________________
ઉપદેશપદ : ભાગ-૨
૩૧૨
લોક જેમાં, લોકોના મન અને આંખોને ઉપજાવાયો છે આનંદ જેમાં, હર્ષભર ભેગી થયેલી કામિનીઓના મુખરૂપી કમળથી શોભિત થયો છે આંગણાનો વિસ્તાર જેમાં, ભોજનની વિશેષ ભક્તિથી ભાવિત કરાયેલ નગરના સ્ત્રી પુરુષો વડે કરાઇ છે પ્રશંસા જેમાં, વર્ણન કરાતા છે ચારિત્રો જેઓ વડે એવા ભાટચારણોના મનોરથ કરતા અધિક અપાતા દાનની રમણીયતા છે જેમાં, સ્ત્રીવર્ગથી ગવાતા સુંદ૨ મધુર-શ્રેષ્ઠ-ધવળ મંગળગીતોની સમૃદ્ધિ છે જેમાં, મંગળ (માંગલિક) સામગ્રીથી કરાયું છે વિવિધ કૌતુક જેમાં, ઉત્પન્ન કરાયો છે સ્વજનોને પરિતોષ જેમાં, ઘણાં હર્ષથી ઉત્તમવધૂનું કરાતું છે કરકમળનો મેળાપ જેમાં, દાનની મર્યાદા નથી જેમાં એવો કુળની પરંપરા મુજબનો પાણિગ્રહણ વિધિ પ્રવર્તો. જયસેનકુમારે પણ પિતાએ ઠરાવેલા ઘોડા-હાથી-ધન-સુવર્ણઆભૂષણાદિક કરતા અધિક આપ્યું. (૧૫૨)
હવે શંખ મહારાજા જાણે ત્રણભુવનનો વિજય મેળવ્યો હોય તેમ એકાએક કલાવતીના લાભમાં અધિક ચિત્તમાં આનંદ પામ્યો. જો કે જયસેનના પણ હૃદયમાં શંખરાજા ઉપર બહેનના સ્નેહથી અધિક પ્રીતિ હતી. પરંતુ સત્કાર અને ગૌરવથી ગુણનિધિ ઉપર પ્રીતિ અધિક વધી. ક્રીડા-આનંદને ઉપજાવે તેવી પંડિત કથાઓથી સુખપૂર્વક ઘણાં દિવસો પસાર કરીને અભિષિત સુખના ભંગના દુઃખનો ભિરુ હોવા છતાં જવા માટે ઉત્સુક થયો. અને તેણે રાજાને કહ્યું: હે દેવ! તમારું સાનિધ્ય અમને દુસ્ત્યાજ્ય છે તો પણ માતા-પિતા મનમાં ઘણી અધૃતિ કરશે તેથી અમે સ્વસ્થાને જઇશું. તમે રજા આપો. રાજાએ કહ્યું: પ્રિય દર્શન, ધન, જીવિતમાં કોણ તૃપ્તિ પામે? તેથી હે કુમાર! વધારે શું કહીએ? તો પણ ફરીથી જેમ બને તેમ જલદી અમૃતની પૃષ્ટિ સમાન મેળાપ થાય તેમ પ્રયત્ન કરવો. સ્વપ્નમાં પણ કલાવતી દેવી સંબંધી ચિંતા ન કરવી. કારણ કે રત્ન કોઇના પણ ચિંતાનો વિષય બનતો નથી. જયસેનકુમારે પણ કહ્યું: તમારી વાત સત્ય છે, અન્યથા નથી. પિતાએ પૂર્વે પણ જે કહ્યું હતું તે હું ફરીથી કહું છું, તે આ કલાવતી તમને થાપણ રૂપે અર્પણ કરેલી છે તેથી તમારે એની સંકટ અને ઉત્સવ બંનેમાં કાળજી કરવી. આ પ્રમાણે વાતચીત કરતો, વિહરૂપી અગ્નિથી ભયંકર દાઝેલી રડતી કલાવતીને મૂકીને રાજાવડે અનુસરાતો જયસેન કુમાર ચાલ્યો અને ક્રમથી દેવસાલ નગરમાં પહોંચ્યો. માતા-પિતાને મળ્યો અને હર્ષથી સર્વ વ્યતિકર જણાવ્યો. (૧૬૩)
સંપૂર્ણ મનોરથવાળો પૃથ્વીપતિ શંખ પણ તે પ્રિયાની સાથે અખંડ ભોગોને ભોગવવા લાગ્યો. તેના વિયોગમાં ક્ષણ પણ હૈયામાં સુખ પામતો નથી. પોતાના પ્રાણાર્પણ કરવા ૧. પીહિયય-પ્ર++ત+7=પીહિયય અભિલષિત સુખના ભંગના દુઃખથી ભીરું. મધ્યમપદલોપી સમાસ.