SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૮ ઉપદેશપદ : ભાગ-૨ - હવે પ્રસ્તુતને કહે છે– પૂજા પ્રણિધાન રૂપ બીજથી દરિદ્રતાદિના દુઃખોને મેળવ્યા વિના અને સંસારમાં અતિ ઉત્તમ શબ્દાદિ વિષયસુખોને મેળવીને આ આઠમા મનુષ્યભવમાં સિદ્ધ થયો. આ આઠ ભવો સાતદેવભવોના આંતરાવાળા અલગ ગણવા. નહીંતર બંનેના મળીને આઠભવ ગણવામાં આવે તો આઠમો ભવ દેવભવનો આવે છે અને તે દેવભવમાં સિદ્ધિ સંભવતી નથી. હવે આઠમાં ભાવમાં જે રીતે સિદ્ધિ થઈ તેને કહે છે કનકપુરમાં કનકધ્વજ રાજા થઈને ઈદ્રમહોત્સવ જોવા માટે બહાર નીકળેલ રાજાએ અણઘટતા પ્રસંગને (જે હવે કહેવાય છે) જોઈને પ્રત્યેક બુદ્ધ થયો. ઈતિપૂર્વની જેમ. અણઘટતું જે બન્યું તેને કહે છે–દેડકા-સર્પ-કુરર અને અજગરોના પરસ્પરને પ્રસવાના ક્રૂર કૃત્યને જોઈને પ્રત્યેક બુદ્ધ થયો. તે આ પ્રમાણે–સાપ વડે દેડકો પ્રસાયો, કુરર (પક્ષી વિશેષ) વડે સર્પ પ્રસાયો અને અજગર વડે કુરરને પ્રસાતા જોઇને તેણે પરિભાવના કરી કે મંડૂક આદિ ન્યાયથી હીન-મધ્યમ-ઉત્તમના ભેદથી પરસ્પર પ્રસાતા લોકને જોઈને પ્રત્યેક બુદ્ધ થયો. હવે જેની પરિભાવના કરી તેને કહે છે મંડૂકની જગ્યાએ જાતિ કુલ અને વિભવથી હીન લોકને જાણવો. જે સાપ જેવા બળવાન લોકથી આ જગતમાં પ્રસાય છે. અને તે પણ સાપ જેવો બળવાન લોક કુરર પક્ષી જેવા બળવાન લોકથી પીડા પમાડાય છે અને તે પણ વિશેષ બળવાન કુરર સ્વવશ, નથી કેમકે તે પણ અજગરરૂપી કૃતાંતથી વશ કરાય છે. આ કારણથી આવા પ્રકારના પણ લોકમાં વિષયનો પ્રસંગ મહામોહ છે, અર્થાત્ પરમમૂર્ખત્વનું લક્ષણ છે. આ પ્રમાણે મૃત્યુના ભયને સારી રીતે વિચારતા તેને ચારિત્રનો પરિણામ થયો. રાજ્ય છોડીને ક્રમથી ઉપશાંત પાપવાળો શ્રમણ થયો અને પરમ કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીને મેળવીને અયોધ્યામાં શક્રાવતાર નામના ચૈત્યથી ઉપલલિત ઉદ્યાનમાં સિદ્ધ થયો. (૧૦૨૦-૧૦૩૦) દુર્ગતનારીનું ઉદાહરણ સમાપ્ત થયું. अण्णेवि एत्थ धम्मे, रयणसिहादी विसुद्धजोगरया ।। कल्लाणभाइणो इह, सिद्धा णेगे महासत्ता ॥१०३१॥ अन्नेवीत्यादि । अन्येऽप्यत्र जैनधर्मे 'रत्नशिखादयो' रत्नशिखप्रागुक्तसुदर्शनश्रेष्ठिप्रभृतयो विशुद्धयोगतः सर्वोपाधिशुद्धानुष्ठानासक्ताः कल्याणभागिनः सन्तः सर्वकालं सिद्धा निष्ठितार्थाः संजाताः, अनेके महासत्त्वाः ॥ तत्र रत्नशिखकथानकमेवं श्रूयते
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy