SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ઉપદેશપદ : ભાગ- પછી ગજપુરમાં પાંડુરાજાની પાસે દૂત મોકલીને જણાવ્યું કે અક્ષત શરીરવાળી દ્રૌપદીની ખબર મને મળી છે તેથી ચતુરંગબલથી યુક્ત પોતાના પાંચેય પણ પુત્રો પૂર્વ સમુદ્રના કાંઠે જલદીથી પહોંચે તેમ જલદીથી કરો. પટહ અને દંદુભિના અવાજથી પૂરાયો છે દિશાંતરનો આભોગ (વિસ્તાર) જેના વડે એવો કૃષ્ણ પણ પોતાના પરિવારથી યુક્ત નગરીમાંથી એકાએક નીકળતો પૂર્વ સમુદ્રના કાંઠા ઉપર જ્યાં પાંચેય પાંડવો છે ત્યાં આવીને છાવણી નાખે છે. ત્યાં તે પૌષધશાળામાં તપ કરે છે. તેટલામાં અક્રમના અંતે લવણાધિપતિ દેવે વાસુદેવને પ્રત્યક્ષ દર્શન આપ્યું અને કહે છે- તું જે કહેશે તેને હું કરી આપીશ. કૃષ્ણે કહ્યુંઃ પદ્મનાભ રાજાએ દ્રૌપદી દેવીનું હરણ કરી અમરકંકામાં પોતાના ઘરમાં રાખી છે. તેને પાછી લાવવા પાંચ પાંડવો અને છઠ્ઠો હું એમ છ જણાના રથો ત્યાં જે રીતે પહોંચે તે રીતે લવણસમુદ્રમાં જલદીથી માર્ગ આપે. તેણે કહ્યું: તમારે આટલો બધો પરિશ્રમ કરવાની શી જરૂર છે? અહીં રહેલા તમને દ્રૌપદી હાથોહાથ મળી જાય તેમ કરીશ. જો તમે મને રજા આપતા હો તો નગર સહિત, પરિજન સહિત અને લશ્કર સહિત તે પદ્મનાભ રાજાને લવણસમુદ્રમાં જળસમાધિ કરાવી દઉં. તે નરાધમ પશુની કેટલી માત્ર શક્તિ છે? કૃષ્ણ કહ્યુંઃ દ્રૌપદીની પરીક્ષા કરવી મારે ઉચિત છે તેથી હું સ્વયં જ લાવીશ. આ પ્રમાણે કૃષ્ણના વચનને સ્વીકારતા દેવે પાણીના બે ભાગ કરીને છ રથોને જવાનો માર્ગ કરી આપ્યો. પછી લવણસમુદ્રના મધ્ય-મધ્યભાગથી જતા અમરકંકા નગરીમાં પહોંચ્યા અને ઉદ્યાનના આગળના ભાગમાં રથોને છોડીને ઉદ્યાનના અંદરના ભાગમાં ગયા. પછી દારૂક નામના સારથિને બોલાવીને કૃષ્ણ કહે છે- તું નગરની અંદર જા, પદ્મ રાજાને પગથી પૃથ્વીતળ ઉપર પછાડીને, ભાલાના અગ્રભાગ પર લેખને લઈ જઈને કહે કે કુપગ્રાહે પાંચ પાંડવો અને છઠ્ઠો કૃષ્ણ દ્રૌપદીને પાછી લેવા આવ્યા છે માટે તું સ્વયં અર્પણ કર નહીંતર લડાઈ કરવા સજ્જ થા, બીજો કોઈ છૂટકો નથી. શું તેં જાણ્યું નથી કે દ્રુપદપુત્રી દ્રૌપદીનો કૃષ્ણ ભાઈ થાય છે ? જે લડાઈ કરવાનો પિપાસુ છે, ભુવનમાં કોઈ તેની સમાન નથી. આ પ્રમાણે કૃષ્ણવર્ડ શિક્ષા અપાયેલો સારથિ આજ્ઞાને શિરોમાન્ય કરી અમરકંકા નગરી તરફ ચાલ્યો અને રાજભવનમાં પહોંચ્યો. દૂતજનને ઉચિત વિનય કર્યો. દૂતે કહ્યું: મારો આ વિનય છે. પણ મારા સ્વામીની આ આજ્ઞા છે એમ જણાવીને દૂત પગથી તેના આસનને હણે છે અને ભાલાની અણી ઉપર લેખ આપે છે. પદ્મનાભ રાજા તેનું અપમાન કરીને પાછલે દરવાજે લઈ જાય છે અને કહે છે કે પાછી આપવાના હેતુથી મેં આને નથી મંગાવી, તેથી જો યુદ્ધની ખણજ હોય તો કૃષ્ણ સજ્જ થાય, હું આવું છું. એમ તું કૃષ્ણને કહેજે. તે પરદેશથી આવેલો છે, હું અહીં સ્વદેશમાં રહેલો બળવાન છું. આ અલ્પ પરિવારવાળો છે, હું અહીં ઘણા પરિવારવાળો છું. (૨૭૩). ૧. કૂપગ્રાહ- જેની વસ્તુ ચોરાઈ ગઈ હોય અને પાછી લેવા જાય તે.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy