________________
૩૧૪
ઉપદેશપદ : ભાગ-૨ હવે લાંબા સમય પછી પિતાના સમાચાર મળવાથી દેવી કલાવતી તત્પણ રોમાંચ કંચુકિતકાયાવાળી પ્રસન્નમુખી થઈ. સુંદર દંતપંક્તિવાળી કલાવતીનું આનંદોદયથી પૂર્ણ, ઘણું વિકસિત થયું છે લોચન યુગલ જેમાં એવું હસતું પણ મુખ હાસ્યથી વ્યગ્ર થયું. અહીં તમોને સ્વાગત છે, પિતાને કુશળ છે ને? માતા નિરોગી છે ને? મારો ભાઈ મજામાં છે ને? આ પ્રમાણે પહેલા ઘણાં પ્રકારે વાર્તાલાપ કર્યો. આ પ્રમાણે સ્નેહપૂર્વક ઉચિત આવકારથી ખુશ કરાયેલા તેઓ કહે છે કે આ બધાને કુશળ છે. તારા ઉપર બધા ઉત્કંઠિત મનવાળા થયેલા છે, અને રાજાએ તારા ઉપભોગ માટે આ બે દેવદૂષ્ય વસ્ત્રો મોકલ્યા છે અને જયસેનકુમારે સ્નેહથી રાજા માટે બે બાજુબંધ મોકલ્યા છે. કુમારને આ બે બાજુબંધ અતિપ્રિય છે, કેમકે ગજશેઠના પુત્રે પોતાની પ્રિયાના આભૂષણ માટે ઘણી માગણી કરી હતી તો પણ તેને આપ્યા નહીં. પછી ભાઈના સ્નેહથી ભીની થયેલી કલાવતી દેવી સ્વયં જ ગ્રહણ કરીને કહે છે કે હું જ તેમને આપી દઇશ. અધિક સન્માન કરીને તેઓને પોતાના આવાસે મોકલ્યા. દેવી સખી સમક્ષ બે બાજુબંધ ભૂજામાં પહેરીને હર્ષનિર્ભર નિશ્ચિલ દૃષ્ટિથી જુએ છે. (૧૯૧).
એટલીવારમાં રાજા દેવીના મહેલના દરવાજા પાસે આવ્યો. કલાવતીના હર્ષારવને સાંભળીને આ અહીં શું બોલે છે તે હું જાણું એવો શંકાસ્પદ થયેલો રાજા જેટલામાં ડોકું કરે છે તેટલામાં ગવાક્ષના ગગનતળમાં રહેલી દેવીની ભૂજામાં પહેરેલા બે અંગદને જુએ છે અને આવા પ્રકારના વાર્તાલાપને સાંભળે છે. કલાવતી બોલી કે “આના દર્શનથી મારી બે આંખો જાણે અમૃતરસથી ન સિંચાઈ હોય! અથવા આ બાજુબંધને જોવાથી મારી વડે તે જ જોવાયો છે. આ અંગદ ભૂજામાં પહેરેલા જોવાથી રાજાનો કલાવતી ઉપરનો ઉમળકો ઓગળી ગયો. તેનું નામ લેવાથી મારું જીવતું હૃદય મરવા તૈયાર થયું છે. અને બીજું પણ આશ્ચર્ય જુઓ કે જયસેનને તે જ શ્રેષ્ઠીપુત્ર પ્રાણપ્રિય હોવા છતાં, બાજુબંધને માગવા છતાં ન આપ્યા. સખીઓએ કહ્યું: હે સ્વામિની! તેનો (તારા ભાઈનો) તારા પર જેવો સ્નેહ છે તેવો બીજા કોઈ વિષે સંભવે છે? અહીંયા આશ્ચર્ય શું છે? આ પ્રમાણે નામ ઠામ વિનાના ઘણાં ઉલ્લાપો સાંભળીને ઇર્ષાને વશથી રાજા કુવિકલ્પરૂપી સર્પોથી ડસાયો. આના હૈયાને આનંદ આપનારો બીજો કોઈ વર પ્રિય છે, હું કટિસ્નેહથી વિનોદમાત્રથી વશ કરાયો છું. શું હું આને હણું? અથવા શું હું આના જારને હણું? અહીં આ સંબંધમાં કોણ દૂતી છે? જેના વડે આવો સંયોગ ઊભો કરાયો છે. આ પ્રમાણે ઘણા રોષરૂપી અગ્નિની જ્વાળાથી કોળિયો કરાયું છે શરીર જેનું એવો રાજા આ કાર્ય બીજાને કહેવા યોગ્ય નથી (અકથનીય છે) એટલે બીજાને કંઇપણ પૂછવા જરાપણ સમર્થ ન થયો. મોટા સન્માન સ્થાનને પામેલી અતિવલ્લભ સ્ત્રીઓની ઉપર કયો વિબુધ પુરુષ