________________
૩૩૦
ઉપદેશપદ : ભાગ-૨ सकाशाद् या वि निवृत्तिरात्मनो निरोधस्तल्लक्षणं स्वरूपं यस्य तत् तथा 'वस्तु' सम्यग्दर्शनाद्याराधनारूपं 'सिद्ध्यति' निष्पद्यते 'चेष्टया' परिमिताशुद्धभक्तपानाद्यासेवनारूपया । यतो' यस्मात् कारणात् 'सा' चेष्टा यतना, 'आज्ञया' निशीथादिग्रन्थोक्तापवादलक्षणया 'विपदि' द्रव्यक्षेत्रकालभाववैधुर्यलक्षणायामापदि, न पुनर्गुरुलाघवालोचनशून्या परमपुरुषलाघवकारिणी संसाराभिनन्दिजनासेविता प्रवृत्तिर्यतनेति II૭૭૨
જયણામાં વર્તમાન જીવ સમ્યક્ત-જ્ઞાન-ચારિત્રની આરાધક શાથી છે? તે કહે છે
ગાથાર્થ–આપત્તિમાં આજ્ઞાપૂર્વકની જે પ્રવૃત્તિથી બહુતર અસ–વૃત્તિના નિવારણ સ્વરૂપ સમ્યગ્દર્શનાદિની આરાધના સિદ્ધ થાય તે પ્રવૃત્તિ જયણા છે.
ટીકાર્થ–આપત્તિમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવની ખામીમાં, અર્થાત્ પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવની ઉપસ્થિતિ રૂપ આપત્તિમાં. (આનાથી એ સૂચિત કર્યું કે સુખશીલતાને પોષવા માટે તથા દોષસેવનમાં યતના ન જ હોય.)
આજ્ઞાપૂર્વકની નિશીથ વગેરે ગ્રંથોમાં કહેલ અપવાદરૂપ આજ્ઞાપૂર્વકની. (આનાથી એ જણાવ્યું કે સ્વમતિકલ્પનાથી થતા દોષસેવનમાં યતના નથી.)
જે પ્રવૃત્તિથી તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ પ્રવૃત્તિ વિવિધ છે. એ વિવિધ પ્રવૃત્તિમાંથી જે કોઈ પ્રવૃત્તિથી.
બહુતર અસત્યવૃત્તિના નિવારણ સ્વરૂપ તેવા પ્રકારની બિમારી, દુકાળ અને જંગલનો માર્ગ વગેરે અવસ્થામાં (અપવાદથી) શાસ્ત્રનિષિદ્ધ આચારણ કરવું પડે છે. શાસ્ત્રનિષિદ્ધ આચરણ અસ–વૃત્તિ છે. આ વખતે તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ કે જેથી ઘણી અસ–વૃત્તિનું નિવારણ થાય. આવા સંયોગોમાં અપવાદથી શાસ્ત્રનિષિદ્ધ આચરણ રૂપ અસ–વૃત્તિ
અનિવાર્ય બની જાય ત્યારે જેમ બને તેમ ઓછી અસ–વૃત્તિ કરવી પડે તેની સાવધાની રાખવી જોઈએ. સાવધાની રાખીને તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ કે જેથી ઘણી અસત્યવૃત્તિનું નિવારણ થઈ જાય અને સમ્યગ્દર્શનાદિની આરાધના થાય. માટે અહીં કહ્યું કે “જે પ્રવૃત્તિથી બહુતર અસ–વૃત્તિના નિવારણ સ્વરૂપ સમ્યગ્દર્શનાદિની આરાધના સિદ્ધ થાય તે પ્રવૃત્તિ જયણા છે.” ટૂંકમાં, અપવાદના પ્રસંગે જેમ બને તેમ ઓછો દોષ સેવવો પડે તેવી સાવધાનીથી જે પ્રવૃત્તિ થાય તે યતના છે. આવી પ્રવૃત્તિથી પરિમિત અશુદ્ધ આહાર-પાણી આદિનું સેવન કરવા દ્વારા અપરિમિત અશુદ્ધ આહાર-પાણી આદિના સેવનરૂપ ઘણી અસ–વૃત્તિનું નિવારણ થઈ જાય, અને સમ્યગ્દર્શનાદિની આરાધના અટકી ન પડે.