________________
ઉપદેશપદ : ભાગ-૨
૧૯૫
પછી અખંડ અભિગ્રહી, જેણે સાધના કરી છે એવા નંદિષેણ નામના સાધુએ મૃત્યકાળ ઉપસ્થિત થયે છતે અનશનને કર્યું અને ઉત્તમ ભાવનાઓ ભાવી. અવશ્ય ભોગવવા યોગ્ય દુષ્કર્મના વિપાકથી વિચાર્યું કે- હું એવું માનું છું કે મારા જેવું દુર્ભાગ્ય કોઈને પ્રાપ્ત થયું નથી. અને મૂઢ થયેલા એણે નિયાણું કર્યું કે “મારા તપનું જો કોઈ ફળ હોય તો આગળના ભવમાં સમસ્ત સુભગ શિરોમણિઓમાં શિરોમણિ થાઉં” આ રીતે સંક્લેશથી પાર નહીં પામેલો તે મરીને વૈમાનિક દેવ થયો અને ઘણા કાળ સુધી દેવભવમાં રહ્યો. પછી આયુષ્ય પૂર્ણ થયું ત્યારે આવીને આ ભરતક્ષેત્રમાં ઉત્તમ ખ્યાતિને પામેલા, સમૃદ્ધલોકોના વસવાટથી સુંદર, મેરુસમાન શ્રેષ્ઠ આકારવાળા અનેક કુલકોટિવાળા દેવવિમાનોથી સ્થાને-સ્થાને શોભિત એવા શૌર્યપુર નગરમાં, ઉગ્રવૈરરૂપી વિષવાળા શત્રુરૂપી સાપોને માટે નોળીયા સમાન સંકુલમાં વસતા હરિવંશ શિરોમણિ અંધકવૃષ્ણિ રાજાની શ્રેષ્ઠ પત્ની વિષે ગર્ભપણે ઉત્પન્ન થયો. આનંદદાયક દોહલા પછી નવમાસને અંતે તે દેવીએ શુદ્ધ તિથિએ જન્મ આપ્યો. તે દેવતાઈ રૂપને ધરનાર સમુદ્રવિજય વગેરે દશપુત્રોમાં સૌભાગ્યરૂપી મણિ માટે રોહણાચલ પર્વત સમાન અંતિમ પુત્ર થયો અને યાદવોને આનંદદાયક અતિશ્રેષ્ઠ જન્મોત્સવ કરાયો. રાજાએ યોગ્ય સમયે તેનું નામ વસુદેવ રાખ્યું. કલાના સમૂહથી બંધાયેલા (કળાને ભણેલો) તે ઉત્તમ યૌવનને પામ્યો. (૧૨)
આ અરસામાં પિતા અંધકવૃષ્ણિ પ્રથમપુત્ર સમુદ્રવિજયને રાજ્ય સોંપીને દીક્ષા લઈ મોક્ષમાં ગયા. બંધુવર્ગથી આનંદિત સ્વર્ગમાં શક્રની જેમ સમુદ્રવિજયે પણ યથાસ્થિતિ રાજય કર્યું. જયારે જયારે આ વસુદેવકુમાર ઘરની બહાર ભમે છે ત્યારે તેના સૌભાગ્યગુણથી વિહ્વળ થયેલી અનિવાર્ય કૌતુકથી પોતાના ઘરની ઉપરના ભાગમાં રહેલી તથા ઘરને આંગણે રહેલી નગરની સ્ત્રીઓ કુલમર્યાદાને ઓળંગીને એકી ટસે તેને જોવા લાગી, બાજુમાં વડીલો ઊભા હોય તો પણ મર્યાદાને સાચવતી નથી. તેની પાછળ આખું નગર ઘેલું થયું. પછી નગરના પ્રધાનો ભેગા થઈને રાજાને આ હકીકત જણાવી. આ વસુદેવ શીલનો સમુદ્ર છે, કુમાર છતાં પ્રૌઢ ચેષ્ટાથી પ્રાણ ચાલ્યા જાય તો પણ મલિન ચેષ્ટા કરતો નથી. આના સૌભાગ્યના અતિશયથી બીજી યુવતિઓ આના દર્શનમાં લજ્જા છોડીને વિકારપૂર્વકની ચેષ્ટાઓ કરે છે તેથી આની સ્થિતિ રાજમહેલમાં જ થાય તેવો કોઈ ઉપાય દેવ વિચારે. રાજાએ કુમારને તેમ જણાવ્યું. તે ઘરે રહ્યો. તું સુકુમાર છે તેથી તારે સર્વ ક્રિયાઓ ઘરે કરવી પણ બહાર નહીં. પછી વિનીત હોવાથી તેણે રાજાના વચનને હર્ષપૂર્વક માન્યું. પાંજરામાં પુરાયેલા પોપટની જેમ ઘરે રહેવા કબૂલ કર્યું અને ક્યારેક તેણે શિવાદેવીની ઘણા સુંગધી દ્રવ્યથી ભરેલા ભાજનવાળી ગંધપિસનારી દાસીને જોઇ. આ પોતાના મોટાભાઈની દાસી છે એટલે તેણે મજાકથી ગંધની એક મુષ્ટિ