________________
૧૪
ઉપદેશપદ : ભાગ-૨ ___एष चाशुभानुबन्धः पुनरत्र सम्यग्रूपज्ञानादशुभानुबन्धव्यवच्छेदे प्रस्तुते पापोऽत्यन्ताधमो मूलमादिकारणं 'भवपादपस्य' संसारविषवृक्षस्य नरकादिदुःखफलाकुलस्य विज्ञेयः । एतस्मिंश्चाशुभानुबन्धे व्यवच्छिन्ने सम्यग्ज्ञानतो व्यवच्छिन्नश्चैवोपरत एवैष भवपादप इति । विपर्यासजलसिच्यमानमूला एव हि क्लेशपादपा दुःखलक्षणाय फलाय कल्पन्ते। सम्यग्ज्ञानदहनदह्यमानमूलास्तु त्रुटितसकलफलदानशक्तयो वन्ध्यभावापना असत्कल्पा एव जायन्त इति ॥३७६॥
અશુભ અનુબંધને જ આશ્રયીને કહે છે–
ગાથાર્થ—અહીં અશુભ અનુબંધને અતિશય અધમ અને ભવરૂપ વૃક્ષનું મૂળ જાણવો. અશુભ અનુબંધનો વિચ્છેદ થતાં ભવરૂપ વૃક્ષનો વિચ્છેદ થઈ જ ગયો.
ટીકાર્ય–અહીં અહીં એટલે સમ્યજ્ઞાનથી અશુભાનુબંધનો વિચ્છેદ થાય એ પ્રસ્તુત વિષયમાં. भूख १२९(=भुण्य. १२९).
અશુભાનુબંધ નરકાદિના દુઃખરૂપ ફલથી ભરપૂર સંસારરૂપ વિષવૃક્ષનું મુખ્ય કારણ છે. એથી સમ્યજ્ઞાનથી અશુભ અનુબંધનો વિચ્છેદ થતાં ભવરૂપ વૃક્ષ છેદાઈ ગયેલો જ જાણવો.
ક્લિષ્ટ કર્મરૂપ વૃક્ષો મિથ્યાજ્ઞાન રૂપ જલથી સિંચાઈ રહ્યા હોય તો જ દુઃખ રૂપ ફલ આપવા સમર્થ થાય છે. સમ્યજ્ઞાન રૂપ અગ્નિથી એમના મૂળિયાં બળી રહ્યાં હોય તો તેમનામાં રહેલ ફલ આપવાની બધી શક્તિઓ નષ્ટ થઈ જાય છે. એથી નિષ્ફળ ભાવને પામેલા ક્લિષ્ટકર્મરૂપ વૃક્ષો નથી જેવાં જ થઈ જાય છે. (૩૭૬)
एवं सति यत्सिद्धं तद् दर्शयति- . एत्तो च्चिय एयम्मी, जत्तोऽतिसएण सेसगाणं पि । एत्थ दुवे सज्झिलगा, वाणप्पत्था उदाहरणं ॥३७७॥
इत एवाशुभानुबन्धस्य भवपादपमूलत्वाद् एतद्व्यवच्छेदे च भवस्य व्यवच्छिन्नत्वाद् हेतोः, एतस्मिन्नशुभानुबन्धव्यवच्छेदे 'यत्नो' निन्दागर्हादिना प्रयत्नोऽतिशयेन शेषानुष्ठानमपेक्ष्य 'शेषकाणामपि' तीर्थान्तरीयाणां वर्तते, किंपुनरस्माकं जैनानामित्यपिशब्दार्थः । अत्रानुबन्धव्यवच्छेदे द्वौ सज्झिलको भ्रातरौ वानप्रस्थौ "ब्रह्मचारी गृहस्थश्च वानप्रस्थस्ततो यतिः ।" इत्याश्रमक्रमापेक्षया तृतीयाश्रमवर्तिनौ वानप्रस्थापनवन्तावुदाहरणम् ॥३७७॥
આનાથી જે સિદ્ધ થયું તે જણાવે છે
ગાથાર્થ–આથી જ અન્યદર્શનીઓનો પણ અશુભાનુબંધનો વિચ્છેદ કરવામાં અતિશય પ્રયત્ન હોય છે. અશુભાનુબંધના વિચ્છેદમાં વાનપ્રસ્થ આશ્રમમાં રહેલા બે બંધુઓનું દૃષ્ટાંત છે.