________________
ઉપદેશપદ : ભાગ-૨
૨૧૮
કોઇની પાસે આવો પંચજન્ય શંખ હોતો નથી. જિનેશ્વર તેને કહે છે, આવું થયું નથી, થશે નહીં અને થતું નથી કે એક ક્ષેત્રમાં બે જિનેશ્વરો, બે ચક્રવર્તીઓ અને બે વાસુદેવ થાય. પૂર્વે સધાયેલા દેવવડે જંબુદ્રીપના ભરતક્ષેત્રમાંથી હસ્તિનાપુર નગરમાંથી પાંડુના પાંચ પુત્રોની પત્ની હરણ કરીને પદ્મનાભ માટે લવાઇ છે. પછી દ્વારિકા નગરીમાંથી પાંચ પાંડુપુત્રોની સાથે કૃષ્ણ તેને શોધવા માટે અહીં અમરકંકા નગરીમાં જલદીથી આવ્યો છે. પદ્મનાભની સાથે અહીં યુદ્ધનો પ્રારંભ થયો ત્યારે તેણે પંચજન્ય નામનો મહાશંખ પૂર્યો છે. તીર્થંકરના વચનો સાંભળીને તેના દર્શન માટે કપિલ વાસુદેવ ઊભો થયો. હવે મુનિસુવ્રતસ્વામીએ કહ્યુંઃ બે જિનેશ્વરો, બે ચક્રીઓ, બે વાસુદેવો, બે બળદેવો એક ક્ષેત્રમાં ભેગા થાય એવું કદ બનતું નથી તો પણ તે વાસુદેવના છત્ર અને ધ્વજના તને દર્શન થશે. તત્ક્ષણ જ હાથી ઉપર બેસીને સમુદ્ર કાંઠે આવેલો, લવણસમુદ્રના મધ્યભાગમાં પહોંચેલા કૃષ્ણવાસુદેવને જોઇને અતિહર્ષ પામેલો વિચારે છે કે અહો! સ્વતુલ્યપ્રધાન પુરુષોનું આ દર્શન થયું. પછી મુખથી પંચજન્ય શંખ ફૂંકે છે અને કૃષ્ણવાસુદેવ પણ શંખથી પ્રત્યુત્તર આપે છે. આ પ્રમાણે શબ્દ સંભાળવા પૂર્વક તે બંને મળ્યા. પદ્મનાભ મહાપરાધી છે એમ જાણીને કપિલે દેશપાર કર્યો અને રાજ્ય ઉપર તેના પુત્રને બેસાડ્યો. (૩૦૫)
પછી તેઓ બે લાખ યોજન વિસ્તારવાળા લવણસમુદ્રને ઓળંગીને મહાનદી ગંગાના પ્રવેશ માર્ગ પર આવ્યા. કૃષ્ણે પાંડુપુત્રોને કહ્યુંઃ તમે ગંગાનદી પાર કરો જેટલામાં હું લવણાધિપતિ સુસ્થિતદેવને એક ક્ષણ મળે. નાવડીની શોધ કરી આદરપૂર્વક તેમાં આરૂઢ થયેલા જેટલામાં ગંગાનદીને પાર કરે છે તેટલામાં તેઓએ પરસ્પર વાર્તાલાપ કર્યો. આ કૃષ્ણ મહાબળવાન છે તે ગંગા નદી તરવા સમર્થ છે કે નહીં તેની પરીક્ષા નાવડીને અહીં રાખીને કરીએ. ગંગાના કાંઠે પહોંચેલા પાંડવો જેટલામાં કૌતુક જોવા ઊભા રહે છે તેટલામાં કૃષ્ણ સારથિ સહિત એક બાહુમાં રથને લઇને હાથથી દુર્ધર ગંગા નદી તરવા લાગ્યો. ગંગાના મધ્યભાગમાં પહોંચ્યો ત્યારે ઘણો થાક્યો. ગંગાદેવી નદીમાં વિસામાનું સ્થાનક બનાવે છે. વિશ્રાંતિ લીધા પછી ફરી ચાલે છે. કાંઠે પહોંચીને પાંડવોને જોઇને કહ્યુંઃ અરે! તમે મહાબળવાન છો જેથી સુખપૂર્વક નદી તરી ગયા. હું અત્યંત ક્લેશથી આ નદી તર્યો. હે સ્વામિન્! અમે નાવડીમાં બેસીને ગંગા નદી ઊતર્યા. પરંતુ તમારા બળની પરીક્ષા માટે કૌતુકથી નાવડીને અહીં જ રોકી રાખી. જ્વાળા સમાન ભયંકર કોપ કરતા કૃષ્ણે કહ્યું: હમણાં મારી પરીક્ષા કરાય છે! તમારા આ ચરિત્રને ધિક્કાર થાઓ. જ્યારે યુદ્ધમાં અગ્રહારમાં રહેલા પદ્મનાભને શક્તિહીન કર્યો અને અમરકંકા ભાંગી ત્યારે મારી પરીક્ષા ન કરી? ગુસ્સાથી અતિ ઉગ્ર લોહદંડથી કૃષ્ણે તેઓના રથોનો એવો ચૂરો કર્યો જેથી