________________
પરિશિષ્ટ
પુગલ પરાવર્તનું સ્વરૂપ પુગલ પરાવર્તના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એમ ચાર ભેદ છે. તે દરેકના બાદર અને સૂક્ષ્મ એમ બે બે ભેદ છે. એટલે કે બાદર દ્રવ્ય, પુદ્ગલ પરાવર્ત, સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત, બાદર ક્ષેત્ર પુલ પરાવર્ત, સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત, બાદર કાળ પુદ્ગલ પરાવર્ત, સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત, બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત, સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત.
(૧) બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્તન એક જીવ જગતમાં રહેલા સર્વ પુદ્ગલોને જેટલા કાળમાં ઔદારિક, વૈક્રિય, તેજસ, કાર્મણ, ભાષા, શ્વાસોચ્છવાસ અને મન એ સાત વર્ગણા રૂપે ગ્રહણ કરીને મૂકે તેટલો કાળ એક બાદર દ્રવ્ય પુગલ પરાવર્ત છે. આમાં પહેલાં ઔદારિક રૂપે લઈને કે પછી વૈક્રિય રૂપે લઈને મૂકે એવો ક્રમ નથી.
(૨) સૂક્ષ્મ દ્રવ્ય પુગલ પરાવર્તન એક જીવ જગતમાં રહેલા સર્વ પુદ્ગલોને પ્રથમ દારિક રૂપે લઈને મૂકે, પછી વૈક્રિય રૂપે લઈને મૂકે, પછી તેજસ રૂપે લઈને મૂકે, એમ ક્રમશઃ સાતે વર્ગણા રૂપે લઈને મૂકે તેટલો કાળ સૂક્ષ્મ દ્રવ્ય પુગલ પરાવર્ત છે. (આમાં સર્વ પુગલોને જ્યાં સુધી ઔદારિક રૂપે લઈને ન મૂકે એ દરમ્યાન વચ્ચે વચ્ચે વૈક્રિય, તેજસ આદિ રૂપે લઈને મૂકે તો તે ન ગણાય.)
ટૂંકમાં સર્વ પુદ્ગલોને ક્રમ વિના ઔદારિકાદિ વર્ગણા રૂપે લઈને મૂકે તો બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત અને ક્રમશઃ લઈને મૂકે તો સૂક્ષ્મ દ્રવ્ય પુગલ પરાવર્ત (આમ અન્ય સ્થળે પણ જાણવું).
(૩) બાદર ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત- એક જીવ લોકાકાશના સર્વ પ્રદેશોને ક્રમ વિના મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ બાદર ક્ષેત્ર પુદગલ પરાવર્ત છે.
(૪) સૂથમ ક્ષેત્ર પુલ પરાવર્ત- એક જીવ લોકાકાશના સર્વ પ્રદેશોને ક્રમશઃ મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ સૂક્ષ્મ ક્ષેત્ર પુલ પરાવર્ત છે.
(૫) બાદર કાળ પુદ્ગલ પરાવર્ત- એક જીવ ઉત્સર્પિણી તથા અવસર્પિણી રૂપ કાળચક્રના સર્વ સમયોને ક્રમ વિના મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ બાંદર કાળ પુલ પરાવર્ત છે.
(૬) સૂક્ષ્મ કાળ પુગલ પરાવર્ત- એક જીવ ઉત્સર્પિણી તથા અવસર્પિણી રૂપ કાળચક્રના સર્વ સમયોને ક્રમશઃ મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત છે.
(૭) બાદર ભાવ પુલ પરાવર્ત- એક જીવ રસબંધના સર્વ અધ્યવસાય સ્થાનોને ક્રમ વિના મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત છે.
(૮) સૂમ ભાવ પુદ્ગલ પરાવર્ત- એક જીવ રસબંધના સર્વ અધ્યવસાય સ્થાનોને ક્રમશઃ મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત છે.
આ આઠ પ્રકારના પુદ્ગલ પરાવર્તામાંથી આ ગ્રંથમાં સુક્ષ્મ ક્ષેત્ર પુદગલ પરાવર્ત વિવક્ષિત છે. દરેક જીવે આ સંસારમાં આવા અનંત પુગલ પરાવર્તો પસાર કર્યા છે. અને જ્યાં સુધી મોક્ષ નહીં પામે ત્યાં સુધી ભવિષ્યમાં પણ આવા પુદ્ગલ પરાવર્તો પસાર કરશે. '
- આ ગ્રંથમાં અનેક સ્થળે ચરમાવર્ત અને અચરમાવર્ત શબ્દનો પ્રયોગ થયો છે. ચરમ છેલ્લો. આવર્તકપુગલ પરાવર્ત. સંસારમાં પરિભ્રમણ કરવાનો છેલ્લો પુદ્ગલ પરાવર્ત તે ચરમાવર્ત કહેવાય છે. ચરમ પુદ્ગલ પરાવર્ત સિવાયના પુદ્ગલ પરાવર્તે તે અચરમાવર્ત કહેવાય છે.
સંક્ષેપમાં પુદ્ગલ પરાવર્તનું સ્વરૂપ આ પ્રમાણે છે- અસંખ્યવર્ષ=૧ પલ્યોપમ. ૧૦ કોડકોડી પલ્યોપમ=1 સાગરોપમ. ૧૦ કોડાકોડી સાગરોપમ =૧ ઉત્સર્પિણી કે ૧ અવસર્પિણી. ૨૦ કોડાકોડી સાગરોપમ (૧ ઉત્સર્પિણી + ૧ અવસર્પિણી)=૧ કાળચક્ર. આવા અનંત કાળચક્ર=એક પુગલ પરાવર્ત થાય.