SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૧૫ વિશ્વાસ મૂકે? કેમકે નિર્મળકુળમાં ઉત્પન્ન થયેલી પણ આ કલાવતી આવા પ્રકારના અસંબંધ પ્રલાપો બોલે છે. તો ખરેખર તે ભ્રષ્ટશીલા છે. આ પ્રમાણે શંકા નહીં કરવા યોગ્યની શંકા કરતો રાજા તત્ક્ષણ જ પાછો ફર્યો. મોટા દુઃખથી સંતપ્ત થયેલો દુઃખથી દિવસને પસાર કરે છે. (૨૦૪) સૂર્યમંડળ અસ્ત થયા પછી ગાઢ અંધકાર પથરાયો ત્યારે ચાંડાલ સ્ત્રીઓને ગુપ્તપણે બોલાવીને સ્વમતિકલ્પિત વસ્તુને કહી. પછી તે કાર્ય કરવાનું સ્વીકારીને તેઓ ગઈ. રાજાએ પણ પોતાના નિષ્કરૂણ નામના ભટને બોલાવ્યો અને કહ્યું: હે ભદ્ર! તું ગુપ્તપણે જ મારી કાલવતી દેવીને સવારે લઈ જઈને અમુક અરણ્યમાં છોડી દેજે. હવે તે પ્રભાત સમયે વેગવંતા ઘોડાને રથમાં જોડીને દેવીને કહે છે કે આ રથમાં જલદીથી બેસો. કુસુમ ઉદ્યાનમાં પ્રભુને નમીને હાથી ઉપર આરૂઢ થયેલા રાજાએ પ્રયાણ કર્યું છે. તે સ્વામિની તમને તેડી લાવવા માટે મને આદેશ કર્યો છે. સરલ સ્વભાવી કલાવતી ઉતાવળથી રથ ઉપર ચડી. નિષ્કર્ણે પણ તત્ક્ષણ જ પવનવેગી ઘોડાઓને હંકાર્યા. કલાવતીએ પૂછ્યું: રાજા કેટલે દૂર છે? નિષ્કરુણ કહે છે–હે સુંદરી! તે આ રાજા આગળ જાય છે. આ પ્રમાણે બોલતા બોલતા અરણ્યમાં પહોંચ્યા. તેટલામાં રાત્રિ પૂર્ણ થઈ. દિશા રૂપી વધૂઓના મુખો નિર્મળ થયા. રાજાને નહીં જોતી દેવી ઘણી વ્યાકુળ થઈ. તે નિષ્કરુણ! આ શું છે? રાજા અહીં કેમ ક્યાંય દેખાતા નથી? ઉદ્યાન પણ દેખાતું નથી. તે મને શા માટે ફસાવી છે? ક્યાંય પણ વાજિંત્રનો અવાજ સંભળાતો નથી, મનુષ્યનો અવાજ સંભળાતો નથી. આ તો માત્ર અરણ્ય છે. શું આ સ્વપ્ન છે? મતિમોહ છે? શું ઈદ્રજાળ છે? સત્ય કહે. આ પ્રમાણે ગભરાટ ભર્યા પ્રલાપો બોલતી, વ્યાકુળ થયેલી દેવીને જોઈને નિષ્કરુણ પણ સકરુણ થઈ પ્રત્યુત્તર આપવા માટે સમર્થ ન થયો. પછી રથમાંથી ઉતરી આગળ બે હાથ જોડીને, શોકના સમૂહથી રુંધાઈ ગયો છે કંઠ જેનો એવો રડતો નિષ્કરુણ બોલવા લાગ્યો. હા, પાપી એવા મને ધિક્કાર થાઓ! હે દેવી! હું સાચે જ નિષ્કરુણ , જેથી હણાઈ ગયું છે દૈવ (પુણ્ય) જેનું એવો હું આ કાર્યમાં નિયોજાયો છું. હે દેવી! જે પુરૂષ જીવવાને માટે આવા પ્રકારના પાપ કાર્યને કરે છે તે પાપને કરનાર પાપની ચેષ્ટાવાળો દુષ્ટ ન જન્મે તે જ સારું છે. પાપી પિતાની સાથે યુદ્ધ કરે છે, સ્નેહાળ પણ ભાઇનો ઘાત કરે છે સેવકરૂપી કૂતરો સારો, કેમકે પ્રભુના (માલિકના) વચનથી તે અગ્નિમાં પ્રવેશે છે. રથવરમાંથી ઉતરીને આ સાલવૃક્ષની છાયામાં બેસો આ રાજાનો આદેશ છે. બીજું કંઈ કહેવા હું સમર્થ નથી. વિદ્યુતના નિપાતથી અભ્યધિક બાળનારું તેનું વચન સાંભળીને, તેના પરમાર્થને જાણીને નીચે ઉતરતા મૂર્છાના વશથી દેવી પૃથ્વી ઉપર ઢળી પડી. નિષ્કર્ણ પણ રડતો જ રથને હાંકીને પાછો નગરમાં ગયો. (૨૨૨)
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy