________________
૨૯૬
ઉપદેશપદ : ભાગ-૨ ચઢિયાતો દેશવિરતિમાં રહેલા અકરણનિયમની અપેક્ષાએ ચઢિયાતો. (૭૨૯) अत्र हेतुमाहजं सो पहाणतरओ, आसयभेओ अओ य एसोत्ति । एत्तो च्चिय सेढीए, नेओ सव्वत्थवि एसो ॥७३०॥
'यद्' यस्मात्कारणात् 'स' सर्वविरतिलक्षणः 'प्रधानतरकः' अतिप्रशस्त 'आशयभेदः' परिणामविशेषः । अतश्चास्मादेव परिणामविशेषादेषोऽकरणनियमः प्रधानतर इति प्रकृतेन सम्बन्धः । इति प्राग्वत् । अत एवाशयभेदात् 'श्रेण्यां' क्षपकश्रेणिनामिकायां "अणमिच्छमीससम्मं" इत्यादिकर्मप्रकृतिक्षपणसिद्धायां ज्ञेयः, 'सर्वत्रापि' सर्वकर्मस्वपि तत्र तत्र गुणस्थानके क्षयमुपगतेष्वेषोऽकरणनियमः, यत्क्षीणं तत् पुनर्न क्रियत इत्यर्थः । कर्मप्रकृतिक्षयक्रमश्चायं कर्मस्तवशास्त्रप्रसिद्धो यथा"अणमिच्छमीससम्मं, अविरयसमाइ अप्पमत्तंत्ता । सुरनरतिरिनिरयाउं, निययभवे सव्वजीवाणं ॥१॥ सोलसअटेक्केक, छक्केक्कक्कक्कखीणमनियट्टी । एवं सुहमसरागे, खीणकसाए य सोलसगं ॥२॥ बावत्तरि दुचरिमे, तेरसचरिमे अजोगिणो खीणो। ડયાન્ન પડિયું, વિય નિ નેબ્યુર્થ વંજે આરૂ ' I૭રૂ |
અહીં હેતુને કહે છે
ગાથાર્થ–સર્વવિરતિ રૂપ પરિણામ વધારે ચઢિયાતો હોય છે. સર્વવિરતિ રૂપ પરિણામ વધારે ચઢિયાતો હોવાથી જ અકરણનિયમ ચઢિયાતો હોય છે. વિશિષ્ટ પરિણામથી જ ક્ષપક શ્રેણિમાં બધાંય કર્મોમાં અકરણનિયમ હોય છે.
ટીકાર્યક્ષપકશ્રેણિમાં બધાંય કર્મોમાં અકરણનિયમ હોય છે–તે તે ગુણસ્થાનમાં ક્ષય પામેલાં કર્મોમાં અકરણનિયમ હોય છે, અર્થાત્ જે કર્મનો ક્ષય થયો તે કર્મ ફરી બંધાતું નથી. કર્મસ્તરશાસ્ત્રમાં પ્રસિદ્ધ કર્મપ્રકૃતિઓના ક્ષયનો ક્રમ આ છે–અનંતાનુબંધી ૪ કષાય, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકત્વમોહનીય એમ સાત પ્રકૃતિઓનો ચોથા ગુણસ્થાનથી આરંભી સાતમા ગુણસ્થાન સુધીમાં ક્ષય કરે છે. ક્ષપકશ્રેણી માંડનારા સર્વજીવો દેવાયુષ્ય, નરકાયુષ્ય, તિર્યગાયુષ્ય એમ ત્રણ આયુષ્યનો પોતાના પૂર્વના) ભવમાં ક્ષય કરે છે. (ક્ષપક શ્રેણી માંડનારે છેલ્લો દેવભવ કર્યો ત્યારે તેના દેવાયુષ્યનો ક્ષય થયો, છેલ્લો નરકભવ કર્યો ત્યારે નરકાયુષ્યનો ક્ષય કર્યો, છેલ્લો તિર્યંચનો ભવ કર્યો ત્યારે તિર્યંચાયુષ્યનો ક્ષય કર્યો. કારણ કે ફરી તેને તે ભવની પ્રાપ્તિ થતી નથી.) (૧) નવમા ગુણસ્થાનના બીજા ભાગે ૧૬, ત્રીજા ભાગે ૧,