SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૮૩ અ દિવસે તેણે વિચાર્યું કે ગુણસુંદરી વિનાના જીવનથી શું? સર્વનો ત્યાગ કરીને સાત નગરીમાંથી નીકળીને તેના લાભના ઉપાયને શોધવામાં સતૃષ્ણ શ્રાવસ્તી નગરી તરફ ચાલ્યો અને વિશાળ પર્વતોની મધ્યમાં આવેલી ભિલ્લોની પલ્લિમાં પહોંચ્યો. અત્યંત વિનયપૂર્વક તેના અધિપતિની સેવા કરવા લાગ્યો. ક્રમથી તે શબરપતિના વિશ્વાસપાત્ર સ્થાનને પામ્યો. હવે કયારેક વિશ્વસ્ત શબરપતિ શ્રાવસ્તી નગરીમાં પુરોહિતના ઘરે ધાડ પાડવાના ઇરાદાવાળા બટુકવડે પ્રાર્થના કરાયો. સેનાપતિએ પણ તેની વાતનો સ્વીકાર કર્યો. તકને જોનારા ચરપુરુષો વડે તે સ્થાન લક્ષિત કરાયું પછી જલદીથી પુણ્યમાંના ઘરે ધાડ પાડી. અસ્વાપિની વિદ્યાથી સર્વપરિજન સૂઈ ગયા પછી એકાએક શબર સૈન્ય તેની સર્વ ઘરવખરી લૂંટી લીધી. હરખ પદુડા બટુકે પણ વિલાપ કરતી ગુણસુંદરીને પકડી અને મધુરવાણીથી આશ્વાસન આપતો પલ્લિમાં લઈ ગયો. ભોજન, વસ્ત્ર, આભૂષણો વગેરે પુષ્કળ પ્રમાણમાં લાવી આપીને તથા મધુર વાર્તાલાપથી કેટલાક દિવસો સુધી ખુશ રાખી. (૨૬) કોઈ દિવસે બટુકે ગુણસુંદરીને કહ્યું: હે સુતનુ વિવિધ પ્રકારના ગુણોના કણોથી ત્યારે તે મારું હૃદય રૂપી ધન ચોરી લીધું છે તે પાછું આપ. કારણ કે દયરૂપી ધન વિના મરેલાની જેમ શુનમૂન થઈને જીવું છું. તેથી તે ધર્મિણી! તું દયા કર. તું ઘણી નિષ્ફર થઈને કેમ રહે છે? વળી બીજું-જો કે તું વિધિવડે દૂર કરાઈ છે તો પણ તું મારા હૃદયમાં વસે છે, મને સ્વપ્નમાં દેખાય છે, મારી સામે દિશાના મુખોમાં ચક્રાકારે ઘૂમે છે, મારી જીભના અગ્રભાગ ઉપર સ્પષ્ટ રમે છે. આ પ્રમાણે વેદરૂચિ બોલે છતે ગુણસુંદરીએ સવિતર્ક જ કહ્યું: હે સુંદર! તારા આ કહેલા વચનના પરમાર્થને હું જાણતી નથી. મેં ક્યારે તારું હૃદયરૂપી ધન ચોર્યું છે? તું કોણ છે? તેઓમાં હું પૂર્વે ક્યાં હતી? આ પ્રમાણે ગુણસુંદરી વડે પ્રશ્નો પૂછાયેલા બટુકે પોતાનો સંપૂર્ણ વૃત્તાંત જણાવ્યો. તે વૃત્તાંતને સાંભળીને સુસંવિગ્ન થયેલી ગુણસુંદરી વિચારે છે કે આ મૂઢને મારા ઉપર મોટો અનુરાગ દેખાય છે. અનાર્યો મ્લેચ્છોની વચ્ચે હું એકલી અશરણ છું. હું જાણતી નથી કે આ રાગાંધથી કેવી રીતે છુટીશ? અથવા મેરુનું શિખર ચલાયમાન થાય એ સંભવે, સૂર્ય પણ પશ્ચિમ દિશામાં ઊગે એ સંભવે, પરંતુ જીવતી એવી હું પોતાના કુળ અને શીલને ક્યારેય પણ મલિન નહીં કરું. આ વરાકડો એકાંતે નિર્ગુણ નથી, નીતિ કુશળતાને વરેલો છે. કેમકે બળાત્કારે પણ મારા શીલનું ખંડન કરતો નથી. તેથી આને પ્રતિબોધ કરવો ૧. ગિરિદુર્ગ એટલે કિલ્લો કે કોટ અને તે છ પ્રકારના છે. (૧) ધનુદુર્ગ એટલે જેની ચારેતરફ પાણી વિનાનો પ્રદેશ હોય તે. (૨) મહીદુર્ગ એટલે જેની ચારે તરફ ઊંચી નીચી જમીન હોય છે. (૩) જલદુર્ગ–જેની ચારે તરફ પાણી હોય તેવો કિલ્લો. (૪) વૃક્ષદુર્ગ–જેની ચારે તરફ વૃક્ષનું ઘાટું વન હોય તેવો દુર્ગ. (૫) નવદુર્ગ–જેની ચારે તરફ સેના હોય તેવો દુર્ગ. (૬) ગિરિદુર્ગ એટલે પર્વતો ઉપરનો દુર્ગ અથવા જેની ચારે તરફ પહાડ હોય તેવો દુર્ગ.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy