SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ હવે દેવી ક્રમે કરીને કોઇક રીતે ફરી ચેતનાને પામી. જેટલામાં અતિકરુણ કુલઘરને યાદ કરીને રડતી રહે છે તેટલામાં પૂર્વે નિયુક્ત કરાયેલી ચાંડાલની સ્ત્રીઓ આવી પહોંચી અને હાથમાં ધારણ કરાઇ છે ભયંકર કાતરો જેઓ વડે, નિષ્કારણ કોપ વડે કરાયું છે ઉદ્બટ ભ્રૂકુટિથી ભયંકર કપાળ જેઓ વડે એવી સાક્ષાત્ રાક્ષસીઓ વડે કલાવતી કહેવાઈ. હા દુષ્ટા! હા દુ:ખ ચેષ્ટા! તું રાજલક્ષ્મી માણવી જાણતી નથી જેથી સ્નેહાકુલ રાજાની વિરુદ્ધમાં વર્તે છે? તેથી હમણાં દુષ્કૃતના ફળો ભોગવ- એમ કઠોર વચનો બોલીને એકાએક તેની બંને ભૂજાઓ કાપી લીધી. સુવર્ણના આભૂષણથી શોભિત કેયૂર પૃથ્વીતળ ઉપર પડ્યું. કોઇક રીતે ચેતના પામેલી આવા પ્રકારના વિલાપને ક૨વા લાગી. હે દૈવ! તું આવો નિવૃણ થઇને મારા ઉ૫૨ કેમ કોપ્યો છે? જેથી અતર્પિત જ આવા દારુણ દંડને આપે છે? હે પાપી! શું તારા ઘરમાં મારા જેવી કોઇ બાલિકા નથી? જેથી હે હતભવ્ય દૈવ! અનિષ્ટ દુઃખને આપતા મારું પણ અનિષ્ટ થશે એમ તું જાણતો નથી? હા, આર્યપુત્ર! તમારે આ અસમીક્ષિત (વગર વિચાર્યું) કાર્ય કરવું ઉચિત નથી. હે ધીર! અનુતાપ બુદ્ધિમાન એવા તમારા હૃદયને અધિક બાળશે. હે નાથ! મેં જાણતા તમારું લેશ પણ વિપ્રિય નથી કર્યું. હે પ્રિયતમ! જો અજાણતા થયું હોય તો તેને આવો આકરો દંડ ન અપાય. કોઇપણ ચાડિયાએ તમારા કાનમાં શું ભભરાવ્યું છે તે હું જાણતી નથી. સ્વપ્નમાં પણ મારા શીલની મિલનતાની વિચારણા કરશો નહીં. હે નિઘૃણ! તે સ્નેહ, તે પ્રણય, તે પ્રતિપત્તિ તથા તે શુભાલાપને તેં હમણાં એક જ સપાટે કેમ રહેંશી નાખ્યા? સ્ત્રી તો ક્ષણથી રાગી થાય છે અને ક્ષણથી વિરાગી થાય છે પણ પુરુષો એવા હોતા નથી, તે તો સ્વીકારેલા વચનનું પાલન કરનારા હોય છે, આવી પણ લોકવાયકા છે. પરંતુ આજે આનાથી વિપરીત જોવામાં આવ્યું. હે તાત! હે માત! હે ભ્રાત! હું તમને પ્રાણવલ્લભ હતી. વેદના-મરણથી મરતી મારું રક્ષણ કેમ કરતા નથી? પીડાના વશથી તત્ક્ષણ જ તેનું નિર્લજ પેટ વ્યાકુલિત થયું તેને ચિત્તમાં વહન કરતી પ્રસવના સમયને જાણીને તે નજીકના વનગુલય(ઝાડી)માં ગઇ અને ઉદરશૂળ વેદના થઇ. વેદનાને અંતે કષ્ટથી પ્રસૂતિ થઇ. પછી બે પગની મધ્યમાં દેવકુમાર જેવા પુત્રને જુએ છે ત્યારે અતિહર્ષવંતી થઇ. તત્ક્ષણ મોટા વિષાદથી વિચારવા લાગી. જેમકે—લોકમાં સંતાનનો જન્મ દુઃખીને પણ સુખ આપે છે, ઘણાં શોકથી ઘેરાયેલા જીવને શાંતિ આપે છે. અને મરતા પણ જીવને જીવાડે છે. કલાવતી બોલે છે કે, હે પુત્રક! તું જન્મ્યો તે સારું થયું. દીર્ઘાયુષ્યવાળો થા અને હંમેશા સુખી રહે. હે પુત્ર! અભાગણી એવી હું આના સિવાય બીજું કયું વર્ષાપનક કરું? (૨૪૦) ૩૧૬
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy