________________
૧૩
ઉપદેશપદ : ભાગ-૨ પ્રકાશલાભ (=પ્રકાશની પ્રાપ્તિ) અતિઅલ્પ હોવા છતાં સમ્યગૂ જ છે. કારણ કે તે પ્રકાશલાભ જલદી જ ચંદ્રના પરિપૂર્ણ પ્રકાશલાભનું કારણ છે. તે રીતે માપતુષ વગેરેનું જ્ઞાન પણ ક્રમ કરીને કેવલજ્ઞાનનું અવશ્ય પરિપૂર્ણ કારણ છે.
“શ્રદ્ધા વગેરે’ એ સ્થળે વગેરે શબ્દથી ગીતાર્થ પ્રજ્ઞાપનીયત્વ ગુણ સમજવો. (ગીતાર્થ પ્રજ્ઞાપનીયત્વ એટલે ગીતાર્થ સમજાવી શકે તેવી યોગ્યતા. આ ગુણ જેનામાં હોય તે અનાભોગ આદિના કારણે વિપરીત પ્રવૃત્તિ કરે ત્યારે ગીતાર્થ તેની ભૂલ સમજાવે તો સમજી જાય, તુરત પોતાની ભૂલનો સ્વીકાર કરી લે, અને વિપરીત પ્રવૃત્તિનો ત્યાગ કરે.) (૩૭૪)
अथास्य सम्यग्रूपतामेव भावयतिजमिणं असप्पवित्तीए दव्वओ संगयंपि नियमेण । होति फलंगं असुहाणुबंधवोच्छेयभावाओ ॥३७५॥
यस्मादिदं सम्यग्ज्ञानमसत्प्रवृत्त्या प्रबलावश्यवेद्यचारित्रमोहोदयादिन्द्रियानुकूलाचरणरूपया 'द्रव्यतो' मनोरुचिविकलत्वेनाप्रधानभावात् 'सङ्गतमपि' संयोगभागपि नियमेनैकान्तत एव भवति 'फलाङ्गं' मोक्षलक्षणफलनिमित्तम् । कुत इत्याहअशुभानां ज्ञानावरणादिपापप्रकृतीनामनुबन्ध उत्तरोत्तरवृद्धिरूपस्तस्य व्यवच्छेदस्त्रुटितતાથ માવાન્ રૂ૭પ
હવે ભિન્નગ્રંથિ જીવનું જ્ઞાન સમ્યરૂપ છે એ વિષયને જ વિચારે છે
ગાથાર્થ-કારણ કે સમ્યજ્ઞાન દ્રવ્યથી અસવૃત્તિથી યુક્ત હોય તો પણ નિયમો (મોક્ષરૂ૫) ફલનું કારણ બને છે. કારણ કે અશુભ અનુબંધનો વિચ્છેદ થાય છે.
ટીકાર્થ-ભિન્નગ્રંથિ કોઈ જીવ અવશ્ય ભોગવવું પડે તેવા પ્રબળ ચારિત્રમોહના ઉદયથી ઇંદ્રિયોને અનુકૂળ હોય તેવું આચરણ (=વિષયોપભોગ વગેરે) કરે. એથી એનું જ્ઞાન અસ–વૃત્તિથી યુક્ત બને. અસ–વૃત્તિથી યુક્ત પણ એનું જ્ઞાન સમ્યગ છે=સમ્યજ્ઞાન છે. કારણકે તે જ્ઞાન નિયમા મોક્ષરૂપ ફળનું કારણ બને છે. તે જ્ઞાન મોક્ષનું કારણ બને છે એનું કારણ એ છે કે તે જ્ઞાનથી જ્ઞાનાવરણીય વગેરે પાપકર્મોના અનુબંધનો વિચ્છેદ થાય છે.=પાપકર્મો અનુબંધવાળાં બંધાતા નથી. તે જ્ઞાનથી જ્ઞાનાવરણીય વગેરે પાપકર્મોના અનુબંધનો વિચ્છેદ થાય છે તેનું કારણ એ છે કે સમ્યજ્ઞાનથી યુક્ત (=સમ્યગ્દષ્ટિ) જીવ અસ–વૃત્તિ માનસિકરુચિ વિના (=ભાવ વિના) દ્રવ્યથી કરે છે. (ભાવથી કરાતી જ અસત્યવૃત્તિ પાપકર્મના અનુબંધનું કારણ બને છે. દ્રવ્યથી કરાતી અસત્યવૃત્તિ પાપકર્મના અનુબંધનું કારણ બનતી નથી. અનુબંધ એટલે ઉત્તરોત્તર વૃદ્ધિ થવી. (૩૭૫)
अशुभानुबन्धमेवाश्रित्याहएसो य एत्थ पावो, मूलं भवपायवस्स विन्नेओ । एयम्मि य वोच्छिन्ने, वोच्छिन्नो चेव एसो त्ति ॥३७६॥