________________
૧૯૦
ઉપદેશપદ : ભાગ-૨ ભાષાસમિતિ ઉપર સંગત સાધુનું ઉદાહરણ કોઈક એક નગરમાં સંપૂર્ણ સાધુ સમાચારી પાળવામાં તત્પર સંગત નામના સાધુ હતા. તથા-“જે સત્ય ભાષા હોય પણ બોલવા યોગ્ય ન હોય, તથા સત્યામૃષા અને મૃષાભાષા જે પંડિત પુરુષો વડે આચરાયેલી નથી તેને પ્રજ્ઞાવાને ન બોલવી જોઈએ.” તે સંગતમુનિ આવા પ્રકારની વચનશુદ્ધિમાં સ્વભાવથી જ ઉપયોગવાળા રહેતા હતા.
હવે કોઈક વખતે તે સંગત સાધુ ગ્લાન સાધુની સેવા કરવામાં રોકાયેલા હતા ત્યારે શત્રુઓએ નગરને ઘેરો ઘાલ્યો. નગરની અંદર પુષ્કળ ભિક્ષા મળતી હોવા છતાં પણ આસક્તિ ઘટાડવા માટે બહાર શત્રુરાજાના સૈન્યમાં ભિક્ષા લેવા માટે ગયા. પછી સૈન્યપુરુષોએ તેની પૂછપરછ કરી. જેમકે–
સૈન્યલોકનૃતમે અહીં ક્યાંથી આવ્યા? મુનિ–હું અહીં નગરમાંથી આવ્યો છું. સૈન્યલોક–આ નગરના સ્વામીનો અભિપ્રાય કેવો છે? શું અમારી સાથે યુદ્ધ કરશે કે નહીં? મુનિ–કોણ કેવા અભિપ્રાયમાં વર્તે છે તે હું જાણતો નથી. સૈન્ય-તે નગરમાં વસતા તમારે અભિપ્રાયનું જ્ઞાન કેમ ન થયું? મુનિ-સાધુઓ લોકવ્યાપારથી પર હોય છે તેથી બીજાના અભિપ્રાયને જાણતા નથી.
સૈન્ય–તમે જો રાજાના અભિપ્રાયને જાણતા નથી તો નગરમાં લોકો સંધિ અને વિગ્રહના વિષયમાં શું બોલે છે તે કહો. | મુનિ–અહીં પણ હું લોકોની વાતો જાણવામાં વ્યાપાર વિનાનો છું, અર્થાત્ લોકોની વાતો જાણવી એ મારો વિષય નથી.
સૈન્ય-રાજાને હાથી-ઘોડા આદિ લડાઈની સામગ્રી કેટલા પ્રમાણમાં છે? મુનિ–અહીં પણ હું લડાઇની સામગ્રી જાણવામાં વ્યાપાર વિનાનો છું.
મુનિ જ કહે છે. કોઈક શબ્દ અને રૂપવાળી વસ્તુ બે કાનથી સંભળાય છે, બે આંખોથી દેખાય છે કેમકે કાન અને આંખનો સ્વભાવ શબ્દ અને રૂપને ગ્રહણ કરવાનો છે. સર્વ સાવદ્ય કહેવાતું નથી પરંતુ પ્રસંગ આવે છતે નિરવદ્ય જ બોલાય છે. અને તમારા વડે સર્વ સાવધ પૂછાય છે. આથી જ પંડિતો કહે છે–સાધુ બે કાનોથી ઘણું સાંભળે છે, બે આંખોથી ઘણું જુએ છે, પરંતુ જોવાયેલું અને સંભળાયેલું સાધુને કહેવું ઉચિત નથી.
સૈન્ય–જો તમે આ પ્રમાણે લોકવ્યાપારથી રહિત છો તો પછી અહીં શા માટે વસો છો?