SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૦૫ ન પડે. કમળ જેવા નિર્મળ શીલની શોભાથી સુગંધવાળા અને જગતના બંધુ એવા ગુણી સાધુ ભગવંતો હંમેશા પ્રયત્નથી સેવવા યોગ્ય છે. અત્યંત સ્થિર થયેલા ગુણવાળો પણ જીવ અહીં સાધુના સંગથી હીન ગુણોનો નાશ કરે છે. તેથી સાધુઓના સંગ માટે પ્રયત્નશીલ બનવું. સિદ્ધાંતને ધરનારા, વિશુદ્ધ શીલાંગ સંગથી સુભાગ્યશાળી એવા સુસાધુઓ દૂર રહેલા હોય તો પણ મનમાં તેમનું સ્મરણ કરવું. મંત્રથી રહિત પ્રમાર્જનની (શુદ્ધીકરણની) ક્રિયા તથા નિર્જીવશરીરની શણગારની ક્રિયા જેમ ફળ શૂન્ય છે, તેમ શ્રુત ઉપર બહુમાન વિનાનું અનુષ્ઠાન ફળ શૂન્ય છે. તેમાં પ્રથમ સૂત્ર ભણવું જોઇએ પછી તેના અર્થને સાંભળવો જોઈએ. સૂત્ર વિનાનું શ્રુત કાચા ફળના આસ્વાદ સમાન છે. કદાચ સૂત્ર ઘણું ભણી પણ લીધું હોય છતાં તેનો અર્થ ન જાણ્યો હોય તો સુકાઈ ગયેલી શેરડીના ભક્ષણ સમાન પોતાના કાર્યને સાધવા સમર્થ નથી એમ કહેલું છે. ભણ્યા પછી આચરણ કરવામાં ન આવે તો શાસ્ત્રકારો કહે છે કે તેનું જ્ઞાન પણ દુર્ભગ મહિલાના આભરણની જેમ ઘણાં પણ ભારને કરનારું છે. તેથી ભવરૂપી વ્યાધિનું ચિકિત્સા શાસ્ત્ર સુસ્થિત-પ્રશસ્ત અને પરમાર્થવાળું જિનવચન દરરોજ ભણવું જોઈએ, સાંભળવું જોઈએ અને આચરવું જોઈએ. ભવસ્વરૂપની વિચારણા કરવી. જેમકે અહીં જીવન-યૌવન-પ્રિયનો સંગમાદિ શરદઋતુના વાદળની જેમ ક્ષણભંગુર ક્ષણદૃષ્ટનષ્ટ સમાન છે. પ્રચંડ પવનથી પ્રેરાયેલ ઘણાં ફેલાતા અગ્નિની જ્વાળાવાળા ઘરની જેમ સંસારમાં વાસ ક્ષણ પણ ઉચિત નથી. જેમ દુર્જનનો સંગ વિનાશના ફળવાળો છે અને દુઃખના અંતવાળો છે તેમ સંસારમાં દેવપણાદિના સુખોનો પરિણામ દુર્જનના સંગ જેવો છે. સમસ્ત પ્રશસ્ત વસ્તુના વિસ્તારથી સ્કુરાયમાન થયું છે માહભ્ય જેનું એવો એક જિનધર્મ સમર્થ સારભૂત અનુષ્ઠાન છે. તેથી તમારે મળ્યો ન હોય તો મેળવવો. મળી ગયો હોય તો પરિપાલન કરવું. પરિપાલન કરેલો હોય તો પરમ વૃદ્ધિએ પહોંચાડવા પ્રયત્નશીલ બનવું. અસંખ્યલાખ પ્રમાણ તીક્ષ્ણ સંસારના દુઃખોને નાશ કરવામાં ઔષધ સમાન જિનોપદેશને જે કોઈ પામે છે તે ધન્ય છે. ત્યાં રહેલા કેટલાય પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા અને લોક પોતાના ઘરે ગયો. આ પ્રમાણે લોકો બોધ કરાય છે ત્યારે ઉચિત સમયે નામ પ્રમાણે ગુણોવાળા માસખમણના પારણે પ્રથમ પોરિસીમાં સ્વાધ્યાયમાં મનનો વ્યાપાર ક્ષીણ નથી થયો જેનો, બીજી પોરિસીમાં ધ્યાનયોગ ક્ષીણ નથી થયો જેનો એવા ધર્મરુચિ અણગાર પાત્રાનું પડિલેહણ કરીને ઈર્યાસમિતિથી યુક્ત ચંપાનગરીમાં ગોચરી લેવા પ્રવેશ્યા. (૪૪) ૧. સુસ્થિત-એટલે બીજા કોઈ દર્શનોથી ઉખેડી (ખંડિત) ન શકાય તેવું. પ્રશસ્ત-કલ્યાણકારી, અવશ્ય હિત કરે તેવું. પરમાર્થ-વાસ્તવિક, યથાર્થ ફળને આપનારું.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy