SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૫૭ થયો તેવી રીતે પટ્ટક સમાન જિનેશ્વરની આજ્ઞામાં નિશ્ચલ થયે છતે ધર્મની અધિકતાનો ભાજન થાય છે. જો કે કોઇકને બાલિશ લોકનો કોઇક ઉપહાસ થાય તેથી શું તે પ્રસ્તુત જૈન ધર્મ આરાધવા અયોગ્ય થઈ જાય ? તે તું જ મને કહે. ધનવાન મનુષ્યોને પોતાનું પેટ ભરવાપણું અનચિત છે. શ્રીમતી તેના વચનની નિપુણતાથી સંતોષ પામી. તું ધર્મ દાનને યોગ્ય છે નહીંતર કોણ ધર્મની પ્રશંસા કરે? પરંતુ મારે તને ધર્મ કહેવો જોઇએ પણ આપવો ન જોઇએ, આપવાનો અધિકાર ગુરુઓને છે. પછી આ શ્રીમતી સોમાને સાધ્વી પાસે ઉપાશ્રય લઈ ગઈ. ગંગાના પ્રવાહ જેવા પોતાના નિર્મળ શીલથી જગતનું પ્રક્ષાલન કર્યું છે એવી પ્રવર્તિનીના ઉપાશ્રયમાં દર્શન થયા. જાણે લજ્જા-મર્યાદા આદિ ગુણોનો પ્રત્યક્ષ તેજ પુંજ ન હોય! વિહિત અનુષ્ઠાનોમાં સારી રીતે કેન્દ્રિત કર્યું છે મન જેમણે, રાજકુળમાં જન્મેલી ઇશ્વરકુળમાં જન્મેલી અને બીજી સુકુલમાં જન્મેલી ઘણી સાધ્વીઓના ગુરુપણાને પામી, રૂપથી, શરીરની સુકુમાળતાથી, વર્ણથી, દેહના પ્રભાવથી, સુંદરકાંતિથી, પરિવર્ધિત દૃઢ સંનિરોધથી (વ્યક્તિત્વથી) અસુર, મનુષ્ય અને વિદ્યાધર સ્ત્રીઓએ પ્રાપ્ત કરેલા માંગલ્યને એક જ સપાટે નિર્ભર્જના કરતી કોયલના વૃંદથી બોલાતા સ્વરથી પણ અતિકોમળ સ્વરે પાંચ પ્રકારના સ્વાધ્યાયને કરતી પ્રવર્તન જોવાઈ. સંભ્રમના વશથી ભૂમિતળ પર મસ્તક સ્પર્શીને ગણિનીને વંદન કર્યું અને પાસે રહેલી સાધ્વીઓને વંદન કર્યું. પ્રવર્તિનીએ મધુર દૃષ્ટિથી જોઈ અને તત્કાળ ઉચિત વચનોથી લાંબા સમય સુધી વાત કરી. દાનાદિ સ્વરૂપ ચાર પ્રકારનો જિનેશ્વરનો ધર્મ કહ્યો તે આ પ્રમાણે દાન, શીલ, તપ અને ભાવના ભેદથી આ ધર્મ ચાર પ્રકારનો છે. જ્ઞાન, અભય, ધર્મોપગ્રહ અને અનુકંપાના પ્રદાનથી દાનધર્મ ચાર પ્રકારનો છે. તેમાં મોહની બદ્ધતાવાળા તત્ત્વચિંતાથી રહિત જીવોને બોધ ઉત્પન્ન કરવા જે કહેવાય છે તે જ્ઞાનપ્રદાન છે. સ્વ-પર શાસ્ત્રોમાં કુશલ ગુરુ ભવ્યજીવોને અતિભદ્રિક વચનોથી અહીં ધર્મનો ઉપદેશ આપે છે. પ્રિય છે પ્રાણો જેને એવા જીવોને જે અહીં પ્રાણદાન અપાય છે તેને અભયપ્રદાન કહે છે અને તે દેશ અને સર્વના ભેદથી બે પ્રકારે છે. ધર્મમાં તત્પર સાધુઓને અને શ્રાવકોને તથા ધર્મમાં ચિત્ત છે જેનું એવા અવિરત સમ્યગ્દષ્ટિઓને પુષ્ટિ કરનાર અન્નાદિનું જે દાન કુશળ ચિત્તથી અપાય છે તેને ધર્મોપગ્રહ દાન કહે છે. દુઃખી અને નિર્ધન પુરુષોને જે ઉચિત ૧. પ્રસ્થયજમ્મસા=પ્રસ્તુતધર્મ યાત્ નું પ્રાકૃતરૂપ છે. ૨. સ્વાધ્યાય પાંચ પ્રકારે છે. (૧) વાચનાઃ ગુરુ પાસેથી સૂત્રો અને અર્થ ભણવા. (૨) પૃચ્છનાઃ સૂત્ર અને અર્થમાં શંકા થાય તો ગુરુને પૂછવું. (૩) પરાવર્તનાઃ વારંવાર ગોખવું. (૪) અનુપ્રેક્ષાઃ સૂત્રમાં અર્થનું ચિંતવન કરવું. (૫) ધર્મકથા : યોગ્ય જીવોને ધર્મનો ઉપદેશ આપવો.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy