________________
ઉપદેશપદ : ભાગ-૨
तात्त्विकः । यथोक्तं योगबिन्दौ - " अपुनर्बन्धकस्यायं व्यवहारेण तात्त्विकः" इत्यादि । इति हृदि समाधाय सूत्रकारेणोक्तं प्राय इति । ततो ये प्रधानाः सूत्रयोगा अविरतादीनां ते निश्चयतो व्यवहारतश्च तत्त्वरूपा एव । ये तु सद्बोधहेतुभूतास्ते व्यवहारेण तात्त्विका કૃત્તિારૂ૭૨॥
૧૦
આ જ અર્થને વિચારે છે–
ગાથાર્થ-જેવી રીતે છિદ્રરહિત રત્નમાં સૂતરની સાથે બાહ્યસંબંધો હોવા છતાં તત્ત્વથી સંબંધો નથી, તે રીતે જીવોના દ્રવ્ય સૂત્રસંબંધો પણ પ્રાયઃ તેવા જાણવા.
ટીકાર્થ—જેવી રીતે રત્નમાં છિદ્ર ન હોય ત્યારે તેવા કોઇ ખાસ પુરુષો માટે લાખ વગેરે ચોંટાડવાના દ્રવ્યથી દોરાને બહારથી રત્નમાં ચોટાડી દે. આ વખતે સૂતરનો રત્નની અંદર પ્રવેશ થયો ન હોવાથી સૂતરનો રત્નની સાથે થયેલો સંબંધ બાહ્ય સંબંધ છે. આ રીતે થયેલો બાહ્ય સંબંધ હોવા છતાં પરમાર્થથી નથી. કારણ કે તે સંબંધ રત્નની શોભાનો વિનાશ કરે છે. તથા અંદર પ્રવેશ કર્યા વિના દોરો રત્નમાં સ્થિર રહી શકે નહિ.
તે પ્રમાણે જીવોનો દ્રવ્યથી સૂત્રસંબંધ પણ પ્રાયઃ તેના જેવો જાણવો, અર્થાત્ સૂત્ર સંબંધ હોવા છતાં પરમાર્થથી નથી.
અહીં શાસ્ત્રોમાં દ્રવ્યશબ્દનો પ્રયોગ પ્રધાનદ્રવ્ય અને અપ્રધાનદ્રવ્ય એ બે અર્થમાં કરવામાં આવે છે. જે દ્રવ્યવસ્તુ ભવિષ્યમાં ભાવરૂપ બને તે પ્રધાન દ્રવ્ય કહેવાય. અને જે દ્રવ્યવસ્તુ ભવિષ્યમાં ભાવરૂપ ન બને તે અપ્રધાનદ્રવ્ય કહેવાય. (આ જ વિગત ટીંકામાં રૂદ દ્રવ્યશન્દ્ર: જારળપર્યાયોઽપ્રધાનપર્યાયશ્ચ શાસ્ત્રપુ પ્રવુતે એ વાક્યથી કહેવામાં આવી છે.)
તેમાં જેઓ નજીકના કાળમાં ગ્રંથિભેદ કરવાના નથી તેવા દૂરભવ્ય વગેરેને અપ્રધાન દ્રવ્યસૂત્રયોગ હોય છે. કારણ કે તે સૂત્રયોગ એકાંતે જ સદ્બોધની સ્થાપના (=સદ્બોધનો પ્રાદુર્ભાવ) ક૨ના૨ ન હોવાથી તત્ત્વવિચારણામાં જરાય ઉપયોગી નથી. અપુનર્બંધક, માર્ગાભિમુખ અને માર્ગપતિત જીવોનો સૂત્રયોગ વ્યવહારથી તાત્ત્વિક છે. (એટલે કે પ્રધાનદ્રવ્ય છે). કારણ કે તે સૂત્રયોગ શુદ્ધબોધના લાભનું અવંધ્ય કારણ છે. (તે જીવો ભવિષ્યમાં અવશ્ય શુદ્ધબોધને પામશે. આથી તેમનો દ્રવ્યસૂત્રયોગ પ્રધાનદ્રવ્ય સૂત્રયોગ છે). યોગબિંદુ ગ્રન્થમાં કહ્યું છે કે “અપુનર્બંધકને અધ્યાત્મ અને ભાવના એ બે યોગ વ્યવહારથી તાત્ત્વિક હોય છે. (વ્યવહા૨થી એટલે કારણમાં કાર્યના ઉપચારથી. કારણ પણ કથંચિત્ કાર્યસ્વરૂપ હોવાથી ઉપચારથી પણ વસ્તુ તાત્ત્વિક ગણાય.)
આ પ્રમાણે હૃદયમાં ધારણ કરીને ગ્રંથકારે ‘જીવોના દ્રવ્યસૂત્ર સંબંધો પણ ‘પ્રાયઃ’ તેવા જાણવા” એમ ‘પ્રાયઃ' કહ્યું છે. (અપુનર્બંધક આદિના દ્રવ્યસૂત્ર સંબંધો તેવા નથી.) ૧. દ્રવ્યશબ્દના પ્રધાનદ્રવ્ય અને અપ્રધાનદ્રવ્ય એ બે અર્થની વિશેષ સ્પષ્ટતા માટે આ જ ગ્રંથમાં ૨૫૩થી ૨૫૮ ગાથાઓનો અનુવાદ જુઓ.