________________
૧૮૨
ઉપદેશપદ : ભાગ-૨ આચાર્યોએ જે કહ્યું છે તેને જ કહે છે
ગાથાર્થ– સમિત મુનિ નિયમા ગુપ્ત છે. ગુપ્ત જીવ સમિત હોય કે ન પણ હોય. કારણ કે કુશળવચનને બોલતો સાધુ ગુપ્ત પણ હોય અને સમિત પણ હોય.
ટીકાર્થ– સમિત– સન્ એટલે માનસિક એકાગ્રતાની પ્રધાનતાથી, રૂત એટલે ગમનભાષણ આદિ કાર્યમાં પ્રવૃત્ત થયેલ. માનસિક એકાગ્રતાની પ્રધાનતાપૂર્વક ગમન-ભાષણ આદિ કાર્યમાં પ્રવૃત્ત થયેલ મુનિ સમિત છે. (અહીં માનસિક એકાગ્રતાની પ્રધાનતાપૂર્વક એમ કહેવાનું કારણ એ છે કે ગમન-ભાષણાદિમાં પ્રવૃત્ત થાય, પણ માનસિક એકાગ્રતા ન હોય તો તે સમિત ન કહેવાય.)
ગુપ્ત= સ્વપરની રક્ષા કરનાર કુશળવચન= મધુરતાદિ ગુણોથી વિશિષ્ટ વચન.
કુશળ વચનને બોલતો સાધુ ગુપ્ત પણ હોય અને સમિત પણ હોય એમ કહેવા દ્વારા સમિત નિયમા ગુપ્ત હોય એ વિચાર્યું. ગુપ્ત તો માનસ ધ્યાન વગેરે અવસ્થામાં પ્રવિચાર રૂપ કાયિક પ્રવૃત્તિના અભાવમાં પણ ગુપ્ત હોય જ. (ગુપ્ત સાધુ માનસ ધ્યાન વગેરે અવસ્થામાં પ્રવિચાર રૂપ કાયિક કે વાચિક પ્રવૃત્તિ ન હોવાથી ગુપ્ત જ હોય, સમિત ન હોય.) (૬૦૫)
एताश्च यथा शुद्धाः स्युस्तथा चाहपुट्विं सरूव पच्छा, वाघायविवजयाओ एयाओ । कज्जे उवउत्तस्साणंतरजोगे य सुद्धाउ ॥६०६॥
'पूर्व' गुप्तिसमितिप्रयोगकालात् 'सरूवत्ति पदैकदेशेऽपि पदसमुदायोपचारात् स्वरूपावगमे सत्यासां पश्चात् प्रयोगकाले 'व्याघातादिविवर्जिता' धर्मकथादिव्यापारान्तरविकला 'एता' गुप्तिसमितयः शुद्धा भवन्तीत्युत्तरेण योगः । कीदृशस्य साधोरित्याह-कार्ये' ज्ञानादावुपस्थिते एवोपयुक्तस्य सर्वात्मना, सामीप्येनात्मनो'ऽनन्तरयोगेऽपि' ततोऽपि कार्यादव्यवहित एव कार्यविशेषे, उपयुक्तस्येति योज्यते, शुद्धा निर्मला भवन्ति । इदमुक्तं भवति-प्रथमत आसां स्वरूपे प्रवीचारादिलक्षणे ज्ञाते, ततः प्रयोगकाले व्यापारान्तरपरिहारेण व्याघातवर्जने सति, सर्वात्मनोपयुक्तस्यानन्तरयोगे च तथारूप एव चिकीर्षिते, एताः शुद्धि प्रतिपद्यन्ते, हेतुस्वरूपानुबन्धानां विशुद्धिभावात् । अत्र स्वरूपावगमो हेतुः । व्याघातवर्जिता कार्ये प्रवृत्तिः स्वरूपम् । अनन्तरयोगश्चानुबन्ध इति ॥६०६॥