________________
ઉપદેશપદ : ભાગ-૨
૨૧૫
કૃષ્ણ મારો પ્રિય ભાઈ છે, તે જો છ મહીના સુધીમાં મારી શોધ કરતો અહીં નહીં આવે તો તું જે કહીશ તેમ કરીશ. પદ્મનાભ પણ તેની વાત સ્વીકારે છે અને કન્યાના અંતઃપુરમાં સ્થાપે છે. પછી તે ધીર દ્રૌપદી અમુક તપકર્મનો સ્વીકાર કરીને છઠ્ઠને પારણે આયંબિલ કરવા લાગી અને ત્યાં આરાધના કરતી રહેવા લાગી. (૨૩૩)
આ બાજુ મુહૂર્ત માત્ર પછી જ્યારે યુધિષ્ઠિર જાગ્યો તેટલામાં શય્યાતળમાં દ્રૌપદીને જોતો નથી. તે વખતે વ્યાકુળ થયેલો ચારેકોર તપાસ કરવા લાગ્યો. ભાળ નહીં મળતા પ્રભાતે રાત્રિનો સર્વ વ્યતિકર જણાવ્યો. અને પોતાના ચાકરોની મારફત તેણે સર્વ નગરમાં આઘોષણાપૂર્વક જણાવ્યું કે જે દ્રૌપદીને શોધી લાવશે તેના ઉપર હું અકાલે મોટી કૃપા કરીશ. જેટલામાં નગરોમાં કે ગામમાં ક્યાંય પણ ન મળી એટલે પાંડુરાજાએ કુંતીને કહ્યું: તું તારિકામાં કૃષ્ણની પાસે જા અને કૃષ્ણને આ હકીક્ત જણાવ. પછી હાથી ઉપર બેસીને કુંતી જલદીથી કૃષ્ણની પાસે ગઈ. દ્વારિકા નગરીમાં પહોંચી અને બહુ ગૌરવથી સ્વાગત કરાયું. કૃષ્ણ પૂછ્યું: અહીં આવવાનું શું પ્રયોજન છે ? તે કહે. “હે પુત્ર! રાત્રિએ યુધિષ્ઠિરની પાસે શયામાં સુખપૂર્વક સૂતેલી દ્રૌપદીને કોઈપણ હરણ કરીને ક્યાંક લઈ ગયો છે. તેથી તેની ખબર મળે તેમ જલદીથી કર. તે માટે તે યોગ્ય છે. તારા સિવાય બીજો કોણ આ કાર્ય કરવા સમર્થ થાય?' કુંતીએ આમ કહ્યું ત્યારે તત્ક્ષણ કૃષ્ણને પરાક્રમનો ઉત્કર્ષ થયો. “હું તેવો પ્રયત્ન કરીશ જેથી તેને પાતાળમાંથી કે દેવલોકમાંથી કે સમુદ્રમાંથી શોધીને લાવી આપીશ” એમ તેની આગળ પ્રતિજ્ઞા કરે છે. હે માતા ! તમે વિશ્વસ્થ થઈને રહો. સત્કાર અને સન્માન કરીને તેને ગજપુરમાં પાછી મોકલે છે. ચારે તરફે તપાસ કરાવી પણ જેટલામાં ક્યાંય ખબર મળતી નથી તેટલામાં ક્યારેક પણ નારદ વાસુદેવના ભવનમાં આવ્યો. અર્થ આપવાપૂર્વક કૃષ્ણ ઘણા ગૌરવથી પોતાના ઘરના કુશળ સમાચાર પૂછવામાં તત્પર, સુખાસન ઉપર બેઠેલા નારદને પૂછ્યું: હે ભગવન્! રાત્રે યુધિષ્ઠિર રાજાની સાથે સુખેથી સૂતેલી દ્રુપદરાજાની પુત્રી દ્રૌપદી દેવીને કોઈ અદશ્ય રીતે (ન જાણે તેમ) અપહરણ કરીને લઈ ગયું છે, તમે ક્યાંય દ્રૌપદીને જોઈ? પછી કંઈક હસતા મુખથી નારદે કહ્યું: આવા પ્રકારના કાર્યોમાં મારો અધિકાર નથી પરંતુ તમારા ઉપરોધથી કહું છું કે તે હોય કે બીજી કોઈ હોય એમ મને ચોક્કસ ખબર નથી પણ અમરકંકા નગરીમાં પદ્મનાભ રાજાના ઘરે વિવર્ણમુખવાળી, ભૂમિ ઉપર મૂકેલી છે દૃષ્ટિ જેણે, પાસે પણ ગયેલાને નહીં જોતી એવી તેની સમાન એક સ્ત્રીને જોઈ હતી. પછી કૃષ્ણ કહ્યું: આ કજિયાને ઊભો કરનાર તું જ છે. આકાશગામિની વિદ્યાનું સ્મરણ કરીને નારદ ત્યાંથી પલાયન થઈ ગયો. (૨૫૧)