________________
ઉપદેશપદ : ભાગ-૨
૪૫૫ ગાતા ત “રા'ત્તિ સરપરિણામઃ | તિઃ પૂર્વવત્ | તતઃ પ્રજા તીક્ષા गृहीता। तस्यां च चित्राभिग्रहपालना । ततः श्रेणी क्षपक श्रेणीलक्षणा, ज्ञानं च केवललक्षणं, सिद्धिश्च सर्वकर्मोपरमलक्षणा वृत्तेति ॥९८६॥
॥ समाप्तं चेदं विषयाभ्यासगतं शुकोदाहरणमिति ॥
હવે આ વક્તવ્યતાને વિસ્તારથી કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર શુકમરણ વગેરે ચૌદ ગાથાને કહે છે| સર્વ ઋતુઓના વૃક્ષોના સમૂહના ફૂલોની સુગંધથી પુરાયો છે દિશાઓનો સમૂહ જેના વડે, કુસુમના ઝરતા રસના પાનથી ઉન્મત્ત બનેલ કોયલોના અવાજથી ઉત્પન્ન કરાયો છે આનંદ જેમાં, લીલાથી વિલાસ કરતા હાથીઓના સમૂહના ગલગર્જરવથી મનોરમ એવું નંદનવનની જેમ અતિરમ્ય મહવન નામનું મોટું વન છે. તે મહવનમાં એક જિનેશ્વર ભગવાનનું મંદિર છે. તે મંદિર મોટા સ્તંભોવાળું છે. સ્તંભો પર રહેલી પૂતળીઓથી શોભતું છે. જેના ઉપર લક્ષણવંતી સ્ત્રીજનની જેમ નિર્મળ ધ્વજાઓ ફરકી રહી છે. હિમગિરિના શિખર જેવું ઊંચું છે. સ્ફટિક મણિમય વિશાળ કિલ્લાથી યુક્ત છે. કિન્નરગણની જેમ અંદર ગવાતા ગીતોના અવાજથી દિશાઓનો અંતને પૂરી દીધો છે. મંદિરનો મધ્યભાગ મનોહર શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમાથી સુશોભિત છે. જે વૃક્ષોના સમૂહથી શોભિત એવા વનખંડથી વીંટળાયેલ છે. લોકોના નયનને આનંદ આપનાર છે. સારી કાંતિવાળું છે. જયરૂપી લક્ષ્મીનું કુલઘર છે.
તે વનની અંદર એક પોપટ તથા એક પોપટી રહે છે. બંને મનુષ્યની ભાષા બોલે છે. બંને પરસ્પર અતિસ્નેહવાળા છે. સ્વચ્છંદપણે ફરતા તેઓ ક્યારેક તે જિનપ્રતિમાની પાસે આવ્યા. પ્રતિમાને જોઈને સહર્ષિત મનવાળા તેઓ કહે છે કે, અહો! આ પ્રતિમાનું રૂ૫ અલૌકિક છે. આંખને માટે અમૃત સમાન છે. તેથી બીજા વ્યાપારને છોડીને આ પ્રતિમાના રોજ દર્શન કરવા ઉચિત છે. આ પ્રમાણે પ્રાયઃ જેનું મોહમાલિન્ય ગળી ગયું છે એવા તે બેના જેટલામાં દિવસો પસાર થાય છે તેટલામાં રતિનો નિવાસ એવો વસંત માસ શરૂ થયો. તે વનમાં સમકાળે સર્વે પણ વૃક્ષો ફૂલોના ભારથી છવાઈ ગયા. તે વને પોતાના સૌંદર્યથી નંદનવનના સૌંદર્યના વિસ્તારને જીતી લીધો છે. પછી તે બંને પોતાની ચંચુપુટમાં પૂજા નિમિત્તે આંબાની મંજરીઓને લઈને જિનેશ્વરના મસ્તકે ધરાવે છે. આ રીતે ભક્તિ કરતા જેના કષાયો પાતળા પડ્યા છે એવા, મધ્યમગુણને પામેલા તેઓને કેટલાક કાળ પછી મરણ પ્રાપ્ત થયું. (૧૩) અને આ બાજુ