________________
ઉપદેશપદ : ભાગ-૨
૧૮૯ વરદત્ત સાધુ દેવ-મનુષ્ય અને અસુરથી સહિત પણ સંપૂર્ણ જગતવડે ઇર્યાસમિતિમાંથી ચલાયમાન કરવા શક્ય નથી. અને તેમાં (દેવસભામાં) એક મિથ્યાદષ્ટિ દેવને ઇન્દ્રવડે પ્રશંસા કરાયેલા વરદત્ત સાધુના ગુણો વિશે શંકા થઈ. જેમકે કોઈક વડે સારું કહેવાયું છે કે–“સ્વામી જે ઇચ્છે છે તે કરે છે, જે મનમાં આવે તે બોલે છે, સામાન્યલોકમાં સ્વામી સંબંધી શંકા જાગતી નથી તેથી સ્વામીપણું રમણીય છે.” (૬૦૮)
પછી તે દેવનું તિચ્છલોકમાં અવતરવા સ્વરૂપ આગમન થયું. ચંડિલભૂમિ જવાના માર્ગમાં માખી જેવડી દેડકીઓને નિરંતર વિકુર્તી અને પાછળ ગિરિશિખર જેવા ઊંચા, પવનના વેગ જેવા ઝડપી, અત્યંત ઊંચી કરેલી સૂંઢવાળા હાથીને વિકુ. પછી મહાવતે કલરવ કર્યો. જેમકે-“તું માર્ગમાંથી જલદી ખસી જા નહીંતર જીવતો નહીં રહે.” ક્ષોભ નહીં પામેલા, સર્વ પ્રકારે ત્રાસ આપવાનું છોડ્યું છે જેણે એવા ઈર્યાસમિતિ પૂર્વક જતા મુનિનું ગમન હાથીની વિકુણા પૂર્વે જેવું હતું તેવું જ અવિહ્વળ રહ્યું. હાથીએ સૂંઢથી મુનિને પકડીને આકાશતળમાં ઘણાં ઉછાળ્યા અને સાથે જ મુનિ ભૂમિતળ પર પટકાયા. ફેંકવાનો અને પટકવાનો ગાળો (અંતર) અતિ અલ્પ હોવાથી અહીં સમક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
વ્યવચ્છેદ્ય (નાશ પામવા યોગ્ય)ને કહે છે–પરંતુ ઈર્યાસમિતિની પરિણતિરૂપ આત્મિક ભાવનો લેશ માત્ર નાશ ન થયો. શાથી? કારણ કે “મારું આ પાપ મિથ્યા થાઓ” એમ હૈયાપૂર્વક પ્રાયશ્ચિત્ત કર્યું, કેમકે મારા નિમિત્તે માખી જેવડી દેડકીઓને પીડા થાય છે. અને બીજુ કારણ- સંવૃત્ત કરાયેલા શરીરથી, ઇર્યાસમિતિની પ્રધાનતાથી તેણે ઉત્થાન કર્યું. પછી દેવે વરદત્ત સાધુના મનનો ભાવ જાણવા જેવો ઉપયોગ મુક્યો ત્યારે ખુશ થયો, પરંતુ ઉપેક્ષાદિ બીજો ભાવ ન થયો. પછી દેવે માખી જેવી દેડકીઓનું અને હાથીનું સંહરણ કર્યું. ચાલતા છે કુંડલો જેના, છાતી ઉપર વિસ્તૃત ફરકતો છે હાર જેનો, ગાઢ કિરણોના સમૂહથી નાશ કરાયો છે અંધકારનો સમૂહ જેનાવડે એવા ઉત્તમ મુકુટને ધારણ કરતા દેવે પોતાના રૂપનું દર્શન કરાવ્યું. પછી વરદાન માગો એમ આદર કર્યો (સ્તુતિસ્તવના કરી). નિષ્પરિગ્રહી વરદત્ત સાધુની નિઃસ્પૃહતા જાણીને ભક્તિભાવવાળો દેવ તેના ચરણકમળને વંદીને સંતોષ પામેલો પોતાના સ્થાને ગયો. પછી વરદત્ત સાધુ પણ ત્યાંથી ગયા અને પૂર્વે ચાલેલા સ્પંડિલ ભૂમિના માર્ગ પર જીવોનું અવલોકન કર્યું. “મારા વડે સાક્ષાત્ દેવ જોવાયો’ એવો ગર્વ પણ ન કર્યો અને અંડિલભૂમિ જવા સિવાયના સ્વાધ્યાય વગેરે સ્વરૂપ બીજા યોગોમાં સમ્યક્ પ્રવૃત્ત થયા.