________________
૧૬૪
ઉપદેશપદ : ભાગ-૨
લોભાસક્ત મનુષ્યની કથા
ત્યારપછી થોડુંક ચાલ્યા ત્યારે જેનું વહાણ ભાંગી ગયું છે એવો એક અત્યંત અસંતુષ્ટ મનુષ્ય દૃષ્ટિપથમાં પડ્યો. જે કોઇક રીતે સમુદ્રના મધ્યભાગમાંથી કાંઠા ઉપર આવ્યો છે, જે મત્સ્યના આહારથી રોગી થયેલો અને લોકવડે પરાભવ કરાયો છે. અને લોભરૂપી સાપના ઝેરથી વ્યાકુલ થયેલ ભમતા તેણે ક્યારેક બીજાને ઠગવામાં તત્પર ધૂર્તો પાસેથી સાંભળ્યું કે અમુક સ્થાનમાં જે નિધિ રહેલો છે તે પુત્રના બલિદાનથી પ્રગટ થાય છે જે દારિત્ર્યની વિટંબનાના દુઃખને નાશ કરે છે. કૃષ્ણ ચતુદર્શીના દિવસે રાત્રિએ પોતાના પુત્રનું બલિદાન કરીને નિધાનની રક્ષા કરનાર દેવીને ધર્યો. તે નિધાન પ્રગટ થયો છતાં પણ અત્યંત પાપના વશથી તેને ફળ્યો નહીં. તેનો વાંછિત નિધિ નષ્ટ થયો છે એમ બીજા લોકોએ જાણ્યું. લોકોએ નિર્ભત્સના કરી કે આ અધામધમ મુખ જોવા યોગ્ય નથી અને નામ લેવા યોગ્ય નથી. આ જ મોટા અહંકારથી પકડાયો છે. નગરના આરક્ષકો તેને નગ્ન કરી કારાગૃહ તરફ લઇ જવા લાગ્યા. સોમાના માતા-પિતાએ કારાગૃહના અધિકા૨ીઓ વડે લઇ જવાતો જોયો અને પ્રાયઃ અસંતોષનું ફળ અનુભવતો જાણ્યો અને કહ્યુંઃ અહો! કેવો દુ:ખી છે! લોભથી પરાભવ પામેલા, ગુણ-દોષના જ્ઞાનથી રહિત જીવો અહોહો! આવા પ્રકારના દુરંત દુઃખોને પામે છે. પછી સોમાએ કહ્યું: સાપની જેમ ઘણો વિલાસ પામતો (વધતો) લોભ મારા વડે ચારેબાજુથી રુંધાયો છે. માતાપિતાએ કહ્યું: હે પુત્રી! સંતોષ ધારણ કરાયો તે તારાવડે અતિ સુંદર કરાયું. આ સંતોષ તારે અર્ધીક્ષણ પણ કોઇ રીતે ન છોડવો. પાંચેય આશ્રવ ધારોના ફળોને અનુક્રમે જોઇને ઉત્પન્ન થયેલા મોટા સંવેગથી ભાવિત થયેલા માતા-પિતા નજીકમાં ગણિનીની વસતિમાં પહોંચ્યા અને ત્યાં રોમાંચકારી પાપકૃત્ય જોયું. (૨૪૨) તે આ પ્રમાણે—
રાત્રિભોજન કરતા માણસની કથા
ત્યાં પણ તેઓએ રાત્રિ સમયે ગાઢ અંધકારમાં રીંગણાની સાથે ખાખરાનું ભોજન કરતા કોઇ એક માણસને જોયો. તેણે કોઇક રીતે ન જોઇ શકાય તેવા સૂક્ષ્મ વીંછીની સાથે કોળિયાને . મોઢામાં નાખ્યો અને વીંછીના તીક્ષ્ણ આંકડાથી વિંધાયો. તે વીંછી વ્યંતર જાતિનો છે. તેનું ઝેર દારુણ સ્વભાવનું છે. પછી તેનું મુખ ઘણું સૂજી ગયું અને ઘણાં મોટા દુઃખને પામ્યો. જુદા જુદા વૈદ્યો પાસે ગયો. હજારો વિચિત્ર પ્રકારના ઔષધોનો પ્રયોગ કરવામાં આવ્યો. પીડાના આવેશથી બે હાથ ઊંચા કરી કૂદવા લાગ્યો. ગદ્ગાણીથી અતિ વિરસ રડતો સોમાના માતા-પિતાવડે જોવાયો. તેઓએ વિચાર્યું કે આને રાત્રિભોજનનું ફળ મળ્યું છે. સોમાએ કહ્યું: મેં આ રાત્રિભોજનનો ત્યાગ કર્યો છે. માતા-પિતાએ કહ્યું: હે પુત્રી! તું જગતમાં કૃતાર્થ થઇ છો. ચાલો, સંપૂર્ણ દોષોને મથનારી તારી ગણિની ગુરુણીના દર્શન કરીએ. પછી તેઓ વિનયપૂર્વક તેની પાસે ગયા અને પ્રથમ નમસ્કાર કર્યો. વસતિની બાજુમાં શય્યાતરના ગૃહચૈત્યો (ઉપાશ્રય) આવેલા છે. ત્યાં અતિ ૧. વ્યંતરજાતિનો વીંછી= એક પ્રકારનો ઝેરી વીંછી.