________________
૧૬૫
ઉપદેશપદ : ભાગ- સાવધાનીથી, અતિ ઉજજવળ શીલથી શોભતી, તારાની વચ્ચે ચંદ્રની જેમ ઘણી સાધ્વીઓની વચ્ચે રહેલી, ઘણી શોભતી પરિવાર સહિત ગણિની આનંદિત હૃદયવાળા સોમાના માતા-પિતાવડે જોવાઇ. હર્ષપૂર્વક વંદન કર્યું. સોમા કહે છે- આ મારો પિતૃવર્ગ છે. ઉચિત રીતિથી ગણિનીએ પણ સત્કાર કર્યો. પછી ગણિનીએ તેઓને પૂછવા અનુસાર ધર્મ કહ્યો. તે પ્રશ્નો અને ઉત્તરો આ પ્રમાણે જાણવા
સોમાનો સ્વજનલોક– લોકમાં અનેક પ્રકારના ધર્મો રૂઢ થયા છે તેમાંથી કયો ધર્મ સાચો છે? ગણિની–ત્રસ અને સ્થાવર બે પ્રકારના જીવોની વિધિપૂર્વક રક્ષા કરવી તે સત્ય ધર્મ છે. સોમાનો સ્વજનલોક- ત્રણલોકમાં પ્રિયના સંગમાદિ સ્વરૂપ સુખોનું સૌખ્ય શું છે?
ગણિની- શરીરમાં જ્વર-કોઢાદિ રોગો ઉત્પન્ન થાય ત્યારે પ્રિયના સંગમાદિ સ્વરૂપ સુખનો અસંભવ છે. નિરોગીપણું જીવનું સુખ છે.
સોમાનો સ્વજનલોક- વાર્તાલાપ, ભોજન, સંકટ, દાનાદિમાં ઉત્પન્ન થયેલો સ્નેહ છે. તે શું છે?
ગણિની- સર્વકાર્યોમાં પરસ્પર સૂક્ષ્મ બુદ્ધિથી ન છેતરવા તે પરમાર્થથી સ્નેહ છે. અર્થાત્ સદ્ભાવ એ સ્નેહ છે.
સોમાનો સ્વજનલોક- શું લોકમાં ઘણાં શાસ્ત્રોના અભ્યાસાદિમાં પાંડિત્ય કહેવાય છે? ગણિની- અલ્પશ્રુતવાળા પણ પુરુષોને આત્મહિતના કર્તવ્યનો જે નિશ્ચય છે તે પાંડિત્ય છે. સોમાનો સ્વજનલોક ગ્રહ-રાજા-સ્ત્રી આદિના ચરિત્રોમાં શું જાણવું દુષ્કર છે?
ગણિની- અતિવિષમ પ્રકારના ભાગ્યના કારણે ન ધારેલી કાર્યગતિ સિદ્ધ થાય છે અને ધારેલી કાર્યગતિ નિષ્ફળ બને છે તે દૈવનું ચરિત્ર જાણવું દુષ્કર છે.
સોમાનો સ્વજનલોક સૌભાગ્ય-વિભવ-ભૂષણ-શ્રેષ્ઠભોજન વગેરે વસ્તુઓમાં ઉત્તમ શું છે? ગણિી- તારાઓના પુંજના ઉદ્યોત જેવા ગુણોનો જે ઉઘાડ છે તે, લોકમાં શ્રેષ્ઠ છે.
સોમાનો સ્વજનલોક– કરાયું છે પ્રિય જેઓ વડે એવા બાંધવાદિ લોકોને સુખગ્રાહ્ય (સુખેથી સમજાવી શકાય તેવો) કોણ છે?
ગણિની– સદાચાર છે ધન જેઓનું એવો સુજન લોક સુખગ્રાહ્ય છે. સોમાનો સ્વજનલોક– આલોકમાં મંત્ર, હાથી, ક્રોધિત સાપ વગેરેમાં કોણ દુર્ણાહ્ય છે ?
૧. અહીં વિદ શબ્દને બદલે વિદિ શબ્દ સમજીને અર્થ કરેલ છે.