________________
૧૨
ઉપદેશપદ : ભાગ-૨ તે જ પ્રમાણે જે જીવોનો ગ્રંથિભેદ થયો નથી તે જીવોમાં દ્રવ્યશ્રુતયોગથી થતો જીવાદિ પદાર્થોનો બોધ માત્રવિષયપ્રતિભાસ રૂપ હોય છે—તર્ક-વિતર્કથી રહતિ માત્ર શબ્દાર્થનો બોધ હોય છે. આથી તે જ્ઞાન પરમાર્થથી અજ્ઞાન જ છે. કારણ કે હેયોપાદેયનો વિભાગ કરવો એ જ્ઞાનનું તાત્ત્વિક ફલ છે. દ્રવ્યશ્રુતયોગથી થતા બોધથી આ ફલ મળતું નથી. (૩૭૩)
अत्रैव व्यतिरेकमाहभिन्ने तु इतो णाणं, जक्खरयणेसु तग्गयं चेव । पडिबंधम्मिवि सद्धादिभावतो सम्मरूवं तु ॥३७४॥ મિત્તે તુ'
વિતે તુપુન તો જીિમેલીવનન્તરવજ્ઞાન' વિશવિમfवशोपलब्धविशुद्धतत्त्वतया शुद्धबोधरूपं विजृम्भते । दृष्टान्तमाह- यथाक्षरत्नयोर्विषये तस्यैव शिशोरशिशुभावप्राप्तौ 'तद्गतं' चैवाक्षरत्नविभागगोचरमेव । ननु भिन्नग्रन्थीनां केषांचिद् माषतुषादिसदृशानां न किञ्चिद् ज्ञानविजृम्भणमुपलभ्यत इत्याशक्याह'प्रतिबन्धेऽपि' तथाविधज्ञानावरणोदयाद् विघातेऽपि 'श्रद्धादिभावतः' "तमेव सच्चं नीसंकं जं जिणेहिं पवेइयं" इत्यादेः श्रद्धानस्य, आदिशब्दाद् गीतार्थप्रज्ञापनीयत्वस्य च भावात् तुच्छमपि ज्ञानं सम्यग्रूपमेव, परिपूर्णलाभहेतुत्वात् । तथा हि शुक्लपक्षक्षपापतेरतितुच्छोऽपि प्रतिपत्तिथावुज्वलतालाभः सम्यगेव, परिपूर्णतदुज्वलभावलाभस्याचिरादेव सम्पत्तिनिमित्तत्वात् , तथा प्रकृतज्ञानमपि क्रमेण केवलज्ञानाविकलकारणभावापन्नमेव वर्त्तत इति ॥३७४॥
આ જ વિષયને ઊલટી રીતે કહે છે
ગાથાર્થ–જેવી રીતે બાળકની બાલ્યાવસ્થા દૂર થતાં અક્ષ અને રત્નમાં અક્ષ-રત્નના વિભાગ સંબંધી બોધ થાય છે તે રીતે ગ્રંથિનો ભેદ થતાં તુરત જ જ્ઞાન પ્રગટે છે. પ્રતિબંધ હોવા છતાં શ્રદ્ધા વગેરે ભાવથી જ્ઞાન સમ્યરૂપ જ છે.
ટીકાર્થ- બાળકની બાલ્યાવસ્થા દૂર થતાં અક્ષનું વિશેષ મૂલ્ય નથી રત્ન જ મૂલ્યવાન છે એ પ્રમાણે અક્ષ અને રત્નના વિભાગનું જ્ઞાન થાય છે. તે પ્રમાણે ગ્રંથિનો ભેદ થતાં તુરત જ નિર્મલ વિચારણાથી વિશુદ્ધતત્ત્વની પ્રાપ્તિ થવાના કારણે જ્ઞાન પ્રગટે છે.
ગ્રંથિભેદ થવા છતાં માપતુષ મુનિ જેવા કેટલાક જીવોમાં જ્ઞાનનો જરાપણ ઉઘાડ (=વિકાસ) જોવામાં આવતો નથી. આવી આશંકા કરીને ગ્રંથકાર ગાથાના ઉત્તરાર્ધમાં તેનું સ્પષ્ટીકરણ કરતાં કહે છે કે, તેવા પ્રકારના જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી વિશેષજ્ઞાનની પ્રાપ્તિમાં પ્રતિબંધ(=રુકાવટ) હોવા છતાં તે જ નિઃશંકપણે સાચું છે કે જે જિનેશ્વરોએ કહ્યું છે આવી શ્રદ્ધા વગેરે હોવાના કારણે અલ્પ પણ જ્ઞાન સમ્યરૂપ જ (=સમ્યજ્ઞાન જ) છે. કારણ કે એ અલ્પજ્ઞાન પરિપૂર્ણ જ્ઞાનના લાભનું કારણ છે. શુક્લપક્ષમાં એકમના ચંદ્રનો