________________
ઉપદેશપદ : ભાગ-૨
૧૨૩
હવે કોઇક વખત તે મહાત્મા પર્વદિવસે ઉપવાસ કરીને રાત્રિની અંદર ચાર રસ્તા ઉપર પ્રતિમા ધરીને રહ્યો. દેવીએ દાસીવૃંદના મુખથી જાણ્યું. બીજા સામાન્ય પુરુષોને અતિ દુષ્ણહ એવો ઉપસર્ગ કર્યો. ઉપસર્ગથી ક્ષોભ નહીં પામે છતે તે તેના ઉપર ઘણી ગુસ્સે થઇ. પછી આ પ્રમાણે કહે છે- અરે! અરે! જો તું મારું સાંભળતો નથી તો તું પોતાને ભગ્નભાગ્યવાળો જો. વ્યંતરની પ્રતિમા પૂજવાના બાનાથી દાસીના વૃંદવડે છુપાવાયેલો રાત્રિએ જ દેવી વડે પોતાના ઘરે લવાયો. વ્રતનો પરિણામ જેને પરિણત થયો છે, ક્ષીરસમુદ્ર સમાન ગંભીર એવો સુદર્શન અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગોથી ક્ષોભ ન પામ્યો. એટલે પછી ઘણાં વિકારો કરીને પોતાના નખોથી આખા શરીર ઉપર ઉઝરળા પાડીને દેવી બૂમરાણ કરવા લાગી કે- આ શ્રેષ્ઠિપુત્રે પોતાનું ચિંતિત નહીં પુરાયે છતે અત્યંત નહીં ઇચ્છતી એવી મારો આ પ્રમાણે પરાભવ કર્યો. મૂઢ મનવાળી એવી હું અહીં શું કરું? એટલે માયાવી એવી તેણીએ કપટ રચ્યો. રાજાએ આ વ્યતિકરને જાણ્યો. સુદર્શનને પકડ્યો અને દૃઢ કારાગૃહમાં નાખ્યો. પૂર્વે ઉપાર્જિત કરાયેલ શરદઋતુના ચંદ્ર જેવા નિર્મળ સત્યરિત્ર ગુણથી શ્રેષ્ઠ એવી કીર્તિથી આકર્ષિત થયેલો રાજા વિચારે છે કેખરેખર આ મહાભાગ આવું અણછાજતું કાર્ય ન કરે. આના સુરૂપને જોઇને આ દેવીનું ચરિત્ર (કાવતરું) લાગે છે. કારણ કે કહેવાય છે કે—બુદ્ધિમંતો ગંગાની રેતીનું પ્રમાણ, સમુદ્રમાં પાણીનું પ્રમાણ, હિમાલયનું પ્રમાણ જાણે છે પણ સ્ત્રીઓના હૃદયને જાણતા નથી.' રાજાએ દેવીના પરિવાર પાસેથી વિષમ વ્યતિકર જાણ્યો અને વિચારે છે કે અહીં કોપ કરવો ઉચિત નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે હે રાજેન્દ્ર! રાંધેલા અનાજની જેમ સ્ત્રીઓ સર્વસધારણ હોય છે, તેથી તેઓ ઉપર ગુસ્સો ન કરવો, રાગ ન કરવો અને વિલાસ ન ક૨વો. પછી તેના ગુણથી ખુશ થયેલા રાજાએ તેને પૂજીને રજા આપી. અર્થાત્ કારાગૃહમાંથી બહાર કાઢ્યો.
એટલામાં ઉગ્નવિષવાળા સાપે દેવીને ડંખ માર્યો. અને તેથી તે અતિપીડાથી પરવશ થઇ. કરુણા રૂપી અમૃતના સાગર સુદર્શને તેના ઉપચાર કરવા શરૂ કર્યા. વિવિધ પ્રકારના મંત્રો અને તંત્રોના તે તે પ્રયોગથી તેને સાજી કરી, વિષની અસરથી મુક્ત થઈ. આનું કળામાં કૌશલ્ય અપૂર્વ છે. એથી રાજા તેના પર ઘણો ખુશ થયો. તેણે રાજા પાસે દેવીના અભયની પ્રાર્થના કરી. અને અવસર જોઇને તેણે અતિ સુંદર પરિણામથી શ્રાવકજનને યોગ્ય, સ્વર્ગ અને મોક્ષસુખને આપનારો ધર્મ રાજાને કહ્યો. જેમકે–
૧. ભુખ્યો થયેલો સર્વલોક રાંધેલા અનાજનો અભિલાષુક થાય છે તેમ ભોગથી ભુખ્યો થયેલો લોક સર્વ સ્ત્રીઓનો અભિલાષક બને છે.