SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૬૧ રાજપુત્રોમાં વિવાહ સંબંધી વિવાદ થયો. કારણ કે ઉપકાર કરવાથી તે ચારેય તેના ઉપકારી થયા. પછી અત્યંત વ્યાકુલિતમનવાળો પિતૃપક્ષ વિચારે છે કે આ પુત્રી કોની સાથે પરણાવવી? આ ચારેય એક સાથે પરણવા તૈયાર થયા છે. પછી ઉન્માદંતી પિતાને કહે છે–હે તાત! તમે ખેદ ન કરો. કેમકે આ ઝગડાનું હું જ નિરાકરણ કરીશ. પછી તેણે રાજપુત્રોને કહ્યું કે મારા પૂર્વભવનું અનુસંધાને કરશે તે ખરેખર મારો પતિ થશે. પછી ભવાંતરમાં જેની સાથે પ્રૌઢ પ્રેમ વિસ્તર્યો હતો એવા લલિતાંગે આને (અનુસંધાનને) પણ સ્વીકાર્યું. કેમકે સ્નેહને કોઈ અસાધ્ય નથી. લાકડાં ભેગા કરી સ્મશાનમાં એક ચિતા ગોઠવવામાં આવી. બંને જણા તેમાં પ્રવેશ્યા અને આગ્ન મૂકવામાં આવ્યો. પૂર્વે જ તે સ્થાને સુરંગ ખોદીને નીકળવાનો ગુપ્ત દ્વારા બનાવવામાં આવ્યો હતો. અક્ષત દેહવાળા બને તેમાંથી નીકળીને પિતાની પાસે પહોંચ્યા. લલિતાંગની સાથે સુંદર વિવાહ મહોત્સવ કરાયો. સર્વ નગરમાં અમૃતવૃષ્ટિથી જે આનંદ થાય તેવો આનંદ થયો. પછી કન્યા એક છે અને તમે ત્રણ રાજપુત્રો છો તેથી એક કન્યા ઘણાને કેવી રીતે અપાય? એમ રાજાએ સમજાવ્યું. બાકીના રાજપુત્રો સ્વસ્થાને ગયા પછી નવા નવા સન્માનના નિધાનભૂત થોડા દિવસો ત્યાં રહ્યો પછી રાજાવડે ઉન્માદંતીની સહિત લલિતાંગ પોતાના પિતાના નગરમાં વિસર્જન કરાયો. ચારે તરફ મહા-મહોત્સવ શરૂ કરાયે છતે લલિતાંગ નગરમાં પહોંચ્યો. પિતાએ લલિતાંગને રાજ્ય સોંપીને સ્વયં ઉત્તમ દીક્ષા લીધી. લલિતાંગને પણ વિશાળ ભોગો પ્રાપ્ત થયા છતાં ભોગો અભોગ રહ્યા, અર્થાત્ લલિતાંગ ભોગોમાં આસક્ત ન થયો. (૧૨૩) હવે શરદ સમય આવ્યો ત્યારે અતિ ધવલ હંસના સમૂહ જેવી ઉજ્વળ સર્વ પણ દિશાઓમાં કમલ અને કુમુદની સૌરભ વિકસિત થઈ ત્યારે પોતાની દેવીની સાથે ઘરની ઉપર અગાશીમાં ગયો અને ઉડતા રૂના લવ (ટૂકડા) જેવા કોમળ શરદઋતુના વાદળને જોયો. પછી તે જ ક્ષણે મોટા ગંગાના મોજાના ભંગસમાન હિમપર્વતના શિખર જેવા આકારવાળા મોટા વાદળને જુએ છે. પછી સકલ આકાશના વિસ્તારમાં ઘેરાયેલ, સ્કુરાયમાન થતો છે વિદ્યુતનો ઉદ્યોત જેમાં એવા વાદળને જોતા જ પ્રચંડ પવનથી હણાયે છતે વાદળ મૂળથી પણ નાશ પામ્યું, ત્યારે પ્રથમ આ પ્રમાણે વિચારવા લાગ્યો કે, મનુષ્યોને ઘણાં ક્લેશના સમૂહથી લક્ષ્મીનું ઉપાર્જન થાય છે, ક્રમથી મોટા વિસ્તારને પામીને દુવંર વ્યસનથી હણાયેલી લક્ષ્મી જલદીથી નાશ પામે છે તેથી અહીં મારે સુકૃતવિશેષને વિશેષથી કરવો ઘટે. એ પ્રમાણે ધર્મ ચિંતારૂપી અમૃતસાગરમાં ડૂબેલા એવા ૧. અનુસંધાન–પૂર્વભવમાં મારે જેની સાથે સંબંધ થયો હતો તે પુરવાર કરી આપશે તેની સાથે મારે આ ભવમાં સંબંધ થશે.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy