SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૩ ઉપદેશપદ : ભાગ-૨ દર્શનોપયોગ જીવના સ્વભાવરૂપ છે તેવી જ રીતે તથાભવ્યત્વ જીવના સ્વભાવરૂપ છે. (જે જીવના સ્વભાવરૂપ હોય તે કર્મનિર્મિત ન હોય.) કાળ વગેરેનું સાંનિધ્ય કરવાના સ્વભાવવાળું છે–(પૂર્વે આ જ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે દરેક કાર્ય તથાભવ્યત્વ, કાળ, નિયતિ, પૂર્વકૃતકર્મ અને પુરુષાર્થ આ પાંચ કારણોથી થાય છે. આ પાંચ કારણોમાં તથાભવ્યત્વે મુખ્ય કારણ છે.) તથાભવ્યત્વ કાર્ય કરવા માટે ઉપસ્થિત થાય ત્યારે તે બીજા કાળ વગેરે કારણોને નજીકમાં કરે છે, એટલે કાર્યને અનુકૂળ કરે છે. (સેનાપતિ લડવા માટે યુદ્ધના મોરચામાં ઉપસ્થિત થાય એટલે સૈન્યને ત્યાં હાજર થવું જ પડે છે. શેઠ કામ કરવા લાગે એટલે નોકરી પણ કામ કરવા જ માંડે. વરરાજા પરણવા જાય ત્યારે જાન એની પાછળ જ જાય છે.) (૯૯૯) विपक्षे बाधकमाहइहराऽसमंजसत्तं, तस्स तहसभावयाए तहचित्तो । कालाइजोगओ णणु, तस्स विवागो कहं होइ ॥१०००॥ 'इतरथा' वैचित्र्याभावेऽसमञ्जसत्वमसाङ्गत्यं प्राप्नोति । कुतो, यतस्तस्य भव्यत्वस्य तथास्वभावतायामेकस्वभावत्वलक्षणायां परेणाभ्युपगम्यमानायां तथाचित्रस्तत्प्रकारवैचित्र्यवान् 'कालादियोगतः' कालदेशावस्थाभेदतो ननु निश्चितं तस्य' जीवस्य 'विपाकः' फललाभरूपः कथं भवति? न कथञ्चिदित्यर्थः ॥१०००॥ વિરુદ્ધ પક્ષમાં દોષને કહે છે ગાથાર્થ–ટીકાર્ય–જો તથાભવ્યત્વ વિવિધ પ્રકારનું ન હોય તો (ફળભેદની) સંગતિ ન થાય. જો તથાભવ્યત્વને એક સ્વરૂપવાળું સ્વીકારવામાં આવે તો જીવનો ફળલાભ કાળદેશ-અવસ્થાના ભેદથી તેવા પ્રકારની વિચિત્રવાળો કેવી રીતે થાય? અર્થાત્ ચોક્કસ કોઈ પણ રીતે ન થાય. (૧૦૦૦) ૧. તથાભવ્યત્વની મુખ્યતા સમજાય તો તથાભવ્યત્વનો પરિપાક કરવાનાં ચતુશરણ વગેરે સાધનોનું મહત્ત્વ સમજાય. ૨. કોઈ અવસર્પિણીમાં અને કોઈ ઉત્સર્પિણીમાં, કોઈ ચોથા આરામાં તો કોઈ પાંચમા આરામાં મોક્ષમાં જાય ઇત્યાદિ કાળભેદ છે. કોઈ મહાવિદેહક્ષેત્રમાં કોઈ ભરતક્ષેત્રમાં, કોઈ ઐરાવતક્ષેત્રમાં મોક્ષમાં જાય ઈત્યાદિ દેશભેદ છે. મરુદેવા માતા હાથી ઉપર બેઠા-બેઠા કેવળજ્ઞાન પામ્યા, ભરત મહારાજ આરિસા ભવનમાં, પૃથ્વીચંદ્ર રાજગાદી ઉપર બેઠા-બેઠા, ગુણસાગર લગ્નની ચોરીમાં કેવળજ્ઞાન પામ્યા, કેટલાકો કાયોત્સર્ગમાં ઊભા ઊભા કેવલજ્ઞાન પામ્યા. ઈત્યાદિ અવસ્થાભેદ છે.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy