________________
૨૪૬
ઉપદેશપદ : ભાગ-૨ ગ્રંથને આચાર કહેવામાં આવે છે. બાર અંગવાળા પ્રવચન રૂપ પુરુષનું પહેલું અંગ આચાર છે. તે આચારાંગ ગ્રંથના સુયે મે માસાંતે મવયા વમવિશ્વાય એ પહેલા સૂત્રમાં ગુરુકુલવાસ સાક્ષાત્ કહેવામાં આવ્યો છે. તે સૂત્રનું અનેક અર્થોથી વ્યાખ્યાન કરવામાં આવે છે. તેમાં એક અર્થ આ પ્રમાણે છે-“ભગવાનના ચરણ કમળની સેવા કરતા મારા વડે સંભળાયું છે કે સિદ્ધાર્થ રાજાના કુળરૂપ આકાશમાં ચંદ્રસમાન વર્ધમાન નામના તીર્થકર ભગવાને આ પ્રમાણે કહ્યું છે.” આનો ભાવાર્થ એ છે કે ભગવાન સુધર્માસ્વામી પોતાના જંબૂનામના શિષ્યને કહે છે કે–ગુરુચરણની સેવાથી પ્રાપ્ત કરાયેલ આ આચાર ગ્રંથ હું તને જણાવું છું. આ પાઠથી ધર્મના અર્થી બીજાએ પણ ગુરુકુલવાસમાં રહેવું જોઇએ એમ જણાવ્યું છે.
સાક્ષા–સૂત્રના અક્ષરોથી કહેવા યોગ્ય. (૬૮૦) मूलगुणभूतत्वमेव दर्शयतिणाणस्स होइ भागी, थिरतरतो दंसणे चरित्ते य । धण्णा आवकहाए, गुरुकुलवासं ण मुंचंति ॥६८१॥
'ज्ञानस्य' श्रुतज्ञानलक्षणस्याङ्गप्रविष्टादिभेदभाजो भवति 'भागी' पात्रं गुरुकुलवासे वसन् सन् । यथोक्तम्- "गुर्वायत्ता यस्माच्छास्त्रारम्भा भवन्ति सर्वेऽपि । तस्माद् गुर्वाराधनपरेण हितकाक्षिणा भाव्यम् ॥१॥" इति । तथा, स्थिरतरोऽत्यन्तस्थिरो 'दर्शने' तत्त्वश्रद्धानरूपे चरित्रे च विहितेतरवस्तुप्रवृत्तिनिवृत्तिरूपे भवति । न हि विशुद्धगुरुकुलवासमन्तरेण सर्वतोमुखीभिरगीताथै : परतीर्थिकैश्च प्रवर्त्तिताभिः प्रज्ञापनाभिः सम्यग्बोधे निरन्तरं विक्षोभ्यमाणे चारित्रे च चित्राभिः स्वचित्तविश्रोतसिकाभिरसमञ्जसाचारलोकसंसर्गभाषणादिभिश्च मन्दीभावमानीयमाने स्थिरतरभावसिद्धिः सम्पद्यत इति । ततो 'धन्या' धर्मधनलब्धारो यावती चासौ कथा च जीवितलक्षणा यावत्कथा तयोपलक्षिता यावजीवमित्यर्थः, गुरुकुलवासमुक्तरूपं न मुञ्चन्ति ॥६८१॥
ગુરુકુલવાસ સાધુ ધર્મમાં મુખ્ય ઉપકારક છે એ વિષયને જણાવે છે
ગાથાર્થ– ગુરુકુલવાસમાં રહેતો સાધુ જ્ઞાનનું ભાન બને છે, દર્શન અને ચારિત્રમાં અતિશય સ્થિર બને છે. તેથી ધન્ય સાધુઓ માવજીવ ગુરુકુલવાસને છોડતા નથી.
ટીકાર્થ-જ્ઞાનનું ભાજન બને છે–અંગપ્રવિષ્ટ વગેરે ભેદવાળા શ્રુતજ્ઞાનનું ભાન બને છે. કહ્યું છે કે-“શાસ્ત્રોનું અધ્યયન ગુરુને અધીન બનીને જ થઈ શકે છે. માટે મોક્ષાભિલાષી શિષ્ય આજ્ઞાપાલન આદિથી ગુરુની ઉપાસનામાં તત્પર બનવું જોઈએ.” (પ્ર.૨.૬૯)