SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૧૭ આ પ્રમાણે વિચારીને રણક્ષમ કૃષ્ણ ચતુરંગ એનાથી યુક્ત, હાથી ઉપર બેઠેલો, ક્રોધથી લાલચોળ થયેલો નગરમાંથી નીકળે છે. કૃષ્ણ પાંચે પણ પાંડુપુત્રોને કહ્યું: અહીં શું કરવું? તેઓ કહે છે કે આજે અમે નથી કે તે નથી. વિવિધ પ્રકારના સેંકડો આયુધોથી રથના અંદરના ભાગને ભરીને પાંડવો લડાઇમાં ઊતર્યા. પદ્મનાભના ઘણાં સૈન્યોએ શસ્ત્ર સમૂહનો મારો ચલાવીને પાંડવોના ધ્વજ-છત્ર-સત્ત્વ અને મુકુટોને ક્ષણથી છેદ્યા. બાણોથી પાંડવોનું શરીર જર્જરિત કર્યું એટલે પાંડવોએ લડાઇમાંથી પીછેહઠ કરી. કૃષ્ણ પાસે આવીને કહે છે કે અહો! આ મહાબળવાન છે. કૃષ્ણ કહે છે કે “અમે આજે જીતીને આવીશું, આ પધ આજે જીવતો નહીં રહે' એવું વિશ્વાસપૂર્વક બોલીને યુદ્ધ કરવા જાત તો દુર્જય શત્રુ પક્ષને જીતીને શ્વેતકીર્તિ પદને પ્રાપ્ત કરત. હવે જુઓ, આજે આ પદ્મ જીવતો નહીં રહે હું જ જીતીને આવીશ એમ બોલીને મુખના પવનથી પંચજન્ય મહાશંખને પૂરે છે. પછી તેના અવાજથી હણાયેલું ત્રીજા ભાગનું સૈન્ય મૂર્શિતની જેમ તત્કણ સૂઈ ગયું. પછી કૃષ્ણ ધનુષ્યદંડને ગ્રહણ કરે છે. તેની દોરીના ટંકાર શબ્દથી સૈન્યનો બીજો પણ ભાગ બહેરો થયો તેટલામાં પોતાને અસ્વસ્થ જોતો પદ્મ ત્યાંથી નાશી નગરીમાં પેસી જઈ સજ્જડ દરવાજાને બંધ કર્યો. રથ પર આરૂઢ થયેલા કૃષ્ણ નગરીને ઘેરો ઘાલ્યો. કિલ્લાના પરિસરમાં જઈને તરત જ નરસિંહનું રૂપ વિકુવને દરવાજાને તેવી લાત મારે છે કે જેથી કડડભૂસ થતા દેવાલયના શિખરોના ભારથી પૃથ્વીપીઠ જેમાં ભેદાવા લાગ્યું છે, તથા ઊંચા મહેલોનો સમૂહ જેમાં ખળભળવા લાગ્યો છે એવી તે નગરી થઈ. પોતાના પ્રાણની શંકા કરતો કંઇપણ બીજા ઉપાયને નહીં જોતો, દ્રૌપદીની પાસે જઈને દીનમુખવાળો પદ્મનાભ કહે છે કે તારું અપહરણ કરવાથી મને આવું ફળ મળ્યું તો અહીં મારે હવે શું કરવું? દ્રૌપદી કહે છે- મને લઈને કૃષ્ણને ફરી અર્પણ કર. કેમકે સજ્જનનો ગુસ્સો પ્રણામના અંત સુધી હોય છે. એમ કરાય છતે તું જીવીશ અને રાજ્યનું રક્ષણ કરીશ. સ્નાન કરી બે ઉત્તમ વસ્ત્રોને પહેરીને દ્રૌપદીને આગળ કરીને પગમાં પડીને આ પ્રમાણે ખમાવે છે કે, મેં તમારું અતિ અદ્ભુત પરાક્રમ જોયું, હવે ફરીથી આવું ક્યારેય નહીં કરું, મારા આ અપરાધની ક્ષમા કરો. કૃષ્ણ પદ્મનાભરાજાના ગર્વને સર્વથા ઓગાળીને પોતાની નગરીમાં પાછો મોકલે છે. સ્વયં રથમાં આરૂઢ થયેલો દ્રુપદપુત્રીને લઈને જ્યાં પાંડુપુત્રો હતા ત્યાં આવે છે. પાંચ પાંડવો અને છઠ્ઠો પોતે એમ છ રથોથી પોતાની નગરી તરફ ચાલ્યા. (૨૯૨) જે સમયે કૃષ્ણ વાસુદેવે મુખથી શંખ પૂર્યો હતો તે વખતે ત્યાં ચંપાનગરીમાં કપિલ નામનો વાસુદેવ હતો તથા મુનિસુવ્રત નામના તીર્થકર તે નગરીની બહાર સમોસર્યા હતા, અને તેમની પાસે ધર્મ સાંભળતા શંખનો અવાજ પણ સાંભળે છે. ત્યારે તે વિલખો થયો અને વિચારે છે કે શું અહીં બીજો વાસુદેવ ઉત્પન્ન થયો છે? બીજા ૧. રણક્ષમ– યુદ્ધકળામાં સમર્થ
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy