________________
ઉપદેશપદ : ભાગ-૨
૨૪૭
દર્શન તત્ત્વોમાં શ્રદ્ધા. ચારિત્ર=વિહિત અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ અને નિષિદ્ધમાં નિવૃત્તિ. ધન્ય ધર્મરૂપ ધનને મેળવનાર.
પૂર્ણ શાસ્ત્રબોધ ન હોવા છતાં બધા જ વિષયોમાં ડહાપણ ડોળે તેવા અગીતાર્થોથી અને પરતીર્થિકોથી પ્રવર્તાયેલી પ્રરૂપણાઓથી સમ્યગ્બોધ નિરંતર ખળભળી રહ્યો હોય, પોતાના ચિત્તમાં પ્રવર્તતા વિવિધ અશુભધ્યાનોથી, અનુચિત આચારવાળા લોકોના સંસર્ગથી અને તેમની સાથે થતા સંભાષણ વગેરેથી ચારિત્ર મંદભાવને પમાડાઈ રહ્યું હોય, ત્યારે વિશુદ્ધ ગુરુકુલવાસ વિના શ્રદ્ધામાં અને ચારિત્રમાં અતિશય સ્થિરતાની સિદ્ધિ ન થાય. (૬૮૧)
ता तस्स परिच्चाया, सुद्धंछाइ सयमेव बुद्धिमया । आलोएयव्वमिणं, कीरंतं कं गुणं कुणइ ॥६८२॥
यत एवं महागुणो गुरुकुलवासस्तस्मात्तस्य गुरुकुलवासस्य परित्यागे शुद्धोञ्छादि प्रागुक्तमनुष्ठीयमानं स्वयमेवात्मनैव परोपदेशनिरपेक्षमित्यर्थः, बुद्धिमताऽतिशायिप्रज्ञेन आलोचयितव्यं मीमांसनीयमिदं, यथा-क्रियमाणं कं गुणमुपकारं करोति, कुलटोपवासवद् न किञ्चिदित्यर्थः ॥६८२॥
ગાથાર્થ–તેથી ગુરુકુલવાસનો ત્યાગ કરીને પરોપદેશ વિના જાતે જ કરાતા શુદ્ધભિક્ષાવૃત્તિ વગેરે અનુષ્ઠાનો કયા લાભને કરે છે તે બુદ્ધિશાળી પુરુષે વિચારવું. . * ટીકાર્થ–તેથી–પૂર્વે કહ્યું તેમ ગુરુકુલવાસ મહાનગુણવાળો હોવાથી.
ગુરુકુલવાસ મહાનગુણવાળો હોવાથી ગુરુકુલવાસને તજીને પરોપદેશ વિના જાતે જ કરાતા શુદ્ધભિક્ષાવૃત્તિ વગેરે અનુષ્ઠાનો કુલટા સ્ત્રીના ઉપવાસની જેમ જરાય લાભને કરતા નથી એવો તાત્પર્યાર્થ છે. (૬૮૨)
તથા—
उववासोवि हु एक्कासणस्स चाया ण सुंदरो पायं । णिच्चमिणं उववासो, णेमित्तिग मो जओ भणिओ ॥६८३॥
उपवासोऽपि प्रतीतरूपः, किं पुनर्गुरुकुलवासत्यागेन शुद्धोञ्छादियनो न सुन्दर इत्यपिशब्दार्थः, हुरलङ्कारे, एकाशनस्य प्रतिदिनमेकवारभोजनरूपस्य त्यागाद् न नैव सुन्दरः श्रेयान् प्रायो बाहुल्येन । अत्र हेतुः-नित्यं सार्वदिकमिदमेकाशनकम्, उपवासो नैमित्तिकः तथाविधनिमित्तहेतुको यतो भणितः सूत्रेषु ॥६८३॥