________________
ઉપદેશપદ : ભાગ-૨
ઉપસંહાર કરવા માટે કહે છે
ગાથાર્થ–આ વિગત શુદ્ધ યોગિબુદ્ધિથી સમ્યક્ વિચારવી. અયોગિબુદ્ધિથી આ વિગત બરોબર ન જાણી શકાય. સદાંધની બુદ્ધિથી રૂપ ન જાણી શકાય તેમ.
ટીકાર્ય–આ વિગત=સમ્યક્ યોજેલી (=પાળેલી) જિનાજ્ઞા ભાવરૂપ અગ્નિની વૃદ્ધિ માટે પવનતુલ્ય છે, અને વિપરીત જિનાજ્ઞા કર્મબંધની વૃદ્ધિ કરે છે એ વિગત.
યોગિબુદ્ધિથી=જ્ઞાનયુક્ત અને ગુણોનું ભાજન એવા લોકને યોગ્ય હોય તેવી
બુદ્ધિથી.
સદાંધની બુદ્ધિથી=જન્માંધની બુદ્ધિથી.
જેમ જન્માંધ જીવ હાથથી સ્પર્શ કરીને લીલો-પીળો વગેરે રૂપને ન જાણી શકે તેમ અયોગિબુદ્ધિથી “સમ્યક યોજેલી (પાળેલી) જિનાજ્ઞા ભાવ રૂપ અગ્નિની વૃદ્ધિ માટે પવન તુલ્ય છે અને વિપરીત જિનાજ્ઞા કર્મબંધની વૃદ્ધિ કરે છે” એ વિગતને ન જાણી શકાય. (૪૭૬)
अथ भावतोऽन्धानन्धविभागं दर्शयतिजच्चंधो इह णेओ, अभिण्णगंठी तहंधलयतुल्लो । मिच्छहिट्ठी सज्जक्खओ य सइ सम्मदिट्ठी ओ ॥४७७॥
'जात्यन्धो' जन्मकालप्रभूत्येव नयनव्यापारविकल 'इह' सद्भतभावरूपोपलब्धौ ज्ञेयोऽभिन्नग्रन्थिः कदाचनाप्यव्यावृत्तमिथ्यात्वतिमिरपटलो जीवः ॥१॥ 'तथान्धकतुल्यः' पश्चान्नष्टदृष्टिजनसमानो 'मिथ्यादृष्टिः', अवश्यवेद्यमिथ्यात्वमोहोदयाद् ग्रन्थिभेदेऽपि सम्यक्त्वभ्रंशानन्तरं मिथ्यात्वगतो जीवः ॥२॥ 'सज्जाक्षश्च' प्रगुणलोचन एव 'सदा' सर्वकालं सम्यग्दृष्टिस्त्वविचलितसम्यग्बोधः पुनर्जन्तुः ॥३॥ यथैको जात्यन्धो, द्वितीयो-ऽन्धः, तृतीयः सज्जाक्ष इति त्रयो लोके रूपोपलम्भयोग्या नरा वर्तन्ते । तथा धर्मतत्त्वरूपोपलम्भविषयेऽप्यभिन्नग्रन्थिर्भिन्नग्रन्थिश्च मिथ्यादृष्टिः सम्यग्दृष्टिश्च तृतीयो योग्यरूपतया वाच्य इति ।।४७७॥
હવે પરમાર્થથી અંધ જીવ અને દેખતા જીવન વિભાગને જણાવે છે
ગાથાર્થ—અહીં અભિન્નગ્રંથિને જન્માંધ જાણવો, મિથ્યાદષ્ટિને અંધતુલ્ય જાણવો, સમ્યગ્દષ્ટિને સદા સજ્જાક્ષ જાણવો.
ટીકાર્ચ–અહીં–સદ્ભૂત પદાર્થના સ્વરૂપને જાણવામાં.
અભિન્નગ્રંથિ=જેનો મિથ્યાત્વરૂપ અંધકારનો સમૂહ ક્યારેય દૂર થયો નથી તેવો જીવ, અર્થાત્ જે આજ સુધી ક્યારેય સમ્યકત્વ પામ્યો નથી તેવો જીવ.