________________
૯૮
ઉપદેશપદ : ભાગ-૨ - ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ–અહીં પ્રસંગથી સર્યું. કારણ કે આ આરંભ સંક્ષેપથી છે, માત્ર દિગ્દર્શન ફલવાળો છે. તેથી હવે પ્રસ્તુત જ કહીશ.
ટીકાર્થ-આજ્ઞાનો પ્રભાવ જણાવવામાં પ્રાસંગિક વિસ્તારથી સયું. કારણ કે આ પ્રયત્ન સંક્ષેપથી ઉપદેશપદ ગ્રંથની રચના કરવા માટે છે, માત્ર દિશાનું સૂચન કરવા માટે છે. કારણ કે આ ઉપદેશનો પ્રારંભ ઉપદેશને પરિપૂર્ણ પણ કહેવા માટે કર્યો નથી. તેથી હવે અભિગ્રહના પ્રભાવને જણાવવા રૂપ પ્રસ્તુત વિષયને કહીશ. (૪૭૯) एतदेव दर्शयतिअण्णंपि इहाहरणं, वणियसुया सज्झिला उ बोहीए । पव्वज सीयल मणोरहो य सुद्धाए फलभेओ ॥४८०॥
'अन्यदपि'पूर्वोदाहरणविलक्षणमिहाभिग्रहमाहात्म्यप्रस्तावने वणिक्सुतौ वाणिजकनन्दनौ 'सज्झिलाउ'त्ति सज्झिलकौ सौदरौ । तुः प्राग्वत् । कथमुदाहरणमित्याहबोधौ प्राप्तायामेकस्य 'पव्वज्जसीयल 'त्ति प्रव्रज्या शीतला मन्दा समुदग्राचारगुरुगच्छादिसहकारिकारणवैकल्याजाता ।द्वितीयस्य तु मनोरथस्त्वभिलाषः पुनः'शुद्धायां' प्रव्रज्यायामेव समुत्पादि, नतु प्रव्रज्या ।मृतयोश्च समकमेव फलभेद' आराधकविराधकजन्यदेवत्वलाभरूप इति ॥४८०॥
પ્રસ્તુત વિષયને જ જણાવે છે
ગાથાર્થ–અહીં બીજું પણ વણિક પુત્ર એવા બે બંધુઓનું દૃષ્ટાંત છે. બોધિ પ્રાપ્ત થયે છતે એકે દિક્ષા લીધી. દીક્ષા શિથિલ થઈ. બીજાએ શુદ્ધ દીક્ષાનો મનોરથ કર્યો. બંનેના ફલમાં ભેદ થયો.
ટકાર્ય–અહીં અભિગ્રહનો પ્રભાવ જણાવવા માટે જે શરૂ કર્યું છે તેમાં બીજું પણ વણિકપુત્ર એવા બે બંધુઓનું દાંત છે. તે આ પ્રમાણે–બંનેને બોધિની પ્રાપ્તિ થઈ. તેમાંથી એકે દીક્ષા લીધી. તેની દીક્ષા શિથિલ થઈ, અર્થાત્ શ્રેષ્ઠ આચારવાળા ગુરુ અને ગચ્છ વગેરે સહકાર કારણોની ખામીથી તે આચરપાલનમાં શિથિલ થઈ ગયો. બીજા બંધુને શુદ્ધ દીક્ષા જ પાળવાનો મનોરથ થયો હતો, પણ દીક્ષા પ્રાપ્ત થઈ ન હતી. બંને એકી સાથે મૃત્યુ પામ્યા. આરાધક ભાવ અને વિરાધક ભાવથી થયેલ દેવભવની પ્રાપ્તિ રૂપ ફલ ભેદ થયો. (૪૮૦) ૨. . “સમુદયાવાન' !