________________
ઉપદેશપદ : ભાગ-૨
૪૯૭ અહો! હું અતિદુર્ગત પુણ્યહીન સ્ત્રી છું, શાસ્ત્રોમાં બતાવાયેલ પૂજાની સામગ્રીથી રહિત છું. (ઇતિ શબ્દ પૂર્વની જેમ પાદપુરણ અર્થમાં છે) આથી અરણ્યમાં થતા (ઊગતા) મફતમાં મળતા તેવા પ્રકારના જે સિંદુરવારના ફૂલો છે તેને સ્વયં જ વીણીને ભક્તિના ભરથી ભરાયેલી શરીરવાળી બહું ધન્ય છું, પુણ્યશાળી છું. કૃતાર્થ છું. કૃતલક્ષણા છું, મારો જન્મ સુલબ્ધ થયો મેં મનુષ્ય જીવનનું ફળ મેળવ્યું,' એ પ્રમાણેની ભાવનાથી રોમાંચિત થઈ છે કાયા જેની, પ્રમોદરૂપી જળના પૂરથી તરબોળ કરાયો છે કપોલ જેનાવડે એવી તે દુર્ગતા સ્ત્રી ભગવાન તરફ જવા પ્રવૃત્ત થયેલી સમોવસરણ અને જંગલની વચ્ચે જ વૃદ્ધપણાથી અને આયુષ્યના ક્ષયથી જલદીથી મરણ પામી. પછી પૂજા નહીં કરે છતે પણ પૂજાના પ્રણિધાનથી ઉલ્લસિત થયું છે અને જેનું એવી વૃદ્ધા મરીને દેવભવને પામી. પછી પૃથ્વીતલ ઉપર પડેલા તેના મૃતકને જોઇને અનુકંપાથી આર્દૂ થયું છે અંત:કરણ જેનું એવા લોકે પાણીથી સિંચન કર્યું. પછી હલન-ચલન વિનાની તેને જોઈને લોકને શંકા થઈ કે શું આ મૂચ્છિત થઈ છે કે મરી ગઈ છે? પછી જ્યારે ઉક્ત શંકાનો નિર્ણય ન થયો ત્યારે તેઓએ ભગવાનને પૂછ્યું કે હે ભગવન્! આ વૃદ્ધા મૃત્યુ પામી છે કે મૂચ્છ પામી છે? પછી ભગવાને કહ્યું કે–આ વૃદ્ધા મરીને દેવપણું પામી છે. દેવભવમાં સર્વપર્યાપ્તિભાવ પૂર્ણ થયો ત્યારે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને પૂર્વભવમાં જે અનુભવ્યું છે તેને જાણીને જિનને વંદન કરવા આવે છતે ફરી ભગવાને કહ્યું કે તે સ્ત્રી આ દેવ થઈ છે. ત્યારે લોકોને વિસ્મય થયો કે અહોહો! પૂજાના પ્રણિધાન માત્રથી પણ કેવી રીતે દેવભવને પામી? પછી ભગવાને ગંભીર ધર્મકથા કહેવી શરૂ કરી કે થોડાક પણ શુભ અધ્યવસાય વિશિષ્ટ ગુણપાત્રના સ્થાનને પામેલો મહાફળવાળો થાય છે. જેમ એક પાણીનું ટીપું સ્વયંભૂરમણ સમુદ્રમાં નાખવામાં આવે તો આશ્રયના શોષનો અભાવ હોવાથી અક્ષય બને છે તેમ વીતરાગની શુભભાવથી કરેલી પૂજા અક્ષય બને છે. તથા ઉત્તમગુણવાળા જિનેશ્વરોને વિષે અથવા વીતરાગીઓને વિષે જે બહુમાનનો પક્ષપાત છે, અર્થાત્ ઉત્તમગુણોનું બહુમાન છે, તે વીતરાગોની પૂજાથી પૂજકને થાય છે. અહીં ભવતિ ક્રિયાપદ આપેલ નથી છતાં સંબંધથી જોડવો. જિનપૂજાથી ઉત્તમ જીવોની મધ્યમાં સ્થાન મળે છે, અર્થાત્ જિનેશ્વર-ગણધર-દેવમનુષ્યના નાયકોની મધ્યમાં સ્થાનની પ્રાપ્તિ થાય છે. તથા ઉત્તમધર્મની પ્રસિદ્ધિ થાય છે, અર્થાત્ પૂજાકાળે પ્રકૃષ્ટપુણ્યકર્મનો બંધ થાય છે, ક્રમથી યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે. અથવા જિનશાસનનો પ્રકાશ (પ્રભાવના) જિનેશ્વરોની પૂજાથી થાય છે.
૧. સર્વપર્યાપ્તિભાવ– આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાચ્છોચ્છવાસ, ભાષા અને મન એમ છ પર્યાપ્તિ છે. આ
છ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી શકે. પર્યાપ્તિ પૂર્ણ થવાનો કાળ અંતર્મુહૂર્ત છે.