________________
ઉપદેશપદ : ભાગ-૨
૨૧૯ પરમાણુ સમાન થયા. પછી કૃષ્ણ તેઓને સૈન્ય સહિત દેશપાર કર્યા. તેઓ ગજપુરમાં જઈને પાંડુરાજાને સર્વ વૃત્તાંત જણાવ્યો. તેણે પણ કુંતિને તત્કાળ કૃષ્ણ પાસે મોકલી અને શિખામણ આપી કે કૃષ્ણ પ્રસન્ન થાય તેમ કરવું. પ્રેમપૂર્વક તે તે પ્રકારે વિનંતિ કરી. છતાં પણ જ્યારે કૃષ્ણ ગુસ્સાને છોડતો નથી ત્યારે કુંતિએ કહ્યું અડધું ભરત તને સ્વાધીન છે તેથી તે પોતે જ કહે હમણાં તેઓ કયાં જાય? કોમળ હૈયાથી તેણે કહ્યું. તેઓ હમણાં દક્ષિણ સમુદ્રના કાંઠા ઉપર જાય. પછી પરિવાર સહિત પાંડવો હસ્તિનાપુરથી નીકળી અને ત્યાં જઈને પાંડુમથુરા નગરી વસાવે છે. તે નગરી કાંચી” એ નામથી વિખ્યાત થઈ. અહીં પણ તેઓ વિપુલ ભોગના ભાજન એવા સમૃદ્ધ રાજ્યવાળા થયા. (૩૩૩)
હવે ક્યારેક દ્રૌપદી ઉત્તમ ગર્ભને ધારણ કરનારી થઈ. નવ માસ પૂર્ણ થયા પછી શ્રેષ્ઠરૂપને ધરનાર, સુકુમાલ હાથ, પગવાળા, નિરોગી શરીરવાળા પુત્રને જન્મ આપ્યો. જન્મ પછી બાર દિવસ પૂરા થયા ત્યારે તેનું નામ આ પ્રમાણે રાખ્યું. જે પાંચ પાંડવનો પુત્ર હોવાથી તેનું નામ પણ પાડવામાં આવ્યું. કાળે સુનિર્મળ બોંતેર કળાઓને ભણ્યો. જ્યારે ભોગ ભોગવવાને સમર્થ થયો ત્યારે યુવરાજ પદે અભિષેક કરાયો. (૩૩૪)
હવે ક્યારેક પણ પાંડુમથુરામાં સમુદ્રના પેટાળ જેવા ગંભીર મનવાળા, ભવ્યજીવો રૂપી કમળને માટે સૂર્ય સમાન, અશઠપરિણામવાળા સ્થવિર સમોસર્યા. નગરમાંથી લોક તથા પાંચ પાંડવો તેમને વંદન કરવા આવ્યા. ધર્મદેશના કરવામાં આવી. પાંચેય પણ પાંડવો પ્રતિબોધ પામ્યા. ભાલ તલ ઉપર મૂકાયા છે બે કર રૂપી કમળો જેઓ વડે એવા તેઓ અર્થાત્ કરજોડીને તેઓ કહે છે કે દ્રૌપદી દેવીને પૂછીને, દ્રૌપદીના પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને તમારી પાસે અમો દીક્ષા લેવા ઇચ્છીએ છીએ. પછી પુત્રને રાજ્ય પર સ્થાપીને દ્રૌપદીની સાથે દીક્ષા લીધી અને ગુણોના રાજાની રાજધાની સમાન સમર્થ ક્ષમાવાને સાધુઓ થયા. દ્રૌપદી સુવ્રતા આર્યાની શિષ્યા થઈ. મોક્ષના ઉપાયભૂત બાર અંગોને ક્રમથી ભણ્યા. છ8-અદ્દમાદિ કષ્ટદાયક તપને આરાધવા લાગ્યા. તે સ્થવિર ભગવંતોએ બીજા નગરમાં વિહાર કર્યો. (૩૩૩).
હવે કયારેક ભગવાન અરિષ્ટનેમિએ સૌરાષ્ટ્ર દેશમાં વિહાર કર્યો. પાંચેય પણ પાંડવમુનિઓ પરિભાવના કરે છે કે કોઈપણ રીતે નેમિનાથને વંદન કરીએ તો કૃતાર્થ થઈએ અને આ મનુષ્યભવને સફળ કરીએ. એટલામાં એકાગ્ર મનવાળા થઈ સૌરાષ્ટ્ર દેશ તરફ ચાલ્યા અને હસ્તિકલ્પ નગરમાં પહોંચ્યા અને સહસામ્ર ઉદ્યાનમાં રહ્યા. તેટલામાં માસખમણને પારણે ત્રીજી પોરિસીમાં નગરની અંદર ભમતા ચારે ય નાનાં પાંડવોને ૧. ક્ષમા ગુણોમાં રાજા છે. સાધુઓ ગુણોને રહેવા માટે રાજધાની સમાન છે. રાજા બરાબર હોય તો દુષ્ટો
માથું ઊંચકતા નથી. તેમ સાધુમાં ક્ષમા ગુણ બરાબર હોય તો બીજા દુર્ગુણો નુકસાન કરી શકતા નથી. ૨. નાના એટલે યુધિષ્ઠિરને છોડીને બાકીના ચાર પાંડવો.