SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ ઉપદેશપદ : ભાગ-૨ ગુણસુંદરીએ કહ્યું: મહામંત્રની સિદ્ધિથી વૈભવ, પુત્રોત્પત્તિ અને અવૈધવ્ય પ્રાપ્ત થાય છે. આ મારું એકાંતે હિત જ છે એમ ખુશ થતા તેણે તેની વાત માની. ગુણસુંદરી પણ બંને પ્રકારના પણ દુઃખથી છુટકારને ઇચ્છતી ત્યાં રહી. પછી તેને વિશ્વાસ ઉપજે એ હેતુથી સર્વાદરથી ગૃહકાર્યને કરતી રહે છે અને માયાથી શયન, ભોજન, સભા વગે૨ે કાર્યોમાં પ્રીતિ બતાવે છે. ભાત-ભાતના શાક-પકવાન્ન સુંદર બનાવે છે અને પ્રાયઃ પિંડ ગોરસાદિ પ્રચુર પ્રમાણમાં વિપ્રજન અને પતિને પીરસે છે. અને બીજું પણ-(૫૯) તે તેની ઉત્તમ ભોજનોથી કાળજી રાખે છે પણ રાગની દૃષ્ટિથી નહીં. સતત સ્વચ્છ મનથી સેવા કરે છે પણ જડતાથી નહીં. કૃત્રિમ સ્નેહ બતાવીને તેણે તેને એવો વિશ્વાસ પમાડ્યો કે હું (બટુક) જ આના (ગુણસુંદરીના) હૈયામાં વસું છું એમ બટુક માનતો થયો. આયંબિલ અને ઉણોદરી પૂર્વકના ભોજનોથી પોતાના આત્માને શોષવી નાખ્યો. સ્નાન ઉર્તન તથા શરીરના પરિકર્મનો ત્યાગ કર્યો. નિયમ લગભગ પૂર્ણ થવા આવ્યો ત્યારે અન્ય સમયે રાત્રિના છેલ્લા પહોરમાં એકાએક આક્રંદન કરવા લાગી. બટુકે પૂછ્યું: હે સુંદરી! તારા શરીરમાં કઇ પીડા થાય છે? તેણે પણ દુઃખ સહિત જ કહ્યું: મને અવર્ણનીય શૂળ ઊપડયું છે. તેને જોઇને વેદરુચિ ખેદ પામ્યો અને શૂળને શાંત કરવાના ઉપાયો કરે છે. મણિ-મંત્ર-ઔષધિના સેંકડો ઉત્તમ ઉપાયો યથાજ્ઞાન કરાવ્યા, અર્થાત્ જેની પાસે જે ઉપાયનું જ્ઞાન હતું તે મુજબ તેની પાસે ઉપચાર કરાવ્યા. સવારે કંઇક ઉપશાંત થઇ છે વેદના એવી ગુણસુંદરી પણ આક્રંદ કરતી અથરપથર (જેમતેમ) ઘરના કાર્યો કરે છે અને કહે છે–હે સુભગ! હું તારા ઘરવાસ માટે અયોગ્ય છું, અહો! હું નિર્ભાગ્ય છું, જેને આવું દારુણ દુ:ખ ઉપસ્થિત થયું છે. મસ્તકમાં તીવ્ર વેદના ઊપડી છે. અગ્નિથી સિંચાયેલાની જેમ શરીર બળે છે, આંતરડા છેદાય છે, સર્વ અંગના સાંધાઓ તૂટે છે. આ પ્રમાણે દુઃખરૂપી દાવાનળથી સળગેલી હું માનું છું કે લાંબા સમય સુધી પોતાના પ્રાણોને ધારણ નહીં કરી શકું. મારાવડે તમારી મહાશા પૂરાઇ નથી તે દુઃખ મને પણ અધિક તપાવે છે. મારા પાપિણીના કાજે તમે પોતાના આત્માને ઘણાં સમય સુધી ખેદ પમાડ્યો અને મૃગજળની પાછળ દોડતા હરણોની જેમ તમે કોઇ ફળને પ્રાપ્ત ન કર્યું. અને બીજું– પૂર્વે બીજાને પીડા ઉપજાવીને પોતે જે સુખ ભોગવ્યું હતું તેના અતિદારુણ વિપાકને ભોગવું છું એમ માનું છું. બીજાને આપીને પછી હરણ કર્યું હશે. ચંદ્રના કલંકની જેમ કોઇકને કલંક લગાડ્યું હશે. પૂર્વે વ્રત લઇને ભાંગ્યું હશે અથવા કોઇના પણ પતિનું અપહરણ કર્યું હશે. તે દુષ્કૃતથી તપેલી એવી તમારી આંખ સામે બછું છું. જલદીથી મને કાષ્ટો લાવી આપો, બીજી કોઇ રીતે મારો દાહ શાંત નહીં થાય. આ પ્રમાણે વિવિધ વિલાપ કરતી, આહાર કર્યા વિનાની અને પોતાની નિંદામાં તત્પર જોઇને પશ્ચાત્તાપને
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy