SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ ઉપદેશપદ : ભાગ-૨ વિનય કાયિક, વાચિક અને માનસિક એમ ત્રણ પ્રકારે છે. “વિનયાદિ એ સ્થળે આદિ શબ્દથી હવે પછી કહેવાશે તે માંડલીનું પ્રમાર્જન વગેરે સમજવું. (૮૫૧) अथ गुरोरेव विशेषतः स्वरूपमाहउभयण्णूवि य किरियापरो दढं पवयणाणुरागी य। ससमयपण्णवओ परिणओ य पण्णो य अच्चत्थं ॥८५२॥ उभयज्ञोऽपि च गुरुः 'क्रियापरो' मूलगुणोत्तरगुणाराधनायां बद्धकक्षो, दृढमत्यर्थं प्रवचनानुरागी च जिनवचनं प्रति बहुमानत्वात् । तथा, 'स्वसमयप्रज्ञापकः' स्वसमयस्य चरणकरणाद्यनुयोगभेदभिन्नस्य तैस्तैरुपायैः प्ररूपकः । 'परिणतश्च' वयसा व्रतेन च । 'प्राज्ञश्च' बहुबहुविधादिग्राहकबुद्धिमानऽत्यर्थमतीव । एवंविधेन हि गुरुणा प्रज्ञाप्यमानोऽर्थो न कदाचिद्विपर्ययभाग्भवतीत्येवमेष विशेष्यत इति ॥८५२॥ હવે ગુરુનું જ સ્વરૂપ વિશેષથી કહે છે ગાથાર્થ-સૂત્ર-અર્થ ઉભયના જાણકાર પણ ગુરુ ક્રિયાપર, અતિશય પ્રવચનાનુરાગી, સ્વસમય પ્રરૂપક, પરિણત અને અતિશય પ્રાજ્ઞ હોવા જોઇએ. ટીકાર્થ-ક્રિયાપર=મૂલગુણ-ઉત્તરગુણોની આરાધનામાં તત્પર. અતિશય પ્રવચનાનુરાગી-જિનવચન પ્રત્યે બહુમાન ભાવ હોવાના કારણે પ્રવચનના અતિશય અનુરાગી. સ્વસમય પ્રરૂપકચરણ-કરણ વગેરે (ચાર) અનુયોગના ભેદોથી ભિન્ન એવા સ્વસિદ્ધાંતની તે તે ઉપાયોથી પ્રરૂપણા કરનાર. પરિણત=ઉંમરથી અને વ્રતથી (=દક્ષા પર્યાયથી) પરિણત હોય. અતિશય પ્રાજ્ઞ–બહુ અને બહુવિધ વગેરેને ગ્રહણ કરનારી તીક્ષ્ણ બુદ્ધિને ધારણ કરનાર. આવા પ્રકારના ગુરુથી પ્રરૂપણા કરાતો અર્થ કયારેય વિપરીતપણાને પામતો નથી, અર્થાત્ આવા પ્રકારના ગુરુ ક્યારેય વિતથ પ્રરૂપણા ન કરે. આથી ગુરુ આવા વિશિષ્ટ હોવા જોઈએ એમ કહેવામાં આવે છે. (૮૫૨) अथ स्वसमयप्रज्ञापकलक्षणं विशेषत आह ૧. અહીં આદિ શબ્દથી મતિજ્ઞાનના અન્ય દશ ભેદો સમજવા
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy