________________
૧૨૮
ઉપદેશપદ : ભાગ-૨ ગુણગણથી સકળ સ્ત્રીઓમાં શિરોમણિ એવી મનોરમા કન્યાની સાથે પરણાવ્યો. સ્થાને સ્થાને ગુણીજનથી ગવાતો છે ગુણ ગૌરવ જેનો, મતિના વિભવથી જીતાયા છે દેવોના ગુરુ બૃહસ્પતિ જેના વડે એવો સુદર્શન દિવસો પસાર કરે છે. (૪૯)
અને આ બાજુ દધિવાહન રાજાનો કપિલ નામે પુરોહિત હતો અને તેને કપિલા નામે પ્રિયા હતી. કોઈક વખત સુદર્શન શેઠ ઉપર બહુમાન ધરાવતો કપિલ કપિલાની આગળ સુદર્શન શેઠનું ચરિત્ર વખાણવા લાગ્યો. કે- આ નગરમાં હાલમાં ગુણોથી આની સમાન કોઈ નથી. “લોકમાં બીજાને વિશ્વાસ કરાવનાર બે જણા છે. (૧) ઇષ્ટને ઇચ્છનારી સ્ત્રીઓ પોતાનું કાર્ય સાધવા બીજાને તરત જ વિશ્વાસ કરાવનારી થાય છે (૨) પૂજાયેલાની પૂજા કરનારો લોક બીજાને વિશ્વાસ કરાવનારો થાય છે. (સ્ત્રીઓ અધમતાના માર્ગથી બીજાને વિશ્વાસુ કરે છે, જ્યારે બીજો ઉત્તમતાના માર્ગથી બીજાને વિશ્વાસ કરે છે.) આ વચનને યાદ કરતી તે ઘણી કામને પરવશ થઈ. તેના સંગમ માટે ઘણાં ઉપાયોને શોધે છે. (૫૩)
હવે ક્યારેક પોતાની દાસીને શિખવાડીને મોકલાવી કે પુરોહિત રોગથી પીડિત થયા છે, કંઈક અસ્વસ્થ શરીરવાળા તમારા દર્શનને ઝંખે છે.” પછી તે અતિસરળ આશયવાળો પોતાના ચરિત્રની જેમ બીજાના ચરિત્રને સાચું માનતો, બીજા વિકલ્પ કર્યા વિના જ તેની વાતને સાચી માને છે. તે આ પ્રમાણે–સર્વથા સર્વલોક પોતાના અનુમાનથી પરના આશયની કલ્પના કરે છે, નીચ પુરુષોની દૃષ્ટિએ કોઈ મહાન નથી, મહાપુરુષોની દૃષ્ટિમાં કોઈ અધમ નથી. પરિમિત પરિવારથી પરિવરેલો સુદર્શન પુરોહિતને ઘરે પહોંચ્યો. પુરોહિતને નહીં જોતો પૂછે છે કે તે પુરોહિત કયાં છે? પછી પોતાના આશયને પ્રગટ કરતી કપિલા બોલવા લાગી કે ભટ્ટજી તો રાજગૃહે ગયા છે. ઘણાં દિવસથી પરોક્ષ રાગને ધારણ કરતી હું ક્ષીણ થઈ છું. તારા વિયોગના દુઃખને સહન કરવા હું કોઇપણ રીતે સમર્થ નથી. તેથી મારું વાંછિત કર. સુદર્શન કતલખાને ગયેલા બોકડાની જેમ ભયથી વિઠ્ઠલ થયો. દૈવપરિણતિને ધિક્કાર થાઓ. આ દુર્ઘટ થયું. જો હું સાવધાન નહીં રહું તો સકલ ઇચ્છિતને પ્રાપ્ત કરાવી આપનાર, લાંબા સમયથી પાલન કરેલ શીલનો નક્કી આનાથી(કપિલાથી) ભંગ થશે. અન્યથા આ ઘણા મત્સરને પામેલી અસદ્ દોષથી મારા નિર્મળ ચારિત્રને લાંછન લગાડશે તેથી કોઈક નિપુણ બુદ્ધિના યોગથી આ દુઃખ રૂપી સમુદ્રમાંથી મારે કોઈપણ રીતે પાર ઉતરવું જોઈએ, પછી તેણે ઉત્તર આપ્યો. હે ભદ્ર! પુરુષના વેશમાં નપુંસક એવો હું નગરમાં પરિભ્રમણ કરું છું, તેથી શું કરી શકું? તારે ૧. પરોક્ષ= નજર સમક્ષ નહીં પણ ગેરહાજરીમાં.