સવ પૂર્ણ થયા પછી માતા-પિતાએ કુંડલ અને નિધિનું દર્શન થયું હોવાથી એનું નામ નિધિકુંડલ પાડ્યું. આ પ્રમાણે અનેક હજાર મહામહોત્સવના આશ્રયથી વધતો અતિસુંદર તરુણીના હૈયાને હરનાર યૌવનને પામ્યો. (૨૭) અને તે પોપટી મરીને કુણાલદેશમાં શ્રાવિસ્ત નગરીમાં શ્રીષેણ રાજાની કાંતિમતી ભાર્યાને વિશે ચંદનની માળાના લાભપૂર્વકના સ્વપ્નથી સંસૂચિત શુભમુહૂર્વે પુત્રીપણાથી ઉત્પન્ન થઈ અને મહોત્સવ કરાયો અને પુરંદર નામના કુસુમની માળાના સ્વપ્નથી સૂચિત પુત્રીનો જન્મ થયો હોવાથી આ પુત્રીનું નામ પુરંદરયશા રાખ્યું. તે પણ ઘણા પુષ્ટ સ્તનના ભારથી કુટિલ (મોહક) એવા શ્રેષ્ઠ યૌવનને પામી. તેનું યૌવન તરુણ લોકને Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૫૭ ઉપદેશપદ : ભાગ-૨ ઉન્માદ કરનારું અને કામદેવની સ્ત્રી રતિના ગર્વને મરડનારું થયું. (૩૧) અને આ બાજુ નિધિકુંડલ રાજપુત્ર યૌવનને પામ્યો. સૌભાગ્યથી મનોહર એવી સ્ત્રીઓ વિષે પણ રાગી થતો નથી. લોકમાં પ્રવાદ થયો કે આ રૂપ અને યૌવનથી યુક્ત હોવા છતાં પણ અહો! આશ્ચર્ય છે કે વિષયોમાં રાગ પામતો નથી. તે બાલ્યકાળથી પરિચિત થયેલી, અતિ હિતકારી સર્વકાળમાં તથા લિપિ આદિ કળામાં પરિશીલન કરતો દિવસો પસાર કરે છે અને તે પુરંદરયશા પણ લોકો પાસેથી નિધિકંડલની શરદઋતુના ચંદ્રના કિરણ જેવી કીર્તિને સાંભળીને બીજા પુરુષ વિશે જરા પણ રાગી થતી નથી. અને પોતાના મનોગત ભાવ બીજા કોઈને કહેતી નથી. માતા-પિતાને ચિંતા થઈ કે આને વિવાહ વિનાની કેવી રીતે રાખવી? રાજાએ મંત્રીને કહ્યું: તું પોતે કોઈપણ ઉપાયને કર જેથી આ કોઈ રાજકુમારને જલદીથી પરણે. પછી મંત્રી વરના લાભ સંબંધી બાતમી મેળવવા પ્રવૃત્ત થયો. રાજપુત્રોના પ્રતિછંદ (આકૃતિ-ચિત્ર) મેળવવા માટે ચારેબાજુ સેવકોને મોકલ્યા. રાજપુત્રોના નામ, કુળ, ગુણ અને રૂપ જણાયે છતે કોઈક રીતે કોઈ વિષે આનો અનુરાગ થાય. ઉત્તમ અનેક કલાકલાપથી યુક્ત, નિર્મળ શીલવાળા રાજપુત્રોના ચારેબાજુથી આવેલા ચિત્રપટો તેને બતાવવામાં આવ્યા. નિધિકુંડલના ચિત્રપટને જોયા પછી એકાએક સર્વ શરીરમાં રોમાંચ વિકસિત થયો. જાણે દૃષ્ટિ ત્યાં જ ચંભિત થઈ. અને ચિત્રપટને જ જોતી તેના મનમાં રણઝણાટ ચાલુ થયો. તત્ક્ષણ જ સમગ્ર ભવન શૂન્ય લાગ્યું તેના શરીરમાં કામના વિકારનો તાવ કોઈક તેવો થયો જેને શાંત કરવા ચંદ્રના કિરણ, ચંદનનો રસ અને કમળનાળનો શીતળ પણ લેપ અસાધ્ય બન્યો. (૪૩) અને આ બાજુ નિધિકુંડલે ક્યારેક સ્વપ્નમાં પુરદંરયશાના યથાસ્થિત રૂપને જોયું અને તલ્લણ જાગ્યો, ફરી પણ તેના દર્શનમાં ઉત્સુક થયો અને તેને કોઈપણ રીતે નહીં જોતો વિરહ અગ્નિથી બળેલો ક્યાંય પણ શાંતિને નહીં પામતો જેટલામાં રહે છે તેટલામાં માતા-પિતાએ કોઈક રીતે સ્વપ્નનો વ્યતિકર જાણ્યો. તરત જ સર્વ દિશાઓમાં રાજપુત્રીઓના ચિત્રપટો લાવવા ચરપુરુષોને મોકલ્યા. પુરંદરયાનો ચિત્રપટ જોયા પછી તે પણ તેના જેવો જ (સૂનમૂન) થયો. પુરંદરયશા સંબંધી નિધિકુંડલનો અનુરાગ મંત્રીએ જાયે છતે સ્વયં જઈને ઘણા પ્રણય વચનના સારથી પિતા પાસે નિધિકુંડલની માગણી કરી. પુરંદરયશા નિધિકુંડલને વરી. વિવાહ માટે નિધિકુંડલ પોતના નગરમાંથી નીકળી શ્રાવસ્તી નગરી તરફ ચાલ્યો. મોટી વિભૂતિથી તૈયાર થઇને કેટલામાં તે માર્ગના કેટલાક ભાગમાં ગયો તેટલામાં એક અરણ્યમાં પડાવ નાખ્યો. પછી અશ્વવડે અપહરણ કરાયેલો નિધિકુંડલ મંત્ર નિમિત્તે પોતાના સ્થાનમાંથી ભયંકર ડમરુકના અવાજને કરતા એક કાપાલિક તપસ્વીવડે હરણ કરાયેલી, ઘાત માટે માંડલામાં સ્થપાયેલી, પુરંદરયશાને જુએ છે. પુરંદરયશાના ચિત્રપટને યાદ કરતો નિધિકુંડલ Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ઉપદેશપદ : ભાગ-૨ આ પ્રમાણે વિચારવા લાગ્યો. શું આ મારી સ્ત્રી છે? અથવા તેનો અહીં સંભવ કયાંથી? ભાગ્યની ગતિ વિચિત્ર છે અથવા અહીં શું ન સંભવે? અથવા આ બીજી જે કોઈ પણ સ્ત્રી હોય તેનું મારે અતિદુષ્ટ વિચિત્ર રાક્ષસની ચેષ્ટાથી રક્ષણ કરવું જોઈએ. પછી પડકારના અવાજથી બહેરો કરાયો છે રણ પ્રદેશ જેના વડે એવો કુમાર તે કાપાલિકને કહે છે કે અરે! અરે! તું અનાર્ય કાર્ય કરવા કેમ તૈયાર થયો છે? ઉગામેલી તલવારવાળા અને હણવા માટે નિશ્ચય કરેલા કાપાલિકને જોઈને કુમારે અતિભયભીત કર્યો અને એકાએક તે પલાયન થઈ ગયો. જેને જીવન પ્રાપ્ત થયું છે એવી તે કુમાર વડે પુછાઇ કે, તું કહે અહીં કેવી રીતે આવી? તે કહે છે કે હું રાત્રિએ સુખે સૂતી હતી ત્યારે કોઈક અનાર્યો મારું હરણ કર્યું અને તત્ક્ષણ જ જાગેલી જેટલામાં ચારેબાજુ જોઉં છું તેટલામાં આ કાપાલિકને જોયો. કુમારે પણ પોતાનો વૃત્તાંત જણાવ્યો કે હું તને પરણવાના હેતુથી ચાલ્યો હતો. હે સુંદરી! ભાગ્યના યોગથી અશ્વ મને અહીં લાવ્યો છે. (૬૦) આ અવસરે કુમારનું સર્વ જ સૈન્ય ત્યાં આવી પહોંચ્યું. પછી પુરંદરયશાને લઈને તેના પિતાના ઘરે લઈ ગયો. અત્યંતરાગી તે બેનો મોટા મહોત્સવ પૂર્વક વિવાહ થયો. કાળક્રમે પિતાની નગરીમાં પાછો ફર્યો અને પિતાને પગે પડ્યો. પછી રાજાએ ઘણા ક્રોડ ધન અને બીજું પણ રાજગૃહને ઉચિત આઠગણું દાન પુત્રવધૂને અપાવ્યું. જેવી રીતે દોગંદુક દેવનો કાળ દિવ્યભોગોથી પસાર થાય તેમ મનોરથની સાથે સિદ્ધ થયા છે કાર્યો જેના એવા તેનો પણ કાળ પસાર થાય છે. (૬૪). ક્યારેક સીમાળાનો રાજા દેશને વ્યાકુળ કરે છે, નિધિકુંડલના પિતાને તેની ખબર મળી. અતિક્રોધાયમાન, પ્રલયકાળના પવનથી લોભ પમાડાયેલ સમુદ્રના પાણીના મોજા જેવો ભયંકર એવો નિધિકુંડલનો પિતા તેને શિક્ષા કરવા માટે આગળ નીકળ્યો અને દેશના સીમાડે પહોંચ્યો. મહાઘોર યુદ્ધ જામ્યું. શત્રુએ છળથી તેનો કોઇપણ ઉપાયથી ઘાત કર્યો. પછી પરિજને નિધિકુંડલને પિતાના સ્થાને રાજા તરીકે સ્થાપન કર્યો. તેણે પોતાના તેજસ્વી પ્રતાપરૂપ અગ્નિથી સર્વ શત્રુવર્ગને ભસ્મીભૂત કર્યો. ક્યારેક નંદિવર્ધન નામના આચાર્ય ત્યાં સમોવસર્યા. પરિવાર સહિત મોટા ગૌરવથી નિધિકુંડલ વંદન કરવા તેમની પાસે ગયો. સૂરિના દર્શન કર્યા અને રોમાંચિત કાયાથી વંદન કર્યું. અને તેમની પાસે કાનને અમૃત સમાન ધર્મ આદરથી સાંભળ્યો. જેવી રીતે આંખના પડલ પીગળી જતા કોઇપણ જીવ જોઈ શકે છે તેમ મોહરૂપી પટલ ગળી જવાથી નિઘિકુંડલ તત્ત્વને સારી રીતે જોવા લાગ્યો. પુરંદરમશાની સાથે શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો અને ભોગો વિષે અલુબ્ધબુદ્ધિવાળો થયો. અર્થાત્ તેની વિષયોની આસક્તિ ઘટી. કેટલાક સમય પછી Page #466 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૫૯ અમૂલ્યગુણરત્નોનો નિધાન, ક્ષીરસમુદ્રના જળ જેવા ઉજ્વળ યશથી શોભિત, પ્રતિપૂર્ણ યશવાળા પુત્રનો જન્મ થયો. જન્માંતરમાં જિનપૂજાના ફળ સ્વરૂપે ઉત્પન્ન થયેલી વિશુદ્ધ શ્રદ્ધાથી મેરગિરિના શિખર જેવું ઊંચું રમ્ય જિનમંદિર કરાવે છે. પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવથી હવે ક્યારેક મુનિઓથી સનાથ એવા સુમતિનાથ નામના તીર્થંકર ત્યાં આવ્યા. તીર્થંકરના વચનરૂપી અમૃતધારાના વરસાદથી બુઝાય ગયો છે વિષયરૂપી વિષમ દાહ જેનો એવો નિધિકુંડલ ઉજ્વળ પ્રવ્રજ્યા લેવા તૈયાર થયેલો પોતાના પદે પુત્રનું સ્થાપન કરે છે અને પવિત્ર વિધિથી યથોચિત કાર્યો કરીને સાવધ કાર્યમાં ભીરુ એવા એણે પત્નીની સાથે દીક્ષા લીધી. વ્રતની તીવ્ર આરાધના કરીને અનેક પ્રકારના તપો તપીને અંતમાં સમાધિમાં લીન મરીને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયો અને દિવ્યભોગ ભૂમિનું ભાજન થયો અને તે પુરંદરયશા તે જ દેવલોકમાં તેની દેવી થઈ. પાંચ પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરીને આ જંબુદ્વીપમાં પૂર્વ વિદેહમાં પુંડરિકીણી નગરીમાં નૃપચંદ્ર રાજાની શ્રીચંદ્રા નામની ભાર્યાની કુક્ષિમાં ઐરાવણ હાથીના સ્વપ્નથી સૂચિત પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું નામ લલિતાંગ રાખવામાં આવ્યું. સર્વકળાનો અભ્યાસ કરી ક્રમથી ઉન્નત ઘણાં સૌભાગ્યવાળા તારુણ્યને પામ્યો. (૮૨). અને દેવી પણ આ જ વિજયમાં સુંદર મણિનિધિ નગરમાં શિવરાજાની શિવા દેવી રાણીની કુલિમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. તરુણોના ચિત્તને ઉન્માદ પમાડતી નામથી ઉન્માદંતી થઈ. અતિઉત્તમ સ્તનથી અંતરિત, અંતિલાવણ્યમય યૌવનને પામી. આ વિવાહને ઉચિત છે એમ જાણીને ક્યારેક તેની માતાએ સ્નાન કરેલી, સર્વાગથી પરિધાન કરાયો છે મનોહર શૃંગાર જેના વડે એવી પુત્રી પિતાને અર્પણ કરી અને રાજા પણ તેના રૂપને જોઈને વ્યાકુળ થયો કે રાજપુત્રોમાંથી કયો રાજપુત્ર આનો ઉચિત વર થશે? તેથી આનો સ્વયંવર વિધિ કરવો ઉચિત છે. તેમાં પોતાની ઇચ્છા મુજબ વરે. એમ કરવાથી અનુચિતવરના પ્રદાનનો દોષ મને ન લાગે. સ્વયંવર માટે અતિવિપુલ મંડપ રચાયો. દૂતો મારફત ઘણાં પણ રાજપુત્રોને આમંત્રણ અપાયું. વિંઝાતા સફેદ સુંદર ચામરો અને છત્રોથી છવાયા છે દિશાના અંતો જેઓ વડે એવા ઘણા રાજપુત્રો ચારે તરફથી ત્યાં ભેગા થયા અને સુપ્રશસ્ત દિવસે વિવાહ માટે ઉપસ્થિત થયા. તે રાજપુત્રોની અંદર ચાર રાજપુત્રોનું ચાર વિદ્યામાં કૌશલ્ય હતું, જે ઘણા લોકોને આનંદ આપનાર હતું. સિંહ રાજપુત્ર જ્યોતિષ વિદ્યામાં પારંગત હતો અને પૃથ્વીપાલ વિમાન વિદ્યામાં નિપુણ હતો. અજ ગારુડવિદ્યામાં પારંગત હતો અને ધનુર્વિદ્યામાં લલિતાંગ પારંગત હતો. તે ઉન્માદંતી પણ શૃંગાર સજીને સ્વયંવર મંડપમાં આવેલી આ પ્રમાણે બોલે છે કે જ્યોતિષ-વિમાન-ધનુષ અને ગારુડ વિદ્યામાંથી કોઈ પણ Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ ઉપદેશપદ : ભાગ-૨ એક વિદ્યામાં પણ જેણે કૌશલ્ય પ્રાપ્ત કર્યુ છે તે મારો વર થશે. પછી લલિતાંગ રાધાવેધ સાધીને ધનુર્વિદ્યામાં પોતાનું પ્રાવીણ્ય તેને બતાવે છે. પછી ઉત્પન્ન થયો છે મોટા સંતોષનો વેગ જેને એવી ઉત્કંઠિત થયેલી તેણીએ ભમરાનો સમૂહ જેની આસપાસ ગુંજારવ કરી રહ્યો છે એવી વરમાળા લલિતાંગના કંઠમાં આરોપણ કરી. (૯૪) આટલીવારમાં કામદેવથી ઉન્માદિત થયેલો કોઇપણ ખેચર તેનું હરણ કરી ગયો અને માયાગોળાની જેમ તે અદૃશ્ય થઇ. સર્વે લલિતાંગ વગેરે રાજપુત્રો તથા તેના માતા-પિતા પોતાનો પરાભવ થયો છે એમ માનીને લજ્જાને પામ્યા. પછી સર્વ પ્રયત્નથી તેની તપાસ કરવી જોઇએ નહીંતર ચંદ્ર સૂર્ય સુધી આ અપુરુષાર્થની કથા વિરામ નહીં પામે. જ્યોતિષને જાણતા રાજપુત્રે કહ્યું કે આવા પ્રકારના લગ્નના ઉદયમાં તે અપહરણ કરાઇ છે તેથી તેનો સમાગમ અક્ષત અર્થાત્ અવશ્ય થશે. અને બીજા રાજપુત્રે તત્ક્ષણ જ આકાશમાં ઊડી શકે તેવું વિમાન તૈયાર કર્યું અને લલિતાંગ જ્યોતિષે બતાવેલા માર્ગે ચાલ્યો અને હિમવંત શિખર ઉપર ઉન્માદંતીના ચરણકમળમાં ભમરાની જેમ પડીને સુકોમળ વાણીથી મનાવવા લાગેલા ખેચરને જોયો. જેમકે હે સુંદરી! તું મારો તિરસ્કાર ન કર, કારણ કે તારાથી તિરસ્કાર કરાયેલો એવો હું દુર્વાર કામદેવથી હણાયેલો ક્ષણ પણ તારા વિના જીવવા સમર્થ નથી. પછી પોતાના મનમાં પ્રલયકાળના અગ્નિ જેવા કોપને ધારણ કરતો લલિતાંગ દૂરથી જ કઠોર વાણીથી આ પ્રમાણે તર્જના કરે છે—અરે! અરે! તું નિર્મળ કુળવાળો નથી જેથી આ પ્રમાણે પરદારાનું હરણ કરે છે. તારું દર્શન અપવિત્ર છે જેથી તું જોવા યોગ્ય પણ નથી. હવે તે ખેચર પણ તીવ્ર રોષને પામેલો તલવાર લઇને મારવા દોડ્યો. જાણે આકાશમાં ઉગામેલું વિદ્યુતદંડવાળું વાદળ ન હોય! જેટલામાં જોશભેર તેને મારવા જાય છે તેટલામાં લલિતાંગ ઉદંડ ધનુર્દંડને એકાએક ખેંચે છે અને યમરાજની જીભને અનુરુપ બાણ કાનસુધી ખેંચીને ચોરના પ્રાણ હરવા ફેંકે છે. તે બાણથી ખેચર હૃદયમર્મમાં એવી રીતે વિંધાયો જેથી બાણની સાથે મિત્રતાને વહન કરતા પ્રાણો પણ શરીરમાંથી નીકળી ગયા. વિકસિત કમળના જેવી મુખવાળી ઉન્માદંતી તે વિમાનમાં આરૂઢ થઇ. પિતાની પાસે લવાઇ ત્યારે તેઓને મહાનંદ થયો. (૧૦૮) હવે ક્યારેક રાત્રિ સમયે સુખપૂર્વક સૂતેલી હતી ત્યારે અતિઉગ્રવિષવાળા તત્ક્ષણ સર્પે તેનાં માથામાં ડંસ માર્યો. પાસેનો લોક વ્યાકુળ થયો. મંત્ર-તંત્ર અને વિવિધ પ્રકારની મહૌષધિઓનો ઉપચાર કરવામાં આવ્યો છતાં જરાપણ સુધારો ન થયો. પછી ગારુડ વિદ્યાને જાણનાર ચોથા રાજપુત્રે મંત્રો-તંત્રોના ઉપચાર કરીને સાજી કરી. એટલામાં તે ચારેય Page #468 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૬૧ રાજપુત્રોમાં વિવાહ સંબંધી વિવાદ થયો. કારણ કે ઉપકાર કરવાથી તે ચારેય તેના ઉપકારી થયા. પછી અત્યંત વ્યાકુલિતમનવાળો પિતૃપક્ષ વિચારે છે કે આ પુત્રી કોની સાથે પરણાવવી? આ ચારેય એક સાથે પરણવા તૈયાર થયા છે. પછી ઉન્માદંતી પિતાને કહે છે–હે તાત! તમે ખેદ ન કરો. કેમકે આ ઝગડાનું હું જ નિરાકરણ કરીશ. પછી તેણે રાજપુત્રોને કહ્યું કે મારા પૂર્વભવનું અનુસંધાને કરશે તે ખરેખર મારો પતિ થશે. પછી ભવાંતરમાં જેની સાથે પ્રૌઢ પ્રેમ વિસ્તર્યો હતો એવા લલિતાંગે આને (અનુસંધાનને) પણ સ્વીકાર્યું. કેમકે સ્નેહને કોઈ અસાધ્ય નથી. લાકડાં ભેગા કરી સ્મશાનમાં એક ચિતા ગોઠવવામાં આવી. બંને જણા તેમાં પ્રવેશ્યા અને આગ્ન મૂકવામાં આવ્યો. પૂર્વે જ તે સ્થાને સુરંગ ખોદીને નીકળવાનો ગુપ્ત દ્વારા બનાવવામાં આવ્યો હતો. અક્ષત દેહવાળા બને તેમાંથી નીકળીને પિતાની પાસે પહોંચ્યા. લલિતાંગની સાથે સુંદર વિવાહ મહોત્સવ કરાયો. સર્વ નગરમાં અમૃતવૃષ્ટિથી જે આનંદ થાય તેવો આનંદ થયો. પછી કન્યા એક છે અને તમે ત્રણ રાજપુત્રો છો તેથી એક કન્યા ઘણાને કેવી રીતે અપાય? એમ રાજાએ સમજાવ્યું. બાકીના રાજપુત્રો સ્વસ્થાને ગયા પછી નવા નવા સન્માનના નિધાનભૂત થોડા દિવસો ત્યાં રહ્યો પછી રાજાવડે ઉન્માદંતીની સહિત લલિતાંગ પોતાના પિતાના નગરમાં વિસર્જન કરાયો. ચારે તરફ મહા-મહોત્સવ શરૂ કરાયે છતે લલિતાંગ નગરમાં પહોંચ્યો. પિતાએ લલિતાંગને રાજ્ય સોંપીને સ્વયં ઉત્તમ દીક્ષા લીધી. લલિતાંગને પણ વિશાળ ભોગો પ્રાપ્ત થયા છતાં ભોગો અભોગ રહ્યા, અર્થાત્ લલિતાંગ ભોગોમાં આસક્ત ન થયો. (૧૨૩) હવે શરદ સમય આવ્યો ત્યારે અતિ ધવલ હંસના સમૂહ જેવી ઉજ્વળ સર્વ પણ દિશાઓમાં કમલ અને કુમુદની સૌરભ વિકસિત થઈ ત્યારે પોતાની દેવીની સાથે ઘરની ઉપર અગાશીમાં ગયો અને ઉડતા રૂના લવ (ટૂકડા) જેવા કોમળ શરદઋતુના વાદળને જોયો. પછી તે જ ક્ષણે મોટા ગંગાના મોજાના ભંગસમાન હિમપર્વતના શિખર જેવા આકારવાળા મોટા વાદળને જુએ છે. પછી સકલ આકાશના વિસ્તારમાં ઘેરાયેલ, સ્કુરાયમાન થતો છે વિદ્યુતનો ઉદ્યોત જેમાં એવા વાદળને જોતા જ પ્રચંડ પવનથી હણાયે છતે વાદળ મૂળથી પણ નાશ પામ્યું, ત્યારે પ્રથમ આ પ્રમાણે વિચારવા લાગ્યો કે, મનુષ્યોને ઘણાં ક્લેશના સમૂહથી લક્ષ્મીનું ઉપાર્જન થાય છે, ક્રમથી મોટા વિસ્તારને પામીને દુવંર વ્યસનથી હણાયેલી લક્ષ્મી જલદીથી નાશ પામે છે તેથી અહીં મારે સુકૃતવિશેષને વિશેષથી કરવો ઘટે. એ પ્રમાણે ધર્મ ચિંતારૂપી અમૃતસાગરમાં ડૂબેલા એવા ૧. અનુસંધાન–પૂર્વભવમાં મારે જેની સાથે સંબંધ થયો હતો તે પુરવાર કરી આપશે તેની સાથે મારે આ ભવમાં સંબંધ થશે. Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ઉપદેશપદ : ભાગ-૨ તેના જેટલામાં દિવસો જાય છે તેટલામાં અન્યદિવસે પ્રતિહારથી રજા અપાયેલ વનપાલ સભામાં દાખલ થાય છે. ભાલતલ ઉપર મુકાયો છે કરરૂપી કમલનો સંપુટ જેના વડે એવો વનપાલ રાજાને પ્રણામ કરીને વિનવે છે કે, હે દેવ! આજે તમારા તપન (સૂર્યમુખી) ઉદ્યાનમાં શ્રીધર નામના તીર્થાધિનાયક પધાર્યા છે. તપન ઉદ્યાન નામથી અને અર્થથી મનોરમ છે. તે ઉદ્યાન ગંધમાં લુબ્ધ થયેલ ભમરાઓથી મનોરમ છે, ઘણા પાંદડાના ભારવાળા સાલવૃક્ષોથી મનોરમ છે. તે ઉદ્યાનમાં તમાલ વૃક્ષોની હારોથી સૂર્યનો તાપ અલના કરાયો છે. લક્ષ્મીના કુલભવન, સક્લ સુરેન્દ્રો અને અસુરેન્દ્રોથી વંદાતા છે ચરણો જેના એવા શ્રીધર નામના તીર્થંકર તે ઉદ્યાનમાં સમોવસર્યા. જેમ વિશુદ્ધ દર્પણમાં ગુણો અને દ્રવ્યો એકી સાથે પ્રતિબિંબિત થયેલા દેખાય છે તેમ તેના મુખમાં પ્રતિબિંબિત થયેલા દ્રવ્યો અને ગુણો એકી સાથે બુદ્ધ પુરુષોને દેખાય છે. જેના શરીરમાં સંગત પામેલા પણ ગુણો સમગ્ર જગતમાં વિચરે છે, તે ગુણો અનંતા હોવા છતાં પણ ગુણીજનોમાં ગણના પામે છે. જેના ચરણની રજના પરિસ્પર્શનથી વિભૂષિત થયા છે મસ્તકના કેશ જેઓના એવા દેવો-અસુરો અને મનુષ્યો વાસચૂર્ણનો અભિલાષ કરતા નથી. તીર્થંકરનું આગમન થયા પછી તે ઉદ્યાન વનમાં જે કોઇપણ દેવશોભા ઉપસી છે તેનું હું પ્રયત્ન કરવા છતાં વર્ણન કરવા શક્તિમાન નથી. છતાં પણ હે નાથ! તમે એક ચિત્તે સાંભળો, હું કંઈક કહું છું. કેમકે તેના ગુણથી ચંચળ થયું છે મન જેનું એવો હું મૌન રહેવા સમર્થ નથી. વસંતઋતુ શરૂ ન થવા છતાં તીર્થંકરના અતિશયોથી ચમત્કૃત પામેલા મનની જેમ આમ્રવૃક્ષો અંકુરાના બાનાથી રોમાંચોને મૂકે છે. અર્થાત્ પ્રભુના અતિશયથી આમ્રવૃક્ષો વસંતઋતુની જેમ અવસંત કાળમાં વિકાસ પામ્યા. પ્રાપ્ત કરાયો છે ઉપશમ જેના વડે એવા તીર્થકરના અનુસંગના ગુણથી વિકાસ પામતા અશોકવૃક્ષવડે તરુણીના ચરણનો ઘાત સહન ન કરાયો. અર્થાત્ અશોકવૃક્ષ સ્ત્રીના ચરણના ઘાતથી વિકાસ પામે છે, અહીં તીર્થંકરના અનુસંગથી વિકાસ પામતો હોવાથી સ્ત્રીના ઘાતને સહન કરવું પડતું નથી. જે તીર્થંકરના દર્શન કરીને બકુલવૃક્ષો પણ અણુવ્રતો ગ્રહણ કરવા તત્પર થયા તે ઘણા મદિરાના કોળિયાના પાનની અપેક્ષા વિના વિકસિત થયા. હે દેવ! પૃથ્વીના તિલકભૂત એવા તીર્થંકરના દર્શન કરીને તિલકવૃક્ષ પણ એકાએક વિકસિત થયો. સમાન ગુણના દર્શનમાં કોને હર્ષ ન થાય? જેમ તે વનમાં પલાશ વૃક્ષો કેસુડાના ફૂલોથી શોભે છે તેમ હે પ્રભુ! જાંબૂના વૃક્ષો પણ તરુણ પોપટના સંગથી શું શોભાયમાન ન થાય? અર્થાત્ થાય જ. જેમ પક્ષીઓના અવાજની સાથેનો શબ્દ શોભે છે તેમ કુંદવૃક્ષો ઉપર પુષ્પોની કુલમાલા વનલક્ષ્મી દેવીની દંતાવલિની જેમ શોભે છે. તથા તીર્થંકરના ભયથી ૧. અનંતા- ન ગણી શકાય તેવા હોવા છતાં. Page #470 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૬૩ પલાયન થતા કામદેવ રૂપી મોટા ભિલ્લના હાથમાંથી વરસી રહેલી બાણાવલીની જેમ પાસવૃક્ષોની પંક્તિ શોભે છે. પવિત્ર પુરુષના સંગથી મારો જે વિકાસ થાય તેવો વિકાસ શું બીજા કોઇ ઉપાયથી થાય? મારી એવી બુદ્ધિ થાઓ એમ સમજીને મલ્લિકા એકાએક કુસુમના સમૂહને છોડે છે. અર્થાત્ મોગરાને ઘણા ફૂલો વિકસે છે. તેમાં પણ હંમેશા જાતિ વૈરવાળા કેટલાક જીવો રહે છે તે તેના અતિશયથી દઢ ભાતૃભાવને પામ્યા છે. આ પ્રમાણે તેના (વનપાલના) વચનને સાંભળીને જેને ઘણો પ્રમોદનો ભર ઉલ્લસિત થયો છે એવો લલિતાંગ ભરતી જેમ સમુદ્રમાં ન સમાય તેમ શરીરમાં સમાતો નથી. પોતાના અંગ પર રહેલા સર્વવિભૂષણોથી વનપાલને કૃતાર્થ કરે છે તથા બીજા લોકો પણ પારિતોષિક અને ધનથી કૃતાર્થ કરે છે. દેશાંતરમાં હું જેમની પાસે જવા ઇચ્છતો હતો તે દેવ અહીં રહેલા મારી પાસે સ્વયં જ પધાર્યા. આ પ્રમાણે નવા વાદળના ગર્જારવ જેવી ગંભીર ઘોષણા મોટેથી કરીને રાજા એકાએક આસન ઉપરથી ઊભો થયો. જે દિશામાં ભુવનભૂષણ રહેલા છે તે દિશામાં કેટલાક પગલા આગળ જઇને ધીમેથી પૃથ્વી તલ ઉપર મસ્તક નમાવીને પ્રણામ કરે છે. પટુપટલના શબ્દપૂર્વક નગરમાં ઘોષણા કરાવે છે કે જિનેશ્વરના ચરણરૂપી કમળના વંદન માટે સર્વ નગરનો લોક તૈયાર થાય. પછી રાજા થોડા પરિવાર સાથે જવા લાગ્યો તેટલામાં ઘણો મોટો પરિજન ભેગો થયો. પછી પત્નીની સાથે, પુત્રની સાથે, સ્વજન પરજનની સાથે, ભાઈની સાથે, મિત્રોની સાથે સામંત સૈન્ય પરિવારની સાથે રાજા તે વનમાં પહોંચ્યો. પોતે જેમ ઉત્તમ પુરુષોથી વીંટળાયેલો છે તેમ આ ઉદ્યાન પુન્નાગ વૃક્ષોથી વીંટળાયેલ છે, પોતે જેમ શોક વિનાનો (=અશોક) છે તેમ આ ઉદ્યાન અશોકવૃક્ષોથી યુક્ત છે. પછી અત્યંત હર્ષિત થયેલો રાજા તે ઉદ્યાનમાં પ્રવેશ્યો. રાજ્યની ચેષ્ટાને છોડીને, ચામર છત્રાદિના ત્યાગ પૂર્વક, પ્રબળ વિનયમાં તત્પર તીર્થંકરની નજીકની ભૂમિમાં પહોંચ્યો અને સિંહાસન ઉપર બીરાજમાન ભગવાનને જોયા, પ્રદક્ષિણા આપીને મહીતલ ઉપર મસ્તક નમાવીને નમસ્કાર કર્યો તથા આ પ્રમાણે સ્તવના કરી. હે અહંન્! ત્રિલોકના ભવ્યજીવોના રક્ષણ કરવામાં કિલ્લા સમાન વર્ણવાયેલ વ્રતવિધિથી તે પાપનો નાશ કર્યો છે. તું સેંકડો ચરિત્રથી સાધ્ય યશનો ત્યાગ કરનાર છે. ભવવનને બાળવા માટે સમર્થ એવા સધ્યાનરૂપી અગ્નિમાં સ્થાપન કરાયેલું છે ચિત્ત જેના વડે એવો લોક આપને નમસ્કાર કરતો અહીં જન્મનો નાશ કરનાર થાય છે. જેમ જગતના જાતિઅંધ જીવને શરદઋતુના ચંદ્રનું દર્શન અતિ આશ્ચર્યકારી લાગે તેમ મને આપનું દર્શન અતિ આશ્ચર્યકારી લાગે છે. આ પ્રમાણે જિનેશ્વરની સ્તવના કરીને લલિતાંગ રાજા પોતાના સ્થાને બેઠો ત્યારે જિનેશ્વરે અમૃતના વાદળ જેવી સારભૂત મધુરવાણીથી પ્રસ્તુતદેશના આપવાનું શરૂ કર્યું. (૧૬૦) Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ ઉપદેશપદ : ભાગ-૨ કષાય-ઈદ્રિયના વિકારને વશ થયેલા જીવો વિષ સમાન, ઘણા ભવ ભ્રમણના કારણરૂપ, ઘણાં પ્રકારના વિકલ્પવાળા કર્મને બાંધે છે. પછી એકેન્દ્રિય વગેરે જાતિઓમાં અનેક પ્રકારે ભમીને કોઈપણ જીવ કોઈક રીતે જો કે મનુષ્યભવને પામે છે. મનુષ્યભવ પ્રાપ્ત થયા પછી શુદ્ધ કુળમાં જન્મ થવો દુર્લભ છે. શુદ્ધ કુળમાં શરદઋતુના ચંદ્રના કિરણના પ્રસર જેવા નિર્મળ યશના ભાજન જીવો થાય છે. જ્યારે જીવો નિર્મળ કુળમાં જન્મે ત્યારે શરદઋતુના ચંદ્રના કિરણોના પ્રસરના ઉજ્જવળ યશથી શોભે છે. નિર્મળકુળમાં જન્મ થયે છતે ભવ્યલોકમાં ઉત્પન્ન કરાયો છે સંતોષ જેઓ વડે એવા રૂપાદિ ગુણના કારણ રૂપ ભાવોનો સમાગમ દુર્લભ છે. તેમાં પણ અરિહંત અને તેના ગણધર અને બીજા પણ બહુશ્રુત સાધુઓ અને શુદ્ધ ધર્મનો પ્રજ્ઞાપક દુઃખેથી પ્રાપ્ત કરાય છે. તે પણ પ્રાપ્ત થાય તો પણ નિર્મળ શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. તેથી સર્વ ઉપકારક ધર્મ સામગ્રી પ્રાપ્ત થયા પછી ધર્મમાં ઉદ્યમ કરવો યુક્ત છે. નહીંતર કલ્પદ્રુમનો સંગમ (લાભ) થયા પછી ભોગસુખમાં આસક્ત થયેલો કોઈક મૂઢ જીવ લીખ અને જૂના ભાવને પામે એવી પ્રાર્થના કરીને તેના સંગમને નિષ્ફળ કરે છે. સુખોનું એક માત્ર કારણ, ગુણકારક સામગ્રીના સમૂહને મેળવીને આ દુરાત્મા લોક મૂળથી તેનો નાશ કરે છે. તે આ પ્રમાણે– (૧૬૮) કોઇ એક નગરમાં એક કુલપુત્ર હતો. તે સ્વભાવથી સદાકાળ પણ નિષ્ફળ વ્યાપારવાળો, નિર્ધનોમાં શિરોમણિ હતો. આથી જ ક્યારેય માથાની સારસંભાળ લેવા પામતો નથી. તેથી માથામાં લાખો લીખો અને હજારો જૂ ઉત્પન્ન થઈ. જૂ અને લિખોથી ખવાતા માથાની ઘણી પીડાને અનુભવતો ખેદ પામેલો મરણને પણ ઇચ્છતો ક્યાંય સુખ પામતો નથી. દેશાંતરનું શરણ લેવાથી પ્રાયઃ દારિત્ર્ય નાશ પામે છે એમ વિચારતા ભુખાદિથી પીડાયેલો પરિભ્રમણ કરતો જ્યાં એક કલ્પવૃક્ષ છે તે પ્રદેશમાં પહોંચ્યો. તે કલ્પવૃક્ષ પોતાના ફૂલોની સૌરભના ઉદ્ગારથી લુબ્ધ થયેલા ભમરાઓથી યુક્ત છે. ગગનતળ સુધી ફેલાયેલી ડાળીઓનો સમૂહ બીજી ડાળીઓમાં ચારે તરફ ગૂંથાયો છે, અર્થાત્ અત્યંત ઘટાદાર છે. ધ્વજ-છત્ર-ચિહ્ન-માળાઓથી લોકોની આંખ અને મનને આનંદ આપનાર છે. પ્રણયીજનની પ્રાર્થનાની સાથે તુરત જ અભૂત પદાર્થોને પૂરા પાડનાર છે. જુદા જુદા ફૂલો અને વસ્ત્રો વગેરેથી તેની પીઠિકાની પૂજા કરાઈ છે. કુલપુત્રે લોકો પાસેથી સાંભળ્યું કે સમ્યકપણે સેવાતો આવો કલ્પવૃક્ષ મનોભિષ્ટ વાંછિતને જલદીથી કરે છે. પછી વિચારવા લાગ્યો કે આ જૂઓ સ્થૂળભાવને પામેલી છે, જેઓને હાથના અગ્રભાગથી પકડીને સુખેથી મસ્તક ઉપરથી વીણી શકાય છે, પરંતુ આ લીખો માથામાંથી કોઈપણ રીતે વણી શકાતી નથી તેથી આ બધી લીખો જૂ ભાવને પામે તેવું હું કલ્પવૃક્ષ પાસે માગું. પછી તે નદીએ ગયો સ્નાન કરી પુષ્પોની અંજલિ ભરીને કલ્પવૃક્ષના તળ ઉપર માથું લગાવી અને ૧. પૂલ્સથવા ફૂલોને જે ધાવે છે તે, અર્થાત્ ફૂલોના રસને જે ચૂસે છે તે ભમરા. Page #472 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૬૫ નમીને, લલાટ ઉપર બે હાથની અંજલિ જોડીને વિનવે છે કે હે ભગવન્! તું યથાર્થ નામવાળો કલ્પવૃક્ષ છે, પરંતુ હું દુઃખથી પીડાયેલો છું. તેથી તું એવી કૃપા કરી જેથી આ લીખો મસ્તકમાં જૂ ભાવમાં પરિણમે જેથી કરીને હું સુખેથી વીણીને દૂર કરી શકું. તે જ ક્ષણે તે દુર્ગત ઇચ્છિત મેળવનાર થયો. અર્થાત્ જે પ્રમાણે માગ્યું તે પ્રમાણે થયું. જેવી રીતે રાજ્યાદિ ફળ આપવામાં સમર્થ કલ્પવૃક્ષની પ્રાપ્તિ થયે છતે હતબુદ્ધિ દુઃખી જ થયો, તેમ ધર્મથી વિમુખ થયેલો લોક ધર્મ સામગ્રી મેળવીને દુઃખી થાય છે. આ પ્રમાણે જિનેશ્વર વડે સ્વરૂપાયેલ, કાનને સુખ આપનાર વચનને સાંભળીને સંસારવાસથી તત્ક્ષણ જ વિરક્ત થયેલો લલિતાંગ રાજ્ય ઉપર પુત્રને સ્થાપીને, ઉન્માદંતીની સાથે મોટી વિભૂતિથી સંયમરૂપી પર્વતના શિખર ઉપર આરૂઢ થયો. દુષ્કર તપને આચરીને પર્યત આરાધના કરીને ઈશાન દેવલોકમાં બંને પણ દેવપણાને પામ્યા. ત્યાં ચિરકાળ ઉત્તમ ભોગો પ્રાપ્ત થયા. (૧૮૬) હવે લલિતાંગનો જીવ ત્યાંથી ચ્યવીને ધાતકીખંડના પૂર્વવિદેહમાં રત્નાવતી નગરીમાં શ્રીરત્નનાથ રાજાની કમલાવતી રાણીની કુક્ષિમાં ચંદ્રપાન સ્વપ્નથી સંસૂચિત ગર્ભમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. નવમાસને અંતે લોકોની આંખરૂપી કમળને વિકસવા માટે સૂર્યસમાન, નિર્દોષ, પુણ્યનો નિધાન એવો પુત્ર થયો. અને તે કાળે પિતાને દેવસેના જેવી સેના થઈ હતી એટલે તેનું નામ દેવસેન પાડ્યું. ભણાયો છે કલાકલાપ જેના વડે, શ્રેષ્ઠ નગરના દરવાજા સમાન બાહુ છે જેને એવો તે કુમાર કામદેવરૂપી રાજાના નિવાસ માટે નગર સમાન તારુણ્યને પામ્યો. હવે તે ઉન્માદંતી વૈતાઢ્ય પર્વતની ઉત્તર શ્રેણિમાં મણિકુંડલ નગરમાં મણિપતિ રાજાની મણિમાલા ભાર્યાની કુક્ષિમાં ચંદ્રકાંતા નામની પુત્રી થઈ. યુવાન લોકોના મનને ઉન્માદ કરનારા યૌવનને પામી. તે દેવસેન પોતાના ચંદ્ર જેવા નિર્મળ ચરિત્રથી ખેચર અને ભૂચર લોકમાં પ્રશંસાનું સ્થાન થયો. ચંદ્રકાંતા કોઇપણ મનોહર મનુષ્યમાં પણ રાગ કરતી નથી ત્યારે માતાપિતાનું મન વ્યાકુળ થયું. કેમકે પતિવડે પરણાયેલી યૌવનવંતી સ્ત્રીઓ લોકમાં સુભગપણાને પામે છે, બીજી રીતે નહીં. તેથી શું કરવું? એ પ્રમાણે જેટલામાં તેઓ ચિંતાતુર રહે છે તેટલામાં ક્યાંયથી લોકમુખથી દેવસેનનો યશવાદ સાંભળ્યો. તેના યશવાદના શ્રવણ પછી પૂર્વભવના અભ્યાસના વશથી ચંદ્રના ઉદયમાં ક્ષીરોદધિમાં ભરતી ઉછળે તેમ તેનો રાગ ઉછળ્યો. ત્યારપછી પોતાના દેહને વિષે પણ સાર સંભાળ કરતી નથી. પુષ્પો-ચંદન વગેરે ઉત્તમ વસ્તુના પરિભોગનો ત્યાગ કર્યો. સૂનમૂન ચિત્તવાળી સર્વ દિશાઓ રૂપી મુખોને જોતી, તાવ નહીં આવેલો હોવા છતાં પણ હંમેશા અન્નપાનને વિષે રુચિ ધરતી નથી. હિમ પડવાથી જેમ કમલિની પ્લાન થાય તેમ પ્લાન થયેલી તેના શરીરના વક્ષસ્થળ ઉપર પડેલા આંસુઓ તત્કણ શોષાય છે તે આંતરિક તાવને બતાવે છે. કમળની શંકાથી તેના મુખ ઉપર આવી પડતી ભમરાની શ્રેણી વિરહરૂપી Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ ઉપદેશપદઃ ભાગ-૨ અગ્નિના ધૂમાળા સમાન શ્વાસોચ્છવાસથી વારણ કરાય છે. મારી કિરણલક્ષ્મીને આના મુખે ચોરી લીધી છે એમ રોષે ભરાયેલો ચંદ્ર પણ તેના માટે વિશ્વકિરણ થયો. પરિતાપના ઉપશમ માટે જેટલામાં પલ્લવોની શય્યા પથરાય છે તેટલામાં તે શય્યા પણ દાવાનળની વાળાની જેમ તેના શરીરને બાળે છે. વિદ્યાધર લોકે ચંદ્રકાંતાનો દેવસેન ઉપરનો અનુરાગ કોઈપણ રીતે જાણ્યો. અસમાન વરના સ્વીકારથી વિદ્યાધરો તેના પર આક્રોશ કરવા લાગ્યા. ખેચરજનના બહુમાનનું ભાજન, નિષ્પતિમ ગુણવાળી, દેવીઓના સૌભાગ્યને ધૂતકારનારી એવી ચંદ્રકાંતા ક્યાં? અને મનુષ્યમાત્રને પ્રાપ્ત થયેલો રાજપુત્ર દેવસેન કયાં? તેથી સકલ જગતમાં વિખ્યાત એવું આ દષ્ટાંત થયું. જેમકે– સુવર્ણ કમળમાં વાસ કરનારી માનસ સરોવરની રાજહંસી ક્યાં? અને વિષ્ઠામાં ખરડાયેલી ચાંચવાળો કાગડો ક્યાં? એ પ્રમાણે અનેક પ્રકારે ચિડાવાતી પણ ચંદ્રકાંતા જ્યારે તેના પરના અનુરાગને છોડતી નથી ત્યારે પિતૃજનને ચિંતા થઈ કે જેમ ચંદ્રકાંતાને દેવસેન પ્રતિરાગ છે તેમ દેવસેનને ચંદ્રકાંતા પ્રતિ ભાવથી પ્રેમ છે કે નહીં તેની પ્રયત્નપૂર્વક પરીક્ષા કરવી જોઈએ. પછી તેની (ચંદ્રકાંતાની) સવિશેષ સુંદરરૂપવાળી પ્રતિકૃતિ આલેખાવી. પછી મુસાફરનું રૂપ કરીને વિદ્યાધરપુત્ર તે પ્રતિકૃતિને રત્નાવતી નગરીમાં લઈ ગયો. અને ઉચિત સમયે દેવસેનની અનેકપ્રકારે ચિત્રકર્મની વિચારણા પ્રવૃત્ત થઈ ત્યારે અનેક પ્રકારના ચિત્ર ફલકો તેની પાસે ધરવામાં (દેખાડવામાં) આવ્યા અને મિત્ર સહિત દેવસેન ચિત્રપટોને જોવા પ્રવૃત્ત થયો ત્યારે વિદ્યાધર પુત્રે ચંદ્રકાંતાનું ચિત્રપટ લઈ જઈ બતાવ્યું. અત્યંત વિકસિત થયેલ બે આંખોથી દેવસેને તે ચિત્રને જલદીથી જોયું. તે વિસ્મય પામ્યો અને પૂછ્યું: આ કોનું રૂપ છે? તેણે કહ્યું: કોઈપણ સકૌતુકીએ કોઇપણ રીતે ચાંડાલણીને જોઈને તેનું રૂપ આલેખ્યું છે જે મારા વડે પ્રાપ્ત કરાયું છે. પછી તો રૂપનું સર્વીગે નિરીક્ષણ કરીને દેવસેન તત્ક્ષણ જ તેનો રાગી થયો અને ગ્રહથી ગ્રહણ કરાયાની જેમ શૂન્ય મનવાળો થયો. ક્ષણાંતર પછી તેણે કહ્યું છે સૌમ્ય! તારાવડે આનો જે રીતે પરિચય કરાવાયો છે તેનાથી આ અન્ય(ભિન્ન જુદી) હોવી જોઇએ, માટે તું સર્વથી તેનો પરિચય આપ. ખરેખર! આ હીનજાતિ સ્ત્રીનું રૂપ નથી. અન્યથા આવું રૂપ ન ઘટે. કેમકે અમૃતવેલડી મરૂભૂમિમાં ક્યારેય ન થાય. અથવા આ જે હોય તે ભલે હોય આના વિરહમાં હું જીવવા શક્તિમાન નથી તેથી આનો નિવાસ કયાં છે? તે તું કહે. આ પ્રમાણે તીવ્ર કામથી પરાધીન થયેલા મનવાળા કુમારે કહ્યું ત્યારે બધાના દેખતા તે વિદ્યાધરકુમાર અદશ્ય થયો. હવે કુમાર વિચારે છે કે શું આ અસુર હતો કે સુર હતો કે ખેચર હતો. જે આ પ્રમાણે અમને એકાએક વિસ્મય પમાડીને ચાલ્યો ગયો. તે પણ વિદ્યાધર બટુક મણિપતિ રાજાની પાસે ગયો અને સંપૂર્ણ વૃત્તાંતનું નિવેદન કરે છે અને વિશેષથી દેવસેનના વૃત્તાંતનું નિવેદન કરે છે. Page #474 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૬૭ પછી મણિપતિ રાજાએ વિચિત્રમય નામના સેવકને આજ્ઞા કરી કે, હે ભદ્ર! તું દેવસેનને અહીં નગરમાં જલદી લઈ આવ. દેવ જેની આજ્ઞા કરે છે તેને હું કરીશ એમ સ્વીકારીને તે સેવક તે સ્થાનથી ગયો અને ગિરિશિખરથી નીચે ઊતર્યો. તે સમયે તેના (ચંદ્રકાન્તાના) રૂપથી ઉન્માદવાળો થયેલો કુમાર ક્યાંય પણ રતિને નહીં પામતો નંદન નામના ઉદ્યાનમાં આવ્યો. જયકુંજર હાથીના સ્કંધ ઉપર બેઠેલો કુમાર જેટલામાં ચારેબાજુ ફળ ફૂલથી સમાકુલ ઉદ્યાનને વ્યાકુળ મનથી જુએ છે. તેટલામાં ચંદનવૃક્ષના ગંધના ઉદ્ગાર (પ્રવાહ)માં લુબ્ધ થયું છે મન જેનું એવો હાથી ઘણા પાંદડાના સમૂહવાળા ચંદનવૃક્ષના એક ગહનનિકુંજમાં પ્રવેશ્યો. ત્યાં અતિ સંકડાસ હોવાથી પરિવારે પ્રવેશ ન કર્યો. પરંતુ પરિવારે તત્ક્ષણ તે હાથીને ચારે તરફથી ઘેરી લીધો. (૨૨૮). એટલામાં તે ચિત્રમય નામનો વિદ્યાધર તાડવૃક્ષના જેવી બે લાંબી ભૂજા છે જેની એવા, ગગનાંગણના અગ્ર ભાગમાં અડતા શરીરને તથા મહiધકારને વિકુવને હાથીના સ્કંધ પરથી દેવસેનને ઊંચકે છે, અને ક્ષણથી મણિકુંડલ રાજાના ઉદ્યાનમાં લઈ જાય છે. દેવસેને જાણ્યું કે હું કોઇપણ વડે કોઇપણ કારણથી અપહરણ કરાયો છું, તો હવે અહીં શું કરું? અથવા અહીં રહેલો હું અપહરણનો શું પરિણામ થાય છે તે જોઉં. એ પ્રમાણે વિચાર કરતો જેટલામાં રહે છે તેટલામાં તેના આગમનને જાણીને પરિવાર સહિત, વાજિંત્રના અવાજથી પુરાયું છે આકાશ તલ જેના વડે એવો રાજા મહાવિભૂતિથી તેને લેવા માટે નગરમાંથી નીકળ્યો, દેવસેનની પાસે આવ્યો અને દેવકુમાર જેવા તેને જોતો પોતાની આંખોને અને વિધિના નિર્માણને સફળ માને છે. કુમારે પણ ઊભા થઈ તેનું અભુત્થાન કર્યું અને આદર-પ્રેમ સહીત પ્રણામ કર્યો. અને રાજાવડે ઘણાં બહુમાન પૂર્વક બોલાવાયો. પિતા જેમ પુત્રને ઘરે લઈ જાય તેમ ઘણાં ગૌરવપૂર્વક તેને ઘરે લઈ ગયો અને શયન-અશન-ભોજન વગેરે આપવાપૂર્વક સેવા કરી. કુમારે અતિગુપ્ત રાખેલું પણ અપહરણનું કારણ લોકો પાસેથી જાણ્યું અને તેની પુત્રીના દર્શન માટે ઉત્સુક મનવાળો થયો. કયારેક તેણે પોતાના ઘરના આંગણામાં ચાલતી ચંદ્રકાન્તાને જોઈ. પૂર્વે જોયેલી પ્રતિકૃતિના અનુસારથી તે આ જ છે એમ જાણ્યું. તે વખતે વિદ્યાધર બટુકે તેને ચાંડાલણી કહી હતી તે મારા પ્રેમના પરીક્ષા નિમિત્તે કહ્યું હતું એમ હું માનું છું. ભાગ્ય અનુકૂળ હોતે છતે તેવું કોઈ સુખ નથી જે કલ્યાણને માટે ન થાય. જે મેં આને જોઈ તે મારા મનોરથોને પણ અગોચર છે. આ પ્રમાણે ચિત્તની ચિંતાની પરંપરાથી ઉલ્લસિત થયો છે સંતોષ જેને એવો દેવસેન જેટલામાં રહે છે તેટલામાં રાજા સ્વયં જ તેની પાસે આવીને કહે છે કે, હે કુમાર! આ મારી પુત્રી ચંદ્રકાંતા તારા ગુણો સાંભળીને ઉન્માદિત થયેલી કોઈપણ રીતે દિવસો પસાર કરે છે, તેથી તે કૃપા કર અને આની સાથે લગ્ન કર. એમ કરવાથી રાત્રિ પરિપૂર્ણ ચંદ્રમંડલના યોગવાળી થશે. આ Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ ઉપદેશપદ : ભાગ-૨ પ્રમાણે ઘણાં પ્રકારે મધુર વચનોથી તેણે વિવાહનો સ્વીકાર કર્યો ત્યારે પ્રશસ્ત દિવસે ખેચર સુંદરીઓ વડે કરાયું છે મંગલ જેમાં એવો વિવાહ પ્રવર્યો. સર્વ ઈદ્રિયોને અનુકૂળ, સુખના મૂળવાળા, શત્રુના મસ્તકમાં શૂળ ઉત્પન્ન કરનારા, દેવલોકના ભોગોને ચડી જાય તેવા ભોગો તેઓને પ્રાપ્ત થયા. (૨૪૬), અને આ બાજુ લોકો પાસેથી તેણે સાંભળ્યું કે મારા માતા-પિતાએ મારા વિરહમાં તે દિનથી જ આવા પ્રકારના (નીચે કહેવાતા) વિલાપોને કર્યા. હે વત્સ! તું દારુણ દુઃખોને આપતા અકારણવૈરી એવા દેવ, દાનવ કે ખેચર વડે અપહરણ કરાયો છે. અમારા ખોળામાં કોડ પૂર્વક ઉછરેલો હે મહાયશ! તું અમને અશરણ, છોડીને ક્યાં ગયો? ફરી પણ તારા દર્શન આપ. હે પુત્ર! તારા પ્રેમમાં પરવશ થયેલા અમોએ કયારેય પણ તારો અવિનય કર્યો નથી. તને ક્યારેય અજુગતું કહ્યું નથી. તો પણ તું અમારાથી કેમ વિરક્ત થયો? અમૃત જેવા વચનોથી અમારા કર્ણયુગલને ફરી પણ સુખ આપ. અકુશલની શંકા કરતા અમારા હૈયાની કેમ ઉપેક્ષા કરે છે? પોતાના વંશરૂપી સમુદ્ર માટે ચંદ્રસમાન ગુણરત્નોનો ભંડાર એવો તું વિધિ વડે હરણ કરાયે છતે ભાગ્યે નિધિ બતાવીને અમારી આંખોને ખેંચી લીધી છે. ભુવનોદય પર્વતના શિખર ઉપર આરૂઢ થયેલા, ઉચ્ચતાને પામેલા સૂર્ય જેવા તારા વિના અમારા દિવસો અંધકારથી ભરેલી દિશાઓની જેમ પસાર થાય છે. અમારા વિભવનું, સુખનું અને યશનું તું એક જ કારણ છે. હે રક્ષક પુત્ર! તું દૂર ગયે છતે અમારું સર્વ રક્ષણ જલદીથી ચાલી ગયું છે. (૨૫૪) આ પ્રમાણે માતા-પિતાને ઉત્પન્ન થયેલા અતિદારુણ દુઃખને સાંભળીને તત્પણ માતાપિતાને મળવા અતિ ઉત્સુક મનવાળો થયો. અને વિચાર્યું કે જ્યાં પાસે રહેલા માતા-પિતાના દર્શન ન થાય તો વિસ્તારથી પ્રાપ્ત થયેલ આ ભોગથી મારે શું? તેથી મારે વિના વિલંબે માતા-પિતાની પાસે પહોંચવું જોઈએ. આ પ્રમાણે ચિંતાસાગરમાં ડૂબેલો જેટલામાં રહે છે તેટલામાં કોઈક રીતે વિદ્યાધરપતિએ તેના મનોગત ભાવને જાણ્યો અને કહ્યું: હે કુમાર! તું અહીં આવ્યો છે એવો વૃત્તાંત તારા માતા-પિતા વડે જણાયો નથી તેથી હું માનું છું કે તારા માતા-પિતાના મનમાં અતિ મોટી અધૃતિ વર્તે છે. તેથી તેઓને તારા દર્શનનું સુખ આપવું ઉચિત છે. તમે જે કહો છો તે તેમજ છે એમ માનીને અનેક વિદ્યાધરોવડે અનુસરતો છે માર્ગ જેનો એવો દેવસેન નગરમાંથી નીકળ્યો. આકાશરૂપી વૃક્ષનું જાણે ફૂલ ન હોય એવા એક મોટા વિમાનમાં આરૂઢ થયો. હજારો ચારણો વડે ગવાતો છે ચંદ્ર જેવો નિર્મળ યશનો વિસ્તાર જેનો, વગાડાતા વિચિત્ર વાજિંત્રોના અવાજના સમૂહથી બધિરિત (બહેરું) કરાયું છે નભાંગણ જેના વડે એવો માતા-પિતાને મળવા ઉત્સુક થયેલો કુમાર પિતાના નગરની Page #476 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૬૯ નજીકમાં પહોંચ્યો. પવનથી આંદોલિત કરાયેલ ધ્વજપટની માળાઓથી શોભતો છે ટોંચનો અગ્રભાગ જેનો એવા તે વિમાનને પ્રથમ અતિદૂરથી આવતો જોઈને પછી મધુરકંઠી ચારણોના મુખથી બોલાતો કાનને માટે અમૃતની ધારાની નીક સમાન જયજયારવને નગરના લોકોએ સાંભળ્યો. જેમકે- પૃથ્વી ઉપર સકલ રાજાઓના શિરોમણિપણાને પામેલો ચંદ્ર જેવો ઉજ્વળ રાજા જય પામે છે. આ પ્રમાણે જેને સુભગજનોમાં શ્રેષ્ઠ અને પવિત્ર દેવસેન નામે સુકીર્તિમાન પુત્ર છે, તે રાજા શોભે છે. પુલકિત થઈ છે મનોરથમાલા જેની એવો લોક જેટલામાં ક્ષણથી રાજાને કુમારના આગમનનું નિવેદન કરે છે તેટલામાં જલદીથી કુમાર રાજભવનમાં આવ્યો. પ્રમોદથી રોમાંચિત થયેલા, આંસુની ધારાથી વક્ષસ્થળને સિંચતા પિતાએ જરાક અભુત્થાન કર્યું. પછી ઉત્કંઠાના વશથી પૃથ્વીતળ પર સ્પર્શ કરાયો છે મુકુટ જેના વડે એવા કુમારે પ્રણિપાત કર્યો અર્થાત્ પગે લાગ્યો અને રાજાએ પણ સર્વાગથી આલિંગન કર્યું. ત્યારપછી ઘણા મૂલ્યવાળા વસ્ત્રમાં સ્થાપિત કરાયું છે મુખરૂપી કમલ જેનાવડે એવી પુત્રવધૂ કંઈક દૂર રહીને રાજાના ચરણમાં પડી. પુત્રનું મુખ જોઈને એકક્ષણ આનંદ પામીને રાજા કહે છે કે હે વત્સ! તારી માતા અતિ ઉત્સુક છે તેને મળ. મસ્તક ઉપર કરકમળ જોડીને કહે છે કે પિતા મને જે આજ્ઞા કરે છે તેમ થાઓ. અને તેના (-પિતાના) ચરણમાં પ્રણામ કરવાપૂર્વક વિધિથી માતાની પાસે ગયો. ઘણાં દિવસોના વિરહથી પાતળું થયું છે શરીર જેનું, સંકોચાઈને ફિક્કા પડી ગયેલ છે ગાલ જેના, જાણે જન્માંતરને પ્રાપ્ત ન થઈ હોય એવી માતાને જુએ છે. પછી પુત્રના દર્શનથી મેઘધારાથી સિંચાયેલ કદંબવૃક્ષના પુષ્પની માળાની જેમ તલ્લણ જ પોતાના શરીરમાં નહીં સમાતી વિશેષ હર્ષને પામી. વહુ સહિત પુત્ર માતાને પ્રણામ કરે છે અને તે પણ આવા આશીર્વાદ આપે છે કે, હે પુત્ર! તું પર્વત જેવા આયુષ્યવાળો થા અને પુત્રવધૂ આઠ પુત્રની માતા થાય. પરિવાર વડે જણાવાયો છે સર્વ વ્યતિકર જેને એવો કુમાર એક ક્ષણ રહીને પિતા વડે બતાવાયેલ મહેલમાં આવ્યો અને ત્યાં સુખપૂર્વક રહે છે. (૨૭૫) અને તેણે ક્રમથી રાજ્ય મેળવ્યું. પ્રલયકાળના અગ્નિ સમાન પ્રતાપથી હણાયા છે શત્રુઓ રૂપી વૃક્ષો જેના વડે એવા કુમાર વડે સર્વ પૃથ્વી વશ કરાઈ. પ્રતિદિન વિદ્યાધરો વડે લવાયેલા ઉત્તમ ફૂલો અને ગંધ આદિથી શ્રીચંદ્રકાંતાની સાથે ભોગો ભોગવે છે. આ પ્રમાણે અતિનિબિડ સ્નેહની બેડીથી બંધાયેલા તેઓનો કાળ પસાર થાય છે ત્યારે કોઈક વખતે સુખે સુતેલી ચંદ્રકાંતા સ્વપ્નમાં કલ્પવૃક્ષને જુએ છે. તે મનોરમ ફળ-ફૂલના સમૂહથી નમેલ શોભાવાળો છે, ઘરના આંગણામાં ઊગેલ છે, અતિ સ્નિગ્ધ પાંદડાવાળો છે, સારી છાયાવાળો છે. તેણીએ સર્વ સ્વપ્ન પતિને જણાવ્યું. દેવસેને પોતાના કુલ માટે કલ્પવૃક્ષ સમાન પુત્રના લાભપૂર્વકના સ્વપ્નના સ્વરૂપને જણાવ્યું. સાધિક નવ માસ પછી પુત્રનો જન્મ થયો. “કુલકલ્પતરુ' એ પ્રમાણે તેનું નામ સ્થાપન કરવામાં આવ્યું. ક્રમથી તારુણ્યને પામ્યો. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ ઉપદેશપદ : ભાગ-૨ કયારેક ચાકરોના પ્રમાદના દોષથી ફૂલ-ફળ ગંધ વગેરે નવી ભોગની સામગ્રી જલદીથી પ્રાપ્ત ન થઈ. તેથી વાસી સામગ્રીથી ચંદ્રકાંતાએ શૃંગાર કર્યો જે અત્યંત સુંદર ન થયો. તેથી સખીજને તેનો ઉપહાસ કર્યો. તે પિતાને વહાલી નથી કેમકે પિતાએ તેને હલકી ભોગની સામગ્રી મોકલી અને તત્ક્ષણ જ તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો. ખરેખર મારો પિતા પણ મારા ઉપર સ્નેહ શૂન્ય થયો. હું માનું છું કે બીજું પણ આવું થશે. બીજો કયો પુરુષ પિતા કરતા પ્રેમાળ હોય? તેથી મારો પિતા પણ નેહરહિત થાય તો હું માનું છું કે જગત શૂન્ય જ છે. આ પ્રમાણે ચિત્તમાં ચિંતન કરવાથી તેનો મોહ નષ્ટ થયો. જ્યારે રાજાએ તેને આવી જોઈ ત્યારે તેનો પણ પ્રેમપિશાચ વિષયો ઉપરથી નષ્ટ થયો. પછી તેઓએ સકલ જગતને બાળકોએ બનાવેલા રેતીના ઘરની સમાન અથવા પવનથી ચલાવાયેલ ધ્વજાપતાકા સમાન જોયું. (૨૮૮). આ પ્રમાણે સંસારથી વિરક્ત થયું છે મન જેઓનું એવા તેઓના જેટલામાં દિવસો પસાર થાય છે તેટલામાં વિપુલયશ નામના તીર્થંકર પધાર્યા. સૂર્યના બિંબ જેવા રૂપવાળા, આગળ ચાલતા અને અત્યંત દૂર કરાયો છે અંધકાર જેના વડે એવા ધર્મચક્રની સાથે ઘણા શોભતા તથા અતિસુંદર પાદપીઠથી સહિત સ્ફટિકમય સિંહાસનથી શોભતા, ઉપર આકાશાંગણમાં ચંદ્ર જેવા ત્રણ ઉજ્જવળ છત્રોથી શોભતા, વિધુતપુંજ જેવા ઉજ્જવળ સુર્વણમય નવ કમળ ઉપર મુકાયા છે ચરણો જેનાવડે, ઘણા ક્રોડ દેવોથી નમાયેલા, વિંઝાવાતો છે સફેદ ચામરનો સમૂહ જેને, પ્રલયકાળના વાદળ જેવા ગંભીર દુંદુભિના ભંકારારાવથી બહેરો કરાયો છે દિશાનો અંત જેનાવડે, એવા વિપુલયશ નામના તીર્થંકર ત્યાં સમોવસર્યા ત્યારે જાણે પૃથ્વી પર સાક્ષાત્ સ્વર્ગજન અવતર્યું અને પ્રવૃત્તિ નિવેદક પુરુષોએ જણાવ્યું કે હે દેવ! આજે આ નગરમાં વિપુલયશ નામના તીર્થકર સમોવસર્યા છે. સર્વ રિદ્ધિના સારથી દેવસેન રાજા વંદન કરવા નીકળ્યો. પાંચ પ્રકારના અભિગમપૂર્વક તેમની પાસે પહોંચ્યો અને તીર્થકરે તેમને ધર્મ કહ્યો. (૨૯૫) જેમકે આ મનુષ્ય જન્મ દુર્લભ છે. ઈંદ્રોને પણ ભોગવાયેલું આયુષ્ય પાછું આવતું નથી. જીવિતની સારભૂતતા તથા નરોગતા આદિ અતિ ચંચળ છે. જ્યાં સુધી પોતાના કાર્યમાં બદ્ધબુદ્ધિ હોય ત્યાં સુધી આ સકલ પણ સ્વજનલોક સ્નેહવાળો છે. અર્થાત્ સ્વજનલોક ગરજ સરે ત્યાં સુધી છે પછી પરજન છે. ધર્મ સંબંધી વીર્ય પણ નિયત નથી. તેથી આ ધર્મસામગ્રી મેળવીને સમ્યધર્મના ઉદ્યમથી મનુષ્ય ભવ સફળ કરવો ઘટે. આ પ્રમાણે જિનેશ્વરની વાણી સાંભળીને સમસ્ત દોષોની હાનિ કરી અને સર્વ સંગના ત્યાગથી સર્વ વિરતિ લેવાને ઉપસ્થિત થયો. પછી આ પ્રમાણે કહે છે કે, હે નાથ! આ લોક (સંસાર) પ્રદીપ્ત (–બળતા) ઘર Page #478 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૭૧ સમાન છે. હું અહીં રહેવા ઇચ્છતો નથી, કેમકે અહીં ચારેય બાજુ દુઃખની પરંપરા છે. તેથી હમણાં પુત્રને પોતાના રાજ્ય ઉપર સ્થાપીને તમારી પાસે મોક્ષના સુખને આપનારી દીક્ષા લેવા ઇચ્છું છું. જિનેશ્વરે કહ્યું કે એ પ્રમાણે કરો. પછી પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને તુરત જ ચંદ્રકાંતાની સાથે જાણે કારાગારમાંથી નીકળતો ન હોય એમ સમ્યક્ સંવિગ્ન મનથી ઘરમાંથી નીકળે છે. (ભાવથી સંસારનો ત્યાગ કરે છે.) જિનપ્રરૂપિત સિદ્ધાંતનો અભ્યાસ કર્યો, ચારિત્રથી આત્માને ભાવિત કર્યો તથા લાંબા સમય સુધી વિચિત્ર પ્રકારના તપ કર્મો કરીને શરીરને કૃશ કર્યું. હંમેશા અત્યંત વિશુદ્ધ વેયાવચ્ચથી તથા નિપુણપણે ગચ્છને ઘણી રીતે ઉપગ્રહ કરવાની બુદ્ધિથી ક્લિષ્ટકર્મોની નિર્જરા કરી અને ઘણાં પુણ્યના સમૂહને ઉપાર્જન કર્યો. તે જીવિતના અંતે બ્રહ્મદેવલોકમાં ઇંદ્ર થયો અને નિરંતર ઘણા આનંદને અનુભવતી તે ચંદ્રકાંતા સાધ્વી તે જ દેવલોકમાં તેની મહર્દિક સામાનિક દેવ થઈ. તે આકાલ (દેવભવમાં ઉત્પન્ન થયો ત્યારથી) શુદ્ધમનવાળો બધા બ્રહ્માદિ દેવોની સાથે સિદ્ધાચલમાં વિવિધ મહિમાને કરતો કાળ પસાર કરે છે. તથા ભરત ઐરાવત અને મહાવિદેહમાં થયેલા જિનેશ્વરોના કલ્યાણકના દિવસોમાં મહામહોત્સવ કરવામાં તત્પર થયો. તથા નિત્ય તપ કરનારા, કર્મરૂપી શત્રુને હણનારા, અતિશય જ્ઞાન પ્રધાન એવા મહા મુનિઓની પૂજા કરવામાં નિરત થયો. જે જે મહાત્માઓ ક્ષીરોદધિ જેવા નિર્મળગુણોથી યુક્ત છે તે તે મહાત્માઓના ગુણોની સંકથાથી ઘણો ખુશ થતો દસ સાગરોપમના આયુષ્યને પૂર્ણ કરે છે. (૩૧૦) પછી ધાતકીખંડમાં પૂર્વના મેરુપર્વતની નજીકના વિજયમાં અમરાવતી નગરીમાં શ્રીષેણ નામનો રાજા હતો. જેના ચરણપીઠમાં રાજાઓના સમૂહના મુકુટોના કિરણો સ્પર્શ કરતા હતા. અને તેને દિવ્ય લાવણ્યથી પૂર્ણ છે સંપૂર્ણ શરીર જેનું, કોકિલના કૂળના જેવા કોમલ છે આલાપો જેના એવી સુયશા નામની દેવી જેવી રાણી હતી. તેની કુક્ષિમાં દેવસેન દેવનો જીવ આયુષ્ય પૂર્ણ થયે ઉત્પન્ન થયો. પછી તેણી ગજ-વૃષભ સિંહ વગેરે ચૌદ મહાસ્વપ્નોને જૂએ છે અને જાગેલી પતિને ચૌદ મહાસ્વપ્નોની વાત કહે છે. રાજ્ય સંભાળે તેવો પુત્ર થશે એમ રાજા તેને સ્વપ્નનું ફળ કહે છે. પરમ પ્રણયના યોગથી તેણી કહે છે કે, એ પ્રમાણે થાઓ. પ્રભાતનો સમય થયો ત્યારે સ્વપ્નશાસ્ત્રને જાણનારા આઠ નૈમિત્તિકોને બોલાવે છે. કુસુમાદિના દાનથી મુખ્ય નૈમિત્તિકનો સત્કાર કરે છે. તેઓને પૂછે છે કે આ સ્વપ્નોનો મને શું ફળ મળશે? તેઓ શાસ્ત્રોને વિચારીને પરસ્પરને સંગત થયેલા સુવિશ્વાસુ કહે છે કે, હે દેવી સાધિક નવમાસ પસાર થયા પછી દેવી હીરા જેવા પુત્રને જન્મ આપશે, જે પરાક્રમથી પૃથ્વી મંડળને જીતી લેશે. પછી નવનિધિના વિનિયોગથી ફળીભૂત થઈ છે. સર્વ ઇચ્છાઓ જેની એવો તે અંતે સોળહજાર યક્ષોથી સેવાયેલો મૃત્યુલોકનો પ્રભુ એવો ચક્રવર્તી થશે. અથવા તો ભક્તિથી નમતા ઘણા દેવોની Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ ઉપદેશપદ : ભાગ-૨ મસ્તકમાં રહેલી માળાઓથી સેવાતા છે ચરણકમળ જેના એવો તે નિયમા તીર્થંકર થશે. પછી ધન આપીને ઘણું સન્માન કરાયેલા નૈમિત્તિકો પોતાના સ્થાને ગયા. અને યોગ્ય સમયે પૃથ્વીમંડલની શોભા સમાન પુત્રનો જન્મ થયો ત્યારે સર્વનું પ્રિય થયું તેથી તેનું નામ પ્રિયંકર રાખવામાં આવ્યું. (૩૨૨) અને તે ચંદ્રકાંતાનો જીવ તે જ નગરમાં સુમતિ નામના મંત્રીના ઘરે પવિત્ર ગુણવાળા પુત્ર રૂપે ઉત્પન્ન થયો. તેનું નામ મતિસાગર રખાયું. ક્રમથી તે યૌવનને પામ્યો. પછી બંને પણ મંત્રીપુત્ર અને રાજપુત્ર પ્રૌઢ પ્રેમવાળા થયા. કેટલોક કાળ વીત્યા પછી શ્રીષેણ રાજા દર્પણમાં મસ્તક જોતા સફેદવાળને જુએ છે. તત્ક્ષણ જ તે વિચારે છે કે પોતાનું પણ શરીર આ પ્રમાણે વિકારને પામે છે તો બીજું શું શાશ્વત હોય? તેથી આ સર્વ પાણીના પરપોટાની માફક જોતા જ નષ્ટ થનારું છે. મતિમાને આ શરીર ઉપર રાગ ન કરવો જોઇએ. તે આ પ્રમાણે સંપત્તિઓમાં વિપત્તિઓ જીવતી જાગતી છે. અત્યંત દુઃખના સ્થાનનું બીજ એવું મૃત્યુ આશાઓના મૂળ એવા જીવિતમાં રહેલું છે. પ્રિયપુત્રપત્ની આદિનો સંગમ દુર્લભ છે અને વિયોગ પણ દુઃસહ છે. જરા યૌવનરૂપી લક્ષ્મીને જર્જરિત કરનારી છે. જેવી રીતે ગોવાળ ગાયોના ધણનું સંભાળ રાખવામાં આજીવિકા મેળવે છે તેમ પૃથ્વીનું પાલન કરતો રાજા લોકોના લાભમાં છઠ્ઠા અંશને મેળવે છે. હંમેશા નાશ પામનારા કાર્યના ચિંતનમાં દુઃખી થયેલો મૂઢ જીવ કિંકર જેવો હોવા છતાં પણ પોતાને સ્વામી માને છે. સ્વામીપણાના મદમાં ઉન્મત્ત થયેલો જીવ જે કંઇપણ કર્મને આચરે છે તેનાથી પોતાના આત્માને ક્લેશ પમાડી પાપ સ્થાનમાં નાખે છે. લુબ્ધ અને મુગ્ધ મનુષ્ય નિંદનીય કાર્યને અવગણીને ઘણા સ્નેહથી નિર્ભર પણ ભાઈ, પિતા તથા માતાને આકુળવ્યાકુળ કરે છે. જેમ કોઈપણ માણસ બીજાના કારણથી હાથ નાખીને ચુલ્લામાંથી અગ્નિને કાઢે છે, તો તે અવશ્ય બળે છે. તેમ આ જીવ પરિજનના નિમિત્તે વિવિધ પ્રકારના હિંસા વગેરે પાપોને કરતો નિશ્ચયથી પાપના ફળને પોતે જ ભોગવે છે. ભોગોને ધિક્કાર થાઓ અને ધનને પણ ધિક્કાર થાઓ, ઇંદ્રિયથી ઉત્પન્ન થયેલા સુખને ધિક્કાર થાઓ, પ્રિયના સંયોગને ધિક્કાર થાઓ, આ પરિજનને પણ ધિક્કાર થાઓ. કેમકે ઉપરમાં આસક્ત થયેલા પ્રમાદાચરણને પામેલા જીવો નરકાદિના ભયંકર દુઃખોને પામે છે. તેથી ભવથી વિરક્ત થયેલ મારે કુશળ આરંભ કરવો ઘટે છે. કેમકે મનુષ્યભવ અને સુકુલાદિનો સંયોગ દુર્લભ છે. એટલામાં ઉદ્યાન પાલક મનુષ્ય જણાવ્યું કે, હે દેવ! તમારા ઉદ્યાનમાં શ્રીધરસૂરિ સમોવસર્યા છે. રોમાંચિત થયેલ શરીરવાળો રાજા આના વચનને સાંભળીને હર્ષિત થયેલ વિચારે છે કે, અહો! મારો પુણ્યોદય અપૂર્વ થયો કે મારી આવી વિચારણા ક્યાં! અને ક્યાં આ ગુણનિધિ Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૭૩ ઉપદેશપદ : ભાગ-૨ મુનિનું આગમન! વિલંબને છોડીને આ ક્ષણે જે કરવા યોગ્ય છે તેને હું આચરું. પછી સકલ પરિજનથી યુક્ત તત્પણ તેમની પાસે જવા તૈયાર થયો. ક્રમથી ત્યાં પહોંચ્યો. વિધિથી ઉત્કંઠાપૂર્વક વંદન કર્યું. પોતાના ચક્રથી આક્રમિત કરાયું છે સકલ પૃથ્વીવલય જેના વડે એવો ઘણાં ગુણવાળો પ્રિયંકર ચક્રવર્તી રાજા, નવનિધિપતિ, ચૌદરત્નોનો સ્વામી થયો. સ્કુરાયમાન કરાયેલ કિરણના સમૂહથી, વિસ્તારિત કરાયેલ રોમ કૂપથી, સૂર્યની જેમ જિતાયું છે તેજ જેના વડે એવું આ ચક્રરત્ન અહીં સેવા માટે ઉપસ્થિત થયું છે એમ જણાય છે. તરુણ તમાલપત્ર જેવી કાંતિવાળું, વૈરીઓના મસ્તકને કાપનાર, પ્રકાશિત કરાયેલી જીભવાળો જાણે યમરાજ ન હોય એવું ખગ રત્ન તેની સેવામાં તત્પર જણાય છે. ઉપર નીચે ઉકળાટ, જળ, અને ધૂળને રોકનાર, તડકાને રોકનાર, લક્ષ્મીદેવી વડે કરાયેલ કમળમાં સ્થાપિત એવું છત્રરત્ન તેની સેવા માટે આવેલું જણાય છે. હંમેશા પણ દુર્ગમ એવા નદીના જળ તરવા વગેરેમાં જેનો ઉપયોગ છે એવું ચર્મરત્ન સંપૂર્ણ પુણ્યવાળા ચક્રવર્તીને ઉત્પન્ન થયું. તથા પર્વતને ચૂરો વગેરે કાર્યો કરવામાં દુર્લલિત, કિરણના સમૂહને છોડતું, આકશમંડળને શોભાવતું એવું ઉદંડ દંડરત્ન પ્રાપ્ત થયું. સૂર્યના કિરણોનો વિષય ન બને તેવી ગુફામાં રહેલા અંધકારના સમૂહને ઉલેચવા ધીર સામર્થ્યવાળું, જાણે હંમેશા હાથમાં રહેલી ચંદ્રકળા ન હોય તેવું કાકિણીરત્ન તેને પ્રાપ્ત થયું. શ્રીદેવીના મુગુટસમાન, સ્કુરાયમાન કિરણવાળું, નવા મેઘના શ્યામ અંધકારના સમૂહનો ચૂરો કરવામાં પ્રસિદ્ધ માહભ્યોવાળું એવું મણિરત્ન તેને પ્રાપ્ત થયું. હાથીની ઊંચાઈથી પરાભવ પામેલો નિલગિરિ જાણે નમ્યો ન હોય, વિંઝાતા સુંદર ચામરથી શોભતું, મદ ઝરાવતું એવું તેને ગજરત્ન પ્રાપ્ત થયું. અસ્મલિત ગતિમાન, બળવાન, મન જેવી ઝડપવાળો, ઊંચો, વાયુની જેમ સંપૂર્ણ એવો અશ્વર તેના પુણ્યોથી સેવાને માટે હાજર થયો. શત્રુ માટે ભયાનક, પ્રબળ શૂરવીરને માટે કાળ સમાન, પરાભવ કરાયા છે ઘણા શૂરવીરો જેનાવડે એવો સેનાપતિ તેને પ્રાપ્ત થયો. તથા દાનવ-માનવથી કરાયેલ ઉપદ્રવની શાંતિ કરવા સમર્થ, એકમાત્ર શક્તિથી પૂર્ણ હિત અને નિમિત્તનું શ્રવણ કરાવવા માટે તેને પુરોહિત પ્રાપ્ત થયો. તેને તત્કાળ અભિલષિત ઇદ્રના નિવાસનું અનુકરણ કરે તેવા ભવનો બનાવનારો, જેનું માહભ્ય વધ્યું છે એવો વિશ્વકર્મા સમાન સુથાર થયો. જવાબદારી વહન કરનાર, વિશ્વાસપૂર્વક વ્યવહાર ચલાવનાર, સ્વામીના ગૃહકાર્યમાં તત્પર, લોકાચારમાં સુકુશળ એવો ગાથાપતિ = રસોઈયો તેને પ્રાપ્ત થયો. સર્વાગે લાખો લક્ષણોથી લક્ષિત, પતિના ચિત્તને રંજન કરવામાં દક્ષ, રત્નોની પ્રજાને પણ ઝાંખુ પાડનાર એવું રમ્ય સ્ત્રીરત્ન પ્રાપ્ત થયું. (૩૫૭). તે તેને પંદુકનિધિ યથાકાલ અસ્મલિત ક્રમથી શાલિ-જવ વગેરે સર્વજાતિના ધાન્યો અર્પણ કરે છે. તેની કુંડલ-તિલક-અંગદ અંગુઠી (વીંટી) મણિમુકુટ અને સુંદર હાર વગેરે દિવ્ય અલંકાર વિધિ (વ્યવસ્થા) પિંગલનિધિ કરે છે. સુગંધના ભરથી ભરાઈ છે દિશાઓ જેનાવડે, સર્વ ઋતુઓના ઉજ્વલિત અને વિકસિત દળવાળા પુષ્પો ચંદન વગેરે માલ્યની કાલનિધિવડે Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ ઉપદેશપદ : ભાગ-૨ વ્યવસ્થા કરાય છે. સુંદર સતત વાગતા શ્રવણને સુખદાયક આવાજવાળી એવી વિવિધ અસંખ્ય વાજીંત્રની સામગ્રી શંખનિધિ તેને પુરી પાડે છે. જુદી જુદી રચનાવાળા, રોગને હરનારા એવા તૈયાર કરેલા ચિનાઈ વસ્ત્રો પઘનિધિ અર્પણ કરે છે. ઘરમાં સીસું, તાંબુ, ચાંદી, મણી, સુવર્ણ વગેરેથી ઘડેલા જે ઉપકરણો છે તે મહાકાલનિધિ પુરા પાડે છે. સુંદર તલવાર-તૌમરશર (બાણ) ચક્ર, ભુસુંડી, ભિંડમાલ વગેરે યુદ્ધમાં સમર્થ એવો શસ્ત્રોનો સરંજામ માણવકનિધિમાંથી પ્રાપ્ત થાય છે. સુકુમાલ સ્પર્શથી યુક્ત, શરીરને સુખ આપનારા એવા શયન, આસન આદિ ઘણી ભક્તિથી યુક્ત નૈસર્ષનિધિથી પ્રાપ્ત થાય છે. બીજે ક્યાંયથી જે વસ્તુ પ્રાપ્ત ન થાય તે વસ્તુ સર્વરત્નમયનિધિમાંથી પ્રાપ્ત થાય છે. આમ તેના ઉગ્રપુણ્યથી સર્વ પણ વંછિત અર્થની સિદ્ધિ થાય છે. પોતાનો જ બીજો જીવ ન હોય! તેમ ઉત્તમ મંત્રીપુત્ર તેના વિશ્વાસનું એક માત્ર સ્થાન અને સ્વાભાવિક નિબિડ પ્રેમનું પાત્ર થયો. સરળતા અને હિતકારકતા એવા યથાર્થ નામને વહન કરનારી, સૌદયરૂપી રત્નોની ખાણ એવી બત્રીશહજાર સુંદરીઓ તેની પત્નીઓ થઈ. દેવીઓના રૂપને પરાભવ કરનારી બીજી આટલી પ્રધાનપુત્રી સ્ત્રીઓનો સ્વામી થયો. અનેક ખેટ, કર્બટ, મંડબ, ગ્રામ, નગરાદિથી સંકીર્ણ ભૂમિને ભોગવીને તેણે અનેક લાખ પૂર્વ વર્ષો પસાર કર્યા. (૩૭૦). હવે કોઇકવાર શિવંકર નામના તીર્થંકર ત્યાં સમોવસર્યા. તેની પ્રવૃત્તિમાં નિયુક્ત કરાયેલા પુરુષોવડે જલદીથી રાજા જણાવાયો કે, હે દેવ! તમારા ઉદ્યાનમાં ત્રણ જગતની લક્ષ્મીને ધારણ કરતા, સકલ જગતના જીવોને વિષે વાત્સલ્યને ધરતા એવા તીર્થકર તત્કાળ સમવસર્યા છે. તત્કણ જ સાડાબાર લાખ સુવર્ણ વૃત્તિદાનમાં અપાવે છે અને આટલા ક્રોડ સુવર્ણ પ્રીતિદાનમાં અપાવે છે. દેવ, દાનવના સમૂહ વડે સમોવસરણ રચાયે છતે અંતઃપુર સહિત, પુત્રો સહિત, પરિજન સહિત તે ચક્રવર્તી રાજા નગરમાંથી નીકળ્યો અને સ્વામીને અભિવંદન કર્યું અને મોક્ષસાધક ધર્મ સાંભળ્યો. તત્કાળ જ ઉલ્લસિત થયો છે વિપુલ ભાવ જેને એવો ચક્રવર્તી આ પ્રમાણે પૂછે છે. આ રાજ્યની અંદર આ મંત્રીપુત્ર મને કેમ આટલો બધો મનપ્રિય છે? પછી ભગવાને કહ્યું: આનાથી આગલા આઠમાં ભવમાં પોપટના ભવને પામેલો હતો અને આ મંત્રી પુત્ર તારી પત્ની પોપટીના ભાવમાં હતો. ઈત્યાદિ વૃત્તાંત કહ્યા પછી પ્રિયંકર ચક્રવર્તીને જાતિસ્મરણ જ્ઞાન થયું અને મનમાં દઢ વૈરાગ્યને પામ્યો. પછી બે હાથના સંપુટને જોડીને ત્રણ ભુવન માટે સૂર્ય સમાન તીર્થકરને આ પ્રમાણે વિનવે છે કે, હે ભગવન્! પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને હમણાં આપની પાસે સર્વ પ્રાર્થિત અર્થોનું મૂળ એવું પરમવ્રત લેવા ઇચ્છું છું. પછી ભગવાને પણ કહ્યુંઅહીં વિલંબ કરવો ઉચિત નથી. કેમકે ઉત્તમ પુરુષોને મોક્ષને છોડીને બીજી કોઈ વસ્તુ પ્રાર્થના કરવા યોગ્ય નથી. દેવ-ગુરુ-ધર્મનો પ્રકૃષ્ટ સંયોગ છે જેને એવો પ્રિયંકર ચક્રવર્તી પુત્રને પોતાના સ્થાને સ્થાપીને Page #482 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૭૫ સર્વ ભુવનને સુવિસ્મય કરનારું એવું વ્રત સ્વીકારે છે. અને તે પણ મિત્ર તેની સાથે જ સમ્યમ્ વ્રતને સ્વીકારે છે. કાળથી કેવળજ્ઞાન મેળવીને બંને પણ મોક્ષને પામ્યા. ધર્મ વ્યાપારના અભ્યાસના વશથી પ્રતિભવમાં ક્ષીણ થતો છે મોહમલ્લ જેનો, વધતી છે કુશળ ક્રિયા જેઓની એવા તે બે મોક્ષને સાધનારા થયા. ગાથાનો શબ્દાર્થ-કોઈક પોપટે આશ્રમંજરીઓથી જિનેશ્વરના પ્રતિમાની પૂજા કરી હતી અને તેનું મરણ થયું અને તે કુંડલ સ્વપ્નથી સૂચિત રાજપત્નીનો પુત્ર થયો. તથા તેના જન્મ સમયે નાળ દાટવાને માટે ભૂમિને ખોદતા તેમાંથી નિધિ નીકળ્યો. તેનું નિધિકુંડલ એ પ્રમાણે નામ કરાયું અને કળા ભણ્યો. યૌવનને પ્રાપ્ત કર્યું. સ્ત્રી વિષે રાગી ન થયો. (૯૭૪) એ પ્રમાણે પોપટી પણ બીજા નગરમાં રાજપુત્રી થયે છતે જેના અસાધરણ ગુણો સાંભળવામાં આવ્યા છે એવા નિધિકુંડલ રાજપુત્રને છોડીને બીજા કોઈપણ પુરુષ ઉપર રાગી ન થઈ. તેણે પોતાના મનનો ભાવ છૂપાવી રાખ્યો. પછી વડીલજનને ચિંતા થઈ. પુરુષના અનુરાગને વિષે મંત્રીને જ્ઞાન થયે છતે સાંઢણીઓ ઉપર દૂતોને સર્વત્ર મોકલવામાં આવ્યા. નામ સ્થાપનાદિરૂપ પ્રતિછંદકોમાં આલેખાયેલા રાજપુત્રોનું દર્શન કરાવવામાં આવ્યું (૯૭૫) અને નિકિંડલને પણ સ્વપ્નમાં દર્શન થયે છતે તેના ઉપર રાગ થયો. અને તેની (નિધિકુંડલની) કીર્તિ સાંભળવાથી રાજપુત્રીને પણ તેના ઉપર રાગ થયો એમ અપિ શબ્દનો અર્થ છે, અર્થાત્ પરસ્પર રાગ થયો. ઇતિ શબ્દ છંદપૂર્તિ માટે વાપરવામાં આવ્યો છે. પ્રતિબિંબરૂપ (ચિત્ર)ના દર્શનથી જ્ઞાન થયે છતે કન્યાનું વરણ થયું. પછી કન્યાનો લાભ થયો. વિવાહ માટે જતા નિધિકુંડલનું અટવીની અંદર જતાં અશ્વથી હરણ થયું. ઈતિ શબ્દ પૂર્વની જેમ જાણવો. (૯૭૬) મંત્રના અર્થી કાપાલિકે પુરંદરયશાનું હરણ કર્યું અને ઘાતને માટે મંડલમાં સ્થાપિત કરી. એટલામાં નિધિકુંડલને પુરંદરયશાના દર્શન થયા અને તેનો છૂટકારો થયો અને સસરાને ઘરે જઈને વિવાહ કર્યો. ભોગો પ્રાપ્ત થયા અને કોઈક વખત પિતાનો વધ થયો. નિધિ કુંડલે રાજ્ય મેળવીને જિનમંદિર બંધાવ્યું અને તીર્થંકરની પાસે દીક્ષા લીધી. (૯૭૭) પછી સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો અને પત્નીની સાથે ત્યાં ભોગો પ્રાપ્ત થયા અને ત્યાંથી અવીને લલિતાંગ નામનો રાજપુત્ર થયો. કલા ગ્રહણ કરી અને યૌવન પ્રાપ્ત કર્યું. ઈતિ શબ્દ પૂર્વવત્ જાણવો. પુરંદરયશાનો જીવ રાજપુત્રી થયો. સ્વયંવર રચાયો અને તેમાં ઘણાં રાજપુત્રો આવ્યા. (૯૭૮). રાજપુત્રો ભેગાં થયા ત્યારે ચારે કળાસંબંધી પ્રશ્નો પૂછડ્યા. કેવી રીતે? તેને કહે છે– જ્યોતિષ-વિમાન-ધનુર્વિદ્યા અને ગરુડ વિદ્યામાં જેની વિશેષતા છે તે મને પરણશે. પછી Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ ઉપદેશપદ : ભાગ-૨ ધનુર્વિદ્યામાં લલિતાંગનો અતિશય જોયે છતે તેના ઉપર રાગ પ્રકટ થયો. આ અરસામાં અતિતીવ્ર કામથી પીડાયેલા કોઈક વિદ્યાધરે ઊડીને તેનું અપહરણ કર્યું. (૯૭૯) પછી જ્યોતિષ વિદ્યાના સ્વામીને જ્ઞાન થયું કે આ પુરંદરયશા જીવે છે અને અમુક સ્થાનમાં છૂપાવીને રખાઈ છે. વિમાનવિદ્યા જાણનાર રાજાએ વિમાન તૈયાર કર્યું. પછી ધનુર્વિદ્યાથી લલિતાગે વિદ્યાધરને જીતીને પાછી લઈ આવ્યો. આવેલી તુરત તે સર્પવડે ડસાઈ. ગારુડવિદ્યાને જાણનારે તેને સાજી કરી. આને કોની સાથે પરણાવવી. એમ પિતાને ચિંતા થઈ. જન્માંતર સંબંધી રાજપુત્રીને જે જ્ઞાન હતું તે અનુસાર રાજપુત્રીવડે અગ્નિમાં પ્રવેશ કરવા સ્વરૂપ આદેશ કરાયો. (૯૮૦) લલિતાગે તેનો સ્વીકાર કર્યો. પછી અગ્નિ પ્રકટાવાયે છતે ચિતામાંથી નીકળી પૂર્વ ખોદેલી સુરંગમાંથી નીકળી તેને પરણ્યો. ઈતિ પૂર્વની જેમ. માતા-પિતાને સંતોષ થયો. અને બીજાઓને બોધ આપ્યો કે રાજપુત્રી અનેકની સાથે કેવી રીતે પરણાવાય? પછી તેઓને ભોગો પ્રાપ્ત થયા. ક્યારેક શરદત્રઋતુનો વાદળ રચાયો. તેના સંબંધી વિચારણા થઈ. નિર્વેદ પામી બંનેએ તીર્થંકરની પાસે દીક્ષા લીધી. (૯૮૧) પછી ઇશાન દેવલોકમાં જન્મ થયો અને ભોગો પ્રાપ્ત થયા. ત્યાંથી આવીને દેવસેન નામનો રાજપુત્ર થયો. કળા ભણ્યો અને યુવાન થયો. પેલી ઉન્માદયંતી ચંદ્રકાંતા નામની વિદ્યાધર પુત્રી થઈ. તેને દેવસેનના ગુણો સાંભળવાથી રાગ થયો. (૯૮૨) તેનો દેવસેન ઉપર રાગ નહીં ઘટે છતે વિદ્યાધરો તરફથી તેની મશ્કરી થઈ. જેમકે-“ભૂચર મનુષ્ય આકાશગમનાદિ લબ્ધિથી રહિત હોય છે અને વિવાદિથી પણ અસમાન છે, આવો અસમાન પતિ તેના ચિત્તમાં વસે છે.” પ્રતિછંદમાં ચાંડાલણી છે એ પ્રમાણે નામ સ્થાપીને તેનું રૂપ બતાવવામાં આવ્યું તો પણ દેવસેનનો તેના ઉપરનો રાગ જાણીને રાજાએ વિવાહ કરી આપ્યો. (૯૮૩) ભૂમિચરના નગરમાં ગયેલી હોવા છતાં વિદ્યાધર સંબંધી પુષ્પ, તાંબુલ, વસ્ત્રો વગેરે પિતા વડે મોકલાવાયે છતે ભોગ થયો. પછી એક વખત સેવકોના પ્રમાદથી તાજા ફૂલો વગેરેની પ્રાપ્તિ ન થઈ ત્યારે પ્લાન ફૂલો વગેરેથી ભોગ કર્યો. સખીઓને હસવું આવ્યું કે તું પિતાને વહાલી નથી રહી નહીંતર પુષ્પાદિ માલ્ય આવું જ્ઞાન કેમ હોય? પછી તે સંવેગ પામી. અરિહંતનું આગમન થયું અને દીક્ષાની પ્રાપ્તિ થઈ. (૯૮૪) દેવસેન બ્રહ્મદેવલોકનો ઇંદ્ર થયો અને દેવલોકના ભોગો પ્રાપ્ત થયા. ત્યાંથી વીને રાજપુત્ર પ્રિયંકર ચક્રવર્તી થયો. અને આ ચંદ્રકાંતા મંત્રીપુત્ર થઈ. અતિશય પ્રીતિથી પરસ્પર ચિંતા થઈ કે આપણે બંનેનો કોઈક જન્માંતરમાં બંધાયેલો સ્નેહ હોવો જોઈએ. Page #484 -------------------------------------------------------------------------- ________________ 6पहेशप : भाग-२ ४५७ (૯૮૫) અરિહંતનું આગમન થયું. પૃચ્છા કરી. ભગવાને પૂર્વનો ભવ બતાવ્યો, ત્યારે સંવેગ થયો. પછી ચારિત્રનો પરિણામ થયો. ઇતિ શબ્દ પૂર્વની જેમ જાણવો. પછી દીક્ષા લઈ વિચિત્ર અભિગ્રહોનું પાલન કર્યું. પછી ક્ષપકશ્રેણી માંડી કેવળજ્ઞાન મેળવ્યું અને પછી સર્વકર્મો ખપાવી સિદ્ધ થયા. (૯૮૬) ધર્મક્રિયા સંબંધી અભ્યાસમાં પોપટનું ઉદાહરણ પૂર્ણ થયું. भावब्भासाहरणं, णेयं अच्चंततिव्वभावोत्ति । णिव्वेया संविग्गो, कामं णरसुंदरो राया ॥९८७॥ अथ भावाभ्यासोदाहरणं ज्ञेयमत्यन्तमतीव तीव्रभाव उत्कटपरिणामः। इतिः पूर्ववत् । निर्वेदात् स्वयमेव विहितासमञ्जसव्यापारोद्वेगरूपात् संविग्नो मोक्षाभिलाषुकः काममत्यर्थं नरसुन्दरो राजा ॥९८७॥ હવે ભાવ અભ્યાસનું ઉદાહરણ કહેવાય છે. ભાવ એટલે અત્યંત ઉત્કટ પરિણામ. ઈતિ શબ્દ પૂર્વવત્ જાણવો. સ્વયં જ કરેલા અસંમજસ વ્યાપારથી ઉદ્વેગ પામેલો નરસુંદર २. अत्यंत संवे। पाभ्यो. (८८७) अथैतद्वक्तव्यतामेव संगृह्णन् गाथासप्तकमाहणगरी उ तामलित्ती, राया णरसुंदरो ससा तस्स । बंधुमई परिणीया, अवंतिरण्णा विसालाए ॥९८८॥ अइरागपाण वसणे, मंडलणास सचिवऽण्णठावणया । मत्तपरिट्ठावणमुत्तरिजलेहो अणागमणं ॥९८९॥ मयविगम लेह कोवे, देवीविण्णवण तामलित्तगमो । उजाणरायठावण, देविपवेसे णिवागमणं ॥९९०॥ भुक्खा कच्छगे कक्कडि, तेणऽवदार लउडेण मंमम्मि । मोहो रायागमऽवट्ट चक्क कोट्टाए अवणयणं ॥९९१॥ रायादसण मग्गण, देवी आहवण णिउणमग्गणया । दिटे देवीसोगो, अग्गी रण्णो उणिव्वेओ ॥९९२॥ धी भवठिई अणसणं, इमीए मो आगमम्मि पणिहाणं । मरणं बंभुववाओ, ओसरणे सामिपासणया ॥९९३॥ दंसणसंपत्ती भवपरित्तया सुहपरंपरजिणणं । गइदुगविगमो मोक्खो, सत्तमजम्मम्मि एयस्स ॥९९४॥ Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ઉપદેશપદ : ભાગ-૨ નરસુંદરરાજાનું કથાનક તાપ્રલિપ્તિ નામની નગરી હતી અને નરસુંદરરાજા તે નગરીનું પાલન કરે છે. નરસુંદરરાજાને બંધુમતી નામે બહેન હતી. અને તે વિશાળ ઉજ્જૈન નગરીમાં માલવમંડળના ઈદ્ર સમાન પૃથ્વીચંદ્ર નામના અવંતીરાજની સાથે પરણાવાઈ. (૯૮૮) રાજાનો તેની ઉપર અત્યંત રાગ થયો. ક્ષણ પણ વિરહને સહન કરતો નથી અને મદ્યપાન કરતો થઈ ગયો. પછી અતિ રાગ અને મદ્યપાનનો વ્યસની થયે છતે રાજકાર્યની ચિંતામાં ઉપેક્ષા થઈ. અને સર્વત્ર દેશની ચિંતા કરનારા અધિકારીઓ પ્રમાદી થયા. ચોરો નિર્ભય મનવાળા થઈ લૂંટવા લાગ્યા. સીમાળાના રાજાઓ સીમના ગામોને લૂંટવા લાગ્યા. આ પ્રમાણે મંડળનો નાશ થતો જોઈને સચિવે વિચાર્યું કે, મંડલ ભય પામ્યું હોય, ઉત્ક્રાન્ત થયું હોય, હાહાકાર મચી ગયો હોય, અચેતન જેવો થયો હોય ત્યારે જો રાજા રક્ષણ ન કરે તો આખું મંડલ ક્ષણથી વિનાશ પામે છે. તથા જેમ વૃક્ષોનો આધાર તેના મૂળ ઉપર છે તેમ પ્રધાન મંડળનો આધાર રાજા છે. તેથી રાજા ભ્રષ્ટ થયો હોય તો પુરુષ (પ્રજા)નો પ્રયત્ન શું કામ આવે? અને જે ધાર્મિક હોય, જેના વડવાઓની કુળની પરંપરા વિશુદ્ધ હોય, પ્રતાપી હોય, ન્યાયવાન હોય તેવો રાજા કરવો જોઈએ. એ પ્રમાણે વિચારીને તેના પુત્રને તેના પદે સ્થાપન કર્યો. પછી સચિવે બંધુમતીની સાથે સૂતેલા રાજાનો મોટા નિર્જન વનમાં ત્યાગ કરાવ્યો. અને તેના ઉત્તરીય વસ્ત્રમાં લેખ લખાવ્યો કે ફરીથી તમારે અહીં ન આવવું એ જ તમારે માટે હિતાવહ છે. (૯૮૯) પછી મદનો નશો ચાલ્યો ગયો ત્યારે લેખ જોયો અને તેને ગુસ્સો થયો. જેમકે-હું પોતાના જ પરિજન વડે રાજ્યથી ભ્રષ્ટ કરાયો માટે પરિજનનું નિર્ધાટન કરવું ઉચિત છે. પછી બંધુમતી દેવીએ વિનંતિ કરી કે, હે દેવ! ક્ષીણ પુણ્યોને આવી અવસ્થા પ્રાપ્ત થાય છે, માટે પરિવારનું નિર્ધાટન કરશો તો પણ કાર્યસિદ્ધિ નહીં થાય તેથી તામ્રલિપિ જવું ઉચિત છે. બંને પણ તાપ્રલિમિ તરફ ચાલ્યા. ક્રમથી તે નગરીની નજીક પહોંચ્યા. રાજાને ઉદ્યાનમાં રાખીને રાણી નગરની અંદર ગઈ. નરસુંદર રાજાએ બહેનના પતિનું સ્વાગત કરવા તૈયારી કરી. અને તે માલવમંડળના રાજાને તત્ક્ષણ જ અતિભૂખ લાગી. પછી ચીભડાં લેવા વાડામાં ગયો. વાડાના રખેવાળે આ છીંડામાંથી પ્રવેશ્યો છે તેથી આ ચોર છે એમ સમજીને લાકડીથી મર્મ સ્થાનમાં હણ્યો. પછી તે મૂચ્છિત થયો. નરસુંદર રાજાનું ત્યાં આગમન થયું. ઘોડાઓના તીક્ષ્ણરથી ઉડેલી ધૂળથી ચારેદિશાઓમાં અંધકાર છવાયો. સૈનિકલોકની દૃષ્ટિ સંચારમાં અત્યંત ઝાંખપ થઈ. રાજમાર્ગના બહારના ભાગમાં મૂચ્છિત થઈને પડેલા રાજાને કોઈએ જોયો નહીં અને નરસુંદરરાજાના તલવારની ધાર કરતા Page #486 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૭૯ અતિતીર્ણ રથના પૈડાની ધારથી અવંતિ રાજાનું માથું કપાઈ ગયું. (૯૯૧) પછી નરસુંદર રાજાએ અવંતીરાજને ક્યાંય પણ જોયા નહીં ત્યારે તેણે ચારેબાજુ તપાસ કરાવી છતાં પણ જ્યારે ક્યાંય ન મળ્યા ત્યારે દેવીને (પોતાની) બહેનને બોલાવી. પછી ગાઢ તપાસ કરાવી ત્યારે ઘણાં ધૂળથી ખરડાયેલા શરીરવાળો રાજા કોઈક રીતે મળ્યો. અને તે તેવી અવસ્થામાં પ્રાપ્ત થયો ત્યારે દેવીને શોક થયો. પતિના મડદાને પોતાના ખોળામાં મૂકીને ચિતામાં બળીને ખાખ થઈ. તેથી નરસુંદરરાજાને સંસાર ઉપરથી ભારે નિર્વેદ થયો. (૯૯૨) કેવી રીતે નિર્વેદ થયો?—ધિક્ ભવસ્થિતિ નિંદ્ય છે જે આવા પ્રકારના અનર્થના સમૂહને ઉત્પન્ન કરે છે. ત્યાર પછી નરસુંદરરાજાએ સર્વ આહારના ત્યાગ રૂપ અનશન સ્વીકાર્યું. અનશનને અંતે બ્રહ્મદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. સમવસરણમાં તીર્થંકરનું દર્શન થયું (૯૯૩) અને ત્યાં સમોવસરણમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરી. ત્યારપછી ભવને સીમિત કર્યું. સુખની પરંપરાને ઉપાર્જન કરી, અર્થાત્ વિશિષ્ટ, વિશિષ્ટતર તથા વિશિષ્ટતમ સુખોને ભોગવીને નરક અને તિર્યંચ બે ગતિને કાપીને સાતમા ભાવમાં નરસુંદર રાજાનો મોક્ષ થયો. (૯૯૪). अथैतदनुष्ठानत्रयमपि कथञ्चिदेकमेवेति दर्शयन्नाह[एवं विसयगयं चिय, सव्वेसिं एसिं हंतणुढाणं । णिच्छयओ भावविसेसओ उ फलभेयमो णेयं ॥९९५॥] एवमुक्तनीत्या विषयगतमेव' मोक्षानुकूलभावप्रतिबद्धमेव 'सर्वेषां' त्रयाणामप्येतेषां कुरुचन्द्रादीनां, हन्तेति वाक्यालङ्कारे, 'अनुष्ठानं मातापितृविनयादिकृत्यं निश्चयतो' निश्चयप्रापकाद् व्यवहारनयात् । यद्येवं कथमित्थं फलविशेषः सम्पन्न इत्याशक्याह-'भावविशेषतस्तु' भावस्य भववैराग्यलक्षणस्य यो विशेषस्तारतम्यलक्षणતમાન્ પુનઃ “નમે પાનનાનાä, “મો' પ્રવત્ દૃષ્ટવ્ય | યથા માધુર્યसामान्येऽपीक्षुरसखण्डशर्करावर्षागोलकानां वर्षोलकानां) नानारूपो विशेषः, तथा सामान्येन भववैराग्ये सत्यपि सतताभ्यासादिष्वनुष्ठानेष्वन्योऽन्यं भावभेदो वर्त्तते, तस्माच्च फलविशेष इति ॥९९५॥ હવે આ ત્રણે પ્રકારનું અનુષ્ઠાન કોઇક રીતે એક જ છે એમ બતાવતા ગ્રંથકાર કહે છે– ગાથાર્થ–આ પ્રમાણે કુરુચંદ્ર વગેરે બધાનું અનુષ્ઠાન નિશ્ચયથી વિષયગત જ છે. ભાવવિશેષથી ફલભેદ જાણવો. १ इयमपि गाथा क्वचनादर्शपुस्तकेष्वस्मत्समीपस्थेषु नोपलब्धा । टीकामुपजीव्य त्वत्रोपनिबद्धा । एवमन्यत्रापि सर्वत्र कोष्ठकलिखितेषु मूलपाठेषु टीकापाठेषु च विज्ञेयम् । Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ ઉપદેશપદ : ભાગ-૨ ટીકાર્ય–આ પ્રમાણે-(૯૫૧મી ગાથામાં) કહેલી નીતિથી. નિશ્ચયથી નિશ્ચયને પ્રાપ્ત કરાવનાર વ્યવહારનયથી. વિષયગત–મોક્ષને અનુકૂળભાવથી પ્રતિબદ્ધ. ભાવવિશેષથી–ભવવૈરાગ્યરૂપ ભાવની તરતમતાથી. ભાવાર્થ-(૯૫૧મી ગાથમાં) કહેલી નીતિથી કુચંદ્ર વગેરે બધાનું અનુષ્ઠાન નિશ્ચયને પ્રાપ્ત કરવનાર વ્યવહારનયથી મોક્ષને અનુકૂળભાવથી પ્રતિબદ્ધ (યુક્ત) છે. પ્રશ્ન–જો બધાનું અનુષ્ઠાન મોક્ષને અનુકૂળ ભાવથી પ્રતિબદ્ધ છે તો આ પ્રમાણે ફલમાં ભેદ કેમ થયો? ઉત્તર=ભવવૈરાગ્ય રૂપ ભાવની તરતમતાથી ફલમાં ભેદ જાણવો. જેમકે ઇક્ષરસ, ખાંડ, સાકર, અને વર્ષાગોલકમાં (? વર્ષોલકમાં) સામાન્યથી મધુરતા હોવા છતાં તરતમતા છે, તેમ પ્રસ્તુતમાં સામાન્યથી વૈરાગ્ય હોવા છતાં સતતાભ્યાસ વગેરે અનુષ્ઠાનોમાં પરસ્પર ભાવભેદ રહેલો છે, અને એ ભાવભેદથી ફલમાં ભેદ છે. (૯૯૫) यत एवम्सम्माणुटाणं चिय, ता सव्वमिणंति तत्तओ णेयं । ण य अपुणबंधगाई, मोत्तुं एवं इहं होइ ॥९९६ ॥ सम्यगनुष्ठानमेवाज्ञानुकूलाचरणमेव, 'तत्' तस्मात् 'सर्च' त्रिप्रकारमपि इदमनुष्ठानं 'तत्त्वतः' पारमार्थिकव्यवहारनयदृष्ट्या ज्ञेयम् । अत्र हेतुमाह-'न च' नैव यतोऽपुनबन्धकादीन् अपुनर्बन्धकमार्गाभिमुखमार्गपतितान् मुक्त्वा एतदनुष्ठानमिहैतेषु जीवेषु भवति । अपुनर्बन्धकादयश्च सम्यगनुष्ठानवन्त एव ॥९९६॥ જેથી આ પ્રમાણે છે ગાથાર્થ–તેથી આ ત્રણે પ્રકારનું અનુષ્ઠાન તત્ત્વથી સમ્યગું અનુષ્ઠાન જ જાણવું. જીવોમાં અપુનબંધક આદિને છોડીને આ અનુષ્ઠાન ન હોય. ટીકાર્યતત્ત્વથી–પારમાર્થિક વ્યવહારનયની દૃષ્ટિથી. સમ્યગું અનુષ્ઠાન–આજ્ઞાને અનુકૂલ આચરણ. ભાવાર્થ-તેથી (=મોક્ષને અનુકૂલ ભાવથી પ્રતિબદ્ધ હોવાથી) આ ત્રણે પ્રકારનું અનુષ્ઠાન પારમાર્થિક વ્યવહારનયની દૃષ્ટિથી આજ્ઞાને અનુકૂળ આચરણ જ છે. આમાં હેતુને કહે છે–કારણ કે જીવનમાં અપુનબંધક આદિને છોડીને આ અનુષ્ઠાન ન હોય, અર્થાત અપુનબંધક આદિ જીવોમાં જ આ અનુષ્ઠાન હોય. અપુનબંધક વગેરે જીવો સમ્યગું અનુષ્ઠાનવાળા જ હોય. (૯૯૬) Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૮૧ ઉપદેશપદ : ભાગ-૨ एयं तु तहाभव्यत्तयाए संजोगओ णिओगेणं । तह सामग्गीसझं, लेसेण णिदंसियं चेव ॥९९७॥ एतत्त्वनुष्ठानं तथाभव्यत्वादिसंयोगतो 'नियोगतो' नियमेन भवति । तत्र तथाभव्यत्वं वक्ष्यमाणमेव, आदिशब्दात् कालनियतिपूर्वकृतकर्मपुरुषकारग्रहः । अत एवाह-'तथा' तत्प्रकारा या 'सामग्री' समग्रकालादिकारणसंयोगलक्षणा तत्साध्यम्, एकस्य कस्यचित् कारणत्वायोगात् । एतच्च 'लेशेन' संक्षेपेण 'निदर्शितमेव' प्रकटितमेव ॥९९७॥ ગાથાર્થ–આ અનુષ્ઠાન નિયમા તથાભવ્યત્યાદિના સંયોગથી થાય છે. આ અનુષ્ઠાન તેવા પ્રકારની સામગ્રીથી સાધ્ય છે. આ સંક્ષેપથી પૂર્વે બતાવ્યું જ છે. ટીકાર્થ–તથાભવ્યતાદિના સંયોગથી–તથાભવ્યત્વનું સ્વરૂપ હવે પછી કહેવાશે. આદિ શબ્દથી કાળ, નિયતિ, પૂર્વકૃતકર્મ અને પુરુષાર્થનું ગ્રહણ કરવું. સામગ્રી-કાળે વગેરે સર્વકારણોનો સંયોગ. ભાવાર્થ-આ અનુષ્ઠાન નિયમો તથાભવ્યત્યાદિના સંયોગથી થાય છે. આનું કારણ એ છે કે આ અનુષ્ઠાન તેવા પ્રકારની સામગ્રીથી ( કાળ વગેરે સર્વ કારણોના સંયોગથી) સાધી શકાય તેવું છે. કારણ કે આ અનુષ્ઠાનનું કોઈ એક કારણ નથી. આ વિષય પૂર્વે संक्षेपथी ४uव्यो ४ छ. (८८७) यथा तन्निदर्शनं तथैव स्फुटयतिदइवपुरिसाहिगारे, अत्थावत्तीए गरुयणयणिउणं । परिभावेयव्वं खलु, बुद्धिमया णवरि जत्तेण ॥९९८॥ दैवपुरुषाधिकारे "एत्तो य दोवि तुल्ला, विन्नेया दइवपुरिसगारावि । इहरा उ निप्फलत्तं, पावइ नियमेण एगस्स" इत्यादि प्रागुक्तलक्षणेऽर्थापत्त्या सर्वकार्याणां तदधीनत्वप्रतिपादनलक्षणया 'गुरुकनयनिपुणं' प्रधानयुक्तिसन्दर्भितम् परिभावयितव्यम्, खलुक्यालङ्कारे, 'बुद्धिमता' पुरुषेण, 'नवरं' केवलं यत्नेनादरेणेति ॥९९८॥ આ વિષય જેવી રીતે બતાવ્યો છે તે જ રીતે સ્પષ્ટ કરે છે– ગાથાર્થ–દેવ-પુરુષાર્થના અધિકારમાં અર્થપત્તિથી આ વિષય જણાવ્યો છે. કેવળ બુદ્ધિમાન પુરુષે આ વિષયને આદરથી પ્રધાન યુક્તિઓથી યુક્ત થાય તે રીતે વિચારવો. ૧. કાળ વગેરે પાંચ કારણોનું વર્ણન પૂર્વે ૧૬૪મી ગાથામાં આવી ગયું છે. Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ઉપદેશપદઃ ભાગ-૨ 1 ટીકાર્થ–પૂર્વે પત્તો ય હોવ તુલ્લા (ગાથા ૩૪૧) ઇત્યાદિ દેવ-પુરુષાર્થના અધિકારમાં સર્વ કાર્યો દૈવ-પુરુષાર્થને આધીન છે એવું જે પ્રતિપાદન કર્યું છે તે પ્રતિપાદન રૂપ અર્થપત્તિથી આ વિષય જણાવ્યો છે. કેવળ બુદ્ધિમાન પુરુષે આ વિષયને આદરથી પ્રધાન યુક્તિઓથી યુક્ત થાય તે રીતે વિચારવો. (૯૯૮) अथ तथाभव्यत्वमेव व्याचष्टेतहभव्वत्तं चित्तं, अकम्मजं आयतत्तमिह णेयं । फलभेया तह कालाइयाणमक्खेवगसहावं ॥९९९॥ तथाभव्यत्वं 'चित्रं' नानारूपं, भव्यत्वमेवेति गम्यते, अकर्मजमकर्मनिर्मितमात्मतत्त्वं साकारानाकारोपयोगवज्जीवस्वभावभूतमिह विचारे ज्ञेयम् । अत्र हेतुःफलभेदात्तीर्थकरगणधरादिरूपतया भव्यत्वफलस्य वैचित्र्योपलम्भात् । तथेति समुच्चये। 'कालादीनां' कालनियतिपूर्वकृतकर्मणां समग्रान्तररूपाणामाक्षेपकस्वभावं संनिहितताकारकस्वभावम् ॥९९९॥ હવે તથાભવ્યત્વને જ વિશેષથી કહે છે ગાથાર્થ–વિવિધ પ્રકારનું ભવ્યત્વ જ તથાભવ્યત્વ છે. કારણ કે ભવ્યત્વનું ફળ ભિન્નભિન્ન હોય છે. તથાભવ્યત્વ કર્મનિર્મિત નથી, જીવના સ્વભાવરૂપ છે, તથા કાળ વગેરેનું સાંનિધ્ય કરવાના સ્વભાવવાળું છે. ટીકાર્થ–વિવિધ પ્રકારનું ભવ્યત્વ જ તથાભવ્યત્વ છે–આનો અર્થ એ થયો કે સર્વજીવોનું ભવ્યત્વ સમાન નથી, વિવિધ પ્રકારનું છે. દરેક જીવનું ભવ્યત્વ ભિન્ન-ભિન્ન છે. આનું કારણ જણાવતાં અહીં કહ્યું કે ભવ્યત્વનું ફળ ભિન્ન-ભિન્ન છે. કોઈ જીવ તીર્થકર થઈ મોક્ષમાં જાય છે, કોઈ જીવ ગણધર થઈને મોક્ષમાં જાય છે, તો કોઈ જીવ સામાન્ય કેવલી થઈને મોક્ષમાં જાય છે. (કોઈ જીવ મહાવિદેહક્ષેત્રમાં, કોઈ જીવ ભરતક્ષેત્રમાં, તો કોઈ જીવ ઐરાવતક્ષેત્રમાં મોક્ષમાં જાય છે. કોઈ જીવ અવસર્પિણીમાં તો કોઈ જીવ ઉત્સર્પિણીમાં મોક્ષમાં જાય છે. કોઈ જીવને અમુક નિમિત્તથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, તો બીજા જીવને તેનાથી ભિન્ન નિમિત્તથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. આમ ભિન્ન-ભિન્ન રીતે મોક્ષની અને સમ્યકત્વ વગેરેની પ્રાપ્તિ થાય છે.) આમ ભવ્યત્વનું ફલ વિવિધ પ્રકારનું જોવામાં આવે છે. (જો ભવ્યત્વ સમાન હોય તો ફળ પણ સમાન મળવું જોઈએ. ફળ સમાન મળતું નથી, ભિન્ન-ભિન્ન મળે છે, એથી ભવ્યત્વ ભિન્ન-ભિન્ન છે એમ સિદ્ધ થાય છે.) તથાભવ્યત્વ કર્મનિર્મિત નથી–તથાભવ્યત્વ કર્મનિર્મિત કેમ નથી એના જવાબમાં અહીં જણાવ્યું કે તથાભવ્યત્વ જીવના સ્વભાવરૂપ છે. જેવી રીતે જ્ઞાનોપયોગ અને Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૮૩ ઉપદેશપદ : ભાગ-૨ દર્શનોપયોગ જીવના સ્વભાવરૂપ છે તેવી જ રીતે તથાભવ્યત્વ જીવના સ્વભાવરૂપ છે. (જે જીવના સ્વભાવરૂપ હોય તે કર્મનિર્મિત ન હોય.) કાળ વગેરેનું સાંનિધ્ય કરવાના સ્વભાવવાળું છે–(પૂર્વે આ જ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે દરેક કાર્ય તથાભવ્યત્વ, કાળ, નિયતિ, પૂર્વકૃતકર્મ અને પુરુષાર્થ આ પાંચ કારણોથી થાય છે. આ પાંચ કારણોમાં તથાભવ્યત્વે મુખ્ય કારણ છે.) તથાભવ્યત્વ કાર્ય કરવા માટે ઉપસ્થિત થાય ત્યારે તે બીજા કાળ વગેરે કારણોને નજીકમાં કરે છે, એટલે કાર્યને અનુકૂળ કરે છે. (સેનાપતિ લડવા માટે યુદ્ધના મોરચામાં ઉપસ્થિત થાય એટલે સૈન્યને ત્યાં હાજર થવું જ પડે છે. શેઠ કામ કરવા લાગે એટલે નોકરી પણ કામ કરવા જ માંડે. વરરાજા પરણવા જાય ત્યારે જાન એની પાછળ જ જાય છે.) (૯૯૯) विपक्षे बाधकमाहइहराऽसमंजसत्तं, तस्स तहसभावयाए तहचित्तो । कालाइजोगओ णणु, तस्स विवागो कहं होइ ॥१०००॥ 'इतरथा' वैचित्र्याभावेऽसमञ्जसत्वमसाङ्गत्यं प्राप्नोति । कुतो, यतस्तस्य भव्यत्वस्य तथास्वभावतायामेकस्वभावत्वलक्षणायां परेणाभ्युपगम्यमानायां तथाचित्रस्तत्प्रकारवैचित्र्यवान् 'कालादियोगतः' कालदेशावस्थाभेदतो ननु निश्चितं तस्य' जीवस्य 'विपाकः' फललाभरूपः कथं भवति? न कथञ्चिदित्यर्थः ॥१०००॥ વિરુદ્ધ પક્ષમાં દોષને કહે છે ગાથાર્થ–ટીકાર્ય–જો તથાભવ્યત્વ વિવિધ પ્રકારનું ન હોય તો (ફળભેદની) સંગતિ ન થાય. જો તથાભવ્યત્વને એક સ્વરૂપવાળું સ્વીકારવામાં આવે તો જીવનો ફળલાભ કાળદેશ-અવસ્થાના ભેદથી તેવા પ્રકારની વિચિત્રવાળો કેવી રીતે થાય? અર્થાત્ ચોક્કસ કોઈ પણ રીતે ન થાય. (૧૦૦૦) ૧. તથાભવ્યત્વની મુખ્યતા સમજાય તો તથાભવ્યત્વનો પરિપાક કરવાનાં ચતુશરણ વગેરે સાધનોનું મહત્ત્વ સમજાય. ૨. કોઈ અવસર્પિણીમાં અને કોઈ ઉત્સર્પિણીમાં, કોઈ ચોથા આરામાં તો કોઈ પાંચમા આરામાં મોક્ષમાં જાય ઇત્યાદિ કાળભેદ છે. કોઈ મહાવિદેહક્ષેત્રમાં કોઈ ભરતક્ષેત્રમાં, કોઈ ઐરાવતક્ષેત્રમાં મોક્ષમાં જાય ઈત્યાદિ દેશભેદ છે. મરુદેવા માતા હાથી ઉપર બેઠા-બેઠા કેવળજ્ઞાન પામ્યા, ભરત મહારાજ આરિસા ભવનમાં, પૃથ્વીચંદ્ર રાજગાદી ઉપર બેઠા-બેઠા, ગુણસાગર લગ્નની ચોરીમાં કેવળજ્ઞાન પામ્યા, કેટલાકો કાયોત્સર્ગમાં ઊભા ઊભા કેવલજ્ઞાન પામ્યા. ઈત્યાદિ અવસ્થાભેદ છે. Page #491 -------------------------------------------------------------------------- ________________ ४८४ ઉપદેશપદ : ભાગ-૨ एसो उ तंतसिद्धो, एवं घडएत्ति णियमओ एवं । पडिवज्जेयव्वं खलु, सुहुमेणं तक्कजोगेणं ॥१००१॥ 'एष तु' कालादियोगतश्चित्रो विपाको जीवस्य 'तन्त्रसिद्धः' सिद्धान्तनिरूपितः, यथा 'तित्थयरसिद्धा अतित्थयरसिद्धा' इत्यादि, एवं भव्यत्वविचित्रतायां घटते, इतिर्वाक्यालङ्कारे, 'नियमतो' नियमेन । एवमुक्तलक्षणं वस्तु प्रतिपत्तव्यं, खलुरवधारणे, 'सूक्ष्मेण' निपुणेन 'तळयोगेन' ऋजुसूत्रादिपर्यायनयपर्यालोचेन । ऋजुसूत्रादयो हि पर्यायनयाः कारणभेदपूर्वकमेव कार्यभेदं मन्यन्ते, अन्यथा एकस्मादेव कारणात् सकलत्रैलोक्यकार्योत्पत्तिप्रसङ्गेन व्यर्थमेव कारणान्तराणां सकलजनप्रसिद्धानां परिकल्पनं स्यादिति ॥१००१॥ ગાથાર્થ–શાસ્ત્રોમાં બતાવેલો જીવનો વિવિધ ફળલાભ ભવ્યત્વ વિચિત્ર હોય તો જ ઘટી શકે. આ વિષયને સૂક્ષ્મતર્મયોગથી સ્વીકારવો. अर्थ-शास्त्रमा तित्थयरसिद्धा अतित्थयरसिद्धा तीर्थ ४२सिद्ध, मतीर्थ २सिद्ध त्यहि કાલાદિના યોગથી વિવિધ ફળલાભ જણાવ્યો છે તે ભવ્યત્વ વિચિત્ર હોય તો જ ઘટી શકે. ઉક્તવિષયને સૂક્ષ્મતર્કયોગથી=ઋજુસૂત્ર વગેરે પર્યાયાસ્તિકનયોની વિચારણાથી સ્વીકારવો. ઋજુસૂત્ર વગેરે પર્યાયાસ્તિકનયો કારણભેદ પૂર્વક જ કાર્યભેદ માને છે, એટલે તે કારણમાં ભેદ હોય તો જ કાર્યમાં ભેદ થાય એમ માને છે. જો એમ ન માનવામાં આવે તો એક જ કારણથી ત્રણલોકમાં સઘળાં કાર્યોની ઉત્પત્તિ થવાનો પ્રસંગ આવે. જો એમ થાય તો બીજાં કારણો કે જે સર્વલોકમાં પ્રસિદ્ધ છે તેની કલ્પના વ્યર્થ જ બને. (૧૦૦૧). एवं चिय विन्नेओ, सफलो नाएण पुरिसगारोवि । तेण तहक्खेवाओ, स अनहाऽकारणो ण भवे ॥१००२॥ "एवमेव' तथाभव्यत्वचित्रतायामेव विज्ञेयः सफलो न्यायेन पुरुषकारोऽपि पुरुषव्यापाररूपः । अत्र हेतुः-'तेन' तथाभव्यत्वेन तथाचित्ररूपतया 'आक्षेपात्' समाकर्षणात् पुरुषकारस्य। स पुरुषकारः 'अन्यथा' भव्यत्वाक्षेपमन्तरेणाकारणो निर्हेतुको 'न' नैव भवेत्, नित्यं सत्त्वादिप्रसङ्गात् ॥१००२॥ ગાથાર્થતથાભવ્યત્વ ભિન્ન-ભિન્ન હોય તો જ પુરુષાર્થ પણ ન્યાયથી સફલ બને કારણ કે તથાભવ્યત્વ વિચિત્ર રૂપે પુરુષાર્થને ખેંચી લાવે છે. અન્યથા પુરુષાર્થ નિહેતુક થાય. જે નિર્દેતુક હોય તે ન હોય. Page #492 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૮૫ ટીકાર્ય–તથાભવ્યત્વ ભિન્ન હોય તો જ પુરુષવ્યાપાર રૂપ પુરુષાર્થ પણ સફળ બને. કારણ કે તથાભવ્યત્વ વિવિધરૂપે પુરુષાર્થને ખેંચી લાવે છે. (અહીં કહેવાનો આશય એ છે કે- જીવ જે ભિન્ન-ભિન્ન પુરુષાર્થ કરે છે તેનું કારણ જીવનું તથાભવ્યત્વ છે. એટલે પુરુષાર્થ રૂપ કાર્યનું તથાભવ્યત્વ કારણ છે. આનો અર્થ એ થયો કે પુરુષાર્થ સહેતુક છે, નિર્દેતુક નથી.) જો તથાભવ્યત્વ વિવિધ રૂપે પુરુષાર્થને ખેંચી લાવતું ન હોય તો પુરુષાર્થ નિર્દેતુક થયો. જે નિર્દેતુક હોય તે ન હોય. જો નિર્દેતુક વસ્તુને માનવામાં આવે તો નિત્ય સત્ત્વ વગેરેનો પ્રસંગ આવે. (૧૦૦૨) एवं च सति यदन्यदपि सिद्धं तदाहउवएससफलयावि य, एवं इहरा न जुजति ततोवि । तह तेण अणक्खित्तो, सहाववादो बला एति ॥१००३॥ 'उपदेशसफलतापि च' उपदेशस्यापुनर्बन्धकादिधर्माधिकारिसमुचितस्य तत्तच्छास्त्रनिरूपितस्य सफलता तत्तदनाभोगनिवर्तनरूपा, किं पुनः प्रागुक्तपुरुषकाराद्याक्षेप इत्यपिशब्दार्थः, एवं तथाभव्यत्वस्यैवापेक्ष्यत्वे घटते, (नान्यथा) । तकोऽप्युपदेशोऽपि किं पुनः पुरुषकार इत्यपिशब्दार्थः, तथेति समुच्चये, चित्रभव्यत्वानभ्युपगमे सति तेन च तथाभव्यत्वेनानाक्षिप्तोऽनालीढ एकाकार इत्यर्थः, स्वभाववादो वक्ष्यमाणरूपो 'बलाद्' युक्तिसामर्थ्यादेति प्रसज्यते, तथाभव्यत्वरूपस्तु स्वभाववादो न बाधाकरः ॥१००३॥ આ પ્રમાણે સિદ્ધ થયે છતે બીજું પણ જે સિદ્ધ થયું તેને કહે છે ગાથાર્થ–ઉપદેશની સફળતા પણ એ પ્રમાણે જ છે. અન્યથા તે પણ ન ઘટે. તથા તેનાથી અનાક્ષિપ્ત સ્વભાવવાદ બળથી પ્રાપ્ત થાય. ટીકાર્ય–ઉપદેશની સફળતા પણ એ પ્રમાણે જ છે–અપુનબંધક વગેરે ધર્માધિકારીને યોગ્ય તે તે શાસ્ત્રમાં જણાવેલ ઉપદેશની સફળતા પણ જો ઉપદેશ તથાભવ્યત્વની અપેક્ષાવાળો હોય તો જ થાય. જેના તથાભવ્યત્વનો પરિપાક થયો હોય તે જ ઉપદેશ આપવાને યોગ્ય છે. ઉપદેશથી શ્રોતાની તે તે વિષયની અજ્ઞાનતા દૂર થાય એ ઉપદેશનું ફળ છે. આમ તથાભવ્યત્વની અપેક્ષા રાખીને અપાતો ઉપદેશ સફળ બને. ૧. નિત્યસ્વમસર્વ વા-તોરચાનપેક્ષા અપેક્ષાતો દિમાવાનો વિત્વસવઃ II (ચો.વિ. ૪૭૭ની ટીકામાં.) “અન્ય હેતુઓની અપેક્ષા ન રાખવાવાળો પદાર્થ સદા હોય, અથવા સદા ન હોય. અન્ય કારણોની અપેક્ષાથી જ પદાર્થમાં ક્યારેક હોવાપણું હોય.” Page #493 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ‘ઉપદેશની સફલતા પણ' એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે—જો ઉપદેશ પણ તથાભવ્યત્વની અપેક્ષાથી જ સફલ બને તો પછી પૂર્વોક્ત પુરુષાર્થનો આક્ષેપ તથાભવ્યત્વની અપેક્ષાથી જ સફલ બને તેમાં તો શું કહેવું? પહેલાં તથાભવ્યત્વનો પરિપાક થવાથી ઉપદેશથી તે તે વિષયની અજ્ઞાનતા દૂર થાય. અજ્ઞાનતા દૂર થયા પછી એ જીવ જે કંઈ પુરુષાર્થ કરે તે પુરુષાર્થથી તેના આત્માનો વિકાસ થાયસમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ થાય. આમ તથાભવ્યત્વની અપેક્ષાથી જ ઉપદેશ અને પુરુષાર્થ સફળ બને. ૪૮૬ અન્યથા તે પણ ન ઘટે—જો તથાભવ્યત્વની અપેક્ષા ન રાખવામાં આવે તો ઉપદેશ પણ સફળ ન બને. જો ઉપદેશ પણ સફળ ન બને તો પછી પુરુષાર્થ સફળ ન બને તેમાં તો કહેવું જ શું? (કારણ કે તે તે વિષયની અજ્ઞાનતા દૂર થયા વિના આત્માનો વિકાસ ન થાય.) તેનાથી અનાક્ષિપ્ત સ્વભાવવાદ બળાત્કારથી પ્રાપ્ત થાય—જો ભવ્યત્વને વિચિત્ર ન સ્વીકારવામાં આવે તો તેનાથી (=તથાભવ્યત્વથી) અનાક્ષિપ્ત, અર્થાત્ એકાકાર=એક સ્વરૂપવાળો સ્વભાવવાદ બળથીયુક્તિના સામર્થ્યથી પ્રાપ્ત થાય. કેવળ સ્વભાવવાદ બાધા કરનાર છે, પણ તથાભવ્યત્વ રૂપ સ્વભાવવાદ (=વિવિધ સ્વરૂપવાળો સ્વભાવવાદ) બાધા કરનાર નથી. સ્વભાવવાદનું સ્વરૂપ હવે પછીની ગાથામાં કહેવાશે. (૧૦૦૩) केवलस्वभाववादमेव दर्शयति को कुवलयाणं गंधं, करेइ महुरत्तणं च उच्छूणं । वरहत्थीण य लीलं, विणयं च कुलप्पसूयाणं ? ॥१००४ ॥ : ‘જીવનયાનાં’ નતવિશેષાળાં ‘ન્થ' સૌરમં ોતિ, ‘મધુત્વ ત્ર' માધુર્યलक्षणमिक्षूणां, 'वरहस्तिनां च ' जात्यस्तम्बेरमाणां 'लीलां' गमनसौन्दर्यरूपां, 'विनयं च' सर्वार्थेषूचितप्रवृत्तिरूपं कुलप्रसूतानामिक्ष्वाक्वादिनिर्मलकुलसमुद्भवानां पुरुषाणाम् ? किंतु स्वभाव एव नान्यः कालादिः । अन्यत्राप्युक्तम् — “कः कण्टकानां प्रकरोति तैक्ष्ण्यं, विचित्रभावं मृगपक्षिणां च । स्वभावतः सर्वमिदं प्रवृत्तं, न कामचारोऽस्ति તઃ પ્રયત્ન:? ॥on'' mo૦૦૪॥ કેવળ સ્વભાવવાદને જ બતાવે છે– ગાથાર્થ—ટીકાર્થ—કમળોમાં સુગંધ કોણ બનાવે છે? ઈક્ષુરસમાં મધુરતા કોણ કરે છે? ગજરાજની ગતિની સુંદરતા રૂપ લીલાને કોણ કરે છે? ઇક્ષ્વાકુ વગેરે નિર્મલકુળમાં ઉત્પન્ન થયેલા પુરુષોમાં સર્વકાર્યોમાં ઉચિત પ્રવૃત્તિરૂપ વિનયને કોણ કરે છે? આ બધું સ્વભાવ જ કરે છે, અન્ય કાળ વગે૨ે નહિ. બીજાસ્થળે પણ કહ્યું છે કે—“કાંટાઓમાં તીક્ષ્ણતાને કોણ ઉત્પન્ન કરે છે? પશુઓમાં અને પક્ષીઓમાં વિવિધ સ્વભાવને કોણ કરે છે? આ બધું સ્વભાવથી જ થયેલું છે. ઇચ્છાથી કશું થતું નથી. તો પછી પ્રયત્નને અવકાશ જ ક્યાં છે?” (૧૦૦૪) Page #494 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ४८७ अथ प्रस्तुतं तथाभव्यत्वमेवाश्रित्याहएत्थ य जो जह सिद्धो, संसरिउं तस्स संतियं चित्तं । किं तस्सहावमह णो, भव्वत्तं वायमुद्देसा ॥१००५॥ 'अत्र' च तथाभव्यत्वप्रतिष्ठायां 'यो' जीवो यथा तीर्थकरादिपर्यायप्राप्त्या 'सिद्धो' निर्दूतकर्मा जातः संसृत्यानर्वाक्पारे संसाराकूपारे पर्यट्य तस्य सत्कं चित्रं भव्यत्वमापन्नं तावत्, अन्यथा चित्रसंसरणाभावात् । एवं च पृच्छ्यसे त्वं, किं 'तत्स्वभावं' चित्रस्वभावं, अथ नो चित्रस्वभावम्। तथाभ्युपगमेन 'भव्यत्वं' सिद्धिगमनयोग्यत्वं वर्त्तते, 'वादमुद्रा' वादमर्यादा एषानन्तरोक्ता कृतप्रयत्नेनापि परेणोल्लङ्घयितुमशक्या । इदमुक्तं भवति-येऽमी ऋषभादयो भव्यास्तत्तन्नरनारकादिपर्यायपरम्परानुभवनेन नियतक्षेत्रकालावस्थाभाजः सिद्धास्तेषां भव्यत्वं चित्ररूपमचित्ररूपं वा स्यात् ? ॥१००५॥ હવે પ્રસ્તુત તથાભવ્યત્વને આશ્રયીને જ કહે છે ગાથાર્થ–ટીકાર્ચ–અહીં જે જીવ અપાર સંસારસમુદ્રમાં પરિભ્રમણ કરીને જે રીતે ( તીર્થંકરાદિ પર્યાયની પ્રાપ્તિથી) સિદ્ધ થયો તેનું ભવ્યત્વ વિચિત્ર સિદ્ધ થયું. કેમકે તે વિના વિચિત્ર પરિભ્રમણ ન થાય. અમે તને પૂછીએ છીએ કે ભવ્યત્વ વિચિત્ર સ્વભાવવાળું છે કે નથી ? ભવ્યત્વ ચિત્ર સ્વભાવવાળું છે. આ વાદમર્યાદા પ્રયત્ન કરવા છતાં બીજાથી ન ઓળંગી શકાય તેવી છે. અહીં આ કહેવાનું થાય છે કે–જે આ ઋષભ વગેરે ભવ્યો તે તે નર-નારકાદિના પર્યાયની પરંપરાને અનુભવીને નિયતક્ષેત્રમાં, નિયતકાળમાં અને નિયત અવસ્થામાં સિદ્ધ થયા તેમનું ભવ્યત્વ ચિત્ર સ્વભાવવાળું છે કે ચિત્ર સ્વભાવવાળું નથી? (૧૦૦૫) किं चातःजइ तस्सहावमेयं, सिद्धं सव्वं जहोइयं चेव । अह णो ण तहासिद्धी, पावइ तस्सा जहण्णस्स ॥१००६॥ यदि स परस्परभिन्नपर्यायप्राप्तिहेतुः स्वभावो यस्य तत् तथा एतद्भव्यत्वं तदा सिद्धं सर्वं, चैवशब्दस्य वक्ष्यमाणस्येहाभिसम्बन्धात्, समस्तमेव यथोदितं पुरुषकारवैचित्र्यादिलक्षणं वस्तु । अथ द्वितीयविकल्पशुद्ध्यर्थमाह-अथ नो तथास्वभावं अपरप्राणिप्राप्यपर्यायवैलक्षण्यहेतुस्वलक्षणं, एवं सति 'न' नैव तथा ऋषभादिपर्यायप्रापणेन सिद्धिर्निर्वृतिः प्राप्नोति । तस्य ऋषभादेर्जीवस्य तदानीं यथा Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ ઉપદેશપદ : ભાગ-૨ ऽन्यस्य महावीरादेः । को हि नाम विशेषहेतुर्यत् तुल्येऽपि भव्यत्वे परमेतेनैकस्यैकत्र काले सिद्धिर्न पुनर्द्वितीयस्यापि ? तुल्यस्वभावाक्षिप्तत्वेन युगपदेव सिद्धिસંમવઃ સ્થાત્ ॥૨૦૦૬ ॥ વળી એથી— ગાથાર્થ—ટીકાર્થ—જો ભવ્યત્વ પરસ્પર ભિન્નપર્યાયની પ્રાપ્તિનું કારણ હોય (અર્થાત્ વિચિત્ર સ્વભાવવાળું હોય) તો પુરુષાર્થની વિચિત્રતા વગેરે જે પ્રમાણે કહ્યું છે તે બધું સિદ્ધ થાય. હવે બીજા વિકલ્પની તપાસણી કરવા માટે કહે છે—હવે જો ભવ્યત્વ અન્યજીવોને પ્રાપ્ત થતા પર્યાયોથી વિલક્ષણતાનું કારણ નથી તો ૠષભાદિ પર્યાયોની પ્રાપ્તિ કરાવવા વડે સિદ્ધિ પ્રાપ્ત ન થાય, અર્થાત્ તે વખતે ૠષભાદિ જીવની મુક્તિ થઈ અને પછી જે રીતે મહાવીર આદિની મુક્તિ થઈ તે ન ઘટે. અહીં કયો વિશેષ હેતુ છે કે જેથી ભવ્યત્વ સમાન હોવા છતાં ભવ્યત્વથી એકની એક કાળે સિદ્ધિ થાય અને બીજાની ન થાય? સિદ્ધિ તુલ્યસ્વભાવથી ખેંચાયેલી હોવાથી એકી સાથે જ સિદ્ધિ થાય. (૧૦૦૬) एसा ण लंघणीया, मा होज्जा सम्मपच्चयविणासो । अविय णिहालेयव्वा, तहण्णदोसप्पसंगाओ ॥१००७॥ ‘પ્પા' ન્યાયમુદ્રા ન તદુનીયા મતિમદ્ધિઃ । તો, યતો ‘મા ભવેત્' મા भूयात् एतदुल्लङ्घने सम्यक्प्रत्ययविनाशः - यथावस्थितवस्तुनिर्णयविप्लवः । अपिच, ‘નિમાયિતવ્યા' સમ્યગ્ નિરીક્ષળીયા । જીત કૃત્સાહ-તથા-અનિમાતને ‘અન્યदोषप्रसङ्गात्' सम्यक्प्रत्ययविनाशापेक्षयाऽन्यस्य दोषान्तरस्य प्राप्तेः ॥१००७॥ ગાથાર્થ—ટીકાર્થ—આ ન્યાયમુદ્રા મતિમાન પુરુષોએ ઓળંગવી નહિ. જેથી યથાવસ્થિત વસ્તુનો નિર્ણય નષ્ટ ન થાય. આ ન્યાયમુદ્રાને ઓળંગવાથી યથાવસ્થિત વસ્તુનો નિર્ણય નષ્ટ થાય. વળી આ ન્યાયમુદ્રાનું સમ્યગ્ નિરીક્ષણ કરવું=ચિંતન કરવું. જો આ ન્યાયમુદ્રાનું સમ્યગ્ નિરીક્ષણ ન કરવામાં આવે તો યથાવસ્થિત વસ્તુનો નિર્ણય તો નષ્ટ થાય, કિંતુ વધારામાં બીજા પણ દોષોની પ્રાપ્તિ થાય. (૧૦૦૭) एतमेव दर्शयति जइ सव्वा अजोग्गेवि चित्तया हंदि वण्णियसरूवा । पावइ य तस्सहावत्तऽविसेसा णणु अभव्वस्स ॥१००८ ॥ Page #496 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૮૯ यदि 'सर्वथा' सर्वैरेव प्रकारैरयोग्येऽप्येकस्वभावतया तच्चित्रपर्यायाणां 'चित्रता' देशकालादिभेदेन निर्वाणगमनस्य, हन्दीति पूर्ववत्, वर्णितस्वरूपा। यदि हि भव्यता एकाकारा सती चित्रतया निर्वाणगमनस्य हेतुभावं प्रतिपद्यते तदा 'प्राप्नोति च' प्राप्नोत्येव 'तत्स्वभावत्वाविशेषाद्' अचित्रकजीवस्वरूपस्वभावत्वाविशेषात्, 'ननु' निश्चितमभव्यस्य निर्वाणगमनायोग्यस्य जन्तोः । अयमभिप्रायः-ऋषभादेर्निर्वाणकाले यः स्वभावः स चेन्महावीरस्यापि, तर्हि द्वयोरपि निर्वाणगमनकालैक्यं स्यात्, भव्यत्वभेदस्याभावात् । न चैवमभ्युपगम्यते । तस्मात् तत्कालायोग्यस्यैव ऋषभादेर्निर्वाणमित्यायातं, तथा च सत्यभव्यस्यापि निर्वाणं स्यात्, तत्कालायोग्यत्वस्याविशेषात् ॥१००८॥ ગાથાર્થ–ટીકાર્થ-જો ભવ્યત્વ એકસ્વરૂપવાળું હોવાના કારણે બધીજ રીતે અયોગ્ય હોવા છતાં પૂર્વોક્ત પ્રકારની વિચિત્રતા( દેશ-કાળાદિના ભેદથી મુક્તિગમનની વિચિત્રતા) સંભવિત હોય તો (તસ્પદાવવિશેષા=) અભવ્યમાં અચિત્ર અને એથી જ એક જીવ સ્વરૂપ સ્વભાવ સમાન હોવાથી અભવ્યને પણ મોક્ષની પ્રાપ્તિ થાય. જો ભવ્યત્વ એક સ્વરૂપવાળું હોવા છતાં વિવિધ રીતે મોક્ષગમનનું કારણ બને છે તો અભવ્યમાં અચિત્ર અને એથી જ એક જીવ સ્વરૂપ સ્વભાવ સમાન હોવાથી અભવ્યને પણ મોક્ષની પ્રાપ્તિ થાય. (અહીં તાત્પર્ય એ છે કે જો વાદીની દૃષ્ટિએ ભવ્યત્વ સમાન હોવા છતાં દેશકાળાદિના ભેદથી મુક્તિ થાય છે, તો ભવ્યજીવમાં અને અભવ્યજીવમાં જીવત્વ સમાન હોવાથી જેમ ભવ્યની મુક્તિ થાય તેમ મુક્તિમાં જવાને અયોગ્ય એવા અભવ્યની પણ મુક્તિ થવાનો પ્રસંગ આવે.) અહીં અભિપ્રાય આ છે–8ષભાદિના મોક્ષ કાળે ઋષભાદિનો જે સ્વભાવ છે તે જ સ્વભાવ મહાવીરનો પણ હોય તો બંનેનો મોક્ષકાળ સમાન થાય. કારણ કે બંનેના ભવ્યત્વમાં ભેદ નથી. તમારાથી ભવ્યત્વનો ભેદ સ્વીકારાતો નથી. તેથી તે કાળમાં મુક્તિમાં જવાને અયોગ્ય જ ઋષભાદિની તે કાળમાં મુક્તિ થાય એ આવીને ઊભું રહ્યું. એમ થતાં અભવ્યનો પણ મોક્ષ થાય. કારણ કે તે કાળમાં મુક્તિમાં જવાની અયોગ્યતા ભવ્ય અને અભવ્ય એ બંનેમાં સમાન છે. (૧૦૦૮) ૧. દેશ-કાળાદિના ભેદથી મોક્ષમાં જવાને અયોગ્ય. Page #497 -------------------------------------------------------------------------- ________________ ४८० 6पहेश५४ : भाग-२ अह कहवि तव्विसेसो, इच्छिज्जइ णियमओ तदक्खेवा । इच्छियसिद्धी सव्वे, चित्तयाए अणेगंतो ॥१००९॥ 'अथ कथमपि' चित्रपर्यायप्राप्त्यन्यथानुपपत्तिलक्षणेन प्रकारेण तद्विशेष' ऋषभादीनां भव्यत्वविशेष इष्यते । तदा नियमतोऽवश्यंभावेन 'तदाक्षेपात्' प्रतिविशिष्टभव्यत्वेनाक्षेपणादिष्टसिद्धिरभिलषिततीर्थकरादिपर्यायनिष्पत्तिः । तथा, एवं च भव्यत्वस्य चित्रतायामनेकान्तः । यथा भव्यत्वं तावत् सामान्येनैकरूपमेव, आम्रनिम्बकदम्बादीनामिव वृक्षत्वम् । विशेषचिन्तायां तु यथाम्रादीनां रसवीर्यविपाकभेदान्नानारूपता, तथा परस्परभिन्नपर्यायभाक्षु जन्तुषु भव्यत्वस्यापीति॥१००९॥ ગાથાર્થ–ટીકાર્થ–હવે જો ભવ્યત્વની વિચિત્રતાને સ્વીકાર્યા વિના વિચિત્રપર્યાયની પ્રાપ્તિ ઘટી શકતી ન હોવાથી ઋષભાદિના ભવ્યત્વમાં વિશેષતા ઇચ્છાય સ્વીકારાય તો અવશ્ય પ્રતિવિશિષ્ટ ભવ્યત્વે કરેલા આકર્ષણથી બધાયને ઈષ્ટ એવા તીર્થંકરાદિ પર્યાયની सिद्धि थाय. तथा (चित्तयाए अणेगंतो)मा प्रभारी मव्यत्वना वियित्रतमा भनेत . ते मा प्रभारी જેવી રીતે આંબો, લીમડો અને કદંબ વગેરેનું વૃક્ષપણું એક જ છે, તેવી રીતે ભવ્યત્વ બધાનું સામાન્યથી એક રૂપ જ છે. વિશેષની વિચારણા કરવામાં આવે તો જેવી રીતે રસ, વીર્ય અને વિપાકના ભેદથી આંબા આદિમાં વિવિધતા છે તેવી રીતે પરસ્પર भिन्नपर्यायवाणा पोमा भव्यत्वनी ५५ विविधता छ. (१००८) अथ स्याद्वक्तव्यं यद्यपि स्वतो भव्यत्वमेकरूपं, तथापि स्वकार्यनिष्पादनेऽनियतरूपम्, अतः कार्यभेदेऽपि न तद्वैचित्र्यं स्वरूपेणैकत्वादित्याशङ्क्याह अणिययसहावयावि हु, ण तस्सहावत्तमंतरेणत्ति । ता एवमणेगंतो, सम्मति कयं पसंगेणं ॥१०१०॥ 'अनियतस्वभावतापि' कार्यजननं प्रत्यनियमलक्षणा, किं पुनरस्मदभ्युपगतं तद्वैचित्र्यमित्यपिहुशब्दार्थः, 'न' नैव तत्स्वभावत्वं' भव्यत्वस्य चित्रस्वभावतामन्तरेण । इति प्राग्वत् । उपसंहरन्नाह–'तत्' तस्मादेवमुक्तन्यायेनानेकान्तो नानारूपता भव्यत्वस्य सम्यग् यथावत् । इति कृतं 'प्रसङ्गेन' विस्तरभणनेन ॥१०१०॥ હવે કદાચ કોઈ કહે કે ભવ્યત્વ સ્વરૂપથી એકરૂપ છે, તો પણ સ્વકાર્યને સિદ્ધ કરવામાં અનિયત સ્વભાવવાળું છે. તેથી કાર્યભેદ થવા છતાં તેમાં વિચિત્રતા નથી, કેમકે તે સ્વરૂપથી એક છે, આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે Page #498 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૯૧ ગાથાર્થ—ટીકાર્થ—સ્વકાર્યને ઉત્પન્ન કરવામાં અનિયતસ્વભાવતા પણ ભવ્યત્વના ચિત્ર સ્વભાવ વિના ન હોય. તેથી ઉક્ત ન્યાયથી ભવ્યત્વની વિચિત્રતા બરોબર છે. આ પ્રમાણે પ્રાસંગિક વિસ્તારકથનથી સર્યું. ‘અનિયતસ્વભાવતા પણ' એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે– જો અનિયતસ્વભાવતા પણ ભવ્યત્વના ચિત્ર સ્વભાવ વિના ન હોય તો પછી અમોએ સ્વીકારેલું ભવ્યત્વનું વૈચિત્ર્ય ભવ્યત્વના ચિત્ર સ્વભાવ વિના ન હોય તેમાં તો શું કહેવું? (૧૦૧૦) आह—यदि भव्यत्वं चित्ररूपं तदाक्षिप्तश्च कालभेदेन भव्यानां बीजाधानादिगुणलाभः, तदा न यत्नः सम्यक्त्वाद्याराधनायामुपपन्नः स्यात्, तद्वशेनैवाप्रार्थिताऽप्यभिलषितसिद्धिः सम्पत्स्यते, इत्याशङ्क्याह एवंपि ठिए तत्ते, एवं अहिगिच्च एत्थ धीराणं । जुत्तं विसुद्धजोगाराहणमिह सव्वजत्तेण ॥१०११॥ एवमपि स्थिते 'तत्त्व' भव्यत्वचित्रतालक्षणे 'एतत्' तत्त्वमधिकृत्याश्रित्यात्र जिनप्रवचने 'धीराणां बुद्धिमतां युक्तं विशुद्धयोगाराधनं निरतिचारसम्यक्त्वाद्याचारपरिपालनमिह जगति 'सर्वयत्नेन समस्तादरेण । न हि पुरुषकारमन्तरेण तथाभव्यत्वोपनीतान्यपि कार्याणि निष्पद्यन्ते, "कालो सहाव नियई" इत्यादिवचनप्रामाण्येन शेषपुरुषकारादिकारणकलापसव्यपेक्षस्यैव तथाभव्यत्वलक्षणस्य स्वभावस्य स्वकार्यकारित्वोपपत्तेः ॥१०११ ॥ જો ભવ્યત્વ ચિત્ર સ્વભાવવાળું છે અને ભવ્યજીવોને કાલભેદથી થતો બીજાધાનાદિ ગુણલાભ વિચિત્ર ભવ્યત્વના આકર્ષણથી થાય છે તો જીવો સમ્યક્ત્વ આદિની આરાધનામાં પુરુષાર્થ નહિ કરે. કારણકે વિચિત્ર ભવ્યત્વથી જ નહિ ઇચ્છેલી પણ ઇષ્ટની સિદ્ધિ થશે. આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે— ગાથાર્થ—ટીકાર્થ—આ પ્રમાણે પણ ભવ્યત્વ વિચિત્ર એવું તત્ત્વ નિશ્ચિંત થયે છતે એ તત્ત્વને આશ્રયીને જિનપ્રવચનમાં સર્વપ્રયત્નથી વિશુદ્ધયોગની આરાધના કરવી એ ધીરપુરુષો માટે યુક્ત છે. કારણ કે તથાભવ્યત્વથી પાસે લવાયેલાં પણ કાર્યો પુરુષાર્થ વિના સિદ્ધ થતાં નથી. કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષાર્થ આ બધાંય કારણો એકલા મિથ્યાત્વને સ્વીકારે છે (ગા.૧૬૪) ઇત્યાદિ વચનના પ્રમાણથી શેષ પુરુષાર્થ વગેરે કારણસમૂહની અપેક્ષાવાળા જ તથાભવ્યત્વરૂપ સ્વભાવનું પોતાનું કાર્ય કરવાપણું સંગત થાય છે, અર્થાત્ શેષ પુરુષાર્થ વગેરે કારણસમૂહની અપેક્ષાવાળો જ તથાભવ્યત્વરૂપ સ્વભાવ પોતાનું કાર્ય Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ ઉપદેશપદ : ભાગ-૨ કરવા સમર્થ બને છે. શેષ પુરુષાર્થ વગેરે કારણસમૂહની અપેક્ષાથી રહિત તથાભવ્યત્વરૂપ સ્વભાવ પોતાનું કાર્ય કરવા સમર્થ બનતો નથી. ધીરપુરુષો બુદ્ધિમાન પુરુષો. સર્વ પ્રયત્નથી=સંપૂર્ણ આદરથી. વિશુદ્ધયોગની આરાધના–નિરતિચાર સમ્યગ્દર્શનાદિના આચારોનું પાલન. (૧૦૧૧) तत्र च थेवोवि हु अतियारो, पायं जं होति बहुअणि?फलो । एत्थं पुण आहरणं, विनेयं सूरतेयनिवो ॥१०१२॥ स्तोकोऽपि किं पुनर्भूयान्, हुर्वाक्यालङ्कारे, 'अतीचारो' दर्शनादिविराधनारूपः, 'प्रायो' बाहुल्येन 'यद्' यस्माद् भवति, 'बह्वनिष्टफलो' दारुणपर्यवसान इति शुद्ध एव योगे यत्नो विधेयः । प्रायोग्रहणं निन्दागर्हाभ्यां सम्यक्कृताभ्यां निरनुबन्धीकृतो विपरीतरूपोऽप्यतीचारः स्यादिति ज्ञापनार्थम् । अत्र पुनराहरणं विज्ञेयं सूरतेजो नृप इति ॥१०१२॥ અને તેમાં– ગાથાર્થ–નાનો પણ અતિચાર પ્રાયઃ ઘણા અનિષ્ટ ફળવાળો થાય છે. આ વિષયમાં સૂરતેજ રાજાનું દૃષ્ટાંત જાણવું. ટીકાર્ય–અતિચાર=સમ્યગ્દર્શન આદિની વિરાધના. બહુ અનિષ્ટ ફળવાળો=પરિણામે ભયંકર. નાનો પણ અતિચાર બહુ અનિષ્ટ ફળવાળો થાય છે માટે શુદ્ધ જ યોગમાં પ્રયત્ન કરવો જોઇએ. જો નાનો પણ અતિચાર બહુ અનિષ્ટ ફળવાળો થાય છે તો પછી મોટો અતિચાર બહુ અનિષ્ટ ફળવાળો થાય તેમાં તો શું કહેવું ? પ્રશ્ન–પ્રાયઃ ઘણા અનિષ્ટ ફલવાળો થાય છે એમ ‘પ્રાય” કેમ કહ્યું? ઉત્તર–જો સારી રીતે કરેલી નિંદા-ગોંથી અનુબંધરહિત કરાયેલ અતિચાર બહુ અનિષ્ટ ફળવાળો ન પણ થાય એ જણાવવા માટે “પ્રાયઃ' એમ કહ્યું છે. (૧૦૧૨) तदेव दर्शयन् गाथापञ्चकमाहनरसंदरवृत्तंतं सोउं पउमावतीए णयरीए । देवीसहितो राया निक्खंतो सूरतेओत्ति ॥१०१३॥ Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૯૩ ઉપદેશપદ : ભાગ-૨ पव्वज्जकरण कालेण गयउरे साहुसाहुणीकप्पो । विण्हुसुय दत्त लंखिग, रागो तत्थेव परिणयणं ॥१०१४॥ जह कह साहुसमीवेवि दुक्करं नत्थि हंत रागस्स । इय आह सूरतेओ, देवी किं नीयबोल्लाए? ॥१०१५॥ इय सुहुमरागदोसा, बंधो नालोइयम्मि कालो य । सुर भोग चवण वणिलंखगेहजम्मो कलग्गहणं ॥१०१६॥ अन्नत्थऽराग कालेण दसण चक्खुराग परिणयणं । गरिहा हिंडण जतिदसणाओ सरणेण बोही य ॥१०१७॥ તે જ દૃષ્ટાંતને બતાવતા ગ્રંથકાર પાંચ ગાથાઓ કહે છે ગાથાર્થ–ટીકાર્થ–પદ્માવતી નગરીમાં સૂરતેજ નામનો રાજા હતો. હમણાં જ વિસ્તારથી કહેલા નરસુંદરના વૃત્તાંતને સાંભળીને તે રાજાએ તીવ્ર વૈરાગ્ય પામીને પટ્ટરાણી સહિત દીક્ષા લીધી. (૧૦૧૩) સિંહવૃત્તિથી દીક્ષાને સ્વીકારનારા સૂરતેજ રાજર્ષિ ઉગ્રવિહારથી દીક્ષા પાળવા લાગ્યા. કેટલોક કાળ ગયા પછી માસકલ્પ આદિ વિહારના ક્રમથી સૂરતેજ રાજર્ષિ પોતાના સાધુસાધ્વી વર્ગની સાથે ગજપુરનગરમાં પધાર્યા. આ પ્રમાણે ગજપુરમાં આગમન થતાં સાધુસાધ્વીને યોગ્ય આચારો વધવા લાગ્યા. જીવો પ્રતિબોધ પામવા લાગ્યા. મિથ્યાત્વરૂપ વિષના વિકારનો નાશ થતાં નગરલોક પરમાનંદિત બન્યો. તે નગરમાં વિષ્ણુ નામનો શેઠ હતો. તે સદાય નિષ્કલંક કુલાચારનું પાલન કરતો હતો. શીલરૂપ પાણીનો ક્ષીરસમુદ્ર હતો. સર્વત્ર પ્રસરેલી કીર્તિરૂપ નદી માટે કુલપર્વત સમાન હતો. તે શેઠનો દત્ત નામનો પુત્ર હતો. તેણે બાલ્યકાળમાં જ કલાસમૂહનો સારી રીતે અભ્યાસ કર્યો હતો. તે સતત જ સ્વકુલને અનુરૂપ આચારોના પાલનમાં અત્યંત દઢ હતો, પિતાનો પરમ પ્રીતિપાત્ર હતો. કુલ માટે કલ્પવૃક્ષ સમાન થશે એમ લોકોએ તેના માટે સંભાવના કરી હતી. તે સર્વલોકની લોચન રૂપ ચકોર માટે ચંદ્રિકા સમાન શ્રેષ્ઠ યૌવનને પામ્યો. કોઇવાર નટડી તેની નજરમાં આવી. તેને નટડી ઉપર કષ્ટથી રોકી શકાય તેવો અને સર્પવિષના વિકારથી પણ અધિક રાગ થયો. તેથી તે નટડી વિના એક મુહૂર્ત પણ રહેવા અસમર્થ બન્યો. નટડીને નટ સમુદાયમાંથી બીજા સ્થળે લઈ જવાનું શક્ય ન બન્યું. આથી સઘળી કુળમર્યાદાઓને ઓળંગીને તે જ નટસમુદાયમાં રહીને નટડી સાથે તેણે લગ્ન કર્યા. (૧૦૧૪) ૧. કુલપર્વતમાંથી નદી નીકળે છે માટે અહીં કુલપર્વતની ઉપમા આપી છે. Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ ઉપદેશપદ : ભાગ-૨ અત્યંત અસંભવિત ગણાય તેવો તે વૃત્તાંત દુર્જન લોકોના ઉપહાસનું સ્થાન બન્યો, શિષ્યલોક માટે શોક કરવા લાયક થયો, અને બંધુજનના માનસિક સંતાપનું કારણ બન્યો. પાણીમાં પડેલા તેલબિંદુની જેમ સહસા સંપૂર્ણ નગરમાં ફેલાતો તે વૃત્તાંત કોઈપણ રીતે સૂરતેજ રાજર્ષિની પાસે પણ ગયો. તેથી સૂરતેજ રાજર્ષિએ કહ્યું: સ્ત્રીલોક ઉપર થયેલા રાગને દુષ્કર (=ન કરવા જેવું) કંઈ પણ નથી. તે વૃત્તાંત સાંભળીને “હા! ધિક્કાર થાઓ! તેણે કુલીનજનને અનુચિત આચારણ કર્યું એવી નિંદા ન કરી, અને તે વૃત્તાંત ઉપર તેને કંઈક બહુમાન થયું–રાગ થયો. હમણાં સાધ્વી બનેલી અને રાજપર્યાયની અપેક્ષાએ પટ્ટરાણી કોઈપણ રીતે સૂરતેજ રાજર્ષિને વંદન કરવા માટે આવી. તેને નટી પ્રત્યે કંઈક ઈર્ષારૂપ વિષનો આવેશ ઉત્પન્ન થયો હતો. આથી તેણે કહ્યું: નીચ લોકની કથાથી સર્યું. ઉત્તમપુરુષો નીચ લોકની વાતને સ્વપ્નમાં પણ સાંભળતા નથી કે કરતા નથી. (૧૦૧૫) આ પ્રમાણે સૂક્ષ્મરાગથી અને સૂક્ષ્મદ્વેષથી તે બેએ નીચ આચાર કરાવે તેવા કર્મનો બંધ કર્યો. તે અપરાધની ખ્યાલપૂર્વક આલોચના કર્યા વિના તે બેનું મૃત્યુ થયું. ત્યારબાદ વૈમાનિક દેવોમાં તેમને ભોગોની પ્રાપ્તિ થઈ. સમય થતાં દેવલોકમાંથી ચ્યવન થયું. સૂરતેજનો જીવ કોઈક નગરમાં વણિક પુત્ર થયો. રાણીનો નટના ઘરે પુત્રી તરીકે જન્મ થયો. બંનેએ કળાઓનો અભ્યાસ કર્યો. (૧૦૧૬) બંને યૌવનને પામ્યા. વણિક પુત્રને બીજી કોઇપણ સ્ત્રી ઉપર રાગ થતો નથી. નટપુત્રીને બીજા કોઇપણ પુરુષ ઉપર રાગ થતો નથી. સમય જતાં ક્યારેક બંનેએ પરસ્પર એક-બીજાને જોયા. તેથી બંનેને પરસ્પર ન રોકી શકાય તેવો દૃષ્ટિરાગ થયો. પછી બંનેનો વિવાહ થયો. તેથી આ બેએ પરસ્પર અયોગ્ય સંબંધ કર્યો છે એવા અપવાદરૂપ નિંદા સર્વત્ર થઈ. નિંદાને ધ્યાનમાં લઈને તે બંને અન્ય દેશમાં જવા માટે ચાલી નીકળ્યા. અવસરે શુદ્ધ આચારવાળા સાધુઓનાં દર્શનથી તેમને પૂર્વે અનુભવેલ દીક્ષાનું સ્મરણ થયું. તેથી તે બેને ધર્મની પ્રાપ્તિ થઈ. (૧૦૧૭) इय थोवोवइयारो, एसो एयाण परिणओ एवं । सुद्धे पुण जोगम्मि, दुग्गयनारी उदाहरणं ॥१०१८॥ ___ इत्येवं स्तोकोऽप्यतीचारो रागद्वेषलक्षण 'एष' यः प्रागुक्तः एतयोः परिणत एवमनुचिताचारहेतुतया। तस्मात् सर्वथा शुद्धाचारपरेण मतिमता भाव्यमिति । अत्र शुद्धे पुनर्योगे समाचारे दुर्गतनारी वक्ष्यमाणलक्षणा उदाहरणं वर्तत इति ॥१०१८॥ ગાથાર્થ–ટીકાર્થ–આ પ્રમાણે આ બેનો આ રાગ-દ્વેષરૂપ નાનો પણ અતિચાર અનુચિત આચારના કારણ તરીકે પરિણમ્યો. તેથી મતિમાન પુરુષે સર્વથા શુદ્ધ આચારમાં Page #502 -------------------------------------------------------------------------- ________________ उपदेशपE : भाग-२ ૪૯૫ તત્પર બનવું. અહીં શુદ્ધ આચાર વિષે દુર્ગતા નારીનું દૃષ્ટાંત છે. આ દૃષ્ટાંત હવે પછીની ગાથાઓમાં કહેવામાં આવશે. (૧૦૧૮) एतदेव संक्षेपतस्तावदाह सुव्वति दुग्गयनारी, जगगुरुणो सिंदुवारकुसुमेहिं । पूजापणिहाणेणं, उववन्ना तियसलोगम्मि ॥ १०१९॥ श्रूयते जिनागमे दुर्गतनारी दरिद्रा जरती स्त्री जगद्गुरोः सिन्दुवारकुसुमैर्निगुण्डीपुष्पैः कृत्वा यत् पूजाप्रणिधानमभ्यर्च्चनाभिलाषस्तेनोपपन्ना त्रिदशलोके ॥१०१९ ॥ આને જ સંક્ષેપથી કહે છે– શાસ્ત્રોમાં સંભળાય છે કે વૃદ્ધ, દરિદ્ર, એવી દુર્ગતના૨ી સિંદુ૨વા૨ના ફૂલોથી હું ભગવાનની પૂજા કરીશ એવા અભિલાષથી તે દેવલોકમાં ઉત્પન્ન થઇ. (૧૦૧૯) एतामेव कथां गाथैकादशकेन व्याचष्टे कायंदी ओसरणे, भत्ती पूजत्थि दुग्गयत्ति ततो । तह सिंदुवारगहणं, गमणंतरमरण देवत्तं ॥ १०२०॥ जणदगसिंचण संका, मोहो भगवंत पुच्छ कहणा य । आगमणे एसो सा, विम्हय गंभीरधम्मका ॥१०२१ ॥ एपि उदगबिंदु, जह पक्खित्तं महासमुद्दम्मि । जायति अक्खयमेवं, पूजावि हु वीयरागेसु ॥१०२२॥ - उत्तमगुणबहुमाणो, पयमुत्तमसत्तमज्झयारम्मि । उत्तमधम्मपसिद्धी, पूजाए वीयरागाण ॥ १०२३॥ एएणं बीजेणं, दुक्खाइं अपाविऊण भवगहणे । अच्छंतुदारभोगो, सिद्धो सो अट्ठमे जम्मे ॥ १०२४ ॥ कणगउरे कणगधओ, राया होऊण सरयछणगमणे । दट्टूण वइससमिणं, जाओ पत्तेयबुद्धोत्ति ॥१०२५॥ मंडुक्कसप्पकुररजगराण कूरं परंपरग्गसणं । परिभाविऊण एवं, लोगं हीणाइभेयंति ॥१०२६॥ Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ ઉપદેશપદ : ભાગ-૨ मंडुक्को इव लोगो, हीणो इयरेण पन्नगेणंव । एत्थ गसिज्झति सोवि हु, कुररसमाणेण अन्नेण ॥१०२७॥ सोवि य न एत्थ सवसो, जम्हा अजगरकयंतवसगोत्ति । एवंविहेवि लोए, विसयपसंगो महामोहो ॥१०२८॥ इय चिंतिऊण य भयं, सम्मं संजायचरणपरिणामो । रजं चइऊण तहा, जाओ समणो समियपावो ॥१०२९॥ सिद्धो य केवलसिरि, परमं संपाविऊण उज्झाए । सक्कावयारणामे, परमसिवे चेइउजाणे ॥१०३०॥ | સુતનારીવાદર સમાન . આ જ કથાનકને અગિયાર ગાથાથી કહે છે– | દુર્ગત નારીનું ઉદાહરણ મધ્યદેશની આભૂષણ સ્વરૂપ, સદ્ભૂત ભાવોની ઉત્પત્તિનું કારણ, ઇદ્રપુરીની સંપત્તિની સ્પર્ધા કરનારી એવી કાકંદી નામે નગરી હતી. તેમાં અત્યંત (સતત) આશ્ચર્યભૂત કરાયો છે સંપૂર્ણ જગતનો લોક જેનાવડે, ઉત્પન્ન કરાયો છે લોકસમૂહમાં પ્રમોદ ગુણનો સમૂહ જેનાવડે ગ્રામ-આકર-નગર-પુર સમૂહથી વિશાળ એવી પૃથ્વી પર પર્યટન કરતા કોઈક તીર્થકર કાકંદી નગરીમાં સમોવસર્યા. સમોસરણમાં વિંઝાતા નિર્મળ ચામરોના સમૂહથી વિંઝાયું છે શરીર જેનું, શરદઋતુના ચંદ્ર જેવા નિર્મળ સિંહાસનના તલભાગ ઉપર બેઠેલા ભગવાન દેશના આપે છે. વિવિધ પ્રકારના યાન-વાહનમાં આરૂઢ થયેલા લોકો વડે કરાયેલ પ્રૌઢ પ્રભાવથી યુક્ત, ગંધહસ્તીના દુર્ધર સ્કંદ ઉપર આરૂઢ થયેલ, છત્રથી છવાયું છે નભસ્તલ, માગધો વડે પ્રશંસા કરાયો છે ગુણસમૂહ જેનો, ભેરી માંકાર(અવાજ)થી ભરાયું છે આકાશતલ જેના વડે એવો રાજા તથા ગંધ-ધૂપ-પુષ્મ પટલ વગેરે પૂજાની સામગ્રીથી વ્યગ્ર કિંકરી (ચાકર સ્ત્રીઓના) સમૂહથી યુક્ત એવો દ્વિજવર-ક્ષત્રિય-વૈશ્યાદિક નગરજન, વિવિધ-વસ્ત્રો-આભરણોથી સુંદરતર સુશોભિત કરાયું છે શરીર જેઓ વડે એવો નગરનો સ્ત્રીવર્ગ તે ભગવાનને વંદન કરવા જઈ રહ્યો છે ત્યારે જળ અને પાણી લેવા બહાર નીકળેલી એવી એક વૃદ્ધ-દરિદ્ર સ્ત્રીવડે કોઈક પુરુષ પૂછાયો કે એકબાજુ દષ્ટિ રાખીને ઉતાવળા પગલે ચાલતો એવો આ લોક ક્યાં જઈ રહ્યો જોવાય છે? તેણે કહ્યું: જગતના એક નિષ્કારણ બંધુ, જન્મ-જરા-મરણ-રોગ-શોક-દૌર્ગત્ય આદિ દુઃખોને છેદનાર, એવા આ શ્રીમાન્ તીર્થકર ભગવાનને વંદન અને પૂજન કરવા જાય છે. પછી તે વચનના શ્રવણથી તેને ભગવાન ઉપર ભક્તિ ઉપજી અને વિચાર્યું કે હું પણ ભગવાનની પૂજા માટે પ્રયત્ન કરું. પછી તે પૂજા કરવાની અભિલાષિણી થયે છતે આ આ પ્રમાણે વિચારે છે કે Page #504 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૯૭ અહો! હું અતિદુર્ગત પુણ્યહીન સ્ત્રી છું, શાસ્ત્રોમાં બતાવાયેલ પૂજાની સામગ્રીથી રહિત છું. (ઇતિ શબ્દ પૂર્વની જેમ પાદપુરણ અર્થમાં છે) આથી અરણ્યમાં થતા (ઊગતા) મફતમાં મળતા તેવા પ્રકારના જે સિંદુરવારના ફૂલો છે તેને સ્વયં જ વીણીને ભક્તિના ભરથી ભરાયેલી શરીરવાળી બહું ધન્ય છું, પુણ્યશાળી છું. કૃતાર્થ છું. કૃતલક્ષણા છું, મારો જન્મ સુલબ્ધ થયો મેં મનુષ્ય જીવનનું ફળ મેળવ્યું,' એ પ્રમાણેની ભાવનાથી રોમાંચિત થઈ છે કાયા જેની, પ્રમોદરૂપી જળના પૂરથી તરબોળ કરાયો છે કપોલ જેનાવડે એવી તે દુર્ગતા સ્ત્રી ભગવાન તરફ જવા પ્રવૃત્ત થયેલી સમોવસરણ અને જંગલની વચ્ચે જ વૃદ્ધપણાથી અને આયુષ્યના ક્ષયથી જલદીથી મરણ પામી. પછી પૂજા નહીં કરે છતે પણ પૂજાના પ્રણિધાનથી ઉલ્લસિત થયું છે અને જેનું એવી વૃદ્ધા મરીને દેવભવને પામી. પછી પૃથ્વીતલ ઉપર પડેલા તેના મૃતકને જોઇને અનુકંપાથી આર્દૂ થયું છે અંત:કરણ જેનું એવા લોકે પાણીથી સિંચન કર્યું. પછી હલન-ચલન વિનાની તેને જોઈને લોકને શંકા થઈ કે શું આ મૂચ્છિત થઈ છે કે મરી ગઈ છે? પછી જ્યારે ઉક્ત શંકાનો નિર્ણય ન થયો ત્યારે તેઓએ ભગવાનને પૂછ્યું કે હે ભગવન્! આ વૃદ્ધા મૃત્યુ પામી છે કે મૂચ્છ પામી છે? પછી ભગવાને કહ્યું કે–આ વૃદ્ધા મરીને દેવપણું પામી છે. દેવભવમાં સર્વપર્યાપ્તિભાવ પૂર્ણ થયો ત્યારે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને પૂર્વભવમાં જે અનુભવ્યું છે તેને જાણીને જિનને વંદન કરવા આવે છતે ફરી ભગવાને કહ્યું કે તે સ્ત્રી આ દેવ થઈ છે. ત્યારે લોકોને વિસ્મય થયો કે અહોહો! પૂજાના પ્રણિધાન માત્રથી પણ કેવી રીતે દેવભવને પામી? પછી ભગવાને ગંભીર ધર્મકથા કહેવી શરૂ કરી કે થોડાક પણ શુભ અધ્યવસાય વિશિષ્ટ ગુણપાત્રના સ્થાનને પામેલો મહાફળવાળો થાય છે. જેમ એક પાણીનું ટીપું સ્વયંભૂરમણ સમુદ્રમાં નાખવામાં આવે તો આશ્રયના શોષનો અભાવ હોવાથી અક્ષય બને છે તેમ વીતરાગની શુભભાવથી કરેલી પૂજા અક્ષય બને છે. તથા ઉત્તમગુણવાળા જિનેશ્વરોને વિષે અથવા વીતરાગીઓને વિષે જે બહુમાનનો પક્ષપાત છે, અર્થાત્ ઉત્તમગુણોનું બહુમાન છે, તે વીતરાગોની પૂજાથી પૂજકને થાય છે. અહીં ભવતિ ક્રિયાપદ આપેલ નથી છતાં સંબંધથી જોડવો. જિનપૂજાથી ઉત્તમ જીવોની મધ્યમાં સ્થાન મળે છે, અર્થાત્ જિનેશ્વર-ગણધર-દેવમનુષ્યના નાયકોની મધ્યમાં સ્થાનની પ્રાપ્તિ થાય છે. તથા ઉત્તમધર્મની પ્રસિદ્ધિ થાય છે, અર્થાત્ પૂજાકાળે પ્રકૃષ્ટપુણ્યકર્મનો બંધ થાય છે, ક્રમથી યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે. અથવા જિનશાસનનો પ્રકાશ (પ્રભાવના) જિનેશ્વરોની પૂજાથી થાય છે. ૧. સર્વપર્યાપ્તિભાવ– આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાચ્છોચ્છવાસ, ભાષા અને મન એમ છ પર્યાપ્તિ છે. આ છ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી શકે. પર્યાપ્તિ પૂર્ણ થવાનો કાળ અંતર્મુહૂર્ત છે. Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ ઉપદેશપદ : ભાગ-૨ - હવે પ્રસ્તુતને કહે છે– પૂજા પ્રણિધાન રૂપ બીજથી દરિદ્રતાદિના દુઃખોને મેળવ્યા વિના અને સંસારમાં અતિ ઉત્તમ શબ્દાદિ વિષયસુખોને મેળવીને આ આઠમા મનુષ્યભવમાં સિદ્ધ થયો. આ આઠ ભવો સાતદેવભવોના આંતરાવાળા અલગ ગણવા. નહીંતર બંનેના મળીને આઠભવ ગણવામાં આવે તો આઠમો ભવ દેવભવનો આવે છે અને તે દેવભવમાં સિદ્ધિ સંભવતી નથી. હવે આઠમાં ભાવમાં જે રીતે સિદ્ધિ થઈ તેને કહે છે કનકપુરમાં કનકધ્વજ રાજા થઈને ઈદ્રમહોત્સવ જોવા માટે બહાર નીકળેલ રાજાએ અણઘટતા પ્રસંગને (જે હવે કહેવાય છે) જોઈને પ્રત્યેક બુદ્ધ થયો. ઈતિપૂર્વની જેમ. અણઘટતું જે બન્યું તેને કહે છે–દેડકા-સર્પ-કુરર અને અજગરોના પરસ્પરને પ્રસવાના ક્રૂર કૃત્યને જોઈને પ્રત્યેક બુદ્ધ થયો. તે આ પ્રમાણે–સાપ વડે દેડકો પ્રસાયો, કુરર (પક્ષી વિશેષ) વડે સર્પ પ્રસાયો અને અજગર વડે કુરરને પ્રસાતા જોઇને તેણે પરિભાવના કરી કે મંડૂક આદિ ન્યાયથી હીન-મધ્યમ-ઉત્તમના ભેદથી પરસ્પર પ્રસાતા લોકને જોઈને પ્રત્યેક બુદ્ધ થયો. હવે જેની પરિભાવના કરી તેને કહે છે મંડૂકની જગ્યાએ જાતિ કુલ અને વિભવથી હીન લોકને જાણવો. જે સાપ જેવા બળવાન લોકથી આ જગતમાં પ્રસાય છે. અને તે પણ સાપ જેવો બળવાન લોક કુરર પક્ષી જેવા બળવાન લોકથી પીડા પમાડાય છે અને તે પણ વિશેષ બળવાન કુરર સ્વવશ, નથી કેમકે તે પણ અજગરરૂપી કૃતાંતથી વશ કરાય છે. આ કારણથી આવા પ્રકારના પણ લોકમાં વિષયનો પ્રસંગ મહામોહ છે, અર્થાત્ પરમમૂર્ખત્વનું લક્ષણ છે. આ પ્રમાણે મૃત્યુના ભયને સારી રીતે વિચારતા તેને ચારિત્રનો પરિણામ થયો. રાજ્ય છોડીને ક્રમથી ઉપશાંત પાપવાળો શ્રમણ થયો અને પરમ કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીને મેળવીને અયોધ્યામાં શક્રાવતાર નામના ચૈત્યથી ઉપલલિત ઉદ્યાનમાં સિદ્ધ થયો. (૧૦૨૦-૧૦૩૦) દુર્ગતનારીનું ઉદાહરણ સમાપ્ત થયું. अण्णेवि एत्थ धम्मे, रयणसिहादी विसुद्धजोगरया ।। कल्लाणभाइणो इह, सिद्धा णेगे महासत्ता ॥१०३१॥ अन्नेवीत्यादि । अन्येऽप्यत्र जैनधर्मे 'रत्नशिखादयो' रत्नशिखप्रागुक्तसुदर्शनश्रेष्ठिप्रभृतयो विशुद्धयोगतः सर्वोपाधिशुद्धानुष्ठानासक्ताः कल्याणभागिनः सन्तः सर्वकालं सिद्धा निष्ठितार्थाः संजाताः, अनेके महासत्त्वाः ॥ तत्र रत्नशिखकथानकमेवं श्रूयते Page #506 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૯૯ રત્નશિખ અને પૂર્વે કહેવાયેલા સુદર્શન વગેરે બીજાઓ પણ વિશુદ્ધયોગથી એટલે કે સર્વ ઉપાધિથી શુદ્ધ અનુષ્ઠાનમાં રક્ત એવા અનેક મહાસત્ત્વો કલ્યાણના ભાગી થયા, અર્થાત્ મોક્ષને પામ્યા. તેમાં રત્નશિખનું કથાનક આ પ્રમાણે સંભળાય છે રત્નશિખનું કથાનક આ જ જંબૂઢીપના ભરતક્ષેત્રમાં સુગ્રામ નામે ગામ આવેલું છે, જેમાં અર્ધચક્રીની જેમ બળદેવ સહિત વાસુદેવ ગરુડાસન પર જાણે ન રહ્યા હોય, ગોવૃંદની સાથે જાણે ગોવાળ ન રહ્યો હોય તેવું સુંદર હતું. તેમાં પ્રકૃતિથી ભદ્રક, વિનય-આર્જવાદિ ગુણોથી યુક્ત સંગત નામનો એક પામર વસતો હતો. તેણે ક્યારેક ક્યાંયથી પધારેલા મુનિઓને રાત્રિ પસાર કરવા માટે બહુમાનપૂર્વક ઉપાશ્રયનું પ્રદાન કર્યું અને હર્ષપૂર્વક સાધુઓની પપૃપાસના કરી. સાધુઓએ પણ તેને આપણી ધર્મ દેશના આપી. કેવી રીતે આપણી ધર્મ દેશના કરી તેને કહે છે– ૧. આક્ષેપણી, વિક્ષેપણી, સંવેગની અને નિર્વેદની એમ ધર્મકથા ચાર પ્રકારે છે. ૧. આપણી–તેમાં શ્રોતૃની અપેક્ષાથી અને આચારાદિ ભેદોને આશ્રયીને આપણી કથા અનેક પ્રકારે છે. પ્રજ્ઞાપક વડે (પણ બીજા વડે નહીં) કહેવાતી કથાથી જીવો મોહથી પાછા ફરી તત્ત્વ તરફ આકર્ષાય છે. વિદ્યા, અત્યંત અપકારી ભાવરૂપી અંધકારનું ભેદક એવું જ્ઞાન, સર્વવિરતિરૂપ ચારિત્ર. અનશનાદિ તપ. કર્મશત્રુઓને ઉખેડનાર સ્વવીર્યનો ઉત્કર્ષ અને સમિતિ તથા ગુપ્તિ આ છ વસ્તુ આપણી ધર્મકથાનો અર્ક (સાર) છે. ૨. વિક્ષેપણી–વિક્ષેપણીકથાથી સ્વસિદ્ધાંતને કહી પછી પરસિદ્ધાંતને કહે છે અથવા પર સિદ્ધાંતને કહી સ્વસિદ્ધાંતને કહે છે અથવા મિથ્યાત્વાદને કહી પછી સમ્યગ્વાદને કહે છે અથવા સમ્યગ્વાદને કહી મિથ્યાવાદ કહે છે. સન્માર્ગથી ઉન્માર્ગમાં કે ઉન્માર્ગથી સન્માર્ગમાં શ્રોતા જેના વડે વિક્ષેપ કરાય તે વિક્ષેપણી કથા કહેવાય છે. અથવા નાસ્તિકવાદને કહી આસ્તિકવાદ કહેવાય છે તે વિક્ષેપણી કથા છે. ૩. સંવેગની–આ કથા ચાર પ્રકારે છે. (૧) આત્મ શરીર સંવેગની, પરશરીર સંવેગની, ઈહલોક સંવેગની અને પરલોક સંવેગની. જેમ આપણે ઔદારિક શરીર શુક્ર-શોણિત-માંસ-વસા-મેદ-મજ્જા-અસ્થિ-સ્નાયુચર્મ-કેશ-રોમ-નખ-દાંત-આંતરડાના સમૂહથી નિષ્પન્ન થયેલ છે. મળમૂત્રનું ભાન છે, અશુચિમય છે એમ કહીને શ્રોતાને સંવેગ ઉત્પન્ન કરે છે તે આત્મશરીર સંવેગની છે. એ જ રીતે પર શરીર સંવેગનીમાં જાણવું. આ લોક સંવેગની કેળના સ્તંભ સમાન મનુષ્યભવ અસાર-અધુવ છે એમ કહી શ્રોતાને સંવેગ ઉત્પન્ન કરે તે ઈહલોક સંવેગની. દેવો પણ ઈર્ષ્યા વિષાદ-મદ-ક્રોધ-લોભાદિ દુઃખોથી પરાભવ પામેલા છે તો તિર્યંચ અને નારકોની શું વાત કરવી? આવી કથા કરતા શ્રોતાને સંવેગ ઉત્પન્ન કરે તે પરલોક સંવેગની જાણવી. Page #507 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ ઉપદેશપદ : ભાગ-૨ ધર્મની આરાધનાથી ગિરિના શિખર જેવા ઊંચા શરીરવાળા, મદના પાણીથી સિંચાયા છે આંગણાઓ જેઓ વડે એવા હાથીઓ, હંમેશા સોનાની સાંકળથી બંધાયેલા અશ્વોના સમૂહો, પ્રણયપૂર્વક પ્રણામ કરવામાં તત્પર, સેવા કરવામાં ઉદ્યત એવા સામંતો, ઘણા પતન, ગ્રામ અને કર્બટથી યુક્ત એવા દેશો પ્રાપ્ત થાય છે. મહેલમાં નિવાસ, વશ થયેલી પૃથ્વી તથા સુંદર અંતઃપુર, શ્રેષ્ઠ અક્ષય ભંડાર, ગંધર્વ નૃત્યાદિ મનોહર સંગીત, દિવ્ય દેહશુતિ, ચંદ્ર જેવો નિર્મળ યશ, સારભૂત બળ, પૌરુષ અથવા જે જે આ ભુવનમાં શુભ શુભતર છે તે સર્વ ધર્મથી મળે છે. જુદા જુદા પ્રકારની ઉત્તમ રેશમી વસ્ત્ર-દેવદૂષ્યમાળાની સામ્રગી, મોતીઓના ઉત્તમ હારો, વિવિધ ઉજ્વળ આભૂષણ સમૂહ, કપૂરઅગ-કુંકુમાદિ સૌભાગ્યની ભોગસામગ્રી પણ જીવોને જે સર્વ પ્રાપ્ત થાય છે તે ધર્મનો અદ્ભૂત ગુણ છે, ધર્મની લીલાદિક છે. તેથી હે મહાભાગ! કંઈક ધર્મ કર્મ કર જેથી જન્માંતરમાં સુખનું ભાજન બને એમ મુનિથી ઉપદેશ અપાયેલ સંગતે વિચાર્યું. ધર્મ શું છે? અથવા કેવી રીતે કરાય? મને ધર્મનું જ્ઞાન પણ નથી તો પછી આરાધવાની વાત ક્યાં? ભગવંતની મારા ઉપર એકાંત વત્સલતા છે તેથી મારે યોગ્ય જે ઉચિત હોય તે આદેશ કરે અને કહ્યું હે ભગવન્! કુવાસનાથી દૂષિત અને ધર્મના સ્વરૂપથી અજાણ છીએ તેથી અમારે ઉચિત હોય તે ફરમાવો. પછી આ ધર્મને યોગ્ય છે એમ જાણીને પંચનમસ્કાર મહામંત્રનો ઉપદેશ કર્યો. હે ભદ્ર! આ મંત્ર પાપનું ભક્ષણ કરનાર છે તેથી સર્વ આદરથી તારે ત્રણેય સંધ્યાએ પાંચ કે આઠવાર નિયમથી ગણવા. અને વિશેષથી ભોજન અને શયન સમયે અવશ્ય ગણવા. આના ઉપર ક્ષણપણ બહુમાનને ન છોડવો. આ પ્રમાણે ઘણા પ્રકારે ઉપદેશ આપીને સાધુઓએ અન્યત્ર વિહાર કર્યો. સંગત પણ સારભૂત ગુરુવચનને લાંબો સમય આરાધીને શરીરનો ત્યાગ કરીને (વોસિરાવીને) પંચનમસ્કારના શરણના નિયમથી ઉપાર્જિત કરાયેલા પુણ્યના પ્રભાવથી મરીને પૃથ્વીરૂપ અંગનાના તિલકભૂત, સકલ લક્ષ્મીના કુલઘર એવા સુંદર સાંડિલ્ય દેશમાં નંદીપુર નગરમાં પુરુષાર્થથી પરાભવ કરાયો છે સિંહ જેનાવડે એવા પધાનન રાજાની પ્રિયપ્રણયિની ૪. નિર્વેદની–ચાર પ્રકારે છે. આલોકમાં બાંધેલા દુષ્ટક આલોકમાં જ દુઃખના વિપાકો આપે છે જેમ ચોર અને પારદારિક દુઃખો મેળવે છે તેમ. આ લોકમાં બાંધેલા દુષ્કર્મો પરલોકમાં દુઃખદાયક વિપાકને આપે છે. નારકો વડે પૂર્વભવમાં કરાયેલા કર્મો નારકના ભવમાં ભોગવે છે. પરલોકમાં બાંધેલા દુષ્ટકર્મો આ લોકમાં દુઃખના વિપાકને આપે. અંતકુળમાં ઉત્પન્ન થયેલા જીવો જેમ બાળપણથી માંડીને દુઃખો ભોગવે છે તેમ. અથવા બાળપણથી ક્ષય, કોઢ વગેરે રોગોથી પીડાય છે. પરલોકમાં બાંધેલા દુષ્ટકર્મો પરલોકમાં દુઃખના વિપાકને આપે છે. બાકી રહેલા કર્મો નરકમાં ભોગવાય છે. પૂર્વે કર્મો બાંધીને સંદંશતુંડ પક્ષીઓમાં ઉત્પન્ન થાય છે પછી નરક પ્રાયોગ્ય કર્મો ખપ્યા ન હોવાથી નરકમાં ઉત્પન્ન થઈ ભોગવે છે. Page #508 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૫૦૧ કુમુદિની દેવીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. રત્નરાશિ સ્વપ્નથી સૂચિત તેનો જન્મ થયો હોવાથી તેનું નામ રત્નશિખ પાડવામાં આવ્યું. સુખપૂર્વક સારી રીતે કરાયો છે કલાનો અભ્યાસ જેનાવડે એવો તે યૌવનારંભને પામ્યો. માતા-પિતાએ કુમારની કળા કૌશલ્યના અતિશયને સાંભળીને હર્ષ પામેલી, સુકૃતથી આકર્ષિત થયેલી લક્ષ્મીની જેમ કૌશલદેશની કોલરાજાની સ્વયંવરમાં આવેલી પુત્રીની સાથે પરણાવ્યો. હવે એકવાર દેવીએ બતાવેલા મસ્તકના વાળથી ઉત્પન્ન થયો છે વૈરાગ્ય જેને એવા પદ્માનન રાજાએ તેને રાજ્ય સોંપીને પ્રિયાની સાથે વનવાસ સ્વીકાર્યો, અર્થાત્ તાપસ થયો. કોલાધિપ પુત્રીની સાથે પ્રીતિ ધરાવતો, અખંડ મંડલથી અલંકૃત કરાયેલો, અનુત્તર મંત્રી અને સામંત વૃંદોથી વીંટળાયેલો એવો રત્નશિખ મહારાજા થયો અને તેને આખ્યાન (કથાનકો) આદિમાં અતિકૌતુક (જિજ્ઞાસા) હતું આથી તે કથભટ્ટોને વૃત્તિ (કથા કરવાનું મહેનતાણું) આપે છે. અપૂર્વ અપૂર્વ કથાઓ સાંભળે છે. ઘણી કૌતુક ભરેલી મહાસત્ત્વ ચરિત્રોવાળી કથાઓથી હર્ષ પામે છે અને તેઓને તુષ્ટિદાન આપે છે. હવે કોઇક વખત કથકભટ્ટ વિરાંગદ અને સુમિત્ર એ બે મિત્રોનું કથાનક કહે છે– વિરાંગદ અને સુમિત્રનું કથાનક સમુદ્ર જેમ મદાલક્ષી (લક્ષ્મી)નું નિવાસ સ્થાન છે તેમ મહોદયના સમૂહનું નિવાસ સ્થાન વિજયપુર નગર છે. સૂર્ય જેમ ઘણાં અંધકાર રૂપી શત્રુઓને નાશ કરવામાં પ્રસિદ્ધિ પામેલો છે તેમ વિજયપુરનો સુરાંગદ રાજા શત્રુઓનો નાશ કરવામાં પ્રસિદ્ધિ પામેલ છે. તેને પૂર્વે ઉપાર્જિત કરાયેલ પુણ્યોદયથી રૂપાદિ ગુણથી યુક્ત વીરાંગદ નામનો કુમાર પ્રાપ્ત થયો છે. અને તે યાચક સમૂહ માટે ચિંતામણિ હતો, શરણાગત આવેલાને વજૂના પાંજરા સમાન હતો, દીન-દુઃખીઓ માટે માતા-પિતા સમાન હતો. દુનર્યરૂપી ધાન્યોને ઉગવા માટે ઉખરભૂમિ સમાન હતો. મહામંત્રીનો સુમિત્ર નામે પુત્ર તેનો મિત્ર હતો. સદ્ભાવ અને સ્નેહથી ભરેલા મિત્રની સાથે સતત આનંદ માણતા કુમારને ક્યારેક આવો વાર્તાલાપ થયો કે દેશાંતરમાં જઇ આપણા પુણ્યની પરીક્ષા કરીએ. પરંતુ માતા-પિતા આપણને પરદેશ જવાની રજા કેવી રીતે આપશે? ઉપાયને શોધવામાં તત્પર થયેલા તેઓ ક્યારેક ઉદ્યાનમાં ક્રીડા કરતા હતા ત્યારે શરણ-શરણ એમ બોલતો વધ કરવાનો વેશ જેને પહેરાવવામાં આવ્યો હતો તેવો કોઇક ચોર પુરુષ વીરાંગદ કુમારના ચરણમાં પડ્યો અને તેને શોધતા દંડપાશિકો પાછળ આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા હે કુમાર! આ પાપી ચોર સુદત્ત શ્રેષ્ઠીના ઘરમાંથી ખાતર પાડીને નીકળતો અમારા વડે પકડાયો છે અને દેવના શાસનથી શૂળી ઉપર લટકાવવા માટે અમારા વડે વધભૂમિ ઉપર લઇ જવાતો ભાગીને અહીં આવ્યો છે, તેથી કુમા૨ તેમ કરવાની રજા આપે જેથી અમે દેવના શાસનનું પાલન Page #509 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ ઉપદેશપદ : ભાગ-૨ કરીએ. શરણાગત આવેલનું સમર્પણ ઉચિત નથી અને બીજી બાજુ ચોરનો બચાવ કરવો તે પણ ઉચિત નથી એટલે શરણાગતના પાલનના પક્ષપાતથી કિંકર્તવ્યમૂઢ કુમારે કહ્યું અરે! આ મારે શરણે આવેલો છે અને મારી શકાશે નહીં. તેથી આને છોડી દો અથવા પિતાને કહો કે તેનું કુલ-અભિમાન કેવું, તેનું માહત્ય કેવું અને તેનું પરાક્રમ કેવું જેને શરણે આવેલા હાથી અને બળદની જેમ સ્વચ્છંદપણે ન વિચરી શકે? ચોરને બચાવવાનો કુમારનો નિર્ણય જાણીને દંડપાશિકોએ રાજાને યથાર્થ હકીક્ત જણાવી. અતિ ગુસ્સે થયેલા રાજાએ પણ કુમારને દેશનિકાલનો આદેશ કર્યો. પછી આ તાતનો આદેશ આપણા મનોરથને અનુકૂળ છે એમ હર્ષ પામેલો એવો કુમાર સર્વપણ પરિજનને વિસર્જન કરીને, સુમિત્ર છે બીજો જેને, અર્થાત્ સુમિત્રની સાથે દેશાંતર ગયો અને અનેક રાજ્યોને ઓળંગીને પરિભ્રમણ કરતો એક મહારણ્યમાં પરિશ્રમ દૂર કરવા માટે વડલાની છાયામાં સૂતો. અપ્રમત્ત સુમિત્ર પણ તેની જંઘાઓ દબાવવા લાગ્યો. એટલામાં તેઓના રૂપના અતિશયથી ખુશ થયેલા, દિવ્યજ્ઞાન (અવધિજ્ઞાન)થી જણાયો છે ગુણનો અતિશય જેના વડે એવા વડવાસી યક્ષે આ મહાસત્ત્વશાળીઓનું પ્રાગૂર્ણક કરું એમ વિચારી સુમત્રિને દર્શન આપ્યું. આ દેવ છે એમ જાણી ખુશ થયેલા સુમિત્રે તેનું અભુત્થાન કર્યું અને પ્રણામ કર્યો. પછી યક્ષે કહ્યું: હે મહાભાગ! તમે મારા અતિથિઓ છો, કહો તમારું શું આતિથ્ય કરું? સુમિત્રે કહ્યું: પોતાના દર્શનના દાનથી જ અમારા સર્વ મનોરથો પૂર્ણ કરાયા. આનાથી પણ બીજું કોઈ આતિથ્ય દુર્લભ નથી. કહેવાયું છે કે“અનેક જીવો તપ તપે છે તથા મંત્રો અને વિદ્યાઓ જપે છે, પરંતુ કોઈક ધન્ય વિરલાઓને દેવો દર્શન આપે છે. યક્ષે કહ્યું. જેના શરીરમાં (આત્મામાં) ઉત્પન્ન થયો છે ગુણ સમૂહ એવા સજ્જનો પ્રાર્થના કરવાનું જાણતા નથી, જીવિત અને વિભવના વ્યયને નહીં ગણીને હતાશનો ઉદ્ધાર કરે છે તો પણ દેવ દર્શનને સફળ કરવા માટે આ બે મણિને ગ્રહણ કર. અહીં જે આ નીલમણિ છે તે ત્રણ દિવસ રાત્રિના ઉપવાસથી પૂજાયેલો (આરાધાયેલો) વિશિષ્ટ રાજ્યને આપે છે અને તે તારે રાજપુત્રને આપવો અને આ શોણકાંત (રક્તમણિ) નવ માયાબીજથી અભિમંત્રાયેલો તારા જ મનોરથોથી અતિરિક્ત વિષયસુખોને અપાવશે. પછી “આપની જેવી આજ્ઞા એમ વિસ્મયપૂર્વક ચિત્તથી પ્રણામ કરીને સુમિત્રે કરસંપુટમાં મણિઓને ગ્રહણ કર્યા અને વિચાર્યું. અહોહો! આ સત્ય છે–ભાગ્ય નગરમાં રહેલાને અરણ્યમાં ઉપાડી જાય છે (હરી જાય છે) તો પણ વનમાં ચારેબાજુથી સહાય મળે છે. ગાઢનિદ્રામાં પણ પડેલા મનુષ્યના પૂર્વકૃત કર્મ જાગે છે. સર્વથા આ કુમાર મહાપુણ્યનો ભંડાર છે જેની દેવો પણ આ પ્રમાણે સ્તવના કરે છે. Page #510 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૫૦૩ એટલીવારમાં યક્ષ અદશ્ય થયો. પછી કુમાર જાગ્યો. ફરી પણ પ્રયાણ કર્યું. ફલાદિના ભક્ષણથી કુમાર સુમિત્રવડે વારણ કરાયો. ત્રણ ઉપવાસ પછી મહાશાલનક ઉદ્યાનમાં પહોંચ્યા. ત્યારે સુમિત્રે નીલમણિ બતાવ્યું અને કુમારને કહ્યું: આ મણિરત્નની પૂજા કરી જેથી તું રાજા થશે. કુમારે વિસ્મય સહિત કહ્યુંઃ હે મિત્ર! આ મણિ ક્યાંથી મળ્યો? સુમિત્રે પણ ટૂંકમાં જ વાત પતાવતા કહ્યું કે તારા પુણ્યપ્રભાવથી આ મળ્યો છે. પણ વિશેષથી રાજ્ય મળ્યા પછી કહીશ. એમ કહ્યા પછી કુમારે મણિરત્નની પૂજા કરી. હે મિત્ર! હમણાં જ રાજ્યનો લાભ કેવી રીતે થશે? એમ વિસ્મય પામેલો આમ્રવૃક્ષી છાયામાં બેઠો. સુમિત્રે પણ લતામંડપની અંદર જઈ વિધિથી ચિંતામણિની પૂજા કરી અને ખાવાપીવાની સામગ્રી માગી. રત્નના અચિંત્ય સામર્થ્યથી તત્ક્ષણ જ ત્યાં અંગમર્થકો આવ્યા, વિનયપૂર્વક બંનેનું પણ અત્યંગન કર્યું. પછી સુગંધી ઉદ્વર્તનથી સનાથ છે હાથ રૂપી પલ્લવો જેના એવી બે તરુણ સ્ત્રીઓ ત્યાં હાજર થઈ. પછી સ્નાનવિધિ (સામગ્રી) ઉપસ્થિત થયો. પછી તત્પણ ત્યાં મણિ અને રત્નોના કિરણોના સમૂહથી રચાયા (શોભાવાયા) છે શ્રેષ્ઠ સુવર્ણમય ઇદ્રાસનો જેમાં એવા વિચિત્ર પ્રકારના સ્નાન મંડપ તૈયાર થયા અને મનોહર ગીત-આતો-નૃત્યપૂર્વક બંને પણ દેવાંગનાઓએ સુગંધી નીરથી ભરેલ ઘણાં કળશોથી સ્નાન કરાવ્યું. પછી દેવદૂષ્યો પહેરાવવામાં આવ્યા. કરાયો છે પુષ્પ અને વિલેપનનો ઉપચાર જેઓનો એવા તે બેની પાસે સર્વકામિત ગુણોવાળા ખાદ્યોથી યુક્ત ભોજન સામગ્રી ઉપસ્થિત થઈ. પછી રાજાની છટાથી તેઓએ ભોજન કર્યું. ઇંદ્રજાળની જેમ સ્નાન ભોજન-ઉપકરણ-પરિજન રાકલ પણ ક્ષણથી અદશ્ય થયું. ત્યારે વિસ્મિત થયેલા રાજપુત્રે કહ્યું મિત્ર! આ શું આશ્ચર્ય છે! શું આ નીલમણિનો પ્રભાવ છે? મિત્રે કહ્યું છે કુમાર! તું જે કહે છે તેમ નથી. પરંતુ અહીં પરમાર્થ કંઈક બીજો જ છે તે તને અવસરે કહીશ. તેને સાંભળીને વીરાંગદ કુમાર અધિકતર આશ્ચર્ય પામ્યો. અને આ બાજુ તે નગરમાં અપુત્રીઓ રાજા યમરાજના અતિથિપણાને પામ્યો. અધિવાસિત (ઉપયોગમાં લેવાયેલા) કરાયેલા હાથી-અશ્વ વગેરે પંચદિવ્ય પરિભ્રમણ કરતું તે પ્રદેશમાં આવ્યું. પછી ગુણગુણારવ કરતા હાથીએ અભિષેક કરીને રાજપુત્રને પોતાના સ્કંધ ઉપર આરોપણ કર્યો. છત્ર અને ચામરોથી અલંકૃત કર્યો. મહારાજનો જય થાઓ એમ બોલતા મંત્રી અને સામંતો વડે પ્રણામ કરાયો અને નગર પ્રવેશ માટે વિનંતિ કરાયો. તે અસંભાવનીય સંપત્તિથી વિસ્મિત થયેલો રાજપુત્ર મિત્રનું મુખ જોવા લાગ્યો. ૧. ઉદ્વર્તન-શરીરને સાફ કરવાના લેપ, તેલ વગેરે સુગંધી પદાર્થો. જેનાથી કફ, વાત, મેદ મટે છે અને ચામડી સ્વચ્છ થાય છે. Page #511 -------------------------------------------------------------------------- ________________ ૫O૪ ઉપદેશપદ : ભાગ-૨ આ મારો પ્રિય મિત્ર જેટલામાં આ પ્રમાણે મુખકમળને જોતો રહે તેટલામાં હું પણ યથેચ્છા ગુપ્તપણે રહું એમ નિશ્ચિય કરીને સાવધાન બની મિત્ર ત્યાંથી પલાયન થયો. પછી તે વિભાગમાંથી રાજપુત્ર નગરની અંદર પ્રવેશ્યો અને પૂર્વના રાજાની આઠ કન્યાઓ સાથે પરણાવાયો. અસ્મલિત શાસનવાળો રાજપુત્ર રાજ્યસુખને અનુભવતો રહે છે. સુમિત્ર પણ પરિભ્રમણ કરતો પુરુષષીણી રતિસેના નામની વેશ્યા પુત્રી વડે જોવાયો અને સુમિત્રે પણ રાગવાળી વેશ્યાપુત્રીને જોઈ. પછી જણાયો છે તેનો અભિપ્રાય જેણી વડે એવી મુખ્ય નાયિકાવડે તે સુમિત્ર ગૌરવપૂર્વક બોલાવાયો અને વિચાર્યું કે આ સુંદર રૂપવાળો મહાધની જણાય છે કહ્યું છે કે- જો કે ધનના અર્થીઓ બીજા પાસે પ્રાર્થના કરે છે, જો કે ધનના અર્થીઓ તીવ્ર દુઃખોથી પીડાય છે તો પણ ધનના અર્થીઓની દષ્ટિ સતેજ હોય છે અને વાણી પણ સ્થિર હોય છે. જો કે ભાગ્યશાળીઓની લક્ષ્મી પ્રગટ પણે દેખાતી નથી તો પણ શરીરની ચેષ્ટાદિથી જણાય છે કે ભાગ્યશાળી પુરુષોની પાસે લક્ષ્મી અને સુંદર સ્ત્રી સામે ચાલીને આવે છે. આ પ્રમાણે સારી રીતે પરિભાવના કરીને તેણે સુમિત્રની ઉત્તમ આગતા સ્વાગતા કરી. રતિસેનાના રૂપના આલોકનથી ઉદીપન થયો છે કામરૂપી અગ્નિ જેનો એવા સુમિત્રે વિચાર્યું. સુવર્ણના અંકુરા જેવી ગૌરવર્ણવાળી, કેળના થડ જેવી જંઘાવાળી વેશ્યાઓમાં મોટો દોષ એ છે કે હલદીના રંગસમાન પ્રેમવાળી હોય છે, અર્થાત્ હળદરનો રંગ તડકો લાગતા ઉડી જાય તેમ વેશ્યાઓનો સ્નેહ જલદીથી ઊડી જાય, પણ સ્થિર ન હોય. જેમ માખીઓ ઉત્તમ ચંદનને છોડીને મળમૂત્રમાં રાગી થાય છે તેમ વેશ્યાઓને ધનમાં રાગ હોય છે પણ મચકુંદ જેવા ઉજ્વળ ગુણોમાં રાગ હોતો નથી. એમ હું આ જાણું છું. છતાં પણ મારું મન બળાત્કારે આ તરુણી તરફ આકર્ષાય છે. તેથી હું થોડો કાળ અહીં જ રહું એમ નિર્ણય કરીને વેશ્યાના ઘરે રહ્યો. રતિસેનાની સાથે સ્નેહ બંધ થયો. કુટ્ટિણી પણ ખુશ થઈ. પરંતુ સુમિત્ર તેને કંઇપણ આપતો નથી એટલે સંદિગ્ધ છે ધનની આશા જેને છે એવી કુટ્ટિનીએ કંઇપણ શરીરના ભોગ માટે ઉચિત વસ્તુની માગણી કરી. તેથી તોલવાના ત્રાજવાની લોખંડની અર્ગલા થોડા ભારથી નમતી નથી તેમ આ વરાકડી થોડા દાનથી નહીં નમે એમ ચિત્તમાં વિચારીને તેણે વિધિથી ચિંતામણિનું સ્મરણ કર્યું. ચિંતામણિના પ્રભાવથી તેને મહામૂલ્યવાળું વસ્ત્રાભરણ આપ્યું. કુટ્ટિની ખુશ થઈ તો પણ લોભના દોષથી ફરી ફરી યાચના કરે છે. સુમિત્ર પણ આપતો રહે છે. અન્યદા વિસ્મિત થયેલી કુટ્ટિણીએ વિચાર્યું કે ખરેખર આની પાસે ચિંતામણિ રત્ન છે નહીંતર આને આવા પ્રકારની દાનશક્તિ ક્યાંથી હોય? તેથી તેને પણ હું પડાવી લઉં. પછી સુમિત્ર જ્યારે સ્નાન કરવા ગયો ત્યારે તેના કપડાના થેલામાંથી મહામણિ કાઢી લીધો. ફરીથી તેણે કંઈક યાચના કરી એટલે સુમિત્રે કોથળીને જોઈ. ચિંતામણિ નહીં જોતા Page #512 -------------------------------------------------------------------------- ________________ પ૦૫ ઉપદેશપદ : ભાગ-૨ તેણે ગવેષણા કરી. પછી કુટ્ટિનીવડે કહેવાય કે તમારા દાનથી સર્યું. મારા પરિજનને આળ ન આપીશ. પછી ખરેખર આણે મણિ લીધો છે નહીંતર કેવી રીતે આ પ્રયોજન સિદ્ધ થઈ ગયું હોય તેની જેમ નિર્દાક્ષિણ્યથી આલાપ કરે? એમ સંભાવના કરીને ગુસ્સાથી તેના ઘરેથી નીકળી ગયો. લજ્જાથી રાજાને પણ વિનંતિ નહીં કરવા ઇચ્છતા સુમિત્રે દેશાંતર પ્રયાણ કર્યું. અને વિચારે છે કે–અજ્ઞાનને ધિક્કાર થાઓ! લોભથી જર્જરિત થયેલી કુટ્ટિનીએ જેટલું માગ્યું તેટલું આપ્યું. તેનો પુણ્યોદય છતાં તૃષ્ણા પ્રવર્તિતી રહી, અર્થાત્ ચાલુ રહી. પરમાર્થનો વિચાર નહીં કરનારી, વિશ્વાસુને દ્રોહ આપવાના ભાવવાળી એવી તે પાપીણી વડે ફક્ત હું જ ઠગાયો નથી પરંતુ તેણે પોતાને પણ ઠગ્યો છે. જેનાવડે વિધિ અને મંત્ર જણાયો નથી, મણિ હોવા છતાં સામાન્ય પથ્થરાની જેમ તેને થોડું પણ મનઈચ્છિત નહીં આપે. એવો તે કયો ઉપાય છે જેનાથી હું તેનું પ્રિય કરું અને પોતાના માહભ્યને બતાવી તે શ્રેષ્ઠ રત્નને ગ્રહણ કરું. ઉપકારીઓના ઉપકારનો બદલો ન વાળે, વૈરીઓના વૈરનો બદલો ન વાળે તો તેના પરાક્રમને ધિક્કાર થાઓ. આ પ્રમાણે વિવિધ વિકલ્પો રૂપ મોજાઓથી વ્યાકુલ થયું છે મન જેનું એવો તે પરિભ્રમણ કરતો કયારેક વિચિત્ર મહેલોની શ્રેણીથી સુંદર, નંદનવનનું અનુકરણ કરે તેવા ભવન અને ઉદ્યાનોથી શોભિત, શ્રેષ્ઠ કિલ્લાના વલયથી આલિંગિત, લોકોની અવરજવર વિનાના એક અતિ રમણીય નગરને જુએ છે અને અતિવિસ્મિત થયેલો સુમિત્ર તે નગરમાં પ્રવેશ્યો. કિલકિલારવ કરતા વાંદરાઓના સમૂહથી અલંકૃત દેવકુલોને જોતો, ઘુર દુર અવાજ કરતા ભયંકર વાઘોથી અતિભયંકર બનેલા ઘરોને જોતો, નવીન (યુવાન) સર્પોની કાંચળીઓના તોરણને જોતો રાજમંદિરે પહોંચ્યો. ત્યાં પણ કોઈ મનુષ્યને નહીં જોતો, સુમિત્ર સુંદરતા નિહાળવામાં ઉત્સુક સાતમા માળ ઉપર ચઢ્યો અને ત્યાં કુંકુમરાગથી લાલ-પીળું રંગાયું છે શરીર જેનું, કપૂરની રજથી સફેદ કરાયું છે મસ્તક જેનું, સુગંધી ફુલની માળાથી સુશોભિત કરાઈ છે સરળ ડોક જેની, લોખંડની ભારે સાંકળથી બંધાયા છે ચરણ જેના એવા ઊંટડીના યુગલને જુએ છે. પછી વિચારે છે કે અહીં શૂન્ય નગરમાં ઊંટડીઓ ક્યાંથી આવે? અથવા ઉપભોગની સામગ્રીથી સહિત શરીરવાળી અહીં કેવી રીતે ચડે? એમ વિતર્ક કરતો ગવાક્ષમાં રહેલા બે દાબડાને જુએ છે. તેમાં પણ એકમાં સફેદ અંજન છે અને બીજામાં કાળું અંજન છે અને અંજનસળીઓ દેખવાથી આ જોગ-સંજન છે એમ નિશ્ચય કર્યો. અને સફેદ પાંપણવાળી ઊંટડીઓની આંખોને જુએ છે તેથી ખરેખર સફેદ અંજનથી આ મનુષ્ય સ્ત્રીઓ ઊંટડીઓ કરાઈ છે અને આ કાળા અંજનથી તેઓનો મૂળ ભાવ ક્યારેક પ્રકટ થાય એમ સંભવે છે. પછી સુમિત્ર વડે કૃષ્ણ અંજનથી તેઓની આંખો અંજાઈ અને મૂળ રૂપ પ્રકટ થયું. પછી મૂળસ્વભાવવાળી તરુણત્રીઓ થઈ. તમને Page #513 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ ઉપદેશપદ : ભાગ-૨ કુશળ છે ને? એમ સ્નેહપૂર્વક બોલાવાતી તેઓએ કહ્યું: તમારી કૃપાથી હમણાં કુશલ સંભવે છે. તો પછી તમારો અસંભાવનીય વૃત્તાંત શું છે? એમ પૂછાયેલી તેઓએ પોતાના વૃત્તાંતને જણાવ્યો. અહીંથી ઉત્તરદિશામાં ગંગા મહાનદીના પેલા કાંઠે સર્વ સુખો જેની પાસે રહેલા છે એવા સુભદ્ર નગરમાં પ્રશસ્ત કાર્યોને આચરનારો ગંગાદિત્ય નામનો પ્રધાન (મુખ્ય) શ્રેષ્ઠી છે. તેને કુલાંગનાના સકલ ગુણોને ધરનારી વસુધારા પત્ની છે. તેને સંપૂર્ણ ગુણોથી યુક્ત આઠ પુત્રોની ઉપર થયેલી અમે જયા અને વિજયા નામની બે યુગલિક પુત્રીઓ છીએ. માતા અને પિતાના મનોરથોની સાથે વધતી અમે યૌવનરૂપી રાજાને રહેવા માટે રાજધાની સમાન થઈ. તે જ ગંગાનદીની નજીકના વનખંડમાં પોતાની ક્રિયામાં સુસ્થિત, પ્રિયભાષી પ્રાસંગિક કથા આદિ કરવામાં નિપુણ, નિમિત્તમાં કુશલતા પ્રાપ્ત કરનાર, દર્શનીય, મધ્યસ્થ ભાવને બતાવતો, બહુજનને સંમત એવો સુશર્મા નામે પરિવ્રાજક હતો. તે એકવાર અમારા પિતાવડે ગૌરવપૂર્વક ભોજન માટે આમંત્રણ કરાયો અને તેના પગનું પ્રક્ષાલન કરી ઉત્તમ આસન ઉપર બેસાડાયો. કલમ ભાતાદિ ભોજન પીરસવામાં આવ્યું. તે વખતે પિતાના આદેશથી અને તેને વીંઝણાથી પવન નાખવાનું શરૂ કર્યું. પછી તે પરિવ્રાજક અમારા રૂપને જુએ છે ત્યારે આ અયુક્તકારી છે એમ વિચારીને કામદેવે તેને સર્વ બાણોથી વિંધ્યો. પછી તે વિચારવા લાગ્યોઃ જો સનાથ એવો હું આ તરુણીઓની સાથે રતિસુખ ન માણું તો વ્રતનો પાંખડ બળો, ધ્યાનના ગ્રાહને (વળગાળને) ધિક્કાર થાઓ, ધિક્કાર થાઓ, શિવપુરનો વિલય થાઓ, વૈકુંઠના સ્વર્ગ ઉપર વધૂ પડો. તેથી હું નિશ્ચિયથી પોતાને મૃતકસમાન માનું છું. તથા જો અપ્સરાઓ વડે બ્રહ્મા ક્ષોભ પમાડાયો, ગંગાગોરીવડે શંકર ક્ષોભ પમાડાયો, ગોપીઓવડે કૃષ્ણ ક્ષોભ પમાડાયો તો પછી મારે વ્રતનું અભિમાન કેવું? આ પ્રમાણે કરાયો છે વિકલ્પ જેના વડે, વિચારાયો છે પ્રિયાના લાભનો ઉપાય જેનાવડે એવો પરિવ્રાજક ભોજન કરવાનું છોડી દઈને કંઈપણ ધ્યાન કરતો રહ્યો અને ઉત્કંઠાથી શ્રેષ્ઠીએ કહ્યું કે હમણાં ભોજન કરો ચિંતવનથી શું? ઠંડુ થયેલું ભોજન સુખકારક થતું નથી. પછી ફરી ફરી શ્રેષ્ઠીવડે કહેવાતા પરિવ્રાજકે કહ્યું. આવા પ્રકારના દુઃખીઓને ભોજનથી શું? પછી કેટલાક કોળિયાનું ભોજન કર્યું ત્યારે શ્રેષ્ઠીએ પરિવ્રાજકને પુછ્યું: તમે દુઃખી કેમ છો? પિતાવડે આગ્રહથી પુછાયેલા પરિવ્રાજકે કહ્યું: સંસારનો જેણે ત્યાગ કરી દીધો છે એવા અમને તમારા જેવા સુજનનો સંગ ઉદ્વેગનું કારણ બને છે આથી તમને મારું અકુશલપણું કહેવાને શક્તિમાન નથી. આટલું પણ તમને કહેવા સમર્થ નથી એમ બોલતો પોતાના સ્થાને ગયો. અરે! આ શું? વ્યાકુળ મનવાળા શ્રેષ્ઠીએ ત્યાં જઈને સવિશેષ આદરપૂર્વક એકાંતમાં પૂછ્યું ત્યારે તેણે કહ્યું. હું શું કરી શકું? એક બાજુ વાઘ છે અને બીજી બાજુ બે કાંઠે વહેતી Page #514 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૫૦૭ નદી છે. એક બાજુ તું અલંઘનીય છે, અર્થાત્ તને કહ્યા વિના રહી શકાય તેમ નથી અને બીજી બાજુ મુનિજનને આવા પ્રકારનું કહેવું ઉચિત નથી, તો પણ તું ગૌરવનું સ્થાન હોવાથી પરમાર્થ શું છે તેને સાંભળ. ભોજન અવસરે તારા ઘરે બેઠેલા મારાવડે તારી પુત્રીઓની લક્ષણરેખા જોવાઈ અને તે લક્ષણરેખા પિતાના પક્ષનો ક્ષય કરનારી જણાઈ છે. આ શલ્યથી પીડાયેલા મેં ભોજનનો ત્યાગ કર્યો હતો અને તારા આગ્રહથી મેં કંઈક ભોજન કર્યુ હતું. આને સાંભળીને આ મહાજ્ઞાની છે, યથાર્થવાદી છે, તેથી ભયભીત થયેલા પિતાએ કહ્યું- હે ભગવન્! શું અહીં કોઈ ઉપાય છે? તેણે કહ્યું: ઉપાય છે પણ તે દુષ્કર છે. કહ્યું છે કે કુલક્ષણવાળી વસ્તુ પીડાકારી છે પણ કુલક્ષણવાળી વસ્તુનો ત્યાગ જ પીડા કારક નથી. “તે બંને આખા કુટુંબને પ્રાણપ્રિય છે તો પણ સર્વ અલંકારથી યુક્ત કુમારિકાઓ લાકડાની પેટીમાં પુરીને ગંગાના પ્રવાહમાં વહેતી મૂકવી” એવું કર્મ કરાય તો સર્વ સારું થાય. અહો! તેની પાપથી લેપાયેલી મતિ કેવી છે! તેની વાતને તે પ્રમાણે માનતા પિતાએ કુલની રક્ષા માટે એક મોટી લાકડાની પેટી કરાવી. પ્રથમ સ્નાન પછી વિલેપન અને પછી અલંકૃત કરાયેલી અમે તે પેટીમાં સુવાડાઈ. પછી મીણથી પેટીના છિદ્રો પૂરીને, માતા વગેરેને પરમાર્થ નહીં કહીને, આપણા કુળમાં કુમારીઓએ ગંગાના દર્શન કરવા જોઈએ એમ બોલતા પિતાએ સવારે ગાડામાં આરોપણ કરીને, પરિવ્રાજકની દૂતી વડે કરાયું છે શાંતિકર્મ જેનું એવી અમે ગંગા નદીમાં પ્રવાહિત કરાઈ. પછી પિતા પાછા ફર્યા. “બળાત્કારે નદી પેટીને ઘસડી ગઈ” એ પ્રમાણે બોલીને રડતા પિતાએ શોક કર્મ કર્યું. પરિવ્રાજકે મઢીમાં જઈને પોતાના શિષ્યોને કહ્યું કે અરે ! આજે ગંગા ભગવતી વડે હિમાલયમાંથી મંત્રસિદ્ધિ નિમિત્તે પૂજાનાં ઉપકરણની પેટી લવાઈ છે તેથી તમો જલદીથી જઈને નીચેના ઓવારા પાસે રાહ જુઓ અને ઉઘાડ્યા વગર અહીં લઈ આવો જેથી મંત્રમાં વિઘ્ન ન થાય. અહો! અમારા ગુરુનું કેવું માહભ્ય છે! એમ વિસ્મય પામેલા તેઓ પણ કહેવાયેલા ઓવારાથી બે ત્રણ ગાઉ દૂર ઉપરવાસમાં રહીને નિપુણતાથી નદીનું નિરીક્ષણ કરવા લાગ્યા. આ બાજુ નૌકા સૈન્યથી તે નદીના પાણીમાં ક્રીડા કરતા મહાપુર નગરના સ્વામી સુભીમ રાજાએ તે પેટીને જોઈ અને તેને કૌતુકથી ગ્રહણ કરી અને ઉઘાડી. અમારું રૂપ જોઈને આશ્ચર્યચક્તિ થયો. કામદેવને આધીન બનેલા રાજાએ મંત્રીને કહ્યું: અહો! આશ્ચર્ય જુઓ! શું આ પાતાળ કન્યાઓ છે? અથવા શું આ વિદ્યાધરીઓ છે? અથવા શું આ દેવીઓ છે? અથવા શું આ રાજપુત્રીઓ છે? હે ભાગ્યશાલીનીઓ! તમે કોણ છો? એમ પ્રેમપૂર્વક ઘણું પૂછવા છતાં દુઃખથી ભરાયેલી અમે કંઈપણ ઉત્તર ન આપ્યો. એટલીવારમાં રાજાના Page #515 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ ઉપદેશપદ : ભાગ-૨ અભિપ્રાયને જાણીને મંત્રીએ કહ્યું: હે દેવ! આવી રીતે અલંકૃત કરાયેલી કન્યાઓનો કારણ વિના કોઈપણ ત્યાગ ન કરે, તેથી ઈષ્ટફળની સિદ્ધિ માટે કોઈએ ગંગાને ભેટ ધરી છે. તેથી આ મંજૂષામાં બીજી બે સ્ત્રીઓને મૂકીને ગ્રહણ કરો. બીજાએ કહ્યું. અહીંયા બીજી સ્ત્રીઓ ક્યાંથી મળે? આ કાંઠા ઉપરના વનખંડમાંથી બે વાંદરીઓને પકડીને આની અંદર મૂકો. પછી અહો! કેવો સુંદર ઉપાય એમ બોલતા બોલતા રાજાએ બે તેજસ્વી વાંદરીઓને પેટીમાં પૂરી. તે જ પ્રમાણે પેટીને સ્થગિત કરીને પ્રવાહિત કરી. પછી જાણે બીજું રાજ્ય પ્રાપ્ત ન કર્યું હોય! એવા અમંદ આનંદ રસમાં ડૂબેલો રાજા અમને લઈને આ નગરમાં ગયો. તે પણ પરિવ્રાજકના શિષ્યો આપણા ગુરુ અન્યથાવાદી નથી એવા નિશ્ચિયને પામેલા લાંબા સમય પછી કાષ્ટની પેટીને જોઈ. જલદીથી લઇને તે પાપી ગુરુની પાસે ગયા તે પણ અતિ ઉત્કંઠાવાળો હતો છતાં કોઈક રીતે સૂર્યાસ્ત થઈ ગયો. પછી પરિવ્રાજકે શિષ્યોને કહ્યું કે અરે! આજે મઢુલીના દરવાજાને તાળું મારીને તમારે દૂર રહેવું. પ્રચુર પોકાર સંભળાય તો પણ જ્યાં સુધી સૂર્યોદય ન થાય ત્યાં સુધી તમારે અહીં ન આવવું. સર્વથા મારી મંત્રસિદ્ધિમાં વિઘ્ન નાખીને તમારે પાપના ભાગીદાર ન થવું એમ શિક્ષા આપી મઢુલીનો દરવાજો બંધ કર્યો. પછી તે સુંદરીઓ! તમારા ઉપર ગંગાદેવી ખુશ થઈ છે આથી સ્વર્ગવાસી એવો હું તમને સ્વામી તરીકે અપાયો છું તેથી બે હાથ જોડેલા ચાકર એવા મારો તમારે માન ભંગ ન કરવો એમ સમુલ્લાપ કરતો તે મંજૂષા ઉઘાડીને જેટલામાં બંનેને ગ્રહણ કરવા બે હાથ અંદર નાખ્યા તેટલામાં ગોંધાઈને ક્રોધે ભરાયેલી દુષ્ટ વાંદરીઓએ તીક્ષ્ણ નખોથી તેનું શરીર ઉઝવું, કાનો તોડી નાખ્યા, ગાલ તોડી નાખ્યું, તીક્ષ્ણ દાંતોથી નાક કાપી લીધું. આમ વાંદરીઓએ તેને હતાશ કર્યો. અરે! અરે! શિષ્યો! તમે જલદી આવો હું આ રાક્ષસીઓ વડે ખવાઉં છું. આ પ્રમાણે તીવ્ર આક્રંદ કરતો પૃથ્વીતળ ઉપર પડ્યો. તેના શિષ્યો પણ ભયંકર દુસહ ચીસોને સાંભળવા છતાં પણ ગુરુએ આપણને તેમ કરવાની ના પાડી છે એમ વિઘ્નના ભયથી ન આવ્યા. પછી તે પણ સર્વ રાત્રિ તરફડતો ફરી ફરી વાંદરીઓથી પેટ અને છાતી ફાડી નંખાયો અથવા આ પાપી છે એમ સમજીને પ્રાણોથી મુકાયો, ભવિતવ્યતાના વશથી તે મહારૌદ્ર રાક્ષસ થયો. આના વડે (સુભીમરાજા વડે) વાંદરીઓના પ્રયોગથી મારી પ્રિયાઓ હરણ કરાઈ છે અને હું મારી નંખાવાયો છું એમ વિર્ભાગજ્ઞાનથી જાણ્યું છે પોતાના મરણનું કારણ જેણે એવા ભયંકર આચરણવાળો રાક્ષસ સુભીમ પર અતિક્રોધે ભરાયો. આ નગરમાં તે આવ્યો અને રાજાને મારીને અમને બેને છોડીને આ નગર ઉજ્જડ કર્યું. આ રૂપ પરાવર્ત કરે તેવો અંજનયોગ બે પ્રકારે તેણે બનાવ્યો છે, તે સુભગ! જે તારા વડે સ્વયં જ જોવાયો છે. પોતાના હૃદયના ભાવ Page #516 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૫૦૯ પૂર્વકના મોટા રાગના ગ્રહને (આસક્તિને) કહેતા એવા આ રાક્ષસવડે અમને યથાસ્થિત વૃત્તાંત કહેવાયો છે. તેથી હે મહાસત્ત્વ! આ અમારું વૃત્તાંત છે. આ શૂન્ય અરણ્યવાસથી અમે કંટાળી ગઈ છીએ અને જ્યાં સુધી અમારા આયુષ્યની હાની ન થાય ત્યાં સુધીમાં આ ઘોર રાક્ષસ પાસેથી અમને છોડાવો. તેને સાંભળીને પ્રાર્થનાનો ભંગ કરવામાં ભીરુ, કારુણ્યનો સાર, તેના આલાપથી ઉલ્લસિત થયું છે મન જેનું એવા સુમિત્રે કહ્યું: પણ તે રાક્ષસ ક્યાં ગયો છે? અને કેટલા દિવસ પછી તમારી પાસે આવે છે? અને તેઓએ કહ્યું: તે રાક્ષસદ્વીપ જઇને બે ત્રણ દિવસોથી ઇચ્છા મુજબ આવે છે. બોલાવાયેલો જલદીથી આવે છે અને ન બોલાવાયો હોય તો પંદર દિવસ કે મહીનો પણ રહે છે, પરંતુ આજે નક્કીથી રાત્રિમાં આવશે તેથી તમારે ભોંયતળીયે રત્નની વખારમાં રહીને જીવ રક્ષા કરવી. તમને યાદ કરીએ ત્યારે તમારે યથાયોગ્ય આચરણ કરવું. તમારે મને જલદીથી બોલાવવો એમ બોલતો સુમિત્ર ફરીથી તેઓને ઊંટડી બનાવીને છુપાઇ ગયો. રાક્ષસ પણ સાંજના સમયે આવ્યો તેઓને સ્વાભાવિક રૂપવાળી કરીને છી છી! આજે મનુષ્યની ગંધ કેમ આવે છે એમ રાક્ષસ બોલે છે ત્યારે ખરેખર અમે જ મનુષ્ય સ્ત્રીઓ છીએ તેથી તમને ગંધ આવે છે એમ બોલતી તેઓવડે વિશ્વાસ પમાડાયો. પછી રાત્રિ વસીને જતો દેવ વિનંતિ કરાયો કે અમે એકલીઓને ભય લાગે છે તેથી તમારે જલદીથી આવવું એમ કહેવાયેલો પોતાના અભિપ્રેત સ્થાનમાં ગયો. સુમિત્રે પણ અંજનના દાબડા લીધા અને મનુષ્ય સ્ત્રીઓ બનાવીને નીચે ઉતારી. ફરી પણ ઊંટળીઓ બનાવીને રત્નનો ભાર ભરીને પછી લઇને મહાસાલ નગર તરફ ચાલ્યો. કેટલાક દિવસો પછી એક ભૂતતંત્રમાં નિપુણ વિદ્યાસિદ્ધને મળ્યો અને તેને પોતાનો સદ્ભાવ કહ્યો અને વિદ્યાસિદ્ધે પણ તેને ધીરજ આપી અને તેટલામાં ભયંકર રૂપને કરીને ઘોર અટ્ટહાસથી ત્રાસ પમાડાયેલા ગગનચારીઓ(પક્ષીઓ)ના પોકારથી ચમત્કાર કરાયું છે ત્રૈલોક્ય જેનાવડે એવો દુષ્ટ તે રાક્ષસ નજીકમાં આવ્યો. પછી મંત્રના અંચિત્ય માહત્મ્યથી અરે! અરે! પાપિષ્ટ! હે અનાર્ય! તું આજે મર્યો સમજ એમ બોલતા મંત્રસિદ્ધ પુરુષવડે થંભાવીને તે રાક્ષસ થાંભલાની જેમ નિશ્ચલ કરાયો. મંત્રસિદ્ધના માહત્મ્યને જાણીને રાક્ષસ કહેવા લાગ્યો કે રાક્ષસોનો પણ ભક્ષક હોય છે' એવો જનપ્રવાદ આજે તારાવડે, સિદ્ધ કરાયો. તેથી તું મને હમણાં છોડ' તું જેને કહેશે તે હું કરીશ. મંત્રસિદ્ધે રાક્ષસને કહ્યું: જો એમ છે તો આના ઉપરના વૈરભાવને છોડ. તે કહે છે—ભલે તેમ થાઓ. પરંતુ મારી પ્રિયતમાઓને પાછી અપાવ. મંત્રસિદ્ધે કહ્યું: ખરેખર શ્રેષ્ઠ વહુઓની પ્રાર્થનાથી તપનો ભ્રંશ કર્યો અને દારુણ મરણને પામ્યો છતાં પણ આઓને વિષે રાગને કેમ છોડતો નથી? પરંતુ આવા પ્રકારની દુર્ગતિમાં ગયો હોવા છતાં તું અનાચારથી સંતોષ પામતો નથી જેથી દેવભવને અનુચિત, નરકરૂપી અગ્નિના સંતાપનું કારણ એવા કુત્સિત મનુષ્યના સંગમાં અભિરમણ કરે છે. સર્વથા Page #517 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ ઉપદેશપદ : ભાગ-૨ આઓનો ત્યાગ કર તથા આઓને પીડા આપવાનું બંધ કર. આ પ્રમાણે મંત્રસિદ્ધે કહ્યું ત્યારે તેણે સ્વીકાર કર્યો. અપાયા છે ત્રણવચનો જેને એવો સુમિત્ર હમણાં મહાપુર નગરમાં વસે એમ બોલતો રાક્ષસ પોતાના સ્થાને ગયો. પછી હર્ષપૂર્વક અહો ! તું મહાસત્ત્વશાળી છે, અહો! તું મહાસાહસિક છે, અહો! તું મહાકારુણ્ય છે. પરોપકાર કરવામાં બુદ્ધિ બંધાયેલી છે જેની એવા તારા વડે આ દુષ્ટ વશ કરાયો એ પ્રમાણે સુમિત્રવડે સિદ્ધપુત્ર પ્રશંસા કરાયો. તેણે પણ કહ્યું: હે સુપુરુષ! તું જ પ્રસ્તુત પ્રશંસા સ્તુતિને ઉચિત છે. કેમકે મંત્રાદિથી રહિત હોવા છતાં પણ ભયને ગણકાર્યા વિના આવા પ્રકારના મહાસાહસને આચર્યું. તું મહાપુણ્યશાળી છે નહીંતર આવા પ્રસંગે તારો મારી સાથે ભેટો કેવી રીતે થાય? આવા પ્રકારોથી સુજનજનને ઉચિત સંલાપ કરીને વિદ્યાસિદ્ધ પોતાના પ્રયોજનથી સ્વસ્થાને ગયો. સુમિત્ર પણ સુખે સુખે મહાશાલ નગરમાં પહોંચ્યો અને પ્રધાન પદનો સ્વીકાર કરીને તે બે સ્ત્રીઓને પરણીને તેમની સાથે ભોગ ભોગવતો રહે છે. અને આ બાજુ સુમિત્રને નહીં જોતી તિસેનાએ ત્રણ દિવસરાત ભોજન વાર્તાલાપ વગેરેનો ત્યાગ કર્યો. પછી રત્ન પાસેથી વરાટિકા (કોડી) માત્રને પણ નહીં મેળવતી મહાપશ્ચાત્તાપથી તપેલું છે ચિત્ત અને શરીર જેનું એવી કુટ્ટિણીએ વિચિત્ર પ્રકારની યુક્તિઓ પૂર્વકના અનુકૂળ વચનોથી તિસેનાને સમજાવી છતાં પણ સુમિત્રના આગ્રહને છોડતી નથી અને કહે છે કે લાકડાઓથી અગ્નિ તૃપ્ત થાય એ કદાચ સંભવે, નદીઓથી સમુદ્ર તૃપ્ત થાય એ સંભવે તો પણ હે પાપીણી! પતિવડે ધન અપાતી તું તૃપ્ત થતી નથી. અને ભગવાન ધૂમધ્વજ (અગ્નિ) નિશ્ચે મારા શરીરનું આલિંગન કરશે, પરંતુ કામદેવ સમાન પણ બીજો પુરુષ મારા શરીરનું આલિંગન નહીં કરી શકે. અને આ પ્રમાણે ઘણા પ્રકારના સોગનો આપીને નિશ્ચયને વરેલી રતિસેનાને પ્રાણવૃત્તિ (ભોજન) કરાવીને અને સુમિત્રને શોધવામાં એક મનવાળી થઈ. અન્યદા શૃંગાર કરીને પોતાના ઘરની નજીકની શેરીમાંથી જતા સુમિત્રને જોયો. પછી જલદીથી તેની પાસે જઇને વિનયપૂર્વક ઘરે તેડી લાવીને મોટી આગતા સ્વાગતા કરીને કહ્યું: હે પુત્ર! કહ્યા વિના આ રીતે પરદેશ ચાલ્યા જવું તારે માટે યોગ્ય છે? બીજું પણ—પાણી પીવા માટે બેઠેલો પક્ષી ઊડવાનો હોય ત્યારે રજા લઇને ઊડે છે જ્યારે તું સ્નેહ બતાવીને કહ્યા વિના કેમ ચાલ્યો ગયો? હે પુત્ર! મારા વડે તું ક્યાં ક્યાં નથી શોધાયો? આટલા કાળ સુધી તેં દર્શન આપીને અમારા ઉપર કૃપા ન કરી અને આ મારી પુત્રી પ્રાણ સંદેહમાં પડી છે. અપરાધ નહીં હોવા છતાં પણ તારા વડે ત્યજાયેલી ૧. સુમિત્ર ઉપર વૈરભાવને છોડવું. (૨) પ્રિયતમાઓનો ત્યાગ કરવો અને (૩) તેઓને સર્વથી પીડા આપવાનું બંધ કરવું. સિદ્ધમંત્રે રાક્ષસ પાસે આ ત્રણ વચનોનો સ્વીકાર કરાવ્યો. Page #518 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૫૧૧ હજુ નિસ્નેહ નથી થઈ. પછી સુમિત્રે વિચાર્યું અહો! આ ધૂર્તાની ધૃષ્ટતા કેવી છે! જે આટલા મોટા અપરાધને પણ છૂપાવે છે, તો પણ ચિંતામણિને મેળવવાનો બીજો કોઈ ઉપાય નથી એ પ્રમાણે વિચાર કરતા કોઈપણ જાતના વિકારને (કોપને) બતાવ્યા વિના કહ્યુંઃ તમે ખોટી શંકા ન કરો. ખરેખર હું ઓચિંતા પ્રયોજનથી પરદેશ ગયો હતો અને આજે જ આવ્યો છું. કામમાં ગુંથાયેલો હોવાથી અહીં ન આવી શક્યો, એમ સાંભળીને આ ચિંતામણિને ભૂલી ગયો છે એટલે કુટ્ટિણી ખુશ થઈ તો પણ લોકમાં હું જૂઠી સિદ્ધ ન થાઉં એમ છૂપાવવા ચિંતામણિ આપતી નથી. પછી વિશ્વાસ પામેલી રતિસેના સુમિત્ર વડે કહેવાઈ: હે પ્રિયે! જો તું ગુસ્સે ન થાય તો એક કૌતુક બતાવું. બતાવો એમ તેણે કહ્યું ત્યારે પૂર્વે કહેવાયેલા અંજનથી રતિસેનાને ઊંટડી કરીને પોતાના ઘરે ગયો. ભોજન અવસરે કુટ્ટિણીએ રતિસેનાને બોલાવી છતાં કંઈ ઉત્તર ન મળ્યો ત્યારે તેણે ઉત્કંઠાથી તપાસ કરી. તેવા પ્રકારની ઊંટડી થયેલી તેને જોઈને, શું આને બીજું કોઈ ખાઈ ગયું હશે? ખરેખર ખાનારી આ કોઈ રાક્ષસી હોવી જોઇએ, નહીંતર આ પ્રાસાદતલ ઉપર કેવી રીતે ચઢી. ભયભીત થયેલી પરિવ્રાજિકાએ બૂમ પાડી. તે વખતે પરિજન અને શેષલોકો ભેગા થયા. બધા વિસ્મય પામ્યા અને પૂછ્યું: તારી પુત્રીનો જાર (ઉપપતિ) કોણ છે? તેના પરિજને કહ્યું કે દેશાંતરમાંથી આવેલો કોઈ અનાર્ય પુરુષ છે. પછી તે સર્વજ્ઞ હોવો જોઈએ એમ લોક બોલવા લાગ્યો. હે ભદ્ર! આ ઊંટડી તારી પુત્રી જ છે. ખરેખર તે ઢમાલિએ કોઈક કારણથી આ પ્રમાણે વિપ્રિય કર્યું છે, તેથી જેટલામાં તે દૂર ન ચાલ્યો જાય તેટલામાં જલદીથી રાજાને નિવેદન કર. પછી કુટ્ટિણીએ જલદીથી જઇને વીરાંગદ રાજાને નિવેદન કર્યું. તેણે પણ મારા મિત્ર સિવાય બીજા કોઈમાં આવું પરાક્રમ સંભવતું નથી એમ શંકા કરીને કુટિનીને કહ્યું હે ભદ્રા તેની સાથે તમારો સમાગમ થયો એને કેટલો કાળ થયો? કુટિનીએ કહ્યું: જે દિવસે દેવવડે આ નગર સનાથ કરાયું તે દિવસથી માંડીને તેનો સમાગમ થયો છે, પરંતુ વચમાં તે ક્યાંક ચાલ્યો ગયો હતો. આજે આ જ નગરમાં જોયો. એવું સાંભળીને ઉત્કંઠિત થયેલા રાજાએ નગરના આરક્ષકોને તપાસ કરવા માટે નિમણુંક કર્યા અને કહ્યું કે દેવની જેમ વિનયપૂર્વક વિનંતિ કરીને તેને અહીં જલદી લઈ આવો. પછી કુટ્ટિણીની દાસીઓ વડે બતાવાયેલો, નહીં ઈચ્છતો છતાં પણ મધુર આલાપોમાં તત્પર દંડપાશિકો તેને લઈ આવ્યા. રાજાએ દૂરથી જ ઓળખ્યો અને અભુત્થાન કરીને તેને આલિંગન કર્યું. રાજાએ કહ્યું: મહાધૂર્ત એવા મારા મિત્રને કુશળ છે ને? તેણે પણ પ્રણામ કરીને મસ્તક નમાવીને કહ્યું. દેવના પ્રાસાદથી કુશળ છે. રાજાએ કહ્યું. બાકીની બધી વાતો બાજુ પર રાખો, હમણાં કહે કે આ વરાકડી કુટ્ટિનીની પુત્રીને ઊંટડી શા માટે કરી? તરત જ સુમિત્રે કહ્યું. આ વૃક્ષના પાંદડાઓને ચરે છે તેથી આને (કુટ્ટિનીને) ભોજનનો વ્યય (ખર્ચ) ન લાગે અને બીજો વાહન વગેરેનો ખર્ચ ન Page #519 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ ઉપદેશપદ : ભાગ-૨ થાય એ હેતુથી આને ઊંટડી કરી છે. તેટલામાં પરિવ્રાજિકા બોલે છે- કે કપીલ વચનોથી સર્યું (જૂઠા ઉત્તરોથી સર્યું) તેને જલદી સાજી કર, તારા જાદુઈ વિજ્ઞાનને જોયું. સુમિત્રે કહ્યું: હે પાપીણી! આ જાદુ કેટલું માત્ર છે? પણ તને મોટા પેટવાળી ગધેડી કરીને આખા નગરની વિષ્ટા ઉપડાવીશ જેથી મારા મહાસાલ નગરમાં કયાંય પણ અશુચિની ગંધ ન આવે અથવા તે મહારત્નને પાછું આપ. રાજાએ કહ્યું: હે મિત્ર! તે રત્ન કેવા પ્રકારનું છે? તે કહે છે જેના પ્રસાદથી (પ્રભાવથી) દેવની ત્યારે સ્નાન ભોજન વગેરેથી સેવા કરાઈ હતી તે આ પ્રભાવશાળી રત્ન છે. પછી કોપથી લાલ થઈ છે આંખો જેની એવા રાજાએ કહ્યું: હે ધૃષ્ટી હે પ્રત્યક્ષ ચોરટી! શું તું મારા મિત્રના વસ્તુની ચોર છે? એ પ્રમાણે રાજાવડે ધમકાવાયેલી ભયથી ગભરાયેલી બે દાંતમાં આંગળીઓ નાખીને શરણ શરણ એમ બોલતી કુટિની સુમિત્રના પગમાં પડી. સુમિત્રે પણ રાજાને ઉપશાંત કર્યો. રત્ન મેળવીને રતિસેનાને સાજી કરી અને તે માતાના ચરિત્રને જાણીને સુમિત્ર ઉપર એકાંત રાગી થઈ. જોવાયો છે પ્રભાવ જેના વડે એવી તે વિશેષ પ્રકારે અનુકુળ થઈ. પછી પોતાના ઘરની સારભૂત થાપણ એવી પુત્રીને સુમિત્રને અર્પણ કરી આ પ્રમાણે સર્વને શાંતિ થઈ. બીજા દિવસે રાજાએ મિત્રને પૂછ્યું: હે મિત્ર! મને છોડીને તું ક્યાં ગયો હતો? તું શું સુખ-દુઃખને પામ્યો છે? અને પૂર્વે કહેલા બે મહિના લાભનો વ્યતિકર જલદી કહે, કૌતુહલના વિરહથી મારું મન લાંબા સમયથી ઘણું વ્યાકુલ છે. પછી સુમિત્રે મણિલાભનો વૃત્તાંત યથાસ્થિત કહ્યો. તથા મારો મિત્ર (વીરાંગદ) સુકૃતના ફળને અનુભવતો જેટલામાં રહે તેટલામાં હું પણ આવા પુણ્યપ્રભાવથી મળેલા આ ચિંતામણિ રત્નથી વિલાસ કરતો અને મિત્રને પ્રતિદિવસ જોતો આ જ નગરમાં ઇચ્છા મુજબ કેટલોક કાળ સુખને માણું એ પ્રમાણે નિશ્ચિય કરીને ગણિકાને ઘરે રહ્યો હતો. ફરી પણ કુટ્ટિણીના ઠગવાથી દેશાંતર ગયો હતો ઇત્યાદિ આપણા બેનો ફરી હમણાં ભેટો થયો ત્યાં સુધીનો સર્વ વૃત્તાંત કહ્યો. આને સાંભળીને વિસ્મિત થયેલા રાજાએ કહ્યું: અહો! શું તારી વ્યવસાયની સાર્થકતા! સર્વથા સત્ય જ કહેવાયું છે કે– વિનયથી ગુરુકૃપા પ્રાપ્ત થાય છે, વ્યવસાયથી મનવાંછિત લક્ષ્મી મળે છે અને પછી ધર્મથી આરોગ્ય, સ્વર્ગ અને મોક્ષ પણ મળે છે. સુમિત્રે કહ્યું હે દેવ! વ્યવસાયથી શું? પુણ્ય જ મુખ્ય છે, જેનાથી વ્યવસાય વિના સુખ મળે છે. વંધ્યવૃક્ષ (ફળ ન આપે તેવા વૃક્ષ)ની જેમ એકલો વ્યવસાય નિષ્ફળ જ થાય છે. અને કહ્યું છે કે–જે વસ્તુ દુર્લભ છે, જે દૂર છે, જેનો સંચય દુર્ગમ છે, જે રાખવામાં પરવશ છે, લાંબા સમયથી સજ્જન કે દુર્જનથી અધિષ્ઠિત છે તે વસ્તુ ચિંતવવા માત્રથી સુખપૂર્વક મેળવી શકાય છે તે પૂર્વ ઉપાર્જિત ધર્મના લેશથી સુસાધ્ય બને છે. અને દેવ (=વીરાંગદ રાજા) પુણ્યથી અભ્યધિક છે જેને લીલાથી સુંદર સ્ત્રીની જેમ આ રાજ્યલક્ષ્મી સ્વયંવરેલી છે. અને બીજું Page #520 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૫૧૩ જો દેવ ઇચ્છે તો તે પણ મહાપુરને વસાવીને મંત્રીમંડળ સહિત તે નગરની મધ્યભાગમાં પ્રવેશે. આ પ્રમાણે પરસ્પરની પ્રશંસા કરતા અગાધ સુખસાગરમાં ડૂબેલા તે બેનો કાળ પસાર થાય છે. અન્યદા કૌતુકના વશથી રાજા મહાપુર નગરમાં ગયો. તેની નિશ્રામાં પૂર્વે તેમાં રહેતા હતા તે લોકો ફરી ત્યાં ભેગા થયા અને પોતપોતના ઘરમાં રહ્યા. પછી પૂર્વની નીતિ મુજબ તે નગરને સ્થાપીને તેના આરક્ષકોની નિમણુંક કરીને મહાસાલ નગરમાં પાછો ફર્યો અને સકલજનને પ્રશંસનીય મહારાજ્યને પાળવા લાગ્યો. હવે કથક ભટ્ટ રત્નશિખ મહારાજને કહે છે કે હે દેવ! આ વીરાંગદ અને સુમિત્રની કથાનકનો પરમાર્થ એ છે કે– પુણ્યશાળી જ્યાં કે ત્યાં જાય (ગમે ત્યાં જાય) અથવા જે કે તે વ્યવસાયને કરે તો પણ વિરાંગદની જેમ પુણ્યાધિક સુખોને મેળવે છે. કથક ભટ્ટે કહેલી આ કથાને સાંભળીને રાજા એકાએક વિચારે છે કે અહો! ધીરપુરુષોના ચરિત્ર કાનને સુખ આપનારા હોય છે. અને બીજું–આપત્તિ રૂપી હજારો કસોટીના પથ્થરો ઉપર ઘણી કસોટી કરાતા પુરુષનું સુવર્ણની જેમ માહભ્ય પ્રકટ થાય છે. જેની અદ્ભુત યશરૂપી ગંધ ભુવનમાં પ્રસરતી નથી તે મનુષ્ય સુરૂપથી યુક્ત હોય તો પણ કુરંટક વૃક્ષના પુષ્પની જેમ કોણ તેની પ્રશંસા કરે? જે કુળક્રમથી આવેલી ભૂમિને ભોગવે છે, તે ઉત્તમોને કહ્યું માન હોય? માર્ગમાં પડેલા માંસના ટૂકડાને કૂતરાઓ પણ ખુશ થઈને ખાય છે. એક સિંહ પ્રકટ ગર્વવાળા પુરુષવાદને ધારણ કરે છે. કારણ કે તે પોતાના વિક્રમથી જગતમાં મૃગેન્દ્ર શબ્દને પામેલો છે. તેથી સર્વથા દેશાંતર જઈને પોતાના પુણ્યની પરીક્ષા કરું એમ નિશ્ચય કરીને રત્નશિખ રાજાએ પોતાનો અભિપ્રાય પૂર્ણભદ્ર સચિવને જણાવ્યો. તેણે પણ કહ્યું હે દેવ! તમારી ઇચ્છાનો ભંગ કોણ કરે? તો પણ હું વિનવું છું કે દેશાંતરો દુર્ગમ છે, માર્ગો ઘણાં અપાયવાળા છે, છિદ્રોને શોધનારા દુશ્મનો ઘણાં છે, દેવનું શરીર પરિશ્રમને સહન કરે તેવું નથી. એથી આ મળેલા મહાપુણ્યના ફળવાળા રાજ્યનું જ પાલન કરો, બીજા ફળની ઇચ્છાથી શું? આ પ્રમાણે મંત્રીએ રાજાને ઘણું કહ્યું તો પણ રાજા માન્યો નહીં. પછી ગુરૂમંત્રણા કરીને રાત્રિના પાછલા પહોરે તલવાર લઈને નગરમાંથી ઉત્તરાભિમુખ નીકળ્યો. કેવી રીતે? ઉત્સાહરૂપી રથ ઉપર આરૂઢ થયેલો, સ્વીકારાયું છે પુણ્યરૂપી સૈન્યનું સાનિધ્ય જેનાવડે, સંતોષથી ભરેલો જાણે રાજવાટિકા કરવાની ઇચ્છાવાળો ન હોય એવા રાજાએ ૧. આ મહાપુર નગરનો પૂર્વે સુભીમ રાજા હતો જે પરિવ્રાજક રાક્ષસ વડે મારી નંખાયો હતો અને પછી ઉજ્જડ કરાયું. જેમાં પહેલા રાક્ષસે ગંગાદિત્ય શ્રેષ્ઠીની બે પુત્રીઓ રાખી હતી, જે હમણાં સુમિત્રની સ્ત્રીઓ થઇ છે. ૨. રથ, ઘોડા ઉપર આરૂઢ થઈને રાજા લટાર મારવા નીકળે તે રાજવાટિકા-રવાડી કહેવાય. Page #521 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ ઉપદેશપદ : ભાગ-૨ પ્રયાણ કર્યું. મોટા-ગ્રામ-નગર-નિગમોમાં વિવિધ કૌતુકોને જોતો, વિસ્મયરસથી વિકસિત થઈ છે આંખો જેની એવી તરુણીઓથી જોવાતો, જેના જ ઘરમાં પ્રવેશે છે તેના જ ઘરમાં દેવની જેમ પ્રેમાળભાઈની બુદ્ધિથી સન્માન કરાતો, સર્વલોકથી અત્યંત ધારણ કરાતો, કયાંય પણ રાગને નહીં કરતો, મુનિપુંગવની જેમ અનુવિગ્ન, મનુષ્યમાં શ્રેષ્ઠ એવો રાજા ક્યારેક વિકટ ભયંકર અટવીમાં પહોંચ્યો. તે વન સર્જર, વંજ, વંજુલ (અશોકવૃક્ષ) વડ, વેડિસ (નેતર), કુટજ (ઇંદ્રજવ) અને કટભ વૃક્ષોથી ભરપૂર છે. તે વન અંકોલ, બિલ્વ, સલ્લકી, કૃતમાલ અને તમાલ વૃક્ષોથી પરિપૂર્ણ છે. તે વન લીમડા આમ્ર, ઉંબર, કાદુર્બરી, બોરડી, કેરડા અને ખદીરના વૃક્ષોથી ગાઢ છે. પીપળ, પલાશ, નલ, નીલ, ઝિલ્લિ અને ભિલામાના વૃક્ષોથી ગહન છે. જાંબુ, કદંબ, આંબલી, કપિત્થ, કંથાર, થોરના વૃક્ષોથી પ્રચુર છે. ટીંબરુણી, વરુણ, અરડુસી, સીરીષ અને શ્રીપર્ણિના વૃક્ષોથી સંકીર્ણ છે. હિંતાલ, તાડ, સીસમ, શમી, સિંબલી, લગ્ન, સર્ગ અને બાવળના વૃક્ષોથી વ્યાપ્ત છે, ધવ, ધમ્મણ, ગાઢવાંસ, પાલવૃંહ તથા ઢેફા આદિથી આકીર્ણ છે. તાડવડ, આકડો, કંકતિ, કંટિક, ક્ષીરવૃક્ષ, વૃત્તાકી વગેરે વૃક્ષોથી દુર્ગમ છે. ફણસ, શૈલું. ઝિંઝીણી વૃક્ષોથી અટકાવાયો છે પગનો સંચાર જેમાં એવું વન છે. પછી મોટા પર્વતોના નિકુંજોમાં ગર્જના કરતા સિંહોને નહીં ગણતો, ઘોરતા (ઊંઘમાં ઘેર ઘેર અવાજ કરતા) સૂતેલા વાઘોને સતત જોતો, સિંહના પૂંછડાના ઘાતથી ધ્રુજાવાયેલ વૃક્ષો ઉપર બેઠેલા પક્ષીઓના અવાજના ઘોંઘાટથી વાચાલિત કરાયું છે દિશાચક્ર જેમાં એવા વનને બારીકાઈથી જોતા જતો એવો રાજા ગળામાં બંધાયેલી છે સુવર્ણની સાંકળ જેને, વિજળી સહિત ચોમાસાના ઘનઘોર વાદળ જેવો, બગલાની શ્રેણીથી સહિત જેમ આકાશ શોભે તેમ કાનમાં પહેરેલી શંખની માળાથી શોભતો, જેના સ્કંધ ઉપર બીજના ચંદ્ર જેવો સ્વચ્છ શ્વેત અંકુશ લટકી રહ્યો છે, સુંદર ઘંટાના અવ્યક્ત અવાજવાળો અને ઊંચી કરાયેલી ડોકવાળા હરણનો આભાસ કરાવતો, અતિશય આશ્ચર્યનું કારણ એવો ઉત્તમ હાથી જુએ છે. આ અરણ્યમાં આવા પ્રકારનો હાથી કયાંથી હોય એમ વિચારતા રાજાને હાથીએ પણ સિંહની જેમ નિર્ભય જોયો. પછી સૂંઢને ઊંચી કરીને હાથી રાજા પાસે આવ્યો. રાજાએ પણ લાંબા સમય સુધી આનંદ પમાડીને વશ કર્યો. હવે અપૂર્વ ગૂંથાયેલી, ગુંજી રહ્યો છે ભમરાઓનો સમૂહ જેની આસપાસ એવી ફૂલની માળા ગગનમંડળમાંથી રાજાના કંઠમાં જલદીથી આરોપણ થઈ. વિસ્મયના વશથી એકાએક આકાશ તળને જોતા રાજાએ “સારું આચરણ” એમ આકાશમાં જતી યુવતીઓએ બોલેલા વચનને સાંભળ્યું. વિસ્મયરસને અનુભવતા, કરાયું છે સ્થિરાસનબંધ જેનાવડે, ફૂલની માળાથી શોભતો છે ખભો જેનો, પ્રશાંત થયું છે પરિશ્રમનું દુઃખ જેનું એવા રાજાએ મન અને પવન Page #522 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૫૧૫ જેવા વેગવાળા મહાહાથી સાથે ઉત્તરાભિમુખ પ્રયાણ કર્યું. ઘણા દૂર ગયા પછી કંઇક ઉત્પન્ન થઇ છે તૃષ્ણા અને તડકાનો સંતાપ જેને એવો રાજા આગળ વિવિધ પ્રકારના પક્ષીઓના કોલાહલથી યુક્ત, ઉછળતા મોટા તરંગોની માલિકાઓના હલેસાથી પ્રેરાયેલા, વિકસિત નીલકમળોના નૃત્યોથી નિર્મળ થયું છે જળ જેનું, લીલી વનરાજીથી શોભતા એવા એક મહાસરોવરને જુએ છે. પછી જાણે લાંબા સમયથી વિરહ ન થયો હોય એવા ભાઇને જોવાથી જે આનંદ થાય તેવો આનંદ રાજાને સરોવ૨ને જોઇને થયો. પછી પ્રહષ્ટ થયું છે મુખ કમળ જેનું એવા રત્નશિખ રાજાએ તેની (સરોવરની) તરફ હાથીને હંકાર્યો. તરસથી ખિન્ન થયેલો હાથી પણ જલદીથી જ સરોવરની અંદર ઊતર્યો તથા પાણી પીને સ્વેચ્છાથી ક્રીડા કરવા લાગ્યો. રાજા પણ તેને છોડીને મહામચ્છની જેમ ક્ષણથી સરોવરનું મથન કરીને, સ્નાન કરીને સરોવરમાંથી બહાર નીકળ્યો તેટલામાં વન દેવતાની આજ્ઞાને કરનારી એક રમણી મહામૂલ્ય વસ્ત્રો લઇને આવી. ત્યાર પછી સર્વ અંગ-ઉપાંગ શોભાવી શકાય તેટલા પ્રમાણમાં આભૂષણો આપ્યાં. ફરી પુષ્પ વિલેપનની સાથે કર્પૂર-ઇલાયચી અને કંકોલથી સહિત પાનબીડું ધર્યું અને કહ્યું: અપૂર્વ દેવનું સ્વાગત થાઓ. રાજાએ કહ્યું: હે ભદ્રે! હું અપૂર્વ દેવ કેવી રીતે? તે બોલીઃ લાંબા સમય સુધી આરાધાયેલા પણ સર્વ દેવો સુખને આપે કે ન પણ આપે પરંતુ તમે અમારી સખીને જોવા માત્રથી સુખ આપ્યું છે. ત્યારે તારી આ સખી કોણ છે? ક્યારે અથવા કેવી રીતે હું જોવાયો? એમ રાજાએ પૂછ્યું ત્યારે તેણીએ કહ્યું: અહીંથી ઉત્તરદિશામાં પૃથ્વીમંડલના માપદંડની જેમ પૂર્વ અને પશ્ચિમ સમુદ્ર સુધી લંબાયેલા વૈતાઢ્ય નામના પર્વત ઉપર દેવલોકની રાજધાની જેવું રમણીય સુ૨સંગીત નામનું નગર છે. તેમાં સકલ માનીઓના માનને મરડનારો, સુપીઢ, શત્રુસૈન્યને ચૂરનારો, સમસ્ત યાચક વર્ગના મનોરથને પૂરનારો સૂરણ નામનો રાજા હતો. તેની સ્વયંપ્રભા અને મહાપ્રભા નામની બે પ્રિય પત્નીઓને શશિવેગ અને સૂરવેગ નામના વિશિષ્ટ વિદ્યા અને બળથી યુક્ત બે પુત્રો હતા. અન્યદા રવિતેજ ચારણમુનિ પાસે ધર્મ સાંભળીને શિવેગને પોતાના પદે સ્થાપીને સૂરણ રાજાએ દીક્ષા લીધી. શશિવેગ પણ રાજ્ય ચલાવવામાં પ્રવૃત્ત થયો. તેની લીલા જોઇને શૂરવેગ પણ રાજ્યાભિલાષી થયો. પછી મહાસાધન સામગ્રીવાળા સુવેગ મામાની સહાય લઇને શિવેગની સામે લડાઇ કરવા તૈયાર થયો. શિવેગ પણ અસમાન લડાઇ છે એમ જાણીને મંત્રીના વચન માનીને લશ્કર અને વાહન સહિત મેરુપર્વતની આગળ આ વિકટ અટવીમાં નવું નગર વસાવીને રહ્યો અને તેને આંખના ૧. કંકોલ–એક જાતની વનસ્પતિના બીજ જે ચિનીકબાલા કે ચણકબાબ કહેવાય છે. તે કદમાં મરી જેવા લીસા અને ડીંટીયાવાળા થાય છે. તે શીતળ છે અને ઔષધમાં વપરાય છે. Page #523 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ ઉપદેશપદ : ભાગ-૨ મીંચાવા માત્રનો જણાયો છે દેવી સાથેનો તફાવત જેનો (અર્થાત્ દેવીમાં અને તેમાં કોઈ ફરક નથી પણ દેવીને નિમેષ હોતા નથી જ્યારે મનુષ્ય સ્ત્રીઓને નિમેષ હોય છે આટલો માત્ર તફાવત છે) એવી ચંદ્રપ્રભાનામે પુત્રી છે. તેને જોઈને નૈમિત્તિકે કહ્યું: જે આને પરણશે તેના પ્રભાવથી તમને (શશિવેગને) રાજ્યસંપત્તિ મળશે. પિતાએ નૈમિત્તિકને પૂછ્યું તેને કેવી રીતે જાણવો? તેણે કહ્યું: આ અરણ્યમાં પરિભ્રમણ કરતા સુગ્રીવપુરના રાજાના મહાદુર્ધર ગંધહસ્તીને જે વશ કરશે તે તારી પુત્રીને પરણશે. પછી તે દિવસથી માંડીને નિયુક્ત કરાયેલા વિદ્યાધરો વડે દરરોજ સાર સંભાળ કરાતો ગંધહસ્તી જેટલામાં શિક્ષા અપાય છે તેટલામાં કુલની મર્યાદાઓનું ઉલ્લંઘન કરેલા કુપુરુષની જેમ મહાવતને ફેંકીને ઉન્માર્ગથી આ અટવીમાં પ્રવેશ્યો. આજે પિતાના આદેશથી સખીઓની સાથે આકાશ માર્ગે જતી, દંતપંક્તિથી ઉદ્યોદિત કરાયું છે આકાશ જેનાવડે, ચંદ્રના જેવી કાંતિવાળી એવી અમારી સ્વામિની વડે વશીકૃત કરાયો છે ગંધહસ્તી જેનાવડે એવા દેવના કંઠમાં ઉત્કંઠાપૂર્વક વરમાળા આરોપણ કરાઈ છે અને આ સર્વ વસ્ત્રો તેણીએ જ દેવને મોકલ્યા છે અને ખેચરી જેટલામાં તેને આ પ્રમાણે કહે છે તેટલામાં ઉન્માર્ગમાં ગયેલા સમુદ્રની ભરતીના પાણીનો જથ્થો ચારેબાજુ પ્રસરી જાય તેમ એકાએક કયાંયથી પણ અતિવેગવાળું અશ્વસૈન્ય આવી પહોંચ્યું. અને રાજા તે સૈન્યને કૌતુકપૂર્વક જુએ છે ત્યારે આ રત્નશિખ રાજા દેવ છે એમ સમજીને નમસ્કારપૂર્વક એક અશ્વસ્વારે દિલગીર બની વિનંતિ કરી કે આ માહાથી ઉપર આરૂઢ થયેલો મનુષ્ય અહીં આવ્યો છે તેની દેવ ખબર આપે અને તે મત્તાથી ક્યાં ગયો? પણ તેના શરીરે સારું છે ને? પછી શું તે મનુષ્ય હાથીનું હરણ કરીને આવ્યો છે? જેથી તું આ પ્રમાણે તપાસ કરે છે એમ ખેચરીએ અશ્વસ્વારને પૂછ્યું. પછી અશ્વસ્વાર કહે છે કે ખરેખર! હું તેને શોધવા નથી આવ્યો પણ હું માનું છું કે તેના સાહસથી ખુશ થયેલો અમારો સ્વામી તેના દર્શનને ઇચ્છે છે. ગંભીર મહાપુરુષોના હૈયામાં રહેલ તત્ત્વને કોણ જાણે છે? તેથી પ્રસાદ કરીને મને તેની ખબર સ્પષ્ટપણે આપો. કારણ કે તેના દર્શન વગર અમારા સ્વામીને શાંતિ નહીં થાય. પછી ખેચરી તેને કહે છે કે આ મહાહાથી યમરાજ જેવો ભયંકર છે તે શું મનુષ્ય વડે દમી શકાય? આ દેવે સાચેજ હાથીને વશ કર્યો છે. તેથી હે સુંદર! જો તારા સ્વામીને સુખનું પ્રયોજન હોય તો જલદીથી જ અહીં પધારે. અહીં આ પરમાર્થ છે. આ પ્રમાણે સાંભળીને તેણે પોતાના સ્વામી વસુતેજ રાજાને હકીકત કહી. તેણે પણ પુણ્યના પ્રભાવો અચિંત્ય છે અને મુનિના વચનો અમોઘ છે તેથી તે પુરુષોત્તમ હોવો જોઈએ એ પ્રમાણે વિચારણા કરીને રાજાએ મુખ્યમંત્રીને તેની પાસે મોકલ્યો. Page #524 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ એટલામાં વિદ્યાધરી પોતાના સ્થાને પાછી ગઈ. પછી વિવિધ વિનયના ઉપચારોથી સત્કાર કરીને મંત્રી તે રત્નશિખને વસતેજ રાજા પાસે લઇ ગયો. ગજવર પણ મહા મહાવતવડે વશ કરાયો. પછી ‘મારું પ્રયોજન સિદ્ધ થયું છે' એમ હર્ષને પામેલો વસતેજ રાજા સુગ્રીવ નગરમાં પહોંચ્યો. પછી અનેક પ્રકારના સન્માન અને મહાર્થના પ્રદાનપૂર્વક આઠ કન્યાઓને પરણાવીને પોતાના રાજ્ય ઉપર રત્નશિખને સ્થાપ્યો અને કહ્યુંઃ કે મહાભાગ! ભગવાન સુમંગલ કેવલીના વચનથી સંસારના અસારપણાને જાણીને હું નરકના નિવાસનું કારણ એવા રાજ્યના બંધનથી ઘણો નિર્વેદ પામ્યો છું. મારે બીજો કોઇ રાજ્ય સંભાળે તેવો નથી અને તે જ ભગવાન વડે ગંધહસ્તીના ગ્રહણના સંકેતથી તું ઉપદેશ કરાયો છે. તેથી આ લોક અને પરલોકની અવિરુદ્ધ વ્યવહારથી હું જીવન જીવીશ માટે હમણાં મને રજા આપો જેથી દીક્ષાનો સ્વીકાર કરું. રત્નશિખે પણ દાક્ષિણ્યના સારથી તેની પ્રાર્થના સ્વીકારી અને વિચાર્યું કે સ્વાધીન રાજ્યશ્રીને જીર્ણ ઘાસની જેમ એકાએક છોડે છે. અહો! સાહસથી ભરેલું ઉત્તમ ચિરત્ર આશ્ચર્યભૂત છે. અથવા વિરક્ત ચિત્તવાળા પુરુષો જલદીથી લક્ષ્મીને છોડે એમાં શું આશ્ચર્ય છે? જણાયો છે અનર્થ જેઓ વડે એવા જીવો ખરેખર સુંદર પણ ભોજન કરેલા આહારને વમે છે. પછી પ્રશસ્ત તિથિ, કરણ અને મુહૂર્તો વસતેજ રાજાએ ગુરુની પાસે શ્રમણધર્મ સ્વીકાર્યો. રત્નશિખ પણ સમ્યક્ત્વ પામ્યો અને મહારાજા થયો. ૫૧૭ હવે જણાયો છે વૃત્તાંત જેનાવડે એવો શિવેગ રાજા સકલ સૈન્યની સમૃદ્ધિથી ત્યાં આવ્યો અને રત્નશિખને પોતાની ચંદ્રપ્રભા પુત્રી આપે છે અને અનેક હજાર વિદ્યાના પરિવારથી સહિત, ઉપાયના સારવાળી, ઇચ્છિત વિહારને સાધનારી એવી અપરાજિત વિદ્યાને વિધિપૂર્વક આપે છે. આ વ્યતિકરને જાણીને બળથી ઉન્મત્ત થયેલો સુવેગ વિદ્યાધર હાથીનું રૂપ લઇને સુગ્રીવપુરના નજીકના વનમાં આવ્યો. રત્નશિખ પણ કૌતુકના વશથી તેને ગ્રહણ કરવાની લાલસાવાળો, અલ્પ સૈન્યની સાથે, સિંહની જેમ તેને ગ્રહણ કરવા જલદીથી તે વનમાં આવ્યો. પછી વિચિત્ર પ્રકારના સાધનોથી તેને ક્રીડા કરાવીને જેટલામાં તે તેની ઉપર આરૂઢ થયો તેટલામાં આ હાથી એકાએક આકાશમાં ઊડ્યો. પછી તેણે ઉત્કંઠાથી વજૂદંડ જેવી પ્રચંડ મુદ્ધિથી તેના મસ્તક પ્રદેશમાં તાડન કર્યું. પછી મહાપ્રહારથી પીડાયેલો, ભુલાઇ ગયું છે મંત્રનું ચિંતવન જેના વડે એવો તે સ્વભાવિક રૂપવાળો થઇને પૃથ્વી તલ ઉપર પડ્યો. આ કોણ છે? એમ વિસ્મયપૂર્વક જોતા રત્નશિખે “નમો અરિહંતાણં” એમ બોલતા સુવેગ વિદ્યાધરને સાંભળ્યો. તે વખતે અહો! આ સાધર્મિકની મેં આશાતના કરી એમ ભયથી પાણીના સિંચન અને પવનાદિના પ્રયોગથી સ્વસ્થ કરીને રત્નશિખે કહ્યું: હે મહાવત! તારું સમ્યક્ત્વ સુંદર છે! સુંદર છે! જે આપત્તિ કાલે પણ તું નમસ્કારનું સ્મરણ કરે છે. Page #525 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૫૧૮ મારા અપરાધની ક્ષમા કર, મેં અજ્ઞાનથી તને દૃઢ પીડા કરી છે. તેણે કહ્યું: હે સુશ્રાવક! નથી જણાયો પરમાર્થ જેનાવડે એવા તારો અહીં શું દોષ છે? હું જ મહાપાપી છું. જાણતો હોવા છતાં પણ મહાસાધર્મિક એવા તને પીડા આપવાનું પાપ કર્યું. અને બીજું પણ ભોગાગ્રહના ગ્રહથી ગ્રહણ કરાયેલા જીવો કાર્યાકાર્યને જાણતા નથી અને ભાગ્યહીન નિર્લજ્જ પણ પોતાને ચેતવતા નથી. લુબ્ધ બિલાડો કે કૂતરો સામે દૂધને જુએ છે પરંતુ ‘તડ' એ પ્રમાણે માથા ઉપર પડતા દંડને જોતો નથી. અને અહીં આ પરમાર્થ છે– હું ચક્રપુર નગરનો સુવેગ નામનો રાજા છું અને બહેનના પુત્રના પક્ષપાતથી પિતાએ જેને રાજ્ય સોંપ્યુ છે એવા શિવેગ ખેચરને મેં નિર્વાસિત કર્યો છે, પરંતુ તેનો જમાઇ પોતાના (મારા) રાજ્યને લેનારો થશે એમ સાંભળીને હું તારા વધના પરિણામવાળો થઇને હાથીનું રૂપ કરીને અહીં આવ્યો છું અને સાધર્મિક વાત્સલ્યથી તેં મને પ્રતિબોધ્યો. દંડનું તાડન પણ મારા માટે શુભ થયું કેમકે મારા બોધિનું કારણ થયું. તિક્ત અને કટુ પણ ઔધષ જેમ સંનિપાતના રોગીને ગુણ કરે તેમ તે દંડ મને ખરેખર ગુણકારી થયો. હું માનું છું કે આ સાધર્મિકના પ્રદ્વેષનું જે પ્રાયશ્ચિત્ત છે તેની શુદ્ધિ ગુરુની પાસે જઇને તપ અને ચારિત્રને આચરીને શુદ્ધિ કરીશ. તેથી તું સર્વથા મારા રાજ્યને સંભાળી લે. હું પણ શશિવેગને ખમાવીને પોતાના ઇચ્છિતને સાધું. આ પ્રમાણે બોલતો હતો ત્યારે જ તેના ચરખેચરો પાસેથી વૃત્તાંતને જાણીને શિવેગ ત્યાંજ આવી પહોંચ્યો અને ઘણાં પ્રકારે ખમાવીને સુવેગે કહ્યું: તું આ મારા રાજ્યને સર્વથા ગ્રહણ કર. તે સુવેગ પણ રત્નશિખ અને શિવેગ વડે કહેવાયો કે, હે મહાસત્ત્વ! કુલક્રમથી આવેલા રાજ્યને તું ભોગવ. પછી પરિણત વયમાં તપ ઉપાર્જનમાં પ્રયત્ન કરજે. કારણ કે ઇંદ્રિયનો સમૂહ દુર્જય છે, પરિષહો અને ઉપસર્ગો દુઃખે કરીને સહન કરી શકાય છે, મનોવૃત્તિ પવનથી હલાવાયેલા ધ્વજના અગ્રભાગ જેવી ચંચળ છે અને વ્રતનો ભંગ મહા અનર્થનું કારણ છે એ પ્રમાણે શિખામણ અપાતો મહાવૈરાગ્યને પામેલો સુવેગ પણ સુગુરુની પાસે ગયો અને દીક્ષા લીધી. અને બીજા બે (રત્નશિખ, શશિવેગ) રાજ્યને સુવ્યવસ્થિત કરીને ચક્રપુર ગયા અને રત્નશિખ ક્રમથી વિદ્યાધર શ્રેણીનો સ્વામી થયો. સુરવેગ પણ મામાના વૃત્તાંતને જાણીને ઉત્પન્ન થયો છે ઉગ્ર સંવેગ જેને એવો ભાઇવડે વરાતો હોવા છતાં પણ મોક્ષમાર્ગનો સ્વીકાર કર્યો, અર્થાત્ દીક્ષા લીધી. હવે ઉત્તરોત્તર સુખની પરંપરાથી પોતાને સંપૂર્ણ માનતા એવા રત્નશિખે સર્વ મિત્રો અને સ્વજનોને સુખી કર્યા, જિનેશ્વર, ગણધર અને કેવલીને વાંદતો સકળ મનુષ્યલોકમાં પતિ અને ચૈત્યના મહિમાને કરતો શ્રેષ્ઠ સમ્યક્ત્વ રત્નનું પાલન કરે છે. એ પ્રમાણે અનેક લાખ વર્ષ પસાર કર્યા. Page #526 -------------------------------------------------------------------------- ________________ ૫૧૯ ઉપદેશપદ : ભાગ-૨ હવે ક્યારેક સાકેતપુરમાં સુયશ જિનેશ્વર સમોવસર્યા. પછી ભક્તિના વાશથી રોમાંચિત થયું છે શરીર જેનું, વિનયથી નમેલો, ભાલ ઉપર કરાયો છે હસ્તરૂપી કમળનો સંપુટ જેના વડે, એવો રત્નશિખ હવે સ્તુતિ કરવા લાગ્યો હે જગતના જીવો ઉપર વાત્સલ્યવાળા! તું જય પામ, તું જય પામ. હે નવા પાણીથી ભરેલા વાદળના સમૂહને નમાવનાર પવનની જેમ નમેલા છે શ્રમણજનો જેને! હે નયન અને મનના આનંદને વધાવનાર! હે ધન, સુવર્ણ. પર્વ વિષે સમાન દૃષ્ટિવાળા! હે સાધુઓના મનરૂપ ભ્રમર માટે સરોવર સમાન ! સદર્થ શાસ્ત્રાર્થ પ્રકટ કરવામાં સમર્થ! હે ત્યાગ કરનાર! હે યુદ્ધના સેંકડો વિષના રસોથી રહિત! હે ગતમત્સર-રાગ! હે કામને બાળનાર પ્રબળ અગ્નિ! હે અગ્નિ-જળ અને સર્પના ભયને હરનાર! હે હરહાસ ઘાસથી અધિક સફેદ છે યશનો પ્રસર જેનો ! હે શરણે આવેલાને શરણ્ય ! હે સેંકડો નયના પ્રકારોથી રમ્ય સમ્યક્ સિદ્ધાંતો છે જેના! હે મદરૂપી હાથીને વિદારણ કરવામાં સિંહ સમાન ! હે ઉગ અને ભયરૂપી વાદળને નાશ કરવામાં પવન સમાન! હે સેંકડો શુભ આવર્તાથી ગંભીર! હે ઉત્તમ કળશથી શોભતા શંખ ચક્રના ચિતવાળા ! હે કંકફળ જેવા સરળ આંખવાળા ! હે નમેલી સ્ત્રીઓ વિષે અરાગી ! હે અપ્રમાદી! હે મતગજેન્દ્ર જેવી ગતિવાળા ! હે નિરીહ! હે મનોગત હજારો સંશયરૂપી અંધકારને છેદવા માટે સૂર્યસમાન ! હે સૂર્યની જેવી પ્રજાના સમૂહવાળા! હે મોક્ષરૂપી નગરમાં જવા માટે દૂર કરાયો છે અજ્ઞાનરૂપી અંધકાર! આ પ્રમાણે પ્રથમ સ્વરથી રચાયેલું, ઘણા અક્ષરવાળું, ગ્રહણ કરી અને મુકાયેલ પદોથી સમૃદ્ધ એવા સંસ્તવને કરીને ભક્તિથી ભરેલો રાજા જિનેશ્વરને નમ્યો. અને શેષ પણ મુનિવર્યને નમીને પૃથ્વીતલ ઉપર સુખપૂર્વક બેઠેલો, મસ્તક ઉપર જોડાયો છે હાથરૂપી મુકુટ જેનાવડે એવો રાજા જિનવચન સાંભળવા એકાગ્ર થયો. જેમકે– આ સંસારરૂપી અટવીમાં કર્માધીન જીવો નીચા-ઊંચા સ્થાનોમાં સતત ભમે છે. કેટલાક જીવો નરકમાં જાય છે, કેટલાક જીવો દેવલોકમાં જાય છે તથા કેટલાક જીવો મનુષ્ય ભવમાં આવે છે અને કેટલાક વારંવાર તિર્યંચગતિમાં ભટકે છે. પૃથ્વીકાય-આઉકાય તેઉકાયમાં તથા વાયુકાય અને વનસ્પતિકાયમાં વારંવાર ઉત્પન્ન થાય છે. રાજાઓ રંક થાય છે અને બ્રાહ્મણો ચાંડાલો થાય છે. દરિદ્રો ધનવાન થાય છે. ગુણવાનો નિર્ગુણ થાય છે. સુરૂપ રૂપાહીન થાય છે અને મહામૂર્ખ વિચક્ષણ થાય છે. કેટલાક જીવો કાણા, કુજ, આંધળા, પાંગળા, કાલા, બહેરા, મૂંગા, સુભગ, દુર્ભગ, શૂરવીર, કાયર, રોગી, નિરોગી, સુવર, દુવર, પૂજ્ય, નિંદનીય, બળવાન તથા નિર્બળ થાય છે. ભોગીઓ ભોગ વગરના થાય છે અને દુઃખિયા સુખિયા થાય છે. નિર્મળ આચારવાળા નિંદનીય આચારવાળા થાય છે. આ પ્રમાણે અનાદિકાળથી ૧. સિંહ=નખ છે પ્રહરણ (શસ્ત્ર) જેનું એવો તે સિંહ. Page #527 -------------------------------------------------------------------------- ________________ પ૨૦ ઉપદેશપદ : ભાગ-૨ ભવરૂપી અરણ્યમાં પુણ્ય અને પાપ સ્વભાવવાળા એવા પોતાના કર્મથી જીવો સતત ભમાવાય છે. મિથ્યાત્વમોહને વશ થયેલા દિગમોહ પામેલા મૂઢ જીવો મોક્ષમાર્ગને છોડી કુયોનિરૂપ આંટી ઘૂંટીવાળી ઝાડીમાં અનંતીવાર ફસાય છે. વિચિત્ર પ્રકારના પાંખડી ધૂર્તોથી ઉન્માર્ગમાં ચડાવાયેલા પાપમોહિત જીવો પોતાને ચેતવતા જ નથી. અને જ્યારે પુણ્યના યોગથી માર્ગદર્શક જ્ઞાનીને મેળવે ત્યારે કોઈક ધન્યજીવો માર્ગ ઉપર ચઢે છે. આ પ્રમાણે હે ભવ્યો! પુણ્ય પાપના વિલાસને જાણીને પાપના કારણોનો ત્યાગ કરી પુણ્યમાં ઉદ્યમ કરો. એ પ્રમાણે સાંભળીને કૌતુક સહિત રાજાએ કહ્યું- હે ભગવન્! પૂર્વે મારાવડે કેવા પ્રકારનું પુણ્ય ઉપાર્જન કરાયું છે જેનું ફળ હું હમણાં ભોગવું છું. ભગવાને કહ્યું: પંચનમસ્કાર મહામંત્રના સ્મરણના નિયમનો આ પ્રભાવ છે. અને બીજું ભદ્રક ભાવવાળો ભવ્ય આનાથી શુદ્ધ સમ્યક્ત પામે છે, સમ્યગ્દષ્ટિ વિરતિને પામે છે અને વિરત જલદીથી મોક્ષને પામે છે. અને જે અનલ્પ (ઘણાં) સુખસૌભાગ્ય-રૂપલક્ષ્મી, પ્રભુત્વ, દેવત્વ વગેરે પ્રસંગે પ્રાપ્ત થયેલા છે તે પલાલ સમાન આનુસંગિક ફળો છે. આ પ્રમાણે સર્વગુણ સ્થાનકનું કારણ, મહાપ્રભાવી, આ ભવ અને પરભવમાં સુખ આપનારો, મંત્રોમાં પ્રધાન એવો નમસ્કાર મહામંત્ર છે. આ પ્રમાણે ગુણોથી વિશિષ્ટ નમસ્કારમંત્રનું માહભ્ય જિનેશ્વરવડે કહેવાય છતે પૂર્વભવને સાંભળીને ભવથી વિરક્ત થયેલું છે ચિત્ત જેનું, પુત્રને રાજ્ય સોંપીને અને વિશુદ્ધ સંયમનું પાલન કરીને ઉત્પન્ન થયું છે વિમલ કેવલજ્ઞાન જેને એવો રત્નશિખ મહર્ષિ મોક્ષને પામ્યો. (૧૦૩૧) રત્નશિખનું કથાનક સમાપ્ત. अथोपसंहरन्नाहएवं णाऊण इम, विसुद्धजोगेसु धम्ममहिगिच्च । जइयव्वं बुद्धिमया, सासयसोक्खत्थिणा सम्मं ॥१०३२॥ एवं सातिचारनिरतिचारानुष्ठानयोर्ज्ञात्वा अवगम्य 'इदं' समलं विमलं च फलं 'विशद्धयोगेषु' देवताराधनादिषु'धर्म' निःश्रेयससाधनं स्वपरिणामं साधयितुमिष्टमधिकृत्य यतितव्यं बुद्धिमता' नरेण । कीदृशेनेत्याह-शाश्वतसौख्यार्थिनाऽनुपरमस्वरूपशर्माभिलाषिणा सम्यग् यथावत् ॥१०३२॥ હવે ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ–આ પ્રમાણે સાતિચાર અનુષ્ઠાનનું મલિન અને નિરતિચાર અનુષ્ઠાનનું નિર્મલ ફળ જાણીને શાશ્વત સુખના અર્થી એવા બુદ્ધિમાન મનુષ્ય ધર્મનું લક્ષ્ય રાખીને દેવની આરાધના વગેરે વિશુદ્ધ યોગોમાં સમ્યગ્ પ્રયત્ન કરવો જોઇએ. Page #528 -------------------------------------------------------------------------- ________________ ૫૨૧ Gपहेशप : भाग-२ ટીકાર્થ–ધર્મનું લક્ષ્ય રાખીને—ધર્મ મોક્ષનું સાધન છે અને (મોહનીયકર્મના યોપશમાદિથી ઉત્પન્ન થયેલ નિર્મલ) આત્મપરિણામરૂપ છે. આત્મપરિણામરૂપ ધર્મ સાધવાને ઇષ્ટ છે. આથી ધર્મનું લક્ષ્ય રાખીને એટલે આત્મ પરિણામ રૂપ ધર્મનું લક્ષ્ય રાખીને, અર્થાત્ મોહનીયકર્મના ક્ષયોપશમાદિથી આત્મા નિર્મલ પરિણામવાળો બને એવું લક્ષ્ય રાખીને. મોહનીયકર્મનો ક્ષયોપશમ થાય અને એથી આત્મા નિર્મલપરિણામવાળો બને એવું લક્ષ્ય રાખીને દેવની આરાધના વગેરે વિશુદ્ધયોગોમાં સમ્યક્ પ્રયત્ન કરવો જોઇએ. (૧૦૩૨) अथ विशुद्धयोगप्रयत्नोपायमाहकल्लाणमित्तजोगादिओ य एयस्स साहणोवाओ । भणियं समयण्णूहि, ता एत्थ पयट्टियव्वंति ॥१०३३॥ 'कल्याणमित्रयोगादिकश्च' श्रेयोनिमित्तं स्निग्धलोकसङ्गमादिकश्च भावकलापः पुनरेतस्य शुद्धयोगप्रयत्नस्य 'साधनोपायो' निष्पत्तिहेतुर्भणितः 'समयज्ञैः' सिद्धान्तविशारदैः। तत्' तस्मादत्र कल्याणमित्रयोगादिके वस्तुनि प्रवर्तितव्यम् । इतिः प्राग्वत् ॥१०३३॥ હવે વિશુદ્ધયોગોમાં પ્રયત્ન કરવાના ઉપાયને કહે છે ગાથાર્થ–શુદ્ધયોગોમાં પ્રયત્ન કરવાના ઉપાયો કલ્યાણમિત્રનો યોગ વગેરે છે એમ સિદ્ધાંત વિશારદોએ કહ્યું છે. માટે કલ્યાણમિત્રનો યોગ વગેરેમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. ટીકાર્થ-કલ્યાણ મિત્રનો યોગ-આત્મકલ્યાણમાં નિમિત્ત બને તેવા સ્નેહી મિત્રदोनी सोबत १२वी. (१०33) .. उपायमेव गाथाचतुष्टयेनाहसेवेयव्वा सिद्धंतजाणगा भत्तिनिब्भरमणेहिं । सोयव्वं णियमेवं, तेसिं वयणं च आयहियं ॥१०३४॥ दाणं च जहासत्तिं, देयं परपीड मो न कायव्वा । कायव्वोऽसंकप्पो, भावेयव्वं भवसरूवं ॥१०३५॥ मन्ना माणेयव्वा, परिहवियव्वा न केइ जियलोए । लोगोऽणुवत्तियव्वो, न निंदियव्वा य केइत्ति ॥१०३६॥ गुणरागो कायव्वो, णो कायव्वा कुसीलसंसग्गी । वज्जेयव्वा कोहादयो य सययं पमादो य ॥१०३७॥ १. भावकलाप:=पार्थसमूड. स्यामित्रयोग करे पार्थसमूह शुद्धयोगमा प्रयत्न २वानो उपाय छे. Page #529 -------------------------------------------------------------------------- ________________ પ૨૨ ઉપદેશપદ : ભાગ-૨ __'सेवयितव्याः' शुश्रूषणीयाः 'सिद्धान्तज्ञायकाः' परमपुरुषप्रणीतागमरहस्यविदो गुरवः 'भक्तिनिर्भरमनोभिः' परमप्रमोदापूरितमानसैः । श्रोतव्यमाकर्णनीयं नियमेनावश्यंतया प्रतिदिनमित्यर्थः, तेषां' सिद्धान्तज्ञायकानां वचनं धर्मोपदेशरूपं, चः प्राग्वत्, 'आत्महितं' स्वश्रेयस्कारि ॥१०३४॥'दान' च ज्ञानाभयधर्मोपग्रहानुकम्पादानभेदभिन्नं 'यथाशक्ति' स्वसामर्थ्यानुरूपं 'देयं' दातव्यं, 'परपीडा' परोपतापरूपा मो पूर्ववत्, मनसा वाचा कायेन च नानुष्ठेया, 'कर्तव्योऽसंकल्पः', संकल्पो नाम स्त्रीगोचरो रागपरिणामः पुरुषाणां, स्त्रीणां त्वेतद्विपर्ययरूपः, तदुक्तं-"काम! जानामि ते मूलं, संकल्पात किल जायसे । अतस्तं न करिष्यामि, ततो मे किं करिष्यसि? ॥१॥"तत एतद्विपर्ययरूपोऽसंकल्पो विषयविराग इत्यर्थः, विषयानुरागविरागयोरेव सर्वानार्थमूलत्वात् । यथोक्तम्-"जयो यद्वाहुबलिनि, दशवक्रे निपातनम् । जिताजितानि राजेन्द्र !, हृषीकान्यत्र कारणम् ॥१॥"यदि वा, संकल्पः सङ्गतार्थविषयः समर्थभावः । भावयितव्यं भवस्वरूपम्' ।इहार्थाभिधानप्रत्ययास्तुल्यनामधेया इति वचनात् भवस्वरूपविषय उपयोगो भवस्वरूपमुच्यते । ततस्तद् भवदुत्पद्यमानं तथाविधकर्मक्षयोपशमात् तद्भावनाग्रन्थाभ्यासात् प्रयोजनीयं भावयितव्यं भवस्वरूपम् । "यथेह लवणाम्भोभिः, पूरितो लवणोदधिः । शारीरमानसैर्दुःखैरसंख्येयैर्भवस्तथा ॥१॥ किं च स्वप्नाप्तधनवद्, न तथ्यमिह किञ्चन । असारं राज्यवाग्यादि, तुषखण्डनवत्तथा ॥२॥ तडिदाडम्बराकारं, सर्वमत्यन्तमस्थिरम् ।मनोविनोदफलदं, बालधूलीगृहादिवत् ॥३॥यश्च कश्चन कस्यापि, जायते सुखविभ्रमः । मधुदिग्धासिधाराग्रग्रासवन्नैव सुन्दरः ॥४॥" ॥१०३५॥'मान्या' लोकलोकोत्तरभावानुगता महान्तो जना 'मानयितव्या' मनोवाक्कायक्रियाभिः 'मान पूजायाम्' इति वचनात् पूजनीयाः । तत्र लौकिकभावानुगता मातृपितृस्वामिप्रभृतयः, लोकोत्तरास्तु धर्माचार्यादय इति । 'परिभवितव्या' न्यक्कारमानेतव्या न केचिजघन्यमध्यमोत्तमभेदभाजो जन्तवो जीवलोके । 'लोक' इति विशिष्टलोकाचारः, अनुवर्तितव्योऽनुशीलनीयः ।अत एव पठ्यते-"लोकःखल्वाधारः, सर्वेषां धर्मचारिणां यस्मात् । तस्माल्लोकविरुद्धं, धर्मविरुद्धं च संत्याज्यम् ॥१॥" 'न' नैव निन्दितव्याश्चावर्णवादोघट्टनेनावज्ञातव्याः पुनः केचित् । इतिः प्राग्वत् ॥१०३६॥ 'गुणराग' औदार्यदाक्षिण्यादिगुणबहुमानः कर्त्तव्यः कुतोऽपि वैगुण्यात् स्वयंगुणानुष्ठानासामर्थ्येऽपि निबिडगुणानुरागवशाभावातिशयतस्तदनुष्ठानफलवन्तो भवन्ति जन्तवः । तथा चोक्तम्-"अप्पहियमायरंतो" इत्यादि । 'नो कर्त्तव्या' न विधेया Page #530 -------------------------------------------------------------------------- ________________ ૫૨૩ ઉપદેશપદ : ભાગ-૨ 'कुशीलसंसर्गिः' असदाचारजनालापसंवासादिलक्षणा । यतः पठ्यते-"अम्बस्स य નિષ્કસ ' ત્યાદ્રિ વયિતવ્યા. જોધાયઃ' વષાયા: ક્ષત્તિર્વિવાર્નવसन्तोषावलम्बनेन । तथा, 'सततं' निरन्तरं प्रमादश्चाज्ञानसंशयमिथ्याज्ञानादिरष्टप्रकारो वर्जयितव्यः, तस्यैव सर्वानर्थमूलत्वात् । यथोक्तम्-"यन्न प्रयान्ति पुरुषाः, स्वर्गे यच्च प्रयान्ति विनिपातम् । तत्र निमित्तमनार्यः प्रमाद इति निश्चितमिदं मे" ॥१०३७॥ ઉપાયોને જ ચાર ગાથાઓથી કહે છે ગાથાર્થ–ટીકાર્થ-(૧) અતિશય પ્રમોદથી પરિપૂર્ણ મનવાળા બનીને શાસ્ત્રજ્ઞાતાઓની (=સર્વપ્રણીત આગમના રહસ્યોને જાણનારાઓની) સેવા કરવી. (૨) શાસ્ત્રજ્ઞાતાઓનો આત્મહિતકર ધર્મોપદેશ દરરોજ સાંભળવો. (૧૦૩૪) ગાથાર્થ-(૩) યથાશક્તિ દાન આપવું. ૪) પરપીડા ન કરવી. (૫) અસંકલ્પ કરવો. (૬) ભવસ્વરૂપનું ચિંતન કરવું. ટીકાર્થ–યથાશક્તિ દાન આપવું–શાનદાન, અભયદાન, ધર્મોપગ્રહદાન અને અનુંકપાદાન પોતાની શક્તિ પ્રમાણે આપવું. પરપીડાનકરવી–મનથી વચનથી અને કાયાથી બીજાઓને સંતાપ પમાડવા રૂપ પીડા ન કરવી. અસંલ્પ કરવો–સંકલ્પ એટલે પુરુષો માટે સ્ત્રી સંબંધી રાગનો પરિણામ અને સ્ત્રીઓ માટે પુરુષસંબંધી રાગનો પરિણામ. કહ્યું છે કે-“હે કામ! તારું મૂળ (=ઉત્પત્તિ સ્થાન) હું જાણું છું. તું સંકલ્પમાંથી ઉત્પન્ન થાય છે. આથી હું સંકલ્પ જ નહિ કરું. તેથી તું મને શું કરશે?” સંકલ્પથી વિપરીત અસંકલ્પ છે. અસંકલ્પ એટલે વિષય વિરાગ. અસંકલ્પ કરવો એટલે વિષય વિરાગ કરવો. વિષયોનો અનુરાગ જ સર્વ અનર્થોનું અને વિષયો પ્રત્યે વિરાગ જ સર્વ શુભફળનું મૂળ છે. કહ્યું છે કે–“હે રાજેન્દ્રા બાહુબલિનો જય થયો અને રાવણનું પતન થયું એમાં જિતાયેલી અને નહિ જિતાયેલી ઇંદ્રિયો કારણ છે.” અથવા સંકલ્પ એટલે યોગ્ય પદાર્થ સંબંધી પ્રબળ ભાવ. (જેમકે કોઇપણ સંયોગોમાં એકાસણાથી ઓછું પચ્ચકખાણ ન કરવું, કોઈપણ સંયોગોમાં જિનપૂજા કર્યા વિના ન રહેવું ઇત્યાદિ.) ૧. બીજા અર્થમાં બ્રિોડસંવો એવા અવગ્રહવાળા પાઠના સ્થાને વાયવ્યો સંપો એવો અવગ્રહ વિનાનો પાઠ સમજવો. Page #531 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ ઉપદેશપદ : ભાગ-૨ ભવસ્વરૂપનું ચિંતન કરવું –તેવા પ્રકારના કર્મક્ષયોપશમ પ્રમાણે જેમાં સંસારસ્વરૂપની વિચારણા હોય તેવા ગ્રંથનો અભ્યાસ કરીને સંસારના સ્વરૂપનું ચિંતન કરવું. તે આ પ્રમાણે-“જેવી રીતે પૃથ્વીમાં લવણસમુદ્ર ખારા પાણીથી ભરેલો છે. તેવી રીતે સંસાર અસંખ્ય શારીરિક-માનસિક દુઃખોથી ભરેલો છે. (૧) આ સંસારમાં સ્વપ્નમાં પ્રાપ્ત થયેલા ધનની જેમ કંઈપણ સત્ય નથી. રાજા અને અશ્વસમૂહ વગેરે ફોતરાં ખાંડવાની જેમ અસાર છે. (૨) બધાય પદાર્થો વિજળીના ચમકારાની જેમ અત્યંત અસ્થિર છે, અને બાળકોએ બનાવેલા ધૂળના ઘરોની જેમ (ક્ષણિક) માનસિક વિનોદરૂપ ફળ આપે છે. (૩) કોઇકને સુખની જે ભ્રમણા થાય છે તે મધથી લેપાયેલ તલવારની ધારાના અગ્રભાગને ચાટવાની જેમ સુંદર નથી.” (૪) (૧૦૩૫) ગાથાર્થ–પૂજ્યોની પૂજા કરવી. જીવલોકમાં કોઇનો પરાભવ ન કરવો. લોકનું અનુસરણ કરવું. કોઇની નિંદા ન કરવી. ટીકાર્થ–પૂજ્યોની પૂજા કરવી-પૂજ્યોના લોકિકભાવથી સંબંધવાળા અને લોકોત્તર ભાવથી સંબંધવાળા એમ બે પ્રકાર છે. તેમાં માતા-પિતા અને સ્વામી વગેરે લોકિકભાવથી સંબંધવાળા છે. ધર્માચાર્ય વગેરે લોકોત્તર ભાવથી સંબંધવાળા છે. કોઈનો પરાભવ ન કરવો–જઘન્ય-મધ્યમ-ઉત્તમ ભેજવાળા લોકમાંથી કોઈનો પણ પરાભવ ન કરવો. લોકનું અનુસરણ કરવું–અહીં લોક એટલે વિશિષ્ટ લોકનો આચાર. વિશિષ્ટ લોકના આચારનું અનુસરણ કરવું. આથી જ કહેવાય છે કે–સર્વ સાધુઓને લોક આધાર છે. કારણ કે લોકમાં રહીને અને લોકની મદદથી સંયમની સાધના થાય છે. માટે સાધુઓએ લોકવિરુદ્ધ (સૂતકવાળા કે લોકનિંદ્ય ઘરોમાંથી ગોચરી લાવવી વગેરે) અને ધર્મવિરુદ્ધ (મદ્યપાન આદિ) કાર્યનો ત્યાગ કરવો જોઇએ.” પ્રિ.૨. ૧૩૧] કોઈની નિંદા ન કરવી-દોષોને પ્રકાશમાં લાવીને અવજ્ઞા ન કરવી. (૧૦૩૬) ૧. ટીકાના રૂહાથfધાન..પ્રયોગનીય આટલા પાઠનો અર્થ આ પ્રમાણે છે–અર્થ એટલે વસ્તુ. અભિધાન એટલે વસ્તુનું નામ. પ્રત્યય એટલે વસ્તુનો બોધ. વસ્તુ, વસ્તુનું નામ અને વસ્તુનો બોધ એ ત્રણેય સમાન શબ્દથી બોલાય છે. જેમકે-ઘટ, ઘડો વસ્તુ એ પણ ઘટ, એનું લખેલું ઘટ એવું નામ એ પણ ઘટ, અને આત્મામાં તેનો બોધ થાય એ પણ ઘટ. આમ વસ્તુ, વસ્તનું નામ, વસ્તુનો બોધ એ ત્રણેય તુલ્યનામવાળા છે. આથી પ્રસ્તુતમાં ભવ સ્વરૂપના ઉપયોગને ભવસ્વરૂપ કહેવામાં આવે છે. તેથી તેવા પ્રકારના કર્મયોપશમ પ્રમાણે જેમાં સંસારસ્વરૂપની વિચારણા હોય તેવા ગ્રંથનો અભ્યાસ કરીને ભવ સ્વરૂપનું ચિંતન કરવું જોઈએ. (અહીં તત્ ભવધુમા એ પાઠમાં અશુદ્ધિ હોય એમ જણાય છે. તેથી તેનો અર્થ લખ્યો નથી.) Page #532 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૫૨૫ ગાથાર્થ—ગુણાનુરાગ કરવો. કુશીલ લોકની સોબત ન કરવી. ક્રોધાદિનો ત્યાગ કરવો. સતત પ્રમાદનો ત્યાગ કરવો. ટીકાર્થ—ગુણાનુરાગ કરવો—ઉદારતા અને દાક્ષિણ્ય વગેરે ગુણો પ્રત્યે બહુમાન ભાવ કરવો. કોઇપણ ન્યૂનતાથી સ્વયંગુણને આચરી ન શકે તો પણ ગાઢ ગુણાનુરાગથી થતા અતિશય ભાવથી જીવોને ગુણના આચરણનું ફળ મળે છે. (ગુણો પ્રત્યે બહુમાન કરવાથી ગુણી પ્રત્યે બહુમાન ભાવ થાય. ગુણી પ્રત્યે બહુમાન ભાવ થાય એટલે ગુણીમાં રહેલા ગુણોની અનુમોદના થાય. ગુણની અનુમોદનાથી ગુણનું ફળ પ્રાપ્ત થાય. આથી શક્તિના અભાવે ગુણનું આચરણ ન કરી શકનાર પણ જીવ જો અન્ય જીવના ગુણના આચરણની અનુમોદના કરે તો ગુણનું આચરણ કરનારને જેટલું ફળ મળે તેટલું જ ફળ તેને પણ મળે. કારણ કે ફળ અધ્યવસાયથી મળે છે. આચરણ કરનારને આચરણથી જેવો અધ્યવસાય થાય, તેવો જ અધ્યવસાય શક્તિના અભાવે આચરણ નહિ કરનારને આચરણ કરનારની અનુમોદનાથી થાય.) કહ્યું છે કે—“તપ, સંયમ વગેરે આત્મહિતનું સ્વયં આચરણ કરનાર જીવ સદ્ગતિ પામે છે. (શક્તિના અભાવે સ્વયં ન કરી શકે તો) અન્યના ધર્મની અનુમોદના કરનાર પણ સદ્ગતિ પામે છે. આ વિષયમાં તપ-સંયમનું આચરણ કરનાર બલદેવમુનિ અને રથકારના દાનની અનુમોદના કરનાર હરણનું દૃષ્ટાંત છે.” [ઉપદેશમાલા ૧૦૮] કુશીલલોકની સોબત ન કરવી—અસદાચારી લોકની સાથે ન બોલવું, તેમની નજીકમાં ન રહેવું વગેરે રીતે કુશીલ લોકની સોબતનો ત્યાગ કરવો. કારણ કે કહેવાય છે કે—“કડવા લીમડાના પાણીથી વાસિત ભૂમિમાં આમ્રવૃક્ષ ઉત્પન્ન થયું. એ બંને વૃક્ષનાં મૂળિયાં ભેગા થયાં. તેથી આંબો લીમડાના સંગથી કડવો (=કડવા ફળવાળો) થયો.” [પંચવ.૭૩૬] ક્રોધાદિનો ત્યાગ કરવો—ક્રોધ, માન, માયા અને લોભનો અનુક્રમે ક્ષમા, માર્દવ, સરળતા અને સંતોષનું આલંબન લઇને ત્યાગ કરવો. પ્રમાદનો ત્યાગ કરવો—અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન વગેરે આઠ પ્રકારના પ્રમાદનો નિરંતર ત્યાગ કરવો. કારણકે પ્રમાદ જ સર્વ અનર્થોનું મૂળ છે. કહ્યું છે કે—“પુરુષો સ્વર્ગમાં જતા નથી અને પતનને પામે છે તેનું કારણ દુષ્ટ પ્રમાદ છે એમ આ મારો નિશ્ચય છે.” (૧૦૩૭) अथोपसंहरन्नाह लेसुवएसेणेते, उवएसपया इहं समक्खाया । समयादुद्धरिऊणं, मंदमतिविबोहणट्ठाए ॥१०३८ ॥ Page #533 -------------------------------------------------------------------------- ________________ પ૨૬ उपहेश५६ : भाग-२ ___'लेशोद्देशेन' लेशतः सामान्यभणनरूपेण एतानि उपदेशपदानि मया समाख्यातानि 'समयात्' सिद्धान्तादुद्धत्य पृथक्कृत्य । किमर्थमित्याह-'मन्दमतिविबोधनार्थं' मन्दा संशयानध्यवसायविपर्यासविह्वला मतिरर्थावबोधशक्तिर्येषां ते तथा, तेषां विबोधनार्थमिति ॥१०३८॥ હવે ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ–મેં આ ઉપદેશના પદો મંદ મતિ જીવોના બોધ માટે સિદ્ધાંતમાંથી ઉદ્ધરીને સંક્ષેપથી અહીં કહ્યાં છે. ટીકાર્થ–સંક્ષેપથી સામાન્ય કથનથી. મંદમતિ જીવો–મંદ એટલે સંશય-અનધ્યવસાય-વિપર્યાસથી વ્યાકુળ. મતિ એટલે અર્થને સમજી શકવાની શક્તિ. જેમની અર્થને સમજવાની શક્તિ સંશય-અનધ્યવસાયવિપર્યાસથી વ્યાકુળ છે તે જીવો મંદ મતિ છે. रीने-मरा रीने. (१०३८ सिद्धस्तावदयं ग्रन्थः परं केन रचित इत्यस्यां जिज्ञासायां ग्रन्थकार एव कृतज्ञतागी स्वनामाङ्कामिमां गाथामाह जाइणिमयहरियाए, रइता एते उ धम्मपुत्तेण । हरिभदायरिएणं, भवविरहं इच्छमाणेणं ॥१०३९॥ याकिनीमहत्तराया-याकिनीनामिकायाः श्रुतशीलजलधिवेलायाः प्रवर्त्तिन्याः, रचितानि दृब्धान्येतानि त्वेतानि पुनरुपदेशपदानि, 'धर्मपुत्रेण' धर्म प्रतीत्य नन्दनेन तदन्तरङ्गधर्मशरीरनिष्पादकत्वात् तस्याः । केनेत्याह-हरिभद्राचार्येण-यः किल श्रीचित्रकूटाचलचूलानिवासी प्रथमपर्याय एव स्फुटपठिताष्टव्याकरणः सर्वदर्शनानुयायितर्ककर्कशमतिरतएवमतिमतामग्रगण्यः प्रतिज्ञातपरपठितग्रन्थानवबोधेतच्छिष्यभावः, आवश्यकनियुक्तिपरावर्त्तनाप्रवृत्तयाकिनीमहत्तराश्रयसमीपगमनोपलब्ध चक्किदुगं हरिपणगं'–इत्यादिगाथासूत्रः, निजनिपुणोहापोहयोगेऽपि कथमपि स्वयमनुपलब्धतदर्थः, तदवगमायमहत्तरोपदेशात् श्रीजिनभद्राचार्यपादमूलमुपसर्पन्नन्तरा जिनबिम्बावलोकनसमुत्पन्नानुत्पन्नपूर्वबहलप्रमोदवशात् समुच्चरित- 'वपुरेव तवाचष्टे'इत्यादिश्लोकः, सूरिसमीपोपगतावदातप्रव्रज्योज्यायसीस्वसमयपरसमय-कुशलतामवाप्य महत्प्रवचनवात्सल्यमवलम्बमानश्चतुर्दशप्रकरणशतानिचकार, तेनहरिभद्रनाम्नाऽऽचार्येण कीदृशेनेत्याह- 'भवविरह' संसारोपरममिच्छताभिलषता ॥१०३९॥ ॥ इति समाप्तेयं सुखसम्बोधनी नामोपदेशपदवृत्तिः ॥ Page #534 -------------------------------------------------------------------------- ________________ ૫૨૭. - ઉપદેશપદ : ભાગ-૨ આ ગ્રંથ પૂર્ણ થયો. પણ આ ગ્રંથ કોણે રચ્યો છે એવી જિજ્ઞાસા થતાં ગ્રંથકાર જ કૃતજ્ઞતાથી ગર્ભિત અને સ્વનામરૂપ ચિહ્નવાળી આ ગાથાને કહે છે ગાથાર્થ-યાકિની મહત્તરાના ધર્મપુત્ર અને ભવવિરહને ઇચ્છતા હરિભદ્ર આચાર્ય આ ઉપદેશપદો રચ્યાં છે. ટીકાર્થ–પાકિની મહત્તરાના ધર્મપુત્ર-શ્રુતશીલરૂપ સમુદ્રની મર્યાદા સમાન યાકિની નામના પ્રવર્તિનીના ધર્મની અપેક્ષાએ પુત્ર. કારણ કે અંતરંગધર્મરૂપ શરીરને ઉત્પન્ન કરનાર યાકિની નામના સાધ્વીજી છે. ભવવિરહને સંસારના વિરામને, સંસારના અંતને. હરિભદ્ર આચાર્યો-હરિભદ્રનો શ્રી ચિત્રકૂટ પર્વતની ઉપર નિવાસ હતો. તેમણે પ્રથમપર્યાયમાં જ (= બાલ્યવયમાં જ) આઠ વ્યાકરણોનો સ્પષ્ટ (=પરિપક્વ) અભ્યાસ કર્યો હતો. સર્વદર્શનોને અનુસરતા તર્કોથી તીક્ષ્ણ મતિવાળા હતા, એથી મતિમાન પુરુષોમાં મુખ્ય હતા. બીજાએ કહેલા (=રચેલા) ગ્રંથને હું ન સમજી શકે તો તેનો શિષ્ય બને તેવી પ્રતિજ્ઞા તેમણે કરી હતી. એકવાર તે આવશ્યક નિર્યુક્તિનું પરાવર્તન કહી રહેલા સાધ્વીજી શ્રી યાકિની મહત્તરાના ઉપાશ્રયની પાસેથી જઈ રહ્યા હતા ત્યારે તેમણે વિદુi હરિપ' ઇત્યાદિ ગાથાસૂત્ર સાંભળ્યું. જાતે નિપુણ તર્ક-વિતર્ક કરવા છતાં કોઇપણ રીતે પોતે તેનો અર્થ સમજી શક્યા નહિ. તેના અર્થને જાણવા માટે યાકિની મહત્તરાના ઉપદેશથી શ્રીજિનભદ્ર આચાર્યની પાસે ગયા. શ્રીજિનભદ્ર આચાર્યની પાસે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જિનબિંબના દર્શનથી પૂર્વે ક્યારેય ઉત્પન્ન ન થયો હોય તેવો અતિશય પ્રમોદ થયો. એથી તેમણે વપુરવ તવાવષે ઇત્યાદિ શ્લોકનું ઉચ્ચારણ કર્યું, અર્થાત્ વપુવ ઇત્યાદિ શ્લોકથી ભગવાનની સ્તુતિ કરી. સૂરિની પાસે આવીને પવિત્ર પ્રવ્રજ્યાનો સ્વીકાર કર્યો. સ્વાર દર્શન સંબંધી ઘણી કુશળતાને પામીને અતિશય પ્રવચન વાત્સલ્યને ધારણ કરતા તેમણે ચૌદસો પ્રકરણો રચ્યા. આવા શ્રીહરિભદ્રસૂિરિએ આ ગ્રંથ રચ્યો છે. (૧૦૩૯) क्षमालीमोऽत्यन्तं गगनतलतुङ्कमहिमा। दधानः शैली च स्थितिमतिशुचिं साधुरुचिताम् । बृहद्गच्छोऽतुच्छोच्छलितशुभसत्त्वः समभवत् । सुवंशच्छायाव्यः स्फुटमुदयनामा नग इव ॥१॥ तत्रोदियाय तमसामवसायहेतुर्निस्तारकद्युतिभरो भुवनप्रकाशः । श्रीसर्वदेव इति साधुपतिनमस्यपादो नवार्क इव सन्नतमीनकेतुः ॥२॥ ततश्च श्रीयशोभद्रनेमिचन्द्रादयोऽभवन् । अष्टावाशागजाकाराः सूरयस्तुङ्गचेष्टिताः ॥३॥ अजनि विनयचन्द्राध्यापको ध्यानयोगाद् । विधुतविविधबाधाधायिध्यान्ध्यप्रधानः । मुनिगुणमणिवार्द्धिः शुद्धशिष्योपलब्धिः । सततसमयचर्यावर्जितार्याशयश्च ॥४॥ प्रायस्तत्सर्वसन्तानभक्तिमान्मुनिनायकः । अभूत् श्रीमुनिचन्द्राख्यस्तेनैषा विवृतिः कृता ॥५॥ Page #535 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ ઉપદેશપદ : ભાગ-૨ प्रकृता श्रीनागपुरे समर्थिताऽणहिल्लपाटके नगरे । अब्धिमुनिरुद्रसंख्ये (११७४) वहमाने विक्रमे वर्षे ॥६॥ दृष्ट्वा शक्त्या सुनिपुणतथारूपबोधादृते वा । यच्चाभोगाभवनवशतो हीनमात्राधिकं वा । किञ्चित् कस्मिंश्चिदपि च पदे दृब्धमुत्तार्य धीरस्तन्मे धर्मं घटयितुमनाः शोधयेच्छास्त्रमेतत् ॥७॥ साहाय्यमत्र परमं कृतं विनेयेन रामचन्द्रेण। गणिना, लेखनसंशोधनादिकं शेषशिष्यैश्च ॥८॥ विप्रेण केशवेनैषा प्रागादर्श निवेशिता । अत्यन्तमुपयुक्तेन शुद्धयशुद्धी विजानता ॥९॥ ग्रन्थान० १४५०० सूत्रसंयुक्तोपदेशपदवृत्तिशोकमानेन प्रत्यक्षरगणनया ॥१०॥ श्रीः ॥ ટીકાકારની પ્રશસ્તિ ક્ષમામાં અતિશય લીન થયેલ, ગગન તલ સુધી ફેલાયેલા શ્રેષ્ઠ અસાધારણ મહિમાવાળો, અતિશય પવિત્ર અને સાધુઓને પ્રિય એવી ચારિત્રમર્યાદાને ધારણ કરતો, જેમાં ઘણો શુભ સત્ત્વ ઉછળ્યો છે તેવો, સુકુળની છાયાથી સમૃદ્ધ અને ઉદયાચલ પર્વત જેવો પ્રગટ મહાન ગચ્છ હતો. (૧) તે વિશાળ ગચ્છમાં (અજ્ઞાનરૂપી અંધકારના નાશનું કારણ, (સંસારસાગરથી) તારનાર તેજનો સમૂહ, વિશ્વને પ્રકાશિત કરનાર, જેના ચરણો નમસ્કાર કરવા યોગ્ય છે, જાણે નવો સૂર્ય હોય તેવા અને જેમને કામદેવ સારી રીતે નમ્યો છે તેવા શ્રીસર્વદેવ નામના મુનિપતિ (=સાધુસમુદાયના નાયક) ઉત્પન્ન થયા. (૨) તેમનાથી ઉચ્ચ અનુષ્ઠાનવાળા શ્રીયશોભદ્રસૂરિ અને શ્રીનેમિચંદ્ર વગેરે દિગ્ગજ જેવા આઠ આચાર્યો થયાં. (૩) ધ્યાનયોગથી જેમણે વિવિધ પીડા કરનાર બુદ્ધિના અંધાપાવાળી પ્રકૃતિનો નાશ કર્યો છે, મુનિગુણરૂપ મણિના સાગર, જેમને શુદ્ધશિષ્યો પ્રાપ્ત થયા છે, સતત શાસ્ત્રાનુસાર કરાતી ચર્ચાથી જેમણે સત્પરુષોના ચિત્તને આકર્ષી લીધું છે તેવા વિનયચંદ્ર નામના ઉપાધ્યાય થયા. (૪) તેમની પરંપરામાં થયેલા લગભગ સર્વ સાધુઓ પ્રત્યે ભક્તિવાળા શ્રીમુનિચંદ્ર નામના મુનિનાયક થયા. તેમણે આ ટીકા રચી છે. (૫) આ ટીકા શ્રીનાગપુરમાં શરૂ કરી અને અણહિલ્લ પાટણનગરમાં વિક્રમ સંવત્ ૧૧૭૪માં પૂર્ણ કરી. (૬) શક્તિથી જોઈને તેવા પ્રકારના સુનિપુણ બોધના અભાવથી કે અનુપયોગથી કોઇપણ પદમાં કંઈક હીન-અધિક માત્રાની રચના કરી હોય તેને દૂર કરીને મારા ઉપર ઉપકાર કરવાના મનવાળા બુદ્ધિમાન ૧. અહીં ગચ્છને ઉદયાચલ પર્વતની ઉપમા આપી છે. આથી આ શ્લોક ચર્થક છે. ઉદયાચલ પર્વતના પક્ષમાં તેનો અર્થ આ પ્રમાણે છે. પૃથ્વી ઉપર દઢ જોડાયેલ, ગગનતલ સુધી ઊંચો, અસાધારણ મહિમાવાળો, અતિપવિત્ર અને સપુરુષોને પ્રિય એવી પર્વતની મર્યાદાને ધારણ કરતો, જેની ઘણી શુભ વિદ્યમાનતા ઉછળી છે, અર્થાત્ જે ઘણો પ્રસિદ્ધ થયો છે, અને સારાં વાંસવૃક્ષોની છાયાથી સમૃદ્ધ એવો પ્રગટ ઉદયાચલ પર્વત હતો. ૨. આ શ્લોક પણ ચર્થક છે. સૂર્યના પક્ષમાં તેનો અર્થ આ પ્રમાણે છે–તે ઉદયાચલ પર્વત ઉપર અંધકારના નાશનું કારણ, તારનાર તેજનો સમૂહ, વિશ્વને પ્રકાશિત ફરનાર, (લોક સૂર્યને નમે છે એ દૃષ્ટિએ) જેના ચરણો નમસ્કાર કરવા લાયક છે, જેને કામદેવ સારી રીતે નમ્યો છે, તે સૂર્ય ઉદય પામ્યો. Page #536 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ : ભાગ-૨ ૫૨૯ પુરુષે આ શાસ્ત્રને શુદ્ધ કરવું. (૭) અહીં શિષ્ય શ્રીરામચંદ્ર ગણીએ ઘણી સહાય કરી છે. તથા અન્ય શિષ્યોએ લેખન-સંશોધન આદિ કર્યું છે. (૮) શુદ્ધિ-અશુદ્ધિને વિશેષથી જાણનારા કેશવ બ્રાહ્મણે અત્યંત ઉપયોગવાળા બનીને આ ટીકાની સર્વપ્રથમ નકલ કરી છે. (૯) દરેક અક્ષરની ગણનાથી આ ગ્રંથનું પ્રમાણ સૂત્ર સહિત ઉપદેશ પદની ટીકાના ૧૪૫00 (ચૌદહજાર પાંચસો) શ્લોક છે. ભાવાનુવાદકારની પ્રશસ્તિ સુગૃહીત નામધેય પ.પૂ. આચાર્યદેવ શ્રીહરિભદ્રસૂરિ વિરચિત અને સમર્થ સાહિત્ય સર્જક ૫.પૂ. આચાર્યદેવ શ્રીમુનિચંદ્ર વિરચિત ટીકા સહિત ઉપદેશપદ ગ્રંથનો સિદ્ધાંત મહોદધિ સ્વ. પ.પૂ. આચાર્યદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પરમ ગીતાર્થ સ્વ. પ. પૂ. આચાર્યદેવ શ્રીહરસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર વર્ધમાન તપોનિધિ ૫. પૂ. આચાર્યદેવ શ્રીલલિતશેખરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પંચસૂત્ર, પંચવસ્તુક, પંચાશક, ધર્મબિંદુ, યોગબિંદુ, શ્રાદ્ધદિનકૃત્ય, વીતરાગ સ્તોત્ર, શીલોપદેશમાલા, અષ્ટક પ્રકરણ, યોગદષ્ટિ સમુચ્ચય, શ્રાવકધર્મવિધિ પ્રકરણ, ગુરુતત્ત્વવિનિશ્ચય, ઉપદેશમલા (પુષ્પમાલા), પ્રશમરતિ, નવપદ પ્રકરણ આદિ અનેક ગ્રંથોના ભાવાનુવાદ કરનારા આચાર્ય શ્રીરાજશેખરસૂરિએ વિસ્તારવાળી કથાઓ સિવાય કરેલા ગુજરાતી ભાવાનુવાદ સહિત બીજો ભાગ પૂર્ણ થયો. इति-प्रकरणचतुर्दशशतीसमुत्तुङ्गप्रासादपरम्परासूत्रणैकसूत्रधारैरगाधसंसारवारि धिनिमज्जजन्तुजातसमुद्धरणप्रधानधर्मप्रवहणप्रवर्तनकर्णधारैर्भगवत्तीर्थकरप्रवचनावितथतत्त्वप्रबोधप्रभूतप्रज्ञाप्रकाशतिरस्कृतसमस्ततीर्थिकचक्र प्रवादप्रचारैःप्रस्तुतनिरतिशयस्याद्वादविचारैःश्रीमद्-हरिभद्रसूरिभिः प्रणीतः अनेकप्रकरणकुलकटीकादिग्रन्थनिर्मात पूज्यश्रीमुनिचन्द्रसूरिविरचितसुखसम्बोधनी वृत्तियुतः श्रीउपदेशपदमहाग्रन्थः । પ્રારંભ સમય * પ્રારંભ સ્થળ વિ. સં.-૨૦૫૭ ભાદરવા વદ-૬ રત્નત્રયી આરાધના હૉલ, ચંદાવરકર લેન, સમાપ્તિ સમય બોરીવલ વિ. સં.-૨૦૫૮ ચૈત્ર વદ-૧૨ સમાપ્તિ સ્થળ જૈન અમરશાળા, ટેકરી, ખંભાત (ગુજરાત) Page #537 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પુગલ પરાવર્તનું સ્વરૂપ પુગલ પરાવર્તના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એમ ચાર ભેદ છે. તે દરેકના બાદર અને સૂક્ષ્મ એમ બે બે ભેદ છે. એટલે કે બાદર દ્રવ્ય, પુદ્ગલ પરાવર્ત, સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત, બાદર ક્ષેત્ર પુલ પરાવર્ત, સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત, બાદર કાળ પુદ્ગલ પરાવર્ત, સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત, બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત, સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત. (૧) બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્તન એક જીવ જગતમાં રહેલા સર્વ પુદ્ગલોને જેટલા કાળમાં ઔદારિક, વૈક્રિય, તેજસ, કાર્મણ, ભાષા, શ્વાસોચ્છવાસ અને મન એ સાત વર્ગણા રૂપે ગ્રહણ કરીને મૂકે તેટલો કાળ એક બાદર દ્રવ્ય પુગલ પરાવર્ત છે. આમાં પહેલાં ઔદારિક રૂપે લઈને કે પછી વૈક્રિય રૂપે લઈને મૂકે એવો ક્રમ નથી. (૨) સૂક્ષ્મ દ્રવ્ય પુગલ પરાવર્તન એક જીવ જગતમાં રહેલા સર્વ પુદ્ગલોને પ્રથમ દારિક રૂપે લઈને મૂકે, પછી વૈક્રિય રૂપે લઈને મૂકે, પછી તેજસ રૂપે લઈને મૂકે, એમ ક્રમશઃ સાતે વર્ગણા રૂપે લઈને મૂકે તેટલો કાળ સૂક્ષ્મ દ્રવ્ય પુગલ પરાવર્ત છે. (આમાં સર્વ પુગલોને જ્યાં સુધી ઔદારિક રૂપે લઈને ન મૂકે એ દરમ્યાન વચ્ચે વચ્ચે વૈક્રિય, તેજસ આદિ રૂપે લઈને મૂકે તો તે ન ગણાય.) ટૂંકમાં સર્વ પુદ્ગલોને ક્રમ વિના ઔદારિકાદિ વર્ગણા રૂપે લઈને મૂકે તો બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત અને ક્રમશઃ લઈને મૂકે તો સૂક્ષ્મ દ્રવ્ય પુગલ પરાવર્ત (આમ અન્ય સ્થળે પણ જાણવું). (૩) બાદર ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત- એક જીવ લોકાકાશના સર્વ પ્રદેશોને ક્રમ વિના મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ બાદર ક્ષેત્ર પુદગલ પરાવર્ત છે. (૪) સૂથમ ક્ષેત્ર પુલ પરાવર્ત- એક જીવ લોકાકાશના સર્વ પ્રદેશોને ક્રમશઃ મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ સૂક્ષ્મ ક્ષેત્ર પુલ પરાવર્ત છે. (૫) બાદર કાળ પુદ્ગલ પરાવર્ત- એક જીવ ઉત્સર્પિણી તથા અવસર્પિણી રૂપ કાળચક્રના સર્વ સમયોને ક્રમ વિના મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ બાંદર કાળ પુલ પરાવર્ત છે. (૬) સૂક્ષ્મ કાળ પુગલ પરાવર્ત- એક જીવ ઉત્સર્પિણી તથા અવસર્પિણી રૂપ કાળચક્રના સર્વ સમયોને ક્રમશઃ મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત છે. (૭) બાદર ભાવ પુલ પરાવર્ત- એક જીવ રસબંધના સર્વ અધ્યવસાય સ્થાનોને ક્રમ વિના મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત છે. (૮) સૂમ ભાવ પુદ્ગલ પરાવર્ત- એક જીવ રસબંધના સર્વ અધ્યવસાય સ્થાનોને ક્રમશઃ મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત છે. આ આઠ પ્રકારના પુદ્ગલ પરાવર્તામાંથી આ ગ્રંથમાં સુક્ષ્મ ક્ષેત્ર પુદગલ પરાવર્ત વિવક્ષિત છે. દરેક જીવે આ સંસારમાં આવા અનંત પુગલ પરાવર્તો પસાર કર્યા છે. અને જ્યાં સુધી મોક્ષ નહીં પામે ત્યાં સુધી ભવિષ્યમાં પણ આવા પુદ્ગલ પરાવર્તો પસાર કરશે. ' - આ ગ્રંથમાં અનેક સ્થળે ચરમાવર્ત અને અચરમાવર્ત શબ્દનો પ્રયોગ થયો છે. ચરમ છેલ્લો. આવર્તકપુગલ પરાવર્ત. સંસારમાં પરિભ્રમણ કરવાનો છેલ્લો પુદ્ગલ પરાવર્ત તે ચરમાવર્ત કહેવાય છે. ચરમ પુદ્ગલ પરાવર્ત સિવાયના પુદ્ગલ પરાવર્તે તે અચરમાવર્ત કહેવાય છે. સંક્ષેપમાં પુદ્ગલ પરાવર્તનું સ્વરૂપ આ પ્રમાણે છે- અસંખ્યવર્ષ=૧ પલ્યોપમ. ૧૦ કોડકોડી પલ્યોપમ=1 સાગરોપમ. ૧૦ કોડાકોડી સાગરોપમ =૧ ઉત્સર્પિણી કે ૧ અવસર્પિણી. ૨૦ કોડાકોડી સાગરોપમ (૧ ઉત્સર્પિણી + ૧ અવસર્પિણી)=૧ કાળચક્ર. આવા અનંત કાળચક્ર=એક પુગલ પરાવર્ત થાય. Page #538 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંતમર્મજ્ઞ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિથ રાજશેખરસૂરીશ્વરજી મહારાજ આદિ દ્વારા લેખિત-સંપાદિત-અનુવાદિત પ્રાપ્ય પુસ્તકો સંપૂર્ણ ટીકાના ભાવાનુવાદવાળા પુસ્તકો * પંચસૂત્ર આત્મપ્રબોધ અષ્ટક પ્રકરણ * શ્રાદ્ધવિધિ પ્રકરણ પ્રશમરતિ પ્રકરણ * યોગબિંદુ * પાંડવ ચરિત્ર | યોગદષ્ટિ સમુચ્ચય શ્રાવક ધર્મવિધિ પ્રકરણ પ્રતિમાશતક શ્રાદ્ધદિનકૃત્યા પંચવસ્તુક ભાગ-૧-૨ ઉપદેશમાલા (પુષ્પમાલા) ઉપદેશપદ | વીતરાગ સ્તોત્ર | ભવભાવના ભાગ-૧-૨| ભાગ-૧-૨ | ગુજરાતી વિવેચનવાળા પુસ્તકો * પ્રભુભક્તિ * ચિત્ત પ્રસન્નતાની જડીબુટ્ટીઓ | આધ્યાત્મિક પ્રગતિનાં * શ્રાવકના બારવ્રતો સ્વાધીન રક્ષા પાંચ પગથિયાં. * જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ પરાધીન ઉપેક્ષા ભાવના ભવ નાશિની પ્રભુ તપ કરીએ ભવજલ તરીએ (બાર ભાવના) (બાર પ્રકારના તપ ઉપર * એક શબ્દ ઔષધ કરે, * આહાર શુદ્ધિથી આત્મશુદ્ધિી વિસ્તારથી વિવેચન) એક શબ્દ કરે ઘાવા અભ્યાસી વર્ગને ઉપયોગી પુસ્તકો * સિદ્ધહેમ શબ્દાનુશાસન * વીતરાગ સ્તોત્ર (અન્વય * પ્રશમરતિ પ્રકરણ(મધ્યમવૃત્તિ ભાગ-૧-૨-૩) | | સહિત શબ્દાર્થ-ભાવાર્થ) || અન્વય સહિત તત્ત્વાર્થાધિગમ સૂત્ર (મહેસાણા | જ્ઞાનસાર (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ પાઠશાળા દ્વારા પ્રકાશિત) શબ્દાર્થ-ભાવાર્થ) * સંસ્કૃત શબ્દ રૂપાવલી તત્ત્વાર્થાધિગમ સૂત્ર (પોકેટ બુક) * વીતરાગ સ્તોત્ર (અન્વય | અષ્ટક પ્રકરણ. * સંસ્કૃત ધાતુ રૂપાવલીસહિત શબ્દાર્થ-ટીકાર્થ) | (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ)| કૃદન્તાવલી. સૂત્રોના અનુવાદવાળા પુસ્તકો શ્રી અરિહંતા આરાધક ટ્રસ્ટના આગામી પ્રકાશનો * ચૈત્યવંદન મહાભાષ્ય * શ્રાવક પ્રજ્ઞપ્તિ સટીક ભાવાનુવાદ * યતિ લક્ષણ સમુચ્ચય * આચાર પ્રદિપ સટીક ભાવાનુવાદ હીર પ્રશ્ન સંસ્કૃત પ્રાકૃત પ્રત પુસ્તકો * अष्टादश सहस्रशीलाङ्गग्रन्थ सिरिसिरिवालकहा * श्राद्धदिनकृत्य. आत्मप्रबोध I : પ્રાપ્તિસ્થાન : શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ C/o. હિન્દુસ્તાન મીલ સ્ટોર્સ, 481, ગની એપાર્ટમેન્ટ, રતન ટોકીઝ સામે, મુંબઈ-આગ્રા રોડ, ભિવંડી-૪૨૧૩૦૫. ફોન : (02522) 232266, 233814 ‘ભરત ગ્રાફિક્સ’-અમદાવાદ. ફોન : (મો) 9925020106, (079) 22134176.