________________
૧૬૬
ઉપદેશપદ : ભાગ-૨ ગણિની- મંત્ર, હાથી, ક્રોધિત સાપનું વારંવાર પ્રિય કરવામાં આવે છતાં પણ સમજાવી શકાતા નથી. આ જ દુર્જનલોક દુર્ણાહ્ય છે.
સોમાનો સ્વજનલોક– સજ્જનલોકવડે અવિદ્યા કોને કહેવાય છે. અર્થાત્ સજ્જનો કોને અવિદ્યા કહે છે તે છે આર્યા! તમે કહો.
ગણિની- સર્વગુણોરૂપી વનને બાળવા માટે દાવાગ્નિ સમાન જે અહંકાર મનુષ્યોના મનમાં છે તે અવિદ્યા છે.
સોમાનો સ્વજનલોક– કાર્ય કરવા ઉદ્યત થયેલા પુરુષોનું શું સાધ્ય કહેવાય તે કહો. ગણિની– વિનીતોના સુપ્રશસ્ત શાસ્ત્રોમાં સૂત્રોના જે અર્થો બતાવ્યા છે તે સાધ્ય છે. સોમાનો સ્વજનલોક– ઉભય ભવોમાં ભવ્યોની કઈ લક્ષ્મી ભવ્ય (સુંદર) પરિણામી થાય છે. ગણિની– વિભવ હોય કે ન હોય છતાં સંતોષ ધારણ કરવું તે ઉભયલોકમાં શ્રેષ્ઠ સંપત્તિ છે.
સોમાનો સ્વજનલોક– અહીં સ્થાવર અને જંગમ વગેરે વિષના ભેદથી ભેદાયેલા જીવોને કયું વિષ અસરકારક છે?
ગણિની– અનાચારથી ભોગવેલું વિષયોનું સુખ અહીં અસરકારક ઝેર છે.
આ પ્રમાણે તેઓએ ઘણાં પ્રશ્નો પૂછ્યા તથા તેના ઉત્તરો પણ મેળવ્યા છે મુગ્ધજનને સમજવા કઠીન છે. પછી સોમાના માતા-પિતા જિનધર્મમાં તેવા ભદ્રક થયા જેથી સ્વપ્નમાં પણ સોમાના વચનનો વિરોધ કરતા નથી, પરંતુ તેની આરાધનમાં તત્પર થાય છે. તે શ્રીમતી તથા તે સોમા શ્રીજિનધર્મની આરાધના કરીને સુગતિમાં ગઈ. કાળે કરીને કર્મોને ખપાવીને શિવગતિમાં જશે.
એ પ્રમાણે શ્રીમતી અને સોમાનું કથાનક સમાપ્ત થયું. સાથ સહકક્ષાર્થ –
श्रीपुरनगरे नन्दनदुहिता नाम्ना श्रीमती 'श्राद्धा' जिनशासनश्रद्धानवती समासीत् । सोमा च तस्याः सखिका मैत्र्यस्थानं पुरोहितसुता, इति प्राग्वत्, संजातेति ॥ ५५०॥
कालेन तयोः प्रीतिवृद्धिरभूत् । धर्मविचारे प्रतिदिनं प्रवर्त्तमाने 'तस्याः' सोमायाः 'संबोधिः 'सम्यक्त्वरूपासमपद्यत ।तथा, व्रतग्रहणेच्छा श्रावकजनयोग्यव्रताङ्गीकारवाञ्छा समजनिष्ट ।श्रीमत्याच परीक्षा प्रस्तुता।तस्यांचझुण्टणवणिग्दृष्टान्तो विहितः ॥५५१॥
स चायम् -अङ्गदिका नाम नगरी । तस्यां च धनश्रेष्ठी समभूत् । अन्यदा च स्वामिपुरात् शङ्खश्रेष्ठी तत्राजगाम । तयोश्च व्यवहरतो१ढा प्रीतिरभूत् । तस्याः